________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४६३
(૩) શરીરનો વિધાતા છે. કારણ કે શરીર આદિવાળું અને પ્રતિનિયત આકારવાળું છે. અર્થાત્ શરીરને કોઈક બનાવનાર છે. કારણ કે તેની શરૂઆત થાય છે અને તેનો પ્રતિનિયત આકાર હોય છે. જેમ ઘટની શરૂઆત થાય છે અને પ્રતિનિયત આકાર હોવાથી તેને બનાવનાર કોઈને કોઈ હોય જ છે. તેમ શરીરની પણ શરૂઆત થાય છે અને પ્રતિનયત આકાર હોવાથી તેને બનાવનાર કોઈને કોઈ હોવો જોઈએ અને તે જ આત્મા છે.
વળી જે અકર્તૃક (જેની ઉત્પત્તિ કોઈ કર્યા વિના હોય છે,) તે શરૂઆતવાળો કે પ્રતિનિયત આકારવાળો પણ હોતો નથી. જેમકે અનિયત આકારવાળું વાદળ. અર્થાત્ જેની ઉત્પત્તિ થતી નથી અને જેનો પ્રતિનિયત આકાર નથી તેને બનાવનાર પણ કોઈ હોતું નથી. જેમકે વાદળ. અને જે પોતાના દેહનો કર્તા છે, તે જ જીવ (આત્મા) છે.
જો કે પ્રતિનિયત આકારવાળો મેરૂપર્વત વગેરે પણ છે, છતાં તેનો કોઈ કર્તા નથી. આથી મેરૂપર્વતાદિ વડે હેતુ અર્નકાન્તિક બને છે. તો પણ “આદિમતુ” વિશેષણથી તે દોષ દૂર થાય છે. કારણ કે મેરૂપર્વતાદિ પ્રતિનિયત આકારવાળા હોવા છતાં “આદિમતુ’ નથી. તેથી હેતુ વ્યભિચારી બનતો નથી.
(૪) ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા હોય છે. અર્થાત્ ઇન્દ્રિયોનો પ્રયોગ કરવાવાળો કોઈ સ્વામિ હોય છે. કારણ કે ઇન્દ્રિયો કરણ છે. જેમ દંડ, ચક્રાદિ કરણ હોવાથી તેઓનો અધિષ્ઠાતા = પ્રયોગ કરનાર સ્વામિ કુંભકાર હોય છે. તેમ ઇન્દ્રિયો પણ કરણ હોવાથી તેઓનો અધિષ્ઠાતા હોવો જોઈએ અને તે જ આત્મા છે. આ રીતે આત્માની સિદ્ધિ થાય છે.
(૫) શરીરનો ભોક્તા વિદ્યમાન છે. કારણ કે શરીર ભોગ્ય છે. જેમ ભોજન ભોગ્ય હોવાથી તેનો ભોક્તા હોય છે, તેમ શરીર ભોગ્ય હોવાથી તેનો ભોક્તા પણ હોવો જોઈએ અને જે શરીરનો ભોક્તા છે, તે જ જીવ (આત્મા) છે.
શંકા તમે ઉપરોક્ત અનુમાનપ્રયોગમાં પ્રયોજેલા હેતુઓ સાધ્યથી વિરુદ્ધના સાધક હોવાથી વિરુદ્ધ છે. કારણકે તમને સાધ્ય એવો આત્મા અમૂર્ત અને નિત્ય ઇષ્ટ છે. તેના સ્થાને મૂર્ત અને અનિત્ય આત્માની સિદ્ધિ થાય છે. જેમકે ઉદાહરણ તરીકે બતાવેલા ઘટાદિના કર્તા કુંભકારાદિ મૂર્ત અને અનિત્યસ્વભાવવાળા જગતમાં જોવાયેલા છે. આથી જીવ પણ મૂર્તિ અને અનિત્ય જ સિદ્ધ થાય છે, જ્યારે તમને આનાથી વિપરીતસ્વભાવવાળો આત્મા ઇષ્ટ છે.
આથી હેતુઓ સાધ્યથી વિરુદ્ધના સાધક હોવાથી વિરુદ્ધ હેત્વાભાસથી દૂષિત બને છે. સમાધાન: તમારી વાત ઉચિત નથી. અમારા હેતુઓ વ્યભિચારી પણ નથી. કારણ કે સંસારી જીવ આઠકર્મપુદ્ગલથી અવરાયેલો હોવાનાકારણે સશરીરી જ છે અને તેથી કથંચિત્ મૂર્ત પણ