________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૬
૩૪૭
ટીકા :
नित्यं सदा शकितश्चासौ जल्पान्तरेऽपि मदीयमिदं जल्प्यत इत्युत्रासाद् भीतश्च गच्छतो निष्कासनादेः शङ्कितभीतो गम्योऽभिभवनीयः, सर्वस्य बालादेरपि स्खलितचारित्रः खण्डितशीलः, साधुजनस्यावमतोऽनभिमत इह लोके, मृतोऽपि पुनर्दुर्गतिं नरकादिकां याति, पुनः शब्दादनन्तसंसारी च सम्पद्यत इति ।।२२६।। ટીકાર્ય :નિત્યં ... સમદ્ય તિ | નિત્ય=હંમેશાં, શંકિત એવો આ ભય પામેલો છે, કેમ શંકિત છે ? એથી કહે છે –
જલ્પાંતરમાં પણ અન્યના કથનમાં પણ, આ મારા સંબંધી કહેવાય છે, એ પ્રકારના ઉત્રાસથી શંકિત છે અને ગચ્છથી મને કાઢી મૂકશે, એનાથી શંકિત અને ભીત છે, એવો પ્રમાદી સાધુ બાલાદિ સર્વથી અભિભવનીય છે. વળી આ લોકમાં સ્મલિત ચારિત્રવાળો છે–ખંડિત શીલવાળો છે, સાધુજનને અવમત છે=અભિમત છે. વળી મરેલો પણ દુર્ગતિમાં=નરકાદિમાં, જાય છે અને પુનઃ શબ્દથી અનંતસંસારી પ્રાપ્ત થાય છે. ૨૨૬ ભાવાર્થ :
જે જીવો કોઈક રીતે વૈરાગ્ય થવાથી દીક્ષા ગ્રહણ કરે છે અને સંયમના પાલનમાં મંદ પરિણામવાળા છે, તેથી કુશીલના સંસર્ગમાં પ્રીતિવાળા છે, તેવા સુસાધુ મધ્યે વસનારા પણ કેટલાક શાસનની લઘુતા કરે અથવા લોકમાં સ્પષ્ટ નિંદ્ય હોય તેવી પ્રવૃત્તિ કરે તેવા દુષ્ટ પરિણામવાળા હોય છે. તેથી સાધુવેષમાં ઘણા પ્રકારનાં અકાર્યો કરે છે અને સુસાધુની મધ્યમાં એવા કોઈક પ્રમાદી સાધુ હોય તો પ્રાયઃ સુસાધુ તેને ગચ્છમાં રાખે નહિ, અવશ્ય દૂર કરે, છતાં કોઈ કારણથી તે સાધુ ગચ્છમાં રહેતા હોય તોપણ નિત્ય શંકિત હોય છે અર્થાત્ કોઈ અન્ય વિષયક કોઈ સાધુ પરસ્પર કંઈ કહેતા હોય તો પણ તે સાધુ શંકિત થાય છે કે આ લોકો મારા વિષે કંઈક કહે છે. તેથી શંકાને કારણે હંમેશાં તેનું ચિત્ત અસ્વસ્થ રહે છે, તેથી ચિત્તમાં અસ્વસ્થતાકૃત અસમાધિ વર્તે છે. વળી મારી અયોગ્યતા જોઈને આચાર્ય મને ગચ્છમાંથી કાઢી મૂકશે, તેવો ભય હંમેશાં રહે છે. આમ છતાં વિકારોનું પ્રાચુર્ય હોવાથી શંકાથી અને ભયથી પણ અકાર્યથી નિવૃત્ત થતા નથી, એવા સાધુ બાલાદિ સર્વથી અભિભવનીય રહે છે; કેમ કે ગચ્છમાં તેની તે પ્રકારની ખ્યાતિ રહે છે. તેથી સર્વ અન્ય સાધુઓ તેને હીન તરીકે જુએ છે. તેથી પણ તે સાધુ ધૃતિને પામતા નથી. વળી અલિત ચારિત્રવાળા છે=અનુચિત પ્રવૃત્તિ કરીને સંયમનો નાશ કરે છે. વળી સુસાધુને અભિમત નથી, તેથી જે ગચ્છમાં વસે છે, તે ગચ્છમાં સર્વત્ર નિંદાપાત્ર હોવાથી આ લોકમાં દુઃખી વર્તે છે, છતાં વિપર્યાસ આપાદક કર્મ પ્રચુર હોવાથી તે સર્વ સંયોગમાં પણ પોતાની અનુચિત પ્રવૃત્તિનો ત્યાગ કરવા તે સમર્થ થતો નથી અને મર્યા પછી તે સાધુ નરકાદિ દુર્ગતિમાં જાય