________________
४७४
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
पृथिव्यादीनामपि सजीवत्वं व्यवहरणीयम् । ननु मूर्छितेषूच्छ्वासादिकमव्यक्तं चेतनालिङ्गमस्ति, न पुनः पृथिव्यादिषु तथाविधं किं चिञ्चेतनालिङ्गमस्ति । नैतदेवं, पृथिवीकाये तावत्स्वस्वाकारावस्थितानां लवणविद्रुमोपलादीनां समानजातीयाङ्कुरोत्पत्तिमत्त्वमऽर्शो मांसाङ्कुरस्येव चेतनाचिह्नमस्त्येव । अव्यक्तचेतनानां हि संभावितैकचेतनालिङ्गानां वनस्पतीनामिव चेतनाभ्युपगन्तव्या । वनस्पतेश्च चैतन्यं विशिष्टर्तुफलप्रदत्वेन स्पष्टमेव, साधयिष्यते च । ततोऽव्यक्तोपयोगादिलक्षणसद्धावात्सचित्ता पृथिवीति स्थितम् । ટીકાનો ભાવાનુવાદઃ તથા આત્માને જડરૂપ=જ્ઞાનશૂન્ય માનવો પણ સંગત નથી. કારણ કે આત્માને જ્ઞાનશૂન્ય માનવામાં બાધકપ્રમાણ વિદ્યમાન છે. તે આ રહ્યું - જ્ઞાનશૂન્ય આત્મા પદાર્થનું જ્ઞાન કરી શકતો નથી. કારણ કે અચેતન છે. જેમ અચેતન એવું આકાશ પદાર્થનું જ્ઞાન કરી શકતું નથી, તેમ એચતન જ્ઞાનશૂન્ય આત્મા પણ પદાર્થપરિચ્છેદક બની શકતો નથી.
શંકા : ચેતનાના સમવાયથી અચેતન આત્મા જ્ઞાનવાળો બને છે અને તાદશઆત્મા પદાર્થનો પરિચ્છેદક બને છે. આથી આત્મા જડસ્વરૂપ જ છે. પરંતુ ચેતનાના સમવાયથી જ્ઞાનવાળો બને છે.
સમાધાન : તમારી આ વાત ઉચિત નથી. કારણ કે ચેતનાના સમવાયથી આત્મામાં જ્ઞાતૃત્વ માનશો તો ચેતનાના સમવાયથી ઘટમાં પણ જ્ઞાતૃત્વ માનવાની આપત્તિ આવશે. કેમકે સમવાય નિત્ય, એક, વ્યાપક છે. કારણ કે સર્વત્ર અવિશેષ છે. આથી સમવાય એક હોવાથી આત્મામાં જે ચેતનાનો સમવાય છે, તે જ સમવાય ઘટમાં પણ છે જ. તેથી ઘટને પણ આત્માની જેમ જ્ઞાતા (જ્ઞાનવાળો) માનવો પડશે કે જે તમને પણ ઇષ્ટ નથી. આ વિષયમાં ઘણું ઘણું કહેવા યોગ્ય છે. પરંતુ ગ્રંથ ગૌરવના ભયથી વધુ કહેતા નથી.
તેથી આત્માની પદાર્થપરિચ્છેદકતાનો સ્વીકાર કરવાવાળાઓવડે આત્માની ચૈતન્ય સ્વરૂપતાનો પણ સ્વીકાર કરવો જોઈએ. અર્થાત્ “ગળામાં પડેલા ઢોલને વગાડવું જ પડે”—આ ન્યાયથી આત્માને પદાર્થનો જ્ઞાતા માન્યા બાદ અવશ્ય ચૈતન્યસ્વરૂપ પણ માનવો જ પડશે. આથી સ્થિત થાય છે કે ચૈતન્યસ્વરૂપ આત્મા છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય આ નવપ્રકારના જીવો છે.