________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४३५
ટીકાનો ભાવાનુવાદ: “વેદનીયકર્મના ઉદયના સમયમાં પણ બળજબરીથી તે કર્મના પુદ્ગલોને ઉદયમાં લાવવા સ્વરૂપ વેદનીયકર્મના પુદ્ગલોની ઉદીરણા જ્યારે થાય છે, ત્યારે ભૂખની અત્યંત પીડા થાય છે, પરંતુ કેવલજ્ઞાનિને વેદનીયકર્મની ઉદીરણાનો અભાવ હોવાથી પ્રભૂતતર કર્મયુગલનો અભાવ હોય છે તથા તેના અભાવમાં અત્યંત પીડાનો પણ અભાવ હોય છે. તેથી અત્યંત પીડાના અભાવમાં કવલાહાર કરવાની પણ જરૂર રહેતી નથી. તમારા દ્વારા આવું જ કહેવાય છે, તે અયોગ્ય છે. કારણ કે “ઘણા કર્મપુદ્ગલોના ઉદયમાં ઘણી પીડા હોય છે.” આવો કોઈ નિયમ નથી.
ચોથાવગેરે ગુણસ્થાનકાદિમાં ગુણશ્રેણીનો સદ્ભાવ હોય છે. (અર્થાત્ સમ્યગુદર્શન ગુણસ્થાનકથી અસંખ્યાતગુણીનિર્જરા ચાલું થાય છે, તે ઉત્તરોત્તર વધતી જાય છે, તેવી ગુણશ્રેણીની વિદ્યમાનતામાં પ્રચુર પુદ્ગલકર્મના ઉદયમાં પણ તસ્કૃતપીડા અલ્પ જ હોય છે તથા જિનેશ્વર પરમાત્માને સતાવેદનીયકર્મના પગલોના પ્રચૂર ઉદયનો અભાવ હોવા છતાં તીવ્રસાતાનો અનુભવ થાય છે. આથી “પુદ્ગલકર્મોનો ઉદય વધારે તેમ પીડા વધારે અને પુદ્ગલકર્મોનો ઉદય ઓછો તેમ પીડા ઓછી” આવો કોઈ નિયમ નથી.
આમ “વેદનીયકર્મની ઉદીરણાથી જ ભૂખની પીડા થાય છે.” આવો સંબંધ જોડવાની આવશ્યકતા નથી. અસાતાકર્મનો ઉદય ભૂખ લગાડવામાં પર્યાપ્તકારણ છે.
વળી તમારા વડે “આહારની આકાંક્ષા તે જ સુધા છે અને તે આકાંક્ષા પરિગ્રહસ્વરૂપ છે. કારણકે પરિગ્રહનું મૂલકારણ આકાંક્ષા છે. અને આ આકાંક્ષા મોહનીયકર્મનો વિકાર છે અને મોહનીયકર્મનો વિકાર કેવલજ્ઞાનિનો સર્વથા નાશ થયો છે. આથી મોહનીયકર્મના વિકાર સ્વરૂપ આહારની આકાંક્ષા કેવલજ્ઞાનિને ન હોવાથી, તેમને મુક્તિ(કવલાહારી હોતી નથી.”- આવું જે કહેવાય છે તે પણ અસત્ય છે. કારણકે મોહનીયકર્મના વિપાકથી સુધા ઉત્પન્ન થતી નથી. કેમકે મોહનીયકર્મનો વિપાક પ્રતિપક્ષભાવનાથી નિવર્તમાન છે. જેમકે ક્ષમાવગેરે પ્રતિપક્ષભાવના ભાવવાથી મોહનીયકર્મના વિપાકસ્વરૂપ ક્રોધાદિનો ઉપરમ થતો જોવાય છે. તેથી દશવૈકાલિક અ. ૮/૩૯માં “ઉપશમથી ક્રોધને હણ'.. ઇત્યાદિ કહ્યું છે.
પરંતુ વિપક્ષભાવના ભાવવાથી સુધાવેદનીય નિવર્તમાન થતી નથી. વિપક્ષભાવનાથી ભૂખ મટી જતી નથી. આથી મોહના વિપાકસ્વરૂપ સુધા નથી.
આનાદ્વારા “કૃતાર્થ કેવલજ્ઞાનિના આયુષ્યમાં ન્યૂનાધિકતા થતી નથી, નિરાવરણ જ્ઞાનાદિની હાનિ થતી નથી તથા જગત ઉપર ઉપકાર કરવાથી અનંતવીર્ય વિદ્યમાન છે, જેની