________________
४२४
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
“સર્વજ્ઞનો પરંપરાએ વિરોધ કરનાર અસર્વજ્ઞનું વિધાન કરવામાં આવ્યું છે. અર્થાત્ સર્વજ્ઞનો અભાવ કહેવામાં આવ્યો છે.” એમ કહેશો તો પ્રશ્ન છે કે.. (૧) સર્વજ્ઞના વ્યાપકધર્મનો વિરોધ કરવાદ્વારા સર્વજ્ઞનો અભાવ કહેશો ? કે (૨) સર્વજ્ઞના કારણનો વિરોધ કરવાદ્વારા સર્વજ્ઞનો અભાવ કહેશો કે (૩) સર્વજ્ઞના કાર્યનો વિરોધ કરવાધારા સર્વજ્ઞનો અભાવ કહેશો ?
આના ઉત્તરમાં “સર્વશના વ્યાપકધર્મનો વિરોધ કરવા દ્વારા સર્વજ્ઞનો અભાવ છે.” આમ કહેશો તો તે યોગ્ય નથી. કારણકે સર્વજ્ઞનો વ્યાપકધર્મ સકલાર્થસાક્ષાત્કારિત્વ છે. તેનો વિરોધી અસકલાર્થસાક્ષાત્કારિત્વ કે નિયતાર્થગ્રાહિત્વ છે. (અર્થાત્ સર્વજ્ઞનો વ્યાપકધર્મ સઘળાયે પદાર્થોનો સાક્ષાત્કાર કરવો તે છે. તે ધર્મનો વિરોધી સકલપદાર્થોનો સાક્ષાત્કાર ન કરવો અથવા અમુકપદાર્થોનો જ સાક્ષાત્કાર કરવો તે છે.) તે અસકલાર્થસાક્ષાત્કારિત્વ કે નિયતીર્થગ્રાહિત્વનું વિધાન કોઈક સ્થળે, કોઈકકાળે જ કરી શકાય છે. પરંતુ સર્વસ્થળે અને સર્વકાળે કરી શકાતું નથી. કારણ કે તે અસર્વજ્ઞનો વિષય નથી. (હા, અમુકળે કે અમુકકાળે નિષેધ કરવો તે અસર્વજ્ઞનો વિષય છે. કારણ કે તે પોતાની નજીકમાં રહેલી હકીકતનું વિધાન કરી શકે છે. પરંતુ ત્રણે કાળ કે ત્રણે લોકસંબંધી વિધાન કરી શકતો નથી.) જેમકે, તુષારનો વ્યાપકધર્મ શીતસ્પર્શ છે. તેનો વિરોધી અગ્નિ છે. તે અગ્નિના વિધાનથી કોઈકસ્થળે કે કોઈકસમયે તુષાર અને તેની ઠંડકનો નિષેધ કરી શકાય છે. પરંતુ સર્વસ્થળે કે સર્વકાળે તુષાર અને તેની ઠંડકનો નિષેધ કરી શકાતો નથી. (અર્થાતું જ્યાં અગ્નિ સળગાવામાં આવે, ત્યાં જ તે સમયે તુષાર અને તેની ઠંડકનો અભાવ હોય છે, પરંતુ સર્વત્ર કે સર્વદા નહિ).
સર્વજ્ઞના કારણોનો વિરોધ કરવા દ્વારા સર્વજ્ઞનો અભાવ છે.” આવો ઉત્તર પણ અયોગ્ય છે. કારણકે સર્વજ્ઞતાનું કારણ સકલકર્મનો ક્ષય છે. તેનો વિરોધી સકલકર્મના ક્ષયનો અભાવ છે. તે સકલકર્મના ક્ષયાભાવનું વિધાન કોઈક આત્મામાં કોઈક કાળે જ કરી શકાય છે. તેથી કોઈક આત્મામાં કોઈક કાળે જ સર્વજ્ઞાભાવ સિદ્ધ થાય છે. પરંતુ સર્વઆત્માઓમાં સર્વકાળે સર્વજ્ઞાભાવ સિદ્ધ થતો નથી. જેમકે શરીર રોમાંચિત થવું, હર્ષ થવો વગેરે કાર્યનું કારણ શીત છે, તેનું વિરોધી અગ્નિ છે, તે અગ્નિ સળગાવતાં કોઈક સ્થળે કે કોઈકકાળે જ શીતનો નાશ થતાં (કારણનો નાશ થતાં) તેનું કાર્ય શરીર રોમાંચિત થવું, હર્ષ થવો વગેરે દેખાતું નથી. આથી તેનો નિષેધ કરી શકાય છે. પરંતુ સર્વત્ર કે સર્વદા તેનો નિષેધ કરી શકાતો નથી. આમ સર્વકર્મના ક્ષયાભાવનું વિધાન સર્વકાળે અને સર્વસ્થળે આત્મામાં કરી શકાતું નથી, કારણ કે તે અસર્વજ્ઞનો વિષય નથી. કોઈક આત્મામાં તો સર્વકર્મનો ક્ષય થયેલો હોય છે, તે આગળ ઉપર સિદ્ધ કરાશે.
સર્વજ્ઞના કાર્યનો વિરોધ કરવાદ્વારા સર્વજ્ઞનો અભાવ છે.” આ ઉત્તર પણ અનુચિત છે. કારણકે સર્વજ્ઞત્વની સાથે વિરુદ્ધ કિચિત્જ્ઞત્વ છે. અર્થાત્ સર્વજ્ઞનું વિરોધી કિચિત્તત્વ