________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૫.
૩૨૧
અવતરણિકા :તથા–
અવતરણિકાર્ય :
અને અન્ય જીવો દુઃખથી નિર્વેદ પામતા નથી. તે બતાવે છે – ગાથા :
जाणइ य जह मरिज्जइ अमरंतं पि हु जरा विणासेइ ।
न य उब्विग्गो लोओ, अहो रहस्सं सुनिम्मायं ।।२०५।। ગાથાર્થ :
જાણે છે જ જે પ્રમાણે મરાય છે, નહિ મરતાને પણ જરા વિનાશ કરે છે, લોક ઉદ્વિગ્ન થતો નથી જ, અહો સુનિર્મિત રહસ્ય તમે જુઓ. /ર૦પા ટીકા :
जानात्येव यथा म्रियतेऽम्रियमाणमपि च जरा वयोहानिरूपा विनाशयति वलीपलिताङ्गभङ्गादिना विसंस्थुलयति, न च नैव उद्विग्नो लोको भवभयविरहादहो ! इति विवेकिनामामन्त्रणे पश्यत यूयं रहस्यं गुह्यं 'सुनिम्माय'ति सुनिर्मितं दुर्भेदमित्यर्थः ।।२०५।। ટીકાર્ય :
નાનાવ ..... તુર્કેમિસ્યર્થ. | જાણે છે જ=સંસારી જીવ જાણે છે જ, જે પ્રમાણે મરાય છે, નહિ મરતાને પણ જરા વિનાશ કરે છે–વયની હાનિરૂપ જરા વલી-પલિત-અંગભંગાદિ દ્વારા જીવને વિસંસ્થલ કરે છે, લોક ઉદ્વિગ્ન થતો નથી જ; કેમ કે ભવના ભયનો વિરહ છે, અહો, એ વિવેકીઓને આમંત્રણમાં છે, તમે જુઓ, સુનિર્મિત દુર્ભેદ રહસ્યને=ગુહ્યને તમે જુઓ. ર૦પા ભાવાર્થ :
સંસારી જીવોને પ્રત્યક્ષ છે કે બધા મરે છે તેમ હું પણ એક દિવસ અવશ્ય મરીશ અને નહિ મરતા પણ સંસારી જીવોને જરા વિનાશ કરે છે. તેથી પૂર્વમાં સુંદર દેખાતો દેહ અનેક પ્રકારની વિપરીત અવસ્થાને પામીને જીવને વિહ્વળ કરે છે. આ સર્વ દેખાતું હોવા છતાં જરાથી રક્ષણ કરવા માટે સંસારી જીવો શક્ય બાહ્ય યત્ન કરે છે, પરંતુ આ ભવભ્રમણ જીવ માટે સંત્રાસ છે, તેમ વિચારીને ભવથી ઉદ્વેગવાળા થતા નથી, એ જ બતાવે છે કે જીવમાં મૂઢતા આપાદક એવું કોઈક પ્રબળ કર્મ છે, જેથી ભવથી વિષમ સ્થિતિ પ્રત્યક્ષ જોવા છતાં જીવો ભવના ઉચ્છેદનો વિચાર કરતા નથી. આ પ્રકારનું સુનિર્માણ થયેલું ગુહ્ય રહસ્ય છે, તે વિવેકી પુરુષો તમે જુઓ. જેથી સંસારની આ સ્થિતિ જોઈને સંસારની વિડંબનાથી પોતાનું રક્ષણ કરવાને અનુકૂળ માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટે. ૨૦પા