________________
४२६
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
તમે પૂર્વે કહ્યું છે કે “વષ્કૃત્વાદિ ધર્મથી યુક્ત સર્વજ્ઞજેવા કોઈવ્યક્તિ નથી.” આનો વિરોધ આવશે. આથી વસ્તૃત્વાદિ હેતુથી પણ સર્વજ્ઞત્વનો બાધ થતો નથી. તેથી કોઈપણ હેતુથી સર્વજ્ઞનું અસત્ત્વ સિદ્ધ કરવું શક્ય નથી.
સર્વજ્ઞને ધર્મી બનાવીને તેમાં અસર્વજ્ઞતા સિદ્ધ કરવી તે પરસ્પરવિરોધી છે. તે સર્વજ્ઞ છે જ, તો પછી અસર્વજ્ઞતા કેવી રીતે સિદ્ધ થઈ શકે ? “તે સર્વજ્ઞ પણ છે, અસર્વજ્ઞ પણ છે.” આ તો પરસ્પરવિરોધી વાત છે.
હવે તમે બતાવો કે સર્વજ્ઞને અસર્વજ્ઞ કહેવાનું કારણ શું છે ?... (૧) શું પ્રમાણવિરોધી કથન કરવાના કારણે અસર્વજ્ઞ છે ? કે (૨) શું પ્રમાણસિદ્ધ સત્યકથન કરવાના કારણે અસર્વજ્ઞ છે ? કે (૩) તેનામાં વસ્તૃત્વ છે, તેથી અસર્વજ્ઞ છે ?
પ્રથમ કારણ અસિદ્ધ છે, કારણ કે સર્વજ્ઞ પ્રમાણવિરોધી કથન કરે તે અસંભવિત છે. તે પદાર્થનું યથાર્થપરિજ્ઞાન ધરાવે છે તથા વીતરાગ છે, તો અસત્ય બોલવાનું કારણ શું છે ?
દ્વિતીયપક્ષ વિરુદ્ધ છે, કારણ કે પ્રમાણસિદ્ધ બોલનાર અસર્વજ્ઞ કેવી રીતે હોઈ શકે ? દૃષ્ટ અને ઇષ્ટ એવા અવિરુદ્ધઅર્થનું કથન સર્વજ્ઞત્વ હોતે છતે જ સંભવે છે. જે સર્વજ્ઞ હોય તે જ પ્રમાણસિદ્ધ અવિરુદ્ધઅર્થનું કથન કરી શકે છે. આવું પ્રમાણસિદ્ધ દષ્ટ અને ઇષ્ટ એવા અવિરુદ્ધ પદાર્થનું કથન કરનારને અસર્વજ્ઞ કેવી રીતે કહેવાય ?
સર્વજ્ઞ બોલે છે, એટલા માત્રથી સર્વજ્ઞતાનો વિરોધ કરવો સંભવિત નથી. આથી ત્રીજો પક્ષ અર્નકાન્તિક (વ્યભિચારી છે).
આનાથી ધર્મી તરીકે સુગાદિને બનાવવાનો પક્ષ પણ અસત્ય સિદ્ધ થાય છે. કારણ કે સર્વજ્ઞને ધર્મી બનાવાતા પક્ષમાં જે દોષો આવતા હતા, તે સર્વે દોષો અહીં પણ આવે જ છે.
વળી પ્રતિનિયત સુગાદિની સર્વજ્ઞાતાનો નિષેધ કરતાં તે સિવાયના અન્યવ્યક્તિઓમાં સર્વજ્ઞતાનું અવશ્ય વિધાન થયેલું માનવું પડશે. અર્થાત્ સુગતાદિને અસર્વજ્ઞ કહેશો તો, તે સિવાય અન્યમાં સર્વજ્ઞતાનું વિધાન આપોઆપ થાય છે. કારણકે નિયમ છે કે વિશેષનો નિષેધ શેષની અનુજ્ઞાને અવિનાભાવ હોય છે. અર્થાત્ કોઈ વ્યક્તિવિશેષમાં કોઈ વિશેષધર્મનો નિષેધ કરવાથી શેષવ્યક્તિઓમાં તે ધર્મનો સદ્ભાવ આપોઆપ સિદ્ધ થઈ જાય છે. જેમકે કોઈ વ્યક્તિઓના સમુહમાં કોઈ એક વ્યક્તિને ઉદ્દેશીને કહેવામાં આવે કે “આ બ્રાહ્મણ નથી તો તેનાથી શેષવ્યક્તિઓ બ્રાહ્મણ છે, તે સ્વયંમેવ સિદ્ધ થઈ જાય છે.
હવે “સર્વપુરુષો અસર્વજ્ઞ છે. કારણકે તે વક્તા છે.” આ રીતે સર્વપુરુષોને ધર્મી બનાવીને અસર્વજ્ઞતાની સિદ્ધિ કરવી પણ ઉચિત નથી. કારણકે વસ્તૃત્વને સર્વજ્ઞતા સાથે વિરોધ નથી અને વફ્તત્વને અસર્વજ્ઞતા સાથે મિત્રતા નથી.