Book Title: Updesh Mala Part 01
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/022177/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત મહાવીરદેવના સ્વશિષ્ઠ પ.પૂ. શ્રી ધર્મદાસગણિ મહારાજા વિરચિત શ્રી સિદ્ધર્ષિગણિ કૃત હેયોપાદેયા ટીકા સમલંકૃત ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન ભાગ-૧ 'વિવેચક: પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન ભાગ-૧ * મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર * શ્રમણભગવંત મહાવીરદેવના સ્વશિષ્ય પપૂ. શ્રી ધર્મદાસગણિ મહારાજા વિરચિત. શ્રી સિદ્ધર્ષિગણિત કૃત હેયોપાદેયા ટીકા સમલંકૃત * દિવ્યકૃપા : વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના શિષ્યરત્ન ષદર્શનવેત્તા, ખાવચનિકપ્રતિભાધારક પ. પૂ. મુનિવર શ્રી મોહજિતવિજયજી મહારાજા * આશીર્વાદદાતા * વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા * સંકલન-સંશોધનકારિકા * શાસનસમ્રાટ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય નેમિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના સાધ્વીજી ચારિત્રશ્રીજી મ. સા.ના પ્રશિષ્યા સાધ્વી ઋજુમતિશ્રીજી મ. સા. * પ્રકાશક * માતા , , “શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ શબ્દશઃ વિવેચન - વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા આવૃત્તિ : પ્રથમ વીર સં. ૨૫૪૧ - વિ. સં. ૨૦૭૧ મૂલ્ય : રૂ. ૧૯૦-૦૦ આર્થિક સહયોગ સ્વ. નિમિત પ્રકાશભાઈ શાહના આત્મશ્રેયાર્થે પાટણ-મુંબઈ : મુખ્ય પ્રાપ્તિસ્થાન : નકલ : ૧૦૦૦ તાર્થ ieL શ્રુતદેવતા ભવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Email : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. ૧૭૬ * મુદ્રક નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ૯, પુનાજી ઈન્ડ. એસ્ટેટ, શનિદેવ મંદિર પાસે, ધોબીઘાટ, શાહપુર, અમદાવાદ-૪. ફોન : ૦૭૯-૨૫૬૨૪૯૯૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ - પ્રાપ્તિસ્થાન - જ અમદાવાદ : ગીતાર્થ ગંગા “શ્રુતદેવતા ભવન', ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. 8 (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૪૫૭૪૧૦ Email : gitarthganga@yahoo.co.in gitarthganga@gmail.com * વડોદરાઃ શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ દર્શન', ઈ-કલ, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. : (૦૨૮૫) ૨૩૯૧૬૯૯ (મો.) ૯૮૨૫૨૧૨૯૯૭ Email : saurin 108@yahoo.in મુંબઈ : શ્રી લલિતભાઈ ધરમશી ૧૦૧-૧૦૨, સર્વોદય હાઈટ્સ, જૈન મંદિર રોડ, સર્વોદયનગર, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. (૦૨૨) ૨૫૩૮૦૦૧૪, ૨૫૬૮૯૦૩૦ (મો.) ૯૩૨૨૨૩૧૧૧૭ Email : jpdharamshi60@gmail.com શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. : (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૭૪૮૫૧ Email : divyaratna_108@yahoo.co.in સુરત : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 6 (૦૨૬૧) ૩૨૨૮૭૨૩ (મો.) ૯૦૧૬૧૮૮૯૯૦ જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્ક્સ, c-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. ૧ (૦૨૮૮) ૨૭૭૮૫૧૩ (મો.) ૯૭૨૬૯૯૩૯૯૦ Email : karan.u.shah@hotmail.com * BANGALORE: Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. = (080) (O) 22875262 (R) 22259925 (Mo.) 9448359925. Email : vimalkgadiya@gmail.com રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. 8 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ (મો.) ૯૪૨૭૧૭૮૬૧૩ Email : shree_veer@hotmail.com Page #5 -------------------------------------------------------------------------- ________________ – પ્રકાશકીય ક સુજ્ઞ વાચકો ! પ્રણામ... અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે. કારણ ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે. તેવી જ રીતે... અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્સ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જો જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહ્યો, તો તે વધારે થાપાત્ર છે; કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભર્યા રહસ્યોના જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે. અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૮ વિષયોના માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ. અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલાં રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતા વિરોધાભાસોના નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જોડવા દ્વારા તેમાં છુપાયેલાં રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે. જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયના લોકોને સીધાં પચતાં નથી; કેમ કે તે દુર્ગમ જિનશાસનના નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાના માર્ગદર્શક પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અર્ધાશ પ્રગટ થયેલ છે. અલબત્ત, આ શૈલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદના વિષયો સંબંધી અખૂટ રહસ્યગર્ભિત શાસ્ત્રવચનોનો પરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા Encyclopedia (વિશ્વકોષ) કહે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રીસંઘને શાસનનાં રહસ્યજ્ઞાનની પ્રાપ્તિમાં તૈયાર સામગ્રી પૂરી પડશે. વિદાનેવ વિનાનાત્તિ વિદળનપરિશ્રમ' એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિઠ્ઠલ્મોગ્ય અને અશ્રુતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે. બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે. જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લક્ષ્યથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે. ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ... શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણ, અને શ્રુતભક્તો Page #7 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો વૈs થs પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.) કૃત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો (હિન્દી આવૃત્તિ) ૩. યોગદષ્ટિસમુચ્ચય ૪. કર્મવાદ કણિકા ૫. કર્મવાદ કર્ણિકા (હિન્દી આવૃત્તિ) ૬. સદ્ગતિ તમારા હાથમાં ! ૭. સદ્ગતિ આપકે હાથ મેં! (હિન્દી આવૃત્તિ) ૮. દર્શનાચાર ૯. શાસન સ્થાપના ૧૦. શાસન સ્થાપના (હિન્દી આવૃત્તિ) ૧૧. અનેકાંતવાદ ૧૨. પ્રસ્નોત્તરી ૧૩. પ્રશ્નોત્તરી (હિન્દી આવૃત્તિ) ૧૪. ચિત્તવૃત્તિ ૧૫. ચિત્તવૃત્તિ (હિન્દી આવૃત્તિ) ૧૬. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૭. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૮. ભાગવતી પ્રવ્રજ્યા પરિચય ૧૯. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ, વિનિયોગ) ૨૧. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૨૨. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૩. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૪. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય? ૨૫. જિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય ? (હિન્દી આવૃત્તિ) ૨૬. Is Jaina Order Independent Religion or Denomination ? (અંગ્રેજી આવૃત્તિ) ૨૭. status of religion in modern Nation state theory (અંગ્રેજી આવૃત્તિ) ૨૮. ગૃહજિનાલય મહામંગલકારી ૨૯. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા @ સંપાત :- . પૂ. પંન્યાસ શ્રી અરિહંતસારની મદારજ સાદર १. पाक्षिक अतिचार પર ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી આવૃત્તિ) 4. Right to Freedom of Religion !!!!! ૬. ‘રક્ષાધર્મ' અભિયાન 9. 'Rakshadharma' Abhiyaan ૮. સેવો પાસ સંખેસરો ૯. સેવો પાસ સંખેસરો (હિન્દી આવૃત્તિ) સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ Page #9 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનના ગ્રંથો છ વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા એ ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચના ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભાગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્રાવિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્રાવિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામય્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૭. ભિક્ષુદ્રાવિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચના ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચના ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચના ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાચિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪પ. દૈવપુરુષકારદ્વાબિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાચિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાચિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પર. જિનભક્તિદ્વાચિંશિકા-૫ શબ્દશઃ વિવેચના ૫૩. યોગાવતારદ્વાચિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાખ્યદ્વાબિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન પપ. સજ્જનસ્તુતિદ્વાચિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન ૫૬. પૂર્વસેવાદ્વાચિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન ૫૭. ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન Page #11 -------------------------------------------------------------------------- ________________ ૫૮. ક્લેશતાનોપાયદ્વાચિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન ૫૯. વિનયદ્વાચિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચના ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચના ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૨. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૪. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ઉપ. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાચિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચન ૧૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨. પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૭૩. કથાદ્વાચિંશિકા-૯ શબ્દશઃ વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૬ ૭૭. નવતત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૭૮. ૧૫૦ ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન ૭૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૮૦. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૬ ૮૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૨. અમૃતવેલની મોટી સઝાય અને નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન તથા શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચન ૮૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ ૮૪. આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચન ૮૫. પક્ઝીસૂત્ર (પાક્ષિકસૂત્ર) શબ્દશઃ વિવેચન ૮૬. ધર્મપરીક્ષા પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૭. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૮૮. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૯. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૦. પાતંજલ યોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૧. પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૨. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૩. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૪. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૫. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૬. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૭. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૯. વાદદ્વાબિંશિકા-૮ શબ્દશઃ વિવેચન ૧૦૦. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૧. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૦૨. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૦૩. સકલા–સ્તોત્ર અને અજિતશાંતિ સ્તવન શબ્દશઃ વિવેચન ૧૦૪. પગામસિજ્જા શબ્દશઃ વિવેચન ૧૦૫. સખ્યત્ત્વના સડસઠ બોલ સ્વાધ્યાય શબ્દશઃ વિવેચના ૧૦૬. ધર્મવ્યવસ્થાદ્વાચિંશિકા-૭ શબ્દશઃ વિવેચના ૧૦૭. દેવસિઆ રાઈના પ્રતિક્રમણ સૂત્ર શબ્દશઃ વિવેચન ૧૦૮. સંમતિતર્ક પ્રકરણ શ્લોક સ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૯. સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૦. વૈરાગ્યકલ્પલતા પ્રથમ સ્તબક શબ્દશઃ વિવેચન ૧૧૧. શાંતસુધારસ શબ્દશઃ વિવેચન ૧૧૨. બારભાવના શબ્દશઃ વિવેચન ૧૧૩. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧૪. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૫. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૧. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૧૧૭. વીતરાગ સ્તોત્ર પ્રાયઃ શબ્દશઃ વિવેચન ૧૧૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯. દ્રવ્યગણપર્યાયના રાસના છૂટા બોલ રાસના આધારે વિવેચન ૧૨૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૧. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૨૨. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૨૩. ધર્મપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૪. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨૫. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૬. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૨૭. ૧૮ પાપસ્થાનક સ્વાધ્યાય, અમૃતવેલની નાની સાય, “સાચો જૈન' પદ અને “વીરોની પ્રભુભક્તિ' પદ શબ્દશઃ વિવેચન ૧૨૮. સમ્મતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૨૯. ઉપમિતિભવપ્રપંચા કથા (પ્રથમ પ્રસ્તાવ) શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૩૦. ઉપમિતિભવપ્રપંચા કથા (દ્વિતીય પ્રસ્તાવ) શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩૧. ઉપમિતિભવપ્રપંચા કથા (તૃતીય પ્રસ્તાવ) શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૩૨. ઉપદેશપદ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૩૩. ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન ભાગ-૧ દ ગીતાર્થ ગંગા જ્ઞાનભંડાર આધારિત સંશોધનાત્મક પ્રકાશનો ૧. આગમ પ્રકાશનસૂચી (હિન્દી), સંકલનકાર: નીરવભાઈ બી. ડગલી s ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો Inha ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ ' ગ્રંથો Page #14 -------------------------------------------------------------------------- ________________ ગાથાનો ક્રમ ૧-૩ ૪ | વીરપ્રભુની જેમ ક્ષમા કર્તવ્ય. *** Isiajksbom *** મંગલાચરણ. ૫ ઉપસર્ગ આવ્યે છતે શ્રી વીરપ્રભુની નિષ્પ્રકંપતા. ૬-૭ | ગુરુવચનની શ્રવણવિધિ. ૮ | ગુરુની પ્રધાનતા. ૯ થી ૧૧ | ગુરુનું સ્વરૂપ. ૧૨ ગુરુપદની મહત્તાનું વર્ણન. ૧૩-૧૪ સાધુ વિષયક સાધ્વીના વિનયમાં શેડુવકની કથા. ૧૫ | સો વર્ષના પર્યાયવાળી સાધ્વી માટે પણ આજે દીક્ષિત થયેલ સાધુ અભિગમન-વંદન આદિ દ્વારા પૂજ્ય. ૧૬ થી ૧૯ | ધર્મમાં પુરુષ પ્રધાનતા વિષયક સંવાહનરાજા અને અંગવીરનું વૃત્તાંત. ૨૦ | આત્મસાક્ષિક ધર્મ વિષયક ભરતચક્રવર્તી અને પ્રસન્નચંદ્રરાજાની કથા. વિષય ૨૧-૨૨ | ભાવશુદ્ધિ અને વેશની ઉપયોગિતા. ભાવ અનુસારે કર્મબંધ. ૨૩-૨૪ ૨૫ | અહંકાર સાથે ધર્મ વિષયક બાહુબલીની કથા. ૨૭ ગુરુના ઉપદેશની યોગ્યતા. 62 ૨૭ મદના ત્યાગનો ઉપદેશ. ૨૮ | રૂપની અનિત્યતા વિષયક સનત્કુમારચક્રવર્તીની કથા. દેવોની પણ અનિત્યતા, લવસપ્તમ શબ્દની વ્યુત્પત્તિ. ૩૦ | સાંસારિકસુખની નિરર્થકતા. ૨૯ ૩૧-૩૨ ૩૭ ૩૯ ૩૩ ‘જા સા સા સા’નું કથાનક. ૩૪ | સ્વદોષના સ્વીકારથી પ્રાપ્ત ગુણ વિષયક મૃગાવતીનું કથાનક. ૩૫ | ક્ષમાનું મહત્ત્વ. કષાયોની અપાયકારિતા. શબ્દ આદિ વિષયોના ત્યાગ વિષયક જંબુસ્વામીનું કથાનક. ३८ ધર્મના માહાત્મ્યથી અત્યંત ઘોર જીવના પણ પ્રતિબોધ વિષયક ચિલાતીપુત્રની હજારો ઉપદેશોથી ગુરુકર્મી જીવો પ્રતિબોધ પામતાં નથી તેમાં બ્રહ્મદત્તચક્રવર્તી અને ઉદાયિ રાજાના હત્યારા વિનયરત્નનું કથાનક. કથા. પ્રાણના નાશમાં પણ સ્વીકારેલ પ્રતિજ્ઞાના નિર્વાહ વિષયક ઢંઢણમુનિનું કથાનક. પાના નં. ૧-૮ ૮-૯ ૯-૧૧ ૧૧-૧૩ ૧૩-૧૫ ૧૫-૧૯ ૧૯-૨૦ ૨૦-૨૩ ૨૩-૨૪ ૨૪-૨૮ ૨૮-૩૦ ૩૦-૩૩ ૩૩-૩૬ 28-68 ૩૯-૪૧ ૪૧-૪૨ ૪૨-૪૪ ૪૪-૪૭ ૪૭-૪૮ ૪૮-૫૪ ૫૪-૫૭ ૫૭-૫૯ ૫૯-૬૦ ૬૦-૬૨ ૭૨-૭૫ 26-66 ૬૮-૭૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | અનુક્રમણિકા ગાથાનો ક્રમ વિષય પાના નં. ૪૦ | સાધુ ૭૦-૭૨ ૭૨-૭૭ ૭૭-૭૮ ૭૮-૮૨ ૮૨-૮૪ ૮૪-૮૮ ૮૮-૯૦ ૯૦-૯૩ ૯૩-૯૮ પફ ૯૮-૧૦૧ ૧૦૧-૧૦૨ ૧૦૨-૧૦૫ સાધુઅધિકાર અને અનધિકારનું પ્રકરણ. ૪૧-૪૨ | આપત્તિમાં પણ દઢધર્મ વિષયક સ્કંદકાચાર્યનું કથાનક. ક્ષમા કર્તવ્ય. ૪૪ | લઘુકર્મીપણું કારણ છે, કુલ નહીં તેમાં હરિકેશબલમુનિની કથા. ૪૫ થી ૪૭ | સંસારી જીવ નટ જેવો છે, તો કુલનું અભિમાન કેવું? ૪૮-૪૯ | વિવેકીને મોક્ષની કાંક્ષા એકતાનથી કર્તવ્ય, ધન આદિની લિપ્સા નહીં તે વિષયક વજસ્વામીની કથા. સાધુનું સ્વરૂપ. ૫૦ | પરિગ્રહની અપાયહેતા. ૫૧-૫ર | પરિગ્રહના દોષો. ૫૩-૫૪ | કુલ અભિમાનના ત્યાગ વિષયક નંદિષેણ અને વસુદેવની કથા. ૫૫ | ક્ષમાનું મોક્ષ અંગપણું. ગજસુકુમાલની જેમ ઉપસર્ગકારી જીવની ઉપર પણ ક્ષમા કર્તવ્ય. ક્ષમા કરવાનો ઉપદેશ. ૫૭-૫૮ નમ્રતા વિષયક ચક્રવર્તી સાધુની કથા. ૫૯ થી ૬૧ | ગુરુનું વચન અનુષ્ઠય છે. ગુરુવચનના અનાદરમાં દોષોનું દર્શન તે વિષયક સ્થૂલભદ્રજી તથા સિંહગુફાવાસીમુનિની કથા. ૧ર થી ૧૪ | યુવતિજનના સંગત્યાગનો ઉપદેશ. પ્રાયશ્ચિત્ત કરવા વિષયક ઉપદેશ. ગુણને વિષે માત્સર્ય કરનારાઓમાં નિર્વિવેક નામનો દોષ. માત્સર્યના ત્યાગનો ઉપદેશ. અન્યની પ્રશંસા સાંભળવા વિષયક અસહિષ્ણુ જીવ પરભવમાં હીનકુલમાં ઉત્પન્ન થાય છે તે વિષયક પીઠ અને મહાપીઠ મુનિઓની કથા. પર પરિવાદ વિષયક આભવ વિષયક દોષો. પરંપરિવાદ વિષયક પરભવ વિષયક દોષો. બીજાના અવર્ણવાદની અનર્થહેતતા. બીજાના અવર્ણવાદથી પ્રાપ્ત આત્મશ્લાઘા અને પરનિંદા વ બીજાના અવર્ણવાદની સર્વ દોષોથી અધિકતા. ૭૪ થી ૭૦ દુર્વિનીતપણાના દોષો. અવપીડન આદિથી સુવિદિતોનો મુખરાગ ભેદતો નથી. ૭૮ | સુવિહિતોની ગંભીરતા. ૭૯ | સુવિહિતો પૂછ્યા વગર બોલતાં નથી. ૮૦ | સુવિહિતોની ભાષા. અજ્ઞાનતપથી પ્રાપ્ત થતાં અલ્પ ફલ વિષયક તામલિતાપસની કથા. ૧૦૬-૧૧૧ ૧૧૧-૧૧૬ ૧૧૧-૧૧૭ ૧૧૭-૧૧૮ ૧૧૮-૧૧૯ દો . | ૧૨૦-૧૨૧ ૧૨૧-૧૨૩ ૧૨૩-૧૨૪ ૧૨૪-૧૨૫ ૧૨૫-૧૨૭ ૧૨૭-૧૨૮ ૧૨૮-૧૩૧ ૧૩૧-૧૩૩ ૧૩૩-૧૩૪ ૧૩૪-૧૩૬ ૧૩૩-૧૩૭ ૧૩૭-૧૩૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | અનુક્રમણિકા ગાથાનો ક્રમ ૮૨ વિષય બાલતપસ્વીઓએ કરેલ તપ અને કાયક્લેશથી પ્રાપ્ત થતું અલ્પ ફળ અથવા નિષ્ફળ. જિનવચનની વિધિને જાણનારા મહાપુરુષો સામાન્ય લોકના દુર્વચન આદિને સહન કરે છે. મોહથી ઉપહત જીવો અસુંદરને પણ સુંદર માને છે. ગૃહસ્થ અવસ્થામાં પણ વિવેકના મહાફળ વિષયક શાલિભદ્ર અને અવંતિસુકુમાલની કથા. ૮૯ | સુવિહિત જીવો ધર્મ માટે દેહનો પણ ત્યાગ કરે છે. ८० પ્રવ્રજ્યાનું મહત્ત્વ. ઉપસર્ગમાં પણ મેતાર્ય ઋષિ મનથી પણ કોપિત ન થયા. ૮૩ ૮૪ ૮૫ થી ૮૮ ૯૧ ૯૨ | સુસાધુઓ ચંદનનો લેપ કરનાર અને સ્તવના કરનાર પર પ્રસન્ન અને કરવતથી કાપી નાંખનાર કે નિંદા કરનાર પર ક્રોધિત થતા નથી. ૯૩ | ગુરુવચનમાં કરવા યોગ્ય શ્રદ્ધા વિષયક વજસ્વામી તથા સિંહગિરિસૂરિ મહારાજાના સુશિષ્યોનું કથાનક. ૯૪ | ગુર્વાજ્ઞા અનુસાર કરવાનો ઉપદેશ. ૯૫ | ગુરુના વચનમાં વિશ્વાસ કર્તવ્ય. ૯૭ ભાવથી ગ્રહણ કરાયેલ ગુરુવચન સુખાવહ થાય છે. ૯૭ | સુશિષ્યનું સ્વરૂપ. ૯૮ | સુવિનેય અને દુર્તિનેયના ગુણ-દોષો. ૯૯ | દુર્વિનેયના દોષો વિષયક દત્તની કથા. ૧૦૦ ૧૦૧ થી ૧૦૩ ૧૦૪ | શિષ્યને શિક્ષા. ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ગુરુ વિષયક દૃઢ પ્રતિબંધ સંબંધી સુનક્ષત્રમુનિની કથા. ભવ્યજીવો દેવતાની જેમ ગુરુની પર્વપાસના કરે છે તે વિષયક કેશી ગણધર અને પ્રદેશી રાજાનું કથાનક. ૧૧૦ પ્રાણના ત્યાગમાં પણ અસત્ય ન બોલવું તે વિષયક કાલિકાચાર્યની કથા. વિપરીત કથન કરવામાં પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વનો નાશ થાય છે તે વિષયક મરીચિનું કથાનક. પ્રાણના સંકટમાં પણ ગ્રહણ કરેલ નિયમમાં દઢતા ધારણ કરવી. કરણ, કરાવણ અને અનુમોદનના મહત્ત્વ વિષયક બલદેવમુનિ- રથકાર અને હરણની કથા. સારા વિષયોની અનુમોદનામાત્રથી પણ પ્રાપ્ત થતા મહાફળ વિષયક પૂરણતાપસની કથા. અપવાદની આરાધના વિષયક સંગમસ્થવિરનું વૃત્તાંત. પાના નં. |૧૩૯-૧૪૦ ૧૪૧-૧૪૨ ૧૪૨-૧૪૩ ૧૪૩-૧૫૨ ૧૫૨-૧૫૩ ૧૫૩-૧૫૪ ૧૫૪-૧૫૫ ૧૫૭-૧૫૭ ૧૫૭-૧૫૯ ૧૫૯-૧૬૧ ૧૭૧-૧૭૨ ૧૭૨-૧૯૭૩ ૧૭૩-૧૭૪ ૧૭૪-૧૬૬ ૧૭૭-૧૭૯ ૧૬૯-૧૭૦ ૧૭૦-૧૭૪ ૧૭૪-૧૭૩ ૧૭૩-૧૭૯ ૧૭૯-૧૮૦ ૧૮૦-૧૮૨ ૧૮૨-૧૮૪ ૧૮૪-૧૮૫ ૧૮૫-૧૮૬ Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ / અનુક્રમણિકા ગાથાનો ક્રમ વિષય પાના નં. ૧૮૦-૧૮૯ ૧૮૯-૧૯૧ ૧૯૧-૧૯૨ ૧૯૨-૧૯૫ ૧૯૫-૧૯૯ ૧૯૭-૧૯૮ ૧૯૮-૧૯૯ ૧૯૯-૨૦૧ ૨૦૧-૨૦૨ ૧૨૨ ૨૦૨-૨૦૪ ૨૦૪-૨૦૫ ૨૦૫-૨૦૭ ૨૦૭-૨૦૮ ૨૦૮-૨૧૩ ૧૧૧-૧૧૨ | નિષ્કારણ સ્થિરવાસ રહેનારને પ્રાપ્ત દોષો. ૧૧૩ થોડો પણ ગૃહસ્થનો સંબંધ શુદ્ધ સાધુને દોષકારક સાબિત થાય તે વિષયક વારત્તકમુનિનું કથાનક. ૧૧૪ સ્ત્રીના પરિચયથી પ્રાપ્ત થતાં દોષોનું સ્વરૂપ. ૧૧૫-૧૧૭ જ્યોતિષ આદિ અનાચાર્ણ કરવાથી સાધુને પ્રાપ્ત થતા દોષો. ૧૧૭ પ્રમાદને વશ થયેલ જીવ પ્રાપ્ત કરેલ ગુણોથી પતીત થાય. ૧૧૮ ચંદ્રાવતંસકરાજાની સદ્ અનુષ્ઠાન વિષયક દઢતા દર્શક કથાનક. ૧૧૯ જે વિવિધ પરિષદોને સમ્યગુ સહન કરે તેને ધર્મ થાય. ૧૨૦ વ્રતની દઢતા વિષયક બલદેવજીના પૌત્ર નિષધના પુત્ર સાગરચંદ્રની કથા. ૧૨૧ વ્રતની દઢતા વિષયક કામદેવશ્રાવકની કથા. શબ્દ આદિ ભોગો ન ભોગવ્યા વગર પણ તેની તીવ્ર અભિલાષા જન્ય રોદ્રધ્યાનથી જીવને પ્રાપ્ત થતી નરકગતિ ઉપર રાજગૃહીના દ્રમુકનું કથાનક. ૧૨૩ પ્રમાદના ત્યાગનો ઉપદેશ. ૧૨૪ પ્રમાદનો હેતુઃ રાગ અને દ્વેષ. ૧૨૫ રાગ અને દ્વેષને વશ કદી ન આવવું. ૧૨૯ થી ૧૨૯ | રાગ અને દ્વેષથી જીવને પ્રાપ્ત અનર્થોનું ભાવન. ૧૩૦ માનયુક્ત જીવ ક્લેશની જાળાને આત્મસાત્ કરે છે તે વિષયક ગોશાલકનું દૃષ્ટાંત. ૧૩૧ કલહ કરવાના સ્વભાવવાળો જીવથી પળાતો સંયમ નિરર્થક, ૧૩૨ કષાય પરિણત જીવ તપ અને સંયમને બાળે. ૧૩૩ કાષાયિક પરિણામને વશ હીનાધિક તપ-સંયમનો ક્ષય. ૧૩૪-૧૩૫ | કષાય અને પ્રમાદથી પ્રાપ્ત થતા દોષો. ૧૩૦ જેઓએ પરલોકનો માર્ગ જામ્યો છે તેવા મુનિઓ આક્રોશ આદિને સહન કરે છે તે વિષયક દઢપ્રહારીનું કથાનક. ૧૩૭ ક્ષમા વિષયક સહસ્ત્રલ્લિ મુનિનું કથાનક. ૧૩૮ ક્ષમાનું મહત્ત્વ. ૧૩૯-૧૪) અવિવેકીને ક્રોધનો અવકાશ છે, વિવેકીને નહીં. ૧૪૧ સ્વજનના ત્યાગ વિષયક સ્કંદકસૂરિનું વૃત્તાંત. ૧૪૨ સ્નેહના ત્યાગનો ઉપદેશ. ૧૪૩ સંસારનો સ્વભાવ જાણીને તે વિષયક નિશ્ચયવાળા મુનિઓ સમતાવાળા થઈ સ્નેહ અને દ્વેષ વિરહિત થાય. ૧૪૪ | | સ્વજનો માનસિક દુઃખ આદિ ઘણા પ્રકારના ત્રાસનું કારણ. ૨૧૩-૨૧૫ ૨૧૫-૨૧૬ ૨૧૬-૨૦૧૭ ૨૧૭-૨૧૮ ૨૧૮-૨૨૦ ૨૨૦-૨૨૨ ૨૨૨-૨૨૩ ૨૨૪-૨૨૫ ૨૨૫-૨૨૭ ૨૨૭-૨૨૯ ૨૨૯-૨૩૧ ૨૩૧-૨૩૨ ૨૩૨-૨૩૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | અનુક્રમણિકા ગાથાનો ક્રમ વિષય પાના નં. | ૧૪૫ | સ્વજન અંતર્ગત માતાથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર બ્રહ્મદરચક્રવર્તી અને તેમની માતા ચુલની રાણીનું કથાનક. ૨૩૩-૨૩૫ સ્વજન અંતર્ગત પિતાથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર કનકકેતુ રાજાની કથા. ૨૩પ-૨૩૬ સ્વજન અંતર્ગત ભાઈથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર ઋષભદેવ પ્રભુના પુત્રો ભરત ચક્રવર્તી અને બાહુબલીનું કથાનક. ૨૩૬-૨૩૭ સ્વજન અંતર્ગત પત્નીથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર પ્રદેશ રાજા અને તેમની પત્ની સૂર્યકાંતા રાણીનું કથાનક. ૨૩૭-૨૩૮ સ્વજન અંતર્ગત પુત્રથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર શ્રેણિકરાજા અને તેમના પુત્ર કોણિકરાજાનું કથાનક. ૨૩૮-૨૪૦ સ્વજન અંતર્ગત મિત્રથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર પર્વતકરાજાનો દ્રોહ કરનાર ચાણક્યનું કથાનક. ૨૪૦-૨૪૨ ૧૫૧ સ્વજનથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર પરશુરામ અને સુભૂમ ચક્રવર્તીનું કથાનક. ૨૪૨-૨૪૪ ૧૫ર શ્રેષ્ઠ મુનિઓ હંમેશાં કોઈના આશ્રય વગર વિહરે છે તેના ઉપર આર્યમહાગિરિજી મહારાજાનું કથાનક. ૨૪૪-૨૪૬ ૧૫૩ સુવિહિતો રૂપ આદિથી લોભાતા નથી તેના ઉપર જંબૂસ્વામીનું દષ્ટાંત. ૨૪૬-૨૪૭ ૧૫૪ સુગુરુકુલવાસ વિષયક મેઘકુમારમુનિનું કથાનક. ૨૪૭- ૨૫૦ ૧૫૫ ગુરુકુલવાસની દુષ્કરતા. ૨૫૦-૨૫૨ ૧૫૯-૧૬૧ એકાકીવિહારના દોષો. રેપર-૨૦૧ ૧૯૨-૧૯૩ સ્ત્રીના ત્યાગ વિષયક ઉપદેશ. ૨૯૨-૨૬૪ ૧૧૪ સ્ત્રીનો સંગ કરવાથી પ્રાપ્ત થતો ક્લિષ્ટ સંસાર, તેના ઉપર સત્યની વિદ્યાધરની કથા. ૨૭૪-૨૯૮ ૧પ | વિનય વિષયક શ્રીકૃષ્ણની કથા. ૨૬૮-૨૯૯ ૧૬૬ અભિગમન-વંદન આદિ કરવાનું ફળ. ૨૭૦-૨૭૧ ૧૬૭ વિનય વિષયક ચંડરુદ્રાચાર્યના શિષ્યનું કથાનક. ૨૭૧-૨૭૩ ૧૬૮-૧૬૯ કુગુરુના ત્યાગ વિષયક અંગારમર્દક આચાર્યના શિષ્યોનું કથાનક. ૨૭૩-૨૭૬ ૧૭૦ લઘુકર્મી જીવો પુષ્પચૂલાની જેમ સહેલાઈથી પ્રતિબોધ પામે. ૨૭૦-૨૭૯ ૧૭૧ અંતિમકાળમાં પણ અર્ણિકાપુત્ર આચાર્યની જેમ અવિકલ તપ- સંયમના અનુષ્ઠાનો કરનાર જીવ શીવ્રતયા પોતાના સાધ્યને સાધે. ૨૭૯-૨૮૦ ૧૭૨-૧૭૩ ત્યાગનું કારણ લઘુકમપણું - તે વિષયક ભરતચક્રવર્તી અને દ્રમકનું દૃષ્ટાંત. [૨૮૦-૨૮૩ ૧૭૪-૧૭૫ પ્રાણના ત્યાગમાં પણ નિયમની દઢતા વિષયક ચિલાતીપુત્રની કથા. ૨૮૩-૨૮૫ ૧૭૬ | પાપના ફળને જાણતા જીવો પાપને કરતાં નથી. ૨૮૫-૨૮૬ Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ / અનુક્રમણિકા ગાથાનો ક્રમ વિષય પાના નં. ૧૮૨ ૨૮૧-૨૮૮ ૨૮૮-૨૯૩ ૨૯૩-૨૯૬ ૨૯-૨૯૯ ૨૯૯-૩૦૦ ૩૦૦-૩૦૧ ૩૦૧-૩૦૨ ૧૭૭-૧૭૮ | પાપનું ફળ. ૧૭૯ થી ૧૮૧ | દુષ્ટાલંબન ગ્રહણ ન કરવું પરંતુ અપ્રમાદ કરવો. રાગાદિ સમૂહના દુર્જયપણા વિષયક સુકુમાલિકાની કથા. ૧૮૩ થી ૧૮૫ આત્માના દમનનો ઉપદેશ. ઉશ્રુંખલ આત્મા પ્રમાદને વશ થાય. મૂઢ જીવ થોડાની પ્રાપ્તિ માટે ઘણી વસ્તુને હારી જાય. ૧૮૮] ધૃતિ દુર્બલ જીવો કરોડોનું મૂલ્ય ચૂકવીને કાકિણી તુલ્ય અત્યંત તુચ્છ મૂલ્યવાળી વસ્તુને ખરીદે. ૧૮૯| જીવને તેની ઇચ્છા અનુસાર પ્રાપ્ત થયેલ સુખ કે જે યાવજીવ તે ભોગવે તો પણ તેનાથી સંતોષ થવો શક્ય નથી. ૧૯૦ વૈષયિકસુખ સ્વપ્નની ઉપમા જેવું. ૧૯૧ રસનેન્દ્રિયની લોલતા ઉપર વ્યંતર થયેલ મંગુસૂરિનું કથાનક. ૧૯૨ થી ૧૯૭ વૈરાગ્યનું ચિંતન. ૧૯૭ થી ૨૦૯ | વેરાગ્યનો ઉપદેશ. ૨૧૦ | સર્વ પ્રકારના ગ્રહોથી કામગ્રહ અર્થાત્ કામરાગ જન્ય ગ્રહ અધિક. ૨૧૧ કામવાસનાના દોષો. ૨૧૨ | મોહથી આકુળ આવો કામ જન્ય દુઃખને સુખ કહે. ૨૧૩ | વિષયના દોષો. ૨૧૪ | પાંચ પ્રકારના આશ્રવોથી જીવો સંસારમાં પરિભ્રમણ. ૨૧૫-૨૧૬ જેઓને આ ભવમાં ધર્મ પ્રાપ્ત થઈ ગયો છે તેમના માટે ધર્મના અનુષ્ઠાન વિષયક શિથિલતા અપાય સ્વરૂપ. ૨૧૭ | સંક્ષેપથી મોક્ષનું કારણ. ૨૧૮-૨૧૯ | વિસ્તારથી મોક્ષનું કારણ. ૨૨૦ | આરંભવાળા જીવોને પ્રાપ્ત થતો મહાઅનર્થ. ૨૨૧ | ઉસૂત્રને આચરતો જીવ નિબિડ કર્મ બાંધે. ૨૨૨ થી ૨૨૯ | પાર્થસ્થકુગુરુના સંગના ત્યાગનો ઉપદેશ. ૨૨૭ | સંસર્ગથી થતા ગુણ અને દોષ ઉપર ગિરિશુક અને પુષ્પશુકની કથા. ૨૨૮ | ઉત્સર્ગથી અવંદનીય એવા પણ શિથીલ સાધુને અપવાદથી વંદના કર્તવ્ય. ૨૨૯ | સંવિઝપાક્ષિકો પોતાને વંદન કરતાં સુસાધુઓને નિવારે. ૩૦૨-૩૦૪ ૩૦૪-૩૦૫ ૩૦૫-૩૦૭ ૩૦૭-૩૧૨ ૩૧૨-૩૨૭ ૩૨૭-૩૨૮ ૩૨૮-૩૨૯ ૩૨૯-૩૩૦ ૩૩૦-૩૩૧ ૩૩૧-૩૩૨ ૦ ૦ ૩૩૩-૩૩૫ ૩૩૫-૩૩૬ ૩૩૧-૩૩૮ ૩૩૮-૩૩૯ ૩૩૯-૩૪૦ ૩૪૦-૩૪૮ ૩૪૮-૩૫૦ ૩૫૦-૩પર ૩પર-૩૫૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ मु ही अहँ नमः । ही श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । જે નમઃ | શ્રમણભગવંત મહાવીરદેવના સ્વશિષ્ય પ.પૂ. શ્રી ધર્મદાસગણિ મહારાજા વિરચિત શ્રી સિદ્ધર્ષિગણિકૃત હેયોપાદેયા ટીકા સમલંકૃત ઉવદેશમાલા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ટાળતું માનzટીકાકારનું મંગલાચરણ શ્લોક : हेयोपादेयार्थोपदेशभाभिः प्रबोधितजनाब्जम् । जिनवरदिनकरमवदलितकुमततिमिरं नमस्कृत्य ।।१।। गीर्देवता प्रसादितधाष्ान्मन्दतरजन्तुबोधाय । जडबुद्धिरपि विधास्ये विवरणमुपदेशमालायाः ।।२।। [युग्मम्] શ્લોકાર્ચ - હેયોપાદેય અર્થના ઉપદેશરૂપ પ્રકાશથી પ્રબોધિત કરાયું છે લોકરૂપ કમળ જેમના વડે, દળી નંખાયો છે કુમતરૂપ અંધકાર જેમના વડે એવા જિનવરરૂપ સૂર્યને નમસ્કાર કરીને વાણીની પ્રસાદિત ધૃષ્ટતાને કારણે જડબુદ્ધિવાળો પણ હું મંદતર જીવોના બોધ માટે ઉપદેશમાલાના વિવરણને કરીશ. II૧-રચા Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨ ભાવાર્થ : ભગવાન જગતમાં હેય પદાર્થો શું છે, ઉપાદેય પદાર્થો શું છે તેનો ઉપદેશ આપે છે, તે ઉપદેશ જ સૂર્યના પ્રકાશ સમાન છે અને તે પ્રકાશ વડે ભગવાને સંસારી યોગ્ય જીવોને પ્રબોધિત કર્યા છે અર્થાત્ મોહની નિદ્રામાંથી જાગૃત કર્યા છે, તેથી જાગેલા તે જીવો આત્મહિતને સાધવા માટે સમર્થ બને. ઉપદેશમાલા ભાગ-૧ | મંગલાચરણ વળી ભગવાનનું વચન કુમતના અંધકારને નાશ કરનાર છે, એવા જિનેશ્વરોરૂપ સૂર્યને નમસ્કાર કરીને ટીકાકારશ્રી ઉપદેશમાલાની ટીકા રચવાની પ્રતિજ્ઞા કરે છે. વળી ટીકાકારશ્રી કહે છે કે પોતાને વાણી દેવીનો કંઈક પ્રસાદ પ્રાપ્ત થયો છે, તેથી હું ધૃષ્ટતાથી ટીકા રચવા માટે તત્પર થયો છું. વસ્તુતઃ ગંભીર એવા ઉપદેશમાલા ગ્રંથનું વિવરણ ક૨વા પોતે સમર્થ નથી; કેમ કે જડબુદ્ધિ છે, તોપણ પોતાનાથી મંદતર જીવોના બોધ માટે પોતે આ વિવરણ કરશે. આનાથી એ ફલિત થાય કે ઉપદેશમાલાના શબ્દોનો સામાન્ય અન્વય કરીને અર્થ કરવો એટલું જ ગ્રંથનું તાત્પર્ય નથી, પરંતુ પૂર્વ-અપરના પ્રતિસંધાનથી ગંભીર અર્થોના પરમાર્થને જાણવો એ ઉપદેશમાલાનું તાત્પર્ય છે અને ટીકાકારશ્રીને જણાય છે કે પોતે જે અર્થને જાણે છે, તેના કરતાં પણ પ્રસ્તુત ગ્રંથનો ઘણો ગંભીર અર્થ છે, ગ્રંથકારશ્રી પોતે જડબુદ્ધિ છે, તેથી પરિમિત ગ્રહણ કરી શકે છે, છતાં પોતાનાથી પણ મંદબુદ્ધિવાળા જીવોના ઉપકાર માટે પોતે વિવરણ કરવા તત્પર થયા છે. ટીકા ઃ अभिधेयादिशून्यत्वाद् अस्या विवरणकरणमनर्थकम् । इति चेत्, न, तत्सद्भावात्, तथाहिअस्यामुपदेशा अभिधेयाः, तदभिधानद्वारेण सत्त्वानुग्रहः कर्तुरनन्तरप्रयोजनम्, श्रोतुस्तदधिगमः, द्वयोरपि परमपदावाप्तिः परम्पराफलम्, सम्बन्धस्तूपायोपेयरूपः, तत्रोपेयं प्रकरणार्थपरिज्ञानम्, प्रकरणमुपायः, अतो युक्तमेतद् विवरणकरणमिति । तत्राऽऽद्यगाथया शिष्टसमयानुसरणार्थं भावमङ्गलमाह ટીકાર્ય ઃ अभिधेयादि. भावमङ्गलमाह - અભિધેયાદિ શૂન્યપણું હોવાથી આનું=ઉપદેશમાલાનું, વિવરણ કરવું અનર્થક છે, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે તેનો સદ્ભાવ હોવાથી એમ નથી=અભિધેયાદિ નથી એમ નથી, તે આ પ્રમાણે આમાં=ઉપદેશમાલામાં, ઉપદેશો અભિધેય છે, તેના અભિધાન દ્વારા=ઉપદેશના કથન દ્વારા, જીવોનો અનુગ્રહ કર્તાનું અનંતર પ્રયોજન છે, શ્રોતાનું પ્રયોજન તેનો અધિગમ છે, બન્નેનું પણ પરંપરાળ પરમપદની પ્રાપ્તિ છે, વળી સંબંધ ઉપાય=ઉપેયરૂપ છે, ત્યાં ઉપેય પ્રકરણઅર્થનું પરિજ્ઞાન છે, ઉપાય પ્રકરણ છે, આથી આ વિવરણનું કરણ યુક્ત છે, ત્યાં આદ્યગાથા વડે શિષ્ટ સમયના અનુસરણ માટે ભાવમંગલને કહે છે - Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | મંગલાચરણ, ગાથા-૧-૨ ભાવાર્થ :પ્રસ્તુત ગ્રંથમાં અભિધેયાદિ ચારેય છે તે બતાવતાં કહે છે – ઉપદેશમાળામાં મોક્ષને અનુકૂળ ઉચિત ઉપદેશ અભિધેય છે, તેથી તેના દ્વારા યોગ્ય જીવને ઉપદેશની પ્રાપ્તિ થાય તે કર્તાનું અનંતર પ્રયોજન છે અને કર્તાનું પરંપર પ્રયોજન મોક્ષફળ છે; કેમ કે જેમ ગ્રંથકર્તા ઉપદેશ દ્વારા શ્રોતાને ઉપકાર કરે છે તેમ ગ્રંથરચના દ્વારા તે ઉપદેશથી પોતાના આત્માને પણ ભાવિત કરીને પોતાના આત્મામાં વિશેષ-વિશેષતર યોગમાર્ગની નિષ્પત્તિ કરે છે, તેથી પરંપર પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ છે અને જો ઉપદેશક ગ્રંથરચના કરે તે વખતે તેમને ઉપદેશ સ્પર્શે નહિ, માત્ર બીજાના ઉપકાર માટે ગ્રંથરચના કરે તો પોતાને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય નહિ. વળી, શ્રોતા પણ જે તાત્પર્યથી ઉપદેશમાલાનું કથન છે તે તાત્પર્યથી યથાર્થ બોધ કરે તો તેને યથાર્થ બોધની પ્રાપ્તિરૂપ અનુગ્રહની પ્રાપ્તિ થાય અને તે બોધને સમ્યક્ પરિણમન પમાડીને આત્માને સંપન્ન કરે તો પરંપરાએ મોક્ષફળની પ્રાપ્તિ થાય, પરંતુ જે શ્રોતા પ્રસ્તુત ગ્રંથને શબ્દમાત્રથી ગ્રહણ કરીને સંતુષ્ટ છે, તે શ્રોતાને પ્રસ્તુત ગ્રંથથી યથાર્થ બોધ થાય નહિ અને પરંપરાએ મોક્ષફળની પ્રાપ્તિ થાય નહિ, માટે વિવેકીએ ગંભીરતાપૂર્વક પ્રસ્તુત ઉપદેશના અર્થને અવધારણ કરવા યત્ન કરવો જોઈએ. વળી પ્રસ્તુત ગ્રંથ યથાર્થબોધનો ઉપાય છે અને તેનાથી ઉપેય પ્રકરણાર્થનું પરિજ્ઞાન છે, તેથી ઉપાયઉપેયરૂપ પ્રસ્તુત ગ્રંથનો સંબંધ છે, તેથી જેઓ ગંભીરતાપૂર્વક ગ્રંથનું અધ્યયન કરે તે માટે પ્રસ્તુત ગ્રંથ ઉપાય બને છે, તેના દ્વારા તેઓને પ્રસ્તુત પ્રકરણના અર્થનો સમ્યગ્બોધ થાય છે અને તેવો બોધ કરાવવા માટે ટીકાકારશ્રીએ વિવરણ કર્યું છે તે યુક્ત છે. ગાથા : नमिऊण जिणवरिंदे, इंदनरिंदच्चिए तिलोअगुरू । उवएसमालमिणमो, वुच्छामि गुरूवएसेणं ।।१।। ગાથાર્થ : ઈન્દ્રો અને નરેન્દ્રોથી અર્ચિત, ત્રણ લોકના ગુરુ એવા જિનવરેન્દ્રોને નમસ્કાર કરીને ગુરુઉપદેશ દ્વારા ગુરુઉપદેશ અનુસાર, આ ઉપદેશમાલનેaઉપદેશમાલા ગ્રંથને, હું કહીશ. ll૧II નોંધઃ પ્રસ્તુત ગાથાની ટીકા હેયોપાદેયા ટીકામાં કરેલ નથી, પરંતુ દોઘટ્ટી ટીકા તથા રામવિજયજી મહારાજાની ટીકામાં આપેલી છે. અભ્યાસુઓને તે તે ટીકાઓ સાથે વાંચવામાં સરળતા રહે તે હેતુથી આ ગાથા અમે આપી છે. ગાથા - जगचूडामणिभूओ उसभी वीरो तिलोयसिरितिलओ । एगो लोगाइच्चो, एगो चक्खू तिहुयणस्स ।।२।। Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨ गाथार्थ: જગતના ચૂડામણિભૂત ઋષભદેવ છે, ત્રણ લોકની લક્ષ્મીના તિલક વીર ભગવાન છે, એક विमोव, तोऽना माहित्य छ, मे वीर भगवान, अ भुवनना यक्ष छ. ||२|| टीs: इयं हि भगवद्गुणोत्कीर्तनार्था तस्य च निर्जराहेतुतया तपोवद् मङ्गलता स्फुटैवेति । जगतःभुवनस्य, चूडामणिभूतो महानागस्य शिखारत्नवत् प्रधानो भूतशब्दस्योपमावाचित्वात् जगच्चूडामणिभूतः, अनेन लोकोत्तमत्वमाह - कोऽसौ वृषभः प्रथमतीर्थकरो वीरश्च । चशब्दस्य लुप्तनिर्दिष्टत्वादेवमुत्तरविशेषणेष्वपि योज्यम् । त्रिलोकश्रियः-जगत्त्रयकमलायास्तिलकः-विशेषकस्त्रिलोकश्रीतिलकः, अनेन भुवनभूषकत्वं कथयति । लोक्यत इति लोकः पञ्चास्तिकायात्मको गृह्यते, तस्यादित्यवदादित्यः केवलालोकेन प्रकाशकत्वात् एकःअद्वितीयः, द्रव्यादित्येन तत्प्रकाशायोगाद्, अनेन तु स्वार्थसम्पदं दर्शयति । त्रिभुवनस्य-लोकत्रयवासिविशिष्टामरनरतिर्यग्पस्य चक्षुरिव चक्षुर्यथावस्थितपदार्थविलोकनहेतुत्वात्, परार्थप्रयुक्तध्वनीनां सिंहो माणवक इति न्यायेन इवादिविरहेऽपि तदर्थगमनाद्, एकम्असहाय, द्रव्यलोचननिरीक्षिते बाधादर्शनात् । पुल्लिङ्गनिर्देशस्तु प्राकृतत्वाददुष्टः, अनेन परार्थसम्पत्तिमाचष्टे । अथवा वीरे भगवति जीवति सति गुणस्तुतिरियं प्रकरणकारेण काक्वा चक्रे । ऋषभो जगच्चूडामणिभूतोऽधुना मुक्तिपदस्थायितया चतुर्दशरज्ज्वात्मकलोकस्योपरिवर्तीत्यर्थः, वीरः पुनः प्रत्यक्षोपलक्ष्यमाणतया त्रिलोकश्रीतिलको भुवनलक्ष्मीमण्डनमिति भावः । तथाऽनयोर्मध्ये एक ऋषभो लोकादित्यो युगादौ प्रभात इव विवेकप्रतिबोधद्वारेण पदार्थोद्योतकत्वेन च निखिलव्यवहारकारणत्वात्, एकः पुनर्वीरश्चक्षुः त्रिभुवनस्य इदानीन्तनजन्तुचक्षुर्भूतागमार्थभाषकत्वादिति ।।२।। टीवार्थ: इयं हि ..... भाषकत्वादिति ।। माथा भगवान गुन Ganda अर्थवाणी भने dj= ભગવદ્ ગુણના ઉત્કીર્તનનું, નિર્જરહેતુપણું હોવાથી તપતી જેમ મંગલતા સ્પષ્ટ જ છે, જગતના= ભુવનના, ચૂડામણિભૂત મહાસાગના શિખારત્વની જેમ પ્રધાન જગતચૂડામણિભૂત છે, ભૂત શબ્દનું ઉપમાવાચિપણું હોવાથી પ્રધાન છે, આના દ્વારા=ઋષભદેવ ભગવાન જગતચૂડામણિ છે એમ કહ્યું એના દ્વારા, લોકોત્તમત્વને કહે છે, કોણ આ લોકોત્તમ છે ? એથી કહે છે – ઋષભદેવ=પ્રથમ તીર્થકર અને વીર જગતચૂડામણિભૂત છે એમ અવય છે; કેમ કે શબ્દનું લુપ્ત નિર્દિષ્ટપણું छ वीरो पछी च अध्यार छ, में शत 6dai विशेषuwi uglodsj, laals लक्ष्मीना જગત્રય કમલાના, તિલક=વિશેષક ત્રિલોક શ્રીતિલક છે, આના દ્વારા ભુવનના ભૂષકપણાને કહે છે, લોક શબ્દની વ્યુત્પત્તિ કરાય છે – Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨ પ્રકાશ કરાય છે એ લોક પંચાસ્તિકાયાત્મક ગ્રહણ કરાય છે, સૂર્યની જેમ આદિત્ય ભગવાન છે; કેમ કે તેનું=પંચાસ્તિકાયાત્મક લોકનું કેવલાલોક વડે પ્રકાશકપણું છે, એક=અદ્વિતીય=લોક આદિત્ય અદ્વિતીય છે એમ અન્વય છે; કેમ કે દ્રવ્ય આદિત્યથી તેના પ્રકાશનનો અયોગ છે=વીર ભગવાન અને ઋષભદેવ અદ્વિતીય લોક આદિત્ય છે; કેમ કે દ્રવ્ય એવા સૂર્ય વડે પંચાસ્તિકાયાત્મક લોકના પ્રકાશકત્વનો અયોગ છે, આના દ્વારા=લોક આદિત્ય એ વિશેષણ દ્વારા, વળી સ્વાર્થ સંપદાને બતાવે છે=ભગવાન ઋષભદેવ વીર ભગવાન પોતાના પ્રયોજનને કરવાની સંપદાવાળા છે તેને બતાવે છે, ત્રિભુવનના=ત્રણ લોકમાં વસનારા વિશિષ્ટ અમર-તર-તિર્યંચરૂપ ત્રણ ભુવનના, ચક્ષુની જેમ ચક્ષુ છે; કેમ કે યથાવસ્થિત પદાર્થના વિલોકનનું હેતુપણું છે=ત્રણ લોકવર્તી જીવો ભગવાનરૂપ વસ્તુથી યથાવસ્થિત પદાર્થનું વિલોકન કરી શકે છે. માટે ભગવાન ત્રણ ભુવનના ચક્ષુ જેવા ચક્ષુ છે, વનો પ્રયોગ ગાથામાં નથી, છતાં કેમ કર્યો ? એમાં હેતુ કહે છે ૫૨ અર્થમાં પ્રયુક્ત ધ્વનિઓનું= બીજાના અર્થને કહેનારા શબ્દોનું ‘માણવક સિંહ છે' એ ન્યાયથી વ આદિ પ્રયોગના અભાવમાં પણ તદ્ અર્થનો અવગમ થાય અર્થાત્ વ આદિના અર્થનો બોધ થાય છે, એક=અસહાય ચક્ષુ છે=ભગવાન ત્રણ ભુવનના અસહાય ચક્ષુ છે; કેમ કે દ્રવ્યલોચનથી નિરીક્ષિત પદાર્થમાં બાધાનું દર્શન છે અર્થાત્ છદ્મસ્થ દ્રવ્ય ચક્ષુથી જુએ તો વિપરીત બોધ થાય, પરંતુ ભગવાનરૂપી ચક્ષુથી જુએ તો યથાર્થ બોધ થાય, તેથી ભગવાન દ્રવ્ય ચક્ષુની સહાય વગર સ્વાભાવિક ત્રણ ભુવનના લોકના ચક્ષુ છે; કેમ કે ભગવાનરૂપી ચક્ષુથી દરેક જીવોને યથાર્થ બોધ થાય છે, વળી પુલ્લિંગ નિર્દેશ પ્રાકૃતપણાને કારણે અદુષ્ટ છે=ટીકામાં ત્રિભુવનના ચક્ષુ એક છે એમ બતાવવા નપુંસકલિંગમાં એકનો પ્રયોગ કર્યો છે, જ્યારે ગાથામાં ત્તે કરેલ છે, એ પુલ્લિંગનો નિર્દેશ પ્રાકૃતપણાને કારણે છે માટે દોષ નથી=ઋષભદેવ અને વીર ભગવાન ત્રણ ભુવનના ચક્ષુ છે એના દ્વારા, પરાર્થ સંપત્તિને કહે છે=ત્રણ ભુવનના યોગ્ય જીવોનો ઉપકાર કરવાની સંપત્તિને કહે છે. - પ અથવા વીર ભગવાન જીવિત હોતે છતે આ ગુણસ્તુતિ પ્રકરણકારથી કાક્વા કરાઈ છે, ઋષભદેવ જગતચૂડામણિ છે; કેમ કે હમણાં મુક્તિપદસ્થાયીપણાને કારણે ચૌદ રજ્વાત્મક લોકના ઉપરવર્તી છે, વળી વીર પ્રત્યક્ષ ઉપલક્ષ્યમાણપણું હોવાને કારણે ત્રણલોકની લક્ષ્મીના તિલક છે=ભુવનલક્ષ્મીના મંડન છે, એ પ્રકારનો ભાવ છે અને આ બેમાં એક ઋષભ લોકના આદિત્ય છે; કેમ કે યુગની આદિમાં પ્રભાતની જેમ વિવેકના પ્રતિબોધ દ્વારા અને પદાર્થના ઉદ્યોતકપણાથી નિખિલ વ્યવહારનું કારણપણું છે, વળી એક વીર ત્રણ ભુવનના ચક્ષુ છે; કેમ કે હમણાંના લોકોને ચક્ષુભૂત આગમાર્થનું ભાષકપણું છે. ૨ા ભાવાર્થ : પ્રસ્તુત ગાથાનો અર્થ ટીકાકારશ્રી બે પ્રકારે કરે છે વીર ભગવાન અને ઋષભદેવ ભગવાન જગતના ચૂડામણિભૂત છે, ત્રણ લોકની લક્ષ્મીના તિલકભૂત Page #25 -------------------------------------------------------------------------- ________________ પદેશમાલા ભાગ-૧ | ગાથા-૨-૩ છે, અદ્વિતીય લોક આદિત્ય છે અને ત્રણ ભુવનના એક અસહાય, ચહ્યું છે. એથી આ સર્વ વિશેષણ ઋષભદેવ અને વીર ભગવાનમાં યોજન કરેલ છે, તેના દ્વારા તીર્થકરોનું વાસ્તવિક સ્વરૂપ બતાવેલ છે; કેમ કે જગતચૂડામણિ કહેવાથી ભગવાન લોકોત્તમ પુરુષ છે, તેવો બોધ થાય છે, ત્રણ લોકની લક્ષ્મીના તિલક છે તેમ કહેવાથી ત્રણ ભુવનના ભૂષણ જેવા છે; કેમ કે ભગવાનથી આ ત્રણ લોક શોભાયમાન છે. વળી બન્ને તીર્થંકરો લોકના અદ્વિતીય આદિત્ય છે તેમ કહેવાથી ભગવાન પંચાસ્તિકાયાત્મક પૂર્ણ લોકનું પ્રકાશન કરે છે, તેથી દ્રવ્ય સૂર્ય કરતાં અદ્વિતીય સૂર્ય છે અને તેના દ્વારા ભગવાન કેવલજ્ઞાનરૂપી પોતાની સંપદાવાળા છે, તેનો બોધ થાય છે. વળી ભગવાન ત્રણ ભુવનના અસહાય ચક્ષુ છે તેમ કહેવાથી ત્રણ લોકમાં વર્તતા યોગ્ય જીવોને દ્રવ્યચક્ષુની સહાય વગર પદાર્થનું યથાર્થ સ્વરૂપ બતાવનારા છે એવો બોધ થાય છે, તેથી ભગવાન જગતના યોગ્ય જીવો માટે મહાન ઉપકારક છે તેવો બોધ થાય છે. વળી બીજા પ્રકારે અર્થ કરતાં કહે છે – ઋષભદેવ ભગવાન જગતના ચૂડામણિ છે અને વિર ભગવાન ત્રણ લોકની શ્રીના તિલક છે; કેમ કે ઋષભદેવ ભગવાન મોક્ષમાં રહેલા છે. તેથી જગતચૂડામણિ છે અને વીર ભગવાન ગ્રંથરચના કરનારને પ્રત્યક્ષ દેખાતા હોવાને કારણે ત્રણ લોકની લક્ષ્મીના તિલક જેવા દેખાય છે; કેમ કે વર્તમાનકાળમાં ત્રણ લોકમાં ભગવાન જ લોકોત્તમ પુરુષ છે. વળી ગાથાના ઉત્તરાર્ધ પ્રમાણે ઋષભદેવ લોકના આદિત્ય છે, જેમ સૂર્ય પ્રભાત કરે છે ત્યારે લોકો જાગે છે, તેમ ઋષભદેવ ભગવાને મોક્ષમાર્ગ બતાવીને યોગ્ય જીવોને જાગૃત કર્યા અને જેમ સૂર્યનો ઉદય થાય ત્યારે પદાર્થો ચક્ષુથી દેખાય છે, તેમ ઋષભદેવ ભગવાને રાજ્યવ્યવસ્થાદિ નિખિલ વ્યવહાર બતાવ્યા, તેથી એક ઋષભદેવ લોકના આદિત્ય છે. વળી વિર ભગવાન એક ત્રણ ભુવનના ચક્ષુ છે; કેમ કે ગ્રંથકારશ્રીના કાળમાં વીર ભગવાન વિદ્યમાન હતા અને તે વખતે વર્તતા જીવોના ચભૂત આગમાર્થનું કથન વીર ભગવાને કર્યું, તેથી ભગવાન ત્રણ ભુવનના ચહ્યું છે. શા અવતરણિકા - अधुनैतदुद्देशेनैव तपः कर्मोपदेशमाहઅવતરણિકાર્ય - હવે આમના ઉદેશથી જ ઋષભદેવ અને વીર ભગવાનના ઉદેશથી, તપકર્મના ઉપદેશને કહે Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩ ગાથા : संवच्छरमुसभजिणो छम्मासा वद्धमाणजिणचंदो । इय विहरिया निरसणा, जएज्ज एओवमाणेण ।।३।। ગાથાર્થ - એક સંવચ્છર ઋષભજિન, છ માસ વર્ધમાન જિનચંદ્ર એ રીતે નિરાશન=આહાર વિના, વિહર્યા, એ ઉપમાન દ્વારા યત્ન કરવો જોઈએ તપકર્મમાં યત્ન કરવો જોઈએ. ll3II. ટીકા : संवत्सरं-वर्षम् ऋषभजिनः-प्रथमतीर्थकरः, षड्मासान् वर्द्धमानजिनचन्द्रः-वर्द्धमानाभिधानप्रधानत्वात् श्रुतादिजिननक्षत्रराज इत्यर्थः इत्येवमेतौ विहतावुपसर्गपरीषहसहनार्थं पर्यटितौ निरशनौ-निर्भोजनौ उपोषितौ इति स्वरूपं निवेद्य शिष्यं प्रत्याह-'यतेत' तपःकर्मणि यत्नं कुर्याद् भवान्, 'एतदुपमानेन' ऋषभवर्द्धमानोपमयेत्यर्थः । तथाविधशक्तिविकलत्वादशक्यानुष्ठानोऽयमुपदेश ? इति चेत्, नैतदस्ति, इदं हि तात्पर्यम्-यदि तावद् भगवन्तौ चरमदेहत्वाद्यथाकथञ्चिन्मुक्तिगामिनावप्येवं विहृतौ अतोऽन्येन संदिग्धमुक्तिगमनेनैकान्तिकमुक्तिकारणे तदुक्ततपः-कर्मणि यथाशक्ति सुतरामादरो विधेयः, भगवद्भ्यां स्वयमाचरणेन दर्शितत्वादिति एतत्कथानके प्रसिद्धत्वान कथिते ।।३।। ટીકાર્ય : સંવત્સર ... તે સંવત્સર=એક વર્ષ, ઋષભજિત, છ માસ વર્ધમાન જિનચંદ્ર શ્રી વર્ધમાન નામનું પ્રધાનપણું હોવાને કારણે શ્રેતાદિજિનરૂપ નક્ષત્રના રાજા જિતચંદ્ર છે. આ રીતે આ બન્ને વિહર્યા, ઉપસર્ગ-પરિષદને સહેવા માટે નિરસન=ભોજન રહિત, ઉપવાસવાળા બન્નેએ પર્યટન કર્યું, આ પ્રકારે સ્વરૂપનું નિવેદન કરીએ=વીર ભગવાન અને ઋષભદેવના સ્વરૂપનું નિવેદન કરીને, શિષ્ય પ્રત્યે કહે છે – આમતા ઉપમાનથી ઋષભદેવ અને વર્ધમાનસ્વામીના ઉપમાનથી, યત્ન કરવો જોઈએ તમારે તપકર્મમાં યત્ન કરવો જોઈએ, તેવા પ્રકારની શક્તિ વિકલપણું હોવાથીeતીર્થંકર તુલ્ય શક્તિનું વિકલપણું હોવાથી, અશક્ય અનુષ્ઠાનવાળો આ ઉપદેશ છે, એ પ્રમાણે કોઈ કહે તો કહે છે – આ નથી=અશક્ય અનુષ્ઠાનવાળો ઉપદેશ નથી, હિં=જે કારણથી, અહીં પ્રસ્તુત ઉપદેશમાં, આ તાત્પર્ય છે – જો બન્ને ભગવાન ચરમદેહપણું હોવાને કારણે કોઈક રીતે મુક્તિગામી હતા છતાં પણ આ પ્રમાણે વિહર્યા=બન્ને તીર્થકરો તપ કરીને વિહર્યા, આથી સંદિગ્ધ મુક્તિગમતવાળા અવ્ય વડે એકાંતિક મુક્તિનું કારણ એવા તેમનાથી કહેવાયેલા તપકર્મમાં યથાશક્તિ અત્યંત આદર કરવો જોઈએ; કેમ કે બન્ને તીર્થંકરો વડે સ્વયં આચરવાથી દર્શિતપણું છે, આમનાં કથાનકો=બન્ને તીર્થકરોનાં કથાનકો પ્રસિદ્ધ હોવાના કારણે કહેવાયાં નથી. ૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩-૪ ભાવાર્થ : ઋષભ ભગવાન એક વર્ષ સુધી આહાર વગર વિચર્યા, તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાન ભિક્ષા માટે જતા હતા, પરંતુ નિર્દોષ ભિક્ષાની અપ્રાપ્તિને કારણે અદીનભાવથી તપની વૃદ્ધિ કરીને ભગવાન એક વર્ષ આહાર વગર વિચર્યા. વળી, વર્ધમાનસ્વામી અભિગ્રહ કરીને છ મહિના સુધી આહાર વગર વિચર્યા. એથી તદ્ભવ મોક્ષગામી પણ તીર્થકરો સંયમની વૃદ્ધિ માટે આ રીતે તપમાં ઉદ્યમ કરે છે, તો એકાંતે મુક્તિના કારણભૂત તપમાં વિવેકી સાધુએ શક્તિના પ્રકર્ષથી તે રીતે યત્ન કરવો જોઈએ, જેથી અન્ય બલવાન યોગોનો નાશ ન થાય અને શુદ્ધ ભિક્ષા મળશે તો હું સંયમની વૃદ્ધિ કરીશ, નહિ મળે તો તપની વૃદ્ધિ કરીશ, એ પ્રકારના વિશુદ્ધ આશયપૂર્વક સમભાવની વૃદ્ધિ થાય તે પ્રકારે શક્તિના પ્રકર્ષથી તપમાં યત્ન કરવો જોઈએ, એ પ્રકારનો ઉપદેશ શિષ્યને પ્રસ્તુત ગાથાથી આપે છે. III અવતરણિકા : न केवलं तपः कर्म, क्षमाऽपि भगवच्चरितमाकलय्य कर्तव्येत्याहઅવતરણિકાર્ય : કેવલ તપકર્મ નહિ, ભગવાનના ચરિત્રને જાણીને ક્ષમા પણ કરવી જોઈએ, એથી કહે છે – ગાથા : जइ ता तिलोगनाहो, विसहइ बहुयाइं असरिसजणस्स । इय जीयंतकराई, एस खमा सव्वसाहूणं ।।४।। ગાથાર્થ : જો ત્રણ લોકના નાથ આ પ્રકારે અસદેશજનની જીવિતના અંતને કરનારી ઘણા પ્રકારની કદર્થનાઓને સહન કરે છે, સર્વ સાધુઓની આ ક્ષમા છે અર્થાત્ એ ક્ષમા સર્વ સાધુઓએ કરવી જોઈએ. ll૪ll. ટીકા : तत्र भगवानृषभो निरुपसर्ग विहतः, अतो न तदद्वारेणोपदेशः, वीरेण पुनर्भगवता विहरता जन्मान्तरजनितकर्मशेषोपढौकितैरमरनरपशुभिर्विहितानि प्राकृतजनदुर्विषहाणि जीवितान्तकारीणि कदर्थनानि तितिक्षितानि ततश्च यदि तावत्, यदीत्यभ्युपगमे, तावदिति क्रमार्थः, अभ्युपगतोऽयं क्रमः, त्रिलोकनाथो भुवनत्रयभर्ता विषहते क्षमते बहूनि नानारूपाणि असदृशजनस्य, नीचतयात्मनोऽतुल्यलोकस्य सम्बन्धिनीत्यर्थः । असदृशग्रहणं च नीचजनविहितकदर्थनाया दुर्विषहत्वज्ञापनार्थम् । जीवनं जीवः प्राणधारणं, तस्य अन्तो विनाशः, तत्करणशीलानि जीवितान्तकराणि दुष्टचेष्टितानीति Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪-૫ गम्यते । इतिशब्देनोपसर्गकालभाविनं प्राणप्रहाणकरणदक्षं सङ्गमकचक्रमोक्षादिकं प्रकारं द्योतयति, विनेयमधिकृत्याह-एषाऽनन्तरोदितैवंरूपा प्राणच्यावनप्रवृत्तेऽपि परे माध्यस्थ्यकरणलक्षणा क्षमा क्षांतिः सर्वसाधूनां समस्तयतीनां भगवदनुष्ठानं हृदि० निधाय सर्वसाधुभिरेवं प्राकृतजनविहितमपि तर्जनताडनादिकं क्षन्तव्यमिति भावः ।।४।। ટીકાર્ય ઃ तत्र ભાવઃ ।। ત્યાં=વીર અને ઋષભદેવ ભગવાનમાં, ભગવાન ઋષભદેવ ઉપસર્ગ વગર વિચર્યા, આથી તેમના દ્વારા ઉપદેશ નથી, વળી વિહરતા એવા વીર ભગવાન વડે જન્માંતરમાં બાંધેલા કર્મશેષથી પ્રગટ થયેલી અમર-મનુષ્ય અને પશુઓ વડે કરાયેલી સામાન્ય લોકથી સહન ન થઈ શકે એવી જીવિતના અંતને કરનારી કદર્થનાઓને સહન કરાઈ અને તેથી વ અણુપગમમાં છે, તાવત્ એ ક્રમ અર્થવાળો છે, એથી અભ્યુપગત આ ક્રમવાળા ત્રિલોકનાથ અસદ્દેશ જનની નાના પ્રકારની કદર્થનાને સહન કરે છે, નીચપણાને કારણે પોતાનાથી અતુલ્ય લોકની સંબંધી નાના રૂપવાળી કદર્થનાઓને સહન કરે છે, સર્વ સાધુઓએ ક્ષમા કરવી જોઈએ, એમ આગળ અન્વય છે, અસદૅશનું ગ્રહણ નીચજનથી કરાયેલી કદર્થનાના દુઃસહપણાને જણાવવા માટે છે, જીવન જીવ છે=પ્રાણધારણ છે, તેનો અંત=વિનાશ, તેને કરવાના સ્વભાવવાળા એવા જીવિતના અંતને કરનારાં દુષ્ટ ચેષ્ટિતો ભગવાને સહન કર્યાં એમ અન્વય છે, રૂતિ શબ્દથી ઉપસર્ગકાલભાવિ પ્રાણનો નાશ કરવામાં દક્ષ સંગમના ચક્રને મૂકવા આદિ પ્રકારને ઘોતન કરે છે, વિનેયને આશ્રયીને કહે છે આ=અનંતરમાં કહેવાયેલી, આવા સ્વરૂપવાળી પ્રાણનો નાશ કરવામાં પ્રવૃત્ત એવા પણ પરમાં માધ્યસ્થ્ય કરવારૂપ ક્ષમા=ક્ષાન્તિ, સર્વ સાધુઓને=સમસ્ત યતિઓને, ભગવાનના અનુષ્ઠાનને હૃદયમાં સ્થાપન કરીને સર્વ સાધુઓએ આ રીતે પ્રાકૃત જનથી કરાયેલું પણ તર્જન-તાડનાદિક સહન કરવું જોઈએ, એ પ્રકારે ભાવ છે. ।।૪।। ..... G અવતરણિકાર્ય : શિષ્યોને બોધ કરાવવા માટે ઉપસર્ગની પ્રાપ્તિમાં ભગવાનની નિપ્રકંપતાને કહે છે - ભાવાર્થ: જો ત્રણ લોકના નાથ એવા વીર ભગવાન તુચ્છ લોકોના પરિષહોને સહન કરે છે, તો તેમનું અવલંબન લઈને સુસાધુએ પણ મધ્યસ્થ ભાવના પ્રગટ કરવા માટે પોતાની શક્તિ અનુસાર ક્ષમાનું અવલંબન લેવું જોઈએ, પરંતુ પ્રતિકૂળ ભાવોને કે ગૃહસ્થોનું અનુચિત વર્તન જોઈને કુપિત થવું જોઈએ નહિ. II૪॥ અવતરણિકા : उपसर्गोपस्थाने भगवन्निष्प्रकम्पतां विनेयशिक्षणार्थमाह Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૫ ગાથા : न चइज्जइ चालेलं, महइ महावद्धमाणजिणचंदो । उवसग्गसहस्सेहि वि, मेरू जहा वायगुंजाहिं ।।५।। ગાથાર્થ : જે પ્રમાણે મોટા વાયુના ગુંજારવ વડે મેરુપર્વતને ચલાયમાન કરવો શક્ય નથી, તે પ્રમાણે હજારો ઉપસર્ગો વડે પણ મોક્ષમાં કૃત મતિવાળા મહાન વર્ધમાન જિનચંદ્ર ચલાયમાન કરવા માટે=ધ્યાનથી ચલાયમાન કરવા માટે, શક્ય નથી. આપણે ટીકા : न शक्यते चालयितुं कम्पयितुं ध्यानाच्च्यावयितुं महति प्रक्रमान्मोक्षे कृतमतिरिति वाक्यशेषः, महावर्द्धमानजिनचंद्र इति पूर्ववत् केवलं महांश्चासौ वर्धमानजिनचन्द्रश्चेति समासः कैरित्याहउपसर्गसहस्ररपि उपसृज्यते सन्मार्गात्प्रेर्यते एभिरित्युपसर्गाः कदर्थनानि तेषां सहस्राणि तैरपि । किंवदित्याह-मेरुः शैलराजो यथा वायुगुञ्जाभिः सशब्दप्रबलवातोत्कलिकाभिरिति ।।५।। ટીકાર્ય : શવને ... મિિિત્ત | ધ્યાનથી ચલાયમાન કરવા માટે કંપન કરવા માટે=ચ્યવન કરવા માટે, શક્ય નથી, કોને ચલાયમાન કરવું શક્ય નથી ? એથી કહે છે – મહાતમાં=પ્રક્રમથી મોક્ષમાં, કરાઈ છે મતિ જેમના વડે એવા મહાન વર્ધમાન જિનચંદ્રને ચલાયમાન કરવા શક્ય નથી, મહાન વર્ધમાન જિનચંદ્રનો અર્થ ગાથા-૨ની જેમ છે, ફક્ત ગાથારમાં વર્ધમાન જિનચંદ્ર છે અને અહીં મહાન વિશેષ છે, એથી મહાન એવા વર્ધમાન જિનચંદ્ર એ પ્રમાણે સમાસ છે, કોના વડે ચલાયમાન કરવા સમર્થ નથી ? એથી કહે છે – હજારો ઉપસર્ગોથી પણ ચલાયમાન કરવા સમર્થ નથી, ઉપસર્જન કરાય છે=સન્માર્ગથી એમના વડે પાત કરાય છે, તે ઉપસર્ગો-કદર્થનાઓ તેઓના હજારો તેઓ વડે પણ ભગવાન ચલાયમાન કરવા શક્ય નથી, કોની જેમ ? એથી કહે છે – જે પ્રમાણે વાયુના ગુંજારવથી શબ્દવાળા પ્રબળ વાયુની ઉત્કલિકા વડે શૈલરાજ ચલાયમાન કરવો શક્ય નથી. hપા ભાવાર્થ : વીર ભગવાને સંયમ ગ્રહણ કર્યા પછી મુક્ત અવસ્થામાં મતિને સ્થિર કરેલી અને સિદ્ધ અવસ્થાના ધ્યાનમાં તે પ્રકારે લીન હતા કે તે ધ્યાનમાંથી તેઓને ચલાયમાન કરવા માટે હજારો ઉપસર્ગો પણ સમર્થ ન હતા, જેમ મોટા ઉલ્કાપાતવાળા વાયુથી પણ મેરુ કંપાયમાન થતો નથી, આ પ્રકારે વિર ભગવાનનું Page #30 -------------------------------------------------------------------------- ________________ Guहेशभाला भाग-१ / गाथा-4-9 ૧૧ દૃષ્ટાંત લઈને સુસાધુએ અને વિવેકી શ્રાવકે પણ સ્વશક્તિ અનુસાર મુક્ત અવસ્થાના ધ્યાનમાં તે રીતે સ્થિર યત્ન કરવો જોઈએ, જેથી તુચ્છ નિમિત્તોથી તેમનું ચિત્ત ચલાયમાન ન થાય. IIIા अवतरशिSI : अधुना गणधरोदेशेन विनयोपदेशमाह अवतरशिद्धार्थ : હવે ગણધરના ઉદ્દેશથી શિષ્યોને ઉપદેશ કહે છે गाथा : भद्दो विणीयविणओ, पढमगणहरो समत्तसुयनाणी । जाणतो वि तमत्थं, विम्हियाहियओ सुणइ सव्वं ।। ६ ।। गाथार्थ : ભદ્ર વિનીત વિનયવાળા સમાપ્ત શ્રુતજ્ઞાની પ્રથમ ગણધર તે અર્થને જાણતા પણ વિસ્મિત हृध्यवाला थयेला सर्वने = भगवाननां सर्व वयनोने, सांजे छे. ॥५॥ टीडा : भद्रः कल्याणः सुखञ्च तत्स्वरूपत्वात्तद्धेतुत्वाद्वा, विनीयते कर्माऽनेनेति विनयः, विशेषेण नीतः प्राप्तो विनयो येन स विनीतविनयः, कोऽसौ ? प्रथमगणधरोऽर्हदाद्यशिष्यः, किंभूतः ? समाप्तं निष्ठां गतं श्रुतज्ञानं यस्य स समाप्तश्रुतज्ञानी, सर्वधनादेराकृतिगणत्वादिन्समासान्तः । अतः श्रुतकेवलित्वाज्जानन्नप्यवबुध्यमानोऽपि शेषजनबोधनार्थं प्रथमं पृच्छति, पश्चाद्भगवता कथ्यमानं तमिति प्राक्पृष्टमर्थं तच्छब्दस्य प्रक्रान्तपरामर्शित्वात्प्राक्पृच्छा गम्यते, विस्मितं सकौतुकं, हृदयं चित्तं, रोमाञ्चोत्फुल्ललोचनता मुखप्रसादादीनां बहिस्तत्कार्याणां दर्शनात् यस्याऽसौ विस्मितहृदयः शृणोति आकर्णयति सर्वं निःशेषं तमर्थमिति । तदिदं गणधरचेष्टितमनुस्मृत्य तथैव गुरोर्वचः श्रोतव्यमिति भावः ।।६।। टीडार्थ : भद्रः कल्याण: भावः ।। लट्र=ऽल्याग, जने सुज, तेनुं स्वउपपासुं होवाथी अथवा तेनुं હેતુપણું હોવાથી=સુખનું હેતુપણું હોવાથી. કર્મ આના દ્વારા દૂર થાય તે વિનય, વિશેષથી પ્રાપ્ત કરાયો છે વિનય જેના વડે તે વિનીત વિનયવાળા કોણ આ છે ? એથી કહે છે પ્રથમ ગણધર= અરિહંતના પ્રથમ શિષ્ય, કેવા પ્રકારના છે ? એથી કહે છે - समाप्त=निष्ठाने पाभेल, छे श्रुतज्ञान જેમને તે સમાપ્ત શ્રુતજ્ઞાની. - Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૬-૭ સમાપ્ત શ્રુતજ્ઞાની શબ્દમાં શ્રુતજ્ઞાનને રૂ પ્રત્યય કેમ લાગ્યો છે ? તે સ્પષ્ટ કરે છે – સર્વ ધનાદિનું આકૃતિ ગણપણું હોવાથી રૂ પ્રત્યયવાળો સમાસ અંત છે, આથી શ્રુતકેવલીપણું હોવાને કારણે જાણતા પણ=અવબોધવાળા પણ, શેષ લોકોને બોધ પમાડવા માટે પ્રથમ પૂછે છે=પ્રથમ ગણધર ભગવાનને પૂછે છે, પાછળથી ભગવાન વડે કહેવાતા તે=પૂર્વમાં પુછાયેલા અર્થને વિસ્મિત હૃદયવાળા સાંભળે છે એમ અવય છે, તમ્ શબ્દનો અર્થ પૂર્વમાં પુછાયેલો પ્રશ્ન કેમ કર્યો તે સ્પષ્ટ કરે છે – તત્ શબ્દનું પ્રક્રાંતનું પરામશિપણું હોવાથી પૂર્વની પૃચ્છા જણાય છે તમ્ શબ્દથી જણાય છે, વિસ્મિત=કૌતુકવાળું, હદયવંચિત છે જેને તે વિસ્મિત હદયવાળા સાંભળે છે=સર્વ વિશેષ તે અર્થને સાંભળે છે, વિસ્મિત હૃદય કેમ છે ? તેમાં હેતુ કહે છે – રોમાંચ-ઉદ્ભુલ્લ લોચતતા-મુખની પ્રસન્નતા આદિ બહારનાં તે કાર્યોનું દર્શન છે, તે આ ગણધરના ચેષ્ટિતનું અનુસરણ કરીને તે પ્રમાણે જ ગુરુનું વચન સાંભળવું જોઈએ, એ પ્રકારનો ભાવ છે. III ભાવાર્થ : તીર્થકરોના પ્રથમ ગણધરો ભદ્ર હોય છે, વિનીત વિનયવાળા હોય છે અને સંપૂર્ણ દ્વાદશાંગીને જાણનારા હોય છે, તેથી તે અર્થને સ્વયં જાણતા હોવા છતાં પર્ષદામાં યોગ્ય જીવોના ઉપકાર માટે પૃચ્છા કરે છે, તે પૃચ્છા કર્યા પછી ભગવાનના વચનથી જાણે અપૂર્વ અર્થ પ્રાપ્ત ન થયો હોય એ રીતે વિસ્મિત હૃદયવાળા થઈ સર્વ સાંભળે છે, તેથી ગણધરોનું દૃષ્ટાંત ગ્રહણ કરીને વિવેકી સાધુ અને શ્રાવકે ગુરુનું વચન પણ તે રીતે સાંભળવું જોઈએ. તે ગુરુનું વચન સર્વજ્ઞના વચનનું અનુપાતિ હોય એ રીતે જ ગુણવાન ગુરુનાં વચનોને તે પ્રકારે સાંભળવાં જોઈએ, અન્યથા નામમાત્રથી જે તે ગુરુના વચનને તે રીતે સાંભળવાથી મિથ્યાવચનમાં પણ અનુમોદના દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય. IIકા અવતરણિકા: इदमेव लौकिकदृष्टान्तेनाहઅવતરણિતાર્થ - આને જ લૌકિક દગંતથી કહે છે – ગાથા : जं आणवेइ राया, पगइओ तं सिरेण इच्छंति । इय गुरुजणमुहभणियं, कयंजलिउडेहि सोयव्वं ।।७।। Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ / ગાથા-૭-૮ ગાથાર્થ ઃ જેને રાજા આદેશ કરે છે, તેને=રાજાના વચનને, પ્રકૃતિ=લોકો, મસ્તક દ્વારા ઇચ્છે છે=ગ્રહણ કરે છે, એ પ્રમાણે ગુરુજનના મુખથી કહેવાયેલું કરાયેલા અંજલીપુટ વડે સાંભળવું જોઈએ. II9II ટીકા ઃ यदाज्ञापयति आदिशति राजा प्रभुः, प्रकृतयः पौराद्या लोकास्तदादिष्टं शिरसा उत्तमाङ्गेनेच्छन्ति साभिलाषं गृह्णन्ति इत्यर्थः इत्यनेनैव क्रमेण, इतिशब्दस्य इयाऽऽदेशः प्राकृतलक्षणत्वात्, गृणाति शास्त्रार्थमिति गुरुः, स चासो जनश्च, तस्य मुखं तेन भणितं यद्वा तम्मुखेन तद्द्वारेणान्येन भणितमुक्तं यथा गुरुजनेनेदमादिष्टमिति तत्कृताञ्जलिपुटैर्भक्त्यतिरेकात् विहितकरमुकुलैः श्रोतव्यमाकर्णनीयमिति ॥ ७ ॥ ૧૩ ટીકાર્ય ઃ यदाज्ञापयति ર્નનીમિતિ।। જેને રાજા આજ્ઞા કરે છે=આદેશ કરે છે, તેને=તદ્ આદિષ્ટને, પ્રકૃતિ=લોકો, મસ્તક વડે ઇચ્છે છે=અભિલાષા સહિત ગ્રહણ કરે છે, આ જ ક્રમથી ગુરુમુખથી સાંભળવું જોઈએ એમ અન્વય છે, રૂતિ શબ્દનો પ્રાકૃત લક્ષણથી રૂવ આદેશ છે, શાસ્ત્રતત્ત્વને જે કહે તે ગુરુ, તે એવા આ જન તે ગુરુજન, તેમનું મુખ, તેનાથી કહેવાયેલું અથવા તેના મુખથી તેના દ્વારા અન્ય વડે કહેવાયેલું=જે પ્રમાણે ગુરુજન વડે આ પ્રમાણે આદિષ્ટ છે એ પ્રમાણે કહેવાયેલું, કરાયેલા અંજલીપુટ વડે=ભક્તિના અતિરેકથી કરાયેલા હાથમુકુલ વડે, તેને સાંભળવું જોઈએ=હાથ જોડીને તેને સાંભળવું જોઈએ. ।।૭।। ..... ભાવાર્થ : શાસ્ત્રના અર્થને જે કરે તે ગુરુ એ વ્યુત્પત્તિ અનુસાર સર્વજ્ઞના વચનને જે ગુરુ યથાર્થ કહેતા હોય તેવા ગુરુ પાસેથી કઈ રીતે શાસ્ત્રોના અર્થો સાંભળવા જોઈએ અથવા તેવા ગુરુથી આદિષ્ટ અર્થ બીજા વડે કહેવાયેલ કઈ રીતે સાંભળવા જોઈએ, જેથી ગુરુ પ્રત્યેનો બહુમાનનો ભાવ વૃદ્ધિ પામે તે પ્રકારની વિનયની પરિણતિ ઉલ્લસિત થાય તે બતાવવા માટે કહે છે, જેમ રાજા આજ્ઞા કરે ત્યારે લોકો મસ્તક નમાવીને તેમની આજ્ઞા ગ્રહણ કરે છે, એ પ્રમાણે ગુરુમુખથી કહેવાયેલાં શાસ્ત્રવચનોને વિનયની વૃદ્ધિ થાય તે માટે બે હાથને જોડીને સાંભળવાં જોઈએ, જેથી ગુણવાન ગુરુ પ્રત્યે અને તેમનામાં વર્તતા શ્રુત પ્રત્યે વિનયનો પરિણામ અતિશય થાય અને તે શ્રુત સમ્યક્ પરિણમન પામે. IIII અવતરણિકા : किमर्थमेवं गुरुवचः श्रूयते ? इति यो मन्यते तं प्रति तत्प्राधान्यमाह - Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અવતરણિકાર્ય : કયા પ્રયોજનથી આ પ્રકારે ગુરુવચન સંભળાય છે. એ પ્રમાણે જે માને છે=વિચારે છે, તેના પ્રત્યે તેના પ્રાધાન્યનેગુરુના પ્રાધાન્યને, કહે છે ગાથા : ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮ - जह सुरगणाण इंदो, गहगणतारागणाण जह चंदो । जह य पयाण नरिंदो, गणस्स वि गुरू तहाणंदो ।।८।। ગાથાર્થ ઃ જે પ્રમાણે સુરગણોને ઇન્દ્ર, જે પ્રમાણે ગ્રહને, ગણને અને તારાગણને ચંદ્ર અને જે પ્રમાણે પ્રજાને નરેન્દ્ર તે પ્રમાણે ગણના પણ=સાધુ સમુદાયરૂપ ગણના પણ, ગુરુ આનંદ છે=આહ્લાદક છે. IIII ટીકા ઃ यथेति दृष्टान्तोपन्यासार्थः, सुरगणानाममरसङ्घातानामिन्द्रः शक्रः, यथा ग्रहा मङ्गलादयो, गण्यन्ते अष्टाविंशतिसङ्ख्ययेति गणान्यभीच्यादीनि नक्षत्राणि, बहुलवचनादल् ग्रहाश्च गणानि च ताराश्चेति द्वन्द्वः, तासां गणाः समूहास्तेषां चंद्रः प्रधानः, यथा च प्रजानां नरेन्द्रो, गणस्यापि साधुसंहतिरूपस्य गुरुः= आचार्यः, तथा किमित्याह - आनन्दयतीत्यानन्दः सन्नायकत्वादाह्लादकः, यदि वाऽऽज्ञां ददातीत्याज्ञादः, अनुस्वारस्यागमिकत्वात्, लब्धप्रतिष्ठत्वादादेशदाने शक्रादिवदमरादिभिरलङ्घनीयवाक्य इत्यर्थः ।।८।। ટીકાર્થ ઃ ..... કૃત્યર્થ: ।। યથા એ દૃષ્ટાંત ઉપન્યાસ અર્થવાળો છે, સુરગણોને દેવતાઓના સમૂહને ઇન્દ્ર=શક્ર, આહ્લાદ કરે છે અને ગ્રહો મંગલ આદિ છે, અઠ્યાવીશ સંખ્યાથી ગણાય છે, ગણો અભીચિ આદિ નક્ષત્રો છે, બહુવચન હોવાથી અભ્ પ્રત્યય છે, ગ્રહો-ગણો અને તારા એ પ્રમાણે દ્વન્દ્વ સમાસ છે, તેઓના ગણો=સમૂહો, તેઓમાં જે પ્રમાણે ચંદ્ર, જે પ્રમાણે પ્રજાને નરેન્દ્ર આહ્લાદ કરે છે, સાધુ સમુદાયરૂપ ગણના પણ ગુરુ=આચાર્ય, તે પ્રકારે શું ? એથી કહે છે આનંદ આપે છે એથી આનંદ છે; સદ્નાયકપણું હોવાથી આહ્લાદક છેયોગ્ય શિષ્યોને મોક્ષપથમાં ચલાવવાનું સાયકપણું હોવાથી ગુરુ સાધુના સમુદાયને આહ્લાદક છે અથવા આજ્ઞાને આપે છે એથી આજ્ઞા દેનારા છે, આજ્ઞાદ અર્થ કરવામાં અનુનાસિક વધારે થાય તેથી કહે છે કેમ કે અનુસ્વારનું આગમિકપણું છે, આદેશદાનમાં લબ્ધપ્રતિષ્ઠપણું હોવાથી અમરાદિ વડે શક્રાદિની જેમ અલંઘનીય વાક્યપણું છે=ગુણવાન ગુરુ શિષ્યને મોક્ષને અનુકૂળ હિતકારી આજ્ઞાને દેનારા - Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮-૯ ૧૫ હોવાથી લબ્ધ પ્રતિષ્ઠાવાળા છે, તેથી જેમ દેવતાદિથી શક્રાદિ અલંઘનીય વાક્યવાળા છે, તેમ સુસાધુઓથી અલંઘનીય વાક્યવાળા ગુણવાન ગુરુ છે. ॥૮॥ ભાવાર્થ ઃ ગુણવાન ગુરુ યોગ્ય શિષ્યને સંસારસાગરથી તારવામાં પ્રબળ કારણ છે, તેથી યોગ્ય શિષ્યમાં હંમેશાં પંચાચારના પાલનની વૃદ્ધિ થાય એ પ્રકારની ઉચિત આજ્ઞા આપે છે, તેથી આ ગુણવાન ગુરુ ઉચિત આજ્ઞા આપનારા છે, એ પ્રકારે ગુરુ લબ્ધ પ્રતિષ્ઠાવાળા હોય છે, એથી યોગ્ય શિષ્યોને કર્તવ્યવિષયક આદેશદાનમાં તેઓ અલંઘનીય વાક્યવાળા હોય છે, જેમ દેવતાઓ વડે શક્રાદિ અલંઘનીય વાક્યવાળા છે, વળી જેમ સુરગણને ઇન્દ્ર, ગ્રહ-ગણ અને તારાઓમાં ચંદ્ર, લોકોમાં રાજા તેમ સાધુગણમાં સન્માર્ગદાયક ગુરુ આનંદને દેનારા છે; કેમ કે યોગ્ય શિષ્યોને ઉચિત અનુશાસન આપીને સુખની વૃદ્ધિને કરનારા છે, માટે ગુરુનું વચન અત્યંત ભક્તિથી સાંભળવું જોઈએ. ॥૮॥ અવતરણિકા : तदेवमपि स्थिते वयपर्यायाभ्यां लघुतरं गुरुं मत्या मन्दबुद्धिर्यः परिभवेत्तदनुशास्तिं दृष्टान्ते નાહ અવતરણિકાર્ય : તે કારણથી આ પ્રમાણે પણ સ્થિત હોતે છતે=ગુણવાન ગુરુ શિષ્યોના સર્વ કલ્યાણનું એક કારણ છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, જન્મથી અને પર્યાયથી લઘુતર ગુરુને માનીને જે મંદ બુદ્ધિવાળો પરિભવને કરે અર્થાત્ ગુરુને પરિભવ કરે, તેની અનુશાસ્તિને દૃષ્ટાંત દ્વારા કહે છે – ગાથા: बालोत महीपालो, न पया परिहवइ एस गुरुउवमा । जं वा पुरओ काउं, विहरंति मुणी तहा सो वि ।।९।। ગાથાર્થ ઃ બાલ રાજા છે એ પ્રમાણે માનીને પ્રજા પરિભવ કરતી નથી, આ=આવા સ્વરૂપવાળી, ગુરુની ઉપમા છે, જે સામાન્ય સાધુને પણ=ગીતાર્થ સાધુને પણ, આગળ કરીને મુનિઓ વિચરે છે, તે પ્રમાણે આચાર્યની જેમ તેમનો પણ=સામાન્ય ગીતાર્થ સાધુનો પણ પરાભવ કરવો જોઈએ નહિ. III ટીકા – महीपालो राजा बालः शिशुरिति मत्वा न प्रजा तदनुचरलोकस्तं परिभवति न्यक्करोति । एषैवंरूपा गुरोराचार्यस्योपमा गुरूपमा । आस्तां तावदाचार्यो यं वा सामान्यसाधुमपि वयः Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬. ઉપદેશમાલા ભાગ-૧ / ગાથા-૯, ૧૦-૧૧ पर्यायाभ्यां हीनमपि गीतार्थतया प्रदीपकल्पं पुरतः कृत्वा अग्रतो विधाय गुरुत्वेन गृहीत्वेति भावः, विहरन्त्यप्रतिबद्धतया मुनयः साधवः तथा सोऽपि गुरुरिव महीपालवद् वा तैर्न परिभवनीयः, तत्परिभवे दुस्तरभवदण्डप्राप्तेरित्याकूतम् ।।९।। ટીકાર્ય : મદીપાતો ....... સાવૃતમ્ | મહીપાલ=રાજા, બાલ=શિશુ છે, એ પ્રમાણે માનીને પ્રજા=તેનો અનુચર લોક તેનો પરાભવ કરતો નથી, આ આવા સ્વરૂપવાળી, આચાર્ય એવા ગુરુની ઉપમા છે, આચાર્ય તો દૂર રહો=આચાર્યની તો રાજા જેવી ઉપમા છે, પરંતુ જે પણ=સામાન્ય સાધુ પણ, વય અને પર્યાય દ્વારા હીન પણ ગીતાર્થપણાને કારણે પ્રદીપ જેવા છે તેને આગળ કરીને= ગુરુપણાથી ગ્રહણ કરીને, મુનિઓ વિચરે છેસાધુઓ અપ્રતિબદ્ધપણાથી વિચરે છે, અને તે પણ= ગીતાર્થ એવા સામાન્ય સાધુ પણ, ગુરુની જેમ અથવા રાજાની જેમ તેઓએ=મુનિઓએ, પરાભવ કરવા જોઈએ નહિ; કેમ કે તેમના પરાભવમાં દુસ્તાર એવા ભવદંડની પ્રાપ્તિ છે, એ પ્રમાણે આશય છે. III ભાવાર્થ : આચાર્ય હોય અથવા સામાન્ય સાધુ હોય, પરંતુ ગીતાર્થ હોવાને કારણે પ્રદીપ જેવા છે, તેથી જેમ અંધકારમાં પ્રદીપ માર્ગને બતાવે છે, તેમ મોક્ષપથમાં જનારા સુસાધુ માટે તેઓ જિનવચન અનુસાર માર્ગ બતાવીને પ્રદીપ જેવું કાર્ય કરે છે. તેવા ગીતાર્થ સાધુનો સામાન્ય સાધુએ ક્યારેય પરાભવ કરવો જોઈએ નહિ, પરંતુ તેવા ગીતાર્થ સાધુને આગળ કરીને વિહાર કરવો જોઈએ. જેમ બાળ પણ રાજા પ્રજા દ્વારા પરાભવ કરાતો નથી, તેમ વયથી બાળ હોય તોપણ ગીતાર્થતાને કારણે સન્માર્ગદર્શક ગીતાર્થ સાધુ મુનિઓ દ્વારા ક્યારેય પરાભવ કરાતા નથી અને જેઓ તેમનો પરાભવ કરે છે, તેઓ દુઃખે કરીને છૂટી શકાય એવા ભવદંડને પ્રાપ્ત કરે છે; કેમ કે ગીતાર્થ સાધુની અવહેલનાથી દુરંત સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થાય છે. III અવતરણિકા: तदियता विनेयस्योपदेशो दत्तः, अधुना गुरोः स्वरूपमाहઅવતરણિકાર્ય - તે કારણથી આટલી ગાથા દ્વારા વિવેયનો ઉપદેશ અપાયો, હવે ગુરુના સ્વરૂપને કહે છે – ભાવાર્થ : યોગ્ય ગુરુની અવગણના કરીને શિષ્ય અનર્થને ન પામે તે કારણથી ગાથા-ફથી અત્યાર સુધી શિષ્યોને ઉપદેશ અપાયો. હવે શિષ્ય દ્વારા કેવા ગુરુ સેવનીય હોવા જોઈએ કે જેમની આરાધના કરીને શિષ્યને હિતની પ્રાપ્તિ થાય, માટે ગુરુનું સ્વરૂપ કહે છે – Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦-૧૧ गाथा: पडिरूवो तेयस्सी, जुगप्पहाणागमो महुरवक्को । गंभीरो धीमंतो उवएसपरो य आयरिओ ।।१०।। अपरिस्सावी सोमो, संगहसीलो अभिग्गहमइय । अविकत्थणो अचवलो पसंतहियओ गुरू होइ ।।११।। गाथार्थ : પ્રતિરૂપ તેજસ્વી યુગપ્રધાન આગમવાળા મધુર વાક્યવાળા ગંભીર ધૃતિવાળા ઉપદેશમાં તત્પર આચાર્ય થાય છે. અપરિશ્રાવી સૌમ્ય સંગ્રહશીલ અભિગ્રહની મતિવાળા અવિકથી=અબહુભાષી અચપલ પ્રશાંત હૃદયવાળા ગુરુ=ગુણોથી સાર આચાર્ય થાય છે. ll૧૦-૧૧II टा : प्रतिनियतं विशिष्टाऽवयवरचनया रूपं यस्य स प्रतिरूपः प्रतिविभक्ताङ्गः, अनेन शरीरसम्पदमाह । प्रधानगुणयोगितया वा तद्गोचरबुद्धिजनकत्वात्तीर्थकरादीनां प्रतिरूपः प्रतिबिम्बाकारः, तेजस्वी दीप्तिमान, युगं वर्तमानकालस्तस्मिन् प्रधानः शेषजनापेक्षयोत्कृष्टः, बहुत्वादागमः श्रुतं यस्यासो युगप्रधानागमः, मधुरवाक्यः पेशलवचनः, गम्भीरोऽतुच्छः परैरलब्धमध्य इत्यर्थः । धृत्तिमानिष्प्रकम्पचित्तः, उपदेशपरः सद्वचनैर्मार्गप्रवर्तकः, चशब्दः समुच्चये, आचार्यो भवतीति क्रिया । तथा अप्रतिस्त्रावी निश्छिद्रशैलभाजनवत् परकथितात्मगुह्यजलाऽप्रतिस्रवणशीलः, सौम्यो मूर्तिमात्रेणैवाह्लादसम्पादकः, सङ्ग्रहशीलस्तत्तद्गुणानपेक्ष्य शिष्यवस्त्रपात्राद्यादानतत्परः, तथाविधगुणस्य गणवृद्धिहेतुत्वात् । अभिग्रहा द्रव्यादिषु नानारूपा नियमाः, तेषु स्वपरविषये मतिस्तद्ग्रहणग्राहणपरिणामो यस्यासौ अभिग्रहमतिकः, अविकत्थनोऽबहुभाषी, अनात्मश्लाघापरो वा, अचपलः स्थिरस्वभावः, प्रशांतहृदयः क्रोधाद्यस्पृष्टचित्तः, एवम्भूतो गुरुर्गुणैः सारो भवत्याचार्य इति वर्तते ।।१०-११।। टोडार्थ : प्रतिनियतं ..... वर्तते । प्रतिनियत विशिष्ट सवयवरयनाथी ३५ छ भने प्रति३५=प्रतिविमs અંગવાળા, આતા દ્વારા=પ્રતિરૂપ એ વિશેષણ દ્વારા આચાર્યની શરીરસંપદાને કહે છે અથવા પ્રધાન ગુણયોગિપણાને કારણે તદ્ગોચરબુદ્ધિજનકપણું હોવાથી=તીર્થંકર વિષયક બુદ્ધિનું જનકપણું હોવાથી, તીર્થંકર આદિના પ્રતિરૂપ=પ્રતિબિંબ આકારવાળા આચાર્ય હોય છે, તેજસ્વી=દીપ્તિમાત્, યુગ=વર્તમાનકાલ, તેમાં પ્રધાન=બહુપણું હોવાને કારણે શેષજનની અપેક્ષાએ ઉત્કૃષ્ટ, આગમ=શ્રુત Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦-૧૧ છે જેમને એવા આ યુગપ્રધાન આગમવાળા આચાર્ય હોય છે, મધુર વાક્યવાળા=પેશલ વચનવાળા, ગંભીર=અતુચ્છ=બીજાઓ વડે અલબ્ધ મધ્યવાળા, ધૃતિમા–નિષ્પકંપ ચિત્તવાળા, ઉપદેશમાં તત્પર=સદ્ધચનો વડે માર્ગમાં પ્રવર્તક, ર શબ્દ સમુચ્ચયમાં છે, આચાર્ય થાય છે એ પ્રમાણે ક્રિયાનો સંબંધ છે. અને અપ્રતિશ્રાવી=નિછિદ્ર પથ્થરના ભાજપની જેમ પરકથિત પોતાના ગુહ્ય જળના અપ્રતિશ્રવણ શીલવાળા=પર વડે પ્રાયશ્ચિત માટે કહેવાયેલી ગુહ્ય વાતો ક્યારે પણ જેમના મુખમાંથી બહાર ન આવે તેવા સ્વભાવવાળા, સૌમ્ય=મૂર્તિમાત્રથી જ આલાદ સંપાદક, સંગ્રહશીલ=તેઓના ગુણોની અપેક્ષાએ શિષ્ય-વસ્ત્ર-પાત્ર આદિના આદાનમાં તત્પર=શિષ્ય આદિના ગુણોની અપેક્ષા રાખીને ગ્રહણ કરનારા, કેમ સંગ્રહશીલ આચાર્ય હોય ? તેમાં હેતુ કહે છે – તેવા પ્રકારનાનું ગણવૃદ્ધિનું હેતુપણું છે=શિષ્યો આદિના ગુણને આશ્રયીને સંગ્રહશીલ આચાર્યનું કલ્યાણને પામે તેવા શિષ્યગણની વૃદ્ધિનું હેતુપણું છે, અભિગ્રહો દ્રવ્યાદિ વિષયક તાનારૂપવાળા નિયમો, તેઓમાંs અભિગ્રહોમાં, સ્વ-પર વિષયમાં મતિ તેના ગ્રહણ-ગ્રાહણનો પરિણામ છે જેને એવા આચાર્ય, અભિગ્રહ મતિવાળા છે, અવિકથન અબહુભાષી અથવા પોતાની શ્લાઘા કરવામાં અતત્પર, અચપળ=સ્થિર ભાવવાળા, પ્રશાંત હદયવાળા=ક્રોધાદિથી અસ્પૃષ્ટ ચિત્તવાળા આવા પ્રકારના ગુરુ ગુણોથી સારવાળા આચાર્ય થાય છે, એ પ્રકારે વર્તન પામે છે–પૂર્વની ગાથામાંથી અનુવર્તન પામે છે. II૧૦-૧૧ ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે બાલ ગુરુનો પણ પરિભવ કરવો જોઈએ નહિ, એથી હવે ગુરુ કેવા ગુણવાળા હોય કે જે ગુરુની નિશ્રાથી નિસ્વાર થઈ શકે અને તેવા ગુરુનો વિનય કરીને કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય તેવા ગુરુનું સ્વરૂપ બતાવતાં કહે છે – જે ગુરુ સુંદર દેહવાળા હોય તેઓ જ અન્ય જીવોને ઉપકાર કરવા સમર્થ બને છે, જેમ તીર્થકરો સુંદર આકારવાળા છે તેમ શાસનપ્રભાવક આચાર્ય વિશિષ્ટ પ્રકારના પુણ્યવાળા હોય છે, તેથી તીર્થકરના પ્રતિબિંબ આકારવાળા હોય છે, તેવા આચાર્ય સર્વનું હિત કરી શકે. વળી, તેજસ્વી હોય છે, તેમના તેજને જોઈને પણ યોગ્ય જીવો તેનાથી ધર્મને પ્રાપ્ત કરે તેવી પ્રકૃતિવાળા હોય છે, વળી યુગપ્રધાન આગમવાળા હોય છે તે કાળમાં વર્તતું જે આગમ સુઅભ્યસ્ત કર્યું હોય તેના કારણે યોગ્ય શિષ્યને સર્વજ્ઞના વચનાનુસાર પ્રવર્તાવીને વિપુલ નિર્જરા પ્રાપ્ત કરાવે છે, મધુર વાક્યવાળા હોય છે, તેથી યોગ્ય શિષ્ય દ્વારા સુખપૂર્વક ગ્રાહ્ય બને છે, વળી ગંભીર હોય છે=અતુચ્છ પ્રકૃતિવાળા હોય છે, વળી ધૃતિવાળા હોય છે યોગમાર્ગમાં નિષ્પકંપ પ્રવૃત્તિ કરી શકે તેવા વૈર્યવાળા હોય છે, વળી ભગવાનના વચનમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવે એ પ્રકારે ઉપદેશ આપનારા હોય છે, આથી સુંદર વચનો દ્વારા જીવોને માર્ગમાં પ્રવર્તક હોય છે. વળી અપરિશ્રાવી ગુણવાળા હોય છે, જેમ છિદ્ર વગરના ભાજનમાંથી પાણી પ્રસરણ પામતું નથી, Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦-૧૧, ૧૨ ૧૯ તેમ બીજા દ્વારા આલોચના કરાયેલ ગુહ્ય વાતો તેમના મુખમાંથી ક્યારેય બહાર આવતી નથી, સૌમ્ય હોય છે=જોવામાત્રથી આલાદ કરે તેવી પ્રકૃતિવાળા હોય છે, વળી સંગ્રહશીલ હોય યોગ્ય શિષ્ય-નિર્દોષ વસ્ત્ર-પાત્ર આદિને ગ્રહણ કરવામાં તત્પર હોય અર્થાત્ પર્ષદાના કે શિષ્યના લોભી નહિ, પરંતુ આ જીવો સંસારસાગરથી તરી શકે તેવા છે, તેવો નિર્ણય કરીને તેઓને ઉચિત અનુશાસન આપીને કલ્યાણ કરવાના અર્થી હોય અને નિર્દોષ વસ્ત્ર-પાત્ર આદિ પ્રાપ્ત થતા હોય તેને ગ્રહણ કરીને ગચ્છનો અનુગ્રહ કરવામાં તત્પર હોય, અભિગ્રહોઅભિગ્રહ કરનારા અને કરાવનારા હોય; કેમ કે સ્વપર કલ્યાણના અત્યંત અર્થી છે, તેથી વિવેકપૂર્વક સ્વયં અભિગ્રહ કરે અને યોગ્ય શિષ્યને તેની શક્તિ અનુસાર અભિગ્રહ કરવા પ્રેરણા કરે, અબહુભાષી હોય અથવા પોતાની શ્લાઘા ન કરે તેવા સંવર પરિણામવાળા હોય, વળી અચપલભાવવાળા હોય=સ્થિરતાપૂર્વક સંયમની પ્રવૃત્તિ કરનારા હોય, પ્રશાંત હૃદયવાળા હોય=ક્રોધાદિ કષાયોથી રહિત નિર્મળ ચિત્તવાળા હોય, આવા પ્રકારના ઘણા ગુણોથી પ્રધાન આચાર્ય હોય, તેના કારણે તેઓ ઘણા જીવોને ઉપકાર કરનારા થાય છે. ll૧૦-૧૧થી અવતરણિકા : किमर्थमियान् गुणगणो गुरोग्यत इत्याहઅવતરણિકાર્ય :કયા કારણથી આટલા ગુણોનો સમુદાય ગુરુનો ઇચ્છાય છે ? એથી કહે છે – ગાથા : कइया वि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउं । आयरिएहिं पवयणं, धारिज्जइ संपयं सयलं ।।१२।। ગાથાર્થ - કોઈક કાળમાં જિનેશ્વરો માર્ગને આપીને અજરામરને પ્રાપ્ત થયા, (તેમના વિરહમાં) સાંપ્રત યોગ્ય રીતે, સકળ પ્રવચન આચાર્ય વડે ધારણ કરાય છે, આથી આચાર્યના ગુણોની અપેક્ષા રખાય છે. II૧શા ટીકા : कदापि कस्मिन्नपि काले जिनवरेन्द्राः पथं ज्ञानाद्यात्मकं मार्ग दत्वा भव्येभ्यः, अजरामरं जरामरणरहितं मोक्षं प्राप्ता भवन्ति, ततश्च तत्काले तदनुभावादेव प्रवचनं मर्यादावर्ति वर्तते । तद्विरहे पुनराचार्यः प्रवचनं तीर्थं चातुर्वर्णसङ्घरूपमागमरूपं वा साम्प्रतं युक्तमनुच्छ्रङ्खलं मर्यादावर्त्यविस्मृतं च सकलं सविज्ञानं सम्पूर्णं च धार्यते ध्रियते, अविच्युत्या स्मर्यते च, न च गुणविकलैरिदं कर्तुं शक्यम्, अतस्तदन्वेषणं युक्तमिति ।।१२।। Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨, ૧૩–૧૪ ટીકાર્ય ઃ कदापि યુદ્ધમિતિ ।। કોઈક કાળમાં જિનેશ્વરો જ્ઞાનાઘાત્મક પથને=માર્ગને, ભવ્ય જીવોને આપીને અજરામરને=જરા-મરણ રહિત મોક્ષને, પ્રાપ્ત થયેલા છે અને ત્યારપછી તે કાળમાં તેમના અનુભાવથી જ=ભગવાનના અનુશાસનથી જ, પ્રવચન મર્યાદાવર્તી વર્તે છે, તેમના વિરહમાં=તીર્થંકરોના વિરહમાં, વળી આચાર્ય વડે પ્રવચન=તીર્થ અથવા ચાતુર્વર્ણ સંઘ અથવા આગમરૂપ પ્રવચન, સાંપ્રત= યુક્ત અનુવૃંખલ મર્યાદાવર્તી અને અવિસ્મૃત, સકલ=સવિજ્ઞાન અને સંપૂર્ણ, ધારણ કરાય છે અને અવિચ્યુતિથી સ્મરણ કરાય છે અને ગુણવિકલ વડે=ગુણરહિત આચાર્ય વડે, આ=પ્રવચનનું ધારણ, કરવાનું શક્ય નથી, આથી તેનું અન્વેષણ=આચાર્યના ગુણનું અન્વેષણ, યુક્ત છે. ।।૧૨।। ભાવાર્થ: ..... પૂર્વમાં આચાર્ય કેવા સ્વરૂપવાળા જોઈએ તે ગાથા-૧૦-૧૧માં બતાવ્યું. અહીં પ્રશ્ન થાય કે આચાર્યના તેવા ગુણો કેમ ઇચ્છાય છે ? માત્ર શાસ્ત્રઅધ્યયન કે અન્ય સામર્થ્ય ઇચ્છાતું નથી ? એથી કહે છે – તીર્થંકરો ભવ્ય જીવોને જ્ઞાનાદિ સ્વરૂપ માર્ગ આપીને મોક્ષને પામ્યા, એથી જ્યારે તીર્થંકરો વિદ્યમાન હતા ત્યારે તીર્થંકરના અનુશાસનથી પ્રવચન મર્યાદાવર્તી વર્તતું હતું અર્થાત્ ચતુર્વર્ણ સંઘ ભગવાનના વચનથી જ્ઞાનાદિ માર્ગમાં પ્રવર્તતો હતો અથવા તરવાનું સાધન એવું તીર્થ એ રૂપ પ્રવચન ભગવાનના અનુભાવથી મર્યાદામાં વર્તતું હતું; કેમ કે મહાપુણ્યશાળી તીર્થંકરોના અનુભાવથી જીવોને સન્માર્ગની પ્રાપ્તિ અને સન્માર્ગમાં પ્રસ્થાન સુખપૂર્વક થતું હતું, જ્યારે ભગવાનનો વિરહ થાય ત્યારે તે ચતુર્વિધ સંઘ ઉચ્છુંખલ ન થાય. અમર્યાદાવાળો ન રહે અને ભગવાનનો માર્ગ વિસ્મરણવાળો ન થાય તેવું યુક્ત પ્રવચન રાખવા માટે આચાર્ય સમર્થ છે, તેથી ઘણા ગુણોથી યુક્ત આચાર્ય હોય તો જ ભગવાનના વિરહકાળમાં ચતુર્વિધ સંઘને કે આગમને ભગવાનના વચનાનુસાર અનુચ્છેખલ મર્યાદાવાળું અને ભગવાને બતાવેલા માર્ગના અવિસ્મરણવાળું રાખવા સમર્થ થઈ શકે અને અનેક ગુણોથી રહિત એવા આચાર્ય પ્રવચનનું રક્ષણ કરી શકે નહિ, આથી તેવા ગુણવાળા આચાર્યનું અન્વેષણ યુક્ત છે. આનાથી એ ફલિત થાય કે ગાથા-૧૦-૧૧માં બતાવ્યા તેવા ગુણો બહુલતાએ જેઓમાં નથી, ક્વચિદ્ મધુરભાષી આદિ ગુણો હોય તોપણ શાસ્ત્રોના પારમાર્થિક સૂક્ષ્મભાવોને જાણનારા નથી તેવા આચાર્ય ચતુર્વિધ સંઘને ભગવાનના વચનાનુસાર પ્રવર્તાવી શકે નહિ, તેથી સંઘ સ્વસ્વમતિ અનુસાર પ્રવર્તનરૂપ ઉશૃંખલ બને, ભગવાનના વચનની મર્યાદાવાળો રહી શકે નહિ, તેથી જે કાંઈ સંઘનો વિનાશ થાય તે સર્વમાં તેવા નિર્ગુણ આચાર્ય કારણ બને છે. ૧૨ અવતરણિકા : तदेवं शिष्यस्य विनयोपदेशो दत्तो गुरुणा चैवंविधेन भाव्यमित्युक्तम्, अधुना साध्वीरधिकृत्य विनयोपदेशः, स च साधूनामद्यदीक्षितानामपि ताभिः कार्य इति । Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩-૧૪ ૨૧ अत्र कथानकम् - कौशाम्ब्यां नगर्यां शेडुवकनाम्ना निःस्वेन काकन्दीपुरतो वैराग्यादागतेन राजमार्गावतीर्णा गणनातिक्रांतसाध्वीश्राविकालोकपरिकरा राजसामंतश्रेष्ठिपौरजनपदैः पूज्यमानाऽनुगम्यमाना च तथाप्यनुत्सेकवती शमश्रीरिव मूर्तिमती वपुलक्षण्याऽपहसितामरसुंदरीसौंदर्या आर्यचंदना ददृशे । ततः स सजातकौतुकः कञ्चन वृद्धं पप्रच्छअथ केयं भगवतीति ? स प्राह-एषा चंपाधिपदधिवाहनराजदुहिता वसुमती स्वगुणोपार्जितचंदनाभिधाना तृणवदपहाय राज्यसुखं प्रव्रजिता वीरस्य भगवतः प्रथमांतेवासिनी आचार्यसुस्थितवंदनार्थमुच्चलितेति । ततो भक्तिकुतूहलाभ्यामाकृष्टचित्तः स साधूपाश्रयं जगाम । चंदनापि गुरुं वंदित्वा स्वोपाश्रयमगमत् । दृष्टोऽसौ गुरुणा ज्ञानावलोकेन, लक्षिता धर्मयोग्यता, सम्भाषितो मधुरवचनैः, अस्योचितमिदमिदानीमिति, भोजितः परमानैः, चिंतितमनेनाऽहो ! करुणापरतैषाम्, उभयलोकहितं जीवितं, निवेद्य स्वाभिप्रायं प्रपत्रः प्रव्रज्यां, स्थिरीकरणार्थं सुसाधुसहायः प्रहितः प्रतिश्रयं गुरुणा, तस्मिन् प्रवेश्य बहिः स्थिताः साधवः, अभ्युत्थितः सपरिकरयाऽऽर्यचंदनया, दापितमपरिभोगमासनं, वंदितः सविनयम् । अत्रांतरे तस्या उपनीतमार्यिकाभिर्विष्टरं, नेष्टमेतया विरचितकरमुकुलया चोक्तं-किं भगवतामागमनप्रयोजनमिति ?। ततोऽसावहो ! धर्मप्रभावो यदेवंविधापीयं ममाप्येवं वर्तते । इति सञ्चिन्त्यायुष्मदुदन्तान्वेषणनिमित्तं गुरुभिः प्रेषितोऽहमिति स्थिरीभूतधर्माभिनिवेशो निर्गतः प्रतिश्रयात् । तथा चाहअवतरािर्थ : તે કારણથી આ પ્રમાણે શિષ્યને વિનયનો ઉપદેશ અપાયો, આવા પ્રકારના ગુરુ વડે થવું જોઈએ=આચાર્ય થવું જોઈએ એ પ્રકારે કહેવાયું. હવે સાધ્વીઓને આશ્રયીને વિનયનો ઉપદેશ છે અને તે=વિનય, આજે દીક્ષિત થયેલા સાધુઓનો પણ તેણીઓએ કરવો જોઈએ, એમાં સાધ્વીના વિનયના વિષયમાં, કથાનક છે – કૌશાંબી નગરીમાં કાકંદીપુરથી વૈરાગ્યથી આવેલા શેડુવક નામના નિર્ધન વડે રાજમાર્ગ ઉપર ચાલતાં ગણનાતીત સાધ્વી-શ્રાવિકા લોકોથી પરિવરેલા રાજા-સામત્ત-શ્રેષ્ઠિ-નગરજનો વડે પૂજાતાં અને અનુસરતાં તોપણ ગર્વ વગરનાં, મૂર્તિમતી શમની લક્ષ્મી જેવાં, શરીરની વિલક્ષણતાથી હસાયું છે અમર સુંદરીઓનું સૌદર્ય જેમના વડે એવાં આર્યચંદના જોવાયાં, તેથી થયેલા કૌતુકવાળા તેણે કોઈક વૃદ્ધને પૂછ્યું – આ ભગવતી કોણ છે ? તેણે કહ્યું – આ ચંપાના રાજા દધિવાહન રાજાની પુત્રી વસુમતી પોતાના ગુણથી મેળવેલા ચંદના નામવાળી તૃણની જેમ રાજ્યસુખને છોડીને પ્રવ્રજિત થયેલી વીર ભગવાનની પ્રથમ શિષ્યા આચાર્ય સુસ્થિતસૂરિને વંદના માટે જઈ રહ્યાં છે, ત્યારપછી ભક્તિ અને કુતૂહલથી આકૃષ્ટ ચિત્તવાળો તે=શેડુવક, સાધુના ઉપાશ્રયે ગયો, ચંદના પણ ગુરુને વંદન કરીને પોતાના ઉપાશ્રયે ગયાં, આ=શેડુવક, ગુરુ વડે જ્ઞાનપ્રકાશથી જોવાયો, Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩-૧૪ ધર્મની યોગ્યતા જણાઈ, મધુર વચનો વડે બોલાવાયો, આને હમણાં આ ઉચિત છે, એ પ્રમાણે પરમાત્તથી ભોજન કરાવાયો, મન વડે વિચારાયું=શેડુવક વડે મનથી વિચારાયું – અહો ! આમની કરુણાપરતા, ઉભયલોકહિત જીવિત છે=આચાર્યનું જીવિત છે. પોતાનો અભિપ્રાય જણાવીને પ્રવજ્યાને સ્વીકારી, સ્થિરીકરણ માટે સુસાધુની સહાયવાળો ગુરુ વડે ઉપાશ્રયે=સાધ્વીના ઉપાશ્રયમાં, મોકલાયો, તેમાં પ્રવેશ કરીને સાધુઓ બહાર રહ્યા, પરિવાર સહિત ચંદના વડે અભ્યત્થાન કરાયું, નહિ વાપરેલું આસન અપાયું, વિનય સહિત વંદન કરાયું. એટલામાં તેણીની આર્થિકાઓ વડે=શિષ્યાઓ વડે, આસન લવાયું, આની વડે–ચંદનબાળા વડે, ઈચ્છાયું નહિ અને વિરચિત કરમુકુલ વડે કહેવાયું – ભગવાનના આગમનનું શું પ્રયોજન છે ?, ત્યારપછી આ=શેડુવક મુનિ, અહો ધર્મનો પ્રભાવ જે આવા પ્રકારનું પણ આકચંદનબાળા, આ રીતે વર્તે છે એ મને પણ એ પ્રમાણે વર્તે છે. એ પ્રમાણે વિચારીને કહે છે - તમારી સુખવાત પૂછવાને માટે હું ગુરુ વડે મોકલાયો છું, એ પ્રમાણે સ્થિર થયેલા ધર્મના અભિતિવેશવાળા=તે શેડુવક મુનિ ઉપાશ્રયથી નીકળ્યા અને તે પ્રમાણે કહે છે–સાધ્વીજીએ નવદીક્ષિત પણ સાધુનો વિનય કરવો જોઈએ, એ પ્રમાણે કથાનકમાં બતાવ્યું તે પ્રમાણે ગાથામાં કહે છે – ગાથા : अणुगम्मई भगवई, रायसुयज्जा सहस्सविंदेहिं । तह वि न करेइ माणं, परियच्छइ तं तहा नूणं ।।१३।। दिणदिक्खियस्स दमगस्स, अभिमुहा अज्जचंदणा अज्जा । नेच्छइ आसणगहणं, सो विणओ सव्वअज्जाणं ।।१४।। ગાથાર્થ : હજારો વૃદોથી અનુસરાતાં ભગવતી રાજપુત્રી આર્ય ચંદના છે, તોપણ માનને કરતાં નથી, તેને તે સન્માનને, ખરેખર તે પ્રકારે જાણે છે. નવદીક્ષિત દ્રમકની અભિમુખ સાધ્વી આર્યચંદના ગયાં, આસન ગ્રહણને ઈચ્છતાં નથી, તે સર્વ આર્યાઓનો વિનય છે. II૧૩-૧૪ ટીકા : अनुगम्यते भगवती राजसुता आर्यचंदना वृंदसहस्रैः पूजितलोकानामिति गम्यते । वृंदशब्दस्य परनिपातः प्राकृतत्वात्, तथापि न करोति मानं गर्वं, 'परियच्छइ 'त्ति पर्यवस्यति जानीते तत्तथा नूनं निश्चितं यथेदं गुणानां माहात्म्यं न ममेति तथा दिनदीक्षितस्य तदिवसप्रव्रजितस्य द्रमकस्य अभिमुखाऽभ्युत्थितेति शेषः, काऽसावार्या साध्वी, कतमा ? आर्यचंदना, तथा नेच्छत्यासनग्रहणं Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩-૧૪, ૧૫ ૨૩ कर्तुमिति शेषः । स तथाविधो विनयः सर्वाऽऽर्याणां साधुविषयस्तथा समस्ताभिः कार्य इति રૂ-૨૪ ટીકાર્ય : અનુનાથ .. અર્ધ તિ | ભગવતી રાજપુત્રી આર્ય ચંદના પૂજિત લોકોનાં હજારો વંદોથી અનુસરણ કરાય છે, વૃંદ શબ્દનો પરનિપાત પ્રાકૃતપણાને કારણે છે, તોપણ માન-ગર્વને, કરતાં નથી, તેને=માન-સન્માનને, તે પ્રકારે નિશ્ચિત જાણે છે, જે પ્રમાણે આ ગુણોનું માહાભ્ય છે, મારું નથી અને દિનદીક્ષિત સાધુનેઋતે જ દિવસે પ્રવ્રજિત થયેલા મકને અભિમુખ થયાં અભ્યસ્થિત થયાં=આર્ય ચંદના સભૂખ ઊભાં થયાં, કોણ આ આર્યા=સાધ્વી, કોણ આર્યા ચંદના, અને આસન ગ્રહણ કરવાને ઈચ્છતાં નથી=શિષ્યાઓએ બેસવા માટે આસન આપ્યું તેને ગ્રહણ કરતાં નથી, તેzતેવા પ્રકારનો વિનય=સાધુ સન્મુખ ઊભા થવું આદિ વિનય, સર્વ સાધ્વીઓએ=સાધુ વિષયક સર્વ સાધ્વીઓએ કરવો જોઈએ. I૧૩-૧૪ ભાવાર્થ : સાધ્વીઓએ સાધુનો કયા પ્રકારે વિનય કરવો જોઈએ, એમાં આર્યા ચંદનાનું દૃષ્ટાંત બતાવેલ છે અને સાધ્વી હજારો વૃંદ સાથે વંદન કરવા જાય છે, છતાં લેશ પણ માન કરતાં નથી, પરંતુ આ ગુણનું માહાભ્ય છે, એ પ્રકારે ભાવિત મતિવાળાં છે, તેથી આર્યા ચંદના સાધ્વીનું ચિત્ત ગુણોને અભિમુખ નમ્ર ભાવવાળું છે, તેના કારણે નવદીક્ષિત દ્રમુકની સન્મુખ ઊભાં થાય છે અને સ્વયં આસન ગ્રહણ કરતાં નથી, તે માત્ર વાચ્ય વિનયના આચારની ક્રિયા નથી, પરંતુ ગુણો જ પૂજનીય છે તે મર્યાદા અનુસાર નવદીક્ષિત સાધુ પણ દીક્ષિત છે. તે મારે માટે પૂજનીય છે, તેથી તેમની સન્મુખ ઊભા થઈને વિનય કરે છે, જો લોકોનાં વૃંદોથી અનુસરાતાં ચંદના સાધ્વીને ત્યારે અંતરંગ રીતે ચિત્તમાં તે પ્રકારના વૈભવની અસર હોય તો કદાચ તે દ્રમક સાધુની સન્મુખ ઊભાં થાય કે આસન ગ્રહણ ન કરે તોપણ પારમાર્થિક વિનય થાય નહિ, પરંતુ લોકો સન્માન કરતે છતે પણ સાધ્વી તત્ત્વથી ભાવિત મતિવાળાં હોવાથી આ સન્માન ગુણોનું છે, મારું નથી તેમ માને છે, તેથી ગુણો પ્રત્યે પક્ષપાતવાળાં તે સાધ્વી જે રીતે ભાવથી વિનયપૂર્વક તે દ્રમક સન્મુખ ઊભાં થાય છે, આસન ગ્રહણ કરતાં નથી, તે પ્રકારે સર્વ સાધ્વીઓએ ગર્વરહિત થઈને ગુણસંપન્ન સાધુનો વિનય કરવો જોઈએ. ll૧૩-૧૪ અવતરણિકા : तस्मात् स्थितमेतदित्याहઅવતરણિકાર્ય : તે કારણથી=આર્યા ચંદના સાધ્વીએ નવદીક્ષિત સાધુનો વિનય કર્યો તે કારણથી, આ=ગાથામાં બતાવે છે એ, સ્થિત છે એને કહે છે – Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ગાથા: ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫-૧૬ वरिससयदिक्खियाए अज्जाए अज्जदिक्खिओ साहू | अभिगमणवंदणनमंसणेण विणएण सो पुज्जो ।। १५ ।। ગાથાર્થ ઃ સો વર્ષનાં દીક્ષિત સાધ્વીથી આજના દીક્ષિત સાધુ અભિગમન, વંદન, નમસ્કાર અને વિનય વડે પૂજ્ય છે. II૧૫ ટીકા ઃ वर्षशतदीक्षितया आर्यया अद्यदीक्षितः साधुः, अभिगमनं आगमनकाले तदभिमुखं यानं, वन्दनं द्वादशावर्तादि । 'नमंसणं'ति नमस्करणमांतरा प्रीतिः अभिगमनं च वन्दनं च नमस्करणं चेति द्वंद्वैकवद्भावस्तेन, तथा विनयेनाऽऽसनदानादिना, व्यस्तनिर्देशश्छंदोवशात्, स साधुः पूज्य કૃત્તિ ।।।। ટીકાર્થ ઃ ..... वर्षशतदीक्षितया • કૃતિ ।। સો વર્ષનાં દીક્ષિત થયેલાં સાધ્વીથી આજના દીક્ષિત થયેલા સાધુ અભિગમન=સાધુ સન્મુખ ગમન=આગમનકાળમાં તેમને અભિમુખ જવું, દ્વાદશાવર્ત આદિ વંદન કરવું, નમસ્કાર કરવો, અંતરંગ પ્રીતિ ધારણ કરવી, અભિગમન વંદન નમસ્કાર દ્વન્દ્વ એકવર્ ભાવવાળો સમાસ છે, તેનાથી=અભિગમનાદિથી અને વિનયથી=આસનદાનાદિ વિનયથી, તે સાધુ પૂજ્ય છે, વ્યસ્ત નિર્દેશ=અભિગમનાદિ કરતા વિનયનો પૃથક્ નિર્દેશ છંદના વશથી છે. ૧૫ ભાવાર્થ: સાધ્વીનો ઘણો દીર્ઘ પર્યાય હોય તોપણ નવદીક્ષિત સાધુ સાથે અભિગમન, વંદન, નમસ્કાર અને વિનયથી વર્તન કરે છે; કેમ કે તેઓ માટે તે સાધુ પૂજ્ય છે, નવદીક્ષિત સાધુ કેમ પૂજ્ય છે ? દીર્ઘ પર્યાયવાળાં સાધ્વી પૂજ્ય નથી, તે સ્વયં આગળ સ્પષ્ટ કરે છે. ૧૫॥ અવતરણિકા : किमित्येवमित्याह અવતરણિકાર્થ : કયા કારણથી આ પ્રમાણે છે ઘણા પર્યાયવાળાં સાધ્વી નવદીક્ષિત સાધુનો વિશિષ્ટ પ્રકારે વિનય કરે છે એ પ્રમાણે કયા કારણથી છે ? એથી કહે છે Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬ વધુ ગાથા : धम्मो पुरिसप्पभवो, पुरिसवरदेसिओ पुरिसजिट्ठो । लोए वि पहू पुरिसो, किं पुण लोगुत्तमे धम्मे ।।१६।। ગાથાર્થ : ધર્મ પુરુષપ્રભવ છે, પુરુષવર એવા તીર્થકરોથી કહેવાયેલો છે, પુરુષ જ્યેષ્ઠ છે, લોકમાં પણ પુરુષ પ્રભુ છે, શું વળી લોકોત્તર ધર્મમાં? I૧૬ll ટીકા : दुर्गतिपतदात्मधारणाद्धर्मः श्रुतचारित्ररूपः पुरुषा गणधरास्तेभ्यः प्रभव उत्पत्तिर्यस्य स तथा । पुरुषवरास्तीर्थकृतस्तैर्देशितोऽर्थतः कथितः, अतः पुरुषस्वामिकत्वात्पुरुषज्येष्ठः पुरुषोत्तम इत्यर्थः । लोकेऽपि प्रभुः पुरुषः, किं पुनर्लोकोत्तमे धर्म ? स्वल्पबुद्धिना लोकेनाऽपि दृष्टोऽयं मार्गः, વિશેષતઃ તત્ત્વરિત્યfમપ્રાયઃ પાડ્યા ટીકાર્ય : સુતિપતર્ .. સમપ્રાયઃ | દુર્ગતિમાં પડતા આત્માને ધારણ કરનાર હોવાથી ધર્મ છે, શ્રુતચારિત્રરૂપ ધર્મ છે, પુરુષ ગણધરો છે=ગણને ધારણ કરનારા છે, તેઓથી પ્રભવઃઉત્પત્તિ છે જેને તે તેવો છે–પુરુષપ્રભવ ધર્મ છે, પુરુષવર એવા તીર્થકરો તેઓ વડે બતાવાયેલો અર્થથી કહેવાયેલો ધર્મ છે, આથી પુરુષસ્વામિકપણું હોવાથી પુરુષ જ્યેષ્ઠ છે–પુરુષોત્તમ ધર્મ છે, લોકમાં પણ પુરુષ પ્રભુ છે, શું વળી લોકોત્તર ધર્મમાં ?=સ્વલ્પબુદ્ધિવાળા લોક વડે પણ આ માર્ગ જોવાયો છે–પુરુષપ્રધાન માર્ગ જોવાયો છે, વિશેષથી તત્વજ્ઞ એવા લોકોત્તમ પુરુષો વડે જોવાયો છે, એ પ્રકારનો અભિપ્રાય છે. I૧૬ ભાવાર્થ - જો જીવોને એકેન્દ્રિયાદિ કરતાં પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થાય છે તે પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે, તેમ મનુષ્યભવમાં સ્ત્રીપણા કરતાં પુરુષપણું પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે અને પુરુષો પણ શુદ્રાદિ પ્રકૃતિવાળાં તે તે પ્રકારનાં ક્લિષ્ટ કર્મોથી થાય છે, તોપણ જે ગુણસંપન્ન પુરુષો છે અને સ્ત્રીઓ છે, તેમાં સ્ત્રી ભવને કારણે બહુલતાએ તુચ્છ પ્રકૃતિની સંભાવના છે અને પુરુષને અનુકૂળ પુણ્ય પ્રકૃતિને કારણે તે પ્રકારની તુચ્છ પ્રકૃતિની સંભાવના અલ્પ રહે છે, જેમાં સ્ત્રીઓમાં જે પ્રકારે બહુલતાએ ભય દેખાય છે, તે પ્રકારનો ભય પુરુષમાં બહુલતાએ પ્રાપ્ત થતો નથી, તેમાં પુરુષ શરીર જ પ્રબળ કારણ છે, તેમ અમુક તુચ્છ પ્રકૃતિઓ સ્ત્રીઓને બહુલતાએ પ્રાપ્ત થાય છે, ગુણને અભિમુખ થયેલા એવા પુરુષને પુરુષ શરીરને કારણે તે પ્રકારે દોષોની સંભાવના અલ્પ રહે છે, એથી પુરુષ એવા ગણધરોથી શ્રુતચારિત્રરૂપ ધર્મ પ્રવર્તે છે અને પુરુષોમાં શ્રેષ્ઠ એવા તીર્થંકરો વડે બતાવાયો છે, માટે ધર્મમાં પુરુષ જ્યષ્ઠ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬, ૧૭-૧૮ કહેવાય છે, લોકમાં પણ સ્ત્રીઓ કરતાં પુરુષપ્રધાન કહેવાય છે, જ્યારે સૂક્ષ્મ બુદ્ધિવાળા લોકોત્તર ધર્મમાં તો વિશેષથી પુરુષ જ પ્રધાન કહેવાય છે, માટે દીર્ઘ પર્યાયવાળી સાધ્વીઓ પણ આજના દીક્ષિત ગુણસંપન્ન સાધુને વંદન કરે છે અને ગુણરહિત હોય તો શ્રાવકોથી પણ વંદ્ય નથી, ઘણા પર્યાયવાળાં હોય તોપણ વંદ્ય નથી, તેથી નિર્ગુણ એવા પુરુષરૂપ સાધુને આશ્રયીને સાધ્વીઓથી નવદીક્ષિત વંદ્ય છે, તેનો અર્થ ગ્રહણ કરવો નહિ, પરંતુ ગુણસંપન્ન સાધુ સાધ્વીઓથી વંઘ છે, આથી સુવિહિત આચાર્યથી દિક્ષા અપાયેલ દ્રમકને આર્યા ચંદનબાળા સાધ્વી વંદન કરે છે. II૧છા અવતરણિકા : कथानकं चात्र - वाराणस्यां नगर्यां सम्बाधनो राजा, तस्य रूपवतीनां कन्यकानां सहस्रमधिकमासीत् । सोऽन्तवर्तिन्यां महादेव्यामुपरतः, अपुत्रत्वानायकविकला ग्रहीतुमभिवाञ्छिता राज्यश्रीरन्यैः, वारितास्ते नैमित्तिकेन उदरवर्तिनो भविष्यदङ्गवीरनाम्नस्तनयस्य प्रभावात्पराभविष्यन्ते भवन्त इति वदता । तदाकर्ण्य निवृत्ता ग्रहणाभिलाषात् व्यपगतो विप्लव इत्याह चઅવતરણિતાર્થ : અને અહીં=પુરુષપ્રધાન ધર્મ છે એમાં, કથાનક કહે છે – વારાણસી નગરીમાં સંબોધન નામનો રાજા છે, તેને હજારથી અધિક રૂપવતી કન્યાઓ હતી, મહાદેવી ગર્ભવતી હોતે છતે તે રાજા મૃત્યુ પામ્યો, અપુત્રપણું હોવાથી વાયકરહિત રાજ્યલક્ષ્મી અન્ય વડે ગ્રહણ કરવાને માટે ઈચ્છાઈ, તેઓ તે રાજાઓ, ઉદરવર્તી થનારા અંગવીર નામના પુત્રના પ્રભાવથી તમે પરાભવ પામશો એ પ્રમાણે બોલતા નૈમિત્તિક વડે વારણ કરાયા, તેને સાંભળીને ગ્રહણના અભિલાષથી રાજયગ્રહણના અભિલાષથી, તેઓ નિવૃત્ત થયા, વિપ્લવ દૂર થયો અને એ પ્રમાણે કહે છે=ગાથામાં કહે છે – ગાથા : संवाहणस्स रनो, तइया वाणारसीए नयरीए । कण्णासहस्समहियं, आसी किर रूववंतीणं ।।१७।। तह वि सा रायसिरी, उल्लटन्ती न ताइया ताहिं । उयट्ठिएण एक्केण, ताइया अंगवीरेण ।।१८।। ગાથાર્થ : ત્યારે વારાણસી નગરીમાં સંબોધન રાજાને રૂપવતી હજારથી અધિક કન્યાઓ હતી, Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭–૧૮, ૧૯ ૨૭ તોપણ તે નાશ પામતી રાજ્યલક્ષ્મી તેણીઓ વડે રક્ષણ કરાઈ નહિ, ઉદરમાં રહેલા એક અંગવીર વડે રક્ષિત થઈ. II૧૭-૧૮ ટીકા ઃ प्रथमा उक्तार्था, तथापि सा राज्यश्रीः, उल्लटन्तीति अवलुठन्ती विनश्यन्तीत्यर्थः । न त्राता न रक्षिता ताभिः कन्याभिः, उदरस्थितेनैकेन त्राताङ्गवीरेणेति ।।१७-१८ ।। ટીકાર્ય : प्रथमा उक्तार्था, વીરેનેતિ ।। પ્રથમ ગાથા ઉક્ત અર્થવાળી છે=અવતરણિકામાં કહેવાયેલા અર્થવાળી છે, તોપણ તે નાશ પામતી રાજ્યલક્ષ્મી તે કન્યાઓ વડે રક્ષિત થઈ નહિ, ઉદરમાં રહેલા એક અંગવીર વડે રક્ષિત થઈ. ।।૧૭-૧૮|| ભાવાર્થ ઃ પુરુષપ્રધાન ધર્મ છે, એ કથનને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરતાં કહે છે અંગવીર ગર્ભમાં હતો ત્યારે પણ પુરુષ હોવાથી તથા પ્રકારની પુણ્યપ્રકૃતિ લઈને જન્મે છે. તે રાજાની હજારોથી અધિક રૂપવતી કન્યાઓ હતી, તોપણ તેવી પુણ્યપ્રકૃતિવાળી ન હતી કે નગરનું રક્ષણ કરી શકે, આનાથી નક્કી થાય છે કે જેમ રાજ્યલક્ષ્મીના રક્ષણ માટે પણ પુરુષમાં પ્રાયઃ તે પ્રકારની પુણ્યપ્રકૃતિઓ પ્રાપ્ત થાય છે, તેમ ધર્મના ક્ષેત્રમાં પણ ઉત્તમ પુરુષોમાં તે પ્રકારની પુણ્યપ્રકૃતિ અને ગુણસંપત્તિ વર્તે છે, જેથી તેઓથી ધર્મનું રક્ષણ થાય છે, સ્ત્રીઓથી નહિ. આથી જ નવદીક્ષિત સાધુ પણ દીર્ઘ પર્યાયવાળી સાધ્વીથી પૂજ્ય બને છે. II૧૭–૧૮॥ અવતરણિકા : अन्यच्च અવતરણિકાર્ય : - અન્યપુરુષપ્રધાન ધર્મને સ્પષ્ટ કરવા અન્ય દૃષ્ટાંત બતાવે છે ગાથા = - महिलाण सुबहुयाण वि, मज्झाओ इह समत्थघरसारो । रायपुरिसेहिं निज्जइ, जणे वि पुरिसो जहिं नत्थि ।।१९।। ગાથાર્થ ઃ આ લોકમાં પણ ઘણી પણ મહિલાઓની મધ્યમાંથી પણ સમસ્ત ઘરનો સાર રાજપુરુષો વડે લઈ જવાય છે, જે ઘરમાં પુરુષ નથી. II૧૯॥ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯-૨૦ ટીકા ઃ महिलानां स्त्रीणां सुबहूनामपि मध्यादिह जनेऽपीति सम्बन्धः, समस्तगृहसार: सर्वद्रव्यनिचयादिः, राजपुरुषैर्नीयते राजकुलं प्राप्यते यस्मिन् गृहे पुरुषो नास्त्यधनिकत्वादिति ।। १९ ।। ટીકાર્ય : महिलानां ત્વાવિતિ ।। આ લોકમાં પણ ઘણી પણ સ્ત્રીઓની મધ્યમાંથી સમસ્ત ઘરનો સાર રાજપુરુષો વડે રાજકુળમાં લઈ જવાય છે, જેના ઘરમાં પુરુષ નથી; કેમ કે નિઃસ્વામિકપણું છે=તે ધનનો સ્વામી કોઈ પુરુષ નથી. ।।૧૯। ભાવાર્થ : લોકનીતિથી પણ પુરુષપ્રધાનતા સ્પષ્ટ કરવા માટે કહે છે ઘરમાં ઘણી સ્ત્રીઓ હોય, છતાં કોઈ પુરુષ ન હોય તો તેના ઘણા પણ ધનમાંથી જે સારભૂત ધનનો સમૂહ છે તે રાજકુળમાં લઈ જવાય છે, આ રાજનીતિ છે, તે નીતિ પણ બતાવે છે કે ધનનો ભોક્તા પુરુષ જ પ્રધાન છે, તેમ ધર્મના ક્ષેત્રમાં પણ પુરુષની પ્રધાનતા સ્વીકારવી જોઈએ. II૧૯લા અવતરણિકા : यथायं पुरुषप्रधानो धर्मस्तथा जनरञ्जनाप्रधान इति यश्चिन्तयति तं प्रत्याहं ..... અવતરણિકાર્ય : જે પ્રમાણે આ પુરુષપ્રધાન ધર્મ છે, તે પ્રમાણે જનરંજનપ્રધાન ધર્મ છે, એ પ્રમાણે જે ચિંતવન કરે તેના પ્રત્યે કહે છે ગાથા : किं परजणबहुजाणावणाहिं वरमप्पसक्खियं सुकयं । इय भरहचक्कवट्टी, पसन्नचंदो य दिट्ठता ।।