________________
પડ્વર્શન સમુધ્રુવ માળ - ૨, ોજ, ૪૮-૪૧, નેનવર્શન
सकलभेदपर्यन्तवर्तित्वादन्त्यं तदेव कारणं न पुनरन्यद्व्यणुकादि तदेव किमित्याह सूक्ष्मःआगमगम्यः, ‘अस्मदादीन्द्रियव्यापारातीतत्वात् । नित्यश्चेति - द्रव्यार्थिकनयापेक्षया ध्रुवः, पर्यायार्थिकनयापेक्षया तु नीलादिभिराकारैरनित्य एवेति । न ततः परमणीयो द्रव्यमस्ति, तेन परमाणुः । तथा पञ्चानां रसानां द्वयोर्गन्धयोः पञ्चविधस्य वर्णस्यैकेन रसादिना युक्तः । तथा चतुर्णां स्पर्शानां मध्ये द्वावविरुद्धौ यौ स्पर्शो स्निग्धोष्णी स्त्रिग्धशीतो रूक्षशीतौ रूक्षोष्णो वा, ताभ्यां युक्तः । तथा कार्यं द्व्यणुकाद्यचित्तमहास्कन्धपर्यन्तं तस्य लिङ्गमिति । एवंविधलक्षणा निरवयवाः परस्परेणाऽसंयुक्ताः परमाणवः ।
४९९
ટીકાનો ભાવાનુવાદ :
હવે પુદ્ગલદ્રવ્યનું વર્ણન કરાય છે. તત્વાર્થસૂત્ર અ. ૫/૧૩ માં કહ્યું છે કે... “સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળા પુદ્ગલો હોય છે.” સૂત્રમાં પ્રથમ ‘સ્પર્શ’નું ગ્રહણ કરવાનું કારણ એ છે કે... “જેનામાં સ્પર્શ હોય છે. તેનામાં ૨સ, ગંધ, વર્ણ અવશ્ય હોય જ છે. અર્થાત્ પ્રારંભમાં સ્પર્શનું ગ્રહણ થતેછતે રસાદિનો સદ્ભાવ અવશ્ય હોય છે, તે બતાવવા માટે છે.” તેથી
“પાણી વગેરે પદાર્થોરૂપ, રસ, ગંધ, સ્પર્શ આ ચારગુણવાળા છે. કારણ કે તેમાં સ્પર્શ હોય છે. જેમકે પૃથ્વી.” તથા “મન સ્પર્શાદિ ચા૨ ગુણવાળું છે. કારણ કે અસર્વગત (અવ્યાપિ) દ્રવ્ય છે. જેમકે પાર્થિવ૫૨માણુ.” આ બંને અનુમાનપ્રયોગથી સિદ્ધ થાય છે કે જ્યાં સ્પર્શ હોય છે, ત્યાં રૂપાદિત્રણ અવશ્ય હોય જ છે.
તેમાં સ્પર્શ આઠ પ્રકારના છે. (૧) મૃદુ, (૨) કઠિન, (૩) ગુરુ, (૪) લઘુ, (૫) શીત, (૬) ઉષ્ણ (૭) સ્નિગ્ધ, (૮) રૂક્ષ. પરમાણુઓમાં સ્નિગ્ધ, રુક્ષ, શીત, ઉષ્ણ આ ચા૨ જ સ્પર્શો હોય છે. પરંતુ સ્કન્ધમાં યથાસંભવ આઠે પણ સ્પર્શો હોય છે.
રસ પાંચપ્રકારના છે. (૧) તિક્ત, (૨) કટુ, (૩) કષાય, (૪) આમ્લ (ખાટો), (૫) મધુર. કેટલાક આચાર્યો લવણ (મીઠા)નો સમાવેશ મધુર રસમાં કરે છે અને કેટલાક આચાર્યો તેને અન્ય રસોના સંસર્ગથી ઉત્પન્ન થયેલ માને છે. ગંધ સુરભિ અને અસુરભિ બે પ્રકારની છે. કાળો, પીળો, નીલો, રાતો, શ્વેત આ પાંચ વર્ણો છે. આ સ્પર્શ, રૂપ, ગંધ અને વર્ણવાળા પુદ્ગલો છે.
પુદ્ગલોના માત્ર સ્પર્શદિધર્મો છે એવું નથી. પરંતુ શબ્દાદિધર્મો પણ પુદ્ગલના છે. તત્ત્વાર્થસૂત્ર અ. ૫/૨૪માં કહ્યું છે કે... “શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ, ઉદ્યોતવાળા પણ પુદ્ગલદ્રવ્યો હોય છે. અર્થાત્ શબ્દાદિ પુદ્ગલના જ પર્યાયો છે.”