________________
પદ્દર્શન સમુધ્રુવ ભાગ – ૨, ો, ૪૮-૪૧, જૈનવર્શન
આ જ રીતે શીતકાળમાં પર્વતની ગુફાઓની નિકટમાં રહેલા વૃક્ષાદિની નીચે જે ઉષ્મા સંવેદાય છે, તે પણ મનુષ્યના શરીરની ઉષ્માની જેમ જીવહેતુક જ જાણવી.
४८०
ગ્રીષ્મકાળમાં બાહ્યતાપથી તૈજસ શ૨ી૨રૂપે અગ્નિ મંદ થવાથી જલાદિનીઅંદર જે શીતલ સ્પર્શ હોય છે, તે પણ મનુષ્યશ૨ી૨ના શીતલસ્પર્શની જેમ જીવહેતુક સ્વીકારવો જોઈએ.
તેથી આવા પ્રકારના સ્વરૂપને ભજનારા અસ્કાય જીવો હોય છે. આ રીતે પાણીમાં જીવની સિદ્ધિ થાય છે.
હવે અગ્નિમાં જીવની સિદ્ધિ કરાય છે.
यथा रात्रौ खद्योतकस्य देहपरिणामो जीवप्रयोगनिर्वृत्तशक्तिराविश्चकास्ति, एवमङ्गारादीनामपि प्रतिविशिष्टप्रकाशादिशक्तिरनुमीयते जीवप्रयोगविशेषाविर्भावितेति । यथा वा ज्वरोष्मा जीवप्रयोगं नातिवर्तते, एषैवोपमाग्नेयजन्तूनां नच मृता ज्वरिणः क्वचिदुपलभ्यन्ते, एवमन्वयव्यतिरेकाभ्यामग्नेः सचित्तता ज्ञेया । प्रयोगश्चात्र-आत्मसंयोगाविर्भूतोऽङ्गारादीनां प्रकाशपरिणामः, शरीरस्थत्वात्, खद्योतदेहपरिणामवत् । तथात्मसंयोगपूर्वकोऽङ्गारादीनामूष्मा, शरीरस्थत्वात्, ज्वरोष्मवत् । न चादित्यादिभिरनेकान्तः, सर्वेषामुष्णस्पर्शस्यात्मसंयोगपूर्वकत्वात् । तथा सचेतनं तेजः, यथायोग्याहारोपादानेन वृद्ध्यादिविकारोपलम्भात्, पुरुषवपुर्वत् । एवमादिलक्षणैराग्नेयનન્નવોડવસેયાઃ ।।રૂ||
ટીકાનો ભાવાનુવાદ :
જેમ રાત્રિમાં ખજવાના દેહમાં પરિણમેલી જીવના પ્રયોગથી ઉત્પન્ન થયેલ પ્રકાશશક્તિ પ્રકાશે છે. (અર્થાત્ રાત્રિમાં ખજવાનું શ૨ી૨ (કંઈક) પ્રકાશ પાથરે છે, તે પ્રકાશ જીવના પ્રયોગ દ્વારા ઉત્પન્ન થયેલ શક્તિનું પ્રત્યક્ષ ફળ છે. આથી ખજવાના દેહરૂપે પરિણમેલી પ્રકાશશક્તિ જેમ જીવપ્રયોગનિમિત્તક છે.) તેમ અંગારાદિમાં પણ પ્રતિવિશિષ્ટ પ્રકાશાદિશક્તિનું અનુમાન કરાય છે. કારણ કે જીવના પ્રયોગવિશેષથી પ્રગટી છે.
અથવા... જેમ તાવની ઉષ્મા જીવપ્રયોગનું અતિક્રમણ કરતું નથી. (અર્થાત્ તાવથી શરીર ગરમ થઈ જાય છે, ત્યારે જીવના પ્રયોગ(સંયોગ)વિના થતું નથી તે જોઈ શકાય છે. અર્થાત્ તાવથી શ૨ી૨નું ગરમ થઈ જવું તે જીવના સંયોગનું ચિન્હ છે.) તે જ રીતે અગ્નિની ગ૨મી પણ જીવના સંયોગવિના શક્ય નથી. તેથી અગ્નિની ગરમીમાં જીવનો સંયોગ અવશ્ય માનવો