२०।। ગાથાર્થ : પરજન જ્ઞાપના વડે શું ? અર્થાત્ કાંઈ નથી, આત્મસાક્ષિક સુકૃત શ્રેષ્ઠ છે, અહીં ભરત ચક્રવર્તી અને પ્રસન્નચંદ્ર દૃષ્ટાંત છે. II૨૦ના ટીકા ઃ ज्ञाप्यते परप्रतीतं क्रियतेऽमूभिरिति ज्ञापना रञ्जना, बहवश्च ता ज्ञापनाश्च बहुज्ञापनाः परजनस्य बहुज्ञापना इति समासः ताभिः, किं ? न किञ्चित्, असारत्वात्तासां । वरं प्रधानमात्मा Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦ साक्षिकं प्रत्यायितः स्वचित्तं सुकृतं सदनुष्ठानम्, इत्येवमेतन्नान्यथा । इहेति पाठान्तरं वा, इहाऽस्मिन्नर्थे भरतचक्रवर्ती प्रसन्नचंद्रश्च दृष्टान्तौ, तथाहि-भरतस्याऽऽदर्शसदनान्तर्वर्तिनोऽङ्गुलीयपाताऽशोभिताङ्गुलीदर्शनजातविस्मयेन क्रममुक्तनिःशेषाऽऽभरणविच्छायाङ्गनिरीक्षणद्वाराऽऽयातवैराग्यप्रकर्षस्याऽरञ्जितेऽपि बहिर्लोके शुक्लध्यानोल्लासादभूत्केवलज्ञानमिति । प्रसन्नचंद्रस्य पुनर्विषहशीतवातातपादिक्लेशसहिष्णोरपिऽप्रावरणनिष्पकम्पकायोत्सर्गावर्जितश्रेणिकादिलोकचित्तस्य पुत्रपरिभवाकर्णनसञ्जातचित्तविप्लवप्रारब्धसङ्ग्रामस्य सप्तमनरकपृथिवीप्रायोग्यकर्मकरणपरिणामोऽभूत् । तन्न लोकरञ्जनप्रधानो धर्मः, अपि तु चित्तशुद्धिप्रधानः प्रवर રૂમિપ્રાય: ૨૦ ના ટીકાર્ચ - જ્ઞાથ .... રમખાયઃ | જ્ઞાપન કરાય છે–પરપ્રતીત કરાય છે, આમના વડે એથી જ્ઞાપના= રંજના અને ઘણી તે જ્ઞાપના બહુજ્ઞાપના, પરજતને બહુજ્ઞાપના એ પ્રકારે સમાસ છે, તેના વડે= પરજનને ઘણી જ્ઞાપના વડે શું ? અર્થાત્ કોઈ અર્થ નથી; કેમ કે તેઓનું=પરજનની રંજનાનું, અસારપણું છે, શ્રેષ્ઠ આત્મસાક્ષિક સુકૃત છે=પ્રત્યયને પામેલું અર્થાત્ પોતે ધર્મ કરે છે તે પ્રકારની પ્રતીતિને પ્રાપ્ત કરેલું સ્વચિત સદનુષ્ઠાન છે, એ પ્રમાણે આ છે, અન્યથા નથી, ગાથામાં રહેલ નો અર્થ રિ કર્યો, હવે તિને સ્થાને રૂદ એ પ્રમાણે પાઠાંતર છે, તે પ્રમાણે અર્થ કરે છે – અહીં આ અર્થમાં, ભરત ચક્રવર્તી અને પ્રસન્નચંદ્ર દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે – આરીસાભવનના અંતર્વર્તી એવા અંગુલીના પાતથી અશોભિત અંગુલીદર્શનથી થયેલા વિસ્મયથી ક્રમસર દૂર કર્યા છે. સમગ્ર આભરણ તેના કારણે ગયેલી શોભાવાળા અંગતા નિરીક્ષણ દ્વારા પ્રાપ્ત થયેલા વૈરાગ્યના પ્રકર્ષવાળા ભરતને અરંજિત પણ બહારનો લોક હોતે છતે શુક્લધ્યાતના ઉલ્લાસથી કેવલજ્ઞાન થયું. વળી દુખે કરીને સહન થાય એવા શીત-વાત-અપ્રાવરણથી નિષ્પકંપ કાયોત્સર્ગથી આવજિત કરાયું છે શ્રેણિક આદિ લોકોનું ચિત્ત જેમના વડે એવા પુત્ર પરિભવને સાંભળવાથી થયેલા ચિતના વિપ્લવથી શરૂ કરાયેલા સંગ્રામવાળા પ્રસન્નચંદ્રને સાતમી તરક પૃથ્વી પ્રાયોગ્ય કર્મનો કરણ પરિણામ થયો, તે કારણથી લોકરંજના પ્રધાન ધર્મ નથી, પરંતુ ચિત્તશુદ્ધિ પ્રધાન ધર્મ છે, એ પ્રકારનો અભિપ્રાય છે. ૨૦] ભાવાર્થ : જેમ ધર્મ પુરુષની પ્રધાનતાવાળો છે, તેમ જનરંજનાથી ધર્મ પ્રધાન નથી, પરંતુ સદ્ધર્મ આત્મસાક્ષિક છે, તેથી જેઓ કરાયેલો ધર્મ બધાની આગળ પ્રદર્શિત થાય તે પ્રકારે કરે છે, તે ધર્મ ઘણા લોકોના Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા ૨૦-૨૧ ચિત્તને આવર્જનનું કારણ બને છે, ઘણા લોકો તેની પ્રશંસા કરે છે, તોપણ ધર્મ ક૨ના૨નું ચિત્ત તે જ્ઞાપનામાં જ પ્રવર્તતું હોવાથી તે ધર્મ અસાર છે, ધર્મ પોતાના ચિત્તમાં પ્રગટ થતા વીતરાગતાને અનુકૂળ ભાવો સાથે છે, જનમેદની સાથે નથી કે લોકોની પ્રશંસાથી નથી, પરંતુ સંવૃત્ત ચિત્તપૂર્વક વીતરાગના વચનાનુસાર અનુષ્ઠાન કરે અને જે નિર્લેપ પરિણતિ પ્રગટે તે જ ધર્મ છે. જેમ ભરત મહારાજાને આરીસાભુવનમાં કેવલજ્ઞાન થયું તે તેમના ઉત્તમ ચિત્તથી પ્રગટ થયેલો ધર્મ હતો અને પ્રસન્નચંદ્ર રાજર્ષિને સાધુનો વેષ, બાહ્ય કઠોર ચર્યા, કાયોત્સર્ગ મુદ્રાદિ સર્વ શ્રેણિક આદિને આવર્જન કરે તેવાં હતાં તોપણ તેમના ચિત્ત અનુસા૨ સાતમી નરકને અનુકૂળ કર્મ બંધાય તેવો પરિણામ થયો, તેથી જેઓનું ચિત્ત માત્ર બાહ્ય ક્રિયામાં પ્રવર્તે છે અને ‘લોકો ધર્મ પામે છે' તેવી બુદ્ધિથી કરાયેલા ધર્મને બહાર પ્રદર્શિત કરવા યત્ન કરે છે તેઓ ધર્મરહિત ચિત્તવાળા છે, તેથી ધર્મ લોકપ્રશંસાને આધીન નથી, સ્વચિત્તને આધીન છે, તેમ નિપુણપ્રજ્ઞાથી વિચારીને ધર્મના અર્થી સાધુએ કે વિવેકી શ્રાવકે તે પ્રકારે ધર્મમાં યત્ન કરવો જોઈએ. II૨૦ના અવતરણિકા : यस्तु पुण्यपापक्षयङ्करी दीक्षेयं पारमेश्वरीति वचनाच्छैववद्वेषमात्रादेव तुष्येत् तं शिक्षयितुमाहઅવતરણિકાર્ય - જે વળી પુણ્ય-પાપને ક્ષય કરનારી આ પારમેશ્વરી દીક્ષા છે, એ પ્રકારના વચનથી શૈવ સાધુની જેમ વેષમાત્રથી જ તોષ પામે તેને શિક્ષા આપવા માટે કહે છે ગાથા : 30 वेसो वि अप्पमाणो, असंजमपएसु वट्टमाणस्स । किं परियत्तियवेसं, विसं न मारेइ खज्जंतं १ । । २१ । । ગાથાર્થ ઃ અસંયમ પદોમાં વર્તતા સાધુનો વેષ પણ અપ્રમાણ છે, પરિવર્તિત વેશવાળાને ખાધેલું વિષ શું મારતું નથી ? અર્થાત્ મારે છે. II૨૧II ટીકા ઃ न केवलं जनरञ्जना, वेषोऽपि रजोहरणादिरूपोऽप्रमाणः, प्रमाणं प्रत्यक्षादि, अविद्यमानः प्रमाणोऽप्रमाणः कर्मबन्धाभावं प्रति नियुक्तिक इत्यर्थः । कस्य ? असंयमपदेषु पृथिव्याद्युपमर्दस्थानेषु वर्तमानस्य पुंसः । स्वपक्षे युक्तिमाह- किं परिवर्तितवेषं कृतान्यनेपथ्यं पुरुषमिति गम्यते, विषं न मारयति खाद्यमानं ? मारयत्येव । तथा सङ्क्लिष्टचित्तविषमसंयमप्रवृत्तं पुरुषं संसारमारेण मारयति न वेषस्तं रक्षतीति भावः । । २१ ।। Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧-૨૨ ૩૧ ટીકા : ન લેવાનં .... ભાવ: | કેવલ જનરંજના નહિ, રજોહરણાદિરૂપ વેષ પણ અપ્રમાણ છે, પ્રમાણ પ્રત્યક્ષ આદિ છે, અવિદ્યમાન પ્રમાણ અપ્રમાણ છેઃકર્મબંધના અભાવ પ્રત્યે યુક્તિ વગરનું છેઃ વેષમાત્રથી કર્મબંધનો અભાવ પ્રાપ્ત થતો નથી, કોનો વેષ અપ્રમાણ છે? એથી કહે છે – અસંયમ પદોમાં=પૃથ્વી આદિ ઉપમર્દન સ્થાનોમાં, વર્તતા પુરુષનો વેષ અપ્રમાણ છે, સ્વપક્ષમાં=અસંયમ પદવાળા સાધુમાં વેષ અપ્રમાણ છે એ રૂપ સ્વપક્ષમાં, યુક્તિને કહે છે – શું પરિવર્તિત વેષવાળા પુરુષને કરાયેલા અન્ય વસ્ત્રવાળા પુરુષને, ખવાતું વિષ મારતું નથી ? અર્થાત્ મારે છે જ, તે પ્રમાણે સંક્લિષ્ટ ચિત્તરૂપી વિષ અસંયમમાં પ્રવૃત્ત પુરુષને સંસારના મારણથી મારે છે–સંસારની વિડંબનાથી મારે છે, વેષ તેનું રક્ષણ કરતો નથી. પરના ભાવાર્થ : કોઈ સાધુ સંયમનો વેષ ગ્રહણ કરે, સ્થૂલથી આવશ્યકાદિ ક્રિયાઓ કરે તો પણ જો તેનું ચિત્ત આરંભસમારંભમાં પ્રવર્તતું હોય તો તેના વેષથી તેનું રક્ષણ થતું નથી, જેમ કોઈ વિષ ભક્ષણ કરે અને વેષ પરિવર્તન કરે એટલા માત્રથી તેનું રક્ષણ થતું નથી, તેથી એ પ્રાપ્ત થાય કે જેના ચિત્તમાં બાહ્ય પદાર્થોનો સંશ્લેષ વર્તતો હોય તેઓ સાક્ષાત્ આરંભ-સમારંભ કરતા પણ હોય કે બાહ્યથી આરંભ-સમારંભનો ત્યાગ હોય તોપણ ચિત્તથી માત્ર અસંયમભાવોમાં વર્તે છે તેઓને સાધુવેષ કે સાધ્વાચારની બાહ્યક્રિયાઓ રક્ષણ કરતી નથી, પરંતુ વીતરાગના વચનથી નિયંત્રિત થયેલ ઉત્તમભાવો જ તેમનું સંસારના પરિભ્રમણથી રક્ષણ કરે છે; કેમ કે બંધ ચિત્તના પરિણામ અનુસાર છે, માત્ર વેષ કે બાહ્ય કૃત્ય અનુસાર નથી. IIII અવતરણિકા : एवं तर्हि भावशद्धिरेव विधेया, किं वेषेण ? नैतदस्ति, पृथिव्यादिरक्षणवद् व्यवहारतो वेषस्यापि भावशुद्ध्युपकारकत्वात्, तद्विकलोऽसौ अकिञ्चित्कर इत्युच्यते, तथा चाहઅવતરણિકાર્ય : આ રીતે તો ભાવશુદ્ધિ જ કરવી જોઈએ, વેષ વડે શું ? એ નથી= વેષ નિરર્થક છે' એ નથી, પૃથ્વીકાય આદિના રક્ષણની જેમ વ્યવહારથી વેષનું પણ ભાવશુદ્ધિમાં ઉપકારકપણું છે, તેનાથી રહિત=ભાવશુદ્ધિથી રહિત આ=વેષ અકિંચિત્થર છે, એ પ્રમાણે કહેવાય છે અને તે પ્રમાણે કહે છે=વેષ પણ ભાવશુદ્ધિમાં ઉપકારક છે તે પ્રમાણે કહે છે – ગાથા : धम्मं रक्खइ वेसो, संकइ वेसेण दिक्खिओमि अहं । उम्मग्गेण पडतं, रक्खइ राया जणवओय ।।२२।। Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨ ગાથાર્થ: વેષ ધર્મને રહ્યું છે, વેષથી હું દીક્ષિત છું, એ પ્રકારની શંકા થાય છે, જેમ રાજા અને જનપદ ઉન્માર્ગમાં પડતાનું રક્ષણ કરે છે. II૨૨।। ટીકા ઃ धर्मं रक्षति वेषः, तद्ग्रहणोत्तरकालं सत्पुरुषाणामकार्यप्रवृत्तेरदर्शनात् । कथञ्चित्प्रवृत्तोऽप्यकार्ये गृहीतवेषः शङ्कते वेषेण हेतुभूतेन दीक्षितोऽहमिति मत्वा । दृष्टान्तमाह-उन्मार्गेण चौर्यपारदार्यादिना भावोत्पथेन पतन्तं सदाचारगिरिशिखराल्लुठन्तं यथा पुरुषमित्यध्याहारः, राजा रक्षति, तद्दण्डभयेनादित एवाप्रवृत्तेः, प्रवृत्तस्यापि शङ्कया निवृत्तेः, जनपदश्च यथा रक्षति, तद्धिक्कारभयेनाप्युन्मार्गप्रवृत्तेનિવૃત્તિવર્ણનાત્। તથા વેષોડપતિ ।।૨૨।। ટીકાર્થ ઃ ધર્મ રક્ષતિ .... • વેષોઽપીતિ ।। વેષ ધર્મને રક્ષણ કરે છે; કેમ કે સત્પુરુષોને તેના ગ્રહણના ઉત્તરકાલમાં અકાર્ય પ્રવૃત્તિનું અદર્શન છે, કોઈક રીતે અકાર્યમાં પ્રવૃત્ત પણ સત્પુરુષ ગૃહીત વેષવાળો હેતુભૂત એવા વેષથી શંકા કરે છે હું દીક્ષિત છું એ પ્રમાણે માનીને શંકા કરે છે, દૃષ્ટાંતને કહે છે ઉન્માર્ગથી=ચોરી–પરદારા આદિ ભાવઉત્પથથી, પતન પામતા જીવને=સદાચારરૂપ ગિરિના શિખરથી પડતા પુરુષને, જે પ્રમાણે રાજા રક્ષણ કરે છે; કેમ કે તેના દંડના ભયથી=રાજાના દંડના ભયથી, આદિથી જ અપ્રવૃત્તિ છે, પ્રવૃત્તની પણ શંકાથી નિવૃત્તિ છે અને જનપદ જે પ્રમાણે રક્ષણ કરે છે; કેમ કે તેના ધિક્કારના ભયથી પણ=જનપદના ધિક્કારના ભયથી પણ, ઉન્માર્ગની પ્રવૃત્તિની નિવૃત્તિનું દર્શન છે, તે પ્રમાણે વેષ પણ ધર્મનું રક્ષણ કરે છે. ૨૨ા ભાવાર્થ : અત્યંત ઉત્તમ પ્રકૃતિવાળા જીવો તત્ત્વને જોનારા હોય છે, છતાં અનાદિ ભવ અભ્યાસને કારણે તેઓ પણ ક્યારેક ઇન્દ્રિયોને પરવશ થાય છે, તેથી જો સંયમવેષ ન હોય તો તેવા જીવો ઇન્દ્રિયોના આવેગથી વિષયોમાં પ્રવૃત્તિ કરે, પરંતુ સંયમવેષ ગ્રહણ કરેલો હોય તો વેષનું સ્મરણ જ તેમના ધર્મનું રક્ષણ કરે છે અર્થાત્ ‘હું સાધુ છું’ એ પ્રકારે સુસાધુ નિત્ય સ્મરણ કરે છે, તેથી સાધુની મર્યાદાથી અન્યથા મહાવ્રતોને કલંકિત કરે તેવી કોઈ પ્રવૃત્તિ ન થાય, એ પ્રકારે મન-વચન-કાયાને પ્રવર્તાવવામાં ગ્રહણ કરાયેલો વેષ તેમનું રક્ષણ કરે છે, આથી સત્પુરુષો વ્રત ગ્રહણ કરતાં પૂર્વે કામાદિની ઇચ્છા થાય છે ત્યારે પ્રવૃત્તિ કરતા હોય છે, પરંતુ વેષ ગ્રહણ કર્યા પછી ક્યારેય મનથી પણ અકાર્યમાં પ્રવૃત્તિ કરતા નથી, તે કારણે તેઓએ જે સાધુનો વેષ સ્વીકાર્યો છે એ જ તેઓના ચિત્તને ધર્મમાં તે પ્રકારે પ્રવર્તાવે છે. જેમ વિવેકી જીવો ઉપવાસનું પચ્ચક્ખાણ ન કર્યું હોય ત્યારે ખાવાનો અભિલાષ કરે છે, પરંતુ ઉપવાસનું પચ્ચક્ખાણ ગ્રહણ કર્યા પછી ક્ષુધાની પ્રતીતિ થાય તોપણ ખાવાનો અભિલાષ કરતા નથી, તેમ સત્પુરુષોને સંયમ Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨-૨૩ ગ્રહણ કર્યા પછી વેષના બળથી સંયમની મર્યાદાથી અન્ય પરિણામ થતો નથી. વળી કોઈક જીવને સંયમનો વેષ હોવા છતાં બલવાન વિકાર થાય તો વેષની મર્યાદાને છોડીને અકાર્યમાં પ્રવર્તે તોપણ વેષને કારણે તેને શંકા થાય છે અર્થાતુ દીક્ષિત છું માટે મારાથી અકાર્ય થશે તો મારું અહિત થશે, તેથી શંકાને કારણે પણ વિષયોને અભિમુખ થયેલો અંતરંગ પરિણામ પણ બાહ્ય કૃત્યથી વિરામ પામે છે. જેમ ઉપવાસનું પચ્ચકખાણ કરેલું હોય અને રમ્ય ખાદ્ય પદાર્થના દર્શનથી ખાવાની ઇચ્છા થાય તો પણ મારે ઉપવાસનું પચ્ચકખાણ છે, તે બુદ્ધિથી વિવેકી પુરુષો ખાવાની પ્રવૃત્તિ કરતા નથી, તેમ કોઈક સાધુને ઇન્દ્રિયોનો વિકાર થાય તો પણ સાધુ છું, એ પ્રકારનું સ્મરણ થવાથી તે પ્રકારનું કાર્ય કરવા માટે પ્રવૃત્ત થતા નથી અને થયેલા અતિચારનું શોધન કરીને આત્માનું રક્ષણ કરે છે. આ કથનને દષ્ટાંતથી બતાવે છે – જેમ રાજા અને જનપદ ઉન્માર્ગમાં પડતા જીવનું રક્ષણ કરે છે, તેમ વેષ રક્ષણ કરે છે, તે આ રીતે – કોઈ જીવ ચોરી પરદારાગમન આદિ અનુચિત કૃત્ય કરતો હોય ત્યારે રાજા તેને દંડ કરશે, એ પ્રકારના ભયથી તે પુરુષ આદિથી જ નિવર્તન પામે છે, કોઈક રીતે પ્રવૃત્ત થયેલ હોય તોપણ રાજાના અપરાધનો વિષય થઈશ એ પ્રકારની શંકાથી નિવર્તન પામે છે, તેમ સાધુવેષધારી સપુરુષ રાજા સ્થાનીય વેષના બળથી સતત સંવૃત્ત પરિણામવાળા થઈને ધર્મની વૃદ્ધિમાં યત્ન કરે છે, આમ છતાં અનાદિ અભ્યાસથી કોઈક રીતે વિષયને અભિમુખ પરિણામ થાય તો પણ મારો સાધુનો વેષ છે અને હું તે પ્રકારની પ્રવૃત્તિ કરીશ તો મહાન અનર્થ થશે, એ પ્રકારની શંકાથી બાહ્ય પાપની આચરણાથી નિવર્તન પામે છે. વળી જનપદ ઉન્માર્ગમાં પડતા જીવનું રક્ષણ કરે છે, જો હું આ અકાર્ય કરીશ તો જનપદ મારો ધિક્કાર કરશે, તેથી ધિક્કારના ભયને કારણે ઉન્માર્ગની પ્રવૃત્તિની નિવૃત્તિ થાય છે, તેમ સાધુવેષધારી સપુરુષ જનપદ સ્થાનીય વેષના બળથી સંવૃત્ત પરિણામવાળા થઈને ધર્મની વૃદ્ધિમાં યત્ન કરે છે અને તેને થાય છે કે આ વેષમાં હું વેષથી વિપરીત પ્રવૃત્તિ કરીશ તો ભગવાનના શાસનની આજ્ઞાના ઉલ્લંઘનને કારણે હું દુરંત સંસારમાં પડીશ, એ પ્રકારના ભયથી તે વેષધારી સાધુ ઉન્માર્ગની પ્રવૃત્તિથી નિવર્તન પામે છે, માત્ર કાયિક ઉન્માર્ગની પ્રવૃત્તિની નિવૃત્તિ કરતા નથી, પરંતુ વેષને અવલંબીને મન-વચનકાયા મોક્ષપથથી વિપરીત ન પ્રવર્તે તે રીતે પ્રવૃત્તિ કરે છે, તેથી વેષ ઉત્તમ પુરુષોનું રક્ષણ કરે છે. વળી જેમ અધમ પુરુષો સુંદર રાજા હોવા છતાં ચોરી આદિના અકાર્યમાં પ્રવર્તે છે, તેમ ભારે કર્મી જીવો વેષ ગ્રહણ કર્યા પછી વેષની મર્યાદાનું ઉલ્લંઘન કરીને તે પ્રકારે આત્માનું રક્ષણ કરવા યત્ન કરતા નથી, તેઓ ક્લિષ્ટ કર્મવાળા હોવાથી દુરંત સંસારને પ્રાપ્ત કરે છે. શા અવતરણિકા - निश्चयनयस्तुઅવતરણિકાર્ય :વળી નિશ્ચયથી વેષ પ્રમાણ નથી, આજ્ઞા જ પ્રમાણ છે, એ બતાવવા માટે કહે છે – Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ગાથા: अप्पा जाणइ अप्पा, जहट्ठिओ अप्पसक्खिओ धम्म अप्पा करेइ तं तह, जह अप्पसुहावहं होइ ।। २३ ।। ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૩ ગાથાર્થ ઃ યથાસ્થિત આત્મા=યથાસ્થિત એવો જે આત્મા છે તે આત્મા જાણે છે, આત્મસાક્ષિક ધર્મ છે, આત્મા=લબ્ધ વિવેકવાળો આત્મા, તે પ્રકારે તેને=ધર્મને, કરે છે, જે પ્રમાણે આત્માને સુખાવહ અનુષ્ઠાન થાય છે. II૨૩]I ટીકા ઃ आत्मा यथास्थितः शुभपरिणामोऽशुभपरिणामो वा ? तदात्मा जानाति, न तु परः परचेतोवृत्तीनां दुर्ज्ञेयत्वात्, अत एवात्मा जीवः साक्षी प्रत्यायनीयो यस्यासावात्मसाक्षिकः, कोऽसौ ? धर्मः, आत्मा लब्धविवेको जीवः करोति तत् तस्मात्तत्तथा, यथा आत्मसुखावहमनुष्ठानं भवति, किं परजनरञ्जनयेत्याकूतम् ।।२३ ।। ટીકાર્ય ઃ आत्मा આતમ્ ।। યથાસ્થિત આત્મા=શુભ પરિણામ અથવા અશુભ પરિણામ તેને= શુભાશુભ પરિણામને, આત્મા જાણે છે, પરંતુ બીજો જાણી શકતો નથી; કેમ કે પરની ચિત્તવૃત્તિનું દુરન્દ્રયપણું છે=દુર્રેયપણું છે, આથી જ આત્મા=જીવ, સાક્ષી=પ્રત્યાયનીય, છે જેને તેવો આ આત્મસાક્ષિક, આત્મસાક્ષિક કોણ છે ? એથી કહે છે ધર્મ છે, આત્મા=લબ્ધ વિવેકવાળો જીવ, તે કારણથી પ્રકારે કરે છે, જે પ્રકારે આત્મ સુખાવહ અનુષ્ઠાન થાય છે, પરજનરંજના વડે શું? એ પ્રકારનો આશય છે. ।।૨૩।। ..... - ભાવાર્થ: જે પ્રકારે શુભ-અશુભ પરિણામમાં આત્મા રહેલો છે, તે પરિણામને જેઓ નિપુણપ્રજ્ઞાપૂર્વક જાણવા યત્ન કરે છે તેવો જ આત્મા પોતાના તેવા આત્માને જાણી શકે છે, બીજો જીવ તે આત્માને જાણી શકતો નથી; કેમ કે બીજાના ચિત્તમાં તત્ત્વને અભિમુખ પરિણામ છે કે સંશ્લેષને અભિમુખ પરિણામ છે, તે છદ્મસ્થ જીવ પરમાર્થથી જાણી શકે નહિ, ક્વચિદ્ બાહ્ય લિંગોથી સામાન્ય નિર્ણય કરી શકે તોપણ બાહ્ય આચરણા કરનારા સાધુનું ચિત્ત વીતરાગગામી છે કે સંશ્લેષગામી છે એ પ્રકારનો સ્પષ્ટ નિર્ણય પોતાનો જ આત્મા જાણી શકે છે, આથી જે જીવો નિપુણપ્રજ્ઞાથી પોતાના ચિત્તના પ્રવાહને સંશ્લેષ ત૨ફ જાય છે કે સંશ્લેષના ઉચ્છેદ માટે પ્રવર્તે છે, તેને જાણવા યત્ન કરે છે, તેઓને આત્મપ્રતીતિથી જણાય કે મારું ચિત્ત પ્રામાણિક રીતે સંશ્લેષનો ઉચ્છેદ કરીને સંસારક્ષયમાં પ્રવર્તે છે, તે જ ધર્મ પારમાર્થિક Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૩-૨૪ ૩૫ ધર્મ છે, માટે આત્મસાક્ષિક ધર્મ છે, બાહ્યક્રિયા સાપેક્ષ ધર્મ નથી; કેમ કે લોકને તો સાધુવેષ, સાધુના આચારો ઇત્યાદિ જોઈને આ ધર્માત્મા છે, ત્યાગી છે, ભગવાનના વચનાનુસાર શુદ્ધ આચારો પાળે છે તેમ દેખાય છે, આમ છતાં તેવા શુદ્ધ આચાર પાળનાર પણ જો તે તે નિમિત્તોથી વાચ્ય પદાર્થો પ્રત્યે સંશ્લેષના પરિણામને કરતા હોય તો તે શુદ્ધ આચારના પાલનકાળમાં પણ બાહ્ય પદાર્થના સંશ્લેષજન્ય અધર્મને કરે છે, જેથી ભવપરંપરાની વૃદ્ધિ થાય છે અને જેઓ નિપુણપ્રજ્ઞાથી પોતાના ચિત્તનું અવલોકન કરીને અને દુરંત સંસારના પરિભ્રમણનો વિચાર કરીને આત્માને સદા અનુશાસન આપે છે, તેવા વિવેકી જીવો તે પ્રકારે અનુષ્ઠાન કરે છે, જે અનુષ્ઠાન સ્વભૂમિકાનુસાર અસંશ્લેષભાવોને પ્રાપ્ત કરીને આત્માના નિર્લેપભાવના સુખને લાવનાર થાય છે, પરંતુ બીજાને રંજન કરવાના આશયથી માત્ર બાહ્ય આચારોને પાળીને પોતાને કૃતકૃત્ય માનતા નથી. આથી જ ચૌદ પૂર્વધર પણ જ્યારે બાહ્ય પદાર્થ પ્રત્યે સંશ્લેષવાળા થાય છે ત્યારે સંયમના વાચ્ય આચારો સ્થૂલથી તે રીતે જ પાળતા હોય છે, તેથી લોકમાં સુવિહિત સાધુ તરીકે પૂજાય છે તોપણ પ્રાપ્ત થયેલ વિવેક નષ્ટ થયેલ હોવાના કારણે તે ત્યાગાત્મક અનુષ્ઠાન પણ પરરંજનામાં ઉપયોગી થવાથી દુરંત સંસારનું કારણ બને છે, માટે સર્વ ઉદ્યમથી નિપુણતાપૂર્વક આત્માને અનુશાસન આપવું જોઈએ, જેથી આત્માના પરિણામો અસંશ્લેષને અભિમુખ પ્રવર્તે અને તે પ્રકારે સ્વભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન સેવવું જોઈએ, જેથી આત્માનું રક્ષણ થાય. ૨૩મા અવતરણિકા : यतो भाव एव शुभाऽशुभकर्मकारणमित्याहઅવતરણિકાર્ય : જે કારણથી=નિશ્ચયથી પોતાના આત્માને નિપુણતાપૂર્વક અવલોકન કરે તો પોતાના ભાવો જોઈ શકે છે અને તે સુખાવહ અનુષ્ઠાન કરે છે તેમ કહ્યું, તેમાં હેતુ કહે છે જે કારણથી, ભાવ જ શુભાશુભ કર્મનું કારણ છે અર્થાત્ વાચ્ય અનુષ્ઠાન નહિ, પરંતુ ભાવ જ શુભાશુભ અનુષ્ઠાતનું કારણ છે, એને કહે છે – ગાથા : जं जं समयं जीवो, आविसई जेण जेण भावेण । सो तंमि तंमि समए, सुहासुहं बंधए कम्मं ।।२४।। ગાથાર્થ : જે જે સમયે જીવ જે જે ભાવથી આવિષ્ટ થાય છે, તે જીવ તે તે સમયે શુભાશુભ કર્મને બાંધે છે. ll૨૪ll. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬. ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૪-૨૫ ટીકા - ___ यं यमिति वीप्सया सर्वसङ्ग्रहमाह - समयं परमनिकृष्टं कालं जीव आविशत्यास्कन्दति येन येन शुभाशुभेन भावेन परिणामेन, स जीवस्तस्मिंस्तस्मिन् समये शुभाशुभं तद्भावप्रत्ययमेव बध्नाति कर्म ज्ञानावरणादीति ॥२४।। ટીકાર્ય : ચં ચિિત્ત ... જ્ઞાનાવર લિતિ | જે જે એ પ્રકારે વીપ્સાથી સર્વ સંગ્રહને કહે છે, સમય પરમ નિકૃષ્ટ કાળ છે, જીવ જે જે શુભાશુભભાવથી=પરિણામથી, પ્રાપ્ત કરે છે=જે જે સમયને પ્રાપ્ત કરે છે, તે જીવ તે સમયમાં શુભ-અશુભ તભાવ પ્રત્યય જ જ્ઞાનાવરણાદિ કર્મ બાંધે છે. રજા. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે નિશ્ચયનયથી પોતાનો આત્મા પોતાના ભાવોને યથાર્થ જાણીને આત્માને સુખનું કારણ થાય તેવું અનુષ્ઠાન કરે એ વિવેકી પુરુષનું ચેષ્ટિત છે અને જેઓ માત્ર વાચ્ય અનુષ્ઠાન કરીને પોતે ધર્મ કરે છે એમ માને છે, તેઓ બીજાને રંજન કરવાના પરિણામવાળા છે, પોતાના ભાવોનું અવલોકન કરીને પોતાના આત્માને સુખાવહ અનુષ્ઠાન કરતા નથી એમ કેમ કહ્યું ? એથી કહે છે – જીવ જે જે સમયે જે જે ભાવને પ્રાપ્ત કરે છે તે તે સમયમાં તે જીવ તે પોતાના ભાવને અનુરૂપ શુભ કે અશુભ કર્મ બાંધે છે, તેથી જેઓ નિપુણપ્રજ્ઞાપૂર્વક પોતાના ભાવોનું અવલોકન કરતા નથી, તેઓ સંયમ ગ્રહણ કરીને અને સંયમના બાહ્ય આચારો પાળીને પણ હું સંયમી છું, હું ત્યાગી છું ઇત્યાદિ ભાવોને કરીને તે ભાવોને અનુરૂપ જ અશુભ કર્મ બાંધે છે અને જેઓ નિપુણતાપૂર્વક સંસારનું વાસ્તવિક સ્વરૂપ અવલોકન કરે છે અને સંસારના પરિભ્રમણનું એક કારણ એવા બાહ્ય પદાર્થોમાં સંશ્લેષ છે કે પોતાના તપ-ત્યાગાદિ અનુષ્ઠાનોમાં સંશ્લેષ છે તેનો નિર્ણય કરીને અસંશ્લેષનું કારણ બને તે પ્રકારે જ બાહ્ય અનુષ્ઠાનો સેવે છે, તેઓ જ એ અનુષ્ઠાનના બળથી અસંશ્લેષભાવની વૃદ્ધિ કરીને સંસારનો ઉચ્છેદ કરવા સમર્થ બને છે અને જેઓ ધર્મની વૃત્તિવાળા છે, છતાં આત્મપરિણામના નિરીક્ષણમાં મૂઢ મતિવાળા છે, તેઓ વાચ્ય શાસ્ત્રઅધ્યયન-તપ ત્યાગાદિ આચરણાઓ કરીને પણ સંશ્લેષની વૃદ્ધિ દ્વારા સંગના પરિણામની વૃદ્ધિ કરે છે, તેથી અશુભ કર્મ બાંધીને સંસારના પરિભ્રમણના ફળને પામે છે. ૨૪ અવતરણિકા : तस्माच्छुभ एव भावो विधेयो, न गर्वादिदूषित इत्याहઅવતરણિતાર્થ : તે કારણથી જીવતા ભાવોથી જ શુભાશુભ કર્મ બંધાય છે, વાચ્ય અનુષ્ઠાનથી નહિ, તે કારણથી, શુભ જ ભાવ કરવો જોઈએ, ગવદિથી દૂષિત નહિ, એ પ્રમાણે કહે છે – Page #56 -------------------------------------------------------------------------- ________________ पहेशभाला भाग - १ / गाथा - २५ गाथा : धम्मो मएण हुंतो, तो नवि सीउण्हवायविज्झडिओ । संवच्छरमणसिओ, बाहुबली तह किलिस्संतो ।। २५ ।। 39 गाथार्थ : જો ધર્મ મદથી થતો હોત તો શીત-ઉષ્ણ-વાયુથી વિઝટિત=પીડા પામેલા સંવત્સર સુધી ભોજન વગરના બાહુબલી તે પ્રકારે ક્લેશ ન જ પામત. I॥૨૫॥ टीडा : धर्मो मदेनाभविष्यत्, यदीति गम्यते, ततो नापि नैव सम्भाव्यत एतत्, यदुत शीतोष्णवातैर्विझटितो व्याहतो मिश्रितो वा अतिव्याप्तत्वात्, शीतोष्णवातविझटितः संवत्सरं यावदनशितो निर्भोजनो बाहुबली तथा अक्लिशिष्यत् विबाधामन्वभविष्यदिति सङ्क्षेपार्थः । विस्तरार्थः कथानकगम्यस्तच्चेदम् - भरते चक्रवर्तिनि निजाज्ञाग्राहणोद्यते तत्कनिष्ठभ्रातरो विहाय राज्यानि ऋषभदेवान्तिके प्राव्राजिषुः । समुत्पन्नानि च सर्वेषां केवलज्ञानानि । बाहुबली पुनस्तद्भ्रातैव कथमहमेतद्भयादाज्ञां प्रव्रज्यां वा करिष्यामीत्यमर्षादभ्युत्थितः, संलग्नं द्वयोरपि युद्धं, दृष्टिवाग्बाहुमुष्टिदण्डप्रहारयुद्धेषु निर्जितो भरतः, चिन्तितमनेन किमयं चक्रवर्तीति ? अत्रान्तरेऽर्पितं देवतया चक्रम् । गृहीतचक्रो दृष्टो बाहुबलिना चिन्तितमनेन चूर्णयामि सचक्रमेनम् अथवा किमस्य गतमर्यादाजीवितस्य मारणेन ! अहो दुरन्ता विषयाः । यदासक्ता न कुर्वन्ति योग्यायोग्यविचारम् । यदुक्तम्— न मातरं न पितरं न स्वसारं न सोदरं । गुणैः सम्पश्यति तथा, विषयान् विषयी यथा ।।१।। 1 इति सञ्जातवैराग्येण तेन निःसृष्टो भुवि दण्डः, कृतः पञ्चमुष्टिको लोचः, अर्पितं देवतया रजोहरणादि, प्रपन्नः प्रव्रज्यां, इति तदवलोक्य लज्जितः स्वकर्मणा भरतः प्रसाद्यानेकविधं वन्दित्वा गतः स्वस्थानम् । बाहुबली पुनः कथमहं छद्यस्थतया केवलिनो लघुभ्रातॄन् वन्दिष्ये ? इत्यभिप्रायात्स्थितस्तत्रैव कायोत्सर्गेण तिष्ठतो गतं वर्ष, शीतवातातपैर्दवदग्धस्थाणुकल्पं कृतं शरीरकं, प्रसरिताः समन्ततो वल्लर्यः, प्ररूढा दर्भशूच्यः, समुद्गताश्चरणयोर्वाल्मीकाः, प्रसूताः कूर्चादौ शकुनय इति । भगवता तद्भगिन्यौ ब्राह्मीसुन्दर्यो 'भ्रातर ! अवतर हस्तिन' इति वक्तव्यं गत्वा युवाभ्यामित्युपदिश्य तत्पार्श्व प्रहिते । गत्वाभिहितं तत्ताभ्यां चिन्तितमनेन कुतो मुक्तसङ्गस्य हस्ती ! आ ! ज्ञातं ! मान इति । धिग् मा दुष्टचित्तकं ! वन्द्यास्ते भगवन्तो, व्रजामि वन्दितुं, Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨પ इत्युत्पादितं चरणेन सह केवलज्ञानमिति । यदि गर्वं नाकरिष्यत् तदादित एवोदपादयिष्यत् । अतो न मदेन धर्मो भवतीति स्थितम् ।।२५।। ટીકાર્ય : થ ... સ્થિત | એ શબ્દ ગાથામાં અધ્યાહાર છે, તેથી જો ધર્મ મદથી થતો હોત તો આ સંભાવ્ય નથી, એ અર્થમાં તો શબ્દ છે, તો શું ? એ “યવતથી સ્પષ્ટ કરે છે – શીત-ઉષ્ણવાયુ વડે વ્યાહત થયેલા અથવા મિશ્રિત થયેલા અતિવ્યાપ્તપણું હોવાથી ઠંડી-ગરમી-વાયુ વડે વિઝટિત બાહુબલી હતા અને એક વર્ષ સુધી ભોજન નથી લેવાયું જેમના વડે એવા બાહુબલી હતા, તે પ્રકારે ક્લેશને પામત નહિ=વિબાધાને પ્રાપ્ત કરત નહિ, એ પ્રકારે સંક્ષેપથી અર્થ છે, વળી વિસ્તરાર્થ કથાનકથી જાણવો અને તે આ છે – ભરત ચક્રવર્તી પોતાની આજ્ઞાના ગ્રાહણમાં ઉદ્યત હોતે છતે તેના નાના ભાઈઓએ રાજ્યને છોડીને ઋષભદેવની પાસે દીક્ષા ગ્રહણ કરી અને સર્વને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, બાહુબલી વળી તેનો ભાઈ જ કેવી રીતે શા માટે, હું આના ભયથી=ભરતના ભયથી, આજ્ઞાને સ્વીકાર્યું કે પ્રવજયાને સ્વીકારું ? એ પ્રકારે અમર્ષથી ઊભા થયા, બન્નેનું પણ યુદ્ધ સંલગ્ન થયું, દષ્ટિ-વાણી-બાહુ-મુષ્ટિ-દંડ યુદ્ધોમાં ભારત જિતાયો, આના વડે=ભરત વડે, વિચારાયું - શું આ ચક્રવર્તી છે ? એટલામાં દેવતા વડે ચક્ર અપાયું, ગ્રહણ કરાયેલા ચકવાળો ભરત બાહુબલી વડે જોવાયો, એના વડે વિચારાયું બાહુબલી વડે વિચારાયું – ચક્ર સહિત એવા આને=ભરતને, ચૂરી નાખું અથવા ગયેલી મર્યાદાવાળા જીવિત એવા આને ભરતને, મારવાથી શું? અહો, વિષયો દુરંત છે, તે કારણથી આવું લગ્ન સંયોગ, પ્રાપ્ત કરાય છે અર્થાત વિષયોમાં આસક્ત થયેલા જીવો યોગ્યાયોગ્યનો વિચાર કરતા નથી, જે કારણથી કહેવાયું છે – જે પ્રમાણે વિષયી વિષયોને જુએ છે, તે પ્રમાણે ગુણો વડે માતાને, પિતાને, બહેનને, ભાઈને જોતો નથી. આ પ્રકારે પ્રગટ થયેલા વૈરાગ્યવાળા તેના વડે=બાહુબલી વડે, ભૂમિ ઉપર દંડ મુકાયો, પંચમુષ્ટિ લોચ કરાયો, દેવતા વડે રજોહરણાદિ અપાયાં, પ્રવજ્યાને સ્વીકારી, તેને જોઈને પોતાના કર્મથી લજ્જિત થયેલો ભરત પ્રસાદ આદિ અનેક પ્રકારે વંદન કરીને સ્વસ્થાનમાં ગયો. બાહુબલી વળી છઘસ્થપણાને કારણે કેવલી એવા લઘુભાઈઓને હું કેવી રીતે વંદન કરીશ?' એ પ્રકારના અભિપ્રાયથી ત્યાં જ રહ્યા, કાયોત્સર્ગથી રહેતા તેમને એક વર્ષ ગયું, શીત-વાત-આપ વડે અગ્નિથી બળેલા વૃક્ષ જેવું શરીર કરાયું, ચારે બાજુથી વેલડીઓ વીંટળાઈ ગઈ, ઘાસની અણીઓ ઊગી નીકળી, બે પગમાં રાફડા થયા, દાઢી આદિમાં પક્ષીના માળા થયા, ત્યાર પછી ભગવાન વડે તેની બ્રાહ્મી-સુંદરી બે બહેનો છે ભાઈ ! હાથીથી ઊતર એમ તમારે જઈને કહેવું એ પ્રકારે ઉપદેશ આપીને તેની પાસે મોકલાઈ, તે બન્ને વડે જઈને તે કહેવાયું, આના વડે=બાહુબલી વડે વિચારાયું, મુક્ત સંગવાળા મને હાથી ક્યાંથી, હા... જણાયું. માન હાથી છે, દુષ્ટ ચિંતક એવા મને ધિક્કાર થાઓ, તે ભગવાન વિંધે છે–પોતાના નાના ભાઈઓ વધે છે, વંદન Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨પ-૨૬ કરવાને માટે હું જાઉં છું, ચરણની સાથે કેવળજ્ઞાન ઉપાડયું-ઉત્પન્ન કરાયું, જો ગર્વ ન કર્યો હોત તો પહેલેથી જ કેવળજ્ઞાન ઉત્પન્ન કરાયું હોત, આથી મદથી ધર્મ થતો નથી, એ પ્રમાણે સ્થિત છે. રપ ભાવાર્થ : કોઈપણ કષાયના ઉપયોગથી સંવલિત ધર્મનું અનુષ્ઠાન પ્રારંભ થાય ત્યારે સાક્ષાત્ ઉપયોગ તે તે ક્રિયામાં હોય તોપણ તે કષાયનો પરિણામ અંતઃવૃત્તિથી તસંલગ્ન અનુષ્ઠાનકાળમાં વર્તે છે અને જો તે પરિણામ નિવર્તન પામે તો તે અનુષ્ઠાન તે કષાયના સંશ્લેષ વગરનું પણ બને છે, બાહુબલીને મદના સંશ્લેષપૂર્વક એક વર્ષ સુધી ધ્યાનમાં ઉદ્યમ હતો, ધ્યાન વિષયક સૂક્ષ્મ બોધ હતો અને ચિત્તની તે પ્રકારની સ્થિરતાપૂર્વક ધ્યાનથી સાધ્ય વીતરાગતામાં ઉદ્યમ હતો, છતાં મદના પરિણામના સંશ્લેષને કારણે વિતરાગતાને અનુકૂળ ધર્મ ઉલ્લસિત થઈ શક્યો નહિ. વળી જેમ ગૌતમસ્વામીને વીર ભગવાન પ્રત્યેના સંશ્લેષને કારણે સંયમની ઉચિત ક્રિયા દ્વારા ચારિત્રનો પરિણામ વિદ્યમાન હોવા છતાં ક્ષપકશ્રેણિને અનુકૂળ ધર્મ આવિર્ભાવ થતો ન હતો, તેમ મદના સંશ્લેષને કારણે બાહુબલીને વિશેષ પ્રકારનો ચારિત્રનો પરિણામ આવિર્ભાવ થતો ન હતો, તેથી કલ્યાણના અર્થીએ ગર્વ આદિ દૂષણથી રહિત ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ. વળી સૂક્ષ્મ બુદ્ધિથી જોવામાં આવે તો ગૃહસ્થને ધર્મના સેવનકાળમાં પણ ધનાદિ પ્રત્યે સંશ્લેષ હોય છે તેવો જ બાહુબલીનો પણ માનનો પરિણામ હતો, એથી જેમ ગૃહસ્થ ભગવદ્ભક્તિ કે સામાયિકાદિ કરે તોપણ જ્યાં સુધી ઘર-ધનાદિનો સંશ્લેષ છે ત્યાં સુધી તેને નિગ્રંથભાવ પ્રગટ થતો નથી, તેમ બાહુબલી કાયોત્સર્ગકાળમાં વીતરાગ થવા ઉદ્યમ કરે છે, તોપણ ચિત્તમાં માનનો સંક્લેશ હોવાથી વીતરાગ થવાને અનુકૂળ સધીય ઉલ્લસિત થતું ન હતું અને ગૃહસ્થ પણ ભગવાનની પૂજાના કાળમાં ગૃહ આદિના સંશ્લેષ વગરના થાય તો ભાવથી ચારિત્ર કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેમ બહેન સાથ્વીના ઉપદેશથી બાહુબલીનો ચિત્તમાં વર્તતો સંશ્લેષ દૂર થવાથી વીતરાગતાને અનુકૂળ ધ્યાનના બળથી સંચિત થયેલું વીર્ય ઉલ્લસિત થાય છે. તેથી ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ અને કેવળજ્ઞાન થયું. IIરપા અવતરણિકા : समदश्च न गुरूपदेशयोग्यस्तथा च न स्वार्थसाधक इत्याहઅવતરણિકાર્ય : અને દિવાળો ગુરુના ઉપદેશને યોગ્ય નથી અને સ્વાર્થસાધક નથી, એ પ્રમાણે કહે છે – ભાવાર્થ : પૂર્વમાં બાહુબલીના દૃષ્ટાંતથી કહ્યું કે મદને કારણે બાહુબલીને ધર્મ થતો ન હતો, ત્યાં બાહુબલીનો મદ નિવર્તનીય હતો, આથી જ બહેન સાધ્વીના વચનથી તે મદ નિવર્તન પામ્યો, પરંતુ તેવો જ મદ કોઈકનો અનિવર્તિનીય હોય તો તે જીવ ગુરુના ઉપદેશને યોગ્ય નથી અને તેવા મદવાળા જીવો સ્વાર્થને સાધી શકતા નથી. એ પ્રકારે બતાવે છે – Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૬ ગાથા : नियगमइविगप्पियचिंतिएण सच्छंदबुद्धिरइएण । कत्तो पारत्तहियं, कीरइ गुरुअणुवएसेणं ।।६।। ગાથાર્થ :નિજકમતિથી વિકલ્પિત ચિંતિત, સ્વછંદ બુદ્ધિથી રચિત એવા, ગુરુથી અનુપદેશ્ય શિષ્ય વડે ક્યાંથી પત્ર હિત કરાય? અર્થાત્ કરાતું નથી. ll૨૬IL ટીકા : निजकमतिविकल्पितचिन्तितेनेति, विकल्पितं स्थूलालोचनं, चिन्तितं सूक्ष्मालोचनम् । ततश्च गुरूपदेशाभावानिजकमत्याऽऽत्मीयबुद्ध्या विकल्पितचिन्तिते यस्य स तथा तेन, अत एव स्वच्छन्दबुद्धिरचितेन स्वतन्त्रमतिचेष्टितेनेत्यर्थः कुतः परत्र हितं क्रियते ? न कुतश्चिदुपायाभावात् । केनेत्याह-उपदेशमर्हतीत्युपदेश्यः, ततोऽन्योऽनुपदेश्यः, गुरोरनुपदेश्यो गुर्वनुपदेश्यः, तेन गुरुकर्मणा શિષ્યતિ શેષ: શારદા ટીકાર્ચ - નિગમતિ . શેષઃ કિજકમતિ વિકલ્પિત ચિંતનવાળાથી એ કથનમાં વિકલ્પિત સ્કૂલ આલોચન છે, ચિંતવન સૂક્ષ્મ આલોચન છે અને ત્યાર પછી ગુરુના ઉપદેશના અભાવથી પોતાની મતિ દ્વારા=આત્મીય બુદ્ધિ દ્વારા, વિકલ્પિત અને ચિંતિત છે જે તે તેવો છે=નિજમતિ વિકલ્પિત અને ચિંતિત ધર્મવાળો છે, તેના વડે, આથી જ=તિજમતિથી વિકલ્પિત ચિંતિત કરનારો છે આથી જ, સ્વછંદ બુદ્ધિ રચિતવાળો છે સ્વતંત્ર મતિ ચેષ્ટિતવાળો છે, તેના વડે કઈ રીતે પરત્ર હિત કરાય ?=કોઈ રીતે પત્ર હિત કરાય નહિ; કેમ કે ઉપાયનો અભાવ છે, કયા કારણથી ઉપાયનો અભાવ છે ? એથી કહે છે – ઉપદેશને યોગ્ય તે ઉપદેશ્ય છે, તેનાથી અન્ય અનુપદેશ્ય છે, ગુરુથી અનુપદેશ્ય ગુરુ અનુપદેશ્ય તેનાથી, ગુરુ કર્મવાળા શિષ્યથી કઈ રીતે પરત્ર હિત કરાય ? અર્થાત્ પરલોક હિત થાય નહિ. In૨૬ાાં ભાવાર્થ : જેઓ પરમગુરુના વચનનું અવલંબન લઈને ગુણવાન ગુરુ જે કહે તે પ્રમાણે કરવા માટે તત્પર નથી, પરંતુ પોતાની મતિ અનુસાર શાસ્ત્રવચનોને સ્થૂલથી આલોચન કરે છે અને સ્કૂલથી આલોચન કર્યા પછી પોતાના આલોચનને સમ્યમ્ યોજન કરવા માટે સૂક્ષ્મ ચિંતન કરે છે, ત્યારપછી સ્વચ્છંદ મતિથી એ પ્રકારની ચેષ્ટા કરે છે, પરંતુ સર્વજ્ઞના વચનના પરમાર્થનો નિર્ણય કરીને ચેષ્ટા કરતા નથી, તે પરલોકનું હિત ક્યાંથી કરી શકે ? વળી તેવી પ્રવૃત્તિ કરનારા પણ ગુરુના ઉપદેશથી નિવર્તન પામે તેવા હોય Page #60 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૬-૨૭ ૪૧ તો પરલોકનું હિત સાધી શકે, પરંતુ જેઓને પોતાની મતિમાં મદ વર્તે છે, તેથી ગુરુના ઉપદેશને પણ ગ્રહણ કરે તેમ નથી. તેવા જીવો બાહ્ય સંયમની કઠોર આચરણા કરતા હોય કે સુખશીલતાને વશ પ્રમાદી આચરણા કરતા હોય તેઓ પરલોકનું હિત સાધી શકતા નથી, પરંતુ અનિવર્તનીય મદદોષને કા૨ણે તેઓનું કષ્ટકારી અનુષ્ઠાન પણ નિષ્ફળ છે. એટલું જ નહિ, પણ મદના દોષથી તેઓ ક્લિષ્ટ કર્મ બાંધીને દુરંત સંસારમાં પરિભ્રમણ કરે છે, એથી મદદોષ જેટલો અનિવર્તનીય હોય એટલી સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થાય, તેથી કેટલાક જીવોને તે મદ અનિવર્તનીય હોવા છતાં તે ભવમાં પાછળથી નિવર્તન પામે તેવો હોય છે, તેથી મદ વર્તતો હોય તે સમયનું અનુષ્ઠાન નિષ્ફળ હોય છે, તોપણ કોઈક નિમિત્તને પામીને મદ નિવર્તન પામે તો તેઓ પાછળથી સદનુષ્ઠાનને પણ પામે છે અને જેઓનો મદ તે ભવમાં નિવર્તનીય નથી અને તે મદના અનિવર્તનનો પરિણામ જેટલો દૃઢ તેટલી સંસારની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે, જ્યારે બાહુબલીને તો મદ હતો તોપણ ઉપદેશના બળથી નિવર્તન પામે તેવો શિથિલ મૂળવાળો હતો, તેથી તેમની ધ્યાનની ક્રિયા પણ સર્વથા નિષ્ફળ ન હતી, ફક્ત મદદોષના કારણે ક્ષપકશ્રેણી અવરુદ્ધ હતી. II૨૬ના અવતરણિકા :જિજ્જ અવતરણિકાર્ય : વળી અન્ય દોષો બતાવે છે ગાથા = थद्धो निरोवयारी, अविणीओ गव्विओ निरवणामो । साहुजणस्स गरहिओ, जणे वि वयणिज्जयं लहइ ।। २७ ।। ગાથાર્થ ઃ સ્તબ્ધ નિરુપકારી અવિનીત ગર્વિત ગુરુવર્ગમાં પણ નહિ નમનારો સાધુજનને ગર્હિત થાય છે, લોકમાં પણ વચનીયતાને પ્રાપ્ત કરે છે. II૨૭II ટીકા ઃ स्तब्धो नीचैर्वृत्तिः शरीरेऽपि दर्शितमानविकार इत्यर्थः निरुपकारी कृतघ्नः, अविनीत आसनदा - नादिविनयविकलः गर्वितः स्वगुणोत्सेकवान् आत्मश्लाघापरो वा, निरवनामो गुरुष्वप्यप्रणतिप्रवणः । स एवम्भूतः साधुजनस्य गर्हितो निन्दितो भवति, जनेऽपि वचनीयतां दुष्टशील इति हीलारूपां તમતે પ્રાપ્યોતીતિ ારા) Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૨. ઉપદેશમાલા ભાગ-૧| ગાથા-૨૭-૨૮ ટીકાર્ચ - સ્તો .... નોતીતિ | સ્તબ્ધ અનીચથી વૃત્તિ-અમનથી વૃત્તિ સ્તબ્ધ છે=શરીરમાં પણ દેખાડાયેલ માન વિકારવાળો છે, તિરુપકારી છે=કૃતઘ્ન છે, અવિનીત છે=આસનદાનાદિ વિનયથી રહિત છે, ગર્વિત છે=પોતાના ગુણોમાં ગર્વવાળો છે અથવા પોતાની શ્લાઘામાં તત્પર છે, નિરવનામ છે= ગુરુવર્ગમાં પણ અનમસ્કારમાં તત્પર છે, આવા પ્રકારનો તે સાધુજનને ગહિત=વિંદિત થાય છે, લોકમાં પણ વચનીયતાને પામે છે–દુષ્ટ શીલવાળો છે, એ પ્રકારની હીલારૂપાને અર્થાત્ હીલતાને પામે છે. ll૧૭ના ભાવાર્થ પૂર્વમાં કહ્યું કે મદવાળા જીવો ગુરુના ઉપદેશને યોગ્ય નથી અને પરલોકનું હિત સાધી શકતા નથી, હવે તે મદ જીવને તત્કાળ કેવી ક્ષુદ્ર પ્રકૃતિવાળા કરે છે તે બતાવતાં કહે છે – જેઓ અતિશય માનવાળા છે, તેઓ અક્કડ થઈને ચાલનારા હોય છે, તેથી તેમના શરીરમાં નમનવૃત્તિ નથી, પરંતુ સ્તબ્ધવૃત્તિ છે. તેમને જોવા માત્રથી શરીર ઉપર માનનો વિકાર દેખાય છે, તેથી સર્વ પ્રવૃત્તિકાળમાં ચિત્તમાં તે પ્રકારે માન વર્તે છે, જેના વિકારો વ્યક્ત સ્વરૂપે કાયા ઉપર પણ દેખાય છે. વળી જેમાં અભિમાન કષાય છે, તેઓ ઉપકારીની પણ અવગણના કરે છે, એથી માનને વશ જ કૃતજ્ઞ બને છે, વળી પોતાના ગુરુવર્ગ સાથે પણ વિનયપૂર્વક આસનદાનાદિ ક્રિયાઓ કરતા નથી, તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કરવામાં તેમનામાં વર્તતો માનકષાય અંતરાય કરે છે. વળી, પોતાની તુચ્છ બાહ્ય શક્તિના બળથી પોતાના ગુણોમાં ઉત્સુકવાળા હોય છે, તેથી પ્રસંગે પ્રસંગે પોતાના ગુણોની શ્લાઘા કરે છે, પરંતુ સ્વમુખે પોતાના ગુણોની પ્રશંસા કરવામાં શિષ્ટ પુરુષોની જેમ લજ્જા પામતા નથી. વળી, પોતાના ગુરુવર્ગમાં પણ નમસ્કાર કરવો આદિ પ્રવૃત્તિ કરતા નથી. આવા પ્રકારના દોષવાળા માનકષાયથી યક્ત જે જીવો છે. તેઓ સાધજનથી નિદિત છે અને લોકમાં પણ આ દુષ્ટ સ્વભાવવાળા છે. એ પ્રકારની હીલનાને પામે છે, એથી માનકષાયના થતા વ્યક્ત ચિહ્નોનું સમ્યમ્ અવલોકન કરીને અને પરલોકમાં થતાં તેનાં અનર્થ ફળોનું સમ્યગું આલોચન કરીને વિવેકી પુરુષે માનકષાયથી પોતાના આત્માનું રક્ષણ કરવું જોઈએ, જેથી બાહુબલીની જેમ અંતઃપ્રવિષ્ટ માનકષાય પણ ગુણવૃદ્ધિમાં અવરોધક બને નહિ અને શાસ્ત્ર ભણવાની પ્રવૃત્તિ પણ માનકષાયને વશ નિષ્ફળ જાય નહિ. વળી લોકમાં અને શિષ્ટ પુરુષોને ગર્યાનું પાત્ર થાય નહિ અને આ લોકના અને પરલોકના હિતની પ્રાપ્તિ થાય. રબા અવતરણિકા - तदिदं जाननपि गुरुकर्मा कश्चिन्न बुध्यते, अन्यस्तु महात्मा स्वल्पेनापि बुध्यते इत्याहઅવતરણિકાર્ય :તે આગાથા-૨૫થી ૨૭ સુધી માનજન્ય અનર્થો બતાવ્યા તે આ, જાણતો પણ ભારેકર્મી Page #62 -------------------------------------------------------------------------- ________________ पहेशभाला भाग-१ / गाथा - २८ કોઈક જીવ બોધ પામતો નથી, વળી અન્ય મહાત્મા સ્વલ્પથી પણ=સ્વલ્પ ઉપદેશથી, બોધ પામે છે એ પ્રમાણે કહે છે गाथा : - थेवेण वि सप्पुरिसा, सणकुमारो व्व केइ बुज्झति । देहे खणपरिहाणी, जं किर देवेहिं से कहियं ।। २८ ।। ४३ गाथार्थ : કેટલાક સત્પુરુષો સનમારની જેમ થોડાથી પણ બોધ પામે છે, જે કારણથી દેહમાં ક્ષણપરિહાની= રૂપનો નાશ, તેમને ખરેખર બે દેવો વડે કહેવાયો. II૨૮ાા टीडा : स्तोकेनापि निमित्तेनेति शेषः सत्पुरुषाः सनत्कुमारवत् केचिद् बुद्ध्यन्ते, न तु सर्वे, गुरुकर्मणां निमित्तशतैरप्यबोधदर्शनात् । कथमसौ बुद्धस्तदाह - देहे शरीरे क्षणेन स्वल्पकालेन परिहाणी रूपह्रासः क्षणपरिहाणिरिति यत्किल देवाभ्यां से तस्य कथितं तदेव बोधकारणं जातमिति समासार्थः, व्यासार्थः कथानकाद् ज्ञेयस्तच्चेदम् शक्रः स्वसभायां सनत्कुमारचक्रवर्त्तिरूपं वर्णयामास ततोऽश्रद्धानकुतूहलाभ्यां अवतीर्णौ द्विरूपेण प्रविष्टौ अभ्यक्ते सनत्कुमारे निरीक्षितं रूपं । विस्मितौ चित्तेन पृष्टौ राज्ञा - किं भवतोरागमनकारणमिति । तावाहतुः - भवद्रूपदर्शनकौतुकं, राजाह - यद्येवं सदस्यागन्तव्यं, निर्गतौ देवो । ततो निर्व्वर्तितस्नानविलेपनालङ्कारवस्त्रग्रहणभोजने सपरिवारे सभोपविष्टे राज्ञि पुनः प्रविष्टौ विलोक्य रूपं सविषादौ स्थितावधोमुखौ । राजाह - किमेतदिति तावाहतुः ! 'संसारविलसितं प्रभुराह - कथं ? तावाहतुः - यद्रूपं प्राग्भवतो दृष्टं तदनन्तगुणहीनमिदानीं वर्त्तते । प्रभुराह - 'कथं जानीतः ? ' तावाहतुः - ' अवधिना' इति । ततो निवेद्य शक्रवृत्तान्तं गतौ, सनत्कुमारोऽपि तदाकर्ण्य यदेतत्सकलाशामूलं शरीरकं तदपि खरतर घम्र्मोष्माक्रान्तशकुनिगलचञ्चलमिति चिन्तयन् गतो वैराग्यप्रकर्षं, तृणवदपहाय राज्यं प्रव्रजित इति ।। २८ ।। टीडार्थ : स्तोकेनापि प्रव्रजित इति ।। थोडाथी भाग =थोडा निमित्तथी पए। डेटलाई सत्पुरुषो સનત્ક્રુમારની જેમ બોધ પામે છે, પરંતુ સર્વ જીવો બોધ પામતા નથી; કેમ કે ભારેકર્મી જીવોને સેંકડો નિમિત્તોથી પણ અબોધનું દર્શન છે, કેવી રીતે આ=સનકુમાર ચક્રવર્તી, બોધ પમાડાયા તેને કહે છે — દેહમાં ક્ષણથી=સ્વલ્પકાળથી, પરિહાની=રૂપનો નાશ, એ ક્ષણપરિહાની જે ખરેખર Page #63 -------------------------------------------------------------------------- ________________ ४४ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૮-૨૯ બે દેવો વડે તેમ=સનસ્કુમાર ચક્રવર્તીને, કહેવાયું તે જ બોધનું કારણ થયું, એ પ્રકારે સમાસાર્થ છે, વિસ્તારાર્થ કથાનકથી જાણવો અને તે કથાનક આ છે – શક્રએ પોતાની સભામાં સનસ્કુમાર ચક્રવર્તીના રૂપનું વર્ણન કર્યું, તેથી અશ્રદ્ધા અને કુતૂહલથી બે દેવો બ્રાહ્મણરૂપથી ઊતર્યા, પ્રવેશ્યા, તેલમર્દન કરાયેલા સનસ્કુમાર હોતે છતે રૂપ જોવાયું, ચિત્તથી વિસ્મય પામ્યા, રાજા વડે પૂછાયા – તમારા આગમનમાં શું કારણ છે ? તે બન્નેએ કહ્યું – તમારા રૂપના દર્શનનું કૌતુક આગમનનું કારણ છે, રાજા કહે છે – જો આ પ્રમાણે છે તો સભામાં આવવું, બન્ને દેવો નીકળ્યા, ત્યારપછી સમાપ્ત કરાયેલા સ્નાન-વિલેપન-અલંકાર-વસ્ત્રગ્રહણ-ભોજન હોતે છતે, પરિવાર સહિત રાજા સભામાં બિરાજમાન થયે છતે, ફરી બે દેવોએ પ્રવેશ કર્યો. રૂપને જોઈને વિષાદવાળા થયા, નીચા મુખવાળા રહ્યા, રાજા કહે છે – આ શું છે ? અર્થાત્ કેમ વિષાદ દેખાય છે ? તે બે દેવોએ કહ્યું – સંસારનું વિલસિત. રાજા કહે છે – કેવી રીતે ? તે બન્ને કહે છે – તમારું પૂર્વમાં જે રૂપ જોવાયું, તેનાથી અનંતગુણહીન હમણાં વર્તે છે. રાજા કહે છે – કેવી રીતે જાણો છો ? તે બેએ કહ્યું – અવધિથી અવધિજ્ઞાનથી, ત્યારપછી શક્રનો વૃતાંત નિવેદિત કરીને બન્ને દેવો ગયા, સનસ્કુમાર પણ તેને સાંભળીને “જે આ સકલ આસ્થાનું મૂળ શરીર છે=સકલ સુખની શ્રદ્ધાનું મૂળ શરીર છે, તે પણ અત્યંત ગરમીની ઉષ્માથી આક્રાંત શકુનિના ગળા જેવું ચંચળ છે એ પ્રમાણે ચિંતવન કરતા વૈરાગ્યના પ્રકર્ષને પામેલા તૃણની જેમ રાજ્યને છોડીને પ્રવ્રજિત થયા. ૨૮ ભાવાર્થ : ગાથા-રપથી ર૭ સુધી માનનું અનર્થકારી સ્વરૂપ પ્રાયઃ સર્વ દૃષ્ટિઓથી સ્પષ્ટ કર્યું, જેને સાંભળીને કેટલાક સપુરુષો સનસ્કુમારની જેમ બોધ પામે છે અર્થાત્ તે ઉપદેશ પૂર્વે કોઈક માનને વશ શાસ્ત્રાભ્યાસને નિરર્થક કરતા હોય, સદનુષ્ઠાન નિષ્ફળ કરતા હોય, તેઓ પણ પ્રસ્તુત ઉપદેશને સાંભળીને માનકષાયનો ત્યાગ કરીને સન્માર્ગમાં પ્રવર્તે છે, જેમ સનકુમાર ચક્રવર્તીને દેહમાં કંઈક રૂપનો મદ થયેલ, તોપણ વિવેકને અભિમુખ ચિત્તવાળા તે મહાત્માએ દેવોના કથનથી વૈરાગ્યને પામીને મદનો તો ત્યાગ કર્યો, પરંતુ સંયમ ગ્રહણ કરીને હિતની પરંપરા પ્રાપ્ત કરી, તેમ યોગ્ય જીવો પણ પ્રસ્તુત ઉપદેશને સાંભળીને પોતાના મદનો ત્યાગ કરે તો સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય. વળી, કેટલાક ગુરુકર્મવાળા જીવો વારંવાર ઉપદેશથી સન્માર્ગને પ્રાપ્ત કરે છે, જ્યારે ક્લિષ્ટ કર્મના ઉદયવાળા જીવો કોઈ પ્રકારના ઉપદેશથી કષાયનું નિવર્તન કરી શકતા નથી, પરંતુ શાસ્ત્રઅધ્યયન-તપ આદિ ક્રિયાઓ સર્વ માનકષાયને વશ સંસારની વૃદ્ધિના કારણરૂપે જ સેવે છે. ll૨૮ાા અવતરણિકા :तदेवं रूपस्यानित्यतोक्ता, अधुना सर्वस्योच्यते तदाह Page #64 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૯ ४५ अवतरशिक्षार्थ : આ રીતે રૂપની અનિત્યતા કહેવાઈ=મદનિવારણમાં સનસ્કુમારનું દષ્ટાંત બતાવીને રૂપની અતિત્યતા કહેવાઈ, હવે સર્વતી અનિત્યતા કહેવાય છે, તેને કહે છે – गाथा: जइ ता लवसत्तमसुरविमाणवासी वि परिवडंति सुरा । चिंतिज्जंतं सेसं, संसारे सासयं कयरं ।।२९।। गाथार्थ: જો લવસામસુરવિમાનવાસી દેવો પણ પ્રતિપાતને પામે છે, તો ચિંતન કરાતું શેષ સંસારમાં કયું શાશ્વત છે? અર્થાત્ કાંઈ શાશ્વત નથી. ર૯ll टीs: मानं माः सम्पदादेराकृतिगणत्वात् क्विप, सप्तभिरपूर्यमाणैर्माः परिच्छेदः प्राप्यतया मोक्षगमनयोग्यानामायुष्कस्य येषां तानि सप्तमानि, लवैः कालविशेषैः सप्तमानि लवसप्तमानि, कानि ? सुरविमानानि अनुत्तरविमानानीत्यर्थः तेषु वासः स्थानं, स विद्यते येषां ते लवसप्तमसुरविमानवासिनः, तेऽपि, यदि तावत्प्रतिपतन्ति स्वस्थितिक्षये च्यवन्ते सुरा देवाः, चिन्त्यमानं शेषं वस्तु संसारे शाश्वतं नित्यं कतरत् ? न किञ्चिद् दृष्टान्तमात्रेणाप्यस्तीति भावः । अथवैवं व्याख्यायतेमानं माः परिच्छेदः सम्पदादेराकृतिगणत्वात् क्विप् । सप्त च ते माश्च सप्तमाः, एकपदव्यभिचारेऽपि समासः, लवः कालविशेषः, लवानां सप्तमाः लवसप्तमाः, अविद्यमाना लवसप्तमाः येषां ते अलवसप्तमाः, यतिर्मुनि, र्यते वो यतिताऽनगारता, पूर्वभवे, यतितायामलवसप्तमाः यतिताऽलवसप्तमाः, यतितालवसप्तमाश्च ते सुराश्च यतिताऽलवसप्तमासुराः । विशेषणान्यथानुपपत्त्याऽनुत्तरसुराः पूर्वभवे यतो यतयो मुक्तिप्राप्तियोग्या सन्तो न्यूनसप्तायुलवत्वाद् भवन्ति, तेषां विमानानि आलया यतितालवसप्तमासुरविमानानि तेषु वासोऽवस्थानं स विद्यते येषां ते यतितालवसप्तमासुरविमानवासिनः सुराः, एवं माशब्दस्य हस्वत्वं सूत्रे प्राकृतत्वात् तेऽपि यदि पतन्ति च्यवन्ते सुः प्रधानो राः अर्थो यस्य स सुराः, तं सम्बोध्य कथ्यते । चिन्त्यमानं पर्यालोच्यमानं शेषमसारम्, अनुत्तरसुरापेक्षया संसारे संसृतौ शाश्वतं नित्यं कतरत् किं स्यात् ? न किञ्चिदित्यर्थः ।।२९।। टोडार्थ :मानं माः ..... किञ्चिदित्यर्थः ।। वसत्तममा रहेला म शानो अर्थ 32 छ - भान अर्थमा Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૬. ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૯-૩૦ મા છે; કેમ કે સંપદાદિનું આકૃતિગણપણું હોવાથી વિવત્ પ્રત્યય છે, મોક્ષગમનની યોગ્યતાવાળા જીવોના આયુષ્યનું પાતપણું હોવાને કારણે અપૂર્યમાન એવા સાત વડે મા=પરિચ્છેદ છે જેઓને તે સપ્તમ છે, લવો વડેઃકાળવિશેષ વડે સાત લવસપ્તમ છે, કોણ છે ? સુરવિમાનો=અનુત્તર વિમાનો, તેઓમાં વાસ=સ્થાન, તે વિદ્યમાન છે જેઓને તે લવસપ્તમ સુવિમાનવાસી, તે પણ દેવો જો સ્વસ્થિતિ ક્ષય થયે છતે ઔવે છે, તો ચિંત્યમાન શેષ વસ્તુ સંસારમાં કઈ શાશ્વત=હિત્ય છે ?=કોઈ નથી કોઈ દાંતમાત્રથી પણ નથી એ પ્રકારનો ભાવ છે. અથવા આ પ્રમાણે વ્યાખ્યાન કરાય છે, માન અર્થમાં મા શબ્દ છે પરિચ્છેદ અર્થમાં છે; કેમ કે સંપદાદિનું આકૃતિગણપણું હોવાથી વિશ્વ પ્રત્યય છે, સાત એવા તે મા=પરિચ્છેદ, તે સપ્તમા છે, એકપદના વ્યભિચારમાં પણ સમાસ છે, લવ કાળવિશેષ છે, લવોના સાત લવસપ્તમા અવિદ્યમાન લવસપ્તમ છે જેઓને તે અલવસંખમાં તે અલવસપ્તમા યતિ મુવિ છે, યતિનો ભાવ યતિતા છે, પૂર્વભવમાં યતિતામાં અલવસપ્તમા યતિતા અલવસપ્તમા છે, યતિતા અલવસપ્તમા એવા તે દેવો યતિતા અલવસતમા દેવો. વિશેષણની અન્યથા અનુપપતિ દ્વારા અનુત્તરસુરો છે તેઓ પૂર્વભવમાં જે કારણથી મુક્તિપ્રાપ્તિને યોગ્ય યતિઓ છતાં ન્યૂન સપ્ત આયુલવપણું હોવાથી થાય છે=અનુત્તર સુરો થાય છે, તેઓનાં વિમાનો=આલયો, તેઓમાં=વિમાનોમાં, વાસ=અવસ્થાન, તે વિદ્યમાન છે જેઓને યતિતા અલવસપ્તમા સુર વિમાનવાસી સુરો જ છે, તેઓ પણ જો નાશ પામે છે, સુ પ્રધાન રા=અર્થ છે જેને તે સુરો તેને સંબોધિને કહેવાય છે, ચિંતન કરાતું પર્યાલોચન કરાતું, શેષ અસાર છે, અનુત્તરસુરની અપેક્ષાએ સંસારમાં=સંસ્કૃતિમાં, શાશ્વતઃનિત્ય-અવસ્થિત, કઈ વસ્તુ થાય અર્થાત્ કોઈ નથી. 1ર ભાવાર્થ લવસપ્તમ દેવો મોક્ષપ્રાપ્તિને યોગ્ય સોપક્રમ કર્મવાળા હોય છે અને સાત લવના આયુષ્યમાં તે કર્મનો નાશ કરીને મોક્ષને પામી શકે તેવા છે, તોપણ તેટલું આયુષ્ય અલ્પ હોવાથી અનુત્તર વિમાનમાં જાય છે, જ્યાં શ્રેષ્ઠ કોટીની ભોગસામગ્રી અને સુખમય જીવન છે, તેઓ પણ આયુષ્ય ક્ષય થવાથી વે છે, તેથી પુણ્યના પ્રકર્ષથી પ્રાપ્ત તે સુખ પણ શાશ્વત નથી તો સંસારનું કયું સુખ શાશ્વત હોઈ શકે ? માટે તુચ્છ અશાશ્વત સુખની આસ્થા છોડીને શાશ્વત સુખની આસ્થા ધારણ કરવી જોઈએ અને તેવું સુખ સર્વથા અસંગપરિણતિથી પ્રાપ્ત થાય છે, માટે સંસારનાં સર્વ સુખો અનિત્ય છે તેમ નિશ્ચય કરીને તેના નિર્મમભાવને પ્રગટ કરવા યત્ન કરવો જોઈએ અને શાશ્વત સુખનું કારણ એવા અસંગભાવને સેવવા યત્ન કરવો જોઈએ. રિલા અવતરણિકા : अत एव सांसारिकसुखप्रतिबन्धाभावोपदेशार्थं परमार्थतस्तदभावमाहઅવતરણિતાર્થ :આથી જ=સંસારમાં બાહ્ય સામગ્રીથી પ્રાપ્ત થતું કોઈ સુખ શાશ્વત નથી આથી જ, સાંસારિક Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૦ સુખના રાગના અભાવનો ઉપદેશ આપવા માટે પરમાર્થથી તેના અભાવને કહે છે=સંસારમાં સુખનો અભાવ છે તેને કહે છે – ગાથા : कह तं भन्नइ सोक्खं, सुचिरेण वि जस्स दुक्खमल्लियइ । जं च मरणावसाणे, भवसंसाराणुबंधिं च ।।३०।। ગાથાર્થ - તેને=અનુત્તરવાસી સુખને, કેવી રીતે સુખ કહેવાય ? જેના સુચિરથી પણ અનુત્તરવાસી સુખના દીર્ઘકાળ પછી પણ, દુઃખ પ્રાપ્ત કરાય છે–ગર્ભાવાસનું દુઃખ પ્રાપ્ત કરાય છે અને મરણરૂપ અવસાનમાં જે ભવના સંસરણના અનુબંધવાળું છે તેને કેવી રીતે સુખ કહેવાય ? અર્થાત્ કહી શકાય નહિ. II3oll ટીકા : कथं तद् भण्यते सौख्यं ? सुचिरेणापि बहुकालेनापि यस्य दुःखमालीयते आश्लिष्यति, यदनन्तरं दुःखं भवतीत्यर्थः । तदनेनानुत्तरसुरसुखस्याप्यनन्तरं गर्भजदुःखाऽऽश्लेषात्पुण्याऽनुबन्धिपुण्यजनितस्याप्यभावो दर्शितः । अधुना पापानुबन्धिपुण्यजनितस्याह-यच्च मरणरूपमवसानं पर्यन्तो मरणावसानं, तस्मिन्, भवन्त्यस्मिन्नानारूपाः प्राणिन इति भवो नारकादिः, तस्मिन् संसरणं पर्यटनं भवसंसारस्तमनुबद्धं शीलं यस्य तद्भवसंसारानुबन्धि । चशब्दादनन्तरं दुःखाश्लेषि च । तत्सुतरां सुखतया वक्तुं न शक्यमिति ।।३०।। ટીકાર્ય : ઘં ... શનિ | કેવી રીતે તે સુખ કહેવાય ? સુચિરથી પણ=બહુકાળથી પણ, જેને દુઃખ આશ્લેષ કરે=જેતા પછી દુઃખ થાય છે તેને સુખ કહી શકાય નહિ, તે કારણથી આના દ્વારા અનુત્તરસુરના સુખની પણ અનંતરચ્યવન પછી, ગર્ભજ દુઃખનો આશ્લેષ હોવાથી પુણ્યાનુબંધી પુણ્યતિત સુખનો પણ અભાવ બતાવાયો. હવે પાપાનુબંધી પુણ્યતિત સુખને કહે છે – જે મરણરૂપ અવસાન=મરણ અવસાન, તેમાં, આમાં નાના પ્રકારના પ્રાણીઓ થાય છે એ ભવ નારકાદિ, તેમાં સંસરણ=પર્યટન=મરણ અવસાન, તેમાં, આમાં અનેકરૂપ જીવો થાય છે તે તારકાદિ ભવ તેમાં સંસરણ=પર્યટન એ ભવસંસાર છે તેના અનુબંધ કરવાનો સ્વભાવ છે જેને તે ભવસંસાર અનુબંધી, ૪ શબ્દથી અનંતરમાં દુઃખ આશ્લેષી છે તે=મરણના અવસાતમાં ભવનું અનુબંધી એવું તે, અત્યંત સુખપણાથી કહેવા માટે શક્ય નથી. [૩૦] Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૦-૩૧ ભાવાર્થ : સંસારનું સુખ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી અને પાપાનુબંધી પુણ્યના ઉદયથી જનિત છે, તેથી જે જીવો સંયમની સાધના કરીને અનુત્તર દેવલોકમાં ગયા છે, તેઓને દેવભૂવમાં સર્વ પ્રકારના ઉપદ્રવ રહિત ચિત્તની સ્વસ્થતારૂપ અને ઇન્દ્રિયોની સર્વ પ્રકારની અનુકૂળતારૂપ અપૂર્વ સુખ છે, તોપણ કર્યજનિત સુખ ક્યારેય શાશ્વત રહી શકે નહિ, તેથી દેવભવનું કર્મ સમાપ્ત થાય છે, ત્યારે તે અનુત્તરવાસી દેવો પણ મનુષ્યભવમાં જન્મ લે છે, ત્યારે ગર્ભજ દુઃખને પ્રાપ્ત કરે છે, તેથી જે સુખની ઉત્તરમાં દુઃખની પ્રાપ્તિ હોય તેવું પુણ્યાનુબંધી પુણ્યથી જનિત સુખ પણ પરમાર્થથી સુખ નથી. વળી જેઓએ કોઈક રીતે શુભભાવ કર્યો છે અને ચિત્તમાં અત્યંત વિપર્યાસ વર્તે છે, એવા જીવો તે શુભભાવના બળથી પુણ્ય લઈને મનુષ્યભવમાં કે દેવભવમાં આવે છે, તોપણ ભોગ પ્રત્યેનો સંશ્લેષરૂપ પરિણામ અતિતીવ્ર છે, તેથી ભોગમાં જ સારબુદ્ધિ છે તેવા જીવો શુભભાવથી જે પુણ્ય બાંધે છે તે પાપાનુબંધી પુણ્ય છે અને તેનો વિપાક પ્રાપ્ત થાય ત્યારે મનુષ્યભવમાં કે દેવભવમાં સુખની પ્રાપ્તિ થાય છે, તોપણ મૃત્યુ પછી સંસારના પરિભ્રમણરૂપ અનર્થોની પરંપરા પ્રાપ્ત થાય છે એવાં અનેક દુઃખોની વિડંબનાના કારણભૂત સુખને સુખ કઈ રીતે કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહિ. આનાથી એ ફલિત થાય કે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી થનારું સુખ કે પાપાનુબંધી પુણ્યના ઉદયથી થનારું સુખ ઉદયકાળમાં સુખનું વેદન કરાવે છે તોપણ જે સુખમાં અલ્પ પણ દુઃખની પ્રાપ્તિ હોય તેને સુખ કહી શકાય નહિ, તેથી પુણ્યાનુબંધી પુણ્યની ઉત્તરમાં પણ ગર્ભાવાસનું દુઃખ છે, માટે પરમાર્થથી તેને સુખ કહી શકાય નહિ અને પાપાનુબંધી પુણ્યના સુખમાં તો ભોગકાળમાં પણ ગાઢ સંશ્લેષને કારણે અંતરંગ ફ્લેશ છે અને ઉત્તરમાં પણ સુખના ભોગ કરતાં પણ પ્રચુર ભવપરંપરારૂપ દુઃખ છે, તેથી ઘણા દુઃખમાં લેશમાત્ર સુખને સુખ કહી શકાય નહિ. Il૩૦II અવતરણિકા : तदेतद् बहुशोऽपि कथ्यमानं गुरुकर्मणां मनसि न लगतीत्याहઅવતરણિયાર્થ: તે આ અનેક પ્રકારથી પણ કહેવાતું ભારેકર્મી જીવોના મનમાં સ્પર્શતું નથી, એને કહે છે – ગાથા : उवएससहस्सेहिं वि, बोहिज्जंतो न बुज्झई कोइ । जह बंभदत्तराया, उदाइनिवमारओ चेव ॥३१॥ ગાથાર્થ : હજરો ઉપદેશોથી પણ બોધ કરાતો કોઈક જીવ બોધ પામતો નથી, જે પ્રમાણે બ્રહ્મદર રાજા અને ઉદાયિ રાજાને મારનાર જીવ. I[૩૧] Page #68 -------------------------------------------------------------------------- ________________ ४४ Gटेशभाला लाग-१ | गाथा-3१ s:उपदेशसहस्रैरपि बोध्यमानो न बुध्यते कश्चित्, कथमित्याह-यथा ब्रह्मदत्तराजा उदायिनृपमारकश्च । एवकारस्य कश्चिदेव न बुध्यते, न तु सर्व इत्यत्र व्यवहितः सम्बन्ध इति समासार्थः, व्यासार्थः कथानकगम्यः । तत्राद्यस्तावत्-ब्रह्मदत्तश्चक्रवर्ती सञ्जातजातिस्मरणो जन्मान्तरसहोदरसङ्गमार्थं 'यः पश्चार्धं पूरयति तस्मै स्वार्धराज्यं प्रयच्छामी'ति प्रतिज्ञायेदं श्लोकपादद्वयं सदसि न्यगादीत्'आस्व दासौ मृगौ हंसौ, मातङ्गावमरौ तथा ।' तदाकर्ण्य जनाः पठितुमारेभिरे । अन्यदा स जन्मान्तरसत्कसहोदरजीवः पुरिमतालनगरे वणिक्सुतो भूत्वा गृहीतप्रव्रज्यः सञ्जातजातिस्मरणस्तत्रैवागतः, श्रुत्वा च अरघट्टिकेन पठ्यमानं श्लोकार्धं स प्राह-'एषा नौ षष्टिका जातिरन्योन्याभ्यां वियुक्तयोः ।।१।। इतरस्तु तद् गृहीत्वा गतो राजकुलं, पठितः प्रभोः पुरतः सम्पूर्णः श्लोकः । स्नेहाऽतिरेकेण गतो मूर्छा राजा, चन्दनरससेकादिभिर्लब्धा चेतना । न मया पूरितोऽयमिति विलपत्रसौ मोचितः कदर्थकेभ्यः, पृष्टश्च 'कोऽस्य पूरक' इति । स प्राह-'अरघट्टसमीपवर्ती मुनिः ।' ततो भक्तिस्नेहाकृष्टचित्तः सपरिकरो निर्जगाम राजा, दृष्टो मुनिः, तुष्टश्च चेतसा, वन्दितः सविनयम्, उपविष्टस्तदन्तिके । मुनिनाप्यारब्धा देशना, दर्शिता भवनिर्गुणता, वर्णिताः कर्मबन्धहेतवः, श्लाघितो मोक्षमार्गः, ख्यापितः शिवसुखातिशयः, ततः संविग्ना परिषत्, न भावितो ब्रह्मदत्तः प्राह च भगवन् ! यथा स्वसङ्गमेनालादिता वयं, तथालादयतु भवान् राज्यस्वीकरणेन, पश्चात्तपः सममेव करिष्यावः एतदेवं च तपःफलम् । मुनिराह-'युक्तमिदं भवदुपकारोद्यतानां, केवलं दुर्लभेयं मानुषावस्था, सततपातुकमायुः, चञ्चला श्रीः, अनवस्थिता धर्मबुद्धिः, विपाककटवो विषयाः, तदासक्तानां ध्रुवो नरकपातः । दुर्लभं पुनर्मोक्षबीजं, विशेषतो विरतिरत्नं, तत्त्यागाद् न दुस्तरनरकपातहेतुः कतिपयदिनभावि राज्याश्रयणमालादयति चेतो विदुषां, तत्परित्यजाऽमुं कदाशयं, स्मर प्राग्भवाऽनुभूतदुःखानि, पिब जिनवचनामृतं, सञ्चर तदुक्तमार्गेण, सफलीकुरु मनुजजन्मेति । स प्राह-'भगवन्नुपनतसुखत्यागेनाऽदृष्टसुखवाञ्छाऽज्ञतालक्षणं, तन्मैवमादिश, कुरु मत्समीहितं ?' ततः पुनरुक्तमुक्तोऽपि यदा न प्रतिबुद्ध्यते तदा चिन्तितं मुनिना, 'आः ! ज्ञातं मयैतत्, यदावां मातङ्गभवे चित्रसम्भूतनामानौ श्रमणको सन्तौ गतौ गजपुरं, प्रविष्टोऽयं गोचरे, खलीकृतो नमुचिमन्त्रिणा, सञ्जातकोपतया तेजोनिसर्गोद्यतेन मुक्तो वदनेन धूमः समाकुलीभूताच्च जनाद्विज्ञाय वृत्तान्तमागतस्तत्र सनत्कुमारचक्रवर्ती ततस्तेन मया चोपशमितः कृच्छ्रेण, प्रपन्नावनशनं, वन्दितौ च साऽन्तःपुरेण चक्रवर्तिना, ततः स्त्रीरत्नाऽलकसंस्पर्शवेदनजाता Page #69 -------------------------------------------------------------------------- ________________ Guहेशभाला भाग - १ / गाथा - 39 ऽभिलाषातिरेकेण मया निवार्यमाणेनापि कृतं तत्प्राप्त्यर्थं सम्भूतेन निदानं तदिदं विजृम्भते । अतः कालदष्टवदसाध्योऽयं जिनवचनमन्त्रतन्त्राणामिति गतोऽन्यत्र मुनिः, कालेन मोक्षं च । इतरस्तु सप्तमनरकपृथिवीमगमदिति । Чо द्वितीयकथानकमधुना-पाटलिपुत्रे कोणिकसुतोदायिराजेनाऽहारि राज्यं कस्यचिन्नृपतेः तत्सुतो जगामोज्जयिनीं, तस्याः प्रभोरुदायिमत्सरिणः पुरतोऽसावाह - ' अहं तं मारयिष्ये', भवता तु साहाय्यं कार्यमित्यभिधाय गतः स पाटलिपुत्रे, चिरादप्राप्तान्योपायेन अनिवारितप्रवेशतदभ्यर्हिताऽऽचार्यसमीपे प्रपन्नं तेन साधुलिङ्गम् । अभ्यस्ता द्विविधा शिक्षा, रञ्जिताः साधवः, स्थितस्तन्मध्ये द्वादशवर्षाणि । स चोदायिनृपोऽष्टमीचतुर्दश्यादिषु पौषधं विधत्ते स्म । सूरयस्तद्धर्मदेशनार्थं रात्री गच्छन्ति स्म । स चान्तरान्तरा प्रवर्तमानोऽप्यपरिणतत्वान्न नीतः पूर्वम् । अन्यदा तु विकालवेलायां प्रवृत्तेषु गुरुषु झटित्युपस्थितो नीतः । ततो धर्मदेशनया स्थित्वा प्रसुप्तयोर्गुरु- नृपयोः पूर्वगृहीतां कङ्कलोहशस्त्रिकां राजगलके निधायाऽपक्रान्तोऽसौ न निवारितो राज्ञः आरक्षैर्मुनिरिति कृत्वा । रुधिरसेकाद्विबुद्धाः सूरयः, न दृष्टः साधुः दृष्टं तद्विलसितं ततो 'नान्यः प्रवचनमालिन्यक्षालनोपाय' इति सञ्चिन्त्य दत्तसिद्धाऽऽलोचनेन नमस्कारपूर्वकमापूर्य धर्मध्यानं दत्ता सैव शस्त्रिका निजगले इति । स च पापस्तादृशं साहसं कृत्वा गतो निजराजमूलम् । कथितो वृत्तान्तः, 'अद्रष्टव्यस्त्वमपसर दृष्टिमार्गाद्' इति निष्कासितश्च तेन । तिष्ठतश्च साधुमध्ये तावन्तं कालमवश्यं भावीन्युपदेशसहस्राणि न चासौ तै बुद्धस्तद्वदन्योऽपि कश्चित् क्लिष्टजन्तुर्न बुध्यत इत्युपनयः ।। ३१ ।। टीडार्थ : उपदेशसहस्त्रैरपि इत्युपनयः ।। भरो उपदेशथी जो रातो डोई जोध पामतो नथी, देवी રીતે બોધ પામતો નથી ? એથી કહે છે જે પ્રમાણે બ્રહ્મદત્ત રાજા અને ઉદાયિનૃપમારક. વકારનો કોઈક જ બોધ પામતો નથી, પરંતુ સર્વ નહિ એ પ્રકારે વ્યવહિત સંબંધ છે, આ પ્રકારનો સંક્ષિપ્ત અર્થ છે, વિસ્તારથી અર્થ કથાનકથી જાણવો. ***** ત્યાં પહેલું કથાનક થયેલા જાતિસ્મરણવાળા બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પૂર્વજન્મના ભાઈના સંગમ માટે ‘જે પાછળના અર્ધને પૂરે તેને पोतानुं अर्धराभ्य आयुं' से प्रभाएंगे प्रतिज्ञा ङरीने या सोनां मे य२श सभामां द्यां – आस्व दासौ मृगौ हंसौ, मातङ्गावमरौ तथा । तेने सांभणीने सोडोखे षोसवानुं श३ र्यु, खेडवार ते पूर्व४न्मना लाईनो छव પુરિમતાલ નગરથી શ્રેષ્ઠિપુત્ર થઈને ગ્રહણ કરાયેલી પ્રવ્રજ્યાવાળો, થયેલા જાતિસ્મરણવાળો ત્યાં જ આવ્યો अने अरघट्टिङ वडे=ड़वा पर यासती रेंटवाणा वडे षोसाता सोडार्धने सांभणीने तेएगे उधुं - एषा नौ षष्टिका जातिरन्योन्याभ्यां वियुक्तयोः ||१|| जीभे वणी - रेंटवाणो वणी, तेने सोअर्धने, ग्रहए। उरीने - Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૧ રાજકુલ ગયો, રાજાની આગળ સંપૂર્ણ ગાથા બોલાઈ, સ્નેહના અતિરેકથી રાજા મૂર્છાને પામ્યા, ચંદનરસના સિંચન આદિ દ્વારા ચેતના પ્રાપ્ત કરાઈ, મારા વડે આગાથા, પૂર્ણ કરાઈ નથી, એ પ્રમાણે બોલતો આ= રેંટવાળો, કદર્થના કરનારાઓથી મુકાયો અને પુછાયો, આનોગાથાનો પૂર્ણ કરનારો કોણ છે, તેણે કહ્યું — અરઘટ્ટની પાસે રહેલા મુનિ. ત્યારપછી ભક્તિ અને સ્નેહથી આકૃષ્ટ ચિત્તવાળો રાજા પરિવાર સહિત નીકળ્યો, મુનિ જોવાયા અને ચિત્તથી હર્ષિત થયા, વિનય સહિત વંદન કરાયા, તેની પાસે બેસાયું–રાજા વડે મુનિ પાસે બેસાયું, મુનિ વડે પણ ધર્મદેશના શરૂ કરાઈ, ભવનિર્ગુણતા દેખાડાઈ, કર્મબંધના હેતુઓ વર્ણન કરાયા, મોક્ષમાર્ગ વખાણાયો, શિવસુખનો અતિશય કહેવાયો, તેથી પર્ષદા સંવેગ પામી, બ્રહ્મદત્ત ભાવિત ન થયો અને કહે છે ભગવન્ ! જે પ્રમાણે સ્વસંગમથી અમે આાદિત કરાયા, તેમ તમે રાજ્ય સ્વીકાર કરવા વડે આહ્લાદ કરો, પછીથી સાથે જ આપણે તપ કરશું; અથવા આ જ તપનું ફલ છે. મુનિ કહે છે – ઉપકારમાં ઉદ્યત એવા તમને આ યુક્ત છે, ફક્ત આ મનુષ્ય અવસ્થા દુર્લભ છે, આયુષ્ય સતત પાતવાળું છે, લક્ષ્મી ચંચળ છે, ધર્મબુદ્ધિ અનવસ્થિત છે અસ્થિર છે, વિષયો વિપાકથી કડવા છે, તેમાં આસક્ત થયેલાઓનો નિશ્ચે નરકમાં પાત છે, વળી મોક્ષબીજ દુર્લભ છે, વિરતિરત્ન વિશેષથી દુર્લભ છે, તેના ત્યાગથી વિરતિના ત્યાગથી, દુસ્તર એવા નરકના પાતનું કારણ કેટલાક દિવસ થનારું રાજ્યનું આશ્રયણ વિદ્વાનોના ચિત્તને આહ્લાદ કરતું નથી, તેથી આ કદાશયને=ખરાબ આશયને, ત્યાગ કર, પૂર્વે અનુભવેલાં દુઃખોનું સ્મરણ કર, જિનવચનામૃતને પી, તેમના કહેવાયેલા માર્ગથી ચાલ, મનુષ્યજન્મને સફળ કર, તેરાજા, કહે છે હે ભગવન્ ! પાસે રહેલા સુખના ત્યાગથી અદૃષ્ટ સુખની ઇચ્છા અજ્ઞતાનું લક્ષણ છે, તેથી એ પ્રમાણે ન કહો, મારા ઇચ્છિતને કરો. ત્યારપછી વારંવાર કહેવાયેલો પણ જ્યારે પ્રતિબોધ પામતો નથી, ત્યારે મુનિ વડે વિચારાયું – તે આ જણાયું, જ્યારે અમે બન્ને માતંગભવમાં ચિત્ર-સંભૂત નામે શ્રમણ છતા ગજપુર ગયેલા, ગોચરમાં આ પ્રવેશ્યો, નમુચિ મંત્રી વડે સ્ખલના કરાયો, થયેલા કોષવાળા અગ્નિ કાઢવામાં ઉદ્યત એવા મુખ વડે ધુમાડો મુકાયો, સમાકુલીભૂત થયેલા જનથી વૃત્તાંતને જાણીને સનકુમાર ચક્રવર્તી આવ્યા, ત્યારપછી તેના વડે અને મારા વડે કષ્ટથી ઉપશાંત કરાયો, અનશનને અમે સ્વીકાર્યું, અંતઃપુર સહિત ચક્રવર્તી વડે અમે બન્ને વંદન કરાયા, ત્યારપછી સ્ત્રીરત્નની લટના સ્પર્શના વેદનથી થયેલા અભિલાષના અતિરેકથી મારા વડે નિવારણ કરાતાં પણ સંભૂત વડે તેની પ્રાપ્તિ માટે નિયાણુ કરાયું, તે આ વિલસિત છે, આથી કાલદષ્ટની જેમ જિનવચન મંત્ર-તંત્રોને આ અસાધ્ય છે અને મુનિ કાલથી મોક્ષને પામ્યા, બીજો વળી-બ્રહ્મદત્ત, સાતમી નરકપૃથ્વીમાં ગયો. - ૫૧ - હવે બીજું કથાનક પાટલીપુત્રમાં કોણિકપુત્ર ઉદાયિરાજા વડે કોઈક રાજાનું રાજ્ય હરણ કરાયું, તેનો પુત્ર=જેનું રાજ્ય હરણ કરાયું છે તેનો પુત્ર, ઉજ્જયિની ગયો, ઉદાયિના દ્વેષી એવા તેના સ્વામીની=ઉજ્જયિનીના રાજાની આગળ આ કહે છે — હું તેને મારીશ, તમારે સહાય કરવી, એ પ્રમાણે કહીને તે પાટલીપુત્રમાં ગયો, ચિરકાલે નહિ પ્રાપ્ત થયેલા અન્ય ઉપાયવાળા તેના વડે નહિ નિવારણ કરાયેલા પ્રવેશવાળા તે રાજાની પાસે રહેલા આચાર્ય પાસે સાધુલિંગ પ્રાપ્ત કરાયું, બે પ્રકારની શિક્ષા=ગ્રહણ-આસેવન શિક્ષા અભ્યસ્ત કરાઈ, સાધુઓ ખુશ કરાયા, Page #71 -------------------------------------------------------------------------- ________________ પર ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૧ તેઓની મધ્યમાં બાર વર્ષ રહ્યો અને તે ઉદાયિ રાજા આઠમ-ચઉદશે પૌષધને કરતા હતા, સૂરિ ધર્મદેશના માટે રાત્રિએ જતા હતા અને વચ્ચે વચ્ચે પ્રવર્તતો પણ અપરિણતપણાથી પૂર્વે લઈ જવાયો ન હતો, ત્યારે વળી વિકાલવેલામાં પ્રવૃત્ત ગુરુ હોતે છતે એકદમ ઉપસ્થિત થયેલો લઈ જવાયો, ત્યારપછી ધર્મદેશના વડે રહીને સૂતેલા એવા ગુરુ અને રાજા હોતે છતે પૂર્વગ્રહણ કરાયેલી કંકલહશસ્ત્રિકાને રાજાના ગળે મૂકીને રાજાનું ગળું કાપીને, આ ભાગ્યો, મુનિ છે એ પ્રમાણે કરીને રાજાના આરક્ષકો વડે નિવારણ કરાયો નહિ, રુધિરના સ્પર્શથી આચાર્ય જાગ્યા, સાધુ ન જોવાયો, તેનું વિલસિત જોવાયું, તેથી પ્રવચનના માલિન્યને ધોવાનો ઉપાય બીજો નથી, એ પ્રમાણે વિચારીને અપાયેલા સિદ્ધના આલોચનવાળા તેમના વડે નમસ્કારપૂર્વક ધર્મધ્યાનને પૂરીને તે જ શસ્ત્રિકા પોતાના ગળામાં મુકાઈ. બીજો વળી મારનાર સાધુ, પોતાના રાજા પાસે ગયો, વૃત્તાંત કહેવાયો, નહિ જોવા યોગ્ય તું દષ્ટિમાર્ગથી બસ, એ પ્રમાણે તેના વડે કઢાયો, સાધુની મધ્યમાં રહેતાને તેટલો કાળ હજારો ઉપદેશ અવશ્ય થયા, તેઓ વડે આ બોધ ન પામ્યો, તેની જેમ અન્ય પણ કોઈ ક્લિષ્ટ જંતુ=ભારેકર્મી જીવ, બોધ પામતો નથી એ પ્રમાણે ઉપનય છે. Il૩૧ ભાવાર્થ : પૂર્વમાં ગાથા-૨૪માં કહ્યું કે જે જે સમયે જીવ જે જે ભાવો કરે છે તે તે પ્રમાણે શુભાશુભ કર્મ બાંધે છે, માટે જીવે શુભ જ ભાવ કરવો જોઈએ, પરંતુ ગર્વાદિથી દૂષિત ભાવ કરવો જોઈએ નહિ, જેમ બાહુબલીએ ગર્વથી એક વર્ષ ધ્યાન કર્યું, તોપણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નહિ. વળી, જેઓ મદવાળા છે તેઓને ગુરુ પણ ઉપદેશ આપી શકે તેમ નથી અને કેટલાક મદવાળા પણ સ્વલ્પ નિમિત્તથી બોધ પામે છે, આ રીતે બતાવ્યા પછી સનકુમાર ચક્રવર્તીના દૃષ્ટાંતમાં રૂપની અનિત્યતા બતાવી, તેમ અનુત્તરવાસી દેવોના સુખની પણ અનિત્યતા બતાવી. આ પ્રકારે ઉપદેશ આપવાથી ઘણા યોગ્ય જીવો મદનો ત્યાગ કરી અને સંસારની અનિત્યતાનું ભાવન કરી નિત્યસુખના અર્થી બને છે, આમ છતાં કેટલાક ભારેકર્મી જીવો હજારો ઉપદેશ આપવા છતાં પણ બોધ પામતા નથી, જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તી અને ઉદાયિ રાજાને મારનાર વિનયરત્ન બોધ પામ્યા નહિ. બ્રહ્મદત્ત ચક્રવર્તીને જાતિસ્મરણ થયેલું, પૂર્વભવ સ્મૃતિમાં છે, છતાં વિષયોની ગાઢ આસક્તિને કારણે ધર્મ કરવા માટે તેમનું ચિત્ત તત્પર થયું નહિ. વળી, વિનયરત્નએ ઉદાયિ રાજાને મારવા માટે દીક્ષા લીધી, ત્યારપછી સંયમનું પાલન કર્યું. બાહ્ય આચારો સુંદર પાળ્યા, તે વખતે સંયમજીવનના ઉત્તમ આચારો વગેરેથી પણ તેને માર્ગનો લેશ પણ બોધ થયો નહિ, તેનું કારણ તેઓમાં વર્તતાં ગાઢ કર્મો જ છે, આથી જ ઘણા યોગ્ય જીવો પણ ધર્મબુદ્ધિથી સંયમ ગ્રહણ કરે છે તોપણ ગાઢ કર્મના ઉદયના વશવાળા તેઓ સ્વમતિ અનુસાર શાસ્ત્રઅધ્યયન અને ક્રિયા કરીને આત્મહિત સાધી શકતા નથી. શાસ્ત્ર ભણે, છતાં તેઓને શાસ્ત્રનો પારમાર્થિક ઉપદેશ સ્પર્શતો નથી, તે સર્વમાં તે જીવોમાં વર્તતાં ગાઢ કર્મો કારણ છે, જેઓ હળુકર્મી છે તેઓ જ કષાયોની વિડંબના અને સંસારની અનિત્યતાનું ભાવન કરીને નિત્ય Page #72 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૧-૩૨ ૫૩ એવા મોક્ષસુખના અર્થી બને છે અને તેઓ જ મોક્ષ પ્રાપ્તિના એક ઉપાયભૂત સર્વજ્ઞના વચનને પરતંત્ર થઈને, ગુણવાન ગુરુ પાસેથી સત્સાસ્ત્રો ભણીને તત્ત્વની પ્રાપ્તિ કરે છે, તેઓના ચિત્તમાં ભગવાનના વચનનો પારમાર્થિક બોધ સ્પર્શે છે. રૂપા અવતરણિકા - अत एव ये न प्रतिबुध्यन्ते तेषां ब्रह्मदत्तवदपायमुपदर्शयन्नाहઅવતરણિકાર્ય : આથી જ=જેઓ ભારેકર્મી છે તેઓના ચિત્તમાં ભગવાનનું વચન સ્પર્શતું નથી આથી જ, જેઓ બ્રહ્મદત્તની જેમ બોધ પામતા નથી. તેઓના અતર્થને બતાવતાં કહે છે – ગાથા : गयकनचंचलाए, अपरिचत्ताए रायलच्छीए । जीवा सकम्मकलिमलभरियभरा तो पडंति अहे ।।३२।। ગાથાર્થ : હાથીના કાન જેવી ચંચળ, નહિ ત્યાગ કરાયેલી રાજ્યલક્ષ્મી વડે પોતાના કર્મરૂપ કાદવથી ભરાયેલા ભારવાળા જીવો તેનાથી નરકમાં પડે છે. II3રા ટીકા : गजकर्ण इव चञ्चला गजकर्णचञ्चला तया अपरित्यक्तया राजलक्ष्म्या हेतुभूतया, जीवाः स्वकर्मव कलिमलं किल्बिषं तस्य भृतः पूर्णः कृतो भरो यैस्ते स्वकर्मकलिमलभृतभरास्सन्तस्ततः पतन्ति यान्ति अधो नरक इति ॥३२।। ટીકાર્ય : અનતિ | હાથીના કાનની જેમ ચંચળ ગજકર્ણ ચંચળા તેણી વડે, નહિ ત્યાગ કરાયેલી હેતુભૂત રાજ્યલક્ષ્મી વડે જીવો સ્વકર્મરૂપ કાદવ તેનો ભરાયેલો પૂર્ણ કરાયેલો ભાર, છે જેઓ વડે તેઓ સ્વકર્મરૂપ કાદવથી ભરાયેલા ભારવાળા છતા તેનાથી અધ=નરકમાં, જાય છે. ૩રા. ભાવાર્થ : સંસારની બાહ્ય સમૃદ્ધિ અત્યંત ચંચળ છે અને જેઓને તેના પ્રત્યે ગાઢ મૂચ્છે છે તેઓ તેમાં જ આસક્ત રહેનારા છે અને તેનાથી ક્લિષ્ટ કર્મો બાંધીને નરકના પાતને પ્રાપ્ત કરે છે. વળી, કેટલાક જીવો બાહ્ય ત્યાગ કરવા છતાં ચંચળ એવી રાજ્યલક્ષ્મીની જેમ ચંચળ એવા માન-સન્માનથી વાચ્ય લક્ષ્મીમાં રક્ત રહે છે તેઓ ક્વચિત્ બાહ્યથી દુષ્કર તપાદિ કરે, તોપણ તુચ્છ બાહ્ય ભાવોના સંશ્લેષના બળથી Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૪ Buोशमाला लाग-१ | गाथा-32-33 કર્મ બાંધે છે અને તે કર્મરૂપી કાદવથી ભરાયેલા દુર્ગતિઓમાં જાય છે, તેથી માત્ર બાહ્ય ત્યાગથી કે માત્ર બાહ્ય સમૃદ્ધિથી જીવ સુરક્ષિત નથી, પરંતુ અંતરંગ એવા તત્ત્વના બોધને પામીને જેઓ કષાયોના ઉમૂલન માટે યત્ન કરે છે તેઓ જ સંસારથી આત્માનું રક્ષણ કરે છે. II3શા अवतरnिs: आस्तां तावत् परत्र इहापि पापानि साध्वसहेतुत्वाद् वाचमपि नाशयन्तीत्याहमवतरािर्थ : પરલોકમાં અનર્થ દૂર રહો, અહીં પણ સાધ્વસ હેતુપણાથી પાપો વાણીનો પણ નાશ કરે છે અર્થાત્ સાક્ષાત્ કહી ન શકાય એવાં હોય છે, એને કહે છે – गाथा: वोत्तूण वि जीवाणं, सुदुक्कराइं ति पावचरियाई । भयवं जा सा सा सा, पच्चाएसो हु इणमो ते ।।३३।। गाथार्थ: જીવોનાં પાપચરિત્રો કહેવા માટે અત્યંત દુષ્કર છે, એ પ્રકારે હે ભગવન! “જે તે તે તે એ પ્રકારે દષ્ટાંત સૂચન કરે છે, આવા પ્રકારનું તારું દષ્ટાંત છે તારા જીવનનાં તેવાં પાપોનું દષ્ટાંત छे. ||33|| s: वक्तुमपि जीवानां सुदुष्कराणि सुष्ठु दुःशक्यानि इत्येवं पापचरितानि दुष्टचेष्टितानि तानि भगवन् या सा सा सेत्यनेन दृष्टान्तं सूचयति शिष्यं प्रत्याह-प्रत्यादेशो दृष्टान्तो हुः पूरणार्थः अयम् एवम्भूतस्ते तव, अतः पापचरितानि न कथञ्चित् कार्याणीत्यभिप्रायः, कथानकमधुना महावीरस्य भगवतः समवसरणे भिल्लः कश्चिन्मनसा पृच्छति स्म । भगवानाह-भद्र वाचा पृच्छ, स प्राह-भगवन् ! या सा सा सेति ?, भगवतोक्तं-भद्र ! या सा सा सेति, गतो भिल्लः । ततो गौतमो लोकप्रबोधनार्थम् आह-भगवन् 'किमनेन पृष्टं ? किं वा भट्टारकैः कथितं ?', ततो भगवांस्तवृत्तान्तमाचचक्षे-वसन्तपुरेऽनङ्गसेनो नाम सुवर्णकारः स्त्रीलोलतया ईप्सितदानप्रदानेन निजरूपोपहसितामरसुन्दरीणां तरुणस्त्रीणां पञ्चशतानि पत्नीत्वेन मीलयित्वापरतया प्रासादे निधाय रक्षनास्ते स्म । न च स्वपरिभोगवतीं विहायान्यासां संस्कारं कर्तुं ददौ । अन्यदाऽनिच्छन्नीतो मित्रेण प्रकरणे । अवसरोऽयमिति कृत्वा कृतस्नानविलेपनाभरणनेपथ्या हस्तन्यस्तदर्पणाः क्रीडितुमारब्धाः पत्न्यः । Page #74 -------------------------------------------------------------------------- ________________ પપ पटेशभाला लाग-१ / गाथा-33 समायातोऽसौ गतः कोपं, गृहीत्वैका हता मर्मसु वियुक्ताऽसुभिः, चिन्तितमन्याभिरस्माकमप्येवं करिष्यतीति विचिन्त्य ताभिर्भयेन मुक्ता युगपदादर्शकास्तस्योपरिमृतश्च, मृते च तस्मिन् सञ्जातः पश्चात्तापः, नान्या गतिः पतिमारिकाणामिति सञ्चिन्त्य प्रविष्टाः ज्वलने सामुदायिककर्मवशादेकत्र पल्ल्यां ताः सजाताश्चौरतयेति । प्रथमहतपत्नीजीवस्तु क्वचिद् ग्रामे जातो दारकः, सुवर्णकारस्त्वन्ययोनिषु पर्यट्य समुत्पत्रस्तद्भगिनीभावेन । पूर्वभववासनावेधादतिमोहोत्कटतया रोदिति सा प्रतिक्षणं, स्पृष्टा कथञ्चिदवाच्यदेशे दारकेण तूष्णीं स्थिता । अयमुपाय इति पुनः पुनः स्पृशत्यसौ, दृष्टः पितृभ्यां, वारितोऽप्यतिष्ठनिःसारितो गेहाद् गतः पल्लिं, सञ्जातस्तदधिपतिः, इतरापि वर्धमाना प्रबलकामतर्षतया गता किञ्चिद् ग्रामम् । पतितास्तत्र ते चौराः, समर्पितस्तया किं मां न नयत इति वचनेनात्मा तेषां, जाता सर्वेषां पत्नी, तत्कृपया चानीता तैरन्यापि स्त्री, ममेयं रतिविघ्नहेतुरिति सञ्चिन्त्य क्वापि गतेषु तेषु क्षिप्ता तयाऽसौ कूपे, न दृष्टा द्वितिया आगतैस्तैः, ततोऽनयेदमनुष्ठितमिति विज्ञायैवं बहुमोहा किमियं सा मद्भगिनी भविष्यतीति सञ्जातशङ्कः पल्लीपतिः श्रुत्वा मद्वार्तामेष समायातो न च शक्नोति प्रष्टुं, तेनोक्तं या सा सा सेति । __अस्यायमों याऽसौ मद्भगिनी सा किमेषा वनवर्तिनी पापा ? मयाऽपि कथितं या सा सा सेति । तदाकाऽहो । दुरन्तो विषयसङ्गः तदिदमायातं यदाह कश्चित्सर्वाभिरपि नैकोपि तृप्यत्येकाऽपि नाऽखिलैः । द्वितीयं द्वावपि द्विष्टः कष्टः स्त्रीपुंससङ्गमः ।। इति विगण्य प्रबुद्धा बहवः प्राणिन इति । तदनेन सौदर्यां गमनरूपः स्वदोषो न प्रकाशितः ॥३३॥ टीमार्थ : वक्तुमपि ..... न प्रकाशितः ।। ®पोनi पापयस्त्रिी हुष्ट येसो , वा माटे ५ २ छ= अत्यंत हुशध्य छ, मेश मावाद ! या सा सा सा दृष्टांतथी सूयन ४३ छ, शिष्य प्रत्ये કહે છે – પ્રત્યાદેશ=દષ્ટાંત, આ તારું છે, આથી પાપચરિત્ર કોઈ રીતે કરવાં જોઈએ નહિ, એ અભિપ્રાય છે. वे स्थान - મહાવીર સ્વામી ભગવાનને સમવસરણમાં કોઈક ભીલે મનથી પૂછ્યું, ભગવાને કહ્યું – વાણીથી પૂછ, તે કહે છે – હે ભગવન્! જે તે તે તે? ભગવાન વડે કહેવાયું – જે તે તે તે એ પ્રમાણે. ભીલ ગયો. ત્યારપછી Page #75 -------------------------------------------------------------------------- ________________ પક ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૩ ગૌતમસ્વામી લોકના પ્રબોધન માટે કહે છે – આના વડે શું પુછાયું? અથવા ભટ્ટારક વડે આપના વડે શું કહેવાયું ? તેથી ભગવાને તેના વૃત્તાંતને કહ્યો – વસંતપુરમાં અનંગસેન નામનો સોની ઇચ્છિત દાનપ્રદાન વડે પોતાના રૂપથી હસાઈ છે અમર સુંદરી જેમના વડે એવી તરુણ સ્ત્રીઓને સ્ત્રીલોલપણાથી પાંચસો પત્નીઓને મેળવીને પ્રાસાદમાં સ્થાપન કરીને રક્ષણ કરતો હતો અને પોતાની પરિભોગવતીને છોડીને અન્ય સ્ત્રીઓને સંસ્કાર શણગાર કરવા દેતો ન હતો. એકવાર નહિ ઇચ્છતો, મિત્ર વડે વિવાહાદિ પ્રસંગમાં લઈ જવાયો, આ અવસર છે એ પ્રમાણે કરાયેલા સ્નાન-વિલેપન-આભરણ-વસ્ત્રવાળી હાથમાં ગ્રહણ કરાયેલા દર્પણવાળી પત્નીઓએ ક્રીડા કરવાનું શરૂ કર્યું. આવેલો એવો આ કોપને પામ્યો, ગ્રહણ કરીને એકએક પત્ની, મર્મસ્થાનમાં હણાઈ, પ્રાણોથી મુકાવાઈ, બીજીઓ વડે વિચારાયું – અમને પણ આ પ્રમાણે કરશે, ભય વડે એકસાથે દર્પણો તેના ઉપર મુકાયાં અને તે મર્યે છતે પશ્ચાત્તાપ થયો, પતિને મારનારની બીજી ગતિ નથી એ પ્રમાણે વિચારીને અગ્નિમાં પ્રવેશી, સામુદાયિક કર્મના વશથી પલ્લીમાં ચોરપણાથી એકત્ર થઈ, પ્રથમ હણાયેલી પત્નીનો જીવ વળી કોઈક ગામમાં બાળક થયો, સોની વળી અન્ય યોનિઓમાં પર્યટન કરીને તેના ભગિનીભાવથી ઉત્પન્ન થયો, પૂર્વભવની વાસનાના આવેગથી અતિમોહના ઉત્કટપણાથી તે પ્રતિક્ષણ રડે છે, બાળક વડે કોઈક અવાચ્ય દેશમાં સ્પર્ધાયેલી છાની રહી, આ ઉપાય છે એ પ્રમાણે આ વારંવાર સ્પર્શે છે, માતા-પિતા વડે જોવાયો, વારણ કરાયેલો નહિ અટકતો ઘરમાંથી કાઢી મુકાયેલો પલ્લીમાં ગયો, તેનો અધિપતિ થયો, બીજી પણ=ભગિની પણ, વધતી પ્રબલ કામતૃષાપણાથી કોઈક ગામમાં ગઈ તે ચોરો ત્યાં તે ગામમાં, આવ્યા, તેણી વડે “શું મને લઈ જતા નથી ?' એ વચન વડે આત્મા તેઓને સમર્પણ કરાયો, બધાની પત્ની થઈ. તેઓ વડે તેની દયાથી બીજી પણ સ્ત્રી લવાઈ. મને આ બીજી સ્ત્રી, રતિમાં વિદનનો હેતુ છે એ પ્રમાણે વિચારીને તેઓ ગયે છતે તેણી વડે આ કૂવામાં નંખાઈ, આવેલા તેઓ વડે ન જોવાઈ, તેથી આ સ્ત્રી વડે આ આચરણ કરાયું એ પ્રમાણે જાણીને શું આ બહુ મોહવાળી મારી ભગિની હશે, એ પ્રમાણે થયેલી શંકાવાળો પલ્લીપતિ મારી વાર્તા સાંભળીને આ આવ્યો, પૂછવાને શક્તિમાન ન હતો, એથી તેના વડે કહેવાયું – સા સા સા આનો આ અર્થ – જે એ મારી ભગિની તે શું આ વાવર્તિતી પાપિણી ? મારા વડે પણ કહેવાયું – યા સા સા સા, તેને સાંભળીને અહો દુરંત વિષયનો સંગ તેથી આ આવ્યું જેને કોઈક કહે છે – સર્વ વડે પણ એક પણ તૃપ્તિ પામતો નથી, એક પણ સ્ત્રી બધા વડે તૃપ્તિ પામતી નથી, બીજું બન્ને પણ એક પુરુષ બીજા પુરુષો પણ દ્વેષી છે, સ્ત્રી-પુરુષનો સંગમ કષ્ટ છે. આ પ્રમાણે જાણીને ઘણા પ્રાણીઓ બોધ પામ્યા, તેથી આના વડે પલ્લીપતિ વડે, સૌદર્યા ગમતરૂપ=ભગિની સાથેના ભ્રષ્ટાચારરૂપ, પોતાનો દોષ પ્રકાશિત કરાયો નહિ. I૩૩ાા ભાવાર્થ - સંસારી જીવો કર્મને અત્યંત પરવશ હોય છે, એથી ધર્મપરાયણ થયા પછી પણ નિમિત્તોને પામીને ન સંભવી શકે તેવાં પણ પાપો કરે છે જે પાપોને વચનથી કહેવાં પણ અત્યંત દુષ્કર છે તેમાં દષ્ટાંત Page #76 -------------------------------------------------------------------------- ________________ પદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૩-૩૪ ૫૭ છે, ભગવાન પાસે પોતાની બહેન સાથેના સંબંધના પ્રસંગની શંકાવાળો કોઈક ચોર પૂછે છે કે જે તે છે કે અન્ય છે ? ભગવાન ઉત્તર આપે છે – તે તે છે–તારી બહેન જ તે છે, તે દૃષ્ટાંતથી બોધ થાય છે કે કેમ તે ચોરને પોતાનું પાપ પુછવામાં ક્ષોભ થતો હતો તેમ ધર્મી જીવોને પણ તેવા પ્રકારનાં પાપઆચરિતો હોય છે કે જે કોઈને કહી શકાય નહિ, તેથી ગ્રંથકારશ્રી ઉપદેશ આપે છે કે કોઈ રીતે પાપઆચરણા કરવી જોઈએ નહિ; કેમ કે પાપઆચરણામાં લાગેલું ચિત્ત વૃદ્ધિ પામી તેવાં પાપો કરશે જે આ લોકમાં કહી શકાશે નહિ અને તે પાપના ભારથી ભરેલો જીવ દુર્ગતિમાં પડશે. માટે યા સી સી સી દૃષ્ટાંતનું અવલંબન લઈને પાપઆચરણાના પરિહાર માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, એ પ્રકારનો ઉપદેશ છે. Il૩૩ અવતરણિકા : यस्तु स्वदोषं प्रतिपद्यते तद्गुणं दृष्टान्तेनाहઅવતરણિતાર્થ :વળી જે પોતાના દોષને સ્વીકારે છે, તેના ગુણને દગંતથી કહે છે – ગાથા : पडिवज्जिऊण दोसे, नियए सम्मं च पायवडियाए । तो किर मिगावईए, उप्पन्नं केवलं नाणं ।।३४।। ગાથાર્થ : પોતાના દોષોને સમ્યફ સ્વીકારીને તેમના પગમાં પડેલાં મૃગાવતી વડે કેવલજ્ઞાન પ્રાપ્ત કરાયું. ll૩૪ll ટીકા : प्रतिपद्य दोषान् निजकानात्मीयान् सम्यक् त्रिकरणशुद्ध्या, चशब्दादपुनःकरणाभ्युपगमेन पादयोः पतिता पादपतिता तस्या गुरुण्या इति गम्यते, ततः किलेति परोक्षाप्तवादसूचकः, मृगावत्या उत्पन्नं केवलज्ञानमिति सक्षेपार्थः, विस्तरार्थः कथानकगम्यः । तच्चेदम् कौशाम्ब्यां वीरस्य भगवतः समवसरणे सविमानचन्द्रादित्यावतरणेन कालमानमजानती गतास्वार्यचन्दनाद्यास्वार्यासु स्थिता मृगावती साध्वी, गतौ चन्द्रादित्यौ, उल्लसितं तिमिरं, ससम्भ्रमा गता उपाश्रयं, दृष्टा कृतावश्यका संस्तारकगता तयाऽऽर्यचन्दना आलोचयन्ती आर्यचन्दनया अनवस्थादोषपरिहारार्थमुपालब्धा, नोचितमिदं भवादृशीनां प्रधानकुलजातानामिति । ततो गुणवत्सन्तापिकाहमिति पश्चात्तापदन्दह्यमानमानसा विगलदश्रुसलिला 'भगवति ! क्षमस्व मम मन्दभाग्यायाः Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૪ प्रमादस्खलितमिदमेकं, न पुनरीदृशं करिष्यामि' इति वदन्ती पतिता तच्चरणयोर्मुगावती, ततः प्रवृद्धः शुक्लध्यानानलः, दग्धं कर्मेन्धनम्, उत्पन्नं केवलं ज्ञानम् । अत्रान्तरे प्रसुप्तार्यचन्दना, विषधरे च तद्देशेन गच्छति उत्पाट्य मृगावत्या संस्तारके निहितो बहिःस्थितस्तद्बाहुः ततो विबुद्धयार्यचन्दनया मिथ्यादुष्कृतं दत्तं, निद्राप्रमादेन मया न प्रहिता त्वम् । किं चायं करश्चालितः ? इत्युक्ता सत्याह-अहिरेति, इतराह-कथं जानीषे ? सा प्राह-अतिशयेन, इतरा आह-कतरेण ?, सा प्राह-केवलेन ! तच्छ्रुत्वा आर्यचन्दना गता पश्चात्तापं पतिता तत्पादयोरिति ।।३४।। ટીકાર્ય : પ્રસિદ્ધ ... તાિિત પોતાના દોષોને સમ્યફ સ્વીકારીને==ણ કરણની શુદ્ધિથી સ્વીકારીને, એ શબ્દથી ફરી અકરણના સ્વીકારથી પગમાં પડ્યાંeતે ગુરુના પગમાં પડ્યાં, તેનાથી સમ્યફ દોષતા સ્વીકારથી, મૃગાવતી વડે કેવળજ્ઞાન ઉત્પન્ન કરાયું. વિત્ત શબ્દ પરોક્ષ એવા આપ્તવાદનો સૂચક છે, એ પ્રમાણે સંક્ષેપથી અર્થ છે, વિસ્તારથી અર્થ કથાનકગમ્ય છે અને તે આ છે – કૌશાંબીમાં વીર ભગવાનના સમવસરણમાં વિમાન સહિત ચંદ્ર-સૂર્યના અવતરણના કારણે સમય પ્રમાણને નહિ જાણતાં મૃગાવતી સાધ્વી આર્ય ચંદનાદિ સાધ્વીઓ ગયે છતે રહ્યાં, ચંદ્ર-સૂર્ય ગયા, અંધકાર ફેલાયો, મૃગાવતી ઉતાવળે ઉપાશ્રયે ગયાં, તેમના વડે કરાયેલા આવશ્યકવાળા સંથારેલાં આર્ય ચંદના જોવાયાં, આલોચના કરતાં મૃગાવતી આર્ય ચંદના વડે અનવસ્થા દોષના પરિહાર માટે ઉપાલંભ અપાયાં, પ્રધાન કુળમાં ઉત્પન્ન થયેલાં તમને આ ઉચિત નથી, તેથી હું ગુણવાન ગુરુને સંતાપ કરનારી થઈ, એ પ્રમાણે પશ્ચાત્તાપથી બળાતા માનસવાળી “હે ભગવતી ! મંદ ભાગ્યવાળી એવી મારું આ એક પ્રમાદ અલિત ક્ષમા કરો, ફરી આવું કરીશ નહિ એ પ્રમાણે બોલતાં મૃગાવતી તેમના ચરણમાં પડ્યાં, તેથી શુક્લધ્યાનનો અગ્નિ વૃદ્ધિ પામ્યો, કર્મબંધન બળી ગયાં, કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. એટલામાં આર્ય ચંદના નિદ્રાધીન થયાં અને તે સ્થાનથી વિષધર આવતે છતે બહાર રહેલો તેમનો હાથ ઉપાડીને મૃગાવતી વડે સંથારામાં મુકાયો, તેથી જાગેલાં આર્ય ચંદના વડે મિથ્યાદુકૃત કરાયું, તું નિદ્રા પ્રમાદથી મારા વડે મોકલાઈ નથી અર્થાત તું નિદ્રાધીન એમ કહેવાયું નથી અને આ હાથ કેમ ચલાવ્યો ? એ પ્રમાણે કહેવાયેલાં છતાં કહે છે – સાપ આવે છે, બીજાં ચંદનબાળા, કહે છે – તે કેવી રીતે જાણ્યું ? તેણી કહે છે – અતિશયથી, બીજાં ચંદનબાળા, કહે છે – કયા અતિશયથી ? તેણી કહે છે – કેવલજ્ઞાનથી, તે સાંભળીને આર્ય ચંદના પશ્ચાત્તાપને પામ્યાં, તેમના પગમાં પડ્યાં. ૩૪ ભાવાર્થ - જે અધ્યવસાયથી જે પાપ થાય છે તે પાપ તે અધ્યવસાયથી વિરુદ્ધ અધ્યવસાય કરવાથી નાશ પામે છે, તેથી ગાથા-૩૩માં કહ્યું એ પ્રમાણે આરાધક જીવે પાપઆચરણા કરવી જોઈએ નહિ કે જે પાપ Page #78 -------------------------------------------------------------------------- ________________ પ૯ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૪-૩૫ કહેવાને માટે દુષ્કર થાય, આમ છતાં કોઈક દ્વારા કોઈક પાપ થઈ જાય તોપણ ગુણવાન ગુરુ પાસે જે મહાત્મા પોતાના થયેલા પાપનો મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક સ્વીકાર કરે છે અને અધ્યવસાયની વિશુદ્ધિને કારણે ફરી તેવાં પાપ નહિ કરવાનો અધ્યવસાય વર્તે છે, તેથી નિષ્પાપ જીવન પ્રત્યેનો પ્રવર્ધમાન શુભ અધ્યવસાય તે પાપથી વિરુદ્ધ ભાવવાળો હોવાથી તે પાપનો નાશ કરે છે. એટલું જ નહિ, યાવતું પાપોનો નાશ કરે છે; કેમ કે પાપ પ્રત્યેની જુગુપ્સા સર્વ પાપો પ્રત્યે જુગુપ્સા કરાવીને સંપૂર્ણ પાપરહિત અવસ્થા પ્રત્યે જીવને સન્મુખ કરે છે, તે પરિણામ પ્રકર્ષવાળો થાય તો તે પરિણામથી સર્વ પાપનો નાશ થાય છે, આથી જ મૃગાવતીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ll૩૪ll અવતરણિકા : तदेवमियमुपालभ्यमानापि न कषायिता, यश्चान्योऽप्येवं कुर्यात तद्गुणमाहઅવતરણિતાર્થ - આ રીતે ઉપાલંભ કરાતી પણ આ=મૃગાવતી, કષાયવાળી થઈ નહિ અને જે અન્ય પણ આ પ્રમાણે કરે, તેના ગુણને કહે છે – ગાથા : किं सक्का वोत्तुं जे, सरागधम्मम्मि कोइ अकसाओ । जो पुण धरेज्ज धणियं, दुव्बयणुज्जालिए स मुणी ।।३५।। ગાથાર્થ : સરાગ ધર્મમાં કોઈ અકષાયવાળો છે, (એ પ્રમાણે) કહેવાને શું શક્ય છે ? જે વળી અત્યંત દુર્વચન ઉવાલિત કષાયોને અત્યંત ધારણ કરે અર્થાત્ અત્યંત નિગ્રહ કરે તે મુનિ છે. ll૩૫ll ટીકા :___ 'किं सक्केति' किं शक्यम्, अनुस्वारलोपदीर्घत्वे प्राकृतलक्षणात्, वक्तुं, जेशब्दो वाक्यालङ्कारार्थः । सह रागेण वर्तत इति सरागः, द्वेषोपलक्षणं चैतत्, स चासौ धर्मश्च, तस्मिन् सरागधर्मेऽद्यतने कश्चिदविद्यमानक्रोधादिकषायाऽकषायोऽस्तीत्येतत्, किं वक्तुं शक्यं ? नैवेत्यभिप्रायः । यः पुनर्महात्मा धारयेदनुदयोदयप्राप्तविफलीकरणेन निगृह्णीयात्, धणियं-अत्यर्थं, दुर्वचनोज्ज्वालितान् कर्णकटुकवागिन्धनोद्दीपितान् कषायान् स, मन्यते यथावस्थितमोक्षकारणमिति मुनिः, पुनःशब्दस्य विशेषणार्थत्वात्सरागधर्मेऽपि वर्तमानो मुनिरेव विवेककलितत्वादिति ।।३५।। ટીકાર્ય :‘હિં સવતિ' . તત્કાિિર II શું શક્ય છે?=સરાગ ધર્મમાં કોઈ અકષાયવાળો છે એ પ્રમાણે Page #79 -------------------------------------------------------------------------- ________________ ५० ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૫-૩૬ કહેવું શું શક્ય છે ? અર્થાત્ નથી જ, ગાથામાં વિં સવા શબ્દમાં અનુસ્વારનો લોપ અને દીર્ઘપણું પ્રાકૃતપણાને કારણે છે, ને શબ્દ વાક્યાલંકાર અર્થવાળો છે, સરાધર્મે એ અર્થને સ્પષ્ટ કરે છે રાગ સહિત વર્તે છે, એ સરાગ અને આ=રાગ, દ્વેષનું ઉપલક્ષણ છે અને તે એવો ધર્મ તે સરાગધર્મ છે, તેમાં=અદ્યતન એવા સરાગધર્મમાં, કોઈ અવિદ્યમાન ક્રોધાદિ કષાયવાળો છે, એ કહેવું શું શક્ય છે ? અર્થાત્ નથી જ, એ પ્રકારનો અભિપ્રાય છે, જે વળી મહાત્મા અત્યંત ધારણ કરે=અનુદય અને ઉદય પ્રાપ્તના વિલીકરણ દ્વારા અત્યંત વિગ્રહ કરે. કોનો નિગ્રહ કરે ? એથી કહે છે દુર્વચનથી ઉજ્જ્ઞાલિત કર્ણકટુકવાણીરૂપ ઇંધનથી ઉદ્દીપ્ત એવા કષાયોનો અત્યંત નિગ્રહ કરે તે યથાવસ્થિત મોક્ષના કારણને માને છે એથી તે મુનિ છે, પુનઃ શબ્દનું વિશેષણ અર્થપણું હોવાથી સરાગધર્મમાં પણ વર્તમાન મુનિ જ છે; કેમ કે વિવેકકલિતપણું છે. ।।૩૫।। ભાવાર્થ: જે જીવો વીતરાગ થયા નથી તેઓ રાગ-દ્વેષવાળા છે અને તેઓ ધર્મ કરતા હોય તોપણ તેઓનો ધર્મ સરાગધર્મ છે, તેથી ધર્મ પ્રત્યેના રાગથી અને અધર્મ પ્રત્યેના દ્વેષથી તેઓ ધર્મમાં યત્ન કરનારા છે. તેવા જીવોમાં કોઈ અકષાયી છે, એ પ્રમાણે કહેવું શું શક્ય છે ? અર્થાત્ શક્ય નથી; કેમ કે ધર્મના રાગથી અને અધર્મના દ્વેષથી તેઓ ધર્મની પ્રવૃત્તિ કરે છે. સરાગ ધર્મવાળા પણ કઈ રીતે અકષાયવાળા સંભવી શકે તે ગાથાના ઉત્તરાર્ધથી બતાવે છે જે મહાત્મા અનુદયને પામેલા કષાયોને પ્રતિપક્ષના ભાવનથી નિગ્રહ કરી રહ્યા છે અર્થાત્ કષાય વિરુદ્ધ એવા ક્ષમાદિ ભાવોમાં ચિત્તને પ્રવર્તાવીને અનુદયવાળા કષાયોને ક્ષીણ શક્તિવાળા કરી રહ્યા છે અને નિમિત્તને પામીને ઉદયને પામેલા કષાયોને વિફળ કરી રહ્યા છે, તેઓ કર્ણને ન ગમે તેવા વાણીરૂપ અગ્નિથી ઉદ્દીપ્ત થયેલા કષાયોને વિફળ કરે છે તેવા મહાત્મા મુનિ છે-મૌન ભાવવાળા છે અર્થાત્ કોઈ નિમિત્તને પામીને કષાય કરતા નથી, પરંતુ અકષાય ભાવની વૃદ્ધિને અનુકૂળ અસ્ખલિત વ્યાપારવાળા છે, માટે મુનિ છે. તેઓ સરાગ ધર્મમાં પણ અકષાયવાળા છે તેમ કહી શકાય છે. II૩૫|| અવતરણિકા : किमर्थमेते निगृह्यन्ते इत्याशङ्क्यामीषामपायकारितामाह અવતરણિકાર્ય : કયા કારણથી આ=કષાયો, નિગ્રહ કરાય છે ? એ પ્રકારની આશંકા કરીને આમતી=કષાયોની, અનર્થકારિતાને કહે છે Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ 211211-39 ગાથા : कडुयकसायतरूणं, पुष्कं च फलं च दोवि विरसाई । पुप्फेण झाइ कुविओ, फलेण पावं समायरइ ।। ३६ ।। ૬૧ ગાથાર્થ ઃ કડવા કષાયરૂપી વૃક્ષોનું પુષ્પ અને ફળ બન્ને પણ વિરસ છે, પુષ્પથી કુપિત થયેલો પાપનું ધ્યાન કરે છે, ફળથી પાપનું સમાચરણ કરે છે. II૩૬।। ટીકા ઃ कटुकाश्च संयमसुखभङ्गहेतुत्वात्कषायाश्च कटुककषायाः त एव तरवस्तदुत्तरप्रकृतिशाखादिमत्त्वात् तेषां पुष्पं च फलं च द्वे अपि विरसे कटुके निम्बादीनां लोकोक्त्या कटुकानामपि पाककाले माधुर्यं लभ्यते, न पुनरेतेषामिति भावः किमेषां पुष्पं ? किं वा फलम् ? इत्याशङ्क्य क्रोधमधिकृत्य दर्शयति- पुष्पेण हेतुभूतेन ध्यायति विरूपकं चिन्तयति, कुपितः क्रुद्धः फलेन पापं ताडनमारणादिकं समाचरति-अनुतिष्ठति तदनेनैतेषामुदयः पुष्पं, तत्पूर्विका प्रवृत्तिः फलमित्युक्तं भवति ।। ३६ ।। ટીકાર્ય ઃ कटुकाश्च મતિ ।। સંયમસુખના ભંગનું હેતુપણું હોવાથી કટુક કષાયો છે, તે જ=કટુક કષાયો, વૃક્ષો છે; કેમ કે તેની ઉત્તર પ્રકૃતિરૂપ શાખાદિમાનપણું છે=કષાયોની ઉત્તર પ્રકૃતિરૂપ શાખાદિવાળા કષાયો છે, તેઓનાં=કષાયોનાં, પુષ્પ અને ફ્ળ બન્ને પણ વિરસ=કટુક છે, લોકોક્તિથી કડવા પણ લીમડા આદિનું પાકકાળમાં માધુર્ય પ્રાપ્ત થાય છે, પરંતુ આમનું=કષાયોનું, માધુર્ય ક્યારેય પ્રાપ્ત થતું નથી, આમનું પુષ્પ શું છે ? અથવા ફ્ળ શું છે ? એ પ્રકારની આશંકા કરીને ક્રોધને આશ્રયીને બતાવે છે — હેતુભૂત એવા પુષ્પથી કુપિત થયેલો જીવ વિરૂપ ધ્યાન કરે છે=કોઈકનું ખરાબ ચિંતવન કરે છે, ફ્ળથી તાડન-મારણ આદિ પાપને આચરે છે, તે કારણથી આના વડે=પ્રસ્તુત ગાથા વડે, આમનો=કષાયોનો, ઉદય પુષ્પ, તત્પૂર્વક પ્રવૃત્તિ ફળ એ પ્રમાણે કહેવાયેલું છે. ૫૩૬।। ભાવાર્થ: ..... ક્રોધ-માન-માયા-લોભ એ કડવા કષાયરૂપ વૃક્ષ છે, કેમ કટુક છે ? એથી કહે છે – કષાયો સંયમસુખના ભંગના હેતુ છે, તેથી એ પ્રાપ્ત થાય કે જેઓનું ચિત્ત સર્વથા કષાયના સ્પર્શ વગરનું છે તેઓ વીતરાગ છે અને જેઓ વીતરાગ થવા માટે પ્રયત્નવાળા છે, તેઓનું પણ ચિત્ત કષાયોના સ્પર્શવાળું નથી, પરંતુ કષાયોના ક્ષયમાં પ્રવર્તે છે, આથી જ શમભાવની વૃદ્ધિ થાય તે પ્રકારે ઉપયુક્ત થઈને સર્વ ક્રિયાઓ કરે છે. તેઓની તે તે ક્રિયા દ્વારા કષાયોની શક્તિ મંદ-મંદતર થાય છે, તેનાથી સંયમનું સુખ વૃદ્ધિ પામે છે, તે સંયમસુખના ભંગના હેતુ કષાયો છે, માટે કષાયોનો ઉપયોગ કલેશાત્મક હોવાથી કટુક Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૬-૩૭ છે અને કષાયના નાશને અનુકૂળ પ્રવર્તતો સાધુનો ઉપયોગ સંયમસુખનો હેતુ છે, વળી કષાયોના ઉત્તરભેદો કષાયોરૂપી વૃક્ષની શાખા-પ્રશાખા છે અર્થાત્ ક્રોધ, માન, માયા, લોભ, કષાયોની શાખારૂપ છે અને તેના અનંતાનુબંધી આદિ ભેદો પ્રશાખારૂપ છે અને તેઓનાં પુષ્પ અને ફળ બન્ને પણ વિરસ છે અર્થાત્ અત્યંત કટુ છે. કઈ રીતે કષાયોનાં પુષ્પ અને ફળ વિરસ છે તે ક્રોધના દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – ક્રોધના કષાયવાળો જીવ કોઈકની ઉપર કુપિત થઈને ખરાબ ચિંતવન કરે છે. તે કષાયવૃક્ષનું પુષ્પ છે અને અધિક કુપિત થાય ત્યારે તાડન-મારણાદિ પ્રવૃત્તિ કરે છે, તે કષાયવૃક્ષનું ફળ છે, તેથી એ ફલિત થાય કે ક્રોધ કષાય ઉદયમાં વર્તે છે, ત્યારે શમસુખનો નાશ થાય છે. જે રીતે ક્રોધને આશ્રયીને વૃક્ષ, પુષ્પ અને ફળ બતાવ્યાં, તે રીતે અર્થથી માન-માયા-લોભ-કષાયનાં પણ વૃક્ષ, પુષ્પ અને ફળનું ભાવન કરવું જોઈએ. ll૩૬ાા અવતરણિકા : तस्मात्तेषां तद्धेतूनां च शब्दादीनां त्यागः कार्यः, स च विवेकेनैव क्रियते, नान्येनेति दृष्टान्तेનાહઅવતરણિતાર્થ - તે કારણથી=કષાયો કડવા વૃક્ષ જેવા છે તે કારણથી, તેઓનો=કષાયોતો અને તેના હેતુ એવા શબ્દાદિનો=કષાયોના હેતુ એવા શબ્દાદિ પાંચ ઈન્દ્રિયોના વિષયો તેનો, ત્યાગ કરવો જોઈએ અને તે વિષયોનો ત્યાગ, વિવેકથી જ કરાય છે, અન્યથી નહિ અંતરંગ વિવેકથી જ કરાય છે માત્ર બાહ્ય ત્યાગથી નહિ, એ પ્રકારે દાંતથી કહે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું એ પ્રમાણે સર્વ કષાયો કડવા વૃક્ષ જેવા છે, તેનાં પુષ્પ અને ફળ પણ કડવાં છે, માટે કષાયોનો ત્યાગ કરવો જોઈએ અને કષાયોના હેતુ પાંચ ઇન્દ્રિયોના શબ્દાદિ ત્રેવીસ વિષયો છે, તેથી તેને અવલંબીને જીવમાં કષાયોનો ઉદ્ભવ થાય છે, માટે તે વિષયોનો ત્યાગ કરવો જોઈએ, વસ્તુતઃ સુસાધુ પણ પાંચ ઇન્દ્રિયોવાળા છે અને છદ્મસ્થ છે, ત્યાં સુધી તે તે ઇન્દ્રિયો દ્વારા તે તે વિષયોનો સંપર્ક સર્વથા ન થાય, એ પ્રકારનો પરિહાર થઈ શકે નહિ; કેમ કે કોઈ વચન બોલે તો તે શ્રોત્રેન્દ્રિય દ્વારા અવશ્ય ગ્રહણ થાય છે. તે રીતે આહાર વાપરે તો આહારગત રસનું પણ ઇન્દ્રિય દ્વારા અવશ્ય ગ્રહણ થાય છે, તેથી તે વિષયોનો ઇન્દ્રિયો દ્વારા ગ્રહણને આશ્રયીને ત્યાગ સંભવે નહિ, પરંતુ તે તે ઇન્દ્રિયના તે તે વિષયો પ્રત્યે ચિત્ત ઉત્સુક થાય તેવો જે પરિણામ પોતાનામાં વર્તે છે, તે પરિણામને જેઓ વિવેકપૂર્વક શાંત કરે છે અર્થાત્ વિષયોને અભિમુખ ઔસુજ્ય આત્માની વિડંબના છે અને વિષયો પ્રત્યે અનુસુફભાવ જ આત્માની સ્વસ્થતા છે, એ પ્રકારે ભાવન કરીને પોતાનામાં પ્રગટ થયેલો વિવેક Page #82 -------------------------------------------------------------------------- ________________ पहेशभाला भाग - १ | गाथा - 30 સ્થિર કરે છે, તેઓની ઇન્દ્રિયો વિષય ગ્રહણ કરવા માટે અભિમુખભાવવાળી થતી નથી, તે વિષયોનો ત્યાગ છે, ફક્ત વિષયોનો ઇન્દ્રિય સાથે સંબંધ થાય ત્યારે તે વિષયોના સ્વરૂપનો બોધ થાય છે, પરંતુ તે વિષયને ગ્રહણ કરવા માટે આત્મામાં ઇન્દ્રિયજન્ય ઉત્સુકતા થતી નથી. તે વિષયોનો ત્યાગ છે અને તેના ત્યાગથી કષાયો પણ ઉદ્બોધને પામતા નથી, તેથી મુનિને શમસુખની પ્રાપ્તિ થાય છે, તેને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – गाथा : संते वि कोवि उज्झइ, कोवि असंतेवि अहिलसइ भोए । चयइ परपच्चएण वि, पभवो दट्ठूण जह जंबुं ।। ३७ ।। 93 गाथार्थ : કોઈક વિવેકી વિધમાન પણ ભોગોનો ત્યાગ કરે છે, કોઈક અવિધમાન પણ ભોગોનો અભિલાષ કરે છે, કોઈક પરપ્રત્યયથી પણ ત્યાગ કરે છે, જેમ જંબુને જોઈને પ્રભવે ભોગોનો 22 Sul. 11309|| येडा : तोऽपि विद्यमानानपि कश्चिद्विवेकी जम्बुवदुज्झति त्यजति, भुज्यन्त इति भोगाः शब्दादयस्तानिति सम्बन्धः कश्चिदविवेकी प्रभववदसतोऽपि अभिलषति वाञ्छति भोगान् । तथा कश्चिदिति वर्तते, त्यजति परप्रत्ययेनापि, किंवदित्याह - प्रभवो दृष्ट्वा यथा जम्बुमिति समासार्थः, व्यासार्थः कथानकगम्यः । तच्चेदम् राजगृहे ऋषभदत्तेभ्यसुतो जम्बुनामा सञ्जातचरणपरिणामो दीक्षाभ्यनुज्ञानार्थं पितरौ पप्रच्छ । तावपत्यस्नेहमोहितौ,' ,' यदा प्रव्रज्यादुष्करतादिवर्णनेन प्रत्युत्तरदानसमर्थत्वान्न सन्तिष्ठते तदा जातवरमुखं पश्याव इतितं याचितवन्तौ । ततस्तदनुरोधेन स्थितः । यद्यस्माभिर्न धृतस्ततोऽमुमेवानुयास्याम इति विहितप्रतिज्ञा अष्टौ कन्यकाः परिणीतवान् । वासभवने तत्प्रतिबोधनप्रवृत्ते च तस्मिन् बहुचौरपरिकरः प्रभवाभिधानः पल्लीपतिरवस्वापनीतालोद्घाटनीविद्याप्रभावेन तद्गृहं मुष्णन् जम्बुनामचरणपरिणामावर्जितया देवतया स्तम्भितस्तथा स्थितश्च । अहमनेन महात्मना स्तम्भित इति सञ्चिन्त्य जम्बुनाम्नः स्वपत्नीरुत्तरप्रत्युत्तरिकया बोधयतो वचनमाकर्णयंस्तं प्रत्याह- 'भो महात्मन् ! निर्वृत्तोऽहमितो दुर्व्यवसितात्, गृहाणेमे मद्विद्ये देहि मे स्तम्भनीमात्मविद्यामिति । जम्बुनामाह - 'भद्र न मया स्तम्भितस्त्वम्, अपि तु मच्चरणपरिणामावर्जितया देवतया, अलं च भवतो भवनिबन्धनविद्यादानेन, गृहाणेमां समस्तार्थसाधनीं Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૭ सर्वज्ञोपज्ञां ज्ञानदर्शनचारित्रविद्यामिति' प्रस्ताव्य च कृता तेन विस्तरतो धर्मदेशना । ततोऽहो महानुभावस्य विवेकिता परोपकारिता च !, मम पुनरहो पापिष्ठता मूढता च, अयं हि महात्मा स्वाधीनामपि सदोषत्वाच्चटुलस्वभावां यां श्रीकुलटां त्यजति, लग्नोऽहं तामेवाभिलषामि, न च प्राप्नोमि एवं च विगोपितः, धिग्मामधमाधममिति जातवैराग्यः सपरिकरः प्रभवः प्राह - 'भो महात्मन्नादिश किं मया कर्तव्यं ?' जम्बुनामाह - 'यदहं करोमि, ' ततो नायमप्रेक्षापूर्वकारीति युक्तमेतदनुगमनमिति सञ्चिन्त्येतरः प्राह - ' यदाज्ञापयति भवान् । ततो जननीजनकवधूसपरिकरः प्रभवपरिवृतो भव्यसत्त्वानां भवपराङ्मुखां बुद्धिमुत्पादयन् सुधर्मस्वामिनः पादमूले निष्क्रान्तो નમ્બુનામેતિ રૂ ટીકાર્ય ઃ सतोऽपि નવુનામેતિ ।। કોઈક વિવેકી જંબુની જેમ વિદ્યમાન પણ ભોગોનો ત્યાગ કરે છે, ભોગ શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છે ભોગવાય છે એ શબ્દાદિ ભોગો છે, તેઓનો ત્યાગ કરે છે, કોઈક અવિવેકી પ્રભવની જેમ અવિદ્યમાન પણ ભોગોની ઇચ્છા કરે છે અને કોઈક એ ગાથાના પૂર્વાર્ધથી અનુવર્તન પામે છે, એથી કોઈક પ૨પ્રત્યયથી પણ=બીજાના બોધ દ્વારા પણ, ત્યાગ કરે છે, કોની જેમ ? એથી કહે છે – જે પ્રમાણે જંબુને જોઈને પ્રભવે ત્યાગ કર્યો, એ પ્રમાણે સંક્ષેપથી અર્થ છે, વિસ્તારાર્થ કથાનક ગમ્ય છે અને તે કથાનક આ છે - રાજગૃહમાં ઋષભદત્ત શ્રેષ્ઠિના પુત્રએ દીક્ષાની અનુજ્ઞા માટે માતા-પિતાને પૂછ્યું, પુત્રના સ્નેહથી મોહ પામેલા તે બન્નેએ=માતા-પિતાએ, જ્યારે પ્રવ્રજ્યાની દુષ્કરતા આદિ વર્ણનથી પ્રત્યુત્તર દાન સમર્થપણું હોવાથી રહેતો નથી=અટકતો નથી ત્યારે હે પુત્રવરનું મુખ અમે જોઈએ, એ પ્રમાણે તેની પાસે યાચના કરી, તેથી તેમના આગ્રહથી રહ્યો, જો અમારા વડે ન ધારણ કરાયો તો અમે આની જ પાછળ જઈએ, એ પ્રમાણે કરાયેલી પ્રતિજ્ઞાવાળી આઠ કન્યાઓને તે પરણ્યો. વાસભવનમાં તે તેણીઓને પ્રતિબોધનમાં પ્રવૃત્ત હોતે છતે ઘણા ચોરના પરિવારવાળો પ્રભવ નામનો પલ્લીપતિ અવસ્વાપિની અને તાલોાટની વિદ્યાના પ્રભાવથી તેના ઘરને ચોરતો જંબુના ચારિત્રના પરિણામથી આવર્જિત દેવતા વડે સ્તંભિત કરાયો અને તેમ રહ્યો, આ મહાત્મા વડે હું સ્તંભિત કરાયો, એ પ્રમાણે વિચારીને પોતાની ઉત્તર-પ્રત્યુત્તરિકા વડે બોધ આપતા જંબુના વચનને સાંભળતો તે તેના પ્રત્યે કહે છે હે મહાત્મન્ ! હું આ દુર્વાસિતથી નિવૃત્ત થયો, મારી આ બે વિદ્યાને ગ્રહણ કરો, મને પોતાની વિદ્યા સ્તંભની આપો. જંબુ કહે છે હે ભદ્ર ! તું મારા વડે સ્તંભિત કરાયો નથી, પરંતુ મારા ચારિત્રના પરિણામથી આવર્જિત દેવતા વડે સ્તંભિત કરાયો. તારી ભવને વધારનારી વિદ્યાના ગ્રહણ વડે સર્યું. આ સમસ્ત અર્થ સાધનારી, સર્વજ્ઞ વડે - Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૭ ૫ કહેવાયેલી જ્ઞાન-દર્શન-ચારિત્ર વિદ્યાને તુ ગ્રહણ કર અને એ પ્રમાણે પ્રસ્તાવ કરીને તેના વડે વિસ્તારથી ધર્મદેશના કરાઈ, ત્યારપછી અહો ! મહાનુભાવની વિવેકિતા અને પરોપકારિતા, વળી અહો ! મારી પાષિષ્ઠતા અને મૂઢતા, આ મહાત્મા સ્વાધીન એવી પણ સદોષપણાથી ચપળ સ્વભાવવાળી લક્ષ્મીકુલટાને ત્યાગ કરે છે, લાગેલો એવો હું તેને જ ઇચ્છું છું અને પ્રાપ્ત કરતો નથી અને આ પ્રમાણે વગોવાયો, અધમ એવા મને ધિક્કાર હો, એ પ્રમાણે થયેલા વૈરાગ્યવાળો પરિવાર સહિત પ્રભવ કહે છે હે મહાત્મન્ ! મારા વડે શું કર્તવ્ય છે ? કહો. જંબુ કહે છે — હું જે કરું છું, (તે કર્તવ્ય છે.) ત્યારપછી આ અપ્રેક્ષાપૂર્વકારી નથી, એથી આનું અનુગમન યુક્ત છે, એ પ્રમાણે વિચારીને ઇતરપ્રભવ, કહે છે તમે જે આજ્ઞા આપો તે કરું. - ત્યારપછી માતા-પિતા-વહુઓ-સપરિવાર પ્રભવથી પરિવરેલા ભવ્ય પ્રાણીઓને ભવપરાસ્મુખ બુદ્ધિને ઉત્પન્ન કરતા જંબુકુમારે સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. ।।