________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
भावसाधकः, रोमहर्षादिकारणशीतविरुद्धाग्निविधानात् क्वचित्कदाचिच्छीतकार्यरोमह,
र्षादिनिषेधवत् न पुनः साकल्येन, सकलकर्माप्रक्षयस्य साकल्येन संभवाभावात् क्वचिदप्यात्मनि तस्याने प्रसाधयिष्यमाणत्वात् । नापि विरुद्धकार्यविधिः, सर्वज्ञत्वेन हि विरुद्धं किंचिज्ज्ञत्वं, तत्कार्यं नियातार्थविषयं वचः तस्य विधिः स च न सामस्त्येन सर्वज्ञाभावं साधयेत् । यत्रैव हि तद्विधिस्तत्रैवास्य तदभावसाधनसमर्थत्वात्, शीतविरुद्धदहनकार्यधूमविशिष्टप्रदेश एव शीतस्पर्शनिषेधवत्, तन्न विरुद्धविधिरपि सर्वविदो बाधकः । ટીકાનો ભાવાનુવાદ હવે “સર્વજ્ઞતાના કારણોની અનુપલબ્ધિ હોવાથી સર્વનો અભાવ છે.” આવું તમે કહેશો તો તે પણ ઉચિત નથી. કારણકે સર્વજ્ઞતાના કારણરૂપ જ્ઞાનાવરણીયાદિકર્મોનો ક્ષય અનુમાનથી ઉપલબ્ધ જ છે. (કહેવાનો આશય એ છે કે સર્વજ્ઞતામાં કારણ જ્ઞાનાવરણીયાદિ કર્મોનો અત્યંતનાશ છે તથા કર્મોનો અત્યંતનાશ તો થઈ શકે જ છે. આપણે કર્મોનો ચઢાવ-ઉતાર જોઈ શકીએ છીએ. તેનાથી તે કર્મો આત્મામાં આવેલા છે, સ્વાભાવિક નથી, તે પણ નક્કી થાય છે. તેથી જ્યારે ઠંડીનો પ્રતિપક્ષ ગરમી આવવાથી ઠંડીનો અત્યંત નાશ થાય છે, તેમ આગંતકકર્મોનો અત્યંતનાશ પણ પ્રતિપક્ષ આવતાં થઈ જાય છે.)
કર્મનો અત્યંતનાશ થાય છે. તેની સિદ્ધિકરનાર યુક્તિઓ આગળ કહેવાશે.
સર્વજ્ઞના કાર્યની અનુપલબ્ધિ હોવાથી સર્વજ્ઞનો અભાવ છે.” તેમ કહેશો તો તે પણ ઉચિત નથી, કારણ કે સર્વજ્ઞના કાર્યતરીકે અવિસંવાદિઆગમ ઉપલબ્ધ છે જ.
સર્વજ્ઞના વ્યાપકધર્મની અનુપલબ્ધિ હોવાથી સર્વજ્ઞનો અભાવ છે.” તેમ કહેશો તો તે પણ યોગ્ય નથી. કારણ કે સર્વજ્ઞનો વ્યાપકધર્મ સર્વાર્થસાક્ષાત્કારિત્વ અનુમાનથી પ્રતીત જ છે. અર્થાતુ અનુમાનથી સર્વજ્ઞનો વ્યાપકધર્મ સર્વાર્થસાક્ષાત્કારિત્વ પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે
કોઈ વ્યક્તિ સકલપદાર્થોનો યથાવત્સાક્ષાત્કાર કરે છે, કારણ કે... તેનો સકલપદાર્થોનો યથાવતુસાક્ષાત્કાર કરવાનો સ્વભાવ છે અને તેમાં પ્રતિબંધકકર્મોનો ક્ષય થયેલો છે.”
જે જે વસ્તુનો જે જે ગ્રહણ કરવાનો સ્વભાવ હોય છે તથા તે ગ્રહણ કરવામાં પ્રતિબંધક બનતી વસ્તુનો ક્ષય થાય છે, ત્યારે તે તે વસ્તુનો સાક્ષાત્કાર થાય છે. જેમ આંખનો રૂપને ગ્રહણ કરવાનો સ્વભાવ છે તથા રૂપને ગ્રહણ કરવામાં પ્રતિબંધક આંખનો રોગ (તિમિર) નાશ પામ્યો છે, તેવી આંખ રૂપનો સાક્ષાત્કાર કરે છે.