________________
४७०
षड्दर्शन समुद्यय भाग-२, श्लोक, ४८-४९, जैनदर्शन
અનુત્તરવિમાનાદિમાં તો છે જ. આ પ્રમાણે આ વિવલાથી અમે કહીએ છીએ કે “જેનો નિષેધ કરાય છે, તે સામાન્યથી (જગતમાં) વિદ્યમાન જ હોય છે.”
તથા અમે એમ તો નથી કહેતા કે “જેનો જે ઠેકાણે નિષેધ કરાય છે તે, તે ઠેકાણે જ હોય છે કે જેથી વ્યભિચાર આવે.
આ પ્રમાણે વિદ્યમાન એવા જીવનો ક્યાંકપણ નિષેધ હોય. પરંતુ સર્વત્ર નિષેધ ન હોય. અર્થાત્ આત્મા (જીવ) વિદ્યમાન હોવાથી તેનો ક્યાંક જ અભાવ હોઈ શકે, સર્વત્ર અભાવ ન હોઈ શકે.
તથા “દેહથી અતિરિક્ત આત્મા છે. કારણ કે ઇન્દ્રિયનો ઉપરમ (નાશ) થવા છતાં પણ ઇન્દ્રિયોથી ગ્રહણ કરેલા પદાર્થનું સ્મરણ થાય છે. જેમકે પાંચબારીમાંથી જોયેલા પદાર્થને, બારી બંધ થયા બાદ પણ તે પદાર્થનું દેવદત્તને સ્મરણ થાય છે.
(કહેવાનો આશય એ છે કે દેહથી અતિરિક્ત આત્મા છે. કારણ કે ઇન્દ્રિયોનો વ્યાપાર ના હોવા છતાં પણ તથા કોઈ ઇન્દ્રિયોની હાનિ થઈ જવા છતાં પણ, તે ઇન્દ્રિયોદ્વારા અનુભવેલા અર્થનું સ્મરણ થાય છે. અને તે સ્મરણ કરનારા તરીકે આત્માની સિદ્ધિ થાય છે.)
આ રીતે સિદ્ધ થાય છે કે આત્મા અનુમાનગ્રાહ્ય પણ છે. __ अनुमानग्राह्यत्वे सिद्धे तदन्तर्भूतत्वेनागमोपमानार्थापत्तिग्राह्यतापि सिद्धा । किं च "प्रमाणपञ्चकाभावेन" इत्यादि यदप्यवादि तदपि मदिराप्रमादिविलसितसोदरं, यतो हिमवदुत्पलपरिमाणादीनां पिशाचादीनां च प्रमाणपञ्चकाभावेऽपि विद्यमानत्वादिति, अतो यत्र प्रमाणपञ्चकाभावस्तदसदेवेत्यनैकान्तिकम् । इति सिद्धः प्रत्यक्षादिप्रमाणग्राह्य आत्मा । स च विवृत्तिमान् परलोकयायी । तत्र चानुमानमिदम् - तदहर्जातबालकस्याद्यस्तन्याभिलाषः पूर्वाभिलाषपूर्वकः, अभिलाषत्वात्, द्वितीयदिनाद्यस्तनाभिलाषवत् । तदिदमनुमानमाद्यस्तनाभिलाषस्याभिलाषान्तरपूर्वकत्वमनुमापयदर्थापत्त्या परलोकगामिनं जीवमाक्षिपति, तज्जन्मन्यभिलाषान्तराभावादिति स्थितम् ।। ટીકાનો ભાવાનુવાદ :
આ રીતે આત્માની અનુમાનગ્રાહ્યતા સિદ્ધ થતાં અનુમાનની અંદર સમાવેશ પામતાં આગમ, ઉપમાન અને અર્થોપત્તિથી પણ આત્માની ગ્રાહ્યતા સિદ્ધ થઈ જાય છે. વળી “આત્માની સિદ્ધિમાં પ્રમાણપંચકની પ્રવૃત્તિનો અભાવ હોવાથી આત્મા અભાવ