૩૭।। ભાવાર્થ : કેટલાક જીવો વિવેકયુક્ત છે, તેથી તેઓની શબ્દાદિ વિષયો વિષયક ઉત્સુકતા શાંત થયેલી છે; કેમ કે તેઓને આત્માના નિરાકુળ સ્વભાવમાં સ્વસ્થતારૂપ સુખ દેખાય છે અને શબ્દાદિ ભોગોમાં ઇચ્છાની આકુળતાજન્ય વિહ્વળતા દેખાય છે, તેવા વિવેકી જીવો તથાપ્રકારના પુણ્યથી પ્રાપ્ત થયેલા ભોગોનો ત્યાગ કરે છે, જેમ યૌવન અવસ્થામાં શ્રેષ્ઠ કોટીના શબ્દાદિ વિષયો પ્રાપ્ત થયેલા હોવા છતાં જંબુસ્વામી સુધર્માસ્વામીના ઉપદેશથી વિવેક પ્રગટેલો હોવાને કારણે લગ્ન કરીને નવયૌવના સ્ત્રીઓ સાથે સંસારના સ્વરૂપ વિષયક વાર્તાલાપ કરે છે, છતાં સુંદર રૂપાદિ જન્ય કોઈ વિકારો થતા નથી, પરંતુ તેમનું ચિત્ત સંયમનાં પારમાર્થિક સુખોને જોવામાં વ્યાપારવાળું છે, તેથી સુખપૂર્વક બાહ્યથી પણ ભોગોનો ત્યાગ કરે છે અને અંતરંગ પણ વિવેકચક્ષુને કા૨ણે ભોગોથી પર નિરુત્સુક ચિત્તને વહન કરનાર બને છે. કેટલાક જીવો મહાઅવિવેકને કારણે પ્રભવ ચોરની જેમ અવિદ્યમાન પણ ભોગોની ઇચ્છા કરે છે, આથી જ જંબુસ્વામીની સમૃદ્ધિ પોતાની પાસે વિદ્યમાન નથી, પરંતુ મારી વિદ્યાના બળથી હું તે સંપત્તિ ગ્રહણ કરું, એ પ્રકારના અભિલાષથી જંબુસ્વામીને ત્યાં રાત્રિના વિષે પ્રભવ ચોર ચોરી કરવા આવેલ છે; કેમ કે ભોગજન્ય સુખમાં જ સુખબુદ્ધિ છે, નિર્વિકારી અવસ્થામાં સુખબુદ્ધિ પ્રગટેલી નથી; તેથી અવિવેકને કારણે પ્રભવ ચોરને તે પ્રકારનો અભિલાષ થાય છે. વળી, કોઈ પરના પ્રત્યયથી પણ ભોગોનો ત્યાગ કરે છે–સુંદર પણ ભોગો પ્રાપ્ત થયેલા હોવા છતાં તેના પ્રત્યે નિઃસંગવાળા કોઈકને જોઈને તેને પણ વિવેક પ્રગટે છે કે ખરેખર ભોગથી સુખ નથી, પરંતુ નિઃસંગભાવમાં સુખ છે, જેમ જંબુસ્વામીને તેવા વિશાળ ભોગની પ્રાપ્તિ હોવા છતાં તેના ત્યાગને અભિમુખ પરિણામને જોઈને પ્રભવ ચોરને પણ બોધ થયો કે ભોગના સંશ્લેષમાં સુખ નથી, પરંતુ ભોગની અનિચ્છામાં જ સુખ છે, આથી બુદ્ધિના નિધાન એવા જંબુકુમાર આવી પણ ભોગસામગ્રીને નિઃસાર ગણીને ત્યાગ કરવા તત્પર થયા છે, જેનાથી પ્રભવ ચોરને પણ સંયમનો પરિણામ થયો. II૩૭ના Page #85 -------------------------------------------------------------------------- ________________ अवतरशिडा : ननु कथमसौ क्रूरकर्मा प्रभवः प्रतिबुद्ध इत्युच्यते धर्ममाहात्म्यात्, तथा चाह अवतरशिद्धार्थ : ननुथी शंका रे छे અપાય છે - ઉપદેશમાલા ભાગ-૧ गाथा-३८ - ક્રૂર કર્મવાળો આ પ્રભવ ચોર કેવી રીતે પ્રતિબોધ પામ્યો ? ઉત્તર ધર્મના માહાત્મ્યથી અને તે પ્રકારે કહે છે=ધર્મના માહાત્મ્યથી ક્રૂર કર્મવાળા પણ જીવો પ્રતિબોધ પામે છે તે પ્રકારે કહે છે गाथा : दीसंति परमघोरा वि, पवरधम्मप्पभावपडिबुद्धा । जह सो चिलाइपुत्तो, पडिबुद्धो सुंसुमाणाए ||३८|| गाथार्थ : પરમઘોર જીવો પણ પ્રવર ધર્મના પ્રભાવથી પ્રતિબોધ પામેલા દેખાય છે, જે પ્રમાણે સુંસુમાના दृष्टांतमां ते शिलातीपुत्र प्रतिजोध पाम्या ॥३८॥ टीडा : दृश्यन्ते परमघोरा अपि प्रधानरौद्रा अपि प्राणिन इति गम्यते, प्रवरधर्मप्रभावप्रतिबुद्धा इति अर्हद्दर्शितोत्तमधर्ममाहात्म्याद् व्यपगतमिथ्यात्वनिद्रा उपलभ्यन्त इत्यर्थः किंवदित्याह-यथासौ चिलातीपुत्रः प्रतिबुद्धः सुंसुमाज्ञाते सुंसुमोदाहरणे इति समासार्थः, व्यासार्थः कथानकगम्यस्तच्चेदम् राजगृहे धनश्रेष्ठिना स्वदासीदारकश्चिलातीपुत्रः स्वदुहितुः सुंसुमायाः बालग्राहोऽकारि । कृतदुष्टचेष्टितो निःसारितो गेहाद् गतः पल्लिम् । अतिसाहसिकत्वाज्जातस्तदधिपतिः । अन्यदा युष्माकं धनं मम सुसुमेति प्रतिज्ञाय बहूंस्तस्करान् मीलयित्वा पतितो धनगेहे विलुप्तं सदनं, गृहीतसुंसुमः प्रवृत्तः पल्लीं प्रति, पश्चाल्लग्नस्तस्य सपुत्रपरिकरो धनः, ततो निर्वोढुमशक्नुवता मेयमन्यस्यापि भवत्विति सञ्चिन्त्य छिन्नमसिना सुंसुमायाः शिरस्तेन, गतप्रयोजनत्वात् निवृत्ता धनादयः । तेनापि गच्छता दृष्टः कायोत्सर्गस्थो मुनिरुक्तश्च खड्गमुद्गीर्य 'कथय धर्मम्' इति ततः प्रतिभोत्स्यतेऽयमित्यतिशयेन विज्ञाय मुनिनोक्तम् 'उपशमो विवेकः संवर' इति कर्तव्य इति शेषः । ततो नाऽयं विप्रतारयति, मम च कृतबहुपापस्य नान्यथा शुद्धिः, करोम्येतद्वचनमिति सञ्चिन्त्य गतस्तदासन्नभूभागं, चिन्तयितुमारब्धं किमनेनोक्तम् ? आः ज्ञातम् ! उपशमः क्रोधादीनां Page #86 -------------------------------------------------------------------------- ________________ So ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૮ कर्तव्यः, कृतोऽसौ मया यावज्जीवं तत्त्यागात् । विवेकस्त्यागो बाह्यस्य कार्य इति मुक्तं सह करवालेन करस्थं मस्तकम् । संवरो दुष्टयोगानां संवरणं कर्तव्यमिति निरुद्धकायवाक्प्रसरो मनसीदमेव पदत्रयं चिन्तयन् स्थितः कायोत्सर्गेण । शोणितगन्धेन च खादितुमारब्धास्तच्छरीरकं वज्रतुण्डाः पिपीलिकाः, कृतः समन्ततश्चालनीसङ्काशः, तथापि त्यक्तोऽयं मया कायः इति धिया न चलितो ध्यानात्, दग्धं बहुपापं, प्राप्तोऽर्धतृतीयाहोरात्रैर्देवलोकं चिलातीपुत्र इति ।।३८।। ટીકાર્ય : દૃશ્યન્ત વિનાતીપુત્ર તિ | પરમ ઘોર પણ=પ્રધાન રોદ્ર પણ, પ્રાણીઓ પ્રવર ધર્મના પ્રભાવથી પ્રતિબોધ પામેલા દેખાય છે અરિહંત ભગવાનથી બતાવાયેલા ઉત્તમ ધર્મના માહાભ્યથી દૂર થયેલી મિથ્યાત્વ નિદ્રાવાળા પ્રાપ્ત થાય છે, કોની જેમ ? એથી કહે છે – જે પ્રમાણે સુસુમાના જ્ઞાતમાંs ઉદાહરણમાં, આ ચિલાતીપુત્ર પ્રતિબોધ પામ્યા. એ પ્રમાણે સમાસથી અર્થ છે, વિસ્તારથી અર્થ કથાનકગમ્ય છે અને તે આ છે – રાજગૃહમાં ઘનશ્રેષ્ઠિ વડે પોતાની દાસીનો પુત્ર ચિલાતીપુત્ર પોતાની પુત્રી સુસુમાનો બાલગ્રાહ કરાયો, કરાયેલા દુષ્ટ ચેષ્ટિતવાળો ઘરથી કઢાયો, પલ્લીમાં ગયો, અતિસાહસિકપણાથી તેનો અધિપતિ થયો. એકવાર ધન તમારું, સુસુમા મારી એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી ઘણા ચોરોને મેળવીને ધનશેઠના ઘરમાં પડ્યો, ઘર લૂંટાયું, ગ્રહણ કરાઈ છે સુસુમા જેના વડે એવો તે પલ્લી તરફ પ્રવૃત્ત થયો, પુત્ર પરિવાર સહિત ધન તેની પાછળ લાગ્યા, તેથી સુસુમાને વહન કરવાને ઊંચકીને દોડવાને, અશક્ત એવા તેના વડે આ અન્યની પણ ન થાઓ એમ વિચારીને તેના વડે તલવારથી સુસુમાનું મસ્તક કપાયું, ગતપ્રયોજનપણું હોવાથી ધન આદિ પાછા ફર્યા, જતા એવા તેના વડે પણ કાયોત્સર્ગમાં રહેલા મુનિ જોવાયા અને ખગ ઊંચુ કરીને “મને ધર્મ કહો' એ પ્રમાણે કહેવાયા, તેથી આ પ્રતિબોધ પામશે એ પ્રમાણે અતિશયથી જાણીને મુનિ વડે કહેવાયું – ઉપશમવિવેક-સંવર. ર્તવ્ય: એ અધ્યાહાર છે, તેથી આ ઠગતો નથી અને કરાયેલા બહુ પાપવાળા એવા મારી અન્યથા શુદ્ધિ નથી, આના વચનને કરું એ પ્રમાણે વિચારીને તેની નજીકના ભૂમિ ભાગમાં ગયો, ચિંતન કરવાનું શરૂ કર્યું, આના વડે શું કહેવાયું? ગા: જણાયું. ક્રોધાદિનો ઉપશમ કરવો જોઈએ, તેના ત્યાગથી મારા વડે આ જાવજીવ કરાયો, વિવેક-બાહ્યનો ત્યાગ કરવો જોઈએ, એથી કરવાલ સહિત હાથમાં રહેલું મસ્તક ત્યાગ કરાયું, સંવર-દુષ્ટ યોગોનું સંવરણ કરવું જોઈએ એથી નિરુદ્ધ કાયા-વાણીના પ્રસરવાળો મનમાં આ જ પદત્રયને ચિતવતો કાયોત્સર્ગ વડે રહ્યો, લોહીની ગંધથી વજમુખવાળી કીડીઓએ તેનું શરીર ખાવાનું શરૂ કર્યું અને ચારે બાજુથી ચાળણી જેવું કરાયું તોપણ મારાથી આ દેહ ત્યાગ કરાયેલો છે, એ બુદ્ધિથી ધ્યાનથી ચલિત થયો નહિ. ઘણા પાપને બાળીને અઢી અહોરાત્રિ વડે ચિલાતીપુત્ર દેવલોકને પામ્યો. //૩૮ ભાવાર્થ : કેટલાક જીવો પ્રકૃતિથી ઘોર પરિણામવાળા હોય છે, જેમ પ્રભવ ચોર બીજાના ધનને ચોરીને ભોગસુખની ઇચ્છાવાળા હતા. વળી, ચિલાતીપુત્ર પણ શ્રેષ્ઠિની કન્યાને હરણ કરીને ભોગ કરવાની ઇચ્છાવાળા Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૮-૩૯ હતા, આથી શ્રેષ્ઠીના ઘરે લૂંટ કરીને સુંસુમાને ઉપાડીને જાય છે, તેની પાછળ પડેલા સૈનિકો અને શ્રેષ્ઠીપુત્રો વગેરેને જોઈને અન્ય ઉપાય નહિ જણાવાથી સંસુમાને પણ મારી નાખે છે, તેથી ક્રૂર પ્રકૃતિવાળા હતા, આમ છતાં તેમને કોઈક રીતે ભગવાને બતાવેલા ઉત્તમ ધર્મનું માહાત્મ્ય દેખાવાથી મિથ્યાત્વ દૂર થાય છે, તેથી ભોગમાં નિઃસારતાની બુદ્ધિ થાય છે અને કષાયો અને વિષયોની અનિચ્છામાં સુખની બુદ્ધિ સ્થિર થાય છે, તેથી શ્રેષ્ઠ કોટિના ધર્મના પ્રભાવથી પ્રતિબોધ પામેલા ચિલાતીપુત્ર અને પ્રભવસ્વામી દેખાય છે. તેથી એ ફલિત થાય કે ચોરીકાળમાં પ્રભવસ્વામીનું ચિત્ત અમાર્ગાનુસારી હતું અને સંસુમાના મસ્તકછેદ સુધી ચિલાતીપુત્રનું ચિત્ત પણ અમાર્ગાનુસારી હતું, તેથી પરમઘોર પાપવૃત્તિઓ હતી, છતાં નિમિત્તને પામીને તે જીવો જ્યારે ધર્મતત્ત્વને અભિમુખ બને છે, ત્યારે નિપુણ પ્રજ્ઞાથી ધર્મના પારમાર્થિક સ્વરૂપને પણ જાણી શકે છે અને ધર્મ સાક્ષાત્ સુખની ખાણ છે અને સુખની પરંપરાનું પરમ બીજ છે, તેવો સ્થિર નિર્ણય થવાથી તે મહાત્માઓ સુખપૂર્વક ભોગોનો ત્યાગ કરીને શમભાવના સુખમાં લીન થઈ શકે છે. II૩૮॥ અવતરણિકા : यथा चाऽनेन प्राणप्रहाणेऽपि सत्त्वावष्टम्भात्प्रतिज्ञा निर्वाहिता, बहवो विवेकिनोऽन्येऽपि तथाध्यवस्यन्तीति दृष्टान्तेनाह અવતરણિકાર્ય : અને જે પ્રમાણે આમના વડે=ચિલાતીપુત્ર વડે, પ્રાણના નાશમાં પણ સત્ત્વના અવખંભથી પ્રતિજ્ઞા નિર્વાહ કરાઈ, અન્ય પણ ઘણા વિવેકીઓ તે પ્રકારે અધ્યવસાયને કરે છે, એ પ્રમાણે દૃષ્ટાંતથી કહે છે ગાથા: पुम्फिय फलिय तह पिउघरम्मि तण्हाछुहा समबद्धा । ढंढेण तहा विसढा, विसढा जह सफला जाया ।। ३९ ।। ગાથાર્થ ઃ પ્રસિદ્ધ એવું પુષ્પિત ફલિત પિતૃગૃહ હોતે છતે ઢંઢણ ઋષિ વડે તે પ્રકારે ક્ષુધા, તૃષ્ણા સમણુબદ્ધા=સહન કરાઈ, જે પ્રમાણે વિશઠ એવી=ભાવસાર અકપટ એવી સહન કરાયેલી ક્ષુધા, તૃષ્ણા સફળ થઈ. II૩૯।। ટીકા : पुष्पितं - खाद्यपेयकारणभूतद्रव्यनिचययुक्तं, फलितं खादनपानप्रवणम्, एवं च पुष्पितमपि कृपणगृहं फलितं न भवति, फलितमपि च षिङ्गभवनं पुष्पितं न भवति उत्पन्नभक्षित्वात्, तदर्थमु Page #88 -------------------------------------------------------------------------- ________________ उपशभाला भाग-१ | गाथा-30 भयग्रहणम् । ततश्च पुष्पितं च तत्फलितं चेति समासस्तस्मिन् । तथेति प्रसिद्धिसङ्ग्रहणार्थम् । पितृगृहे कृष्णभवने इत्यर्थः, तृष्णा-पिपासा, क्षुधा-बुभुक्षा समनुबद्धा निरन्तरा ढण्ढेन महात्मना, तथा तेनाऽलाभपरीषहाऽतिसहनप्रकारेण विषोढा तितिक्षिता यथा सफला जातेति सम्बन्धः, किम्भूतेत्याह-विशठा भावसारमकपटेति सक्षेपार्थः, व्यासार्थः कथानकगम्यस्तच्चेदम् पूर्वभवे राजवर्णवशतो बुभुक्षितकर्षकैः स्वक्षेत्रे हलचम्भादापनद्वारेण कृतान्तरायकर्मणो ढण्ढनाम्नो विष्णुतनयस्य अरिष्टनेमिपाचे प्रव्रजितस्य विहरत उदीर्णं तत्कर्म । तत्प्रभावाच्च द्वारवत्यामपि प्रसिद्धो विष्णुपुत्रतया ख्यातो भगवच्छिष्यभावेन, तथापि न लभते किञ्चित्, उपहन्ति च शेषसाधुलब्धीः, ततो न मया परलब्धि क्तव्येति गृहीतो भगवदनुज्ञातेनाभिग्रहः । गतस्तमनुपालयतोऽविह्वलचित्तस्य बहुकालः । अन्यदा पृष्टः कृष्णेन भगवान्, 'कः साधूनां मध्ये दुष्करकारकः ?', भगवानाह-सर्वेऽपि, विशेषतो ढण्ढमुनिः । विष्णुराह-कथं ?, ततः कथितो भगवता तदभिग्रहः, तुष्टो माधवः, दृष्टश्च प्रविशता नगरी हट्टमार्गे ढण्ढमुनिः, करिवरादुत्तीर्य वन्दितः सविनयम् । तच्चावलोक्य श्रेष्ठिना हरेरपि मान्योऽयमिति प्रतिलम्भितः स स्वगृहे प्रवरमोदकैः, गतो भगवत्समीपं, पृष्टो भगवान् ‘किं क्षीणं मे लाभबन्धकं कर्मेति ?' भगवतोक्तं'न', स प्राह-'कुतो लाभः ?' भगवानाह-कृष्णोपाधेरिति । ततो विशुद्धाऽध्यवसायस्य परलब्धिरियमिति विधिना परिष्ठापयतः शुक्लध्यानानलदग्धघातिकर्मेन्धनस्योत्पन्नं केवलज्ञानमिति ।।३९।। टीमार्थ : पुष्पितं- ..... केवलज्ञानमिति ।। पुष्पिता -पेयना भूत द्रव्यना समूहथी युत, दलित ખાનપાનમાં તત્પર અને આ રીતે પુષ્પિત પણ કૃપણનું ઘર ફલિત થતું નથી અને ફલિત પણ પિંગનું ભવન પુષ્પિત નથી; કેમ કે પ્રાપ્ત થયેલાનું ભક્ષિપણું છે – જે કાંઈ ધન અર્જત કરે છે, તે સર્વ ભોગવિલાસમાં વાપરે છે. તેથી ધનાઢ્ય ગૃહ નથી, તે માટે=કૃષ્ણનું ભવન પુષ્પિત અને ફલિત બંને છે તે માટે, ઉભયનું ગ્રહણ છે અને ત્યારપછી પુષ્પિત એવું તે ફલિત એ પ્રકારે समास छ, तमi=dवा पितृमi, मेम सन्वय छ, तथा मे शE MATAL संप मागो છે, તેથી પ્રસિદ્ધ એવું પુષ્પિત ફલિત પિતૃગૃહ હોતે છતે કૃષ્ણનું ભવન હોતે છતે, ઢંઢમહાત્મા 43 तृषufulसा, क्षुधामुक्षा, समनुपद्धा निरंतर, सहन सलाम Rषना અતિસહન પ્રકારથી સહન કરાઈ, જે પ્રમાણે સલ્ફળવાળી થઈ=સહન કરાયેલી સુધા-તૃષા સલવાળી થઈ, એ પ્રકારે સંબંધ છે, કેવા પ્રકારની ? એથી કહે છે - વિશદ=ભાવસાર અથવા અકપટથી, સુધા-તૃષા સહન કરાઈ, એ પ્રમાણે સંક્ષેપથી અર્થ છે, વિસ્તારથી અર્થ કથાનકગમ્ય छे सने त मा छे - Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૯-૪૦ પૂર્વભવમાં રાજાધિકારીથી ભૂખ્યા બળદો વડે પોતાના ક્ષેત્રમાં હળ ચાલન અપાવવાના દ્વારથી કરાયેલા અંતરાયકર્મવાળા અરિષ્ટનેમ પાસે પ્રવજિત થયેલા વિહાર કરતા ઢંઢ નામના કૃષ્ણના પુત્રને તે કર્મ ઉદય પામ્યું અને તેના પ્રભાવથી દ્વારવતીમાં પણ કૃષ્ણના પુત્રપણાથી પ્રસિદ્ધ ભગવાનના શિષ્યભાવથી પ્રસિદ્ધ છે, તોપણ કંઈ પણ પ્રાપ્ત કરતા નથી અને શેષ સાધુઓની લબ્ધિને હણે છે, તેથી મારે પરલબ્ધિ ભોગવવી નહિ, એ પ્રમાણે ભગવાનની અનુજ્ઞાથી અભિગ્રહ ગ્રહણ કરાયો. તેને અનુપાલન કરતા અવિહ્વળ ચિત્તવાળા તેમનો ઘણો કાળ પસાર થયો. એકવાર કૃષ્ણ વડે ભગવાન પુછાયા – સાધુઓની મધ્યમાં કોણ દુષ્કરને કરનારા સાધુ છે ? ભગવાન કહે છે – સર્વ પણ દુષ્કરને કરનારા છે, ઢંઢ મુનિ વિશેષથી દુષ્કરને કરનારા છે. કૃષ્ણ કહે – કેવી રીતે ?તેથી ભગવાન વડે તેમનો અભિગ્રહ કહેવાયો, કૃષ્ણ આનંદ પામ્યા અને નગરીમાં પ્રવેશતા એવા તેમના વડે હાટમાર્ગમાં ઢંઢમુનિ જોવાયા. ગજવરથી ઊતરીને વિનય સહિત વંદન કરાયા અને આને જોઈને “કૃષ્ણને પણ આ માન્ય છે” એથી પોતાના ઘરમાં શ્રેષ્ઠીએ શ્રેષ્ઠ મોદક તે મુનિને વહોરાવ્યા, મુનિ ભગવાન પાસે ગયા. ભગવાન પુછાયા – શું લાભાનરાય કર્મ ક્ષીણ થયું? ભગવાન વડે કહેવાયું – નથી થયું. તેણે કહ્યું – ક્યાંથી લાભ થયો ? ભગવાન કહે છે – કૃષ્ણની ઉપાધિથી. ત્યારપછી આ પરલબ્ધિ છે, એ પ્રમાણે વિશુદ્ધ અધ્યવસાયવાળા વિધિથી પરવતા શુક્લધ્યાનરૂપ અગ્નિથી બાળી નંખાયાં છે કર્મબંધન જેના વડે એવા તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ૩૯ ભાવાર્થ : ઢંઢણઋષિ કૃષ્ણના ઘરે જન્મેલા, જે ઘરમાં ખાદ્ય અને પેય પદાર્થો પ્રચુર માત્રામાં હતા, વળી કૃપતાની પ્રકૃતિ નહિ હોવાથી કૃષ્ણનું ઘર ભોગવિલાસપ્રધાન હતું, છતાં મહાત્મા એવા ઢંઢણ ઋષિને ભોગવિલાસમાં નિઃસારતાની સહજ બુદ્ધિ ઉત્પન્ન થઈ અને શમભાવના સુખમાં દઢ પ્રણિધાનવાળું ચિત્ત પ્રગટ થયું, તેથી પ્રચુર ભોગસામગ્રીનો ત્યાગ કરીને ઋષિ થયા. એટલું જ નહિ પણ પોતાને અલાભ પરિષહનો ઉદય થયેલો તેને તે પ્રકારે સહન કર્યો, જેથી સંયમના કંડકોની અત્યંત વૃદ્ધિ થઈ, જેના કારણે સંયમજીવનમાં સહન કરેલી સુધા-તૃષા પણ પ્રકૃષ્ટ સુખની પ્રાપ્તિ સુધી ફલવાળી થઈ. કેમ તેવા પ્રકારના સુંદર ફલવાળી થઈ ? તેથી કહે છે – તે મહાત્માએ વિશઠ ભાવસાર અકપટ, એવી સુધા-તૃષા સહન કરી; તેથી સત્કલવાળી થઈ અર્થાત્ માત્ર સુધા-તૃષાને સહન કરવાનો યત્ન નથી કર્યો, પરંતુ પ્રતિદિન ભિક્ષાઅટન માટે જાય છે, ભિક્ષાની અપ્રાપ્તિ થાય છે તો પણ તેમનું ચિત્ત હેજ પણ પ્લાન થતું નથી, પરંતુ શમભાવની વૃદ્ધિને અનુકૂળ અંતરંગ મહાપરાક્રમ સતત વૃદ્ધિ પામે છે, તેથી અલાભ પરિષહ સહનના બળથી ઉલ્લસિત થયેલા મહાવીર્યના બળથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. l૩૯ll અવતરણિકા: तदेवमयं भगवानाहारेऽप्रतिबद्धस्तथा च स्वार्थसाधको जातः । अत एव सर्वसाधूनामाहारादिप्रतिबन्धं प्रत्यनधिकारितामुपदिशन्नाह Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૦ અવતરણિકાર્ય : આ રીતે આ ભગવાન=ઢઢણઋષિ, આહારમાં અપ્રતિબદ્ધ હતા અને તે પ્રકારે=આહારમાં અપ્રતિબદ્ધતા કરી તે પ્રકારે, સ્વાર્થસાધક થયા, આથી જ સર્વ સાધુઓને આહારાદિ પ્રતિબંધ પ્રત્યે અનધિકારિતાનો ઉપદેશ આપતાં કહે છે – ગાથા : आहारेसु सुहेसु अ, रम्मावसहेसु काणणेसुं च । साहूण नाहिगारो, अहिगारो धम्मकज्जेसु ।।४०।। ગાથાર્થ : શુભ એવા આહારમાં અને રમ્ય એવા ઉપાશ્રયોમાં અને વિચિત્ર એવા ઉધાનોમાં સાધુને અધિકાર નથી આસક્તિ કરવાનો અધિકાર નથી, વળી ધર્મકાર્યમાં અધિકાર છે–પ્રયત્ન કરવાનો અધિકાર છે. Iloll. ટીકા : आहारेषु शुभेषु विशिष्टरसयुक्तेषु, चशब्दादुपकरणेषु वस्त्रपात्रादिषु शुभेष्विति प्रत्येकमभिसम्बध्यते, रम्यावसथेषु, कमनीयोपाश्रयेषु, काननेषु विचित्रोद्यानेषु, चशब्दः समुच्चये, साधूनां नाधिकारस्तदासक्तिं प्रतीति गम्यते । तर्हि क्वाधिकार इत्याह-अधिकारो धर्मकार्येषु तपोऽनुष्ठानादिषु, तद्धनत्वाતેષામ્ II૪૦ના ટીકાર્ય : માદાપુ... તદ્ધનત્યાન્વેષામ્ | શુભ એવા આહારોમાં=વિશિષ્ટ રસયુક્ત એવા આહારમાં, ૨ શબ્દથી વસ્ત્ર-પાત્રાદિ રૂપ ઉપકરણોમાં, શુભ એ પ્રકારના શબ્દને પ્રત્યેકમાં સંબંધ કરાય છે, રમ્ય અવસ્થાનોમાં કમનીય ઉપાશ્રયોમાં, વિચિત્ર ઉદ્યાનોમાં સાધુઓને અધિકાર નથીeતેની આસક્તિ પ્રત્યે સાધુઓને અધિકાર નથી, ૨ શબ્દ સમુચ્ચયમાં છે, તો ક્યાં અધિકાર છે ? એથી કહે છે – ધર્મકાર્યોમાં તપ અનુષ્ઠાનાદિમાં અધિકાર છે; કેમ કે તેઓએ=સાધુઓને, તદ્ધનપણું છેતપાદિ અનુષ્ઠાન ધનપણું છે. I૪૦ || ભાવાર્થ : ઢંઢણ ઋષિના દૃષ્ટાંતનું અવલંબન લઈને સુસાધુએ સુંદર આહારમાં સંશ્લેષ થાય એ પ્રકારે આહાર ગ્રહણનો નિષેધ છે, પરંતુ નિર્લેપભાવથી જે આહાર ગ્રહણ થાય અને જેનાથી નિર્લેપ ભાવ વૃદ્ધિ પામે તે જ આહાર સાધુ ગ્રહણ કરે, વળી વસ્ત્ર-પાત્રાદિ સર્વ પણ શુભમાં સાધુને અધિકાર નથી, પરંતુ સંયમના પરિણામની વૃદ્ધિ થાય તેવાં જ વસ્ત્ર-પાત્રાદિમાં સાધુને અધિકાર છે, વળી સાધુને કમનીય ઉપાશ્રય Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૦-૪૧ કે સુંદર ઉદ્યાનાદિમાં નિવાસનો અધિકાર નથી, પરંતુ સંયમની વૃદ્ધિ થાય એવાં સ્થાનોમાં જ વસવાનો અધિકાર છે, આથી જ કહે છે – જો સુંદર આહારાદિમાં અધિકાર નથી, તો સાધુને શેમાં અધિકાર છે ? એથી કહે છે – નિર્લેપભાવની વૃદ્ધિ થાય એ પ્રકારના તપાદિ અનુષ્ઠાનમાં સાધુને અધિકાર છે; કેમ કે તપાદિના સેવનથી આત્માની જે ઉત્તમ પ્રકૃતિ પ્રગટ થાય છે, તે જ પરમાર્થથી સાધુનું ધન છે. II૪ના અવતરણિકા : कथमेतद् गम्यते इत्याहઅવતરણિકાર્ય - કેવી રીતે આ=સાધુને ધર્મકાર્યોમાં અધિકાર છે, સુંદર આહારદિમાં નથી, એ જણાય ? એથી કહે છે – ગાથા : साहू कंतारमहाभएसु अवि जणवए वि मुइअम्मि । अवि ते सरीरपीडं, सहति न लयंति य विरुद्धं ॥४१॥ ગાથાર્થ : સાધુ અટવીમાં અને રાજાના યુદ્ધોરૂપી મહાભયોમાં પણ વિરુદ્ધ-અનેષણીય ગ્રહણ કરતા નથી, મુદિત એવા જનપદમાં પણ=સમૃદ્ધિથી યુક્ત અને ઉપદ્રવથી રહિત એવા જનપદમાં પણ વિરુદ્ધ ગ્રહણ કરતા નથી, પરંતુ તેઓ=સુસાધુઓ, શરીરની પીડાને સહન કરે છે. ટીકા : साधवः कान्तारमहाभययोरपि, कान्तारेऽटव्यां महाभयेऽपि राजविड्वरादौ वर्तमाना न लान्ति= न गृह्णन्ति, चशब्दाद् गृहीतमपि कथञ्चिन्न परिभुञ्जते विरुद्धमनेषणीयं भक्तोपध्यादिकमिति सम्बन्धः । क्व किंवत्याह-जनपद इव, मुदिते ऋद्धिस्तिमिते निर्भये वर्तमाना अपि सम्भाव्यते एव तत् ते भगवन्तः शरीरपीडां कायबाधां सहन्ते तितिक्षन्ति, अतो निश्चीयते न तेषामाहारादिषु प्रतिबन्धोऽपि तु धर्मकार्येष्वेव । शरीरपीडाग्रहणं च मानसपीडासद्भावे यतनया गृह्णतामपि भगवदाज्ञाकारित्वान्न तेषु प्रतिबन्ध इति ज्ञापनार्थमिति ।।४।। ટીકાર્ય : સાધવ ... સાપનાર્થમિતિ | સાધુઓ કાંતાર અને મહાભયમાં પણ અટવીમાં અને રાજાના યુદ્ધાદિરૂપ મહાભયમાં વર્તતા ગ્રહણ કરતા નથી, અહીં ચ શબ્દથી કોઈક રીતે ગ્રહણ કરાયેલું પણ ભોજન કરતા નથી, Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૧-૪૨ શું ગ્રહણ કરતા નથી ? એથી કહે છે - વિરુદ્ધ=અનેષણીય ભક્ત ઉપધિ આદિ ગ્રહણ કરતા નથી, એ પ્રમાણે સંબંધ છે, ક્યાં ગ્રહણ કરતા નથી ? એથી કહે છે • મુદિત જનપદમાં પણ ગ્રહણ કરતા નથી=ઋદ્ધિથી ભરપૂર અને નિર્ભય સ્થાનમાં વર્તતા સાધુ અનેષણીય ગ્રહણ કરતા નથી, પિ શબ્દથી આ સંભાવના કરાય છે, તે ભગવંતો શરીરની પીડાને=કાયબાધાને, સહન કરે છે, આનાથી નિશ્ચય કરાય છે તેઓને આહારાદિમાં પ્રતિબંધ પણ નથી, પરંતુ ધર્મકાર્યોમાં જ પ્રતિબંધ છે અને શરીરની પીડાનું ગ્રહણ માનસપીડાના સદ્ભાવમાં=શમભાવના યત્નની સ્ખલનારૂપ માનસપીડાના સદ્ભાવમાં, યતવાથી ગ્રહણ કરતા પણ સાધુઓને ભગવાનની આજ્ઞાકારીપણું હોવાને કારણે તેઓમાં=આહારાદિમાં, પ્રતિબંધ નથી, એ જ્ઞાપન અર્થવાળું છે=શરીરની પીડાનું ગ્રહણ એ જ્ઞાપન અર્થવાળું છે. ।।૪૧।। ૭૩ ભાવાર્થ: ન સુસાધુઓ શમભાવના પરિણામવાળા હોય છે અને શમભાવની વૃદ્ધિના અત્યંત અર્થી હોય છે, તેથી અટવીમાં હોય કે રાજ્યમાં યુદ્ધો ચાલતાં હોય તેવા સ્થાનમાં હોય, ત્યાં નિર્દોષ ભક્ત-પાન કે ઉપધિ આદિ ઉપલબ્ધ ન હોય તોપણ દોષિત ભોજન કે દોષિત વસ્ત્રાદિ ગ્રહણ કરતા નથી, પરંતુ નિર્દોષ પ્રાપ્ત ન થાય તો શરીરની પીડાને સહન કરે છે. વળી, ઋદ્ધિથી યુક્ત અને નિર્ભય અર્થાત્ ઉપદ્રવ વગરના નગરમાં વસતા હોય ત્યારે પણ અનેષણીય આહાર-ઉપધિ આદિ ગ્રહણ કરતા નથી, પરંતુ નિર્દોષ પ્રાપ્ત ન થાય તો શરીરની બાધાને સહન કરે છે, જેમ ઢંઢણ ઋષિ મુદિત એવી દ્વારિકા નગરીમાં વર્તતા હતા, છતાં નિર્દોષ આહારની પ્રાપ્તિ થતી ન હતી તો શરીરની પીડાને સહન કરી. ફક્ત માનસપીડા થાય અર્થાત્ ક્ષુધાદિને કા૨ણે શમભાવની પરિણતિ સ્ખલના થતી દેખાય ત્યારે માનસપીડારૂપ અશમભાવના પરિહાર માટે યતનાપૂર્વક કંઈક દોષિત પણ ગ્રહણ કરે, તોપણ શમભાવની વૃદ્ધિના ઉપાયરૂપે ગ્રહણ કરવાની ભગવાનની આજ્ઞા હોવાથી ગ્રહણ કરે છે, પરંતુ ભક્ત, પાન કે ઉપધિ આદિના મમત્વથી ગ્રહણ કરતા નથી, તેથી નક્કી થાય છે કે સુસાધુને ધર્મકાર્યોમાં જ પ્રતિબંધ છે, આહારાદિમાં પ્રતિબંધ નથી; કેમ કે શમભાવની વૃદ્ધિ માટે સદા તપ અનુષ્ઠાનમાં યત્ન કરે છે, એથી નિર્દોષ આહાર ન મળે તો તપની વૃદ્ધિ દ્વારા શમભાવના કંડકો વધારે છે, વસ્ત્રાદિ જીર્ણ થયેલાં હોય અને નિર્દોષની અપ્રાપ્તિ હોય તોપણ દીનતા રહિત ઉચિત ગવેષણા કરે છે, તેથી જણાય છે કે શમભાવમાં અને શમભાવના ઉપાયભૂત અનુષ્ઠાનોમાં જ સાધુને પ્રતિબંધ છે, દેહમાં કે આહારાદિમાં પ્રતિબંધ નથી. II૪૧|| અવતરણિકા : तदनेनापत्स्वपि दृढधर्मतोक्ता, सा च यैर्भगवद्भिरनुष्ठिता तद्द्वारेणाह અવતરણિકાર્થ : તે કારણથી=સાધુઓ વિરુદ્ધ સેવન કરતા નથી પરંતુ શરીરની પીડાને સહન કરે છે તે કારણથી, Page #93 -------------------------------------------------------------------------- ________________ ७४ પદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૨ આના દ્વારા=ગાથા-૪૦ના કથન દ્વારા, આપત્તિમાં પણ અટવી આદિ ભયોમાં પણ, દઢધર્મતા કહેવાઈ=સાધુને શમભાવતો દઢ રાગ છે એ પ્રમાણે કહેવાયું અને તેeતેવી દઢધર્મતા, જે ભગવાન વડે સેવાઈ તેના દ્વારા કહે છેઃસાધુની દઢધર્મતાને કહે છે – गाथा : जंतेहिं पीलिया वि हु, खंदगसीसा न चेव परिकुविया । विइयपरमत्थसारा, खमंति जे पंडिया हुंति ।।४२।। गाथार्थ : યંત્ર વડે પિલાયેલા પણ સ્કંદકના શિષ્યો પરિકુપિત થયા નહિ જ, વિદિત પરમાર્થ સારવાળા જે પંડિતો હોય છે તે સહન કરે છે. II૪રશા टीका: यन्त्रैः पीडिता अपि हुः पूरणार्थे, स्कन्दकशिष्याः स्कन्दकाभिधानाचार्यविनेयाः न चेवेति नैव, परिकुपिताः क्रोधं गताः, चशब्दादाविर्भूतकरुणाश्च जाता उपसर्गकारिणीति गम्यते । एवमन्येऽपि विदितपरमार्थसारा-ज्ञाततत्त्वगर्भा ये पण्डिता भवन्ति, ते क्षमन्ते-सहन्ते, प्राणात्ययेऽपि न मार्गाच्चलन्तीति समासार्थः, व्यासार्थः कथानकगम्यः । तच्चेदम् श्रावस्त्यां जितशत्रुतनयस्य स्कन्दकस्य भगिनी पुरन्दरयशाः कुम्भकारकटनगरनिवासिना दण्डकिराजेन परिणीता । अन्यदा कस्मिंश्चित्कार्ये प्रहितो दण्डकिना पालको नाम दूतो जितशत्रुसकाशम् । स च धर्मविचारे नास्तिकमतं प्रतिष्ठापयनर्हदागमाऽवदातबुद्धिना निर्जितः स्कन्दककुमारेण जातक्रोधो गतः स्वस्थानम् । स्कन्दकोऽपि जातवैराग्यो मुनिसुव्रतसमीपे पञ्चशतपुरुषपरिवृत्तो निष्क्रान्तः । भगवतापि गृहीतसमयसारः कृतस्तेषां स एवाचार्यः । अन्यदा तेन पृष्टो भगवान् मुनिसुव्रतस्वामी 'भगिन्यादिप्रतिबोधनार्थं यामि कुम्भकारकटकमिति ।' भगवानाह 'प्राणान्तिको भवतां तत्रोपसर्गः,' स प्राह-आराधका न वेति ? भगवतोक्तं-भवन्तं मुक्त्वा । ततो यद्येते मत्साहाय्येनाराधयिष्यन्ति किं मया न लब्धमित्यभिधाय गतः । तदागमनमाकर्ण्य पालकेन साधुजनोचितेषूद्यानेषु निधापितानि नानाविधानि शस्त्राणि । प्राप्ते च भगवति निर्गतः सह नागरलोकेन वन्दनार्थं राजा । भगवतापि कृता देशना, आह्लादिता जन्तवः । ततः पालको रहसितं राजानं व्यजिज्ञपदस्माभिर्भवद्भ्यो हितं भाषितव्यम् । अयं पाखण्डिकः स्वाचारभग्नः सहस्रयोधिनो अमून् पुरुषान् सहायीकृत्य भवद्राज्यं जिघृक्षति । राजाह-'कथं जानीषे' ?, स प्राह-कियदेतद् Page #94 -------------------------------------------------------------------------- ________________ ७५ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૨ भविष्यद्भवदपायपरिहारावहितचित्तानां, निरूपयन्तु भवन्तः स्वयमेव तनिवासस्थानम् । ततः केनचिद् व्याजेनान्यत्र प्रहितेषु साधुषु दृष्टशस्त्रेण पालकापरापरवचनैश्च चलितचित्तेन राज्ञाऽभिहितः स एव 'त्वमेव कुरु यथोचितमेषाम्' । ततस्तेन पुरुषपीडनयन्त्रं निधाय पीडयितुमारब्धा साधवः पापेन । स्कन्दकाचार्योऽपि प्रत्येकं दापयत्यालोचनामुत्पादयति समाधानम् । तेऽपि भगवन्तः मुक्तात्मकार्योऽयं नूनमस्मत्कर्मक्षयोद्यतः । विनायं भाव्यपायत्वात् करुणां चायमर्हति ।।१।। इत्यालम्बनतो ध्यानं, सर्वेऽप्यापूर्य सत्तमं । पीडितास्तेन पापेन, गता मोक्षं विचक्षणाः ।।२।। क्षुल्लकं चैकं पश्चाभाविनमुद्दिश्याम पश्चात्पीडय मां प्रथममित्याचार्येणोक्तः स पापस्तं शीघ्रतरं पीडितवान् । ततः सञ्जातोऽतितीव्रः क्रोधाग्निराचार्यस्य, दग्धं क्षणाद् गुणेन्धनं, विस्मृत आत्मा, पालकमुद्दिश्य दुष्टात्मन् ! त्वद्वधाय भूयासमहमिति बद्धनिदानः पीडितोऽनेन सञ्जातोऽग्निकुमारेषु । प्रयुक्तोऽवधिल्लसितः कोपः । इतश्च तद्रजोहरणं रुधिरोपदिग्धहस्तोऽयमिति भ्रान्त्या शकुने यतः पतितं तद्भगिन्याः प्राङ्गणे । तद् दृष्ट्वा सा राजानमुद्दिश्य प्राह-'आः पाप ! किमेतत् ?' ततो विज्ञाय वृत्तान्तं सञ्जातवैराग्या देवतया सपरिकरा नीता मुनिसुव्रतसमीपे, निष्क्रान्ता च । इतरेणाऽप्यागत्य क्रोधाध्माततया भस्मीकृतः सपालकः स देशः, सञ्जातं तद्दण्डकारण्यमिति ॥४२॥ टोडार्थ : यन्त्रैः ..... तद्दण्डकारण्यमिति ।। हुः श६ पुर। अर्थमा छ, यंत्री 43 पीयेला एसंs શિષ્યો-સ્કંદન નામના આચાર્યના શિષ્યો, પરિકુપિત=કોપને પામેલા, થયા નથી જ, ૨ શબ્દથી ઉપસર્ગકારીમાં આવિર્ભત કરૂણાવાળા થયા, એ રીતે=જીંદક શિષ્યો થયા એ રીતે, અન્ય પણ વિદિત પરમાર્થસારવાળા=જ્ઞાત થયેલા તત્વના ગર્ભવાળા, જે પંડિતો છે તેઓ સહન કરે છે, પ્રાણના અત્યયમાં પણ માર્ગથી ચલાયમાન થતા નથી, એ પ્રમાણે સંક્ષેપથી અર્થ છે, વિસ્તારથી અર્થ કથાનકગમ્ય છે અને તે આ છે – શ્રાવસ્તીમાં જિતશત્રુ રાજાના પુત્ર જીંદાની બહેન પુરંદયશા કુંભકારકટક નગર નિવાસી દંડકિ રાજા સાથે પરણાવાઈ, એકવાર કોઈક કાર્યમાં દંડકિ વડે જિતશત્રુ પાસે પાલક નામે દૂત મોકલાયો અને તે ધર્મવિચારમાં નાસ્તિક મતને પ્રતિષ્ઠાપન કરતો હતો, અરિહંતના આગમથી નિર્મળ બુદ્ધિવાળા કુંદકુમાર વડે જિતાયો, થયેલા ક્રોધવાળો પોતાના સ્થાને ગયો, થયેલા વૈરાગ્યવાળા પાંચસો પુરુષોથી પરિવરેલા છંદકે પણ મુનિસુવત પાસે દીક્ષા લીધી, ભગવાન વડે પણ ગ્રહણ કરાયેલા શાસ્ત્રના સારવાળો તે જ તેઓનો આચાર્ય કરાયો, Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨ એકવાર તેમના વડે મુનિસુવ્રતસ્વામી પુછાયા – બહેન આદિને પ્રતિબોધ કરવા માટે હું કુંભકારકટક જાઉં? ભગવાન કહે છે – તમને ત્યાં પ્રાણાંતિક ઉપસર્ગ થશે, તે સ્કંદ, મુનિ, કહે છે – આરાધક થશું કે નહિ ? ભગવાન વડે કહેવાયું – તમને છોડીને બીજા બધા આરાધક થશે, તેથી) જો આ શ્રમણો મારી સહાયથી આરાધના કરે તો મારા વડે શું ન મેળવાયું, એ પ્રમાણે કહીને સ્કંદ મુનિ ગયા અને તેમના આગમનને સાંભળીને સાધુજનને ઉચિત ઉદ્યાનોમાં પાલક વડે જુદા જુદા પ્રકારનાં શસ્ત્રો સ્થાપન કરાયાં અને ભગવાન=કુંદક મુનિ, પહોંચે છતે રાજા વંદન માટે નગરલોકોની સાથે નીકળ્યો, મુનિ ભગવાન વડે પણ દેશના કરાઈ, પ્રાણીઓ આનંદ પમાડાયા, ત્યારપછી પાલકે એકાંતમાં રાજાને કહ્યું – અમારે તમને હિત કહેવું જોઈએ અને સ્વઆચારથી ભગ્ન થયેલો આ પાખંડિક સહસ્રયોધિ એવા આ પુરુષોને સહાય કરીને તમારું રાજ્ય ગ્રહણ કરવા ઇચ્છે છે, રાજા કહે છે – તું કેવી રીતે જાણે છે ? તેણે કહ્યું – તમારા અપાયના પરિહારમાં સાવધાન મનવાળાને આ થનાર કેટલું? તમે સ્વયં જ તેના નિવાસસ્થાનને જુઓ, ત્યારપછી કોઈક બહાનાથી અન્યત્ર મોકલાયેલા સાધુ હોતે છતે જોવાયેલા શસ્ત્રવાળા પાલકનાં અપર અપર વચનો વડે ચલિત ચિત્તવાળા એવા રાજા વડે તે જ કહેવાયો. તેઓનું યથાઉચિત તું જ કર, ત્યારપછી તે પાણી વડે પુરુષપીડનયંત્રને સ્થાપન કરીને સાધુઓ પીડા કરવા (પીલવા) માટે શરૂ કરાયા, સ્કંદકાચાર્ય પણ પ્રત્યેકને આલોચના અપાવે છે, સમાધિ ઉત્પન્ન કરાવે છે, તે પણ ભગવંતો વિચારે છે. શું વિચારે છે તે કહે છે – મુકાયું છે પોતાનું કાર્ય એવો, અમારા કર્મનો ક્ષય કરવા તૈયાર થયેલો એવો આ ભાવિ અપાયપણાથી એકાંતે કરુણાને યોગ્ય છે, એ પ્રમાણે આલંબનથી સર્વે પણ વિચક્ષણ મુનિઓ તે પાપી વડે પિલાયેલા સત્તમ ધ્યાનને પૂરીને મોક્ષમાં ગયા, પાછળ થનારા એક ક્ષુલ્લકને=બાલ મુનિને ઉદ્દેશીને, આને પછી પીલ, મને પહેલાં પીલ, એ પ્રમાણે આચાર્ય વડે કહેવાયું, તે પાપીએ તેને જલ્દીથી પીલ્યો, તેથી આચાર્યને અતિતીવ્ર ક્રોધાગ્નિ થયો, ક્ષણમાં ગુણઇંધન બળાયું, આત્મા ભુલાયો, પાલકને ઉદ્દેશીને હે દુષ્ટાત્મન ! હું તારા વધને માટે થાઉં, એ પ્રમાણે બંધાયેલા નિયાણાવાળો આના વડે પિલાયો, અગ્નિકુમારોમાં ઉત્પન્ન થયો, અવધિજ્ઞાનનો પ્રયોગ કરાયો, ક્રોધ ઉલ્લસિત થયો. અને આ બાજુ રુધિરથી લેવાયેલા તેના રજોહરણને આ હાથ છે, એવી ભ્રાંતિથી પક્ષીથી લઈ જવાતું તેની બહેનના આંગણામાં પડ્યું, તેને જાણીને તેણીએ રાજાને ઉદ્દેશીને કહ્યું – સા: પાપી આ શું? ત્યારપછી વૃત્તાંતને જાણીને થયેલા વૈરાગ્યવાળી પરિવારવાળી એવી તે દેવતા વડે મુનિસુવ્રતસ્વામી પાસે લઈ જવાઈ અને દીક્ષા ગ્રહણ કરાઈ, ઇતર વડે પણ અગ્નિકુમાર કુંદક થયેલા વડે પણ, આવીને અતિક્રોધના વ્યાપ્તપણાથી પાલક સહિત તે દેશ ભસ્મીભૂત કરાયો, તે દંડક અરણ્ય એ પ્રમાણે થયું. સર ભાવાર્થ - જે મહાત્માઓ મુક્ત અવસ્થાના અત્યંત અર્થી છે, તેઓ શરીર પ્રત્યે પણ નિઃસ્પૃહ હોય છે અને ક્ષમાદિ ભાવોના અત્યંત અર્થી હોય છે, આથી જ યંત્રમાં પિલાયેલા સ્કંદક શિષ્યો પણ ક્ષમાદિ ભાવોની વૃદ્ધિના અત્યંત અર્થી હોવાને કારણે અને દેહ પ્રત્યે અને દેહજન્ય પીડા પ્રત્યે ઉપેક્ષાવાળા હોવાને કારણે યંત્રમાં પિલાયા છતાં કોપ પામ્યા નહિ, પરંતુ ઉપસર્ગ કરનાર પ્રત્યે આવિર્ભત કરુણાવાળા થયા, તેના Page #96 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૨-૪૩. બળથી મોહનો નાશ કરીને મોક્ષને પામ્યા. તે રીતે જે સાધુઓ પરમાર્થને જાણનારા છે અર્થાત્ મનુષ્યભવની સફળતાનો પરમાર્થ ક્ષમાદિ ભાવોની વૃદ્ધિ છે, દેહ પ્રત્યે મમત્વ ધારણ કરવું એ પરમાર્થ નથી, તે પ્રમાણે જાણનારા જે બુદ્ધિમાન પુરુષો છે તેઓ શક્તિના પ્રકર્ષથી ક્ષમાદિ ભાવની વૃદ્ધિ માટે સદા યત્ન કરે છે, તેથી પ્રાણનો નાશ થતો હોય છતાં ક્ષમાદિ ભાવોમાં યત્ન કરી શકતા હોય તો તેમાં જ યત્ન કરે છે, દેહના રક્ષણ માટે યત્ન કરતા નથી અને ક્ષમાદિની વૃદ્ધિ અશક્ય જણાય ત્યારે યતનાપૂર્વક અપવાદને સેવીને પણ ક્ષમાના રક્ષણ માટે દેહનું પાલન કરે છે, પરંતુ દેહ પ્રત્યે કે શાતા પ્રત્યે પ્રતિબંધને ધારણ કરતા નથી. II૪શા અવતરણિકા : तदेवमेते स्कन्दकशिष्याः प्राणात्ययकारिण्यपि परे न क्रुद्धाः, ईदृशमेव साधूनां कर्तुं युज्यते इत्याहઅવતરણિકાર્ય : આ રીતે પ્રાણનો વિનાશ કરનારા પણ પરમાં આ સ્કંદકના શિષ્યો ક્રોધ પામ્યા નહિ, આવા પ્રકારનું જ સાધુઓને કરવું ઘટે છે અને કહે છે – ગાથા : जिणवयणसुइसकण्णा, अवगयसंसारघोरपेयाला । बालाण खमंति जई, जइ त्ति किं इत्थ अच्छेरं ।।४३।। ગાથાર્થ : જિનવચનના શ્રવણથી સુકર્ણવાળા જણાયેલા ઘોર સંસારના વિચારવાળા યતિઓ જો અજ્ઞાની સંબંધી દુષ્યષ્ટિતને સહન કરે છે=જીંદક શિષ્યોની જેમ સહન કરે છે, એમાં શું આશ્ચર્ય છે ? JI૪3II ટીકા : सकर्णाः सश्रुतिका उच्यन्ते, ते च लोकरूढ्यापि भवन्ति, अतस्तद्व्यवच्छेदेन जिनवचनस्यार्हद्भाषितस्य कषायविपाकदर्शिनो या श्रुतिः श्रवणं तया सकर्णा इति समासस्त अत एव अवगतो ज्ञातो घोरसंसारस्य रौद्रभवस्य ‘पेयालो त्ति' देशीयभाषया विचारोऽसारतापर्यालोचनरूपो यैस्ते, तथा घोरशब्दस्य संसारशब्दात् परनिपातः प्राकृतत्वात् । बालानामज्ञानां सम्बन्धि, दुष्टचेष्टितमिति गम्यते, क्षमन्ते सहन्ते यतयः साधवो यदीत्यभ्युपगमे, इत्येवं स्कन्दकशिष्यवत्किमत्राश्चर्यं चित्रं, યુમેવૈતષમિતિ રૂા Page #97 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૩-૪૪ ટીકાર્ય - સ: ... તેષામિતિ | સકણ સુંદર શ્રુતિવાળા, કહેવાય છે અને તેઓ લોકરૂઢિથી પણ હોય છે=સુંદર શ્રુતિવાળા લોકઢિથી પણ હોય છે, આથી તેના વ્યવચ્છેદથી જિતવચનની=કષાયના વિપાકને દેખાડનારા અહદ્ ભાષિતની, જે શ્રુતિ-શ્રવણ, તેનાથી સકર્ણ એ પ્રમાણે સમાસ છે. તેઓ જિતવચન શ્રુતિના સકર્ણવાળા, આથી જ અવગત ઘરસંસારના પેયાલવાળા=જણાયો છે અસારતા પર્યાલોચનરૂપ વિચાર જેઓ વડે તેઓ અવગત સંસાર ઘોર પેયાલવાળા છે, ગાથામાં ઘોર શબ્દનો સંસાર શબ્દથી પાછળ નિપાત પ્રાકૃતપણાને કારણે છે, બાલોના=અજ્ઞાતીના સંબંધી દુષ્ટચેષ્ટિતને જો યતિઓઃસાધુઓ, સહન કરે છે, આ રીતે સ્કંદક શિષ્યોની જેમ, એમાં શું આશ્ચર્ય છે ? આ તેઓને યુક્ત જ છે. ૪૩ ભાવાર્થ : જેઓ સર્વજ્ઞના વચનના પરમાર્થને સાંભળ્યો છે તેથી કષાયના વિપાકને જોનારા હોય છે, તેવી સુંદર બુદ્ધિવાળા સાધુઓ સદા ઘોર સંસારના સ્વરૂપને વિચારનારા હોય છે અને વિચારે છે કે ઘોર સંસારના પરિભ્રમણનું કારણ આ કષાયો છે, તેથી સંસારના પરિભ્રમણની વિડંબનાથી આત્માને રક્ષિત કરવો હોય તો કષાયના ઉચ્છેદમાં ઉદ્યમ કરવો જોઈએ. આવા મહાત્માઓ સ્કંદક શિષ્યોની જેમ અજ્ઞાની જીવોની તેવા મહાત્માઓ સાથેની અનુચિત ચેષ્ટાને જોઈને પોતાની ભૂમિકા અનુસાર લેશ પણ કુપિત થતા નથી, અરતિ પામતા નથી, પરંતુ પોતાના સત્ત્વ અનુસાર તે જીવો પ્રત્યે કરૂણાવાળા થાય છે, તેઓના ક્લેશ નિવારણ માટે ઉચિત ઉપાયોનું સેવન કરે છે, પરંતુ આ જીવો દુષ્ટ પ્રકૃતિવાળા છે તેમ વિચારીને પોતાના ચિત્તને લેશ પણ મલિન કરતા નથી તેમાં શું આશ્ચર્ય છે ? અર્થાત્ ઉત્તમ પુરુષો આ પ્રકારે યત્ન કરે તેમાં લેશ પણ આશ્ચર્ય નથી. આ૪૩ અવતરણિકા : तत्र यश्चिन्तयेदेवंविधसत्कर्तव्यानि कुलीना एव कुर्वन्ति, नेतरे, तम्प्रति लघुकर्मताऽत्र कारणं न कुलमित्याहઅવતરણિકાર્ય : ત્યાં=કષાયના વિરોધને અનુકૂળ વ્યાપાર કરનારા મહાત્માઓમાં, આવા પ્રકારનાં સત્કર્તવ્યોસ્કંદક શિષ્યોની જેમ અજ્ઞાતીની દુષ્ટ ચેષ્ટામાં કુપિત ન થાય તેવા પ્રકારનાં સત્કર્તવ્યો, કુલીનો જ કરે છે, ઈતર નહિ=બીજા નહિ એમ જે ચિંતવન કરે તેના પ્રત્યે ‘અહીં લઘુકમતા કારણ છે–પ્રતિકૂળ સંયોગોમાં કુપિત ન થાય એમાં લઘુકર્મતા કારણ છે, કુલ નહિ' એ પ્રમાણે કહે છે – ગાથા : न कुलं एत्थ पहाणं, हरिएसबलस्स किं कुलं आसि ?। आकंपिया तवेणं, सुरा वि जं पज्जुवासंति ।।४४।। Page #98 -------------------------------------------------------------------------- ________________ Bघटेशभाला लाग-१ | गाथा-४४ गाथार्थ : અહીં ધર્મના વિચારમાં, કુલ પ્રધાન નથી, હરિકેશબલને શું કુળ હતું? અર્થાત્ સારું કુળ ન 6j, तपथी मावलित वो पानी 6पासना 5रता ता. ||४|| टोड: न कुलमुग्रादिकमत्र धर्मविचारे प्रधानं श्रेष्ठं, यतो हरिकेशबलस्य बलनाम्नो मातङ्गस्य किं कुलमासीज्जुगुप्सितत्वात्, न किञ्चिदित्यर्थः, यस्य किं सम्पन्नमित्याह-आकम्पिता आवर्जिता-हतहदयाः कृतास्तपसा विकृष्टेन सुरा अपि=देवा अपि, आसतां मनुजाः, यं पर्युपासते, तस्य किं कुलमासीदिति सामान्यार्थः, विशेषार्थः तदुदाहरणाद् ज्ञेयः ।। तच्चेदं- पूर्वभवजातिमदकरणनिबद्धनीचैर्गोत्रकर्मविपाकाल्लब्धनिन्द्यजातिर्बलाभिधानो मातङ्गश्रमणको विशिष्टतपोऽनुष्ठाननिरतो वाराणस्यां तिन्दुकोद्याने गण्डीतिन्दुकयक्षायतने तस्थौ । स च यक्षस्तद्गुणाक्षिप्तचित्तो विमुक्ताशेषव्यापारस्तमुपास्ते स्म । अन्यदा तन्मित्रमयोद्यानात्समायातस्तं प्रत्याह-'वयस्य ! कथं न दृष्टोऽसि ?' स प्राह-अमुं-भगवन्तं महर्षि पर्युपासीनस्तिष्ठामि । इतर आह-ममापि कानने मुनयस्तिष्ठन्ति । ततो भक्तिकौतुकाभ्यां गतौ तद्वन्दनार्थम् । दृष्टाः ते कथञ्चिद्विकथाप्रवृत्ता मुनयः, ततस्तौ तेभ्यो विरक्तौ । गाढतरमनुरक्तावितरस्मिन् । धन्यस्त्वं योऽस्य चरणौ प्रतिदिनं पश्यसीति श्लाधितस्तिन्दुकयक्षस्तेन । ___ अथान्यदा राजदुहिता भद्राभिधाना गृहीतानिका गता तदायतनम्, प्रदक्षिणां कुर्वत्या दृष्टो मुनिरसंस्कृतगात्रो, जुगुप्सया निष्ठ्यूतमनया, जातो यक्षस्य कोपः, दर्शयाम्यस्या भगवत्परिभवफलमिति सञ्चिन्त्याधिष्ठितं तच्छरीरं, प्रलपन्ती नानाविधं परिजनेन नीता पितृसमीपम् । अपत्यस्नेहमोहितेन कारिता तेन चिकित्सा, न जातो विशेषः, विषण्णा वैद्याः, ततः प्रकटीभूय यक्षः प्राह-अनया पापया मम स्वामी मुनिरुपहसितोऽस्ति, यदि तस्यैव जाया जायते ततो मुञ्चामि, नान्यथेति । ततो जीवन्तीं द्रक्ष्यामीति सञ्चिन्त्य प्रहिता सा सपरिजना तत्सकाशं राज्ञा । गत्वा च पादपतिता सा प्राह-'महर्षे ! गृहाण करेण करं करेण, स्वयंवराऽहं भवतः ।' मुनिराह-'भद्रे ! निवृत्तविषयसङ्गा मुनयो भवन्ति, अलमनया कथयेति ।' ततः केलिप्रियतया प्रविश्य यक्षेण मुनिशरीरं परिणीता कृतविडम्बना मुक्ता च, स्वप्नमिव दृष्ट्वा विच्छायवदना गता पितृसकाशम् । ततो तदुद्देशेन पृष्टो रुद्रदेवनामा पुरोहितः प्राह-ऋषिभिस्त्यक्ता पत्नी ब्राह्मणेभ्यो दीयत इति वेदार्थः । राज्ञापीदमेव प्राप्तकालमिति सञ्चिन्त्य दत्ता तस्मै सा, कृता तेन यज्ञं यजता यज्ञपत्नी । मुनिरपि मासपारणके प्रविष्टो भिक्षार्थं यज्ञपाटके, अदत्तं द्विजेभ्यो न दीयते तुभ्यं शूद्राधमायेत्युपहसितश्चट्टैः । Page #99 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૪ ततो यक्षेण तच्छरीरं प्रविश्य कथमहं यावज्जीवमब्रह्मनिवृत्तोऽहं अहिंसादिव्रतधरश्च न ब्राह्मणः ? कथं वा भवन्तः पशुवधादिपापासक्ता योषिदवाच्यमर्दकाश्च ब्राह्मणाः ? इत्यादिवाक्यस्तिरस्कृतास्ते मुनि प्रहन्तुमारब्धाः । यक्षेणाप्याहत्य निर्गच्छद्रुधिरोद्गाराः शिथिलसन्धयः पातिताः भूतले, जातः कोलाहलः, तमाकर्ण्य निर्गता भद्रा, दृष्टो मुनिः प्रत्यभिज्ञातश्च । ततो रुद्रदेवादीनुद्दिश्य हे दुर्मतयो ! यास्यथामु कदर्थयन्तोऽन्तकसदनं, सोऽयं महाप्रभावः सुरपूजितो मुनिरिति । ततस्तच्चरणपतितास्ते भद्रा च प्राहुः, क्षमस्व महामुने ! यदपराद्धमज्ञैरिति । मुनिनोक्तं-न मुनीनां कोपावकाशः, तत्कारिणं यक्षं तोषयतेति । ततस्तोषितस्तैर्यक्षः, प्रतिलाभितो मुनिः, प्रादुर्भूतानि दिव्यानि, किमेतदिति जातकुतूहलः समायातो लोको, विज्ञाय व्यतिकरं राजा च । मुनिदेशनया च प्रतिबुद्धा बहवः प्राणिन इति । तस्मान्न कुलं प्रधानम्, अपि तु गुणा एव तद्विरहे तस्याकिञ्चित्करत्वादिति ॥४४।। ટીકાર્ચ - ન લુત્રમ્ .. પ્રાન રૂત્તિ / અહીં ધર્મના વિચારમાં, ઉગ્ર આદિ કુલ પ્રધાન=શ્રેષ્ઠ, નથી, જે કારણથી હરિકેશબલ નામના માતંગને શું કુળ હતું, જુગુપ્સિતપણું હોવાને કારણે કંઈ સુંદર કુળ ન હતું, જેને શું પ્રાપ્ત થયું એને કહે છે – વિકૃષ્ટ એવા તપ વડે આકંપિત=આવજિત હદયવાળા દેવો પણ, મનુષ્યો તો દૂર રહો, જેની પપાસના કરે છે, તેનું શું કુળ હતું અર્થાત્ સારું કુળ ન હતું, એ સામાન્ય અર્થ છે, વિશેષ અર્થ વળી ઉદાહરણથી જાણવો અને તે આ છે – પુરોહિતના ભવમાં જાતિભેદથી બંધાયેલું નીચગોત્ર તેના વિપાકથી પ્રાપ્ત થયેલી નિંદ્ય જાતિવાળો વિશિષ્ટ તપ-અનુષ્ઠાનમાં રત એવો બલ નામનો માતંગ શ્રમણક વારાણસીમાં તિન્દુક ઉદ્યાનમાં ગંડીસિંદુક યક્ષના મંદિરમાં રહ્યો અને તેના ગુણથી આક્ષિપ્ત ચિત્તવાળો, મુકાયેલા સર્વ વ્યાપારવાળો તે યક્ષ તે શ્રમણની ઉપાસના કરતો હતો. એકવાર તેનો મિત્ર અન્ય ઉદ્યાનથી આવ્યો, યક્ષ તેના પ્રત્યે કહે છે – હે મિત્ર ! કેમ જોવાયો નથી? તે કહે છે – આ ભગવંત મહર્ષિની પક્પાસના કરતો રહું છું, બીજોવમિત્ર, કહે છે – મારા પણ જંગલમાં મુનિઓ રહે છે, તેથી ભક્તિ અને કૌતુકથી તેમના વંદન માટે બંને ગયા, કોઈક રીતે વિકથામાં પ્રવૃત્ત મુનિઓ જોવાયા, તેથી તે બંને તેઓથી વિરક્ત થયા. ઇતરમાં=માતંગ શ્રમણમાં, અત્યંત અનુરાગવાળા થયા. તું ધન્ય છે, જે પ્રતિદિન આના ચરણોને જુએ છે, એ પ્રમાણે તેના વડે હિંદુકયક્ષ પ્રશંસા કરાયો. એકવાર ગ્રહણ કરાયેલી પૂજનિકાવાળી ભદ્રા નામની રાજપુત્રી તેના આયતનમાં ગઈ. પ્રદક્ષિણા કરતી તેણી વડે અસંસ્કૃત ગાત્રવાળા=મલિન શરીરવાળા મુનિ જોવાયા, આના વડે જુગુપ્સાથી ઘૂંકાયું, યક્ષને ક્રોધ થયો, આને ભગવાનના પરિભવનું ફળ દેખાડું. એ પ્રમાણે વિચારીને તેણીનું શરીર અધિષ્ઠિત કરાયું, જુદા જુદા પ્રલાપને કરતી પરિજનો વડે પિતા પાસે લવાઈ, સંતાનના સ્નેહથી મોહિત થયેલા તેના વડે ચિકિત્સા કરાઈ, સુધારો ન થયો, વૈદ્યો વિષાદ પામ્યા, તેથી પ્રગટ થઈને યક્ષ કહે છે – આ પારિણી વડે મારા સ્વામી મુનિ Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૪ ૮૧ હસાયા, જો તેની જ પત્ની થાય તો હું મૂકું, નહિતર નહિ, ત્યારપછી જીવતી જોઈશ. એ પ્રમાણે વિચારીને રાજા વડે પરિવાર સહિત તેની પાસે=મુનિની પાસે, મોકલાઈ અને જઈને પગમાં પડેલી તેણી કહે છે હે મહર્ષિ ! હાથ વડે (મારા) હાથને ગ્રહણ કરો, હું તમારી સ્વયંવરા છું. મુનિ કહે છે ભદ્રે ! મુનિઓ નિવૃત્ત વિષયસંગવાળા હોય છે, આ કથા વડે સર્યું. ત્યારપછી કેલિપ્રિયપણાથી યક્ષ વડે મુનિના શરીરમાં પ્રવેશીને પરણાઈ, વિડંબના કરાઈ અને મુકાઈ, જાણે સ્વપ્ન જોઈને પ્લાન વદનવાળી થયેલી પિતાની પાસે ગઈ, તેથી તેના ઉદ્દેશથી રુદ્રદેવ નામે પુરોહિત કહે છે ઋષિઓ વડે ત્યાગ કરાયેલી પત્ની બ્રાહ્મણોને અપાય છે. એ પ્રમાણે વેદનો અર્થ છે. રાજા વડે પણ આ જ પ્રાપ્તકાલ છે, એ પ્રમાણે વિચારીને તેણી તેને અપાઈ, યજ્ઞ કરતા એવા તેના વડે યજ્ઞપત્ની કરાઈ. મુનિ પણ માસક્ષમણના પારણે ભિક્ષા માટે યજ્ઞપાટકમાં પ્રવેશ્યા. બ્રાહ્મણોને નેહિ અપાયેલું શૂદ્ર અધમ એવા તને અપાતું નથી વગેરે બ્રાહ્મણો વડે હસાયું, તેથી યક્ષ વડે તેના શરીરમાં પ્રવેશીને યાવજ્જીવ અબ્રહ્મથી નિવૃત્ત થયેલો અને અહિંસા આદિ વ્રતને ધારણ કરનારો હું કેવી રીતે બ્રાહ્મણ નથી ? અથવા પશુવધ આદિ પાપમાં આસક્ત થયેલા સ્ત્રીના અવાચ્ય દેશને મર્દન કરનારા તમે બ્રાહ્મણો કેવી રીતે ? ઇત્યાદિ વાક્યોથી તિરસ્કાર કરાયેલા તેઓ મુનિને હણવાને તૈયાર થયા. યક્ષ વડે પણ હણીને નિગળતા લોહીના કોગળાવાળા શિથિલ બંધનની સાંધીઓવાળા ભૂતલમાં પડ્યા, કોલાહલ થયો, તેને સાંભળીને ભદ્રા નીકળી, મુનિ જોવાયા અને ઓળખાયા, તેથી રુદ્રદેવ આદિને ઉદ્દેશીને કહે છે — હે દુર્મતિઓ ! આને કદર્શના કરતા યમસદનમાં જશો, તે આ મહાપ્રભાવવાળા દેવથી પૂજાયેલા મુનિ છે, તેથી તેઓ તેમના ચરણમાં પડ્યા અને ભદ્રાએ કહ્યું — હે મહામુનિ ! અજ્ઞો વડે જે અપરાધ કરાયો, ક્ષમા કરો. મુનિ વડે કહેવાયું – મુનિઓને કોપનો અવકાશ નથી, તેને કરનારા યક્ષને સંતોષ પમાડો, તેથી તેઓ વડે યક્ષ ખુશ કરાયો, મુનિને વ્હોરાવ્યું, દિવ્યો પ્રગટ થયા. આ શું ? એ પ્રમાણે થયેલા કુતૂહલવાળા લોકો અને વ્યતિકરને જાણીને રાજા આવ્યો અને મુનિની દેશના વડે ઘણા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. — = — તેથી કુલ પ્રધાન નથી, ગુણો જ પ્રધાન છે. તેના વિરહમાં=ગુણોના વિરહમાં, તેનું=કુળનું, અકિંચિત્કરપણું છે. II૪૪ ભાવાર્થ - સામાન્યથી ઉત્તમ કુળમાં જન્મેલા સાત્ત્વિક પુરુષો જ ધીરતાપૂર્વક ક્ષમાદિ ભાવોમાં યત્ન કરીને તુચ્છ જીવોના પણ ઉપસર્ગોને સહન કરે છે, તોપણ માત્ર કુળના બળથી તેવું સત્ત્વ આવતું નથી, પરંતુ જેઓ લઘુકર્મવાળા છે તેઓ જ કોઈક રીતે હીન કુળમાં જન્મ્યા હોય તોપણ તેવા સાત્ત્વિક બને છે, એથી ઉત્તમ કુળવાળા જો લઘુકર્મવાળા ન હોય તો મહાત્મા થતા નથી અને હીન કુળમાં જન્મેલા કોઈક રીતે લઘુકર્મવાળા થયા હોય તો મહાસત્ત્વથી ક્ષમાદિભાવોમાં યત્ન કરે છે, તે સ્પષ્ટ કરવા માટે કહે છે ધર્મના વિચા૨માં કુલ પ્રધાન નથી, પરંતુ લઘુકર્મતા જ પ્રધાન છે. જો કુલપ્રધાન હોત તો, હરિકેશબલ નામના માતંગને જુગુપ્સિત કુલ પ્રાપ્ત થયેલું છતાં વિશિષ્ટ તપ કરવાથી આવર્જિત થયેલા દેવતાઓ પણ તેની પર્યુપાસના કરતા હતા, જો કે તે મહાત્મા માત્ર બાહ્ય તપ કરનારા ન હતા, પરંતુ ક્ષમાદિભાવોની Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૪, ૪૫-૪૬-૪૭ વૃદ્ધિ થાય તેવા મહાતપને કરનારા હતા, જેનાથી દેવતા વડે પણ તે પૂજાતા હતા, તેથી એ ફલિત થાય કે અધિજ્ઞાનના બળથી જીવોના ચિત્તને પણ જાણી શકે તેવા દેવતાઓ તુચ્છ કુળવાળા પણ હરિકેશબલના ઉત્તમ ચિત્તથી આવર્જિત થઈને તેમની પર્યુપાસના કરતા હતા. માટે કલ્યાણના અર્થી સાધુએ તેમના દૃષ્ટાંતના બળથી આત્માને ભાવિત કરીને પોતાનાં કર્મોની લઘુતા થાય તે પ્રકારે યત્ન કરવો જોઈએ. II૪૪] અવતરણિકા : किञ्चायमात्मा नटवदपरापररूपैः परावर्तते, ततः कः कुलाभिमानावकाश इत्याहઅવતરણિકાર્ય : વળી આ આત્મા નટની જેમ અપર અપર રૂપ વડે પરાવર્તન પામે છે, તેથી કુળના અભિમાનનો અવકાશ કયો છે ? અર્થાત્ કુળનું અભિમાન કરવું જોઈએ નહિ, એથી કહે છે ગાથા: देवो नेरइओ त्ति य, कीडपयंगु त्ति माणुसो एसो । रूवस्सी य विरूवो, सुहभागी दुक्खभागी य ।।४५।। उत्तिय दमगुत्ति य, एस सपागु त्ति एस वेयविऊ । सामी दासो पुज्जो, खलो त्ति अधणो धणवइति ।। ४६ ।। न वि इत्थ कोवि नियमो, सकम्मविणिविट्ठसरिसकयचिट्ठो । अन्नुन्नरूववेसो, नडु व्व परियत्तए जीवो ||४७।। ગાથાર્થ ઃ આ=જીવ, દેવ, નારક, કીડો, પતંગિયું, મનુષ્ય, રૂપવાળો, વિરૂપવાળો, સુખભાગી, દુઃખભાગી, રાજા, દ્રમક, ચંડાલ, વેદને જાણનારો, સ્વામી, દાસ, પૂજ્ય, ખલ=દુર્જન, નિર્ધન, ધનપતિ એ પ્રમાણે પરાવર્તન પામે છે, અહીં=જીવના પરાવર્તનમાં, કોઈ નિયમ નથી, સ્વકર્મ વિનિવિષ્ટ સદેશ ચેષ્ટાવાળો જીવ અન્યોન્ય રૂપના વેશવાળા નટની જેમ પરાવર્તન પામે છે. ।।૪૫-૪૬-૪૭]] ટીકાઃ देवो विबुधो नारक: प्रतीत एव, इतिशब्दाः सर्वे उपदर्शनार्थाः, चशब्दाः समुच्चयार्थाः स्वगताsaसूचक तथा कीटः कृम्यादिः, पतङ्गः शलभः, तिर्यगुपलक्षणं चैतत्; मानुषः पुमान्, एष जीवः परावर्तत इति सर्वत्र क्रियाः । 'रूवस्सि' त्ति कमनीयशरीरः, विरूपो विशोभः, सुखं सातं भजते, तच्छीलश्चेति सुखभागी, एवं दुःखभागी । तथा राजा पृथिवीपतिः, द्रमको Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૫-૪૬-૪૭ निःस्वः, एष जीवः श्वपाकश्चण्डालः, तथा एष एव वेदवित् सामादिवेदानां वेत्ता प्रधानब्राह्मण इत्यर्थः । असकृदेषशब्दग्रहणं पर्यायनिवृत्तावपि जीवद्रव्यस्याऽनुवृत्तिः ज्ञापनार्थम्, एष एवैको नानारूपेष्वेवं परावर्तते, न सर्वथान्यो भवतीत्यर्थः । तथा स्वामी स्वपोष्यापेक्षया नायको, दासो व्यक्षरकः, पूज्योऽभ्यर्चनीय उपाध्यायादिः, खलो दुर्जनः, अधनो निर्द्रव्यः, धनपतिरीश्वरः किञ्चनापि न सम्भाव्यते, अत्र कश्चिनियमोऽवश्यम्भावि यथापरे मन्यन्ते पुरुषः पुरुषत्वमश्नुते पशवः पशुत्वमित्यादिरूपः, प्रमाणबाधितत्वात्कर्मवैचित्र्येण भववैचित्र्योपपत्तेः । किं तर्हि ? स्वकर्मविनिविष्टसदृशकृतचेष्टः परावर्तते जीव इति सम्बन्धः । तत्र क्रियत इति कर्म ज्ञानावरणादि स्वस्यात्मनः कर्म स्वकर्म, तस्य विनिविष्टं विनिवेशः, प्रकृतिस्थित्यनुभागप्रदेशात्मकं रचनमित्यर्थः, तस्य सदृशी तदनुरूपा कृता निर्वर्तिता चेष्टा देवादिपर्यायाध्यासरूपो व्यापारो येन स तथेति समासः । दृष्टान्तमाह-अन्योन्यरूपो नानाकारो वेषो नेपथ्य-वर्णक-विच्छित्त्यादिलक्षणो यस्य सोऽन्योन्यरूपवेषः, कोऽसौ ? नटः स इव परावर्तते परिभ्रमति जीव आत्मेति ।।४५-४६-४७।। ટીકાર્ચ - તેવો ... માત્મતિ દેવ=વિબુધ, તારક પ્રતીત જ છે, સર્વ તિ શબ્દો ઉપ પ્રદર્શન અર્થવાળા છે, શબ્દો સમુચ્ચય અર્થવાળા છે અથવા સ્વગત અનેક ભેદના સૂચક છે અને કીડા-કૃમિ આદિ, પતંગ=પતંગિયું, શલભ અને આ તિર્યંચ ઉપલક્ષણવાળું છે, મનુષ્ય-પુરુષ, આ જીવ પરાવર્તન પામે છે–દેવ-નારક આદિ સર્વ રૂપે પરાવર્તન પામે છે એ પ્રમાણે સર્વત્ર યોજન કરવું, રૂપવાળોઃ કમનીય શરીરવાળો, વિરૂપ શોભા રહિત, સુખ શાતાને ભજે છે તેવા સ્વભાવવાળો સુખભાગી, એ રીતે દુઃખભાગી અને રાજા=પૃથ્વીપતિ, દ્રમક=નિર્ધન, આ=જીવ, ચંડાલ અને આ જ જીવ વેદને જાણનારો=સામ આદિ વેદને જાણનારો પ્રધાન બ્રાહ્મણ થાય છે, વારંવાર પણ શબ્દનું ગ્રહણ પર્યાયની નિવૃત્તિમાં પણ જીવદ્રવ્યની અનિવૃત્તિના જ્ઞાપન માટે છે, આ જ એક જીવ તાનારૂપોમાં આ રીતે પરાવર્તન પામે છે, સર્વથા અન્ય થતો નથી. અને સ્વામી=સ્વપોષ્યની અપેક્ષાએ નાયક, દાસ=બે અક્ષરવાળો, પૂજ્ય-અભ્યર્ચનીય ઉપાધ્યાય આદિ, ખલ-દુર્જન, અધતકનિદ્રવ્ય, ધનપતિ=ઈશ્વર, અહીં કોઈ નિયમ=અવયંભાવ, જે પ્રમાણે અપર માને છેપુરુષ પુરુષત્વને, પશુ પશુપણાને પામે છે, ઈત્યાદિ રૂપવાળું કંઈપણ સંભાવના કરાતું નથી, કેમ કે પ્રમાણબાધિતપણું છે–પુરુષ પુરુષ જ થાય, પશુ પશુ જ થાય તેમ સ્વીકારવામાં પ્રમાણનું બાધિતપણું છે, તેમાં હેતુ કહે છે – Page #103 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૫-૪૬-૪૭, ૪૮ કર્મલા વચિત્રથી ભવના વિચિત્રની ઉપપતિ છે, તો શું? એથી કહે છે – સ્વકર્મથી વિનિવિષ્ટ સશકત ચેષ્ટાવાળો જીવ પરાવર્તન પામે છે, એ પ્રકારે સંબંધ છે, ત્યાં કરાય છે તે કર્મ જ્ઞાનાવરણ આદિ, પોતાનું આત્માનું કર્મ સ્વકર્મ તેનું વિનિવિષ્ટ=સ્વકર્મનો વિધિવેશ=પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગપ્રદેશ સ્વરૂપ તેના સદશ કરાયેલી ચેષ્ટા=દેવ આદિ પર્યાયના અધ્યાસરૂપ વ્યાપાર છે જેના વડે તે તેવો છે=સ્વકર્મ વિનિવિષ્ટ સદશ કૃત ચેણવાળો છે, દષ્ટાંતને કહે છે – અન્ય અન્ય રૂપવાળા તટની જેમeતાના પ્રકારના વેપથ્ય વર્ણક વિચ્છિતિ આદિ લક્ષણ છે જેને તે અન્યોન્ય રૂપષવાળો છે, એ કોણ છે ? એથી કહે છે – નટ, તેની જેમ અન્ય અન્ય રૂપના વેષવાળા નટની જેમ, જીવ–આત્મા, પરાવર્તન પામે છે–પરિભ્રમણ કરે છે. I૪૫-૪૬-૪થા ભાવાર્થ : સંસારી જીવો સંસારમાં ક્યારેક દેવ, ક્યારેક નરક, ક્યારેક કીડો આદિ અનેક પ્રકારનાં નાટકો કરે છે, તેથી હું ઉત્તમ કુળમાં જન્મ્યો છું, માટે ઉત્તમ છું, એવું અભિમાન વિવેકી પુરુષે કરવું જોઈએ નહિ, પરંતુ વિચારવું જોઈએ કે સંસારનું આ સ્વરૂપ જ છે. આ રીતે સંસારચક્રના પરિભ્રમણનું વારંવાર ભાવન કરીને નાટકના નટની જેમ સ્વકર્મની રચના સદશ કરાયેલી ચેષ્ટાવાળો આ જીવ સર્વ પ્રકારના ભાવોનું પરાવર્તન કરે છે, તેમ ભાવન કરવું જોઈએ, પરંતુ કુળનું અભિમાન કરવું જોઈએ નહિ અને કષાયોની અલ્પતા કરવા માટે સદા ઉદ્યમ કરવો જોઈએ. II૪૫-૪૬-૪૭ના અવતરણિકા : तदिदं संसारेऽनवस्थितत्वमालोच्य विवेकिनो मोक्षकाङ्ककताना एव भवन्ति, न धनादिलिप्सव इति दृष्टान्तेनाहઅવતરણિતાર્થ : આ પ્રમાણે=ગાથા-પથી ૪૭માં કહ્યું એ પ્રમાણે, સંસારમાં અનવસ્થિતપણાનું આલોચન કરીને અર્થાત્ જીવોના અનવસ્થિતપણાનું આલોચન કરીને વિવેકી જીવો મોક્ષની ઈચ્છાના એકતાનાવાળા થાય છે, ધન આદિની લિપ્સાવાળા થતા નથી તુચ્છ વર્તમાન ભવની અનુકૂળતાનાં સાધનોની લિપ્સાવાળા થતા નથી, એ પ્રમાણે દાંતથી કહે છે – ભાવાર્થ : ગાથા-પથી ૪૭ સુધી સંસારના પરિભ્રમણની સ્થિતિ બતાવી. તે સ્થિતિનું જે મહાત્મા અત્યંત પરિભાવન કરે છે તેને સંસારની વાસ્તવિક વિડંબના પ્રત્યક્ષની જેમ દેખાય છે, તેથી તેઓનાં વિવેકચક્ષુ પ્રગટ થયેલાં હોય છે, તેના કારણે તેઓ વિડંબના રહિત એક મોક્ષની ઇચ્છાવાળા હોય છે, પરંતુ મૂઢ હોતા નથી, પરંતુ સંસારના પરિભ્રમણના બીજભૂત કષાયોના ઉચ્છેદના ઉપાયમાં દઢ યત્નવાળા હોય છે, એને દૃષ્ટાંતથી કહે છે – Page #104 -------------------------------------------------------------------------- ________________ पहेशभाला भाग-१ / गाथा- ४८ गाथा : कोडीसएहिं धणसंचयस्स गुणसुभरियाए कन्नाए । न वि लुद्धो वयररिसी, अलोभया एस साहूणं ।।४८ ।। ८५ गाथार्थ : ધનસંચયના સેંકડો કરોડ વડે ગુણયુક્ત કન્યામાં પણ વજઋષિ લોભાયા નહિ, આ સાધુની खलोलता छे. ॥४८॥ टीडा : कोटीशतै: सह या कन्या तस्यामपि न लुब्ध इति सम्बन्धः । कस्य कोटीशतैः ?, धनसञ्चयस्य द्रव्यसङ्घातस्य सम्बन्धिनां रत्नादीनामिति गम्यते । गुणैः रूपादिभिः सुभृता सुष्ठु परिपूर्णेति समासः । कासौ ? कन्या तस्यामपि न लुब्ध इति सम्बन्धः अपरिणीत - बाला, तस्यामपि न लुब्धो न लोभं गतः । अपिशब्दस्य व्यवहितः प्रयोगः, कोऽसौ ? वैरर्षिः । शिष्यं प्रत्याहअलोभतैषाऽनन्तरोक्ता साधूनां सर्वयतिभिरेवं निर्लोभैर्भाव्यमिति सङ्क्षेपार्थः, प्रपञ्चार्थः कथानकाद् ज्ञेयः । तच्चेदं-पाटलिपुत्रे विद्याद्यतिशययुतो युगप्रधानो भगवानाचार्यो वैरर्षिः समवसृतः तद्वन्दनार्थं निर्गतः सनागरको राजा । भगवताऽपि विद्याबलतो विहितविशोभरूपेण प्रारब्धा धर्मदेशना । ततस्तदाक्षिप्तचित्ता लोकाः परस्परमूचुर्बत भगवतो न गुणानुरूपं रूपम् । उपसंहृता देशना, गतं तद्दिनम् । इतश्च तत्रैव नगरे धनसार्थवाहशालायां पूर्वस्थिता आर्यिका भगवद्गुणवर्णनं कृतवत्यः, तदाकर्ण्य धनदुहिता अतिमुग्धतया भगवति जाताऽनुरागा पितरं प्रत्याह-यदि मां वैरस्वामिनं विहायाऽन्यः परिणेष्यति ततस्त्यक्ष्यामि प्राणान् । ततोऽपत्यस्नेहवशाद्विज्ञाय तन्निर्बन्धं द्वितीये दिने गृहीत्वा अनेकरत्नकोटीशतैः सहितां कृताऽलङ्कारामुपहसितत्रिदशवधूलावण्यां कन्यां गतो भगवत्समीपं सार्थवाहः । दृष्टो भगवान् वैरूप्यदर्शनजातवैमुख्यजनाह्लादातिरेकसम्पत्तये मार्गावतारणार्थं विद्यातिशयात्रिर्वर्तितत्रिभुवनातिशायिरूपः कनककमलोपविष्टो धर्ममाचक्षाणस्तेन । ततः सविनयं प्रणम्य विरचितकरकुड्मलोऽसावाह - ' भगवन् ! अस्या मम जीविताभ्यधिकायाः कन्यकाया रत्नराशिभिः सहिताया ग्रहणेन कुरु मेऽनुग्रहमिति ।' भगवानाह - 'भद्र ! न खल्विदमतिमुग्धबुद्धेरपि मनसि सन्तिष्ठते, यदुत सिद्धिवधूसम्बन्धबद्धाध्यवसाया अनिधनसुखाभिलाषिणः साधवोऽशुचिमूत्रान्त्रक्लेदपूर्णासु युवतिषु क्षणविनश्वरे च धने ग्रहणबुद्धिं विधास्यन्ति । ततोऽलमनया I Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૮ निर्विवेकजनोचितया कथया । यद्यस्या मय्यनुरागस्ततः करोतु स्वार्थसाधनेन मच्चित्तालादमिति ।' कन्याह-भगवद्वचनकरणेनापि कृतार्थाऽहम् । ततो मुक्ता जनकेन प्रव्राजिता भगवता । ततोऽयमेव धर्मो यत्रैवंविधप्रभावाणामपीदृशी निर्लोभतेति सञ्चिन्त्य प्रतिबुद्धा भूयांसः सत्त्वा इति ।।४८॥ ટીકાર્ય : વોટીરાન્તિઃ - સત્ત્વી કોટીશત સહિત જે કન્યા, તેમાં પણ લુબ્ધ થયા નહિ, એ પ્રમાણે સંબંધ છે, કોના કોટિશત સહિત ? એથી કહે છે – ધનસંચયના દ્રવ્યસમૂહલા, સંબંધિ રતાદિના કોટીશત સહિત કન્યામાં લુબ્ધ થયા નહિ એમ અવય છે, ગુણોથી=૨પાદિથી, સુકૃત=સારી રીતે પૂર્ણ, એ પ્રમાણે સમાસ છે, કોણ ગુણોથી પૂર્ણ ? એથી કહે છે – કલ્યા=હિ પરણાયેલી બાળા, તેમાં પણ લોભને પામ્યા નહિ, આપ શબ્દનો વ્યવહિત પ્રયોગ છે, કોણ આ લોભ પામ્યા નહિ ? એથી કહે છે – વજઋષિ, શિષ્ય પ્રત્યે કહે છે – સાધુની આ અનંતરમાં કહેવાયેલી, અલોભતા છે, એ પ્રકારે સાધુઓએ વિલભથી ભાવિત થવું જોઈએ, એ પ્રકારે સંક્ષેપથી અથી છે, વિસ્તારથી અર્થ કથાનકથી જાણવો અને તે આ છે – પાટલિપુત્રમાં વિદ્યાદિ અતિશયથી યુક્ત યુગપ્રધાન ભગવાન આચાર્ય વજઋષિ સમવસર્યા, તેમના વંદન માટે નગર લોકો સહિત રાજા નીકળ્યો, ભગવાન વડે પણ વિદ્યાબળથી કરાયેલા વિરૂપ શોભાવાળા રૂપ વડે ધર્મદેશના શરૂ કરાઈ, તેથી તેનાથી આક્ષિપ્ત ચિત્તવાળા લોકો પરસ્પર કહેવા લાગ્યા, ભગવાનનું ગુણને અનુરૂપ રૂપ નથી, દેશના પૂર્ણ કરાઈ, તે દિવસ ગયો. આ બાજુ તે જ નગરમાં ધનસાર્થવાહની શાળામાં પહેલેથી રહેલી સાધ્વીઓએ ભગવાનના ગુણનું વર્ણન કર્યું, તેને સાંભળીને ધનની પુત્રી અતિમુગ્ધપણાથી ભગવાનમાં અનુરાગવાળી થઈ, પિતા પ્રત્યે કહે છે – જો મને વજસ્વામીને છોડીને અન્ય પુરુષ પરણાવશો તો હું પ્રાણોનો ત્યાગ કરીશ, તેથી સંતાનના સ્નેહના વશથી તેના આગ્રહને જાણીને બીજા દિવસે અનેક રત્ન કોડી સેકડા સહિત એવી, કરાયેલા અલંકારથી હસી નંખાયું છે દેવવધૂનું લાવણ્ય જેણી વડે એવી કન્યાને ગ્રહણ કરીને સાર્થવાહ ભગવાન પાસે ગયો. વિરૂપ દર્શનથી થયેલા વિમુખ જનને આલાદના અતિરેકની પ્રાપ્તિ માટે માર્ગમાં ઉતારવા માટે વિદ્યાના અતિશયથી બનાવેલા ત્રિભુવન અતિશાયિ રૂપવાળા સોનાના કમળ ઉપર બેઠેલા, ધર્મને કહેતા ભગવાન તેના વડે શ્રેષ્ઠિ વડે, જોવાયા, તેથી વિનય સહિત પ્રણામ કરીને રચેલા કરકુમલવાળો અંજલીવાળો આ શ્રેષ્ઠી કહે છે – ભગવાન ! મારા જીવિતથી અધિક રત્નરાશિ સહિત આ કન્યાના ગ્રહણ વડે મારા ઉપર અનુગ્રહ કરો. ભગવાન કહે છે – હે ભદ્ર ! ખરેખર આ અતિમુગ્ધ બુદ્ધિથી પણ મનમાં બેસતું નથી કે જે સિદ્ધિવધૂના સંબંધમાં બંધાયેલા અધ્યવસાયવાળા અક્ષત સુખના અભિલાષવાળા સાધુઓ અશુચિ-મૂત્ર-આંતરડા-પરસેવાથી પૂર્ણ એવી યુવતીઓમાં અને ક્ષણ વિનશ્વર ઘનમાં ગ્રહણ બુદ્ધિને કરશે, તેથી આ નિર્વિવેકજનને ઉચિત કથાથી સર્યું. જો આનો મારા ઉપર અનુરાગ હોય તો સ્વ અર્થને સાધવા વડે મારા ચિત્તના આલ્લાદનને કરે. કન્યા કહે છે – ભગવાનના વચનને કરવા વડે પણ હું કરાયેલા અર્થવાળી છું, તેથી પિતા વડે મુકાયેલી ભગવાન વડે Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૮-૪૯ પ્રવજિત કરાઈ, તેથી આ જ ધર્મ છે જેમાં આવા પ્રકારના પ્રભાવવાળાઓની પણ આવી નિલભતા છે, એ પ્રમાણે વિચારીને ઘણા જીવો પ્રતિબોધ પામ્યા. //૪૮ ભાવાર્થ - સંસારમાં ધનસંપત્તિ અને રૂપવતી સ્ત્રીઓ બે મોહનાં કારણો છે, જ્યારે વજસ્વામી સંસારથી અત્યંત વિરક્ત હતા, મોક્ષમાં એકચિત્તવાળા હતા, તેથી યુવાન વયવાળા હોવા છતાં વજસ્વામી પ્રચુર ધનથી યુક્ત ગુણસંપન્ન નહિ પરણેલી બાળા પરણવા માટે તત્પર થઈ તોપણ લોભ પામ્યા નહિ, પરંતુ ઉપદેશ આપીને તે કન્યાને પણ સંયમના પરિણામવાળી કરી. સુસાધુઓનો આવો અલોભનો પરિણામ હોય છે, તેથી તેઓને સંસારના કોઈ પદાર્થ વિષયક લિપ્સા થતી નથી, માટે સુસાધુએ આ પ્રકારના નિર્લોભ સ્વરૂપનું ભાવન કરીને આત્માને સંગની પરિણતિથી પર કરવા યત્ન કરવો જોઈએ, જેથી બાહ્ય તુચ્છ ઐહિક પદાર્થો પ્રત્યે લેશ પણ મમત્વ થાય નહિ. II૪૮ અવતરણિકા - न चैतदाश्चर्यम् एवंविधा एव साधवो भवन्तीत्याहઅવતરણિતાર્થ : અને આ આશ્ચર્ય નથી વજસ્વામી સ્ત્રી અને ધનમાં લુબ્ધ થયા નહિ તે આશ્ચર્ય નથી, કેમ આશ્ચર્ય નથી ? એથી કહે છે – આવા પ્રકારના જ સાધુઓ હોય છે, એને કહે છે – ગાથા : अंतेउरपुरबलवाहणेहिं वरसिरिघरेहिं मुणिवसहा । कामेहिं बहुविहेहि य, छंदिज्जंता वि नेच्छंति ।।४९।। ગાથાર્થ : બહુ પ્રકારના કામગુણો વડે અને બહુ પ્રકારના અંતઃપુર, નગર, બલ અને વાહનો વડે અને બહુ પ્રકારના શ્રેષ્ઠ લક્ષ્મીના ઘર વડે નિમંત્રણ કરાતા પણ મુનિવૃષભો ઈચ્છતા નથી. II૪૯ll. ટીકા : __ अन्तःपुरादिभिः करणभूतैर्मुनिवृषभाः सुसाधवश्छन्द्यमाना निमन्त्र्यमाणा अपि नेच्छन्ति नाभिलषन्ति तानीति गम्यते इति सम्बन्धः, तत्राऽन्तःपुराणि विशिष्टयोषित्सङ्घाताः, पुराणि नगराणि, बलानि चतुरङ्गाणि, वाहनानि प्रवरहस्त्यादीनि, बलग्रहणेनैव सिद्धे पृथगुपादानमेषां प्राधान्यख्यापनार्थम् । अन्तःपुराणि च पुराणि चेत्यादिद्वन्द्वः, तैस्तथा वरश्रीगृहैः प्रधानकोशैः, काम्यन्ते प्रार्थ्यन्ते इति कामाः शब्दादयस्तैश्च, चशब्दस्येह व्यवहितः सम्बन्धः, बहुविधैर्नानारूपैश्चित्ताक्षेपहेतुभिरन्तःपुरादिभिरिति, इदं सर्वेषां विशेषणमिति ।।४९।। Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૯-૫૦ ટીકાર્ચ - ગાપુરાિિ .... વિશેષતિ | કરણભૂત એવા અંતઃપુરાદિ વડે મુનિવૃષભો સુસાધુઓ, નિમંત્રણ કરાતા પણ ઈચ્છતા નથી તે અંતઃપુરાદિની ઇચ્છા કરતા નથી, એ પ્રમાણે સંબંધ છે, ત્યાં અન્તઃપુરાણ કહ્યું ત્યાં, અંતઃપુર વિશેષ પ્રકારની સ્ત્રીઓનો સમૂહ છે, પુર=નગરો છે, બલ=ચતુરંગ સેના છે, વાહનો શ્રેષ્ઠ હાથી આદિ છે, બલવા ગ્રહણથી જ વાહનો સિદ્ધ હોતે છતે આમતું= વાહનોનું, પૃથર્ ગ્રહણ પ્રાધાન્ય બતાવવા માટે છે, અંતઃપુર અને નગરો ઈત્યાદિનો દ્વન્દ સમાસ છે, તેઓ વડે અને વરશ્રીગૃહ વડે=પ્રધાન કોશ વડે, કામના કરાય છે=પ્રાર્થના કરાય છે એ કામો શબ્દાદિ, તે બહુવિધો વ=તાના પ્રકારના ચિત્તના આક્ષેપના હેતુ એવા અંતઃપુરાદિ વડે, આ=બહુ પ્રકારના એ, સર્વનું વિશેષણ છે, શબ્દનો અહીં સંબંધ છે. ૪૯ ભાવાર્થ : જે મહાત્માઓએ સંસારની નિર્ગુણતાનું અત્યંત ભાવન કરેલ છે અને જેઓનું ચિત્ત મોક્ષમાં અત્યંત સ્થિર થયેલું છે, તેથી કોઈક નિમિત્તે તેમના પુણ્યથી આવર્જિત થઈને તેમને ઘણા કામગુણોથી નિમંત્રણ કરે અથવા ઘણા અંતઃપુર, નગર, ચતુરંગ સેના અને વાહનોથી તેમને નિમંત્રણ કરે અથવા શ્રેષ્ઠ લક્ષ્મી વડે નિમંત્રણ કરે, તોપણ વીતરાગતાની પ્રાપ્તિમાં જેમનું ચિત્ત સ્થિર ભાવને પામેલું છે, તેવા મુનિવૃષભો તેની ઇચ્છા કરતા નથી અને જેઓ કલ્યાણના અર્થી છે, મોક્ષ માટે સંયમ ગ્રહણ કર્યું છે, તો પણ કોઈક રીતે વિપુલ ભોગસામગ્રી સન્મુખ થાય ત્યારે તેઓના ચિત્તમાં ખળભળાટ થઈ શકે છે, આથી તેવાં નિમિત્તોથી અલ્પ સત્ત્વવાળા સાધુઓનો પાત પણ થાય છે, પરંતુ જે મહાત્માઓએ સંયમ ગ્રહણ કર્યા પછી સંસારના ભોગોના સ્વરૂપનું અત્યંત કુત્સિત સ્વરૂપ ભાવન કર્યું છે અને આત્માની પારમાર્થિક સ્વસ્થતાથી તેઓને પોતે સુખી છે તેમ જણાય છે, એવા મુનિવૃષભો કોઈ બાહ્ય સંપત્તિથી લેશ પણ ક્ષોભ પામતા નથી, તેનું કારણ તેઓનું મહાવ્રત સ્થિર થયેલું છે. ll અવતરણિકા : किमिति ते नेच्छन्तीत्याशक्यपरिग्रहस्याऽपायहेतुतामाहઅવતરણિકાર્ય : કયા કારણથી ઈચ્છતા નથી ?~સાધુ કયા કારણથી પ્રાર્થના કરતા પણ સંપતિ આદિવે ઈચ્છતા નથી ? એ પ્રકારે આશંકા કરીને પરિગ્રહની અપાયહેતતાને કહે છે – ગાથા : छेओ भेओ वसणं, आयासकिलेसभयविवाओ य । मरणं धम्मब्भंसो, अरई अत्थाउ सव्वाइं ।।५०।। Page #108 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-પ૦ ગાથાર્થ : છેદ, ભેદ, વ્યસન, આયાસ, ક્લેશ, ભય, વિવાદ, મરણ, ધર્મનો ભંશ, અરતિ સર્વ અર્થથી થાય છે. I૫oll. ટીકા : छेदादीनि स्वपरयोरर्थात्सर्वाणि भवन्तीति क्रिया । तत्र च्छेदः कर्णादीनां कर्तनं, भेदः क्रकचादिना पाटनं, स्वजनादिभिः सह चित्तविश्लेषो वा । व्यसनं तस्करादिभिर्ग्रहणमापदित्यर्थः आयासस्तदुपार्जनार्थं स्वयं कृतः शरीरव्यायामः, क्लेशः परकृता विबाधा, भयं त्रासः, विवादः कलहः, चशब्दः समुच्चये, मरणं प्राणत्यागः, धर्मभ्रंशः श्रुतचारित्रलक्षणधर्माच्च्यवनं, सदाचारविलोपो वा । अरतिश्चित्तोद्वेगः, एतानि सर्वाण्यपि, किम् ? अर्थ्यते विवेकविकलैर्याच्यते इत्यर्थो हिरण्यादिस्तस्माद् भवन्ति ।।५।। ટીકાર્ય : છેવાલીનિ ... મવત્તિ | અર્થથી સ્વ-પરના છેદાદિ સર્વ થાય છે, એ પ્રકારે ક્રિયાનો સંબંધ છે, ત્યાં છેદ કાન આદિ અંગોનું કાપવું છે, ભેદ કરવત આદિથી ફાડવું છે અથવા સ્વજનાદિ સાથે ચિતતા વિશ્લેષરૂપ ભેદ છે અર્થાત્ સ્વજનાદિ સાથે ધનને કારણે પરસ્પરના મીઠા સંબંધો કટુ બને છે, વ્યસન=ચોરાદિ વડે ગ્રહણ=આપત્તિ પ્રાપ્ત થાય છે, આયાસ-તેના ઉપાર્જન માટે સ્વયં કરેલો શરીરનો વ્યાયામ છે, ક્લેશ બીજાથી કરાયેલી પીડા છે, ભય ત્રાસ છે, વિવાદ કલહ છે, ૪ શબ્દ સમુચ્ચયમાં છે, મરણ=પ્રાણત્યાગ, ધર્મભ્રંશ=શ્રુત-ચારિત્રરૂપ ધર્મથી ચ્યવન છે અથવા સદાચારનો લોપ છે, અરતિ=ચિત્તનો ઉદ્વેગ, આ સર્વ પણ શું ? એથી કહે છે – વિવેકવિકલો વિડે યાચના કરાય છે એ અર્થ હિરણ્ય આદિ તેનાથી સર્વ થાય છે. પ| ભાવાર્થ : જીવ માત્ર સુખના અર્થી છે, સંસારી જીવો પરિગ્રહને સુખના ઉપાયરૂપે જુએ છે, કેમ કે પરિગ્રહથી દેહને અને ઇન્દ્રિયને અનુકૂળ સર્વ સામગ્રી પ્રાપ્ત થાય છે, તેથી સુખના ઉપાયરૂપે ધનને જુએ છે, પરંતુ ધન મેળવવામાં કયા કયા અનર્થો સંભવે છે, તે સર્વનું પારમાર્થિક સ્વરૂપ વિચારતા નથી અને તેનું ભાવન કરીને આત્માના નિરાકુળ સ્વભાવને જોનારા નથી, પરંતુ ધનને જ સુખના હેતુ તરીકે જુએ છે. વસ્તુતઃ વિવેકચક્ષુવાળા મુનિઓ તો આત્માની નિરાકુળ અવસ્થામાં સુખને જુએ છે અને તે સુખની પ્રાપ્તિ સમ્યક્ રીતે સેવાયેલ શ્રુત-ચારિત્રધર્મથી થાય છે, અન્ય રીતે નહિ, તેવો સ્થિર નિર્ણય છે અને ધનથી સુખના અર્થી જીવોને શું શું અનર્થો થાય છે, તેના પારમાર્થિક સ્વરૂપથી આત્માને અત્યંત ભાવિત કરે છે, તેથી તે અનર્થના પર્યાલોચનથી પણ તેઓને ધનથી થનારા સુખની ઇચ્છા થતી નથી, પરંતુ ધર્મના સેવનથી થનારા સુખની ઇચ્છા થાય છે, આથી જ ધનના અનર્થોનું ભાવન કરવા માટે તેઓ Page #109 -------------------------------------------------------------------------- ________________ GO ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૫૦-૫૧ વિચારે છે કે ધનના કારણે સ્વ-પરનો છેદ થાય છે; કેમ કે ધનને માટે યુદ્ધ કરે ત્યારે એકબીજાના કાન આદિ અંગોનું છેદન કરે છે, શસ્ત્ર આદિથી ભેદ કરે છે, વળી સ્વજન આદિ સાથે સ્નેહ સંબંધ તૂટે છે અર્થાત્ ચિત્તનો ભેદ થાય છે, વળી ધનને જોઈને ચોર આદિ દ્વારા આપત્તિની પ્રાપ્તિ થાય છે, ધન મેળવવા માટે શ્રમ કરવો પડે છે, પોતાની પાસે ધનને જોઈને બીજા દ્વારા બાધા વગેરે ક્લેશો થાય છે, નાશ થવાનો ભય રહે છે, પરસ્પર કલહ થાય છે, ચિંતાઓ અને રક્ષણમાં મૃત્યુ પણ થાય છે, ધનના કારણે ધર્મનો ભ્રશ થાય છે, જેથી ઉત્તરના ભવોમાં પણ અનર્થની પરંપરાની પ્રાપ્તિ થાય છે, વળી ઇચ્છા પ્રમાણે ધન પ્રાપ્ત ન થાય તો ચિત્તમાં ઉદ્વેગ રહે છે. આ સર્વ અનર્થો ધનથી પ્રાપ્ત થતા સુખને જોનારી તુચ્છ દૃષ્ટિવાળાને થાય છે, જ્યારે નિષ્પરિગ્રહી મુનિઓને વર્તમાનમાં આ સર્વ ઉપદ્રવો નથી, ચિત્તની સ્વસ્થતાજન્ય સુખ છે, આગામી ભવોમાં સુખની પરંપરા છે, તે સર્વને જોનારા મુનિઓને પ્રચુર ધનાદિની પ્રાપ્તિ થતી હોય તો પણ તેની કામના અભિલાષા થતી નથી. પણ અવતરણિકા : किञ्च प्रस्तुतव्रतविरोधी चायमित्याहઅવતરણિકાર્ય :વળી પ્રસ્તુત વ્રતનો વિરોધી આ=ધનનો અભિલાષ છે, એ પ્રમાણે કહે છે – ગાથા : दोससयमूलजालं, पुवरिसिविवज्जियं जई वंतं । ... अत्थं वहसि अणत्थं, कीस अणत्थं तवं चरसि ?।।५१।। ગાથાર્થ : જે વમન કરાયેલા સંયમ ગ્રહણ કરીને ત્યાગ કરાયેલા, સેંડો દોષોના મૂળનો સમૂહ પૂર્વ મુનિઓથી ત્યાગ કરાયેલા અનર્થવાળા અર્થને તું વહન કરે છે, તો નિરર્થક એવા તપને કેમ આયરે છે ? આપના ટીકા : अर्थं यदि वहसि किं तपश्चरसीति क्रिया । किम्भूतमर्थं ? दुष्यते आत्मा एभिरिति दोषा रागादयः प्राणिवधादयो वा, तेषां शतानि, तेषां मूलं कारणं चासौ जालं च मत्स्यबन्धजालवद् बन्धहेतुत्वाद्दोषशतमूलजालम् । यदि वा दोषशतानि तरोरिव मूलजालं यस्य स तथा तम् । अत एव पूर्वर्षिभिर्वैरस्वाम्यादिभिर्विशेषेण विवर्जितः परिहतः पूर्वर्षिविवर्जितस्तम् । पूर्वर्षिग्रहणं चेदानीन्तनाः कर्मकालादिदोषादर्थवहनप्रवणा भूयांसो दृश्यमाना अपि विवेकिना नालम्बनीकर्तव्या इति ज्ञापनार्थम् । यदि वान्तं प्रव्रज्याङ्गीकरणेन त्यक्तमर्थं हिरण्यादिकं वहसि धारयसि, किम्भू Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૫૧ तमर्थम् ? अनर्थं नरकपाताद्यनर्थहेतुत्वात्, ततो हे दुर्मते ! किमित्यनर्थं निष्प्रयोजनं तपोऽनशनादिरूपं चरस्यनुतिष्ठसि ? नेदं पौर्वापर्येण घटत इत्यभिप्रायः ।। ५१ ।। ટીકાર્ય ઃ अर्थं કૃમિપ્રાયઃ ।। અર્થને જો તું વહન કરે છે=ઇચ્છે છે, કેમ તપને આચરે છે ? અર્થાત્ તપ આચરવું જોઈએ નહિ, એ પ્રમાણે ક્રિયાનો સંબંધ છે. કેવા પ્રકારના અર્થને ઇચ્છે છે ? એથી કહે છે આમના વડે આત્મા દૂષિત થાય છે એ રાગાદિ દોષો છે અથવા પ્રાણિવધ આદિ દોષો છે, તેઓના દોષોના, સેંકડા તેઓનું મૂળ કારણ એવું આ=ધન, જાળ છે=માછલાના બંધની જાળ જેવું તે=ધન, બંધનું હેતુપણું હોવાથી દોષશતનું મૂળ જાળ છે અથવા વૃક્ષની જેમ સેંકડો દોષોનું મૂળ જાળ છે. જેને તે તેવું છે=જેમ વૃક્ષનું મૂળ જાળ જમીનમાં હોય છે, તેમ દોષશતનું મૂળ જાળ ધન છે. ..... ૧ આથી જ પૂર્વ ઋષિઓ વડે=વજસ્વામી આદિ વડે, વિશેષથી વર્જિત છે=ત્યાગ કરાયેલ છે=પૂર્વ ઋષિઓથી વર્જિત એવા ધનને તું ઇચ્છે છે, એમ અન્વય છે અને પૂર્વના ઋષિઓનું ગ્રહણ હમણાનાં કર્મ-કાલ આદિ દોષથી અર્થવહનમાં તત્પર એવા ઘણા દેખાતા પણ સાધુઓ, વિવેકીએ આલંબન કરવા યોગ્ય નથી, એ જ્ઞાપન માટે છે, જો વાન્ત=પ્રવ્રજ્યાના અંગીકાર દ્વારા ત્યક્ત એવા હિરણ્યાદિક અર્થને તું વહન કરે છે=ધારણ કરે છે, કેવા પ્રકારના અર્થને ? એથી કહે છે નરકપાતાદિ અનર્થનું હેતુપણું હોવાને કારણે અનર્થવાળા અર્થને તું ધારણ કરે છે, તેથી હે દુર્મતિ ! કયા કારણથી અનર્થ=નિષ્પ્રયોજન, અનશનાદિ તપને તું આચરે છે, આ પૂર્વપરથી અર્થને ધારણ કરવું અને તપ કરવું એ ઘટતું નથી, એ પ્રકારે અભિપ્રાય છે. ।।૫૧।। ભાવાર્થ ઃ તપસેવન દ્વારા નિર્મમ થઈને સર્વ કર્મોનો નાશ કરવો એ સાધુનું પ્રયોજન છે, તેથી જે સાધુએ સંયમ ગ્રહણ કર્યું છે તોપણ આત્મામાં તે પ્રકારનાં મોહ આપાદક કર્મો અને વર્તમાનનો વિષમકાલ વગેરે દોષોને કારણે તે સાધુઓ હજારો દોષોના મૂળ જાળરૂપ અર્થને વહન કરે છે અર્થાત્ સાક્ષાત્ પોતે નિષ્પરિગ્રહી છે, તેવો વેષ ધારણ કરે છે અને કોઈક આલંબનથી તે તે પ્રકારના પરિગ્રહને ધારણ કરે છે. જે પરિગ્રહ સેંકડો દોષોનું મૂળ જાળ છે અને પૂર્વ ઋષિઓએ જેનો ત્યાગ કર્યો છે, તેવા અનર્થની પરંપરાનું કારણ એવા અર્થને જે સાધુઓ ધારણ કરે છે, તેમનું સ્મરણ કરીને કહે છે કે અર્થને ધારણ કર્યા પછી જે તપની આચરણા છે તે નિષ્ફળ છે, છતાં તેવી નિષ્ફળ તપની આચરણા તું કેમ કરે છે અર્થાત્ તારે તપ, ત્યાગ આદિ કરવું જોઈએ નહિ, પરંતુ નિરર્થક એવા અર્થમાં લુબ્ધ થઈને આત્માનો વિનાશ જ કરવો ઉચિત છે, એ પ્રકારનો બોધ કરાવીને અર્થ પ્રત્યેના મમત્વને છોડવાનો ઉપદેશ આપે છે. પૂર્વના ઋષિઓથી વર્જિત કરાયેલો અર્થ છે, તેમ કહીને એ કહેવું છે કે વર્તમાનના વિષમકાલમાં કર્મના દોષથી ઘણા સાધુઓ બાહ્યથી ધનાદિનો ત્યાગ કરીને અન્ય નિમિત્તોનું અવલંબન કરીને ધનને Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-પ૧-પર વહન કરનારા દેખાય છે. તેવા સાધુઓનું અવલંબન વિવેકીએ લેવું જોઈએ નહિ, પરંતુ વિચારવું જોઈએ કે ગાથા-૫૦માં કહ્યા તેવા સર્વ અનર્થ અર્થથી પ્રાપ્ત થાય છે, માટે કોઈ પ્રકારના પરિગ્રહને ધારણ કર્યા વગર માત્ર સંયમની વૃદ્ધિ થાય તે પ્રકારે આત્માને અપરિગ્રહ ભાવનાથી ભાવિત કરીને તપને સેવવો જોઈએ, અન્યથા અનશન આદિ તપ પણ નરકપાતાદિથી રક્ષણ કરવા સમર્થ નથી. આપવા અવતરણિકા :किञ्च અવતરણિકાર્ય :વળી પરિગ્રહના દોષો બતાવે છે – ગાથા - वहबंधणमारणसेहणाओ काओ परिग्गहे नत्थि ?। तं जइ परिग्गहो च्चिय, जइधम्मो ता नणु पवंचो ।॥५२॥ ગાથાર્થ : વધ-બંધન-મારણ-સે નાકદર્થના, કયા દોષો પરિગ્રહમાં નથી ? તે કારણથી જે પરિગ્રહ કરાય છે, તો યતિધર્મ પ્રત્યંચ=વિડંબના જ છે એમ હું વિતર્ક કરું છું. પચા ટીકા - वधो यष्ट्यादिभिस्ताडनं, बन्धनं रज्ज्वादिभिः, मारणं प्राणच्यावनं, सेधना नानाकारा कदर्थना । वधश्च बन्धनं चेत्यादिद्वन्द्वः । ताः काः कथय त्वमेव याः परिग्रहे द्विपदादिसङ्ग्रहे न सन्ति न विद्यन्ते, सर्वा अपि सन्तीति भावः । तद्येवमपि स्थिते परिग्रहः क्रियते प्रतिपत्रयतिधर्मेरपीति गम्यते चियशब्दस्त्वेवकारार्थः, स च अवधारणार्थम्, उपरिष्टात् सम्भन्त्स्यते यतिधर्मः साधुधर्मस्ततः परिग्रहकरणात् ननु निश्चितं प्रपञ्च एव विडम्बनैव । यदि वा यतिधर्मस्ततो न परिग्रहसन्निधानेन निवर्तितत्वात्, तदभाव एवाहमेवं वितर्कयामीति ननुशब्दार्थः । किं तर्हि ? प्रपञ्च एव, वेषपरावर्तेन लोकमोषणमित्यर्थः ॥५२।। ટીકાર્ય : વળો .... લાકડી આદિથી તાડન, દોરડા આદિથી બાંધવું, મારણ=પ્રાણગ્યાવત, સેધતા=લાના પ્રકારની કદર્થના, વધ-બંધન ઈત્યાદિ દ્વન્દ સમાસ છે, તે કઈ કદર્થનાઓ? તું જ કહે જે દ્વિપદાદિ સંગ્રહરૂપ પરિગ્રહમાં વિદ્યમાન નથી=સર્વ પણ છે, એ પ્રકારનો ભાવ છે, તે Page #112 -------------------------------------------------------------------------- ________________ ૩ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-પર, ૫૩-૫૪ કારણથી જો આ રીતે પણ સ્થિત હોતે છતે પ્રતિપન્ન યતિધર્મવાળાઓ વડે પણ પરિગ્રહ કરાય છે, તેથી=પરિગ્રહકરણથી, યતિધર્મ=સાધુધર્મ, પ્રપંચ છે=વિડંબના છે, ગાથામાં વિર્ય શબ્દ વિકાર અર્થવાળો છે અને તે અવધારણ અર્થ આગળ સંબંધ કરાશે, પ્રપંચ જ છે, ત્યાં સંબંધ કરાશે અથવા તેનાથી=પરિગ્રહથી, જો યતિધર્મ નથી=પરિગ્રહના સંવિધાનથી નિવર્તિતપણું હોવાથી અર્થાત્ યતિધર્મ નાશ પામેલ હોવાથી તેનો અભાવ જ છે=યતિધર્મનો અભાવ જ છે, હું એ પ્રમાણે વિતર્ક કરું છું, એ નનુ શબ્દનો અર્થ છે, તો શું છે ? એથી કહે છે – પ્રપંચ જ છે=વેષતા પરાવર્તનથી લોકને ઠગવાની ક્રિયા છે. પરા. ભાવાર્થ : વળી પરિગ્રહના વધ-બંધન આદિ અનેક દોષો છે, છતાં તે પરિગ્રહને જો મહાત્મા ધારણ કરતા હોય તો યતિધર્મ પ્રપંચ છે, તેથી એ ફલિત થાય કે જે યતિઓ ધર્મના ઉપકરણથી અધિક ઉપાધિ આદિ કે અન્ય પ્રકારના પરિગ્રહો ધારણ કરે છે, તેઓને સાક્ષાત્ વધ-બંધ આદિની પ્રાપ્તિ થાય નહિ, તોપણ તે પરિગ્રહ, તે તે પ્રકારના નિમિત્તમાં વધ-બંધાદિનું કારણ થાય છે, તે પ્રત્યક્ષ છે અને તેવા પરિગ્રહને પોતે ધારણ કરે છે, તેથી તેઓનો સાધુભાવ વેશપરાવર્તન દ્વારા લોકને ઠગવાની ક્રિયારૂપ છે, તેથી સાધુએ ધર્મના ઉપકરણથી અધિક પરિગ્રહ રાખવો જોઈએ નહિ, એટલું જ નહિ, પણ ભક્તિવાળા શ્રાવકો પ્રત્યે આ મારા પ્રત્યે ભક્તિવાળા છે ઇત્યાદિ મમત્વ પણ ધારણ કરવું જોઈએ નહિ, અન્યથા તે સર્વ પરિગ્રહરૂપ થવાથી યતિધર્મનો વિનાશ પ્રાપ્ત થશે. આપણા અવતરણિકા : तदनेन बाह्यग्रन्थत्यागं प्रतिपाद्याऽधुनोपलक्षणत्वेन कुलाभिमानरूपान्तरग्रन्थत्यागार्थमिदमाहઅવતરણિકાર્ય : તે કારણથી આના દ્વારા=પૂર્વના કથન દ્વારા, બાહ્ય ગ્રંથના ત્યાગનું પ્રતિપાદન કરીએ=અંતરંગ ગ્રંથના કારણભૂત બાહ્ય ગ્રંથના ત્યાગનું પ્રતિપાદન કરીને, હવે ઉપલક્ષણપણું હોવાથી=બાહ્ય ગ્રંથના ત્યાગનું અંતરંગ ગ્રંથત્યાગ ઉપલક્ષણપણું હોવાથી, કુલ અભિમાનરૂપ અંતરંગ ગ્રંથના ત્યાગ માટે આને કહે છે – ગાથા : किं आसि नंदिसेणस्स, कुलं ? जं हरिकुलस्स विउलस्स । आसी पियामहो सु-चरिएण वसुदेवनामो त्ति ॥५३।। विज्जाहरीहिं सहरिसं, नरिंददुहियाहिं अहमहंतीहिं । जं पत्थिज्जइ तइया, वसुदेवो तं तवस्स फलं ।।५४।। Page #113 -------------------------------------------------------------------------- ________________ ८४ पहेशभाला भाग-१ / गाथा - 43-५४ गाथार्थ : નંદિષણનું શું કુળ હતું ? અર્થાત્ કોઈ કુળ ન હતું, જે કારણથી સુચરિત્રથી વિમળ એવા હરિકુળના વસુદેવ નામના પિતામહ થયા. ત્યારે અહમહમિકાવાળી રાજાની પુત્રીઓ વડે, વિધાધરીઓ વડે વસુદેવ જે સહર્ષ પ્રાર્થના राया ते तपनुं इ छे. -५४ ॥ टीडा : उक्तमेवेदं प्राक्मातङ्गबलर्षिकथानके, किं पुनरुच्यते इति चेन्न, उपदेशेषु पुनरुक्तताया अदोषत्वात्, उक्तं च सज्झायज्झाणतवओसहेसु उवएसथुइपयाणेसु । संतगुणकित्तणेसु य, न हुंति पुणरुत्तदोसाओ ।। १ ।। अथवा तत्रेहलोके कुलस्याऽप्राधान्यमुक्तं गुणानां पूज्यताद्वारेण । इह तु परलोकमधिकृत्येति न दोषः । एवमुत्तरत्राप्यपौनरुक्त्यं स्वधिया योज्यमिति । तत्र तावत्सुखबोधार्थं कथानकं कथ्यते, पश्चाद् गाथार्थः कथयिष्यते । नन्दिग्रामे चक्रचरधिग्वर्णदारकस्य नन्दिषेणनाम्नो अव्यक्तस्यैव मृतौ मातापितरौ स्थितो मातुलसमीपे । किमत्र कर्म मुधिकया करोषि ? किं वा न दारसङ्ग्रहं द्रव्योपार्जनद्वारेणेति विप्रतारितोऽसौ लोकैः । ततो निर्गन्तुकामः स्वसुतां ते दास्यामीति वदता विधृतो मातुलेन । यौवनस्था चोपस्थापिता सा तस्य तेन, तया च तं निरीक्ष्य तद्दौर्भाग्यवैरूप्याभ्यां जातवैमुख्यया पितरं प्रत्युक्तं यदि मामस्मै दास्यसि ततोऽहं मरिष्ये । ततो द्वितीयां दास्यामि, इयं तु नेच्छतीति सम्भाव्य धृतो निर्गच्छन्नसौ तेन । एवं सप्तभिस्तत्सुताभिर्मरणाभ्युपगमेनानिष्टस्य जातमस्य वैराग्यं, चिन्तितमनेन स्वपापतरुफलमिदं, तत् किं दारसङ्ग्रहेण ? करोमि तदुन्मूलने यत्नमिति सञ्चिन्त्याटता तेन दृष्टः कश्चिदाचार्यः, धर्मं श्रुत्वा प्रव्रजितस्तत्सकाशे । अभ्यस्तक्रियाकलापो गृहीतागमश्च पञ्चशतिकगच्छस्य गृहीताभिग्रहो वैयावृत्त्यं कर्तुमारब्धः । कुर्वतश्च सोत्साहं कृतकृत्यमात्मानं भावयतो गतो बहुः कालः । अन्यदा स्वःसभायां धन्यः कृतार्थो नन्दिषेणो यो देवैरपि न धर्माच्च्याव्यत इति श्लाघितः शक्रेण । तदश्रद्धानोऽवतीर्णः कश्चिद्देवः स्थित्वा साधूपाश्रयद्वारे स प्राह- अटव्यां ग्लानतपस्वी तिष्ठतीति । तदाकर्ण्य षष्ठपारणके गृहीतप्रथमकवलस्तं परित्यज्य सहसा निर्गतो नन्दिषेणः परिपृच्छ्य तं प्रदेशमवस्थां च प्रविष्टः पानकौषधाद्यर्थं गोचरे । देवविहितानेषणामदीनमनस्को Page #114 -------------------------------------------------------------------------- ________________ Gu:शभाला भाग-१ | गाथा-43-48 लाभान्तरायक्षयोपशमस्योत्कटतया निर्जित्य गृहीत्वैषणीयं पानकादिकं गतस्तं प्रदेशम् । दर्शितो देवेनाशुचिबीभत्सो धिग्दुर्मुण्ड ! स्वोदरभरणक्षणिक ! इत्यादिकर्कशवचनैरारट्यमानो ग्लानसाधुः । ततो बत मयाऽधन्येनाऽस्य महामुनेर्मनःखेदः सम्पादितः, कथं चायं प्रगुणो भविष्यतीति चिन्तयता तेन क्षालितस्तद्देहः । धीरो भव, करोमि नीरुजं भवन्तम्, आगच्छोपाश्रयमिति समाश्वासितो मधुरवचनैनन्दिषेणेन स प्राह-'आः पाप ! न जानीषे मेऽवस्थां, न शक्नोम्यहं पदमपि गन्तुम् । ततः समारोप्य स्वपृष्ठदेशे तमितरो गन्तुमारब्धः । देवोऽपि मुञ्चति दुर्गन्ध्यशुच्यादीनि, 'धिग् दुरात्मन् ! वेगविघातं करोषि !' इत्यादिभिः शपते च कटुकवाक्यैः । इतरोऽपि प्रवर्धमानतीव्रतरशुभपरिणामः कथमयं महात्मा स्वस्थः स्यादिति चिन्तयन् मिथ्यादुष्कृतमिदानीं शोभनं नयामीति वदन् गच्छति स्म । ततो देवस्तच्चरितावर्जितमानसः स्थाने शक्रस्य पक्षपात इति सञ्चिन्त्य मायां संहत्य प्रकटितदिव्यरूपः पतितः पादयोनिवेद्य वृत्तान्तमाह च-किं मया कर्तव्यं ? मुनिराह-यथाशक्ति धर्मोद्यम इति । गतोऽसौ स्वस्थानम् । मुनिश्च पृच्छतां साधूनां कथितवान् यथावृत्तम् । पश्चादवसानकाले स्मृतगृहस्थावस्थादौर्भाग्येण मनुष्यभवेऽहं सुभगो भूयासमिति कृतमिति तेन निदानम् । गतो दिवम्, ततश्च्युत्वा जातो दशमदशारो वसुदेवनामा । प्राप्तयौवनेन च तेन भ्रमता कृता हृतहृदयाः पुरसुन्दर्यः स्वगृहकर्मापि त्यक्तवत्यः । ततो नागरिकविज्ञप्तसमुद्रविजयोपरोधानिर्गतेन देशकालिकया पर्यटता वसुधाम् । रूपातिशयाक्षिप्तमनोभिः सर्वलोकैरपरापरस्थानेषु नीयमानेन परिणीता बहुसहस्रसंख्या विद्याधरनरपतिवरकन्यकाः, प्राप्तो वैषयिकसुखातिरेकः । पश्चान्मिलितेन बन्धुभिः समुत्पनेऽर्धचक्रवर्तिनि कृष्णे सुतोत्तमे, जातेषु प्रद्युम्नादिषु तद्वरतनयेषु लब्ध हरिवंशपितामहत्वमिति ।। अधुना गाथार्थः कथ्यते-किमासीनन्दिषेणस्य कुलम् ? उच्छिन्नत्वाद्धिग्जातीयत्वाद्वा न किञ्चिदित्यर्थः तथापि यद्यस्मादसौ हरिकुलस्य विमलस्य निष्कलङ्कस्य विपुलस्य वा विस्तीर्णस्य सुचरितेन सदनुष्ठानेन हेतुभूतेन पितामहो वसुदेवनामासीदिति । तस्मात्तदेव सुचरितं प्रधानमिति गम्यते । तथा विद्याधरीभिरम्बरचारिणीभिः सहर्षं सतोषं नरेन्द्रदुहितृभिर्नरपतिसुताभिश्चेत्यर्थः, यत्प्रार्थ्यतेऽभिलष्यते तदा तस्मिन् काले वसुदेवः, तत्तपसः प्राग्भवविहितस्य वैयावृत्त्यादेः फलं ज्ञेयं, तज्जनितपुण्यशेषसम्पाद्यत्वात्तस्य । किं भूताभिः प्रार्थ्यते ?, अथ स्वगृहनिर्गमनादनन्तरं महतीभिः प्रधानाभिः, अथवा 'अहमहंतीहिं त्ति' प्राकृतशैल्या अहमहमिकया परस्परस्पर्धयान्योद्दालनेनेत्यर्थः ।।५३-५४।। Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ટીકાર્ય : - उक्तमेवेदं ત્યર્થઃ ।। આ પૂર્વમાં માતંગ બલ ઋષિના કથાનકમાં કહેવાયું છે=ગાથા-૪૪માં હરિકેશબલ ઋષિના કથાનકમાં નંદિષણની જેમ નીચ કુળવાળા હતા તે કથન કરાયું છે, કેમ ફરી તે કહેવાય છે ? એથી કહે છે ઉપદેશમાં પુનરુક્તતાનું અદોષપણું છે અને કહેવાયું છે . સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધીઓમાં, ઉપદેશમાં, સ્તુતિપ્રદાનમાં અને સંતગુણકીર્તનમાં પુનરુક્તદોષ નથી. અથવા ત્યાં=ગાથા-૪૪માં, ઇહલોકમાં ગુણોની પૂજ્યતા દ્વારા કુલનું અપ્રાધાન્ય કહેવાયું, વળી અહીં પરલોકને આશ્રયીને કુલનું અપ્રાધાન્ય અપુનરુક્તિપણું પોતાની બુદ્ધિથી યોજવું. ત્યાં સુખપૂર્વક અવબોધ કરાવવા માટે કથાનક કહેવાય છે, પાછળથી ગાથાર્થ કહેવાશે. ..... ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૫૩-૫૪ – - નંદિગામમાં અણસમજવાળા જ નંદિષેણ નામના ભિક્ષુક બ્રાહ્મણ પુત્રનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં, મામાની પાસે રહ્યો, ‘મુધિકપણાથી અહીં તું શું કાર્ય કરે છે ? અથવા શું દ્રવ્ય ઉપાર્જન દ્વારથી સ્ત્રીઓનું સંગ્રહણ નથી’ એ પ્રમાણે આ બાળક લોકો વડે તિરસ્કારાયો, તેથી જવાની ઇચ્છાવાળો, ‘પોતાની પુત્રી તને આપીશ,' એ પ્રમાણે બોલતા મામા વડે ધારણ કરાયો. યૌવનમાં રહેલી તેણી તેની પાસે સ્થાપન કરાઈ અને તેણી વડે તેને જોઈને તેનું દૌર્ભાગ્ય અને વિરૂપપણાથી થયેલા વિમુખપણાથી પિતા પ્રત્યે કહેવાયું, ‘જો મને આને આપશો તો હું મરીશ,' તેથી બીજીને આપીશ, આ તો ઇચ્છતી નથી, એ પ્રમાણે સંભાવના કરીને જતો એવો આ તેના વડે ધારણ કરાયો, આ પ્રમાણે તેની સાત પુત્રીઓ વડે મરણના સ્વીકાર વડે નહિ ઇચ્છાયેલા એવા આને વૈરાગ્ય થયો, પોતાના પાપવૃક્ષનું ફળ આ આના વડે વિચારાયું, તેથી સ્ત્રીઓને ભેગા કરવા વડે શું ? તેને ઉખેડવામાં=પાપવૃક્ષને ઉખેડવામાં યત્ન કરું, એ પ્રમાણે વિચારીને ભટકતા એવા તેના વડે કોઈક આચાર્ય જોવાયા, ધર્મ સાંભળીને તેની પાસે દીક્ષા લીધી, અભ્યાસ કરાયો છે ક્રિયાકલાપ જેના વડે એવો તે ગ્રહણ કરાયેલા આગમવાળો પાંચશોવાળા ગચ્છની વૈયાવચ્ચનો ગ્રહણ કરાયો છે અભિગ્રહ જેના વડે એવા તેણે વૈયાવચ્ચ કરવાનો આરંભ કર્યો અને ઉત્સાહ સહિત આત્માને કૃતકૃત્ય કરતા અને ભાવન કરતાને ઘણો કાળ ગયો. એકવાર પોતાની સભામાં ‘કૃતાર્થ એવો નંદિષણ ધન્ય છે, જે દેવો વડે પણ ધર્મથી ચ્યવન પામે તેમ નથી’ એ પ્રમાણે ઇન્દ્ર વડે પ્રશંસા કરાયો, તેથી અશ્રદ્ધા કરતો કોઈક દેવ ઊતર્યો, સાધુના ઉપાશ્રયના દ્વારમાં રહીને તે કહે છે જંગલમાં ગ્લાન તપસ્વી મુનિ રહેલા છે, તેને સાંભળીને છઠ્ઠના પારણામાં ગ્રહણ કરાયો છે પ્રથમ કોળિયો જેના વડે એવો નંદિણ તેને છોડીને એકદમ નીકળ્યો, તે પ્રદેશને અને અવસ્થાને પૂછીને=મુનિની અવસ્થાને પૂછીને પાણી અને ઔષધિ માટે ગોચરમાં પ્રવેશ્યો, દેવથી કરાયેલી અનેષણામાં અદીન મનવાળો લાભાંતરાયના ક્ષયોપશમના ઉત્કટપણાથી લાભાંતરાયને જીતીને નિર્દોષ પાણી આદિને મેળવીને તે પ્રદેશમાં ગયો, દેવ વડે અશુચિથી બીભત્સ મુનિ દેખાડાયા, ધિક્કાર છે દુર્મુડ ઉદરભરણને જોનારો ઇત્યાદિ કર્કશ વચનો વડે ગ્લાન મુનિ બોલવા લાગ્યા. ત્યારપછી અધન્ય એવા મારા વડે આ મહામુનિના મનને ખેદ પમાડાયો અને કઈ રીતે નીરોગી થશે ? એ પ્રમાણે ચિંતવતા તેના વડે તેનો દેહ સાફ કરાયો. ધીરા થાઓ, ઉપાશ્રયે જઈને તમને નીરોગી કરું, એ પ્રમાણે મધુર વચનોથી નંદિષણ વડે આશ્વાસન અપાયા, તે કહે છે – ઞઃ પાપી ! મારી અવસ્થાને તું જાણતો નથી, Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૭ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-પ૩-૧૪ પગલું પણ ચાલવાને માટે હું સમર્થ નથી, તેથી તેને પોતાની પીઠ ઉપર બેસાડીને બીજાએ નંદિષણે, જવાને માટે આરંભ કર્યો, દેવ પણ દુર્ગધી અશુચિ આદિને છોડે છે, તે દુરાત્મન ! ધિક્કાર છે – તું વેગવિઘાતને કરે છે=બરાબર ચાલતો નથી, ઇત્યાદિ કડવાં વાક્યો વડે ઠપકો આપે છે, બીજો પણ=નંદિષેણ પણ, વધતા તીવતર શુભ પરિણામવાળો કેવી રીતે આ મહાત્મા સ્વસ્થ થાય” એ પ્રમાણે ચિતવતો મિથ્યા દુષ્કત આપે છે, હવે સારી રીતે લઈ જાઉં છું, એ પ્રમાણે બોલતો જાય છે, ત્યારપછી તેના ચરિત્રથી આવર્જિત માનસવાળો દેવ શક્રનો પક્ષપાત સ્થાનમાં છે. એ પ્રમાણે વિચારીને માયાને સંકેલીને પ્રગટ કરાયેલા દિવ્ય રૂપવાળો પગમાં પડ્યો અને વૃત્તાંતને નિવેદન કરીને કહે છે – મારે શું કરવું જોઈએ? મુનિ નંદિપેણ કહે છે – યથાશક્તિ ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ, આ=દેવ સ્વસ્થાને ગયો અને મુનિ સ્વસ્થાને ગયા, પૂછતા એવા સાધુઓને યથાવૃત્ત=જેવું બન્યું તેવું, કહેવાયું. પાછળથી અવસાનકાળમાં=મરણકાળમાં, સ્મરણ કરાયેલી ગૃહસ્થ અવસ્થાના દોર્ભાગ્યથી મનુષ્યભવમાં હું સૌભાગ્યવાળો થાઉં, એ પ્રમાણે આના વડે નિયાણું કરાયું, સ્વર્ગમાં ગયો, ત્યાંથી ચ્યવીને વસુદેવ નામે દશમો દશાર્ણ થયો, પ્રાપ્ત યૌવનવાળા અને ભમતા એવા તેના વડે હરણ કરાયેલા હૃદયવાળી નગરની સુંદરીઓએ પોતાનાં ગૃહકાર્યો પણ ત્યાગ કર્યા, તેથી નગર લોકોની વિજ્ઞપ્તિથી સમુદ્રવિજયના આદેશથી દેશચર્યા નિમિત્તે નીકળેલા પૃથ્વી ઉપર ભમતા રૂપના અતિશયથી આક્ષિપ્ત મનવાળા વડે અપર અપર સ્થાનોમાં લઈ જવાતા તેના વડે હજારોની સંખ્યામાં વિદ્યાધરોની અને રાજાઓની શ્રેષ્ઠ કન્યાઓ પરણાઈ, વિષય-સુખનો અતિરેક પ્રાપ્ત કરાયો, બંધુઓ વડે પાછળથી મળવાથી, અર્ધ ચક્રવર્તી વસુદેવ, પુત્રોત્તમ કૃષ્ણ ઉત્પન્ન થયે છતે, પ્રદ્યુમ્ન આદિ તેના કૃષ્ણના, શ્રેષ્ઠ પુત્રો ઉત્પન્ન થયે છતે હરિવંશનું પિતામહપણું પ્રાપ્ત કરાયું. હવે ગાથાર્થ કહેવાય છે – શું નંદિષણનું કુળ હતું ? ઉચ્છિવાપણું હોવાથી અને ધિક્ઝાતિપણું હોવાથી કાંઈ ન હતું તેમનાં માતા-પિતા સ્વજન વગેરે સર્વ મૃત્યુ પામેલાં અને હલકા કુળમાં જન્મેલાં માટે કોઈ કુળ ન હતું, તોપણ આ=«દિષેણ મુનિ જે કારણથી સુચરિતથી=હેતુભૂત એવા સદનુષ્ઠાનથી, વિમલ=નિષ્કલંક, વિપુલ=વિસ્તીર્ણ એવા, હરિકુળના વસુદેવ નામના પિતામહ થયા હતા, તે કારણથી તે જ સુચરિત્ર પ્રધાન છે એ પ્રમાણે જણાય છે. અને વિદ્યાધરીઓ વડે=આકાશમાં ચરનારી વિદ્યાધરીઓ વડે અને રાજાની પુત્રીઓ વડે જે તે કાળમાં વસુદેવ સહર્ષ પ્રાર્થના કરાય છે, તે પૂર્વભવમાં કરાયેલા વેયાવચ્ચ આદિ તપનું ફળ=કાર્ય જાણવું; કેમ કે તેનું ઉત્તમ કુળની પ્રાપ્તિનું, તેનાથી જનિત તપથી જનિત પુણ્યશેષથી, સંપાદ્યપણું છે, કેવા પ્રકારની રાજપુત્રીઓ વડે પ્રાર્થના કરાય છે ? સ્વગૃહ નિર્ગમનથી અનંતર પ્રધાન એવી રાજપુત્રીઓ વડે અથવા અહમમિકાથી પરસ્પર સ્પર્ધા વડે અન્યોન્ય ઉદ્દાલનથી પ્રાર્થના કરાય છે. li૫૩-૫૪. ભાવાર્થ :પૂર્વમાં ગાથા-૪૪માં કુળની પૂજ્યતા નથી, પરંતુ ગુણની પૂજ્યતા છે. તે બતાવવા માટે હીનકુળમાં Page #117 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૫૩-૫૪, પંપ જન્મેલા હોવા છતાં હરિકેશ બલમુનિ નિઃસ્પૃહ ચિત્તને કારણે દેવતાથી પણ પૂજાતા હતા, તેથી જગપૂજ્યતાનું બીજ અંતરંગ ગુણસંપત્તિ છે. હવે કલ્યાણના અર્થીએ અંતરંગ પરિગ્રહના ત્યાગરૂપે કુળનું અભિમાન કરવું જોઈએ નહિ, જેમ વીર ભગવાનને મરીચિના ભવમાં કુળનો મદ થયો તે અંતરંગ પરિગ્રહરૂપ હોવાથી અનર્થનું કારણ બન્યો તેથી સાધુને નિગ્રંથ થવાને અનુકૂળ ઉપદેશ આપતાં કહે છે – નંદિષેણ મુનિ હલકા કુળમાં જન્મેલા, વળી તેઓનું કુળ નાશ પામેલું, તેથી સંસારમાં તદ્દન અશરણ રૂપાહીન અને તિરસ્કારને પાત્ર હતા, તોપણ સંયમ ગ્રહણ કરીને નિર્લેપ ચિત્તને પ્રગટ કર્યું અને અત્યંત નિર્લેપભાવથી વેયાવચ્ચ કરીને તે મહાત્માએ તેવું શ્રેષ્ઠ કુળ પ્રાપ્ત કર્યું. જ્યાં કેટલાક પુત્રોના પિતામહ થયા, વળી તેમનું કુળ પણ અત્યંત નિર્મળ અને સુખ્યાતિવાળું હતું અને વસુદેવના ભવમાં વિદ્યાધરીઓ વડે અને રાજપુત્રીઓ વડે સહર્ષ પ્રાર્થિત થયા, તે સર્વનું મૂળ બીજ તેઓએ કરેલો સંયમનો ઉદ્યમ છે, માટે કલ્યાણના અર્થી સાધુએ અંતરંગ ગ્રંથરૂપ કુળના અભિમાનનો ત્યાગ કરવો જોઈએ, અન્યથા જન્મજન્માંતરમાં હીન કુલાદિની પ્રાપ્તિ દ્વારા અનેક વિડંબનાની પ્રાપ્તિ થશે. આનાથી એ ફલિત થાય કે જીવને સ્વાભાવિક પોતાને જે ઉત્તમ કુળ આદિની પ્રાપ્તિ થઈ હોય તે સાક્ષાત્ વચનરૂપે કહે નહિ તોપણ વિશેષથી આત્માને ભાવિત કરે નહિ તો પોતે ઉત્તમ કુળમાં જન્મ્યો છે, ઉત્તમ સંપત્તિવાળો હતો, ઇત્યાદિ અંતરંગ પરિગ્રહનો પરિણામ સંયમજીવનમાં પણ ચિત્તવૃત્તિમાં વર્તે છે, તેથી પ્રસંગે પ્રસંગે તેને અનુરૂપ જ વચનપ્રયોગો પણ થાય છે, આથી સુસાધુઓ પ્રસ્તુત ગાથામાં બતાવ્યું એવા કુલાભિમાનના સ્વરૂપને ભાવન કરીને નંદિષેણ મુનિની જેમ નિઃસ્પૃહ ચિત્ત પ્રગટ કરવા યત્ન કરે છે, જેથી ભાવથી નિગ્રંથતાની પ્રાપ્તિ થાય. પ૩-પ૪ના અવતરણિકા - स्यात् किमिति नन्दिषेणेन देवे शपमाने क्षमा कृतेत्युच्यते मोक्षाङ्गत्वात्तस्याः कथमित्यत्र दृष्टान्तमभिधित्सुराहઅવતરણિકાર્ય : આ પ્રમાણે થાય – કયા કારણથી દેવે ગાળો આપ્યું છતે નંદિષેણ ઋષિ વડે ક્ષમા કરાઈ? ઉત્તર અપાય છે – તેનું ક્ષમાનું, મોક્ષાંગપણું હોવાથી. કેવી રીતે ક્ષમાનું મોક્ષગપણું છે ? એ પ્રકારની શંકામાં દાંતને કહેવાની ઈચ્છાવાળા કહે છે – ગાથા : सपरक्कमराउलवाइएण सीसे पलीविए नियए । गयसुकुमालेण खमा, तहा कया जह सिवं पत्तो ।।