________________
४५८
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
હોવા માત્રથી શરીરરૂપ બની જતા હોય તો ઘટાદિ પણ ભૂતરૂપ હોવાથી, તે ઘટાદિ કેમ શરીરરૂપે ન બની શકે ? અર્થાત્ જગતના સમસ્ત ભૌતિકપદાર્થોનું શરીરરૂપે પરિણમન થઈ જશે અને તેમાં ચૈતન્યની ઉત્પત્તિ થઈ જશે.
પૂર્વપક્ષ (ચાર્વાક) તેવા પ્રકારના સામ્યાદિભાવસ્વરૂપ સહકારિકરણનો અભાવ હોવાથી સર્વત્ર (ભૌતિકપદાર્થો) શરીરરૂપે પરિણમવાનો પ્રસંગ આવતો નથી. અર્થાતું ચોક્કસ પ્રકારના સહકારિતારણના સંન્નિધાનમાં ભૂતોનું તથાવિધ મિશ્રણ જગતના તમામ પદાર્થોમાં થતું નથી કે જેથી સઘળાયે ભૌતિકપદાર્થો શરીરરૂપે પરિણામ પામી જાય ! અને તેમાં ચૈતન્યની ઉત્પત્તિ થઈ જાય !
(ઉત્તરપક્ષ) જૈનઃ ‘સહકારીકરણની વિકલતાના કારણે ભૂતોનું તથાવિધ મિશ્રણ જગતના તમામપદાર્થોમાં થતું ન હોવાના કારણે શરીરરૂપે પરિણામ પામતા નથી.” આ તમારી વાત ઉચિત નથી, કારણ કે.. ભૂતોનું અમુક માત્રામાં તથાવિધ મિશ્રણ કોઈ અન્ય ચીજ તો કરી શકશે નહિ. અર્થાત્ તે સામ્યાદિ ભાવ સ્વરૂપ સહકારિકારણ ભૂતોથી કોઈ ભિન્ન ચીજ માની શકાશે નહિ, કારણ કે તમારા મનમાં ભૂતથી અતિરિક્ત કોઈ પદાર્થની સત્તા મનાયેલી નથી અને જો પૃથ્વી આદિ પાંચ ભૂતોથી અતિરિક્ત એવા સામ્યાદિભાવ સ્વરૂપ સહકારિ કારણની કલ્પના કરશો તો ભૂતથી અતિરિક્ત તત્ત્વ માનવાની આપત્તિ આવશે કે જે તમને ઇષ્ટ નથી. તથા સામ્યાદિભાવ સ્વરૂપ સહકારિકારણ તરીકે ભૂતોની સત્તા માત્રને માનશો તો તે ભૂતો સામાન્યથી જગતમાં સર્વત્ર વિદ્યમાન છે. તો સહકારિ કારણનો અભાવ છે, તેમ કેવી રીતે કહી શકાશે ?
આમ પ્રથમકલ્પનાથી ભૂતોનું શરીરરૂપે પરિણમન થાય છે, તે વાત સ્વીકારી શકાય તેમ નથી.
હવે “ભૂતોનું શરીરરૂપે પરિણમન થાય છે, તેમાં અજવસ્તુ (તત્ત્વ) નિમિત્તભૂત બને છે.” –આ દ્વિતીયપક્ષ પણ અયોગ્ય છે. કારણ કે ભૂતોથી અતિરિક્ત તત્ત્વનો સ્વીકાર કરતાં આત્માની સિદ્ધિ થઈ જવાની આપત્તિ આવશે કે જે તમને ઇષ્ટ નથી.
ભૂતોનું શરીરરૂપે પરિણમન થવામાં કોઈ કારણ નથી, આપોઆપ ભૂતો શરીરરૂપે પરિણમન પામી જાય છે.”—આ ત્રીજોવિકલ્પ પણ અયોગ્ય છે. કારણ કે કારણવિના પણ ભૂતો શરીરરૂપે પરિણામ પામી જતા હોય તો સર્વભૂતો હંમેશાં શરીરરૂપે પરિણામ પામી જશે. વળી કહ્યું પણ છે કે..” જેમાં અન્યકારણની અપેક્ષા હોતી નથી, તે ક્યાં તો નિત્ય સતુ હોય છે અથવા નિત્ય અસતું હોય છે.” અન્યકારણની અપેક્ષાના કારણે જ પદાર્થોમાં કદાચિત્ક-ક્યારેક (થવા)રૂપ ભાવ હોય છે.