________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४४९
લિંગનો પ્રત્યક્ષથી સંબંધ મહાન સાદિમાં સિદ્ધ છે. તેવી રીતે આત્માનામના લિંગિનીસાથે કોઈપણ લિંગનો પ્રત્યક્ષથી સંબંધ કોઈપણ ઠેકાણે સિદ્ધ નથી કે જેથી તે સંબંધના અનુસ્મરણથી તથા પુનઃ તે લિંગના દર્શનથી “જીવ હોવો જોઈએ” એવું જ્ઞાન થાય !
વળી જો જીવ (લિંગિ) અને લિંગનો સંબંધ પ્રત્યક્ષથી સિદ્ધ હોય તો જીવનું પ્રત્યક્ષ જ થઈ જવાની આપત્તિ આવે અને તેથી (લિંગના સ્મરણ-દર્શનથી જીવનું અનુમાન કરવાની જરૂર ન રહેતાં) અનુમાનપ્રમાણ વ્યર્થ બની જશે, કારણકે પ્રત્યક્ષથી જ જીવની સિદ્ધિ થઈ જવાથી અનુમાનની શી જરૂર છે ?
તથા “જેમ સામાન્યતોદષ્ટઅનુમાનથી સૂર્યની ગતિ સિદ્ધ થાય છે, તેમ તે અનુમાનથી જીવની પણ સિદ્ધિ થાય છે.”–આવું પણ ન કહેવું જોઈએ. કારણ કે.. જેમ દેવદત્તની દેશાન્તરપ્રાપ્તિ ગતિપૂર્વક છે, તેમ સૂર્યની દેશાત્તરપ્રાપ્તિને જોવાથી સૂર્યની ગતિનું અનુમાન થાય છે. અહીં દૃષ્ટાંત એવા દેવદત્ત ધર્મીમાં સામાન્યથી દેશાત્તરપ્રાપ્તિ ગતિપૂર્વિકા છે, એમ પ્રત્યક્ષથી નિશ્ચિત થયેલું છે અને સૂર્યમાં પણ ગતિપૂર્વિકાને દેશાત્તરપ્રાપ્તિ દ્વારા જ પ્રમાતાવડે સધાય છે. એટલે ત્યાં સામાન્યતોદષ્ટઅનુમાનથી સૂર્યની ગતિનું અનુમાન કરાય તો યુક્ત છે, પરંતુ જીવની સત્તાની સિદ્ધિમાં ક્યાંય પણ દૃષ્ટાંતમાં જીવની સત્તા સાથે અવિનાભૂત હેતુ પ્રત્યક્ષથી જોવાયો નથી. આથી સામાન્યતોદૃષ્ટઅનુમાનથી પણ આત્માની સત્તાની સિદ્ધિ થતી નથી.
तथा नाप्यागमगम्य आत्मा । अविसंवादिवचनाप्तप्रणीतत्वेन ह्यागमस्य प्रामाण्यम् । न चैवंभूतमविसंवादिवचनं कंचनाप्याप्तमुपलभामहे यस्यात्मा प्रत्यक्ष इति । अनुपलम्भमानाश्च कथमात्मानं विप्रलभेमहि । किं चागमाश्च सर्वे परस्परविरुद्धप्ररूपिणः । ततश्च कः प्रमाणं कश्चाप्रमाणमिति संदेहदावानलज्वालावलीढमेवागमस्य प्रामाण्यम् । ततश्च नागमप्रमाणादप्यात्मसिद्धिः ३ । तथा नोपमानप्रमाणोपमेयोऽप्यात्मा । तत्र हि यथा गौस्तथा गवय इत्यादाविव सादृश्यमसंनिकृष्टेऽर्थे बुद्धिमुत्पादयति । न चात्र त्रिभुवनेऽपि कश्चनात्मसदृश पदार्थोऽस्ति यदर्शनादात्मानमवगच्छामः । कालाकाशदिगादयो जीवतुल्या विद्यन्त एवेति चेत् ? न, तेषामपि विवादास्पदी भूतत्वेन तदंहिबद्धत्वात् ४ । तथार्थापत्तिसाध्योऽपि नात्मा । नहि दृष्टः श्रुतो वा कोऽप्यर्थ आत्मानमन्तरेण नोपपद्यते, यद्वलात् तं साधयामः । ततः सदुपलम्भकप्रमाणविषयातीतत्वात्तत्प्रतिषेधसाधकाभावाख्यप्रमाणविषयीकृत एव जीव इति स्थितम् ।