५५।। Page #118 -------------------------------------------------------------------------- ________________ महेशभाला भाग - १ / गाथा - पप गाथार्थ : પરાક્રમવાળા અને રાજકુલના વાયુથી જનિત ઉત્કર્ષવાળા ગજસુકુમાર વડે પોતાનું મસ્તક પ્રજ્વલિત કરાયે છતે તે પ્રકારે ક્ષમા કરાઈ, જે પ્રકારે મોક્ષને પામ્યા. ૫૫ GG टीडा : पराक्रमः परनिराकरणोत्साहः, सह पराक्रमेण वर्तते इति सपराक्रमं तच्च तद्राजकुलं च तस्य वातस्तज्जनित उत्कर्षः, स विद्यते यस्याऽसौ सपराक्रमराजकुलवातिकः, यद्वा सपराक्रम इति तस्यैव विशेषणम्, सपराक्रमश्चासौ राजकुलवातिकश्चेति समासः, तेन शिरसि मस्तके प्रदीपिते प्रज्वालिते निजके स्वीये गजसुकुमारेण क्षमा क्षान्तिस्तथा तेन निष्प्रकम्पताप्रकारेण कृता विहिता उपसर्गकारिणिगोचरा इति गम्यते, यथा शिवं मोक्षं प्राप्त इति गाथाक्षरार्थः । भावार्थः कथानकादवसेयस्तच्चेदम् द्वारवत्यां कृष्णस्य मातुर्देवक्या निजतनयपीयमानस्तनीं काञ्चिन्नारीं उपलभ्य सञ्जातमौत्सुक्यं, यदुत धन्यास्ताः एव प्रमदा यासां दुग्धलुब्धमुग्धस्मेरमुखैर्वल्गच्छिरोधरैस्तनयैः स्तनौ पीयते, मम पुनर्मन्दभाग्याया नैतत्सम्पन्नमिति सविषादा च दृष्टा कृष्णेन, स प्रणिपत्याह- अम्ब ! किमेतत् ? ततः कथितं तया निजाकूतम् । पूरयामि ते मनोरथानित्यभिधायाराधितस्तेन देवः । देवः प्राहभविष्यति तनयो दिवश्च्युतः, केवलं जन्मान्तराभ्यस्तकुशलकर्मत्वान्न चिरं गृहे स्थास्यतीति । तदाकर्ण्य कथितं कृष्णेन देवक्याः प्रतिपन्नम् तया । ततो गजस्वप्नसूचित आविर्भूतो गर्भः, जातः क्रमेण दारकः, प्रतिष्ठितं नाम गजसुकुमार इति । प्राप्तो यौवनमुद्वाहितः सोमिलब्राह्मणसुतां माता- पितृभ्यां स पुनरिन्द्रजालमिव जगदसारं मन्यमानो विडम्बनाप्रायं वैषयिकं सुखं चिन्तयन् कारागृहमिव गृहं तदनुरोधात् तावन्तं कालमधिवसति स्म । पश्चान्निवेद्य स्वाभिप्रायं तयोः सम्भाव्य च नानोपायैः विमुक्तस्ताभ्यां कृष्णेन च भगवदरिष्टनेमिपादमूले निष्क्रान्तोऽभ्यस्तद्विविधशिक्षोऽन्यदा द्वारवत्यामेव स्मशाने स्थितः कायोत्सर्गेण कथञ्चित्तद्देशमागतेन दृष्टः सोमिलेन । मद्दुहितरं परिणीय त्यक्तवानयं दुष्टात्मेति समुल्लसितोऽस्य क्रोधः । ततः कृत्वा मृत्तिकया शिरसो वेष्टनं, प्रक्षिप्य तत्र ज्वलिताङ्गारानपक्रान्तोऽसौ । इतरस्यापि ‘अहो ! मन्निमित्तमयं वराकः कश्चित्प्रपतिष्यति घोरे नरके' इति भावनासमीरणसन्धुक्षिते ज्वलति ज्वलने तत्सहाय इव प्रबुद्धः शुक्लध्यानज्वलनः, दग्धं इतरेण शरीरमिव घातिकर्मचतुष्टयं, समुत्पन्नं केवलज्ञानम्, अध्यासिता शैलेशी, समाप्तमायुष्कं सम्प्राप्तः परमपदमिति । द्वितीयदिने समागतो विष्णुर्भगवद्वन्दनार्थं, वन्दितः सह मुनिभिर्भगवान् । पश्चात् क्व गजसुकुमार इति तस्य वदतो Page #119 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૫૫ भगवतोक्तं साधितं तेन स्वकार्यम् । विष्णुराह - कथं ? ततः कथितो भगवता तद्वृत्तान्तः, विष्णुराह - केनेदमनुष्ठितं ? भगवान् आह - 'यस्य त्वां दृष्ट्वा शिरो विदलिष्यति, ' प्रविशता दृष्टो भयेन प्रपलायमानः सोमिलः । कृष्णदर्शनादाविर्भवद्भयोत्कर्षस्य दीर्णं तस्य मस्तकमिति ।। ५५ ।। ટીકાર્થ ઃ ૧૦૦ પરાક્રમઃ ..... મસ્તમિતિ ।। પરના નિરાકરણમાં ઉત્સાહ તે પરાક્રમ છે, આથી જ પરાક્રમશીલ રાજા શત્રુના નિરાસ માટે ઉત્સાહવાળા હોય છે, પરાક્રમ સહિત વર્તે તે સપરાક્રમ અને તે=પરાક્રમવાળું એવું તે રાજકુળ કૃષ્ણનું રાજકુળ, તેની જે વાત=રાજાઓમાં વર્તતી પરાક્રમ કરવાની વાત, તેનાથી જનિત ઉત્કર્ષ, તે વિદ્યમાન છે જેને એ સપરાક્રમ રાજકુલવાતિક છે અથવા સપરાક્રમ એ પ્રકારે તેનું જ વિશેષણ છે=રાજકુળનું વિશેષણ છે=પરાક્રમવાળો એવો આ રાજકુળવાતિક સપરાક્રમ રાજકુલવાતિક છે, એ પ્રમાણે સમાસ છે, તેના વડે=ગજસુકુમાર વડે પોતાના મસ્તક ઉપર પ્રજ્વલિત કરાયે છતે તે પ્રકારે=નિપ્રકંપતા પ્રકારે, ક્ષમા કરાઈ=ઉપસર્ગ કરનારના વિષયવાળી ક્ષમા કરાઈ, જે પ્રકારે મોક્ષને પામ્યા, એ પ્રમાણે ગાથાના અક્ષરોનો અર્થ છે, ભાવાર્થ કથાનકથી જાણવો અને તે આ · - દ્વારવતીમાં કૃષ્ણની માતા દેવકીને પોતાના પુત્રથી પિવાતા સ્તનવાળી એવી કોઈક નારીને જોઈને ઓક્ય થયું, જે તે સ્ત્રીઓ ધન્ય છે, જેણીઓના પુષ્ટ સ્તન દૂધમાં લુબ્ધ મુગ્ધ પહોળા મુખવાળા ઉછળતા શિરથી ધારણ કરાયેલા પોતાના પુત્રો વડે પિવાય છે. વળી દુર્ભાગ્યવાળી એવી મને આ પ્રાપ્ત ન થયું અને વિષાદવાળી કૃષ્ણ વડે જોવાઈ, તે નમસ્કાર કરીને કહે છે — હે માતા ! આ શું ? તેથી તેણી વડે પોતાનો વિચાર જણાવાયો. તારા મનોરથોને પૂરું છું, એ પ્રમાણે કહીને તેના વડે દેવ આરાધાયો, તેદેવ, કહે છે – દેવલોકથી ચ્યવેલો પુત્ર થશે, ફક્ત જન્માંતરથી અભ્યાસ કરાયેલ કુશલકર્મપણું હોવાથી ઘરમાં દીર્ઘકાળ રહેશે નહિ, તેને સાંભળીને કૃષ્ણ વડે દેવકીને કહેવાયું, આણી વડે સ્વીકારાયું. ત્યારપછી ગજના સ્વપ્નથી સૂચન કરાયેલો ગર્ભ રહ્યો, ક્રમ વડે બાળક થયો, ગજસુકુમાર એ પ્રમાણે નામ સ્થાપન કરાયું, યૌવનને પામેલો માતા-પિતા વડે સોમિલ બ્રાહ્મણની પુત્રી સાથે પરણાવાયો, તે વળી જગતને ઇન્દ્રજાળ જેવું અસાર જોતો વૈયિક સુખને વિડંબનાપ્રાયઃ માનતો, ઘરને કારાગૃહ જેવું જોતો, તેમના આગ્રહથી તેટલો કાળ રહ્યો, પછીથી તે બન્નેને=માતાપિતાને, પોતાનો અભિપ્રાય નિવેદન કરીને અને કૃષ્ણ વડે જુદા જુદા ઉપાયોથી સમજાવીને તે બન્નેથી મુકાવાયો અને ભગવાન અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. અભ્યાસ કરાયો છે દ્વિવિધ શિક્ષાનો જેના વડે એવો તે દ્વારવતીમાં જ સ્મશાનમાં કાયોત્સર્ગ વડે રહ્યો. કોઈક રીતે તે દેશમાં આવેલા સોમિલ વડે જોવાયો, મારી પુત્રીને પરણીને ત્યાગ કરી તે આ દુષ્ટાત્મા છે, એથી આને ક્રોધ ઉલ્લસિત થયો, તેથી માટી વડે મસ્તકને વેષ્ટન કરીનેપાઘડી બાંધીને, સળગતા અંગારાને નાંખીને આ ચાલ્યો ગયો. બીજાને પણ=ગજસુકુમારને પણ, ‘અહો ! મારા નિમિત્તે આ બિચારો કોઈક ઘોર નરકમાં પડશે.' એ પ્રમાણે ભાવનારૂપી પવનને ફેલાવનારો અગ્નિ સળગતે છતે જાણે તેની સહાયવાળો શુક્લધ્યાનનો અગ્નિ વૃદ્ધિ પામ્યો. ઇતર વડે=ગજસુકુમાર વડે, Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-પપ-૫૬ શરીરની જેમ ઘાતિકર્મચતુષ્ટય બાળી નંખાયું, કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, શૈલેશીકરણ કરાયું આયુષ્ય સમાપ્ત થયું, પરમપદ પ્રાપ્ત કરાયું, બીજા દિવસે ભગવાનને વંદન કરવા માટે વિષ્ણુ-કૃષ્ણ, આવ્યા. મુનિઓ સાથે ભગવાન વંદયા, ગજસુકુમાર ક્યાં ? એ પ્રમાણે બોલતા તેને ભગવાન વડે કહેવાયું – તેના વડે સ્વકાર્ય સધાયું. વિષ્ણુ કહે છે – કેવી રીતે ?તેથી ભગવાન વડે તેનો વૃત્તાંત કહેવાયો. વિષ્ણુ કહે છે – કોના વડે આ આચરણ કરાયું ? ભગવાન કહે છે – “તને જોઈને જેનું મસ્તક ફૂટી જશે અને પ્રવેશતા એવા તેના વડે ભયથી નાસતો સોમિલ જોવાયો. કૃષ્ણના દર્શનથી પ્રગટેલા ભયના ઉત્કર્ષવાળા એવા તેનું મસ્તક ફૂટી ગયું. પપ ભાવાર્થ : વિચારકને પ્રશ્ન થાય કે દેવ પરીક્ષા કરવા આવે છે ત્યારે ગમે તે પ્રકારે આક્રોશવાળાં વચનો નંદિષણ મુનિને કહે છે, છતાં નંદિષણ મુનિ કુપિત થયા વગર ક્ષમાની પરિણતિપૂર્વક ઉચિત વૈયાવચ્ચ કેમ કરે ? સામાન્યથી વેયાવચ્ચ કરવા તત્પર થયેલા મહાત્માને કોઈ મહાત્મા ગમે તેવા શબ્દોથી કહે તો તે મહાત્માને વેયાવચ્ચના ઉત્સાહનો ભંગ થાય છે, તેના બદલે નંદિષેણ મુનિએ કુપિત થયા વગર ક્ષમા કેમ ધારણ કરી ? તેથી તે ક્ષમા મોક્ષનું અંગ છે, તે દૃષ્ટાંતથી બતાવવા માટે કહે છે – જે રાજકુળનો વાયુ છે કે શત્રુનો નાશ કરવા પ્રયત્ન કરવો તેવા રાજકુળમાં ઉત્પન્ન થયેલા ગજસુકુમાર તેવા ઉત્કર્ષવાળા હતા, તેંથી અંતરંગ શત્રુને નાશ કરવા માટે તત્પર વૃત્તિવાળા હતા, આથી તેમના મસ્તક ઉપર અગ્નિ પ્રજવલિત થવા છતાં પણ તે પ્રકારે નિષ્પકંપતાપૂર્વક ક્ષમાના પરિણામને ધારણ કર્યો કે જેથી અંતરંગ શત્રુઓ નાશ પામ્યા અને મોક્ષની પ્રાપ્તિ થઈ, માટે મોક્ષના અર્થી મુનિએ નંદિષણ મુનિ અને ગજસુકુમારનું દૃષ્ટાંત ગ્રહણ કરીને ક્ષમામાં જ યત્ન કરવો જોઈએ. પપા અવતરણિકા : एवमन्यैरपि साधुभिः क्षमा कर्तव्येत्युपनयः । तथा चाहઅવતરણિકાર્ચ - આ રીતે અન્ય પણ સાધુઓએ ક્ષમા કરવી જોઈએ. એ પ્રકારે ઉપાય છે અને તેને કહે ગાથા - रायकुलेसु वि जाया, भीया जरमरणगब्भवसहीणं । સીદૂ સતિ સä, નીયાળ વિ પેસપેસાઈi Tદ્દા ગાથાર્થ : રાજકુળમાં પણ થયેલા જરા-મરણ-ગર્ભવાસથી ભય પામેલા સાધુઓ પ્રેષ્યDષ્ય એવા નીચ પુરુષોના પણ સર્વને સહન કરે છે. આપણા Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઉપદેશમાલા ભાગ-૧ / ગાથા-પ૬, ૫૭-૫૮ ટીકા : राजकुलान्युग्रादीनि तेष्वपि, आसतामन्येषु, जाता उत्पन्नाः साधवः सर्वं सहन्त इति योगः, किम्भूताः सन्तः ?, जरा वयोहानिः, मरणं प्राणत्यागः, गर्भवसतिर्जननीजठरे वसनं, जरा च मरणं चेत्यादि द्वन्द्वः, ताभ्यो भीतास्त्रस्ताः, पञ्चम्यर्थे षष्ठी प्राकृतत्वात्, किं ? सहन्ते नीचानामपि निन्द्यजातीनामपि, तेऽपि प्राप्तर्द्धयः पूज्याः स्युरित्यत आह-प्रेष्याणामपि परकर्मकृतां ये प्रेष्यास्ते प्रेष्यप्रेष्यास्तेषां सम्बन्धि दुर्वचनताडनादिकमिति गम्यते ॥५६॥ ટીકાર્ય : રાનકુનાલીનિ . જયતે | ઉગ્રાદિ રાજકુળો, તેઓમાં પણ ઉત્પન્ન થયેલા અન્ય કુળોમાં દૂર રહો, રાજકુળમાં ઉત્પન્ન થયેલા સાધુઓ સર્વને સહન કરે છે, એ પ્રમાણે યોગ છે, કેવા પ્રકારના છતા સાધુઓ ? એથી કહે છે – જરા=વયહાનિ, મરણ=પ્રાણત્યાગ, ગર્ભવસતિ=માતા જઠરમાં વસવું અને જરા, મરણ ઈત્યાદિનો દ્વન્દ સમાસ છે, તેનાથી ભય પામેલા=ત્રાસ પામેલા સાધુ પંચમીના અર્થમાં ષષ્ઠી પ્રાકૃતપણાને કારણે છે, શું કરે છે? એથી કહે છે – નીચના પણ=વિશ્વ જાતિના પણ, સહન કરે છે, તેઓ પણ પ્રાપ્ત થયેલી ઋદ્ધિવાળા પૂજ્ય હોય. આથી કહે છે – પ્રણોના પણ=પરનાં કાર્ય કરનારાઓના પણ, જેઓ પ્રેથે તેઓ પ્રેગણ કહેવાય છે, તેમના સંબંધી દુર્વચન-તાડનાદિ સર્વને સહન કરે છે. પા. ભાવાર્થ : જે સાધુઓ જરા-મરણ-ગર્ભવાસનાં દુઃખોથી ભય પામેલા છે, તેથી અજન્મ અવસ્થાના અત્યંત અર્થી છે અને અજન્મ અવસ્થાનું પ્રબળ કારણ અસંગભાવ છે, તેથી અસંગભાવને પ્રગટ કરવા માટે રાજકુળનો ત્યાગ કરીને સાધુ થયા છે અથવા રાજકુળમાં ઉત્પન્ન ન થયા હોય તોપણ અસંગભાવની પ્રાપ્તિ માટે સાધુ થયા છે, તે મહાત્મા ક્રોધાદિ કષાયના નાશ માટે અત્યંત તુચ્છ લોકોના દુર્વચન-તાડન આદિ સર્વને સહન કરે છે, તેના બળથી સમભાવની વૃદ્ધિ કરીને અંતરંગ શત્રુનો નાશ કરવા સમર્થ બને છે, પરંતુ હું રાજકુળમાં જન્મ્યો છું અથવા સમર્થ છું, એમ વિચારીને લેશ પણ કુપિત થતા નથી, પરંતુ સર્વ ઉદ્યમથી ક્ષમાની વૃદ્ધિમાં યત્ન કરે છે. પા. અવતરણિકા : किञ्च અવતારણિકાર્ય :વળી, ક્ષમા વિષયક અન્ય ઉપદેશ આપે છે – Page #122 -------------------------------------------------------------------------- ________________ परेशमाला लाग-१ | गाथा-५७-५८ १०३ गाथा: पणमंति य पुव्वयरं, कुलया न नमंति अकुलया पुरिसा । पण पुब्बिं इह जइजणस्स जह चक्कवट्टिमुणी ।।५७।। जह चक्कवट्टिसाहू, सामाइयसाहुणा निरुवयारं । भणिओ न चेव कुविओ, पणओ बहुयत्तणगुणेण ।।५८।। गाथार्थ: અને કુળમાં ઉત્પન્ન થયેલા=વિશિષ્ટ કુળમાં ઉત્પન્ન થયેલા પૂર્વતરને નમે છે અને અકુલજા પુરુષો નમતા નથી, જે પ્રમાણે ચક્રવર્તી મુનિ=ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું, એ પ્રમાણે પ્રેરણા કરાયેલ ચક્રવત મુનિ, અહીં=પ્રવચનમાં, દીક્ષા ગ્રહણ કરતા પૂર્વે નમેલ તે પ્રમાણે તે લઘુ સાધુની પ્રેરણાથી નમે છે, એમ અન્વય છે. જે પ્રમાણે ચક્રવર્તી સાધુ સામાન્ય સાધુથી નિરુપચાર કહેવાયેલા કુપિત થયા નહિ, પરંતુ બહુતર ગુણને કારણે નમ્યા, તેમ બીજા સાધુઓએ કરવું જોઈએ એમ અન્વય છે. પ૭-૫૮ll Els:__ अनयोर्गाथयोः साम्प्रदायिकोऽर्थः, स चायं-कश्चिच्चक्रवर्ती प्रव्रजितः स चागीतार्थतया कुलादिभिरधिकोऽहमित्यभिप्रायेण न साधून वन्दते । ततस्तदभिप्रायं ज्ञात्वाऽन्येन तहिनदीक्षितसाधुनासावऽभिहितो विरूपकस्तेऽभिप्रायः, यतः प्रणमन्ति प्रकर्षेण प्रह्वा भवन्ति चशब्दस्योपनयोपदर्शनार्थस्य द्वितीयगाथायां यथाशब्दात् परेण सम्बन्धः, पूर्वतरं प्रथमतरं, के ? कुलजा विशिष्टकुलोत्पन्नाः, न नमन्ति अकुलजा निन्द्यजातयः पुरुषाः, दुर्विनीततायास्तेष्वेवावस्थानात् । एवं सति यथा चक्रवर्तिमुनिस्त्वं वर्तसे, तथा सुतरां प्रणतिपरेण भवितुं युक्तम्, इत्युक्तोऽसौ जातसंवेगः सती चोदनेत्यभिप्रायाद्यतिजनमद्यदीक्षितादिभेदभिन्नं साधुलोकं, द्वितीयार्थे षष्ठी प्राकृतत्वात्, एवमन्यत्रापि विभक्तिव्यत्ययोऽदुष्टो दृष्टव्यः, पूर्वं प्रथमतरमेव वन्दितस्तेन तं प्रणतः, इह प्रवचने, द्वितीयगाथाया अस्यैवोपनयः-यथा चायं चक्रवर्तिसाधुः सामायिकसाधुना लघुनापि भणितश्चोदितो नैव कुपितः, चशब्दादनुग्रहं च मनितवान् । कथं भणितः ? निरुपचारमुपचारहितं स्फुटवचनेन निष्ठुरमित्यर्थः न केवलं न कुपितः, किं तर्हि ? प्रणतो बहुत्वगुणेन हेतुभूतेन प्रणतेः क्षान्तेर्वेति गम्यते । तथा हि कर्मक्षयहेतुतामधिकृत्य बह्वी क्षान्तिः प्रणतिर्वा, तुच्छास्तु कुलाभिमानादयः अतस्तस्या बहुत्वगुणः, तेन प्रणतः तथान्यैरपि कर्तव्यमित्युपनयः ।।५७-५८।। Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ટીકાર્થ ઃअनयोर्गाथयोः ઉપદેશમાલા ભાગ-૧ / ગાથા-૫૭-૫૮ ર્તવ્યમિત્યુપનયઃ ।। આ બે ગાથાનો સામ્પ્રદાયિક અર્થ છે અને તે આ છે કોઈક ચક્રવર્તી પ્રવ્રુજિત થયો અને અગીતાર્થપણું હોવાથી રાજકુળ આદિના કારણે હું અધિક છું, એ પ્રકારના અભિપ્રાયથી તે સાધુઓને વંદન કરતો ન હતો, તેથી તેના અભિપ્રાયને જાણીને અન્ય એવા તે દિવસે દીક્ષિત થયેલા સાધુ વડે આ ચક્રવર્તી મુનિ કહેવાયા તારો અભિપ્રાય વિરૂપક છે=અસુંદર છે, જે કારણથી પૂર્વતરને=પ્રથમતરને, કુલજા=વિશિષ્ટ કુળમાં ઉત્પન્ન થયેલા, પ્રણામ કરે છે=પ્રકર્ષથી નમેલા પરિણામવાળા થાય છે, ઉપનયના ઉપદર્શનાર્થવાળા ચ શબ્દનો દ્વિતીય ગાથામાં યથા શબ્દથી પછી સંબંધ છે, અકુલજા=નિત્વજાતિવાળા પુરુષો, નમતા નથી; કેમ કે દુવિનીતતાનું તેઓમાં અવસ્થાન છે, એ પ્રમાણે હોતે છતે, તું ચક્રવર્તી છે, તે પ્રમાણે અત્યંત પ્રણતિપર થવા માટે યુક્ત છે, આ પ્રમાણે કહેવાયેલા આ=ચક્રવર્તી, થયેલા સંવેગવાળો અને આ સુંદર પ્રેરણા છે, એમ કહીને અહીં=પ્રવચનમાં, યતિજનને=આજના દીક્ષિત આદિ ભેદથી ભિન્ન સાધુલોકને નમે છે, દ્વિતીયાના અર્થમાં ષષ્ઠી પ્રાકૃતપણાને કારણે છે, એ પ્રમાણે અન્યત્ર પણ વિભક્તિનો વ્યત્યય અદુષ્ટ જાણવો. પૂર્વ=પ્રથમતર વંદન કરાયેલા સાધુ એવા તેને તેના વડે= ચક્રવર્તી સાધુ વડે, નમસ્કાર કરાયો=દીક્ષા ગ્રહણ કરતા પૂર્વે વંદન કરાયેલા તે સાધુને ચક્રવર્તી વડે નમસ્કાર કરાયો. = - બીજી ગાથા વડે આનો જ=પ્રથમ ગાથાનો જ, ઉપનય છે અને જે પ્રકારે આ ચક્રવર્તી સાધુ સામાયિક સાધુથી=નાના સાધુથી પણ, કહેવાયેલા કોપ પામતા નથી અને ચ શબ્દથી અનુગ્રહને માન્યો, કેવી રીતે કહેવાયેલા ?=નાના પણ સાધુ વડે કેવી રીતે કહેવાયેલા ? એથી કહે છે નિરુપચાર=ઉપચાર રહિત, ફ્રૂટ વચનથી નિષ્ઠુર કહેવાયા છતાં, ન કેવળ કુપિત થયા નહિ, તો શું? તેથી કહે છે – પ્રણતિના કે ક્ષાંતિના હેતુભૂત એવા બહુત્વગુણથી તમ્યા, તે આ પ્રમાણે – કર્મક્ષયની હેતુતાને આશ્રયીને બહુ ગુણવાળી ક્ષાન્તિ છે અથવા પ્રણતિ છે, વળી કુલ અભિમાનાદિ તુચ્છ છે, આથી તેનો=પ્રણતિનો, બહુત્વગુણ છે, તે કારણથી તમ્યા=ચક્રવર્તી નમ્યા, અન્ય પણ સાધુએ કરવું જોઈએ, એ પ્રમાણે ઉપનય છે. ।।૫૭-૫૮॥ પ્રમાણે ભાવાર્થ : સામાન્યથી મોટા માણસોને બીજાને નમસ્કાર કરવો દુષ્કર હોય છે, જેમ બાહુબલીને કેવલી એવા નાના ભાઈઓને નમતા માન-કષાય અવરોધક થયો, તેમ ચક્રવર્તી ગૃહસ્થ અવસ્થામાં હોય ત્યારે લોકોથી નમસ્કાર પામે છે અને કોઈક રીતે વૈરાગ્ય થાય ત્યારે દીક્ષા ગ્રહણ કરે છે, ત્યારે પોતાના ચક્રવર્તીપણાને કા૨ણે પોતાનાથી પૂર્વત૨ દીક્ષિતને નમતાં ક્ષોભ પામે છે, તે વખતે કોઈ સામાન્ય સાધુ પણ તેમને ઉપદેશ આપતાં કહે કે કુળમાં ઉત્પન્ન થયેલા પુરુષો પૂર્વતરને નમસ્કાર કરે છે અર્થાત્ પોતાનાથી મોટા હોય તેઓને નમસ્કાર કરે છે, અકુળમાં ઉત્પન્ન થયેલા પુરુષો પોતાનાથી મોટાને નમસ્કાર કરતા નથી, તેઓ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ઉપદેશમાલા ભાગ-૧) ગાથા-૫૭-૫૮ દિક્ષા પર્યાયથી તમારાથી મોટા છે, તેઓ નમસ્કાર કરવા યોગ્ય છે, આ પ્રકારના લઘુ મુનિના ઉપદેશને સાંભળીને આરાધક ભાવને અભિમુખ થયેલા તેમનો કંઈક અલ્પ માનનો પરિણામ વંદન કરવામાં આવના કરતો હતો તે દૂર થયો, જેમ બાહુબલીને બ્રાહ્મી-સુંદરીએ ઉપદેશ આપ્યો કે તરત જ બાહુબલીજી નાના ભાઈઓને વંદન કરવા તત્પર થયા, તેમ વિવેકયુક્ત ચક્રવર્તી મુનિ પણ દીક્ષા ગ્રહણ પૂર્વે જે રીતે યતિજનને નમેલ તે રીતે ભક્તિથી નમસ્કાર કરે છે. આ રીતે પ્રથમ ગાથાનો અર્થ કર્યા પછી તેનો ઉપનય બીજી ગાથામાં બતાવતાં કહે છે – જે પ્રમાણે ચક્રવર્તી સાધુ સામાન્ય સાધુથી નિરૂપચાર નિષ્ફર વચન દ્વારા, કહેવાયા અર્થાત્ તે સામાન્ય સાધુએ કહ્યું કે કુળવાળા પુરુષો પૂર્વ પુરુષોને નમસ્કાર કરે છે, અકુળવાળા કરતા નથી, એ વચનથી જો ચક્રવર્તી નમસ્કાર કરવા તૈયાર ન થાય તો અકુળવાળા છે, તેમ નક્કી થાય, માટે સ્પષ્ટ કઠોર વચન છે, તોપણ ચક્રવર્તી સાધુ કુપિત થતા નથી; કેમ કે દીક્ષા ગ્રહણ કરીને આત્મકલ્યાણના અર્થી થયા છે, તેથી આ સાધુ મને અકુળવાળા કહે છે, એવો અર્થ કરીને કુપિત થતા નથી, પરંતુ પૂર્વતર સાધુને નમસ્કાર કરવો એ બહુ ગુણવાળો છે, તેમ માનીને નમસ્કાર કરે છે અથવા તે સામાન્ય સાધુનાં વચનો સહન કરવાં તે બહુ ગુણવાળું છે તેમ માનીને તે ચક્રવર્તી સાધુ કુપિત થતા નથી, પરંતુ પૂર્વના સાધુઓને નમસ્કાર કરે છે, તેમ અન્ય સાધુઓએ પણ હું ગૃહસ્થ અવસ્થામાં મોટો હતો, તેથી પૂર્વતરને ન નમું, એવો આગ્રહ છોડી દઈને દીક્ષા પર્યાયથી મોટા પણ સામાન્ય સાધુને ભક્તિથી નમસ્કાર કરવો જોઈએ. અહીં વિશેષ એ છે કે ચક્રવર્તી ગૃહસ્થ અવસ્થામાં હોય અને ધર્માત્મા હોય ત્યારે આ સાધુઓ છે, ત્યાગી છે, તેવી બુદ્ધિથી સહજ વંદન કરે છે, આમ છતાં દીક્ષા ગ્રહણ ક્ય પછી તેઓ સાધુ છે, તેમ હું પણ સાધુ છું અને હંમેશાં લોકોથી પૂજાયેલ હોવાથી અને ચક્રવર્તીપણું ભોગવેલું હોવાથી હું વધારે શ્રેષ્ઠ છું, તે પ્રકારનો અધ્યવસાય વર્તે છે, તેથી પ્રથમ દૃષ્ટિથી નમવામાં તેને ક્ષોભ થાય છે, છતાં જે ચક્રવર્તી તત્ત્વને જોવામાં નિર્મળ દૃષ્ટિવાળા છે, ગુણને અભિમુખ છે, તેવા મહાત્માઓને વાસ્તવિકતાનો બોધ કરાવનારાં કઠોર વચનો પણ ગુણરૂપે પરિણમન પામે છે, આથી જ સામાન્ય સાધુ પણ કહે કે અકુળવાળા જ મોટાને નમસ્કાર કરતા નથી, તે સાંભળીને કુપિત થતા નથી, પરંતુ વિચારે છે કે હું ચક્રવર્તી મુનિ છું, માટે અત્યંત કુળવાન છું, તેથી મારે અવશ્ય પૂર્વના સાધુને વંદન કરવું જોઈએ, આ પ્રમાણે ચક્રવર્તી મુનિને ગુણવાન પ્રત્યેના પક્ષપાતરૂપ સંવેગ ઉત્પન્ન થાય છે, આ પ્રેરણા સુંદર છે, તેમ માનીને ગુણવાન પ્રત્યે બહુમાનથી યુક્ત વંદન કરે છે, માત્ર લોકદષ્ટિથી વંદન કરતા નથી. તેમ સુસાધુએ પણ ગુણવાન સાધુના ગુણોના સ્મરણપૂર્વક તે ગુણોની વૃદ્ધિ થાય તે રીતે નમસ્કાર કરવા જોઈએ, જેથી નિર્જરાની પ્રાપ્તિ થાય. માત્ર આ સાધુનો વ્યવહાર છે, તેમ માનીને વંદન કરે તો તેનાથી ગુણની વૃદ્ધિ થાય નહિ કે વંદન કૃત નિર્જરા પણ થાય નહિ. ગુણો પ્રત્યે વધતું જતું બહુમાન જ ગુણપ્રાપ્તિના અર્થીને નમસ્કાર કરવા પ્રેરણા કરે છે, અન્યથા તે વંદન માત્ર જ બને છે. પ૭-૫૮ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ Buशभाला लाग-१/गाथा-46-१०-५१ अवतरBिI: तदेवमनेन लघोरपि हितं वचनमनुष्ठितं, गुरोस्तु सम्बन्धि सुतरामनुष्ठेयं, यस्तु मन्दबुद्धिर्नानुतिष्ठेत्तदोषदर्शनाय दृष्टान्तमाहઅવતરણિતાર્થ - આ રીતે આવા વડેઃચક્રવર્તી સાધુ વડે, લઘુ સાધુનું પણ હિતવચન સ્વીકારાયું, વળી ગુરુ સંબંધિ હિતવચન અત્યંત અનુષ્ઠય છે, વળી જે મંદબુદ્ધિ સાધુ સ્વીકારતો નથી, તેના દોષને બતાવવા માટે દાંતને કહે છે – गाथा: ते धन्ना ते साहू, तेसिं नमो जे अकज्जपडिविरया । धीरा वयमसिधारं, चरंति जह थूलभद्दमुणी ।।५९।। विसयाऽसिपंजरमिव, लोए असिपंजरम्मि तिक्खम्मि । सीहा व पंजरगया, वसंति तवपंजरे साहू ।।६०।। जो कुणइ अप्पमाणं, गुरुवयणं न य लएइ उवएसं । सो पच्छा तह सोयइ, उवकोसघरे जह तवस्सी ।।६१।। गाथार्थ : અકાર્યથી પાછા ફરેલા ઘીર એવા જેઓ તલવારની ધાર એવા વ્રતને આચરે છે, તેઓ ધન્ય છે, તેઓ સાધુ છે, તેઓને નમસ્કાર કરું છું, જે પ્રમાણે સ્થૂલભદ્ર મુનિ. લોકમાં તીણ અસિપંજર જેવું વિષયરૂપી અસિપંજર હોતે છતે પાંજરામાં રહેલા સિંહની જેમ સાધુ તપરૂપી પાંજરામાં વસે છે. જે સાધુ ગુરુવચનને અપ્રમાણ કરે છે અને ઉપદેશને સ્વીકારતા નથી, તે સાધુ પાછળથી તે प्रकारे शोs 52 छ, २ प्रकारे 65ोशाना घरभां तपस्वी साधु. ५-१०-११।। टीका : आसामपि गाथानां कथानकं कथयित्वा पश्चादक्षरार्थः कथयिष्यते । तच्चेदं-पाटलीपुत्रे आर्यसम्भूतविजयाऽऽचार्यस्य शिष्या वर्षाकालाऽद्यदिने स्वशक्तिधृतिप्रत्यायितगुरवोऽभिग्रहानेवम्भूतान् गृह्णन्ति स्म । एकः सिंहगुहायां निरशनश्चातुर्मासम्, अन्यस्तथैव सर्पदरीसमीपे, अपरस्तथैव कूपफलके, स्थूलभद्रस्तु गृहस्थावस्थोपभुक्तायाः कोशागणिकाया गृहे सभोजनं गृहीतवान् । Page #126 -------------------------------------------------------------------------- ________________ पहेशभाला भाग - १ / गाथा - प८-५०-५१ गृहीत्वा गताः स्वस्वस्थानेषु । उपशमितौ सिंहभुजङ्गौ । कोशा पुनः प्रायः परीषहपराभग्नोऽयमित्यभिप्रायेण विविधबिब्बोकैः स्थूलभद्रमुपसर्गयन्ती तन्निष्प्रकम्पतां निरीक्ष्य निर्विण्णा पतिता तच्चरणयोः । ज्ञाताभिप्रायेण कथितस्तेन धर्मः । जाता श्राविका राजाभियोगं विहाय गृहीतमब्रह्मविरतिव्रतम् । समाप्तेऽभिग्रहे समायाताः साधवः, स्थूलभद्रं विहायेतरे दुष्करकारका इति वदतोपबृंहिताः शेषसाधुसमक्षं गुरुणा । समागतः स्थूलभद्रः, तं प्रति ससम्भ्रमं दुष्करदुष्करकारक इति वदता कृतोपबृंहणा । ततः प्राक्तनमैश्वर्यमधिकृत्यायं सुकरकारकोऽपि वर्ण्यते गुरुभिः । अहो लोकाचारपरतामीषाम् ! इति जातमितरेषां चित्तकालुष्यम् । ततः पुनः समाहिण्ड्यान्यत्र अन्यस्मिन् वर्षे तत्रैवागतेष्वभिग्रहग्रहणोद्यतेषु साधुषु सिंहगुहावासिनोक्तमहं कोशाभगिन्युपकोशासदने चातुर्मासं निरशनः स्थास्यामीति । नोचितस्त्वमस्येति निवारितो गुरुणा, प्रतिकूल्य तद्वचो गतो तद्भवनम् । दृष्टस्तया, स्थूलभद्रासूययाऽयमागत इति भावज्ञतया संलक्ष्यानुज्ञाता तया तस्य वसतिः । ततो दर्शयाम्यस्य तद्गुणासहनफलमिति सञ्चिन्त्य रात्रावतिचर्चितशरीरा मदनोत्कोचकारिभिर्गात्रवचनविभ्रमैरुपसर्गेरुपसर्गयितुमारब्धा । ततश्चलचित्ततया विस्मृतात्मावस्थेन तेन प्रार्थिता सा प्राह, न वयं निर्धनानां भवामः । सोऽचिन्तयदुत्तरापथे श्रूयते ऽपूर्वसाधोर्लक्षमूल्यकम्बलदाता राजा तद् गच्छामि, तत्र गतः, लब्ध्वा कम्बलमागतः समर्पितवांश्च तस्याः । तयापि तस्य पश्यत एव निक्षिप्तोऽसौ वर्चोगृहे स प्राह- किमयं त्वया विनाशितः ! इतराऽऽह - ' किमिदं जानीषे ?' स प्राह-'किमत्र ज्ञातव्यं ?' इतराऽऽह - ' यद्येवं तर्हि किमित्यशुचिपूर्णेन मामकदेहेनाऽनर्घ्यगुणरत्नाव्यतिरिक्तात्मा सम्पर्कमभिलषसि ?' तदाकर्ण्य पुनरागतश्चरणपरिणामः । अहो ! निरन्तरं भवगर्ते पतन्ननयाहमुद्धृत इति विचिन्त्यासावाह - 'साधुविवेकिनि साधु ! इच्छाम्यनुशास्तिं, निवृत्तोऽहमितो दुरध्यवसायात् । ' सा प्राह- युक्तमिदं भवादृशाम्, ततो गत्वा गुरुसमीपं दत्तालोचनो विहितप्रायश्चित्तो भावसारं प्रतिक्रान्त इति । १०७ अधुना अक्षरार्थः- तत्र ते धन्याः पुण्यभाजस्ते साधवः, तेभ्यो नमः, ये किम् ? अकार्यं प्रतिविरता दुश्चरितनिवृत्ताः । असकृत्तच्छब्दस्य ग्रहणमादरख्यापनार्थम्, धीरा निष्प्रकम्पा व्रतमसिधारं खड्गधारासञ्चरणवद्दुरनुष्ठेयमित्यर्थः, चरन्ति स्वशक्तिमपेक्ष्यानुतिष्ठन्ति यथा स्थूलभद्रमुनिरिति । एवंविधा एव भवन्ति साधव इत्याह-विषयाः शब्दादयः, असिपञ्जरमिव करवालगृहमिव विवेकिनां दारुणविपाकतया त्रासजनकत्वाद्विषयासिपञ्जरं तस्मिन् । इवशब्दस्य व्यवहितः सम्बन्धः, स च लोके असिपञ्जर इवेत्यत्र दृष्टव्यः । ततश्च निष्कृत्रिमखड्गपञ्जर इव तीक्ष्णे विवेकशरीरच्छेदक्षमे विषयासिपञ्जरे विद्यमानेऽपि लोके सिंहा इव पञ्जरगता अस्पृष्टास्ते Page #127 -------------------------------------------------------------------------- ________________ Guहेशभाला भाग - १ / गाथा - ५०-५०-५१ निवसन्ति, तप एवानशनादिविषयखड्गसम्पातरक्षाहेतुत्वात् पञ्जरं तस्मिन् साधव इति । अथवा 'विसयासि' गाहा व्याख्या - विषीदन्त्येतेषु सत्सु दुर्मेधसः संयमं प्रतीति विषयाः । शब्दादयस्ते ह्यविवेकिनां धर्मशरीरच्छेतृत्वात्सर्वदिक्सम्भवाच्च असिपञ्जरमिव लोके स्त्र्याद्याख्ये तन्मयत्वात्तासामेवम्भूते वसन्ति तिष्ठन्ति, तपोऽनशनादि, तदेव विषयखड्गसम्पातसंरक्षणक्षमत्वात्पञ्जरमिव तपः पञ्जरं तत्र, ज्ञानादिभिर्मोक्षसाधकत्वात् साधव इति सण्टङ्कः । क्व किंविशिष्टे ? कुत्रस्थाः क इव ? त एवोपमीयन्ते - 'असिपंजरंमि तिक्खंमि सीहा व पंजरगया इति' असिपञ्जरे तीक्ष्णे निरुपचरितोत्तेजितखड्गपञ्जरे पञ्जरगताः पञ्जरान्तःस्थाः सिंहा इव साधवोऽप्येवं तपःपञ्जरे तिष्ठन्तीति । ૧૦૮ एतदुक्तं भवति - किल सिंहस्य पञ्जरव्यवस्थितस्य यदा मदावसरो भवति तदा स पञ्जराघात - योत्तिष्ठति । तद्भयजननाय सर्वदिक्षु गृहीतकरवालैः पुरुषैः प्राणिसङ्घातो निपात्यते, तदभिमुखानि चोद्गीर्यन्ते करवालानि, ततः स भीत्या पञ्जरान्तरे सन्तिष्ठते । साधवोऽप्येवं स्त्र्यादिना शब्दादिः विषयखड्गव्यग्रेण सर्वत्र प्राणिलोकं जन्मजरामरणादिघातैस्तत्कारणभूतैर्निः पीड्यमानं दृष्ट्वा तद्भीत्यैव तपोऽनुष्ठानपञ्जरमध्ये यत्नेन तिष्ठन्तीति । तदियता गुरूपदेशस्थितस्वरूपं व्यतिरेकद्वारेणोक्तम् । अधुना प्रकृतमाह - 'जो कुणइ अप्पमाणं' यः करोत्यप्रमाणम् अनादेयं, किं ? गुरुवचनं, सामान्येन सामाचारीप्ररूपकमाचार्यवचः । अत एव मन्दबुद्धिर्न च नैव लाति गृह्णाति उपदेशं विशेषतस्तमेवोद्दिश्य दीयमानं गुरुणेति गम्यते, स पश्चात्तथा शोचति खिद्यते उपकोशागृहे यथा तपस्वी कथानकोक्त इति ।।५९-६०-६१।। टीडार्थ : आसामपि कथानकोक्त इति ।। आामना पएग=गाथासोना भाग, स्थानई ईडीने पाणथी અક્ષરાર્થ કહેવાશે અને તે આ પોતાની શક્તિ અને ધૃતિની પ્રતીતિ કરાવાઈ છે ગુરુને જેઓ વડે એવા આર્ય સંભૂતવિજય આચાર્યના શિષ્યોએ વર્ષાકાલના પ્રથમ દિવસે આવા પ્રકારના અભિગ્રહોને ધારણ કર્યા. એકે સિંહની ગુફામાં નિરાહાર ચાતુર્માસ રહેવું, બીજાએ તે રીતે જ સર્પના રાફડા પાસે, ત્રીજાએ તે રીતે જ કૂવાના કાંઠા પર, સ્થૂલિભદ્રે વળી ગૃહસ્થ અવસ્થામાં ભોગવેલી કોશા ગણિકાના ઘરમાં ભોજન સહિત રહેવાના અભિગ્રહને ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને સ્વસ્થાનોમાં ગયા, સિંહ અને સર્પ ઉપશાંત થયા, કોશા વળી પ્રાયઃ આ પરિષહભગ્ન છે, એ પ્રકારના અભિપ્રાયથી વિવિધ શૃંગારવાળા હાવભાવો વડે સ્થૂલભદ્રને ઉપસર્ગ કરતી તેમની Page #128 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-પ૯-૧૦-૧૧ ૧૦૯ વિષકંપતાને જોઈને નિર્વેદ પામેલી તેમના ચરણોમાં પડી, જણાયેલા અભિપ્રાયવાળા તેમના વડે ધર્મ કહેવાયો, શ્રાવિકા થઈ, રાજાભિયોગને છોડીને અબ્રહ્મ વિરતિ વ્રત ગ્રહણ કરાયું, અભિગ્રહ સમાપ્ત થયે છતે સાધુઓ આવ્યા, સ્થૂલભદ્રને છોડીને ઈતરમાં=બીજા ત્રણમાં, દુષ્કરકારકા એ પ્રમાણે બોલતા ગુરુ વડે શેષ સાધુઓની સમક્ષ પ્રશંસા કરાયા, સ્થૂલભદ્ર આવ્યા, તેમના પ્રત્યે આદર સહિત દુષ્કર દુષ્કરકારક એ પ્રમાણે બોલતા ગુરુ વડે પ્રશંસા કરાઈ, તેથી પૂર્વના વૈભવને આશ્રયીને સકરકારક પણ આ ગુરુ વડે વખાણાય છે, અહો ! આમની લોકાચારપરતા,’ એ પ્રમાણે બીજા મુનિઓને ચિત્તકાલુષ્ય થયું, તેથી વળી બીજા વર્ષે ત્યાં જ આવેલા અભિગ્રહ ગ્રહણ કરવા તૈયાર થયેલા સાધુઓમાં સિંહગુફાવાસી મુનિ વડે કહેવાયું – હું અન્યત્ર કોશાની બેન ઉપકોશાના ભવનમાં સામે ચાલીને નિરાહાર એવો ચાતુર્માસ રહીશ,’ ‘તું આને ઉચિત નથી, એ પ્રમાણે ગુરુ વડે નિવારણ કરાયો, તેમના વચનને ઠેલીને તેના ભવનમાં ગયો, તેણી વડે જોવાયો. સ્થૂલભદ્રની ઈર્ષોથી આ આવ્યો, એ પ્રમાણે ભાવશપણાથી ઓળખીને તેણી વડે તેને વસતિની અનુજ્ઞા અપાઈ, તેથી ‘આને તેમના ગુણોના અસહનનું ફળ બતાવું’ એ પ્રમાણે વિચારીને રાત્રિને વિષે અત્યંત શણગારેલા શરીરવાળી તેણીએ કામનો ઉક કરનારા શરીરના અને વચનના વિલાસો વડે ઉપસર્ગ કરવાનું શરૂ કર્યું, તેથી ચલિતચિતપણાથી વિસ્મરણ થઈ છે પોતાની અવસ્થા એવા તેના વડે પ્રાર્થના કરાયેલી તેણી કહે છે – અમે નિર્ધનોમાં થતાં નથી, તેણે વિચાર્યું – ઉત્તરાપથમાં અપૂર્વ સાધુને લક્ષમૂલ્યવાળી કંબલને આપનારો રાજા સંભળાય છે, તેથી હું જાઉં, ત્યાં ગયો, કંબલ મેળવીને આવ્યો, તે કંબલ તેણીને આપી, તેણી વડે પણ તેના જોતાં જ આ કંબલ ખાળમાં નંખાઈ, તે કહે છે – શું? એ પ્રમાણે આ કંબલ વિનાશ કરાઈ ? ઈતરા=ઉપકોશા કહે છે – શું આ તું જાણે છે ? તે કહે છે – અહીં શું જાણવું ? ઇતરા=ઉપકોશા, કહે છે – જો આ પ્રમાણે છે તો શું અશુચિથી પૂર્ણ એવા મારા દેહ સાથે અમૂલ્ય ગુણરત્ન અવ્યતિરિક્ત આત્મા એવો તું સંપર્કને ઈચ્છે છે ? તેને સાંભળીને ફરી આવેલા ચારિત્રના પરિણામવાળો તે “અહો ! નિરંતર ભવરૂપી ખાડામાં પડતો હું આણી વડે ઉદ્ધાર કરાયો’ એ પ્રમાણે વિચારીને આ કહે છે – હે સુંદર વિવેકિવિ ! હે સુંદર ! અનુશાસનને હું ઈચ્છું છું. આ દુરધ્યવસાયથી હું નિવૃત્ત થયો છું, તેણી કહે છે – તમારા જેવાને આ યુક્ત છે, ત્યારપછી ગુરુ પાસે જઈને અપાયેલ આલોચાવાળો કરાયેલ પ્રાયશ્ચિત્તવાળો ભાવસારને પામ્યો. હવે અક્ષરાર્થને કહે છે – ત્યાં તેઓ ધન્ય છે પુણ્યભાજ છે એવા તે સાધુઓ તેમને નમસ્કાર કરું છું, જેઓ શું ? અકાર્યપ્રતિવિરત છે=દુશ્ચરિત્રથી પાછા ફરેલા છે, વારંવાર તત્ શબ્દનું ગ્રહણ આદર બતાવવા માટે છે, ધીર છેઃનિપ્રકંપ છે, અસિધાર એવા વ્રતનેeતલવારની ધાર ઉપર ચાલવા જેવા દુઃખે કરીને આચરી શકાય એવા વ્રતને, ચરે છે–સ્વશક્તિની અપેક્ષા રાખીને સેવે છે, જે પ્રમાણે સ્થૂલભદ્ર યુનિ. આવા પ્રકારના જ સાધુઓ હોય છે, એથી કહે છે – વિષયો=શબ્દાદિ, અસિપંજર જેવા તલવારના ઘર Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા૫૯-૬૦-૬૧ જેવા, વિવેકીઓને દારુણ વિપાકપણું હોવાને કારણે ત્રાસજનકપણું હોવાથી વિજય અસિપંજર છે વિષયરૂપ તલવારનું ઘર છે. તેમાં, રૂઢ શબ્દનો વ્યવહિત સંબંધ છે અને ફૂલ શબ્દ, લોકમાં અસિપંજર જેવા એ સ્થાનમાં યોજન જાણવું અને તેથી નિષ્કુત્રિમ ખગના પાંજરા જેવું તીક્ષ્ણ વિવેકરૂપ શરીરના છેદમાં સમર્થ એવું વિષયરૂપી તલવારનું પાંજરું વિદ્યમાન હોવા છતાં પણ લોકમાં પાંજરામાં રહેલા સિંહની જેમ તેનાથી નહિ સ્પર્શાવેલા વસે છે, ક્યાં વસે છે ? એથી કહે છે – તપ જ અનશન આદિ, વિષયરૂપી પગના સંપાતથી રક્ષાનું હેતુપણું, હોવાથી પાંજરું છે, તેમાં સાધુઓ વસે છે. અથવા બીજી રીતે ગાથા-વ્યાખ્યા–આ હોતે છતે દબુદ્ધિ જીવો સંયમ પ્રત્યે વિષાદ પામે છે, એ વિષયો શબ્દાદિ, તેઓ અવિવેકીઓના ધર્મશરીરનું તૃપણું હોવાથી અને સર્વ દિશામાં સંભવ હોવાથી, અસિપંજરની જેમ તન્મયપણું હોવાથી તેણીઓના આવા પ્રકારના સ્ત્રી આદિ નામના લોકમાં વસે છે, તપ, અનશન આદિ તે જ વિષયરૂપી ખગના સંપાતથી સંરક્ષણ કરવામાં સમર્થપણું હોવાથી પાંજરા જેવું તપ પંજર છે ત્યાં, જ્ઞાનાદિ વડે મોક્ષસાધકપણું હોવાથી સાધુઓ વસે છે, એ પ્રમાણે સંબંધ છે, ક્યાં? કેવા વિશિષ્ટ ? ક્યાં રહેલા? કોના જેવા ? તેઓ જ સાધુઓ જ, વસે છે, તે ઉપમા દ્વારા કહેવાય છે – તીક્ષ્ણ અસિપંજરમાં પાંજરામાં રહેલા સિંહોની જેમ સાધુ તપરૂપી પાંજરામાં વસે છે, તીક્ષ્ણ અસિપંજર હોતે છતેનિરુપચરિત ઉત્તેજિત ખગ પંજર હોતે છતે, પાંજરામાં રહેલા સિંહોની જેમ સાધુઓ પણ આ રીતે તારૂપી પાંજરામાં રહે છે. આ કહેવાયેલું થાય છે – ખરેખર પાંજરામાં રહેલા સિંહને જ્યારે મદનો અવસર થાય છે, ત્યારે તે પાંજરાને તોડવા માટે ઊઠે છે, તેને ભય ઉત્પન્ન કરવા માટે સર્વ દિશાઓમાં ગ્રહણ કરાયેલ તલવારવાળા પુરુષો વડે પ્રાણીઓનો સમૂહ હણાય છે અને તેને અભિમુખ કરવાળો ઊંચી કરાય છે, તેથી તે ભયથી પાંજરાની મધ્યમાં રહે છે, આ રીતે સાધુઓ પણ સર્વત્ર શબ્દાદિ વિષયરૂપ ખડ્ઝમાં વ્યગ્ર સ્ત્રી આદિ વડે તેના કારણભૂત જન્મ-જરા-મરણ આદિ ઘાતોથી પીડાતા લોકને જોઈને તેના ભયથી જ વિષયોના ઘાના ભયથી જ, તારૂપી અનુષ્ઠાનના પાંજરામાં યત્નથી રહે છે, તે કારણથી આટલાથી ગુરુના ઉપદેશમાં રહેલાનું સ્વરૂપ વ્યતિરેક દ્વારા કહેવાયું. હવે પ્રકૃતિને કહે છે – જે અપ્રમાણ અનાદેય, કરે છે, શું ? એથી કહે છે – ગુરુવચનને અપ્રમાણ કરે છે–સામાન્યથી સામાચારી પ્રરૂપક આચાર્યનું વચન અપ્રમાણ કરે છે, આથી જ મંદબુદ્ધિ ઉપદેશને ગ્રહણ કરતો નથી જ=વિશેષથી તેને જ ઉદ્દેશીને ગુરુ વડે અપાતા ઉપદેશને ગ્રહણ કરતો નથી, તે પાછળથી તે પ્રમાણે શોક કરે છે, જે પ્રમાણે કથાનકમાં કહેવાયેલ તપસ્વી ઉપકોશાના ઘરમાં શોક કરે છે. ૫૯-૬૦-૬૧ ભાવાર્થ :જગતમાં જેઓ અકાર્યથી પાછા ફરેલા છે, મોક્ષમાર્ગમાં ચાલવામાં ધીર છે, તલવારની ધાર જેવા Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૫૯-૬૦-૬૧, ૬૨ ૧૧૧ વ્રતને આચરે છે, તેઓ ધન્ય છે, તેઓ સાધુ છે, તેમને હું નમસ્કાર કરું છું, આ પ્રમાણે કહીને ગ્રંથકારશ્રી સ્થૂલભદ્ર આદિ મુનિને નમસ્કાર કરે છે; કેમ કે સ્થૂલભદ્ર મુનિ તલવારની ધાર ઉપર ચાલવા જેવા દુર્ધર બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા હતા, સંસારથી અત્યંત નિર્લેપ હતા. તેવા સાધુઓ જ સંસારનો ઉચ્છેદ ક૨વા સમર્થ છે, તેથી તેઓ જ મનુષ્યભવ સફળ કરે છે, માટે ધન્ય છે. વળી જગતમાં તીક્ષ્ણ અસિપંજર જેવાં વિષયરૂપી પાંજરાં પડ્યાં છે, તે તલવારના પાંજરામાં જીવો સતત છેદાય છે અને દુર્ગતિમાં જાય છે, પરંતુ પાંજરામાં રહેલો સિંહ બહારના તલવારના ઘાથી સુરક્ષાને પામે છે, તેમ સાધુ તપરૂપી પાંજરામાં રહેલા વિષયોના થાથી સુરક્ષિત રહે છે. જેમ સિંહ પાંજરામાં પુરાય અને મદ ચડે તો પાંજરાને તોડીને બહાર નીકળે તેમ હોય છે, તેથી પાંજરામાં તેનું રક્ષણ કરવા માટે તલવાર લઈને બહાર પુરુષો ઊભા હોય છે, અને તેના દેખાતાં અન્ય પશુઓનો વધ કરે છે, જેથી ભય પામતો સિંહ મદાવિષ્ટ થઈને પાંજરાને તોડવાનો પ્રયત્ન કરે નહિ, તેમ સુસાધુ વિષયરૂપી તલવારના પાંજરામાં પડેલા લોકોને કપાઈને દુર્ગતિમાં જતા જુએ છે, તેથી તપરૂપી પાંજરાની મર્યાદાને તોડવાનો મદ તેમને ચડતો નથી, તેથી તપરૂપી પાંજરામાં પુરાયેલા તેઓ વિષયોના ઘાથી સુરક્ષિત રહે છે. તેથી એ ફલિત થાય કે જે સાધુઓ વિષયોરૂપી તલવારના ઘાથી કપાઈને અનંત સંસારમાં પરિભ્રમણ પામતા લોકોને શ્રુતચક્ષુથી પ્રત્યક્ષ જોનારા છે, તેઓને વિકારોનો મદ ચડતો નથી, પરંતુ બાહ્ય તપ કરીને દેહને શિથિલ રાખે છે અને અત્યંતર તપ કરીને આત્માને તે રીતે ભાવિત રાખે છે, જેથી મદના આવેશમાં આવીને વ્રતની મર્યાદાને છોડીને વિષયોરૂપી તલવારના ઘાથી તેઓ છેદાય નહિ, એ પ્રકારે સદા જાગૃત રહે છે, આથી જ સ્થૂલભદ્ર મુનિ ચાતુર્માસ દરમ્યાન વેશ્યાના તે પ્રકારના રાગ ઉત્પાદક હાવભાવમાં પણ ચિત્તના વિક્ષોભને પામ્યા નહિ; કેમ કે તેમનો આત્મા અત્યંત૨ તપથી વાસિત હતો, તેથી તેઓ વિષયોરૂપી તલવારના પાંજરામાં ભેદાયા નહિ. વળી જે મહાત્માઓ ગુરુવચનને અપ્રમાણ કરે છે અને ગુરુના ઉપદેશને ગ્રહણ કરતા નથી, તેઓ પાછળથી શોકને પામે છે, જેમ સિંહગુફાવાસી મુનિ ઉપકોશાના ઘરમાં ગયા અને ઉપકોશાના ઉપસર્ગથી વિભ્રમ પામીને કામની માંગણી ક૨ી, તેથી ગુણવાન ગુરુના વચનનો અનાદર કરીને જનારા જીવો પાછળથી પશ્ચાત્તાપને પામે છે. II૫૯-૬૦-૬૧] અવતરણિકા : तस्य च यत्सम्पन्नं तदाह અવતરણિકાર્ય : તેને=ગુણવાન ગુરુનો અનાદર કરીને જનારા સિંહગુફાવાસી સાધુને, જે પ્રાપ્ત થયું, તેને કહે છે – Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-કર ગાથા - जेटुब्बयपव्वयभरसमुबहणववसियस्स अच्चंतं । जुवइजणसंवइयरे, जइत्तणं उभयओ भद्रं ।।२।। ગાથાર્થ : જ્યેષ્ઠ વ્રતોરૂપ પર્વતના ભારને વહન કરવા માટે વ્યવસિત સાધુને અત્યંત યુવતિજનનો વ્યતિકર થયે છતે યતિપણું, કેવી રીતે હોય? ઉભયથી ભ્રષ્ટ થવાયું. IIકશા. ટીકા :__ ज्येष्ठव्रतानि महाव्रतानि कनिष्ठाणुव्रतापेक्षया तान्येवातिदुर्वहत्वात् पर्वतभरः शैलसङ्काशो भारस्तस्य समुद्वहनमभ्युपगमरूपतयोत्पाट्य जीवितपर्यन्तं नयनं तद् व्यवसितो मयेदं कर्तव्यमिति बद्धकक्षस्तस्य कथमत्यन्तमतिशयेन किं युवतिजनसंव्यतिकरे उपकोशामीलके सतीत्यर्थः यतित्वं श्रमणत्वमुभयत उभयाभ्यां प्रक्रमाद्यतित्वगार्हस्थ्याभ्यां भ्रष्टं च्युतम् । तथाहि-न यतिरसौ तदानीं चरणपरिणामाभावात्, नापि गृहस्थो बहिराकारेण यतिलिङ्गोपलब्धेरिति ।।२।। ટીકાર્ય : ચેતન . ૩૫ત્ર વેરિતિ | કનિષ્ઠ અણુવ્રતોની અપેક્ષાએ જ્યેષ્ઠ વ્રતો તેઓ જ અતિદુર્વહપણું હોવાથી મહાવ્રતો છે, પર્વતનો ભાર=પર્વત જેવો ભાર, તેનું સમુહન=સ્વીકારરૂપપણાથી ગ્રહણ કરીને જીવનપર્યત નયન, તેનાથી વ્યવસિત-=મારે આ કર્તવ્ય છે, એ પ્રમાણે બદ્ધકક્ષ છે તેને, કેવી રીતે ? અત્યંત=અતિશયથી શું-યુવતિજન સંવ્યતિકર થયે છd=ઉપકોશા મીલક થયે છતે, યતિપણું=શ્રમણપણું, કેવી રીતે હોય? અર્થાત્ ન હોય, ઉભયથી=પ્રક્રમથી યતિપણાથી અને ગૃહસ્થપણાથી ભ્રષ્ટ થવાયું, તે આ પ્રમાણે – આકસિંહગુફાવાસી સાધુ, ત્યારે યતિ નથી; કેમ કે ચારિત્રના પરિણામનો અભાવ છે, ગૃહસ્થ પણ નથી; કેમ કે બાહ્ય આકારથી યતિલિંગની પ્રાપ્તિ છે. li૬રા ભાવાર્થ : સિંહગુફાવાસી મુનિ ગુણવાન ગુરુના ઉપદેશનો અનાદર કરીને ઉપકોશાને ત્યાં ચાતુર્માસ માટે જાય છે, એ વખતે તે મહાત્મા જ્યેષ્ઠ એવા મહાવ્રતોના પર્વત જેવા ભારને વહન કરવાના વ્યવસાયવાળા હતા, તેથી નિર્લેપ ભાવપૂર્વક સંયમયોગમાં બદ્ધ પરિણામવાળા હતા, છતાં ઉપકોશાનો મેળાપ થયે છતે તેના પ્રત્યે રાગ થવાથી ઉભય ભ્રષ્ટ થાય છે અર્થાત્ કામની માંગણી કરે છે, માટે ચારિત્રનો પરિણામ નથી અને ગૃહસ્થનું લિંગ નથી, યતિનો વેશ છે, માટે ગૃહસ્થ પણ નથી, તેથી ઉભય ભ્રષ્ટ એવા તે મહાત્માનું સાધુપણું નાશ પામે છે, માટે ગુણવાન ગુરુની આજ્ઞાનું અત્યંત અનુસરણ કરવું જોઈએ. IIકશા Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૬૩ ૧૧૩ અવતરણિકા : ननु कथमस्याब्रह्मप्रार्थनामात्रेणैव यतित्वं नष्टमित्याहઅવતરણિકાર્ચ - નનુથી શંકા કરે છે – આમને=સિંહગુફાવાસી મુનિને, અબ્રહ્મની પ્રાર્થના માત્રથી જ યતિપણું કેવી રીતે નષ્ટ થયું ? એથી કહે છે – ગાથા : जइ ठाणी जइ मोणी, जइ मुंडी वक्कली तवस्सी वा । पत्थितो य अबंभं, बंभा वि न रोयए मज्झं ॥६३।। ગાથાર્થ : જો સ્થાની હોય કાયોત્સર્ગમાં રહેલ હોય, જો મૌન હોય, જો મુંડી હોય, વલ્કલી હોય અથવા તપસ્વી હોય, અબ્રહ્મની પ્રાર્થના કરતો બ્રહ્મા પણ મને રુચતો નથી. II all ટીકા : यदिशब्दाः सर्वेऽभ्युपगमे, तदसकृद्ग्रहणं चाशेषशेषगुणयुक्तोऽप्यब्रह्मप्रवृत्तो न किञ्चिदित्यादरख्यापनार्थम् । स्थानी कायोत्सर्गिकः, मौनी वाक्प्रसरनिरोधवान्, मुण्ड्यपनीतकेशः, वल्कली तरुत्वग्वासाः तपस्वी विकृष्टतपोनिष्टप्तदेहः, वाशब्दाज्जट्यादिपरिग्रहः । किं बहुना भाषितेन ? प्रार्थयन्नभिलषन्नब्रह्म मैथुनं, ब्रह्मापि लोकप्रसिद्ध्या परमेष्ठ्यपि, आस्तां तावदन्यः, न रोचते मह्यं ज्ञातजिनवचनसारत्वान्मे न प्रतिभातीत्यर्थः ।।६३।। ટીકાર્ય : વિશા ..... પ્રતિમાનીત્ય | ર શબ્દો સર્વ અભ્યપગમમાં છે અને તેનું વારંવાર ગ્રહણ શેષ-અશેષ-ગુણયુક્ત પણ=બ્રહ્મચર્યથી શેષ સર્વ ગુણથી યુક્ત પણ, અબ્રહ્મમાં પ્રવૃત્ત થયેલો કંઈ તથી, એ પ્રકારના આદરતા વ્યાપન માટે છે=બ્રહ્મચર્ય વિષયક આદરના ખ્યાપન માટે છે, સ્થાનીક કાયોત્સર્ગ કરનાર, મૌતીકવાણીના પ્રસરના નિરોધવાળા, મુંડી=દૂર કરાયેલા કેશવાળા, વલ્કલી=વૃક્ષની છાલના વસ્ત્રવાળા, તપસ્વી=અત્યંત તપથી તપાવેલા દેહવાળા, વા શબ્દથી જટી આદિનું ગ્રહણ છે, વધારે કહેવાથી શું ? અબ્રહ્મની=મૈથુનની, પ્રાર્થના કરતો=અભિલાષ કરતો, બ્રહ્મા પણ=લોક પ્રસિદ્ધિથી પરમેષ્ઠી પણ, અચ તો દૂર રહો, મને રુચતો નથી=જણાયેલા જિતવચનનું સારપણું હોવાથી મને તે સુંદર લાગતો નથી. li૬૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ Buशभाला भाग-१/गाथा-93-५४ भावार्थ: અબ્રહ્મનું વર્જન સર્વ ક્રિયા કરતાં અતિશયિત છે, તેથી અબ્રહ્મથી જેનું ચિત્ત નિવર્તન પામતું નથી, તેવા સાધુ કાયોત્સર્ગમાં રહેતા હોય, મૌન ધારણ કરીને નિરર્થક પ્રવૃત્તિ ન કરતા હોય, મસ્તક આદિનું મુંડન કરીને કાયાની શોભા રહિત હોય, દેહને સુશોભિત કરવાનું છોડીને વલ્કલ વસ્ત્રો પહેરતા હોય, અતિશય તપ કરીને દેહને નિઃસાર કરેલ હોય, તોપણ જો કામની ઇચ્છા શાંત ન કરી શકે તો તેઓનો સર્વ ત્યાગ નિષ્ફળ પ્રાયઃ છે, આથી જ કામની પ્રાર્થના કરનાર સિંહગુફાવાસી મુનિનું ચારિત્ર પ્રાર્થના समये नाश पाभ्युं. ||3|| अवतरशिक्षा:किञ्च अवतरशिक्षार्थ : पणी भव्य शुं ? ते किञ्चथी छ - गाथा : तो पढियं तो गुणियं, तो मुणियं तो य चेइओ अप्पा । आवडियपेल्लियामंतिओ वि जइ न कुणइ अकज्जं ॥६४।। गाथार्थ : તો ભણાયું છે, તો પરાવર્તન કરાયું છે, તો જણાયું છે, તો ચંતિત આત્મા છે, જો આપતિત, प्रेरित, मारित प मार्य न 52. ||४|| टी।:___ इहापि बहुवारांस्तत इत्यभिधानमादरख्यापनार्थम्, उक्तव्यतिरेकेऽसूयासूचनार्थं वा, तथा च न पुनरुक्तम् । उक्तं च अनुवादादरवीप्साभृशार्थविनियोगहेत्वसूयासु । ईषत्सम्भ्रमविस्मयगणनास्मरणेष्वपुनरुक्तम् ।।१।। एवमन्यत्रापि दृष्टव्यम् । पठनं पठितं, भावे क्तप्रत्ययः, सूत्रस्य ग्रहणमित्यर्थः, तत्त्वतः सफलमिति शेषः । यदि न करोत्यकार्यमिति सम्बन्धः । एवं गुणितं तस्यैव परावर्तनं, मुणितमर्थज्ञानं, यदि वा कर्मणि क्तप्रत्ययः, पठितं गुणितं मुणितं सूत्रमिति शेषः, तथात्मा च ततश्चेतितः, चशब्दस्य समुच्चयार्थस्य व्यवहितसम्बन्धाद्यथावत्प्रत्यभिज्ञातो यदि, किम् ? आपतितः प्रतिप्रवेशितो दुःशीलं संसर्गितः, प्रेरितः पापमित्रैरकार्यकरणं प्रति चोदितः, आमन्त्रितः स्त्र्यादिभिरभ्यर्थितः । Page #134 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-ઉ૪ ૧૧૫ आपतितश्चासौ प्रेरितश्च स चासौ आमन्त्रितश्चेति समासः । अपिशब्दः क्वचित्त्रयस्यापि सम्भावनार्थः । यद्येवंविधोऽपि, आस्तामन्यादृशः, न करोत्यकार्यं नाचरत्यब्रह्म, सामान्येन आगमनिषिद्धं वा, ततः पठितादिकं सफलं नान्यथेति ॥६४।। ટીકાર્ય : રૂપિ. ના થેતિ અહીં પણ=પ્રસ્તુત ગાથામાં, અનેક વખત તતઃ એ પ્રકારનું અભિયાન આદરના ખ્યાપન માટે છે=જો અકાર્ય ન કરે તો તે અકાર્યના અસેવનના આદરતા વ્યાપન માટે છે અથવા ઉક્તના વ્યતિરેકમાં=અકાર્યતા સેવનરૂપ પ્રસંગમાં, અસૂયાના સૂચન માટે વારંવાર તતઃ શબ્દ છે અને તે રીતે પુનરુક્ત નથી અને કહેવાયું છે – અનુવાદ, આદર, વસાભુશા અર્થમાં, વિનિયોગ, હેતુ, અસૂયા, ઇષ સંભ્રમ, વિષય, ગણના, અસ્મરણમાં અપુનરુક્ત છે. એ રીતેaઉદ્ધરણમાં બતાવ્યું એ રીતે, અન્યત્ર પણ જાણવું, પઠન=પઠિત, ભાવ અર્થમાં જે પ્રત્યય છે તો સૂત્રનું ગ્રહણ તત્વથી સફળ છે, જો અકાર્ય ન કરે એ પ્રમાણે સંબંધ છે, એ રીતે ગુણિત તેનું જ પરાવર્તન, મુણિત=અર્થનું જ્ઞાન અથવા કર્મણિ પ્રયોગમાં # પ્રત્યય છે. એથી પતિ ગુણિત પુનિત એવું સૂત્ર છે, એ પ્રમાણે સૂત્ર શબ્દ અધ્યાહાર છે અને તે પ્રકારે આત્મા છે=પતિ અતિ મુતિ સૂત્રવાળો આત્મા છે, તેથી તિત છે, સમુચ્ચયાર્થવાળા ચ શબ્દનો વ્યવહિત સંબંધ હોવાથી યથાવત્ પ્રત્યભિજ્ઞાત છે–તે પ્રકારે ચેતિત આત્મા છે, જો આપતિત=પ્રતિ પ્રવેશિત દુઃશીલતા સંસર્ગને પામેલો, પ્રેરિત–પાપમિત્રો વડે અકાર્યકરણ દ્વારા ચોદિત, આમંત્રિત=સ્ત્રી આદિ વડે અભ્યર્થિત, આપતિત એવો આ પ્રેરિત અને તે આ આમંત્રિત એ પ્રકારે સમાસ છે, પિ શબ્દ ક્વચિત્ ત્રણેની પણ સંભાવનાવાળો છે=ભાપતિત આદિ ત્રણેની સંભાવનાવાળો છે, જો આવા પ્રકારનો પણ અભ્યાશ=આપતિત આદિ ન હોય તેવો તો દૂર રહો, આવા પ્રકારનો પણ, અકાર્ય ન કરે=અબ્રહ્મનું, આચરણ ન કરે અથવા સામાન્યથી આગમ નિષિદ્ધ ન કરે, તો પઠિતાદિક સફળ છે, અન્યથા નહિ. li૬૪ll ભાવાર્થ : શાસ્ત્રનું પઠન, ગણન, મુણન આત્માને તત્ત્વથી ભાવન કરવા માટે છે અને જેઓ તે સર્વ ક્રિયા કરવા છતાં તે શાસ્ત્રોના વચનથી તે પ્રકારે ભાવિત થાય નહિ, તો તે પઠનાદિ ક્રિયા વિદ્યમાન હોવા છતાં આત્માની વિકારી પ્રકૃતિ શાંત થાય નહિ, તેથી જે મહાત્માને કોઈક નિમિત્તે અકાર્ય સેવવાનો પ્રસંગ આવી પડ્યો હોય, કોઈએ તે પ્રકારે કરવા પ્રેરણા કરી હોય કે સ્ત્રી આદિએ અકાર્ય કરવા અભ્યર્થના કરી હોય, છતાં જેનું ચિત્ત અકાર્યમાં જતું નથી અથવા સામાન્યથી આગમ નિષિદ્ધ હોય તેવું કોઈ અકાર્ય કરવા તત્પર થતા નથી, તેના જ પઠનાદિ સફળ છે; કેમ કે વીતરાગના વચનરૂપ સૂત્રો આત્માને વીતરાગભાવથી ભાવિત કરે છે, તેથી જે મહાત્માઓ સૂત્રોના પઠનાદિ દ્વારા સૂત્રના તાત્પર્યને સ્પર્શ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૬૪-૬૫ તે રીતે વીતરાગભાવનાથી ભાવિત થાય તો જ તેઓના પઠનાદિ સફળ છે અને જેઓ વીતરાગના વચનના પરમાર્થને સ્પર્શે તે રીતે તેનાથી ભાવિત થયા હોય તો તેવાં વિશિષ્ટ નિમિત્તોમાં પણ ક્યારેય અકાર્ય કરતા નથી અને આથી જ સિંહગુફાવાસી મુનિ તે પ્રકારે સૂત્રથી ભાવિત નહિ હોવાને કારણે સ્થૂલભદ્ર મુનિની જેમ અકાર્યથી નિવૃત્ત થઈ શક્યા નહિ. IIબ્રજા અવતારણિકા - पश्चात्तर्हि तस्य कुतः शुद्धिः सम्पन्नेत्युच्यते-गुरोः सम्यगालोच्य निवर्तनात्तथा चाहઅવતારણિકાર્ય : તો પાછળથી=ઉપકોશા પાસેથી તિવર્તન થયા પછી, તેમને=સિંહગુફાવાસી મુનિને, શેનાથી શુદ્ધિ પ્રાપ્ત થઈ ? એથી કહેવાય છે – ગુરુ પાસે સમ્યમ્ આલોચન કરીને રિવર્તનથી શુદ્ધિની પ્રાપ્તિ થઈ, અને તે પ્રમાણે કહે છે – ગાથા : पागडियसव्वसल्लो, गुरुपायमूलम्मि लहइ साहुपयं । अविसुद्धस्स न वड्डइ, गुणसेढी तत्तिया ठाइ ।।६५।। ગાથાર્થ : ગુરુના પાદમૂલમાં પ્રગટ કરાયેલા સર્વ શલ્યવાળો સાધુપદને પ્રાપ્ત કરે છે, અવિશુદ્ધને ગુણશ્રેણિ વધતી નથી, તેટલી જ રહે છે. Iકપ ટીકા - प्रकटितानि प्रकाशीकृतानि सर्वशल्यानि मूलोत्तरगुणापराधलक्षणानि येन स तथाविधः, गुरुपादमूले आचार्यचरणान्तिके लभन्ते प्राप्नोति अशुभपरिणामानष्टमपि किं ? साधुपदं यतिस्थानं श्रमणत्वमित्यर्थः । व्यतिरेकमाह-अविशुद्धस्यानालोचिताऽतिचारतया कलुषितचित्तस्य न वर्धते गुणश्रेणिर्ज्ञानादिगुणपद्धतिः, शेषमनुष्ठानं सम्पूर्णमनुतिष्ठतोऽपि सशल्यतया न वृद्धिं याति । किं तर्हि ? तावती तावत्प्रमाणा यावत्यपराधकाले स्थिता तावती एव तिष्ठति, शेषानुष्ठानविकलस्य પુનરાવાતિ દ્વારા ટીકાર્ય : પ્રતિનિ .... વચેતિ | પ્રકટિત=પ્રકાશ કરાયેલાં છે સર્વ શલ્યોઃમૂલ-ઉત્તરગુણ રૂપ સર્વ શલ્યો જેમના વડે તે તેવા પ્રકારનો છે, ગુરુપાદમૂલમાં=આચાર્યના ચરણ પાસે, પ્રકાશ કરાયેલા સર્વ શલ્યવાળા મહાત્મા પ્રાપ્ત કરે છે, શું પ્રાપ્ત કરે છે ? અશુભ પરિણામથી નાશ પામેલું પણ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-ઉપ-૬૬ સાધુપદ યતિસ્થાન=શ્રમણપણું પ્રાપ્ત કરે છે, વ્યતિરેકને કહે છે – અવિશુદ્ધને–અનાલોચિત અતિચારપણાને કારણે કલુષિત ચિત્તવાળાને, ગુણશ્રેણિ વૃદ્ધિ પામતી નથી=જ્ઞાનાદિ ગુણની પદ્ધતિ વૃદ્ધિ પામતી નથી, શેષ અનુષ્ઠાન સંપૂર્ણ સેવતાને પણ સશલ્યપણાને કારણે વૃદ્ધિ પામતી નથી, તો શું ? એથી કહે છે – તેટલા પ્રમાણવાળી=અપરાધમાલમાં જેટલી હતી તેટલા પ્રમાણવાળી રહે છે, શેષ અનુષ્ઠાન વિકલને વળી દૂર થાય છે જ=અપરાધકાલમાં જે પાત પામેલી ગુણશ્રેણિ હતી તે પણ નાશ પામે છે જ. iઉપા ભાવાર્થ - સિંહગુફાવાસી મુનિએ શાસ્ત્રના પઠનાદિ અતિશય કરેલા તોપણ તેવા નિમિત્તને પામીને અકાર્યથી નિવર્તન પામી શક્યા નહિ, તે અપેક્ષાએ તેમના પઠનાદિ નિષ્ફળ હતા, તોપણ આરાધક સાધુ હતા, તેથી નિમિત્તને પામીને પતનના અધ્યવસાયથી નિવર્તનને પામ્યા, એટલું જ નહિ, પણ ગુરુ પાસે જઈને સર્વ શલ્યોને સમ્યક્ પ્રગટ કરીને અશુભ પરિણામથી નષ્ટ થયેલા સાધુપદને ભાવથી ફરી પ્રાપ્ત કરે છે અને જેઓ પાપ કર્યા પછી સમ્યગૂ આલોચન કરીને વિશુદ્ધ થતા નથી અને ત્યારપછી સંયમની સર્વ ઉચિત આચરણા સમ્યગુ કરે છે, તોપણ તેઓની તે સમ્યગું આચરણાથી ગુણશ્રેણિ વૃદ્ધિ પામતી નથી; કેમ કે અપરાધકાળમાં જે પ્રકારની ગુણશ્રેણિની હાનિ થયેલી તે હાનિની શુદ્ધિ કર્યા વગર અન્ય સર્વ અનુષ્ઠાન સંપૂર્ણ કરે, તોપણ શલ્ય હોવાને કારણે ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બનતું નથી, તેથી પાતકાલીન પરિણતિ સુધી તેમની ગુણશ્રેણિ અવસ્થિત રહે છે અને પાત થયા પછી જેઓ શેષ અનુષ્ઠાન રહિત છે, તેઓની તો અપરાધકાળમાં જે ગુણશ્રેણિની હાનિ થયેલી છતાં જે કાંઈ ગુણશ્રેણિ હતી તે પણ નાશ પામે છે, જેમ સિંહગુફાવાસી મુનિમાં પાતકાલમાં ભાવસાધુપણું નષ્ટ થવા છતાં અપરાધકાલમાં પણ કંઈક તત્ત્વને સન્મુખ જાય તેવી યોગ્યતા હતી, આથી ઉપકોશાના વચનથી તે પાપથી નિવર્તન પામે છે, છતાં જો ગુરુ આગળ સમ્યગુ આલોચન કરીને શુદ્ધિ ન કરે તો પાત પામેલી ભૂમિકામાં તેઓની જે ગુણશ્રેણિ હતી તે ફરી વૃદ્ધિ પામે નહિ, પરંતુ સંસારથી ભય પામેલા તે મહાત્માએ સમ્યગુ આલોચના કરીને પાપની શુદ્ધિ કરી, તેથી ફરી ગુણશ્રેણિની વૃદ્ધિને પ્રાપ્ત કરી. IIઉપા અવતરણિકા : साम्प्रतमेतत्कथानकैकदेशेनैव गुणेषु मत्सरिणां निर्विवेकतादोषमाहઅવતરણિતાર્થ : હવે આ કથાનકના એક દેશ વડે જ ગુણોમાં મત્સરીઓના લિવિવેકતા દોષને કહે છે – ભાવાર્થ : હવે સ્થૂલભદ્ર મુનિના કથાનકના એક દેશરૂપ દુષ્કર દુષ્કર કારક એ પ્રકારના ગુરુના વચનથી જે સિંહગુફાવાસી આદિ મુનિઓને ગુણોમાં મત્સરભાવ થયો તે અવિવેકતા દોષવાળો હતો. તેને બતાવે છે – Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૬૬-૬૭ ગાથા : जइ दुक्करदुक्करकारओ त्ति भणिओ जहडिओ साहू । तो कीस अज्जसंभूइविजयसीसेहिं न वि खमियं ?।।६६।। ગાથાર્થ : જો દુષ્કર દુષ્કરકારક એ પ્રમાણે કહેવાયેલ સ્થૂલભદ્ર યથાસ્થિત સાધુ હોય, તો આર્ય સંભૂતવિજયના શિષ્યો વડે કેમ સહન કરાયું નહિ? Illl ટીકા - यदि दुष्करदुष्करकारक इति दुष्करादपि दुष्करं तदनुष्ठाता अयमिति सम्भ्रमेण भणितो गुरुणेति गम्यते, कः ? यथास्थितस्तथाविध एव साधुः स्थूलभद्र इत्यर्थः । ततः किमित्यार्यसम्भूतविजयशिष्यैर्न क्षान्तं तद्वचः ? अपिशब्दस्तेषां विवेकाभाव-सन्दर्शनार्थः ।।६६।। ટીકાર્ચ - ર . રર્શનાર્થ છે જો દુષ્કર દુષ્કરકારક દુષ્કરથી પણ દુષ્કર તેના અનુષ્ઠાતા, આ છેઃસ્થૂલભદ્ર છે, એ પ્રમાણે સંભ્રમથી ગુરુ વડે કહેવાયેલા સ્થૂલભદ્ર યથાસ્થિતeતેવા પ્રકારના જ સ્થૂલભદ્ર સાધુ છે, તો આર્ય સંભૂતવિજયના શિષ્યો વડે કયા કારણથી તેમનું વચન સહન કરાયું નહિ ? ગર શબ્દ=ગાથામાં રહેલો ઓપ શબ્દ, તેઓના વિવેકના અભાવના સંભાવના અર્થવાળો છે. list, ભાવાર્થ : સ્થૂલભદ્ર મુનિ દુષ્કર દુષ્કર કાર્ય કરીને આવે છે, ત્યારે આર્ય સંભૂતિવિજયસૂરિના શિષ્યો ગુણવાન ગુરુ જે પ્રકારે કહે છે, તે પ્રકારે તેના તાત્પર્યને જોડવાને બદલે અન્ય રીતે યોજન કરે છે, તેથી વિચારે છે કે આ ગુરુ લોકાચારને અનુસરનારા છે, માટે અદુષ્કરકારક મંત્રીપુત્ર છે, તેને દુષ્કરકારક કહે છે, ગુણ પ્રત્યેની અવલોકનદૃષ્ટિ ઉપઘાત થયેલી હોવાથી ઈર્ષાથી એ પ્રકારે ઉપયોગ પ્રવર્તે છે કે જેથી ખરેખર સ્થૂલભદ્રએ દુષ્કર કર્યું છે, એ પ્રમાણે જોઈ શકતા નથી, તેથી તે શિષ્ય ક્ષમાને ધારણ કરી શક્યા નહિ, પરંતુ અવિવેકને કારણે ગુણવાન એવા ગુરુના વચનમાં અને ગુણવાન એવા સ્થૂલભદ્રના ગુણોમાં મત્સરવાળા થયા. Iકકા અવતરણિકા : તથાદિઅવતરણિકાર્ય :તે આ પ્રમાણે – Page #138 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭ ૧૧૯ ગાથા : जइ ताव सुव्वओ सुंदरो त्ति कम्माण उवसमेण जई । धम्मं वियाणमाणो, इयरो किं मच्छरं वहइ ?।।६७।। ગાથાર્થ : જો કર્મના ઉપશમથી સુવતવાળા યતિ સુંદર છે, તો ધર્મને જાણતા ઈતર કેમ મત્સરને વહન કરે છે ? III ટીકા : यदि तावत्कर्मणां तद्विबन्धकानामनुदीर्णानामुपशमेन, उपलक्षणत्वादुदीर्णानां च क्षयेण हेतुभूतेन सुव्रतः सदाचारः सन् यतिः साधुः सुन्दर इति शोभनोऽयमित्युच्यते, परेणेति गम्यते, ततो धर्म गुणाधिकविषयप्रमोदसाध्यं विजानानोऽवगच्छन् इतरः स्वबुद्ध्या धार्मिक एवं किं मत्सरं तस्योपरि द्वेषं वहति ? चित्ते धारयति ? नानाविवेकं विहायान्यत्कारणमस्तीत्यभिप्रायः ॥६७।। ટીકાર્ચ - યદિ ... ગમપ્રાયઃ | જો કર્મોના અનુદીર્ણ તદ્વિબંધક કર્મોના, ઉપશમથી અને ઉપલક્ષણથી ઉદીર્ણ કર્મોના હેતુભૂત એવા ક્ષયથી સુવ્રતવાળા=સદાચારવાળા છતાં સાધુ, સુંદર=શોભન આ છે, એ પ્રકારે પર વડે ગુરુ વડે, કહેવાય છે, તો ગુણાધિક વિષય પ્રમોદસાધ્ય એવા ધર્મને જાણતા ઈિતર સાધુ–સ્વબુદ્ધિથી પોતાને ધાર્મિક જ જાણતા સાધુ, કેમ મત્સરને ધારણ કરે છે–તેની ઉપર દ્વેષને વહન કરે છે?=ચિત્તમાં ધારણ કરે છે ? અહીં અવિવેકને છોડીને અન્ય કારણ નથી, એ પ્રકારનો અભિપ્રાય છે. i૬૭ના ભાવાર્થ : સ્થૂલભદ્ર મુનિએ કામના ઉદયના કારણભૂત જે અનુદીર્ણ કર્મો હતાં, તેનો ઉપશમ કરેલ અને જે ઉદયમાં આવે તેવા કર્મો હતાં, તેને અંતરંગ દૃઢ પ્રણિધાન દ્વારા ક્ષય કરેલ, તેથી કોશાને ત્યાં રહેલા હોવા છતાં સુવ્રતવાળા હતા, પરંતુ કોશાની તે પ્રકારની હાવભાવની ચેષ્ટાથી લેશ પણ વિકારને પામ્યા નહિ, તેથી સુંદર સાધુ હતા અને ગુણાધિક પુરુષમાં પ્રમોદ ધારણ કરવો જોઈએ, એ પ્રકારના રહસ્યને આર્ય સંભૂતિવિજયના શિષ્યો જાણતા હતા, આમ છતાં તે નિમિત્તને પામીને સ્થૂલભદ્ર ઉપર દ્રષવાળા થયા, તેમાં તેઓમાં વર્તતો અવિવેક જ કારણ છે, આથી પદાર્થના વાસ્તવિક સ્વરૂપનું અવલોકન છોડીને સ્વમતિ અનુસાર વિકલ્પ કરીને સ્થૂલભદ્ર પ્રત્યે મત્સરવાળા થયા, તેથી ગુણસંપન્ન પણ જીવ નિમિત્તને પામીને જ્યારે મૂઢ મતિવાળા થાય છે, ત્યારે તેઓના પરિણામમાં વિવેકચક્ષુ પ્રવર્તક બનતી નથી, પરંતુ અનાદિથી સ્થિર થયેલા અવિવેકભાવથી મત્સરવાળા થઈને પોતાના હિતની ઉપેક્ષા કરે છે. Iકળા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૬૮ सवतरशिs: अस्यैव दोषान् दृष्टान्तेनाहઅવતરણિકાર્ય : આના જ દોષોને-અવિવેકવાળા જીવના જ મત્સર દોષોને દષ્ટાંતથી કહે છે – गाथा: अइसुट्टिओ त्ति गुणसमुइओ त्ति जो न सहइ जइपसंसं । सो परिहाइ परभवे, जहा महापीढपीढरिसी ।।६८।। गाथार्थ : અતિસુસ્થિત છે, ગુણસમુદિત છે, એ પ્રમાણે મુનિની પ્રશંસાને જે સહન કરતા નથી, તે પરભવમાં પરિહાનિને પામે છે, જે પ્રમાણે પીઠ-મહાપીઠ ઋષિ. II૬૮ टी: अतीवसुस्थितो मूलोत्तरगुणेष्वित्यतिसुस्थित इति । तथा गुणैवैयावृत्त्यकरणादिभिः समुदितः समुद्गतः प्रकाशसम्पन्नः सम्पूर्णो वा गुणसमुदितः इत्येवं क्रियमाणामिति गम्यते यः कश्चिन्न सहते न क्षमते यतिप्रशंसां साधुश्लाघां, स परिहीयते स्त्रीत्वादिप्राप्त्या हीनो भवति परभवेऽन्यजन्मनि, यथा महापीठपीठर्षी इति सक्षेपार्थः, विस्तरार्थः कथानकगम्यस्तच्चेदं महाविदेहे गृहस्थपर्यायचक्रवर्तिवैरनाभाचार्यान्तेवासिनस्तल्लघुभ्रातरो बाहुसुबाहुपीठमहापीठा एकादशाङ्गधरा आसन् । तत्र बाहुः क्षयोपशमवशात् पञ्चशतिकगच्छस्य वैयावृत्त्यमकरोत् । सुबाहुर्मर्दनादिना खेदविनोदम्, इतरौ स्वाध्यायमिति । अन्यदा कस्मिंश्चित्प्रस्तावे तद्गुणानुत्कीर्त्य धन्यौ कृतार्थावेताविति श्लाधितौ बाहुसुबाहू गुरुणा, ततोऽद्यापि राजस्वभावं नैते मुञ्चन्ति येनात्मकृत्योद्यतावेतौ श्लाघयन्ति, न पुनः स्वाध्यायरतावावामिति जातमितरयोर्गुरुविषयं मनाक् चित्तकालुष्यं । तदवधीरणया विशेषतोऽनालोच्य कालं कृत्वा सर्वार्थसिद्धविमाने समुत्पद्य ततश्च्युत्वा तन्मनोदुष्कृतकर्मपरिणतिवशात् समुत्पन्नौ स्त्रीभावेन ब्राह्मीसुन्दरी चेति, वैरनाभबाहुसुबाहवस्तु तस्मिन्नेवोत्पद्य ततश्च्युत्वा ऋषभदेवभरतबाहुबलिभावेन जाता इति ।।६।। शार्थ :___ अतीव ..... जाता इति ।। भूत-Gतर एमां सत्यंत सुस्थित मतिसुस्थित छ भने यावश्य:રણાદિ ગુણોથી સમુદિત અર્થાત્ સમુગત પ્રકાશસંપન્ન અથવા સંપૂર્ણ ગુણસમુદિત છે. આ પ્રકારે Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૬૮-૬૯ કરાતી યતિપ્રશંસાને જે કોઈ સહન કરતો નથી, તે સ્ત્રીત્વ આદિની પ્રાપ્તિ દ્વારા પરભવમાં=અન્ય જન્મમાં, હીન થાય છે, જે પ્રમાણે પીઠ-મહાપીઠ ઋષિ, એ પ્રમાણે સંક્ષેપથી અર્થ છે, વિસ્તારથી અર્થ કથાનકથી ગમ્ય છે અને તે આ છે – મહાવિદેહમાં ગૃહસ્થ પર્યાયમાં ચક્રવર્તી વજનાભ આચાર્યના શિષ્યો એવા તેમના લઘુ ભાઈઓ બાહુસુબાહુ-પીઠ-મહાપીઠ અગ્યાર અંગને ધારણ કરનારા હતા, ત્યાં બાહુ ક્ષયોપશમના વશથી પાંચસો સાધુની વેયાવચ્ચ કરતા હતા, સુબાહુ મર્દન આદિથી ખેદવિનોદન=પાંચસો સાધુની થાક ઉતારવાની વેયાવચ્ચને, કરતા હતા, બીજા બે=પીઠ અને મહાપીઠ, સ્વાધ્યાયને કરતા હતા, એકવાર કોઈક પ્રસંગમાં તેઓના ગુણોનું અનુકીર્તન કરીને આ બન્ને ધન્ય છે, કૃતાર્થ છે, એ પ્રમાણે બાહુ-સુબાહુ ગુરુ વડે શ્લાઘા કરાયા, તેથી હજી પણ આ=ગુરુ, રાજસ્વભાવને છોડતા નથી. જેથી પોતાનું કામ કરવામાં ઉદ્યત આ બન્નેને વખાણે છે, સ્વાધ્યાયમાં રક્ત એવા આપણા બેને નહિ, એ પ્રમાણે બીજા બેને ગુરુ વિષય જરાક ચિત્તની કલુષતા થઈ, તેઓની અવધારણા વડે વિશેષથી અનાલોચન કરીને કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થઈને ત્યાંથી ચ્યવીને તે મનના દુષ્કતથી કરાયેલી કર્મની પરિણતિના વશથી સ્ત્રીભાવ વડે બ્રાહ્મી અને સુંદરી ઉત્પન્ન થયા, વજનાભ, બાહુ, સુબાહુ વળી તેમાં જ ઉત્પન્ન થઈને સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થઈને ત્યાંથી ચ્યવીને ઋષભદેવ-ભરતબાહુબલી ભાવ વડે ઉત્પન્ન થયા. ૩૮ ભાવાર્થ : ગુણવાનના ગુણોને જોઈને કોઈ મહાત્મા તેની પ્રશંસા કરે અને તે જેનાથી સહન થાય નહિ તેને ગુણદ્વેષની પ્રાપ્તિ થાય અને ગુણદ્વેષ મિથ્યાત્વ સાથે જીવનો અવિનાભાવી પરિણામ છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવો ગુણના પારમાર્થિક સ્વરૂપને નિર્મળ બુદ્ધિથી જોનારા હોય છે, આમ છતાં વેયાવચ્ચ કરનારા ભારતબાહુબલીના જીવની ગુરુએ પ્રશંસા કરી, ત્યારે પીઠ-મહાપીઠ ઋષિને કષાયને વશ ઈર્ષાનો જે પરિણામ થયો, તે મત્સરના પરિણામરૂપ હોવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ દ્વારા સ્ત્રીપણું આદિ અનર્થોની પ્રાપ્તિનું કારણ થયું, ફક્ત તેઓનો ગુણોનો દ્વેષ દૃઢ નહિ હોવાથી જમાલિની જેવું અનર્થનું કારણ ન બન્યું. જ્યારે જમાલિને ગુણસંપન્ન એવા ભગવાનનાં વચનો પ્રત્યે જે દ્વેષ થયો, તેનાથી જે સંસારની વૃદ્ધિ પ્રાપ્ત થઈ તે અનિવર્તનીય અંશને કારણે પ્રાપ્ત થઈ, જ્યારે પીઠ-મહાપીઠ ઋષિને ઈષ્યજન્ય ગુણોનો દ્વેષ થયો, તોપણ તેવો દઢ મૂળવાળો નહિ હોવાથી તે ભવમાં આરાધના કરીને સર્વાર્થસિદ્ધમાં ગયા, તોપણ સ્ત્રીપણા રૂપ અનર્થની પ્રાપ્તિ થઈ એવો જ ઠેષ સિંહગુફાવાસી મુનિને પણ સ્થૂલભદ્ર પ્રત્યે થયેલો. II૬૮TI અવતરણિકા : વિશ્વ અવતરણિકાર્ય :વિશ્વથી અન્ય દોષ બતાવે છે – Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૬૯ ગાથા : परपरिवायं गिह्णइ, अट्ठमयविरल्लणे सया रमइ । डज्झइ य परसिरीए, सकसाओ दुक्खिओ निच्चं ॥६९।। ગાથાર્થ : કષાયવાળો જીવ પરપરિવાદને ગ્રહણ કરે છે, આઠ મદના વિસ્તારમાં સદા રમે છે, પર સમૃદ્ધિમાં બળે છે, તે હંમેશાં દુઃખિત છે=આશાતાગ્રસ્ત છે. II૬૯ll ટીકા : परपरिवादम् आत्मव्यतिरिक्तावर्णवादं गृह्णात्यनेकार्थत्वात्करोति, तथा अष्टौ च ते मदाश्च कारणे कार्योपचाराज्जात्यादयः, तेषां 'विरल्लणं' वचनेन विस्तारणं, तस्मिन् सदा रमते सज्जते, तथा दह्यते दृष्टया श्रुतया वा परश्रिया आत्मव्यतिरिक्तलक्ष्म्या, हेतुभूतया, चशब्दात् तद्भशार्थं यतते च । कोऽसौ ? सकषाय उत्कटक्रोधाधुपप्लुतः प्राणीत्यर्थः । स चैवम्भूतो दुःखितोऽसातग्रस्तो नित्यं सर्वदा भवतीत्यैहिको दोषः ।।६९।। ટીકાર્ય : પરિવારમ્ ...રોષ: I પર પરિવાદને આત્મવ્યતિરિક્ત અવર્ણવાદને, ગ્રહણ કરે છે, અનેકાર્થપણું હોવાથી=ગૃતિ શબ્દનું અનેકાર્થપણું હોવાથી, પર૫રિવાદને કરે છે અને આઠ એવા તે મદો તેના વિસ્તારમાં સદા રમે છે. કારણમાં મદના કારણરૂપ જાતિ આદિમાં, કાર્યનો ઉપચાર હોવાથી જાતિ આદિ મદો છે, તેના વચનથી વિસ્તારણ, તેમાં સદા રમે છે અને પરની લક્ષ્મીથી હેતુભૂત એવી આત્મવ્યતિરિક્ત પરલક્ષ્મીથી જોવાયેલી વડે અથવા સંભળાયેલી વડે બળાય છે, ર શબ્દથી તેના ભ્રંશ માટે યત્ન કરે છે, કોણ આવો છે ? એથી કહે છે – કષાયવાળો-ઉત્કટ ક્રોધાદિયુક્ત પ્રાણી અને તે આવા પ્રકારનો દુઃખિત=અશાતાગ્રસ્ત, હંમેશાં હોય છે, આ પ્રકારનો ઐહિક દોષ છે=આ પ્રકારનો આ લોક સંબંધી દોષ છે. lig૯i ભાવાર્થ : જે જીવો કષાયવાળા છે, તેઓ સાધુવેષમાં હોય કે ગૃહસ્થ વેષમાં, બીજાના અવર્ણવાદને કરે છે, આઠમદમાંથી જે મદ થઈ શકે, તે પ્રકારની સામગ્રી પોતાને પ્રાપ્ત થઈ હોય તે મદને વિસ્તારવામાં સદા રમે છે અર્થાત્ પોતે બુદ્ધિસંપન્ન હોય, શ્રુતસંપન્ન હોય તો હું વિદ્વાન છું, હું બુદ્ધિસંપન્ન છું ઇત્યાદિ કરીને સદા પોતાના મદમાં રમે છે અને પરની સમૃદ્ધિથી સદા બળે છે. તે જીવો ચિત્તમાં હંમેશાં તે તે કષાયોને કારણે આલોકમાં જ દુઃખનો અનુભવ કરનારા હોય છે, પરંતુ શારીરિક, માનસિક સ્વસ્થતાનો અનુભવ કરી શકતા નથી, ક્વચિત્ પુણ્યના ઉદયથી શાતા વર્તતી હોય, તોપણ તે તે પ્રકારના કષાયના Page #142 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૬૯-૭૦ ૧૦૩ પરિણામને કારણે તેઓ સદા અશાતાથી ગ્રસ્ત હોય છે, તેથી અન્યની પંચાત કરીને કે પોતાના મદનો વિસ્તાર કરીને ક્લેશને જ પામતા હોય છે. કલા અવતરણિકા : साम्प्रतं पारलौकिकं तद्दोषमाहઅવતરણિકાર્ય : હવે પરલોક સંબંધી તેના દોષને કહે છે – ગાથા : विग्गहविवायरुइणो, कुलगणसंघेण बाहिरकयस्स । नत्थि किर देवलोए वि, देवसमिईसु अवगासो ।।७०।। ગાથાર્થ : વિગ્રહ અને વિવાદમાં રુચિવાળા કુલ-ગણ-સંઘથી બહાર કરાયેલા સાધુઓને દેવલોકમાં પણ કદાચ જન્મ થાય તોપણ દેવસમિતિમાં દેવસભામાં, ખરેખર અવકાશ નથી. IIછoll ટીકા : विग्रहो मुष्ट्यादियुद्धं, विवादो वाक्कलहः, विग्रहश्च विवादश्चेति समासः, तयो रुचिरभिलाषो यस्यासौ तथा तस्य, अत एव कुलगणसङ्घन बहिःकृतस्य, तत्र कुलं चान्द्रविद्याधरादि, कुलसमुदायो गणः, चातुर्वर्णः सङ्घः, कुलं च गणश्चेत्यादि समाहारद्वन्द्वः, तेनाधिकरणकारितादिदोषमुत्कीर्त्याऽवन्द्यतया निष्कासितो बहिष्कृतस्तस्य नास्ति न विद्यते, किलशब्दः परोक्षाप्तवादसूचकः, देवलोकेऽपि सौधर्मादौ, सम्भाव्यत एवैतद् देवसमितिषु सुरसङ्घातमध्येऽवकाशो ढोकः, स्वचरितदोषान्नासौ परलोकेऽपि शुभस्थानं लभत इत्यर्थः ।।७०।। ટીકાર્ચ - વિદો .... ચર્થ | વિગ્રહ=મુષ્ટિ આદિ યુદ્ધ, વિવાદ–વાણીનો કલહ, વિગ્રહ અને વિવાદ એ પ્રમાણે સમાસ છે, તે બેમાં રુચિ=અભિલાષા છે જેને તે તેવો છે=વિગ્રહ-વિવાદ-રુચિવાળો છે, તેને, આથી જ કુલ-ગણ-સંઘથી બહાર કરાયેલાને, ત્યાં કુલ વિદ્યાધર આદિ છે, કુલનો સમુદાય ગણ છે, ચાર વર્ણવાળો સંઘ છે અને કુલ અને ગણ ઈત્યાદિ સમાહાર દ્વન્દ્ર છે, તેના વડેઃકુલગણ-સંઘ વડે, અધિકરણકારિતા દોષને આશ્રયીને અવંધપણું હોવાથી નિષ્કાસિત કરાયેલા=બહિષ્કૃત કરાયેલા એવા, તેને દેવલોકમાં પણ દેવસમિતિમાં અવકાશ નથી એમ અવય છે, વિયન શબ્દ પરોક્ષ આપ્તવાદ સૂચક છે, દેવલોકમાં પણ સૌધર્મ આદિમાં, આ સંભાવના કરાય છે જ તે જીવને Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૦-૭૧ દેવલોકની પ્રાપ્તિ થાય એ સંભાવના કરાય છે જ, (તોપણ) દેવની સભામાં અવકાશ નથી; (કેમ કે) પોતાના ચારિત્રના દોષને કારણે આ જીવ પરલોકમાં પણ શુભસ્થાનને પામતો નથી. II૭૦I ભાવાર્થ : ગાથા-૯૯માં કહ્યું એમ જે સાધુઓ પર પરિવાદના વ્યાપારવાળા છે, આઠ મદમાંથી કોઈક મદમાં રમી રહ્યા છે, અન્યની સમૃદ્ધિને જોઈને બળે છે, વિગ્રહ-વિવાદમાં રુચિવાળા છે, એથી પરસ્પર કલહ કરનારા છે, તેના કારણે સાધુનું સુંદર કુલ, કુલનો સમુદાય, ચતુર્વિધ સંઘ જે જિનાજ્ઞામાં સંસ્થિત છે, તેઓ વડે તેવા સાધુ બહાર કરાય છે; કેમ કે સુવિહિત કુલનો સમુદાય અને સંઘ સર્વજ્ઞના વચનાનુસાર ચાલનાર છે, તેથી તેવા સાધુઓને સમુદાયથી બહાર રાખે છે અને તેવા સાધુ ક્વચિત્ બાહ્ય તપ કરીને દેવલોકમાં જાય તોપણ કિલ્બિષિયા આદિ હલકા દેવભવને પ્રાપ્ત કરે છે, તેથી તેમને દેવસભામાં પ્રવેશ મળતો નથી અને જો તેઓ બાહ્ય તપ આદિ ન કરે તો દુર્ગતિની પરંપરાને પામે છે, તેથી પોતાના ચારિત્રના દોષથી તેઓ પરલોકમાં પણ શુભસ્થાનને પામતા નથી. II૭૦ના અવતરણિકા : तदियता मात्सर्येणाविद्यमानदोषग्राहिणो दोषोऽभिहितः, अधुना विद्यमानग्राहिणोऽपि तमाहઅવતરણિકાર્ય : તે કારણથી આટલાથી=ગાથા-૬૬થી ૬૯ સુધી વર્ણન કર્યું એટલાથી, માત્સર્યથી અવિદ્યમાન દોષગ્રાહીનો દોષ કહેવાયો, હવે વિદ્યમાતગ્રાહીના પણ દોષને કહે છે – ગાથા : जइ ता जणसंववहारवज्जियमकज्जमायरइ अन्नो । जो तं पुणो विकंथइ, परस्स वसणेण सो दुहिओ ।।७१।। ગાથાર્થ : જો જનસંવ્યવહારથી વર્જિત એવા અકાર્યને બીજો આચરે છે, તેને તે અકાર્યને, જે વળી કહે છેઃલોકો આગળ કહે છે, પરના વ્યસનથી તે દુઃખિત છે. ll૭૧II ટીકા : यदि तावदिति पूर्ववज्जनसंव्यवहारेण लौकिकप्रसिद्ध्यापि वर्जितमतिबादरत्वात्परिहतमिति समासः, किम् ? अकार्यं चौर्यपारदार्यादिकमाचरति सेवतेऽन्यः पापप्रेरितः कश्चित्परः । तदसौ तावत्स्वयंकृतेन राजकुलनयनमारणादिना व्यसनेन दुखितो भवति, यः पुनस्तदकार्यं विकत्थते जनसमक्षमुत्कीर्तयति, परस्य सम्बन्धिना व्यसनेनापद्रूपेणासौ दुःखितो निष्फलान्तस्तापभाग्भवતીર્થ પાછા Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૧-૭૨ ટીકાર્ય : હિ... અવતીર્થ રિ તાવત્ એ શબ્દનો અર્થ પૂર્વની જેમ છે, જન-સંવ્યવહારથી=લૌકિક પ્રસિદ્ધિથી પણ, વર્જિત અતિબાદરપણું હોવાથી પરિહાર કરાયેલું એવું, શું? ચોરી-પારદાય આદિ અચ=પાપપ્રેરિત કોઈક પર સેવે છે, તે કારણથી આકચોરી આદિ કરનાર, રાજકુલનયન મારણ આદિ સ્વયં કૃત વ્યસનથી દુઃખિત થાય છે, જે વળી તેના અકાર્યને લોકો સમક્ષ કહે છે, પરના વ્યસનથી ચોરી આદિ કરનાર સંબંધી આપત્તિથી, આ=બીજાના દોષોને કહેનાર, દુઃખિત થાય છે=નિષ્ફળ અંત:તાપને પ્રાપ્ત કરનાર થાય છે. I૭૧| ભાવાર્થ : જેઓને બીજાઓની વાસ્તવિક વસ્તુને જોઈને અન્યને કહેવાનો સ્વભાવ છે, તેઓ કોઈને ચોરી, પરદારા આદિ અકાર્ય કરતા જુએ અને તેના કારણે ચોરી કરનારા જીવો રાજકુળમાં લઈ જવાય અથવા મૃત્યુદંડને પ્રાપ્ત કરે, તે રીતે દુઃખિત થતા હોય, તેની માહિતી પોતાને પ્રાપ્ત થઈ હોય, તેના તે અકાર્યને બીજાની આગળ કહે છે અને મનમાં અભિમાન ધારણ કરે છે કે હું મૃષાભાષણ કરતો નથી. પરંતુ વાસ્તવિક તેણે તેવું અકાર્ય કર્યું છે, તેવું જ કહું છું, માટે સત્ય વચન છે અને આ પ્રકારે બીજાની પંચાત કરવાની તુચ્છ પ્રકૃતિને કારણે સ્વયં દુઃખિત થાય છે અર્થાત્ નિષ્ફળ કષાયોના અંતઃતાપવાળા થાય છે; કેમ કે તે પ્રકારના પરના કથન કરવાના વ્યસનને કારણે પોતાની ક્લિષ્ટ પ્રકૃતિને વધારે ક્લિષ્ટ કરે છે. II૭ના અવતરણિકા : तदेवं परावर्णवादस्यानर्थहेतुताभिहिता, अधुनैवंप्रकाराणामन्येषामपि तामाहઅવતરણિતાર્થ : આ રીતે પરના અવર્ણવાદની અનર્થહેતુતા કહેવાઈ, હવે આવા પ્રકારવાળા અન્ય પણ દોષોની તેને=અનર્થહેતુતાને કહે છે – ગાથા - सुट्ट वि उज्जममाणं, पंचेव करेंति रित्तयं समणं । अप्पथुई परनिंदा, जिब्भोवत्था कसाया य ।।७२।। ગાથાર્થ : અતિશયથી ઉધમ કરતા સાધુને પાંચ જ રિક્તક કરે છે–ગુણશૂન્ય કરે છે, આત્મસ્તુતિ, પરનિંદા, જિલ્લા, ઉપસ્થ ઈન્દ્રિય અને કષાયો. Iછરા. ટીકા : सुष्ठ्वपि अतिशयेनाप्युद्यच्छन्तं तपःसंयमयोरुद्यमं कुर्वन्तं पञ्चैव शेषदुश्चरितसाहाय्यनिरपेक्षाणि Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૨-૭૩ कुर्वन्ति सम्पादयन्ति रिक्त एव रिक्तकस्तं गुणशून्यकं श्रमणकं साधुम् । कानि तानीत्याहઆત્મસ્તુતિઃ=ઞાત્મન્નાયા, પરનિના=અન્યનુગુપ્સા, નિલ્લા=સનેન્દ્રિય, ૩૫સ્થા=સ્પર્શનેન્દ્રિય, ષાયા:= :=ોષાય:, તે દ્વેતયા વૃદ્દીતા: ચશબ્દ:સમુખ્યવાર્થ:।।૭।। ટીકાર્ય - = सुष्ट्वपि સમુખ્યવાર્થ: ।। સુષ્ઠુ પણ=અતિશયથી પણ, ઉદ્યમ કરતા શ્રમણને=તપ અને સંયમમાં ઉદ્યમ કરતા સાધુતે, પાંચ જ=શેષ દુચ્ચરિત્ર સહાય નિરપેક્ષ એવા પાંચ જ, રિક્ત જ= રિક્તક=ગુણશૂન્ય, કરે છે, કયા તે પાંચ છે ? એથી કહે છે – આત્મસ્તુતિ=આત્મશ્લાઘા, પરનિંદા= અન્યની જુગુપ્સા, જિહ્વા=રસનેન્દ્રિય, ઉપસ્થા=સ્પર્શનેન્દ્રિય અને ક્રોધાદિ કષાયો, વળી તે=ક્રોધાદિ ચાર વળી, એકપણાથી=કષાયપણાથી ગ્રહણ કરાયેલા છે, ચ શબ્દ સમુચ્ચય અર્થવાળો છે. ।।૭૨।। ભાવાર્થ : ..... કોઈ સાધુ બાહ્ય તપ અને સ્વાધ્યાય આદિમાં અતિશયથી રત હોય, ષટ્કાયના પાલનરૂપ સંયમમાં ઉદ્યમવાળા હોય, છતાં કોઈક નિમિત્તથી આત્મસ્તુતિ આદિ કોઈક દોષ પ્રગટ થાય તો તે સાધુને તે દોષ ગુણશૂન્ય કરે છે; કેમ કે ગુણોની વૃદ્ધિ અંતરંગ નિષ્કષાયભાવને અનુકૂળ યત્નથી થાય છે અને તે સાધુ બાહ્યથી તપ-સંયમમાં યત્ન કરે છે, છતાં આત્મસ્તુતિ આદિ પાંચમાંથી કોઈ એકમાં કે પાંચેયમાં તેનું ચિત્ત પ્રવર્તતું હોય તો તેનાથી તે મહાત્મા દોષની વૃદ્ધિ કરે છે, તેથી સાધુના ગુણોથી તે શૂન્ય બને છે અને તે પાંચેયને સ્પષ્ટ કરે છે – આત્મસ્તુતિ=પોતે તપ-સંયમમાં યત્ન કરે છે તે લોકો આગળ કહીને તે તપ-સંયમની ક્રિયા દ્વારા માન-કષાયની વૃદ્ધિ કરે છે અથવા અસહિષ્ણુતા દોષને કારણે બીજાની વિપરીત આચરણા જોઈને હંમેશાં નિંદા કરે છે અર્થાત્ આ સાધુઓ શિથિલાચારને સેવનારા છે ઇત્યાદિ કહીને લોકો આગળ તેમની નિંદા કરે છે, તેઓ પોતાની તે પ્રકારની અસહિષ્ણુ પ્રકૃતિને કારણે ક્લિષ્ટ કર્મો બાંધીને સંયમનો નાશ કરે છે, વળી કોઈને જિલ્વેન્દ્રિયને અનુકૂળ ભાવોમાં વૃદ્ધિ હોય છે, તેઓ પણ પ્રસંગે પ્રસંગે બાહ્ય તપ અને જીવરક્ષા માટે ઉદ્યમ કરતા હોય તોપણ વાપરતી વખતે ૨સનેન્દ્રિયમાં વૃદ્ધિ કરીને સંયમનો નાશ કરે છે, વળી કેટલાક મહાત્માને સ્પર્શનેન્દ્રિયનો કામવિકાર અતિશય હોય છે, તેથી બાહ્યથી તપ-સંયમની આચરણા કરતા હોય તોપણ કામના વિકારોને પ્રાપ્ત કરીને સંયમ નાશ કરે છે, વળી કેટલાક મહાત્માઓ ક્રોધાદિ કષાયોમાંથી આ તે તે કષાયને પરવશ સંયમનો નાશ કરે છે, તેથી કલ્યાણના અર્થી સાધુએ આત્મસ્તુતિ આદિ પાંચનું સ્વરૂપ સૂક્ષ્મતાથી ભાવન કરીને તે પાંચેય દોષોના પરિહાર માટે અતિશય યત્ન કરવો જોઈએ, જેથી પ્રાપ્ત થયેલું સંયમ સફળ બને. II૭૨શા અવતરણિકા : पुनरपि परावर्णवादस्य सर्वदोषाधिकतां दर्शयंस्तत्कर्तुरद्रष्टव्यतामाह Page #146 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૩ ૧૨૭ અવતરણિકાર્ય : ફરી પણ પરના અવર્ણવાદની સર્વ દોષથી અધિકતાને બતાવતાં તેના કર્તાની અદ્રવ્યતાને કહે છે – ગાથા - परपरिवायमईओ, दूसइ वयणेहिं जेहिं जेहिं परं । ते ते पावइ दोसे, परपरिवाई इय अपेच्छो ।।७३।। ગાથાર્થ - પરપરિવાદમાં મતિવાળો જીવ જે જે વચનો વડે પરને દૂષિત કરે છે, તે તે દોષો તે પ્રાપ્ત કરાવે છે, એ હેતુથી પરપરિવાદી અપેક્ષ્ય છે=જોવા યોગ્ય નથી. II૭all ટીકા - __परपरिवादे अन्यदोषोद्घाटने मतिर्बुद्धिर्यस्यासौ परपरिवादमतिकः, स परं सदसद्दोषोत्कीर्तकैर्वचन क्यैः करणभूतैर्ययैः सदसद्भिर्दोषैर्हेतुभूतैरिति गम्यते, दूषयति जनमध्ये दुष्टं दर्शयति, तांस्तान् दोषांस्तमसौ प्रापयति असद्भिर्योजयति, तद्योजनेन च महादुःखं तस्य जनयतीत्यर्थः । सद्भिः पुनर्बहिरपि व्यापयति, व्याप्तश्च खरतरमसौ निर्लज्जो भवति । परपरिवाद्यन्यदोषसूचक इति हेतोरप्रेक्ष्योऽप्रेक्षणीयोऽतिपापिष्ठत्वाद् द्रष्टुमपि न कल्पत इत्यर्थः ।।७३।। ટીકાર્ય : પરંપરિવારે ચર્થ: આ પરપરિવાદમાં=અત્યતા દોષોના ઉદ્દઘાટનમાં, મતિ=બુદ્ધિ છે જેને એ પર પરિવારમતિક છે, તે હેતુભૂત જે જે અસદ્ દોષોરૂપ અર્થાત્ સદ્-અસત્ દોષના ઉત્કીર્તક વચન સ્વરૂપ કરણભૂત વાક્યો વડે પરને દૂષિત કરે છે અર્થાત્ લોકમાં દુષ્ટ બતાવે છે, તે તે દોષો પરને પ્રાપ્ત કરાવે છે=અસદ્ એવા તે તે દોષો સાથે તેને યોજન કરે છે અને તેના યોજનથી=અસભૂત એવા દોષોના યોજનથી પરસે મહાદુઃખ ઉત્પન્ન કરે છે, વળી સબૂત દોષો વડે બહાર પણ વ્યાપક કરે છે તે જીવને સદ્ભૂત એવા દોષોથી લોકોમાં વિખ્યાત કરે છે અને વ્યાપ્ત થયેલો એવો આગ દોષવાળો એવો પર, અત્યંત નિર્લજ્જ થાય છે, પરપરિવાદી=અવ્યના દોષને સૂચન કરનારો, એ હેતુથી=પૂર્વમાં કહ્યું એ પ્રમાણે દોષોની પ્રાપ્તિ કરાવતો હોવાથી, અપ્રેક્ષ્ય છેઃઅપેક્ષણીય છે અર્થાત્ અતિપાધિષ્ઠાણું હોવાથી જોવા માટે પણ યોગ્ય નથી. ૭૩ ભાવાર્થ : જેઓને બીજાના દોષોને જોઈને તેને પ્રગટ કરવાની મતિ છે, તે જીવો બીજાના વાસ્તવિક દોષોને જોઈને લોકો આગળ પ્રગટ કરે છે, વળી કેટલીક વખત સ્વકલ્પનાથી તે દોષોની સંભાવના કરીને પ્રગટ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૩, ૭૪-૭૫-૭૬ કરે છે, તો કેટલીક વખત તે દોષ પરમાં લેશ પણ ન હોય, તેની સંભાવના જેવું કોઈ વર્તન ન હોય, છતાં પોતાની નીચવૃત્તિથી અસદ્ દોષનું આરોપણ કરીને લોકમાં તેનું પ્રકાશન કરે છે. આ સર્વ પ્રકારે બીજાના દોષોના પ્રકાશનની પ્રવૃત્તિ અત્યંત નિંઘ છે, કેમ નિંઘ છે ? એથી કહે છે કોઈકમાં કોઈક દોષ વિદ્યમાન ન હોય એવા દોષનું તેનામાં આરોપણ કરીને લોકમાં દુષ્ટ બતાવવાથી તેને મહાદુ:ખ થાય છે, તેથી બીજાને દુઃખ ઉત્પન્ન કરવારૂપ હિંસાની પ્રાપ્તિ થાય છે, જેથી હિંસાજન્ય કર્મબંધ થાય છે, ક્વચિત્ પોતાને અલ્પ મતિ હોવાને કા૨ણે ૫૨ના તે પ્રકારના વર્તનથી અવિદ્યમાન પણ દોષની સંભાવના કરીને તેનું બીજા પાસે કથન ક૨વાથી તેને મહાદુઃખ ઉત્પન્ન થાય છે, તેથી અન્યને દુઃખના ઉત્પાદનરૂપ ક્રિયાથી હિંસાની પ્રાપ્તિ થાય છે અને પોતાનામાં બીજાને પીડા કરવાનો ક્લિષ્ટ અધ્યવસાય હતો અને બીજાને પીડા થાય તેવા વચનને કહીને તે જીવ પોતાની તુચ્છ વૃત્તિને સંતોષવા યત્ન કરે છે, તેથી હિંસાના મહાપાપને પ્રાપ્ત કરે છે. વળી બીજામાં કોઈક દોષ વિદ્યમાન હોય તોપણ દયાળુ ચિત્તવાળા મહાત્મા તેના તે દોષના નિવારણનો ઉચિત ઉપાય વિચારે છે, પરંતુ તુચ્છ મતિવાળા પ૨પરિવાદ કરનારા જીવો તો તેના વિદ્યમાન દોષોને અન્ય પાસે કહીને તેની ખરાબ પ્રવૃત્તિને લોક આગળ વ્યાપક કરે છે, તેથી પોતાની ખરાબ પ્રકૃતિથી કંઈક લજ્જા પામીને તે મર્યાદામાં પાપ કરતો હતો તે નિર્લજ્જ થઈને પાપ કરતો થાય તે પ્રકારે તે પરપરિવાદક તેના કૃત્યનું કારણ બને છે, તેથી જેના દોષનું તે ઉદ્દ્ભાવન કરે છે, તેને અધિક દોષવાળો કરવામાં તે નિંદક પ્રબળ કારણ બને છે, તેથી પરપરિવાદી કોઈને પીડા કરવી, કોઈને દુષ્ટ બનાવવો તેવા કાર્ય કરનારો છે, માટે અતિપાપિષ્ઠ એવા તેનું મુખ પણ જોવા યોગ્ય નથી. આ પ્રકારે ઉપદેશ આપીને ગ્રંથકારશ્રી પ૨પરિવાદના પરિહાર માટે અત્યંત યત્ન કરવો જોઈએ, એમ સૂચન કરે છે, વસ્તુતઃ વિવેકી જીવે પરના દોષોને જોવા માટે આંધળા રહેવું જોઈએ, બોલવા માટે મૂંગા રહેવું જોઈએ અને સાંભળવા માટે બહેરા રહેવું જોઈએ, ફકત સહસા કોઈના દોષો દેખાય તોપણ તેનું હિત કઈ રીતે થઈ શકે તેનો વિચાર કરીને ઉચિત પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ પોતાની તુચ્છ મતિથી તે દોષોની વૃદ્ધિ કરવા યત્ન કરવો જોઈએ નહિ. II૭૩॥ અવતરણિકા : तदिदमवेत्य यादृशैर्भाव्यं तदाचिख्यासुर्हेयतया व्यतिरेकद्वारेण तावद्दुर्विनीतदोषानाहઅવતરણિકાર્ય : તે આને જાણીને=પરના અવર્ણવાદની અનર્થકારિતાને જાણીને, જેવા પ્રકારથી થવું જોઈએ તેને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી હેયપણાથી વ્યતિરેક દ્વારા દુવિનીતના દોષોને કહે છે ગાથા: थद्धा च्छिद्दप्पेही, अवण्णवाई सयंमई चवला । वंका कोहणसीला, सीसा उव्वेयगा गुरुणो ।।७४।। - Page #148 -------------------------------------------------------------------------- ________________ Guशभाला भाग-१ | गाथा-७४-७५-७५ ૧૨૯ जस्स गुरुम्मि न भत्ती, न य बहुमाणो न गोरवं न भयं । न वि लज्जा न वि नेहो, गुरुकुलवासेण किं तस्स ।।७५।। रूसइ चोइज्जतो, वहई य हियएण अणुसयं भणिओ । न य कहिं करणिज्जे, गुरुस्स आलो न सो सीसो ॥७६।। गाथार्थ : સ્તબ્ધ, છિદ્રપેક્ષી, અવર્ણવાદી, સ્વમતિવાળા, ચપળ, વક્ર, ક્રોધ કરવાના સ્વભાવવાળા શિષ્યો ગુરુને ઉદ્વેગ કરનારા છે. જેને ગુરમાં ભક્તિ નથી, બહુમાન નથી, ગૌરવ નથી, ભય નથી, લજ્જા પણ નથી, સ્નેહ પણ નથી, તેને ગુરુકુલવાસથી શું અર્થાત્ કોઈ લાભ નથી. પ્રેરણા કરાતો રોષ કરે છે અને કહેવાયેલો હદયથી અનુશયને વહન કરે છે. કોઈ કરણીયમાં पततो नथी, गुरुनो माग छे=ses छ, d शिष्य नथी. ||७४-७५-७१।। टीका : स्तब्धा गर्वेणानम्रकायाः, च्छिद्रप्रेक्षिणो मत्सरितया गुरोरपि दोषस्थाननिरीक्षणशीलाः, अवर्णवादिनो गुरोरप्यश्लाघाकरणप्रवणाः, तथा स्वयमात्मनः सम्बन्धिनी, न गुरोः, मतिर्बुद्धिः, प्रक्रमात्प्रवर्तिका कार्येषु येषां ते स्वयम्मतयः, चपलाश्चित्तकायाभ्यां तरलाः, चित्तेनास्थिरतयाऽपराऽपरशास्त्रपल्लवग्राहिणः, कायेनासमञ्जसं गात्रविक्षेपिणः । वक्रा मनोवाग्भ्यां कुटिलाः, मनसा गुरुविषयेऽपि मायाविनो वाचापि ये वचनं विबध्नन्ति । तथा क्रोधनेन स्वपरयोः कोपकरणेन, शीलं समाधानं येषां ते तथा, एवम्भूताः शिष्याः किं ? उद्वेजका मनस्तापहेतुत्वादुद्वेगकारिणः, कस्य गुरोर्भवन्तीति । किञ्च यस्य गुरौ न भक्तिर्बाह्या सेवा, न च नैव बहुमानमान्तरप्रीतिः, न गौरवं समानदर्शितया पूज्योऽयमिति न बुद्धिरित्यर्थः, न भयमकार्ये प्रवर्तमानस्य गुरोः सकाशात् । नापि लज्जा त्रपा, नापि स्नेहः प्रतिबन्धः । अपिशब्दौ समुच्चयार्थी, सरुषि नतिस्तुतिवचनं, तदभिमते प्रेममित्यादिगुणान्तराभावसम्भावनार्थो वा, बहुशो नञोऽभिधानमत्यन्तनिर्गुणताख्यापनार्थम् एवंविधस्य तस्य गुरुकुलवासेन गुर्वधिष्ठितगच्छमध्यस्थेन किं ? न किञ्चित्तदाधेयगुणविकलत्वादित्यभिप्रायः । किञ्च रुष्यति तदैव क्रुध्यति चोद्यमानो विशेषतो दोषमुत्कीर्त्यानुशिष्यमाणः, तथा वहति हृदयेन धारयति चित्तेनानुशयं क्रोधानुबन्धम्, चशब्दात् कार्यं च कालान्तरेण दर्शयति । भणितः सामान्येन स्मारितो वारितो वा, न च नैव कस्मिंश्चिदन्यतमेऽपि करणीये कर्तव्ये वर्त्तत इति शेषः । गुरोस्तदाचार्यस्य आलो दुस्तरत्वात्प्रतिप्रवेशो, नासौ शिष्योऽनुशासनानर्हत्वादिति ।।७४-७५-७६।। Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા૭૪-૭૫-૭૬ ટીકાર્ય : સ્તથ ..... ગર્દ–ાહિતિ / સ્તબ્ધ ગર્વથી અનમ્ર કાયાવાળા, છિદ્રને જોનારા મત્સરિપણાને કારણે ગુરુના પણ દોષસ્થાનને જોવાના સ્વભાવવાળા, અવર્ણવાદ બોલનારા=ગુરુની પણ અશ્લાઘા કરવામાં તત્પર અને સ્વયં-આત્મ સંબંધી, ગુરુની નહિ એવી મતિ=બુદ્ધિ, પ્રક્રમથી કાર્યોમાં પ્રવર્તિકા છે જેમને તેઓ સ્વયં મતિવાળા છે અર્થાત્ ગુરુની મતિ પ્રમાણે ચાલનારા નથી, સ્વમતિ પ્રમાણે ચાલનારા છે, ચપળ છે=ચિત અને કાયા દ્વારા તરલ =ચિત્તથી અસ્થિરપણું હોવાને કારણે અપર અપર શાસ્ત્રના પલ્લવને ગ્રહણ કરનારા છે, કાયાથી અસમંજસ ગાત્રવિક્ષેપીઓ છે, વક્ર છે=મનવાણી દ્વારા કુટિલ છે=મતથી ગુરુના વિષયમાં પણ માયાવી છે ગુરુના વિષયમાં સ્વમતિકલ્પના કરનાર છે, વાણીથી પણ જેઓ વચનને વિરુદ્ધ ભાષણ કરનારા છે, તેઓ વક્ર છે અને ક્રોધથી સ્વપર ઉપર કોપકરણથી, શીલ=સમાધાન છે જેઓને તે તેવા છે=કોપકરણશીલવાળા છે અર્થાત્ સ્વયં ક્રોધ કરવાના સ્વભાવવાળા છે અને બીજાને કોપ ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા છે, આવા શિષ્યો ગુરુને ઉદ્વેગજત થાય છે=મતના તાપનું હેતુપણું હોવાથી ઉદ્વેગકારી થાય છે. વળી જેને ગુરુમાં ભક્તિ નથી=બાહ્ય સેવા નથી, બહુમાન અંતરંગ પ્રીતિ નથી જ, ગૌરવ નથી= સમાનદક્ષિપણાને કારણે અર્થાત્ ગુરુને પોતાની સમાન જોનારો હોવાને કારણે આ પૂજ્ય છે, એ પ્રકારની બુદ્ધિ નથી, ભય નથી અકાર્યમાં પ્રવર્તમાનને ગુરુ પાસેથી ભય નથી, લજ્જા નથી, સ્નેહ પણ નથી ગુરુ પ્રત્યે પ્રતિબંધ પણ નથી, બે પિ શબ્દ સમુચ્ચય અર્થવાળા છે અથવા સરોષમાં, નતિ, સ્તુતિ વચન, તેના અભિમતમાં, પ્રેમ, ગુરુના દ્રષિમાં, દ્વેષ, દાન, ઉપકારનું કીર્તન અમંત્રમૂલ વશીકરણ છે, ઈત્યાદિ ગુણાંતરના અભાવની સંભાવના અર્થવાળા બે ગરિ શબ્દો છે, અનેક વખત નગનું કથત=ગાથામાં કહેલ રવિ તન્ના = વિ દ ઈત્યાદિ કથનમાં અનેક વખત ર'નું અભિધાન અત્યંત નિર્ગુણતા બતાવવા માટે છે. આવા પ્રકારના તેને=શિષ્યને, ગુરુકુલવાસથી શું ?=ગુરુ અધિષ્ઠિત ગચ્છના મધ્યવાસથી કંઈ નથી; કેમ કે તેના આધેયગુણનું વિકલપણું છેઃ ગુરુકુલવાસથી આધાર કરવા યોગ્ય ગુણોથી રહિતપણું છે, એ પ્રકારનો અભિપ્રાય છે. વળી શેષ કરે છે–ત્યારે જ ક્રોધ કરે છે, જ્યારે પ્રેરણા કરાતો હોય=વિશેષથી દોષને બતાવી અનુશાસન અપાતો હોય ત્યારે ક્રોધ કરે છે અને ચિત્તથી અનુશયને ક્રોધના અનુબંધ, હૃદયથી વહન કરે છે, ૨ શબ્દથી તેના કાર્યને કાલાન્તરે બતાવે છે, કહેવાયેલો=સામાન્યથી સ્મરણ કરાયેલો કે વારણ કરાયેલો શિષ્ય હદયથી અનુશયને વહન કરે છે, એમ અવય છે, કોઈક અવ્યતમ પણ કરણીયમાં–કર્તવ્યમાં, વર્તતો નથી, તેમાં વર્તત અધ્યાહાર છે, ગુરુનો-તેના આચાર્યતો, આલ છે= કલંકભૂત છે, દુસ્તરપણું હોવાથી=વાળી શકાય તેવો નહિ હોવાથી, પ્રતિપ્રવેશ છે=ગુરુથી વિરુદ્ધ ચાલનાર છે, આ શિષ્ય નથી; કેમ કે અનુશાસનને અયોગ્યપણું છે. li૭૪-૭૫-૭૬ો. Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૪-૭૫-૭૬, ૭૭ ભાવાર્થ : જે શિષ્યો કર્મદોષથી અતિ વિષમ પ્રકૃતિવાળા છે અને ગુણવાન ગુરુએ પણ કોઈક પ્રકારના અનાભોગથી તેવા શિષ્યને દીક્ષા આપેલી હોય, તે દુર્વિનીત શિષ્યો કેવા હોય છે ? તેના દોષોને બતાવે છે, તેમાંથી કોઈક શિષ્યને બધા દોષોની પ્રાપ્તિ થાય છે તો કોઈક શિષ્યને બધા દોષોની પ્રાપ્તિ નહિ હોવા છતાં કોઈક કોઈક દોષોની પ્રાપ્તિ થાય છે. આથી સિંહગુફાવાસી સાધુ અનેક રીતે આરાધક હોવા છતાં ગુરુએ જ્યારે સ્થૂલભદ્રને દુષ્કર દુષ્કરકારક કહ્યું, ત્યારે તે પ્રકારના વક્ર સ્વભાવને કારણે ગુરુવિષયક પણ શંકાશીલ થાય છે, તેટલા અંશમાં તેમનો તે દોષ છે. વળી પીઠ-મહાપીઠ પણ અનેક ગુણોથી યુક્ત હતા, આરાધક હતા, છતાં ગુરુએ બાહુ-સુબાહુની પ્રશંસા કરી ત્યારે સહન ન કરી શક્યા, તેથી અનર્થની પ્રાપ્તિ થઈ અને પ્રસ્તુત ત્રણ ગાથામાં બતાવ્યા, તેવા શિષ્યો તો ગુરુને ઉદ્વેગ કરનારા છે અને જેઓને ગુરુમાં ભક્તિ-બહુમાન નથી, સ્વમતિ પ્રમાણે જીવન જીવનારા છે, તેવાને ગુરુકુલવાસથી કોઈ લાભ થતો નથી, પરંતુ સારા ગુરુકુલવાસમાં રહીને અનેક દોષોને સેવીને તેઓ અધિક પાપના ભાગી બને છે અને જેઓનો સ્વભાવ ગુરુ પ્રત્યે રોષ કરવાનો છે અને ઉપદેશ સાંભળીને હૈયામાં વેષને વહન કરે છે, તેવા શિષ્યો ગુરુ માટે ઉપાધિ સ્વરૂપ છે. આ પ્રકારે ગુરુવિષયક સંભવિત સર્વ દોષોનું સૂક્ષ્મ બુદ્ધિથી પર્યાલોચન કરીને તે સર્વમાંથી પોતાને કોઈ સૂક્ષ્મ દોષ પણ પ્રાપ્ત ન થાય અને ગુણવાન ગુરુની નિશ્રાથી હિતની પ્રાપ્તિ થાય, એ પ્રકારે યત્ન કરવો જોઈએ, એ પ્રકારનો પ્રસ્તુત ગાથામાં ઉપદેશ છે અને અર્થથી ગુણવાન ગુરુએ પણ તેવા શિષ્યના સ્તબ્ધ આદિ દોષોનું અવલોકન કરીને તે દોષો કેમ દૂર થાય, તેની ઉચિત વિચારણા કરવી જોઈએ અને અશક્ય પરિહારવાળા દોષો હોય તો તેનાથી ગચ્છના અન્ય સાધુનું અહિત ન થાય, તેની પણ વિચારણા કરવી જોઈએ, એ પ્રકારનો ઉપદેશ છે. I૭૪-૭૫-૭૬ાા અવતરણિકા : साम्प्रतं प्रकृतमाहઅવતરણિકાર્ય : હવે પ્રકૃતિને કહે છે – ભાવાર્થ : ગાથા-પકની અવતરણિકામાં કહેલ કે ગજસુકુમાર આદિની જેમ અન્ય સાધુએ પણ ક્ષમા કરવી જોઈએ અને કઈ રીતે ક્ષમા કરવી જોઈએ, એ ગાથામાં બતાવતાં કહ્યું કે જન્મ-મરણાદિથી ભય પામેલા રાજકુલમાંથી આવેલા પણ સાધુઓ નીચ જીવો સંબંધિ દુર્વચન-તાડન આદિ સહન કરે છે, ત્યારપછી ચક્રવર્તી પણ લઘુ સાધુ પાસેથી હિતવચન ગ્રહણ કરે છે, તે ક્ષમાના અંગભૂત છે. તેથી કંઈક માનનો પરિણામ થવા છતાં સહિષ્ણુ સ્વભાવને કારણે ચક્રવર્તી પણ હિતને ગ્રહણ કરે છે, તેની પુષ્ટિ કરવા Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૭ માટે કહ્યું કે ગુરુ સંબંધી હિતવચન તો અત્યંત ગ્રહણ કરવું જોઈએ અને જે મંદબુદ્ધિ સિંહગુફાવાસી મુનિની જેમ ગુરુનું વચન ગ્રહણ કરતા નથી, તેઓને શું અનર્થ પ્રાપ્ત થાય છે, તે બતાવ્યું, ત્યારપછી તેની સાથે જ સંકળાયેલા સર્વ ઉચિત ઉપદેશો બતાવ્યા, હવે ગાથા-૭૭માં પ્રકૃતિ એવી સાધુની ક્ષમાને જ બતાવે છે – ગાથા : उव्वीलणसूअणपरिभवेहिं अइभणियदुट्ठभणिएहिं । सत्ताहिया सुवहिया, न चेव भिंदंति मुहरागं ।।७७।। ગાથાર્થ : અવપીડન, સૂચન=પૈશુન્યકરણ, પરિભવો, અતિભણિત દુષ્ટ ભણિતો વડે સત્તાધિક એવા સુવિહિત મુનિઓ મુખરાગના ભેદને કરતા નથી. ll૭૭ી. ટીકા : अवपीडनादिभिर्दुर्जनकृतैः सुविहिता मुखरागं न भिन्दन्तीति क्रिया । तत्राव-पीडनमपकर्णनं, सूचनं पैशून्यकरणं, परिभवो न्यत्कारः, अवपीडनं च सूचनं चेत्यादिद्वन्द्वः, तैस्तैः, तथा अतिभणितमसम्बद्धभाषणं, दुष्टभणितं कर्कशाभिधानं, अत्रापि द्वन्द्वस्ताभ्यां, व्यस्तनिर्देशश्च्छन्दोवशात्, एभिहेतुभूतैः सत्त्वाधिकाः क्रोधादिजयसामर्थ्यप्रतिष्ठिताः सुविहिताः शोभना मुनयो नैव भिन्दन्ति मुखरागं, न विच्छायमुखा भवन्तीत्यर्थः, चशब्दात्तत्कारिणि करुणादिकं च भावयन्तीति ।।७७।। ટીકાર્ય : વપીડનતિમિર્ઝનવૃત્ત. ભાવયન્તરિ દુર્જતથી કરાયેલા અવપીડન આદિથી સુવિહિત સાધુ મુખરાગના ભેદને કરતા નથી, એ પ્રમાણે ક્રિયા છે=ગાથાના અંતિમ પાદ સાથે યોજન છે, ત્યાં અવપીડન અપકર્ણન છે–પીડાકરણ છે, સૂચન=પૈશુન્યકરણ છે, પરિભવ=ચત્કાર છે=તિરસ્કાર છે, અવપીડન અને સૂચન ઈત્યાદિ દ્વન્દ સમાસ છે, તેઓથી સુવિહિતો મુખરાગનો ભેદ કરતા નથી એમ અવય છે અને અતિભણિત અસંબદ્ધ ભાષણ છે, દુષ્ટભણિત કર્કશ ભાષણ છે. અહીં પણ તેઓ બન્ને વડે સમાસ છે, વ્યસ્ત નિર્દેશ=ત્રણ અને બનો ભિન્ન સમાસ, છંદના વશથી છે, આ હેતુઓથી=ગાથાના પૂર્વાર્ધમાં બતાવેલા હેતુઓથી, સર્વાધિકો=ક્રોધાદિના જયના સામર્થ્યથી પ્રતિષ્ઠિત એવા, સુવિહિતો=શોભન મુનિઓ, મુખરાગનો ભેદ કરતા નથી જ=વિચ્છાય મુખવાળા થતા નથી જ, ૨ શબ્દથી તેના કરનારામાં કરુણાદિનું ભાવન કરે છે. ll૭૭ના ભાવાર્થ :મહાત્માઓ ક્ષમાગુણથી ભાવિત હોય છે, તેથી તેવા મહાત્માઓને દુર્જનો કોઈક પ્રકારની શારીરિક Page #152 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૭-૭૮ ૧૩૩ પીડા કરે, તોપણ તેઓના મુખ ઉપર તે પીડાકૃત લેશ પણ વિકાર થતો નથી, વળી કોઈક દુર્જન સાધુને કઠોર વચન કહે, પરિભવ કરે અથવા અતિસંબદ્ધ ભાષણ કરે, કર્કશ શબ્દો કહે, તે સર્વથી પણ તે સાધુઓ મુખના વિકારને પામતા નથી; કેમ કે ક્રોધાદિ વિજયના સામર્થ્યમાં પ્રતિષ્ઠિત સત્ત્વવાળા છે અને શોભનમુનિ છે, એથી સદા મુનિભાવમાં યત્ન કરનારા છે જેના કારણે બાહ્ય નિમિત્તજન્ય કોઈ વિકાર તેમના માનસમાં પ્રગટ થતો નથી. II૭૭ના અવતરણિકા :વિશ્વ અવતરણિકાર્ય : વળી મુનિઓને અન્ય શું પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – ગાથા : माणंसिणो वि अवमाणवंचणा ते परस्स न करेंति । सुहदुक्खुग्गिरणत्थं, साहू उयहि ब्व गंभीरा ।।७८।। ગાથાર્થ : માનવાળા પણ તેઓ ઈન્દ્ર આદિથી પૂજાયેલા સાધુઓ, બીજાનાં અપમાન અને વંચના કરતા નથી, સુખ-દુઃખના વમન અર્થવાળા, સમુદ્ર જેવા ગંભીર સાધુઓ હોય છે. ll૭૮iા ટીકા : मानः पूजा स विद्यते येषां ते मानवन्तः, तेऽपीन्द्राद्यभ्यर्चिता अपीत्यर्थः । अपमानवञ्चने-परिभवप्रतारणे ते साधवः परस्याऽन्यस्य न कुर्वन्ति-न आचरन्ति । किमर्थमेवं चेष्टन्त इत्याह-सुखदुःखयो साताऽसातयोरुदगिरणं वमनमिति समासः, तदर्थं तत्कारणभूतपुण्यपापविच्छेदनिमित्तं तेषां प्रवृत्तेः । तथोदधय इव समुद्रा इव गम्भीराः, अतुच्छत्वात्परैरलब्धमध्या इति । अथवा सुखदुःखोगिरणार्थमिति । शरीरालादपरितापकथनप्रयोजनमधिकृत्योदधय इव गम्भीराः, परस्मै निष्कारणं तदकथनान तुच्छा इति ।।७८।। ટીકાર્ય : માનઃ પૂના .... તુચ્છા રૂત્તિ માન=પૂજા છે જેઓને તેઓ માનવાળા છે, તેઓ પણ=ઈ આદિથી અભ્યચિત પણ સાધુઓ, અપમાન અને વંચતા=પરિભાવ અને પ્રતારણ, તેઓ માનને પામેલા સાધુઓ, પર=અવ્યને, કરતા નથી, કયા કારણથી આ પ્રમાણે ચેષ્ટા કરે છે ? એથી કહે છે – સુખ-દુઃખનું શાતા-અશાતાનું, ઉગિરણ=વમત છે, એ પ્રમાણે સમાસ છે, તેના માટે–તેના Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૮-૭૯ કારણભૂત પુણ્ય-પાપના વિચ્છેદ નિમિત્તે, તેઓની પ્રવૃત્તિ હોવાથી આ પ્રમાણે ચેષ્ટા કરે છે અને ઉદધિ જેવા=સાધુઓ સમુદ્ર જેવા ગંભીર હોય છે=અતુચ્છપણું હોવાથી પર વડે નથી પમાયો જેમનો મધ્ય ભાગ અર્થાત્ માનસ અધ્યવસાય તેવા હોય છે અથવા સુખ-દુઃખના ઉગિરણ માટે= શરીરના આહ્લાદ અને પરિતાપના કથનના પ્રયોજનને આશ્રયીને સમુદ્ર જેવા ગંભીર છે=બીજાને નિષ્કારણ તેનું અકથન હોવાથી તુચ્છ નથી. ।।૩૮।। ભાવાર્થ ૧૩૪ -- ભાવસાધુઓ ગુણોના અતિશયવાળા હોવાથી ઇન્દ્ર આદિથી પણ પૂજાય છે, છતાં પોતે જગતપૂજ્ય છે, તેમ માનીને બીજા જીવોને અપમાન કે વંચના કરતા નથી અર્થાત્ પોતે જગતપૂજ્ય છે, તેમ બતાવીને અન્ય જીવોને જે તુચ્છ માને છે, તેઓ પરિભવ કરે છે અને અમે જગતપૂજ્ય છીએ, એમ લોકોને બતાવીને તેઓ પાસેથી સુંદર ભોગસામગ્રી પ્રાપ્ત કરીને તેઓને ઠગે છે, પરંતુ સુસાધુઓ દેવો વડે પરમાર્થથી પૂજાતા છતાં તે પ્રકારના માન-કષાયવાળા નહિ હોવાથી અન્ય જીવોને અપમાનિત કરતા નથી કે અમે જગતપૂજ્ય છીએ, તેમ કહીને સુંદર ભોગસામગ્રી મેળવવા યત્ન કરતા નથી; કેમ કે સુખ-દુઃખના વમનનું કારણ પુણ્ય-પાપનો ઉચ્છેદ છે અને સુસાધુઓ પુણ્ય-પાપના ઉચ્છેદ માટે તત્પર થયેલા હોય છે, એથી મોક્ષસુખના અર્થી એવા સુસાધુઓ સંસારના કા૨ણીભૂત પુણ્ય-પાપના ઉચ્છેદ માટે સદા ઉદ્યમશીલ હોય છે, તેથી તેના ઉચ્છેદના બીજભૂત શમભાવમાં સદા યત્ન કરે છે અને સર્વત્ર શમભાવવાળા હોવાથી ઇન્દ્ર આદિના માન-સન્માનથી તેઓ ગર્વને ધારણ કરતા નથી, તેના કારણે અન્ય જીવોને તુચ્છ માનીને અપમાનિત કરવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી અને ઇન્દ્ર આદિથી અમે પૂજાઈએ છીએ, એમ કહીને લોકો પાસેથી સુંદર સામગ્રી પ્રાપ્ત કરીને વંચના કરવાનો પરિણામ પણ તેઓને થતો નથી, પરંતુ શમભાવમાં સ્થિર પરિણામવાળા હોવાથી સમુદ્ર જેવા ગંભીર છે અથવા શરીરને કોઈ શાતા થાય કે કોઈ પરિતાપ થાય તેને આશ્રયીને સંસારી જીવો પોતાના ભાવો બીજાને કહીને કાંઈક સાંત્વન મેળવે છે, જ્યારે સુસાધુને શરીરની શાતા પ્રત્યે કે અશાતા પ્રત્યે સમાન પરિણતિ હોવાથી લોકોને નિષ્કારણ તેનું કથન કરે એવી તુચ્છ પ્રકૃતિવાળા નથી, તેથી સમુદ્ર જેવા ગંભીર છે, આથી શરીરમાં અશાતા વર્તતી હોય કે શાતા વર્તતી હોય, તોપણ તેની અભિવ્યક્તિ કોઈ પાસે કરતા નથી, પરંતુ શમભાવની વૃદ્ધિમાં સદા યત્ન કરે છે. II૭૮॥ અવતરણિકા :જિગ્ન અવતરણિકાર્થ : વળી સાધુના અન્ય ગુણો કહે છે Page #154 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૯ ગાથા: मउया निहुयसहावा, हासदवविवज्जिया विगहमुक्का । असमंजसमइबहुयं, न भांति अपुच्छिया साहू ।। ७९ ।। ૧૩૫ ગાથાર્થ ઃ મૃદુ નિભૃત સ્વભાવવાળા=મોહજન્ય સર્વ વ્યાપાર વગરના, હાસ્ય અને પરિહાસથી રહિત, વિક્થાથી મુકાયેલા સાધુઓ અસમંજસ, અતિબહુ કહેતા નથી, નહિ પુછાયેલા કહેતા નથી. II૭૯II ટીકા ઃ मृदवो नम्रा, निभृतस्वभावाः निहुयं निव्वावारमिति देशीयवचनत्वात्, शान्ततया संयमव्यापारवन्तोऽपि निर्व्यापारधर्माण इत्यर्थः । तथा हास्यं सामान्येन हसनं, द्रवः परिहासः परोत्प्रासनं, ताभ्यां विवर्जिता रहिता इति समासः । विरूपा कथा विकथा देशादीनां तया मुक्ताः स्वयमनुचितत्वेन त्यक्ता विकथामुक्ताः असमञ्जसमसम्बद्धं स्वल्पमप्यतिबहुसमर्गलाक्षरं सम्बद्धमपि न भणन्ति न वदन्त्यपृष्टाः परेणाविहितपृच्छाः साधव इति ।।७९।। ટીકાર્ય ઃ मृदवो સાધવ કૃતિ ।। મૃદુ=નમ્ર, નિભૃત સ્વભાવવાળા; કેમ કે નિહુય અને નિર્વ્યાપાર, એ પ્રકારનું દેશી વચનપણું છે, શાંતપણું હોવાથી સંયમ વ્યાપારવાળા પણ નિર્વ્યાપાર ધર્મવાળા છે, એ પ્રકારનો નિભૃતસ્વભાવવાળાનો અર્થ છે અને હાસ્ય=સામાન્યથી હસવું, દ્રવ=પરિહાસ=બીજાને હસાવવું, તે બન્નેથી વર્જિત=રહિત છે, એ પ્રકારનો સમાસ છે, વિરૂપા કથા દેશ આદિની વિકથા છે, તેનાથી મુકાયેલા=અનુચિતપણાથી સ્વયં ત્યાગ કરનારા, વિકથાથી મુકાયેલા અસમંજસ=અસંબદ્ધ સ્વલ્પ પણ, અતિબહુ=સમર્ગલ અક્ષરવાળું સંબદ્ધ પણ, બોલતા નથી=અસમંજસ અને અતિબહુ બોલતા નથી, નહિ પુછાયેલા સાધુઓ બોલતા નથી=બીજા વડે અવિહિત પૃચ્છાવાળા સાધુઓ બોલતા નથી. ।।૭૯૫ ..... ભાવાર્થ: ભાવસાધુ કેવા ગુણોવાળા હોય તે સ્પષ્ટ કરતાં કહે છે મૃદુ સ્વભાવવાળા હોય અર્થાત્ ગુણો પ્રત્યે હંમેશાં નમેલા સ્વભાવવાળા હોય, તેથી હંમેશાં ગુણવૃદ્ધિને અનુકૂળ યત્નવાળા હોય છે. વળી સદા આત્માના નિરાકુળ સ્વભાવમાં સ્થિર થવાના યત્નવાળા હોવાથી નિભૃત સ્વભાવવાળા હોય છે; કેમ કે કષાયો શાંત થયેલા હોવાને કારણે સંયમના વ્યાપારો કરનારા હોવા છતાં સંસારી જીવોની જેમ બાહ્ય વિષયોમાં ઇન્દ્રિયના વ્યાપારવાળા થતા નથી, પરંતુ સંવૃત્ત ઇન્દ્રિય Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૯-૮૦ વાળા હોય છે. વળી સામાન્યથી સ્વયં હસતા નથી કે બીજાને હાસ્ય ઉત્પન્ન કરતા નથી, પરંતુ તત્ત્વથી ભાવિત મતિવાળા હોવાથી ગંભીર મુદ્રાવાળા હોય છે. રાજ કથા, સ્ત્રીકથા આદિ પ્રવૃત્તિથી રહિત હોય છે અને સ્વલ્પ પણ અસમંજસ બોલતા નથી, પરંતુ સર્વજ્ઞના વચનથી નિર્ણાત સ્વ-પરના કલ્યાણને કરનારાં વચનો જ બોલે છે અને તેવાં પણ વચનો ઉપકાર માટે આવશ્યક હોય તેટલાં જ બોલે છે, અતિબહુ બોલતા નથી. ફક્ત ઉપકાર માટે બોલવાનું પ્રયોજન જણાય એટલું જ સ્વપરના ઉપકાર માટે બોલે છે. વળી, પર વડે પૃચ્છા ન કરી હોય છતાં જેને તેને જે તે વાત કરવાની સામાન્ય ગૃહસ્થની પ્રવૃત્તિ હોય છે, તેવી પ્રવૃત્તિ કરનારા સુસાધુ હોતા નથી; કેમ કે નિષ્કારણ બોલવાની પ્રવૃત્તિથી નિવૃત્ત ચિત્તવાળા છે. II૭૯ો. અવતરણિકા - पृष्टा अपि यादृग् वदन्ति तदाहઅવતરણિકાર્ય : પુછાયેલા પણ સાધુ જેવું બોલે છે, તેને કહે છે – ગાથા : महुरं निउणं थोवं, कज्जावडियं अगब्वियमतुच्छं । पुब् िमइसंकलियं, भणंति जं धम्मसंजुत्तं ।।८।। ગાથાર્થ : મધુર, નિપુણ, થોડું, કાર્યની સિદ્ધિ માટે પ્રાપ્ત થયેલું, અગર્વિત, અતુચ્છ, પૂર્વમાં મતિથી સંકલિત જે ધર્મસંયુક્ત છે, તેને સાધુ બોલે છે. llcoll ટીકા : मधुरं श्रोतुरालादकं, निपुणं-सूक्ष्मार्थं, स्तोकं मिताक्षरं, कार्यापतितं प्रस्तुतप्रयोजनादनुत्तीर्णं, अगवितं सोत्सेकरहितं, अतुच्छं-गम्भीरार्थं, पूर्व भाषणात्प्राग, मतिसङ्कलितं बुद्ध्या पर्यालोचितमित्यर्थः, भणन्ति वचनमिति शेषः । यत् किं ? धर्मसंयुक्तं निरवद्यमिति । ते चैवं घटमाना मोक्षमक्षेपेण साधयंति, विवेककलितत्वात् ।।८०॥ ટીકાર્ય : મધુરં .... વિવેવનિતત્વાન્ II મધુર શ્રોતાને આલાદક, નિપુણ સૂક્ષ્મ અર્થવાળું, સ્તોક=પરિમિત અક્ષરવાળું, કાર્ય આપતિત=પ્રસ્તુત પ્રયોજનથી અનુત્તીર્ણ=પ્રસ્તુત પ્રયોજનનું સાધક, અગર્વિત=પોતાના ઉત્સુકથી રહિત, અતુચ્છ=ગંભીર અર્થવાળું, પૂર્વમાં=બોલવાથી પૂર્વે, અતિસંકલિત=બુદ્ધિથી પર્યાલોચિત Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૦-૮૧ વચન બોલે છે, જે કેવું છે? ધર્મસંયુક્ત=નિરવદ્ય છે અને આ પ્રમાણે ઘટતા એવા તેઓ=સાધુઓ, અક્ષેપથી મોક્ષને સાધે છે; કેમ કે વિવેકકલિતપણું છે=ભાષા વિષયક પ્રવૃત્તિ અતિવિવેકયુક્ત છે. I૮૦|| ભાવાર્થ : ભાવસાધુઓ આત્માનો નિરાકુળ સ્વભાવને પ્રગટ કરવા ગંભીરતાપૂર્વક અપ્રમાદથી યત્ન કરે છે, તેથી પર વડે પુછાયા ન હોય તોપણ લોકોને કહું, એ પ્રકારની મતિથી બોલતા નથી અને યોગ્ય જીવો ધર્મની પૃચ્છા કરે ત્યારે કેવું વચન બોલે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – વિવેકી સાધુઓ ધર્મથી સંયુક્ત વચન બોલે છે, અન્ય વચન બોલતા નથી, જેના શ્રવણથી યોગ્ય જીવોમાં અવશ્ય ધર્મની પ્રાપ્તિ થાય તેવું શ્રોતાની ભૂમિકાનુસાર બોલે છે, તે વચન પણ મધુર હોય છે અર્થાત્ શ્રોતાને આ@ાદ કરે તેવું હોય છે; કેમ કે શાંતરસથી ભાવિત મહાત્માની વાણીમાં પણ શાંતરસ વર્તે છે, એથી તે વચન મધુર ભાસે છે, વળી, તે વચન સૂક્ષ્મ અર્થવાળું હોય છે અર્થાત્ ધર્મનું આ કૃત્ય કર્તવ્ય છે, આ કૃત્ય અકર્તવ્ય છે ઇત્યાદિ સ્થૂલ કથનરૂપ નથી હોતું, પરંતુ શ્રોતાની બુદ્ધિને સ્પર્શે તે પ્રકારનું કાર્ય-કારણ ભાવના યોજનવાળું હોય છે. જેમ જગતમાં સર્વત્ર કાર્યને અનુરૂપ કારણથી ફળની પ્રાપ્તિ થાય છે, યથાતથા કારણથી કાર્ય થતું નથી, તેમ આલોકના અને પરલોકના હિતની અર્થી જીવને કઈ રીતે સમ્યગુ સેવાયેલો ધર્મ હિતનું કારણ બને છે, એમ નિપુણતાપૂર્વક કહેનારું વચન કહે છે. વળી પુછાયેલા તે મહાત્મા પરિમિત શબ્દોમાં હિતનું કારણ થાય તે રીતે કહે છે. વળી, તે મહાત્માનું બોલાયેલું વચન પ્રસ્તુત પ્રયોજનને સાધનારું હોય છે અર્થાત્ શ્રોતાને હિતની પ્રાપ્તિ કરાવવી એ સાધુને ઉપકાર કરવાનું પ્રયોજન હોય છે, તેને સાધનારું તે વચન હોય છે. માત્ર પદાર્થના કથન સ્વરૂપ તે વચન હોતું નથી. વળી, સાધુ તત્ત્વથી ભાવિત મતિવાળા હોવાથી પોતે વિદ્વાન છે, બુદ્ધિમાન છે ઇત્યાદિ વચનો ગર્વથી બોલતા નથી, પરંતુ તત્ત્વથી ભાવિત થઈને સંવેગનું કારણ બને તેવાં જ વચનો બોલે છે. વળી તે વચન ગંભીર અર્થને કહેનારાં હોય છે, તેથી પ્રાજ્ઞ પુરુષો ગંભીર અર્થવાળા વચનના બળથી તત્ત્વને સુખપૂર્વક પ્રાપ્ત કરી શકે છે. વળી સાધુ જે કાંઈ બોલે તે બોલવા પૂર્વે બુદ્ધિથી પર્યાલોચન કરીને આ કથન એકાંત નિરવદ્ય છે, તેવો નિર્ણય કરીને બોલે છે. પરંતુ વિચાર્યા વગર સહસા કોઈ કથન કરતા નથી, આ પ્રમાણે પ્રવૃત્તિ કરનારા વિવેકી સાધુ શીધ્ર મોક્ષને સાધે છે; કેમ કે તેઓની ભાષાની પ્રવૃત્તિ અત્યંત વિવેકથી યુક્ત છે, તેનાથી સ્વ-પરના નિરવદ્ય ધર્મની અવશ્ય વૃદ્ધિ થાય છે. II૮ના અવતરણિકા : अविवेकिनां पुनः क्लेशोऽनर्थक एव, तथा चाहઅવતરણિકાર્ય : અવિવેકીઓને વળી અનર્થ કરનારો જ ક્લેશ પ્રાપ્ત થાય છે અને તે પ્રકારે=અવિવેકપૂર્વક પ્રવૃત્તિ કરનારાને ક્લેશ થાય છે તે પ્રકારે, કહે છે – Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૧ ગાથા : सद्धिं वाससहस्सा, तिसत्तखुत्तोदयेण धोएणं । अणुचित्रं तामलिणा, अन्नाणतवो त्ति अप्पफलो ।।८१।। ગાથાર્થ : તામસી વડે એકવીસ વખત ઘોયેલા ઉદકથી સાઈઠ હજાર વર્ષ સુધી આચરણ કરાયેલો અજ્ઞાનતપ છે, એથી અા ફલવાળો છે. II૮૧ ટીકા : षष्टिवर्षसहस्राणि त्रिःसप्तकृत्वः इत्येकविंशतिवारा इत्यर्थः किम् ? उदकेन धौतं प्रक्षालितं यत्तेन करणभूतेन भैक्षेणेति गम्यते, गृहत्यागात्पश्चादनुचरितं सेवितं तप इति शेषः । केन ? तामलिना न च तथाप्यसौ मोक्षं विशिष्टदेवत्वं वा साधितवानिति हेतोनिश्चीयते एतदज्ञानतपोऽल्पफलमित्यक्षरार्थः, भावार्थः कथानकादवसेयः । तच्चेदं तामलिप्त्यां तामलिनामा श्रेष्ठी जातलौकिकवैराग्यो विहितस्वोदरमानचतर्विभागभिक्षाभोजनः प्रतिपद्याव्यक्तलिङ्गं तन्नगरीसमीपवर्तिनधुपकण्ठे षष्टिवर्षसहस्राणि तपस्तप्तवान् । स च तावन्तं कालं भृत्वा भक्ष्यस्य तद्भाजनं, दत्वा जलस्थलनभश्चरसत्त्वानां भागत्रयं, चतुर्थभागेनैकविंशतिवारान् जलक्षालितेन भैक्षेण यापितवान् । इयता क्लेशेन देवेषूत्पन्नोऽल्पकषायत्वादनुकम्पापरत्वाच्च । इतरथाऽसंयतपोषणमनर्थान्तरकारि स्यादिति ।।८।। ટીકાર્ય : પદિ સ્થવિતિ | સાઈઠ હજાર વર્ષ એકવીસ વાર પાણીથી ધોવાયેલું=પ્રક્ષાલન કરાયેલું જે છે કારણભૂત એવા તે ભેક્ષ વડે ગૃહત્યાગ પછી અનુચરિત છે=સેવિત તપ છે, કોના વડે ? એથી કહે છે – તાલી પડે અને તે પણ આ તાલીએ, મોક્ષ અથવા વિશિષ્ટ દેવત્વને સાધ્યું નહિ, એ હેતુથી નિશ્ચય કરાય છે કે આ અજ્ઞાન તપ અલ્પ ફલવાળું છે, આ પ્રમાણે અક્ષર અર્થ છે, ભાવાર્થ કથાનકથી જાણવો અને તે આ છે – તાપ્રલિપ્તિ નગરીમાં તામલી નામનો શ્રેષ્ઠિ થયેલા લૌકિક વૈરાગ્યવાળો, કરાયેલા સ્વ-ઉદર પ્રમાણ ચાર વિભાગવાળા ભિક્ષાના ભોજનવાળો, અવ્યક્ત લિંગને સ્વીકારીને તે નગરીની સમીપમાં રહેલી નદીના કિનારે સાઈઠ હજાર વર્ષ સુધી તપ તપ્યો અને તેeતામલી તાપસ, તેટલો કાળ ભેક્ષના તે ભાજનને ભરીને જલ-સ્થલ અને આકાશમાં ચાલનારા પ્રાણીઓને ત્રણ ભાગ આપીને એકવીસ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૧-૮૨ વાર પાણીથી ધોયેલા ચોથા ભાગ વડે દેહનો નિર્વાહ કરતો હતો, આટલા ફ્લેશથી અલ્પકષાયપણું હોવાથી અને અનુકંપાપરપણું હોવાથી દેવમાં ઉત્પન્ન થયો. ઈતરથા અલ્પ કષાય અને અનુકંપા ન હોત તો, અસંયતના પોષણરૂપ અનર્થાતર=અન્ય અનર્થ કરનારું થાય. ૮૧૫. ભાવાર્થ : જે સાધુઓને ભગવાનના શાસનનો સૂક્ષ્મ બોધ થયો નથી, સમિતિ-ગુપ્તિપૂર્વક સમભાવની વૃદ્ધિ કઈ રીતે થાય, કષાયોનો ઉચ્છેદ તત્ત્વની ભાવનાથી કઈ રીતે થાય ? તેના પરમાર્થનો બોધ નથી, તેઓ દ્વારા કરાયેલ તપસેવનનો ક્લેશ કે ઉપદેશનો ક્લેશ અલ્પફલવાળો છે, તે તામલી તાપસના દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – તાલી તાપસ વૈરાગ્યને પામેલ, પરંતુ વિશેષ પ્રકારના બોધથી વિકલ હોવાના કારણે સર્વજ્ઞના વચનની પ્રાપ્તિ થઈ નહિ, છતાં કલ્યાણના અર્થે એકવીસ વખત ધોવાયેલા આહાર દ્વારા સાઈઠ હજાર વર્ષ તપ કર્યો તોપણ વિશિષ્ટ દેવત્વને પામ્યો નહિ અર્થાત્ ભગવાનના વચનની આરાધના કરીને મહાત્માઓ જે રીતે વિશિષ્ટ દેવત્વને પામે છે અને ક્રમે કરીને મોક્ષને પામે છે, તે રીતે વિશિષ્ટ દેવત્વને પામ્યો નહિ. તેથી તેઓનો અજ્ઞાન તપ અલ્પફલવાળો છે, તેમ ભગવાનના શાસનમાં પણ જેઓને તે પ્રકારનો વિશેષ બોધ નથી, આમ છતાં અલ્પકષાયવાળા છે અને નિર્દોષ ભિક્ષાચર્યામાં યત્ન કરીને જીવો પ્રત્યે અનુકંપાની પરિણતિવાળા છે, તેઓનું સંયમનું કષ્ટ અલ્પફલવાળું છે. II૮ના અવતરણિકા - ननु केन हेतुना तदीयतपोऽल्पफलमित्युच्यते संयमाऽभावादुन्मार्गप्ररूपकत्वाच्च । तथा चाहઅવતરણિકાર્ય : નનુથી શંકા કરે છે – કયા હેતુથી તેનો તપતામલી તાપસનો તપ અલ્પફુલવાળો છે ? ઉત્તર અપાય છે – સંયમનો અભાવ છે અને ઉન્માર્ગપ્રરૂપકપણું છે તેથી અલ્પફળવાળો છે, અને તે પ્રમાણે કહે છે – ગાથા : छज्जीवकायवहगा, हिंसगसत्थाइं उवइसंति पुणो । सुबहुं पि तवकिलेसो, बालतवस्सीण अप्पफलो ।।८२।। ગાથાર્થ : છ જીવ કાયના વધને કરનારા એવા જેઓ વળી હિંસક શાસ્ત્રોનો ઉપદેશ આપે છે, એવા બાલ તપસ્વીઓનો સુબહુ પણ તપનો ક્લેશ અલ્પફલવાળો છે. દશા Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૨ ટીકા : पृथिव्यादिषड्जीवनिकायवधकाः सन्तः स्वयमपरेषामपि हिंसकशास्त्राणि जीवोपमर्दगर्भार्थानि वेदादीन्युपदिशन्ति व्याचक्षते । पुनःशब्दस्य विशेषणार्थत्वात्सर्वज्ञशासनपराङ्मुखाश्च, अनेन हेतुना सुबहुरपि तपःक्लेशो बालतपस्विनामज्ञऋषीणां तामल्यादीनामल्पफलो भवति, अथवा अपि सम्भाव्यते एतदफलो निष्फलः संसाररूपानिष्टफलत्वाद्वाऽफल इति ॥८२।। ટીકાર્ય : પૃથિવ્યારિ ... મત્ત ત્તિ | સ્વયં પૃથ્વી આદિ છ કાય જીવના વધ કરનારા છતાં બીજાઓને હિંસક શાસ્ત્રોનો ઉપદેશ આપે છે=જીવના ઉપમઈતનો ગર્ભમાં અર્થ છે જેને એવાં વેદશાસ્ત્રો કહે છે, પુનઃ શબ્દનું વિશેષણ અર્થપણું હોવાથી તેઓ સર્વજ્ઞના શાસનથી પરાક્ષુખ છે, આ હેતુથી બાલતપસ્વીઓનો=અજ્ઞ ઋષિ એવા તામલી આદિનો સુબહુ પણ તપતો ક્લેશ અલ્પફલવાળો થાય છે અથવા જ સંભાવના કરાય છે. આસામલી આદિનો તપ, અલ છેઃનિષ્ફળ છે અથવા સંસારરૂપ અનિષ્ટફલપણું હોવાથી અફલ છે. I૮રા ભાવાર્થ : જેઓ છ જીવ નિકાયના વધને કરનારા છે અને બીજાને હિંસક એવાં વેદ આદિ શાસ્ત્રોનો ઉપદેશ આપે છે, તેઓ તામલી તાપસ આદિની જેમ ઘણો પણ તપ કરીને સુબહુ પણ તપનો ક્લેશ અલ્પફુલવાળો કરે છે, એથી ભગવાનના શાસનના સંયમવેષમાં રહેલા પણ જે સાધુઓ તે પ્રકારના સૂક્ષ્મ બોધવાળા નથી, તેથી તામલીની જેમ જ અવિવેકવાળી ધર્મની પ્રવૃત્તિનો ઉપદેશ આપીને લોકોને ધર્મમાં પ્રવર્તાવે છે અને સર્વજ્ઞશાસનના પરમાર્થથી પરાક્ષુખવાળા છે, તેઓનો તારૂપ ક્લેશ અબહુફલવાળો છે અથવા અફલવાળો અથવા વિપરીત ફલવાળો છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓમાં કષાયની અલ્પતા છે અને તાલી તાપસની જેમ અનુકંપા છે, તેવા જીવો જે કાંઈ તપનાં કષ્ટ અનુષ્ઠાનો સેવે તે અલ્પફલવાળાં થાય છે. વળી જે જીવોમાં તે પ્રકારની કષાયની અલ્પતા નથી, તેઓ જે તપાદિ અનુષ્ઠાન કરીને બાહ્ય કષ્ટમાં યત્ન કરે છે, તેઓનો તે તપ નિષ્ફળ છે; કેમ કે તે પ્રકારની કષાયની અલ્પતા નથી અને જેઓમાં વિપર્યાસ પ્રચુર છે, આથી જ સ્વરુચિ અનુસાર પ્રવૃત્તિ કરીને હું સર્વજ્ઞના વચનાનુસાર કરું છું, એ પ્રકારે વિપરીત મતિ વર્તે છે અને તત્ત્વને સન્મુખ થાય તેવા અલ્પ કષાયો નથી, તેથી સ્વરુચિમાં જ અભિનિવિષ્ટ મતિવાળા છે, તેઓનું તપ અનુષ્ઠાન સંસારરૂપ અનિષ્ટ ફલવાળું હોવાથી કેવલ નિષ્ફળ નથી, પરંતુ વિપરીત ફળને પ્રાપ્ત કરાવનાર છે. આથી તે જીવો સ્વમતિના કદાગ્રહને પુષ્ટ કરીને પોતાના કાષાયિક ભાવોને દઢ કરે છે, તેથી દીર્ઘ સંસારના પરિભ્રમણરૂપ અનિષ્ટફળની પ્રાપ્તિ થાય છે. ll૮શા Page #160 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૩ અવતરણિકા : સાધુનાં પુનર્નવ, યતઃ અવતરણિકાર્ય : સાધુઓને=ભાવસાધુઓને, વળી આ પ્રમાણે નથી=“સાધુઓ અવિવેકવાળા છે” એ પ્રમાણે નથી, જે કારણથી ગાથામાં કહે છે એ પ્રમાણે છે ગાથા : - परियच्छंति य सव्वं, जहट्ठियं अवितहं असंदिद्धं । तो जिणवयणविहिण्णू, सहंति बहुयस्स बहुयाई ।। ८३ ।। ૧૪૧ ગાથાર્થ ઃ યથાસ્થિત, અવિતથ, અસંદિગ્ધ સર્વનો જ બોધ કરે છે, તે કારણથી જિનવચનમાં કહેલી વિધિના જાણનારાઓ બહુકના=પ્રાકૃત લોકનાં બહુ દુર્વચનોને સહન કરે છે. II3II ટીકા ઃ - पर्यवस्यन्ति बुद्ध्यन्ते, चशब्दात् श्रद्दधते च सर्वं निःशेषं यथास्थितं जीवादिकं सर्वज्ञोपदेशादवितथं सद्भूतम्, अत एवासन्दिग्धं निःसंशयं, कथमेतल्लक्ष्यते ? इत्याह- ततो यथावस्थितपरिच्छेदाज्जिनवचनविधिज्ञाः सर्वज्ञागमप्रकारवेदिनः सहन्ते क्षमन्ते बहोः प्राकृतलोकस्य सम्बन्धीनि बहूनि दुर्वचनादीनीति गम्यते, स्वकर्मणः फलमिदं, नैषां दोष इति संभावनाविशेषादिति ।। ८३ । ટીકાર્થ ઃ पर्यवस्यन्ति વિશેષાવિત્તિ ।। બોધ પામે છે અને ચ શબ્દથી શ્રદ્ધા કરે છે, શેની શ્રદ્ધા કરે છે ? એથી કહે છે તેનાથી= સર્વ=નિઃશેષ, જીવાદિ યથાસ્થિત=સર્વજ્ઞના ઉપદેશથી અવિતથ સદ્ભુત, જાણે છે અને શ્રદ્ધા કરે છે, આથી જ અસંદિગ્ધ=નિઃસંશય, જાણે છે અને શ્રદ્ધા કરે છે, એમ અન્વય છે, કેવી રીતે આ જણાય છે કે સાધુઓ સર્વ યથાસ્થિત જાણે છે અને શ્રદ્ધા કરે છે ? એથી કહે છે યથાવસ્થિત પરિચ્છેદથી, જિનવચનની વિધિને જાણનારાઓ=સર્વજ્ઞના આગમના પ્રકારને જાણનારાઓ, બહુના=પ્રાકૃત લોકના, સંબંધી ઘણાં દુર્વચનો સહન કરે છે; કેમ કે આ પોતાના કર્મનું ફળ છે, આમનો દોષ નથી, એ પ્રમાણે ભાવનાવિશેષ છે. II૮૩।। ભાવાર્થ : જેઓ ભગવાનના વચનના ઉપદેશને યથાર્થ જાણનારા છે, તેઓ વિશેષથી જીવ-અજીવ આદિ સાત - Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૩-૮૪ તત્ત્વોને યથાર્થ અને અસંદિગ્ધ જાણનારા છે, તેથી તે તત્ત્વોના યથાર્થ બોધને કારણે તેઓને આશ્રવ સર્વથા હેય જણાય છે અને સંવર ઉપાદેય જણાય છે, એથી સતત સંવરની વૃદ્ધિના અર્થી તે મહાત્માઓ લોકોનાં દુર્વચનોને સહન કરે છે અર્થાત્ આહારની પ્રાપ્તિ માટે, વસતિની પ્રાપ્તિ માટે કે ઉપધિ આદિની ગવેષણા માટે ઉચિત વિધિથી યત્ન કરતા હોય, છતાં કોઈક જીવો તે પ્રકારનાં દુર્વચનોથી તેમને તાડન કરે તોપણ લેશ પણ કુપિત થયા વગર તેને સહન કરે છે, કેમ કે તેઓ વિચારે છે કે મારા કરેલા કર્મનું આ ફળ છે, દુર્વચન કહેનારા જીવોનો દોષ નથી, આથી રાજકન્યાએ અને ત્યારપછી યજ્ઞ કરતા બ્રાહ્મણોએ હરિકેશબલ મુનિનો તિરસ્કાર કર્યો તોપણ મુનિ કુપિત થયા નહિ. II૮૩ અવતરણિકા : मन्दबुद्धयः पुनस्तानेव बालतपस्विनः, समर्थयन्ते, तत्रेदं कारणंઅવતરણિતાર્થ : મંદબુદ્ધિવાળા જીવો વળી તે બાલ તપસ્વીઓનું સમર્થન કરે છે, તેમાં આ કારણ છે – ભાવાર્થ : જેઓ પ્રાજ્ઞ હોય તેઓ પરિણામને જોનારા હોય છે અને જેઓ મંદબુદ્ધિવાળા હોય છે તેઓ બાહ્ય આચરણાને જોનારા હોય છે, તેથી મંદબુદ્ધિવાળા જીવોને બાહ્ય કષ્ટકારી આચરણા શ્રેષ્ઠ દેખાય છે, તેથી તે બાલતપસ્વીઓ મહાત્યાગી છે એ પ્રકારે સમર્થન કરે છે, તેમાં કારણ બતાવે છે. ગાથા : जो जस्स वट्टए हियए, सो तं ठावेइ सुंदरसहावं । वग्घी छावं जणणी, भदं सोमं च मन्नेइ ।।८४।। ગાથાર્થ : જે વસ્તુ જેના હૈયામાં વર્તે છે, તે પુરુષ તેને સુંદર સ્વભાવવાળું સ્થાપન કરે છે, વાઘણ એવી માતા છાવને=પોતાના પુત્રને, ભદ્ર અને સૌમ્ય માને છે. I૮૪ ટીકા : यः कश्चिद्यस्य कस्यचिन्मोहोपहततयाऽन्येन वा कारणेन वर्तते हृदि लगति चित्ते स तं स्थापयति-समर्थयतेऽसुन्दरमपि सुन्दरस्वभावम्, दृष्टान्तमाह-व्याघ्री शावमात्मीयं बालं जननी तन्माता भद्रं सुखं जन्तुसुखहेतुत्वात्, सौम्यं च क्रोधाद्युपशमेन शान्तलेश्य, चः समुच्चये, मन्यते चिन्तयतीति ।।८४॥ Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૪, ૮૫-૮૬-૮૭ ૧૪૩ ટીકાર્ય : યઃ શ્વિદ્યસ્થ » ચિન્તયતતિ છે જે કોઈક વસ્તુ જે કોઈકના હદયમાં વર્તે છે=મોહથી ઉપેતપણાથી કે અન્ય કારણથી ચિત્તમાં સ્પર્શે છે, તે પુરુષ તેને સ્થાપન કરે છે અસુંદર પણ સુંદર સ્વભાવરૂપે સમર્થન કરે છે, દાંતને કહે છે - વાઘણ એવી તેની માતા પોતાના બાળકને ભદ્ર જંતુના સુખનું હેતુપણું હોવાથી સુખ અને સૌમ્ય=ક્રોધાદિ ઉપશમથી શાંત લેશ્યાવાળું માને છે. ૮૪ો. ભાવાર્થ : જે જીવોને જે પ્રકારનો મોહનો પરિણામ હોય તે જીવોને તે મોહના પરિણામને કારણે તે વસ્તુ સુંદર જણાય છે, જેમ અતિક્લિષ્ટ અધ્યવસાયવાળા જીવોને બીજાને મારવામાં અને ત્રાસ આપવામાં સુખ જણાય છે. તે રીતે ધર્મના ક્ષેત્રમાં પણ મોહાવિષ્ટ મતિવાળા જીવોને પોતાના મોહના કારણે હૈયામાં જે પ્રકારે પરિણામ થાય છે, એ પ્રકારે એ વસ્તુ સુંદર જણાય છે. વળી અન્ય કારણથી પણ જેને ચિત્તમાં જે લાગે છે તે જ તેને સુંદર જણાય છે. જેમ પ્રદેશ રાજાને આત્મવિષયક નિર્ણય કરવાની જિજ્ઞાસા હતી અને રાજાએ ચોરની પરીક્ષા કરી કે મારતી વખતે ચોરનો આત્મા ક્યાંયથી બહાર ન નીકળી શકે તે રીતે છિદ્ર વગરની પેટીમાં રાખીને માર્યો, છતાં તેનો આત્મા ક્યાંય દેખાયો નહિ, મૃત ફ્લેવર દેખાયું. તેથી તે પ્રકારના અનુભવને કારણે તેના હૈયામાં તે જ વસે છે કે આત્મા નથી, તે રીતે જેઓના કષાયો ઘણા મંદ થયા છે, સહજ માર્ગાનુસારી બુદ્ધિ થઈ છે, તે કારણથી જેઓના ચિત્તમાં સર્વજ્ઞકથિત વચનોનું તાત્પર્ય લાગે છે, તેઓને તે સુંદરરૂપે ભાસે છે. તેથી એ ફલિત થાય કે મોહને કારણે કે અન્ય કારણે જેનું ચિત્ત જે ભાવને અભિમુખ હોય, તે વ્યક્તિ તે અસુંદર પણ વસ્તુને સુંદર સ્વભાવે સમર્થન કરે છે અને સુંદર પણ વસ્તુને અસુંદર સ્વભાવે સ્થાપન કરે છે. આ જ વસ્તુને દૃષ્ટાંતથી સ્થાપન કરે છે – વાઘણ પોતાના પુત્રને ભદ્ર અને સૌમ્ય જુએ છે, કેમ કે શાંતિથી કૂદાકૂદ કરતા પોતાના બાળકને જોઈને આ બાળક જીવોના સુખનો હેતુ જણાય છે અને બાળક અવસ્થામાં છે, ત્યારે તેની ચેષ્ટા જોવી ગમે છે, તેથી તે સૌમ્ય પ્રકૃતિવાળો છે તેમ માને છે, વસ્તુતઃ તે બાળક વાઘણનો પુત્ર છે, તેથી લોકોને ત્રાસનો હેતુ છે અને ક્રોધી સ્વભાવવાળો છે. બાળક અવસ્થામાં તે ભાવો બીજરૂપે છે, મોટો થશે ત્યારે તે ભાવો ખીલી ઊઠશે, છતાં વાઘણની દૃષ્ટિએ પોતાના પુત્રને તે રીતે ગેલ કરતો જોઈને આ બાળક ભોળું છે, ભદ્રક છે તેમ માને છે, તે રીતે ધર્મક્ષેત્રમાં પણ મંદબુદ્ધિવાળા જીવોને તે બાહ્ય ત્યાગ જ ત્યાગ સ્વરૂપે દેખાય છે, પરંતુ વિવેકવાળા જીવોની જેમ સર્વજ્ઞવચનથી નિયંત્રિત ત્યાગને ત્યાગ સ્વરૂપે જોઈ શકતા નથી. II૮ાા અવતરણિકા - न केवलं यत्यवस्थायां गृहस्थावस्थायामपि विवेकस्य महत्फलमिति दृष्टान्तेनाह Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૫-૮૬-૮૭ અવતરણિાકાર્ય : કેવલ યતિ અવસ્થામાં નહિ, પરંતુ ગૃહસ્થ અવસ્થામાં પણ વિવેકનું મહાફળ છે, એને દગંતથી કહે છે – ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે અવિવેકી જીવો બાહ્ય કષ્ટરૂપ અનેક ક્લેશો વેઠે છે, તે અલ્પફલવાળા છે, જ્યારે વિવેકી જીવો યથાવસ્થિત તત્ત્વને જોનારા હોવાથી બીજાનાં દુર્વચનો પણ સહન કરે છે. હવે વિવેકવાળા યતિની આચરણા તો મહાન ફલવાળી છે, પરંતુ ગૃહસ્થ અવસ્થામાં પણ વિવેકવાળાની આચરણા મહાન ફલવાળી છે, એ બતાવે છે – ગાથા : मणिकणगरयणधणपूरयम्मि भवणम्मि सालिभद्दो वि । अनो किर मज्झ वि सामिओ त्ति जाओ विगयकामो ।।५।। न करंति जे तवं संजमं च ते तुल्लपाणिपायाणं । पुरिसा समपुरिसाणं, अवस्स पेसत्तणमुविंति ।।८६।। सुंदरसुकुमालसुहोइएण विविहेहिं तवविसेसेहिं । तह सोसविओ अप्पा, जह न वि नाओ सभवणेवि ।।८७।। ગાથાર્થ : મણિ કનક રત્ન-ધનથી પૂરિત ભવન હોતે છતે શાલિભદ્ર પણ ખરેખર મારા પણ અન્ય સ્વામી છે. એથી વિગત કામવાળા થયા, ત્યારે શાલિભદ્ર શું વિચારે છે તે બતાવે છે – જેઓ તપ-સંયમ કરતા નથી, તે પુરુષો તુલ્ય હાથ અને પગવાળા સમપુરુષોના પ્રખ્યત્વને અવશ્ય પામે છે. ત્યાર પછી મુનિભાવમાં શું કર્યું તે સ્પષ્ટ કરે છે – સુંદર સુકુમાર સુખને ઉચિત એવા દેહવાળા શાલિભદ્ર વડે વિવિધ તપવિશેષથી આત્મા–દેહ, તે પ્રકારે શોષિત કરાયો, જે પ્રમાણે સ્વભવનમાં પણ જ્ઞાત થયા નહિ. ll૮૫-૮૬-૮૭ના. ટીકા : तत्र तावत् कथानकं कथ्यते-धन्याभिधानाया उच्छिन्नकुलाया वत्सपाल्यास्तनयः सङ्गमनामा इन्द्रोत्सवे गृहे गृहे क्षीरानं खाद्यमानं दृष्ट्वा तन्मातरं याचितवान् । ततः क्षीराद्यभावाज्जातखेदां Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ Gटेशभाला लाग-१ | गाथा-८५-८५-८७ तामुपलभ्य दत्तं तत्पाटकवासिनारीभिरनुकम्पया तत्तस्याः, राद्धमनया दत्तं सङ्गमाय भाजने । अत्रान्तरे समागतो मासक्षपणिको मुनिः, जातहर्षेण दत्तम् तस्मै संविभागोऽनेन, ततोऽतिलोलतया पायसस्य बहुभक्षणेन जातविसूचिको मृत्वाऽसौ साधुदानोपार्जितपुण्यप्राग्भारवशाद्राजगृहे गोभद्रश्रेष्ठिनो भद्रायाः शालिस्वप्नसूचितो विविधमनोरथपूरको जातस्तनयभावेन, प्रतिष्ठितं नाम शालिभद्र इति । प्राप्तः क्रमेण यौवनं, परिणीतास्त्रिभुवनातिशायिरूपा द्वात्रिंशत्कन्यकाः, बुभुजे भोगान् । इतश्च विधिना कालं कृत्वा गतो दिवं तज्जनकः, प्रयुक्तावधिस्तत्पुण्यचोदितस्य जातोऽस्य शालिभद्रं प्रति खरतरः स्नेहः । ततो दर्शितात्मरूपः प्रतिदिनं दिव्यवस्त्राऽलङ्कार-विलेपनकुसुमादीनि तस्मै सवधूकायोपजहार । भवनं च रत्नादीनां बभार । अन्यदा तत्र केचिद्रत्नकम्बलचट्टाः समायाताः, दर्शितानि राजकुले, अतिमहापाणीति न गृहीतानि श्रेणिकेन, गता भद्रामन्दिरं, तया तु निर्विचारं गृहीत्वा कृतानि वधूनां चरणप्रमार्जनानि । इतश्च श्रेणिकराजेन प्रियया तद्ग्रहणार्थं प्रेर्यमाणेनाकारिताश्चट्टाः कथितस्तैर्वृत्तान्तः, ततो जातविस्मयेन द्रष्टव्योऽसौ यस्येदृशी स्फीतिरिति सञ्चिन्त्य प्रहितो भद्रायाः तत्प्रस्थापनार्थं दूतः, गत्वाऽऽगतः स चाह-महाराज ! भद्रा विज्ञपयति नानेन चन्द्रसूर्यावपि सततरत्नप्रकाशतया भवनस्य कदाचिदपि दृष्टौ, तत्करोतु महाराजो मम भवनागमनेनानुग्रहमिति । तदाकोल्लसितविस्मयातिरेको गतः सपौरजनपरिकरो राजा । दृष्टं विभवातिशयाऽपहसितधनदालयं तत्तेन भवनं, समारूढश्चतुर्थभूमिकायाम् । भद्रापि विहितोचितप्रतिपत्तिर्गता सप्तमतले यत्रास्ते शालिभद्रः, विहिताभ्युत्थानोऽसावुक्तस्तया पुत्र ! भवद्दिदृक्षया श्रेणिकराजोऽधस्तात्तिष्ठति, तं दृष्ट्वा कुरु तत्प्रतिपत्तिमिति । स प्राह-'यूयमेव तदर्थं जानीथ ।' इतराह-'तनय ! नासौ पण्यं,' 'किं तर्हि ?,'-'त्वत्स्वामिश्रेणिको राजा' इति । ततो ममाप्यन्यः प्रभुरिति ? अथवा युक्तमिदं मादृशां विषयपङ्कमग्नतया मोहराजवशवर्तिनाम् । मुनय एव लब्धात्मलाभा भवन्तीति चिन्तयतो वैराग्यातिशयाज्जातश्चरणपरिणामः, तथापि जनन्युपरोधेनावतीर्य दृष्टः श्रेणिकः, तेनापि सस्नेहमवलोक्य स्थापितः स्वोत्सगे । ततः क्षणाद्विद्राणवदनं निर्गच्छन्नयनसलिलं तमवलोक्य भद्रा श्रेणिकं प्रत्याह-'महाराज ! अयं दिव्यविलेपनादिलालितेन्द्रियत्वान्न शक्नोति सोढुं मनुष्याङ्गरागादिक गन्धं, तद्विसर्ग्यतामिति । राजाह-कथं ?, ततः कथितस्तया देवव्यतिकरः विसृष्टे च तस्मिन् भद्रया निमन्त्रितो भोजनेन राजा, प्रतिपन्नमनेन, मज्जितुमारब्धो विविधरत्नकलधौतधौतान्धकारविमलासु यन्त्रवापीषु ससम्भ्रमेण च पतितमङ्गुलीमुद्रारत्नम् । ततस्तरलिततारं विलोकयन्तं तमुपलभ्य भद्रयाभिहितया चेट्या Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ Buहेशभाला भाग-१| गाथा-८५-८५-८७ कीलिकाप्रयोगेण जले निष्कासिते प्रकाशितदिक्चक्रवालविविधरत्नालङ्कारान्तर्गतं । निजागुलीमुद्रारत्नमङ्गारमिव विच्छायमुपलभ्य स वैलक्ष्यः सन् प्राह-किमेतदिति । परिजनेनोक्तं देवोपनीतं शालिभद्रवधूनिर्माल्यमिति । ततो नास्त्यसाध्यमुत्कृष्टपुण्यानां, येनैवं देवा अपि किंकरत्वं प्रतिपद्यन्त इति । [ग्रं १०००] जातगाढतरविस्मयो भद्राविहितभोजनादिप्रतिपत्तिनिर्गतो राजा । शालिभद्रोऽपि पुनर्विशेषतो धर्मघोषसूरिसमीपे धर्म श्रुत्वा पश्चाद्भगवति वीरे समवसृते सम्भाल्य भद्रां परिजनं च नानोपायैः सवधूको निष्क्रान्तः ततो गृह्णन्सूत्रार्थं प्रवर्तयन् सामाचारी, कुर्वन् विविधान्तपोविशेषान् बहुकालं विहत्य सह भगवता गतो राजगृहं, गोचरे प्रविशंश्चोक्तो भगवतामाता भवन्तं प्रतिलम्भयिष्यति, क्रमेण गतो निजभवनं, तपोनिष्टप्तगात्रतया न प्रत्यभिज्ञातो केनाऽपि निर्गच्छन्नगराज्जन्मान्तरजनन्या प्रतिलाभितो दना तेन च पृष्टो भगवान् । भगवतापि कथितो जन्मान्तरवृत्तान्तः, ततो जातजातिस्मरणस्तदेव दना पारयित्वा कृतपादपोपगमनो मृत्वा समुत्पन्नः सर्वार्थसिद्धिविमाने । ततश्च्युत्वावाप्य केवलश्रियं सेत्स्यतीति । अधुनाक्षरार्थ:तत्र मणयश्चन्द्रकान्ताद्याः, कनकं स्वर्ण, रत्नानि कम्बलादीनि, धनं चतुष्पदादि, मणयश्च कनकं चेत्यादिद्वन्द्वः । तैः पूरितं भृतं, तस्मिन् सत्यपि शब्दस्यह सम्बन्धो भवने शालिभद्रोऽन्यः किलेत्येवं श्रूयते ममापि स्वाम्येव स्वामिक इति हेतोर्जातो विगतकामो विषयान्प्रति निरभिलाष इति, स तदाचिन्तयद्युक्तमिदं मादृशां, यतो न कुर्वन्ति ये तपोऽनशनादि, संयमं पृथिव्यादिरक्षणात्मकं, चः समुच्चये, ते पुरुषा अवश्यं प्रेष्यत्वं किंकरत्वमुपयान्तीति सम्बन्धः । केषां ? तुल्यपाणिपादानां समपुरुषाणां समानावयवतया तुल्यानामपीत्यर्थः, तस्यैव यतित्वमधिकृत्याह-सुन्दरः सुरूपः, सुकुमारो मृदुशरीरः, सुखोचितो लालितेन्द्रियः, सुन्दरश्चासौ सुकुमारश्च, स चासौ सुखोचितश्चेति समासः, तेन प्रागेवं सता विविधैर्नानारूपैस्तपोविशेषैरष्टमादिभिस्तथा शोषितः कृशीकृत आत्मा देहः कथञ्चिज्जीवाव्यतिरिक्तत्वात्, जीवस्य शोषणानुपपत्तेः, यथा न ज्ञातो नोपलक्षितः स्वभवनेऽपि निजगृहेऽपीति ।।८५-८६-८७।। सार्थ : तत्र तावत् ..... निजगृहेऽपीति ।। त्यi=स्य अवस्थामi विवे न तावामi, Bथा45 ठेवाय छ - ઉત્સિન્ન કુલવાળી વત્સનું પાલન કરનારી ધન્યા નામવાળીના પુત્ર સંગમ નામવાળાએ ઇન્દ્ર ઉત્સવમાં ઘેર ઘર ક્ષીરાત્રને ખાતા જોઈને તેની માતા પાસે યાચના કરી, તેથી દૂધ આદિના અભાવથી થયેલા ખેદવાળી એવી Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૫-૮૬-૮૭ તેને જાણીને તેની પાડોશી સ્ત્રીઓ વડે તેણીને અપાયેલું તે રંધાયું, આણી વડે સંગમને ભાજનમાં અપાયું, એટલામાં માસક્ષમણના પારણાવાળા મુનિ આવ્યા, થયેલા હર્ષવાળા એવા આમના વડે સંવિભાગ અપાયો, ત્યારપછી અતિ આસક્તપણાથી ઘણું ભક્ષણ કરવાના કારણે થયેલી વિચિકાવાળો એવો આ મરીને સાધુદાનથી ઉપાર્જન કરાયેલા પુણ્યના સમૂહના વશથી રાજગૃહમાં ગોભદ્ર શ્રેષ્ઠિની ભદ્રાનો શાલિસ્વપ્નથી સૂચન કરાયેલો, વિવિધ મનોરથને પૂરનારો પુત્રભાવથી થયો, શાલિભદ્ર એ પ્રમાણે નામ પ્રતિષ્ઠિત કરાયું, અનુક્રમે યૌવનને પામ્યો, ત્રણ ભુવનમાં અતિશય રૂપવાળી કન્યાઓ પરણાઈ, ભોગોને ભોગવતો હતો. આ બાજુ તેનો પિતા વિધિથી કાળ કરીને દેવલોકમાં ગયો. પ્રયોગ કરાયેલા અવધિવાળા તેના પુણ્યથી પ્રેરાયેલા અને પિતાને, શાલિભદ્ર પ્રત્યે અત્યંત સ્નેહ થયો, તેથી દેખાડાયું છે પોતાનું રૂપ જેના વડે એવા જનક હંમેશાં દિવ્ય વસ્ત્ર-અલંકાર-વિલેપન-પુષ્પ આદિ વહુઓ સહિત એવા તેને મોકલવા લાગ્યા અને ભવનને રત્ન આદિથી ભર્યું. એકવાર રત્નકંબલના વેપારીઓ આવ્યા, રાજકુળમાં દેખાડાઈ, અતિમૂલ્યવાળી છે, એથી શ્રેણિક વડે ગ્રહણ ન કરાઈ, ભદ્રાની હવેલીએ ગયા. તેણી વડે વળી નિર્વિચાર ગ્રહણ કરીને વહુનાં પગલુછણાં કરાયાં. આ બાજુ પ્રિયા વડે ગ્રહણ કરવા માટે પ્રેરણા કરાતા શ્રેણિક રાજા વડે વેપારીઓ બોલાવાયા, તેઓ વડે વૃત્તાંત કહેવાયો. તેથી થયેલા વિસ્મયવાળા શ્રેણિક રાજા વડે આ જોવો જોઈએ. જેની આવા પ્રકારની તેજસ્વિતા છે, એ પ્રમાણે વિચારીને તેના પ્રસ્થાપન માટે શાલિભદ્રને મોકલવા માટે, ભદ્રાને દૂત મોકલાયો, જઈને આવેલો આ દૂત, કહે છે – હે મહારાજ ! ભવનના સતત રત્નપ્રકાશપણાથી આના વડે ચંદ્ર, સૂર્ય પણ ક્યારે પણ જોવાયા નથી, તેથી મારા ભવનમાં આગમન વડે મહારાજ મને અનુગ્રહ કરે, તેને સાંભળીને ઉલ્લસિત થયેલા વિસ્મયના અતિરેકવાળા રાજા પોર પરિવાર સહિત ગયા. વૈભવના અતિશયથી હસાયું છે કુબેરભવન જેના વડે એવું તે ભવન તેના વડે જોવાયું. ચોથી ભૂમિ ઉપર પહોંચાયું, કરાઈ છે ઉચિત પ્રતિપત્તિ એવી ભદ્રા સાતમી ભૂમિ ઉપર ગઈ, જયાં શાલિભદ્ર રહે છે, કરાયું છે અભુત્થાન એવો આ તેણી વડે કહેવાયો. પુત્ર ! તને જોવાની ઇચ્છાથી શ્રેણિક રાજા નીચે રહેલા છે, તેને જોઈને તેની પ્રતિપત્તિને કર, તે કહે છે – તમે જ તેના મૂલ્યને જાણો છો, બીજી=ભદ્રા, કહે છે – આ કરિયાણું નથી. તો શું છે? તારો સ્વામી રાજા છે. તેથી મારે પણ બીજો સ્વામી ? અથવા વિષયરૂપી કાદવમાં મગ્નપણાથી મોહરાજાને વશ વર્તનારા મારા જેવાને આ યુક્ત છે, મુનિઓ જ મેળવાયેલા આત્મલાભવાળા છે, એ પ્રમાણે ચિતવતા એવા તેને વૈરાગ્યના અતિશયથી ચારિત્રનો પરિણામ થયો, તોપણ માતાના આગ્રહથી ઊતરીને શ્રેણિક જોવાયો, તેના વડે પણ સ્નેહપૂર્વક જોઈને પોતાના ખોળામાં સ્થાપન કરાયો, તેથી ક્ષણમાં પ્લાન મુખવાળા, નીકળતા આંસુવાળા તેને જોઈને ભદ્રા શ્રેણિક પ્રત્યે કહે છે – મહારાજ ! આશાલિભદ્ર, દિવ્ય વિલેપન આદિથી લાલન કરાયેલ ઇન્દ્રિયપણું હોવાથી મનુષ્યના અંગરાગ=વિલેપન આદિની ગંધને સહન કરવાને સમર્થ નથી, તેથી છોડી દો, રાજા કહે છે, તેથી તેણી વડે દેવનો વ્યતિકર કહેવાય અને તે મુક્ત કરાયે છતે ભદ્રા વડે રાજા ભોજનથી નિયંત્રિત કરાયો, આના વડે સ્વીકારાયું, વિવિધ રન-સુવર્ણથી ધોવાયો છે અંધકાર એવી નિર્મળ યંત્ર વાવડીઓમાં સ્નાન કરાવવાને આરંભ કરાયો અને સંભ્રમથી અંગુલીમુદ્રારત્ન પડ્યું, તેથી ચપળ કીકીવાળા જોતા એવા તેને જોઈને ભદ્રા વડે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૫-૮૬-૮૭ કહેવાયેલી દાસીથી કાલિકા પ્રયોગથી જળ કઢાયે છતે પ્રકાશિત કરાયું છે દિશાચક્રવાલ જેના વડે એવા વિવિધ રત્ન-અલંકારોની અંતર્ગત પોતાનું અંગુલીમુદ્રાર અંગારા જેવું પ્લાન જોઈને વિલખો થયો છતો કહે છે – આ શું છે , પરિજન વડે કહેવાયું – દેવથી લવાયેલું શાલિભદ્રની વહુઓનું નિર્માલ્ય, ઉત્કૃષ્ટ પુષ્યવાળાઓને અસાધ્ય નથી, જેથી આ પ્રમાણે દેવો પણ કિંકરપણાને સ્વીકારે છે, થયેલા અત્યંત વિસ્મયવાળો ભદ્રાથી કરાઈ છે ભોજનાદિ પ્રતિપત્તિ જેની એવો રાજા નીકળ્યો. શાલિભદ્ર પણ ફરી વિશેષથી ધર્મઘોષસૂરિ મહારાજ પાસે ધર્મને સાંભળીને પાછળથી ભગવાન વીર સમવસર્યો છતે ભદ્રાને અને પરિજનને જુદા જુદા ઉપાયો વડે સમજાવીને વહુઓ સહિત દીક્ષા લીધી, ત્યારપછી સુત્ર અને અર્થને ગ્રહણ કરતા, સામાચારીને પ્રવર્તાવતા, વિવિધ તપોવિશેષને કરતા ઘણા કાલ સુધી ભગવાન સાથે વિહાર કરીને રાજગૃહ આવ્યા. ગોચરમાં પ્રવેશ કરતા ભગવાન વડે કહેવાયા – માતા તને છોરાવશે, ક્રમથી પોતાના ઘરે ગયા, તપથી તપેલા ગાત્રપણાથી કોઈ વડે ન ઓળખાયા, નગરથી જતાં પૂર્વજન્મની માતાથી દહીં વડે પ્રતિલાભાયા અને તેના વડે ભગવાન પુછાયા, ભગવાન વડે પણ પૂર્વજન્મનો વૃત્તાંત કહેવાયો. ત્યારપછી થયેલા જાતિસ્મરણવાળા તે જ દહીંનું પારણું કરીને કરાયેલા પાદપોપગમન અનશનવાળા એવા મરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા, ત્યાંથી ચ્યવીને કેવલલક્ષ્મીને પામીને સિદ્ધ થશે. હવે અક્ષરાર્થ – ત્યાં=ભવનમાં, મણિઓ ચંદ્રકાન્ત આદિ છે, કનક, સુવર્ણ, રત્ન-કંબલ આદિ ધન, ચતુષ્પદ આદિ અને મણિઓ, કનક આદિ દ્વન્દ સમાસ છે, તેઓ વડે ભરાયેલું તે હોતે છતે પણ ખરેખર આ પ્રમાણે સંભળાય છે – મારી ઉપર પણ અવ્ય સ્વામી જ છે એ હેતુથી શાલિભદ્ર વિગત કામવાળા થયા=વિષયો પ્રત્યે નિરભિલાષ થયા, તેણે=શાલિભદ્રએ, ત્યારે વિચાર્યું – મારા જેવાને આ યુક્ત છે=મારા માથે સ્વામી છે તે યુક્ત છે, જે કારણથી જેઓ અતશત આદિ તપ અને પૃથ્વી આદિ રક્ષણાત્મક સંયમ કરતા નથી, તે પુરુષો અવશ્ય પ્રેષપણાને અર્થાત્ કિંકરપણાને પામે છે, એ પ્રમાણે સંબંધ છે, કોના કિંકરપણાને પામે છે? એથી કહે છે – તુલ્ય હાથ-પગવાળા સમપુરુષોના કિંકરપણાને પામે છે=સમાન અવયવપણું હોવાથી તુલ્ય પુરુષોના પણ કિંકરપણાને પામે છે. તેના જ શાલિભદ્રના, યતિત્વને આશ્રયીને કહે છે – સુંદર સુરૂપવાળા, સુકુમાર=મૃદુ શરીરવાળા, સુખને ઉચિત=લાલન કરાયેલી ઈન્દ્રિયવાળા, સુંદર એવા આ સુકુમાર સુખોચિત એ પ્રમાણે સમાસ છે, તેના વડેeતેવા શરીરવાળા શાલિભદ્ર વડે પૂર્વમાં, આવા પ્રકારના છતા શાલિભદ્ર વડે વિવિધ તપ-વિશેષથી=અનેક સ્વરૂપવાળા અઠમ આદિ તપવિશેષથી, તે પ્રકારે દેહ શોષાયોપાતળો કરાયો, કથંચિત્ જીવથી અવ્યતિરિક્તપણું હોવાથી દેહ આત્મા જ છે એમ કહેલ છે; કેમ કે જીવતા શોષણથી અનુપપત્તિ છે, કઈ રીતે દેહનું શોષણ કર્યું ? એથી કહે છે – જે પ્રમાણે સ્વભવનમાં પણ=પોતાના ઘરમાં પણ જણાયા નહિ. I૮૫-૮૬-૮૭ll Page #168 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૫-૮૬-૮૭, ૮૮૮ ૧૪૯ ભાવાર્થ : વિવેકપૂર્વક કરાયેલો ધર્મ મહાફળવાળો છે, અવિવેકપૂર્વક કરાયેલું ઘણું પણ કષ્ટ અલ્પફલવાળું છે, તેથી ગૃહસ્થ અવસ્થામાં પણ શાલિભદ્રના વિવેકનું મહાફળ છે અને અવિવેકવાળા બાહ્ય કષ્ટ આચરનારા સાધુઓના કષ્ટનું અલ્પ અને તુચ્છ ફળ છે, એ સ્પષ્ટ કરવા માટે કહે છે – શાલિભદ્ર પ્રચુર ભોગસામગ્રીવાળા ઘરમાં જન્મેલા, તેવી સામગ્રીમાં પ્રાયઃ જીવને ભોગ સિવાય અન્ય કંઈ જણાતું નથી, છતાં મારા ઉપર અન્ય સ્વામી છે, માત્ર એટલું જ્ઞાન થવાથી તેની ભોગ પ્રત્યેની કામના નાશ પામી; કેમ કે શાલિભદ્રનાં વિવેકચક્ષુ પ્રગટ હતાં, તેથી વિચાર આવે છે કે જેઓ તપસંયમ કરતા નથી. તેઓ બીજાના દાસપણાને પ્રાપ્ત કરે છે અને મેં તપ-સંયમ કર્યું નથી, માટે મારા માથે સ્વામી છે, તેથી શાલિભદ્રને વિવેક ઉત્પન્ન થયો કે વિષયને પરાધીન જીવોને હંમેશાં દાસપણાની પ્રાપ્તિ છે; કેમ કે જેઓ વિષયના દાસ છે, તેઓ દાસપણાના કર્મને બાંધે છે અને જેઓ વિષયોના દાસ નથી, પરંતુ આત્માના મૂળ સ્વભાવને પ્રગટ કરવાના ઉપાયભૂત તપ-સંયમમાં યત્ન કરે છે, તેઓ પોતાના આત્માના સ્વામી બને છે, અન્યના દાસ બનતા નથી, આ પ્રકારે સામાન્ય નિમિત્તને પામીને પણ શાલિભદ્રમાં મહાન વિવેક પ્રગટ્યો, તેથી સંયમ ગ્રહણ કરીને પોતાના આત્મા ઉપર પોતાનું પ્રભુત્વ મેળવવા માટે તપવિશેષ દ્વારા પોતાના દેહને તે રીતે શોષવ્યો, જેથી સ્વભવનમાં વ્હોરવા ગયેલા તે ભવનના લોકો પણ કોઈ તેને ઓળખી શક્યા નહિ. તેથી ફલિત થાય છે કે જેઓને બાહ્ય સર્વ પદાર્થો પ્રત્યે અસંગભાવ પ્રગટ્યો છે, આત્માના નિરાકુળ સ્વભાવમાં સ્થિર થવાનો દઢ અભિલાષ પ્રગટ્યો છે, તેવા સુસાધુઓ જેમ વિવેકપૂર્વક ઉપસર્ગોને સહન કરીને પણ મહાન ફળ મેળવે છે, તેમ ગૃહસ્થ અવસ્થામાં રહેલા શાલિભદ્રએ પણ વિવેકના બળથી મહાવૈરાગ્યને પ્રાપ્ત કર્યો અને સાધુપણું ગ્રહણ કરીને પણ તે રીતે સંયમ પાળ્યું કે જેથી સંયમ માત્ર કષ્ટરૂપ ન થયું, પરંતુ જિનવચનાનુસાર વિશેષ પ્રકારના અસંગભાવને પ્રાપ્ત કરીને સર્વાર્થસિદ્ધના સુખને પામ્યા, માટે બાલ તપસ્વી તામલી તાપસનું અજ્ઞાન તપ અલ્પફલવાળું થયું અને ગૃહસ્થ અવસ્થામાં અને સંયમ અવસ્થામાં વર્તતો શાલિભદ્રનો વિવેક મહાફળવાળો થયો. II૮૫-૮૬-૮ના અવતરણિકા: ननु किमित्यनेनैवं शरीरं शोषितमित्युच्यते-धर्मार्थम्, किं वाऽत्यल्पमिदमुच्यते, अन्ये तदर्थं त्यजन्त्यात्मानमपि शरीरमपीति । अत्र कथानकम्उज्जयिन्यां भद्राश्राविकासत्कयानशालास्थितसूरिसुहस्तिनो रात्रौ नलिनीगुल्मविमानवक्तव्यताप्रतिबद्धमध्ययनं परावर्तयतः श्रुत्वा भद्रातनयोऽवन्तिसुकुमारः सञ्जातजातिस्मरणस्तद्विमानच्युतत्वाज्जातौत्सुक्योऽवतीर्योपरितनप्रासादतलाद् गत्वाचार्यसमीपं तान् पप्रच्छ-'भगवन् कथं युष्माभिरिदं Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૮ दृष्टं ? कथं वा लभ्यत' इति । सूरिराह-'आगमदृष्ट्या दृष्टं, लभ्यते तु मोक्षार्थं प्रवृत्तैरनुषङ्गेण । स प्राह-'प्रतिपना मया भवतो भगवदनुभावात्प्रव्रज्या अनशनं च, कुरु तदनुज्ञयानुग्रहमिति ।' ततो ज्ञानावलोकेन विज्ञायानिर्वर्तकं निर्बन्धमाराधकत्वं च दत्तं द्रव्यलिङ्गं प्रत्याख्यानं चाचार्यः । ततो निर्गत्यानुचितभूमिगमनतयातिसुकुमारत्वात्क्षरद्रुधिरचरणो गतो विविक्तस्थण्डिलम् । तद्गन्धानुसारानुगतया खादितुमारब्धः सनिजबालकदम्बकया शिवया । तथाप्यविचलितसत्त्वः समाधिना विहाय देहपञ्जरमुत्पन्नस्तत्रैव विमान इति । तथा चाहઅવતરણિકાળું:કયા કારણથી આમના વડે શાલિભદ્ર વડે, આ પ્રકારે શરીર શોષિત કરાયું ? ઉત્તર અપાય છે – ધર્મ માટે. અથવા શાલિભદ્રએ ધર્મ માટે શરીર શોષવ્યું એ અલ્પ કહેવાય છે ? અવ્ય તેના માટે=ધર્મ માટે, આત્માને પણ શરીરને પણ, ત્યાગ કરે છે, એમાં કથાનક છે – ઉજ્જયિનીમાં રાત્રિને વિષે નલિની ગુલ્મ વિમાનના વર્ણનથી રચાયેલા અધ્યયનનું પરાવર્તન કરતા, ભદ્રા શ્રાવિકાની યાનશાલામાં રહેલા સુહસ્તિસૂરિ મહારાજને સાંભળીને થયેલા જાતિસ્મરણવાળા તે વિમાનથી યુતપણું હોવાથી થયેલા સુક્વવાળા ભદ્રાના પુત્ર અવંતિસુકુમારે ઉપરના પ્રાસાદતલથી ઊતરીને આચાર્ય પાસે જઈને તેઓને પૂછયું – ભગવન્! આપના વડે આ કેવી રીતે જોવાયું? અથવા કેવી રીતે પ્રાપ્ત કરાય છે ?સૂરિ મહારાજ કહે છે – આગમદષ્ટિથી જોવાયું, વળી મોક્ષ માટે પ્રવૃત્ત થયેલા વડે પ્રસંગથી પ્રાપ્ત કરાય છે, તે કહે છે, મારા વડે ભગવાનના પ્રભાવથી ભાવથી પ્રવજ્યા અને અનશન સ્વીકારાયાં, તેની અનુજ્ઞા વડે અનુગ્રહને કરો, તેથી જ્ઞાનપ્રકાશ વડે અનિર્વર્તક આગ્રહને અને આરાધકપણાને જાણીને આચાર્ય વડે દ્રવ્યલિંગ અને પ્રત્યાખ્યાન અપાયું, ત્યાંથી નીકળીને અનુચિત ભૂમિમાં ગમનપણાથી અતિ સુકુમારપણું હોવાથી ઝરતું રુધિર છે ચરણમાંથી જેને, એવા તે મુનિ એકાંત નિર્જીવ ભૂમિમાં ગયા, તેથી તેની ગંધના અનુસારથી આવેલી પોતાનાં બચ્ચાંઓના સમૂહથી સહિત એવી શિયાળણી વડે ખાવાને માટે આરંભ કરાયો, તોપણ અવિચલિત સત્ત્વવાળા મુનિ સમાધિથી દેહપંજરને છોડીને તે જ વિમાનમાં ઉત્પન્ન થયા અને તે પ્રમાણે કહે છે – ગાથા : दुक्करमुद्घोसकरं, अवंतिसुकुमालमहरिसीचरियं । अप्पा वि नाम तह तज्जइ त्ति अच्छेरयं एयं ।।८।। ગાથાર્થ - દુષ્કર એવું અવંતિસુકમાર મહર્ષિનું ચરિત્ર રોમના હર્ષનું જનક છે, ખરેખર આત્મા પણ તે પ્રકારે ત્યાગ કરાય છે એ આશ્ચર્ય છે. ll૮૮II Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૮ ટીકા : दुष्करं दुरनुष्ठेयम्, अत एवोद्घोषकरं रोमहर्षजननं, किं तत् ? अवंतिसुकुमारमहर्षेश्चरितं, कथम् ? आत्मापि पूर्वोक्तयुक्तेः शरीरमपि नामेति प्रसिद्धमिदमागमे, तथा कथानकोक्तप्रकारेणात्यजत इति आश्चर्यमेतच्चित्रमिति ।।८।। ટીકાર્ય : તુષાર ..... જિન્નતિ || દુષ્કર=દુઃખે કરીને આચરી શકાય એવું, આથી જ ઉદ્ઘોષકરકરોમના હર્ષ, જનક, શું તે છે?=દુષ્કર અને રોમના હર્ષનું જનક શું છે ? તે કહે છે – અવંતિસુકુમાર મહર્ષિનું ચરિત્ર છે, કેવી રીતે ? એથી કહે છે – આત્મા પણ=પૂર્વોક્ત યુક્તિથી શરીર પણ, નામ એ વાક્યાલંકારમાં છે. આગમમાં આ પ્રસિદ્ધ છે, તે પ્રકારથી=કથાનકમાં કહેવા પ્રકારથી, ત્યાગ કરાય છે એ આશ્ચર્ય છે=ચિત્ર છે. ૧૮૮ ભાવાર્થ : અવંતિસુકુમાર નલિનીગુલ્મ વિમાનના વર્ણનને સાંભળીને ભોગોથી વિરક્ત થયેલા, તેથી દુષ્કર અને વિચારકના હર્ષને ઉત્પન્ન કરે તેવા ઉત્તમ ચરિત્રવાળા છે; કેમ કે દેહનો સંગ સ્પષ્ટ વિદ્યમાન છે, છતાં દેહના કષ્ટની ઉપેક્ષા કરીને ધર્મ માટે તે રીતે દઢ વ્યાપાર કરે છે કે પ્રાણના નાશમાં પણ તેમનું ચિત્ત દઢ વ્યાપારવાળું બને છે એથી પોતાના દેહનો તેમણે તે રીતે ત્યાગ કર્યો એ મહાઆશ્ચર્ય છે. અહીં વિશેષ એ છે કે કાશીમાં કરવત મુકાવનારા મોક્ષની ઇચ્છાવાળા અપુનબંધક જીવો જે ચેષ્ટા કરે છે, તેમાં તેઓની મોક્ષની ઇચ્છા પ્રશંસનીય છે, પરંતુ આ રીતે દેહત્યાગ પ્રશંસનીય નથી તેમ કહેવાય છે અને નલિનીગુલ્મ વિમાનનું વર્ણન સાંભળીને ત્યાં જવાની ઇચ્છાવાળા અવંતિસુકુમાર દેહનો ત્યાગ કરવા તત્પર થયા, અનશન સ્વીકાર્યું, તેમના પ્રાણત્યાગની પ્રશંસા કરી છે; કેમ કે તેમનું ચરિત્ર આશ્ચર્યભૂત છે, તેમ કહેલ છે, તેથી સ્થૂલથી વિરોધ જણાય, પરંતુ અવંતિસુકુમારે ભગવાનના વચનના અનુભાવથી પ્રવ્રજ્યા અને અનશન સ્વીકાર્યા છે. વળી આર્ય સુહસ્તિસૂરિ મહારાજે જ્ઞાનના અવલોકનથી તેમનું આરાધકપણું જોઈને દીક્ષા આપી છે, તેથી નક્કી થાય છે કે અવંતિસુકુમારે સુખ-દુઃખાદિ સર્વ ભાવો પ્રત્યે સમાન ચિત્તને ધારણ કરીને ઉપસર્ગ સહન કરેલ છે અને વિકારી સુખને વિકારી સુખરૂપે જાણનારા હતા અને નિર્વિકારી શમભાવના સુખને પણ જાણનારા હતા, છતાં વિકારવાળી અવસ્થામાં વિકારી સુખની ઇચ્છા પણ સંભવે, તોપણ બલવાન ઇચ્છા નિર્વિકારી સુખની છે, તેથી નિર્વિકારી સુખરૂપ શમભાવમાં મગ્ન રહીને તેઓએ કષ્ટ વેઠ્યાં છે, જ્યારે કાશીએ કરવત મુકાવનારા અપુનબંધક જીવો તે પ્રકારના વિવેકથી યુક્ત નથી, તેથી મોક્ષના ઉપાય વિષયક વાચ્ય આચરણારૂપ કષ્ટને જોનારા છે, પરંતુ વીતરાગના વચન અનુસાર પ્રકૃષ્ટ પાપથી વર્જનરૂપ પ્રવ્રજ્યાના પરમાર્થને જોનારા નથી, જ્યારે અવંતિસુકુમારે ભાવથી પ્રવ્રજ્યા સ્વીકારી ત્યારે પ્રકૃષ્ટ પાપથી પર થવા માટે યત્નશીલ થયા છે અને પ્રવજ્યાના અંગભૂત અનશનને Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૮-૮૯ સ્વીકારેલું, એથી અનશનથી અતિશયિત થયેલો પ્રવ્રજ્યાનો પરિણામ હોવાથી તેમના ચરિત્રને દુષ્કર અને રોમના હર્ષજનક કહેલ છે. I૮૮ાા. અવતરણિકા : ન વા ચિત્ર, યતઃઅવતરણિકા - અથવા આ ચિત્ર નથી=અવંતિસુકુમારે ધર્મ માટે પ્રાણત્યાગ કર્યો એ આશ્ચર્ય નથી, જે કારણથી શું ? એ ગાથામાં કહે છે – ગાથા : उच्छूढसरीरघरा, अन्नो जीवो सरीरमन्नं ति । धम्मस्स कारणे सुविहिया सरीरं पि छटुंति ।।८९।। ગાથાર્થ : દૂર કરાયાં છે શરીર અને ઘર જેમના વડે એવા સુવિહિતો જીવ અન્ય છે, શરીર અન્ય છે, એ પ્રકારની ભાવના વડે ધર્મના કારણે શરીરને પણ છોડે છે. ll૮૯II. ટીકા - 'उच्छूढसरीरघर'त्ति अवक्षिप्तदेहगेहाः, कथम् ? अन्यो जीवः शरीर-मन्यदिति भावनया धर्मस्य कारणाद् धर्मनिमित्तमाश्रित्य सुविहिताः साधवः शरीरमपि, आस्तां धनकनकादिकं, त्यजन्तीति ।।८९।। ટીકાર્ચ - છૂઢસરીર રત્તિ .. ચનન્તીતિ | ઉછૂઢશરીરઘર=દૂર ફેંકાયાં છે શરીર અને ઘર જેમના વડે એવા, કેવી રીતે છોડ્યાં છે ? એથી કહે છે – જીવ અન્ય છે, શરીર અન્ય છે, એ પ્રકારની ભાવનાથી દેહ અને ઘરને છોડ્યાં છે, એવા સુવિહિત સાધુઓ ધર્મના કારણમાં=ધર્મના નિમિતને આશ્રયીને, શરીરને પણ=ધન-કનક આદિ દૂર રહો, શરીરનો પણ ત્યાગ કરે છે. lucci ભાવાર્થ પૂર્વમાં કહ્યું કે અવંતિસુકુમારનું ચરિત્ર આશ્ચર્યકારી છે, હવે પરમાર્થથી આશ્ચર્યકારી નથી, તે સ્પષ્ટ કરતાં કહે છે – જે મહાત્મા આત્માને ભાવિત કરે છે – જીવ અન્ય છે અને શરીર અન્ય છે; કેમ કે આત્મા “જ્ઞ સ્વભાવવાળો છે, શરીર અજ્ઞ સ્વભાવવાળું છે, આ પ્રકારે ભાવન કરીને નિરાકુળ સ્વભાવવાળા આત્મામાં સ્થિર થયેલા પરિણામવાળા તે મહાત્મા આત્માના નિરાકુળ “જ્ઞ' સ્વભાવને પ્રગટ કરવા તે પ્રકારે લીન Page #172 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૯-૯૦ ૧પ૩ વર્તે છે અને તે પ્રકારે લીન થવાના અંગરૂપે દેહ અને ઘરનો ત્યાગ કરીને માત્ર આત્માના નિરાકુળ જ્ઞાન સ્વભાવમાં ચિત્તને સ્થિર કરે છે, તેઓ માટે શરીરનો ત્યાગ કરવો પણ દુષ્કર નથી, આથી તેવા મહાત્માઓ તેવા અવસરની પ્રાપ્તિ વખતે દેહ સાથે ચિત્તને નિરાકુળ સ્વભાવમાં દઢ પ્રવર્તાવી શકે છે, તેથી દેહના છેદન-ભેદનમાં પણ તેઓ કોઈ પ્રકારના ક્ષોભને પામતા નથી, પરંતુ ભેદજ્ઞાનના પ્રકર્ષના બળથી શુદ્ધ આત્માને પ્રગટ કરવા સમર્થ બને છે. l૮ના અવતરણિકા : ननु कथमसौ तावता क्षणेन तद्विमानमासादितवानित्यत आहઅવતરણિતાર્થ - નનુથી શંકા કરે છે – કેવી રીતે આ=અવંતિસુકુમારે તેટલી ક્ષણથી=અનશન કરીને તે રાત્રિના અલ્પકાળથી તે વિમાન=નલિની ગુલ્મ વિમાનને, પ્રાપ્ત કર્યું ? એથી કહે છે – ગાથા : एगदिवसं पि जीवो, पव्वज्जमुवागओ अनन्त्रमणो । जइ वि न पावइ मोक्खं, अवस्स वेमाणिओ होइ ।।१०।। ગાથાર્થ : અનન્યા મનવાળો એક દિવસ પણ પ્રવજ્યાને પામેલો જીવ મોક્ષને પામે છે, જો મોક્ષ ન પામે તો અવશ્ય વૈમાનિક થાય છે. II૯oll. ટીકા :___ एवं मन्यते, किं ? बहुकालापेक्षया एकदिवसमपि जीवः, उपलक्षणं चैतन्मुहूर्तादीनां, किं ? प्रव्रज्यामुपागतोऽर्हद्दर्शितां दीक्षां प्रतिपत्रः, किम्भूतः ? अनन्यमना निश्चलचित्तः सन्मोक्षं प्राप्नोति धृतिसंहननकालादिसामग्रीविरहाद्यद्यपि न प्राप्नोति-न लभते, मोक्षं, तथाप्यवश्यं नियमेन वैमानिको विमानाधिपतिर्देवो भवति चरणोपबृंहितसम्यग्दर्शनस्याणीयसोऽपि विशिष्टफलहेतुत्वादिति T૧૦ ના ટીકાર્ય : પર્વ મતે ..... દેતુત્વતિ | આ પ્રમાણે મનાય છે – બહુકાલની અપેક્ષાથી શું? એક દિવસ પણ અને આ=એક દિવસ એ અંતર્મુહૂર્ત આદિનું ઉપલક્ષણ છે, પ્રવ્રયાને પામેલો જીવ=અહેતુથી બતાવાયેલી દીક્ષાને પામેલો જીવ, અનન્ય મતવાળોનિશ્ચલ ચિત્તવાળો છતો, મોક્ષને પ્રાપ્ત કરે છે. ધૃતિ, સંઘયણ, કાલ આદિ સામગ્રીના વિરહથી જોકે મોક્ષ પ્રાપ્ત કરતો નથી, તોપણ અવશ્ય= Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૦-૯૧ નિયમથી, વૈમાનિક=વિમાતાધિપતિ દેવ, થાય છે; કેમ કે થોડા પણ ચારિત્રથી ઉપભ્રંહિત સમ્યગ્દર્શનનું વિશિષ્ટ ફલપણું છે. ૯૦પ ભાવાર્થ : પ્રવ્રજ્યા એ પ્રકષ્ટભાવથી પાપથી પર થવાને અનુકૂળ ક્રિયારૂપ છે અને જે પ્રવ્રજ્યામાં અનન્ય મનવાળા છે=એક ચિત્તવાળા છે, તે મહાત્મા એક દિવસ પણ પ્રવ્રજ્યામાં અનન્ય મનવાળા રહે કે અંતર્મુહૂર્ત માત્ર પણ અનન્ય મનવાળા રહે તો તેઓનું ચિત્ત પાપથી વિરુદ્ધ આત્માના નિરાકળ ભાવમાં જવા માટે પ્રવર્તે છે, જેનાથી અનાદિથી સંચિત થયેલાં સર્વ પાપો નાશ પામે છે અને જીવ મોક્ષમાં જાય છે, જેમ અરીસાભુવનમાં બેઠેલા ભરત મહારાજા પ્રવ્રજ્યામાં અનન્ય ચિત્તવાળા થયેલા હોવાથી તત્ક્ષણ કેવલજ્ઞાન પામ્યા અને ધૃતિ, સંઘયણ, કાલ આદિ સામગ્રીનો વિરહ હોય તો પ્રવ્રજ્યામાં અનન્ય મનવાળા મુનિ પણ મોક્ષને પ્રાપ્ત ન કરી શકે, તોપણ વિમાનના અધિપતિ દેવ અવશ્ય થાય છે; કેમ કે અલ્પ પણ ચારિત્રના પરિણામથી સંવલિત એવું સમ્યગ્દર્શન તેવા પ્રકારના વિશિષ્ટ ફળનો હેતુ છે, તેથી અવંતિ-સુકમાલને એક રાત્રિના સંયમના બળથી દેવલોકની પ્રાપ્તિ થઈ, તેમાં કોઈ આશ્ચર્ય નથી; કેમ કે જે પ્રવ્રજ્યા અનંત ભવોનાં સંચિત પાપોને એક અંતર્મુહૂર્તમાં નાશ કરવા સમર્થ છે, તેવી ઉત્તમ પ્રવ્રજ્યાનું દેવલોકરૂપ ફળ અલ્પ માત્ર જ છે. ll૯oll અવતરણિકા - न केवलमनेनैव धर्मार्थं देहत्यागोऽकारि, किं तर्हि ? बहुभिरिति दर्शयन् दृष्टान्तान्तरमाहઅવતરણિકાર્ચ - કેવલ આમના વડે જ–અવંતિસુકુમાલ વડે જ, ધર્મ માટે દેહત્યાગ કરાયો નથી, પરંતુ ઘણા મહાત્માઓ વડે ધર્મ માટે દેહનો ત્યાગ કરાયો છે, એ પ્રમાણે બતાવતા દષ્ટાત્તાન્તરને કહે છે – ગાથા : सीसावेढेण सिरम्मि, वेढिए निग्गयाणि अच्छीणि । मेयज्जस्स भगवओ, न य सो मणसा वि परिकुविओ ।।११।। ગાથાર્થ : શિરોવેષ્ટ વડે મસ્તક વેષ્ટિત કરાયે છતે ભગવાન મેતાર્યનાં બે ચક્ષુઓ બહાર નીકળ્યાં અને તે મનથી પણ પરિકુપિત થયા નહિ. II૯૧|| ટીકા : वेष्ट्यतेऽनेनेति वेष्टः, शिरसो वेष्टः शिरोवेष्टस्तेन करणभूतेन शिरसि वेष्टिते निर्गते अक्षिणी, कस्य ? मेतार्यस्य भगवतः, न च नैवासौ मनसापि, आस्तां वाक्कायाभ्यां, परिकुपितस्तत्कारिणीति Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૧ गम्यत इति सक्षेपार्थः, विस्तरार्थः कथानकगम्यस्तच्चेदं राजगृहे मेतार्यनामा तपस्वी गोचरचर्यया प्रविष्टः सुवर्णकारभवनं, तत्र च श्रेणिकराजदेवाचनिकार्थं निवाष्टशतं सौवर्णिकयवानां प्रविष्टोऽभ्यन्तरे सुवर्णकारः, भक्षितं तत्क्रौञ्चेन, निर्गतस्तददृष्ट्वासौ मुनिं पृष्टवान्, क्रौञ्चकरुणया नाख्यातं मुनिना, ततोऽसकृत्प्रश्नेऽप्यकथयति मुनौ राजभयाज्जातोऽस्य कोपः, वेष्टितमार्द्रचर्मरज्ज्वा तन्मस्तकं, गाढबन्धानिर्गते लोचने, समुल्लसितजीववीर्यानलदग्धकर्मेन्धनः प्राप्य केवलं तत्क्षणमेव समाप्तायुष्कः प्राप्तो मोक्षमिति ।।९१।। ટીકાર્ય : વેચત્તે .... મોમિતિ | આના દ્વારા વેષ્ટા કરાય એ વેદ, મસ્તકનો વેષ્ટ કરાય એ શિરોવેષ્ટ, કરણભૂત એવા તેના વડે મસ્તક વેષ્ટિત કરાયે છતે બે ચક્ષુઓ બહાર નીકળ્યાં, કોનાં-મેતાર્ય ભગવાનનાં, આ મહાત્મા મનથી પણ-વચન-કાયાથી દૂર રહો મતથી પણ, તેના કરનારામાં કુપિત થયા નહિ, એ પ્રકારનો સંક્ષેપથી અર્થ છે, વિસ્તારથી અર્થ કથાનકથી ગમ્ય છે અને તે આ છે – રાજગૃહમાં મેતાર્થ નામના તપસ્વી ગોચરચર્યાથી સોનીના ઘરમાં પ્રવેશ્યા અને ત્યાં શ્રેણિક રાજાની દેવપૂજા માટે એકસો આઠ સોનાના જવ બનાવીને સોની અત્યંતર ભાગમાં પ્રવેશ્યો. ક્રૌંચ પક્ષી વડે તે ભક્ષણ કરાયા, બહાર નીકળેલા એવા તેણે તેને નહિ જોઈને મુનિને પૂછયું, ક્રોંચની કરુણાથી મુનિ વડે ન કહેવાયું, તેથી વારંવાર પ્રશ્ન કરાયે છતે પણ મુનિ નહિ કહેવા છતાં અને રાજાના ભયથી આને કોપ થયો, તેમનું મસ્તક ભીની ચામડાની દોરીથી વીંટળ્યું. ગાઢ બંધનથી બે લોચન બહાર નીકળ્યાં, સમુલ્લસિત થયેલા જીવવીર્યરૂપ અગ્નિથી બળાયાં છે કર્મબંધન જેમના વડે એવા તેઓ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરીને તે ક્ષણે જ સમાપ્ત થયેલા આયુષ્યવાળા મોક્ષને પામ્યા. ll૧/l ભાવાર્થ : મેતાર્ય મુનિના મસ્તકે સોનીએ ચામડાની પાઘડી બાંધી. તેથી તેમનાં બે ચક્ષુ બહાર નીકળ્યાં, તોપણ તે મુનિ શમભાવમાં લીન હતા, તેથી મનથી પણ તેમનું ચિત્ત કોપને અભિમુખ થયું નહિ, પરંતુ આત્માના નિરાકુળ સ્વભાવમાં વિશ્રાંતિને અનુકૂળ દૃઢ વ્યાપારવાળું હોવાથી ધર્મની વૃદ્ધિ થઈ અને ધર્મની વૃદ્ધિના પ્રકર્ષથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેથી એ ફલિત થાય કે આત્માના નિરાકુળ સ્વભાવમાં વિશ્રાંતિને અનુકૂળ યત્ન કરનારા મહાત્માઓ ધર્મની વૃદ્ધિ માટે યત્ન કરતા હોય ત્યારે ભાવથી દેહનો ત્યાગ કરેલો છે, તેથી દેહના નાશ પ્રત્યે પણ તેઓ નિરપેક્ષ પરિણામવાળા છે અને તે ભાવના પ્રકર્ષથી તે મહાત્મા વીતરાગ બને છે. આ રીતે ધર્મની વૃદ્ધિ માટે અવંતિ સુકુમાલે દેહત્યાગ કર્યો, તેમ ઘણા મહાત્માઓએ દેહનો ત્યાગ કર્યો છે. II૯૧ાા Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૨ અવતરણિકા : तदेवमनेन शरीरं त्यक्तं, न च तत्त्यागकारिणि क्रुद्धः, इदमेव मुनीनां कर्तुं युक्तं, यत आहઅવતરણિકાર્ય : આ રીતે આમના દ્વારા=મેતાર્ય મુનિ દ્વારા, શરીર ત્યાગ કરાયું અને તેનો ત્યાગ કરાવનારમાંe સોનીમાં, ક્રોધ પામ્યા નહિ, આને જ મુનિઓએ કરવું યુક્ત છે=ઉપસર્ગો કરનાર પ્રત્યે ક્રોધનો ત્યાગ કરવો મુનિઓને યુક્ત છે. જેથી કહે છે – ગાથા : जो चंदणेण बाहुं, आलिंपइ वासिणा व तच्छेइ । संथुणइ जो व निंदइ, महरिसिणो तत्थ समभावा ।।१२।। ગાથાર્થ : જે ચંદન વડે બાહુને લેપ કરે છે અથવા વાસીથી=રંધાથી, તેને છેદ કરે છે અથવા જે સ્તુતિ કરે છે અથવા નિંદા કરે છે, ત્યાં મહર્ષિઓ શમભાવવાળા હોય છે. II૯૨ાા. ટીકા : यः कश्चिच्चन्दनेन गोशीर्षादिना बाहुं भुजमालिम्पति समालभते, वास्या वा तक्ष्णोत्यवलिखति, य इति वर्तते, तदनेन शारीरावुपकारानुपकारावुक्तौ, अधुना मानसावधिकृत्याह-संस्तौति श्लाघते यो वा निन्दति तिरस्कुरुते, महर्षयः सुसाधवस्तत्र अवलेपकादौ समभावास्तुल्यचित्ताः, न चन्दनालेपक-स्तावकयोस्तोषवन्तो नापि वासीतक्षकनिन्दकयो रोषवन्त इत्यर्थः ।।१२।। ટીકાર્ય : : શ્વવન .... રૂત્ય | જે કોઈ ચંદનથી=ગોશીષ આદિથી, બાહુને=ભુજાને, લેપે છે અથવા વાસીથી=રંધાથી, અવલેખન કરે છે મુનિના શરીરનું છેદન કરે છે, આના દ્વારા શરીરના ઉપકાર, અનુપકાર કહેવાયા. હવે માનસને આશ્રયીને કહે છે – જે સંતુતિ કરે છે=શ્લાઘા કરે છે અથવા જે નિંદા કરે છે, મહર્ષિઓ સુસાધુઓ, ત્યાં=અવલપકાદિમાં, શમભાવવાળા તુલ્ય ચિત્તવાળા છે, ચંદનનો લેપ કરનારામાં અને સ્તુતિ કરનારામાં તોષવાળા નથી. વળી રંધાથી છોલનારા અને હિંદકમાં રોષવાળા નથી. I૯૨ા ભાવાર્થ : મુનિ મોહનો ત્યાગ કરીને પ્રકર્ષથી આત્માના નિરાકુળ સ્વભાવમાં વિશ્રાંત થવા યત્ન કરે છે, તેથી પોતાના આત્મા દેહથી ભિન્ન છે તેમ જાણીને મુનિઓ દ્રવ્યથી દેહની સાથે સંબંધ હોવા છતાં ભાવથી Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૨-૯૩ ૧૫૭ સંબંધનો છેદ કરીને આત્માના નિરાકુળ સ્વભાવમાં દઢ ઉપયોગ પ્રવર્તે તે પ્રકારે મહાપ્રયાસને કરનારા હોય છે, તેવા મુનિને કોઈ ચંદનથી લેપ કરે અથવા સુથારના રંધાથી શરીરને છોલે તોપણ તેઓનો શમભાવનો પરિણામ અલના પામતો નથી, આ પ્રકારે મુનિ જેમ શરીરની પીડામાં નિરપેક્ષ છે, તેમ લોકોના માન-સન્માનમાં અને લોકોની નિંદામાં પણ નિરપેક્ષ હોય છે. તેથી તેવા મુનિઓને મોક્ષપ્રાપ્તિ અતિસુલભ છે. ક્વચિત્ સંઘયણ આદિના અભાવને કારણે મોક્ષ ન થાય તોપણ ઉત્તમ દેવભવની પ્રાપ્તિ થાય છે. l૯શા અવતરણિકા : ते तर्हि एवम्भूताः कुतो भवन्तीत्युच्यते-गुरूपदेशात्, अत एव निर्विकल्पकं गुरुवचनग्राहिणामुपबृंहणां कुर्वनाहઅવતરણિકાર્ય : તો તે=મુનિઓ, આવા પ્રકારના શેનાથી થાય છે ? એથી ઉત્તર અપાય છે – ગુરુઉપદેશથી, આથી જ નિર્વિકલ્પ ગુરુવચનના ગ્રાહીઓની ઉપબૃહણાને કરતાં કહે છે – ભાવાર્થ : ગાથા-૯૨માં બતાવ્યું એવી નિર્લેપ પરિણતિવાળા મુનિઓ કઈ રીતે બની શકે છે ? તેમાં યુક્તિ બતાવે છે – ગુરુના ઉપદેશથી થાય છે; કેમ કે ગુરુનો ઉપદેશ જિનવચનના રહસ્યને બતાવનાર છે અને જિનવચનો વીતરાગતા તરફ જનારાં છે, તેથી જેઓ ગુરુના ઉપદેશને ગંભીરતાપૂર્વક ગ્રહણ કરીને સદા તેનાથી ભાવિત થાય છે, તેઓનું ચિત્ત વીતરાગભાવમાં સ્થિર-સ્થિરતર થાય છે, તેનાથી ગાથા-૯૨માં કહ્યા તેવા મહાત્મા થાય છે. આથી જ વીતરાગતાના રહસ્યને બતાવનારા ગુરુના વચનને નિર્વિકલ્પ ગ્રહણ કરવું જોઈએ અને તે રીતે ગ્રહણ કરનારા મહાત્માઓ જ ધન્ય છે, તે બતાવવા માટે કહે છે – ગાથા : सीहगिरिसुसीसाणं भदं गुरुवयणसद्दहंताणं । वयरो किर दाही वायण त्ति न विकोवियं वयणं ।।१३।। ગાથાર્થ - ગુરુના વચનની શ્રદ્ધાને કરનારા સિંહગિરિના શિષ્યોનું કલ્યાણ થાઓ, વજ ખરેખર વાચના આપશે, એ પ્રકારનું વચન વિકોપિત કરાયું નહિ. Il all Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ टीडा : तत्र तावत्कथानकं कथ्यते पहेशभाला भाग -१ / गाथा - 63 प्राक्कथितो वैरस्वाम्यतिशिशुः साधूनां हस्तीभूत आसीत् । स प्रथमं साध्वीनामुपाश्रये तिष्ठन्नेकादशाङ्गानि तासां पठन्तीनां पदानुसारितया जग्राह । पश्चादानीतः साधुमध्ये स्थिरतया यत्कि - ञ्चित्पठन्ननुपलक्ष्यस्तस्थौ । अन्यदा तं वसतिपालं विधाय गतेषु गोचरे साधुषु, बहिर्भूमावाचार्यसीहगिरिषु स स्थापनासाधून् कृत्वा महता शब्देन परिपाट्या वाचनां ददौ । आगतैश्चाचार्यैरुपाश्रयाभ्यर्णे श्रुत्वा तद्ध्वनिमचिन्तितं किं झटित्यागताः साधवः ? स्थित्वोपयुज्य ननु वैरः खल्वयं निरूपयद्भिश्च लक्षितो वाचयत्येकादशाप्यङ्गानि । ततो मा भूदस्य सङ्क्षोभ इत्यपसृत्य बृहद्ध्वनिना कृता नैषेधिकी । इतरेणापि संवृत्याकारं कृता प्रतिपत्तिरिति । ततः पुरुषरत्नमिदं माऽविज्ञातवीर्याः परिभूवन्नेते इति साधूनां किञ्चित्कार्यमुद्दिश्य प्रस्थिता ग्रामान्तरं गुरवः । तेऽप्याहुः - 'कोऽस्माकं वाचनां दास्यतीति ?,' सूरिभिरुक्तं - 'वैर' (वज्र ) इति । ततस्तथेति प्रतिपन्नमेतैः, गता गुरवः वैरेणापि समुत्सारितस्तेषां स्वल्पकालेन बहुगुणः स्वाध्यायः, समाह्लादितानि चित्तानि । आगतैर्गुरुभिरुक्तास्ते किमुत्सृतः स्वाध्यायः ? तेपि प्राहुः - 'बाढम्, अयमेवास्माकं वाचनाचार्योऽनुगृह्य क्रियताम्' । तैरुक्तं- 'करिष्यते कृतोपधान' इति । अधुनाक्षरार्थः " सिंहगिरिसुशिष्याणां भद्रं कल्याणं भवत्विति शेषः कीदृशां ? गुरुवचनम्, अनुस्वारलोपः प्राकृतत्वात्, श्रद्दधतां भावसारं गृह्णतां तथाहि - तैर्वेरो दास्यति वाचनामिति वचनमाचार्यसम्बन्धि न किल विकोपितं न विकल्पितम् अपि तु निर्विचारं गृहीतमिति सण्टङ्कः इति ।। ९३ । टीडार्थ : तत्र सण्टङ्कः इति ।। तेमां स्थान हेवाय छे પહેલાં કહેવાયેલો વજસ્વામી એ પ્રમાણે બાળક સાધુઓના હાથમાં પ્રાપ્ત થયેલો હતો, પ્રથમ સાધ્વીઓના ઉપાશ્રયમાં રહેતા એવા તેણે ભણતી એવી તેણીઓની પાસેથી પદાનુસારિપણાથી અગિયાર અંગોને ગ્રહણ કર્યાં, પાછળથી સાધુઓની મધ્યમાં લવાયેલો સ્થિરપણાથી જે કંઈક ભણતો અનુપલક્ષ્ય=નહિ ઓળખાયેલો આ ભણે છે કે નથી ભણતો, આની પાસે કેટલું જ્ઞાન છે કે નથી, તેમાં નહિ ઓળખાયેલો, રહ્યો, એકવાર તે વસતિ સાચવનારો કરીને સાધુઓ ગોચરમાં ગયે છતે, આચાર્ય સિંહગિરિ બહાર ભૂમિ ગયે છતે તે સ્થાપનાસાધુને કરીને=બધા સાધુઓની ઉપધિ માંડલી આકારે ગોઠવીને, મોટા શબ્દ વડે પરિપાટીથી વાચના આપવા લાગ્યો, ઉપાશ્રયની પાસે આવેલા આચાર્ય વડે તેના ધ્વનિને સાંભળીને વિચારાયું – શું સાધુઓ જલ્દીથી આવી ગયા ? ઊભા રહીને ઉપયોગ મૂકીને ખરેખર આ વજ્ર છે ? અને કમાડની તિરાડમાંથી જોતા આચાર્ય વડે અગિયારે - Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૩-૯૪ ૧પ૯ પણ અંગોની વાચના આપતો ઓળખાયો. તેથી આને સંક્ષોભ ન થાઓ, એથી પાછળ ખસીને મોટા અવાજ વડે નિસીહિ કરાઈ. આ બાજુ ઇતર વડે પણ=વજ વડે પણ, આકારનું સંવરણ કરીને તેમની પ્રતિપત્તિ કરાઈ તેથી આ પુરુષરત્ન છે. અવિજ્ઞાત વીર્યવાળા આમનાથી પરિભવ ન પામે થી સાધુઓને કંઈક કાર્ય ઉદ્દેશીને ગુરુ ગ્રામોત્તર પ્રસ્થાન કરવા તૈયાર થયા. તેઓ સાધુઓ, કહે છે – અમને કોણ વાચના આપશે? સૂરિ વડે કહેવાયું – વજ વાચના આપશે, તેથી તેઓ વડે તેમ થાઓ, એ પ્રમાણે સ્વીકારાયું. ગુરુ ગયા, વજ વડે પણ તેઓને અલ્પકાળથી બહુગુણવાળો સ્વાધ્યાય કરાવાયો, ચિત્ત આનંદિત કરાયાં, આવેલા ગુરુ વડે કહેવાયા - શું સ્વાધ્યાય બરાબર વૃદ્ધિ પામ્યો ? તેઓ કહે છે – અત્યંત વૃદ્ધિ પામ્યો, અનુગ્રહપૂર્વક આ જ અમારા વાચનાચાર્ય કરાય. તેઓ વડે કહેવાયું – કરાયેલા યોગોદ્રહનવાળા=જેમણે યોગાદ્વહન કર્યું છે તેવા વજ આચાર્ય, કરાશે. સિંહગિરિના સુશિષ્યોનું ભદ્ર-કલ્યાણ, થાઓ, કેવા પ્રકારના શિષ્યોનું ? એથી કહે છે – ગુરુવચનની શ્રદ્ધાને કરતા=ભાવસાર ગ્રહણ કરતા સિંહગિરિના શિષ્યોનું, કલ્યાણ થાઓ એમ અવય છે, તે આ પ્રમાણે – તેઓ વડે=સિંહગિરિના સુશિષ્યો વડે, વજ વાચના આપશે એ પ્રકારનું આચાર્ય સંબંધી વચન વિકોપિત કરાયું નહિ કે વિકલ્પિત કરાયું નહિ, પરંતુ નિર્વિચાર ગ્રહણ કરાયું, એ પ્રમાણે સંબંધ છે. I૯૩ ભાવાર્થ - ગુણવાન ગુરુ હંમેશાં શિષ્યો વીતરાગના વચનના પારમાર્થિક ભાવોમાં સ્થિર-સ્થિરતર થાય તે પ્રકારે સંવેગપૂર્વક વાચના આપે છે અને સિંહગિરિ શિષ્યોને વાચના આપનારા ગુરુ હતા, તેથી તેવા ગુરુના ઉપદેશથી પરિણત તે શિષ્યો હતા, માટે ગુરુના વચનમાં વિકલ્પ વગર શ્રદ્ધાવાળા હતા અર્થાત્ આ ગુરુ જે પણ કહે છે, તે એકાંતે મારા હિત માટે છે તેવો સ્વઅનુભવ સિદ્ધ નિર્ણય હતો, તેવા શિષ્યોનું કલ્યાણ થાઓ. એ પ્રકારે ગ્રંથકારશ્રી અપેક્ષા રાખે છે. કેવા પ્રકારના ગુરુના વચનની અવિકલ્પ શ્રદ્ધા હતી, તે સ્પષ્ટ કરતાં કહે છે – વજઋષિ તમને વાચના આપશે, એ પ્રમાણે કહીને ગુરુ અન્યત્ર ગયા, ત્યારે આ બાલ સાધુ કઈ રીતે વાચના આપશે ? તેનો કોઈ વિકલ્પ કર્યા વગર તેઓએ તે વચન સ્વીકાર્યું, તેથી ગુણવાન ગુરુના વચનમાં સ્થિર શ્રદ્ધા હોવાથી તેઓને ગુરુનું વચન શીધ્ર જ પરિણમન પામે છે. તેના બળથી તેવા મહાત્માઓ વાસી-ચંદન તુલ્ય પરિણતિવાળા બને છે. I૯૩મા અવતરણિકા :શિષ્ય અવતરણિકાર્ય :વળી ગુરુનું વચન વિકલ્પ વગર ગ્રહણ કરવું જોઈએ, એને દઢ કરવા માટે કહે છે – Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ગાથા मिण गोणसंगुलीहिं, गणेहि वा दंतचक्कलाई से । इच्छं ति भाणिऊणं, कज्जं तु तमेव जाणंति ।। ९४ ।। ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૪ ગાથાર્થ : ગોનસ સાપવિશેષને તું અંગુલીથી માપ અથવા તેના=સાપના, દાંતમંડલને તું ગણ, એમ ગુરુ કહે ત્યારે હું ઈચ્છું છું, એ પ્રમાણે કહીને કાર્ય કરે છે. વળી કાર્ય=પ્રયોજન, તે જ=ગુરુ, જાણે છે. II૪II ટીકા ઃ मिमीष्व इयत्तापरिच्छेदार्थं, गोनसम् अहिविशेषम् अङ्गुलीभिरिति यदि गुरवो ब्रूयुः । तथा गणय परिसङ्ख्याहि दन्तचक्कलानि दशनमण्डलानि से अस्य गोनसस्येति वा ब्रूयुः । वाशब्दो विकल्पार्थः । तत्र शिष्येण इच्छामीति भणित्वा वचनेन प्रतिपद्येत्यर्थः, अनुष्ठानेनापि कर्त्तव्यम् तदेव, नान्यत् मिथ्याविनीतत्वप्राप्तेः, तुशब्दस्य विशेषणार्थत्वा-त्कालविलम्बेनादेशे प्रतिपृच्छ्य कर्त्तव्यं किमिति ? अत आह— जानन्ति युक्तायुक्तं यतो गुरव इति गम्यते । पाठान्तरं वा 'इच्छन्ति भाणिव्वं । कज्जं तु त एव जाणंति ।' अयमर्थः - इच्छामीति भणितव्यं शिष्येण, न अयुक्तमेतदिति गुरुवचनप्रतिघातः कर्त्तव्यः । किमिति ? यतः कार्यं यत्तथाविधभणने प्रयोजनं तत्तु त एव गुरवो जानन्ति, विशिष्टतरज्ञानत्वात् । तुशब्दादिहापि पक्षे कर्त्तव्यमपि तदेवेति ।। ९४ ।। ટીકાર્થ ઃ मिमीष्व વેવેતિ ।। ગોનસને=સાપવિશેષતે, અંગુલીઓથી માપ=તેના પ્રમાણનો પરિચ્છેદ કર, એ પ્રમાણે જો ગુરુ કહે અને આવા=સાપના દંતચક્કલોને=દાંતના મંડલોને, ગણ એ પ્રમાણે કહે, વા શબ્દ વિકલ્પ અર્થવાળો છે, ત્યાં શિષ્ય વડે હું સ્વીકારું છું એમ કહીને=વચનથી સ્વીકારીને, અનુષ્ઠાનથી પણ તે જ કરવું જોઈએ, અન્ય નહિ; કેમ કે અન્ય કરવાથી મિથ્યા વિનીતત્વની પ્રાપ્તિ છે, તુ શબ્દનું વિશેષણ અર્થપણું હોવાથી કાલવિલંબનથી આદેશ હોતે છતે=ગુરુ વડે અમુક કાળ પછી એ પ્રકારનો સાપને માપવા વિષયક આદિ આદેશ હોતે છતે, પ્રતિપૃચ્છા કરવી જોઈએ, કેમ આવું અનુચિત કરવું જોઈએ ? એથી કહે છે જે કારણથી યુક્તાયુક્તને ગુરુ જાણે છે, પાઠાંતર ઇચ્છા એ પ્રમાણે કહીને કાર્ય વળી તે જતમેવના સ્થાને ત વ પાઠાંતર હોવાથી તે જ=ગુરુ જ, જાણે છે. આ અર્થ છે ફચ્છામિ એ પ્રમાણે શિષ્યએ કહેવું જોઈએ, આ અયુક્ત છે, એ પ્રમાણે ગુરુવચનનો પ્રતિઘાત કરવો જોઈએ નહિ, કયા કારણથી ગુરુવચનનો પ્રતિઘાત કરવો જોઈએ નહિ ? એથી કહે છે જે કારણથી કાર્ય=તેવા પ્રકારના કથનમાં જે પ્રયોજન, ..... — Page #180 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૪-૫ ૧૬૧ તેઓ જ=ગુરુ જ, જાણે છે; કેમ કે વિશિષ્ટતર જ્ઞાનપણું છે, તુ શબ્દથી આ પણ પક્ષમાં કર્તવ્ય પણ તે જ છે. I૯૪ ભાવાર્થ : શિષ્યોએ ગુરુ ગુણવાન છે કે નહિ તે પરીક્ષા કરીને જ ગુણવાન હોય તેમને જ ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ. ગુણવાન ગુરુ શિષ્યોને કર્મનિર્જરા થાય તેવું ઉચિત કાર્ય કહે અને સુશિષ્યોને પ્રતિદિન નિર્મીત હોય છે કે ગુરુ જે જે આદેશ કરે છે, તે આદેશ અનુસાર પોતે ઉચિત કૃત્ય કરીને સંવેગનો અતિશય કરી શકે છે, તેનાથી પોતાનું ચિત્ત સદા નિર્મળ-નિર્મળતર થતું દેખાય છે. તેવા ગુણવાન ગુરુ કોઈક એવા સંયોગમાં શિષ્યને કહે કે આ સાપને તું આંગળીથી માપ અથવા આ સાપના દાંતને તું ગણ, તો સ્થૂલથી જોતાં તે કૃત્ય શિષ્યના મૃત્યુનું જ કારણ છે, તોપણ શિષ્યને ગુણવાન ગુરુ પ્રત્યે સ્થિર વિશ્વાસ હોય છે કે ગુરુ ક્યારેય અકાર્ય કરવાનું કહે નહિ, તેથી આ પ્રકારનું કથન કરવાનું પ્રયોજન તેઓ જ જાણતા હોય છે; કેમ કે વિશિષ્ટતર જ્ઞાનવાળા છે, માટે વિવેકી શિષ્યએ ગુરુના વચનમાં વિકલ્પ કર્યા વગર હું તમારી આજ્ઞા ઇચ્છું છું, એ પ્રમાણે કહીને તે જ કાર્ય કરવું જોઈએ. અહીં સાપના દૃષ્ટાંત દ્વારા એ બતાવવું છે કે જે કાર્યમાં પોતાને સ્પષ્ટપણે નિર્જરા દેખાય નહિ, પરંતુ નિરર્થક કે અહિતની પ્રવૃત્તિ દેખાય, તોપણ વિવેકી શિષ્યએ વિચારવું જોઈએ કે ગુરુ ક્યારેય કર્મબંધનું કે અહિતનું કારણ થાય તેવી પ્રવૃત્તિ બતાવતા નથી, મારા હિતની જ પ્રવૃત્તિ બતાવે છે, માટે અત્યારે પણ જે આદેશ કરે છે તે આદેશ અવશ્ય મારા હિત માટે હોઈ શકે, એ પ્રકારનો વિકલ્પ કરીને ગુરુના વચન પ્રમાણે કૃત્ય કરવું જોઈએ. આથી જ સિંહગિરિ આચાર્યના શિષ્યોએ આ બાળમુનિ કઈ રીતે વાચના આપશે ? તે પ્રકારનો વિકલ્પ કર્યા વગર ગુરુના વચનનો સ્વીકાર કર્યો તો તેમને હિતની પ્રાપ્તિ થઈ. ll૧૪ના અવતરણિકા : તથાદિઅવતરણિકાર્ય : તે આ પ્રમાણે=શિષ્યને જે કરવાનો આદેશ કરે તેનું પ્રયોજન ગુરુ જાણે છે, એમ કહ્યું. તે આ પ્રમાણે છે – ગાથા : कारणविऊ कयाई, सेयं कायं वयंति आयरिया । तं तह सद्दहियव्वं, भविअव्वं कारणेण तहिं ।।१५।। ગાથાર્થ :કારણના જાણનાર આચાર્ય ક્યારેક કાગડાને ધોળો કહે છે, તેને ગુરુના વચનને, તે પ્રકારે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૫-૯૬ સ્વીકારવું જોઈએ, તેમાંeતે પ્રકારના ગુરુવચનમાં, કારણથી થવું જોઈએ કારણથી ગુરુએ આ કહ્યું છે એમ શિષ્યએ માનવું જોઈએ. ll૫ll ટીકા : कारणविदो निमित्तज्ञाः कदाचित् कस्मिंश्चित्प्रस्तावे श्वेतं धवलं काकं वायसं वदेयुराचार्या गुरवस्तद्वचनं तथा श्रद्धातव्यं भावसारं प्रतिपत्तव्यम् । किमिति ? भवितव्यं कारणेन तस्मिन्, न निष्प्रयोजना गुरुगिरः प्रवर्तन्त इति मत्वा ।।९५।। ટીકાર્ય : રવિવો. મિત્વા | કારણને જાણનારા=નિમિત્તને જાણનારા, આચાર્ય ગુરુ, ક્યારેક=કોઈક પ્રસ્તાવમાં, શ્વેત=સફેદ, કાગડો છે એ પ્રમાણે કહે, તેમના વચનની તે પ્રમાણે શ્રદ્ધા કરવી જોઈએ= ભાવસાર સ્વીકારવું જોઈએ, કયા કારણથી પ્રત્યક્ષ વિરુદ્ધમાં શ્રદ્ધા કરવી જોઈએ ? એથી કહે છે – તેમાં ગુરુના વચનમાં, કારણથી થવું જોઈએ=તિwયોજન ગુરુની વાત પ્રવર્તતી નથી, એ પ્રમાણે માનીને કારણથી થવું જોઈએ. II૯૫iા ભાવાર્થ : ગુણવાન ગુરુ મોક્ષના અત્યંત અર્થી છે, વચન ગુપ્તિ અને ભાષા સમિતિવાળા છે, તેથી ઉન્મત્તની જેમ યથાતથા ક્યારેય બોલે નહિ, એવા કારણના જાણનારા આચાર્ય ક્યારેક કાગડાને ધોળો કહે તો શિષ્યએ તે પ્રકારે સ્વીકારવું જોઈએ અને વિચારવું જોઈએ કે ગુરુ મોક્ષ અને મોક્ષના ઉપાયભૂત પ્રયોજન સિવાય ક્યારેય બોલતા નથી. તેથી આ પ્રકારે બોલવાનું નક્કી કોઈક પ્રયોજન હોવું જોઈએ, તેમ વિચારીને કાગડા ધોળા છે, એવું ગુરુવચન પણ નિર્વિકલ્પ સ્વીકારવું જોઈએ અર્થાત્ જે ક્રિયામાં નિર્જરાને અનુકુળ સ્પષ્ટ કોઈ યત્ન ન દેખાતો હોય એવી ક્રિયા કરવાની ગુરુ કહે તોપણ વિચારવું જોઈએ કે નિષ્કારણ અથવા કર્મબંધનું કારણ બને તેવી ક્રિયા કરવાનું ગુરુ ક્યારેય કહે નહિ, માટે કોઈ વિશિષ્ટ પ્રયોજનથી એ પ્રમાણે ક્રિયા કરવાનું કહે છે, તેમ માનીને ગુરુની તે આજ્ઞા સ્વીકારવી જોઈએ. આલ્પા અવતરણિકા : एवंकारिणो गुणमाहઅવતરણિકાર્ય :આવા પ્રકારનું કરનારના ગુણને કહે છે ગાથા : जो गिण्हइ गुरुवयणं, भण्णंतं भावओ विसुद्धमणो । ओसहमिव पिज्जंतं, तं तस्स सुहावहं होइ ।।१६।। Page #182 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૬-૯૭ ગાથાર્થ : જે વિશુદ્ધ મનવાળા બોલાતા ગુરુવચનને ભાવથી ગ્રહણ કરે છે, પિવાતા ઔષધની જેમ તેને તે સુખને લાવનારું થાય છે. II૬ ટીકા ઃ यो गृह्णाति गुरुवचनं भण्यमानं, गुरुणोच्यमानं भावतोऽन्तःकरणेन, अत एव विशुद्धमना निष्कलङ्कचित्तः, ओषधमिव पीयमानं तद् गुरुवचो गृह्यमाणं तस्य ग्रहीतुः सुखावहं भवति, कर्मरोगोच्छेदकत्वादिति । । ९६ ।। ૧૬૩ ટીકાર્થ ઃ યો વૃધ્ધતિ ..... ત્વાવિત્તિ ।। જે કહેવાતા ગુરુવચનને=ગુરુ વડે કહેવાતા વચનને, ભાવથી=અંતઃકરણથી, ગ્રહણ કરે છે, આથી જ વિશુદ્ધ મનવાળા છે=નિષ્કલંક ચિત્તવાળા છે. ઔષધની જેમ પિવાતું તે= ગ્રહણ કરાતું ગુરુવચન, તેને=ગ્રહણ કરનારને સુખાવહ થાય છે; કેમ કે કર્મરોગનું છેદકપણું છે. ૯૬ ભાવાર્થ - ગુરુ ગુણવાન ન હોય તો વિધિપૂર્વક તેનો ત્યાગ કરવાનું કહ્યું છે, પરંતુ જે ગુરુ ગુણોથી યુક્ત છે, તેવા ગુણવાન ગુરુના વચનને વિશુદ્ધ મનવાળા જે શિષ્યો ભાવથી ગ્રહણ કરે છે, તેઓને તેવા ગુણવાન ગુરુનાં સર્વ વચનો સંવેગપૂર્વક કહેવાયેલાં હોવાથી યોગ્ય શિષ્યને સમ્યક્ પરિણમન પામે છે. જેમ કોઈ રોગી ઔષધને પીએ તો તે સુખાવહ બને છે, તેમ યથાર્થ પરિણમન પામતું ગુરુનું વચન તે મહાત્માના ભાવરોગનો નાશ કરે છે, માટે ગુણવાન ગુરુ સર્વજ્ઞના વચનાનુસાર તત્ત્વને બતાવે છે, તેવો નિર્ણય થયા પછી વિકલ્પ રહિત તેમના વચનને ગ્રહણ કરવાની પ્રકૃતિવાળા ઉત્તમ શિષ્યને ગુરુ જે પ્રકારના સંવેગથી જે જે વચનો કહે છે, તેમનાં તે તે વચનોથી તેને પણ તે પ્રકારનો સંવેગ થાય છે, તેનાથી તે મહાત્માના કર્મરોગનો ઉચ્છેદ થાય છે, માટે તે ગુરુનું વચન તેમના માટે સુખને કરનારું થાય છે. II૬ અવતરણિકા : अन्यच्च सुशिष्योऽपि स एव, यत आह અવતરણિકાર્ય : અને બીજું, સુશિષ્ય પણ તે જ છે, જે કારણથી કહે છે ગાથા : - अणुवत्तगा विणीया, बहुक्खमा निच्चभत्तिमंताय । गुरुकुलवासी अमुई, धन्ना सीसा इय सुसीला ।। ९७ ।। Page #183 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૭-૯૮ ૧૬૪ ગાથાર્થ : અનુવર્તકો વિનીતો બહુ ક્ષમાવાળા ગુરુમાં નિત્ય ભક્તિવાળા ગુરુકુલવાસી અમોચકા, આ રીતે સુશીલ શિષ્યો ધન્ય છે. II૯૭ ટીકા ઃ अनुवर्तका अनुकूलवृत्तयो, विनीताः कृत्यकारिणो, बहुक्षमा नीरोषाः, नित्यं भक्तिमन्तो गुरौ सदान्तःकरणप्रतिबद्धाः, चशब्दः समुच्चये, गुरुकुलवासिनः स्वगुरुगच्छसेविनः, श्रुतग्रहणार्थमाचार्यान्तरान्तिकं गताः पुनरमोचका ग्रन्थसमाप्तावपि न झटिति तं मुञ्चन्ति, धन्याः पुण्यभाजः शिष्या विनेया इत्येवं सुशीला भवन्ति, स्वपरयोः समाधिजनकत्वादिति । । ९७ ।। ટીકાર્ય : अनुवर्तका બનત્વાવિત્તિ ।। અનુવર્તકો=અનુકૂળ વૃત્તિવાળા, વિનીત=કૃત્યને કરનારા, બહુ ક્ષમાવાળા=રોષ વગરના, નિત્ય ભક્તિવાળા=ગુરુના વિષયમાં સદા અંતઃકરણથી પ્રતિબદ્ધ, ચ શબ્દ સમુચ્ચયમાં છે, ગુરુકુલવાસીઓ=સ્વગુરુના ગચ્છને સેવનારા શ્રુતગ્રહણ માટે આચાર્યંતર અર્થાત્ અન્ય આચાર્ય પાસે ગયેલા, ફરી અમોચકા=ગ્રંથ સમાપ્ત થયે છતે પણ શીઘ્ર તેમને નહિ મૂકનારા−તે આચાર્યાંતરને મૂકતા નથી, ધન્ય=પુણ્યશાળી, શિષ્યો=વિનેયો આ પ્રકારે સુશીલ થાય છે; કેમ કે સ્વપરની સમાધિનું જનકપણું છે. ૯૭।। ભાવાર્થ : જે શિષ્ય ગુણવાન ગુરુને પ્રાપ્ત કર્યા પછી ગુણવાન ગુરુને અનુકૂળ પ્રવૃત્તિ કરનારા છે, વિનયવાળા છે=ગુરુનાં ઉચિત કૃત્યો વિવેકપૂર્વક કરનારા છે, કૃત્યો કરતી વખતે ક્યારેય રોષાદિ કરનારા નથી, પરંતુ ક્ષમાના પરિણામવાળા છે, ગુણવાન ગુરુમાં સદા અંતઃકરણથી પ્રતિબદ્ધ છે અર્થાત્ આ ગુણવાન ગુરુ મારા સંસારના ક્ષયનું કારણ છે; કેમ કે તેમનાં સંવેગપરાયણ વચનોથી મારામાં સદા સંવેગની વૃદ્ધિ થાય છે, તેથી મારા સર્વ કલ્યાણનું એક કારણ છે, એ પ્રકારે સ્વસંવેદનથી જણાતું હોવાને કારણે ગુણવાન ગુરુ પ્રત્યે ભક્તિવાળા છે. વળી એવા ગુણવાન ગુરુના કુળમાં વસનારા છે, વળી વિશેષ જાણવા માટે અન્ય કોઈ આચાર્ય પાસે ગયા હોય તોપણ જેવો ગ્રંથ સમાપ્ત થાય કે તરત તેમને મૂકે નહિ, પરંતુ તેમની પાસે રહીને ઔચિત્યપૂર્વક ભક્તિ કરે અને ઉચિતકાળે સ્વગચ્છમાં આવે, આવા સુંદર શીલવાળા શિષ્યો ધન્ય છે; કેમ કે આ પ્રકારે સર્વ ઉચિત આચરણા કરીને પોતાના ચિત્તની સમાધિ પ્રાપ્ત કરે છે અને તેના ઉચિત વર્તનથી ગુરુને પણ સમાધિની વૃદ્ધિ થાય છે. II૯૭॥ અવતરણિકા : किमियन्तो गुणा मृग्यन्त इत्याशङ्क्य तेषां माहात्म्यमाह Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૮ અવતરણિકાર્ચ - કયા કારણથી આટલા ગુણો =શિષ્યોમાં આટલા ગુણો, જોવાય છે. એ પ્રકારની આશંકા કરીને તેઓના માહાભ્યને કહે છે – ગાથા : जीवंतस्स इह जसो, कित्ती य मयस्स परभवे धम्मो । सगुणस्स य निग्गुणस्स उ, अयसोऽकित्ती अहम्मो य ।।९८।। ગાથાર્થ : અહીં=લોકમાં, સગુણ શિષ્યને જીવતાને ચશ, મરેલાને કીર્તિ, પરભવમાં ધર્મ થાય છે, નિર્ગુણને વળી અયશ, અકીર્તિ અને અધર્મ થાય છે. ll૯૮ાા. ટીકા - जीवतः प्राणान् धारयत इह लोके सगुणस्य यशः अहो पुण्यभागयमिति श्लाघारूपं भवतीति सम्बन्धः मृतस्य कीर्तिस्तद्रूपैव संशब्दता परभवे परलोके धर्मश्च सुदेवगत्यादिहेतुर्भवतीति चशब्दस्य समुच्चयार्थस्य व्यवहितः सम्बन्धः । व्यतिरेकमाह-निर्गुणस्य तु अनुवर्तकत्वादिगुणशून्यस्य पुनर्जीवतोऽयशः, मृतस्याऽकीर्तिः, परलोकेऽधर्मश्च दुर्गतिकारणं भवतीति ।।१८।। ટીકાર્ય : નીવતઃ એ. મવતીતિ છે. આ લોકમાં જીવતા=પ્રાણ ધારણ કરતા એવા સગુણને યશ=અહો પુણ્યભાર્ આ છે, એ પ્રકારની શ્લાઘારૂપ યશ થાય છે, એ પ્રમાણે સંબંધ છે. મરેલાને કીતિ તરૂપ જ=સશબ્દતા રૂપ જ, થાય છે, પરલોકમાં ધર્મસુદેવગતિ આદિનો હેતુ એવો ધર્મ થાય છે. શબ્દનો સમુચ્ચય અર્થે સંબંધ છે. વ્યતિરેકને કહે છે – વળી નિર્ગુણો=અનુવર્તકત્વાદિ ગુણશૂન્ય એવા જીવતાને અયશ થાય છે, મરેલાને અકીતિ છે અને પરલોકમાં દુર્ગતિનું કારણ એવો અધર્મ થાય છે. I૯૮ ભાવાર્થ : જે જીવો સર્વજ્ઞના વચનાનુસાર ગુણવાન ગુરુને વિવેકપૂર્વક સમર્પિત છે, તેવા ગુણવાન શિષ્યની શિષ્ટ લોકો હંમેશાં પ્રશંસા કરે છે અને જે મુગ્ધજીવો છે, તે તો નિર્ગુણ ગુરુ-શિષ્યના યથાતથા વ્યવહારને જોઈને પ્રશંસા કરે છે, તે પરમાર્થથી તેમના ગુણનો યશ નથી, પરંતુ મુગ્ધ લોકોથી કરાયેલો મિથ્યાચાર છે અને જે શિષ્ય ભગવાનના વચનથી ભાવિત છે અને વિવેકપૂર્વક ગુણવાન ગુરુને પ્રાપ્ત કરીને તેઓની નિત્ય ભક્તિ કરીને શ્રુતથી ભાવિત થાય છે અને તેવા મહાત્મા પાસે નવું નવું શ્રુત ભણે છે, તેઓની Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૮-૯૯ ઉચિત આચરણાની આ લોકમાં પ્રશંસા થાય છે અને મૃત્યુ પછી શિષ્ટ લોકોમાં તેઓની કીર્તિ પ્રવર્તે છે અર્થાત્ આ મહાત્મા ધન્ય હતા કે જેમણે ગુણવાન ગુરુને પ્રાપ્ત કરીને પોતાનો મનુષ્યભવ સફળ કર્યો. વળી, પરલોકમાં પણ તેઓને સુદેવત્વ, સુમાનુષત્વ આદિ ગતિઓની પ્રાપ્તિ થાય છે; કેમ કે વિવેકપૂર્વક સેવાયેલો ધર્મ સદ્ગતિની પરંપરાનું એક કારણ બને છે અને જે તેવા ગુણોવાળા શિષ્ય નથી, પરંતુ સ્વમતિ અનુસાર જીવનારા છે, તેઓને જોઈને શિષ્ટ પુરુષો વિચારે છે કે ગુણવાન ગુરુને પામીને પણ આ જીવનો મનુષ્યજન્મ નિષ્ફળ છે. વળી મર્યા પછી પણ તેઓના તે પ્રકારના વર્તનને જોનારા પુરુષોથી લોકમાં તેઓની અકીર્તિ પ્રસિદ્ધ થાય છે અને અનુચિત પ્રવૃત્તિને કારણે જે પાપપ્રકૃતિ તે જીવ બાંધે છે, તેનાથી પરલોકમાં દુર્ગતિની પરંપરા પ્રાપ્ત થાય છે. ફક્ત મુગ્ધલોકોથી તેમના જીવતા છતાં કે મર્યા પછી કીર્તિ વિસ્તાર પામતી હોય, તોપણ અનુચિત કરનારાની કીર્તિ પારમાર્થિક નથી, વિડંબના માત્ર છે. જેમ નિર્ધન પુરુષને કોઈ ધનવાન પુરુષ છે, એમ કહે એટલા માત્રથી તે ધનવાન બનતો નથી, તેથી નિર્ગુણની ગુણવાનરૂપે ખ્યાતિ એ પરમાર્થથી તેઓની વિડંબના છે. II૯૮ અવતરણિકા : तदेवं सुविनेयदुर्विनेययोर्गुणदोषान् प्रतिपाद्येदानी विशेषतो दुर्विनेयदोषानेव दृष्टान्तेनाहઅવતરણિતાર્થ : આ રીતે સુશિષ્ય અને દુશિષ્યના ગુણ-દોષો બતાવીને હવે વિશેષથી દુઃશિષ્યના દોષોને દાંત દ્વારા કહે છે – ગાથા : वुड्डावासे वि ठियं, अहव गिलाणं गुरुं परिहवंति । दत्तो व्व धम्मवीमंसएण दुस्सिक्खियं तं पि ।।१९।। ગાથાર્થ : દત્તની જેમ ધર્મના વિમર્શકપણાથી કુવિકલ્પથી, વૃદ્ધાવાસમાં રહેલાનો અથવા ગ્લાન ગુરુનો પરિભવ કરે છે, તે પણ દુઃશિક્ષિત=દુષ્ટ ચેષ્ટિત છે. I૯૯ll ટીકા : इह वृद्धः क्षीणजवाबलोऽभिधीयते, तस्य आमर्यादया ऋतुबद्धवर्षाकालयोर्मासचतुर्मासाभ्यामभ्यधिकं वसनं वृद्धावासस्तस्मिन्नपि स्थितम्, आस्तामनियतविहारिणं, अथवेति पक्षान्तरद्योतकः ग्लानं रोगग्रस्तमपवादपदेषु वर्तमानमिति गम्यते, गुरुं परिभवन्ति न्यक्कुर्वन्ति मन्दबुद्ध्यः केन ? धर्मविमर्शकेन, तत्र विमर्शनं विमर्शः, कुत्सितो विमर्शो विमर्शकः धर्मे विमर्शको धर्मविमर्शक इति समासः, तेन, वयं धार्मिका निरतिचारत्वात्, अयं तु न तथा सातिचारत्वात्, एवंविधकुविकल्पेनेत्यर्थः Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ 6पटेशमाला लाग-१ | गाथा-८E दुःशिक्षितं दुरभ्यस्तं कुगतिहेतुत्वाद दुष्टचेष्टितमित्यर्थः, तदपि सुस्थितं मन्यतयापि गुरुपरिभवनम, आस्तां निरुपाधिदुविनीततयेत्यपि शब्दार्थः । किंवत्परिभवन्ति ? दत्तवदिति । अत्र कथानकम्कोल्लपुरे नगरेऽनागतमत्यन्तं दुर्भिक्षं विज्ञाय देशान्तरे गच्छं विसृज्य विहितनवभागक्षेत्राः क्षीणजङ्घाबलाः सूरिसङ्गमस्थविरास्तस्थुः । तेषां च तथाविधाप्रमत्ततापराणां किल नगरदेवतोपशान्ता । अन्यदा समागतस्तदुदन्तान्वेषणार्थं दत्तनामा तच्छिष्यः परिपाट्या प्राग्दृष्टवसतिभागस्थं सूरिं दृष्ट्वा स विकल्पितवान् वसतियतनामप्येष न करोति, नूनमवसन्नीभूत इति स्थितः युतकोपाश्रये, अन्विष्टा वार्ता, गुरुणाऽऽकारितः प्रविशता गोचरे अन्तप्रान्तकुलेषु बबटाट्यमानस्य जातोऽस्य सङ्क्लेशः, लक्षितो तदभिप्रायः, प्रविष्टः श्रेष्ठिगृहे गुरुः, तत्र च रेवतीगृहीतं रुदन्तं दारकं प्रत्याह-मा रुदिहि दारक ! इति । ततः कृत्वाऽऽराटी नष्टा रेवती प्रगुणीभूतो बालो, जातहर्षेः स्वजनैः प्रतिलम्भितो मोदकैर्भूतभाजनः प्रहितो दत्तश्चिन्तितमनेनेदृशानि स्थापनाकुलान्यस्य सन्ति, तथापि मामन्यत्र भ्रामयति प्रान्तकुलेष्वटित्वा भुक्तं गुरुभिः पश्चादावश्यके आलोच्योपविशन्तं दत्तं प्रति गुरुराह सम्यगालोचय ! स प्राह-किमत्रासम्यक् ? गुरुराह-नालोचितस्त्वया धात्रीपिण्डपरिभोगः, ततोऽसूययातिसूक्ष्मदर्शी भवानिति वदनुपविश्य प्रतिक्रम्य गतो निजोपाश्रयम् । सूरिगुणावर्जितया च देवतया दर्शयाम्यस्य गुरुपरिभवतरुकुसुममिति सञ्चिन्त्य कृतं महान्धकारं प्रबलवातहिमशकलवर्षं तद्वसतौ । त्रस्तश्चासौ पूत्कुर्वन् गुरुणाभिहित इत आगच्छेति । स प्राहन पश्यामि द्वारं, गुरुणा कृतः सघृष्य प्रदीपवज्ज्वलन्त्यगुल्या प्रकाशः, सोऽचिन्तयत्प्रदीपोऽप्यस्यास्ति, इति समागतस्तन्मूलं, समनुशिष्टो देवतया-हे दुर्मते ! कियदेतत् ? अमून् महात्मनः परिभवन् लप्स्यसे कुगतिपातमिति । ततः सञ्जातपश्चात्तापः पतितो गुरुचरणयोः, प्रतिपनं प्रायश्चित्तमिति ।।१९।। टीवार्थ: इह वृद्धः ..... प्रायश्चित्तमिति ।। मी वृद्ध क्षीर धावा पाय छ, तनी महथी तुल= શીતોષ્ણકાલ અને વર્ષાકાલમાં (અનુક્રમે) માસચાતુર્માસથી અધિક વસવું તે વૃદ્ધાવાસ છે, તેમાં પણ સ્થિત અનિયતવિહારીને દૂર રહો, પરંતુ વૃદ્ધાવાસમાં પણ રહેલાને અથવા પક્ષાંતરનું દ્યોતક છે, ગ્લાન=રોગગ્રસ્ત=અપવાદપદમાં વર્તતા, એવા ગુરુને=વૃદ્ધાવાસમાં રહેલા કે ગ્લાસ ગુરુને પરિભવ કરે છે–મંદબુદ્ધિવાળા તિરસ્કાર કરે છે, શેનાથી ? એથી કહે છે – ધર્મના વિમર્શકથી પરિભવ કરે છે, ત્યાં વિમર્શન વિમર્શ છે, કુત્સિત વિમર્શ વિમર્શક છે, ધર્મના વિષયમાં વિમર્શ ધર્મવિમર્શક, એ પ્રમાણે સમાસ છે, તેના વડે ગુરુ પરિભવ કરાય છે, એમ અવય છે, Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૯ કઈ રીતે ગુરુનો પરિભવ કરાય છે ? તે સ્પષ્ટ કરે છે – નિરતિચારપણું હોવાથી અમે ધાર્મિક છીએ. વળી સાતિચારપણું હોવાથી આ તેવા નથી, આવા પ્રકારના કુવિકલ્પથી ગુરુનો પરિભવ કરાય છે, તે પણ=સુસ્થિત મચપણાથી ગુરુનું પરિભવન, દુઃશિક્ષિત છેદુષ્ટ અભ્યસ્ત છેઃકુગતિનું હેતુપણું હોવાથી દુષ્ટ ચેષ્ટિત છે, નિરુપાધિ=સુસ્થિત મન્યપણારૂપ ઉપાધિ રહિત, દુવિનીતપણાથી દુષ્યષ્ટિત તો દૂર રહો, એ ગ િશબ્દનો અર્થ છે, કોની જેમ પરિભવ કરે છે – દત્તની જેમ પરિભવ કરે છે, એમાં કથાનક છે – કોલ્લપુર નગરમાં આવનારા અત્યંત દુકાળને જાણીને ગચ્છને દેશાંતર મોકલીને કરાયા છે નવ ભાગ ક્ષેત્રના જેમના વડે એવા ક્ષીણ થયેલા જંઘાબળવાળા સંગમસૂરિ રહેલા હતા, તેવા પ્રકારે અપ્રમત્તતાપર એવા તેઓને ખરેખર નગરદેવતા ઉપશાંત થયેલા હતા. એકવાર તેમનો વૃત્તાંત જાણવા માટે દત્ત નામનો તેમનો શિષ્ય આવ્યો. પરંપરાથી પહેલાં જોવાયેલી વસતિમાં રહેલા સૂરિને જોઈને તેણે વિકલ્પ કર્યો. આ વસતિની યતનાને પણ કરતા નથી, ખરેખર અવસાન્ન થયેલા છે, એથી જુદા ઉપાશ્રયમાં રહ્યો. વાર્તા પુછાઈ, ગુરુ વડે બોલાવાયો. ગોચરમાં પ્રવેશતા અંતપ્રાંતકુલોમાં બહુ ભટકતા એવા આને સંક્લેશ થયો, તેનો અભિપ્રાય જણાયો. ગુરુ શ્રેષ્ઠીના ઘરમાં પ્રવેશ્યા અને ત્યાં રેવતીથી ગ્રહણ કરાયેલા રડતા બાળક પ્રત્યે કહે છે – બાળક ! રડ નહિ, તેથી રાડ પાડીને રેવતી નાઠી, બાળક સ્વસ્થ થયો, થયેલા હર્ષવાળા સ્વજનો વડે લાડવા હોરાવાયા, ભરેલા ભાજનવાળો દત્ત મોકલાયો. આના વડે વિચારાયું – આના આવા પ્રકારના સ્થાપનાકુલો છે, તોપણ મને અન્યત્ર ભાડે છે, પ્રાંત કુલોમાં ભમીને ગુરુ વડે ભોજન કરાયું. પાછળથી આવશ્યકમાં આલોચના કરીને બેઠેલા દત્ત પ્રત્યે ગુરુ કહે છે – સભ્ય આલોચના કર, તે કહે છે – અહીં સમ્યફ શું? ગુરુ કહે છે – તારા વડે ધાત્રીપિંડનો પરિભોગ આલોચના કરાયો નથી, ત્યારપછી ઈર્ષાથી તમે અતિસૂક્ષ્મ જોનારા છો, એ પ્રમાણે બોલતો બેસીને પ્રતિક્રમણ કરીને પોતાના ઉપાશ્રયે ગયો અને સૂરિના ગુણથી આકર્ષાયેલા દેવતા વડે આને ગુરુના પરિભવરૂપી વૃક્ષનું ફૂલ દેખાડું, એ પ્રમાણે વિચારીને તેની વસતિમાં મહાઅંધકાર કરાયો, પ્રબળ વાયુબરફના ટુકડાની વર્ષાને કરી, ત્રાસ પામેલો પોકાર કરતો આ ગુરુ વડે કહેવાયો. આ બાજુ આવ, તે કહે છે – દ્વારને જોતો નથી, ગુરુ વડે સંઘર્ષ કરીને દીપકની જેમ પ્રકાશતી આંગળી વડે પ્રકાશ કરાયો. તેણે વિચાર્યું – આને દીવો પણ છે. તેમની પાસે આવ્યો, દેવતા વડે શિક્ષા અપાયો. હે દુર્મતિ ! આ કેટલું? આ મહાત્માના પરિભવને કરતો કુગતિપાતને તું પામીશ, તેથી થયેલા પશ્ચાત્તાપવાળો ગુરુના ચરણમાં પડ્યો. પ્રાયશ્ચિત્ત સ્વીકારાયું. l૯૯ll ભાવાર્થ - જે ગુરુ જિનવચનથી ભાવિત છે, સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, તેમણે જે રીતે શિષ્યને અત્યાર સુધી અનુશાસન આપ્યું છે, તેનાથી જ તેમના ગુણો સ્વયં પ્રકાશિત છે, તેથી તેવા ગુણવાન ગુરુને પામીને પણ દત્ત જેવા કોઈક મુનિ કંઈક આરાધક હોવા છતાં મુગ્ધ બુદ્ધિથી ધર્મના વિમર્શ દ્વારા વૃદ્ધાવાસમાં રહેલા કે ગ્લાન ગુરુનો પરિભવ કરે છે, તે પણ દુશ્લેષ્ટિત છે. જેમ ગુરુ ગુણવાન હોવા છતાં દત્ત Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૯-૧૦૦ નામના સાધુ તેમના સમાચાર પૂછવા માટે ત્યાં આવે છે, ત્યારે જે સ્થાનમાં હતા તે સ્થાનમાં જ રહેલા જોઈને સ્વમતિ વિકલ્પથી આ ગુરુ નવકલ્પી વિહાર કરતા નથી અર્થાત્ પ્રસ્તુત નગરમાં પણ સ્થાન પરિવર્તન દ્વારા નવકલ્પી વિહાર કરતા નથી, માટે ધર્મથી ભ્રંશ પામેલા છે, તેવો વિકલ્પ કરે છે, તે પણ દુષ્યષ્ટિત છે. વસ્તુતઃ તેઓ નવકલ્પી વિહાર કરે છે અથવા આ રીતે પરિપાટીથી આવ્યા છે કે નહિ, એવો વિચાર કર્યા વગર સ્વકલ્પનાથી વિચાર કર્યો, પરંતુ વૃદ્ધાવાસમાં રહ્યા છતાં તેઓ કઈ રીતે આરાધના કરે છે ઇત્યાદિ જોઈને વિચાર કરવામાં વિવેક ન કર્યો. તેવા ગુણવાન ગુરુ પ્રત્યે વિશેષ ભક્તિ થવી જોઈએ, તેના બદલે દત્ત સાધુને કંઈક તુચ્છ મતિને કારણે અને શુદ્ધ આચરણા પ્રત્યેના કંઈક પક્ષપાતને કારણે ગુરુને અસંયમી જોયા અને પરિભવ કર્યો તે પણ દુર્ગતિની પ્રાપ્તિનું કારણ એવું દુષ્યષ્ટિત છે, માટે વિવેકી શિષ્યએ નિપુણ પ્રજ્ઞાથી વિચાર કર્યા વગર સહસા ગુણવાન ગુરુનો પરિભવ કરવો જોઈએ નહિ. II૯ll અવતરણિકા : यतो दुविनीतस्यायं दोषः, अतो गुरुविषयमेव प्रतिबन्धदाढ्यं विनेयस्य दृष्टान्तेनाहઅવતરણિતાર્થ : જે કારણથી દુર્વિતીતને આ દોષ છે, આથી શિષ્યની ગુરૂવિષયક પ્રતિબંધની દૃઢતાને દાંતથી કહે છે – ગાથા : आयरियभत्तिरागो, कस्स सुनक्खत्तमहरिसीसरिसो । अवि जीवियं ववसियं, न चेव गुरुपरिभवो सहिओ ।।१००।। ગાથાર્થ : સુનક્ષત્ર મહર્ષિ જેવો આચાર્યનો ભક્તિરાગ કોને છે ? જીવિત પણ વિનાશ કરાયું, ગુરુનો પરિભવ સહન કરાયો નહિ જ. II૧૦૦II ટીકા : आचार्यभक्तिरागो गुरुगोचरान्तरस्नेहः कस्य सुनक्षत्रमहर्षिसदृशो ? न कस्यचित्प्रायः । तेन हि जीवितमपि व्यवसितं निष्ठां नीतं त्यक्तमित्यर्थः । अपिशब्दस्य व्यवधानसम्बन्धात्, नैव गुरुपरिभव आचार्यतिरस्कारः सोढः क्षान्तः, चशब्दात् तिरस्कृतश्च प्रतिपक्षः, तथाहि-सोऽनुकूलप्रत्यनीकं भगवदवर्णवादं कुर्वन्तं गोशालकं ज्ञाततत्सामोऽपि निराकृतवान्, निरुत्तरतया जातकोपेन निसृष्टया तेजोलेश्यया दग्धोऽचलितसत्त्वः समुत्पनो महर्धिकवैमानिकभावेनेति ॥१००।। Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૦-૧૦૧ ટીકાર્ય : સાવાર્થપત્તિ રા .... ભાવેનેતિ | આચાર્યની ભક્તિનો રાગ ગુરુ વિષયક આંતરસ્નેહ, સુનક્ષત્ર મહર્ષિ જેવો કોને છે ? અર્થાત પ્રાયઃ કોઈને નથી, દિ=જે કારણથી, તેના વડે સુનક્ષત્ર મહર્ષિ વડે, જીવિત પણ વ્યવસિત કરાયું=તિષ્ઠાને પ્રાપ્ત કરાયું ત્યાગ કરાયું, ગરિ શબ્દનો વ્યવધાનથી સંબંધ હોવાને કારણે વિવું પછી સંબંધ છે, ગુરુપરિભવ=આચાર્યનો તિરસ્કાર, સહન કરાયો નહિક સુનક્ષત્ર મહર્ષિ વડે સહન કરાયો નહિ અને શબ્દથી પ્રતિપક્ષનો તિરસ્કાર કરાયો, તે આ પ્રમાણે – પ્રતિકૂળ પ્રત્યતીક એવા ભગવાનના અવર્ણવાદને કરતા ગોશાળાને જણાયેલા તેના સામર્થવાળા પણ તેણે=સુનક્ષત્ર મુનિએ, સિરાકૃત કર્યો, નિરુત્તરપણાથી થયેલા કોપ વડે મુકાયેલી તેજલેશ્યા વડે બાળી નંખાયો, અચલિત સત્વવાળા તે મહર્ષિ મહર્ધિક વૈમાવિકભાવથી ઉત્પન્ન થયા. ll૧૦૦ના ભાવાર્થ : સુનક્ષત્ર મુનિને ગુણવાન ધર્માચાર્ય એવા વીર ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિરાગ હતો, તેથી ગોશાળો જ્યારે ભગવાનની સામે અસંબદ્ધ પ્રલાપ કરે છે, ત્યારે તેનો પ્રતિકાર કરીને ગોશાળાને નિરુત્તર કરે છે અને ગોશાળા પાસે તેજોવેશ્યા છે, તેમ જાણવા છતાં પણ પોતાના જીવનનો વિનાશ થવા દઈને પણ ગુરુનો પરિભવ સહન કર્યો નહિ, તેથી ગુણના પક્ષપાતી એવા યોગ્ય શિષ્યો ગુણવાન ગુરુનો વિનય તો કરે છે, પરંતુ ગુરુનો પરિભવ પણ સહન કરતા નથી, તેમાં જ તેઓની ગુરુ પ્રત્યે ભક્તિ છે, તેમ નિર્ણત થાય છે. ૧૦ના અવતરણિકા - तदेवमस्य महात्मनः परमगुरौ भगवतीदृशः प्रतिबन्धोऽभूदतः पुण्यभागयं, तथा चाहઅવતરણિકાર્ચ - આ રીતે આ મહાત્મા=સુનક્ષત્ર મુનિને, પરમગુરુ એવા ભગવાનમાં આવા પ્રકારનો પ્રતિબંધ હતો, આથી પુણ્યભા... આ છે=સુનક્ષત્ર મુનિ પુણ્યશાળી છે અને તે રીતે કહે છે=ગુણવાન ગુરુનો પરાભવ સહન ન કરે તે પુણ્યભાવ્યું છે, તે રીતે ગાથામાં કહે છે – ગાથા - पुण्णेहिं चोइआ पुरकडेहिं सिरिभायणं भवियसत्ता । गुरुमागमेसिभद्दा, देवयमिव पज्जुवासंति ।।१०१।। ગાથાર્થ : શ્રીનું ભાજન આગામિભદ્ર એવા ભવ્ય જીવો પૂર્વના કરેલા પુણ્યથી પ્રેરાયેલા દેવની જેમ ગુરુની પર્યાપાસના કરે છે. ll૧૦ના Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૧ s: पुण्यैश्चोदिताः प्रेरिताः पुराकृतैर्जन्मान्तरकृतैर्गुरुं पर्युपासत इति सम्बन्धः, के ? भव्यसत्त्वाः प्रत्यासन्नमोक्षा जन्तवः, ते चेह लोक एव श्रीभाजनं ज्ञानादिलक्ष्मीपात्रं भवन्ति, परलोके पुनरागमिष्यद् भावि भद्रं कल्याणं येषां ते तथा, स्वर्गापवर्गप्राप्तेः किंवत्पर्युपासते ? देवतामिव परमात्मबुद्ध्येत्यर्थः । यतः सुखदुःखावाप्तिपरिहारौ प्रायः प्राणिनां तत्प्रभावजन्याविति । अत्र कथानकम्श्वेताम्ब्यां प्रदेशी राजा, मन्त्री चित्रनामा परमश्रावकः तद्बहिरुद्याने समवसृतं केशिनामानमाचार्यमाकाचिन्तयदयं राजा महामिथ्यात्वग्रहग्रस्तः पापानुष्ठानप्रसक्तो, दुर्बुद्धिर्मय्यपि मन्त्रिणि यास्यति नरकं, तदेनं नयामि केनचिदुपायेन भगवन्मूलम् । ततोऽश्ववाहनिकाव्याजेन नीतः स तेन तं प्रदेशं, खेदविनोदच्छलेनोपवेशितो, यत्र बहुजनपरिषन्मध्यगतो भगवान् धर्ममाचष्टे । स मन्त्रिणं प्रत्याह-किमयं मुण्डो रारटीति ?, मन्त्रिणोक्तं-न जानीमोऽभ्यर्णीभूयाकर्णयामः । गतौ निकटे, ततः सूरिणा प्ररूपिते देवताविशेषस्वरूपे जीवादिषु च स प्राह-सर्वमिदमसम्बद्धमसत्त्वाद्, असत्त्वं च प्रत्यक्षगोचरातीतत्वाद्वियदरविन्दवत् । सत् हि न प्रत्यक्षगोचरातीतं भूतचतुष्टयवत् । गुरुराहभद्र ! किमिदं भवतोऽध्यक्षविषयातीतमुत सर्वासुमताम् ? आद्यपक्षे तावत् स्तम्भादिमध्यपरभागादीनामभावप्रसङ्गः, भवदर्शनस्यार्वाग्भागवर्तित्वमात्रग्रहणायैव व्यापारात्, नापि द्वितीयः पक्षः, तस्याप्यसिद्धत्वात्, तत्सिद्धौ तवैव सर्वज्ञजीवतासिद्धेः देवताविशेषजीवादिप्रतिषेधानुपपत्तिः, जीवे सति बन्धादीनां सूपपादकत्वात् । इत्यादिना वादेन निराकृतो जातसम्यग्दर्शनपरिणामः स प्राहभगवन्नेवमेव, नष्टो मे मोहपिशाचो युष्मद्वचनमन्त्रैः केवलं कुलक्रमायाता अस्माकं नास्तिकता, सा कथं मोक्तव्या ?, गुरुराह-भद्र ! न किञ्चिदेतत्, सति विवेके किं कुलक्रमायातो व्याधिर्दारिद्र्यं वा न त्यागार्हमिति ?, किञ्च कुलमकुलं वा प्राणिनामेकाकिनामेव अनादौ भवे भ्रमणात्सर्वकुलेषूत्पाद-सम्भवाच्च । ततोऽसौ सञ्जाततत्त्वनिर्णयः प्रतिपद्य श्रावकधर्मं, प्रतिपाल्य निरतिचारं, पश्चात्पुरुषान्तरासक्तया सूर्यकान्ताभिधया भार्यया पारणके दत्तविषो ज्ञातव्यतिकरोऽप्यचलितचित्तः समाधानेन मृत्वा समुत्पनो वरविमानाधिपतिभावेन ॥१०१।। टीमार्थ :__पुण्यै ..... भावेन ।। पुरातमiतरमा धायेसा, पुश्यथी प्रेशयेता गुरी पर्युपासना रे છે, એ પ્રમાણે ગાથાના અંતિમ પદ સાથે સંબંધ છે, કોણ કરે છે ?=કોણ ગુરુની પર્યાપાસના કરે છે? એથી કહે છે – ભવ્ય જીવો=નજીક છે મોક્ષ જેમને એવા જીવો, અને તેઓ અહીં=લોકમાં, Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૧ શ્રીનું ભાજત જ્ઞાનાદિ લક્ષ્મીનું પાત્ર થાય છે, પરલોકમાં વળી પ્રાપ્ત થનાર ભદ્ર કલ્યાણ છે જેઓને તે તેવા છે=આગામિભદ્ર છે; કેમ કે સ્વર્ગ-અપવર્ગની પ્રાપ્તિ છે, કોની જેમ પર્થપાસના કરે છે? એથી કહે છે – દેવતાની જેમ ગુરુ એ પરમાત્મા છે, એવી બુદ્ધિથી પર્યાપાસના કરે છે. જે કારણથી પ્રાયઃ પ્રાણીઓને સુખની પ્રાપ્તિ અને દુઃખનો પરિહાર તેમના પ્રભાવથી ઉત્પન્ન થાય છે, એમાં કથાનક છે – શ્વેતાંબી નગરીમાં પ્રદેશ રાજા હતા, પરમ શ્રાવક એવા ચિત્ર નામે મંત્રીએ તે નગરીની બહારના ઉદ્યાનમાં કેશી નામના આચાર્યને સમવસરેલા સાંભળીને વિચાર્યું – હું મંત્રી હોતે છતે પણ આ રાજા મહામિથ્યાત્વરૂપ ગ્રહથી ગ્રસ્ત થયેલો, પાપઅનુષ્ઠાનમાં પ્રસક્ત થયેલો દુબુદ્ધિ નરકમાં જશે, તેથી આ રાજાને કોઈક ઉપાય વડે ભગવાન પાસે લઈ જાઉં, તેથી અશ્વ ખેલાવવાના બહાનાથી તેના વડે તે રાજા, તે પ્રદેશમાં લઈ જવાયો, ખેદમાં વિનોદના બહાનાથી બેસાડાયો. જ્યાં ઘણા લોકોની પર્ષદાની મધ્યમાં રહેલા ભગવાન ધર્મને કહે છે, તે રાજા, મંત્રી પ્રત્યે કહે છે – આ મુંડો શું બરાડા પાડે છે ? મંત્રી વડે કહેવાયું – આપણે જાણતા નથી, પાસે જઈને સાંભળીએ, બન્ને નિકટ ગયા. તેથી સૂરિ વડે જીવાદિ અને દેવતાનું વિશેષ સ્વરૂપ કહેવાય છતે તે કહે છે – અસત્ત્વ હોવાથી આ સર્વ અસંબદ્ધ છે અને આકાશપુષ્પની જેમ પ્રત્યક્ષ વિષયને અતીતપણું હોવાથી અસત્ત્વ છે, ભૂતચતુષ્ટયની જેમ સદ્ વસ્તુ પ્રત્યક્ષ વિષયને અતીત નથી. ગુરુ કહે છે – ભદ્ર ! શું આ પ્રત્યક્ષ વિષયથી અતીત તને છે કે સર્વ પ્રાણીઓને ? ત્યાં પ્રથમ પક્ષમાં તારા પ્રત્યક્ષ વિષયને અતીત છે તેમાં, તારા દર્શનની પૂર્વ ભાગવર્તી વળી અંગમાત્ર ગ્રહણને માટે જ વ્યાપાર હોવાથી સ્તંભ આદિ – મધ્ય-પરભાગ આદિના અભાવનો પ્રસંગ છે. દ્વિતીય પક્ષ પણ નથી; કેમ કે તેનું અસિદ્ધપણું છે, તેની સિદ્ધિ હોતે છતે તારી જેમ સર્વાના જીવતાની સિદ્ધિ હોવાથી દેવતાવિશેષના જીવ આદિના પ્રતિષધની અનુપત્તિ છે; કેમ કે જીવ હોતે છતે બંધ આદિનું સૂપ પાદપણું છે. ઇત્યાદિથી નિરાકરણ કરાયેલો, થયેલા સમ્યગ્દર્શનના પરિણામવાળો તે કહે છે – ભગવાન ! એ એમ જ છે. તમારા વચનરૂપી મંત્ર વડે મારો મોહપિશાચ નાશ પામ્યો છે, કેવલ કુલકમથી આવેલી અમારી નાસ્તિકતા છે, તે કેવી રીતે છોડાય? ગુરુ કહે છે – હે ભદ્ર ! વિવેક હોતે છતે શું કુલક્રમથી આવેલો વ્યાધિ અથવા દારિદ્રશ્ય ત્યાગને યોગ્ય નથી ? વળી, અનાદિ ભવમાં ભ્રમણથી અને સર્વ કુલોમાં ઉત્પાદનો સંભવ હોવાથી એકાકી જ એવા પ્રાણીઓને કુલ શું અથવા અકુલ શું?ત્યારપછી થયેલા તત્ત્વના નિર્ણયવાળો આ શ્રાવક ધર્મને સ્વીકારીને નિરતિચાર પાળીને પાછળથી બીજા પુરુષમાં આસક્ત થયેલી સૂર્યકાંતા નામની પત્ની વડે પારણામાં અપાયેલા વિષવાળો જણાયેલા વ્યતિકરવાળો પણ નહિ ચલાયમાન થયેલા ચિત્તવાળો શ્રેષ્ઠ વિમાનના અધિપતિ ભાવથી ઉત્પન્ન થયો. /૧૦૧ ભાવાર્થ - જે જીવોએ જન્માંતરમાં શ્રેષ્ઠ કર્મ બાંધ્યું છે જેથી તત્ત્વ પ્રત્યેનો પક્ષપાત પ્રગટ થાય અને તેના કારણે Page #192 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૧, ૧૦૨-૧૦૩ ૧૭૩ ગુણવાન ગુરુને પામીને તેમની પર્યાપાસના કરવાનો પરિણામ થાય એવા છે તે ભવ્ય જીવો જ્ઞાનાદિ લક્ષ્મીનું ભાજન બને છે અને ભવિષ્યમાં જેઓનું ભદ્ર થવાનું છે, તેઓ પરમાત્મબુદ્ધિથી ગુણવાન ગુરુની ઉપાસના કરે છે. જેમ પરમાત્મા પૂર્ણ ગુણનું ભાન છે, તેમ ગુણવાન ગુરુ પણ પરમાત્માના વચનાનુસાર સ્વયં પ્રવર્તતા હોય છે અને યોગ્ય જીવોને પ્રવર્તાવતા હોય છે, તેથી ગુણવાન ગુરુ પણ પરમાત્મા માનીને ઉપાસ્ય છે. એ રીતે જેઓ ગુણવાન ગુરુની ઉપાસના કરે છે, તેનાથી તેઓને સુખની પરંપરાની અને દુઃખના અભાવની પ્રાપ્તિ થાય છે, એથી કલ્યાણની પરંપરાના અર્થીએ ભગવાનના વચનના પરમાર્થને બતાવનારા ગુણવાન ગુરુની સદા પર્યાપાસના કરવી જોઈએ. II૧૦ના અવતરણિકા : अयं च यद्याचार्या नाभविष्यंस्तदा नरकमगमिष्यदिति तथा चाहઅવતરણિતાર્થ - જો આચાર્ય ન પ્રાપ્ત થયા હોત=પ્રાપ્ત ન થયા હોત, તો નરકમાં જાત. અને તે રીતે કહે છે=જીવોને સુખ-દુઃખની પ્રાપ્તિ અને પરિવાર પ્રાયઃ ગુરુના પ્રભાવથી થાય છે, એમ પૂર્વમાં પ્રદેશી રાજાના દષ્ણતથી બતાવ્યું, તે રીતે ગાથામાં કહે છે – ગાથા - बहुसोक्खसयसहस्साण, दायगा मोयगा दुहसयाणं । आयरिया फुडमेयं, केसिपएसी ब्व ते हेऊ ।।१०२।। नरयगइगमणपडिहत्थए कए तह पएसिणा रना । अमरविमाणं पत्तं, तं आयरियप्पभावेणं ॥१०३।। ગાથાર્થ : લાખો બહુમુખના આપનારા અને સેંકડો દુઃખોથી મુકાવનારા આચાર્ય ગુરુઓ છે, એ સ્પષ્ટ છે, કેશિ-પ્રદેશીની જેમ તને હેતુ છેઃદૃષ્ટાંત છે. તે પ્રકારે પ્રદેશ રાજા વડે નરકગતિગમન પ્રતિહત દક્ષ કરાયે છતે આચાર્યના પ્રભાવથી તે અમરવિમાન પ્રાપ્ત કરાયું. II૧૦૨-૧૦૩. ટીકા बहुसौख्यशतसहस्राणां प्रभूतसुखलक्षाणां दायकाः तथा मोचका दुःखशतेभ्यः, के ? आचार्या गुरवः, स्फुटमेतनिःसन्दिग्धमिदं, कथं ? केशिप्रदेशिवत्, केशिना प्रबोधितः प्रदेशी केशिप्रदेशी, तद्वत् । तथाह्यसौ दुर्गतेविमोच्य सुगतौ स्थापितः । शिष्यं प्रत्याह-अयं ते हेतुर्दृष्टान्तो, हिनोति Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ઉપદેશમાલા ભાગ-૧ ગાથા-૧૦૨-૧૦૩, ૧૦૪ गमयत्यर्थमिति व्युत्पत्तेर्हेतुरुक्तः । इदमेव भावयति-गम्यत इति गतिर्नरकरूपा गतिर्नरकगतिस्तस्यां यद् गमनं तस्मिन् परिहत्थं दक्षं तस्मिन् कृते निर्वर्तिते कर्मणीति गम्यते, तथा तेन प्रकारेण प्रदेशिना राज्ञा अमरविमानं प्राप्तं, तदाचार्यप्रभावेण गुरुमाहात्म्येनेति ।।१०२-१०३।। ટીકાર્ય : વહુહ્ય ..... ગુરુમદિચ્ચેનેતિ | બહુસખ્યશતસહસ્રોતું=પ્રભૂત લાખો સુખોને આપનારા અને સેંકડો દુઃખોથી મુકાવનારા, કોણ? એથી કહે છે – આચાર્યો=ગુરુઓ છે, સ્ફટ આ છે=તિસંદિગ્ધ આ છે, કઈ રીતે ? એથી કહે છે – કેશિપ્રદેશીની જેમ=કેશિ ગુરુ દ્વારા પ્રબોધિત કેશિ-પ્રદેશી તેની જેમ, તે આ પ્રમાણે – આ=પ્રદેશી, દુર્ગતિથી મુકાવાઈને તેઓ વડે કેશિ વડે, સુગતિમાં સ્થાપન કરાયો, શિષ્ય પ્રત્યે કહે છે – આ તને હેતુ છે=દાંત છે દિનોતિ=અર્થને જણાવે છે. એ વ્યુત્પત્તિથી હેતુ કહેવાયો છે=દષ્ટાંત હેતુ કહેવાયો છે. આને જ ભાવન કરે છે – પ્રાપ્ત કરાય છે, એ ગતિ નરકગતિ, તેમાં જે ગમન, પ્રતિહસ્ત=દક્ષ, તે કરાય છn=નરકગતિગમતમાં દક્ષ કરાયે છતે, તે પ્રકારે પ્રદેશી રાજા વડે અમરવિમાન પ્રાપ્ત કરાયું તે આચાર્યના પ્રભાવથી–ગુરુના માહાભ્યથી પ્રાપ્ત કરાયું. ૧૦૨-૧૦૩ના ભાવાર્થ : ગુણવાન ગુરુ હંમેશા યોગ્ય શિષ્યને કે યોગ્ય સંસારી જીવને સન્માર્ગ બતાવનારા છે અને કઈ રીતે તેનું હિત થાય તેનો સૂક્ષ્મ બોધ કરાવીને જગતથી રક્ષણ કરનારા છે, તેથી ગુરુ હજારો, ક્રોડ સુખોના હેતુ છે અને દુર્ગતિમાં પડતા જીવનું રક્ષણ કરીને દુઃખથી મુકાવનારા છે. આ કથન કેશિ ગુરુ અને પ્રદેશી રાજાના દૃષ્ટાંતથી સ્પષ્ટ છે, તેથી ગ્રંથકારશ્રી શિષ્યને તેમનું દૃષ્ટાંત તને બોધ કરાવવા માટે હેતુ છે, તેમ કહે છે. તેથી કેશિ ગણધરે જે રીતે પ્રદેશી રાજાનો વિસ્તાર કર્યો, તે રીતે સન્માર્ગદાયક ગુરુ મારા નિસ્તારના હેતુ છે, તેમ હંમેશાં ભાવન કરવું જોઈએ અને તે દષ્ટાંતને જ સ્પષ્ટ કરતાં કહે છે – પ્રદેશી રાજાએ નરકગતિમાં ગમન પ્રહસ્ત કરેલું, છતાં આચાર્યના પ્રભાવથી અમરવિમાનને પામ્યા. તેથી નક્કી થાય છે કે ગુણવાન ગુરુ યોગ્ય શિષ્યને કે યોગ્ય સંસારી જીવને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવે છે, માટે તેમના સર્વ કલ્યાણની પરંપરાનું એક કારણ ગુણવાન ગુરુ છે માટે દેવની જેમ તેવા ગુણવાન ગુરુની પર્યાપાસના કરવી જોઈએ અર્થાત્ જેમ વીતરાગની પૂજા કરવાથી સંસારનો ક્ષય થાય છે, તેમ ગુણવાન ગુરુની ઉપાસના કરવાથી ભગવાનનું વચન સમ્યગુ પરિણમન પામે છે, જેનાથી સંસારનો ક્ષય થાય છે. ll૧૦૨-૧૦૩ અવતરણિકા :तदिदमवेत्य गुरुराराधनीयो, गुरुणापि शिष्यः सम्यक् शिक्षणीय इत्याह च Page #194 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૪ ૧૭૫ અવતરણિકાર્ય : તે આને જાણીને=પ્રદેશી રાજાના દષ્ટાંતથી પૂર્વમાં કહ્યું તેને જાણીને, ગુરુની આરાધના કરવી જોઈએ. ગુરુએ પણ શિષ્યને સમ્યક શિક્ષા આપવી જોઈએ, માર્ગમાં પ્રવર્તાવવો જોઈએ, એ પ્રમાણે કહે છે – ગાથા : धम्ममइएहिं अइसुंदरेहिं कारणगुणोवणीएहिं । पल्हायंतो ब्व मणं, सीसं चोएइ आयरिओ ।।