________________
४५२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
તથા ઉપરોક્તપ્રતિભાસ નિશ્ચિત એકકોટિને વિષય કરતું હોવાથી અર્થાતુ ઉભયકોટિ સંસ્પર્શનો અભાવ હોવાથી સંદિગ્ધ(સંશય)રૂપ પણ નથી. (વિરુદ્ધ બે કોટિમાં થનારા પ્રતિભાસને સંશય કહેવાય છે. અહીં માત્ર એકકોટિમાં પ્રતિભાસ થતો હોવાથી સંશયરૂપ નથી.)
હું સુખનો અનુભવ કરું છું” આ નિબંધ જ્ઞાન નિર્વિષયક છે. અર્થાત્ આલંબનવિનાનું છે, તેમ પણ કહી શકાય તેવું નથી. કારણ કે તે રીતે તો દરેક જ્ઞાન નિરાલંબન માનવાની આપત્તિ આવશે. “આ ઘટ છે', “આ રૂપ છે” (આવાજ્ઞાનોને તમે સત્ય માનો છો, તે) જ્ઞાનો પણ નિરાલંબન માનવાની આપત્તિ આવશે. તેથી મિથ્યા માનવા પડશે અને તેવું તો નથી જ. આથી ઉપરોક્તપ્રતિભાસને નિર્વિષયક માની શકાશે નહિ.
ઉપરોક્તપ્રતિભાસ શરીરને વિષય (આલંબન) બનાવે છે, તેમ પણ કહી શકાય નહિ. કારણકે ઉપરોક્તપ્રતિભાસ બાહ્યકારણથી નિરપેક્ષ અંત:કરણના વ્યાપારથી ઉત્પન્ન થાય છે. અર્થાત્ કહેવાનો આશય એ છે કે શરીરાદિપદાર્થોનો પ્રતિભાસ તો ચક્ષુઆદિ બાહ્યઇન્દ્રિયોથી થાય છે, જ્યારે “હું સુખી છું” ઇત્યાકારકપ્રત્યક્ષમાં બાહ્યઇન્દ્રિયોની કોઈ આવશ્યકતા જ નથી. તે તો શુદ્ધ મનોવ્યાપારથી જ ઉત્પન્ન થાય છે. તેથી માનસિકજ્ઞાન છે તથા માત્ર મનોવ્યાપારથી થનારા જ્ઞાનમાં શરીર આલંબન બની શકતું જ નથી. શરીર તો (વટાદિપદાર્થોની જેમ) ચક્ષુ આદિ બાહ્યઇન્દ્રિયોથી જાણી શકાય છે. (જે અચેતન છે તથા બાહ્યઇન્દ્રિયો દ્વારા જાણી શકાય છે. તે ક્યારે પણ માનસિક “સપ્રત્યયનો વિષય બની શકતો નથી).
આથી આ ઉદ' પ્રત્યયનો વિષય શરીરથી અતિરિક્ત કોઈ જ્ઞાનવાળો પદાર્થ માનવો જ જોઈએ. કારણ કે “હું સુખી છું” આવા પ્રતિભાસમાં દ' શબ્દનો વાચ્ય જે છે, તે જ જ્ઞાતા છે - તે જ આત્મા જીવ છે – આ રીતે માનસિક સ્વસંવેદનપ્રત્યક્ષ જ આત્માની સત્તાની સિદ્ધિમાં પ્રમાણ છે.)
તથા “ચેતનાના યોગથી શરીર સચેતન બને છે અને તે સચેતનશરીર જ “દ” પ્રત્યયનો વિષય બને છે” –તમારી આ વાત તદ્દન અયુક્ત છે. પ્રલાપમાત્ર છે. કારણ કે ચેતનાયોગમાં સ્વયં ચેતન જ ‘દ' પ્રત્યયનો વિષય બને તે યુક્ત છે. પરંતુ સ્વયં અચેતન એવું શરીર વિષય બને તે લેશમાત્ર યોગ્ય નથી. જેમ હજારો પ્રદીપની પ્રજાના યોગમાં પણ સ્વયં અપ્રકાશસ્વરૂપ ઘટ પ્રકાશરૂપ બનતો નથી. પરંતુ પ્રદીપ જ પ્રકાશરૂપ બને છે. તે પ્રમાણે ચેતનાના યોગમાં પણ સ્વયં અચેતન એવો દેહ મામ્ પ્રત્યયનો વિષય બનવા દ્વારા જ્ઞાતા બનતો નથી. પરંતુ આત્મા જ “રમ્' પ્રત્યયનો વિષય બનવા દ્વારા જ્ઞાતા બને છે.
તથા “હું સ્કૂલ છું, હું કૃશ છું' ઇત્યાદિપ્રત્યય પેદા થાય છે, તે દિ' પ્રત્યય પણ શરીર