________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
૪૬૭
નથી, તેનો નિષેધ પણ દેખાતો નથી. જેમ પાંચભૂતથી અતિરિક્ત છઠ્ઠાભૂતનું અસ્તિત્વ ન હોવાથી છઠ્ઠાભૂતનો કોઈ નિષેધ પણ કરતું નથી.
શંકા રવિપાળ' વગેરે સર્વથા અસતુપદાર્થોનો પણ નિષેધ થતો જોવા મળે છે. આથી જેનો નિષેધ થતો હોય તેનો સદ્દભાવ હોવો જ જોઈએ, આવી કોઈ નિયત આવશ્યકતા દેખાતી નથી. તેથી ઉપરોક્તઅનુમાનમાં પ્રયોજેલો હેતુ અનેકાન્તિક છે.
સમાધાનઃ તમારી વાત યોગ્ય નથી. કારણ કે જે કોઈપણ વસ્તુનો નિષેધ કર્યો હોય છે, તેનો સર્વત્ર સર્વથા નિષેધ હોતો જ નથી. પરંતુ અન્યત્ર વિદ્યમાન હોવાની સાથે સાથે અહીં સંયોગ, સમવાય, સામાન્ય કે વિશેષસ્વરૂપ ચાર ધર્મોમાંથી કોઈને કોઈ એકનો વિવલિતસ્થાનમાં નિષેધ કરાય છે. અર્થાત્ કોઈપણ વસ્તુનો નિષેધ કરાય તે સર્વથા સર્વત્ર કરાતો નથી. પરંતુ તે પદાર્થ અન્યત્ર વિદ્યમાન હોવા છતાં પણ વિવક્ષિતસ્થાનમાં “સંયોગથી નથી” આવો જ નિષેધ કરાતો હોય છે. પરંતુ સર્વથા તેનો અભાવ પ્રતિપાદિત કરાતો નથી.
જેમ “નાસ્તિ ગૃહે દેવદત્તઃ' આ પ્રયોગમાં દેવદત્તાદિ વિદ્યમાન હોવા છતાં પણ માત્ર ગૃહમાં તેના સંયોગમાત્રનો નિષેધ કરાય છે. પરંતુ દેવદત્તાદિનો સર્વથા નિષેધ કરાતો નથી. (અર્થાત્ અત્યારે દેવદત્તાદિનો ગૃહમાં સંયોગ નથી. તેથી અન્યત્ર પણ નિષેધ નથી થતો. અન્યત્ર બગીચા આદિમાં તો તે હોય જ છે. અહીં દેવદત્તાદિ અને ગૃહ વિદ્યમાન છે, પરંતુ બંનેનો સંયોગ નથી, તેથી નિષેધ કરાય છે. પરંતુ સર્વથા નિષેધ કરાતો નથી.)
તે જ રીતે “ખરવિષાણ નથી” આ પ્રયોગમાં ગધેડો અને વિષાણ વિદ્યમાન હોવા છતાં તે બંને વચ્ચે સમવાયમાત્રનો નિષેધ કરાય છે. અર્થાત્ ગધેડામાં શીંગડાના સમવાય વિશિષ્ટ સંબંધનો નિષેધ કરાય છે. અહીં ગધેડા કે શીંગડાનો સ્વતંત્રનિષેધ નથી. કારણ કે તે અન્યત્ર વિદ્યમાન જ છે. પરંતુ તે બંને વચ્ચેના વિશિષ્ટ સમવાયસંબંધનો નિષેધ કરાય છે.)
અન્ય ચન્દ્રમાં નથી' આ પ્રયોગમાં વિદ્યમાન ચન્દ્રથી અન્ય ચન્દ્રનો નિષેધ કરાયો છે. તેથી ચન્દ્રની સાદશ્યતાનો અન્યત્ર નિષેધ કરાયો છે. અર્થાત્ આ ચન્દ્રમાની જેવો બીજો ચન્દ્રમાં નથી (ચન્દ્ર તો આવા અનેક નથી, એક જ છે.) આવો ચન્દ્રસામાન્યનો નિષેધ કરાયો છે. પરંતુ સર્વથા ચન્દ્રના અભાવનું પ્રતિપાદન નથી કરાયું.
“મોતી ઘટના પ્રમાણના નથી” આ પ્રયોગમાં મોતી ઘટ જેવા મોટા પ્રમાણવાળા નથી, આવો માત્ર ઘટપ્રમાણતારૂપ વિશેષ મોતીઓનો નિષેધ કરાયો છે. પરંતુ મોતીમાત્રનો નિષેધ નથી કરાયો.
આ પ્રમાણે “આત્મા નથી' આ પ્રયોગમાં વિદ્યમાન આત્માનો જે કોઈ વિવક્ષિતસ્થાનમાં