१०४।। ગાથાર્થ : ધર્મમય અતિસુંદર કારણ ગુણથી લવાયેલા=યુક્ત, વચનો વડે જાણે શિષ્યના મનને પ્રફ્લાદ કરતા આચાર્ય શિષ્યને પ્રેરણા કરે છેઃશિક્ષા આપે છે. ll૧૦૪ll ટીકા : धर्मेण निर्वृतानि निरवद्यत्वाद्धर्ममयानि तैः, तथा अतिसुन्दरैर्वचनदोषरहितैः, तथा कारणगुणोपनीतैः, तत्र कारणं स्वभणनप्रयोजनं, गुणाः शिष्यमाणस्य ज्ञानभाजनतादयः कारणं च गुणाश्चेति द्वन्द्वः, तैरुपनीतान्युपढौकितानि, शिष्यस्यापि प्रतीतावारोहितानीत्यर्थः, तैर्वचनैरिति गम्यते, प्रह्लादयन्निव मनश्चित्तम्, अन्यस्याश्रुतत्वात्तस्यैव, शिष्यं चोदयति शिक्षयत्याचार्यो गुरुरिति ।।१०४।। ટીકાર્ચ - ઘર્મે ... મુરિતિ | ધર્મથી નિવૃત થયેલા, નિરવધપણું હોવાથી ધર્મમય એવા અને અતિસુંદર એવા=વચનના દોષથી રહિત એવા અને કારણગુણથી ઉપવીતવયનો વડે આચાર્ય શિષ્યના મનને અલ્લાદ કરે છે એમ અવય છે, ત્યાં કારણ પોતાના કથનનું પ્રયોજન છે, ગુણો શિખવાતા એવા શિષ્યની જ્ઞાતભાજનતા આદિ છે, કારણ અને ગુણો એ પ્રમાણે હૃદ્ધ સમાસ છે, તેનાથી=કારણ અને ગુણોથી, ઉપવીત–ઉપઢોકિત=શિષ્યને પણ પ્રતીત થયેલમાં આરોપિત વચનો વડે જાણે તેના મનને પ્રલાદ કરતા શિષ્યને પ્રેરણા કરે છે. ગાથામાં તેના મનને એવો પ્રયોગ નથી, છતાં તેના મનને કેમ ગ્રહણ કર્યું ? એથી કહે છે – અન્યનું અમૃતપણું હોવાથી તેના જ=શિષ્યના મનને જાણે અલ્લાદ કરતા આચાર્ય શિષ્યને પ્રેરણા કરે છે. ૧૦૪ ભાવાર્થપૂર્વમાં શિષ્યને ઉપદેશ આપ્યો કે દેવની બુદ્ધિથી ગુણવાન ગુરુની ઉપાસના કરવી જોઈએ. હવે ગુણવાન Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૪-૧૦૫ ગુરુ શિષ્યને કઈ રીતે શિક્ષા આપે, તે સ્પષ્ટ કરે છે. જેથી કેશિ ગણધર જેવા ગુણોવાળા સુગુરુ છે અને તેનાથી સંસારસાગર તરાય છે, તેવો બોધ થાય છે અને તેવા આચાર્ય ધર્મમય વચનોથી શિષ્યને પ્રેરણા કરે છે. પરંતુ માત્ર પોતાને અપેક્ષિત બાહ્ય કૃત્યોના કર્તવ્ય વિષયક પ્રેરણા કરતા નથી; કેમ કે ગુણવાન ગુરુ સર્વ જીવોને આત્મતુલ્ય જોનારા છે અને સંસારસાગર તરવાના અર્થી જીવને ધર્મમય શબ્દોથી અનુશાસન આપે છે. જેમ કેશિ ગણધરે પ્રદેશ રાજાને ધર્મમય શબ્દોથી પ્રેરણા કરેલ. વળી તે વચનો પણ વચનના દોષથી રહિત અર્થાત્ યથાર્થ બોધ કરાવે એવાં અતિસુંદર વચનોથી શિષ્યને પ્રેરણા કરે છે. વળી તે વચનો કારણ ગુણથી યુક્ત હોય છે=ગુરુએ તેવાં જ વચન કહેવાનું પ્રયોજન એ છે કે યોગ્ય શિષ્ય જ્ઞાનાદિ ગુણોનું ભાજન થાય અને તેને તત્ત્વની પ્રાપ્તિ થાય, સ્વભૂમિકા અનુસાર ઉત્તર-ઉત્તરના ગુણની વૃદ્ધિ કરીને સંસારસાગરથી સુખપૂર્વક તરી શકે. વળી આવાં વચનોથી ગુણવાન ગુરુ જાણે શિષ્યના મનને આનંદ પમાડતા હોય તે રીતે પ્રેરણા કરે છે. તેથી એ ફલિત થાય કે શિષ્યની યોગ્યતા, શિષ્યની રુચિ અને શિષ્યની શક્તિનું સમ્યગુ આલોચન કરીને તે રીતે તેને પ્રેરણા કરે છે. તેથી તે શિષ્યને આત્મહિત સાધવા માટે શું કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય ? તેનો યથાર્થ બોધ થાય છે. તે સાંભળીને શિષ્યનું મન અત્યંત આનંદિત થાય છે. I૧૦૪ અવતરણિકા : तेन च मनःप्रह्लादनं सत्यवचनैरेव कार्यं न पुनरसत्यं प्रियमपि वक्तव्यं, तदुक्तंसत्यं ब्रूयात् प्रियं ब्रूयात्, न ब्रूयात् सत्यमप्रियं । प्रियं च नानृतं ब्रूयादेष धर्मः सनातनः ।।१।। येन च प्राणात्ययेऽप्यसत्यं प्रियमपि न भाषितं, तं दृष्टान्तद्वारेणाभिधित्सुराहઅવતરણિકાર્ય : અને તેના વડે=ગુરુએ, મનનું પ્રલાદન=શિષ્યના મતનું પ્રલાદન, સત્ય વચનો વડે જ કરવું જોઈએ. વળી અસત્ય પ્રિય પણ કહેવું જોઈએ નહિ, તે કહેવાયું છે – સત્ય કહેવું જોઈએ, પ્રિય કહેવું જોઈએ, સત્ય પણ અપ્રિય કહેવું જોઈએ નહિ, પ્રિય પણ અસત્ય કહેવું જોઈએ નહિ, એ સનાતન ધર્મ છે. અને જેના વડે–ગુરુ વડે પ્રાણના અત્યયમાં પણ અસત્ય પ્રિય પણ કહેવાયું નહિ, તે દાંત દ્વારા કહેવાની ઈચ્છાવાળા કહે છે – ભાવાર્થ : ગુણવાન ગુરુએ શિષ્યના મનને આનંદ થાય તેવું પણ જે તે વચન કહેવું ઉચિત નથી, પરંતુ જે વચન તત્ત્વને સ્પર્શનારું હોય, શિષ્યના હિતનું એક કારણ હોય તેવું સત્ય વચન જ કહેવું જોઈએ. જે Page #196 -------------------------------------------------------------------------- ________________ १७७ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૫ વચન શિષ્યના અહિતનું કારણ બને તેવું વચન પરમાર્થથી સત્ય નથી. વળી કોઈ શિષ્યને અસત્ય વચન જ પ્રિય થતું હોય તોપણ તેવું વચન કહેવું જોઈએ નહિ; કેમ કે તે શિષ્યને અસત્ય વચન પ્રિય છે અને ગુરુ તેની પુષ્ટિ કરે, તો તે શિષ્ય નિઃશંક તે પ્રકારે અનુચિત પ્રવૃત્તિ કરીને અહિતને પ્રાપ્ત કરે, માટે ગુણવાન ગુરુએ કોઈક દોષને કારણે શિષ્યને અસત્ય વચન પ્રિય હોય તો પણ તેના ચિત્તના આહ્વાદ માટે તેવું વચન કહેવું જોઈએ નહિ અને જે મહાત્માએ પોતાના પ્રાણના નાશનો સંભવ હોવા છતાં અસત્ય પણ પ્રિય ન કહ્યું, તે દૃષ્ટાંત દ્વારા કહેવાની ઇચ્છાવાળા अहेछ - गाथा: जीयं काऊण पणं, तुरुमिणिदत्तस्स कालियज्जेण । अवि य सरीरं चत्तं, न य भणियमहम्मसंजुत्तं ।।१०५।। गाथार्थ: જીવિતનું પણ=મૂલ્ય કરીને સુરુમિણિ નગરીમાં દત્તની આગળ કાલિકાચાર્ય વડે શરીર ત્યાગ કરાયું, પણ અધર્મયુક્ત કહેવાયું નહિ. II૧૦પા. टोs: जीवनं जीवः प्राणधारणं तं कृत्वा पणं मूल्यं, जीवितमपि व्ययनीयं विधायेत्यर्थः, तुरुमिण्यां नगर्यां दत्तस्तुरुमिणीदत्तः, तस्य पुरत इति गम्यते, कालिकाचार्येण शरीरमपि त्यक्तम्, अपिशब्दस्य व्यवहितसम्बन्धात् चशब्दात्स्वाभिप्रायेण, न पुनस्त्यक्तमेव, न च नैव भणितमुक्तम् अधर्मसंयुक्तं सपापं वचनमिति शेषः, अक्षरार्थोऽयम् । अधुना कथानकम् तुरुमिण्यां दत्तनामा द्विजो मन्त्री राज्यम् वशीकृत्य जितशत्रुराजं च निष्कास्याधिष्ठितराज्यो बहुयागानिष्टवान् । अन्यदा कालिकाचार्या आगता भद्रा माता प्राह-'पुत्र मातुलं गत्वा पश्य ।' सहर्ष प्रमाणं कृत्वा चोपविष्टः धर्ममाकर्णयामीति यागफलं पृष्टवान् गुरुराह-हिंसादिसाध्योऽधर्मः । स प्राह-यागफलं कथय ?, गुरुराह-हिंसा कुगतिहेतुः । स प्राह-किमिदमप्रस्तुतं ?, गुरुराहयद्येवं नरकपातः फलं यज्ञानाम् । स प्राह-कोऽत्र प्रत्ययः ? गुरुराह-सप्तमेऽह्नि आस्वादिताशुचिः कुम्भीपाकेन पक्ष्यस इत्ययं प्रत्ययः, स प्राह-त्वं क्व यास्यसि ? गुरुराह-कृतधर्मो दिवमिति, ततः सक्रोधस्तनिरोधकान् पुरुषान् विधाय शोधिताशेषराजमार्गः स्थितोऽन्तःप्रविष्टः, सप्तमे दिने भ्रान्त्या मारयामि तं दुष्टश्रमणकमिति निर्गच्छतो राजमार्गेऽतिवेगितमालाकारमुक्ता Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૫ पुष्पस्थगिताऽश्वखुराहता प्रविष्टा विष्टा तद्वदने, तदास्वादनाज्जातप्रत्ययत्वादुत्पन्नभयो निवर्तितुमारब्धोऽसौ, ततो विरक्तत्वादानीतजितशत्रुभिः पुनर्ग्रहो भविष्यतीत्यालोच्य गृहीतः सामन्तैः, पक्वः सह श्वभिः प्रक्षिप्य कुम्भे, विलपन्महाक्लेशेन गतो नरकं गुरुरपि प्रतिपाल्य पर्यायं गतो दिवमिति, एवमन्येनापि परिस्फुटो धर्मः कथनीयः ।।१०५।। ટીકાર્ય : નીવાં. કથનીઃ | જીવન જીવ પ્રાણનું ધારણ પણ=મૂલ્ય, તેને કરીને વિનાશનીય જીવિત પણ કરીને, તુરુમિણી નગરીમાં દત્ત એ તુરુમિણીદત તેની આગળ કાલિકાચાર્યથી શરીર પણ ત્યાગ કરાયું, " શબ્દનું વ્યવહિત સંબંધપણું હોવાથી, શબ્દથી સ્વઅભિપ્રાયથી ત્યાગ કરાયું, પરંતુ ત્યક્ત જ નથી અર્થાત્ આ મને મારે તોપણ મારે અસત્ય કહેવું નહિ, એ પ્રકારના અભિપ્રાયથી શરીર ત્યાગ કરાયું, અધર્મ સંયુક્ત પાપસહિતનું વચન, કહેવાયું નહિ જ, આ અક્ષરાર્થ છે. હવે કથાનક છે – તુરામિણી નગરીમાં દત્ત નામે બ્રાહ્મણ મંત્રી રાજ્યને વશ કરીને અને જિતશત્રુ રાજાને ઉઠાડીને અધિષ્ઠિત કરાયું છે. રાજ્ય જેના વડે એવો બહુ યાગોને કરવા લાગ્યો, એકવાર તેના મામા કાલિકાચાર્ય આવ્યા, માતા વડે કહેવાયેલો તેની પાસે ગયો. વંદન કરીને યાગનું ફળ પૂછયું. ગુરુ કહે છે – ધર્મ અહિંસા આદિથી સાધ્ય છે, તે કહે છે – યાગનું ફળ કહો, ગુરુ કહે છે – હિંસા કુગતિનું કારણ છે. તે કહે છે – શું આ અપ્રસ્તુત ? ગુરુ કહે છે – જો એ પ્રમાણે તો યજ્ઞનું ફળ નરકમાં પાત છે. તે કહે છે – અહીં કયો પ્રત્યય =સાબિતી ? ગુરુ કહે છે – સાતમા દિવસે ખવાયેલી છે અશુચિ એવા કુંભીપાક વડે તું પકાવાઈશ, આ પ્રત્યય છે. તે કહે છે – તું ક્યાં જઈશ? ગુરુ કહે છે – કરાયેલા ધર્મવાળો દેવલોક જઈશ, તેથી ક્રોધવાળો એવો તેમના નિરોધક પુરુષોને ચોકીદાર સૈનિકોને, કરીને સાફ કરાયો છે રાજમાર્ગ એવો સાતમા દિવસે ભ્રાન્તિથી તે દુષ્ટ શ્રમણને મારું એ પ્રમાણે રાજમાર્ગમાં જતાને અતિવેગવાળો માળીથી મુકાયેલી પુષ્પથી ઢંકાયેલી અશ્વની બુરાથી ઊડેલી વિષ્ટા તેના મુખમાં પ્રવેશી, તેના આસ્વાદનથી થયેલા પ્રત્યયપણાથી ઉત્પન્ન થયેલા ભયવાળા તેણે પાછા ફરવાનો આરંભ કર્યો. ત્યારપછી વિરક્તપણું હોવાથી લવાયેલા જિતશત્રુ વડે વળી દુઃખે કરીને ગ્રહણ કરવા યોગ્ય થશે, એ પ્રમાણે વિચારીને સામંતો વડે ગ્રહણ કરાયેલો કૂતરાઓની સાથે કુંભમાં નાંખીને મહાક્લેશથી વિલાપ કરતો પકાવાયેલો નરકમાં ગયો. ગુરુ પણ સંયમ પર્યાયને પાલન કરીને દેવલોકમાં ગયા. આ પ્રમાણે અન્ય વડે પણ સ્પષ્ટ ધર્મ કહેવા યોગ્ય છે. 7/૧૦૫ ભાવાર્થ : નિઃસ્પૃહી મુનિઓ ધર્મમાત્રમાં પ્રતિબદ્ધ ચિત્તવાળા હોય છે, તેથી ધર્મની પુષ્ટિ થાય તેવું વચન જ બોલે છે. અધર્મની પુષ્ટિ થાય તેવું વચન ક્યારેય બોલતા નથી. આથી કોઈ શિકારી સુસાધુને પૂછે કે Page #198 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૫-૧૦૬ ૧૭૯ હરણ કઈ દિશામાં ગયું છે, ત્યારે જીવરક્ષા માટે મૃષાવાદ કરે, ત્યારે પણ અન્ય જીવના હિતની ચિંતાથી તે પ્રકારનું વચન બોલે છે. પરંતુ પોતાના સ્વાર્થ ખાતર કે નિર્વિચારકતાથી બોલતા નથી, આથી કાલિકાચાર્યને દત્ત નામના મંત્રીએ પૂછ્યું કે મારા યજ્ઞનું ફળ શું ? ત્યારે પોતાના પ્રાણની પણ ચિંતા કર્યા વગર સત્ય વચન કહ્યું, પણ દત્ત મંત્રીના અસત્ય વચનની પુષ્ટિ થાય તેવું કહ્યું નહિ. એથી એ ફલિત થાય કે જો ગુરુ કહે કે યજ્ઞ સુંદર છે, તો તેમના વચનથી તે યજ્ઞના પાપની અનુમોદના થાય. નિઃશુકતાથી યજ્ઞની પ્રવૃત્તિ થાય, તે સર્વના નિવારણ માટે કાલિકાચાર્યે અહિંસાથી સાધ્ય ધર્મ છે, હિંસા કુગતિનો હેતુ છે, તેમ કહીને યજ્ઞનું ફળ નરકપાત છે, એમ સ્પષ્ટ કહ્યું. આ રીતે તે મહાત્માએ પોતાના અસત્ય વચનથી અધર્મની પુષ્ટિ ન થાય તેવો યત્ન કર્યો. II૧૦પા અવતરણિકા : यस्त्वन्यथा कथयेत्तद्दोषं दृष्टान्तेनाहઅવતરણિકાર્ય - જે વળી અન્યથા કહે=વિપરીત વચન કહે, તેના દોષને દષ્ટાંત દ્વારા કહે છે – ગાથા : फुडपागडमकहेंतो, जट्ठियं बोहिलाभमुवहणइ । जह भगवओ विसालो, जरमरणमहोयही आसि ।।१०६।। ગાથાર્થ : યથાસ્થિત સ્પષ્ટ અને પ્રગટ ધર્મને નહિ કહેતો બોધિલાભને હણે છે. જે પ્રમાણે ભગવાનનો વિશાલ જરામરણ મહોદધિ થયો. ll૧૦૬ ટીકા : स्फुटं व्यक्तं वर्णः, प्रकटमनिगूढार्थतया, स्फुटं च तत्प्रकटं चेति समासः, तमकथयन् यथावस्थितं धर्ममिति गम्यते, किं ? बोधिलाभं प्रेत्य जिनधर्मप्राप्तिरूपमुपहन्ति नाशयति, किंवत् ? यथा भगवतो वीरस्य विशालो विस्तीर्णो, जरामरणे एव बहुत्वान्महोदधिर्जरामरणमहोदधिः स आसीत् । तथाहि-ऋषभदेवपौत्रेण मरीचिना सता प्रव्रज्याभग्नतया कल्पितत्रिदण्ड्यात्मवेषेण ग्लानावस्थायामसंयततया साधुभिरप्रतिचरितत्वात् करोमि किञ्चित्सहायमित्यभिप्रायेण धर्मोपस्थितं कपिलं प्रति यदुक्तं-कपिल ! इहापि अत्रापि इति मत्सम्बन्धिनि साधुसम्बन्धिनि चानुष्ठाने धर्मोऽस्तीत्यर्थः, तन्माहात्म्यादसौ नष्टबोधिः संसारे सागरोपमकोटाकोटी भ्रान्तः पश्चाद् वर्धमानस्वामिभावेनोत्पन्न इति । तदेष भाविभवभ्रमणत्वाद् व्रतादचालीत्, अन्ये तु न चलन्त्येवेति ।।१०६।। Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦-૧૦૭ ટીકાર્ય : ૮ વ્યë » વચેતિ | સ્પષ્ટ=વણ વડે વ્યક્ત, પ્રગટ=અતિગૂઢાર્થપણાથી પ્રગટ અને સ્પષ્ટ એવું તે પ્રગટ, એ પ્રમાણે સમાસ છે, તેને નહિ કહેતા=સ્પષ્ટ અને પ્રગટ એવા યથાસ્થિત ધર્મને નહિ કહેતા, બોધિલાભને=જન્માંતરમાં જિલધર્મની પ્રાપ્તિરૂપ બોધિલાભને, નાશ કરે છે. કોની જેમ નાશ કરે છે ? જે પ્રમાણે ભગવાન વીરનો વિશાલ=વિસ્તીર્ણ, જરા-મરણ જ બહુપણું હોવાથી મહોદધિ જરામરણમહોદધિ તે હતો, તે આ પ્રમાણે – ઋષભદેવના પૌત્ર મરીચિ છતા એવા તેના વડે પ્રવ્રજ્યા ભગ્નપણાને કારણે કલ્પિત ત્રિદંડ્યાત્મવેષથી ગ્લાન અવસ્થામાં અસંતપણાને કારણે સાધુઓ વડે અપ્રતિચરિતપણું હોવાથી કોઈક સહાયને કરું એ અભિપ્રાયથી ધર્મ માટે ઉપસ્થિત થયેલા કપિલ પ્રત્યે જે કહેવાયું – અહીં પણ મારા સંબંધી અનુષ્ઠાનમાં અને આ પણ સાધુ સંબંધી અનુષ્ઠાનમાં ધર્મ છે, તેના માહાભ્યથી આ=મરીચિ, નષ્ટ થયેલા બોધિવાળા સંસારમાં કોડાકોડી સાગરોપમ ભા. પાછળથી વર્ધમાનસ્વામી ભાવથી ઉત્પન્ન થયા, તે કારણથી આ મરીચિ, ભાવિ ભવભ્રમણપણું હોવાથી વ્રતથી ચલાયમાન થયા, બીજા વળી ચલાયમાન થતા નથી જ. ll૧૦૬ ભાવાર્થ : જે મહાત્માઓ ઉપદેશ આપે છે કે શિષ્યને અનુશાસન આપે છે, તેઓ વર્ણો વડે સ્પષ્ટ અને પ્રગટ અર્થવાળા યથાસ્થિત ધર્મને કહેતા નથી, પરંતુ જે તે બાહ્ય કૃત્ય કરવાનું કહે છે અથવા શ્રોતાને ધર્મના વિષયમાં ભ્રમ થાય તેવું કહે છે, તેઓ બોધિલાભનો નાશ કરે છે. જેમ વીર ભગવાને મરીચિના ભવમાં કપિલને અસ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હાથત્રપ એ પ્રમાણે અહીં પણ છે, ત્યાં બોધિલાભનો નાશ કરીને વિશાલ સંસારનું અર્જન કર્યું, સંસારમાં પરિભ્રમણના ભયવાળા ગુરુએ કે ઉપદેશકે શાસ્ત્રમાં દૃષ્ટ હોય અથવા પૂર્વ પુરુષો પાસેથી સંભળાયેલો હોય અને યુક્તિથી નિર્ણાત હોય તેવો સ્પષ્ટ અર્થ કહેવો જોઈએ, યથાતથા કહેવું જોઈએ નહિ, અન્યથા પોતાના નિઃશુક પરિણામને અનુરૂપ સંસારની વૃદ્ધિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ૧૦૬ાા અવતરણિકા : आह च અવતરણિકાર્ય :વળી, કહે છે – ગાથા : कारुण्णरुण्णसिंगारभावभयजीवियंतकरणेहिं । साहू अवि य मरंति, न य नियनियमं विराहिंति ।।१०७।। Page #200 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૭ ગાથાર્થ : કાર્ય, રુદન, શૃંગારભાવ, ભય, જીવિતના અંતકરણ વડે સાધુ મરે છે અર્થાત્ મૃત્યુનો સ્વીકાર કરે છે, પણ પોતાના નિયમની વિરાધના કરતા નથી. ૧૦૭ા ટીકા - कारुण्यादिभिर्न च नैव निजनियममात्मीयव्रतं विराधयन्ति खण्डयन्ति साधव इति सम्बन्धः । तत्र कारुण्यं करुणाभावः, रुदितं स्वजनादिविप्रलपितं, शृंगारभावाः कामोत्कोचकारिणो योषिदादिबिब्बोकाः, भयं राजादेस्त्रासः, जीवितान्तकरणं प्राणप्रहाणसम्पादनं, कारुण्यं च रुदितं चेत्यादि द्वन्द्वः तैरनुकूलप्रतिकूलोपसर्गर्हेतुभूतैरपीत्यर्थः । अपि चेत्यभ्युच्चये, म्रियन्ते त्यजन्ति प्राणान्, न च नैव निजनियमं विराधयन्तीति ।।१०७।। ટીકાર્ય : રુષમિર્ન ... વિરાથીતિ કારુણ્ય આદિ વડે નિજનિયમની આત્મીય વ્રતની, સાધુઓ વિરાધના કરતા નથી=ખંડન કરતા નથી, એ પ્રમાણે સંબંધ છે, ત્યાં કારુણ્ય કરુણાભાવ છે. રુદિત સ્વજનાદિથી વિપ્રલપિત છે, શૃંગાર ભાવો=કામના ઉકેકને કરનારા સ્ત્રી આદિના ચાળાઓ, ભય= રાજા આદિથી ત્રાસ, જીવિતનું અંતકરણ=પ્રાણત્યાગનું સંપાદન, કારુણ્ય અને રુદિત ઈત્યાદિનો દ્વન્દ સમાસ છે. અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગના હેતુભૂત એવા તેઓ વડે પણ=કારુણ્યાદિ વડે પોતાના વ્રતની વિરાધના કરતા નથી, એમ અવય છે. ગપ એ અમ્યુચ્ચયમાં છે, પરંતુ પ્રાણોનો ત્યાગ કરે છે, નિજ નિયમની વિરાધના કરતા નથી જ. I૧૦૭ ભાવાર્થ : સુસાધુ સંસારના ઉચ્છેદના અર્થી છે, તેથી પ્રાણના ભોગે પણ પોતાની લીધેલી પ્રતિજ્ઞાનું સમ્યગુ પાલન કરે છે. કથંચિત્ ભાવની વૃદ્ધિમાં વિઘ્ન થતું હોય તો અપવાદ સેવીને પણ શમભાવની વૃદ્ધિમાં યત્ન કરે છે, આથી હિંસક પ્રાણીથી મૃત્યુનો ભય હોય ત્યારે સમભાવની વૃદ્ધિ થાય તેમ હોય તો મૃત્યુને સ્વીકારે છે અને સમભાવની વૃદ્ધિ અશક્ય જણાય ત્યારે બાહ્ય વિરાધના કરીને વૃક્ષ આદિનો આશ્રય કરે છે, તોપણ મારે શમભાવની વૃદ્ધિમાં અપ્રમાદથી યત્ન કરવો છે, એ રૂપ પોતાના વ્રતની વિરાધના કરતા નથી એવા મહાત્મા કોઈને કરુણાને વશ થઈને પોતાના વ્રતથી વિપરીત પ્રવૃત્તિ કરતા નથી. જેમ ભાષાસમિતિ વિષયક આપેલ દૃષ્ટાંત અનુસાર કોઈ મહાત્મા માતા-પિતાને બોધ કરાવવા જતા હતા, માર્ગમાં ભીલની પલ્લી આવી, સાધુ પાસે ધન હશે તેમ માનીને ભીલે તેમને પલ્લીમાં રાખેલ. કેટલાક સમય પછી તેમને છોડી દીધેલા, ત્યારપછી મહાત્મા માતા-પિતાને બોધ આપવા માટે આગળ જાય છે, ત્યારે તેઓ જાન લઈને આવતા સન્મુખ મળે છે, છતાં તેઓ પ્રત્યે કરુણાનો ભાવ કરી કહેતા નથી, આગળ પલ્લી છે, પરંતુ પોતાના વ્રતની મર્યાદાનુસાર સર્વ વિકલ્પથી પર પોતાના ચિત્તને પોતાના નિયમ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૭–૧૦૮ અનુસાર પ્રવર્તાવે છે. વળી સ્વજન આદિ વિલાપ કરે તેમને વશ થઈને પણ પોતાના નિયમનું ઉલ્લંઘન કરતા નથી. વળી કામને ઉત્પન્ન કરે તેવા શૃંગારાદિ ભાવોને જોઈને પણ પોતાના નિયમનું ઉલ્લંઘન કરતા નથી. વળી રાજાદિથી ભય વર્તતો હોય ત્યારે પણ પોતાના વતની મર્યાદાનું ઉલ્લંઘન કરીને પોતાના જીવિતનું રક્ષણ કરવા યત્ન કરતા નથી, પરંતુ શમભાવની વૃદ્ધિ શક્ય હોય તો પ્રાણના ભોગે પણ નિયમનું પાલન કરે છે. સાધુનાં સર્વ મહાવ્રતો ભાવથી સમભાવની વૃદ્ધિને અનુરૂપ યત્ન સ્વરૂપ છે, તેથી સમભાવના રક્ષણ માટે ક્વચિત્ અપવાદથી બાહ્ય પ્રવૃત્તિના સંયોગ અનુસાર ઉચિત યત્ન કરે તોપણ પરમાર્થથી પોતાના નિયમની વિરાધના કરતા નથી અને જેઓ કરુણાદિ ભાવોને વશ થઈને તે તે પ્રકારની પ્રવૃત્તિ કરે છે, તેઓ અવશ્ય પોતાના નિયમની વિરાધના કરે છે. ll૧૦ના અવતરણિકા : तदेवं स्वयं व्रतदाढ्यं विधेयं तद्वति च प्रमोदः कार्यः, स ह्यतद्वतोऽपि महाफलः, तथा चाहઅવતરણિતાર્થ : આ રીતે=ગાથા-૧૦૭માં કહ્યું એ રીતે, સ્વયં વ્રતનું દઢપણું કરવું જોઈએ અને તદ્વાનમાં=ઢ વ્રતવાળા પુરુષોમાં, પ્રમોદ કરવો જોઈએ અને તે=દઢ વ્રતવાળામાં પ્રમોદ, તડ્વાળાને પણ=વ્રત વગરના જીવોને પણ મહાફલવાળો છે અને તે પ્રકારે કહે છે – ગાથા : अप्पहियमायरंतो, अणुमोयंतो वि सुग्गइं लहइ । रहकारदाणअणुमोयगो मिगो जह य बलदेवो ।।१०८।। ગાથાર્થ : આત્મહિતને આચરતા અને અનુમોદના કરતા સુગતિને પામે છે, જે પ્રમાણે રથકાર, દાનની અનુમોદના કરતો મૃગ અને બળદેવ. ll૧૦૮|| ટીકા : आत्महितं स्वपथ्यं तपःसंयमादिकमाचरन् कुर्वन् सुगतिं स्वर्गादिकां लभते, अनुमोदयन् च दानमानसाभ्यां समर्थयंश्चेति भावः । किंवत् ? रथकारस्तद्दानानुमोदको मृगो हरिणो बलदेवश्चैते यथा सुगतिं लब्धवन्तः, चशब्दस्य व्यवहितसंबंधादित्यक्षरार्थः । भावार्थः कथानकगम्यस्तच्चेदंबलदेवस्य गृहीतप्रव्रज्यस्य विहरतस्तद्रूपदर्शनाक्षिप्तचित्तया कयाचित्तरुण्या निजदारको घटभ्रान्त्या नियम्य रज्ज्वा कूपेऽवतारितः, तं दृष्ट्वाऽहो मे रूपमनर्थहेतुरतो न युक्तो मे ग्रामादिप्रवेश इति Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૮ सम्प्रधायाटव्यां स विजहार । तद्दर्शनदेशनाभ्यां प्रतिबुद्धा बहवोऽटवीसत्त्वाः, मृगश्चैकोऽतिभक्ततया न मुमोच तत्पार्श्वम्, अन्यदा समायातो दारुनिमित्तं रथकारः, समुपस्थितो भिक्षार्थं भोजनकाले मासपारणको बलदेवः, प्रतिलभयितुमारब्धस्तेन चिन्तितं कुरङ्गेण पुण्यवानयं सुलब्धमस्य जन्म योऽमुं महानुभावं पारयति लग्नः । अत्रान्तरे प्रबलपवनप्रेरितार्थच्छिन्नतरुणा निपत्य व्यापादिताः समुत्पन्नास्त्रयोऽपि ब्रह्मलोके महर्द्धिकवैमानिकभावेनेति ।।१०८।। ટીકાર્ય : સાહિતિ ... ભાવેનેતિ | આત્મહિતને સ્વપથ્ય એવા તપ-સંયમ આદિને, આચરતા સુગતિને પ્રાપ્ત કરે છે અને અનુમોદન કરતા=દાન-મન દ્વારા સમર્થન કરતા=દાનથી રથકાર અને મનથી મૃગ સમર્થન કરતા, સુગતિને પ્રાપ્ત કરે છે, કોની જેમ ? એથી કહે છે રથકાર, તેના દાનનો અનુમોદક મૃગ હરણ અને બળદેવ આ ત્રણે જેમ સુગતિને પ્રાપ્ત કરી, ૨ શબ્દનો વ્યવહિત સંબંધ હોવાથી બળદેવ શબ્દ પછી ૨ શબ્દનો સંબંધ કરેલ છે, એ પ્રમાણે અક્ષરાર્થ છે. ભાવાર્થ કથાનકગમ્ય છે અને તે આ છે – ગ્રહણ કરાયેલી છે પ્રāયા જેમના વડે એવા વિહાર કરતા બળદેવ મુનિના તેમના રૂપના દર્શનથી આક્ષિપ્ત ચિત્તવાળી કોઈક સ્ત્રી વડે પોતાનો બાળક ઘડાની ભ્રાંતિથી દોરડાથી બાંધીને કૂવામાં ઉતારાયો, તેને જોઈને અહો ! મારું રૂપ અનર્થનો હેતુ છે. આથી ગામ આદિમાં પ્રવેશયુક્ત નથી, એ પ્રમાણે વિચારીને અટવીમાં વિહાર કર્યો, તેમના દર્શન અને દેશના વડે ઘણા જંગલના પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. એક હરણ અતિભક્તપણાથી તેના પડખાને મૂકતો ન હતો. એકવાર રથકાર લાકડાં માટે આવ્યો, ભોજનકાલ માસના ઉપવાસના પારણાવાળા બળદેવ ભિક્ષા માટે ઉપસ્થિત થયા. તેના વડે રથકાર વડે, વ્હોરાવવાને માટે આરંભ કરાયો, હરણ વડે વિચારાયું – આ પુણ્યવાન છે, આનો જન્મ સફળ છે, જે લગ્ન થયેલો આ મહાનુભાવને પારણું કરાવે છે, એટલામાં પ્રબળ પવનથી પ્રેરાયેલા અર્ધ દાયેલા વૃક્ષ વડે પડીને મરાયેલા ત્રણે પણ બ્રહ્મ દેવલોકમાં મહદ્ધિ વૈમાનિકભાવથી ઉત્પન્ન થયા. /૧૦૮ ભાવાર્થ : જેઓ તપ-સંયમ આદિ સ્વરૂપ સ્વપથ્ય એવું આત્મહિત આચરે છે, તેઓ સ્વર્ગાદિને પ્રાપ્ત કરે છે, જેમ બલભદ્ર મુનિ આત્માના મોહનાશને અનુકૂળ એવા સ્વપશ્ય સ્વરૂપ તપ-સંયમ આચરતા હતા, તેનાથી પાંચમાં દેવલોકને પામ્યા. વળી રથકાર બલભદ્ર મુનિની પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થાય, તે પ્રકારે આત્મહિતને આચરતા દાન આપે છે, તેને પણ સુગતિની પ્રાપ્તિ થઈ અને સાક્ષાત્ તપ-સંયમ આચરવા અસમર્થ એવો અને રથકારની જેમ દાન આપવા માટે અસમર્થ એવો મૃગ રથકારના દાનની અનુમોદના કરતો સુગતિને પામ્યો. આનાથી એ ફલિત થાય કે સાક્ષાત્ આત્મહિતને અનુકૂળ આચરણા કરનારા મહાત્માનું ચિત્ત જેમ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૮-૧૦૯ મોહનાશને અનુકૂળ સ્વશક્તિ અનુસાર પ્રકર્ષવાળું છે, તેમ દાનની ક્રિયા કરનાર રથકારનું પણ ચિત્ત સ્વશક્તિ અનુસાર આત્મહિત કરવા માટે પ્રકર્ષવાળું છે. વળી દાનની અનુમોદના કરનાર હરણનું ચિત્ત ગુણો પ્રત્યે તીવ્ર પક્ષપાત થાય, તેવી અનુમોદનની પરિણતિમાં તીવ્ર યત્નવાળું છે. તેથી ત્રણેય જીવોમાં સમાન રીતે વીર્યનો ઉત્કર્ષ હોવાથી ત્રણેય જીવો બ્રહ્મ દેવલોકમાં મહદ્ધિક દેવ તરીકે ઉત્પન્ન થયા, તેથી શક્તિના પ્રકર્ષથી કૃત્ય સેવવાનો કે અનુમોદનાનો પરિણામ વર્તતો હોય તો બધાનું સમાન ફળ પ્રાપ્ત થાય છે. II૧૦૮ અવતરણિકા : तदेवं सद्गोचरमनुमोदनामात्रमपि महाफलं भवति, असद्विषयस्तु महाक्लेशोऽप्यनर्थक एवेत्याह ૨અવતરણિકાળું: આ રીતે સદ્વિષયક અનુમોદન માત્ર પણ મહાફળવાળું છે. વળી અસદ્વિષયવાળો મહાક્લેશ પણ અનર્થક જ છે અને એ પ્રમાણે કહે છે – ગાથા : जं तं कयं पुरा पूरणेणं अइदुक्करं चिरं कालं । जइ तं दयावरो इह, करेंतो तो सफलयं हुतं ।।१०९।। ગાથાર્થ : જે પૂર્વમાં પૂરણ વડે ચિરકાલ અતિદુષ્કર તેતપ, કરાયું, જો અહીં જિનશાસનમાં, દયાપર એવો તેને કરત તો સફળ થાત. II૧૦૯ll ટીકા : यत्तत्कृतं तप इति शेषः, पुरा पूरणेनेति पूर्वंपूरणनाम्ना श्रेष्ठिना अतिदुष्करं चिरं कालं, यदि तद्दयापरः सनिह सर्वज्ञशासने स्थितोऽकरिष्यत्ततः सफलमभविष्यत्, मोक्षादिसाधकं सम्पद्येत । कथानकं तामलिवद् दृष्टव्यम् ।।१०९।। ટીકાર્ય :ચત .... દૃષ્ટટ્યમ્ જે તે તપ કરાયું, એ પ્રમાણે શેષ છે. કોના વડે કરાયું ? એથી કહે છે – પૂર્વમાં પૂરણ નામના શ્રેષ્ઠિ વડે જે અતિદુષ્કર ચિરકાલ તપ કરાયું, જો તેની દયાપર છતો Page #204 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૯-૧૧૦ ૧૮૫ અહીં=સર્વજ્ઞના શાસનમાં રહેલો, કરત તો સફળ થાત મોક્ષાદિ સાધક થાત, કથાનક તામલિની જેમ જાણવું. ૧૦૯ાા ભાવાર્થ : પૂરણ શ્રેષ્ઠિ ભદ્રક પ્રકૃતિવાળા હતા, આત્મકલ્યાણ માટે અતિદુષ્કર તપ કરતા હતા. છતાં ભગવાનના શાસનના પરમાર્થની પ્રાપ્તિ ન હતી અને તેની મતિ તાપસના અજ્ઞાતધર્મથી વાસિત હતી, તેથી સર્વજ્ઞશાસનના વિવેકપૂર્વક દયાવાળા થઈને તે તપ કર્યો નહિ, તેથી વિશેષ ફળવાળો ન થયો, તે રીતે જ ભગવાનના શાસનમાં સ્થૂલથી સાધુપણું લઈને કષ્ટોને વેઠે છે, જીવોની દયા કરે છે, તોપણ સૂક્ષ્મ બોધ નહિ હોવાથી સાધુ સર્વ આચરણા દ્વારા કઈ રીતે નિગ્રંથભાવ પ્રસ્થિત છે, તેના પરમાર્થને જાણતા નથી, એથી નિગ્રંથભાવને અનુકૂળ બળ સંચય થાય તે પ્રકારે તપ કરતા નથી, તેઓ અતિદુષ્કર તપ કરે, તોપણ એમનો મહાક્લેશ પૂરણની જેમ અનર્થક જ થાય અબહુ ફળવાળો થાય અને જે વિવેકસંપન્ન શ્રાવક છે, તે પણ ભાવસાધુના નિગ્રંથભાવને જોનારા છે, તેથી તે નિગ્રંથભાવની પ્રાપ્તિ થાય તે રીતે શક્તિ અનુસાર સદા શ્રાવકધર્મને પાળીને શક્તિ સંચય કરે છે, તેઓ પણ ભાવના પ્રકર્ષથી મહાફલને પામે છે. આથી જ ભાવસાધુ એવા બળદેવ મુનિ પ્રત્યે બહુમાન ભાવવાળા રથકાર દાનની ક્રિયામાત્રથી પણ મહાફલને પામ્યા અને હરણે પણ બલભદ્ર મુનિના મુનિભાવના પરમાર્થને જાણનાર અને રથકારના દાનના ઉત્તમ પરિણામને જોનાર હોવાથી તે દાનની અનુમોદના માત્રથી સુગતિરૂપ મહાફળને પ્રાપ્ત કર્યું, એથી ધર્મકૃત્યમાં વિવેક બલવાન કારણ છે અને વિવેકી જીવો તપ કરીને સર્વજ્ઞના વચનાનુસાર તે પ્રકારની આત્માની દયા કરે છે, તેઓનો તપ વિશેષ ફળવાળો બને છે. II૧૦૯ અવતરણિકા : सर्वज्ञशासनस्थो हि कारणेऽपवादे वर्तमानोऽपि स्वशक्त्योद्यच्छन्नाराधक एवेत्याहઅવતરણિતાર્થ : સર્વજ્ઞશાસનમાં રહેલો કારણથી અપવાદમાં વર્તતો પણ સ્વશક્તિથી ઉધમ કરતો આરાધક જ છે, એને કહે છે – ગાથા - कारणनीयावासे सुट्टयरं उज्जमेण जइयव्वं । जह ते संगमथेरा, सपडिहेरा तया आसि ।।११०।। ગાથાર્થ - કારણથી નિત્યવાસમાં અત્યંત ઉધમથી યત્ન કરવો જોઈએ, જે પ્રમાણે તે સંગમ સ્થવિર ત્યારે સપ્રાતિહાર્ય હતા. ll૧૧૦ll Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઉપદેશમાલા ભાગ-૧/ ગાથા-૧૧૦-૧૧૧ ટીકા - ___ कारणेन क्षीणजङ्घाबलत्वादिना नित्यावास एकत्र वसनं, तस्मिन् सुष्ठुतरमतिशयेनोद्यमेन यतितव्यं यत्नः कार्यः, एवं हि क्रियमाणे यथा ते सङ्गमस्थविराः सप्रातिहार्या देवतासम्पाद्यातिशयवन्तस्तदासन्, तथान्येऽपि भवन्तीति गम्यते । कथानकं प्राक्कथितमिति ।।११०।। ટીકાર્ય : સાર ... પ્રવિથિમિતિ આ કારણથી =ક્ષીણ જંઘાબલવાદિ કારણથી, નિત્ય આવાસ એક સ્થાને રહેવું, તેમાં અત્યંત ઉદ્યમથી યત્ન કરવો જોઈએ. આ પ્રમાણે કરાતે છતે=જંઘાબળ ક્ષીણ થાય ત્યારે અત્યંત ઉદ્યમથી નિત્યાવાસ થાય એ રીતે કરાય છતે, જે પ્રમાણે તે સંગમ આચાર્ય સ્થવિર સપ્રાતિહાર્યા–દેવતાસંપાઘ અતિશયવાળા, ત્યારે હતા, તે પ્રમાણે અન્ય પણ થાય છે એ પ્રમાણે જણાય છે. કથાનક પહેલાં કહેવાયેલું છે. ૧૧૦ના ભાવાર્થ - સુસાધુએ વીતરાગના વચનાનુસાર ઉચિત કૃત્યો કરીને નિઃસંગતાની પ્રાપ્તિ થાય તેવો જ યત્ન કરવો જોઈએ, અન્ય રીતે યત્ન કરવાથી તેનું કષ્ટમય જીવન અબહુફલવાળું થાય છે. આથી જ ક્ષીણ જંઘાબલ આદિ કારણો ઉત્પન્ન થયાં હોય ત્યારે સાધુએ અત્યંત ઉદ્યમપૂર્વક નિત્યવાસમાં યત્ન કરવો જોઈએ. જેથી એક સ્થાનમાં વસીને સતત ગુણસ્થાનકની વૃદ્ધિમાં યત્ન થઈ શકે. ફક્ત ત્યાં પણ જંઘાબલ અનુસાર એક નગરમાં ક્ષેત્રનું પરાવર્તન આદિ કરીને ક્ષેત્રનો પ્રતિબંધ ટાળવા યત્ન કરવો જોઈએ અને જેઓ શક્તિના પ્રકર્ષથી વિહારમાં ઉદ્યમ કરે છે, તેઓ વિહારના શ્રમથી શ્રાંત થાય છે અને ક્ષીણ જંઘાબળ હોવાના કારણે અને બળથી કરાયેલા વિહારને કારણે શારીરિક ક્લેશોને અનુભવે છે, માનસિક સ્વસ્થતાને પ્રાપ્ત કરી શકતા નથી અને ભગવાનના વચનાનુસાર તે તે ભાવોમાં ઉદ્યમ કરી શકતા નથી, તેમની આચરણા અવિવેકમૂલક હોવાથી વિશિષ્ટ ફલવાળી થતી નથી અને વિવેકી એવા સંગમાચાર્ય તે પ્રકારે સ્થિરવાસ કરીને પણ દેવતાથી સંપાઘ અતિશયવાળા થયા, તેમ અન્ય પણ સાધુઓ ભગવાનના વચનથી ભાવિત થઈને તે પ્રકારે કરે તો તેમના ભાવના પ્રકર્ષથી મહાનિર્જરાને પ્રાપ્ત કરે અને અતિવિશુદ્ધિની પ્રાપ્તિ કરે તો સંગમાચાર્યની જેમ દેવતાસંપાદ્ય અતિશયવાળા થાય. I૧૧ના અવતરણિકા : विपर्ययदोषमाहઅવતરણિકાર્ય :વિપર્યયમાં અકારણે સ્થિરવાસમાં, દોષને કહે છે – Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૧ ૧૮૭ ગાથા : एगंतनियवासी, घरसरणाईसु जइ ममत्तं पि । कह न पडिहंति कलिकलुसरोसदोसाण आवाए ।।१११।। ગાથાર્થ : એકાંત નિયતવાસી ઘરશરણાદિમાં જો મમત્વને પણ કરે તો કેમ કલિ-કલુષ-રોષ દોષોના આપાતમાં ન પડે ?=તેઓ અવશ્ય તે ક્લેશોમાં પડે છે. ll૧૧૧il. ટીકા : एकान्तनित्यवासिनो निष्कारणं सर्वदैकत्रवसनशीलाः, तथा गृहशरणादिषु भवननीवादिषु, आदिशब्दाद् बन्धुजनादिपरिग्रहः, किं ? यदि ममत्वमपि कुर्वन्तीति शेषः, ममेति निपातः, अहमस्य स्वामीत्यर्थे वर्तते । तद्भावस्तत्त्वं तदपि, आस्तां स्वयं करणादिकं, तदा कथं न पतिष्यन्ति पतिष्यन्त्येवेत्यर्थः । क्व ? इत्याह-कलिः कलहः, कलुषं पापं, रोषः क्रोधः, मानाद्युपलक्षणं चैतत्, कलिश्च कलुषं चेत्यादि द्वन्द्वः त एव तेषां वा तज्जनितत्वाद्दोषाः कलिकलुषरोषदोषाः, तेषां य आपातो मीलकस्तस्मिन्निति ।।१११।। ટીકાર્ચ - પાન્તનિત્યવાસિનો .... ક્ષિત્રિતિ | એકાંત નિત્યવાસીઓ=નિષ્કારણ એક સ્થાનમાં વસવાના સ્વભાવવાળા અને ગૃહશરણાદિમાંeભવાનીદ્રાદિમાં, જો મમત્વને પણ કરે છે આદિ શબ્દથી બંધુજન આદિનું ગ્રહણ છે, મમત્વમાં રહેલ મન એ શબ્દ નિપાત છે, હું આનો સ્વામી છું, એ અર્થમાં વર્તે છે, તેનો ભાવ તત્વ=મમત્વ, તે પણ કરે છે, સ્વયં કરણ આદિ દૂર રહો સ્વયં ગૃહ આદિમાં કાર્ય ત કરતા હોય તોપણ જો મમત્વ કરતા હોય તો કેમ પતન પામશે નહિ ? અર્થાત્ પતન પામશે જ, ક્યાં પતન પામશે ? એથી કહે છે – કલિ=કલહ, કલુષત્રપાપ, રોષ=ક્રોધ અને આ=ક્રોધ એ, માન આદિનું ઉપલક્ષણ છે, કલિ અને કલુષ ઈત્યાદિ દ્વન્દ સમાસ છે, તે જ=કલિ-કલુષરોષ તે જ અથવા તેઓનું જતિતપણું હોવાથી દોષો છે =કલિ-કલુષ-રોષદોષો છે, તેઓનો આપાત= મિલક, તેમાં પડે છે. ll૧૧૧] ભાવાર્થ : જે સાધુઓ એકાંત નિત્યવાસી છે=નિષ્કારણ સદા એક સ્થાનમાં વસનારા છે, ક્વચિત્ આજુબાજુનાં સ્થાનોમાં જઈ આવે તોપણ પોતાના નિયત સ્થાનમાં વસનારા છે અને પોતાના સ્થાનમાં સમારકામાદિ કાર્યમાં મમત્વને ધારણ કરનારા છે અને બંધુજન આદિમાં મમત્વને ધારણ કરે છે, તેઓ સાધુવેષમાં હોય, કષ્ટો વેઠતા હોય, તપાદિ બાહ્ય કૃત્યો કરતા હોય તોપણ મમત્વને કારણે પોતાના સ્થાનકૃત કે Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૧-૧૧૨ ભક્તવર્ગાદિ કૃત કલહને પ્રાપ્ત કરે છે, પોતાનાપણાની બુદ્ધિને કારણે પાપનું અર્જન કરે છે, પ્રસંગે તેનો નાશ આદિ થાય તો ક્રોધ-માન આદિ ભાવો કરે છે, તે સર્વે ક્લેશની પ્રાપ્તિ દ્વારા મનુષ્યજન્મને નિષ્ફળ કરે છે, માટે કલ્યાણના અર્થી સાધુએ વિતરાગના વચનનું સ્મરણ કરીને સર્વ ઉદ્યમથી સર્વત્ર મમત્વનો ત્યાગ થાય તે રીતે નવકલ્પી વિહાર કરવો જોઈએ, પોતાનું સ્થાન રાખવું જોઈએ નહિ અને બંધુજન કે ભક્તવર્ગ આદિ પ્રત્યે મમત્વબુદ્ધિ ધારણ કરવી જોઈએ નહિ, જેથી વીતરાગના વચનના પાલનથી પોતાનું ચિત્ત વીતરાગતુલ્ય થવામાં યત્નવાળું થાય. ll૧૧૧ાા અવતરણિકા - किमित्येतदेवमत आहઅવતરણિકાર્ય : કયા કારણથી આ એકાંત નિત્યવાસ, આ પ્રમાણે છેઃકલિ આદિનું કારણ છે ? આથી કહે છે – ગાથા : अविकत्तिऊण जीवे, कत्तो घरसरणगुत्तिसंठप्पं । अवि कत्तिया य तं तह, पडिया असंजयाण पहे ।।११२।। ગાથાર્થ - જીવોને કર્તન કર્યા વગર કેવી રીતે ઘર-શરણ-ગુતિ-સંસ્થાપ્ય થાય? વળી કર્તન કરીને અને કરાવીને તેને તે પ્રમાણે કરતા અસંયતોના પથમાં પડેલા છે. I૧૧૨ાાં ટીકા - अविकर्त्य जीवान, तर्वादीनां छेदादिकमकृत्वेत्यर्थः, कुतः ? गृहशरणगुप्तिसंस्थाप्यं कर्तुं शक्य नैवेति शेषः । तत्र गृहं सदनं, शरणं नीव्र, गुप्तिर्वृतिः प्राकारादिका, गृहं च शरणं चेत्यादिद्वन्द्वः, तासां संस्थाप्यं समारचनीयं पतितादेरित्यर्थः । अतोऽपि सम्भाव्यत एतत्, कर्तित्वा स्वयं, चशब्दाकर्तयित्वा च परैजीर्वान्, तद् गृहादिकं संस्थाप्यं तथा ये कुर्वन्ति, तेऽसंयतानां गृहस्थानां पथि मार्गे पतिता भवन्ति, तत्कर्मकारित्वाद्वेषस्य चाकिंचित्करत्वादिति ।।११२।। ટીકાર્ય : વિસર્ચ .... વર ત્વતિ જીવોને કર્તન નહિ કરીને=વૃક્ષ આદિના છેદાદિ નહિ કરીને, કઈ રીતે ગૃહ-શરણ-ગુપ્તિસંસ્થાપ્ય કરવાનું શક્ય છે ? અર્થાત્ નથી જ, ત્યાં ગૃહ સદન છે, શરણ તીવ્ર છે, ગુપ્તિ પ્રાકાર આદિ કિલ્લો આદિ, વાડ છે, ગૃહ અને શરણ ઈત્યાદિ દ્વન્દ સમાસ છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૨–૧૧૩ ૧૮૯ તેઓનું સંસ્થાપ્ય=પડેલા આદિનું સમારણ, કઈ રીતે થઈ શકે ? અર્થાત્ હિંસા વગર થઈ શકે નહિ, આથી પણ આ સંભાવના કરાય છે, સ્વયં કર્તન કરીને, ૪ શબ્દથી બીજા વડે જીવોનું કર્તન કરાવીને ગૃહાદિ સંસ્થાપ્ય છે, તે પ્રમાણે જેઓ કરે છે, તેઓ અસંયતોના ગૃહસ્થોના, માર્ગમાં પડેલા છે; કેમ કે તેનાં કાર્યો કરવાપણું છે=ગૃહસ્થોનાં કાર્યો કરવાપણું છે. અહીં પ્રશ્ન થાય કે સાધુવેષમાં છે, માટે ગૃહસ્થ નથી એમ કહી શકાશે, એથી બીજો હેતુ કહે છે – અને વેષનું અકિંચિત્કરપણું છે=નિરર્થકપણું છે. In૧૧ાા ભાવાર્થ : ઘરનું નિર્માણ જીવોની હિંસાથી થાય છે, સ્વયં કરે કે બીજા પાસે કરાવે, તોપણ ઘરનું સમારકામ વગેરે સર્વ કૃત્યો હિંસા વગર થતાં નથી, તેથી જે તે પ્રમાણે નિત્યવાસ કરે છે, ગૃહાદિ રાખે છે, તેઓ નિયમા અસંયમમાં પડે છે. ક્વચિત્ તપ-ત્યાગ આદિ આચરણા કરતા હોય, સાધ્વાચાર પાળતા હોય તોપણ ગૃહસ્થની જેમ આરંભ-સમારંભમાં પ્રવૃત્ત હોવાથી અસંયત પથમાં પડેલા છે; કેમ કે વેષમાત્ર અકિંચિત્કર છે. I૧૧થા અવતરણિકા - न केवलं गृहकर्माणि यतेर्दोषाय, किं तर्हि ? तत्सम्बन्धमात्रमपीत्याहઅવતરણિકાર્ય : કેવલ ગૃહસ્થનાં કર્મો યતિને દોષ માટે નથી, પરંતુ તેનો સંબંધ માત્ર પણ દોષ માટે છે, એને કહે છે – ગાથા - थेवोऽवि गिहिपसंगो जइणो सुद्धस्स पंकमावहइ । जह सो वारत्तरिसी, हसिओ पज्जोयनरवइणा ।।११३।। ગાથાર્થ : થોડો પણ ગૃહસ્થનો પ્રસંગ શુદ્ધ યતિને પંકને કર્મરૂપી કાદવને પ્રાપ્ત કરાવે છે, જે પ્રમાણે વાસ્તઋષિ પ્રધોત રાજા વડે હસાયા. I૧૧3I. ટીકા : स्तोकोऽपि गृहिप्रसङ्गो गृहस्थसम्बन्धो यतेः साधोः शुद्धस्य निर्मलस्य पङ मलमावहति सम्पादयति दृष्टान्तमाह-यथासौ वारत्तकऋषिः प्रद्योतनरपतिना, तथान्योऽपि गृहिसम्बन्धाज्जातमालिन्यो हस्यत इत्युपनयः, कथानकं पुनरत्र Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦. ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૩ सुंसुमारनगरे धुंधुमारराजसुतया अङ्गारवत्या वादे तिरस्कृतनिष्कासितया परिवाजिकया दर्शिततद्रूपाऽऽक्षिप्तचित्तेन दूतप्रेषणाऽदानाक्रुद्धनोज्जयिन्या आगत्य चण्डप्रद्योतराजेन रुद्धं तनगरं, विषण्णेन राज्ञा किमत्र भविष्यतीति पृष्टो नैमित्तिकः, स प्राह-निरूप्य कथयामि, ततो गतोऽसौ निमित्तग्रहणार्थं, त्रासितानि तेन रममाणानि डिम्भरूपाणि, इतश्च वारत्तकनामा मुनिस्तत्रैव नागगृहे स्थित आसीत्, तन्मूलं गतानि कथञ्चित्तानि, तेनोक्तं-मा भैषुरिति, इतरेणापि श्रुतं तद्वाक्यं, कथितं च राज्ञः, गृहीत्वा तदर्थं जातावष्टम्भेन तेन दत्वाऽवस्कन्दं गृहीतश्चण्डप्रद्योतः, आनीतश्च स्वगेहमुक्तश्च किमिदानीं भवतः क्रियते ? स प्राह-यद्भवद्गृहमागतानां युज्यते तत्कुरु ? ततो वशीकृतेषु नीचेषु कृपावन्तः सन्त इत्यालोच्य दत्ता अङ्गारवती तस्मै । स तया सह भ्रमन्नगरेऽल्पसामग्रीकं तदवलोक्य तां पृष्टवान् कथमहं गृहीत इति, सा प्राह-निमित्तबलेन, स प्राह-कथं ?, ततः कथितस्तया मुनिवृत्तान्तः । अन्यदा स वारत्तकमुनिर्दर्शितस्तया तस्य, ततोऽसौ लोकसमक्षं हासगर्भं तमब्रवीत् नैमित्तकक्षपक ! नमस्ते । ततः क्व मया निमित्तं प्रयुक्तमित्युपयुक्तो मुनिर्जन्मप्रभृति स्वापराधेषु, आः । ज्ञातं दारक ! मा भीर्दानमिति । ततो जातपश्चात्तापो दत्वालोचनां प्रतिक्रान्त इति ।।११३।। ટીકાર્ય : સ્તોડ ... નિદ્રાન્ત તિ | થોડો પણ ગૃહસ્થનો પ્રસંગ ગૃહસ્થનો સંબંધ, શુદ્ધ યતિને= નિર્મળ સાધુ, કાદવમલ, સંપાદન કરે છે, દગંતને કહે છે – જે પ્રમાણે આ વારત્તક ઋષિ પ્રદ્યોત નરપતિ વડે હસાયા, તે પ્રમાણે અન્ય પણ ગૃહસ્થના સંબંધથી થયેલા માલિત્યવાળા હસાય છે, એ પ્રમાણે ઉપાય છે. કથાનક વળી અહીં છે – સુસુમાર નગરથી ધુંધુમાર રાજાની પુત્રી અંગારવતી વડે વાદમાં તિરસ્કાર કરાયેલી અને પછી કાઢી મુકાયેલી પરિવાજિકા વડે દેખાડાયેલા તેના રૂપથી આક્ષિપ્ત ચિત્તવાળા દૂતનું મોકલવું, નહિ આપવાથી ક્રોધવાળા થયેલા ચંડપ્રદ્યોત રાજા વડે ઉજ્જયિનીથી આવીને તેનું નગર રુંધાયું, વિષાદ પામેલા રાજા વડે અહીં શું થશે? એ પ્રમાણે નૈમિત્તિક પુછાયો. તે કહે છે – જોઈને કહું છું અને ત્યાર પછી નિમિત્ત ગ્રહણ માટે તેના વડે રમતા બાળકો ત્રાસ પમાડાયા અને આ બાજુ વારત્તક નામના મુનિ ત્યાં જ નાગગૃહમાં રહેલા હતા, તે બાળકો કોઈક રીતે તેની પાસે ગયા. તે મુનિ વડે કહેવાયું. ભય ન પામો, ઇતર વડે પણ=નૈમિત્તિક વડે પણ, તે વાક્ય સંભળાયું, તે રાજાને કહેવાયું. તેના અર્થને ગ્રહણ કરીને થયેલા અવખંભવાળાનિશ્ચયવાળા, તેના વડે હુમલો કરીને ચંડપ્રદ્યોત ગ્રહણ કરાયો, પોતાના ઘરે લઈ જવાયો અને કહેવાયો – હમણાં તમારું શું કરાય?તે કહે છે – જે તમારા ઘરે આવેલાનું કરાય તે મારું કરાય. તેથી વશ કરાયેલા નીચામાં સંતો કૃપાવાળા હોય છે, એ પ્રમાણે વિચારીને તેને અંગારવતી અપાઈ, તેણી સાથે નગરમાં ભમતા તેણે અલ્પ સામગ્રીવાળા તે નગરને જોઈને તેણીને પૂછ્યું – હું કેવી રીતે ગ્રહણ કરાયો ? તેણી કહે છે – નિમિત્તના Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૩–૧૧૪ ૧૯૧ બળથી. તે કહે છે – કેવી રીતે? તેથી તેણી વડે મુનિનો વૃત્તાંત કહેવાયો. એકવાર તેણી વડે વારત્તક મુનિ દેખાડાયા. તેથી આ=ચંડ પ્રદ્યોત, હાસ્ય છે ગર્ભમાં જેને એવું લોકોની સમક્ષ તેને કહે છે – હે નૈમિત્તિક શ્રમણ ! તમને નમસ્કાર કરું છું. તેથી મારા વડે ક્યાં નિમિત્ત પ્રયોગ કરાયો ? એ પ્રમાણે મુનિએ જન્મથી માંડીને પોતાના અપરાધોમાં ઉપયોગ મૂક્યો : જણાયું. આથી બાળકને નિમિત્ત અપાયું, તેથી થયેલા પશ્ચાત્તાપવાળા આલોચના કરીને પાછા ફર્યા=પાપથી પાછા ફર્યા. 7/૧૧૩/ ભાવાર્થ - વારત્તક ઋષિ નિઃસ્પૃહી મુનિ હતા. અતિશય નિઃસ્પૃહ થવા માટે પ્રાયઃ સદા ધ્યાનમાં રહીને એકલા વિચરતા હતા અને જિનવચનથી અત્યંત ભાવિત હતા, તેથી એ પ્રકારની વચનસિદ્ધિવાળા હતા, જ્યારે ચંડપ્રદ્યોત સામે રાજાનો જય થશે કે નહિ, તેને જાણવા માટે નૈમિત્તિકે બાળકોને ભયભીત કર્યા, તે બાળકો દોડીને મુનિ પાસે ગયા. મુનિએ કહ્યું – ભય પામો નહિ, એટલો માત્ર સ્નેહનો પ્રસંગ મુનિને પ્રાપ્ત થયો, તેથી સર્વ પ્રકારે શુદ્ધ સંયમ પાળનારા તે મહાત્માને તે અંશમાં સંયમની અશુદ્ધિની પ્રાપ્તિ થઈ અને તેના કારણે ચંડપ્રદ્યોત વડે હસાયા. તેથી જે સુસાધુ છે, છતાં ગૃહસ્થ પ્રત્યે લેશ પણ સ્નેહ સંબંધ રાખે છે, તેઓ વિવેકી પુરુષો પાસે હાસ્યપાત્ર બને છે; કેમ કે ગૃહસ્થના સંબંધથી પોતાનું ચારિત્ર મલિન કરે છે. ll૧૧૩. અવતરણિકા : तदयं सामान्येन गृहस्थसम्बन्धे दोषोऽभिहितः, अधुना विशेषतो युवतिसम्बन्धमवेत्याहઅવતરણિતાર્થ : તે કારણથી ગૃહસ્થના સંબંધમાં સામાન્યથી આ દોષ કહેવાયો પૂર્વગાથામાં કહ્યું તે દોષ કહેવાયો. હવે વિશેષથી સ્ત્રીના સંબંધને આશ્રયીને કહે છે – ગાથા - सब्भावो वीसंभो, नेहो रइवइयरो च जुवइजणे । सयणघरसंपसारो, तवसीलवयाइं फेडेज्जा ।।११४।। ગાથાર્થ : યુવતિજનના વિષયમાં સદ્ભાવ સાધુની વસતિમાં અકાળે આવવું, વિશ્વાસ, સ્નેહ, રતિનો વ્યતિકર, સ્વજન-ઘર વિષયક સંપ્રસાર-વાર્તાલાપ, હે શિષ્ય !તારા શીલવતોને નાશ કરશે. ll૧૧૪ll ટીકા : सद्भावस्तासामकाले वसतौ विद्यमानता, विश्रम्भो विश्वासः, स्नेहो रागः, रतिव्यतिकरो मदनोत्कोचकारिकथाप्रबन्धः, चशब्दोऽनुक्तेङ्गितादिसमुच्चयार्थः । युवतिजने स्त्रीलोकविषये, Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૪-૧૧૫ तथा स्वजनगृहसंप्रसारो बन्धुविषयो भवनविषयश्च । ताभिः सह पर्यालोच इत्यर्थः, किं ? तपःशीलव्रतानि 'फेडेज्ज त्ति' नाशयेत्, तत्र तपोऽनशनादि, शीलमुत्तरगुणाः, व्रतानि मूलगुणाः, यदि वा हे शिष्य ! तव शीलव्रतानि नाशयेदिति ।।११४ ।। ટીકાર્ય : સમાવઃ ... નાશિિત | યુવતિજનમાં સ્ત્રીલોકના વિષયમાં, સદ્ભાવ=વસતિમાં અકાળે તેણીઓની વિદ્યમાનતા, વિશ્રમ્મ=વિશ્વાસ, સ્નેહ=રાગ, રતિવ્યતિકર=કામને પ્રગટ કરનારી કથાનો પ્રબંધ, ૨ શબ્દ અનુક્ત એવા ઇંગિતાદિના સમુચ્ચય અર્થવાળો છે અને સ્વજન અને ઘરનો સંપ્રસાર= સ્ત્રીઓના બંધુના વિષયવાળો અને ઘરના વિષયવાળો તેણીઓની સાથે પર્યાલોચ અર્થાત્ પૃચ્છા આદિ, શું તપ-શીલ વ્રતોને નાશ કરે ? ત્યાં તપ અનશન આદિ છે, શીલ ઉત્તરગુણો છે, વ્રતો મૂળગુણો છે અથવા હે શિષ્ય ! તારાં શીલવ્રતોને નાશ કરશે. ll૧૧૪ ભાવાર્થ : સુસાધુએ ગૃહસ્થની સાથે અલ્પ પણ સ્નેહનો પ્રસંગ ન કરવો જોઈએ, તેમાં વારત્તક ઋષિનું દૃષ્ટાંત બતાવ્યું. હવે વિશેષથી સાધુએ સ્ત્રીના સંસર્ગથી અત્યંત દૂર રહેવું જોઈએ. તે બતાવે છે; કેમ કે વારત્તક ઋષિને તો ગૃહસ્થના પ્રસંગથી અલ્પ મલિનતાની પ્રાપ્તિ થઈ, પરંતુ સ્ત્રીના પરિચયથી તો સંયમ સર્વથા નાશ પામે છે, માટે સુસાધુએ તેમની વસતિમાં અકાલે સ્ત્રીઓના સદ્ભાવનો પરિહાર કરવો જોઈએ. સ્ત્રીઓ તો ન આવે, સાધ્વી પણ અકાલે ન આવે તે રીતે શીલનું રક્ષણ કરવું જોઈએ. સંયમના પ્રયોજનથી કે તત્ત્વ સાંભળવાના પ્રયોજનથી આવે તે તેનો કાલ છે, પરંતુ રાત્રે ન આવે, દિવસે પણ જે તે સમયે તેના આગમનનો પરિહાર કરવો જોઈએ, અન્યથા તે સંબંધને કારણે સાક્ષાત્ કામની વિચારણા ન આવે તોપણ પરસ્પરનો કંઈક વિશ્વાસ, કંઈક સ્નેહ ઇત્યાદિ થાય, જેનાથી સાધુના સંયમનો નાશ થાય. વળી સાધુએ સ્ત્રીઓ સાથે આત્મીયતાથી વિશ્વાસ થાય, તેનાથી પણ દૂર રહેવું જોઈએ. સ્નેહનો પરિણામ કે કામને પ્રગટ કરે તેવા વાર્તાલાપાદિનો પણ પરિહાર કરવો જોઈએ. વળી સ્ત્રીઓના સ્વજન આદિ વિષયક કે ઘરવિષયક કોઈ પ્રસંગમાં વાર્તાલાપ કરવો જોઈએ નહિ. જો સાધુ તે સર્વનો પરિહાર ન કરે તો તેનાં તપ-શીલ-વતો આદિ સર્વ ક્રમસર નાશ પામે છે, માટે બાહ્ય આચરણાથી સંયમની ક્રિયાઓ થતી હોય તોપણ અંતરંગ પરિણતિથી તે તે પ્રકારના સ્નેહના ભાવોની પુષ્ટિ થવાથી ગ્રહણ કરાયેલું સંયમજીવન પણ સર્વથા નિષ્ફળ બને છે. I૧૧૪ અવતરણિકા : अन्यच्च અવતરણિતાર્થ - અને બીજું સાધુએ શું ન કરવું જોઈએ ? તે બતાવે છે – Page #212 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૫ ૧૯૩ ગાથા - जोइसनिमित्तअक्खरकोउयआएसभूइकम्मेहिं ।। करणाणुमोयणेहि य, साहुस्स तवक्खओ होइ ।।११५ ।। ગાથાર્થ : જ્યોતિર્ક-નિમિત્ત-અક્ષર-કૌતુક-આદેશ-ભૂતિકર્મથી અને કરાવણ અને અનુમોદનથી સાધુના તપનો ક્ષય થાય છે. ll૧૧૫ll ટીકા : ज्योतिष्कं ग्रहगणितं, निमित्तं होराज्ञानादि, अक्षराणि मातृकादीनि, कौतुकं स्नपनादि, आदेश= एतद्भविष्यतीत्यादिनिर्णयकरणं, भूतिकर्म रक्षार्थं भूतिक्रिया, मन्त्राद्युपलक्षणं चैतत्, ज्योतिष्कं च निमित्तं चेत्यादि द्वन्द्वः, तैरविषये स्वयं प्रयुज्यमानैः कारणाऽनुमोदनाभ्यां च, तेषां किं ? साधोस्तपःक्षयो भवति, अनशनादितपः कुर्वतोऽपि तन्निरतस्य तन्नश्यति विरुद्धत्वादित्यर्थः । तदिदं विज्ञाय आदित एव एवंविधानुष्ठानैः सङ्गो न कार्यः स हि दुरन्त इति ।।११५ ।। ટીકાર્ચ - ચોતિર્ધા . દુરન્ત તિ | જ્યોતિષ્ક ગ્રહનું ગણિત, નિમિત્ત=ોરાજ્ઞાનાદિ, માતૃકાદિ અક્ષરો, કૌતુક=સ્નાનાદિ, આદેશ="આ થશે' ઈત્યાદિ નિર્ણયનું કરણ, ભૂતિકર્મ=રક્ષા અર્થે ભૂતિક્રિયા, અને આ=ભૂતિકર્મ, મંત્રાદિનું ઉપલક્ષણ છે. જ્યોતિષ અને નિમિત્ત ઈત્યાદિ દ્વન્દ સમાસ છે, તેઓથી= અવિષયમાં સ્વયં પ્રયોગ કરાતા જયોતિષ્ક આદિથી, કારણ અને અનુમોદના દ્વારા=તેઓના કરાવવા અને અનુમોદના દ્વારા, સાધુના તપનો ક્ષય થાય છે. અનશન આદિ તપ કરતા છતાં પણ આમાં વિરત સાધુનો તેeતપ, નાશ પામે છે; કેમ કે વિરુદ્ધપણું છે–તપ અસંગભાવને અનુકૂળ યત્ન સ્વરૂપ છે અને જ્યોતિષ્ક આદિ સંગને અનુકૂળ યત્ન સ્વરૂપ છે, એથી વિરુદ્ધપણું હોવાથી તપ નાશ પામે છે, એમ અવય છે. તે આ જાણીને=ગાથામાં જે કહ્યું તે આ જાણીને, આદિથી જ=સંયમ જીવનના પ્રારંભથી જ, આવા પ્રકારનાં અનુષ્ઠાનોની સાથે સંગ કરવો જોઈએ નહિસાધુએ જ્યોતિષ્ક આદિમાં યત્ન કરવો જોઈએ નહિ, હિં=જે કારણથી, તે=જ્યોતિષ્ક આદિમાં યત્ન, દુરંત છે–ખરાબ ફળવાળો છે. ll૧૧પા. ભાવાર્થ : કોઈ સાધુ જ્યોતિષ્ક, નિમિત્ત આદિ પ્રવૃત્તિ સ્વયં કરતા હોય, કોઈ સ્વયં ન કરતા હોય, પરંતુ શિષ્યાદિને તે પ્રકારે કરાવતા હોય અથવા સ્વયં કરતા-કરાવતા ન હોય, પરંતુ કોઈ કરતા હોય તેને જોઈને તે ઉચિત છે, તેવો અલ્પ પણ પરિણામ કરે તો અનુમોદનાની પ્રાપ્તિ થાય અને સંયમ જીવનના નાશના Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૫-૧૧૬ અંગભૂત જ્યોતિષ્ક આદિમાં લેશ પણ કરણ-કરાવણ-અનુમોદનનો પરિણામ તે સંગની વૃદ્ધિ સ્વરૂપ છે, તેથી સંગના ઉચ્છેદના કારણભૂત વિવેકપૂર્વક કરાયેલા તપનો પણ તે નાશ કરનાર બને છે. તેથી કોઈ સાધુ સંગથી પર થવા માટે ઉચિત વિવેકપૂર્વક અનશનાદિ તપ કરતા હોય અને તેના દ્વારા આત્માને ભાવિત કરીને અસંગભાવના બળનો સંચય કરતા હોય, છતાં કોઈક નિમિત્તે જ્યોતિષ્ઠાદિ વિષયક ત્રણમાંથી કોઈપણ પ્રકારનો પરિણામ થાય, ત્યારે તે સાધુમાં બાહ્ય પદાર્થોના સંગનો પરિણામ પ્રગટે છે. જેથી તપ કરીને જે કાંઈ અસંગ શક્તિનો સંચય કરેલ, તેનો ક્ષય થાય છે, માટે કલ્યાણના અર્થી સાધુએ જ્યોતિષ્ક આદિ કૃત્યોથી દૂર જ રહેવું જોઈએ. l/૧૧પણા અવતરણિકા : आह चઅવતરણિતાર્થ - અને કહે છે – ગાથા : जह जह कीरइ संगो, तह तह पसरो खणे खणे होइ । थेवो वि होइ बहओ, न य लहइ धिई निरंभंतो ।।११६।। ગાથાર્થ - જે જે પ્રકારે સંગ કરે છે, તે તે પ્રકારે ક્ષણે ક્ષણે પ્રસર થાય છે તે તે પ્રકારની અતિપ્રવૃત્તિ રૂપ અસર થાય છે, થોડો પણ સંગ ઘણો થાય છે, નિરોધ કરાતો ગુરુ આદિથી વિરોધ કરાતો, ધૃતિને પામતો નથી. ll૧૧૬ll ટીકા : यथा यथा क्रियते सङ्गः सम्बन्धो दुरनुष्ठानैरिति गम्यते, तथा तथा प्रसरोऽतिप्रवृत्तिरूपः क्षणे क्षणेऽपरापरे काललवे भवति गाढतरं वर्धत इत्यर्थः । बहुः खल्वेवं स्वल्पस्तु न दोषाय इति यो मन्येत तं प्रत्याह-स्तोकोऽपि भवति बहुः, प्रमादस्यानादिभवाभ्यस्तत्वात् । स चाशक्तः, पश्चान्न च नैव लभते धृतिं स्वस्थतां निरुध्यमानो निवार्यमाणो गुर्वादिभिरिति ।।११६ ।। ટીકાર્ય : યથા યથા .. મિિિત છેજે જે પ્રકારે સંગ કરાય છે—દુરનુષ્ઠાનો સાથે સંબંધ કરાય છે=સંયમની વૃદ્ધિનું કારણ ન બને, તેવી આચરણા સાથે સાધુ સંબંધ કરે છે, તે તે પ્રકારે ક્ષણે ક્ષણે અપર અપર કાલલવમાં, અતિ પ્રવૃત્તિરૂપ પ્રસર ગાઢતર વધે છે–તે તે પ્રવૃત્તિ વગર જીવ રહી ન શકે Page #214 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૬-૧૧૭ ૧૫ તેવો પરિણામ સ્થિર થાય છે. બહુ આ પ્રકારે છે–દોષરૂપ છે, પરંતુ સ્વલ્પ સંગ દોષ માટે નથી, એ પ્રમાણે જે માને છે, તેના પ્રત્યે કહે છે – થોડો પણ બહુ થાય છે=પ્રમાદનું અનાદિ ભવ અભ્યસ્તપણું છે અને તે=સંગ કરનાર સાધુ આસક્ત થાય છે. પાછળથી વિરોધ કરાતો ગુરુ આદિ દ્વારા નિવારણ કરાતો, સ્વસ્થતારૂપ વૃતિને પ્રાપ્ત કરતો નથી જ. I૧૧૬il ભાવાર્થ - સાધુએ સંયમની વૃદ્ધિના કારણરૂપ ઉચિત પ્રવૃત્તિને છોડીને અન્ય કોઈ અનુષ્ઠાન સાથે સંગ કરવો જોઈએ નહિ, પરંતુ આત્માની અસંગ પરિણતિ વૃદ્ધિ પામે તેવો જ યત્ન કરવો જોઈએ. આમ છતાં કોઈક સાધુ જે જે પ્રકારે બાહ્ય અનુષ્ઠાનોમાં સંગ કરે છે અર્થાત્ લોકનો પરિચય આદિ બાહ્ય પ્રવૃત્તિનો સંગ કરે છે, તેમ તેમ દરેક ક્ષણે તે પ્રવૃત્તિ કરવાનો પરિણામ ગાઢતર બને છે; કેમ કે જીવનો પ્રસાદ સ્વભાવ અનાદિ અભ્યસ્ત છે, તેથી થોડો પણ બાહ્ય પ્રવૃત્તિનો સંગ ક્રમસર વધતો જાય છે અને જ્યારે તે પ્રવૃત્તિ કરવાનો પરિણામ અત્યંત સ્થિર થાય ત્યારે કોઈ ગીતાર્થ ગુરુ આદિ તે પ્રકારની પ્રવૃત્તિનું નિવારણ કરે તોપણ તે પ્રકારનો સંગનો પરિણામ દઢ થયેલો હોવાથી તે અનુષ્ઠાન વગર તે જીવ ધૃતિ પામતો નથી, માટે સુસાધુએ આત્માના અસંગ પરિણામની વૃદ્ધિ થાય તે રીતે ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થઈને સદા યત્ન કરવો જોઈએ, અન્યથા અલ્પ માત્રામાં તે તે સંગની પરિણતિ ક્યારેક ક્યારેક કરે તોપણ તે પ્રકારની પ્રવૃત્તિ પ્રત્યે જીવનું વલણ ક્રમસર વૃદ્ધિ પામશે, જે સંયમ જીવનના વિનાશનું પ્રબળ કારણ બનશે. II૧૧ાા અવતરણિકા - कथं स्वल्पोऽपि सङ्गो बहुर्भवतीत्याहઅવતરણિતાર્થ - કેવી રીતે સ્વલ્પ પણ સંગ બહુ થાય છે ? એથી કહે છે – ગાથા - जो चयइ उत्तरगुणे, मूलगुणे वि अचिरेण सो चयइ । जह जह कुणइ पमायं, पिलिज्जइ तह कसाएहिं ।।११७।। ગાથાર્થ : જે ઉત્તરગુણોનો ત્યાગ કરે છે, તે સ્વલ્પકાળથી મૂલગુણોનો પણ ત્યાગ કરે છે. જેમ જેમ પ્રમાદ કરે છે, તેમ કષાયોથી પીડાય છે. II૧૧૭ના ટીકા :यस्त्यजति उत्तरगुणान् पिण्डविशुद्ध्यादीन्, मूलगुणानपि प्राणातिपातविरमणादीन्, अचिरेण Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૭ स्वल्पकालेन स त्यजति, यतो यथा यथा करोति प्रमादं शैथिल्यं प्रेर्यते स्वगुणेभ्यः प्रच्याव्यते लब्धावकाशत्वात् तथा कषायैस्तथैव प्रमादवद्वीप्सया स्थिता ये क्रोधादयस्तैरित्यर्थः ।।११७।। ટીકાર્ચ - વચનતિ .... ચર્થ છે જે સાધુ પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણોનો ત્યાગ કરે છે, તે સાધુ અચિરથી=સ્વલ્પકાળથી, મૂલગુણોનો પણ ત્યાગ કરે છે, જે કારણથી જે જે પ્રકારે પ્રમાદ=શૈથિલ્ય કરે છે=સંયમમાં શૈથિલ્ય કરે છે, તે પ્રકારે=તે તે પ્રકારે, કષાયો વડે સ્વગુણોથી પ્રચ્યાવન કરાય છે; કેમ કે લબ્ધઅવકાશપણું છે, તે પ્રકારે જ પ્રમાદની જેમ વીસા હોવાને કારણે તથા તથા બે વખત ગ્રહણ હોવાને કારણે, જે જે ક્રોધાદિ રહેલા છે, તેઓ વડે પ્રચ્યાવન કરાય છે, એમ સંબંધ છે. ll૧૧ના ભાવાર્થ : સુસાધુ અસંગભાવની વૃદ્ધિ માટે પાંચ મહાવ્રતો રૂપે મૂલગુણો અને પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણોનું સતત સમ્યગુ સેવન કરે છે, તેથી સતત સ્વભાવપ્રાણનું રક્ષણ કરીને મૂળ-ઉત્તરગુણોને અતિશય અતિશયતર પ્રાપ્ત કરે છે, આમ છતાં પ્રમાદ દોષને કારણે તે સાધુ કોઈક નિમિત્તે પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણોને ત્યાગ કરે ત્યારે મૂળગુણો વિદ્યમાન રહે છે, છતાં જો તે સાધુ ઉત્તરગુણની અશુદ્ધિથી નિવર્તન ન પામે તો અલ્પકાળમાં મૂળગુણોનો ત્યાગ થાય છે; કેમ કે પિંડવિશુદ્ધિ આદિના ત્યાગને કારણે આત્મામાં જે સંગના પરિણામો થયા, તે પ્રતિદિન વધતા હોવાથી સાક્ષાત્ આચરણાથી મૂળગુણોનો ત્યાગ નહિ હોવા છતાં તે સાધુ તે પ્રકારની સંગની પરિણતિને પામે છે, તેથી ભાવથી મૂળગુણ રહિત બને છે. જેમ ગૃહસ્થ ધનાદિના સંગવાળા છે, તેમ તે સાધુ દેહની અનુકૂળતાના સંગવાળા થાય છે. તેથી પિંડવિશુદ્ધિ આદિમાં ઉપેક્ષા કરે છે અને તે દેહની શાતાનો સંગ તે પ્રકારે પુષ્ટ પુષ્ટતર થાય ત્યારે પોતાના ષકાયના પાલનનો પરિણામ અને કષાયથી આત્માનું રક્ષણ કરવાનો યત્ન નાશ પામે છે. તેથી તે સાધુ મૂળગુણ રહિત બને છે. ઉત્તરગુણના ત્યાગથી મૂળગુણના અભાવની પ્રાપ્તિ કેમ થાય છે, તેમાં યુક્તિ બતાવે છે – જીવ જે જે પ્રકારે સંયમમાં શૈથિલ્યરૂપ પ્રમાદને કરે છે, તે તે પ્રકારે લબ્ધઅવકાશવાળા ક્રોધાદિ કષાયો વૃદ્ધિ પામીને જીવને ગુણથી પ્રચ્યાવન કરે છે. જેમ પ્રથમ ભૂમિકામાં દેહના કંઈક મમત્વના કારણે પિંડ અશુદ્ધિનું સેવન થયું, તેથી કષાયની કંઈક વૃદ્ધિ થઈ અને પ્રતિદિન તે પ્રકારે પિંડની અશુદ્ધિના બળથી કષાયોની વૃદ્ધિ થતી રહે તો અન્ય કષાયોના તિરોધાનપૂર્વક સંજ્વલન કષાયમાં વર્તતા મુનિ ક્રમસર અપ્રત્યાખ્યાનાદિ કષાયોના ઉદયને પ્રાપ્ત કરે છે. જેનાથી મૂળગુણોનો નાશ થાય છે; કેમ કે સંજ્વલનના ઉદયથી અતિચારોનું સેવન થયેલું અને તે અતિચારો વૃદ્ધિ પામીને અપ્રત્યાખ્યાનાદિ કષાયોના ઉદયનું કારણ બન્યા, તેથી સાધુ મૂળગુણ રહિત થાય છે. I૧૧ના Page #216 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૮ અવતરણિકા : व्यतिरेकमाह અવતરણિકાર્ય : વ્યતિરેકને કહે છે=સ્વલ્પ પણ સંગ કર્યા વગર જેઓ ધૃતિબળથી અસંગમાં જાય છે, તેમનો મૂળગુણથી પાત થતો નથી, એ રૂપ વ્યતિરેકને કહે છે ગાથા: ૧૯૭ जो निच्छएण गिues, देहच्चाए वि न य धिइं मुयइ । सो साहेइ सकज्जं, जह चंडवडिंसओ राया । । ११८ ।। ગાથાર્થ ઃ જે સાધુ કે શ્રાવક નિશ્ચયથી=દૃઢ સંકલ્પથી, ગ્રહણ કરે છે=પોતાની ભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન ગ્રહણ કરે છે અને દેહના ત્યાગમાં પણ ધૃતિને મૂકતા નથી, તે સ્વકાર્યને સાથે છે, જે પ્રમાણે ચંદ્રાવતંસક રાજા. ૧૧૮|| ટીકા ઃ यो निश्चयेन गाढं गृह्णाति सदनुष्ठानमिति शेषः, तथा देहत्यागेऽपि शरीरव्ययेऽपि सति न च नैव धृतिं मुञ्चति, स साधयति स्वकार्यं निष्पादयत्यात्मप्रयोजनं, किंवदित्याह-यथा चन्द्रावतंसको राजा, तथा हि उपोषितः स रात्रौ यावत् प्रदीपः प्रज्वलति तावन्मया स्थातव्यमिति प्रतिज्ञाय कायोत्सर्गेण स्थितवान्, दासीदारिकया तु कथं स्वाम्यन्धकारे स्थास्यतीत्यभिप्रायेणाऽपराऽपरतैलप्रक्षेपेण सर्वरजनी प्रज्वालिता । ततः शरीरसौकुमार्यादुपक्रान्तायुष्कोऽचलितसद्ध्यानो गतो देवलोकमिति । । ११८ । । : ટીકાર્થ यो निश्चयेन વેવનોમિતિ ।। જે સાધુ નિશ્ચયથી=અંતરંગ દૃઢ પરિણામથી, ગાઢ સદનુષ્ઠાનને ગ્રહણ કરે છે અને દેહના ત્યાગમાં પણ=શરીરનો નાશ થયે છતે પણ, ધૃતિને મૂકતા નથી, તે સ્વકાર્યને=આત્મપ્રયોજનને, નિષ્પાદન કરે છે, કોની જેમ ? એથી કહે છે જે પ્રમાણે ચંદ્રાવતંસક રાજા. તે આ પ્રમાણે – ઉપવાસવાળા તે=ચંદ્રાવતંસક રાજા, રાત્રિને વિષે ‘જ્યાં સુધી દીવો બળે છે, ત્યાં સુધી મારે રહેવું' એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને કાયોત્સર્ગ વડે રહ્યા, દાસપુત્રી વડે વળી સ્વામી અંધકારમાં કેવી Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૮-૧૧૯ રીતે રહેશે ? એ પ્રકારના અભિપ્રાયથી બીજું-બીજું તેલ નાખવા વડે આખી રાત્રિ દીવો સળગતો રખાયો, તેથી શરીરના સુકુમારપણાને કારણે પૂરા થયેલા આયુષ્યવાળા દેવલોકમાં ગયા. ll૧૧૮ ભાવાર્થ : જે સાધુ કે શ્રાવક સ્વભૂમિકાનું ઉચિત અનુષ્ઠાન સ્વીકારીને તે અનુષ્ઠાનના બળથી અસંગમાં જવા યત્ન કરે છે, તેઓ તે તે અનુષ્ઠાન દ્વારા કષાયોના ઉન્મેલનમાં યત્ન કરે છે અથવા વિતરાગના ગુણોને સ્પર્શવા યત્ન કરે છે અને કોઈક રીતે વિષમ સંયોગો પ્રાપ્ત થાય તોપણ દેહનો ત્યાગ કરીને પણ સ્વીકારાયેલા અનુષ્ઠાનમાં ધૃતિનો ત્યાગ કરતા નથી તેઓ સ્વકાર્યને સાધે છે અર્થાત્ મનુષ્યભવની કાયાનો ત્યાગ થાય તોપણ દઢ સંકલ્પબળના સંસ્કારોને કારણે અને તેનાથી બંધાયેલા શ્રેષ્ઠ પુણ્યને કારણે જન્માંતરમાં યોગસાધક સર્વ શ્રેષ્ઠ સામગ્રીને પ્રાપ્ત કરે છે. જેમ ચંદ્રવર્તસક રાજા રાત્રે અભિભવ કાયોત્સર્ગમાં રહેલા અને સંકલ્પ કરેલો કે “જ્યાં સુધી આ દીવો બળશે, ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહીને શુભ ચિંતવન કરીશ અને દૃઢ પ્રતિજ્ઞાવાળા તે મહાત્મા જ્યારે તેમની દાસી દીવામાં તેલ પૂરીને આખી રાત્રિ દીવો બળતો રાખે છે, ત્યારે પોતાની પ્રતિજ્ઞા અનુસાર શુભ ચિંતવનનો ત્યાગ કર્યા વગર મરણ પ્રાપ્તિ સુધી અંતરંગ ઉદ્યમવાળા રહ્યા. તેથી શ્રેષ્ઠ દેવલોકની પ્રાપ્તિ થઈ, તેમ જે સાધુ નિગ્રંથભાવમાં જવા માટે દઢ પ્રતિજ્ઞા કરીને તેના રક્ષણ માટે સંયમની ઉચિત ક્રિયાઓ કરે છે, તેઓ સંયમકાળમાં ભાવથી નિગ્રંથભાવ પ્રાપ્ત ન થયો હોય તોપણ ગુણસ્થાનકની વૃદ્ધિ દ્વારા સ્વપરાક્રમના બળથી સુખપૂર્વક નિગ્રંથભાવને પ્રાપ્ત કરે છે. જેથી સંસાર પરિમિતિકરણરૂપ સ્વપ્રયોજનની સિદ્ધિ થાય છે. II૧૧૮ અવતરણિકા :किञ्च અવતરણિકાર્ય - વળી વૃતિવાળા પુરુષો સ્વીકાર્યને સાધે છે. તેનો સમુચ્ચય કરતાં કહે છે – ગાથા : सीउण्हखुप्पिवासं, दुस्सेज्जपरीसहं किलेसं च । जो सहइ तस्स धम्मो, जो धिइमं सो तवं चरइ ।।११९।। ગાથાર્થ : શીત-ઉષ્ણ-સુધા-પિપાસા દુશચ્યા પરિષદને અને ક્લેશને જે સહન કરે છે, તેને ધર્મ થાય છે અને જે ધૃતિમાન છે, તે તપને સેવે છે. ll૧૧૯ll ટીકા : शीतं हिमम्, उष्णो धर्मः, क्षुधा बुभुक्षा, पिपासा तृट्, एषां समाहारद्वन्द्वः, तत्, तथा दुःशय्या Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૯-૧૨૦ निम्नोत्रता शयनभूमिः, परीषहा नानारूपाः पीडाः, अत्रापि स एव द्वन्द्वः, तत्, तथा क्लेशं दिव्यादिकृतोपसर्गरूपं, चशब्दः समुच्चये, यः सहते क्षमते तस्य धर्मो भवति, न चैतदविशेषेणोच्यते, किं तर्हि ? यो धृतिमान् निष्पकम्पचित्तः स तपः शीतादिसहनक्लेशादिकं चरत्यनुतिष्ठति । अन्यस्यातहेतुत्वेन धर्मक्षतिकारित्वादिति ।।११९।। ટીકાર્ચ - શીતં . વરિત્નાિિત | શીત=હિમ, ઉષ્ણ=ધર્મ=પરસેવો, સુધા-બુમુક્ષા, પિપાસા-તૃષા, આમતો સમાહાર દ્વન્દ સમાસ છે, તે=શીત-ઉષ્ણ-સુધા-પિપાસારૂપ છે, અને દુઃશય્યા=લીચી-ઊંચી શયન-ભૂમિ, પરિષદો જુદા જુદા રૂપવાળી પીડા, અહીં પણ=દુઃશય્યા અને પરિષહમાં પણ, તે જ દ્વન્દ સમાસ છે, તે=દુશધ્યા અને પરિષહ અને ક્લેશ=દેવ આદિથી કરાયેલા ઉપસર્ગરૂપ ક્લેશ, જે સહન કરે છે, તેને ધર્મ થાય છે. ૨ શબ્દ સમુચ્ચયમાં છે અને આ=જે સહન કરે છે, તેને ધર્મ થાય છે એ, અવિશેષથી કહેવાતું નથી, તો શું ? જે ધૃતિમાનિષ્પકંપ ચિત્તવાળો છે તે, તપનેકશીતાદિ સહન અને કાયક્લેશ આદિ તપને, સેવે છે; કેમ કે અન્યનું ધૃતિ વગરના જીવોના શીતાદિ સહન આદિનું, આર્તધ્યાનાદિ હેતુપણું હોવાથી ધર્મની ક્ષતિ કરવાપણું છે અર્થાત્ વૃતિ વગરના જીવો શીતાદિ સહન કરે, તેનાથી ધર્મની હાનિ થાય છે. ll૧૧૯. ભાવાર્થ - જેઓ સંયમ જીવનમાં શીત-ઉષ્ણ આદિ પરિષહોને સેવે છે અને ક્લેશરૂપ ઉપસર્ગોને સહન કરે છે, તેઓને સર્વત્ર અસંગ પરિણતિરૂપ ધર્મ પ્રગટ થાય છે. વસ્તુતઃ શીતાદિ સહન કરવા માત્રથી ધર્મ થતો નથી, પરંતુ જેઓ ધૃતિમાન છે, તેઓ શીતાદિ પરિષહકાલમાં પણ પોતાના અસંગ ભાવની વૃદ્ધિ થાય, તે પ્રકારે યત્ન કરવા સમર્થ છે. તેઓને પોતાની ધૃતિના બળથી અને તે પ્રકારના પરિષહ-ઉપસર્ગના બળથી નિર્જરાને અનુકૂળ તપની પ્રાપ્તિ થાય છે અને જેઓમાં અંતરંગ નિખૂકંપતારૂપ ધૃતિ નથી, તેઓ શીતાદિને સહન કરે છે અને શીતાદિમાં જ ચિત્ત જતું હોવાથી સંશ્લેષનો પરિણામ થાય છે, તે પીડાથી વ્યાકુળ ચિત્ત થાય છે તોપણ શીતાદિને સહન કરવા યત્ન કરે છે. તેઓમાં અંતરંગ ભાવને અનુકૂળ ધૃતિ નહિ હોવાથી આર્તધ્યાનાદિ થાય છે. જેનાથી શીતાદિ પરિષહ સહન કરવા છતાં પણ ધર્મની ક્ષતિ થાય છે. ll૧૧લી. અવતરણિકા : केवलं सैव धृतिर्विज्ञातसर्वज्ञशासनतत्त्वानामवश्यम्भाविनीति दृष्टान्तेनाहઅવતરણિકાર્ય : કેવલ જણાયું છે સર્વજ્ઞશાસનનું તત્વ જેને એવા જીવોને તે જ વૃતિ અવશ્ય થનાર છે. એ પ્રમાણે દાંતથી કહે છે – Page #219 -------------------------------------------------------------------------- ________________ २०० ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૦ गाथा: धम्ममिणं जाणंता, गिहिणो वि दढव्वया किमुअ साहू ?। कमलामेलाहरणे, सागरचंदेण एत्थुवमा ।।१२०।। गाथार्थ : આ ધર્મને જાણતા ગૃહસ્થો પણ દઢ વ્રતવાળા થાય છે, સાધુનું શું કહેવું? કમલામેલાના ઉદાહરણમાં અહીં સાગરચંદ્રથી ઉપમા છે. ll૧૨૦ll टीs: धर्ममिमं सर्वज्ञप्रणीतं जानन्तो गृहिणोऽपि दृढव्रता भवन्ति, किमुत साधवः ! तैः सुतरां दृढव्रतैर्भाव्यं, तन्मात्रधनत्वादित्यभिप्रायः, कमलामेलाहरणे सागरचन्द्रेणात्रोपमा उपमानं, तथाह्यसौ गृहस्थोऽपि गाढतरनियमो जात इति, अत्र कथानकम्द्वारवत्यां बलदेवपौत्रस्य निषधपुत्रस्य सागरचन्द्रस्य चित्रे नारददर्शितायां नभःसेनकदत्तायां कमलामेलाकन्यकायां जातोऽनुरागातिरेकः, तस्य सर्वं तन्मयं पश्यतः प्रलपतः परिहासतः शाम्बेन स्थगिते नयने, स प्राह-मुञ्च कमलामेले ! शाम्बेनोक्तं-नाहं कमलामेला कन्यका अपि तु कमलामेलः, स तु प्रत्यागतचित्तः प्राह-मीलय तर्हि कमलाम् ? इदानीं छलितत्वानिर्वोढव्येयं प्रतिज्ञेति सञ्चिन्त्य शम्बेन विद्याबलेन विवाहकाले नीत्वोद्यानमुद्वाहिता सा । तेन च प्रद्विष्टो जातो नभःसेनकः सागरचन्द्रोपरि । अन्यदा भगवदरिष्टनेमिपादमूले धर्मं श्रुत्वा प्रतिपन्नाणुव्रतो गाढतरसंवेगात् स्थितः कायोत्सर्गेण श्मशानाभ्यणे सागरचन्द्रः, दृष्टो नभःसेनकेन, चिन्तितमनेन पूरयामि स्वमनोरथान्, ततः कृत्वा मृत्तिकया वेष्टनं पूरितं शिरः प्रज्ज्वलितखदिराङ्गारैः । इतरोऽप्यचलितचित्तो गाढतरं प्रवर्धमानशुभध्यानो विमुच्य देहपञ्जरं गतो दिवमिति ।।१२०।। टीमार्थ :धर्ममिमं ..... दिवमिति ।। साधर्म= A nd us agdi स्थो ५ ६ प्रताप થાય છે, સાધુઓનું શું કહેવું ? તેઓ વડે સાધુઓ વડે અત્યંત દઢ વ્રતવાળા થવા યોગ્ય છે; કેમ કે તત્માત્ર ધનપણું છે=સાધુને ધર્મ માત્ર ધનપણું છે, એ પ્રકારનો અભિપ્રાય છે. અહીં ધૃતિના વિષયમાં, કમલામેલાતા ઉદાહરણમાં સાગરચંદ્રથી ઉપમા છે. તે આ પ્રમાણે – આ=સાગરચંદ્ર, ગૃહસ્થ હોવા છતાં પણ ગાઢતર નિયમવાળા થયા. અહીં કથાનક છે – દ્વારવતી નગરીમાં બલદેવના પૌત્ર નિષધના પુત્ર એવા સાગરચંદ્રને ચિત્રમાં નારદ વડે દેખાડાયેલી નભસેનકને Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૦-૧૨૧ ૨૦૧ અપાયેલી કમલામેલા કન્યામાં અનુરાગનો અતિરેક થયો, સર્વ તન્મય=કમલામેલામય, જોતા, પ્રલાપ કરતા એવા તેનાં બે નયનો શાંબ વડે પરિહાસથી ઢંકાયાં, તે કહે છે હે કમલામેલા ! છોડી દે, શાંબ વડે કહેવાયું – હું કમલામેલા કન્યા નથી, પરંતુ કમલામેલો છું, તે વળી પાછા ફરેલા ચિત્તવાળો=કમલામેલાના ધ્યાનથી પાછા ફરેલા ચિત્તવાળો, કહે છે તો કમલાને મેળવી આપ. હમણાં છલપણાથી આ પ્રતિજ્ઞા વહન કરવી જોઈએ, એ પ્રમાણે વિચારીને શાંબ વડે વિદ્યાના બળથી વિવાહકાળમાં ઉદ્યાનમાં લઈ જઈને તે પરણાવાઈ. તેથી નભઃસેનક દ્વેષવાળો થયો. એકવાર ભગવાન અરિષ્ટનેમિ પાસે ધર્મ સાંભળીને સ્વીકારાયાં છે અણુવ્રત એવો સાગરચંદ્ર ગાઢતર સંવેગથી સ્મશાન પાસે કાયોત્સર્ગ વડે રહ્યો. નભઃસેનક વડે જોવાયો, આના વડે વિચારાયું – આજે પોતાના મનોરથોને પૂર્ણ કરું છું, તેથી માટી વડે પાઘડી કરીને સળગતા ખેરના અંગારાથી મસ્તક પુરાયું. બીજો પણ સાગરચંદ્ર પણ, નહિ ચલાયમાન થયેલા ચિત્તવાળો, ગાઢતર વધતા શુભધ્યાનવાળો દેહરૂપી પાંજરાને મૂકીને દેવલોક ગયો. ૧૨૦ ભાવાર્થ: જેઓ ભગવાનના શાસનના સારને પામેલા છે, તેઓને સર્વ કલ્યાણની પરંપરાનું એક કારણ સ્વીકારેલાં વ્રતો અનુસાર ભાવોમાં અપ્રમાદથી યત્ન કરવો જોઈએ, તેમ દેખાય છે, તેઓ જ્યારે જે વ્રત ગ્રહણ કરે છે, તે વ્રતના પાલન દ્વારા નિષ્પાદ્ય ભાવોમાં દૃઢ યત્ન કરવા માટે પ્રાણનો પણ ત્યાગ કરે છે, તેમાં સાગરચંદ્રની ઉપમા આપી છે અર્થાત્ સાગરચંદ્રએ પૌષધ પ્રતિમામાં દૃઢ ઉદ્યમ કર્યો, ત્યારે મરણાંત ઉપસર્ગમાં પણ પ્રવર્ધમાન શુભ ધ્યાનવાળા તે મહાત્મા પોતાની પ્રતિજ્ઞાથી ચલાયમાન થયા નહિ. આ પ્રકારે ભાવન કરીને કલ્યાણના અર્થીએ દઢ પ્રતિજ્ઞાવાળા થવા યત્ન કરવો જોઈએ. II૧૨૦/I અવતરણિકા : अत्रैवार्थे दृष्टान्तान्तरमाह અવતરણિકાર્ય : આ જ અર્થમાં દૃષ્ટાન્તાન્તરને કહે છે=દૃઢ સત્ત્વવાળા પ્રાણના ભોગે વ્રતના પરિણામનો ત્યાગ કરતા નથી એ જ અર્થમાં દૃષ્ટાન્તાન્તરને કહે છે ગાથા: देवेहिं कामदेवो, गिही वि न वि चाइओ तवगुणेहिं । मत्तगयंदभुयंगमरक्खसघोरट्टहासेहिं ।। १२१ ।। ગાથાર્થ ઃ મત્તગજેન્દ્ર-સાપ-રાક્ષસના ઘોર હાસ્યવાળા દેવ વડે ગૃહસ્થ એવો પણ કામદેવ તપગુણોથી ત્યાગ કરાઈ શકાયો નહિ. ||૧૨૧ાા Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૧-૧૨૨ ટીકા : देवस्य एते तत्कृतत्वादेवाः, तैः कामदेवश्चम्पायां श्रावको गृह्यपि न च नैव 'चाइओ त्ति' शकितस्तपोगुणेभ्यश्चालयितुमिति शेषः । कैर्देवैरित्याह-मत्तगजेन्द्र-भुजङ्गम-राक्षसघोराट्टहासैः, तथाहि-शक्रवर्णनाऽश्रद्धानागतेन देवेन स कायोत्सर्गस्थो वैक्रियगजादिभिः कदीमानोऽपि न क्षोभं गतो दृढव्रतत्वात् । साधवस्तु नितरामक्षोभवन्तो विशिष्टतरविवेककलितत्वात् ।।१२१।। ટીકાર્ય : તેવી નિતત્વાન્ ા દેવતા આ છે=ઉપસર્ગો છે, તત્કૃતપણું હોવાથી દેવ સંબંધી છે, તે ઉપસર્ગો વડે કામદેવ=ચંપામાં શ્રાવક ગૃહસ્થ પણ તપગુણોથી ત્યાગ કરાવાયો નહિ=ચલાયમાન કરવા સમર્થ થયો નહિ, દેવ સંબંધી કયા ઉપસર્ગો વડે ? એથી કહે છે – મતગજેન્દ્ર-સાપરાક્ષસના ઘોર અટ્ટહાસ્યવાળા ઉપસર્ગો વડે ચલાયમાન કરવા સમર્થ થયો નહિ. તે આ પ્રમાણે – શક્રતા વર્ણનમાં અશ્રદ્ધા કરતા આવેલા દેવ વડે કાયોત્સર્ગમાં રહેલા તે કામદેવ વૈક્રિય હાથી આદિથી કદર્થના કરતા પણ ક્ષોભને પામ્યા નહિ; કેમ કે દઢવ્રતપણું હતું, વળી સાધુઓ તો અત્યંત અક્ષોભવાળા હોય છે, કેમ કે વિશિષ્ટતર વિવેકથી યુક્તપણું છે. I૧૨ના ભાવાર્થ : કામદેવ શ્રાવક દેહ આદિ પદાર્થોથી આત્મા ભિન્ન છે, એ પ્રકારના વિવેકથી યુક્ત હતા, તોપણ ગૃહસ્થ અવસ્થામાં હોવાથી સ્વજન-પરિગ્રહ વગરના નહિ હોવાથી તેમને તેવું પ્રજ્વલિત ભેદજ્ઞાન ન હતું, જેવું સુસાધુને હોય છે. આથી જ સુસાધુ સર્વ ભોગસામગ્રીનો ત્યાગ કરીને દેહને પણ ધર્મના ઉપકરણ માત્રરૂપે ધારણ કરે છે. એથી સુસાધુઓ વિશિષ્ટતર વિવેજ્યુક્ત છે, તે અપેક્ષાએ અલ્પવિવેકથી યુક્ત એવા પણ કામદેવ શ્રાવક ધ્યાનરૂપ તપમાં રહીને વિશિષ્ટ વિવેક પ્રગટ કરવા યત્ન કરતા હતા, તે વખતે કોઈક દેવ તેમની પરીક્ષા કરવા માટે આવે છે અને મત્ત હાથી વગેરેના અનેક ઉપસર્ગો કરે છે, તોપણ દઢ પ્રતિજ્ઞાવાળા કામદેવ તે ઉપસર્ગોથી ચલાયમાન થયા નહિ, પરંતુ ઉપસર્ગકાળમાં પણ સ્વીકારાયેલા ધ્યાનમાં જ દઢ યત્ન કરીને આત્માને તત્ત્વથી વાસિત કરતા હતા, તેથી વિશિષ્ટ વિવેકથી યુક્ત એવા સાધુએ તો અત્યંત અક્ષોભવાળા થવું જોઈએ. ll૧૨ના અવતરણિકા: अविवेकिनस्त्वकृतापराधेऽपि प्राणिगणे कुप्यन्ति । तद्द्वारेण चाभुक्तभोगा अप्यनर्थकं कुगतौ पतन्तीति, आह चઅવતરણિયાર્થ: અવિવેકી જીવો તો અતિ અપરાધવાળા પણ પ્રાણીગણમાં કોપ કરે છે, તેના દ્વારા અભક્ત ભોગવાળા પણ અનર્થક કુગતિમાં પડે છે અને કહે છે – Page #222 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૨ ૨૦૩ ગાથા : भोगे अभुंजमाणा वि, केई मोहा पडंति अहरगई । कुविओ आहारत्थी, जत्ताइ जणस्स दमगो व्व ।।१२२।। ગાથાર્થ : ભોગોને નહિ ભોગવતા પણ કેટલાક મોહથી અધોગતિમાં પડે છે, જેમ આહારનો અર્થી દ્રમક યાત્રામાં લોકો ઉપર કુપિત થયેલો અધોગતિમાં પડ્યો. II૧૨IL ટીકા - भोगान् शब्दादीनभुजाना अपि अननुभवन्तोऽपि केचित्प्राणिनो मोहादज्ञानात्पतन्ति यान्ति अधरगतिं नरकमित्यर्थः, कुपितः क्रुद्ध आहारार्थी भोजनप्रार्थको यात्रायामुत्सवे जनस्योपरि द्रमकवद् रङ्क इवेत्यक्षरार्थः । कथानकमधुना राजगृहे महोत्सवे गते वैभारगिरिसमीपमुद्यानिकायां लोके भिक्षामलभमानः कश्चिद्रकः श्रुत्वा रक्षकेभ्यो गतस्तत्रैव । तत्रापि प्रमत्ततया लोकस्याऽलब्धभक्ष्यस्य जातोऽस्य तीव्रः कोपः, चूर्णयाम्येनं सर्वं दुरात्मानं जनमिति चिन्तयंश्चटितः पर्वतं, खनित्रेणोन्मूलितो गण्डशैलः, तेन च पतता प्रवर्धमानरौद्रध्यानश्चूर्णितो गतः सप्तमनरकपृथिवीं, लोकस्तु नष्ट इति ।।१२२।। ટીકાર્ય - મો . નખ રૂતિ શબ્દાદિ ભોગોને નહિ ભોગવતા પણ=નહિ અનુભવતા પણ, કેટલાક પ્રાણીઓ મોહથી=અજ્ઞાનથી, અધરગતિને=નરક ગતિને, પ્રાપ્ત કરે છે, આહારનો અર્થી=ભોજનની પ્રાર્થના કરનારા, યાત્રામાંsઉત્સવમાં, લોકો ઉપર કુપિત થયેલા દ્રમુકની જેમ=કની જેમ, એ પ્રમાણે અક્ષરાર્થ છે. હવે કથાનક છે – રાજગૃહમાં મહોત્સવમાં ગયેલો લોક હોતે છતે ભિક્ષાને નહિ પ્રાપ્ત કરતો કોઈક રંક આરક્ષકો પાસેથી સાંભળીને વૈભારગિરિ પાસેની ઉદ્યાનિકામાં જ ગયો. ત્યાં પણ લોકના પ્રમત્તપણાથી નહિ પ્રાપ્ત કરેલી ભિક્ષાવાળા આને તીવ્ર કોપ થયો. આ સર્વ દુરાત્મા લોકોને ચૂર્ણ કરી નાખું, એ પ્રમાણે વિચારતો પર્વત ઉપર ચડ્યો, કોદાળા વડે મોટો પથ્થર ઉખાડાયો અને પડતા એવા તેના વડે=પથ્થર વડે, વધતા રોદ્ર ધ્યાનવાળો ચૂર્ણ કરાયેલો સાતમી નરકમાં ગયો. વળી લોકો નાસી ગયા. //૧રર. ભાવાર્થ : પૂર્વમાં વિવેકી જીવો વિવેકને અતિશય કરવા માટે કઈ રીતે દઢ પ્રતિજ્ઞામાં રહે છે, તે કામદેવના દૃષ્ટાંતથી બતાવ્યું, હવે જેઓને વિવેક પ્રગટ્યો નથી, તેવા જીવો પાપના ઉદયને કારણે ભોગોને પ્રાપ્ત Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૨-૧૨૩ કરી શકતા નથી, તેથી ભોગોને નહિ ભોગવતા પણ ભોગોની લિસાવાળા જીવો ક્લિષ્ટ ભાવોને કરીને નરકગતિને પામે છે. જેમ આહારનો અર્થી દ્રમક નગરમાં આહારની પ્રાપ્તિ નહિ થવાથી યાત્રામાં ગયેલા લોકો પાસેથી આહાર મેળવવા ત્યાં જાય છે અને ત્યાં ભિક્ષા નહિ મળવાથી લોકો ઉપર કુપિત થયેલો તે લોકોને મારવાના અધ્યવસાયવાળો પર્વત ઉપરથી શલાને ફેંકે છે અને સ્વયં મરીને સાતમી નરકે જાય છે, તેથી સંસારી જીવો અવિવેકને કારણે નિમિત્તો અનુસાર ક્લિષ્ટ ભાવો કરીને દુર્ગતિમાં જાય છે, માટે વિવેકી પુરુષોએ ધૃતિબળથી એવાં દૃષ્ટાંતોનું ભાવન કરીને વિવેકની વૃદ્ધિ થાય તે પ્રકારે જ સદા યત્ન કરવો જોઈએ. ll૧૨શા અવતરણિકા: तदिदमविवेकविजृम्भितं विज्ञाय लब्धे विवेके तत्र यत्नः कार्य इति । आह चઅવતરણિકાર્ય : તે આ અવિવેકના વિલાસને=વગર ભોગવે પણ જીવો અવિવેકથી દુર્ગતિમાં પડે છે, એ અવિવેકના કાર્યને, જાણીને વિવેક પ્રાપ્ત કરાવે છતે ત્યાં=વિવેકના અતિશયમાં, યત્ન કરવો જોઈએ અને કહે છે – ગાથા : भवसयसहस्सदुलहे, जाइजरामरणसागरुत्तारे । जिणवयणमि गुणायर !, खणमवि मा काहिसि पमायं ।।१२३।। ગાથાર્થ : લાખો ભવમાં દુર્લભ જન્મ-જરા-મરણરૂપ સાગરથી ઉતારનાર એવા જિનવચનમાં હે ગુણાકર ! ક્ષણ પણ પ્રમાદ કર નહિ. I૧૨૩ ટીકા : भवशतसहस्रदुर्लभे जन्मलक्षदुष्प्रापे, जातिजरामरणसागरोत्तारे मोक्षरूपतटप्रापकत्वात्, जिनवचने सर्वज्ञभाषिते गुणाकर ! ज्ञानाद्युत्पत्तिस्थान इत्युत्साहनाय सबहुमानं शिष्यामन्त्रणं, क्षणमपि स्वल्पकाललवमपि मा कार्षीः प्रमादं शैथिल्यम्, अपि तु तद्ग्रहणात्तदुक्तकरणोद्योगं विदध्या इति ૨૨રૂા ટીકાર્ચ - ભવશત .... વિધ્યા રતિ લાખો ભવમાં દુર્લભ=લાખ જન્મમાં દુઃખે કરીને પ્રાપ્ત કરી શકાય એવું, જાતિ-જરા-મરણરૂપ સાગથી ઉતારનાર=મોક્ષરૂપ તટનું પ્રાપકપણું હોવાથી જન્મ-જરા Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૩-૧૨૪ ૨૦૫ મરણરૂપ સાગરથી ઉતારનાર, જિતવચનમાં=સર્વજ્ઞભાષિત વચનમાં, હે ગુણાકર શિષ્ય ! ક્ષણ પણ=સ્વલ્પકાળ લવ પણ, પ્રમાદ=શૈથિલ્યને, તું કર નહિ, પરંતુ તેના ગ્રહણથી-જિનવચતતા ગ્રહણથી, તેના કહેવા અનુષ્ઠાનના કરણમાં ઉદ્યોગને તું કર, ગુણાકર એ સંબોધન કેમ કહ્યું ? એ સ્પષ્ટ કરે છે – જ્ઞાનાદિ ઉત્પત્તિનું સ્થાન એવા હે શિષ્ય ! એ પ્રકારે ઉત્સાહ કરવા માટે બહુમાન સહિત શિષ્યને આમંત્રણ છે. ll૧૨૩ ભાવાર્થ : અનંતકાળથી જીવ સંસારમાં હોવા છતાં અત્યાર સુધી ભગવાનનું વચન પ્રાપ્ત કરી શક્યો નથી, તેથી કોઈક રીતે જિનનું વચન પ્રાપ્ત થયા પછી પ્રમાદ કરે તો લાખો ભવ સુધી તેની પ્રાપ્તિ દુર્લભ થાય છે, વળી તે જિનવચન જન્મ-જરા-મરણરૂપ સાગરમાંથી બહાર કાઢીને મોક્ષતટને પ્રાપ્ત કરાવે તેવું છે; કેમ કે સંસારસાગરના પરિભ્રમણનું બીજ અજ્ઞાન છે, તેના કારણે બાહ્ય પદાર્થો પ્રત્યેના સંશ્લેષથી જન્ય કષાયોનું કાળુષ્ય છે અને જેઓ જિનવચનના પરમાર્થને જોનારા છે, તેઓને જિનવચન કઈ રીતે જિનતુલ્ય થવાનું કારણ છે, તેનું રહસ્ય દેખાય છે તેવા જીવો જિનવચનના પરમાર્થને જાણ્યા પછી પણ જો પ્રમાદ કરે તો પ્રાપ્ત થયેલું જિનવચન ઘણા ભવો સુધી પ્રાપ્ત થાય નહિ, તેથી શિષ્યને ઉત્સાહિત કરવા માટે કહે છે – હે ગુણાકર ! શિષ્ય ! જિનવચનને પ્રાપ્ત કર્યા પછી તેના સૂક્ષ્મ રહસ્યને પ્રાપ્ત કરવા માટે અને તેનાથી થયેલા બોધ અનુસાર ઉચિત યત્ન કરીને મોહ નાશ કરવા માટેના ઉદ્યમમાં તે લેશ પણ પ્રમાદ કર નહિ; કેમ કે જો પ્રમાદવશ આ મનુષ્યભવ પૂર્ણ થશે તો ફરી જિનવચનની પ્રાપ્તિ અતિદુર્લભ થશે. આનાથી એ ફલિત થાય કે જે જીવોને જે પ્રકારની મન-વચન-કાયાની શક્તિ પ્રાપ્ત થઈ છે અને જે પ્રકારે પદાર્થને જાણવાને અનુકૂળ મતિજ્ઞાનનો ક્ષયોપશમ છે, તે મતિજ્ઞાનથી વૈર્યપૂર્વક જિનવચનને જાણવા માટે યત્ન કરવો જોઈએ અને જિનવચન કઈ રીતે સર્વ અનુષ્ઠાનો વીતરાગતાનું કારણ બને તે રીતે સાધવાનું કહે છે, તેના પરમાર્થને જાણીને શક્તિ અનુસાર તે બોધને સ્થિર કરવો જોઈએ અને પોતાની શક્તિનું આલોચન કરીને પોતાની શક્તિ અનુસાર તે તે ઉચિત અનુષ્ઠાન સેવવું જોઈએ. જેથી ગુણની વૃદ્ધિ દ્વારા પ્રાપ્ત થયેલું જિનવચન કલ્યાણનું કારણ બને. II૧૨૩ અવતરણિકા :प्रमादस्य च रागद्वेषौ हेतू, यत आह અવતરણિકાર્ય : અને પ્રસાદના રાગ-દ્વેષ હેતુ છે, જે કારણથી કહે છે – Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૪ ગાથા : जं न लहइ सम्मत्तं, लद्भूण वि जं न एइ संवेगं । विसयसुहेसु य रज्जइ, सो दोसो रागदोसाणं ।।१२४ ।। ગાથાર્થ : જે કારણથી સમ્યક્તને પ્રાપ્ત કરતો નથી, પ્રાપ્ત કરીને પણ જે કારણથી સંવેગને પ્રાપ્ત કરતો નથી અને વિષયસુખોમાં રંજિત થાય છે, તે રાગ-દ્વેષનો દોષ છે. ll૧૨૪ll ટીકા : यन्न लभते सम्यक्त्वं तत्त्वार्थश्रद्धानरूपं, लब्ध्वापि यनैति न गच्छति संवेगं मोक्षाभिलाषं, विषयसुखेषु च शब्दादिजनितेषु रज्यते प्रसक्तो भवति यत्स दोषोऽपराधो रागद्वेषयोः नान्यस्य, तयोरेव जीवान्यथात्वकारित्वादिति ।।१२४ ।। ટીકાર્ય : પન્ન નખતે .... ક્ષત્વિાતિ કારણથી તત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્તને જીવ પ્રાપ્ત કરતો નથી, વળી જે કારણથી પ્રાપ્ત કરીને પણ=સમ્યક્તને પ્રાપ્ત કરીને પણ, મોક્ષાભિલાષરૂપ સંવેગને પામતો નથી અને જે કારણથી શબ્દ આદિથી ઉત્પન્ન થયેલા વિષયસુખોમાં રાગ કરે છે–પ્રસક્ત થાય છે, તે દોષ=અપરાધ, રાગ-દ્વેષનો છે, અવ્યવો નહિ; કેમ કે તે બે જ જીવવા અન્યથાત્વનું કરવાપણું છે જીવને વિપરીતરૂપે કરે છે. ll૧૨ના ભાવાર્થ : જીવમાત્ર સુખના અર્થી છે અને સુખ આત્માની નિરાકુળ પ્રકૃતિ છે, છતાં પણ જે જીવોમાં બાહ્ય પદાર્થો વિષયક તીવ્ર સંશ્લેષ છે, તેના કારણે ઇષ્ટ પદાર્થોમાં રાગ અને અનિષ્ટ પદાર્થોમાં દ્વેષ વર્તે છે, તેઓને આત્માનું નિરાકુળ સ્વરૂપ આત્મા માટે તત્ત્વ છે અને તેને પ્રાપ્ત કરવું એ જ મારું મુખ્ય પ્રયોજન છે, એ પ્રકારે તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્તની પ્રાપ્તિ થતી નથી, તેમાં તે જીવોમાં વર્તતો રાગવેષનો પરિણામ કારણ છે અને કોઈક રીતે કોઈક જીવમાં રાગ-દ્વેષ કંઈક મંદ થાય છે, એથી તત્ત્વાર્થની શ્રદ્ધા પ્રગટ થાય છે, તોપણ તે જીવો સંવેગને પ્રાપ્ત કરતા નથી, જો કે સમ્યગ્દષ્ટિ જીવને સતત મોક્ષનો અભિલાષ હોય છે, તોપણ અવિરતિઆપાદક તીવ્ર રાગ-દ્વેષ વિદ્યમાન હોય અને તેના કારણે હિતમાં પ્રમાદ આપાદક રાગ-દ્વેષ પ્રવર્તતા હોય ત્યારે સમ્યગ્દષ્ટિ જીવ પણ ભોગાદિને ત્યાગ કરીને વિરતિમાં પ્રયત્ન કરવા ઉત્સાહિત થતો નથી, તે પ્રકારનો સંવેગ તે જીવોને પ્રાપ્ત થતો નથી. તેમાં પણ કારણ તેઓમાં વર્તતા રાગ-દ્વેષ જ છે, વળી કોઈક રીતે મોક્ષના અભિલાષવાળા થઈને દેશવિરતિ કે સર્વવિરતિ ગ્રહણ કરે તોપણ ઇન્દ્રિયોના શબ્દાદિ જનિત વિષયોમાં તેઓને પ્રીતિ થાય છે, તેમાં પણ તેઓમાં વર્તતા Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૪-૧૨પ રાગ-દ્વેષ જ કારણ છે. આથી જ ભાવથી મુનિભાવને પામેલા પણ જીવો અનુકૂળ વિષયોને પ્રાપ્ત કરીને તેમાં સંશ્લેષ પામે છે, ત્યારે ચારિત્રને મલિન કરે છે. યાવતું ચારિત્રથી પતન પામે છે, તે સર્વ અપરાધ જીવમાં વર્તતા રાગ-દ્વેષના પરિણામનો છે; કેમ કે રાગ-દ્વેષનો પરિણામ જીવમાં તે પ્રકારની વિકૃતિને કરે છે, જેને વશ થઈને જીવ સર્વ પ્રકારની અનર્થોની પરંપરાને પ્રાપ્ત કરે છે. I૧૨૪ અવતરણિકા : તઃઅવતરણિકાર્ય :આથી રાગ-દ્વેષ સર્વ અનર્થો કરે છે આથી, શું કરવું જોઈએ ? એને કહે છે – ગાથા : तो बहुगुणनासाणं, सम्मत्तचरित्तगुणविणासाणं । न हु वसमागंतव्वं, रागद्दोसाण पावाणं ।।१२५ ।। ગાથાર્થ : તે કારણથી બહુગુણ=અત્યંત, નાશને કરનારા સમ્યક્ત-ચારિત્ર ગુણનો વિનાશ કરનારા પાપી એવા રાગ-દ્વેષને વશ થવું જોઈએ નહિ. I/૧રપી. ટીકા : तत्तस्माद् बहुगुणः श्रेष्ठतरो नाशोऽपगमो ययोस्तौ तथा तयोः, तथा सम्यक्त्वचारित्रगुणानां सम्यग्दर्शनचरणज्ञानानां, विनाशः प्रलयो यकाभ्यां सकाशात् तौ तथा तयोः, न हु नैव वशमागन्तव्यं रागद्वेषयोः पापयोः न तदायत्तैर्भाव्यमित्यर्थः ।।१२५।। ટીકાર્ય : તત્તસ્માદ્. માધ્યમિચર્થ છે તે કારણથી=સંસારી જીવોને જે કંઈ અર્થ થાય છે, તે સર્વ રાગ-દ્વેષથી થાય છે, તે કારણથી, બહુગુણ=શ્રેષ્ઠતર નાશ=અપગમ છે, જે બેથી તે તેવા છે=બહુતર નાશ કરનારા છે, તે બેનો અને સમ્યક્ત ચારિત્ર ગુણોનો વિનાશ=પ્રલય છે, જે બેથી તે તેવા છે, તે બેનેeતેવા પાપી એવા રાગ-દ્વેષને, વશ થવું જોઈએ નહિ જ તે બેને આધીન થવું જોઈએ નહિ. II૧૨૫ ભાવાર્થ : રાગ-દ્વેષ આત્માનું ઘણા પ્રકારે નાશ કરનાર છે; કેમ કે રાગ-દ્વેષને વશ થયેલા જીવો અંતરંગ સમૃદ્ધિથી રહિત થાય છે અને અંતે નરક અને નિગોદમાં અનર્થને પ્રાપ્ત કરે છે. આથી જ ચૌદ પૂર્વધરો પણ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૫-૧૨૬ રાગ-દ્વેષને વશ થઈ નરક-નિગોદમાં જાય છે, તેથી જીવનો અત્યંત નાશ કરનાર રાગ-દ્વેષ જ છે, વળી, જીવના સુખની પ્રાપ્તિનું પ્રબળ કારણ સમ્યક્ત અને ચારિત્ર ગુણ છે. તેની પ્રાપ્તિ પછી જીવો સદ્ગતિની પરંપરા દ્વારા અંતે પૂર્ણ સુખમય મોક્ષને પ્રાપ્ત કરે છે, તેવા સમ્યક્ત અને ચારિત્ર ગુણને નાશ કરનારા પાપી એવા રાગ-દ્વેષના પરિણામો છે, તેથી ગ્રંથકારશ્રી કહે છે કે તેવા પાપી એવા રાગ-દ્વેષને વશ થવું જોઈએ નહિ. જો તેને વશ થશો તો અંતરંગ ગુણ સંપત્તિનો નાશ થશે અને અત્યંત અનર્થની પરંપરાની પ્રાપ્તિ થશે, આ પ્રકારે ભાવન કરીને રાગ-દ્વેષના જય માટે યત્ન કરવો જોઈએ. ll૧૨પા અવતરણિકા : किमित्यत आहઅવતરણિતાર્થ - કયા કારણથી રાગ-દ્વેષને વશ થવું જોઈએ નહિ ? એથી કહે છે – ગાથા : नवि तं कुणइ अमित्तो सुठु वि सुविराहिओ समत्थो वि । जं दोवि अणिग्गहिया, करंति रागो य दोसो य ।।१२६।। ગાથાર્થ : અતિશયથી પણ સુવિરાધિત એવો સમર્થ પણ અમિત્ર શત્રુ, તે અનર્થને કરતો નથી જ, જે અનર્થને અનિગૃહીત એવા રાગ અને દ્વેષ બન્ને પણ કરે છે. II૧૨ll ટીકા : नापि नैव तत्करोति अमित्रः शत्रुः सुष्ठ्वप्यतिशयेनापि सुविराधितः प्रखलीकृतः समर्थोऽपि लब्धात्मलाभोऽपीत्यर्थः । तस्य तथाभूतस्याप्येकभविकमरणहेतुत्वात् । यत्किं ? द्वावप्यनिगृहीतावुच्छृङ्खलौ कुरुतो, रागश्च द्वेषश्च, चशब्दो द्वयोरपि तुल्यबलतां द्योतयति ।।१२६।। ટીકાર્ય : ના નેવ ..... થોતિ અમિત્ર-શત્રુ, સુષુ પણ=અતિશયથી પણ, સુવિરાધિત=પ્રખલીકૃત, સમર્થ પણ=પ્રાપ્ત કરાયેલા આત્મસામર્થ્યવાળો પણ, તેનેeતે અનર્થ, કરતો નથી જ; કેમ કે તેવા પ્રકારના પણ તે શત્રુનું એકભવિકમરણહેતુપણું છે, તેનાથી શું? એથી કહે છે – બને પણ અતિગૃહીત–ઉર્ફેખક એવા, રાગ-દ્વેષ કરે છે=જીવોને અનર્થ કરે છે, ૫ શબ્દો=બન્ને પણ શબ્દો, બની પણ, તુલ્યબલતાને ઘોતિત કરે છે. ll૧૨૬ાા Page #228 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૬-૧૨૭ ૨૦૯ ભાવાર્થ : સંસારી જીવોનો કોઈક અતિશય શત્રુ હોય, વળી તે શત્રુ અતિશય વિરાધના કરાયેલો હોય, તેથી તે અકળાયેલો હોય, વળી અહિત કરવા સમર્થ પણ હોય તેવો શત્રુ પણ તે જીવને તેવો અનર્થ કરી શકતો નથી જેવો અનર્થ રાગ-દ્વેષ કરે છે; કેમ કે તેવો શત્રુ પણ પ્રસ્તુત એક ભવમાં તેને મારી શકે છે, અનેક ભવોની કદર્થના કરી શકતો નથી. જ્યારે નિગ્રહ નહિ કરાયેલા રાગ-દ્વેષ જીવને તેના કરતાં પણ અધિક અનર્થોની પરંપરાને પ્રાપ્ત કરાવે છે અર્થાત્ ઘણા ભવો સુધી દુર્ગતિની પરંપરા પ્રાપ્ત કરાવે છે. વળી, તે રાગ-દ્વેષ સંસારના સર્વ પ્રકારના અનર્થની પ્રાપ્તિમાં સમાન બળવાળા છે; કેમ કે જેમ ઉત્કટ રાગથી જીવ સાતમી નરકમાં જઈ શકે છે અને દીર્ઘકાળ સંસારમાં ભમી શકે છે, તેમ ઉત્કટ દ્વેષથી પણ જીવ સાતમી નરકમાં જઈ શકે છે અને દીર્ઘકાળ સંસારમાં પરિભ્રમણ કરે છે, માટે જીવમાં વર્તતા રાગ-દ્વેષના પરિણામો પોતાના જેવા શત્રુ છે, તેવો શત્રુ જગતમાં અન્ય કોઈ નથી. આનાથી એ ફલિત થાય કે જેઓ વિતરાગ થયા નથી, તોપણ જો રાગ-દ્વેષનો સદા નિગ્રહ કરે અને તેના કારણે તેમનામાં વર્તતા રાગ-દ્વેષ જિનવચનથી નિયંત્રિત બને તો તે રાગ-દ્વેષ જ સર્વ કલ્યાણની પરંપરાનું કારણ બને છે. આથી જ સુસાધુઓ જિનવચનથી રાગ-દ્વેષને નિયંત્રિત કરીને રાગને આત્માના નિરાકુળ સ્વભાવમાં અને નિરાકુળ ભાવની પ્રાપ્તિના ઉપાયમાં સ્થિર કરે છે અને દ્વેષને આત્માના કષાયથી આકુળ સ્વભાવમાં સ્થિર કરે છે. તેથી તે મહાત્મામાં વિદ્યમાન રાગ-દ્વેષ સ્વનો ઉચ્છેદ કરીને હિતની પરંપરાનું કારણ બને છે, કેમ કે વિવેકથી નિગ્રહ કરાયેલા રાગ-દ્વેષ સદ્ગતિની પરંપરાનું કારણ છે અને વિવેકથી નહિ નિગ્રહ કરાયેલા રાગ-દ્વેષ સર્વ અનર્થની પરંપરાનું કારણ છે. ll૧૨ા અવતરાણિકા - किं कुरुत इत्याहઅવતરણિકાર્ય :શું કરે છે ?=રાગ-દ્વેષ શું અર્થો કરે છે ? એથી કહે છે – ગાથા : इह लोए आयासं, अयसं च करेंति गुणविणासं च । पसर्वति य परलोए, सारीरमणोगए दुक्खे ।।१२७।। ગાથાર્થ - આ લોકમાં આયાસને અને અયશને અને ગુણના વિનાશને કરે છે, પરલોકમાં શારીરિકમાનસિક દુઃખોને ઉત્પન્ન કરે છે. II૧૨૭ી. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૭-૧૨૮ ટીકા : इह लोके आयासं शरीरमनसोक्यामम्, अयशश्च अश्लाघां लोकतः कुरुते, गुणविनाशं च चरणादीनामिह लोक एव पूज्यत्वहेतूनां प्रलयं चेत्यर्थः । प्रसुवाते जनयतः परलोकेऽन्यजन्मनि नरकपातादिहेतुत्वात् शारीरमनोगतानि देहजमानसानि दुःखानीति ।।१२७।। ટીકાર્ચ - ફુદ નોવે.... દુઃાનીતિ આ લોકમાં (રાગ-દ્વેષ) આયાસને=શરીર અને મનના વ્યાયામને કરે છે અને અયશનેત્રલોકથી અશ્લાઘાને, કરે છે અને ગુણના વિનાશને=આ લોકમાં જ પૂજ્યત્વના હેતુ એવા ચારિત્ર આદિના પ્રલયને, કરે છે અને પરલોકમાં=અન્ય જન્મમાં, તરકપાત આદિનું હેતુપણું હોવાથી શરીર અને મનોગત–દેહથી ઉત્પન્ન થયેલા અને માનસ દુઃખોને ઉત્પન્ન કરે છે. [૧૨મા ભાવાર્થ : સંસારી જીવોને રાગ-દ્વેષ આ લોકમાં શરીરનો શ્રમ અને મનનો વ્યાયામ કરાવે છે. આથી જ સંસારી જીવો ધન આદિના રાગને વશ ધન મેળવવા માટે શારીરિક શ્રમ કરે છે અને અનેક પ્રકારે માનસિક શ્રમ કરે છે. વળી રાગી અને દ્વેષી જીવોને લોકો તેવા દુર્ગુણી રૂપે જુએ છે, તેથી અપયશ ફેલાય છે અર્થાત્ જુઓ આ અતિક્રોધી છે, અતિરાગી છે, તેમ અપયશ થાય છે. વળી કોઈક રીતે વિવેક પ્રગટ થવાને કારણે જીવમાં ચારિત્ર આદિ ગુણો પ્રગટ થયા હોય તો રાગ-દ્વેષ તેનો પણ વિનાશ કરે છે, આથી જ રાગ-દ્વેષને વશ થઈને ચૌદ પૂર્વધર નિગોદાદિ ક્લિષ્ટ ભવોમાં જાય છે. વળી રાગ-દ્વેષને વશ થયેલા જીવોને પરલોકમાં શારીરિક-માનસિક દુઃખો પ્રાપ્ત થાય છે; કેમ કે રાગી-દ્વેષી જીવો ક્લિષ્ટ કર્મો બાંધીને નરકપાત આદિને પામે છે, ત્યાં તેઓ અનેક પ્રકારની કદર્થનાને પ્રાપ્ત કરે છે. ll૧૨ના અવતરણિકા : एवं स्थितेઅવતરણિતાર્થ : આ પ્રમાણે સ્થિત હોતે છત=રાગ-દ્વેષ આ લોકમાં અને પરલોકમાં અનર્થકારી હોતે છતે, ગાથા : धिद्धी अहो अकज्जं, जं जाणंतोवि रागदोसेहिं । फलमउलं कडुयरसं, तं चेव निसेवए जीवो ।।१२८ ।। Page #230 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૮ ૨૧૧ ગાથાર્થ : રાગ-દ્વેષ વડે અતુલ એવા કટુક રસવાળા જે અકાર્યને જાણતો પણ જીવ તેને જ સેવે છે, અહો તેને ધિક્કાર થાઓ. II૧૨૮II ટીકા : धिग्धिगिति सम्भ्रमे द्विवचनम, अहोशब्दः खेदे, पश्यत यूयमिति पार्श्वस्थामन्त्रणे वा, अकार्य धिक्कारार्ह कष्टमेतत्, यज्जानन्नपि रागद्वेषाभ्यां फलमसत्प्रवृत्तेः हेतुभूताभ्यां कार्यमतुलं महत्कटुकरसमुग्रविपाकं, तथापि तदेव तत्कारणभूतमसच्चेष्टितं निषेवते जीवः प्राणीति ।।१२८ ।। ટીકાર્ય : િિિિત્ત .. પ્રાતિ | ધિમ્ ધિનું એ પ્રમાણે સંભ્રમમાં બે વખત વચન છે, ગદા શબ્દ ખેદમાં છે અથવા તમે જુઓ, એ પ્રમાણે પાસે રહેલાને આમંત્રણ અર્થમાં છે. અકાર્ય=ધિક્કાર યોગ્ય છે આ કષ્ટ છે, હેતુભૂત એવા રાગ-દ્વેષથી=અકાર્યના હેતુભૂત એવા રાગ-દ્વેષથી, અતુલ= મોટું, કટુક રસવાળું=ઉગ્ર વિપાકવાળું, ફળ=અસત્ પ્રવૃત્તિનું કાર્ય, જેને જાણતો પણ છે, તોપણ તેને જ=તેના કારણભૂત અસત્ ચેષ્ટિતને જીવ સેવે છે. ૧૨૮ ભાવાર્થ - જેઓનાં વિવેકચક્ષુ પ્રગટ થયેલાં છે, તેઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોનારા છે અને વિવેકચક્ષુથી જોઈ શકે છે કે રાગ-દ્વેષ આ લોકમાં પણ અનેક ફ્લેશો કરાવે છે, પરલોકમાં પણ અનેક ફ્લેશો કરાવે છે, તેથી રાગ-દ્વેષ દ્વારા મહાન કટુરસવાળું ફળ પ્રાપ્ત થાય છે. આમ જાણવા છતાં પણ અનાદિથી પ્રમાદનો અભ્યાસ હોવાથી તેવા વિવેકી જીવો પણ રાગ-દ્વેષને વશ થઈને અકાર્યને સેવે છે, તે અકાર્ય અત્યંત નિદ્ય છે, તે બતાવવા માટે કહે છે – તેવા અકાર્યને ધિક્કાર થાઓ. આનાથી એ ફલિત થાય કે તત્ત્વના જાણનારા જીવો પણ ઉપદેશના વચનથી ભાવિત નથી હોતા, ત્યારે અનાદિના સંસ્કારોને વશ થઈને અનેક પ્રકારનાં પાપોને કરે છે, જોકે તેઓને રાગ-દ્વેષના ફળનો બોધ છે, તેથી પાપ કરતી વખતે કંઈક સકંપતા રહે છે, તોપણ કષાયોના પ્રચુર દબાણને કારણે તેઓ કષાયોના આવેગને વાળવા સમર્થ નથી અને તે જીવો જ ઉપદેશના વચનથી ભાવિત થાય, ત્યારે તે ઉપદેશના વચનથી તે પ્રકારના કષાયોનું વારણ પણ કરી શકે છે, તેવા જીવોને ઉપદેશ આપવા માટે કહે છે – આવા અકાર્યને ધિક્કાર થાઓ. આથી સમ્યગ્દષ્ટિ જીવ પણ પ્રમાદવશ હોય છે, ત્યારે રાગકેષના કટ્રવિપાકને જાણે છે, તોપણ પાતને અભિમુખ થાય છે અને ઉપદેશના વચનથી ગુણસ્થાનકમાં સ્થિર થાય છે. આથી જ સિંહગુફાવાસી મુનિ પણ ઈર્ષાના વશથી ગુણસ્થાનકથી પાત પામ્યા અને ઉપકોશાના વચનથી પ્રતિબોધ પામ્યા અને ગુણસ્થાનકમાં સ્થિર થયા, તેથી બધા સમ્યગ્દષ્ટિ જીવો શાસ્ત્રવચનથી તે રીતે ભાવિત થઈને અવસ્થિત ગુણસ્થાનકમાં રહી શકતા નથી, નિમિત્તોને પામીને રાગ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૮-૧૨૯ દ્વેષના કટુવિપાક જાણવા છતાં તેને સેવવા તત્પર થાય છે. જેમ સિંહગુફાવાસી મુનિ ઉપકોશાના હાવભાવને જોઈને રાગવશ થાય છે, ત્યારે કામ સેવવા તત્પર થાય છે. યાવદ્ ચોમાસામાં રત્નકંબલ લેવા જાય છે, ત્યારે સાક્ષાત્ ઉપકોશા સન્મુખ નથી, તોપણ તેને પ્રાપ્ત કરવાના અભિલાષથી નિવર્તન પામ્યા નહિ અને અનેક કષ્ટ વેઠીને ઉપકોશા માટે રત્નકંબલ લઈ આવ્યા. તેથી તત્ત્વના જાણનારા પણ અને કામના કટુક ફળને જાણનારા પણ તે સિંહગુફાવાસી મુનિ કામને સેવવા તત્પર થયા. તેવા જીવોને બોધ કરાવવા માટે પ્રસ્તુતમાં કહે છે કે તેવા રાગ-દ્વેષને ધિક્કાર થાઓ, જે જીવને અકાર્ય ક૨વા પ્રેરણા કરે છે. આ પ્રકારે ભાવન કરવાથી અકાર્યમાં પ્રવર્તક રાગ-દ્વેષ શિથિલ મૂળવાળા થાય છે, જેથી તત્ત્વને જોનારા જીવો સુખપૂર્વક તત્ત્વમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે છે. ૧૨૮ અવતરણિકા : तथाहि અવતરણિકાર્ય : તે આ પ્રમાણે=રાગ-દ્વેષના કટુકળને જાણનારા પણ અકાર્ય સેવે છે, એમ પૂર્વમાં કહ્યું, તે જીવો અકાર્યના ફ્ળને કઈ રીતે જાણે છે ? તે તથાદિથી બતાવે છે ગાથા: - को दुक्खं पावेज्जा ? कस्स व सोक्खेहिं विम्हओ हुज्जा ? | को व न लभेज्ज मोक्खं ?, रागद्दोसा जइ न हुज्जा ।। १२९ ।। ગાથાર્થ ઃ કોણ દુઃખને પામે ? અથવા કોને સુખોથી=પ્રાપ્ત થયેલાં સુખોથી વિસ્મય થાય ? અથવા કોણ મોક્ષને ન પામે ? જો રાગ-દ્વેષ ન હોય. II૧૨૯ ટીકા ઃ को दुःखं प्राप्नुयात् ! हेत्वभावान्न कश्चित् कस्य वा सौख्यैः प्राप्तैर्विस्मय आश्चर्यबुद्धिर्भवेत् ! न कस्यचित्, विबन्धकाभावेन सुलभत्वात् । अत एव को वा न लभेत मोक्षं शिवं ? रागद्वेषी યદ્દિન મવેતામિતિ ।।૨।। ટીકાર્થ ઃ को दुक्ख મવેતામિતિ ।। કોણ દુઃખને પ્રાપ્ત કરે ?=રાગ-દ્વેષરૂપ હેતુનો અભાવ હોવાથી કોઈ દુ:ખને પ્રાપ્ત કરે નહિ અથવા કોને પ્રાપ્ત થયેલાં સુખોથી વિસ્મય થાય ?=આશ્ચર્યબુદ્ધિ થાય ? કોઈને ન થાય; કેમ કે વિબંધકના અભાવને કારણે=રાગ-દ્વેષરૂપ સુખના વિબંધકના Page #232 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૯-૧૩૦ ૨૧૩ અભાવને કારણે, સુલભપણું છે=સુખનું સુલભપણું છે, આથી જ=દુઃખ પ્રાપ્ત થાય નહિ અને સુખ સહજ વર્તે આથી, કોણ મોક્ષને પ્રાપ્ત ન કરે, જો રાગ-દ્વેષ ન હોય. II૧૨૯ ભાવાર્થ : જે મહાત્માઓને નિર્મળ દૃષ્ટિ પ્રગટી છે, તેઓને સ્પષ્ટ દેખાય છે કે મારામાં જો રાગ-દ્વેષ ન હોય તો મને કોઈ દુઃખ પ્રાપ્ત થાય નહિ; કેમ કે આકુળતા જ દુઃખ છે અને અનાકુળતા જ સુખ છે અને રાગ-દ્વેષ જેનામાં નથી, તેવા જીવને દેહનાં કષ્ટો પ્રાપ્ત થાય, સર્વ બાહ્ય સંયોગો પ્રતિકૂળ પ્રાપ્ત થાય, તોપણ દેહમાં રહેલો તેમનો આત્મા વીતરાગના વચનાનુસાર વીતરાગભાવને અનુકૂળ યતમાન હોય તો તેમને દુઃખ પ્રાપ્ત થાય નહિ. જેમ પૌષધમાં રહેલા સાગરચંદ્રના મસ્તક ઉપર શત્રુએ માટીની પાઘડી બનાવીને તેમાં અંગારા ભર્યા, તોપણ સાગરચંદ્ર દુઃખના હેતુનો અભાવ હોવાથી દુઃખને પામ્યા નહિ, પરંતુ કષાયોના ઉપશમભાવના સુખમાં તેઓ મગ્ન રહ્યા, તેથી જેઓનું ચિત્ત રાગ-દ્વેષના સંશ્લેષથી પર વર્તે છે, તેથી દેહને આશ્રયીને કે બાહ્ય પદાર્થોને આશ્રયીને ઇષ્ટ-અનિષ્ટના વિકલ્પો થતા નથી, પરંતુ માત્ર આત્માની નિરાકુળ અવસ્થા મને ઇષ્ટ છે, એ પ્રકારના અધ્યવસાયથી વીતરાગના વચનના બળથી ચિત્તને પ્રવર્તાવે છે, તેઓને દુ:ખના હેતુભૂત રાગ-દ્વેષનો અભાવ હોવાથી કોઈ પ્રકારનું દુઃખ થતું નથી. વળી સંસારી જીવોને વિશિષ્ટ કોટીનું સુખ પ્રાપ્ત થાય છે, ત્યારે વિસ્મય થાય છે અર્થાત્ આશ્ચર્ય થાય છે કે હું પુણ્યશાળી છું કે મને આ સુખ પ્રાપ્ત થયું, પરંતુ જેઓનું ચિત્ત રાગ-દ્વેષથી પર છે, તેઓને સુખના બાધક રાગ-દ્વેષનો અભાવ હોવાથી નિરાકુળ અવસ્થાનું સુખ સુલભ હોય છે. તેથી બાહ્ય સુખને પામીને કોઈ વિસ્મય થતો નથી. એટલું જ નહિ, પરંતુ કષાયોના ઉપશમ માટે કંઈક યત્ન કર્યા પછી અહીં મને અપૂર્વ અનુભવ થાય છે, ઇત્યાદિ વાચાથી અભિવ્યક્ત થનાર આશ્ચર્યબુદ્ધિ પણ થતી નથી, પરંતુ રાગ-દ્વેષ વગર પોતાને સુખ સુલભ હોવાથી મૂર્ખની જેમ રાગ-દ્વેષ કરીને કષાયોની આકુળતા પ્રાપ્ત થાય, તેનાથી દૂર રહેવા યત્ન કરે છે. જે જીવોને બાહ્ય પદાર્થમાં ક્યાંય રાગ-દ્વેષ નથી, પરંતુ વીતરાગના વચનાનુસાર રાગ-દ્વેષના ક્ષયમાં જ યત્ન વર્તે છે, તેવો કયો જીવ મોક્ષને પ્રાપ્ત કરતો નથી ? અર્થાત્ વર્તમાનમાં જ તેમનું ચિત્ત સર્વ ભાવોના સંશ્લેષથી મુક્તપ્રાય છે અને સર્વ કર્મરહિત મોક્ષ પણ તેમને અત્યંત આસન્ન છે. આવા પ્રકારના તત્ત્વને જાણનારા જીવો પણ જો શાસ્ત્રવચનથી ભાવિત થાય નહિ તો રાગ-દ્વેષને વશ અકાર્યને સેવે છે. II૧૨૯II અવતરણિકા - तदिदं रागद्वेषावधिकृत्योक्तम्, अधुना तत्प्रकृतीरुद्दिश्याहઅવતરણિકાર્ય : તે આ=અત્યાર સુધી વર્ણન કર્યું તે આ, રાગ-દ્વેષને આશ્રયીને કહેવાયું. હવે તેની પ્રકૃતિને ઉદ્દેશીને કહે છે=રાગ-દ્વેષવાળા જીવોની જે પ્રકૃતિ છે, તેને ઉદ્દેશીને કહે છે – Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ગાથા : ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૦ माणी गुरुपडणीओ, अणत्थभूओ अमग्गचारी य । मोहं किलेसजालं, सो खाइ जहेव गोसालो ।। १३० ।। ગાથાર્થ ઃ માની, ગુરુપ્રત્યનીક, અનર્થથી ભરેલો અને અમાર્ગચારી એવો તે નિષ્ફળ ક્લેશ જાળને સેવે છે, જે પ્રમાણે ગોશાળો. ।।૧૩૦ના ટીકા ઃ मानी गर्वितो, गुरुप्रत्यनीक आचार्यप्रतिकूलः, अनर्थभूतो दुःशीलत्वादनेकापायपूरितः, अमार्गचारी उत्सूत्रकर्तव्यः, चशब्दः समुच्चये, एवंविधो यः स्यात् स किं ? मुधायां भवं मौघं निष्प्रयोजनमेव, एवशब्दस्येह सम्बन्धः, क्लेशजालं शिरस्तुण्डमुण्डनतपश्चरणादिकं खेदवृन्दं खादत्यात्मसात्करोति, तत्साध्यफलाभावात्, दृष्टान्तमाह, यथा गोशाल: पूर्वोक्तस्वरूप एवंगुणो भगवद्वीरशिष्याभास કૃતિ ।।૩૦।। ટીકાર્ય : માની પવિતો..... કૃતિ ।। માની=ગર્વિત, ગુરુપ્રત્યનીક=આચાર્યને પ્રતિકૂળ, અનર્થથી ભરેલો દુઃશીલપણું હોવાથી અનેક અપાયોથી પુરાયેલો, અમાર્ગચારી=ઉત્સૂત્રને સેવનારો, ચ શબ્દ સમુચ્ચયમાં છે. આવા પ્રકારનો જે સાધુ થાય તે શું ? મુધામાં થનાર મૌઘ અર્થાત્ નિષ્પ્રયોજન જ, ક્લેશજાલને=શિરમુંડન-તપ-ચારિત્ર આદિ ખેદના સમૂહને, આત્મસાત્ કરે છે; કેમ કે તેનાથી અર્થાત્ ક્લેશજાલથી સાધ્યળનો અભાવ છે. દૃષ્ટાંતને કહે છે જે પ્રમાણે ગોશાળો=આવા ગુણવાળો ભગવાન વીરના શિષ્યના આભાસવાળો. ।।૧૩૦।। 1 ભાવાર્થ ઃ પૂર્વમાં રાગ-દ્વેષ કઈ રીતે અનર્થકારી છે, તે બતાવ્યું. એટલું જ નહિ, પણ વિવેકી જીવોને પણ રાગ-દ્વેષ અકાર્યમાં પ્રવર્તાવે છે, તેમ બતાવ્યું. હવે જેઓમાં વિવેક નથી અને રાગ-દ્વેષથી અત્યંત વાસિત મતિવાળા છે, તેઓ કેવી પ્રકૃતિવાળા છે, તે બતાવતાં કહે છે - કોઈક રીતે સંયમ ગ્રહણ કરેલ હોય, છતાં અતિ રાગ-દ્વેષવાળા જીવો માની હોય છે, તેથી અમે સાધુ છીએ, ત્યાગી છીએ, માટે લોકોએ અમારો આદર-સત્કાર કરવો જોઈએ, તેમ માને છે અને માનને વશ સંયમજીવન નિષ્ફળ પ્રાયઃ કરે છે. વળી અતિ રાગ-દ્વેષવાળા હોવાથી ગુણવાન ગુરુના પ્રત્યેનીક છે. આથી તેઓના વચનથી પ્રતિકૂળ સ્વમતિ અનુસાર વર્તે છે. વળી અતિ રાગી-દ્વેષી એવા તે સાધુ આલોક અને પરલોકના અનર્થથી ભરાયેલા Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૦-૧૩૧ છે; કેમ કે કષાયોની દુઃશીલતા હોવાને કારણે વર્તમાનમાં અનેક ક્લેશો પામે છે અને આગામીમાં અનેક ક્લેશોને પામશે. વળી અમાર્ગમાં ચરનારા છે સૂત્ર વિરુદ્ધ કૃત્યો કરનારા છે, તેથી સ્વમતિ અનુસાર રાગાદિથી આકુળ થઈને લોકમાં પૂજાવા માટે તે તે પ્રકારની શાસ્ત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે, આવા પ્રકારના જે સાધુ છે, તેઓ મસ્તકનો લોચ, તપ, સંયમની પડિલેહણ આદિ સર્વ ક્રિયાઓ રૂપ ફ્લેશકાળને નિષ્ફળ સેવે છે; કેમ કે તે ક્રિયાઓથી સાધ્ય કષાયોનું શમન છે અને તેઓની સર્વ પ્રવૃત્તિ કષાયોના શમનને અનુકૂળ નથી, પરંતુ કષાયની વૃદ્ધિને અનુકૂળ છે. તેથી સંયમનાં કષ્ટો પણ કષાયોની વૃદ્ધિના અંગભૂત જ છે, માટે તેઓનો સંયમનો સર્વ ક્લેશ એકાંતે નિષ્ફળ જ છે. જેમ વીર ભગવાનના શિષ્ય ગોશાળાનું સંયમ સર્વથા નિષ્ફળ હતું. II૧૩ના અવતારણિકા - જિગ્ય અવતરણિકાર્ય - શિષ્ય દ્વારા રાગી-દ્વેષી જીવની અન્ય પ્રકૃતિ બતાવે છે – ગાથા : कलहणकोहणसीलो, भंडणसीलो विवायसीलो य । जीवो निच्चुज्जलिओ, निरत्थयं संजमं चरइ ।।