________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
છે. તેનું કાર્ય નિયતાર્થવિષય છે. અર્થાત્ તે કિચિંત્ જ જાણે છે, એટલે કે તે સર્વપદાર્થોને જાણતો નથી. પરંતુ નિયતપદાર્થોને જ જાણે છે અર્થાત્ તેનું જ્ઞાન નિયતાર્થવિષયક છે. આ નિયતાર્થવિષયકનું વિધાન પણ સર્વત્ર અને સર્વદા સર્વજ્ઞાભાવને સિદ્ધ કરતું નથી. કારણ કે જે સ્થળે નિયતાર્થવિષયનું વિધાન કરેલું છે, તે જ સ્થળે સર્વજ્ઞાભાવનું સમર્થન કરે છે. પરંતુ સર્વત્ર નહિ. જેમકે... શીતનો વિરોધી અગ્નિ, તેનું કાર્ય ધૂમ. તે ધૂમવિશિષ્ટપ્રદેશમાં જ શીતસ્પર્શનો નિષેધ કરી શકાય છે. પરંતુ સર્વપ્રદેશમાં નહિ. આમ જ્યાં નિયતપદાર્થો જ વિષય બનતા હોય ત્યાં જ સર્વજ્ઞાભાવ સિદ્ધ થઈ શકે છે. પરંતુ સામત્સ્યેન સર્વજ્ઞાભાવ સિદ્ધ થતો નથી.
४२५
તેથી વિરુદ્ધવિધિ પણ સર્વજ્ઞનો બાધક નથી.
नापि वक्तृत्वादिकं, सर्वज्ञसत्त्वानभ्युपगमे तस्यानुपपत्त्याऽसिद्धत्वात्, तदुपपत्तौ च स्ववचनविरोधो 'नास्ति सर्वज्ञो वक्तृत्वादिधर्मोपेतश्चेति' तन्न सर्वज्ञस्यासत्त्वं कुतोऽपि तोः साधयितुं शक्यम् । नाप्यसर्वज्ञत्वं साध्यं सर्वज्ञोऽसर्वज्ञ इत्येवं, विरोधस्यात्राप्यविशिष्टत्वात् । किंचासर्वज्ञत्वे साध्ये सर्वज्ञस्य प्रमाणविरुद्धार्थवक्तृत्वं १ तद्विपरीतं २, वक्तृत्वमात्रं ३ वा हेतुत्वेन विवक्षितम् । प्रथमोऽसिद्धो हेतु:, सर्वज्ञस्य तथाभूतार्थवक्तृत्वासंभवात् । द्वितीयपक्षे तु विरुद्धः, दृष्टेष्टा विरुद्धार्थवक्तृत्वस्य सर्वज्ञत्वे सत्येव संभवात् । तृतीयपक्षेऽप्यनैकान्तिकः, वक्तृत्वमात्रस्य सर्वज्ञत्वेन विरोधासंभवात् । एतेन सुगतादिधर्मिपक्षोऽपि प्रत्याख्यायि, प्रोक्तदोषानुषङ्गाविशेषात् । किंच प्रतिनियतसुगतादेः सर्वज्ञतानिषेधऽन्येषां तद्विधिरवश्यंभावी, विशेषनिषेधस्य शेषाभ्यनुज्ञानान्तरीयकत्वात्, “ अयमब्राह्मणः ” इत्यादिवदिति । अथ सर्वपुरुषानुररीकृत्य तेषामसर्वज्ञता वक्तृत्वादेः साध्यते तन्त्र, विपक्षात्तस्य व्यतिरेकासिद्ध्या संदिग्धविपक्षव्यावृत्तिकत्वात् सर्वज्ञोऽपि भविष्यति वक्तापीति । तन्नानुमानं सर्वज्ञबाधकम् ।
"
ટીકાનો ભાવાનુવાદ :
તથા સર્વજ્ઞના અસત્ત્વનો સાધકહેતુ વક્તૃત્વાદિ પણ નથી. કારણ કે તમે લોકો સર્વજ્ઞની સત્તા જ સ્વીકારતા નથી, તો સર્વજ્ઞને બોલવાનું ક્યાંથી હોય ? અર્થાત્ જે વ્યક્તિનું અસ્તિત્વ હોય તે જ વ્યક્તિ બોલતો હોય છે.
જો સર્વજ્ઞનો સ્વીકાર કરશો તો તેનો વિરોધ કેવી રીતે કરી શકશો ? સર્વજ્ઞનો સ્વીકાર કરતાં તમે કરેલા વિધાનમાં જ વિરોધ આવશે.