________________
४५०
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ: તથા આત્મા આગમગમ્ય પણ નથી. અવિસંવાદિ વચનપ્રયોગોને પ્રયોજતા આપ્તપુરુષ પ્રણીત આગમ જ પ્રમાણભૂત બને છે. આવા કોઈ અવિસંવાદિ વચનપ્રયોગ કરનારા આપ્તપુરુષ જ પ્રાપ્ત થતા નથી કે જેમને આત્મા પ્રત્યક્ષ હોય. અર્થાત્ જેને આત્મા પ્રત્યક્ષ છે અને તેની સત્તાની સિદ્ધિ માટે અવિસંવાદિ વચનપ્રયોગ કરે છે, તેવા કોઈપણ આપ્ત પુરુષ પ્રાપ્ત થતા જ નથી. અને આવા આપ્તપુરુષોવિના આપણે કેવી રીતે આત્માને સ્વીકારી શકીએ ?
વળી સર્વે આગમો પરસ્પરવિરુદ્ધ પ્રરૂપણા કરે છે. તેથી કહ્યું આગમ પ્રમાણભૂત અને કહ્યું આગમ અપ્રમાણભૂત ? તેમાં સંદેહ હોવાથી આગમનું પ્રામાણ્ય સંદેહરૂપી દાવાનલની જ્વાલાથી ઘેરાઈ ગયું છે. અર્થાતું કોઈપણ આગમ પ્રમાણભૂત બનતું નથી. તેથી આગમપ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થતી નથી. તથા ઉપમાન પ્રમાણથી પણ આત્મા ઉપમેય બનતો નથી. અર્થાતુ ઉપમાન પ્રમાણથી પણ આત્માની સત્તા સિદ્ધ થતી નથી. કારણ કે જેમ “યથા તથા વય' ઇત્યાદિમાં પરોક્ષ અર્થમાં સાદશ્યબુદ્ધિ ઉત્પન્ન થાય છે. અર્થાત્ જ્યારે ગાય અને ગવય બંને પ્રત્યક્ષના વિષય હોય ત્યારે “ગાયની સમાન ગવય હોય છે.” આ વાક્યનું સ્મરણ કરવાદ્વારા તથા ગવયને સામે દેખતાં પરોક્ષ એવી ગાયમાં સાદૃશ્યબુદ્ધિ ઉત્પન્ન થાય છે. પરંતુ ત્રણલોકમાં આત્માની સમાન કોઈ પદાર્થ નથી કે જેના દર્શનથી (સાદશ્યજ્ઞાન દ્વારા પરોક્ષ અર્થ એવા) આત્માનું જ્ઞાન થાય.
શંકા ? કાલ, આકાશ, દિશા અમૂર્તપદાર્થો અપ્રત્યક્ષ છે. છતાં તેની સત્તા સ્વીકારાયેલી છે, તો કાલાદિની તુલ્ય આત્મા અપ્રત્યક્ષ છે, છતાં તેની સત્તા કેમ સ્વીકારતા નથી ?
સમાધાન (ચાર્વાક) : કાલ, આકાશ અને દિશા આદિ સર્વ અમૂર્તપદાર્થો આત્માની સમાન અપ્રત્યક્ષ છે, આ વાત વિવાદાસ્પદ હોવાથી અનિશ્ચિત છે. આથી જીવના પગ સાથે કાલાદિના પગ પણ બંધાઈ ગયેલા છે.
અર્થપત્તિથી પણ આત્માનો સદ્ભાવ સિદ્ધ કરી શકાતો નથી. કારણકે આત્માવિના નહીં હોવાવાળો કોઈપણ અવિનાભાવી અર્થ જોવા મળતો નથી કે દેખવા પણ મળ્યો નથી કે જેના દ્વારા અર્થપત્તિ આત્માના સદ્ભાવની સિદ્ધિ કરી શકે.
આત્માની સત્તાને સિદ્ધ કરનારા કોઈપણ પ્રમાણો મળતા ન હોવાથી આત્મા અભાવ પ્રમાણનો વિષય બને છે. અર્થાત્ આત્મા જેવી કોઈ ચીજ નથી, તે નિશ્ચિત થાય છે. (અહીં ચાર્વાકનો મત પૂરો થાય છે.)
अत्र प्रतिविधीयते । यत्तावदुक्तं “इह कायाकारपरिणतानि भूतान्येवोपलभ्यन्ते न पुनस्तद्व्यतिरिक्त आत्मा, तत्सद्भावे प्रमाणाभावात्" इत्यादि, तदसमीक्षिताभिधानं,