________________
४६६
षड्दर्शन समुझय भाग-२, श्लोक, ४८-४९, जैनदर्शन
प्रतिपाद्यते । तथा न सन्ति घटप्रमाणानि मुक्ताफलानीत्यादिषु घटप्रमाणतामात्ररूपो विशेषो मुक्ताफलानां निषिध्यते, न तु तदभावः ख्याप्यत इति । एवं नास्त्यात्मेत्यत्रापि विद्यमानस्यैवात्मनो यत्र वचन येन केनचित्सह संयोगमात्रमेव त्वया निषेद्धव्यं, तथा नास्त्यात्मास्मिन् वपुषीत्यादि, न तु सर्वथात्मनोऽसत्त्वमिति । ટીકાનો ભાવાનુવાદ:
(૯) આ રીતે આત્મા (જીવ)ની સિદ્ધિ થાય છે. જેમ સ્વ-શરીરમાં સ્વસંવેદનથી આત્માની સિદ્ધિ કરી છે તે જ રીતે પરશરીરમાં પણ સામાન્યતોદષ્ટઅનુમાનથી આત્માની સિદ્ધિ કરાય છે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે -
“પરશરીરમાં આત્મા છે, કારણ કે ઇષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાંથી નિવૃત્તિ દેખાય છે. જેમ આપણું શરીર ઇષ્ટમાં પ્રવૃત્તિ કરવાને ઇચ્છે છે અને અનિષ્ટથી બચવા ઇચ્છે છે, તે જ રીતે બીજાનું શરીર પણ આ વસ્તુને જ ઇચ્છે છે.”
તથા બીજાના શરીરમાં ઇષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ દેખાય છે. તેથી પરશરીર સાત્મક છે = આત્મા સહિતનું છે. કારણ કે આત્માના અભાવમાં શરીર ઇષ્ટમાં પ્રવૃત્ત કે અનિષ્ટથી નિવૃત્ત થઈ શકતું નથી. જેમ ઘટમાં આત્મા નથી, તો તેને તડકામાં મૂકવામાં આવે તો તેનાથી નિવૃત્તિ કરતો નથી કે તેમાં દૂધ ભરવામાં આવે તો તેનાથી તેમાં તેની પ્રવૃત્તિ દેખાતી નથી. અર્થાત્ આત્માવિનાના ઘટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ જોવા મળતી નથી. જ્યારે આત્મા સહિતના શરીરમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ દેખાય છે. આ રીતે પરશરીરમાં પ્રવૃત્તિ-નિવૃત્તિને જોઈને સામાન્યતોદૃષ્ટઅનુમાનથી પરશરીરમાં પણ આત્માની સિદ્ધિ થાય છે. આનાથી “સામાન્યતોદષ્ટઅનુમાનથી પણ આત્માની સિદ્ધિ થતી નથી”-આવું તમે જે પૂર્વે કહ્યું હતું તેનું પણ ખંડન થઈ જાય છે.
તથા “જીવ નથી' આ જે જીવનો નિષેધવાચિ શબ્દ નીવ' છે, તે શબ્દ જીવના અસ્તિત્વની સાથે અવિનાભાવ રાખે છે, અર્થાત્ તે નિષેધ જીવના અસ્તિત્વવિના હોઈ શકતો નથી. કારણ કે તે નિષેધાત્મક શબ્દપ્રયોગ છે, જેમ “નતિ ઘટ’ આ જે ઘટનો નિષેધવાચિ શબ્દ પટ' છે, તે શબ્દ (અન્યત્ર) ઘટના અસ્તિત્વ સાથે અવિનાભાવ રાખે છે. આ જ રીતે જીવનો નિષેધ પણ કોઈકઠેકાણે જીવના અસ્તિત્વની અપેક્ષા રાખે છે. તે નિષેધ જીવના સભાવવિના હોઈ શકતો નથી. અનુમાનપ્રયોગ આ છે - “જગતમાં જેનો નિષેધ કરાય છે, તે પદાર્થ ક્યાંક તો હોય જ છે. જેમકે ઘટાદિ.” તથા તમારા વડે “જીવ નથી” આવો નિષેધ કરાય છે. આથી (ઉપરોક્તઅનુમાનથી સિદ્ધ થાય છે કે) જગતમાં જીવ તો છે જ. જે સર્વથા અસ્તિત્વ ધરાવતો