________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४४५
આત્મા નથી. કારણ કે તાદશઆત્માની સત્તાને સિદ્ધ કરનારાપ્રમાણનો અભાવ છે - તે આ રીતે છે - શું ભૂતથી અતિરિક્ત આત્માની સત્તા સિદ્ધ કરવા માટે પ્રત્યક્ષપ્રમાણ પ્રવર્તે છે કે અનુમાન પ્રમાણ પ્રવર્તે છે ? તેમાં
પ્રત્યક્ષપ્રમાણ દ્વારા ભૂતથી અતિરિક્ત આત્માની સત્તા સિદ્ધ થાય છે.”—તેવું કહી શકાય તેમ નથી, કારણકે પ્રત્યક્ષપ્રમાણ પ્રતિનિયતક્ષેત્રમાં રહેલા ઇન્દ્રિયસંબદ્ધ રૂપાદિ સ્થૂલ પદાર્થોને વિષય કરે છે, તેનાથી વિલક્ષણજીવ(આત્મા) પ્રત્યક્ષપ્રમાણનો વિષય બનતો નથી. આથી પ્રત્યક્ષપ્રમાણથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી. અર્થાત્ પ્રત્યક્ષપ્રમાણ દ્વારા ભૂતથી અતિરિક્તઆત્માની સત્તા સિદ્ધ થતી નથી.
શંકા : ઇન્દ્રિયપ્રત્યક્ષથી આત્માની ભલે પ્રતીતિ ન થતી હોય, પરંતુ “હું ઘટને જાણું છું.” ઇત્યાકારકપ્રતીતિમાં જે અહમ્મત્યયિક ભાન થાય છે, તેમાં તે સ્વસંવેદનજ્ઞાનના કર્તાતરીકે ભૂતથી અતિરિક્ત આત્મા પ્રતિભાસે છે. અર્થાત્ “હું ઘટને જાણું છું” આ સ્વસંવેદનપ્રત્યક્ષદ્વારા જાણવારૂપ ક્રિયાના કર્તા તરીકે આત્મા પ્રતિભાસિત થાય જ છે. સ્વસંવેદનપ્રત્યક્ષ પૃથ્વીવગેરે ભૂતોને નથી થતું. આથી પાંચભૂતોથી આત્મા વિલક્ષણ છે. તથા “હું છું” આવો અહપ્રત્યય જ આત્માની સત્તા સિદ્ધ કરવાનું પ્રબળસાધન છે.
સમાધાન (ચાર્વાક) : ‘દપ્રત્યય' પ્રતીતિ આત્માની સત્તા સિદ્ધકરવાનું પ્રબળ સાધન છે. આવું પણ કહી શકાય તેમ નથી, કારણ કે જેમ “હું સ્કૂલ છું” “હું કૃશ છું' ઇત્યાકારકપ્રતીતિમાં શરીર જ વિષય બને છે. પરંતુ તે પ્રતીતિમાં આત્મા આલંબનભૂત બનતો નથી. કારણ કે આત્મામાં સ્થૂલતા વગેરે ધર્મોનો સંભવ નથી. તે પ્રમાણે “હું ઘટને જાણું છું” ઇત્યાકારક પ્રતીતિમાં પણ તમારાદ્વારા પરિકલ્પિત શરીરથી અતિરિક્તઆત્મા સ્વપ્નમાંપણ આલંબનભૂત બનતો નથી. પરંતુ શરીર જ આલંબનભૂત બને છે અને જે પ્રતીત ન થતું હોય, તેની પણ કલ્પના કરવામાં કલ્પનાગૌરવ નામનો દોષ આવી પડે છે. તથા પ્રતિનિયતપદાર્થોની વ્યવસ્થા નાશ પામી જાય છે.
શંકા : “મૃત્યમાં શરીર જ આલંબનભૂત છે. પરંતુ આત્મા આલંબનભૂત નથી, આવી વાત પણ યોગ્ય નથી. કારણકે જડરૂપ શરીરને “હું ઘટને જાણું છું” ઇત્યાકારકજ્ઞાનમાં પ્રતીત થતો ‘દપ્રત્યય’ થવો સંગત થતો નથી. કહેવાના આશય એ છે કે જેનામાં ચૈતન્ય હોય તેને જ ‘૩૪પ્રત્યવા' પ્રતીતિ થાય છે. પરંતુ જે ચૈતન્યશૂન્ય હોય તેને તાદશપ્રતીતિ થતી નથી.
સમાધાન (ચાર્વાક) : ચેતનાના યોગથી શરીર પણ ચૈતન્યસંયુક્ત હોય છે. આથી ‘ સત્યયા' પ્રતીતિ શરીરમાં થવામાં બાધ નથી.