________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
તૃષ્ણા નાશ પામી ગયેલી છે, એવા કેવલજ્ઞાનિને ભોજનની શી જરૂર છે?” આવું જ કહેવાય છે, તેનું પણ ખંડન થઈ જાય છે.
વળી આહાર ગ્રહણમાં કારણરૂપ ઔદારિકસામગ્રી કેવલજ્ઞાનિને કેવલજ્ઞાનની પ્રાપ્તિબાદ પણ હોય છે. તેથી કેવલજ્ઞાનના અભાવમાં આહારગ્રહણમાં કારણરૂપ શરીરાદિસામગ્રી હોવા છતાં ભોજનનો અભાવ કહેશો, તો કેવલજ્ઞાનિને કેવલજ્ઞાન પામતાં પહેલાં પણ ભોજનના અભાવની આપત્તિ આવી પડશે.
આની સામે “છદ્મસ્થજીવને સમસ્તવીર્યંતરાયના ક્ષયનો અભાવ હોવાથી શરીરની સ્થિતિ માટે) ભોજન કરવું પડે છે.” આવું તમે કહેશો, તો તે પણ અયુક્ત છે. કારણકે છદ્મસ્થ જીવને આયુષ્યની હાનિ કે જ્ઞાનાદિની હાનિરૂપ કયું કારણ છે કે જેથી ભોજન કરવું પડે છે ? આ પ્રશ્નના જવાબમાં જણાવવું જ પડશે કે દીર્ઘકાલની સ્થિતિવાળા આયુષ્યની હાનિ ન થાય તે માટે આહાર ગ્રહણ કરાય છે. તો કેવલજ્ઞાનિને પણ દીર્ઘઆયુષ્યના કારણે ભોજન માનવામાં શું વાંધો છે ? આથી ચિરકાલીન આયુષ્યકર્મને કારણે કેવલજ્ઞાનિને ભોજન માનવામાં કોઈ વિરોધ નથી. તે જ રીતે સિદ્ધિગતિમાં સમસ્ત મન-વચન-કાયાના વ્યાપારનો નિરોધ કરવા સ્વરૂપ સુપરતક્રિયાસ્વરૂપ ધ્યાનની પૂર્ણતા કારણરૂપ છે. તેવી જ રીતે તેમાં સમ્યગદર્શનાદિ પણ પરંપરાએ કારણ છે. આથી અનંતવીર્યની વિદ્યમાનતામાં પણ મુક્તિપ્રત્યે સાક્ષાતું સુપરતક્રિયા અને પરંપરાથી સમ્યગદર્શનાદિગુણોની અપેક્ષા છે. તેવી જ રીતે અનંતવીર્યની વિદ્યમાનતામાં પણ કેવલિને લાંબાકાળ સુધી જીવવામાં આહારગ્રહણની અપેક્ષા હોય જ છે. તેથી અનંતવીર્યની વિદ્યમાનતામાં પણ કેવલિના આહારગ્રહણમાં કોઈ વિરોધ નથી.
તથા જે પ્રમાણે કેવલિને વિશ્રામ માટે દેવછંદામાં આરામ કરવો અને ચાલવું, બેસવું, ઉઠવું વગેરે ક્રિયાઓની અપેક્ષા હોય છે. તેમ આહારરૂપક્રિયાની અપેક્ષામાં પણ કોઈ વિરોધ નથી.
વળી “બલવત્તરવીર્યના સદુભાવમાં અલ્પભૂખ હોય છે—” આવા નિયમમાં પણ વ્યભિચાર છે. કારણકે બલવત્તરવીર્યના સદ્ભાવમાં પણ ઘણીભૂખ હોય તેવું ઘણીવાર જોવા મળે છે.
किं चागमोऽपि केवलिनो भुक्तिं प्रतिपादयति । तथाहि-तत्त्वार्थसूत्रम् (९,११) । “एकादश जिने” इति । व्याख्या-एकादश परीषहाः क्षुत्पिपासाशीतोष्णदंशमशकचर्याशय्यावधरोगतृणस्पर्शमलाख्या जिने केवलिनि भवन्ति, तत्कारणस्य वेदनीयस्याद्यापि विद्यमानत्वात् । न च कारणानुच्छेदे कार्यास्योच्छेदः संभाव्यते, अतिप्रसक्तेः । अत एव केवलिनि क्षुद्वेदनीयपीडा संभाव्यते, किं त्वसावनन्तवीर्यत्वान्न विह्वलीभवति, न चासो