________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४३१
“જે પ્રમાણે સારી રીતે અભ્યાસ કરેલ સકલ શાસ્ત્રો એકક્ષણમાં જ મનમાં પ્રતિભાસિત થાય છે. તે પ્રમાણે અનંતશક્તિસંપન્ન કેવલજ્ઞાનમાં એકસાથે અનંતાનંત પદાર્થો પ્રતિભાસિત થાય છે.”
તથા “શું સર્વજ્ઞ અતીત-અનાગતવિષયક પદાર્થોને અતીત-અનાગતરૂપે જાણે છે કે વર્તમાનરૂપે જાણે છે”...ઇત્યાદિ જે કહ્યું હતું તે પણ તમારા ગ્રંથકારનું અજ્ઞાન જ જણાવે છે. અર્થાત તમારા ગ્રંથકારો ખરેખર અજ્ઞાનિ હોય તેવું જણાય છે. કારણ કે વર્તમાનકાલની અપેક્ષાએ તે પદાર્થો અતીત અને અનાગત હોવાથી વિદ્યમાન ન હોવા છતાં, તે પદાર્થો અતીતકાલમાં તો હતા જ અને અનાગત કાલમાં પણ હશે. તેથી અતીત-અનાગતસંબંધી તે પદાર્થોનો સાક્ષાત્કાર હોવાના કારણે સર્વજ્ઞનું ત્રિકાલવિષયક જ્ઞાન માનવામાં કોઈ દોષ નથી. (કહેવાનો આશય એ છે કે વર્તમાનકાલમાં અતીત-અનાગતવિષયક પદાર્થો ન હોવા છતાં, અતીત કે અનાગત કાલે તો તે પદાર્થો વિદ્યમાન હતા અને હશે જ. તેથી તે અતીત-અનાગત કાલીન પદાર્થો અસતું ન કહેવાય. સર્વજ્ઞ જે સમયે જે વસ્તુ જેવાસ્વરૂપે હોય તેને તેવાસ્વરૂપે જાણે છે. અતીતને અતીતરૂપમાં, અનાગતને ભાવિરૂપમાં અને વર્તમાનને વર્તમાનરૂપમાં જાણે છે. પદાર્થ જે હાલતમાં હોય તેવી જ હાલતમાં કેલવજ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે.)
આ રીતે સમસ્ત બાધકપ્રમાણોનું નિરાકરણ કરવાથી, સુંદર રીતે તે બાધકપ્રમાણોની અસંભવતા સિદ્ધ થવાથી સર્વજ્ઞની સિદ્ધિ નિબંધ થઈ જાય છે. નિબંધ સર્વજ્ઞની સત્તા સિદ્ધ થાય છે. જેમ સુખી માણસને “હું સુખી છું” આ સ્વસંવેદનથી સુખનો અનુભવ થતાં સુખની સત્તા સિદ્ધ થાય છે. આથી સ્પષ્ટ રીતે કહી શકાય છે કે “સર્વજ્ઞ છે કારણ કે તેની સત્તામાં બાધક સર્વપ્રમાણોની અસંભાવના સુંદરરીતે સિદ્ધ કરી દીધી છે. ___ अथ दिक्पटाः प्रकटयन्ति-ननु भवतु सुनिश्चितासंभवबाधकप्रमाणत्वात्सर्वज्ञसिद्धिः । किं त्वस्य कवलाहार इति न मृष्यामहे । तथाहि-केवलिनः कवलाहारो न भवति तत्कारणाभावात् न च कारणाभावे कार्यस्योत्पत्तिः अतिप्रसक्तेः । न च तत्कारणाभावोऽसिद्धः, आहारादाननिदानभूते वेदनादिषट्के एकस्यापि तस्य केवलिन्यभावात् । तथाहि - न तावत्तस्य वेदनोत्पद्यते, तद्वेदनीयस्य दग्धरज्जुस्थानिकत्वात् । सत्यामपि वेदनायां न तस्य तत्कृता पीडा, अनन्तवीर्यत्वात् । वैयावृत्त्यकरणं तु भगवति त्रैलोक्यपूज्ये न संभवत्येवेति । ईर्यापथं पुनः केवलज्ञानावरणक्षयात् सम्यगवलोकयत्यसौ । संयमस्तु तस्य यथाख्यातचारित्रिणो निष्ठितार्थत्वादनन्तवीर्यत्वाञ्च नाहारकारणीभवति । प्राणवृत्तिरपि तस्यानपवायुष्ट्वादनन्तवीर्यत्वाद्यान्यथासिदैव । धर्मचिन्तावसरस्त्वपगतः, निष्ठितार्थत्वात् । तदेवं केवलिनः कावलिकाहारो बहुदोषदुष्टत्वान्न घटत इति ।