________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४७९
પાણીવાળી નદી વગેરેમાં ખૂબ વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તે ઉષ્મા જીવના કારણે જ ઉત્પન્ન થાય છે. જેમ થોડા માણસોના શરીર મળે તો થોડી, વધુ મળે તો વધુ, તેનાથી વધુ મળે તો તેનાથી વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તે જીવહેતુક છે, તેમ પાણીમાં ઉત્પન્ન થતી ઉષ્મા પણ જીવહેતુક છે.
અનુમાન પ્રયોગઃ- “શીતકાળમાં પાણીમાં ઉષ્ણસ્પર્શવાળી વસ્તુથી ઉત્પન્ન થયેલો ઉષ્ણસ્પર્શ હોય છે. કારણ કે ઉષ્ણસ્પર્શ છે. જેમ કે મનુષ્યના શરીરનો ઉષ્ણસ્પર્શ.”
પાણીમાં ઉષ્ણસ્પર્શ સહજ નથી, કારણ કે “પાણીમાં શીતસ્પર્શ જ છે.” -આ વૈશેષિકોનું વચન છે.
શીતકાલમાં ખૂબ ઠંડી પડે ત્યારે સવારમાં તળાવ વગેરેની પશ્ચિમદિશામાં ઉભા રહીને તળાવ વગેરેને જોવામાં આવે છે, ત્યારે તે તળાવના પાણીમાંથી બાષ્પનો સમુહ નીકળતો દેખાય છે. તે પણ જીવહેતુક જ છે.
અનુમાન પ્રયોગઃ “શીતકાળમાં પાણીમાં બાષ્પ ઉષ્ણસ્પર્શવાળી વસ્તુથી ઉત્પન્ન થાય છે, કારણ કે બાષ્પ છે. જેમ શીતકાલમાં શીતલપાણીથી ભીંજાયેલા મનુષ્યના શરીરની બાષ્પ.”
ઉપરોક્ત બંને પ્રયોગોમાં પણ ઉષ્ણસ્પર્શમાં અને બાષ્પમાં જે નિમિત્તભૂત ઉષ્ણસ્પર્શવાળી વસ્તુ છે, તે તૈજસશરીરથી યુક્ત આત્માનામની વસ્તુ જ સ્વીકારવી જોઈએ. કારણ કે પાણીમાં ઉષ્ણસ્પર્શ અને બાષ્પની નિમિત્તભૂત અન્ય વસ્તુનો અભાવ છે.
શંકા ? શીતકાળમાં ઉકરડાના કચરામાંથી પણ બાષ્પ નીકળતી જોવા મળે છે અને તેની ભીતરમાં ઉષ્ણસ્પર્શ (ગરમી) પણ ઘણી હોય છે. પરંતુ ઉકરડામાં કોઈ ઉષ્ણસ્પર્શવાળી વસ્તુ તો નથી. તેથી ઉપરોક્ત અનુમાનનો પ્રકૃતહેતુ વ્યભિચારી બને છે.
સમાધાન : તમારે આવી શંકા ન કરવી. કારણ કે બાષ્પ અને ઉષ્ણ સ્પર્શ (ગરમી) બંને પણ ઉકરડાની મધ્યમાં ઉત્પન્ન થયેલા અને પછીથી મૃત થયેલાં જીવોના શરીરના નિમિત્તે ઉત્પન્ન થાય છે. આથી ઉકરડાની મધ્યમાં રહેલા ઉષ્ણસ્પર્શવાળા મૃત જીવોના શરીરના યોગે બાષ્પ અને ઉષ્ણસ્પર્શની ઉત્પત્તિ થતી હોવાથી હેતુ વ્યભિચારી બનતો નથી.
શંકા: ઉકરડાની મધ્યમાં રહેલા મૃતજીવોના શરીરમાં ઉષ્ણસ્પર્શ અને બાષ્પ ઉત્પન્ન થવામાં કોણ નિમિત્ત બને છે ?
સમાધાનઃ જેમ અગ્નિમાં ગરમ કરેલા પથ્થર કે ઇંટના ટૂકડાઓઉપર પાણી નાખતાં શાંત થઈ ગયેલી અગ્નિમાંથી પણ ઉષ્ણસ્પર્શ અને બાષ્પ નીકળે છે, તે જ રીતે શીતનો સંયોગ થતે જીતે ઉકરડામાંથી બાષ્પ અને ગરમી નીકળવી યુક્તિયુક્ત છે.
આ પ્રમાણે અન્યત્ર પણ બાષ્પ અને ઉષ્ણસ્પર્શમાં નિમિત્તભૂત સચિત્ત કે અચિત્ત ઉષ્ણ સ્પર્શવાળો પદાર્થ બને છે, તે યથાસંભવ વિચારી લેવું.