________________
૪૪
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
तत्र चैतन्यमिति चेत् ? न, अन्वयव्यतिरेकानुविधायित्वाभावान्न । प्राणापानवायोश्चैतन्यं प्रति हेतुता । यतो मरणाद्यवस्थायां प्रचुरतरदीर्घश्वासोश्वाससंभवेऽपि चैतन्यस्यात्यन्तपरिक्षयः । तथा ध्यानस्तिमितलोचनस्य संवृतमनोवाक्काययोगस्य निस्तरङ्गमहोदधिकल्पस्य कस्यापि योगिनो निरुद्धप्राणापानस्यापि परमप्रकर्षप्राप्तश्चेतनोपचयः समुपलभ्यते । ટીકાનો ભાવાનુવાદ :
શરીર જ ચૈતન્યનો કર્તા છે”—તમારી આ વાત ઉન્મત્તના પ્રલાપ જેવી છે. ઉન્મત્ત માણસ જેમ ગમે તેમ બોલે છે, તેવો આ પ્રલાપમાત્ર છે. કારણ કે ચેતનાનો શરીરની સાથે અન્વય - વ્યતિરેક નથી. મત્ત, મૂચ્છિત, સૂતેલા જીવોને તેવા પ્રકારના શરીરના સદ્ભાવમાં પણ તેવા પ્રકારનું ચૈતન્ય ઉપલબ્ધ થતું નથી તથા કેટલાક અત્યંતકૃશશરીરવાળાઓને પણ ચેતનાનો પ્રકર્ષ દેખાય છે. (જ્યારે) કેટલાક સ્થલ શરીરવાળાઓને પણ ચેતનાનો પ્રકર્ષ જોવા મળતો નથી. તેથી શરીરના અન્વય-વ્યતિરેકને અનુવિધાયિ ચૈતન્ય નથી. અર્થાત્ શરીરનીસાથે ચૈતન્યનો અન્વય-વ્યતિરેક નથી. આથી ચૈતન્ય શરીરનું કાર્ય નથી.
વળી “ચૈતન્ય ભૂતનું કાર્ય છે. અર્થાત્ ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે.” તમારી આ વાતને સિદ્ધ કરનાર કોઈપણ પ્રમાણ પ્રાપ્ત થતું નથી. - કોઈ પ્રમાણ ભૂતોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે તે સિદ્ધ કરી શકતું નથી, તે હવે બતાવે છે - પ્રત્યક્ષપ્રમાણ દ્વારા ભૂતોથી ચૈતન્યની ઉત્પત્તિ સિદ્ધ થઈ શકતી નથી, કારણ કે પ્રત્યક્ષપ્રમાણ અતીન્દ્રિયવિષયોમાં પ્રવર્તતું નથી. અર્થાત્ પ્રત્યક્ષપ્રમાણથી અતીન્દ્રિયવિષયોનું જ્ઞાન થતું નથી તથા ઉત્પન્ન થયેલું કે ઉત્પન્ન ન થયેલું ચૈતન્ય ભૂતોનું કાર્ય છે-ઇત્યાકારકવિષયમાં પ્રત્યક્ષપ્રમાણનો વ્યાપાર પ્રાપ્ત થતો નથી, કારણ કે પ્રત્યક્ષપ્રમાણ પોતાની નિકટમાં રહેલા (પ્રત્યક્ષ) યોગ્ય અર્થને ગ્રહણ કરનાર છે અને ચૈતન્ય અમૂર્ત હોવાના કારણે પ્રત્યક્ષપ્રમાણ માટે અયોગ્ય છે.
સ્વયં પ્રત્યક્ષ “હું ભૂતોથી ઉત્પન્ન થયો છું” ઇત્યાકારક પોતાની જ ભૂતકાર્યતાને જાણી શકવા સમર્થ નથી, કારણ કે કાર્ય-કારણભાવને જાણવા માટે અન્વય-વ્યતિરેક મળવા જોઈએ. પરંતુ) ભૂત અને ચૈતન્યથી અતિરિક્ત કોઈ ત્રીજો અન્વયપદાર્થ તે બંનેના અન્વય - વ્યતિરેકને જાણવાવાળો ઉપલબ્ધ જ થતો નથી, કે જે બંનેને જાણીને અન્વય-વ્યતિરેકને મેળવી શકે અને તેવો જ્ઞાતા તો આત્મા જ થઈ શકે. આથી ચૈતન્યની ભૂતકાર્યતાનું પરિજ્ઞાન આત્માને માન્યા સિવાય થઈ શકશે નહિ.
અનુમાન પ્રમાણથી પણ ચૈતન્યની ભૂતકાર્યતા પ્રતીત થતી નથી, કારણ કે તમે લોકોએ