________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦-૧૧, ૧૨
૧૯
તેમ બીજા દ્વારા આલોચના કરાયેલ ગુહ્ય વાતો તેમના મુખમાંથી ક્યારેય બહાર આવતી નથી, સૌમ્ય હોય છે=જોવામાત્રથી આલાદ કરે તેવી પ્રકૃતિવાળા હોય છે, વળી સંગ્રહશીલ હોય યોગ્ય શિષ્ય-નિર્દોષ વસ્ત્ર-પાત્ર આદિને ગ્રહણ કરવામાં તત્પર હોય અર્થાત્ પર્ષદાના કે શિષ્યના લોભી નહિ, પરંતુ આ જીવો સંસારસાગરથી તરી શકે તેવા છે, તેવો નિર્ણય કરીને તેઓને ઉચિત અનુશાસન આપીને કલ્યાણ કરવાના અર્થી હોય અને નિર્દોષ વસ્ત્ર-પાત્ર આદિ પ્રાપ્ત થતા હોય તેને ગ્રહણ કરીને ગચ્છનો અનુગ્રહ કરવામાં તત્પર હોય, અભિગ્રહોઅભિગ્રહ કરનારા અને કરાવનારા હોય; કેમ કે સ્વપર કલ્યાણના અત્યંત અર્થી છે, તેથી વિવેકપૂર્વક સ્વયં અભિગ્રહ કરે અને યોગ્ય શિષ્યને તેની શક્તિ અનુસાર અભિગ્રહ કરવા પ્રેરણા કરે, અબહુભાષી હોય અથવા પોતાની શ્લાઘા ન કરે તેવા સંવર પરિણામવાળા હોય, વળી અચપલભાવવાળા હોય=સ્થિરતાપૂર્વક સંયમની પ્રવૃત્તિ કરનારા હોય, પ્રશાંત હૃદયવાળા હોય=ક્રોધાદિ કષાયોથી રહિત નિર્મળ ચિત્તવાળા હોય, આવા પ્રકારના ઘણા ગુણોથી પ્રધાન આચાર્ય હોય, તેના કારણે તેઓ ઘણા જીવોને ઉપકાર કરનારા થાય છે. ll૧૦-૧૧થી અવતરણિકા :
किमर्थमियान् गुणगणो गुरोग्यत इत्याहઅવતરણિકાર્ય :કયા કારણથી આટલા ગુણોનો સમુદાય ગુરુનો ઇચ્છાય છે ? એથી કહે છે –
ગાથા :
कइया वि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउं ।
आयरिएहिं पवयणं, धारिज्जइ संपयं सयलं ।।१२।। ગાથાર્થ -
કોઈક કાળમાં જિનેશ્વરો માર્ગને આપીને અજરામરને પ્રાપ્ત થયા, (તેમના વિરહમાં) સાંપ્રત યોગ્ય રીતે, સકળ પ્રવચન આચાર્ય વડે ધારણ કરાય છે, આથી આચાર્યના ગુણોની અપેક્ષા રખાય છે. II૧શા ટીકા :
कदापि कस्मिन्नपि काले जिनवरेन्द्राः पथं ज्ञानाद्यात्मकं मार्ग दत्वा भव्येभ्यः, अजरामरं जरामरणरहितं मोक्षं प्राप्ता भवन्ति, ततश्च तत्काले तदनुभावादेव प्रवचनं मर्यादावर्ति वर्तते । तद्विरहे पुनराचार्यः प्रवचनं तीर्थं चातुर्वर्णसङ्घरूपमागमरूपं वा साम्प्रतं युक्तमनुच्छ्रङ्खलं मर्यादावर्त्यविस्मृतं च सकलं सविज्ञानं सम्पूर्णं च धार्यते ध्रियते, अविच्युत्या स्मर्यते च, न च गुणविकलैरिदं कर्तुं शक्यम्, अतस्तदन्वेषणं युक्तमिति ।।१२।।