________________
षड्दर्शन समुचय भाग- २, श्लोक, ४८-४९, जैनदर्शन
४८९
અનુમાનપ્રયોગ : “ઇન્દ્રિયોથી અતિરિક્ત આત્મા છે. કારણકે ઇન્દ્રિયોના વ્યાપારમાં પણ પદાર્થની ઉપલબ્ધિ થતી નથી.” અહીં જે જેનો વ્યાપાર હોવા છતાં પણ જેઓ દ્વારા ઉપલબ્ધ પદાર્થોનું જ્ઞાન કરતું નથી, તે તેઓથી ભિન્ન જોવાયેલો છે. (અર્થાત્ જે વ્યક્તિનો ઇન્દ્રિયોના વિષયોમાં વ્યાપાર હોવા છતાં પણ ઇન્દ્રિયોદ્વારા ઉપલબ્ધપદાર્થોનું જ્ઞાન કરતો નથી, તે વ્યક્તિ (આત્મા) ઇન્દ્રિયોથી ભિન્ન છે. કહેવાનો આશય એ છે કે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોનો વિષયોમાં વ્યાપાર છે, છતાં પણ વિષયોનું જ્ઞાન થતું નથી. તેથી સિદ્ધ થાય છે કે વિષયોનું જ્ઞાન કરનાર કોઈ ભિન્ન તત્ત્વ હોવું જોઈએ અને તે જ આત્મા છે. તેથી જ) બારી ખુલ્લી છે, બહાર પદાર્થો પણ છે, છતાં પણ અન્યઠેકાણે જેનું મન છે તે દેવદત્ત પદાર્થોને જોઈ શકતો નથી. આથી પદાર્થોને નહિ જોતો દેવદત્ત ભિન્ન છે. તે જ રીતે ઇન્દ્રિયો વિષયોમાં પ્રવૃત્તિ કરતી હોવા છતાં વિષયોનું જ્ઞાન થતું નથી. તેથી તે પદાર્થોનો જ્ઞાતા ઇન્દ્રિયથી ભિન્ન બીજો કોઈ હોવો જોઈએ કે જેનો ઉપયોગ ન હોવાના કારણે પદાર્થોનું જ્ઞાન થતું નથી અને તે ઇન્દ્રિયોથી ભિન્ન જ્ઞાતા છે, તે જ આત્મા છે.
અથવા “સમસ્ત ઇન્દ્રિયોથી ભિન્ન આત્મા છે. કારણકે અન્યઇન્દ્રિયથી પદાર્થને જાણીને તેનાથી અન્યઇન્દ્રિયોને વિકાર થાય છે.”
અહીં જે અન્યબારીથી પદાર્થને જાણીને (તેનાથી) અન્યબારીથી વિકારપ્રદર્શન કરે તે બારીઓથી ભિન્ન જોવાયેલો છે. જેમ મહેલની પૂર્વદિશાની બારીદ્વારા સુંદરસ્ત્રીને જોઈને, અપર(પશ્ચિમ)ની બારીતરફ જતી તે સ્ત્રીની સામે પશ્ચિમ તરફની બારીમાં જઈને હાથ વગેરેથી કુચસ્પર્શાદિ વિકારનું પ્રદર્શન કરતો દેવદત્ત તે બારીઓથી ભિન્ન છે. કહેવાનો આશય એ છે કે જો આત્મા ઇન્દ્રિયરૂપ જ હોય તો, એક ઇન્દ્રિયથી પદાર્થને જાણીને બીજી ઇન્દ્રિયમાં વિકાર કરી શકતો નથી. કારણ કે તે તો બંને ઇન્દ્રિયોના સ્વામીને જ થઈ શકે. કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને આંખથી આંબલી ખાતો જોઈને, તે વ્યક્તિને તે આંબલી ખાવાની ઇચ્છા, જીભમાં પાણી આવવું વગેરે વિકારો થાય છે. આ હકીકત એ વાતની સૂચના કરે છે કે આંખ, હૃદય અને જીભ ઉપર અધિકાર રાખનાર કોઈક તો હોવો જ જોઈએ કે જે યથેચ્છ રીતે જોઈ શકે, ઇચ્છા કરી શકે, વગેરે કાર્યો કરી શકે. અને તે જ ઇન્દ્રિયોથી ભિન્ન આત્મા છે.
અથવા ઇન્દ્રિયોથી અતિરિક્ત આત્મા છે, કારણ કે અન્યઠેકાણેથી જાણીને અન્યઠેકાણેથી ગ્રહણ કરે છે. જે ઘટાદિને અન્ય સ્થળેથી જાણીને અન્ય સ્થળેથી ગ્રહણ કરે છે, તે ઉભયસ્થાનોથી ભિન્ન જોવાયો છે. જેમકે પૂર્વ તરફની બારીથી ઘટને જાણીને, અપર (પશ્ચિમ) તરફથી ગ્રહણ કરનારો દેવદત્ત તે ઉભયબારીઓથી ભિન્ન છે. જીવ ચક્ષુદ્વારા ઘટને જાણે છે અને હાથ વડે ઘટને ગ્રહણ કરે છે. (તો તે આત્મા ચક્ષુ સ્વરૂપ હોય તો હાથ વડે ગ્રહણ કેવી રીતે કરી શકે ? અને