________________
४४८
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
स्यात्, तदा जीवस्यापि प्रत्यक्षत्वापत्त्यानुमानवैयर्थ्यं स्यात्, तत एव जीवसिद्धेरिति । न च वक्तव्यं सामान्यतोदृष्टानुमानादादित्यगतिवज्जीवः सिध्यति, यथा गतिमानादित्यो देशान्तरप्राप्तिदर्शनात्, देवदत्तवत् इति । यतो हन्त देवदत्ते दृष्टान्तधर्मिणि सामान्येन देशान्तरप्राप्तिर्गतिपूर्विका प्रत्यक्षेणैव निश्चिता सूर्येऽपि तां तथैव प्रमाता साधयतीति युक्तम् । न चैवमत्र क्वचिदपि दृष्टान्ते जीवसत्त्वेनाविनाभूतः कोऽपि हेतुरध्यक्षेणोपलक्ष्यत इत्यतो न सामान्यतोदृष्टादप्यनुमानात्तद्गतिरिति २ ।
ટીકાનો ભાવાનુવાદ: (ચાર્વાક પોતાની ચર્ચા આગળ ચલાવે છે).
અનુમાન પ્રમાણથી પણ ભૂતથી અતિરિક્તઆત્માની સત્તા સિદ્ધ થતી નથી. કારણ કે અનુમાન પ્રમાણરૂપ જ નથી. (ચાર્વાકો માત્ર એક પ્રત્યક્ષપ્રમાણને જ માને છે. કારણકે જગતમાં જે પ્રત્યક્ષ દેખાય છે તે જ સત્ છે, તે સિવાયનું બધું જ અસત્ છે, આવી તે લોકોની માન્યતા છે.)
અથવા અનુમાનને પ્રમાણ માની લઈએ તો પણ આત્માની સિદ્ધિ માટે પ્રયોજેલો હેતુ કાલાત્યયાદિષ્ટ (બાધિત) છે. કારણ કે શરીરથી અતિરિક્ત આત્માનામનો પક્ષ પ્રત્યક્ષ પ્રમાણવડે બાધિત થાય છે. આથી પ્રત્યક્ષપ્રમાણથી બાધિત પક્ષસહિતના પ્રયોગમાં પ્રયોજેલો હેતુ કાલાત્યયાપદિષ્ટ છે. કહેવાનો આશય એ છે કે પ્રત્યક્ષથી શરીરથી અતિરિક્ત આત્મા જેવી કોઈ ચીજ જણાતી નથી. તેથી પ્રત્યક્ષપ્રમાણથી શરીરાતિરિક્ત આત્માનો બાધ થાય છે. તેથી આત્માની સત્તાની સિદ્ધિમાં પ્રયોજેલો હેતુ કાલાત્યયાદિષ્ટ બને છે. જે હેતનો સાધ્યરૂપ વિષય પક્ષમાં પ્રમાણાન્તરથી બાધિત થાય છે, તે હેતુ કાલાત્યયાદિષ્ટ કહેવાય છે.
વળી લિંગ-લિંગિના સંબંધના સ્મરણપૂર્વક અનુમાન થાય છે. જેમકે કોઈ વ્યક્તિ પૂર્વે મહાન સાદિમાં ધૂમ(લિંગ) અને અગ્નિ(લિંગિ)ને અવન્ય-વ્યતિરેકવાળા અવિનાભાવને પ્રત્યક્ષથી ગ્રહણ કરીને, ત્યારપછીના કાળમાં ક્યાંક જંગલમાં પર્વતના શિખરાદિ ઉપર ગગનાવલંબી બૂમરેખાને જોઈને પૂર્વે ગ્રહણ કરેલા ધૂમ-અગ્નિના સંબંધનું સ્મરણ કરે છે કે..
જ્યાં જ્યાં ધૂમ હોય છે, ત્યાં ત્યાં વનિ હોય છે. જેમકે મહાનસાદિમાં, અને અહીં ધૂમ દેખાય છે. તેથી વહ્નિ પણ અહીં હોવો જોઈએ. એ પ્રમાણે ધૂમગ્રહણ તથા સંબંધના સ્મરણવડે ત્યાં પ્રમાતાવડે અગ્નિનું અનુમાન થાય છે. (પરંતુ) આ પ્રમાણે લિંગિએવા આત્માની સાથે કોઈપણ લિંગનો પ્રત્યક્ષથી સંબંધ સિદ્ધ નથી. અર્થાત્ જેમ અગ્નિનામના લિંગિની સાથે ધૂમનામના