१३१।। ગાથાર્થ : ક્લહનશીલ અને ક્રોધનશીલ, ભંડણશીલ અને વિવાદશીલ નિત્ય ઉજ્વલિત-ક્રોધથી ધમધમતો, જીવ નિરર્થક સંયમને આચરે છે. II૧૩૧il. ટીકા : कलहनं राटिकरणं, क्रोधनं स्वपरयोः क्रोधजननं ताभ्यां शीलं समाधानं यस्य स तथा, तथा भण्डनशीलो लकुटादियुद्धसमाधानः, विवादशीलो राजकुलादौ व्यवहारे स्वरसप्रवृत्तिः, चशब्दः स्वगतानेकभेदद्योतकः । एवंविधो जीवो नित्योज्ज्वलितः सदा क्रोधामातो निरर्थकं निष्प्रयोजनं संयमं चरतीति ।।१३१।। ટીકાર્ય : વદનં .... ઘરતીતિ . કલહત=રાટિકરણ, ક્રોધન=સ્વ-પરમાં ક્રોધને ઉત્પન્ન કરવો, તે બન્ને દ્વારા શીલ=સમાધાન, છે જેને તે તેવો છે=કલહનશીલ અને ક્રોધનશીલ છે અને લંડનશીલ=લાકડી આદિથી યુદ્ધ કરનારો, વિવાદશીલ=રાજકુલાદિ વ્યવહારમાં સ્વરસ પ્રવૃત્તિવાળો, ૨ શબ્દ સ્વગત Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૧-૧૩૨ અનેક ભેદનો ઉદ્દદ્યોતક છે. નિત્ય ઉજ્વલિત=સદા ક્રોધથી ધમધમતો, આવા પ્રકારનો જીવ નિરર્થક=તિwયોજન, સંયમને સેવે છે. I૧૩૧ ભાવાર્થ જેઓએ કોઈક રીતે સંયમ ગ્રહણ કર્યું છે, છતાં કલહનો સ્વભાવ, ક્રોધનો સ્વભાવ અતિશય વર્તે છે, બધા સાથે ઝઘડા કરવાનો સ્વભાવ અત્યંત વર્તે છે, રાજકુલ આદિમાં વ્યવહાર કરીને પોતાનો પક્ષ સાચો છે, તેમ સ્થાપન કરવા માટે અન્ય સાધુને રાજકુળમાં લઈ જવા માટે પ્રયત્ન કરે છે અને હંમેશાં ક્રોધથી પ્રજ્વલિત રહે છે, તેવા સાધુ સંયમની અન્ય તપ આદિની આચરણા કરતા હોય તોપણ તેઓનું સંયમ નિરર્થક છે; કેમ કે સંયમની આચરણા કષાયોના શમન માટે છે અને તેવા સાધુઓ પોતાની પ્રકૃતિથી સદા કષાયોની વૃદ્ધિ કરે છે. સંયમની ક્રિયાથી પણ કષાયોનું શમન કરતા નથી અને અમે સંયમી છીએ, તેમ માને છે, આ સર્વ રાગ-દ્વેષરૂપ કષાયની પ્રકૃતિનું કાર્ય છે. ll૧૩૧ાા અવતરણિકા - किमित्यत आहઅવતરણિકાર્ય : કયા કારણથી=કયા કારણથી રાગ-દ્વેષને વશ જીવો સંયમની પ્રવૃત્તિ કરવા છતાં નિષ્ફળ કરે છે ? આથી કહે છે – ગાથા : जह वणदवो वणं दवदवस्स जलिओ खणेण निद्दहइ । एवं कसायपरिणओ, जीवो तवसंजमं दहइ ।।१३२।। ગાથાર્થ : જે પ્રમાણે વનનો અગ્નિ ત્વરિત ત્વરિત બળતો વનને ક્ષણમાં બાળે છે, એ રીતે કષાયપરિણત જીવ તપ-સંયમને બાળે છે. II૧૩ ટીકા : यथा वनदवः काननाग्निर्वनं 'दवदवस्स त्ति' त्वरितं त्वरितमिति क्रियाविशेषणं, ज्वलितः समिद्धः क्षणेन स्वल्पेन कालेन निर्दहति विशेषेण भस्मीकरोति, एवं कषायपरिणतः क्रोधाद्यनुगतो जीवस्तपःप्रधानः संयमस्तपःसंयमस्तं दहतीति ।।१३२।। ટીકાર્ય :કથા વનવવ:... તતિ પા જે પ્રમાણે વનદવ=જંગલનો અગ્નિ, દવદવસ ત્વરિત ત્વરિત, જ્વલિત Page #236 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૨–૧૩૩ થયેલો ક્ષણથી=સ્વલ્પ કાલથી, વનને બાળે છે=વિશેષથી ભસ્મીભૂત કરે છે, એ રીતે કષાયપરિણત જીવ=ક્રોધાદિને અનુસરનારો જીવ, તપપ્રધાન એવું સંયમ તપસંયમ, તેને બાળે છે. ૧૩૨॥ ભાવાર્થ : કોઈ જીવ સંસારથી વિરક્ત થઈને સંયમ ગ્રહણ કરે અને કલ્યાણના અર્થે તપ-સંયમની તે તે પ્રકારની ક્રિયા કરે તોપણ રાગ-દ્વેષની પ્રકૃતિરૂપ દોષોને કારણે ગાથા-૧૩૦-૧૩૧માં કહ્યું, તેવા દોષોને સેવતા હોય તો તેઓની કષાયની પ્રકૃતિ તેઓથી સેવાયેલા તપ-સંયમનો નાશ કરે છે. જેમ જંગલનો અગ્નિ ત્વરિત ત્વરિત વૃદ્ધિ પામતો જંગલને અલ્પકાળમાં ભસ્મીભૂત કરે છે; કેમ કે તે અગ્નિને શાંત કરવાની સામગ્રી જંગલમાં વિદ્યમાન નથી, તેથી તે અગ્નિથી વનને ભસ્મ કરતાં રોકી શકાય નહિ, તેમ જેઓમાં પ્રબળ કષાયો છે, તેમને ઉપદેશકનાં વચનો કે શાસ્ત્રનાં વચનો પણ સ્પર્શતાં નથી, પરંતુ ગોશાળાની જેમ તેઓ પ્રજ્વલિત કષાયવાળા રહે છે, તેવા સાધુઓ તપ-સંયમની આચરણા કરતા હોય તોપણ તેમના કષાયો તેમના સંયમને બાળીને ભસ્મ કરે છે. તેથી કલ્યાણના અર્થીએ રાગ-દ્વેષથી નિષ્પાદ્ય કાષાયિક પ્રકૃતિને શાંત કરવા સદા યત્ન કરવો જોઈએ, અન્યથા સંયમની સર્વ ક્રિયાઓ નિષ્ફળ થશે. II૧૩૨/ અવતરણિકા : साम्प्रतं तद्बहिःकर्तव्यैस्तपः संयमविनाश इयत्तां बिभणिषुस्तावत्सम्बन्धगाथामाह ૨૧૭ અવતરણિકાર્થ : હવે તેનાં બહારનાં કર્તવ્યો વડે=રાગ-દ્વેષનાં બાહ્ય અનુચિત કૃત્યો વડે, તપ-સંયમ વિનાશ પામે, તેને કહેવાની ઇચ્છાવાળા પ્રથમ સંબંધ ગાથાને કહે છે ગાથા = परिणामवसेण पुणो, अहिओ ऊणयरओ व होज्ज खओ । तहवि ववहारमित्तेण, भण्णइ इणमं जहा थूलं ।। १३३ ।। ગાથાર્થ ઃ પરિણામના વશથી વળી અધિક કે ઊનતર ક્ષય થાય=તપ-સંયમનો ક્ષય થાય, તોપણ વ્યવહાર માત્રથી યથાસ્થૂલ આ કહેવાય છે=આગળની ગાથામાં કહે છે, એ કહેવાય છે. II૧૩૩II ટીકા परिणामवशेन तीव्रमन्दाद्यध्यवसायायत्ततया पुनः प्रतिपादिताद्विशिष्टः कथमधिकोऽर्गल ऊनतरको वाहीनतरो वा भवेत् क्षयः, तपः संयमयोरिति शेषः । कः ? तथापि व्यवहारमात्रेण भण्यते इदं वक्ष्यमाणं यथा स्थूलं बादरदृष्ट्या न निश्चीयत इत्यर्थः । । १३३ ।। Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૩-૧૩૪ ટીકાર્ય - પરિપામવશેન .... . . પરિણામના વશથી તીવ્ર-મંદ આદિ અધ્યવસાયના આધીનપણાથી, પુત=વળી=પ્રતિપાદિતથી વિશિષ્ટ, અધિક=અર્ગલ અથવા ઊતર=હીવતર, તપ-સંયમનો ક્ષય થાય છે, તોપણ વ્યવહારમાત્રથી આ=આગળ કહેવાય છે એ, યથાસ્થૂલ બાહ્યદૃષ્ટિથી કહેવાય છે, નિશ્ચયથી નહિ. II૧૩૩ાા. ભાવાર્થ : મુનિઓ રાગ-દ્વેષ વગરના નથી, તોપણ સતત રાગ-દ્વેષના ઉચ્છેદમાં યત્નવાળા છે અને રાગ-દ્વેષના ઉચ્છેદ માટે શક્તિ અનુસાર તપ-સંયમમાં ઉદ્યમ કરે છે, છતાં કેટલાક મહાત્માઓને કોઈક નિમિત્તે તીવ્ર રાગ-દ્વેષનો પરિણામ થાય છે, જેના કારણે તેઓના તપ-સંયમ નાશ પામે છે, તેટલું જ નહિ પણ દીર્ઘ સંસારવૃદ્ધિ પામે છે. જેમ સાવઘાચાર્યને તીવ્ર રાગ-દ્વેષનો પરિણામ થયો તો અલ્પકાલમાં મોક્ષમાં જઈ શકે તેવા પણ તે મહાત્માએ અનંતકાળ સંસારમાં પરિભ્રમણને પ્રાપ્ત કર્યું. વળી કોઈક મહાત્માને તેવો તીવ્ર પરિણામ થાય નહિ તો સંસારની વૃદ્ધિ થાય નહિ, પરંતુ સ્વીકારેલ તપ-સંયમનો પરિણામ નાશ પામે છે. વળી કેટલાક મહાત્માઓના રાગ-દ્વેષ કંઈક વધારે તીવ્ર થાય તો કંઈક સંસારની વૃદ્ધિ પણ થાય છે, જેમ મરીચિને કોડાકોડી સાગરોપમ સંસારની વૃદ્ધિ થઈ, વળી કેટલાકને મંદ રાગ-દ્વેષનો પરિણામ થાય તો તપ-સંયમનો નાશ થતો નથી, તોપણ તેમના તપ-સંયમ મલિન થાય છે. જેમ વારત્તક ઋષિ માં મેથી એ પ્રમાણે કહે છે, ત્યારે ગૃહસ્થ સાથે સંબંધનો અલ્પ પરિણામ થયો, તેનાથી તેમના તપ-સંયમ નાશ પામ્યા નહિ, તોપણ કંઈક મલિનભાવને પામ્યા. તેથી જીવના તીવ્ર-મંદ આદિ અધ્યવસાયને અનુરૂપ અલ્પ કે અધિક તપ-સંયમનો નાશ થાય છે, તે સર્વને નિશ્ચય નયની દૃષ્ટિની વિવક્ષા કર્યા વગર વ્યવહાર માત્રથી વિચારીએ તો કેવા પ્રકારના રાગ-દ્વેષથી કેટલું સંયમ નાશ પામે છે. તે બતાવે છે – વ્યવહારનય સ્થૂલ ક્રિયાના બળથી તપ-સંયમના નાશની મર્યાદાનો નિયમ બાંધે છે; કેમ કે બહલતાએ તે તે પ્રકારનાં કૃત્યોથી જીવોનું તે તે પ્રકારનું સંયમ નાશ થાય છે. II૧૩૩ અવતરણિકા : किं ततःઅવતરણિકાર્ચ - તે શું છે ?=વ્યવહારનયથી તપ-સંયમનો નાશક રાગ-દ્વેષનો પરિણામ શું છે? તે બતાવે છે – ગાથા - फरुसवयणेण दिणतवं, अहिक्खिवंतो य हणइ मासतवं । वरिसतवं सवमाणो, हणइ हणंतो अ सामण्णं ।।१३४।। Page #238 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૪-૧૩૫ ૨૧૯ ગાથાર્થ : પરુષવચનથી દિવસનો તપ હણે છે, અધિક્ષેપ કરતો માસાદિ તપને હણે છે, આક્રોશ કરતો વરસનો તપ હણે છે. વળી હણતોત્રતાડન કરતો, સંપૂર્ણ સંયમનો નાશ કરે છે. II૧૩૪ ટીકા : परुषवचनेन कर्कशवचसा दिनतपो दिवसकृतमनशनादि उपलक्षणत्वात्संयमं च हन्ति, एवं सर्वत्र योज्यम् । अधिक्षिपन् जात्यादिभिहीलयन् मासतपः, तथा वर्षतपः शपमान आक्रोशन् हन्ति, घ्रस्ताडयंस्तु पुनः श्रामण्यं सर्वपर्यायमिति ।।१३४।। ટીકાર્ય : પુરુષવરને ..... સર્વપર્યાિિત | પરુષ વચનથી-કર્કશ વચનથી, દિવસના તપને નાશ કરે છે= દિવસમાં કરાયેલ અનશનાદિ તપ અને ઉપલક્ષણપણું હોવાથી એક દિવસના સંયમનો નાશ કરે છે, એ રીતે સર્વત્ર યોજન કરવું=આગળના કથનમાં પણ યોજન કરવું, અધિક્ષેપ કરતો=જાતિ આદિથી હીલના કરતો, માસતપનો નાશ કરે છે અને ઉપલક્ષણથી મહિનાના સંયમનો નાશ કરે છે અને શપમાન=આક્રોશ કરતો સાધુ, એક વર્ષના તપતો અને સંયમનો નાશ કરે છે. વળી તાડન કરતો સર્વ પર્યાયરૂપ શ્રમણ્યનો નાશ કરે છે. I૧૩૪ ભાવાર્થ : કોઈ સાધુ સંયમમાં અને તપમાં ઉસ્થિત હોય તેના દ્વારા તપ-સંયમના સંસ્કારો આધાન કરે છે અને તેને અનુરૂપ ઉત્તમ પુણ્ય પ્રકૃતિ બાંધે છે. જેનાથી તેને સર્વ કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થશે, તેવા તપસ્વી સંયમી સાધુ પણ કોઈક નિમિત્તે બીજાને પીડા કરે તેવાં પરુષ વચનો કહે તો એક દિવસ જે ઉપવાસ આદિ કર્યા હોય અને સંયમનું પાલન કર્યું હોય, તેનાથી થયેલી આત્માની વિશુદ્ધિ તેનો એક ક્ષણમાં નાશ કરે છે. તેથી તે સાધુએ અપ્રમાદભાવથી તપ-સંયમ પાળીને જે કાંઈ શક્તિસંચય કર્યો છે, તે કઠોર વચનના પ્રમાદથી ક્ષણમાં નાશ પામે છે. વળી કોઈ સાધુ જાતિ આદિથી બીજાની હીલના કરે તો એક મહિનાના તપ-સંયમનો નાશ કરે છે. વળી કોઈ સાધુ અતિ આવેશથી કોઈને આક્રોશ કરે ત્યારે એક વર્ષના તપ-સંયમનો નાશ કરે છે. વળી ક્રોધના અતિશયને કારણે કોઈને તાડન કરે, ત્યારે તેનો સર્વ પર્યાય નાશ પામે છે. તેથી વ્યવહારના બળથી પણ આ પ્રકારના સંયમ નાશરૂપ ફળનો વિચાર કરીને વિવેકી સાધુએ પરુષવચનાદિના પરિહાર માટે સદા ઉદ્યમશીલ રહેવું જોઈએ. II૧૩૪ ગાથા : अह जीवियं निकिंतइ, हंतूण य संजमं मलं चिणइ । जीवो पमायबहुलो, परिभमइ अ जेण संसारे ।।१३५ ।। Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૫-૧૩૬ ગાથાર્થ ઃ હવે જીવિતનો નાશ કરે છે, (ત્યારે) સંયમને હણીને પાપને એકઠું કરે છે. જેથી=જે પાપથી, પ્રમાદબહુલ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. II૧૩૫ ટીકા ઃ अथ जीवितं प्राणधारणं निकृन्तति च्छिनत्ति मारयतीत्यर्थः, तदा हत्वा चशब्दात्सकलकालजनितं संयमं, मलं पापं चिनोति बध्नाति, जीवः प्रमादबहुलः सन् परिभ्रमति येन पापेन हेतुभूतेन સંસારે કૃતિ।।રૂ।। ટીકાર્ય ઃ अथ जीवितं સંસારે કૃતિ ।। હવે જીવિત=પ્રાણધારણ, તેનો નાશ કરે છે, ત્યારે ચ શબ્દથી સકલ કાલથી પ્રાપ્ત કરાયેલા સંયમને હણીને મલને=પાપને, બાંધે છે. જે પાપથી પ્રમાદબહુલ એવો જીવ હેતુભૂત એવા પાપથી સંસારમાં પરિભ્રમણ કરે છે. ૧૩૫।। ..... ભાવાર્થ - કોઈ સાધુ તપ-સંયમમાં ઉદ્યમી હોય, શુદ્ધ સંયમ પાળતા હોય, છતાં કોઈક નિમિત્તે ક્રોધના આવેશમાં આવીને કોઈને મારી નાખે ત્યારે અત્યાર સુધી જે સંયમ પાળ્યું છે=આ ભવમાં કે પૂર્વના ભવોમાં જે કાંઈ સંયમ પાળ્યું છે, તે સર્વનો નાશ કરે છે અને સંસારના પરિભ્રમણના કારણીભૂત પાપને બાંધે છે, તેના ફળરૂપે તે જીવ સંસારમાં પરિભ્રમણ પામે છે. II૧૩૫॥ અવતરણિકા : अत आह અવતરણિકાર્ય : આથી જ કહે છે=ગાથા-૧૩૪-૧૩૫માં કહ્યું એ પ્રમાણે પરુષ વચનાદિથી તપ-સંયમનો નાશ થાય છે આથી જ ગાથામાં કહે છે એ પ્રમાણે મુનિઓ બીજાથી આક્રોશાદિ કરાયેલા પણ સ્વયં આક્રોશ આદિ કરતા નથી. તે કહે છે ગાથા ઃ अक्कोसणतज्जणाताडणाओ, अवमाणहीलणाओ य । मुणिणो मुणियपरभवा, दढप्पहारि व्व विसर्हति । । १३६ ।। ગાથાર્થ : જાણ્યો છે પરભવ એવા મુનિઓ આક્રોશ, તર્જના, તાડના, અપમાન અને હીલનાને દઢપ્રહારીની જેમ સહન કરે છે. II૧૩૬।। Page #240 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૬ ૨૨૧ ટીકા : आक्रोशो वचनैः शपनं, तर्जना साक्षेपमङ्गुल्यादिभिनिर्भर्त्सनं, ताडना रज्ज्वादिभिः कुट्टनम्, आक्रोशश्च तर्जना च ताडना चेत्यादिद्वन्द्वस्तांस्तथा, अपमानः क्रियया परिभवः, हीलना जात्यादिभिर्निन्दा, अनयोरपि द्वन्द्व एव तैः, चः समुच्चये, मुनयो मुणितपरभवा ज्ञातपरलोकमार्गा विषहन्ते क्षमन्ते, किंवदित्याह दृढप्रहारिवत् । तथाहि-स पल्लीपतिः सन् पतितो ग्रामे, तच्चौरैविलुम्प्यमानैरेकस्य धिग्जातेः स्नानाय गतस्य गृहादारटतां सब्राह्मणीकानां पृथुकानामानीय पायसं भक्षितुमारब्धम्, समागतो भट्टः, एतं वृत्तान्तं श्रुत्वा रुषा गृहीत्वाऽर्गलां गत्वा तन्मध्ये पश्चाल्लग्नभार्यः प्रहर्तुमारब्धो ब्राह्मणः, व्यापादिता कतिचिच्चौराः, ततो जातरोषेण दृढप्रहारिणा करवालेन द्वधा कृतः, तद्भार्या च निवारणबुद्ध्या तच्छरीरसंसक्तत्वात् पतितः स्फुरंस्तद्गर्भः, तद्दर्शनाद् धिग्मामतिपापकारिणं, कुतो मे शुद्धिरिति जातोऽस्य गाढः पश्चात्तापः । ततो भवितव्यतयाऽऽसाद्य सुगुरुं तद्देशनया जातविवेको निष्क्रान्तो यावत्तं गर्भं स्फुरन्तं स्मरामि तावन्मया न भोक्तव्यमिति गुर्वनुज्ञातो गृहीत्वाऽभिग्रहं तस्मिन्नेव देशे प्राग्विराधितजनैराक्रोशादिभिः प्रतिक्षणं खलीक्रियमाणोऽपि जाततत्त्वनिर्णयत्वाददीनमनस्को विहृत्य कञ्चित्कालं निरशनः प्रक्षाल्य पापं गतः शिवमिति ।।१३६ ।। ટીકાર્ય : સોશો. શિવમતિ ાા વચન વડે શપત આક્રોશ, તર્જના=અંગુલી આદિ વડે સાક્ષેપ નિર્ભર્જન, તાડના=દોરડા આદિથી મારવું, આક્રોશ, તર્જના ઈત્યાદિ દ્વન્દ સમાસ છે, તેને મુનિ સહન કરે છે, એમ અવાય છે અને અપમાન ક્રિયાથી પરિભવ, હીલના=જાતિ આદિથી નિંદા, આ બેનો પણ દ્વન્દ સમાસ છે, તેને મુનિ સહન કરે છે. ર શબ્દ સમુચ્ચયમાં છે, જણાયેલા પરભવવાળા મુનિઓ=જણાયો છે પરલોકનો માર્ગ એવા મુનિઓ, સહન કરે છે, કોની જેમ ? એથી કહે છે – દઢપ્રહારીની જેમ. તે આ પ્રમાણે – તે=ઢપ્રહારી, પીપતિ છતો ગામમાં આવ્યો, લૂંટતા એવા તેના ચોરો વડે સ્નાન માટે ગયેલા વિષ્ણુ જાતિવાળા એકના ઘરમાંથી બ્રાહ્મણી સહિત બાળકોના પાયસનેઃખીરને, લાવીને ખાવાને માટે શરૂ કરાયું, બ્રાહ્મણ આવ્યો, આ વાત સાંભળીને રોષ વડે અર્ગલાને સાંકળને, ગ્રહણ કરીને તેમની મધ્યમાં જઈને પાછળ લાગેલી ભાર્યાવાળા બ્રાહ્મણે હણવા માટે આરંભ કર્યો. કેટલાક ચોરો મારી નંખાયા, તેથી થયેલા રોષવાળા દઢપ્રહારી વડે આ બ્રાહ્મણ અને તેની ભાર્યા કરવાલથી બે ભાગ કરાયા. નિવારણબુદ્ધિથી તેણીના શરીરનું સંસક્તપણું હોવાથી સ્કુરાયમાન થતો એવો તેનો ગર્ભ પડ્યો. તેના દર્શનથી અતિપાપકારી એવા મને ધિક્કાર હો, મારી શુદ્ધિ ક્યાંથી ? એ પ્રમાણે આને ગાઢ પશ્ચાત્તાપ થયો. ત્યારપછી ભવિતવ્યતાથી સુગુરુને મેળવીને તેમની દેશનાથી થયેલા વિવેકવાળાએ સંયમ સ્વીકાર્યું, “જ્યાં સુધી તે સ્કુરાયમાન થતા તરફડતા, ગર્ભને Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૬-૧૩૭ સ્મરણ કરું છું, ત્યાં સુધી મારે ભોજન કરવું નહિ” એ પ્રમાણે અભિગ્રહને ગુરુની આજ્ઞાથી ગ્રહણ કરીને તે જ દેશમાં સ્થાનમાં, પહેલાં દુઃખી કરાયેલા લોકોથી આક્રોશાદિ વડે પ્રતિક્ષણ અલના કરાતા પણ થયેલા તત્વના નિર્ણયપણાથી અદીન મનવાળા નિરાહારી દઢપ્રહારી કંઈક કાલ સુધી વિહાર કરીને પાપને પ્રક્ષાલન કરીને શિવને પામ્યા. /૧૩ ભાવાર્થ : જે મુનિઓએ પરલોકનો માર્ગ જામ્યો છે અર્થાત્ વર્તમાનમાં જેમ જેમ સમભાવની વૃદ્ધિ કરીશ, તેમ તેમ પરલોકમાં મારા હિતની પરંપરા થશે, એ પ્રકારનો જેઓને બોધ છે, તેવા મુનિઓ વર્તમાનના તપ-સંયમનો નાશ પરલોકના વિનાશનું કારણ છે, તેમ જાણીને કોઈ જીવ તેને આક્રોશ કરે, તર્જના કરે, તાડન કરે, અપમાન કરે, હીલના કરે, તોપણ તે નિમિત્તે ચિત્તમાં લેશ પણ વિપરિણામને કરતા નથી. પરંતુ શમભાવની પરિણતિવાળા તે મહાત્માઓ વિચારે છે કે આક્રોશાદિ કરનારા તે જીવો મારા નિમિત્તે કર્મ બાંધીને દુર્ગતિમાં જશે, તેમ તેઓ પ્રત્યે દયાળુ હૃદયવાળા તે મુનિઓ કુપિત થયા વગર તે સર્વ ઉપસર્ગો સહન કરે છે, તેનાથી તેઓના તપ-સંયમ વિશુદ્ધ વિશુદ્ધતર બને છે. જેમ દઢપ્રહારી મહાત્મા લોકોના આક્રોશાદિને સહન કરીને કેવળજ્ઞાનને પામ્યા. I૧૩૬ાા અવતરણિકા : अन्यच्च અવતરણિકાર્ય - અને અન્ય =બીજું દષ્ટાંત, લોકોના ઉપસર્ગોને સહન કરવાના વિષયમાં બતાવે છે – ગાથા - अहमाहय त्ति न य पडिहणंति सत्तावि न य पडिसवंति । મરિન્નતાવિ નર્ડ, સતિ સીહન્તિો a શરૂછા ગાથાર્થ - અધમો વડે હણાયેલા સાધુઓ પ્રતિઘાત કરતા નથી જ અને આક્રોશ કરાયેલા પણ પ્રતિઆક્રોશ કરતા નથી, મરાતા પણ સાધુ સહસ્ત્રમલમુનિની જેમ સહન કરે છે. ll૧૩૭ll ટીકા - अधमैनीचैराहता मुष्ट्यादिभिरिति हेतोन च नैव प्रतिघ्नन्ति, शप्ता अपि न च नैव प्रतिशपन्ते आक्रोशिता अपि नाक्रोशन्तीत्यर्थः । किं बहुना ? मार्यमाणा अपि यतयः सहन्ते सहस्रमल्लवत् । स हि वीरसेननामा पदातिः सन् जीवनं ग्रासं दीयमानमपि राज्ञा त्वयि तुष्टे सर्वं शोभनं Page #242 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૭ ૨૨૩ भविष्यतीत्यभिधाय नाग्रहीत् । अन्यदा प्रात्यन्तिककालसेनोपद्रुते राजनि सभागते कस्तं निग्रहीष्यतीत्यभिदधाने स प्राह-अहं भवदादेशात् । राजाह-एवं कुरु, ततः कृतप्रणामो गत्वैकाकी बद्ध्वानीतवांस्तम् । राज्ञापि जातप्रमोदातिरेकेण सश्लाघमनेकग्रामलक्षदानपूर्वकं दत्तं सहस्रमल्ल इत्यभिधानं । जातोऽसौ राजा, अन्यदा सुदर्शनाचार्यसमीपे धर्ममाकर्ण्य जातवैराग्यो निष्क्रान्तः क्रमेण प्रतिपन्नजिनकल्पो दृष्टः कालसेनेन, सोऽयं दुरात्मा, अपनयाम्यस्याधुना पौरुषमिति वदता पुरुषैः कदर्थयितुमारब्धस्तेन । ततो मन्निमित्तमेते वराका दुर्गतिं यास्यन्तीति करुणापरीतचित्तत्वात् प्रबलशुभध्यानो मृत्वा गतः सर्वार्थसिद्धिमिति ।।१३७।।। ટીકાર્ય : અને ... સર્વાર્થસિદ્ધિતિ | અધમો વડે=નીચ જીવો વડે, મુષ્ટિ આદિથી હણાયેલા એ હેતુથી પ્રતિઘાત કરતા નથી જ અને શાપ અપાયેલા પણ આક્રોશ કરાયેલા પણ, પ્રતિઆક્રોશ કરતા નથી, ઘણાથી શું ? મરાતા પણ યતિઓ સહસમલ્લની જેમ સહન કરે છે. તે વીરસેન નામે સૈનિક છતો રાજા વડે આજીવિકા અપાતી પણ તમે પ્રસન્ન થયે છતે સર્વ સારું થશે,’ એ પ્રમાણે કહીને ગ્રહણ કરતો ન હતો. એકવાર અતિ નજીકના એવા કાલસેનનો ઉપદ્રવ થયે છતે રાજા સભામાં હોતે છત કોણ તેને નિગ્રહ કરશે ? એ પ્રમાણેના કથનમાં તે કહે છે – તમારા આદેશથી હું નિગ્રહ કરીશ. રાજા કહે છે – એ પ્રમાણે તું કર, તેથી કરાયો છે પ્રણામ જેના વડે એવો તે એકાકી જઈને તેને બાંધીને લાવ્યો. રાજા વડે પણ થયેલા પ્રમોદના અતિરેકથી પ્રશંસા સહિત અનેક લાખ ગામ આપવાપૂર્વક સહસમલ્લ એ પ્રમાણે કામ કરાયું. આ રાજા થયો. એકવાર સદર્શનાચાર્ય પાસે ધર્મ સાંભળીને થયેલા વૈરાગ્યવાળા સહસ્રમલે દીક્ષા અંગીકાર કરી, ક્રમ વડે સ્વીકારાયેલા જિતકલ્પવાળા સહસ્ત્રમલ્લ કાલસેલ વડે જોવાયા. તે આ દુરાત્મા છે, હવે આના બળને દૂર કરું, એ પ્રમાણે બોલતા તેના વડે=કાલસેન વડે પુરુષોથી કદર્થના કરવા માટે આરંભ કરાયો, તેથી મારા નિમિત્તે આ બિચારા દુર્ગતિમાં જશે, એ પ્રમાણે કરુણાયુક્ત ચિતપણાથી પ્રબળ શુભધ્યાતવાળા મરીને સર્વાર્થસિદ્ધમાં ગયા. ll૧૩૭ના ભાવાર્થ - મુનિઓ પરલોકના સુખની પ્રાપ્તિનો ઉપાય શમભાવનો પરિણામ છે, એવા પરમાર્થને જોનારા છે અને આક્રોશ આદિ તપ-સંયમના નાશના હેતુ છે, તેમ જોનાર છે, આથી જ અધમ જીવો મહાત્માને મુષ્ટિ આદિથી હણે તોપણ તેનો પ્રતિકાર કરતા નથી. વળી કોઈ આક્રોશ કરે તો પ્રતિઆક્રોશ કરતા નથી, વળી સહસમલ્લની જેમ તેવા મહાત્માને કોઈ મારે તોપણ સહન કરે છે, જેમ સહસ્ત્રમલ્લ મુનિને ગૃહસ્થ અવસ્થાના વેરને સ્મરણ કરીને કાલસેને વધ કરવા માટેનો પ્રયત્ન કર્યો, તોપણ નિર્મલ ચિત્તવાળા સહસમલ્લ પ્રબળ શુભધ્યાનના બળથી સર્વાર્થસિદ્ધમાં ગયા. ll૧૩ળા Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ અવતરણિકા : तदयं महात्मा प्राणप्रहाणेऽपि न क्षान्तेश्चलितः बुध्यते चेदं साधूनां यत आह ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૮ અવતરણિકાર્ય : અને આ મહાત્મા પ્રાણના નાશમાં પણ ક્ષાંતિથી ચલિત થયા નહિ અને સાધુઓનું આ=ક્ષમાશીલપણું જણાય છે, જે કારણથી કહે છે ગાથા : - दुज्जणमुहकोदंडा, वयणसरा पुव्वकम्मनिम्माया । સાકૂળ તે ન બચ્ચા, વંતીનય વદંતાળ ।।૮।। ગાથાર્થ ઃ દુર્જનના મુખરૂપી ધનુષ્યથી નીકળેલાં પૂર્વે કરાયેલા કર્મથી ઉત્પન્ન થયેલાં તે વચનબાણો ક્ષાંતિલકને વહન કરતા સાધુઓને લાગ્યાં નથી. II૧૩૮।। ટીકા ઃ दुर्जनमुखं खलवक्त्रं कोदण्डं धनुरिव येषां ततो निर्गमात्ते तथा, वचनान्येव भेदकत्वात् शरा बाणा वचनशराः, पूर्वकर्मनिर्मिताः, पुराकृतकर्मजनिताः, साधूनां ते न लग्नाः, भूतनिर्देशः स्थितमेतदिति ज्ञापनार्थः, अन्यथा न लगन्ति न लगिष्यन्तीत्यपि ट्रष्टव्यं क्षान्तिरेव तन्निवारणदक्षत्वात् પાર્જ, તāદતાં ધાયતામિતિ ।।૮ાા ..... ટીકાર્ય : दुर्जनमुखं. ધારયતામિતિ ।। દુર્જનનું મુખ=ખલનું મુખ, કોદંડ=ધનુષ્ય જેવું છે. જેઓને તેમાંથી નિર્ગમન હોવાને કારણે તે તેવાં છે=દુર્જનના મુખરૂપી ધનુષ્યથી નીકળેલાં છે, ભેદકપણું હોવાથી વચનો જ શર=બાણો છે=વચનશરો છે, પૂર્વ કર્મ નિર્મિત=પૂર્વે કરાયેલા કર્મથી ઉત્પન્ન થયેલાં વચનરૂપી બાણો છે, સાધુઓને લાગ્યાં નથી. ભૂતકાળનો નિર્દેશ આ સ્થિત છે, એ પ્રમાણે જણાવાના અર્થવાળો છે=ન નનાઃમાં ભૂતકાળનો નિર્દેશ સાધુઓને તે લાગ્યાં નથી, એ સ્થિત છે. એ જણાવવા માટે છે, અન્યથા લાગતાં નથી અને લાગશે નહિ, એ પણ જાણવું. ક્ષાન્તિ જ તેના નિવારણનું દક્ષપણું હોવાથીદુર્જનનાં વચનોના નિવારણનું દક્ષપણું હોવાથી, ફલક છે, તેને વહન કરતાને=ધારણ કરતા મુનિઓને, તે લાગ્યાં નહિ, એમ અન્વય છે. ૧૩૮।। ભાવાર્થ સુસાધુ હંમેશાં ક્ષમાદિ ગુણોથી ભાવિત હોય છે, તેમ પોતાના પૂર્વ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલાં Page #244 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૮-૧૩૯ ૨૨૫ દુર્જનના મુખમાંથી નીકળેલાં કટુવચનો દ્વારા તિરસ્કાર કરે તો પણ સાધુઓને તે વચનો સ્પર્શતાં નથી; કેમ કે સાધુઓ ક્ષાંતિરૂપી ફલકને ધારણ કરનારા હોય છે. તેથી ક્ષાંતિ ગુણની સાથે અથડાઈને તે વચનો નિષ્ફળ જાય છે, પરંતુ મુનિના હૈયામાં પ્રવેશ કરીને શલ્યની જેમ પીડા કરતાં નથી. આથી જ જેઓ સદા ક્ષમાભાવનાથી ભાવિત છે, તેમને કોઈનાં કટુવચનો સ્પર્શતાં નથી. સુસાધુઓ તેવા હોય છે, તેથી તેઓને કોઈનાં કટુવચનો લાગ્યાં નહિ, વર્તમાનમાં લાગતાં નથી અને ભવિષ્યમાં લાગશે નહિ, ન તના: એ પ્રકારનો ભૂતકાળનો પ્રયોગ કર્યો છે તે બતાવે છે કે સુસાધુને લાગ્યાં નથી, તે સ્થિત પદાર્થ છે સદા રહેનારો ભાવ છે. જો તેવું ન હોય તો લાગતાં નથી, લાગશે નહિ, તેમ કહેવું જોઈએ. પરંતુ જે વાસ્તવિક સાધુ છે, તેને ક્યારેય લાગ્યો નથી, તે સ્થિત વસ્તુ છે. તે બતાવવા માટે ભૂતકાળનો પ્રયોગ છે. I૧૩૮ અવતરણિકા : अन्यच्चाविवेकिनः क्रोधावकाशः, न विवेकिन इत्याहઅવતરણિકાર્ય : અને બીજું અવિવેકીને હિતાહિતનો બોધ નથી તેવા અવિવેકીને, ક્રોધનો અવકાશ છે, વિવેકીને નહિ, એને કહે છે – ગાથા : पत्थरेणाहओ कीवो, पत्थरं डक्कुमिच्छइ । मियारिओ सरं पप्प, सरुप्पत्तिं विमग्गइ ।।१३९।। ગાથાર્થ : પત્થરથી હણાયેલો કૂતરો પત્થરને રોષથી ખાવા માટે ઈચ્છે છે, સિંહ બાણને પ્રાપ્ત કરીને બાણની ઉત્પત્તિની માર્ગણા કરે છે. ll૧૩૯IL. ટીકા : प्रस्तरेण पाषाणेन, आहतः क्लीवः श्वा, प्रस्तरं दष्टुं रोषतो भक्षयितुमिच्छति, न च शक्नोति । मृगारिस्तु सिंहः पुनः शरंबाणं प्राप्य भेदकत्वेनासाद्य शरोत्पत्ति, कुतोऽयमायात इति विमृगयते विशेषेण निभालयतीत्यर्थः ।।१३९।। ટીકાર્ય : પ્રસ્તરે ..... નિમાયતીત્યર્થ છે પાષાણથી હણાયેલો નપુંસક એવો કૂતરો પાષાણને રોષથી ખાવા માટે ઈચ્છે છે અને ખાઈ શકતો નથી. વળી સિંહ બાણને પ્રાપ્ત કરીને=ભેદકપણાથી અર્થાત્ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૯-૧૪૦ ઘાયલ થવા રૂપે પ્રાપ્ત કરીને, શરની ઉત્પત્તિને ક્યાંથી આ આવ્યું છે, એ પ્રમાણે વિશેષથી જુએ છે. ૧૩૯ ભાવાર્થ : કૂતરા ઉપર કોઈ પત્થર નાખે તો તે ગુસ્સાથી પત્થરને ખાવા માટે યત્ન કરે છે, જ્યારે સિંહ ઉપર કોઈ બાણ છોડે તો તે સિંહ તે બાણના ઉત્પત્તિસ્થાનની ગવેષણા કરે છે, તેમ સિંહ જેવી વિવેક દૃષ્ટિવાળા સાધુઓ કોઈ આક્રોશ કરે તો તે આક્રોશવચનરૂપ પત્થરનો પ્રતિકાર કરવા યત્ન કરતા નથી, પરંતુ આક્રોશનું મૂળ કારણ પોતાનું તેવા પ્રકારનું કર્મ છે, તેના કારણે આ આક્રોશ કરે છે, તેમ જાણીને તે કર્મને નિષ્ફળ કરવા અર્થાત્ નાશ કરવા શમભાવમાં યત્ન કરે છે. જેમ સિંહ બાણ મારનાર ઉપર તરાપ મારીને બાણ મારનારનો નાશ કરે છે, તેમ પોતાના ઉપર થનાર આક્રોશનું મૂળ બીજભૂત પોતાના ભૂતકાળમાં કરાયેલાં કર્યો છે, તેમ જાણીને સુસાધુ ક્ષમા દ્વારા પોતાનાં કર્મોને નિષ્ફળ કરે છે. જેમ વિર ભગવાનના કાનમાં ગોવાળિયાએ ખીલા ઠોક્યા તોપણ વિર ભગવાન તેના પ્રત્યે કોપ કરતા નથી, પરંતુ પૂર્વનાં બંધાયેલાં પોતાનાં તે પ્રકારનાં ઉપસર્ગજનક કર્મોનો નાશ કરવા શમભાવમાં યત્ન કરે છે, તેથી ઉપસર્ગ સહવા રૂ૫ અંતરંગ પ્રયત્નથી શમભાવના પ્રતિબંધક કર્મો નાશ પામે છે. ll૧૩૯II અવતરણિકા: तथा अविवेकी केनचित्कदर्यमाणः श्ववत्प्रस्तरे तदपकाराय यतते, विवेकी तु मृगारिवन्मूलोत्थानमन्वेषयनेवं भावयतिઅવતરણિતાર્થ - અને કોઈકથી કદર્થના કરાતો અવિવેકી કૂતરો જેમ પત્થરમાં તેમ તેના અપકાર માટે યત્ન કરે છે. વળી વિવેકી સિંહની જેમ મૂળની ઉત્પત્તિનું અન્વેષણ કરતો આ પ્રમાણે ભાવન કરે છે – ગાથા - तह पुब् िकिं न कयं, न बाहए जेण मे समत्थोवि । इण्हि किं कस्स व कुप्पिमो त्ति धीरा अणुप्पेच्छा ।।१४०।। ગાથાર્થ : તે પ્રકારે પૂર્વમાં શું નથી કરાયું? જેના વડે=જે કુશલ કર્મ વડે, સમર્થ એવો પણ મને પીડા ન કરે? હમણાં કેમ અથવા કોની ઉપર કોપ કરીએ? એ પ્રમાણે વિચારીને ઘીર પુરુષો અવિહ્વળ થાય છે. II૧૪૦I Page #246 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૦-૧૪૧ ૨૭ ટીકા : तथा पूर्वं जन्मान्तरे किं न कृतं येन न बाधते=न पीडयति, कुशलकर्मणा हेतुभूतेन, 'मे त्ति' मां समर्थोऽपि प्रभविष्णुरपि, आस्तां नीचादिः अतो ममैवायं दोषः, न कदर्थयितुः, इदानीं किं कुप्यामः किमिति निष्कारणं क्रुध्यामः ?, कस्य चोपरि कुप्याम इति पर्यालोच्य धीरा મહાત્માન, “ગપુષ્યિજી રિ' વિદ્વતા ભવન્તતિ પા૨૪૦પા. ટીકાર્ય : તથા પૂર્વ ..... મવતિ છે તે પ્રકારે પૂર્વમાં=જન્માંતરમાં, શું નથી કરાયું ? જેના વડે હેતુભૂત એવા કુશલ કર્મ વડે, બાધા ન કરે=સમર્થ એવો પણ મને પીડા ન કરે, નીચ આદિ દૂર રહો=નીચ આદિ દૂર રહો, સમર્થ પણ મને પીડા ન કરે, આથી=જન્માંતરમાં મેં કુશલ કર્મ કર્યું નથી. આ મારો જ દોષ છે અર્થાત્ મને આ આક્રોશ કરે છે, તેમાં મારો જ દોષ છે, કદર્થના કરનારનો નહિ, હમણાં કેમ કોપ કરીએ?=કયા કારણથી વિષ્કારણ કોપ કરીએ ? અથવા કોના ઉપર કોપ કરીએ ? એ પ્રમાણે પર્યાલોચન કરીને ધીર એવા મહાત્માઓ અવિઘલ થાય છે. II૧૪૦ ભાવાર્થ - સિંહને જેમ પદાર્થને વાસ્તવિક જોવાની દૃષ્ટિ છે, તેથી સિંહ પોતાની ઉપર તીર મારનારનો નાશ કરવા તત્પર થાય છે, પરંતુ આવેલા બાણ ઉપર કોપ કરતો નથી, તેમ જે મહાત્મામાં તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટ થઈ છે, તેઓ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારા છે. તેથી વિચારે છે કે મને કોઈપણ જીવ આક્રોશ કરે છે તથા પ્રકારના મારા પૂર્વકર્મની પ્રેરણાથી આક્રોશ કરે છે. જો પૂર્વમાં મેં તેવું કર્મ બાંધ્યું ન હોત તો મને આક્રોશ કરત નહિ, વસ્તુતઃ પૂર્વભવમાં જો મેં તેવું કુશલ કર્મ કર્યું હોત તો અસમર્થ પુરુષ તો મને પીડા કરત નહિ, પરંતુ સમર્થ પુરુષ પણ મારા તે પ્રકારના કુશલ કર્મથી હણાયેલી બુદ્ધિવાળો થવાથી મને ક્યારેય ઉપદ્રવ કરી શકે નહિ અને વર્તમાનમાં મને જે ઉપદ્રવ થાય છે, તેમાં મારા પૂર્વકર્મનો જ દોષ છે, તેથી અર્થથી મારો જ દોષ છે, કદર્થના કરનારનો નહિ; કેમ કે મારાં તેવા કર્મોથી પ્રેરાઈને જ કદર્થના કરનારને તેવી બુદ્ધિ થઈ છે, માટે કદર્થના કરનાર ઉપર હું કેમ નિષ્કારણ કોપ કરું ? તે પ્રમાણે તત્ત્વને વિચારવામાં ધીર પુરુષો સર્વ પ્રકારના ઉપદ્રવોમાં અવિહ્વળ થાય છે અર્થાત્ તત્ત્વના ભાવનને કારણે સમભાવને અનુકૂળ તેઓનું સત્ત્વ આક્રોશના નિમિત્તને પામીને અતિશયિત થાય છે. જેથી વિપુલ નિર્જરાને પ્રાપ્ત કરે છે. આથી ઘાણીમાં પિલાતા મહાત્માઓ તે પિલાવાની ક્રિયા નિમિત્તે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી શક્યા. ૧૪ના અવતરણિકા - तदेवं द्वेषिणि द्वेषत्यागोऽभिहितः, अधुनानुरागिण्यपि स्वजनादिके रागत्यागं दृष्टान्तेनाह Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૧ अवतरशिक्षार्थ : તે આકગાથા-૧૪૦માં કહ્યું એ, દ્વેષીમાં મુનિ ઉપર આક્રોશાદિ કરનાર શ્રેણીમાં, દ્વેષત્યાગ કહેવાયો મુનિનો Àષત્યાગ કહેવાયો. હવે અનુરાગી પણ સ્વજનાદિમાં રાગના ત્યાગને મુનિએ सानो त्या ४२वो ऽस. मेने, ४iतथी ४४ छ - गाथा: अणुराएण जइस्सवि, सियायवत्तं पिया धरावेइ । तहवि य खंदकुमारो, न बंधुपासेहिं पडिबद्धो ॥१४१।। गाथार्थ : પિતા અનુરાગથી યતિ પણ છતાને, યતિ એવા પણ પુત્ર મુનિને ધવલ છત્ર ધારણ કરાવે છે અને તોપણ=આવા પણ પ્રતિબંધનું કારણ હોતે છતે સ્કંદકુમાર બંધુના પાશથી=સ્વજનના स्नेहना धनथी, प्रतिवद्ध थया नहि. ||१४१।। टी :__ अनुरागेण स्नेहेन यतेरपि सतः सितातपत्रं धवलछत्रं पिता जनको धारयति, तथापि चेदृशेऽपि प्रतिबन्धकारणे सति स्कन्दकुमारो न बन्धुपाशैः स्वजनस्नेहबन्धनैः प्रतिबद्ध इति ।। अत्र कथानकम् श्रावस्त्यां कनककेतो राज्ञः सुतः स्कन्दकुमारो विजयसेनाचार्यसमीपे धर्ममाकर्ण्य भवविरक्तचित्तो बहूपायैः पितरं प्रत्याय्य निष्क्रान्तः पितापि स्नेहातिरेकेणाद्यदिनादारभ्याप्तपुरुषेण शुभ्रातपवारणं धारयाञ्चकार क्रमेण प्रतिपत्रजिनकल्पो गतोऽसौ काञ्चीनगर्यां, दृष्टश्च गोचरे प्रविष्टो बालकालानीतया सुनन्दाभिधानया लघुतरभगिन्या, ततो हृदयस्फुरितकथितबन्धुभावां सुचिरं स्निग्धदृष्ट्या निरीक्षमाणां तां प्रत्यभिजाननपि स्नेहलेशेनाप्यस्पृष्टचित्तोऽसौ निर्गतो व्यापादितश्च किलेjया तत्पतिना । साऽपि विज्ञाय व्यतिकरं ग्रहग्रहीता सती प्रगुणीकृता नानोपायैर्मन्त्रिभिरिति ।।१४१।। टोडार्थ : अनुरागेण ..... मन्त्रिभिरिति ।। यति पछताने साथी पिता सित माduate ad, ધારણ કરાવે છે અને તોપણ આવા પણ પ્રતિબંધનું કારણ હોતે છતે, સ્કંદકુમાર બંધુના પાશથી= સ્વજનના સ્નેહના બંધનથી, પ્રતિબદ્ધ થયા નહિ. એમાં કથાનક છે – શ્રાવસ્તીમાં કનકકેતુ રાજાના પુત્ર એવા સ્કંદકુમારે વિજયસેન આચાર્ય પાસે ધર્મને સાંભળીને ભવથી Page #248 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૧-૧૪૨ ૨૨૯ વિરક્ત થયેલા ચિત્તવાળા ઘણા ઉપાયો વડે પિતાને સમજાવીને દીક્ષા અંગીકાર કરી. પિતાએ પણ સ્નેહના અતિરેકથી પહેલા દિવસથી માંડીને આપ્ત પુરુષ વડે સફેદ છત્ર ધારણ કરાવ્યું. ક્રમ વડે સ્વીકારાયો છે જિનકલ્પ એવા આ કાંચી નગરીમાં ગયા, ગોચરીએ ગયેલા બાલકાળથી લવાયેલી સુનંદા નામની અત્યંત નાની બહેન વડે જોવાયા, તેથી હૃદયમાં સ્કુલો કહેવાય છે બંધુભાવ જેણી વડે એવી લાંબા વખત સુધી સ્નિગ્ધ દષ્ટિથી જોતી એવી તેણીને ઓળખતા પણ સ્નેહના લેશથી પણ નહિ સ્પર્શાવેલા ચિત્તવાળા આ મુનિ નીકળ્યા અને ખરેખર ઈર્ષાથી તેના પતિ વડે મરાયા. તેણી પણ વ્યતિકરને જાણીને ગ્રહ ગ્રહણ કરાયેલી છતી મંત્રીઓ વડે જુદા જુદા ઉપાયોથી સ્વસ્થ કરાઈ. l/૧૪૧// ભાવાર્થ : સાધુએ જેમ આક્રોશાદિમાં વિહ્વળ થવું જોઈએ નહિ, તેમ અનુરાગી પણ સ્વજનાદિ પ્રત્યે સ્નેહના પરિણામથી લેશ પણ નિરીક્ષણ કરવું જોઈએ નહિ, પરંતુ અંતરંગ સ્નેહનો પરિણામ સ્કુરણ ન થવા દેતાં અસંગભાવની વૃદ્ધિ થાય તેવો જ યત્ન કરવો જોઈએ, તેમાં સ્કંદકુમારનો પ્રસંગ બતાવે છે – સ્કંદકુમારના પિતા પુત્ર પ્રત્યે અત્યંત રાગવાળા હતા, તેથી ઘણા ઉપાયોથી પિતાને સમજાવીને કુંદકુમારે દીક્ષા લીધી, તોપણ પુત્રના સ્નેહથી પિતા આપ્ત પુરુષ વડે તેના મસ્તક ઉપર છત્ર ધારણ કરાવે છે, તોપણ સ્કંદકુમારને પિતા પ્રત્યે લેશ પણ સ્નેહનો પાશ નથી. ત્યારપછી અમ્મલિત જિનવચનાનુસાર સંયમમાં ઉદ્યમ કરીને અંતે જિનકલ્પને સ્વીકારે છે. વિહાર કરતા તે કાંચી નગરીમાં ગયા. ગોચરીએ ગયેલા નાની બહેન વડે જોવાયા, બહેન તેને અત્યંત સ્નેહ દૃષ્ટિથી જુએ છે, તેણીને ઓળખી જવા છતાં તે મહાત્માને બહેન પ્રત્યે લેશ પણ સ્નેહનો પરિણામ થતો નથી. માત્ર જિનકલ્પમાં પ્રતિબદ્ધ માનસવાળા તે મુનિ નિઃસંગભાવથી વિચરે છે, ત્યારે બહેનના પતિએ પોતાની પત્નીનો સ્કંદ મુનિ પ્રત્યે સ્નેહભાવ જોઈને તેમને મારી નંખાવ્યા, તોપણ સર્વત્ર મુનિ નિઃસ્પૃહી રહ્યા. તેમનું દૃષ્ટાંત ગ્રહણ કરીને સુસાધુએ પણ સ્વજનના પાશમાં પ્રતિબદ્ધ થવું જોઈએ નહિ. II૧૪૧૧ અવતરણિકા : साम्प्रतममुमेवार्थं दृढयवाहઅવતરણિકાર્ય : હવે આ જ અર્થને-સાધુએ સ્વજનાદિમાં રાગનો ત્યાગ કરવો જોઈએ એ અર્થને, દઢ કરતાં કહે છે – ગાથા : गुरु गुरुतरो य अइगुरु, पियमाईअवच्चपियजणसिणेहो । चिंतिज्जमाणगुविलो, चत्तो अइधम्मतिसिएहिं ।।१४२।। Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૨ ગાથાર્થ : પિતા-માતા-અપત્ય-પ્રિયજનનો સ્નેહ, ગુરુ, ગુરુતર અને અતિગુરુ છે, વિચારાતો ગહન છે, અતિ ધર્મદૂષિત એવા સાધુઓ વડે ત્યાગ કરાયો. II૧૪. ટીકા : गुरुर्गुरुतरोऽतिगुरुः क्रमेण पितृमात्रपत्यप्रियजनस्नेहः, तत्र पित्रा सह माता पितृमाता, सा चापत्यानि च प्रियजनश्चेति द्वन्द्वः, तेषु तद्विषयः स्नेह इति समासः, ततः पितृमातृस्नेहो गुरुर्दुस्त्यजत्वात्, अपत्यस्नेहो गुरुतरो दुस्त्यजतरत्वात् । प्रियजनो भार्याभगिन्यादिर्यतस्तत्र गाढश्चित्तविश्रामः, ततस्तत्स्नेहोऽतिगुरुः, तद्वियोगस्य मरणादिहेतुत्वात् । एष च चिन्त्यमानो गुपिलः, सर्वोऽपि पर्यालोच्यमानो गहनो दुरन्तभवकारणत्वात् । अतस्त्यक्तोऽतिधर्मतृषितैर्दृढधर्मलम्पटैः साधुभिर्विरुद्धत्वात्तઐતિ ૨૪રા. ટીકાર્ય : ગુરુ ..... તતિ ગુરુ-ગુરુતર-અતિગુરુ, ક્રમથી પિતા-માતા-અપત્ય અને પ્રિયજનનો સ્નેહ છે, ત્યાં=પિતૃમાતુ આદિ સમાસ છે ત્યાં, પિતા સહિત માતા પિતૃમાતા છે અને તેણી અને પુત્રો અને પ્રિયજન એ પ્રકારે દ્વન્દ સમાસ છે, તેઓમાં-પિતૃ આદિમાં, તેમના વિષયવાળો સ્નેહ એ પ્રમાણે સમાસ ત્યારપછી પિતા-માતાનો સ્નેહ ગુરુતર છે; કેમ કે દુસ્યપણું છે. પુત્રોનો સ્નેહ દુસ્થજતરપણું છે, જે કારણથી પ્રિયજન-ભાર્યા-ભગિની આદિ છે તેમાં ગાઢ ચિત્તનો વિશ્રામ છે, તેથી તેમનો સ્નેહ અતિગુરુ છે; કેમ કે તેમના વિયોગનું મરણાદિ હેતુપણું છે અને આ ચિંતવન કરાતો ગુપિલ છે–સર્વ પણ પર્યાલોચન કરાતો ગહન છે; કેમ કે દુરંત ભવનું કારણ પણું છે, આથી અતિધર્મતૃષિત એવા સાધુઓ વડે=દઢ ધર્મમાં લંપટ એવા સાધુઓ વડે, ત્યાગ કરાયો છે; કેમ કે તેનું સ્નેહનું, વિરુદ્ધપણું છે. ૧૪રા ભાવાર્થ સંસારી જીવોને સંગમાંથી આનંદની પ્રાપ્તિ થાય છે, તેથી જેઓને અત્યંત વત્સલ માતા-પિતા પ્રાપ્ત થયાં છે, તેના કારણે તેઓને માતા-પિતા પ્રત્યે અતિ સ્નેહ વર્તે છે. આથી તેમનો ત્યાગ કરવો તેઓ માટે અશક્ય હોય છે, વળી સામાન્યથી પિતા-માતા કરતાં પણ ગુરુતર સ્નેહ પ્રિય પુત્રો પ્રત્યે હોય છે, તેનો ત્યાગ કરવો અતિદુષ્કર છે. વળી પત્ની આદિ પ્રત્યે અતિ ગુરુતર સ્નેહ છે, તે અતિશય દુર્યજ્ય છે. આથી જ તેના વિયોગને કારણે મરણ આદિની પણ પ્રાપ્તિ થાય છે. જેમ રામ ઉપર લક્ષ્મણને ગાઢ પ્રીતિ હતી, તેથી રામના મૃત્યુના સમાચાર મળવાથી લક્ષ્મણનું મૃત્યુ થયું, એથી પ્રિયજનનો સ્નેહ અતિ ગુરુ હોય છે અને આ સર્વ પણ સ્નેહનું પર્યાલોચન કરવામાં આવે તો તે અત્યંત ગહન છે અર્થાત્ સુખપૂર્વક તેનું નિવારણ કરી શકાય તેમ નથી અને નિવારણ ન કરી શકાય તો દુરંત ભવનું કારણ Page #250 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૨–૧૪૩ ૨૩૧ થાય છે. આથી અતિધર્મની તૃષાવાળા એવા મહાત્મા વડે દુષ્કર પણ પ્રિયજનનો સ્નેહ ત્યાગ કરાયો, જો કે તુચ્છ પ્રકૃતિવાળા જીવોને માતા-પિતાદિ કે પુત્રાદિ પ્રત્યે પણ તેવો સ્નેહ હોતો નથી, પરંતુ પોતાના દેહની શાતા પ્રત્યે અતિ સ્નેહ હોય છે અને પોતાને જે અતિ અનુકૂળ વર્તે, તેના પ્રત્યે સ્નેહ થાય છે અને તે અનુકૂળ વર્તનાર પણ પ્રતિકૂળ વર્તે તો સ્નેહ નાશ પામે છે. એટલું જ નહિ પણ અનુકૂળ વર્તનાર પણ સ્વબુદ્ધિથી પ્રતિકૂળ જણાય તો સ્નેહ નાશ પામે છે. તેઓનો સ્નેહનો અભાવ તત્ત્વના પર્યાલોચનથી થયેલો નથી, પરંતુ અતિ સ્વાર્થમાંથી ઉત્પન્ન થયેલો તેમનો સ્નેહ તે વ્યક્તિ પ્રત્યે ઉત્કટ નહિ હોવાથી અને પોતાના સ્વાર્થના કારણભૂત ધનાદિ પ્રત્યે કે દેહાદિ પ્રત્યે ઉત્કટ હોવાથી નાશ પામે છે. આવા પણ જીવો અતિધર્મની તૃષાવાળા થાય તો જ તે પ્રકારનું તુચ્છ માનસ અને વિષયો પ્રત્યેનો સ્નેહ છોડી શકે છે, પરંતુ જેઓમાં માત્ર બાહ્ય સંયમ પાળવાની મનોવૃત્તિ છે અને રાગાદિના ઉન્મેલનને અનુકૂળ દઢધર્મની લંપટતા પ્રગટી નથી, તેવા સાધુઓને અનુકૂળ વિષયોના સ્નેહનો ત્યાગ કરવો દુષ્કર છે.ll૧૪રા અવતરણિકા : તથાદિઅવતરણિકાર્ય : તે આ પ્રમાણે ધર્મની અતિ તૃષાવાળા મુનિઓ વડે તેવા સ્નેહનો ત્યાગ કરાયો છે, એમ પૂર્વમાં કહ્યું તે આ પ્રમાણે છે – ગાથા - अमुणियपरमत्थाणं, बंधुजणसिणेहवइयरो होइ । अवगयसंसारसहावनिच्छयाणं समं हिययं ।।१४३।। ગાથાર્થ : નહિ જણાયેલા પરમાર્થવાળા જીવોને બંધુજનના સ્નેહનો પ્રસંગ હોય છે, જણાયેલા સંસાર સ્વભાવના નિશ્ચયવાળા મહાત્માનું હૃદય સમાન હોય છે સર્વત્ર રાગ-દ્વેષ રહિત હોય છે. ll૧૪૩ ટીકા :___ अमुणितपरमार्थानामज्ञाततत्त्वानां बन्धुजनस्नेहव्यतिकरः स्वजनानुरागसम्बन्धो भवति । अवगतो ज्ञातः संसारस्वभावस्य भवस्वरूपस्य विशरारुरूपतया निश्चयो निर्णयो येषां ते तथा, तेषां पुनः समं=तुल्यं स्नेहद्वेषरहितं हृदयं सर्वत्र भवतीति ।।१४३।। ટીકાર્ય : ગણિત .... મવતીતિ અમુણિત પરમાર્થવાળા જીવોને=અજ્ઞાત તત્વવાળા જીવોને, બંધુજનના સ્નેહનો વ્યતિકર=સ્વજનના અનુરાગનો સંબંધ, થાય છે, અવગત છે=જ્ઞાત છે સંસારનો સ્વભાવ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૩-૧૪૪ વિશરારુરૂપપણાથી અર્થાત્ નાશવંત રૂપપણાથી ભવના સ્વરૂપનો નિશ્ચય છે જેમને તે તેવા છે, તેઓનું હદય સર્વત્ર તુલ્ય વર્તે છે સ્નેહ-દ્વેષ રહિત વર્તે છે. II૧૪૩ ભાવાર્થ : જે સંસારી જીવોને માત્ર અનુકૂલ પદાર્થોમાં સુખ દેખાય છે અને બાહ્ય પ્રતિકૂલ ભાવોમાં દુઃખ દેખાય છે, તેવા જીવો ક્વચિત્ સંસાર ત્યાગ કરે, સંયમ ગ્રહણ કરે, સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ આત્મહિત અર્થે કરે, તોપણ જેમને બોધ નથી કે ચિત્તમાં વર્તતા સંશ્લેષના પરિણામથી સંસાર છે અને ચિત્તના સંશ્લેષના તિરોધાનને અનુકૂળ દઢ વ્યાપારથી ધર્મ નિષ્પન્ન થાય છે, તે પ્રકારના બોધ વગરના જીવોને બંધુજનના સ્નેહનો પ્રસંગ અવશ્ય થાય છે, આથી જ ગૃહસ્થ અવસ્થામાં તેમનો સ્નેહ હતો, તે પણ પરસ્પર વિરુદ્ધ પ્રકૃતિને કારણે તૂટે છે, તેવા જીવો સંયમ ગ્રહણ કરે ત્યારપછી તે બંધુજન જ તેમની પાસે આવીને પ્રીતિ વ્યક્ત કરે, ત્યારે અતિ પ્રીતિપાત્ર બને છે; કેમ કે નહિ જણાયેલા પરમાર્થવાળા તેઓ માત્ર બાહ્ય આચરણામાં ધર્મને જોનારા છે અને પોતે બાહ્ય ત્યાગ કર્યો છે માટે કૃતકૃત્ય છે, તેમ માનીને બાહ્ય પદાર્થોમાં પોતાની સ્નેહની પ્રકૃતિને જોડીને પોતાનો ભવ નિષ્ફળ કરે છે અને જેમને ભવનું સ્વરૂપ યથાર્થ જણાયું છે, તેવા મહાત્માઓ તો ભવના કારણભૂત સંગથી પર થવા અંતરંગ યત્ન કરે છે. તેથી બાહ્ય સંયમની ક્રિયાથી કે બાહ્ય ત્યાગથી તેમનું ચિત્ત સંતોષવાળું નથી, પરંતુ બાહ્ય ભાવોમાં ચિત્ત સંશ્લેષ ન પામે તે પ્રકારે જ દૃઢ પ્રણિધાન કરીને સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે. તેથી તેમનું ચિત્ત રાગ-દ્વેષ રહિત સર્વત્ર સમાન રહે છે. ll૧૪૩ અવતરણિકા : किं चेह लोकेऽप्यनर्थहेतुत्वाद् बन्धूनां निनिमित्तस्तद्गोचरः स्नेह इति दृष्टान्तैः प्रतिपिपादयिषुरगाथामाहઅવતરણિતાર્થ - વળી આ લોકમાં પણ અનર્થનું હેતુપણું હોવાથી બંધુઓનો તેના વિષયવાળો લિલિમિત સ્નેહ છે, એ પ્રમાણે દાંતો વડે કહેવાની ઈચ્છાવાળા દ્વારગાથાને કહે છે – ગાથા - माया पिया य भाया, भज्जा पुत्ता सुही य नियगा य । इह चेह बहुविहाई, करंति भयवेमणस्साइं ।।१४४।। ગાથાર્થ : માતા, પિતા, ભ્રાતા, ભાર્યા, પુત્રો, મિત્રો, સ્વજનો અહીં જ=આ લોકમાં જ, ઘણા પ્રકારે ભય-વૈમનસ્યાદિને કરે છે. II૧૪૪ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૪-૧૪પ ટીકા : માતા, પિતા, વશી: સમુષ્ય, બ્રાતા, મા, પુત્ર સુદવ=મિત્રાળ, નિનાદ=શ્વનના, इहैव बहुविधानि कुर्वन्ति भयवैमनस्यानि त्रासमनोदुःखानीति समासार्थः । अवयवार्थं तु प्रतिद्वारं વસ્યતિ સા૨૪૪ના ટીકાર્ચ - માતા અવશ્યતિ | માતા, પિતા, ૨ શબ્દો સમુચ્ચયમાં છે. ભાઈ, ભાર્યા, પુત્રો, મિત્રો, પોતાના સ્વજનો અહીં જ=વર્તમાન ભવમાં જ, ઘણા પ્રકારે ભય-વૈમનસ્યોને ત્રાસ-મનદુ:ખોને, કરે છે એ પ્રકારે સમાસ અર્થ છે. વળી અવયવાર્થ પ્રતિદ્વાર કહેવાશે. ll૧૪૪ ભાવાર્થ : જે જીવોને સ્વજન પ્રત્યેનો ગાઢ રાગ સંયમમાં દઢ ઉદ્યમ કરવામાં બાધક થાય છે, તેમણે તેનાથી થનારા વર્તમાન ભવના સંભવિત અનર્થોનું ભાવન કરવું જોઈએ, જેથી પોતાનો રાગ ક્ષીણ થાય. જેમ ધનના અર્થી જીવે આ લોકમાં ધનને કારણે શું શું અનર્થો સંભવિત છે, તેનું પૂર્વમાં બતાવ્યું તેમ ભાવન કરે તો તેની ધન મેળવવાની અને સંગ્રહ કરવાની વૃત્તિ ક્ષીણ થાય છે અને આ લોકમાં ધનથી શું શું અનુકૂળતા મળે છે, તેનું ભાવન કરે તો તેનો ધન પ્રત્યેનો વિદ્યમાન રાગ પ્રવર્ધમાન બને છે. તેમ માતા-પિતા પોતાને કઈ રીતે હિતકારી છે, તેની ઉચિત વિચારણા ઔચિત્યના પાલન માટે વિવેકી પુરુષે અવશ્ય કરવી જોઈએ. આથી જ માતા-પિતા દુષ્પતિકાર છે, તેમ શાસ્ત્રવચન છે, તોપણ તેમનો સ્નેહ મોક્ષપંથમાં જવામાં બાધક થતો હોય તોપણ સ્નેહના પ્રતિબંધને તોડવા માટે આ ભવમાં પણ તે સ્નેહ કઈ રીતે અનર્થકારી છે, તેમ નિપુણ પ્રજ્ઞાથી જેઓ ભાવન કરે છે, તેમનો બાહ્ય એવા સ્વજનાદિ પ્રત્યેનો સ્નેહપ્રતિબંધ તૂટે છે. તેથી સુખપૂર્વક અસંગભાવમાં જવા સમર્થ બને છે, તે માટે જ પ્રસ્તુત દ્વારગાથામાં માતા-પિતાદિ દ્વારા આ લોકમાં જ ઘણાં ત્રાસ-મનોદુઃખાદિ પ્રાપ્ત થાય છે, તે બતાવે છે. I૧૪૪ અવતરણિકા : तत्राद्यद्वारमधिकृत्याहઅવતરણિતાર્થ :તેમાં આદ્ય દ્વાર=માતા નામના પ્રથમ દ્વારને આશ્રયીને કહે છે – ગાથા : माया नियगमइ विगप्पियम्मि अत्थे अपूरमाणम्मि । पुत्तस्स कुणइ वसणं, चुलणी जह बंभदत्तस्स ।।१४५।। Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪પ ગાથાર્થ : નિજ મતિવિકલ્પિત પ્રયોજન નહિ પુરાયે છતે માતા પુત્રને કષ્ટ કરે છે, જે પ્રમાણે ચુલની બ્રહ્મદતને કષ્ટ કરે છે. ll૧૪ull ટીકા : माता-जननी निजकमतिविकल्पिते स्वीयबुद्धिचर्चिते अर्थेप्रयोजनेऽपूर्यमाणेऽसम्पद्यमाने पुत्रस्य करोति व्यसनमापदं, चुलनी यथा ब्रह्मदत्तस्येत्यक्षरार्थः । कथानकमधुना-मृते ब्रह्मराजे तत्पत्नी चुलिनी दीर्घनाम्ना तन्मित्रेण सह विनष्टा । विज्ञाता धनुमन्त्रिणा, व्युत्पादितस्तेन तत्सुतो ब्रह्मदत्तः काककोकिलादिसङ्ग्रहणदर्शनेन, दत्तश्च सहचरस्तस्य वरधनुरात्मतनयः । तयापि कुतश्चिद् ज्ञात्वा तं व्यतिकरं चिन्तितं भविष्यति मे रतिविघ्नः ततोऽमुमेव ब्रह्मदत्तं व्यापादयामीति जनापवादक्षालनार्थमुद्वाहितः काञ्चित्कन्यकां, प्रवेशितः पूर्वरचिते जतुगृहे, दापितोऽलक्षितोऽग्निः, मन्त्रिणा प्राग्रचितप्रयोगेण निष्कासितो भूमिखातेन गतो देशकाનિત્તિ ૨૪૧ ટીકાર્ચ - માત=ગનની સેવાનિવરિ I માતા=જનની, નિજ મતિવિકલ્પિત અર્થ નહિ પુરાયે છ0= પોતાની બુદ્ધિથી ચર્ચિત એવું પ્રયોજન અપ્રાપ્ત થયે છતે, પુત્રના વ્યસનને=આપત્તિને કરે છે. જે પ્રમાણે બ્રહ્મદત્તને ચુલની, એ પ્રમાણે અક્ષરાઈ છે. હવે કથાનક – બ્રહ્મરાજ મૃત્યુ પામે છતે તેની પત્ની ચુલની દીર્ઘ નામના મંત્રી સાથે વિનષ્ટ થઈ=વ્યભિચારિણી થઈ, ધનુ મંત્રી વડે જણાઈ, તેના વડે તેનો પુત્ર બ્રહ્મદત્ત કાગડો-કોયલ આદિ સંગ્રહણકના દર્શન વડે જણાવાયો અને પોતાનો પુત્ર વરધનુ તેને સહચર અપાયો, તેણી વડે પણ ક્યાંકથી તે વ્યતિકરને જાણીને વિચારાયું. મને રતિમાં વિન થશે, તેથી આ જ બ્રહ્મદત્તને મારી નાખ્યું અને જનઅપવાદ ધોવા માટે કોઈક કન્યાને પરણાવાયો. પૂર્વે રચાયેલા લાક્ષાગૃહમાં પ્રવેશ્યો. નહિ જણાયેલો અગ્નિ અપાયો, મંત્રી વડે પણ પૂર્વે રચાયેલા પ્રયોગ વડે કઢાયો, ભૂમિખાતથી સુરંગથી, દેશકાલિકપણાથી ગયો. 7/૧૪પ ભાવાર્થ - માતા લાલન-પાલન કરીને બાળકને મોટો કરે છે અને બહુલતાએ પુત્ર પ્રત્યે અત્યંત સ્નેહ હોય છે. તેથી પુત્રને પણ માતા પ્રત્યે અતિસ્નેહ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય અને વિવેકી પુત્ર માતાના ઉપકારને સ્મરણ કરીને તેની સાથે અવશ્ય ઉચિત વર્તન કરે. આમ છતાં આત્મહિત સાધવામાં માતાનો સ્નેહ વિજ્ઞભૂત થતો હોય તો સંયમ ગ્રહણ કર્યા પછી પણ તે સ્નેહના તાંતણા દૂર થતા નથી, તેના નિવારણનો ઉપાય પ્રતિપક્ષ ભાવના છે અને તેમાં પણ વર્તમાન જન્મના અનર્થોનું ભાવના અનુભવ અનુસાર કરવામાં Page #254 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૫–૧૪૬ ૨૩૫ આવે તો સ્નેહનાં બંધનો જલ્દી તૂટે છે. તેથી વિવેકી મહાત્મા વિચારે છે કે કોઈ માતાને પોતાની મતિથી વિકલ્પિત સુખના ઉપાયની પ્રાપ્તિ કરવી હોય અને તેનો પુત્ર વિઘ્નભૂત થાય તો તે માતા પુત્રનો પણ નાશ કરવા તત્પર થાય છે. જેમ ચુલની માતા બ્રહ્મદત્ત પુત્રનો નાશ કરવા તત્પર થઈ. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા વિચારે કે ‘સંસારી જીવો માટે કંઈ અસંભવિત નથી, વર્તમાનમાં જે માતા મારા પ્રત્યે અત્યંત સ્નેહ ધારણ કરે છે, તે જ માતા કોઈક નિમિત્તથી તેના કલ્પિત સુખમાં હું વિઘ્નભૂત થાઉં તો મારો નાશ કરવા પણ તત્પર થાય, માટે આવા અસાર સ્નેહથી સર્યું,' તેમ ભાવન કરીને માતાના સ્નેહના પ્રતિબંધને દૂર કરવા યત્ન કરે તો તે મહાત્મા સંયમમાં સુખપૂર્વક યત્ન કરી શકે છે. ૧૪૫ા અવતરણિકા : पितृद्वारमधिकृत्याह – અવતરણિકાર્થ : પિતૃદ્વારને આશ્રયીને કહે છે ગાથાઃ सव्वंगोवंगविगत्तणाओ, जगडणविहेडणाओ य । कासी य रज्जतिसिओ, पुत्ताण पिया कणयकेऊ ।। १४६ ।। ગાથાર્થ ઃ રાજ્યને માટે તરસ્યા થયેલા પિતા કનકેતુએ પુત્રોનાં સર્વ અંગોપાંગની વિકર્તના કદર્થનાવિબાધાને કરી. II૧૪૬II ટીકા ઃ सर्वाङ्गोपाङ्गविकर्तनाः समस्तावयवच्छेदनाः, जगडनविहेठनाश्च कदर्थनविबाधाश्च अकार्षीत् कृतवान्, चशब्दात्कारितवांश्च । राज्यतृषितो वर्धमाना ममैते राज्यं हरिष्यन्तीत्यभिप्रायेणेत्यर्थः पुत्राणां पिता कनककेतुर्नाम राजा । स हि विविधयातनाभिर्जातान् जातान् स्वसुतान् मारितवान् । पश्चात्तेतलिमन्त्रिणा महादेव्या दारिका जाता सा च मृतेतिव्याजेन कनकध्वजस्तत्सुतः स्वगृहे निधाय रक्षितः, स तस्मिन् मृते राज्येऽभिषिक्त इति । । १४६ ।। ટીકાર્ય ઃ सर्वाङ्गोपाङ्ग કૃતિ ।। પુત્રોના અંગ-ઉપાંગની વિકર્તના=સમસ્ત અવયવતી છેદના અને કદર્થના અને વિબાધાને કરી અને ચ શબ્દથી કરાવી, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪-૧૪૭ કોણે કરાવી ? એથી કહે છે – રાજ્ય માટે તરસ્યા થયેલા પિતા કાકકેતુ નામના રાજાએ વધતા એવા આ=મારા પુત્રો, રાજ્યને લઈ લેશે, એ પ્રકારના અભિપ્રાયથી કરી – તે જન્મેલા જન્મેલા પોતાના પુત્રોને વિવિધ યાતનાઓથી મારતો હતો, પાછળથી તેટલીપુત્ર મંત્રી વડે ‘મહાદેવીને બાળકી થઈ તે મરી' એ પ્રમાણે કપટથી તેનો પુત્ર=રાજાનો પુત્ર કનકધ્વજ પોતાના ઘરમાં રાખીને રક્ષણ કરાયો, તે મરણ પામે છત=રાજા કનકકેતુ મરણ પામે છતે, તે= પુત્ર કનકધ્વજ, રાજ્ય ઉપર અભિષેક કરાયો. ૧૪૬ ભાવાર્થ : પિતા પ્રત્યે ઔચિત્ય પાલન માટે પિતાથી કરાયેલા ઉપકારનું સ્મરણ આવશ્યક છે, તોપણ યોગમાર્ગની પ્રવૃત્તિમાં પિતાનો સ્નેહ અતિ બાધક છે, તેથી વિવેકી પુરુષે પિતાના સ્નેહના ત્યાગ માટે વિચારવું જોઈએ કે સંસારનું આ વિચિત્ર સ્વરૂપ છે કે પિતા પણ જ્યારે સ્વાર્થવશ બને છે, ત્યારે પુત્રની વિડંબના કરનાર થાય છે, માટે આ મારા પિતા છે, એ પ્રકારે સ્નેહને વશ થઈને યોગમાર્ગની પ્રવૃત્તિ શિથિલ કરવી જોઈએ નહિ, પરંતુ સર્વ ઉદ્યમથી સર્વત્ર સ્નેહરહિત થવા પ્રયત્ન કરવો જોઈએ અને તે ભાવની ઉત્પત્તિ માટે ભાવન કરવું જોઈએ કે રાજ્યની તૃષાવાળો કનકકેતુ રાજા અત્યંત દ્વેષથી પોતાના પુત્રોનાં અંગોપાંગો જન્મતાની સાથે છેદી નાખતો હતો અને જન્મેલા પુત્રોને કદર્થના અને પીડાઓ કરતો હતો અને બીજા પાસે કરાવતો હતો, તેથી સંસારમાં પિતા જ પિતારૂપે પુત્ર પ્રત્યે દ્વેષી થઈ શકે છે; જ્યારે તે પ્રકારનો મોહ પ્રવર્તે છે, ત્યારે પિતાને પુત્ર પુત્ર દેખાતો નથી, પરંતુ પોતાના રાજ્ય માટે વિજ્ઞભૂત શત્રુ દેખાય છે. આ રીતે સંસારના કર્મજન્ય સ્વરૂપનું ભાવન કરીને પિતાના સ્નેહનો ત્યાગ કરવો જોઈએ. I૧૪વા અવતરણિકા : अधुना भ्रातृद्वारमुद्दिश्याहઅવતરણિકાર્ય : હવે ભ્રાતાદ્વારને ઉદ્દેશીને કહે છે – ગાથા : विसयसुहरागवसओ, घोरो भायाऽवि भायरं हणइ । आहाविओ वहत्थं, जह बाहुबलिस्स भरहवई ।।१४७।। ગાથાર્થ : વિષયસુખના રાગને વશ એવો ઘોર ભાઈ પણ ભાઈને હણે છે, જે પ્રમાણે બાહુબલીના વધ માટે ભરતપતિ અભિમુખ થયો. II૧૪૭ી. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૭–૧૪૮ ટીકા : विषयसुखरागवशकः शब्दादिसुखगृद्धिपराधीनो घोरो भयानकः प्रहरणग्रहणात् भ्रातापि भ्रातरं हन्ति । आधावितोऽभिमुखं गतो वधार्थं व्यापादननिमित्तं यथा बाहुबलिनो भरतपतिश्चक्रवर्ती । कथानकं प्राक्कथितमिति ।।१४७।। ટીકાર્ય : વિષયસુહરી: ..... થિમિતિ વિષય સુખના રાગને વશ=શબ્દાદિ સુખની વૃદ્ધિને પરાધીન, ઘોર=ભયાનક એવો =મારવા માટે હથિયાર ગ્રહણ કરેલ હોવાથી ભયાનક એવો, ભાઈ પણ ભાઈને હણે છે, જે પ્રમાણે બાહુબલીના વધ માટેeતાશ નિમિતે, ભરતપતિ ચક્રવર્તી અભિમુખ થયા. કથાનક પહેલાં કહેવાયેલું છે. I૧૪૭ના ભાવાર્થ : ભાઈ પ્રત્યેના અતિ સ્નેહવાળા જીવે ભાવન કરવું જોઈએ કે વિષય સુખના રાગને વશ મારવામાં તત્પર થયેલ ઘોર એવો ભાઈ પણ ભાઈને હણે છે. જેમ ભરત બાહુબલીને મારવા માટે દોડેલ, તેથી સંસારનું આ પ્રકારનું સ્વરૂપ હોવાથી અસાર એવા ભાઈના સ્નેહથી સર્યું, એમ ભાવન કરીને તે પ્રકારના સ્નેહના પ્રતિબંધને દૂર કરવા યત્ન કરવો જોઈએ. સામાન્યથી બળદેવ-વાસુદેવને એકબીજા પ્રત્યે અતિ ભ્રાતૃસ્નેહ હોય છે, આથી જ કૃષ્ણ અને બલભદ્રને પરસ્પર સ્નેહ હતો. તેથી વિવેકસંપન્ન પણ બલભદ્રને કૃષ્ણના જીવતા સુધી સંયમનો પરિણામ ન થયો અને મૃત્યુ પછી પણ અતિ સ્નેહને વશ તેના મડદાને સજીવ માનીને ફેરવે છે અને જ્યારે ભાઈ મરી ગયો છે, તેવો બોધ થાય છે, ત્યારે જ તે સ્નેહનાં બંધનો તોડી શકે છે, તેથી ગાઢ સ્નેહનાં બંધનોના નિવારણ માટે પ્રસ્તુત ગાથાના ભરત-બાહુબલીના દૃષ્ટાંતથી ભાવન કરીને મહાત્માઓ ભાઈ પ્રત્યેનો સ્નેહ વૃદ્ધિ પામે નહિ, તેવો યત્ન કરે છે. ll૧૪ળા અવતરણિકા : साम्प्रतं भार्याद्वारं विवृण्वन्नाहઅવતરણિતાર્થ :હવે પત્નીદ્વારને વિવરણ કરતાં કહે છે – ગાથા : भज्जावि इंदियविगारदोसनडिया करेइ पइपावं । जह सो पएसिराया, सूरियकंताई तह वहिओ ।।१४८।। Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૮-૧૪૯ ગાથાર્થ : ઈન્દ્રિયના વિકારના દોષથી નચાવાયેલી પત્ની પણ પતિપાપને પતિને મારવાના પાપને, કરે છે, જે પ્રમાણે તે પ્રદેશ રાજા સૂર્યકાંતા વડે તે પ્રમાણે વધ કરાયો. ૧૪૮. ટીકા : भार्यापि पत्न्यपि, आस्तामन्याः इन्द्रियविकारदोषनटिता चक्षुरादिविकृत्यपरा-धविगोपिता करोति पतिपापं भर्तारं मारयतीत्यर्थः, यथासौ प्रदेशिराजः सूर्यकान्तया तथा विषदान-प्रकारेण वधितो मारितः । प्राक्कथितमिदमपि कथानकमिति ।।१४८।। ટીકાર્ય : માજિ. થાનનિ || ભાય પણ=પત્ની પણ, અન્ય દૂર રહો, ઇન્દ્રિયના વિકારના દોષથી નચાવાયેલી=ચક્ષ આદિ વિકૃતિના અપરાધથી વિગોપિત એવી પત્ની પણ, પતિપાપને કરે છે= ભર્તાને મારે છે, જે પ્રમાણે આ પ્રદેશી રાજા સૂર્યકાંતા વડે તે પ્રકારે=વિષ આપવાના પ્રકારથી હણાયો, આ પણ કથાનક પહેલાં કહેવાયેલું છે. ૧૪૮ ભાવાર્થ : કેટલાક જીવોને સ્ત્રીનો રાગ અતિશય હોય છે, તેનો ત્યાગ અતિ દુષ્કર હોય છે. તેના કારણે ધર્મને અભિમુખ સુંદર ચિત્ત હોવા છતાં સંયમયોગમાં યત્ન કરવા સમર્થ બનતા નથી, એવા જીવોએ સ્ત્રીનો રાગ ત્યાગ કરવા માટે તેવાં જ દૃષ્ટાંતો વારંવાર ભાવન કરવાં જોઈએ; કેમ કે કર્મજન્ય વિચિત્ર રાગ અતિશય હોય ત્યારે કઈ રીતે પરાવર્તન પામે, તે નિયત નથી. વર્તમાનમાં પોતાના પ્રત્યે રાગવાળી પત્ની પણ ગમે તે નિમિત્તને પામીને અન્યત્ર રાગવાળી થાય છે, ત્યારે તે જ વિનાશનો હેતુ બને છે. આથી જ ઇન્દ્રિયવિકારના દોષથી વિનાશને પામેલી સૂર્યકાંતા પત્નીએ પ્રદેશી રાજાનો વધ કર્યો. આ પ્રકારે સૂક્ષ્મ દૃષ્ટિથી રાગની ચલચિત્તતાનું ભાવન કરવાથી પત્નીને મારા પ્રત્યે અત્યંત રાગ છે, તે બુદ્ધિથી વધતો પોતાનો રાગ નાશ પામે છે. તેનાથી સંયમને અનુકૂળ દૃઢ વ્યાપાર થઈ શકે છે. ll૧૪૮ અવતરણિકા : पुत्रद्वारोद्देशेनाहઅવતરણિકાર્ય :પુત્રદ્વારના ઉદ્દેશથી કહે છે – ગાથા : सासयसुक्खतरस्सी, नियअंगसमुन्भवेण पियपुत्तो । जह सो सेणियराया, कोणियरण्णा खयं नीओ ।।१४९।। Page #258 -------------------------------------------------------------------------- ________________ पहेशभाला भाग - १ / गाथा - १४७ गाथार्थ : જે પ્રમાણે શાશ્વત સુખનો તરસ્યો પ્રિય પુત્રવાળો તે શ્રેણિક રાજા પોતાના અંગથી ઉત્પન્ન થયેલ કોણિક રાજા વડે ક્ષયને પ્રાપ્ત કરાયો=મૃત્યુને પ્રાપ્ત કરાયો. ।।૧૪૯।। २३७ टीका : तरो वेगस्तद्विद्यते यस्यासौ तरस्वी, शाश्वतसौख्ये मोक्षसुखे तरस्वी क्षायिकदर्शनत्वात् शाश्वतसौख्यतरस्वी, स किं ? निजकाङ्गसमुद्भवेन पुत्रेणेत्यर्थः, प्रियः पुत्रो यस्येति प्रियपुत्रः सन् यथासौ श्रेणिकराजः कोणिकराजेन क्षयं नीतः, तथान्योऽपि नीयत इत्यक्षरार्थः भावार्थ: कथानकादवसेयस्तच्चेदं I राजगृहे श्रेणिकराजपत्न्याश्चेल्लणाया गर्भदोषाद्भर्तुरन्त्रभक्षणे दोहदमभूत्, पूरितं तदन्धकारे कृत्रिमान्त्रैर्मन्त्रिणा । जातश्चोज्झितो दुष्टोऽयमिति दारकस्तया गृहोपवने, दृष्टः श्रेणिकेन समर्पितो धात्र्याः कृतमशोकचन्द्र इति नाम । तस्य चोज्झितस्य कुक्कुटेनाङ्गुली मनाग् भक्षिताऽऽसीत् । तत्पीडया रुदतोऽतिस्नेहेन तस्य क्लेददिग्धां तां पिता चूषितवान् । प्रगुणीभूता च सा कोना जाता, तद्द्वारेणासौ कोनिक इत्याकारितः । पश्चात्कोनिकाय राज्यं दित्सुना राज्ञा हल्लविहल्लाभ्यामष्टादशवक्त्रो हारः कुण्डलयुग्मं हस्तिरत्नं च दत्तम् । अज्ञाततदभिप्रायस्योत्पन्नः कोनिकस्य मत्सरः, ततोऽसौ सामन्तान् सहायीकृत्य श्रेणिकं स्वपितरं बद्ध्वा चारकेऽक्षिपत् । कशानां शतेन कदर्थयति च प्रतिदिनं क्रोधावेशात् । अन्यदा भुञ्जानस्योत्सङ्गोपविष्टेन तस्य सुन भाजने मूत्रितं, मनागपसार्य भुक्तं तत्तेन, चेल्लणां च प्रत्युक्तं - अम्ब ! दृष्टो ममापत्यस्नेहः ! सा गद्गद्वागाह - यत्तवोपर्यपि त्वत्पितुर्गुरुतरः स्नेहोऽभूत्तत्फलमधुनानुभवति स इदानीम् । प्राहकथं ? तयापि कथितो वृत्तान्तः । ततो जातपश्चात्तापः स्वयमेव गृहीत्वा निगडखण्डनार्थं परशुं गतः कारागृहम् । आगच्छन् स दृष्टो गुप्तिपालैः कथितश्च तैः श्रेणिकाय । तेनापि दुःखमारेण मामयं मारयिष्यतीति सञ्चिन्त्य भक्षितं तालपुटं विषं, प्राग्बद्धायुष्कत्वान्मृत्वा गतः स प्रथमपृथिवीम्, इतरोऽपि कालेन षष्ठीमिति । । १४९।। टीडार्थ : तरो षष्ठीमिति ।। त२=वेग, ते विद्यमान छे भेने ते तरस्वी शाश्वत सोध्यमां=मोक्षसुषमां, તરસ્વી; કેમ કે ક્ષાયિક દર્શનપણું છે, તે શું ? એથી કહે છે પોતાના અંગથી ઉત્પન્ન થયેલા પુત્ર વડે પ્રિય પુત્ર છતો એવો આ શ્રેણિક રાજા જે પ્રમાણે=કોણિક રાજા વડે, ક્ષય પ્રતિ લઈ જવાયો, તે પ્રમાણે અન્ય પણ લઈ જવાય છે, એ પ્રમાણે અક્ષરાર્થ છે. - Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૯-૧૫૦ ભાવાર્થ કથાનકથી જાણવો અને તે આ – રાજગૃહમાં શ્રેણિક રાજાની પત્ની ચલણાને ગર્ભના દોષથી સ્વામીના આંતરડાના ભક્ષણમાં દોહલો થયો, અંધકારમાં કૃત્રિમ આંતરડાથી મંત્રી વડે તે પુરાયો. આ દુષ્ટ છે, એથી તેણી વડે જન્મેલો બાળક ઘરના ઉપવનમાં ત્યાગ કરાયો. શ્રેણિક વડે જોવાયેલો ધાત્રીને અપાયો. અશોકચંદ્ર એ પ્રમાણે નામ કરાયું અને ત્યાગ કરાયેલા એવા તેની અંગુલી કુકડા વડે થોડી ખવાઈ હતી, તેની પીડાથી રડતા એવા તેની ક્લેદથી ખરડાયેલી તે અંગુલીને પિતાએ અતિ સ્નેહથી ચૂસી અને સાજી થયેલી તે અંગુલી ખૂણાવાળી થઈ. તે દ્વારથી આ કોણિક એ પ્રમાણે બોલાવાયો. પાછળથી કોણિકને રાજ્ય આપવાની ઇચ્છાવાળા રાજા વડે હલ્લ-વિહલ્લને અઢાર ચક્રવાળો હાર, કંડલયુગ્મ અને હસ્તિત્વ અપાયું. નથી જણાયો તેમનો અભિપ્રાય એવા કોણિકને મત્સર ઉત્પન્ન થયો. તેના વડે કોણિક વડે, ત=રાજા, સામત્તાની સહાય કરીને બાંધીને જેલમાં નંખાયો અને ક્રોધના આબંધથી પ્રતિદિન ચાબુકના સો ટકા વડે કર્થના કરાવે છે. એકવાર ભોજન કરતા એવા તેના ખોળામાં બેઠેલા પુત્ર વડે ભાજનમાં પેશાબ કરાયો, સહેજ દૂર કરીને તેના વડે તે ખવાયું અને ચેલ્લણા પ્રત્યે કહેવાયું – હે માતા ! મારો સંતાનસ્નેહ જોવાયો? ગદ્ગદ્ વાણી વડે તેણી કહે છે – પુત્ર ! તારા પિતાનો ગુરુતર સ્નેહ હતો, હમણાં તેના ફળને અનુભવે છે. તે કહે છે – કેવી રીતે? તેથી તેણી વડે વૃત્તાંત કહેવાયો. તેથી પશ્ચાત્તાપ થયો. સ્વયં જ બેડી તોડવાને માટે કુહાડીને ગ્રહણ કરીને કારાગૃહમાં ગયો, આવતો ગુપ્તિપાલો વડે જોવાયો. તેઓ વડે શ્રેણિકને કહેવાયોઃવૃત્તાંત કહેવાયો. તેના વડે પણ દુઃખમાર વડે આ મને મારશે, એ પ્રમાણે વિચારીને તાલપુટ વિષ ભક્ષણ કરાયું. પહેલાં બંધાયેલા આયુષ્યપણાથી મરીને પહેલી નરકમાં ગયો, બીજો પણ=કોણિક પણ, કાલ વડે મૃત્યુ પામીને, છઠી નરકમાં ગયો. /૧૪૯ ભાવાર્થ - પુત્ર પ્રત્યે અત્યંત સ્નેહ હોય તેણે તેના વારણ માટે ભાવન કરવું જોઈએ કે શ્રેણિક રાજા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હતા, તેથી શાશ્વત સુખની અત્યંત તૃષાવાળા હતા. છતાં તેવા પ્રકારના કર્મના દોષને કારણે પુત્ર પ્રત્યે અત્યંત સ્નેહવાળા હતા. તેથી ચલ્લણાએ પુત્રનો ત્યાગ કર્યો, તોપણ પાછો લાવીને સ્નેહથી મોટો કર્યો, તે કોણિક જ શ્રેણિક રાજાના મૃત્યુનું પ્રબળ કારણ બન્યો. તેથી પોતાના કર્મના દોષના કારણે પુત્ર વિપરીત ભાવવાળો થાય છે, ત્યારે પિતાના અહિતનું કારણ બને છે. આ પ્રકારે ભાવન કરીને સંસારની વિચિત્રતાનું સ્પષ્ટ અવલોકન કરવામાં યત્ન કરવાથી પુત્રનો સ્નેહ દૂર થઈ શકે છે અને યોગમાર્ગ સુસ્થિત બને છે. I૧૪ના અવતરણિકા : अधुना सुहृद्वारमधिकृत्याहઅવતરણિકાર્ય :હવે મિત્રદ્વારને આશ્રયીને કહે છે – Page #260 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૦ ૨૪૧ ગાથા : लुद्धा सकज्जतुरिआ, सुहिणो वि विसंवयंति कयकज्जा । जह चंदगुत्तगुरुणा, पव्वयओ घाइओ राया ।।१५०।। ગાથાર્થ : લુબ્ધ થયેલા સ્વકાર્ય માટે ઉત્સાહવાળા કૃતકાર્યવાળા મિત્રો પણ વિસંવાદ કરે છે શત્રુ બને છે, જે પ્રમાણે ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્ય વડે પર્વતક રાજા ઘાત કરાયો. ll૧૫o|| ટીકા : लुब्धा लोभवन्तः स्वकार्यार्थं त्वरिताः सोत्साहाः स्वकार्यत्वरिताः सुहृदोऽपि विसंवदन्ति अन्यथा भवन्ति, कृतकार्या=निष्पादितप्रयोजनाः सन्तः, यथा चन्द्रगुप्तगुरुणा चाणक्येन पर्वतको म्लेच्छाधिपतिर्घातितो राजा । स हि तेन नन्दोच्छेदार्थं सुहत्त्वेन गृहीत्वानीतः, पश्चानिष्कासिते नन्दे अधिष्ठिते पाटलिपुत्रे, अभिषिक्ते चन्द्रगुप्ते राज्ञि, परिणते राज्ये, अयमर्धरा-ज्यहर इति नोपेक्षणीयः, प्रकाशं च मार्यमाणे स्यात्प्रकृतिविराग इत्यालोच्य विषभावितकन्यापरिणयन-द्वारेण मारितः पर्वतकश्चाणक्येन । तथान्योऽपि कृतकार्येण मार्यते सुहृदित्युपनयः ।।१५०॥ ટીકાર્ચ - નુcથા .... સુવુિપનાઃ | લુબ્ધા=લોભવાળા, સ્વકાર્ય માટે ત્વરિત થયેલા=ઉત્સાહવાળા, કૃતકાર્યવાળા=નિષ્પન્ન કરેલા પ્રયોજનવાળા, છતા મિત્રો પણ વિસંવાદ કરે છે અન્યથા થાય છે= મારનારા થાય છે, જે પ્રમાણે ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્ય વડે સ્વેચ્છાધિપતિ પર્વતક રાજા ઘાત કરાયો - તે=પર્વતક રાજા, તેના વડે–ચાણક્ય વડે, નંદના ઉચ્છદ માટે મિત્રપણાથી ગ્રહણ કરીને લવાયો, પાછળથી નંદ દૂર કરાયે છતે, પાટલિપુત્ર અધિષ્ઠિત કરાયે છતે, ચંદ્રગુપ્ત રાજા અભિષેક કરાયે છતે આ અર્ધ રાજ્યને હરણ કરનારો છે, એથી ઉપેક્ષા કરવી જોઈએ નહિ અને મરાતે જીતે પ્રજા વિરક્ત થશે,’ એ પ્રમાણે વિચારીને વિષથી વ્યાપ્ત થયેલી કન્યાને પરણાવવાના દ્વારથી ચાણક્ય વડે પર્વત મરાયો, તે પ્રકારે અન્ય પણ કરાયેલા કાર્યથી=સ્વાર્થ પૂર્ણ થવાથી, મિત્રને મારે છે, એ પ્રમાણે ઉપાય છે. ૧૫૦ના ભાવાર્થ : કેટલાક જીવોને મિત્રો પ્રત્યે સ્નેહનો અતિશય હોય છે, કેમ કે જીવના ચિત્રકર્મને કારણે જીવમાં ચિત્ર પ્રકારના રાગ ઉદ્ભવે છે, તેથી તે પ્રકારના રોગને કારણે તેમને મિત્રો પ્રત્યે ગાઢ સ્નેહ હોય છે અને ગાઢ સ્નેહને કારણે તેમને સદા મિત્રો જ હિતરૂપ જણાય છે અને તેમની સાથે સ્નેહસભર Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૦-૧૫૧ વાતોમાં સુખ જણાય છે, તેવા જીવોને મિત્રનો સ્નેહ દૂર કરવો અતિદુષ્કર છે. છતાં કલ્યાણના અર્થી એવા જીવોએ વિચારવું જોઈએ કે “મિત્રો પણ જ્યારે લોભવાળા બને છે, પોતાના પ્રયોજનના ઉત્સાહવાળા બને છે અને પોતાની પાસેથી મિત્રને કાર્યની સિદ્ધિ થઈ જાય ત્યારે તે મિત્ર અનુપયોગી જણાય કે પોતાના ફળમાં વિદ્ભકારી જણાય ત્યારે તે મિત્ર જ તેનો નાશ કરે છે. જેમ ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્યએ નંદના ઉચ્છેદ માટે પર્વતક રાજા સાથે મિત્રતા કરી અને પોતાનું કાર્ય સિદ્ધ થયા પછી વિષકન્યા દ્વારા તે પર્વતક રાજાનો નાશ કર્યો. આ રીતે ભાવન કરવાથી મિત્ર પ્રત્યેના સ્નેહના પ્રતિબંધો શિથિલ થાય છે, તેથી યોગમાર્ગને અનુકૂળ દૃઢ ઉત્સાહ થાય છે. II૧૫ના અવતરણિકા : निजकद्वारमधिकृत्याहઅવતરણિકાર્ય : સ્વજનદ્વારને આશ્રયીને કહે છે – ગાથા : नियया वि निययकज्जे, विसंवयंतंमि हुंति खरफरुसा । जह रामसुभूमकओ, बंभक्खत्तस्स आसि खओ ।।१५१।। ગાથાર્થ :નિકો પણ બંધુઓ પણ, પોતાના કાર્યનો વિસંવાદ થયે છતે ખર-પરુષ થાય છે નિષ્ફર કર્મવાળા અને વાણીથી કર્કશ થાય છે, જે પ્રમાણે રામ અને સુભૂમકૃત બ્રાહ્મણ અને ક્ષત્રિયનો ક્ષય થયો. II૧૫૧il ટીકા : निजका अपि बन्धवोऽपि निजककार्ये स्वप्रयोजने विसंवदति विघटमाने भवन्ति खरपरुषाः खराः कर्मणा निष्ठुराः परुषा वाचा कर्कशा इति भावः । यथा राम-सुभूमकृतो ब्रह्मक्षत्रस्य, समाहारद्वन्द्वैकवद् भावादासीत् क्षयः, इह च यथायोगं सम्बन्धः, रामकृतः क्षत्रक्षय आसीत्, सुभूमकृतस्तु ब्रह्मक्षय इत्यक्षरार्थः । अधुना कथानकम् गजपुरेऽनन्तवीर्यराजभाया भगिनी रेणुकाभिधाना परिणीता जमदग्नितापसेन । सा अन्यदाऽऽयाता गजपुरे भगिनीसमीपे राज्ञा च समुत्पादितस्तस्यास्तनयः, नीता ऋषिणा । तस्याश्च विद्याधरदत्तपरशुविद्यो रामः ज्येष्ठतनय आसीत् । तेन कुलकलङ्कभूतेयमिति जातक्रोधेन व्यापादिता सा ससुता । तत् श्रुत्वा अनन्तवीर्येणागत्य ऋषेराश्रमो विनाशितः, रामेणापि तच्छि Page #262 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૧ ૨૪૩ रश्छिन्नं परशुना, जातोऽनन्तवीर्यसुतः कार्तवीर्यो राजा तेनाकर्ण्य वृत्तान्तं जातमत्सरेणागत्य हतो यमदग्निः, रामेणाप्यसाविति । तद्भार्या सुताराऽऽपन्नगर्भा भयात्प्रपलायमाना गता तापसाश्रमम् । तत्र च विह्वलत्वात्पतितो निष्पन्नदारको भूमिं गृह्णन्नास्येन । कृतं तद्वारेण तस्य नाम सुभूम इति । रामेणापि गत्वाधिष्ठितं तद्राज्यं, क्रोधवशात् कृता सप्तकृत्वो निःक्षत्रिया वसुधा, भृतं प्रधानक्षत्रियदंष्ट्राणां स्थालम् । अन्यदा पृष्टस्तेन नैमित्तिकः कुतो मे मरणमिति । स प्राहयत्सविधानादेताः स्थालस्थिता दंष्ट्राः पायसीभविष्यन्ति तत इति । ततस्तदुपलम्भार्थं कारितं तेन सिंहासनं तस्याग्रतो निवेश्य स्थालमवारितसत्रम् । इतश्च नैमित्तिकसूचितसुतावरत्वान्मेघनादविद्याधरेण सेव्यमानो गतो वृद्धिं सुभूमः । स मातरमपृच्छत् किमियानेव लोक इति ? तत् श्रुत्वा वचो रुदितं तया, सोऽवोचद्-अम्ब किमेतत् ? तया कथितो वृत्तान्तः । ततोऽसावभिमानेन गतो गजपुरं, प्रविष्टः सत्रमण्डपम्, अधिष्ठितं सिंहासनं, पायसीभूता दंष्ट्रा भक्षयितुमारब्धाः, श्रुतं तद्रामेण, समागतस्तत्र स सबलः, ततः सुभूमपुण्यानुभावाद्यः प्राक् क्षत्रियसनिधानेन जज्वाल स विध्यातः परशुः, प्रहरबलं भग्नं मेघनादेन, परशुरामं प्रत्युपस्थितो भुक्त्वा गृहीतस्थालः सुभूमः, कृतं तदेवतया तच्चक्रम् ततस्तेन तं निपात्य राज्यमधिष्ठायैकविंशतिवारानिर्ब्राह्मणीकृत्य पृथिवीं गतः सप्तमपृथिवीमिति ।।१५१।। टीवार्थ: निजका ..... पृथिवीमिति ।। Cast goiधुमो ५gi, पोdij प्रयोग विद्यमान थथे छते ખર-પરુષ થાય છે=કાર્યથી નિષ્ફર અને વાણીથી કર્કશ થાય છે, જે પ્રમાણે પરશુરામ અને સુભૂમથી કરાયેલો બ્રા અને ક્ષત્રનો ક્ષય થયો, બ્રા અને ક્ષત્રનો સમાહાર ૮% હોવાના કારણે એકવચનનો ભાવ છે અને અહીં યથાયોગ સંબંધ છે, રામથી કરાયેલો ક્ષત્રિયોનો ક્ષય થયો. વળી સુભૂમથી કરાયેલો બ્રાહ્મણોનો ક્ષય થયો, એ પ્રમાણે અક્ષરાર્થ છે. હવે કથાનક – ગજપુરમાં અનંતવીર્ય રાજાની પત્નીની રેણુકા નામની બેન યમદગ્નિ તાપસ સાથે પરણાવાઈ, તેણી એકવાર બ્લેન પાસે આવી, રાજા વડે તેણીને પુત્ર ઉત્પન્ન કરાયો. ઋષિ વડે લવાઈ અને તેણીને વિદ્યાધરથી અપાયેલી પરશુવિધાવાળો રામ મોટો પુત્ર હતો. કુળને કલંકભૂત આ છે, એથી થયેલા ક્રોધવાળા તેના વડે પુત્ર સહિત મારી નંખાઈ, તે સાંભળીને અનંતવીર્ય વડે આવીને આશ્રમ વિનાશ પમાડાયો, રામ વડે પણ પરશુથી તેનું મસ્તક છેદયું, અનંતવીર્યનો પુત્ર કાર્તવીર્ય રાજા થયો, વૃત્તાંતને સાંભળીને થયેલા મત્સરવાળા તેના વડે આવીને યમદગ્નિ હણાયો, રામ વડે પણ આ હણાયો, તેની ભાર્યા-કાર્તવીર્યની ભાર્યા, વળી તારા પ્રાપ્ત થયેલા ગર્ભવાળી ભયથી નાસતી તાપસના આશ્રમે ગઈ અને ત્યાં વિહ્વળપણું હોવાથી મુખ વડે ભૂમિને ગ્રહણ કરતો જન્મેલો બાળક પડ્યો. તે દ્વારા તેનું નામ સુભમ એ પ્રમાણે કરાયું. રામ વડે પણ જઈને તે રાજ્ય અધિષ્ઠિત કરાયું. ક્રોધના વશથી પૃથ્વી સાત વાર નિ ક્ષત્રિયા કરાઈ. પ્રધાન એવા ક્ષત્રિયોની દાઢોનો થાળ ભરાયો. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૧-૧૫૨ એકવાર તેના વડે નૈમિત્તિક પુછાયો. મારું મરણ કોનાથી થશે ? તેણે કહ્યું – જેના સમીપપણાથી આ થાળમાં રહેલી દાઢો ખીર થશે, તેનાથી મરણ થશે. ત્યારપછી તેને જાણવા માટે તે થાળને સિંહાસન આગળ સ્થાપન કરીને અવારિત સત્ર=જેમાં કોઈને વારણ કરાતા નથી એવી દાનશાળા કરાવાઈ અને આ બાજુ નિમિત્તિકથી સૂચન કરાયેલ પુત્રીના પતિપણું હોવાથી મેઘનાદ વિદ્યાધર વડે સેવાતો સુભૂમ વૃદ્ધિને પામ્યો. તેણે માતાને પૂછ્યું – શું આટલો જ લોક છે ? તે વચનને સાંભળીને તેણી વડે ચડયું, તે બોલ્યો – માતા આ શું? તેણી વડે વૃત્તાંત કહેવાય. તેથી આ અભિમાનથી ગજપુર ગયો. દાનશાળાના મંડપમાં પ્રવેશ્યો. સિંહાસન પર બેઠો, ખીર બની ગયેલી દાઢોને ખાવાનો આરંભ કર્યો. તે રામ વડે સંભળાયું, સૈન્ય સહિત આવ્યો. ત્યારપછી સુભૂમના પુણ્યપ્રભાવથી પહેલાં ક્ષત્રિયના સમીપપણાથી જે પરશુ સળગતી હતી, તે બુઝાઈ. પ્રહાર કરતું સૈન્ય મેઘનાદથી ભગ્ન થયું. ગ્રહણ કરાયેલો છે થાળ એવો સુભમ ખાઈને પરશુરામ પ્રતિ ઉપસ્થિત થયો. તેનું અર્થાત થાળનું દેવતા વડે ચક્ર કરાયું. તેથી તેના વડે તેને હણીને રાજ્ય ઉપર બેસીને પૃથ્વીને એકવીસ વાર બ્રાહ્મણ વગરની કરીને સાતમી નરકમાં ગયો. /૧૫૧/ ભાવાર્થ : કોઈ જીવને સ્વજન પ્રત્યે અત્યંત સ્નેહ હોય ત્યારે તેણે ભાવન કરવું જોઈએ કે સ્વજન પણ પોતાનું પ્રયોજન સિદ્ધ થતું ન હોય અથવા પ્રયોજન વિનાશ થતું હોય ત્યારે કઠોર બને છે અને કઠોર ભાષાવાળો બને છે. તેથી જ્યાં સુધી પોતાનું પ્રયોજન વિઘટમાન થતું નથી, ત્યાં સુધી તે સ્વજન અનુકૂળ રહે છે. જેમ રામ અને સુભૂમ પરસ્પર સ્વજન જેવા સંબંધવાળા હતા, તોપણ તે બન્નેએ પોતપોતાના પ્રયોજનનો વિનાશ થતો જોયો, ત્યારે એકબીજાના કુળનો ક્ષય કરવા માટે બ્રાહ્મણ અને ક્ષત્રિય કુળનો ક્ષય કર્યો. તેથી સ્વજન પણ ત્યાં સુધી જ સ્વજન છે, જ્યાં સુધી પોતાના પ્રયોજનમાં વિદ્ધભૂત જણાતો નથી. આ પ્રકારે ભાવન કરવાથી સ્વજન પ્રત્યેનો પ્રતિબંધ ક્ષય થાય છે અને યોગમાર્ગની પ્રવૃત્તિ દૃઢ થાય છે. ૧પવા અવતરણિકા : यतोऽदः स्वजनस्नेहपर्यवसानमतःઅવતરણિકાર્ય : જે કારણથી સ્વજનના સ્નેહનું પર્યવસાત આ છે=ગાથા-૧૪૪થી માંડીને અત્યાર સુધી વર્ણન કર્યું એ છે, આથી શું ? એથી કહે છે – ભાવાર્થ - ગાથા-૧૪૪માં માતા-પિતા આદિ સ્નેહનાં સ્થાનો ગ્રહણ કરીને દ્વાર ગાથા બતાવી. ત્યારપછી માતાપિતા આદિ કઈ રીતે અનર્થનાં કારણ બને છે, તે દરેક વાર બતાવ્યાં. તેનાથી ફલિત થાય કે માતાપિતા આદિ સ્વજનનો સ્નેહ ત્યાં સુધી છે કે જ્યાં સુધી પોતાને તેમનાથી વિપરીત રુચિ નથી. આથી Page #264 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧પ ૨૪૫ જ જ્યારે વિપરીત રુચિવાળાં માતા થયાં ત્યારે બ્રહ્મદત્તને મારવા તૈયાર થયાં, તેમ દરેક સ્વજન સ્નેહનું કારણ છે, તેમ અનર્થનું કારણ પણ થઈ શકે છે. એ પ્રકારે ભાવન કરીને મુનિઓ શું કરે છે, તે ગાથામાં पतावे - गाथा: कुलघरनिययसुहेसु य, सयणे य जणे य निच्चमुणिवसहा । विहरंति अणिस्साए, जह अज्जमहागिरी भयवं ।।१५२।। गाथार्थ: કુલ-ઘર-નિજ સુખોમાં, સ્વજનમાં કે સામાન્ય લોકમાં મુનિવૃષભો નિત્ય અનિશ્રાથી વિહરે છે, જે પ્રમાણે ભગવાન આર્ય મહાગિરિ. II૧૫રા s: कुलगृहनिजकसुखेषु कुटुम्बभवनात्मीयसातेषु, चशब्दाद्देशादौ च, स्वजने बन्धुवर्ग, जने सामान्यलोके चशब्दौ निर्विशेषताद्योतनार्थी, नित्यं सदा अनुस्वारलोपात्, अथवा नित्यमुनिवृषभाः स्थिरमुनिवृषभाः सुसाधवो विहरन्त्यनिश्रया निरालम्बनतया, न कुलादीनि निश्रां कृत्वेत्यर्थः, दृष्टान्तमाह-यथा आर्यमहागिरिभगवान् । स हि व्यवच्छिन्नेऽपि जिनकल्पे आर्यसुहस्तिनि गच्छं निक्षिप्य गच्छनिश्रयैव जिनकल्पिक इव विजहार । अन्यदा पाटलिपुत्रेऽभिनवश्रावको वसुभूतिः श्रेष्ठी स्वजनधर्मकथार्थम् आर्यसुहस्तिसूरिं गृहे नीतवान् । तस्मिन् कथयति प्रविष्ट आर्यमहागिरिर्गोचरे । तं दृष्ट्वा कृतं तेन स सम्भ्रमेणाभ्युत्थानम् । निर्गते च तस्मिन् वसुभूतिरब्रवीत्-भगवन् ! किं भवतामप्याचार्याः ? ततस्तैः कथितः सबहुमानस्तद्वृत्तान्तश्चर्या च, गतः सुहस्ती । द्वितीयदिने तेनापि कारितमुज्झितधर्मकाद्यन्नपानं गृहे गृहे । ततो दत्त्वोपयोगं विज्ञाततत्त्वतया गोचरानिवार्यसुहस्तिनं प्रत्याहुरार्य ! त्वयानेषणा कृता, सोऽवोचत् कथं ? तेनोक्तं गतदिने त्वया यदभ्युत्थानमकारि तत इत्यभिधाय गतः क्षेत्रान्तरे स भगवानिति ।।१५२॥ टीमार्थ :___ कुलगृह ..... भगवानिति ।। दुग-भने ०४४ सुमोमi=मुटुंब-भवन मने मात्मीय सातामi, શબ્દથી દેશાદિમાં, સ્વજનમાં=બંધુવર્ગમાં, જનમાં=સામાન્ય લોકમાં, શબ્દો નિર્વિશેષતાને અર્થાત્ સમાનતાને દેખાડનારા છે. નિત્ય=સદા, અથવા નિત્ય મુનિવૃષભો=સ્થિર મુનિવૃષભોસુસાધુઓ, અનિશ્રાથી–નિરાલંબનપણાથી, વિહરે છે. કુલાદિની નિશ્રાને કરીને નહિ. દાંતને કહે છે – જે પ્રમાણે આર્ય મહાગિરિ ભગવાન – Page #265 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ ગાથા-૧૫૨ ૧૫૩ તે=આર્ય મહાગિરિ, જિનકલ્પ વ્યવચ્છિન્ન થયે છતે પણ આર્યસુહસ્તિમાં ગચ્છને સ્થાપન કરીને ગચ્છ નિશ્રાથી જ જિનકલ્પીની જેમ વિહાર કરવા લાગ્યા. એકવાર પાટલિપુત્રમાં અભિનવ શ્રાવક વસ્તુભૂતિ શ્રેષ્ઠી સ્વજનને ધર્મકથા માટે આર્ય સુહસ્તિસૂરિને ઘરે લઈ ગયો. તે કથા કરતે છતે આર્ય મહાગિરિ ગોચરી માટે પધાર્યા. તેને જોઈને તેના વડે=આર્ય સુહસ્તિસૂરિ વડે સંભ્રમથી અભ્યુત્થાન કરાયું અને તે ચાલ્યા ગયે છતે વસુભૂતિએ પૂછ્યું – ભગવાન ! શું તમારા પણ આચાર્ય છે ? તેઓ વડે બહુમાન સહિત તેમનો વૃત્તાંત અને ચર્યા કહેવાયાં. તેના વડે પણશ્રાવક વડે પણ, ઘેર ઘેર ઉજ્જિતધર્મ આદિવાળું ફેંકી દેવા યોગ્ય વગેરે ધર્મવાળું, અન્નપાન કરાવાયું. તેથી અપાયેલા ઉપયોગથી જણાયેલા તત્ત્વપણાથી ગોચરીથી પાછા ફરીને આર્ય સુહસ્તિ પ્રત્યે કહ્યું – આર્ય ! અનેષણા કરાઈ, તે બોલ્યા કોનાથી ? તારાથી, જે કારણથી અભ્યુત્થાન કરાયું, એ પ્રમાણે કહીને તે ભગવાન=આર્ય મહાગિરિ મહારાજા, બીજા ક્ષેત્રમાં ગયા. /૧૫૨ - ભાવાર્થ : ૨૪૬ — પૂર્વમાં માતા આદિ કઈ રીતે પુત્રાદિના વિનાશનું કારણ બને છે ઇત્યાદિ વર્ણન કર્યું. જે મહાત્માઓ તેનું સમ્યભાવન કરે છે, તેઓને સ્થિર બોધ થાય છે કે સંસારના પદાર્થો પ્રત્યેનો સ્નેહ કોઈ નિયત નથી, પરંતુ સંયોગાનુસાર પરાવર્તન પામે તેવો છે. માટે જગતમાં કોઈ પદાર્થ પ્રત્યે સ્નેહ કરવો ઉચિત નથી, એ પ્રકારે ભાવન કરીને સુસાધુ સર્વત્ર સ્નેહના પ્રતિબંધોને દૂર કરવાના અર્થી બને છે. તેથી કુટુંબ પ્રત્યે, પોતાના ઘર પ્રત્યે કે પોતાના શરીર સંબંધી શાતાનાં સુખોમાં પ્રતિબંધને ધારણ કરતા નથી. તેથી સર્વ ભાવ પ્રત્યે અનિશ્રાથી વિહરે છે અર્થાત્ કોઈ પ્રત્યે સ્નેહબુદ્ધિ કરતા નથી, પરંતુ આત્માના અસંગભાવને પ્રગટ કરવા સદા ઉદ્યમ કરે છે. જે પ્રમાણે આર્ય મહાગિરિ ભગવાન કોઈ પ્રત્યે નિશ્રા કર્યા વગર વિહરતા હતા, તેથી એ ફલિત થાય કે માતા-પિતા આદિ સ્નેહના સંબંધોની અનર્થકારિતાનું ભાવન માત્ર તેઓના સ્નેહબંધનના વિનાશ માટે નથી, પરંતુ સ્નેહ માત્ર અત્યંત વિસંવાદવાળો છે, તેમ ભાવન કરીને ક્યાંય સ્નેહ ન થાય, એ પ્રકારે સુસાધુએ વિચરવું જોઈએ. આથી શાતાદિ સુખમાં પણ સ્નેહને ધારણ કરતા નથી અને પોતે જે નગર આદિમાં વિહાર કરતા આવેલા હોય તે નગરના સામાન્ય લોક કે બંધુવર્ગ ભક્તિથી આવે તેઓ પ્રત્યે પણ સ્નેહસંબંધ વગર સુસાધુ વિચરે છે, નહિ તો ભાવસાધુપણાની અપ્રાપ્તિ થાય. II૧૫૨ અવતરણિકા : વિશ્વ અવતરણિકાર્થ : વળી સ્નેહનો પરિહાર મુનિ કઈ રીતે કરે છે ? તેનો સમુચ્ચય કરતાં કહે છે ગાથા: रूवेण जुव्वणेण य, कन्नाहि सुहेहिं घरसिरीए य । न य लुब्धंति सुविहिया, निदरिसणं जंबुनामुत्ति ।। १५३ ।। Page #266 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૩–૧૫૪ ગાથાર્થ - રૂપથી, યૌવનથી, કન્યાઓથી, સુખોથી, ઘરની લક્ષ્મીથી સુવિહિત સાધુઓ લોભ પામતા નથી જ, દૃષ્ટાંત જંબુ નામવાળાનું છે. ૧૫૩॥ ૨૪૭ ટીકા ઃ रूपेण सुन्दरेण हेतुभूतेन, तथा यौवनेनोदग्रेण, चशब्दात्कलाभिश्च कन्याभिः सुगुणाभिः सुखैः सातैर्गृहश्रिया च न नैव लुभ्यन्ति लोभं यान्ति सुविहिताः साधवः, निदर्शनं दृष्टान्तो जम्बूनाम કૃતિ । થાન પ્રાથિતમ્ ।।શ્યરૂ ટીકાર્ય : रूपेण પ્રાવથિતમ્ ।। હેતુભૂત એવા સુંદર રૂપથી અને ઉદગ્ર યૌવનથી, ચ શબ્દથી કલાઓથી, સુગુણ એવી કન્યાઓથી, સુખોથી અને ગૃહની લક્ષ્મીથી સુવિહિત સાધુઓ લોભને પામતા નથી. દૃષ્ટાંત જંબુકુમાર નામવાળા છે, કથાનક પૂર્વમાં કહેવાયેલું છે. ૧૫૩॥ ભાવાર્થ : ..... મોક્ષના અર્થી સાધુઓ રાગના સ્થાનભૂત માતા-પિતાદિ સર્વ કુટુંબીઓનો પોતાના પ્રત્યે ગમે તેટલો ઉત્કટ સ્નેહ હોય તોપણ ક્યારે વિપરીત પરિણમન પામે તે કહી શકાય નહિ, તે પ્રકારે ભાવન કરીને ગાથા-૧૫૨માં કહ્યું તેમ સર્વથા અનિશ્રાથી વિહરે છે અને તેમાં દૃઢ યત્ન હોવાને કારણે કોઈકનું સુંદર રૂપ જોવામાં આવે તોપણ સ્ટેજ પણ સ્નેહનો પરિણામ થતો નથી. કોઈના ઉગ્ર અર્થાત્ ખીલેલા યૌવનને જોઈને સ્નેહનો પરિણામ થતો નથી. કોઈક જીવ પાસે અનેક પ્રકારની કળાઓ જોઈને પ્રીતિ થતી નથી. વળી ગુણવતી સુંદર કન્યા જુએ તોપણ તેના પ્રત્યે પ્રીતિ થતી નથી. વળી આકુળતા ન કરે તેવા શાતાના સુખમાં પણ પ્રીતિ થતી નથી. વળી કોઈની વિશાળ ગૃહલક્ષ્મી જુએ તેમાં લેશ પણ પ્રીતિ થતી નથી. આ રીતે સુવિહિત સાધુઓ સર્વત્ર નિઃસંગભાવને તે રીતે સ્થિર કરે છે કે જેથી ઇન્દ્રિયોનો કોલાહલ શાંત રહે છે. તેમાં જંબુસ્વામી દૃષ્ટાંત છે – વિશાળ લક્ષ્મી સાથે આવેલી સુંદર કન્યાઓને, તેણીઓના રૂપને-યૌવનનેકળાઓને જોઈને દીક્ષા માટે તત્પર થયેલા જંબુસ્વામી લેશ પણ સ્નેહના પરિણામવાળા થયા નહિ. આ પ્રકારે ભાવન કરીને સુસાધુઓ તેવા ચિત્તના નિર્માણ માટે સદા ઉદ્યમ કરે છે. II૧૫૩॥ અવતરણિકા : अत एवैहिकसुखनिष्पिपासेन सुगुरुनियन्त्रितबहुसाधुमध्ये स्थातव्यमिति उपदिदृक्षुस्तत्कारिद्वारेणाहઅવતરણિકાર્ય : આથી જ=સુવિહિત સાધુ રૂપાદિથી લોભાતા નથી આથી જ, ઐહિક સુખની તૃષ્ણા વગરના મહાત્માએ સુગુરુથી નિયંત્રિત એવા ઘણા સાધુઓની મધ્યમાં રહેવું જોઈએ. એ પ્રમાણે ઉપદેશ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૪ આપવાની ઈચ્છાવાળા ગ્રંથકારશ્રી તેને કરનારાના દ્વારથી=સુગુરુથી નિયંત્રિત એવા ઘણા સાધુઓની मध्यमां नाना ४ष्टतथी, 8 छ - गाथा: उत्तमकुलप्पसूया, रायकुलवडिंसगावि मुणिवसहा । बहुजणजइसंघटुं, मेहकुमारु व्व सहति ।।१५४।। गाथार्थ : ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા રાજકુળમાં તિલકભૂત પણ મુનિવૃષભો મેઘકુમારની જેમ બહુજનવાળા यतिमोना संघटने सहन 5रे छ. ||१५४। टीs: उत्तमकुलप्रसूताः प्रवरगृहजाता राजकुलावतंसका अपि प्रधानतया तत्तिलकभूता अपीत्यर्थः मुनिवृषभाः प्रवरयतयः किं ? यतीनां साधूनां सङ्घट्टः सारणावारणादिरूपः, सङ्कीर्णवसतौ गात्रसम्बन्धात्मको वा, बहवो जना नानादेशजाः, साधुलोकाः तत्कारितया यस्मिन् स तथा । बहुजनश्चासौ यतिसङ्घट्टश्चेति समासः तं, मेघकुमार इव सहन्त इति । अत्र कथानकम्___ राजगृहे श्रेणिकनृपस्य अभयकुमाराराधितदेवपूरितमेघदुर्दिनदोहदाया भार्याया धारिण्याः सुतो मेघकुमारो भगवत्समीपे निष्क्रान्तः । स सङ्कटवसतौ द्वारदत्तसंस्तारकः साधुभिश्चरणघट्टितः शैक्षकत्वादचिन्तयन्ममैते गृहिणः प्रियवचनादिकमुपचारमकार्षः, अधुना चैवं मां परिभवन्ति तद्वरं गृहस्थतेति भग्नचित्तः प्रभाते गतो भगवद्वन्दनार्थम् । वन्दित्वोत्थितो भगवताभिहितो मेघकुमार ! विरूपकस्तेऽभिप्रायः, न स्मरसि ? यद्भवानितस्तृतीयभवे गजः सन् वनदवभयात्तटे प्रविशन् पङ्कमग्नः प्राग्विराधितगजेन दशनाभ्यां भिन्नो महादुःखेन मृतः सप्तरात्रेण समुत्पन्नः पुनः करितया । सञ्जातजातिस्मरणेन दवरक्षणार्थं कृतं स्थण्डिलत्रयं, लग्ने दवे थावता त्वया दृष्टं तत्पशुसङ्घातपूरितं, प्रविष्टश्च तत्र कथञ्चित्, कर्णकण्डूयनार्थमुदस्तचरणेन दृष्टोऽधस्ताच्छशकः, तत्करुणया स्थितस्त्वं तथैवाहोरात्रत्रयम्, इतो मृतो जातस्त्वमयं श्रेणिकतनयभावेन । एतदाकर्ण्य जातिस्मरणेन सह सञ्जातोऽस्य पश्चात्तापः, पतितो भगवच्चरणयोरब्रवीच्चाद्यप्रभृति सर्वावयवेषु साधुचरणैर्मुद्यमानेष्वपि मया न मनोदुष्कृतं विधेयमित्यभिग्रहं कृतवान् । निर्वाहितं च तेन तन्महात्मना, अनुपाल्य द्राधीयः पर्यायं स गतः सर्वार्थसिद्धि(द्ध)मिति ।।१५४।। टार्थ : उत्तमकुल ..... सवार्थसिद्धिमिति ।। Gतम पुलमi G4s थयेला श्रेष्ठ Yeोमा येसा, रा०४३ Page #268 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧પ૪ ૨૪૯ અવતંસક પણ=પ્રધાનપણાથી તેના તિલકભૂત પણ, મુનિવૃષભો=શ્રેષ્ઠ યતિઓ, શું એથી કહે છે – થતિઓનો સંઘટ્ટ=સારણા-વારણાદિરૂપ સંઘટ્ટ અથવા સાંકડી જગ્યામાં શરીર સંબંધી અથડામણ, ઘણા લોકો=જુદા જુદા દેશના થયેલા સાધુ લોકો તેના કરનારાપણાથી છે જેમાં તે તેવા છે=બહુજન થતિ સંઘટ્ટવાળા છે. બહુજન એવો આ યતિસંઘટ્ટ એ પ્રમાણે સમાસ છે, તેને મેઘકુમારની જેમ સહન કરે છે. આમાં કથાનક – રાજગૃહમાં શ્રેણિક રાજાની અભયકુમારથી આરાધના કરાયેલા દેવથી પુરાયેલા મેઘના કારણે થનારા દુષ્ટ દિવસના દોહલાવાળી ભાર્યા ધારિણીના પુત્ર મેઘકુમારે ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી. સાંકડી વસતિમાં બારણે અપાયો છે સંથારો જેને એવો તે સાધુઓ વડે પગથી સ્પર્શ કરાયેલો શિક્ષકપણું હોવાથી=નવદીક્ષિતપણું હોવાથી, વિચારવા લાગ્યો – ગૃહી એવા મને પ્રિયવચન આદિ ઉપચાર કરતા હતા. હવે આ પ્રમાણે મને પરાભવ કરે છે. તેથી ગૃહસ્થપણું સારું, એ પ્રમાણે ભાંગેલા ચિત્તવાળો સવારે ભગવાનને વંદન કરવા ગયો. વંદન કરીને ઊભેલો ભગવાન વડે કહેવાયો – મેઘકુમાર ! તારો અભિપ્રાય વિપરીત છે. તું સ્મરણ કરતો નથી, જે કારણથી આનાથી ત્રીજા ભવમાં હાથી છતો તું દાવાનળના ભયથી નદીમાં પ્રવેશ કરતો કાદવમાં ખેંચી ગયેલો, પહેલાં કદર્થના કરાયેલા હાથી વડે બે દાંતથી ભેદાયેલો સાતરાત્રિથી મહાદુઃખથી મર્યો. વળી હાથીપણાથી ઉત્પન્ન થયો, થયેલા જાતિસ્મરણવાળા તારા વડે દાવાનળથી રક્ષણ માટે ઈંડિલત્રય વનસ્પતિ આદિ રહિત શુદ્ધ જગ્યા કરાઈ, દાવાનળ લાગે છતે દોડતા પશુસમૂહ વડે જોવાયેલું તે ઈંડિલત્રય પશુના સમૂહ વડે પુરાયું. તું કોઈક રીતે પ્રવેશ્યો, કાન ખણવાને માટે ઊંચા કરાયેલા પગવાળા તારા વડે નીચે સસલો જોવાયો. દયાથી તું તેમ જ=ઊંચા કરેલા પગવાળો, રહ્યો. ત્રણ રાત્રિ વડે મર્યો. શ્રેણિકના પુત્રભાવથી થયો. આનેઆ કથનને, સાંભળીને આને=મેઘકુમારને, જાતિસ્મરણ સહિત પશ્ચાત્તાપ થયો. ભગવાનના ચરણમાં પડ્યો અને બોલ્યો - આજથી માંડીને સર્વ અવયવોમાં સાધુઓનાં ચરણો વડે મર્દન કરાતે છતે મારે મનનું દુષ્કૃત કરવું નહિ અને તે મહાત્મા વડે તે વચન નિર્વહન કરાયું. અત્યંત દીર્થ સંયમ પર્યાયને પાળીને સર્વાર્થસિદ્ધમાં ગયા. ૧૫૪ll ભાવાર્થ : સ્યાદ્વાદની ઉચિત વિચારણા કરીને હિતાનુકૂલ, ઉચિત પ્રવૃત્તિ કરનારા માર્ગાનુસારી દૃષ્ટિવાળા સાધુઓ માતા આદિ સ્વજનોનો સ્નેહ કેવો ચલ છે ? તેની ઉચિત વિચારણા કરે છે તેનું સ્વરૂપ પૂર્વમાં બતાવ્યું. તે રીતે સુસાધુ ભાવન કરીને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવા તત્પર થાય છે, એવા જીવો ગૃહસ્થ અવસ્થામાં હોય ત્યારે માતા-પિતા આદિ સાથે વિવેકપૂર્વકની પ્રવૃત્તિ થાય, તે રીતે તેમના ઉપકારને યાદ કરીને વર્તે છે અને સંસારના સર્વ સંબંધો અત્યંત ચલ છે, કેવલ સ્વાર્થ ઉપર જીવે છે, તેમ ભાવન કરીને સર્વત્ર સ્નેહના સંબંધોને તોડવા માટે યત્ન કરે છે અને સંયમનું બળ સંચય થાય તો ગૃહવાસનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરે છે. તેવા મુનિવૃષભો ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા હોય અને ઉત્તમ કુળને કારણે સર્વત્ર સહજ માન-સન્માન મળતું હોય, પોતે બધાથી અધિક હોય, વળી રાજકુળમાં તિલકભૂત હોય, તેથી હું સત્કારને યોગ્ય છું, તેવી બુદ્ધિ નિર્માણ થયેલી હોય છતાં જે મુનિઓમાં માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થઈ છે, તેઓ રાજકુળ કે ઉત્તમ કુળ સંસારમાં અનિયત છે, તેમ ભાવન કરીને ગૃહસ્થ અવસ્થાના Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧પ૪-૧પપ ભાવોનો અત્યંત ત્યાગ કરીને નિઃસંગભાવના અત્યંત અર્થી બને છે. તેથી ઘણા જનવાળા સાધુઓના સંઘટ્ટને સહન કરે છે અર્થાતુ ઘણા સાધુઓ સારણા-વારણાદિ કરે, તેને પ્રીતિપૂર્વક સ્વીકારીને પોતાને કૃતકૃત્ય માને છે, પરંતુ હું રાજકુળનો છું, હું બુદ્ધિમાન છું, તેવો અહંકાર કરીને સારણા-વારણાદિથી સુભિત થતા નથી. પરંતુ આ સારણા-વારણા જ મારા હિતનું પરમ બીજ છે, તેમ માનીને સહન કરે છે અથવા સાધુઓ પરિમિત વસતિને ગ્રહણ કરીને નિવાસ કરે છે, ત્યારે દેહને માટે નિવાસની પરિમિત ભૂમિ પ્રાપ્ત થાય. તેનાથી ક્લેશને પામતા નથી, પરંતુ મેઘકુમારે જેમ ભગવાનના ઉપદેશથી સ્થિર થઈને તેને સહન કર્યું અને અસંગભાવમાં યત્ન કર્યો, તેમ મુનિવૃષભો કરે છે. I૧૫ઝા અવતરણિકા : दुष्करश्च क्षुद्रजन्तुभिर्गच्छे वासः । यतःઅવતરણિતાર્થ - અને શુદ્ર જીવો વડે ગચ્છમાં વાસ દુષ્કર છે, જે કારણથી ત્યાં શું છે ? તે કહે છે – ગાથા - अवरुप्परसंबाहं, सोक्खं तुच्छं सरीरपीडा य । सारण वारण चोयण, गुरुजणआयत्तया य गणे ।।१५५।। ગાથાર્થ : ગચ્છમાં પરસ્પર સંબોધ, તુચ્છ સૌખ્ય, શરીરની પીડા, સારણા, વારણા, ચોદના અને ગુરુજનની આધીનતા છે. II૧પપI ટીકા : परस्परं सम्बाधोऽन्योन्यघट्टनं भवति, तथा सौख्यं वैषयिकं तुच्छं न किञ्चित्, कारणाभावात् शरीरपीडा च परीषहोदयस्यावश्यंभावित्वात् । तथा स्मारणवारणचोदनाश्च भवन्ति, तत्र विस्मृते क्वचित्कर्तव्ये भवतेदं न कृतमिति स्मारणा, अकर्तव्यानां निषेधो वारणा, उक्तमप्यकुर्वति असकृत्खरमधुरवचनैः प्रवर्तनं चोदना । गुरुजनायत्तता च गणे गच्छे न गुरुमनापृच्छ्योच्छ्वासव्यतिरेकेण તું સમ્મતે તિ સારવા ટીકાર્ચ - પરસ્પરં . નમ્ય તિ | પરસ્પર સંબધ અન્યોન્ય સંઘટ્ટ થાય છે અને સૌખ્ય વૈષયિક તુચ્છ થાય છે=કંઈ થતું નથી; કેમ કે કારણનો અભાવ છે=ગચ્છમાં ત્યાગપરાયણતા હોવાને કારણે તુચ્છ સુખનો અભાવ થાય છે અને શરીરની પીડા થાય છે–પરિષહતા ઉદયનું અવશ્યભાવિપણું છે Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૫ ૨૫૧ અને સ્મારણા-વારણા-ચોદના થાય છે, ત્યાં=સારણાદિમાં, ક્યારેક કર્તવ્ય વિસ્તૃત હોતે છતે તારા વડે આ કરાયું નથી, એ પ્રમાણે સ્મારણા કરાય છે. અકર્તવ્યોનો નિષેધ વારણા છે, વારંવાર કહેવાયેલું પણ નહિ કરતે છતે કઠોર-મધુર વચનથી પ્રવર્તાવવું ચોદના છે=કાંઈક કઠોર-કાંઈક મધુર વચનોથી પ્રવર્તન ચોદના છે અને ગુરુજનની આધીનતા છે. આ સર્વ ક્યાં છે ? એથી કહે છે ગણમાં=ગચ્છમાં છે; કેમ કે ગુરુજનને પૂછ્યા વગર ઉચ્છ્વાસને છોડીને કંઈ કરવાને માટે પ્રાપ્ત થતું નથી. ।।૧૫૫ - ભાવાર્થ : જે જીવો મોક્ષના અર્થી હોય, કલ્યાણના આશયથી સાધુપણું ગ્રહણ કરેલું હોય, તોપણ સર્વત્ર અસંગભાવને અનુકૂળ યત્ન કરવાનું સત્ત્વ જેઓમાં નથી, પરંતુ અનુકૂળતાપૂર્વક બાહ્ય આચરણાઓ કરીને હું સંસારસાગરથી તરીશ એવી મતિ છે, તેવા ક્ષુદ્ર જીવો ગચ્છમાં વસવા માટે અસમર્થ છે; કેમ કે ગચ્છમાં તેમને અનેક પ્રકારની બાધા જણાય છે. કયા પ્રકારની બાધા જણાય છે ? તે બતાવતાં કહે છે નિવાસસ્થાનની વસતિ પરિમિત હોવાને કારણે અન્યોન્ય સંઘટ્ટ થાય છે, તેથી ગૃહસ્થઅવસ્થામાં જે રીતે સુખપૂર્વક રહી શકતા હતા, તેમ અનુકૂળ વસતિના અભાવથી રહી શકતા નથી. વળી ઇન્દ્રિયોને અનુકૂળ તુચ્છ સુખ પોતાને ગચ્છમાં મળતું નથી; કેમ કે ગુણવાન ગુરુ હંમેશાં ઇન્દ્રિયોના સંવર માટે પ્રેરણા કરે છે અને ગચ્છમાં સુસાધુઓ હંમેશાં બધી ઇન્દ્રિયોને સંવૃત્ત કરીને સર્વ પ્રવૃત્તિ કરે છે. તેથી ક્ષુદ્ર જીવો ઇન્દ્રિયનું સુખ નહિ મળવાથી વ્યાકુળ થાય છે, તેમ કલ્યાણના અર્થી તપને કરનારા પણ તેઓ ઇન્દ્રિયોની તૃપ્તિ કરવા માટે પોતાની ઇચ્છાનુસાર વિચરે છે. વળી ગચ્છમાં શરીરની પીડા પ્રાપ્ત થાય છે; કેમ કે સુગુરુના નિયંત્રણ નીચે પ્રવર્તતો ગચ્છ તે રીતે વસતિ આદિ નિર્દોષ ગ્રહણ કરે છે, તેથી ત્યાં અવશ્ય પરિષહોની પ્રાપ્તિ થાય, તેનાથી ત્રાસેલા ક્ષુદ્ર જીવો ગચ્છમાં વસી શકતા નથી. વળી ગચ્છમાં નિર્જરાને અનુકૂળ ઉચિત કૃત્યોમાં જીવને પ્રમાદ વર્તતો હોય ત્યારે અન્ય સુસાધુઓ તેને સ્મરણ કરાવે છે કે આ કર્તવ્ય તારે આ રીતે કરવું જોઈએ, જેથી નિર્જરાની પ્રાપ્તિ થાય, કોઈક વખતે વિધિ અનુસાર ન થતું હોય અથવા સંયમની વૃદ્ધિનું કારણ ન હોય તેવું તે કૃત્ય હોય તો સુસાધુઓ તેને વારણ કરે છે. વળી, વારંવાર ઉચિત કૃત્યો કરવાનું કહેવા છતાં કોઈ સાધુ ન કરે તો ગીતાર્થ ગુરુ કે અન્ય સુવિહિત સાધુ કંઈક કઠોર કંઈક મધુર વચનો વડે તેને તે કૃત્ય કરવા પ્રેરણા કરે છે અર્થાત્ કહે છે કે આ પ્રમાણે પ્રમાદ કરીશ તો દુરંત સંસારની પ્રાપ્તિ થશે, માટે વિવેકી એવા તારે પ્રમાદ કરવો ઉચિત નથી. આ પ્રકારના સારણાદિ સુયોગ્ય જીવોને એકાંતે હિતકારી અને મધુર જણાય છે, પરંતુ જેઓની મતિ સ્વઇચ્છાનુસાર કરવામાં પ્રવર્તતી હોય તેમને તે સારણાદિ અસહ્ય બને છે. તેનાથી વ્યાકુળ થઈને તેઓ ગચ્છનો ત્યાગ કરે છે; કેમ કે કલ્યાણના અર્થી હોવા છતાં કષાયને પરવશ ક્ષુદ્ર પ્રકૃતિ શાંત થઈ નથી, માર્ગાનુસા૨ી સૂક્ષ્મ બુદ્ધિ પ્રગટી નથી, તેથી સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરવામાં ધર્મ જણાય છે. વળી, ગચ્છમાં દરેક કાર્ય ગુરુજનને આધીન થાય છે. આ પ્રકારની પરાધીનતા શુદ્ર જીવોને ગચ્છમાં રહેવામાં બાધા કરે છે. વસ્તુતઃ ગુણવાન ગુરુ હિતાહિતનો વિચાર કરીને જેનાથી તે Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨પર ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧પપ-૧૫૬ શિષ્યનું પણ હિત થાય અને ગચ્છના અન્ય સાધુનું પણ હિત થાય, તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરવા માટે પ્રેરણા કરે છે, તોપણ જીવોને તે પ્રકારની પરાધીનતા ચિત્તને વિક્ષોભ કરનાર જ બને છે. તેથી તેમને ગચ્છમાં રહેવું દુષ્કર છે. II૧પપા અવતરણિકા : एवं तर्हि कृतं गच्छेन, एकाक्येव धर्मं कुर्यामिति यो मन्येत तं प्रत्याहઅવતરણિતાર્થ - આ રીતે તો ગચ્છ વડે સર્યું, ઘર્મને એકાકી જ એવો હું કરું, એ પ્રમાણે જે માને છે, તેના પ્રત્યે કહે છે – ગાથા : इक्कस्स कओ धम्मो ?, सच्छंदगईमईपयारस्स । વિં વા રે૩ રૂ ?, પરિહર૩ વરદં વM વા રાઉદ્દા ગાથાર્થ : સ્વછંદ ગતિ મતિના પ્રચારવાળા એકને ધર્મ ક્યાંથી હોય? અથવા એક શું કરે? અથવા અકાર્યને કેવી રીતે પરિહાર કરે ? II૧પકા ટીકા - एकस्य कुतो धर्मः ? किम्भूतस्य ? स्वच्छन्दसा निजाकूतेन गतिमतिप्रचारो बहिश्चेष्टाबुद्ध्योः प्रसरो यस्य स तथा, किं वा करोत्वेकः कृत्यं, परिहरतु कथमकार्यं वा ? अकृत्यमुपायाभावात्, वाशब्दौ परस्परापेक्षया विकल्पार्थाविति ।।१५६।। ટીકાર્ય : સ્થિ ... વિવાથવિતિ | એકને ક્યાંથી ધર્મ હોય ? કેવા પ્રકારના એકને ? તેથી કહે છે – સ્વચ્છેદથી નિજ અભિપ્રાયથી ગતિ-મતિનો પ્રચાર છે જેને=બહારની ચેષ્ટા અને બુદ્ધિનો પ્રસર છે જેને તે તેવા છેઃસ્વચ્છંદ ગતિ-મતિ પ્રચારવાળા છે, તેને ધર્મ ક્યાંથી હોય? તેમ અન્વય છે. અથવા એક એવો તે શું કૃત્ય કરે ? અથવા કેવી રીતે અકાર્યને પરિહાર કરે ? અર્થાત્ અકૃત્યનો ત્યાગ કરે? કરે નહિ; કેમ કે ઉપાયનો અભાવ છે, વા શબ્દો પરસ્પર અપેક્ષાથી વિકલ્પ અર્થવાળા છે. ૧૫૬il ભાવાર્થ - સ્યાદ્વાદ અનેકાંત દૃષ્ટિથી પદાર્થને બતાવે છે અને સર્વ દૃષ્ટિઓ ઉચિત રીતે ઉચિત સ્થાને જોડવામાં Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૬-૧પ૭ ૨૫૩ આવે તો એકાંતે કષાયોને તિરોધાન કરીને હિતને અનુકૂળ પ્રવૃત્તિ કરવા જીવ તત્પર થાય છે. આથી જ સંગમાચાર્ય શાસ્ત્રથી નિપુણ મતિવાળા હતા, તેમના અનેક શિષ્યો હતા અને પોતે ક્ષીણ થયેલા જંઘાબળવાળા હતા, તોપણ પોતાની સેવા માટે કોઈ શિષ્યને નહિ રાખતાં સર્વને અન્યત્ર વિચરવાની અનુજ્ઞા આપી અને સર્વ સુવિહિત અન્ય ગીતાર્થની નિશ્રામાં વિચરતા હતા અને પોતે એકલા રહીને ધર્મની વૃદ્ધિ કરતા હતા. વીર ભગવાન પણ વિશ્વભૂતિના ભવમાં ગીતાર્થ હતા અને ગુરુની અનુજ્ઞાથી એકાકી વિચરતા હતા. શાસ્ત્રથી પરિણત મતિવાળા હતા, તેથી તેમને આશ્રયીને એકાકીમાં પણ ધર્મની વૃદ્ધિ હોય છે. પરંતુ જેઓ ગીતાર્થ થયા નથી અથવા ગીતાર્થ હોવા છતાં ગચ્છવાસથી કલ્યાણ સાધી શકે તેવી ભૂમિકાવાળા છે, તેવા સાધુ ગચ્છના પ્રતિકૂળ સંયોગોથી વિહ્વળ થઈને સ્વચ્છંદ ગતિ-મતિના પ્રચારવાળા થાય અને એકલા વિચરે તો તેઓને ધર્મ થઈ શકે નહિ; કેમ કે અસંગ પરિણતિની નિષ્પત્તિમાં ગુણવાન ગુરુનું પાતંત્ર્ય અને સારણા-વારણાદિ સર્વ પ્રબળ કારણ છે. આથી જ ચંડરુદ્રાચાર્યના ગીતાર્થ શિષ્યો પણ ગુરુના સારણા-વારણાદિના કારણે સંયમની વૃદ્ધિ જે કરી શક્યા તે સ્વયં થઈ શકે નહિ, તેમ જાણીને કોપ પ્રકૃતિવાળા પણ ગુરુના સંગનો ત્યાગ કરતા ન હતા, તેથી જેઓ ગીતાર્થ હોય અને વિશિષ્ટ સારણાદિ વિશિષ્ટ ગુરુ પાસેથી પ્રાપ્ત થાય તેમ હોય છતાં સ્વચ્છંદ મતિથી એકાકી વિચરે તો ધર્મ થાય નહિ. વળી એકલો સાધુ શું કૃત્ય કરી શકે ? અર્થાત્ સ્વયં શાસ્ત્રપ્રજ્ઞા ન હોય, અસહિષ્ણુ આદિ સ્વભાવ હોય, કોઈનું વેયાવચ્ચ આદિ કરવાની વૃત્તિ ન હોય તેવી ક્ષુદ્ર પ્રકૃતિવાળા સાધુ એકાકી વિચરે તો અસંગતાને અનુકૂળ શું કૃત્ય કરી શકે ? અર્થાત્ કરી શકે નહિ, પરંતુ જેઓ ગચ્છમાં રહીને ગચ્છના સર્વ આચારો અને સારણા-વારણાદિને સમ્યગુ પરિણમન પમાડીને નિર્લેપ થયા છે, એવા જ વિશિષ્ટ સાધુ સંગમાચાર્યની જેમ એકાકી રહે તો અસંગ પરિણતિને વિશેષ વિશેષતર કરી શકે છે, જ્યારે અન્ય સાધુઓ તો એકાકી રહે તો પોતાની સ્વછંદ મતિને પુષ્ટ પુષ્ટતર કરે છે. તેથી તેઓ બાહ્યથી તપની ક્રિયા કે નિર્દોષ ભિક્ષાચર્યાની ક્રિયા કે સ્વાધ્યાયાદિ કરતા હોય તોપણ તે સર્વ દ્વારા ઉચિત પ્રવૃત્તિ કરીને અસંગભાવને અનુકૂળ યત્ન કરી શકતા નથી, પરંતુ મનસ્વિતાથી પોતાનાં કલ્પિત તપ-ત્યાગાદિ કૃત્યો કરીને મિથ્યા આશ્વાસન ધારણ કરે છે, પરમાર્થથી તે કૃત્યો પણ મોહનાશને અનુકૂળ નહિ હોવાથી ધર્મકૃત્ય જ નથી, તેથી એકાકી ધર્મકૃત્ય કરી શકે નહિ. વળી અકાર્યને કઈ રીતે પરિહાર કરી શકે ? અર્થાત્ સ્વચ્છંદ મતિ હોવાથી તેની જે પણ અકાર્યને અભિમુખ મતિ પ્રવર્તે છે, તે સ્વઇચ્છાનુસાર કરે છે, માટે સુસાધુએ સુવિહિત ગચ્છમાં વાસ કરવો જોઈએ અને તે ગચ્છની મર્યાદા દ્વારા સ્વચ્છંદ મતિનો વિરોધ કરવા પ્રયત્ન કરવો જોઈએ, જેથી સારણાદિ દ્વારા પોતાની પ્રકૃતિ ક્રમે કરીને જિનવચનથી નિયંત્રિત થાય અને તેના કારણે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાને અનુકૂળ ચિત્ત નિર્માણ થાય. ૧પકા અવતરણિકા :किञ्च Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ અવતરણિકાર્ય : વળી એકાકીને ધર્મ ન થઈ શકે તેનો સમુચ્ચય કરે છે ગાથા: ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૭ - कत्तो सुत्तत्थागमपडिपुच्छणचोयणा य इक्कस्स । विणओ वेयावच्चं, आराहणया य मरणंते ? । । १५७ ।। ગાથાર્થ ઃ એકાકી સાધુને સૂત્રાર્થનો આગમ, પ્રતિકૃચ્છના, ચોદના, વિનય, વેયાવચ્ચ અને મરણના અંતે આરાધનતા ક્યાંથી હોય ? ||૧૫૭|| ટીકા ઃ कुतः सूत्रार्थागमप्रतिप्रच्छनं चोदना वा एकस्य, तत्र सूत्रार्थागमः सूत्रार्थयोर्लाभः, प्रतिप्रच्छनं मुग्धबुद्धितया प्रश्न, चोदना व्युत्पन्नमतित्वाच्चालना, वाशब्दः प्राग्वत् । ताः कुतः ? एकस्य निर्गोचरत्वान्न कुतश्चिदत एव विनयो दण्डकग्रहणादिर्वेयावृत्त्यमौषधसम्पादनादि आराधना वा नमस्कारप्रत्याख्यानादिभावरूपा मरणान्ते मरणलक्षणावसाने कुत इति वर्त्तते । । १५७ ।। ટીકાર્ય : તઃ વર્તતે ।। સૂત્રાર્થનો આગમ, પ્રતિકૃચ્છા અથવા ચોદના એકને ક્યાંથી હોય ? ત્યાં= સૂત્રાર્થતા આગમ આદિમાં, સૂત્રાર્થનો આગમ=સૂત્ર અને અર્થનો લાભ, પ્રતિપૃચ્છન મુગ્ધ બુદ્ધિપણાથી પ્રશ્ન છે, ચોદના વ્યુત્પન્ન મતિપણાથી ચાલના છે, તે એકને ક્યાંથી હોય ?=નિર્વિષયપણું હોવાથી કોઈનાથી ન થાય, આથી જ દાંડો ગ્રહણ કરવો આદિરૂપ વિનય, ઔષધ સંપાદનાદિરૂપ વૈયાવૃત્ત્વ, મરણાંતમાં=મરણ સ્વરૂપ અવસાનમાં, નમસ્કાર પ્રત્યાખ્યાનાદિ ભાવરૂપ આરાધનતા ક્યાંથી થાય? અર્થાત્ થાય નહિ. ।।૧૫૭।। ભાવાર્થ: સુસાધુ સંયમ ગ્રહણ કરીને નવાં નવાં સૂત્રો અને અર્થોનો બોધ કરીને તેનાથી આત્માને ભાવિત કરે છે, જેથી મોહથી પ્રતિકૂળ સૂક્ષ્મ-સૂક્ષ્મતર ભાવો આત્મામાં પ્રગટ થાય છે અને તેની પ્રાપ્તિ ગુણવાન ગુરુથી સંભવે, તેથી એકાકીને મહાકલ્યાણના કારણીભૂત સૂત્ર અને અર્થનો સૂક્ષ્મ બોધ નહિ થવાથી હિતની પ્રાપ્તિ થઈ શકે નહિ. વળી જે સ્થાનમાં ઉચિત નિર્ણય ન થાય તે સ્થાનમાં તત્ત્વને જાણવાની બુદ્ધિથી સુસાધુ ગુરુ પાસે પ્રતિકૃચ્છન કરી શકે, પરંતુ એકલા સાધુ તે પ્રકારની પ્રતિકૃચ્છા ક્યાંથી કરી શકે ? જેથી ઉચિત-અનુચિતનો નિર્ણય કરીને હિતને અનુકૂળ પ્રવૃત્તિ થઈ શકે ? વળી વ્યુત્પન્ન મતિવાળાને Page #274 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૭-૧૫૮ ૨પપ કારણે જે ચાલના થાય તે પણ ગુણવાન ગુરુથી પ્રાપ્ત થાય; કેમ કે સૂત્ર-અર્થ ભણાવતી વખતે ક્વચિત્ શિષ્ય ચાલન કરે છે, ક્વચિત્ ગુરુ ચાલના કરે છે. જ્યારે શિષ્યને તે પ્રકારે ચાલના સ્કુરાયમાન ન થાય ત્યારે સૂત્ર-અર્થ કરતી વખતે ગુણવાન ગુરુ તે પ્રકારની ચાલના કરે છે, જેથી શિષ્યને યથાર્થ બોધ થાય અને ઉચિત પ્રવૃત્તિ કરવાની સૂક્ષ્મ દિશા પ્રાપ્ત થાય. પરંતુ એકાકીને પુસ્તકમાંથી અધ્યયન કરવા માત્રથી તે પ્રકારની ચોદના પ્રાપ્ત થાય નહિ, માટે એકાકી સાધુ આ સર્વ લાભોથી વંચિત થાય છે. વળી ગુણવાન ગુરુ બહારથી આવે ત્યારે દાંડો ગ્રહણ કરવો આદિ રૂપ વિનય છે. ઔષધ સંપાદનાદિ રૂ૫ વેયાવચ્ચ કરીને ગુણવાન ગુરુમાં રહેલા તે તે ગુણોની અનુમોદનાજન્ય નિર્જરાની પ્રાપ્તિ થાય છે, તે એકાકીને ક્યાંથી પ્રાપ્ત થાય ? વળી મરણનો પ્રસંગ હોય ત્યારે ઉચિત પચ્ચકખાણ નિર્ધામણાદિરૂપ અંતિમ આરાધના ગીતાર્થ ગુરુ વગર એકાકી સાધુ કઈ રીતે કરી શકે ? અને જો કરી શકે નહિ તો પ્રાપ્ત થયેલો મનુષ્યભવ અને સ્વીકારેલું સંયમ પણ નિષ્ફળ જાય. આથી જ સંગમાચાર્ય જેવા જે ઋષિઓ સર્વ રીતે એકાકી રહીને શાસ્ત્રની સૂક્ષ્મ મતિથી આત્માને ભાવિત કરીને પંડિતમરણ પામવા સમર્થ છે, તેવા ગીતાર્થ વિશેષ માટે જ કારણે એકાકીપણું ઇષ્ટ છે, બીજાએ તો સુવિહિત ગચ્છની ગવેષણા કરીને હિત સાધવા યત્ન કરવો જોઈએ. II૧પણા અવતરણિકા :તથા અવતરણિકાર્ચ - તથાથી એકાકીના સંભવિત અન્ય દોષો બતાવે છે – ગાથા : पिल्लिज्जेसणमिक्को, पइन्नपमयाजणाउ निच्चभयं । काउमणो वि अकज्जं, न तरइ काऊण बहुमज्झे ।।१५८ ।। ગાથાર્થ : એકાકી સાધુ એષણાને પ્રેરણા કરેaઉલ્લંઘન કરે, પ્રકીર્ણ સ્ત્રીજનથી નિત્ય ભય રહે, અકાર્યને કરવાના મનવાળો પણ ઘણાની વચ્ચે કરવા માટે સમર્થ નથી. II૧૫૮ll. ટીકા :__ प्रेरयेनिर्भयत्वादुल्लङ्घयेत् एषणां गवेषणग्रहणग्रासविषयामागमोक्तां मार्गणामेकः प्रकीर्णप्रमदाजनादितस्ततो विक्षिप्तस्त्रीलोकसकाशादेकस्य नित्यभयं सदा भीतिश्चारित्रधनापहारित्वात्, तस्य व्यतिरेकमाह-कर्मोदयात् कर्तुमना अप्यकार्यं न तरति न शक्नोति कर्तुं बहुमध्ये नियन्त्रितत्वाતિતિ પાર૬૮પા Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ઉપદેશમાલા ભાગ-૧/ ગાથા-૧૫૮ ટીકાર્ય : પ્રેરર્મિત્વા નિયંત્રિતત્વવિતિ ા પ્રેરણા કરે=નિર્ભયપણું હોવાથી એષણાનું ઉલ્લંઘન કરે= ગવેષણ-ગ્રહણ-ગ્રાસ વિષયક આગમમાં કહેવાયેલી માર્ગણાને એકાકી સાધુ ઉલ્લંઘન કરે, પ્રકીર્ણ સ્ત્રીજાથી અહીંતહીં વિક્ષિપ્ત સ્ત્રીલોકોથી, એકાકી સાધુને નિત્ય ભય છે=સદા ભીતિ છે; કેમ કે ચારિત્રધાનનું અપહારીપણું છે, તેના=સ્ત્રીજનતા ભયતા, વ્યતિરેકને કહે છે – કર્મના ઉદયથી અકાર્ય કરવાની ઈચ્છાવાળો પણ ઘણાની મધ્યમાં કરવાને માટે સમર્થ થતો નથી; કેમ કે નિયંત્રિતપણું છે. II૧૫૮ ભાવાર્થ : કલ્યાણના અર્થી જીવોને પણ વીતરાગ ન થાય ત્યાં સુધી સંસારમાં નિમિત્ત અનુસાર ભાવો થવાની સંભાવના રહે છે. આથી વિશ્વભૂતિના ભવમાં વીર ભગવાન અગિયાર અંગના ધારક હતા, ગીતાર્થ ગુરુથી એકાકી વિહાર માટે અનુજ્ઞા પામેલા હતા તોપણ જ્યારે વિશાખા નંદીએ તેની મશ્કરી કરી, ત્યારે કષાયને વશ થઈને ગાયને ઉછાળે છે અને પોતાની શક્તિ વ્યક્ત કરે છે અને ઘણી શક્તિની પ્રાપ્તિનું નિયાણું કરે છે, તેથી સારા પણ જીવો બલવાન નિમિત્તે માર્ગમાંથી પાતને પામે છે, ત્યારે સામાન્ય સાધુ તો નિમિત્તાને અનુસાર ભાવો કરવાની પ્રકૃતિવાળા જ હોય છે, તેથી તેઓને ગીતાર્થના બળથી જ શુભભાવોનો સંભવ છે, આમ છતાં જો તેઓ એકાકી વિહાર કરે તો ગીતાર્થ ગુરુના નિયંત્રણનો વિકલ્પ નહિ હોવાથી નિમિત્તને પામીને એષણાના ઉલ્લંઘનનો પરિણામ થઈ શકે છે. તેથી શાસ્ત્રમર્યાદાનું ઉલ્લંઘન કરે, જેમ કોઈને ત્યાં વિશિષ્ટ વસ્તુની પ્રાપ્તિ હોય તો શંકાથી તે સાધુ તેને પ્રશ્ન કરે કે કયા પ્રયોજનથી આ સર્વ કર્યું છે ? ત્યારે શ્રાવક કંઈક સકંપતાથી કહે કે આજે મહેમાનો આવવાના હતા તેથી કરેલ છે, આવા સમયે દોષિત છે તેવો નિર્ણય થવા છતાં ગ્રહણમાં યતનાનું ઉલ્લંઘન કરે, ક્વચિત્ ગવેષણા અને ગ્રહણની શુદ્ધિ કરે, તોપણ વાપરતી વખતે અનુકૂળ-પ્રતિકૂળ વિષયક રાગ-દ્વેષના પરિણામો કરે. જ્યારે ગીતાર્થના સાંનિધ્યમાં હોય તો ગીતાર્થની પ્રેરણાથી ભાવિત થયેલા સાધુ ગવેષણામાં પણ મર્યાદાનું ઉલ્લંઘન ન કરે, ગ્રહણમાં પણ મર્યાદાનું ઉલ્લંઘન ન કરે, ક્વચિત્ ગ્રહણમાં સહસા ઉલ્લંઘન થયું હોય તો પણ તે ગુણના અર્થી સાધુ આવીને પોતાને થયેલ શંકાનું ગુરુને નિવેદન કરે, જેમ કોઈ ગૃહસ્થ કહેલ હોય કે મહેમાન આવવાના હતા માટે આજે અમુક રસોઈ બનાવી છે, તે તેનું વચન સકંપ હોય, છતાં કોઈક સાધુ વહોરે અને ગુણવાન ગુરુને આવીને નિવેદન કરે તો ગુરુ તેને તે આહાર પરઠવી દેવાનું વિધાન કરે, જેથી સંયમનો પરિણામ રક્ષિત થાય. પરંતુ એકાકી સાધુ હોય તો તે પ્રકારે થવાનો પ્રસંગ રહે નહિ. વળી વાપરતી વખતે પણ ગુણવાન ગુરુની પ્રેરણાને કારણે ધૂમ-અગ્નિ દોષોનો પરિહાર થાય અને ગુણવાન ગુરુના અનુશાસનના અભાવમાં વાપરવા વિષયક આગમઉક્ત મર્યાદાનું ઉલ્લંઘન થવાનો પ્રસંગ આવે. વળી આમતેમ ફરતી કામની ઇચ્છાવાળી સ્ત્રીઓથી સાધુને સદા ભય રહે છે; કેમ કે એકાકી સાધુને Page #276 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૮-૧૫૯ ૨૫૭ જોઈને તેઓ અકાર્યની માગણી કરે ત્યારે નિમિત્તને પામીને તે સાધુને પણ પાતનો પરિણામ થઈ શકે છે. વળી ઘણા સાધુની મધ્યમાં વસનારા સાધુને સ્ત્રી તરફથી ઉપદ્રવ થવાની શક્યતા અલ્પ રહે છે. વળી નિમિત્તને પામીને કામની ઇચ્છા થાય, તોપણ ઘણા સાધુની મધ્યમાં હોવાથી તે વિચાર પ્રવર્ધમાન થતો નથી, પરંતુ અલ્પ થઈને વિરામ પામે છે. વળી એકાકી સાધુને સ્ત્રીને જોઈને કામની ઇચ્છા થાય ત્યારે કોઈ નિયંત્રણ ન હોવાથી સ્વાભાવિક એ પ્રકારનો ભાવ પ્રવર્ધમાન થાય. તેથી અકાર્ય થવાની પણ સંભાવના રહે છે, માટે કલ્યાણના અર્થી સામાન્ય સાધુએ ગચ્છમાં જ વાસ કરવો જોઈએ, એકાકી વિહાર કરવો જોઈએ નહિ. II૧૫૮॥ અવતરણિકા : તથા અવતરણિકાર્ય : તથા દ્વારા એકાકીના અન્ય દોષોનો સમુચ્ચય કરે છે ગાથા = उच्चारपासवणवंतपित्तमुच्छा मोहिओ Fat । सद्दवभाणविहत्थो, निक्खिवर व कुणइ उड्डाहं ।। १५९ ।। ગાથાર્થ: ઉચ્ચાર=મળ, પ્રશ્રવણ=મૂત્ર, વાન્ત=વમન, પિત્ત-મૂર્ચ્છ આદિથી મોહિત એવો એકાકી સાધુ સદ્રવભાજનવિહસ્ત જો નિક્ષેપ કરે તો આત્મા અને સંયમની વિરાધના કરે છે, ઉચ્ચારાદિ કરે તો ઉડ્વાહને કરે છે. II૧૫૯ ટીકા ઃ उच्चारः :=પુરીષ, પ્રસ્રવળ=મૂત્ર, વાતં=વમાં, પિત્તમૂર્છા=પિત્તોત્રેાવા-મિજી વિહ્વતતા, आदिशब्दाद्वातविसूचिकादिग्रहः, एतैरकाण्डप्रवृत्तैर्मोहितो विधुरितशरीर एकः सद्रवभाजनविहस्तः सपानकपात्रव्यग्रकरः सन्, वाशब्दो यदिशब्दार्थो यदि तद् भाजनं निक्षिपति विह्वलताघातेन प्रेरयति तदा आत्मसंयमविराधनेति गम्यते । अथागृहीतेनाचरत्युच्चारादीनि ततः करोत्युड्डाहं प्रवचनलाघवमिति ।। १५९ ।। ટીકાર્ય ઃ उच्चारः નાધવમિતિ ।। ઉચ્ચાર=મળ, પ્રશ્રવણ=મૂત્ર, વાત=વમન, પિત્તમૂર્છા=પિત્તના ઉદ્રેકથી આકસ્મિકી વિહ્વળતા, આવિ શબ્દથી વાત-વિસૂચિકા આદિનું ગ્રહણ છે, અકાંડ પ્રવૃત્ત Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨પ૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૯-૧૬૦ એવા આનાથી મોહિત થયેલો ઉચ્ચારાદિથી વિધુરિત શરીરવાળો, એકાકી સદ્દવભાજનવિહસ્ત=પાણીના પાત્રથી વ્યગ્ર કરવાળો છતો, જો તે ભાજનને વિહ્વળતાતા ઘાતથી ફેંકે ત્યારે આત્માની અને સંયમની વિરાધના કરે છે, ગાથામાં વા શબ્દ ઃિ શબ્દના અર્થમાં છે. હવે શરીરની તેવી વિહ્વળતાને કારણે પાનકનું ભાજલ અગૃહીત છે, તેનાથી ઉચ્ચારદિને કરે તો ઉડાહ કરે છે–પ્રવચનનું લાઘવ કરે છે. I૧૫૯ll ભાવાર્થ : વિશિષ્ટ ગીતાર્થ પુરુષો ભગવાનના વચનાનુસારે એકાકી વિચરતા હોય તેઓ પ્રાયઃ તે પ્રકારના અંતરંગ સંચિત વિર્યવાળા હોય છે. તેથી પિત્ત-મૂર્છાદિ થવાનો પ્રસંગ જણાય ત્યારે પ્રાયઃ તેઓ કાયાને પરઠવીને આત્માના નિરાકુળ ભાવમાં સ્થિર થવા ઉદ્યમ કરતા હોય, જેથી તેઓને આત્મવિરાધના-સંયમવિરાધના કે શાસનઉડાહનો પ્રસંગ આવે નહિ, પરંતુ જે સામાન્ય સાધુ છે, તે તો કલ્યાણના અર્થી હોવા છતાં એકાકી વિચરે તો કોઈક એવી શારીરિક સ્થિતિમાં મળનો ઉદ્રક થાય, તેનાથી અત્યંત વિહ્વળ થાય અને ઉચિત સ્થાને જઈ શકે તેવી સ્થિતિ ન હોય ત્યારે સમુદાય અંતર્ગત સાધુઓ વેયાવચ્ચ કરીને તેનો ઉપાય કરી શકે, એકાકીને તેવો ઉપાય કોણ કરે ? વળી વમનાદિ થતું હોય તો અને પિત્તની મૂચ્છ આવી હોય તો સહાયક સાધુના બળથી સ્વસ્થ રહી શકે છે અને જો તે એકાકી હોય તો આ સર્વ પ્રયોગોમાં પાણીના પાત્રથી વ્યગ્ર કરવાનો ઉચ્ચારાદિની વિહ્વળતાને કારણે પાણીના ભાજનને હાથમાંથી પાડે તો સંયમની વિરાધના થાય; કેમ કે ત્યાં રહેલા કોઈક જીવની વિરાધના થવાનો સંભવ રહે અને પોતે પડી જાય તો આત્મવિરાધના થવાનો પ્રસંગ આવે. જ્યારે સમુદાયમાં હોય તો અન્ય સાધુની સહાયથી તેનું ઉચિત નિવારણ થઈ શકે અને એકાકી હોય તો તે પ્રકારની અસ્વસ્થતાને કારણે પાણીનું ભાજન ગ્રહણ કર્યા વગર જે તે સ્થાને ઉચ્ચારાદિ કરે તો તેને તે રીતે જોઈને પ્રવચનનું લાઘવ થાય; કેમ કે માર્ગમાં જે તે સ્થાને આ રીતે મળાદિ કરે અને પાણીના પાત્ર વગર તેને જતા જોઈને લોકોને થાય કે ભગવાનનો ધર્મ વિવેકવાળો નથી, તેથી આ લોકો આ રીતે અસહાયથી જીવે છે અને જેમતેમ પ્રવૃત્તિ કરે છે. જ્યારે વિશિષ્ટ ગીતાર્થ સાધુ તો આવા સમયે પોતે જે સ્થાનમાં વર્તતા હોય ત્યાં જ શું ઔચિત્ય કરવું, જેથી પોતાનાથી સંયમની વિરાધના ન થાય, પ્રવચનનો ઉડાહ ન થાય અને પોતાની સમાધિનો ભંગ ન થાય, તે રીતે યત્ન કરીને આત્મહિત સાધી શકે છે, માટે સાધુએ એકાકી રહેવું જોઈએ નહિ, પરંતુ ગુણવાન ગચ્છમાં જ રહેવું જોઈએ. ક્વચિત્ ગુરુગુણથી યુક્ત ગુરુ ન હોય તો વિવેકપૂર્વક ગુણવાન ગુરુ પાસે સંક્રમણની વિધિ છે, તે પ્રમાણે બીજા ગુરુનો આશ્રય કરવો જોઈએ, પરંતુ એકાકી વિચરવું જોઈએ નહિ. I૧પલા અવતરણિકા : અન્યષ્ય અવતરણિકાર્ય :અને બીજું=એકાકી વિહારમાં બીજા દોષો બતાવે છે – Page #278 -------------------------------------------------------------------------- ________________ પ૯ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૦ ગાથા : एगदिवसेण बहुया, सुहा य असुहा य जीवपरिणामा । इक्को असुहपरिणओ, चइज्ज आलंबणं लद्धं ।।१६०।। ગાથાર્થ : એક દિવસથી ઘણા પ્રકારે શુભ-અશુભ જીવના પરિણામો થાય છે, અશુભ પરિણત એવો એકાકી સાધુ આલંબનને પ્રાપ્ત કરીને સંયમનો ત્યાગ કરે સંયમની મર્યાદાનું ઉલ્લંઘન કરે. II૧૬oll ટીકા : एकदिवसेन बहवः शुभाश्चाशुभाश्च जीवपरिणामा मनोविवर्ता भवन्ति, यदि नामैवं ततः किमित्याह-एकोऽसहायोऽशुभपरिणतः क्लिष्टाध्यवसायगतचित्तः सन् त्यजेदुज्झेत संयममिति गम्यते, आलम्बनं स्वमतिविकल्पितं किञ्चित् कारणं लब्ध्वा प्राप्येति ।।१६०।। ટીકાર્ય : દિવસેન .... પ્રાતિ એક દિવસથી ઘણા શુભ-અશુભ જીવના પરિણામો =મનના વિવર્તા, થાય છે, જો આ પ્રમાણે છે, તેનાથી શું ?=જીવને એક દિવસમાં અનેક શુભ-અશુભ ભાવો થાય છે, તેનાથી શું ? એથી કહે છે – એક=સહાય વગરનો સાધુ, અશુભ પરિણામવાળો=ક્લિષ્ટ અધ્યવસાયગત ચિત્તવાળો છતો, સંયમનો ત્યાગ કરે, ક્યારે ત્યાગ કરે ? એથી કહે છે – સ્વમતિવિકલ્પિત કંઈક કારણરૂપ આલંબનને પ્રાપ્ત કરીને સંયમનો ત્યાગ કરે, માટે એકાકી વિચરવું જોઈએ નહિ. I૧૬૦માં ભાવાર્થ : કલ્યાણના અર્થી સાધુ પણ ગુણવાન ગુરુના સંવેગપૂર્વકના અનુશાસનથી સંયમના પરિણામમાં સ્થિર થવા યત્નશીલ થઈ શકે છે અને જેઓ કોઈક રીતે એકાકી વિચરે છે, તેવા જીવોને એક દિવસમાં પણ નિમિત્તો અનુસાર શુભ-અશુભ ઘણા પરિણામો થતા હોય છે. જિનવચનનું આલંબન લઈને પ્રયત્ન કરતા હોય ત્યારે આત્મહિત વિષયક કંઈક જાગૃતિ હોવાથી શુભભાવ હોય છે, ક્યારેક નિમિત્તને પામીને બાહ્ય પદાર્થ સાથે સંબંધવાળા થાય છે, ત્યારે તે તે પ્રકારના અશુભભાવો પણ થાય છે. આથી ગોચરી ગ્રહણ આદિ કરતી વખતે જિનવચનથી ભાવિત ન હોય તો યથાતથી ગ્રહણ કરવાનો પરિણામ થાય છે. ગોચરી વાપરતી વખતે પણ ધૂમ-અગ્નિ આદિ દોષની ઉપેક્ષા કરીને આહારને અનુરૂપ પરિણામો થાય છે, તેથી જો સાધુ એકાકી વિચરે અને કોઈક અશુભ પરિણામ થાય તો સંયમની મર્યાદાનો ત્યાગ કરે છે અને તેવું કોઈ બાહ્ય આલંબન પ્રાપ્ત થાય તો વેષનો પણ ત્યાગ કરે છે. ક્વચિત્ વેષનો ત્યાગ ન કરે તોપણ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૦-૧૦૧ તેવા બાહ્ય આલંબનને પામીને અનુચિત પ્રવૃત્તિ કરીને દીર્ઘ સંસારને પ્રાપ્ત કરે છે, તેવા સાધુને ગુણવાન ગુરુના સાંનિધ્યથી આત્મહિતની પ્રાપ્તિ થઈ શકે છે. ફક્ત જેઓ અત્યંત સંવેગથી ભાવિત મતિવાળા છે, વિશિષ્ટ ગીતાર્થ છે અને એકાકી રહીને સર્વ પ્રકારના સંવેગને અતિશય કરવા માટે અત્યંત પ્રયત્નશીલ છે, એવા જ મહાત્માઓને ગુરુ એકાકી વિચરવાની અનુજ્ઞા આપે છે, અન્યથા સમુદાયના બળથી અશુભ પરિણામથી સાધુનું રક્ષણ થાય છે અને ગીતાર્થ ગુરુના સંવેગપૂર્વકના અનુશાસનથી શુભ અધ્યવસાયની વૃદ્ધિ થાય છે. ll૧૧૦II અવતરણિકા - અવતરણિતાર્થ : વળી એકાકીમાં અન્ય દોષો બતાવે છે – ગાથા : सव्वजिणप्पडिकुटुं, अणवत्था थेरकप्पभेओ य । एक्को य सुयाउत्तो वि, हणइ तवसंजमं अइरा ॥१६१।। ગાથાર્થ - | સર્વ જિનો વડે પ્રતિકુષ્ટ છે=એકાકીપણું નિષિદ્ધ છે, અનવસ્થા છે, સ્થવિરકલ્પનો ભેદ છેઃ વિનાશ છે, એક એવો સ્વાયુક્ત પણ=અત્યંત અપ્રમત્ત પણ, શીધ્ર જ તપ-સંયમનો નાશ કરે છે. II૧૬૧il. ટીકા : सर्वजिनैः ऋषभादिभिः प्रतिकुष्टं प्रतिषिद्धमिति समासः, एकाकित्वमिति गम्यते । तथाहिअस्मिन् सत्यनवस्था भवति, प्रमादप्रचुरतया प्राणिनामपरेषामपि तथाप्रवृत्तेः, अतः स्थविरकल्पभेदश्च अयःशलाकाकल्पतापत्तेः, किं बहुना ?, एकः, चशब्दोऽवधारणार्थः स च पर्यन्ते सम्भत्स्यते, स्वायुक्तोऽपि सुष्ठु अप्रमत्तोऽपि आस्तामपरः किं ? हन्ति विनाशयति तपःप्रधानः संयमस्तपःसंयमः તમ, વિરાવ શીષ્યમેવેન્ચર્થ પાઠ્ઠા ટીકાર્ય : સર્વનિને .... શીમેવેન્ચર્થ | સર્વ જિનો વડે=ઋષભદેવ આદિ વડે, એકાકીપણું પ્રતિકુષ્ટ છેઃ પ્રતિષિદ્ધ છે, તે આ પ્રમાણે – Page #280 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૧ ૨૬૧ આ હોતે છત=સાધુ એકાકી વિચરતે છતે, અનવસ્થા થાય છે; કેમ કે જીવોના પ્રમાદપ્રચુરપણાને કારણે બીજાઓની પણ તે પ્રવૃત્તિ થાય છે=કલ્યાણના અર્થી સાધુમાં પણ અનાદિથી સ્થિર થયેલ પ્રમાદપ્રચુરપણું હોવાને કારણે કોઈ સાધુને એકાકી વિચરતા જોઈને બીજાઓની પણ તે પ્રકારે એકાકી વિચારવાની પ્રવૃત્તિ થાય છે. આથી=એકાકી વિહારમાં અતવસ્થા છે, આથી એકાકીને વિચરવામાં સ્થવિરકલ્પનો ભેદ છેઃસ્થવિરકલ્પનો વિનાશ છે; કેમ કે લોહની, શલાકાતી, કલ્પતાની આપત્તિ છે, વધારે શું કહેવું? જ શબ્દ અવધારણ અર્થમાં છે અને તે=અવધારણ, પર્યતમાં અંતમાં, યોજાશે, એક એવો સ્વાયુક્ત પણ=સુષ્ણુ અપ્રમત્ત પણ, બીજો દૂર રહો, શું=એક અપ્રમત્ત પણ શું? તપ છે પ્રધાન જેમાં એવું સંયમ તપસંયમ, તેને વિનાશ કરે છે, અચિરથી=શીધ્ર જ વિનાશ કરે છે. ll૧૬૧II ભાવાર્થ સર્વ તીર્થકરોએ સાધુને એકાકી રહેવાનો નિષેધ કર્યો છે, માટે કલ્યાણના અર્થી સાધુએ ભગવાનના વચનનું સ્મરણ કરીને પણ એકાકી વિચરવું જોઈએ નહિ, વળી એકાકી વિચરવાથી અનવસ્થાની પ્રાપ્તિ થાય છે, કેમ કે કલ્યાણ માટે સંસાર છોડીને આવેલા સાધુમાં પણ અનાદિકાળથી સ્થિર થયેલ પ્રમાદપ્રચુરતા છે, તેથી કોઈને એકાકી વિચરતા જોઈને બીજાને પણ થાય કે આ રીતે હું વિચરીશ તો ગચ્છના ઉપદ્રવથી મુક્ત થઈશ, તેમ માનીને એકાકી વિહારની પ્રવૃત્તિ કરે, તેથી એકાકી વિહાર કરનાર સાધુ અન્યને પણ ભગવાનના વચનથી વિપરીત પ્રવૃત્તિ કરવામાં પ્રબળ કારણ બને છે, એથી ઉન્માર્ગમાં પ્રવર્તાવવારૂપ દોષની પ્રાપ્તિ થાય છે. વળી, એકાકી વિહારથી ભગવાને બતાવેલા સ્થવિરકલ્પનો વિનાશ થાય છે; કેમ કે એકાકી વિહાર સ્થવિરકલ્પરૂપ ઉત્તમ આચારમાં લોખંડની શલાકા નાખીને તેને છિન્ન-ભિન્ન કરવાની પ્રવૃત્તિ તુલ્ય છે, વસ્તુતઃ સ્થવિરકલ્પનો આચાર છે કે જઘન્યથી એક ગીતાર્થ હોય અને પાંચ સાધુ શેષકાળમાં સાથે વસે છે અને ચાતુર્માસમાં જઘન્યથી સાત સાધુ સાથે વસે છે. એકાકી વિહાર કરનાર આ વ્યવસ્થાનો નાશ કરે છે, વધારે શું કહેવું? કોઈ સાધુ શુદ્ધ ભિક્ષાચર્યાથી સંયમના સર્વ આચારોમાં અપ્રમત્ત હોય તો પણ તે તપ, સંયમને એકાકી સાધુ શીધ્ર નાશ કરે છે; કેમ કે જીવ નિમિત્ત પ્રમાણે ભાવો કરવાના સ્વભાવવાળો છે, તેથી જેઓને અત્યંત સંવેગ છે એથી અપ્રમાદપૂર્વક સંયમની આચરણાઓ કરે છે તેવા પણ સાધુને ગુણવાન ગુરુના સારણાદિ દ્વારા સંયમની વૃદ્ધિ થાય છે અને એકાકી રહેવાથી સારણાદિનો અભાવ પ્રાપ્ત થાય છે, સ્વયે સંવેગને અતિશય કરવો અતિદુષ્કર છે અને સંવેગના પરિણામને અતિશય ન કરી શકે તો સંયમની વાચ્ય આચરણા વિદ્યમાન હોવા છતાં અંતરંગ તપ-સંયમનો પરિણામ નાશ પામે છે; કેમ કે અંતરંગ તપ-સંયમનો પરિણામ પાંચ ઇન્દ્રિયોના સંવરપૂર્વક આત્માના અસંગભાવની વિશ્રાંતિને અનુકૂળ યત્ન સ્વરૂપ છે અને તે સંવેગપૂર્વકના ઉપદેશશ્રવણથી જીવે છે, જ્યારે ગીતાર્થગુરુના અભાવને કારણે એકાકી સાધુને તે પ્રકારના સંવેગપૂર્વકનો ઉપદેશ પ્રાપ્ત થતો નથી, તેથી અપ્રમાદી સાધુનું પણ તપ-સંયમ અલ્પકાળમાં નાશ પામે છે. II૧૧ાા Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧ર-૧૬૩ अवतरशिsl: बहवस्तु संविग्नाः सर्वापायान् परिहर्तुं समर्था भवन्तीत्याह चअवतरशिक्षार्थ :વળી ઘણા સંવિશ્નો સર્વ અપાયોનો પરિહાર કરવા સમર્થ થાય છે, એને કહે છે – गाथा: वेसं जुनकुमारिं, पउत्थवइयं च बालविहवं च । पासंडरोहमसइं, नवतरुणिं थेरभज्जं च ।।१६२।। सविडंकुब्भडरूवा, दिट्ठा मोहेइ जा मणं इत्थी । आयहियं चिंतिता, दूरयरेणं परिहरंति ।।१६३।। गाथार्थ: આત્મહિતને ચિંતન કરનારા સાધુઓ વેશ્યાને, જીર્ણકુમારીને, પ્રોષિતભર્તાને, બાળવિધવાને, પાખંડરોઘાને, અસતીને, નવયૌવનાને, વૃદ્ધ પતિની પત્નીને દૂરથી પરિહાર કરે છે, એ પ્રકારે સંબંધ છે. સવિટંક ઉલ્કટ રૂપવાળી જે સ્ત્રીઓ જોવાયેલી મનને મોહ પમાડે છે, તેને આત્મહિતનું ચિંતન કરનારા સાધુઓ ત્યાગ કરે છે. ll૧૧ર-૧૧3II टोs: वेश्यां गणिकां, जीर्णकुमारीमपरिणीतप्रौढां, प्रोषितपतिकां गतभर्तृकां, चशब्दाः समुच्चयार्थाः, बालविधवां बालरण्डा, पाखण्डेन रोधो यस्याः सा तथा तां व्रतिनीमित्यर्थः । असती कुलटां, नवतरुणी प्रत्यग्रयौवनां, स्थविरभार्यां वृद्धपत्नी च परिहरन्तीति सर्वत्र क्रियासम्बन्धः । एतासां च ग्रहणं निरुद्धतया समन्मथत्वात् गाढतरापायकारित्वदर्शनार्थं किञ्चानेन सविटण्कोद्भटरूपा इत्यत्र विटङ्को विबन्धः शुभाध्यवसायस्खलनं 'टकि बन्धने' इति वचनात् सह विटङ्केन वर्त्तत इति सविटकम् उद्भटमुदारं, सविटङ्कमुद्भटं रूपं यस्याः सा तथा दृष्टा अवलोकिता मोहयति वैचित्र्यमानयति या काचिन्मनोऽन्तःकरणं स्त्रीः योषित् तामात्महितं स्वस्य पथ्यं चिन्तयन्तो गणयन्तः साधवो दूरतरेण गाढं दूरेण परिहरन्ति वर्जयन्तीति ।।१६२-१६३।। टीवार्थ:वेश्यां ..... वर्जयन्तीति ।। वेश्याने[fgista, एमाशaalपोली प्रौढ स्त्री, प्रोषित Page #282 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૨–૧૬૩ ૨૬૩ પતિએ=દેશાંતર ગયેલા પતિવાળીને, બાળવિધવાને બાલ્ય અવસ્થામાં રંડાયેલી, પાખંડ રોધવાળી=પાપના ખંડતથી રોધ છે જેને તે તેવી છે, તેવી સ્વદર્શન કે પરદર્શનના વ્રતવાળી અર્થાત્ સાધ્વીને, અસતીને કુલટાને, નવતરુણીને=નવા યૌવતવાળીને અને સ્થવિરભાર્યાને–વૃદ્ધ ઉંમરવાળાની પત્નીને, પરિહાર કરે છે. એ પ્રમાણે સર્વત્ર=વેશ્યા આદિ સર્વ શબ્દોમાં ક્રિયાનો સંબંધ છે અને આમનું ગ્રહણ=વેશ્યા આદિ સ્ત્રીઓનું નામોલ્લેખરૂપે ગ્રહણ, નિરુદ્ધપણું હોવાથી=કામની ઈચ્છા કોઈક રીતે વિરોધ કરીને બેઠેલી હોવાથી સમન્મથપણું હોવાના કારણે=વેદોદયની પરિણતિવાળી હોવાથી ગાઢતર અપાયકારીપણું બતાવવા માટે છે અર્થાત્ સર્વ સ્ત્રીઓ કામવિકારનું કારણ બની શકે છે, તોપણ ઉલ્લેખ કરાયેલ વેશ્યા આદિ સર્વ સ્ત્રીઓ વિશેષ પ્રકારે કામઉદ્વેકનું કારણ બને તેમ છે, અથવા આના વડે શું?=વેશ્યા આદિ સર્વ વડે શું ? સવિટંક ઉભટ રૂપવાળી જોવાયેલી સ્ત્રીઓ મોહ પમાડે છે, એમ અવય છે, એ પ્રકારના કથનમાં વિટંક વિબંધ છે=શુભ અધ્યવસાયનું સ્નલન છે; કેમ કે ટ ધાતુ બંધનમાં છે એ પ્રકારનું વચન છે, વિટંક સહિત=શુભ અધ્યવસાયના સ્મલન સહિત વર્તે છે, તે સવિટંક કામના આવેગના પરિણામ સહિત વર્તે છે, તેવી સવિટંક સ્ત્રી, ઉદ્ભટ=ઉદાર અર્થાત્ સવિટંક ઉભટ ઉદારરૂપ છે જેણીને તે તેવી છે=કામના વિકારવાળી અને બીજાને કામ ઉત્પન્ન કરે તેવી ઉભટ રૂપવાળી જે સ્ત્રીઓ છે, તે જોવાયેલી=અવલોકન કરાયેલી, મોહ પમાડે છે=વિપરીત ચિત્તતાને કરાવે છે, જે કોઈ સ્ત્રી મનને=અંતઃકરણને, મોહ પમાડે છે, તેણીને આત્મહિતનું ચિંતવન કરતા=સ્વના પથ્થરો વિચાર કરતા સાધુઓ, અત્યંત દૂરથી પરિહાર કરે છે=વર્જન કરે છે. I૧૬૨-૧૬૩ ભાવાર્થ : સુસાધુઓ આત્મકલ્યાણના અત્યંત અર્થી હોય છે, તોપણ અનાદિથી વેદના ઉદયવાળા છે અને સર્વ કષાય-નોકષાયમાં કષાય બલવાન હોવા છતાં વેદનો ઉદય સર્વથી બલવાન છે, તેથી સારા પણ ઋષિઓને વેદનો ઉદય માર્ગથી પાત કરવાનું પ્રબળ કારણ બને છે, તેથી જેનાથી કામના વિકારનો અત્યંત સંભવ હોય તેનાથી તેઓ અત્યંત દૂર રહે છે. જેમ વેશ્યા બીજાને કામ ઉત્પન્ન કરવામાં કુશળ હોય છે, તેથી કોઈક નિમિત્તે તેણીનો સંપર્ક થાય તેમ હોય તો સુસાધુ તેનાથી દૂર રહે છે. વળી કોઈક નહિ પરણેલી પ્રૌઢ ઉંમરવાળી સ્ત્રી હોય તે હંમેશાં કામથી વિહ્વળ હોય છે, માટે સુસાધુને કામનો ઉદ્રેક કરવામાં પ્રબળ કારણ બને તેવી હોય છે. તેથી તેવી સ્ત્રીઓથી સાધુ દૂર રહે છે, વળી જેનો પતિ પરદેશ ગયેલો છે, તેથી કામાતુર છે, તેનાથી પણ દૂર રહે છે; કેમ કે કામને વશ સ્ત્રી સાધુને પણ કામ ઉદ્રક કરે તેવી સંભાવના રહે છે. વળી બાળવિધવા સ્ત્રી કામથી અતૃપ્ત હોવાથી તેનાથી દૂર રહે છે. વળી જે સ્ત્રીઓ પાપના ખંડન માટે અબ્રહ્મનો રોધ કરે છે, તેવી વ્રતવાળી સાધ્વીઓથી પણ દૂર રહે છે; કેમ કે વ્રતવાળી હોવા છતાં વેદનો ઉદય નષ્ટ થયો નથી અને સાધુના દર્શનથી તે સાધ્વીઓને પણ કામની ઇચ્છા થઈ શકે છે અને કામની ઇચ્છાને વશ તે પ્રકારનો હાવભાવ વ્યક્ત કરે તો સાધુને પાત થવાનો પ્રસંગ આવે માટે તેનાથી દૂર રહે છે. વળી અસતી સ્ત્રીઓ અત્યંત કામની વૃત્તિવાળી હોય છે, તેથી Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧ર-૧૬૩, ૧૧૪ સાધુના પુષ્ટ દેહને જોઈને નિર્ભિકતાથી કામની માગણી કરે તો સાધુને પણ તે પ્રકારનો પરિણામ થવાની સંભાવના રહે છે. વળી ઉગ્ર યૌવનવાળી સ્ત્રીઓ જોવા માત્રથી વિકાર ઉત્પન્ન કરે તેવી હોય છે, તેનાથી પણ દૂર રહે છે. વળી કોઈ વૃદ્ધ પુરુષની પત્ની નાની ઉમરની હોય, પતિથી અતૃપ્ત હોય, તેવી સ્ત્રી પુષ્ટ દેહવાળા સાધુને જોઈને કામની અભિવ્યક્તિ કરે તેવી સંભાવના રહે છે, તેનો પણ સાધુ પરિહાર કરે છે, આ સર્વના નામોલ્લેખપૂર્વક કથન કર્યું. તેથી એ ફલિત થાય કે આ સર્વ સ્ત્રીઓથી કામનો ઉદ્રક થાય તો ગાઢતર અપાય થવાની સંભાવના છે, તો પણ સામાન્યથી જે સ્ત્રીઓને શુભ અધ્યવસાયનું અલન થયેલું છે અને કામને અભિમુખ થયેલી છે, તેથી ઉભટ રૂપે પ્રગટ થયું છે અર્થાત્ કામની માગણી કરે તેવું સ્વરૂપ પ્રગટ થયું છે, તેવી સ્ત્રીઓ જોવા માત્રથી સાધુને વિપરીત ચિત્તતાને કરાવે છે અર્થાત્ મોહ ઉત્પન્ન કરે છે. આવી સર્વ સ્ત્રીઓનો સાધુ અત્યંત પરિહાર કરે છે; કેમ કે પોતાના આત્મામાં વિદ્યમાન વેદનો ઉદય નિમિત્તને પામીને પાતનું કારણ બની શકે અને ઘણા સંવિગ્ન સાધુની મધ્યમાં હોય તો આ સર્વ અપાયોનો પરિહાર કરી શકે છે. એકાકી સાધુ હોય તો પરિહાર કરવાની ઇચ્છા કરે તો પણ તેવી કોઈ સ્ત્રી સન્મુખ આવે તો તેનો પરિવાર દુષ્કર બને છે. જેમ અત્યંત સંયમી સિંહગુફાવાસી મુનિની સન્મુખ ઉપકોશા રાત્રે એકાંતમાં વિશિષ્ટ પ્રકારના હાવભાવયુક્ત આવી ત્યારે સ્થૂલભદ્ર મુનિ જેવા દૃઢ સંકલ્પવાળા નહિ હોવાથી સ્કૂલના પામ્યા, માટે સાધુએ એકાકી વિચરવું જોઈએ નહિ. II૧૬૨-૧૬alી. અવતરણિકા - अयं च स्त्रीजनितापायः सकलविषयनिबन्धनतया गुरुतरसंसारकारणत्वादुपलक्षणत्वेन शेषापायाનામુપસ્તો , યત – અવતરણિકાર્ય : અને આ સ્ત્રીજનિત અપાય બધા વિષયનું કારણ પણું હોવાથી સ્ત્રીથી પાત પામેલા સાધુને બધા વિષયની પ્રાપ્તિ હોવાથી, ગુરુતર સંસારનું કારણ પણું હોવાને કારણે શેષ અપાયોના ઉપલક્ષણપણાથી ઉપવ્યસ્ત છે અન્ય સર્વ અપાયો તેનાથી પ્રાપ્ત થાય છે, તેમ બતાવાયું છે. જે કારણથી – ગાથા - सम्मद्दिट्ठी वि कयागमो वि अइविसयरागसुहवसओ । भवसंकडम्मि पविसइ, इत्थं तुह सच्चई नायं ।।१६४।। ગાથાર્થ : કરાયેલા આગમવાળો=ભણેલા આગમવાળો પણ, સમ્યગ્દષ્ટિ પણ અતિવિષયના રાગના સુખના વશથી ભવસંકટમાં પ્રવેશ પામે છે, આ અર્થમાં તને સત્યકી દષ્ટાંત છે. II૧૬૪l. Page #284 -------------------------------------------------------------------------- ________________ Bहेशमाला भाग-१ / गाथा-१५४ ૨૬૫ टोs: सम्यग्दृष्टिरपि तत्त्वार्थश्रद्धानयुक्तोऽपि, तथा कृतो विहितः सामर्थ्यादात्मन्यागमः श्रुतं येन स कृतागमः, असावपि, किं पुनरन्य इत्यपिशब्दार्थः, किम् ? अतीवविषयेषु शब्दादिषु रागश्चेतसोऽभिष्व ङ्गस्तस्मात् सुखं, दुःखेऽपि विपर्यासात् सुखबुद्धस्तद्वशकस्तदायत्त इति समासः । स किं भवसङ्कटे क्लिष्टसंसारे प्रविशति याति, शिष्यं प्रत्याह-अत्रार्थे तवेति विनेयपरामर्शः सत्यकीज्ञातमुदाहरणमिति गाथासमासार्थः । कथानकमत्राधुनापेढालाभिधानेन विद्याधरेण स्वविद्यानिक्षेपपात्रधिया ब्रह्मचारिण्युदरजे महाबले निक्षिपामीत्याकूतेन ज्येष्ठानामार्यायामुदपादि सुतत्वेन सत्यकी, वर्धितः साध्वीमध्ये, गृहीतमुपश्रुत्या बहुश्रुतम् । अन्यदा कालसन्दीपकविद्याधरेण पृष्टो भगवान् वीरः 'कुतो मे भयमिति ।' भगवतोक्तमितः सत्यकितः, ततो 'रे मां मारयिष्यसि त्वमित्यादि हीलितः पातितः स्वचरणयोर्बलामोटिकया तेन च सत्यकेस्तस्योपर्यमों, बभूव ! ततो दत्ताः पित्रा तस्य विद्याः, साधयितुमारेभे रोहिणीं । कुर्वंश्चोपसर्गान्वारितः कालसन्दीपकः सिद्धाऽहमस्येति वदन्त्या तया, स च किल सत्यकी तया भवपञ्चकं साधयन् हतः, षष्ठभवे षण्मासशेषायुषा सिद्ध्यन्ती निषिद्धा, भवान्तरे सेत्स्यति इति वदतो ततो गाढमनुरक्ता सती सा अब्रवीत् त्यजैकमङ्गं तावके देहे प्रविशामीति । दर्शितमनेन ललाटं, विदार्य प्रविश्य तया कृतं तुष्टया तत्र लोचनम् । स चाचिन्तयन्मदीयजननी व्रतिनी सती धर्षिता पापेनानेनेति व्यापादितः पेढालः, दृष्टो नश्यन् कालसन्दीपकोऽनेन, लग्नस्तत्पृष्टे, तेनाकारि नभसि मायामयं तद्व्यंसनाय त्रिपुरं, बहु युद्ध्वा तद् दग्ध्वा घातितोऽसौ प्रविशन् लवणे महापाताले । अन्ये तु ब्रुवते भगवच्चरणमूले तेन साधु कोपोपशमः सञ्जात इति । ततो जातबलोत्कर्षोयमऽप्रतिमल्लतया यथादर्श राजादियोषितः प्रद्वेषाद् धिग्वर्णकन्यका ऋषिपत्नीश्च भुजानस्त्रिसन्ध्यं च भगवतामायतनेषु वन्दनपूजनगीतनृत्यादि विदधानो यथेष्टं भुवि सञ्चचार । __ अन्यदोज्जयिन्यां चण्डप्रद्योतः 'कः खल्वेनं पापं घातयिष्यतीति' महतोऽमर्षात्सदसि न्यगादीत् । तं गणिकोमा प्राह-भवदादेशादहमिति । सोऽवोचदेवं कुरु । दृष्ट्वा अन्यदा निर्वृहकगता विकसितमुकुलितकमलद्वयहस्ता विमानारूढं नभसोऽवतरन्तं विकसितकुशेशयकरं प्रसारयन्तं मुकुलितमुपनीयाग्रे सा तमवादीत्-योग्यस्त्वमीदृशां न पुनर्विकशितानां यस्त्वं मुग्धबुद्धीः प्रार्थयसे न पुनर्मादृशीः प्रौढयोषितः इति तद्वचनकौशलाकृष्टचेताः स्निग्धदृष्टियष्टिनिहतश्च नित्यमेति तद्गृहे । तत्सौन्दर्यावर्जितहृदयस्य जातस्तस्य तस्यामनुरागोत्कर्षः, निवृत्तश्चान्यनारीतर्षः सञ्जातात्यन्त Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૪ विश्रम्भश्चाभिदधे तया क्वावसरे भवतो विद्या अवसर्पतीति ? सस्नेहलङ्घितत्वादनाकलय्य योषिच्चेतश्चापल्यमाह-निधुवन इति । न्यवेदि राज्ञे तया । नियुक्तास्तेन तद्घातार्थं पुरुषाः । साऽब्रवीत्कथं मां रक्षिष्यथ ? ततस्तदुदरोपरिवर्तिपद्मदलादिच्छेदद्वारेण प्रत्यायितास्तैः । गतायां च तस्यां मनुजान् राजा प्राह-द्वयमपि निहन्तव्यं, माभूदितः कश्चिदनर्थ इति, तथाकृतं तैस्ततस्तच्छिष्यो नन्दीश्वरो विद्याभिरधिष्ठितो बृहच्छिलामाधायोपरि नगरस्याह-न भवतां मद्गुरुघातकानां मोक्षः, नूनं सर्वानपि पौरान सनृपांश्चूर्णयिष्यामि । ततस्तदर्थदानपुरस्सरं सनागरिको राजोवाच, प्रसीदतु भगवानजानद्भिरनुष्ठितमिति सोऽवादीत् यद्येवंस्थितयोरेतयोः पूजां प्रतिष्ठां च देवसद्मसु कुरुष्वेति । प्रतिपद्य कृतं तत्तैर्गतं परां काष्ठामिति । स तु सत्यकी मृत्वा नरकं जगामेति ।।१६४।। ટીકાર્ચ - સર્ટિફિ... કાતિ સમ્યગ્દષ્ટિ પણ તત્વાર્થશ્રદ્ધાનયુક્ત પણ અને કરાયેલું ભણાયેલું, સામર્થ્યથી આત્મામાં આગમ=મૃત, જેના વડે તે કૃતાગમ આત્મામાં શ્રુતજ્ઞાન સંપન્ન થયેલું છે એવો, આ પણ શું વળી અન્ય એ જ શબ્દનો અર્થ છે, શું? શબ્દાદિ વિષયોમાં અતિશય રાગ=ચિત્તનો અભિવૃંગ. તેનાથી થતું સુખ; કેમ કે દુઃખમાં પણ સુખબુદ્ધિનો વિપર્યાસ છે. તેને વશ=તેને આધીન, તે ભવસંકટમાં પ્રવેશ કરે છે=ક્લિષ્ટ સંસારમાં પ્રવેશ પામે છે, આ અર્થમાં “તને' એ શબ્દથી વિયતો=શિષ્યનો પરામર્શ છે, તેથી તેને સત્યકી ઉદાહરણ છે, એ ગાથાનો સમાસ અર્થ છે. હવે અહીં કથાનક – પોતાની વિદ્યાને પાત્રમાં સ્થાપન કરવાની બુદ્ધિવાળા પેઢાલ નામના વિદ્યાધર વડે બ્રહ્મચારિણીના ઉદરમાં ઉત્પન્ન થયેલા મહાબળવાળામાં સ્થાપન કરું, એ અભિપ્રાયથી જ્યેષ્ઠા નામનાં સાધ્વીમાં સુતપણાથી સત્યની ઉત્પન્ન કરાયો, સાધ્વીઓની મધ્યમાં વૃદ્ધિ પામ્યો, ઉપગ્રુતિથી ઘણું શ્રુત ગ્રહણ કરાયું, એકવાર કાલસંદીપક વિદ્યાધર વડે વીર ભગવાન પુછાયા – મને કોનાથી ભયે છે ? એથી ભગવાન વડે કહેવાયું – આ સત્યકીથી, તેથી અરે ! તું મને મારીશ? ઇત્યાદિ હીલના કરાયો, બળાત્કારે તેનાથી આ સત્યકી, પોતાના પગમાં પડાયો, આને અમર્ષ થયો, પિતા વડે તેને વિદ્યાઓ અપાઈ, રોહિણીને સાધવાને માટે આરંભ કર્યો. હું આને સિદ્ધ થઈ છું, એ પ્રમાણે બોલતી તેણી વડે ઉપસર્ગોને કરતો કાલસંદીપક અટકાવાયો અને ખરેખર તે સત્યકી તેણી વડે ભવાંચક સુધી સાંધતો હણાયેલો, છઠા ભવમાં છ માસ બાકી આયુષ્યવાળા તેના વડે સિદ્ધ થતી “ભવાંતરમાં સિદ્ધ થશે' એ પ્રમાણે બોલતા વડે નિષેધ કરાયેલી, તેથી ગાઢ અનુરાગવાળી છતી તેણી બોલી, એક અંગનો ત્યાગ કર, તારા દેહમાં પ્રવેશ કરું, આના વડે લલાટ દેખાડાયું, ફોડીને પ્રવેશી, ખુશ થયેલી તેણી વડે ત્યાં લોચન કરાયું અને તેણે વિચાર્યું – વ્રતવાળી છતી મારી માતા આ પાણી વડે કલંકિત કરાઈ એથી (તેના વડે) પેઢાલ મારી નંખાયો, આના વડે નાસતો કાલસંદીપક જોવાયો, તેની પાછળ લાગ્યો, તેના વડે તેને છેતરવા માટે આકાશમાં માયામય ત્રિપુર કરાયું, ઘણું યુદ્ધ કરીને અને તેને ત્રણ પુરને, બાળીને લવણ સમુદ્રમાં મહાપાતાળમાં પ્રવેશ કરતો આ ઘાત કરાયો. બીજા આચાર્યો કહે છે – ભગવાનના ચરણમૂળમાં તેની સાથે ક્રોધનો ઉપશમ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૪ થયો. ત્યાર પછી થયેલા બલના ઉત્કર્ષવાળો અપ્રતિમલ્લપણાથી જે પ્રમાણે જોવાયેલું તે પ્રમાણે રાજાદિની સ્ત્રીઓને અને દ્વેષથી બ્રાહ્મણની કન્યાઓને અને ઋષિપત્નીઓને ભોગવતો અને ત્રણ સંધ્યાએ ભગવાનના આયતનોમાં વંદન, પૂજન, ગીત, નૃત્ય આદિને કરતો ઇચ્છા પ્રમાણે પૃથ્વી ઉપર વિચારવા લાગ્યો. એકવાર ઉજ્જયનીમાં ચંડપ્રદ્યોત રાજા “ખરેખર કોણ આ પાપીને મારશે ” એ પ્રમાણે મોટા અમર્ષથી સભામાં બોલ્યો, તેની ગણિકા ઉમા કહે છે – તમારા આદેશથી હું મારીશ, તેણે કહ્યું – એ પ્રમાણે તું કર. એકવાર કલગીવાળી વિકસ્વર કળીદાર બે કમળ છે હાથમાં જેને એવી તેણીએ વિમાનારૂઢ થયેલા આકાશમાંથી ઊતરતા વિકસિત કમલમાં હાથને ફેલાવતા એવા તેને મુકુલિત કમળ પાસે લઈ જઈને કહ્યું – તું આવા પ્રકારનાને યોગ્ય છે, વિકસિતોને નહિ, જે તું મુગ્ધ બુદ્ધિવાળી સ્ત્રીઓને પ્રાર્થના કરે છે, મારા જેવી પ્રોઢ સ્ત્રીઓને નહિ, તેથી તેના વચનકૌશલથી આકૃષ્ટ ચિત્તવાળો નિગ્ધ દષ્ટિરૂપી યષ્ટિથી હણાયેલો તેના ઘરે ગયો, તેના સૌંદર્યથી આવર્જિત હૃદયવાળા તેને તેણીમાં અનુરાગનો ઉત્કર્ષ થયો, અન્ય નારીનો તર્ષ નિવૃત્ત થયો અને થયેલા અત્યંત વિશ્વાસવાળો તેણી વડે કહેવાયો. કયા અવસરે વિદ્યા તમારાથી દૂર જાય છે ? સ્નેહલંધિતપણું હોવાથી સ્ત્રીના ચિત્તને નહિ જાણીને તે ચાપલનેaઉત્તરને, કહે છે – મૈથુન સમયે વિદ્યાઓ મારાથી દૂર જાય છે. આણી વડે રાજાને જણાવાયું, તેના વડે તેના ઘાતને માટે પુરુષો નિયુક્ત કરાયા. તેણી બોલી – મને કેવી રીતે રક્ષણ કરશો ? તેથી તેના પેટ ઉપર રહેલા પઘદલ આદિના છેદના ધારથી તેઓ વડે પ્રતીતિ કરાવાઈ. તેણી ગયે છતે રાજાએ મનુષ્યોને કહ્યું – બન્નેને પણ હણવા, આથી કોઈ અનર્થ ન થાય, તેઓ વડે તેમ કરાયું. તેથી વિદ્યાઓથી અધિષ્ઠિત થયેલો તેનો શિષ્ય નંદીશ્વર નગરની ઉપર મોટી શિલાને લઈને કહે છે, મારા ગુરુનો ઘાત કરનારા એવા તમારો છુટકારો નથી. સાચે જ, રાજા સહિત સર્વ પણ પુરવાસીઓને હું ચૂર્ણ કરીશ. તેથી તેને અર્થ અર્થાત્ બલિ આપવાપૂર્વક નગરલોકો સહિત રાજા બોલ્યો – હે ભગવાન ! પ્રસન્ન થાઓ, નહિ જાણતા અમારા વડે આચરણ કરાયું, તે બોલ્યો – જો એ પ્રમાણે છે તો રહેલા એવા આ બન્નેની દેવાલયમાં પૂજા અને પ્રતિષ્ઠાને કરો, સ્વીકારીને તેઓ વડે તે કરાયું, પરાકાષ્ઠાને પામ્યું, તે સત્યકી વળી મરીને નરકમાં ગયો. /૧૭૪ ભાવાર્થ કોઈ જીવ ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાવાળો હોય, શાસ્ત્રનો ઘણો અભ્યાસ કરેલો હોય છતાં અત્યંત વિષયસુખના રાગને વશ હોય અને વિષયસુખનો રાગ પ્રવર્ધમાન બને તો વિપર્યાસબુદ્ધિ ઉત્પન્ન કરે છે, તેનું સમ્યજ્ઞાન પણ નિષ્ફળપ્રાયઃ બને છે. જેનાથી સંસારના ક્લિષ્ટ પરિભ્રમણને પ્રાપ્ત કરે છે, તેથી સ્ત્રી પ્રત્યેનો રાગ બધા પ્રકારના ભોગોના આકર્ષણનું કારણ બને છે, જીવના સમ્યક્તના નાશનું કારણ બને છે અને શાસ્ત્રના બોધને પણ નિષ્ફળ કરવાનું કારણ બને છે. જે જીવ સમ્યગ્દર્શન સાથે આગમનો અભ્યાસ કરીને અલ્પકાળમાં સંસારના ક્ષયને પામનાર છે, તે જીવ પણ અત્યંત વિષયસુખના રાગને વશ દુરંત સંસારમાં ભટકે છે. અહીં ગ્રંથકારશ્રી શિષ્યને કહે છે – સત્યકીનું દૃષ્ટાંત છે. જો કે સત્યની સમ્યગ્દષ્ટિ છે, શાસ્ત્રઅધ્યયન કરીને અગિયાર અંગના ધારક થયા છે અર્થાત્ પટુ પ્રજ્ઞાને કારણે સાધ્વીના ઉપાશ્રયમાં રહીને સાંભળી-સાંભળીને અગિયાર અંગના ધારક બન્યા. તેથી બહુશ્રુત Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪-૧૫ છે અને ક્ષાયિક સમ્યક્ત હોવાને કારણે દીર્ઘ સંસારની પ્રાપ્તિ નથી, તોપણ ક્ષાયિક સમ્યક્ત પામતાં પૂર્વે અત્યંત વિષયસુખના રાગને વશ ક્યારેક મિથ્યાત્વને પામીને નરકનું આયુષ્ય બાંધેલું, તેથી દુર્ગતિમાં પડ્યા. તેથી અન્ય સામાન્ય સમ્યગ્દષ્ટિ જીવો શાસ્ત્ર ભણેલા હોય છતાં અત્યંત વિષયસુખના રાગને વશ થાય તો કુલવાલક મુનિની જેમ અનંત સંસાર પણ પ્રાપ્ત કરે, માટે વેશ્યાને વશ થયેલ કુલવાલક મુનિને કામનો ઉદય અનંત સંસારનું કારણ છે, માટે સુસાધુએ તેવાં સર્વ આલંબનોથી સદા દૂર રહેવું જોઈએ. II૧૧૪ અવતરણિકા : तदेते विषयाभिष्वङ्गिणां दोषाः, यस्तु गृहस्थोऽपि विधिना साधून्पर्युपास्ते तद्गुणानाविर्भावयन्नाह - અવતરણિકાર્ય - તે આ વિષયના અભિળંગવાળા જીવોના દોષો છે પૂર્વમાં જે કહ્યું કે સાધુ પણ સ્ત્રી આદિને વશ થાય તો ભવસંકટમાં પડે છે, તે આ વિષયના અભિળંગવાળા જીવોના દોષો છે. વળી જે ગૃહસ્થ પણ વિધિથી સાધુઓની પર્થપાસના કરે છે, તેના ગુણોને આવિર્ભાવ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : सुतवस्सियाण पूयापणामसक्कारविणयकज्जपरो । बद्धं पि कम्ममसुभं, सिढिलेइ दसारनेया व ॥१६५।। ગાથાર્થ : સુતપસ્વી સાધુઓનાં પૂજા-પ્રણામ-સત્કાર-વિનયકર્મમાં તત્પર એવો શ્રાવક બંધાયેલા પણ અશુભ કર્મને કૃષ્ણની જેમ શિથિલ કરે છે. II૧૬૫ll ટીકા : सुतपस्विनां शोभनसाधूनां पूजाप्रणामसत्कारविनयकार्यपर इति, अत्र पूजा वस्त्रादिभिः, प्रणामो मू , सत्कारो वाचा गुणोत्कीर्तनं, विनयोऽभ्युत्थानाऽऽसनदानादिः, एतान्येव कार्याणि, यदि वा कार्यं प्रत्यनीकोपद्रववारणादि, पूजा च प्रणामश्चेत्यादिद्वन्द्वः तत्परस्तनिष्ठः, किं बद्धमपि कर्म उपात्तमपि कर्म ज्ञानावरणादि, अशुभं क्लिष्टं, शिथिलयत्युद्वेष्टयति, क इवेत्यत्र दृष्टान्तमाहदशाहनेतृवत् कृष्ण इवेत्यर्थः । स हि भगवन्तमरिष्टनेमि सपरिकरं द्वादशावर्त्तवन्दनेनाभिवन्द्य सञ्जातश्रमातिरेकः पप्रच्छभगवन् ! त्रिभिः षष्ठ्यधिकैः सङ्ग्रामशतैर्मे तादृशः श्रमो नाभूद्यादृगद्य साधुवन्दनेन, भगवानाह Page #288 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧પ ૨૬૯ कृष्ण ! बहु अद्य साधितं त्वया, क्षायिकं सम्यग्दर्शनं तीर्थकरनामगोत्रं च लब्धं, सप्तमनरकपृथिवीप्रायोग्यं च ते कर्म यदासीत्तत्तृतीयनरकपृथिवीयोग्यं निर्वर्तितमिति ।।१६५ ।। ટીકાર્ચ - સુતસ્વિનાં નિર્વર્તિતતિ / સતપસ્વી સાધુઓનાં=શોભન સાધુઓનાં, પૂજા-પ્રણામ-સત્કારવિનયકર્મમાં તત્પર એવો શ્રાવક બંધાયેલા પણ અશુભ કર્મને શિથિલ કરે છે, એમ સંબંધ છે. અહીં પૂજા વસ્ત્ર આદિથી છે, પ્રણામ મસ્તકથી છે, સત્કાર વાણીથી ગુણના કીર્તનરૂપ છે. વિનય અભ્યત્થાન-આસન દાનાદિ છે, આ જ કાર્યો છે અથવા કાર્ય પ્રત્યક્ષીકના ઉપદ્રવનું વારણ આદિ છે, પૂજા અને પ્રણામ ઈત્યાદિ દ્વન્દ સમાસ છે, તેમાં તત્પર તેની નિષ્ઠાવાળો, શું કરે છે? તેથી કહે છે – બંધાયેલા પણ=ગ્રહણ કરાયેલા પણ, જ્ઞાનાવરણીયાદિ અશુભ કર્મને ક્લિષ્ટ કર્મને, શિથિલ કરે છે, કોની જેમ ? એમાં દગંતને કહે છે – દશાર્પતૃની જેમ=કૃષ્ણની જેમ – પરિવાર સહિત એવા ભગવાન અરિષ્ટનેમિને દ્વાદશાવર્ત વંદન વડે વંદન કરીને થયેલા શ્રમના અતિરેકવાળા તેણે પૂછ્યું – ભગવાન ! ત્રેસઠ સો સંગ્રામ વડે મને તેવા પ્રકારનો થાક નથી લાગ્યો જેવા પ્રકારનો આજે સાધુઓને વંદન કરવાથી લાગ્યો. ભગવાને કહ્યું – તારા વડે આજે ઘણું સિદ્ધ કરાયું – ક્ષાયિક સમ્યગ્દર્શન, તીર્થકરનામગોત્ર અને સાતમી નરકમૃથ્વી પ્રાયોગ્ય તારું જે કર્યુ હતું, તે ત્રીજી નરક પૃથ્વી પ્રાયોગ્ય કર્યું. ll૧૬પો ભાવાર્થ : કોઈ સાધુ ભગવાનના વચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરીને મોહની સામે સદા સુભટની જેમ લડતા હોય તેવા શોભન સાધુને જોઈને જે શ્રાવકને તેના ગુણો પ્રત્યે અત્યંત ભક્તિ થઈ છે અને તે ભક્તિના અતિશયને કારણે પોતાના સંયોગ અનુસાર પૂજા-પ્રણામાદિ કરે તો ગુણવાનની ભક્તિના કાળમાં વર્તતા ગુણો પ્રત્યેના પ્રવર્ધમાન રાગને કારણે પૂર્વમાં બંધાયેલું અશુભ કર્મ શિથિલ થાય છે, કેમ કે જે ભાવથી જે કર્મ બંધાય છે, તેનાથી વિરુદ્ધ ભાવથી તે કર્મ નાશ પામે છે. આથી જ અત્યંત અશુભ ભાવથી ક્લિષ્ટ કર્મ બંધાયેલાં તે ગુણવાનના ગુણોના પ્રવર્ધમાન રાગથી શિથિલ થાય છે, જેમ કૃષ્ણ મહારાજા ગુણસંપન્ન ગુરુઓના ગુણોના પારમાર્થિક બોધવાળા હતા, ગુણના અત્યંત રાગી હતા, આથી નેમનાથ ભગવાનને અઢાર હજાર સાધુના પરિવાર સહિત જોઈને તે સર્વને દ્વાદશાવર્ત વંદનથી વંદન કરે છે અર્થાત્ એક દિવસમાં તે સંભવ નહિ હોવાથી પ્રતિદિન શક્તિ અનુસાર વંદન કરતાં કેટલાક દિવસે અઢાર હજાર સાધુને દઢ પ્રણિધાનપૂર્વક વંદન પૂર્ણ કરે છે, તે ઉપયોગના બળથી તેમને ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અર્થાત્ ગુણવાન સાધુના ગુણોના સ્મરણપૂર્વક વંદન કરતી વખતે પ્રવર્ધમાન ગુણના રાગને કારણે ખંડ ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરીને ક્ષાયિક સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. વળી ગુણોના રાગનો પ્રકર્ષ હોવાથી તીર્થકર નામકર્મ બાંધે છે અને વાસુદેવના ભવને કારણે જે સાતમી નરક પૃથ્વી પ્રાયોગ્ય કર્મ બાંધેલું હતું, તેને વિશુદ્ધ અધ્યવસાયથી અલ્પ કરીને ત્રીજી નરક પ્રાયોગ્ય કરે છે. તેથી ગૃહસ્થ પણ વિધિપૂર્વક સાધુની પર્યાપાસના કરીને સાધુની જેમ સુખપૂર્વક સંસારનો ક્ષય કરી શકે છે. II૧૬પા. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૬ અવતરણિકા : अत एवाह અવતરણિકાર્થ : આથી જ કહે છે—વિવેકી શ્રાવક સુસાધુને પ્રણિધાનપૂર્વક વંદન કરતાં અશુભ કર્મનો નાશ કરે છે આથી જ કહે છે 511211 : अभिगमणवंदणनमंसणेण पडिपुच्छणेण साहूणं । चिरसंचियं पि कम्मं, खणेण विरलत्तणमुवे ।। १६६।। ગાથાર્થ ઃ અભિગમન-વંદન-નમસ્કારથી, પ્રતિપ્રચ્છનથી સાધુનાં ચિરસંચિત પણ કર્મ ક્ષણથી વિરલપણાને પ્રાપ્ત કરે છે. II૧૬૬॥ ટીકા ઃ अभिगमनमागच्छतो अभिमुख्यानं, वन्दनं गुणोत्कीर्त्तनं, नमस्करणं कायमनः प्रह्वता, अभिगमनं च वन्दनं च नमस्करणं चेति द्वन्द्वैकवद्भावस्तेन, तथा प्रतिप्रच्छनेन शरीरपाटवादिवार्त्तान्वेषणेन क्रियमाणेन साधयन्ति ज्ञानादिभिर्मोक्षमिति साधवः, तेषां चिरसञ्चितमपि प्रभूतजन्मोपात्तमपि कर्म ज्ञानावरणादि क्षणेन स्वल्पकालेन विरलत्वं स्तोकत्वमुपैति प्राप्नोति तत् कर्त्तुरिति गम्यते ।।१६६ ।। ટીકાર્ય ઃ अभिगमनं ગમ્યતે ।। અભિગમન=આવતા સાધુની સન્મુખ જવું, વંદન=ગુણનું ઉત્કીર્તન, નમસ્કરણ=કાયા અને મનની પ્રવતા=ભક્તિથી નમ્રતા, અભિગમન, વંદન અને નમસ્કરણ, એ પ્રકારે દ્વન્દ્વનો એકવદ્ભાવ છે, તેનાથી કર્મ વિરલપણાને પામે છે એમ અન્વય છે અને પ્રતિપ્રચ્છનથી=કરાતા એવા શરીરની પટુતા આદિ વાર્તાના અન્વેષણથી કર્મ વિરલપણાને પામે છે એમ અન્વય છે, જ્ઞાનાદિ વડે મોક્ષને સાધે છે, તે સાધુઓ તેઓના અભિગમનાદિ દ્વારા ચિરસંચિત પણ=ઘણા જન્મથી બંધાયેલાં જ્ઞાનાવરણીય આદિ કર્મ, વિરલપણાને=સ્તોકપણાને, પ્રાપ્ત કરે છે, કોનાં કર્મ સ્તોકપણાને પ્રાપ્ત કરે છે ? એથી કહે છે તેના કર્તાનાં=અભિગમનાદિ કરનારાનાં, કર્મ વિરલપણાને પ્રાપ્ત કરે છે. ૧૬૬॥ ભાવાર્થ: જે શ્રાવકોને કે સાધુઓને પોતાનાથી અધિક ગુણવાળા સાધુઓ પ્રત્યે ભક્તિનો અતિશય છે, સુસાધુના Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૬-૧૭ સત્ત્વનો સમ્યગુ બોધ છે અને મહાસાત્ત્વિક એવા સુસાધુઓ જે રીતે જિનવચનનું અવલંબન લઈને સંસારનો ક્ષય કરી રહ્યા છે, તે જોઈને તેઓ પ્રત્યે ભક્તિનો અતિશય થવાથી તે મહાત્મા પધારતા હોય ત્યારે સન્મુખ ગમન કરે તેનાથી પ્રવર્ધમાન રાગને કારણે વિપુલ કર્મની નિર્જરા થાય છે. વળી સાક્ષાત્ તેમનાં દર્શન કરીને વંદન-નમસ્કારનો પરિણામ થાય છે, ત્યારે વૃદ્ધિ પામતા રાગને અનુરૂપ વિશિષ્ટ વિશિષ્ટતર નિર્જરા થાય છે. વળી, સુસાધુ વિહારાદિ કરીને આવેલા હોય ત્યારે શરીરની પટુતા આદિ વાર્તાનું અન્વેષણ કરે, સંયમ માટે અન્ય કોઈ વસ્તુ આવશ્યક હોય તેની પૃચ્છા કરે તે સર્વ કાળમાં શ્રાવકના ચિત્તમાં વર્તતો વિવેક અને સાધુના ગુણોનો રાગ તેને અનુરૂપ ઘણા જન્મોનાં બંધાયેલાં જ્ઞાનાવરણીયાદિ કર્મો અલ્પકાળમાં વિરલપણાને પ્રાપ્ત કરે છે અર્થાત્ અતિ ક્ષીણપણાને પ્રાપ્ત કરે છે. તેનાથી તે મહાત્મા પરિમિત ભવોમાં સુસાધુની જેમ સાત્ત્વિક થઈને સંસારનો ક્ષય કરવા સમર્થ બનશે; સદ્ગતિની પરંપરા દ્વારા સર્વ કલ્યાણની પ્રાપ્તિ કરશે. ll૧૬કા અવતરણિકા - तदेवमभिगमनादिविनयः कर्मक्षयहेतुत्वात् सर्वसाधूनां विधेयः विशेषतो गुरूणां, तथा च कुर्वंस्तेषामपि श्रद्धां जनयतीत्याह चઅવતરણિતાર્થ - આ રીતે અભિગમતાદિ વિનય કર્મક્ષયનું હેતુપણું હોવાથી સર્વ સાધુઓને વિધેય છે. વિશેષથી ગુરુઓનો વિધેય છે અને તે રીતે કરતો=ગુરુઓનો અભિગમનાદિ વિનય કરતો, તેઓને પણ=ગુરુ આદિને પણ, શ્રદ્ધા ઉત્પન્ન કરે છે=આ યોગ્ય જીવ છે; કેમ કે તેને ગુણનો રાગ છે, એ પ્રકારની શ્રદ્ધાને ઉત્પન્ન કરે છે અને એ પ્રમાણે કહે છે – ગાથા - केइ सुसीलसुहम्माइसज्जणा, गुरुजणस्स वि सुसीसा । विउलं जणंति सद्धं, जह सीसो चंडरुदस्स ।।१६७।। ગાથાર્થ : કેટલાક સુશીલ સુધર્મ અને અતિસજ્જન એવા સુશિષ્યો ગુરુજનની પણ વિપુલ શ્રદ્ધાને ઉત્પન્ન કરે છે, જેમ ચંડરુદ્રાચાર્યના શિષ્ય. ll૧૬૭ળા ટીકા : केचित् न सर्वे सुशीलसुधर्मा अतिसज्जना इत्यत्र सुशीला विशिष्टेन्द्रियनोइन्द्रियसमाधानवन्तः सुधर्माणः श्रुतचारित्रधर्मोपेताः, अत एवातीवसन्तश्च ते जनाश्चातिसज्जनाः सर्वप्राणिनाममृतरूपत्वात् सुशीलाश्च ते सुधर्माणश्च तेऽतिसज्जनाश्चेति कर्मधारयः, गुरुजनस्यापि आस्तामपरेषां, सुशिष्याः Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ઉપદેશમાલા ભાગ-૧| ગાથા-૧૬૭ शोभनविनेयाः, किं ? विपुलां महतीं जनयन्त्युत्पादयन्ति श्रद्धां संवेगलक्षणां क इवेत्याह-यथा शिष्यश्चण्डरुद्रस्येति । अत्र कथानकम्उज्जयिन्यां चण्डरुद्राभिधानः सूरिरतिरोषणप्रकृतित्वात्साधुभ्यः पृथगासांचक्रे मा भूत्कोपोत्पत्तिरिति । इतश्चेभ्यसुतोऽभिनवपरिणीतो दुर्ललितगोष्ठीपरिकरः साधून ववन्दे, केलिप्रियतया तन्मित्रैः साधवोऽभिदधिरे प्रव्रजयताम, तैरपि शठाः खल्वेते इति दर्शितः सूरिरेषोऽस्माकं गुरुरिति । गतास्ते तत्समीपे तथैव चोक्तवन्तः स रोषादाह-ढौकयत भूतिं, तथा कृतं तैः, कृतोऽनेन लोचः, विलक्षीभूतास्ते तत्स्वजनभयाद् गताः स्वगृहेषु । इतरस्त्वाह-भगवन् ! केलिरेव सद्भावीभूतोऽयं, तद् गच्छामोऽन्यत्र यावन्नागच्छन्ति मबन्धव इति । गुरुराह-अहं रात्रौ न पश्यामि, तद् गच्छं पन्थानं निरूप्यागच्छ । कृतं तत्तेन, प्रवृत्तौ तौ रात्रौ, निम्नोन्नतस्खलनेन गुरोरभूद्रोषोत्कर्षः, हे दुष्टशिष्य ! कीदृशं निरूपितं त्वयेत्यादि वदता ताडितः शिरसि दण्डेन, ततो हा मन्दभाग्येन मयायं महात्मेदृशीमवस्थां प्रापित इति जातोऽस्य संवेगः, पुनः पुनस्ताड्यमानस्य प्रवृद्धोऽसौ, जातं शुक्लध्यानमुत्पादितं केवलमिति सम्यक्पथा तं नेतुमारब्धः, प्रभाते च गलच्छोणितस्नपितमूर्ति तं पश्यतः सूरेरप्यहो ! अस्याद्यदिनदीक्षितस्यापि प्रशमप्रकर्षः ! मम तु निर्विवेकत्वमित्यादिभवत्पश्चात्तापानलदन्दह्यमानकर्मणोऽचिन्त्यतया जीववीर्यशक्तेरुत्पन्नं केवलमिति ।।१६७।। टोडार्थ : केचित् ..... केवलमिति ।। 24ls=Adals परंतु 2418, सुशील-सुधर्म-तिसra elय છે, એમાં સુશીલ=વિશિષ્ટ એવા ઇન્દ્રિય-તોઈદ્રિયના સમાધાનવાળા, સુધર્મવાળા=શ્રુત-ચારિત્ર ધર્મથી યુક્ત, આથી જ અતિશય સંત અતિસજ્જના; કેમ કે સર્વ પ્રાણીઓમાં અમૃતરૂપપણું છે, સુશીલ એવા તે સુધર્મ એવા તે અતિસજ્જત એ પ્રકારે કર્મધારય સમાસ છે. બીજાઓ દૂર રહો, ગુરુજનને પણ સુશિષ્યો=શોભન શિષ્યો, વિપુલ=મોટી, સંવેગરૂપ શ્રદ્ધાને ઉત્પન્ન કરે છે, કોની हेम ? मेथी 3 छ - हे प्रमाण यंद्रायाना शिष्य, अमां थान - ઉજ્જયિનીમાં ચંદ્ર નામે સૂરિએ અતિક્રોધની પ્રકૃતિપણું હોવાથી કોપની ઉત્પત્તિ ન થાય એ હેતુથી સાધુઓથી જુદો આવાસ કર્યો અને આ બાજુ નવા પરણેલા મનોહર ગોષ્ઠી કરનારાના પરિવારવાળા શ્રેષ્ઠીપુત્રએ સાધુઓને વંદન કર્યું. કેલિબ્રિયપણાથી તેના મિત્રો વડે સાધુઓ કહેવાયા. આને દીક્ષા આપો, તેઓ વડે પણ ખરેખર આ લોકો શઠ છે, એથી સૂરિ દેખાડાયા. આ અમારા ગુરુ છે, તેની પાસે, તેઓ ગયા, તે પ્રમાણે જ (ગુરુ) કહેવાયા. તેણે રોષથી કહ્યું – રાખ લાવો, તેઓ વડે તેમ કરાયું. આ ગુરુ વડે લોચ કરાયો, તેઓ વિલખા થયા, તેમના સ્વજનોના ભયથી પોતાના ઘરે ગયા, ઇતર=નવદીક્ષિત શિષ્ય, વળી કહે છે – Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭3 ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૭, ૧૬૮-૧૬૯ ભગવાન ! રમત જ આ સદ્દભૂત પ્રસંગ થયો. તે કારણથી બીજા સ્થાને આપણે જઈએ, જેટલામાં મારા બાંધવો આવે નહિ, ગુરુ કહે – હું રાત્રિમાં જોતો નથી, તેથી તું જા. માર્ગને જોઈને આવ, તે નવદીક્ષિત વડે તે કરાયું, તે બન્ને રાત્રિમાં પ્રવૃત્ત થયા. ખાડા-ટેકરાનું અલન હોતે છતે ગુરુને રોષનો ઉત્કર્ષ થયો. હે દુષ્ટ શિષ્ય! તારા વડે કેવા પ્રકારનું જોવાયું ? ઇત્યાદિ બોલતા ગુરુ વડે શિષ્ય મસ્તકમાં તાડન કરાયો. તેથી હા, મંદભાગ્ય એવા મારા વડે આ મહાત્મા, આવા પ્રકારની અવસ્થાને પ્રાપ્ત કરાયા. એ પ્રમાણે આને સંવેગ થયો. વળી તાડન કરાતાનો આ=સંવેગ, વૃદ્ધિ પામ્યો, શુક્લધ્યાન થયું, કેવલજ્ઞાન ઉત્પન્ન કરાયું. સમ્યક માર્ગ વડે લઈ જવાને માટે આરંભ કરાયો અને સવારમાં ઝરતા લોહીથી સ્નાન કરાવાયેલી મૂર્તિ એવા તેને જોતા સુરિને પણ “અહો ! આજે દીક્ષિત થયેલા એવા પણ આના પ્રશમનો પ્રકર્ષ ! વળી મારું નિર્વિવેકીપણું' એ પ્રમાણે પ્રગટ થતા પશ્ચાત્તાપ રૂપ અગ્નિથી બળાતા કર્મવાળા ચંડરુદ્રાચાર્યને જીવવીર્યશક્તિનું અચિંત્યપણું હોવાથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. l/૧૯૭ll ભાવાર્થ : કેટલાક અનેક ગુણોથી કલિત શિષ્ય હોય એવા મહાત્માઓ ગુણવાન ગુરુનો તે પ્રકારે અતિશય વિનય કરે છે. તે વિનયને જોઈને ગુરુને પણ વિશેષ પ્રકારનો સંવેગ થાય છે. સામાન્યથી ગુરુની સંવેગપૂર્વકની આચરણાથી શિષ્યોને સંવેગની વૃદ્ધિ થાય છે. આમ છતાં કેટલાક શિષ્યો તે પ્રકારની વિશિષ્ટ યોગ્યતાવાળા હોય છે, તેઓની તીવ્ર સંવેગપૂર્વકની આચરણા હોવાથી ગુણવાન ગુરુનો અતિશય વિનય કરે ત્યારે શિષ્યના તે પ્રકારના વિનયથી પ્રગટ થતા ક્ષમાદિ ભાવોને જોઈને ગુરુને પણ તીવ્ર સંવેગ થાય છે, જેમ ચંડરુદ્રાચાર્યના શિષ્યની તે પ્રકારની વિનયવાળી પ્રકૃતિને જોઈને ચંડરુદ્રાચાર્યને પણ મોક્ષમાર્ગમાં જે નિર્મળ શ્રદ્ધા હતી, તે અતિશય તીવ્ર બને છે. જેના ઉત્કર્ષથી તેમણે કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું. તેથી ગુણવૃદ્ધિના અર્થી યોગ્ય જીવે ગુણવાન ગુરુનો અતિશય વિનય કરવો જોઈએ. ll૧૧૭ી. અવતારણિકા : तदेवं परुषेऽपि गुरौ विनयः कार्यः इत्युक्ते मा कश्चिदभव्यमपि तं न त्यक्ष्यतीति तच्छिक्षणार्थमाहઅવતરણિકાર્ય - આ રીતે=પૂર્વગાથામાં ચંડરુદ્રાચાર્યનું દષ્ટાંત બતાવ્યું એ રીતે, કઠોર પણ ગુરુમાં વિલય કરવો જોઈએ, એ પ્રમાણે કહેવાય છતે કોઈક=કોઈક શિષ્ય, અભવ્ય પણ=અયોગ્ય પણ, ગુરુનો ત્યાગ કરશે નહિ, તેને બોધ આપવા માટે કહે છે – ગાથા : अंगारजीववहगो, कोई कुगुरुसुसीसपरिवारो । सुमिणेहि जईहिं दिट्ठो, कोलो गयकलहपरिकिन्नो ।।१६८।। Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ पहेशभावा भाग - १ / गाथा - १५८-१५७ । सो उग्गभवसमुद्दे, सयंवरमुवागएहिं राएहिं करहो वक्खरभरिओ, दिट्ठो पोराणसीसेहिं ।। १६९ ।। गाथार्थ : સાધુઓથી સ્વપ્નમાં નાના હાથીઓથી પરિવરેલો શૂકર જોવાયો તે અંગારા રૂપ જીવોના વધને કરનારો સુશિષ્યના પરિવારવાળો કોઈક ક્રુગુરુ હતો. સ્વયંવરમંડપમાં આવેલા રાજા એવા પુરાતન શિષ્યો વડે ભારથી ભરેલો ઊંટ ઉગ્ર ભવસમુદ્રમાં ભમતો એવો તે પોતાનો ગુરુ જોવાયો. ।।૧૬૮-૧૬૯II टीका : गाथाद्वयस्याप्यर्थः कथानकगम्यस्तच्चेदम् विजयसेनसूरेः शिष्येण स्वप्ने शूकरो गजकलभशतपञ्चकेन परिवारितो ददृशे कथितं गुरोः, सोऽवोचदभव्यः कश्चित्सुपरिकरः समायास्यति, तद्दिने एवागतो रुद्रदेवनामाचार्यः शतपञ्चकेन साधूनां, कृतोचिता प्रतिपत्तिः । निशि परीक्षार्थं गुरूक्तैः स्थण्डिलमार्गे विकीर्णाः साधुभिरङ्गाराः । ततः शेषागन्तुकाः साधवः पादपातात् किशिकिशिकाशब्दमाकर्ण्य सानुक्रोशं मिथ्यादुष्कृतमिति वदन्तो निवर्तन्ते स्म । रुद्रदेवस्तु तदाकर्णनात्सहर्षं गाढतरं ममर्द, उवाच च - अर्हद्भिरेतेऽपि जीवा इत्युक्ताः । दृष्टं तत्प्रतिजाग्रद्भिर्मुनिभिः प्रभाते गुरुस्तच्छिष्यानुपपत्तिभिः प्रत्याय्याभव्योऽयमिति तं बहिश्चकार । कृत्वा तपस्ते गता दिवम् । ततश्च्युत्वा वसन्तपुरे दिलीपनृपतेः सर्वेऽपि सुतत्वेन सञ्जज्ञिरे । अन्यदा गजपुरे कनकध्वजभूपतिकन्यकास्वयंवरमण्डपे जग्मुस्ते । तत्रारोपितबृहद्भारं जराजीर्णशरीरं महाकायं कृतार्त्तनादं करभमेकं ददृशुः । आविरभूत्तेषां तस्योपरि करुणा, सञ्जातं जातिस्मरणं, तदनुसारेण विज्ञातमेतैरेषोऽसावस्मद्गुरुः, अहो ! विचित्रः संसारः, यत् तादृशीं ज्ञानलक्ष्मीमवाप्य सद्भावतोऽश्रद्दधानो वराकोऽयमिमामवस्थां लेभे । अनन्तं च भवं लप्स्यत इति कृपया स विमोचितः ततस्ते सर्वेऽपि निष्क्रान्ता इति । अधुनाऽक्षरार्थः-अङ्गारजीववधक इति अङ्गारा एव तद्बुद्ध्या जीवाः प्राणिनस्तेषां वधको विनाशकः, कश्चित् कुगुरुः कदाचार्यः सुशिष्यपरिवारः शोभनविनेयपरिकरः, स्वप्ने यतिभिः साधुभिर्दृष्टः कोलः शूकरः, गजकलभपरिकीर्णो लघुहस्तिपरिवारित इति, स उग्रभवसमुद्रे रौद्रसंसारसागरे भ्रमन्निति शेषः, स्वयंवर इति भीमसेनन्यायेन स्वयंवरमण्डपमुपागतैः प्राप्तैः राजभिर्नृपैः करभः सन् उपस्करभृतः भारपूरित इत्यर्थः, दृष्टः पुरातनशिष्यैः जन्मान्तरान्तेवासिवैर ।।१६८-१६९।। Page #294 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૮-૧૬૯ ટીકાર્ય : ગાથાસ્ય ..... નીવૈરિતિ । બે ગાથાનો પણ અર્થ કથાનકથી ગમ્ય છે અને તે આ વિજયસેનસૂરિના શિષ્યો વડે સ્વપ્નમાં પાંચસો નાના હાથીઓ વડે પરિવરેલો શૂકર જોવાયો, ગુરુને કહેવાયું, તે બોલ્યા સારા પરિવારવાળો કોઈક અભવ્ય આવશે, તે દિવસે જ રુદ્રદેવ નામે આચાર્ય પાંચસો સાધુઓ સાથે આવ્યા. ઉચિત પ્રતિપત્તિ કરાઈ, રાત્રિને વિષે પરીક્ષા માટે ગુરુથી કહેવાયેલા સાધુઓ વડે સ્થંડિલમાર્ગમાં અંગારા પથરાયા. તેથી શેષ આગંતુક સાધુઓ પગ પડવાથી કિશિકિશિક શબ્દને સાંભળીને પશ્ચાત્તાપ સહિત દુષ્કૃત મિથ્યા થાઓ, એ પ્રમાણે બોલતા પાછા ફર્યા. રુદ્રદેવે વળી તેને સાંભળવાથી હર્ષસહિત (અંગારાને જીવો માનીને) અત્યંત મર્દન કર્યું અને બોલ્યા – અરિહંતો વડે આ પણ જીવો છે, એ પ્રમાણે કહેવાયા છે, જાગતા મુનિઓ વડે તે જોવાયું. સવારે ગુરુએ તેના શિષ્યોને આ અભવ્ય છે, એ પ્રમાણે ઉપપત્તિથી પ્રતીતિ કરાવીને= સાબિતીથી ખાતરી કરાવીને, તેને બહાર કર્યો. તેઓ તપ કરીને દેવલોકમાં ગયા, ત્યાંથી ચ્યવીને સર્વે પણ વસંતપુરમાં દિલીપ રાજાના પુત્રપણાથી ઉત્પન્ન થયા. - ૨૭૫ એકવાર પુરાતન શિષ્યો એવા તે રાજાઓ ગજપુરમાં કનકધ્વજ રાજાની કન્યાના સ્વયંવરમંડપમાં ગયા, ત્યાં ભરેલા ઘણા ભારવાળા, જરાથી જીર્ણ શરીરવાળા, મોટી કાયાવાળા, કરાયેલા આર્તનાદવાળા ઊંટને જોયો. તેઓને તેના ઉપર કરુણા થઈ, જાતિસ્મરણ થયું, તેના અનુસારથી આ લોકો વડે આ અમારો ગુરુ છે તેમ જણાયું. ‘અહો સંસાર વિચિત્ર છે, જેથી તેવા પ્રકારની જ્ઞાનલક્ષ્મીને પામીને સદ્ભાવની અશ્રદ્ધાને કરતો આ બિચારો આ અવસ્થાને પામ્યો અને અનંતભવને પ્રાપ્ત કરશે,' એ પ્રકારે દયાથી તેને છોડાવીને બધાએ દીક્ષા અંગીકાર કરી. હવે અક્ષરાર્થ અંગારજીવવધક=અંગારા જ તે બુદ્ધિથી પ્રાણીઓ, તેઓનો વધક=વિનાશક, કોઈક ફુગુરુ=કદાચાર્ય, સુશિષ્યના પરિવારવાળો=શોભન શિષ્યોના પરિવારવાળો, સાધુઓ વડે સ્વપ્નમાં જોવાયો. કોલ=શૂકર, ગજકલભથી પરિકીર્ણ=લઘુ હાથીઓથી પરિવરેલો, સ્વપ્નમાં જોવાયો, તે=અંગારજીવવધક ગુરુ, ઉગ્ર ભવસમુદ્રમાં=રૌદ્ર સંસારસાગરમાં ભમતો સ્વયંવરમાં આવેલા=ભીમસેન ન્યાયથી સ્વયંવરમંડપને પ્રાપ્ત થયેલા પુરાતન શિષ્યો એવા=જન્માંતરના અંતેવાસી જીવો એવા રાજાઓ વડે ઊંટ છતો ઉપસ્કરથી ભરાયેલો=ભારથી ભરેલો, જોવાયો. ।।૧૬૮-૧૬૯।। ભાવાર્થ: પૂર્વમાં ગુણસંપન્ન ગુરુનો શિષ્યએ વિનય કરવો જોઈએ, એ પ્રકારે કહ્યું. ત્યાં ગુસ્સાના સ્વભાવવાળામાં પણ વિનય કરવો જોઈએ, તેમ કહ્યું. આમ છતાં અયોગ્ય ગુરુમાં વિનય કરવો ઉચિત નથી, પરંતુ તેનો ત્યાગ જ ઉચિત છે, તે બતાવવા માટે કહે છે કોઈક સાધુઓને સ્વપ્નમાં ગજબચ્ચાંઓથી પરિવરેલો શૂકર દેખાયો, તેના બળથી તેમના ગુરુએ કહ્યું કે સુશિષ્યના પરિવારવાળો કોઈક કુગુરુ આજે આવશે અને પરીક્ષા કરીને તે અંગાર જીવનો વધક છે, તેમ નક્કી કર્યું અને તેવા કુગુરુનો તેના શિષ્યોએ ગીતાર્થ સાધુના ઉપદેશથી ત્યાગ કર્યો. તેથી જે ગુરુ ભગવાનના Page #295 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૮–૧૬૯, ૧૭૦ વચનાનુસાર સન્માર્ગનું સ્થાપન કરતા ન હોય, કદાચ તે ગુસ્સાના સ્વભાવવાળા હોય કે ન હોય અને શિષ્યોની બાહ્ય ચિંતા કરતા હોય કે ન કરતા હોય, એટલું જ નહિ પણ અંગારમર્દક આચાર્યની જેમ શાસ્ત્રમાં નિપુણ હોય અને શિષ્યોને શાસ્ત્ર ભણાવી સંપન્ન કર્યા હોય અથવા જમાલી જેવા ભગવાનની આજ્ઞાના વિરાધક હોય તેવા ગુરુનો યોગ્ય શિષ્યોએ ત્યાગ કરવો જોઈએ; કેમ કે કુગુરુની સેવાથી કર્મબંધની પ્રાપ્તિ થાય છે, જ્યારે ચંડરુદ્રાચાર્ય તો ગુરુના અનેક ગુણોથી કલિત હતા, માત્ર પુરુષ સ્વભાવ હતો, તેથી શિષ્યોની કોઈ અનુચિત પ્રવૃત્તિ જોઈને કુપિત થતા હતા, તોપણ શુદ્ધ માર્ગના પક્ષપાતી સ્વપરના કલ્યાણના અર્થી એવા સુગુરુ હતા, તેમનો વિનય કરવો જોઈએ અને તેવા સુગુરુમાં ક્વચિત્ કોઈ દોષ દેખાય તોપણ તેમનો વિનય ક૨વો જોઈએ. પરંતુ ભગવાનના માર્ગથી વિપરીત રુચિવાળા અયોગ્ય ગુરુનો તો ત્યાગ જ ક૨વો જોઈએ, જેમ અંગારજીવવધક ગુરુનો તેમના શિષ્યોએ ત્યાગ કર્યો અને તે કુગુરુ ઉગ્ર ભવસમુદ્રમાં ભટકતા ઊંટનો અવતાર પામે છે અને તેમના પાંચસો શિષ્યો સંયમ પામીને દેવલોકમાંથી ચ્યવીને રાજા થાય છે અને સ્વયંવરમાં તેમના પુરાતન શિષ્ય એવા રાજાઓએ પોતાના ગુરુરૂપ ઊંટને ભારથી ભરાયેલો જોયો, તેનાથી સંવેગ પામીને તેઓએ સંયમ ગ્રહણ કર્યું. II૧૬૮–૧૬૯લા ૨૦૬ અવતરણિકા : ननु कथमयामाचार्यपदप्राप्तोऽप्वेवंविधक्लिष्टपरिणामोऽभूत् ?, उच्यते - भवाभिनन्दित्वात्, अत आह અવતરણિકાર્થ : આ=અંગારમર્દક, કેવી રીતે આચાર્યપદને પામેલા પણ આવા પ્રકારના ક્લિષ્ટ પરિણામવાળા થયા ? ઉત્તર અપાય છે ભવાભિનંદીપણું હોવાથી, જે કારણથી કહે છે ગાથા: - - संसारवंचणा न वि, गणंति संसारसूयरा जीवा । सुमिणगएण वि केई, बुज्झति पुप्फचूला व्व ।।१७० ।। ગાથાર્થ ઃ સંસારથૂકર જીવો સંસારમાં વંચનાઓને પણ ગણતા નથી, કેટલાક સ્વપ્નના જ્ઞાનથી પણ પુષ્પચૂલાની જેમ બોધ પામે છે. II૧૭૦II ટીકા ઃ संसारे भवे वञ्चनाः स्वल्पविषयसुखगृद्धानां नरकादियातनास्थानप्राप्त्या विप्रलम्भनास्ताः नापि नैव गणयन्त्याकलयन्ति संसारशूकरा भवगर्त्तकोलकल्पा जीवाः गुरुकर्मकाः प्राणिनः किं सर्वेऽपि ? नेत्याह स्वप्नगतेनापि गमेर्ज्ञानार्थत्वात् निद्रानिमित्तज्ञानेनाप्यास्तां जाग्रदवस्थाधर्म Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૦ देशनयेत्यपिशब्दार्थः, केचिल्लघुकर्मका बुध्यन्ते, तत्त्वमिति गम्यते, पुष्पचूलावत्, इत्यत्र कथानकम्पुष्पभद्रे नगरे पुष्पकेतुर्नृपतिः, पुष्पवत्यां यमलयुग्ममुदपादि, पुष्पचूलः पुष्पचूला च । तयोर्योवने गाढतरस्नेहसम्बन्धमुपवीक्ष्य जनकोऽचिन्तयत्, यद्येतन्मिथुनकं वियोक्ष्यते तदा नूनं प्राणांस्त्यक्ष्यति अतोऽवियोग एव श्रेयानित्यालोच्याकरोत्सचिवादिभिर्वार्यमाणोऽपि तयोर्दाम्पत्यम् । तनिदेन प्रवद्राज पुष्पवती, कृत्वा च तपोऽगमदिवं, ततः प्रयुक्तावधेर्विज्ञाय प्राग्भवमनयोर्विषयव्यामूढयोभवभ्रमणं मा भूदिति सञ्चिन्त्याऽयं प्रतिबोधोपाय इति स्वप्ने दर्शयामास नरकान्तस्तीव्रवेदनावितुद्यमानानारकान् पुष्पचूलायाः । सत्रासं विबुद्धया न्यवेदि तया भर्तुः, तेनापि एते ज्ञास्यन्तीत्याय पृष्टाः पाखण्डिनो नरकस्वरूपम् । ते चान्योन्यं विरुद्धं प्रलेपुः, तत्र च मासकल्पेन स्थितोऽनिकासुतनामा सूरिः तमाहूय पप्रच्छ । स दृष्टाद्विशिष्टतरमाचचक्षे, साऽवोचत् किं भगवतापि स्वप्नो दृष्टः ?, गुरुराह-न स्वप्नः किन्तु सर्वज्ञागमः । अन्यदा देवेन दर्शितास्तथैव देवलोकाः । तेष्वपि सविशेषमाख्यातेषु आह-भगवन् ! कथमेतेषु गम्यते ? इति । गुरुणोक्तं सुचरितधर्मेण । ततो विमोच्य सा भर्तुरात्मानं प्राव्राजीत्, जज्ञे च मार्गज्ञा । अन्यदा ज्ञानातिशयेन भाविमहादुर्भिक्षमाकलय्य जवाबलपरिक्षीणतया साधून देशान्तरेषु विसृज्य सूरयस्तत्रैव तस्थुः पुष्पचूला च । सा हि राज्ञा तत्रैवावस्थानव्यवस्थया मुक्ता प्रव्राजितेति कृत्वा, तस्याश्च गुरुवैयावृत्त्यं सबहुमानमाचरन्त्या विशुद्धाध्यवसायतया समुत्पन्नं केवलज्ञानं, ततो यथेष्टं गुरूणां सम्पादयामास । ते प्रोचुश्चिन्तितं भवती कथं जानीते (से) ? सा आहकेवलेनेति । अन्ये तु ब्रुवते किल वर्षति पर्जन्ये भक्तमादायागता, तैरुक्ता कथमागतासि ? सावोचदचित्तप्रदेशेनेति । कथमिति पृच्छतां कथितं केवलज्ञानावलोकेन । ततः किमहं न सेत्स्यामीति चिन्तापरोऽभूत्सूरिः, इतराह-मोन्मनीभवन्तु, भविष्यति भवतां गङ्गामध्ये केवलमिति । ते च गच्छप्रस्थापनदिनादारभ्य विशेषतो विकृष्टतमतपःसंयमैरात्मानं भावयामासुः । अन्यदा गङ्गायां नावारूढा यत्र यत्र ते तिष्ठन्ति तत्र तत्रासौ नौरधो गच्छति स्म, मध्ये स्थितानां मज्जितुमारब्धा, ततः स्वमरणभयाद्रोषाच्च नाविकैः क्षिप्यमाणानां जले मदीयक्षारशरीरसम्पर्कात्रीरजीवा विनश्यन्तीति करुणापरीतचेतसामासादितशुक्लध्यानानामुत्पनं केवलं ज्ञानं क्षीणमायुः गताः शिवधामेति ।।१७०।। टोडार्थ:संसारे ..... शिवधामेति ।। संसारमा समां, पंयनामावस्य८५ विषयसुममा मास पाने Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૦ નરકાદિ યાતના સ્થાનની પ્રાપ્તિથી છેતરામણો તેને, સંસારકર જીવો=ભવરૂપી ખાડામાં રહેલા ગુરુ કર્મવાળા પ્રાણીઓ, ગણકારતા નથી જ, શું સર્વ પણ ગણકારતા નથી ? એથી કહે છે – સ્વપ્નજ્ઞાનથી પણ કેટલાક બોધ પામે છે, અમ્ ધાતુનું જ્ઞાનાર્થપણું હોવાથી, નિદ્રામાં પ્રાપ્ત થતા નિમિત્તજ્ઞાનથી પણ અર્થાત્ જાગૃત અવસ્થામાં ધર્મદેશનાથી તો દૂર રહો, પરંતુ નિદ્રામાં પ્રાપ્ત થયેલ નિમિત્તજ્ઞાનથી પણ કેટલાક લઘુકર્મવાળા જીવો પુષ્પચૂલાની જેમ તત્વના બોધને પ્રાપ્ત કરે છે. આમાં કથાનક – પુષ્પભદ્ર નગરમાં પુષ્પકેતુ રાજાની પુષ્પવતી રાણીથી પુષ્પચૂલ અને પુષ્પચૂલા યમલયુગ્ય ઉત્પન્ન કરાયું, યૌવનમાં તે બન્નેના ગાઢતમ સ્નેહના અનુબંધને જાણીને પિતાએ વિચાર્યું – જો આ યુગલનો વિયોગ કરાશે, તો પ્રાણોનો ત્યાગ કરશે, આથી અવિયોગ જ કલ્યાણકારી છે, એ પ્રમાણે વિચારીને મંત્રી આદિથી વારણ કરાતા પણ પિતાએ તે બન્નેને પતિ-પત્ની કર્યા. તેથી વૈરાગ્ય થવાથી પુષ્પવતીએ દીક્ષા લીધી, તપ કરીને દેવલોકમાં ગઈ, ત્યારપછી પ્રયોગ કરાયેલા અવધિજ્ઞાનવાળી તેણીએ પૂર્વભવને જાણીને વિષયમાં વ્યામૂઢ થયેલા આ બન્નેનું ભવભ્રમણ ન થાઓ, એ પ્રમાણે વિચારીને “આ પ્રતિબોધનો ઉપાય છે એથી પુષ્પચૂલાને સ્વપ્નમાં નરકોની અંદર તીવ્ર વેદનાથી પીડાતા નારકોને દેખાડ્યા. આણી વડે સ્વામીને વિપરીત બુદ્ધિથી (થતા) ત્રાસ સહિત જણાવાયો. તેના વડે પણ આ લોકો જાણશે, એથી પાખંડીઓને બોલાવીને નરકનું સ્વરૂપ પુછાયું. તેઓ અન્યોન્ય વિરુદ્ધ બોલવા લાગ્યા અને ત્યાં અર્ણિકાપુત્ર આચાર્ય માસકલ્પથી રહેલા તેમને બોલાવીને પૂછ્યું, તેમણે આચાર્યએ, જોવાયેલાથી વિશિષ્ટતાને કહ્યું, તે=પુષ્પચૂલ રાજા, બોલ્યો – શું ભગવાન વડે પણ સ્વપ્ન જોવાયું? ગુરુ કહે છે – સ્વપ્ન નથી, તો શું છે ?સર્વનું આગમ છે. એકવાર દેવ વડે તે પ્રમાણે જ દેવલોકો દેખાડાયા, તે પણ સવિશેષ કહેવાય છતે કહે છે=રાણી કહે છે – ભગવાન ! આ દેવલોકોમાં કેવી રીતે જવાય ? એથી ગુરુ વડે કહેવાયું – સારી રીતે આચરેલા ધર્મ વડે જવાય, તેથી તેણીએ સ્વામીને છોડીને પોતે દીક્ષા લીધી અને માર્ગને જાણનારી થઈ. એકવાર જ્ઞાનના અતિશયથી થનારા મહાદુકાળને જાણીને જંઘાબલનું ક્ષીણપણું હોવાથી સાધુઓને દેશાંતરમાં મોકલીને સૂરિ અને પુષ્પચૂલા ત્યાં જ રહ્યાં. રાજા વડે ત્યાં જ રહેવાની વ્યવસ્થાથી તેણી રજા અપાયેલી અને એથી કરીને તેણીને દીક્ષા અપાયેલી, બહુમાન સહિત ગુરુવેયાવૃત્યને આચરતી તેણી વડે વિશુદ્ધ અધ્યવસાયપણાથી કેવલજ્ઞાન ઉત્પન્ન કરાયું. તેથી ગુરુના ઇચ્છિતને સંપાદન કરવા લાગી, તે બોલ્યા – તમે ચિંતવાયેલું કેવી રીતે જાણો છો ? તેણી કહે છે – કેવલજ્ઞાનથી. બીજા આચાર્યો વળી કહે છે – ખરેખર મેઘ વરસતે છતે આહારને લઈને આવી. તેઓ વડે=આચાર્ય વડે કહેવાઈ – કેવી રીતે તું આવેલી છે?તેણી બોલી – અચિત્ત પ્રદેશથી, કેવી રીતે ? એ પ્રમાણે પૂછતા=પૂછતા આચાર્યને, કહેવાયું – કેવલજ્ઞાનના બળથી, તેથી શું હું સિદ્ધ થઈશ નહિ ? એ પ્રમાણે સૂરિ ચિંતાતુર થયા. ઇતરા=પુષ્પચૂલા સાધ્વી, કહે છે – ઊંચા મનવાળા ન થાઓ, તમને ગંગાની મધ્યમાં કેવલજ્ઞાન થશે અને તેઓ ગચ્છને પ્રયાણ કરાવવાના દિવસથી માંડીને પોતાને વિશેષથી વિકૃષ્ટતમ તપ-સંયમ વડે ભાવન કરતા હતા જ. એકવાર વળી ગંગામાં નાવ ઉપર આરૂઢ થયેલા જ્યાં જ્યાં તે રહે છે, ત્યાં ત્યાં આ નાવ નીચે જતી Page #298 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૦-૧૭૧ ૨૭૯ હતી. મધ્યમાં રહેલા તે સાધુને ડૂબાડવાનો આરંભ કરાયો, તેથી સ્વમરણના ભયથી અને રોષથી નાવિકો વડે પાણીમાં નંખાતા મારા ખારા શરીરના સંપર્કથી પાણીના જીવો વિનાશ પામશે, એથી કરુણાયુક્ત ચિત્તવાળા, પ્રાપ્ત કરાયેલા શુક્લધ્યાનવાળા આચાર્યને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, આયુષ્ય ક્ષીણ થયું, મોક્ષમાં ગયા. ll૧૭all ભાવાર્થ : ભારે કર્મ જીવોને વર્તમાનનાં સુખોમાં જ તે પ્રકારની ગૃદ્ધિ હોય છે કે જેથી પોતાની અનુચિત આચરણાથી નરકાદિની પ્રાપ્તિ થશે, તેનો પણ તેઓ વિચાર કરતા નથી. આથી જ અંગારમર્દિક આચાર્ય સાધુવેષમાં હતા, આચાર્યપદને પામેલા હતા, શિષ્યોને શાસ્ત્ર ભણાવીને સંપન્ન કર્યા, છતાં તેમના ચિત્તને ભગવાનનું વચન સ્પર્શી શકે તેવી નિર્મળ પરિણતિવાળા નહિ હોવાથી સંસારનાં તુચ્છ સુખોમાં સુખબુદ્ધિવાળા હતા, તેથી સંસારશૂકર એવા તેઓ પોતાની ભાવિની અનર્થની પરંપરાની ઉપેક્ષા કરે છે અર્થાત્ વિચારમાત્ર પણ કરતા નથી. વળી કેટલાક લઘુકર્મી જીવો ઉપદેશાદિથી તો બોધ પામે છે, પરંતુ ઉપદેશ વગર પણ સ્વપ્નમાં નરકાદિનું જ્ઞાન થાય તેનાથી પણ પદાર્થના વાસ્તવિક સ્વરૂપનો વિચાર કરનારા બને છે. જેમ પુષ્પચૂલા રાજકન્યા તે પ્રકારે બોધ પામીને સંયમ ગ્રહણ કરે છે. તેથી જીવનાં કર્મોની પ્રચુરતા કે અલ્પતા કૃત જ જીવને વિવેક-અવિવેકની પ્રાપ્તિ છે અર્થાત્ કર્મની પ્રચુરતા હોય ત્યારે વિવેક પ્રગટ થતો નથી અને કર્મની અલ્પતા હોય ત્યારે અલ્પ નિમિત્તે પણ વિવેક પ્રગટે છે. I/૧૭માં અવતરણિકા : अत एवाहઅવતરણિતાર્થ : આથી જ કહે છે અણિકાપુત્ર તપસંયમના બળથી કેવલજ્ઞાન પામ્યા એમ પૂર્વમાં કહ્યું આથી જ કહે છે – ગાથા : जो अविकलं तवं संजमं च साहू करिज्ज पच्छा वि । अनियसुओ ब्व सो नियगमट्ठमचिरेण साहेइ ।।१७१।। ગાથાર્થ : જે સાધુ પાછળથી પણ અવિકલ તપ-સંયમને કરે છે, તે સાધુ અર્ણિકાપુત્રની જેમ નિયમથી જલ્દી પોતાના પ્રયોજનને સાધે છે. I૧૭૧II. ટીકા : यः कश्चिदविकलं सम्पूर्णं, तपोऽनशनादि, संयमं च पृथिवीकायरक्षणादिकं, साधुर्मुनिः, कुर्या Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૧-૧૭૨ दनुतिष्ठेत्, पश्चादपि पर्यन्तकालेऽपीत्यर्थः, स किं अनिकासुत इव कथानकोक्ताचार्यवत् स साधुः निजकमात्मीयम्, अर्थं प्रयोजनम्, अचिरेण क्षिप्रं, साधयति निष्पादयतीति ।।१७१।। ટીકાર્ય : વઃ શ્ચિત્ એ. નિષ્ણાતીતિ છે. જે કોઈ સાધુ=મુનિ અવિકલ=સંપૂર્ણ, તપ, અનશન આદિ અને સંયમ પૃથ્વી રક્ષણાદિ કરે છે, પાછળથી પણ=પર્યતકાલમાં પણ, તે તે સાધુ, શું એથી કહે છે – અણકાપુત્રની જેમ=કથામાં કહેવાયેલા આચાર્યની જેમ, તે સાધુ નિજક પોતાના, આત્મીય અર્થને પ્રયોજન, શીધ્ર સાધે છે. ૧૭૧૫ ભાવાર્થ : જે સાધુ પોતાની શક્તિને ગોપવ્યા વગર પાંચ ઇન્દ્રિયનો સંયમ યથાર્થ પાળે છે અને ષયના પાલનમાં અપ્રમાદથી યત્ન કરે છે અને શક્તિ અનુસાર બાહ્ય અને અત્યંતર તપ કરીને આત્માને સંપન્ન કરે છે, તે સાધુ ગુણસંપત્તિથી સમૃદ્ધ થયેલ હોવાથી અર્ણિકાપુત્રની જેમ પાછળથી પણ નિયમથી અલ્પકાળમાં પોતાના પ્રયોજનને સાધે છે અર્થાત્ આ ભવમાં મોક્ષ ન થાય તોપણ પરિમિત ભવમાં સંસારનો ક્ષય થાય, તેવું પુણ્ય ઉપાર્જન કરે છે અને તેવી આત્માની ગુણસંપત્તિનો સંચય કરે છે; કેમ કે જે મહાત્માને સંસાર અત્યંત નિર્ગુણ જણાયો છે, તે મહાત્મા શક્તિ અનુસાર તપ-સંયમમાં ઉચિત યત્ન કરીને આત્માને તે રીતે સંપન્ન કરે છે, જેથી પરિમિત ભવોમાં અવશ્ય તેના સંસારનો ક્ષય થાય છે. II૧૭ના અવતરણિકા : इह च तपःसंयमौ परमार्थसाधनहेतुत्वेनोक्तो तौ च भोगत्यागाद् भवतः स च 'आर्ता नरा धर्मपरा भवन्ति' इति वचनात् दुःखितैरेव क्रियते न सुखितैरिति यो मन्येत तं निराकर्तृमाहઅવતરણિકાર્ય : અને અહીં તપ, સંયમ પરમાર્થસાધનના હેતુરૂપે કહેવાયા અને તે તપ, સંયમ, ભોગવા ત્યાગથી થાય છે અને તે=ભોગનો ત્યાગ, દુઃખી મનુષ્યો ધર્મપર થાય છે, એ પ્રકારનું વચન હોવાથી દુઃખિતો વડે જ કરાય છેeતપ, સંયમ કરાય છે, સુખિતો વડે નહિ, એ પ્રમાણે જે માને છે, તેનું નિરાકરણ કરવા માટે કહે છે – ભાવાર્થ : અહીં તપ-સંયમથી નિર્જરા અને સંવરનો પરિણામ ગ્રહણ કરેલ છે અને આશ્રવનો નિરોધ અને પુરાતન કર્મોના નાશને અનુકૂળ વ્યાપાર સંસારના ક્ષયનું કારણ છે, તેથી તપ-સંયમ જીવના પરમાર્થના સાધક છે અને તે તપ-સંયમ પ્રાપ્ત થયેલા બાહ્ય ભોગોના ત્યાગથી થાય છે અને મુગ્ધ જીવો માને છે કે દુઃખિત ધર્મપર થાય છે; કેમ કે બહુલતાએ જે જીવોને સંસારના પ્રતિકૂળ સંયોગો હોય છે તેમને જ ત્યાગાત્મક ધર્મ કરવાનો અભિલાષ થાય છે તેમ દેખાય છે, તેથી કોઈકને ભ્રમ થાય કે દુઃખિત Page #300 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૨ ૨૮૧ વડે ભોગના ત્યાગરૂપ ધર્મ કરાય છે, સુખી જીવો તો પ્રાપ્ત થયેલા સુખમાં જ મગ્ન હોવાથી ધર્મમાં યત્ન કરવાનું છોડીને ધર્મને અભિમુખ થતા નથી, તેનું નિરાકરણ કરવા માટે કહે છે. ગાથા : सुहिओ न चयइ भोए, चयइ जहा दुक्खिओ त्ति अलियमिणं । चिक्कणकम्मोलित्तो, न इमो न इमो परिच्चयइ ।।१७२।। ગાથાર્થ - સુખિત ભોગોને ત્યાગ કરતો નથી, જે પ્રમાણે દુઃખિત ત્યાગ કરે છે એ અલિક વચન છે, ચીકણા કર્મથી યુક્ત આ દુઃખિત ત્યાગ કરતો નથી, આ=સુખિત ત્યાગ કરતો નથી. ll૧૭ ટીકા : सुखमालादरूपं सजातमस्येति सुखितः, तारकादित्वादित प्रत्ययः, न त्यजति न मुञ्चति भोगान् शब्दादीन् त्यजति यथा दुःखित इति यदेतदुच्यते अलीकमनृतमिदं वच इति शेषः, यतश्चिक्कणकर्मावलिप्तो निबिडज्ञानावरणादिस्थगितो जीव इति गम्यते, न इमो त्ति नायं दुःखितो न इमो त्ति नायं सुखितः परित्यजति भोगानित्यतो लघुकर्मतात्र कारणं न सुखितत्वदुःखितत्वे ।।१७२।। ટીકાર્ય : સુલુન્ .... યુવતત્વે | આલાદરૂપ સુખ થયું છે અને તે સુખિત, તારકાદિપણાથી ડુત પ્રત્યય છે, સુખિત શબ્દાદિ ભોગોનો ત્યાગ કરતો નથી, જે પ્રમાણે દુઃખિત ત્યાગ કરે છે. એ પ્રમાણે જે આ કહેવાય છે, તે અલિક=જૂઠું વચન છે. જે કારણથી ચીકણા કર્મથી અલિપ્તઋતિબિડ જ્ઞાનાવરણાદિથી ઢંકાયેલો જીવ આ=દુઃખિત, પરિત્યાગ કરતો નથી, આ સુખિત પણ ભોગોનો ત્યાગ કરતો નથી, એથી અહીં=ભોગોના ત્યાગમાં, લઘુકર્મતા કારણ છે, સુખિતત્વદુખિતત્વ નહિ. II૧૭૨ાા ભાવાર્થ : જે જીવોનાં જ્ઞાનાવરણીય આદિ કર્મો ગાઢ છે, તેઓ કદાચ શાસ્ત્ર ભણીને વિદ્વાન થાય, તોપણ તત્ત્વને જોવામાં બાધક ચીકણાં કર્મો વિદ્યમાન હોય તો તેમને તત્ત્વ દેખાતું નથી, કદાચ ભૂતકાળના કરેલા પુણ્યના ઉદયથી સુખિત હોય તોપણ તત્ત્વ દેખાતું નથી. કદાચ વર્તમાન ભવમાં અત્યંત દુઃખી હોય તોપણ આ સર્વ દુઃખનું કારણ શું છે ? તેનો વિચારમાત્ર પણ કરતા નથી, પરંતુ વિષયોમાં ગૃદ્ધિવાળા વિષયો માટે પ્રવૃત્તિ કરે છે. આથી સુખિત ભોગોને ત્યાગ કરતા નથી, જે પ્રમાણે દુઃખિત ત્યાગ કરે છે, એમ જે મુગ્ધ બુદ્ધિથી બોલે છે, તે અલિક વચન છે. વસ્તુતઃ તત્ત્વને જોવામાં બાધક કર્મો ક્ષીણ થયાં છે, તેઓ ભોગોનો ત્યાગ કરે છે, તે કર્મોનો ક્ષય ક્યારેક શાસ્ત્રઅભ્યાસથી થાય છે, ક્યારેક સામાન્ય નિમિત્તથી થાય છે, તો ક્યારેક તેવા પ્રકારના દુ:ખના નિમિત્તમાં તેવો ઊહ થવાથી થાય છે. જેનાથી Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૨-૧૭૩ તેઓને તત્ત્વ દેખાય છે. આથી જ ઘણાં શાસ્ત્રો ભણેલા હોય છતાં તત્ત્વને જોવામાં ચીકણાં કર્મો વિદ્યમાન હોય તો તત્ત્વ જોઈ શકતા નથી અને માન-ખ્યાતિ મેળવવામાં જન્મ નિષ્ફળ કરે છે અને ચીકણાં કર્મો વિપાકમાં આવે ત્યારે મૂઢ મતિવાળા થાય છે, માટે દુઃખિત ત્યાગ કરતો નથી કે સુખિત ત્યાગ કરતો નથી, એવી નિયત વ્યાપ્તિ નથી, પરંતુ ચીકણાં કર્મોના લેપવાળા જીવો ભોગોનો ત્યાગ કરતા નથી, તેની સાથે નિયત વ્યાપ્તિ છે, માટે કલ્યાણના અર્થી જીવે વિપર્યાસ આધાયક ચીકણા કર્મના ક્ષય માટે ઉદ્યમ કરવો જોઈએ. II૧૭શા અવતરણિકા : तथाहिઅવતરણિકાર્ય :તે આ પ્રમાણેકચીકણાં કર્મોથી જીવો ભોગોનો ત્યાગ કરતા નથી. તે આ પ્રમાણે – ગાથા : जह चयइ चक्कवट्टी, पवित्थरं तत्तियं मुहुत्तेण । न चयइ तहा अहनो, दुब्बुद्धी कप्परं दमओ ।।१७३।। ગાથાર્થ : જે પ્રમાણે ચક્રવર્તી તેટલા વિસ્તૃત પરિગ્રહને મુહૂર્તથી ત્યાગ કરે છે, તે પ્રમાણે અન્ય દુર્બુદ્ધિ એવો દ્રમક કર્પરને ત્યાગ કરતો નથી-ઘડા આદિના કપાલને ત્યાગ કરતો નથી. II૧૭all ટીકા : यथा त्यजति चक्रवर्ती भरतादिः प्रविस्तरं परिग्रहं तावन्तं षटखण्डभरतादिप्रमाणं मुहूर्तेन क्षणमात्रेण, न त्यजति तथा अधन्यो निर्भाग्यो, दुर्बुद्धिः कलुषमतिः, कर्परं घटादिकपालं द्रमको ર રૂત્તિ પાર૭રૂપા ટીકાર્ચ - યથી ચર્નતિ .ર તિ છેજે પ્રમાણે ચક્રવર્તી ભરત આદિ પ્રવિસ્તરને પરિગ્રહને, તેટલાક પખંડ ભરતાદિ પ્રમાણ, મુહૂર્તથી=ક્ષણમાત્રથી, ત્યાગ કરે છે. તે પ્રમાણે અધ=વિર્ભાગ્ય, દુબુદ્ધિ= કલુષ મતિવાળો, દ્રમક=૨ક, કર્પરને=ઘટાદિ કપાલને ત્યાગ કરતો નથી. II૧૭૩ ભાવાર્થ : જેમનાં ચીકણા કર્મો અતિપ્રચુર છે, તેમને તપ-સંયમને અભિમુખ ભાવ થતો જ નથી અને વિદ્યમાન પણ ચીકણાં કર્મો તેવાં દઢ નથી, તેમને તપ-સંયમ જ સેવવા યોગ્ય છે, તેવી સ્થિર બુદ્ધિ હોય છે, Page #302 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૩-૧૭૪ ૨૮૩ તોપણ તપ-સંયમને અનુકૂળ ત્યાગનો પરિણામ તત્કાલ ઉલ્લસિત થતો નથી, જેમ ભરત ચક્રવર્તી ચક્રવર્તીના ભોગ ભોગવે છે કે બાહુબલી સાથે યુદ્ધ કરે છે, ત્યારે તે પ્રકારનો સંયમનો પરિણામ થતો નથી, જેમ ચક્રવર્તીએ નાના ભાઈઓને આજ્ઞા સ્વીકારવા કહ્યું ત્યારે અઠાણુ ભાઈઓ ભગવાન પાસે ગયા અને ભગવાનના ઉપદેશથી વિરક્ત થઈને તરત સંયમને ગ્રહણ કર્યું, તેમ બાહુબલી સાથે પરાજય થવા છતાં ભરત મહારાજાને સંયમનો પરિણામ થયો નહીં. બાહુબલીને પણ ભરતની સેવા માટેની માગણીથી ત્યાગનો પરિણામ થયો નહીં, તે સમયે તેઓ ચીકણા કર્મવાળા નહિ હોવા છતાં સંયમને અનુકૂળ પરિણામ થવામાં બાધક કર્મોના ઉદયવાળા હતા, આમ છતાં જ્યારે બાહુબલીને ભરતને ચૂર્ણ કરવાનો પરિણામ થયો, ત્યારે તે પ્રકારનું ચીકણું કર્મ દૂર થવાથી ક્ષણમાં તપ-સંયમનો પરિણામ થયો અને ભરત મહારાજાને પણ અરીસાભુવનમાં બેઠા છે, ત્યારે તે પ્રકારના નિમિત્તને પામીને ચીકણાં કર્મો દૂર થવાથી ક્ષણમાત્રમાં તપ-સંયમનો પરિણામ થયો. આથી છ ખંડના સામ્રાજ્યનો ક્ષણમાત્રમાં ત્યાગ કર્યો અને જે જીવો મનુષ્યભવને પામવા છતાં નિર્ભાગ્ય છે, દુર્બુદ્ધિવાળા છે, તેમને સંસારસુખ મળ્યાં હોય તોપણ ત્યાગનો પરિણામ થાય નહિ અને દરિદ્ર હોય તોપણ ત્યાગનો પરિણામ થાય નહિ. ક્યારેક બાહ્યથી ત્યાગ કરે તોપણ નિબિડ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અંતરંગ રીતે તો માન-સન્માન અને અનુકૂળ ભોગસામગ્રીમાં સુખબુદ્ધિ સ્થિર હોય છે, તેવા જીવોને પરમાર્થથી સંવેગનો પરિણામ સ્પર્શી શકતો નથી. તેથી બાહ્ય ભોગોનો ત્યાગ એ સુખના ત્યાગ સ્વરૂપ દેખાય છે, પરંતુ બાહ્ય ભોગના ત્યાગકાળમાં ઉપશમસુખને અનુકૂળ કોઈ પ્રકારનો બોધ નહિ હોવાથી પરમાર્થથી તેઓ કોઈ પ્રકારનો ત્યાગ કરી શકતા નથી. આથી જ ચરમાવર્તની બહારના જીવો બાહ્ય ત્યાગ કરીને અને કષાયોના અપ્રવર્તનરૂપ શુભ લેશ્યાને ધારણ કરીને સંયમ પાળે છે, યાવદ્ નવમા રૈવેયક સુધી જાય છે, તોપણ દેહ સાથે સંગવાળી ઉત્તમ ભોગસામગ્રીથી યુક્ત અવસ્થા સારભૂત જણાય છે. તેથી બાહ્ય સુખમાં જ સુખબુદ્ધિવાળા તેઓ અધિક સુખના ઉપાયરૂપે બાહ્ય ત્યાગ કરે છે, એવા જીવો પરમાર્થથી અસંગભાવનું કારણ બને તેવો કોઈ ત્યાગ કરતા નથી, જ્યારે વિવેકી જીવો આત્માના નિરાકુળ સ્વભાવને સારરૂપે ગણીને છ ખંડના સામ્રાજ્યને પણ તૃણ તુલ્ય ગણીને ત્યાગ કરે છે. ll૧૭all અવતરણિકા : सञ्जातकर्मविवराः पुनर्देहमपि त्यजन्तीत्याह चઅવતરણિકાર્ય : સંજાત કર્મવિવરવાળા જીવો તત્વને જોવામાં બાધક કર્મોનું વિવર જેમને પ્રાપ્ત થયું છે તેવા મહાત્માઓ, વળી દેહને પણ ત્યાગ કરે છે. એને કહે છે – ગાથા : देहो पिवीलियाहिं, चिलाइपुत्तस्स चालणि ब्व कओ । तणुओ वि मणपओसो, न चालिओ तेण ताणुवरिं ।।१७४।। Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૪-૧૫ ગાથાર્થ : કીડીઓ વડે ચિલાતીપુત્રનો દેહ ચાલણી જેવો કરાયો, તેના વડેકચિલાતીપુત્ર વડે, તેણીઓની ઉપર થોડો પણ મનનો પ્રસ્વેષ કરાયો નહિ. II૧૭૪ ટીકાઃ देहः कायः पिपीलिकाभिः कीटिकाभिश्चिलातीपुत्रस्य पूर्वकथानकेनोक्तस्य चालनीवत् कृतस्तथाऽपि त्यक्तोऽयमिति मत्वा तनुरपि स्वल्पोऽपि मनःप्रद्वेषश्चित्ताप्रीतिलक्षणो न चालितो नोदीरितस्तेन चिलातीपुत्रेण तासां पिपीलिकानामुपरीति ।।१७४ ।। ટીકાર્ય : રે.... ૩૫રીતિ | પૂર્વે કથાનકમાં કહેવાયેલા ચિલાતીપુત્રનો દેહ=કાયા, કીડીઓ વડે ચાલતી જેવો કરાયો, તોપણ આ=દેહ, ત્યાગ કરાયો છે, એ પ્રમાણે માનીને થોડો પણ ચિત્તની અપ્રીતિ સ્વરૂપ મનનો પ્રÀષ તેના વડે=ચિલાતીપુત્ર વડે, તેણીઓની ઉપર કીડીઓની ઉપર, કરાયો નહિ. II૧૭૪il. ભાવાર્થ : જે મહાત્માઓને પોતાનો આત્મા દેહથી ભિન્ન છે અને આત્માના નિરાકુળ સ્વભાવમાં સ્થિર થવાનો યત્ન એકાંતે સુખનું કારણ છે, એવી સ્થિર બુદ્ધિ છે, તેમને તત્ત્વ જોવામાં બાધક કર્મોનો ક્ષયોપશમ વર્તે છે અને તેવા મહાત્મા ચિલાતીપુત્રનો દેહ, કીડીઓ વડે ચાલણી જેવો કરાયો, તોપણ મેં દેહનો ત્યાગ કર્યો છે, હું મારા આત્માના સંવરભાવમાં સ્થિત છું, એ પ્રકારની સ્થિર બુદ્ધિવાળા તે મહાત્માએ કીડીઓ ઉપર લેશ પણ મનપ્રÀષ કર્યો નહિ, તેથી રાગ-દ્વેષની પરિણતિ ક્ષીણ ક્ષીણતર થતી જાય અને વીતરાગતાને અનુકૂળ પરિણતિ પ્રગટે તેવું મહાપરાક્રમ તેઓ કરી શક્યા; આથી ચિલાતીપુત્રને આત્માના પારમાર્થિક સ્વરૂપનો નિર્મળ બોધ હતો, તેથી પોતાના ચિત્તને આત્માના નિરાકુળ ભાવમાં સ્થિર કરી શક્યા. I૧૭૪ અવતરણિકા : एवं सतिઅવતરણિકાર્ય - આમ હોતે છતે શું પ્રાપ્ત થાય ? એ કહે છે – ગાથા : पाणच्चए वि पावं, पिवीलियाए वि जे न इच्छंति । ते कह जई अपावा, पावाइँ करेंति अन्नस्स ।।१७५।। Page #304 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૫–૧૭૬ ગાથાર્થ ઃ પ્રાણના ત્યાગમાં પણ જેઓ કીડીઓના પણ નાશને ઇચ્છતા નથી, તે અપાપા મુનિઓ કેવી રીતે અન્યનાં પાપોને=અન્યની હિંસાને, કરશે ? I૧૭૫]I ૨૮૫ ટીકા ઃ प्राणात्ययेऽपि आयुष्कादिविनाशेऽपि पापं द्रोहाभिसम्बन्धलक्षणं कारणे कार्योपचारात् पिपीलिकाया अपि आस्तां मनुजादेः ये भगवन्तो नेच्छन्ति नाभिलषन्ति ते कथं केन प्रकारेण यतयः साधवः अपापाः अवद्यरहिताः पापं करिष्यन्त्यन्यस्य ? असम्भव एवायमित्यभिप्रायः । । १७५ ।। ટીકાર્થ: - प्राणात्ययेऽपि અભિપ્રાયઃ ।। પ્રાણના નાશમાં પણ=આયુષ્ય આદિના વિનાશમાં પણ, પિપીલિકાના પણ પાપને દ્રોહને=કીડીને દૂર કરવાની અભિસંધિરૂપ પાપને ઇચ્છતા નથી. પાપનો અર્થ દ્રોહ કર્યો; કેમ કે કારણમાં=દ્રોહ અભિસંધિરૂપ કારણમાં પાપરૂપ કાર્યનો ઉપચાર છે, મનુષ્યાદિ દૂર રહો, પરંતુ કીડીઓના પણ દ્રોહને જે ભગવાન ઇચ્છતા નથી, તે અપાપા યતિઓ=અવદ્ય રહિત સાધુઓ, કયા પ્રકારથી અન્યના દ્રોહને કરશે ? આ=અન્યનો દ્રોહ, અસંભવ છે, એ પ્રકારનો અભિપ્રાય છે. ।।૧૩૫।। ભાવાર્થ : સામાન્યથી સંસારી જીવો દેહની અનુકૂળતા માટે સર્વ પ્રકારના આરંભ-સમારંભાદિ પાપો કરે છે; કેમ કે દેહ સાથે અભેદ બુદ્ધિ સ્થિર છે, તેથી દેહને જે અનુકૂળ છે, તે મને અનુકૂળ છે અને દેહને પ્રતિકૂળ છે, તે મને પ્રતિકૂળ છે. તેવા બોધથી સર્વ આરંભાદિ કરે છે, એટલું જ નહિ આત્મકલ્યાણના અર્થી વિવેકી શ્રાવકો પણ જે કાંઈ ધનપ્રાપ્તિની અને ભોગાદિની પ્રવૃત્તિ કરે છે, ત્યાં પણ દેહની સાથે અભેદ બુદ્ધિ જ કારણ છે. જ્યારે ચિલાતીપુત્ર મહાત્મા તો પ્રાણનો નાશ થાય તેવી સ્થિતિમાં કીડીઓનો ઉપદ્રવ વર્તતો હતો, તોપણ કીડીઓને દૂર કરવાના કે દેહનું રક્ષણ કરવાના કોઈ પરિણામ કરતા નથી. તેથી સંપૂર્ણ સાવધ રહિત જે મહાત્મા સાક્ષાત્ દેહની પીડા કરનારી કીડીઓ પ્રત્યે પણ દ્રોહના પરિણામને કરતા નથી, તેઓ શરીર માટે મનુષ્યાદિનો તો દ્રોહ કેવી રીતે કરે ? તેઓ સર્વ ઉદ્યમથી આત્માના નિસંગભાવમાં દૃઢ યત્ન કરીને વીતરાગ થવા યત્ન કરે છે. ૧૭૫॥ અવતરણિકા : मा भूनिरपराधे पापकरणं सापराधे तु न कश्चित् क्षमते इति यो मन्येत तं प्रत्याहઅવતરણિકાર્ય : નિરપરાધ જીવમાં પાપકરણ ન થાઓ, પરંતુ સાપરાધ જીવમાં=પોતાના પ્રત્યે જે અપરાધ કરે છે તે જીવમાં, કોઈ સહન કરતો નથી, એ પ્રમાણે જે માને છે તેના પ્રત્યે કહે છે Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૬-૧૭૭ ગાથા : जिणपहअपंडियाणं, पाणहराणं पि पहरमाणाणं । न करंति य पावाइं, पावस्स फलं वियाणंता ।।१७६।। ગાથાર્થ : પાપના ફળને જાણનારા મહાત્માઓ પ્રાણને હરનારા એવા પણ પ્રહારોને કરતા જિનપથના અપંડિતોનાં પાપોને=પ્રતિકારરૂપ પ્રતિપ્રહારોને, કરતા નથી. II૧૭૬ll ટીકા : जिनपथाऽपण्डितानां सर्वज्ञमार्गाकुशलानां, प्राणहराणामपि जीवितान्तकराणां अपि किमुतान्येषां, प्रहरतां खड्गादिघातं ददतां पुरुषाधमादीनामिति गम्यते, न कुर्वन्ति च पापानि तदुपरि द्रोहाभिप्रायप्रतिप्रहरणादीनि, चशब्दात् प्रत्युत करुणां भावयन्त्यस्मन्निमित्तोऽमीषां वराकाणां नरकपात इति पापस्य फलं नरकादिकं विजानन्तोऽवबुध्यमाना इति ।।१७६।। ટીકાર્ય : બિનપથ ... અવબુધ્યાના રૂત્તિ | જિનપથ અપંડિતોના=સર્વજ્ઞમાર્ગમાં અકુશલોના, પ્રાણને હરણ કરનારા પણ જીવિતનો અંત કરનારાઓના પણ, અવ્યના વળી શું ? પ્રહાર કરતાના પણ=પગાદિ ઘાત આપતા પુરુષાધમોના, પાપોનેeતેના ઉપર દ્રોહના અભિપ્રાયથી પ્રતિપ્રહારાદિને, કરતા નથી, ૫ શબ્દથી ઊલટું કરુણાને ભાવન કરે છે. અમારા નિમિત્તે મારા ઉપર પ્રહાર કરવા નિમિત્તે, આ શંકડા જીવોનો તરકપાત છે, એ પ્રકારે કરુણા ભાવના કરે છે, કોણ કરે છે ? એથી કહે છે – પાપના તરક આદિ ફળને જાણનારા મહાત્માઓ પાપ કરતા નથી, એમ અવય છે. ll૧૭૬ ભાવાર્થ : જે સંસારવર્તી જીવોએ જિનપથનો પરમાર્થ જાણ્યો નથી, કેવળ મોહપથમાં પ્રવર્તવામાં કુશળ છે, તેવા જીવો સ્વમતિ કલ્પનાથી મહાત્મા પ્રત્યે પણ પ્રહાર કરવા તત્પર થાય છે અને તેઓના પ્રાણના નાશમાં પણ યત્ન કરે છે, તોપણ જે મહાત્માઓ પાપના ફળને જાણે છે, તેઓ તેવા ઘાતકી જીવોના પ્રહાર સામે પોતાના રક્ષણ માટે પણ કોઈ પાપો કરતા નથી, પરંતુ મોહથી અનાકુળ આત્મસ્વરૂપમાં સ્થિર થવા માટે જિનવચનનું દઢ અવલંબન લઈને પાપ કરનારા જીવો પ્રત્યે કરુણા ભાવના કરે છે અર્થાત્ મારા નિમિત્તે આ જીવો નરકના પાતને પામશે, તેથી તેઓને અનર્થ ન થાઓ, તે પ્રકારની ભાવનાને કરે છે. II૧૭ના અવતરણિકા :पापफलमेव व्यवहारतो अभिधित्सुराह Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૭ અવતરણિકાર્ય :પાપફળને જ વ્યવહારથી કહેવાની ઇચ્છાવાળા કહે છે – ગાથા : वहमारणअब्भक्खाणदाणपरधणविलोवणाईणं । सव्वजहन्नो उदओ, दसगुणिओ इक्कसि कयाणं ।।१७७।। ગાથાર્થ : એકવાર કરાયેલા વધ-મારણ-અભ્યાખ્યાનદાન-પરધનવિલોપન આદિનો સર્વથી જઘન્ય ઉદય દસ ગુણો છે. ll૧૭૭TI ટીકા : वधस्ताडनं, मारणं प्राणच्यावनम्, अभ्याख्यानदानमलीकदोषारोपणं, परधनविलोपनमदत्तपरस्वग्रहणं, वधश्च मारणं चेत्यादिद्वन्द्वस्तान्यादिर्येषां मर्मोद्घट्टनादीनां तानि तथा तेषां सर्वजघन्यो अत्यन्तनिकृष्टः, उदयो विपाको दशगुणितः, इक्कस्सि त्ति एकां वारां कृतानां विहितानाम् एकवारं वधको दशवारा वध्यत इत्यादि योजनीयम् ।।१७७।। ટીકાર્ય - વસ્તારનું યોગનીયમ્ ા વધતાડન, મારણ=પ્રાણગ્યાવત, અભ્યાખ્યાન દાનઃખોટા દોષનું આરોપણ, પરધનવિલોપન=નહિ આપેલા પરધનનું ગ્રહણ, વધ અને મારણ ઈત્યાદિ દ્વન્દ સમાસ છે, તે છે આદિ જે મર્મ ઉઘાડા કરવા આદિવા તે તેવા છે, તેનો=વધાદિ પાપોનો, સર્વથી જઘચ= અત્યંત નિકૃષ્ટ, ઉદય=વિપાક, દશ ગુણો છે. એકવાર કરાયેલાવા અર્થાત્ એકવાર વધ કરનારો દશ વાર વધ કરાય છે ઇત્યાદિ જોડવું. II૧૭૭ ભાવાર્થ :નિશ્ચયનય તો પરિણામની તરતમતાથી ફળની તરતમતાને સ્વીકારે છે. તેથી એક વખત કરાયેલું પાપ પણ પરિણામના ઉત્કર્ષથી અનંતકાળ સુધી કદર્થના પમાડે છે, આથી જ ક્રૂર ચિત્તથી કરાયેલું એક વખતનું પણ પાપ જીવને અનંતકાળ સુધી વધ આદિની પ્રાપ્તિ કરાવે છે, તોપણ વ્યવહારનય સામાન્યથી કોઈ જીવ કોઈનો વધ કરે અથવા તાડન કરે કે મારણ કરે તે સર્વનું જઘન્યથી દશ વખત ફળ મળે છે, તેમ સ્વીકારે છે. વળી પરિણામના ભેદથી અનેકગણું ફળ પણ સ્વીકારે છે. આ પ્રકારે પાપના ફળનું ભાવન કરીને મહાત્માઓ પાપથી અત્યંત નિવર્તન પામે છે, તેથી પોતાના ઉપર અપકાર કરનારા પ્રત્યે પણ પ્રતિકારરૂપે કોઈ પાપ આચરતા નથી. II૧૭ળી. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૮-૧૭૯ ગાથા : तिब्बयरे उ पओसे, सयगुणिओ सयसहस्सकोडिगुणो । कोडाकोडिगुणो वा, हुज्ज विवागो बहुतरो वा ॥१७८ ।। ગાથાર્થ : વળી તીવ્રતર પ્રàષમાં સો ગુણો, લાખ ગુણો, ક્રોડ ગુણો, ક્રોડક્રોડ ગુણો અથવા અત્યંત ઘણો વિપાક થાય. II૧૭૮II ટીકા : तीव्रतरे उत्कटतरे तुशब्दात् कालान्तरानुबन्धिनि च प्रद्वेषेऽप्रीतिलक्षणे सति शतगुणितः शतसहस्रकोटीगुणः शतसहस्रो लक्षं कोटाकोटीगुणो वा भवेत् विपाकस्तदुदयो बहुतरो वा प्रद्वेषोत्कर्षापकर्षस्य विचित्रत्वात्, तदपेक्षया कर्मबन्धविपाकस्यापि नानारूपतेत्यभिप्रायः ।।१७८ ।। ટીકાર્ય : તીવ્રતરે .... ગમપ્રાયઃ | તીવ્રતર થયે છત–ઉત્કટતર પ્રàષ થયે છતે અને તુ શબ્દથી કાલાંતર અનુબંધવાળો પ્રÀષ થયે છતે અપ્રીતિરૂપ પ્રàષ થયે છતે, સો ગુણો, શતસહસ્ર=લાખ ગુણો, ક્રોડ ગુણો અથવા ક્રોડક્રોડ ગુણો વિપાક=તેનો ઉદય થાય અથવા બહુતર વિપાક થાય; કેમ કે પ્રÀષના ઉત્કર્ષ-અપકર્ષનું વિચિત્રપણું છે, તેની અપેક્ષાથી કર્મબંધના વિપાકની તાનારૂપતા છે= અનેકરૂપતા છે, એ પ્રકારનો અભિપ્રાય છે. I૧૭૮ ભાવાર્થ - પૂર્વગાથામાં વધાદિનું જઘન્યથી પણ દશ ગણું ફળ બતાવ્યું, તે વધાદિ પ્રદ્વેષથી થાય છે, તેથી હવે જે જીવોને નિમિત્ત પામીને કોઈના પ્રત્યે તીવ્રતર પ્રદ્વૈષ થાય છે, તે પ્રષની તરતમાતાને અનુરૂપ તે જીવો તેવા પ્રકારનું વિચિત્ર કર્મ બાંધે છે, જેનાથી તેમને સો ગણું, લાખ ગણું, ક્રોડ ગણું કે ક્રોડક્રોડ ગણું ફળ મળે છે, માટે વિવેકી પુરુષે પ્રàષના અનર્થકારી ફળનું ભાવન કરીને કોઈપણ જીવ પ્રત્યે પ્રસ્વેષ કરવો જોઈએ નહિ, આથી પાપના ફળને જાણનારા મહાત્માઓ કોઈ પોતાના પ્રાણનો નાશ કરતું હોય તો તેના પ્રત્યે પ્રàષ કરતા નથી, પણ પ્રદ્વૈષનું આ અનર્થકારી ફળ છે, તેમ ભાવન કરીને આત્માને શાંતરસમાં સ્થિર કરવા યત્ન કરે છે. ll૧૭૮ અવતરણિકા - तदिदमवेत्य यथादित एव कर्मसङ्क्लेशो न भवति तथा अप्रमादो विधेय इति । ननु किमप्रमादेन ? न हि तत्साध्यस्तबन्धाभावस्तत्क्षयो वा किं तर्हि ? यादृच्छिको मरुदेव्यादीनां तथैवोपलम्भादिति दुर्विदग्धबुद्धिवचने ये मुग्धबुद्धयः प्रतिबन्धं विदध्युस्तान् शिक्षयितुमाह Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૯ અવતરણિકાર્ય : તે આને જાણીને=પાપનાં ફળો બે ગાથાથી બતાવ્યાં તે આને જાણીને, જે પ્રમાણે શરૂઆતથી જ કર્મસંશ્લેષ ન થાય, તે પ્રમાણે અપ્રમાદ કરવો જોઈએ. નવુથી શંકા કરે છે – અપ્રમાદથી શું ? અર્થાત્ અપ્રમાદનું કોઈ પ્રયોજન નથી; કેમ કે તેનાથી સાધ્ય=અપ્રમાદથી સાધ્ય, તેના બંધનો અભાવઃકર્મના બંધનો અભાવ, નથી અથવા કર્મક્ષય નથી, તો શું છે ? તેથી કહે છે – વાદચ્છિક કર્મક્ષય છે; કેમ કે મરુદેવી આદિને તે પ્રકારે ઉપલંભ છે, એ પ્રકારે દુર્વિદગ્ધ બુદ્ધિના વચનમાં જે મુગ્ધ બુદ્ધિવાળાઓ પ્રતિબંધને ધારણ કરે છે, તેમને બોધ કરાવવા માટે કહે છે – ગાથા : के इत्थ करिताऽऽलंबणं, इमं तिहुयणस्स अच्छेरं । जह नियमाखवियंगी मरुदेवी भगवई सिद्धा ॥१७९।। ગાથાર્થ : અહીં અપ્રમાદના વ્યતિકરમાં, કેટલાક ત્રણ ભુવનના આ આશ્ચર્યનું આલંબન કરે છે, જે પ્રમાણે નિયમોથી અક્ષપિત અંગવાળાં ભગવતી મરુદેવી સિદ્ધ થયાં. ll૧૭૯ll ટીકા : केचिदतत्त्वज्ञाः अत्र व्यतिकरे कुर्वन्ति, आलम्ब्यत इति आलम्बनमवष्टम्भस्तदिदं वक्ष्यमाणं त्रिभुवनस्याश्चर्यं कादाचित्कभावरूपत्वादद्भुतं, यथा किं ? नियम्यते वशीक्रियते आत्माऽऽभ्यामिति नियमौ तपःसंयमौ ताभ्यामक्षपिताङ्गी तपःसंयमानिष्टप्तशरीरेत्यर्थः, मरुदेवी भगवती ऋषभदेवजननी सिद्धा निष्ठितार्था जाता तथा वयमपि सेत्स्यामः, किमप्रमादेन ? । तथाहि-गजस्कन्धारूढायास्तस्या भगवतश्छत्रातिछत्रदर्शनेन प्रमोदातिशयादुल्लसितजीववीर्यायाः कर्मक्षयः केवलज्ञानमायुःसमाप्तिर्मोक्षप्राप्तिश्चाक्षेपेण श्रूयत इति कथानकं चास्या ऋषभदेवचरितात् સેમિતિ ૨૭૨ા. ટીકાર્ય - ચિતત્ત્વજ્ઞાઃ ... સેમિતિ | આ વ્યતિકરમાં=અપ્રમાદના વ્યતિકરમાં, કેટલાક તત્વને નહિ જાણનારાઓ ત્રણ ભુવનના આશ્ચર્યનું આલંબન કરે છે =કાદાચિત્ક ભાવરૂપપણું હોવાથી અદ્ભુત એવા વક્ષ્યમાણ આને અવલંબન કરે છે, જે પ્રમાણે શું ? એથી કહે છે – નિયમ કરાય છે–વશ કરાય છે. આત્મા આના દ્વારા એ નિયમો તપ-સંયમરૂપ નિયમો તેના દ્વારા અપિત અંગવાળા તપ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૯-૧૮૦ સંયમ નથી લેવાયા જેવાથી એવા શરીરવાળાં ભગવતી મરુદેવી=ઋષભદેવની માતા સિદ્ધ થયાંક પૂર્ણ પ્રયોજનવાળાં થયાં તે રીતે અમે પણ સિદ્ધ થઈશું, અપ્રમાદ વડે શું ? તે આ પ્રમાણે – હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયેલાં તેણીને, ભગવાનના છત્ર-અતિચ્છત્રના દર્શનથી પ્રમોદના અતિશય કારણે ઉલ્લસિત થયેલા જીવવીર્યવાળાં મરુદેવીને અક્ષેપથી તપ-સંયમના નિયમના ક્ષેપ વગર=અક્ષેપપૂર્વક કર્મક્ષય, કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ સંભળાય છે. કથાનક ઋષભદેવ ચરિત્રથી જાણવું. ||૧૭૯ll ભાવાર્થ : - કેટલાક અપ્રમાદના વિષયમાં મરુદેવા માતાનું આલંબન ગ્રહણ કરે છે. વસ્તુતઃ આ ત્રણ ભુવનનું આશ્ચર્ય છે; કેમ કે પ્રાયઃ સર્વ જીવો તપ-સંયમમાં અપ્રમાદ કરીને ચરમભવને પ્રાપ્ત કરે છે અને ચરમભવમાં પણ પ્રાયઃ અપ્રમાદ સેવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, એથી કલ્યાણના અર્થી જીવોએ તપસંયમનું આલંબન લેવું જોઈએ. મરુદેવા માતાની જેમ કોઈક જીવ તપ-સંયમમાં અપ્રમાદ કર્યા વગર નિસર્ગથી કેવળજ્ઞાન પામ્યા, તેમ સર્વ જીવોને નિસર્ગથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ શક્ય નથી. તેથી સંસારક્ષયના અર્થી જીવે તેના ઉપાયભૂત તપ-સંયમમાં યત્ન કરવો જોઈએ. ll૧૭૯ અવતરણિકા - कथमेतत् दुष्टालम्बनमित्याहઅવતરણિકાર્ય :કેવી રીતે આ દુષ્ટ આલંબન છે ? એથી કહે છે – ગાથા : किं पि कहिं पि कयाई, एगे लद्धीहि केहि वि निभेहिं । पत्तेयबुद्धलाभा, हवंति अच्छेरयम्भूया ।।१८०।। ગાથાર્થ : કોઈક ક્ષેત્રમાં, કોઈક કાળમાં, કોઈકને પ્રાપ્ત કરીને, કોઈક કારણો વડે લબ્ધિઓ દ્વારા કેટલાક જીવો પ્રત્યેકબુદ્ધ લાભવાળા આશ્ચર્યભૂત થાય છે. II૧૮૦|| ટીકા : यतः किमपि वस्तु वृषभादिकं प्राप्येति गम्यते, तथा कस्मिन्नपि क्षेत्रे कदाचित् काले एके करकण्ड्वादयो लब्धिभिस्तदावरणीयकर्मणां क्षयक्षयोपशमोपशमरूपाभिः कैश्चिदपि निभैस्तस्यैव वृषभादेर्वस्तुनो जराजीर्णत्वादिलक्षणैः, किं ? प्रत्येकबुद्धलाभा भवन्त्याश्चर्यभूता इत्यतो न तन्निदर्शनेनान्यैस्तपःसंयमयोः शैथिल्यं विधेयं कादाचित्कभावरूपत्वात् तेषाम् । तत्रैकं वस्तु Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮૦-૧૮૧ प्रति प्रत्येकं बोधो बुद्धं तस्य लाभः बुद्धलाभः प्रत्येकं बुद्धलाभो येषां करकण्ड्वादीनां ते तथा T૨૮૦ના ટીકાર્ચ - યઃ વિમા તથા જે કારણથી કંઈ પણ વૃષભ આદિ વસ્તુને પામીને અને કોઈક ક્ષેત્રમાં, કોઈક કાળમાં કેટલાક કરકંડુ આદિ જીવો લબ્ધિઓ વડે–તેના આવરણીય કર્મના ક્ષયોપશમરૂપ લબ્ધિઓ વડે, કોઈક કારણો વડેeતે જ વૃષભ આદિ વસ્તુના જરાજીર્ણત્વાદિરૂપ કારણો વડે, શું? એથી કહે છે – પ્રત્યેકબુદ્ધ લાભવાળા આશ્ચર્યભૂત થાય છે, એથી તેમના દષ્ટાંતથી અન્યોએ તપ-સંયમમાં શૈથિલ્ય કરવું જોઈએ નહિ; કેમ કે તેઓનું તેવા પ્રકારનાં આશ્ચર્યોનું, કદાચિત્કપણું છે, ત્યાં એક વસ્તુ પ્રતિ પ્રત્યેક બોધ બુદ્ધ, તેનો લાભ બુદ્ધલાભ, પ્રત્યેક બુદ્ધલાભ જે કરકંડુ આદિને છે તે તેવા છે. ll૧૮૦૧ ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે કેટલાક જીવો તપ-સંયમમાં અપ્રમાદ કરવાનું છોડીને મરુદેવાનું આલંબન લે છે, તે ઉચિત નથી. તે બતાવવા માટે કહે છે – જગતમાં જીવોનાં કર્મો વિચિત્ર પ્રકારનાં છે, તેથી કરકંડુ આદિ કેટલાક જીવો કોઈક વૃષભ આદિને પ્રાપ્ત કરીને તે વૃષભ આદિને જરાથી જીર્ણ જુએ છે, તેનાથી તેમનો તેનાં આવરણીય કર્મોનો ક્ષયોપશમ થાય છે. તેથી આશ્ચર્યભૂત એવા પ્રત્યેકબુદ્ધ થાય છે. એટલા માત્રથી બધા જીવોને બળદને તે રીતે જોઈને તે પ્રકારે કર્મોનો ક્ષયોપશમ થતો નથી; કેમ કે બળદાદિને જોઈને વિરક્ત થયેલા મહાત્માઓને તત્કાલ જ જઘન્યથી અગિયાર અંગ સુધી શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ થાય છે. કોઈક તો પૂર્વધર પણ થાય છે, જ્યારે અન્ય જીવો તો તે પ્રકારે બળદાદિને અનેક વખત જુએ તોપણ તે પ્રકારે કર્મના ક્ષયોપશમભાવને પામતા નથી, તેથી સામાન્યથી બધા જીવોએ તપ-સંયમમાં અપ્રમાદ કરવો જોઈએ, જેથી તેના બળથી કર્મ કંઈક ક્ષયોપશમભાવને પામે. પરંતુ પ્રત્યેકબુદ્ધને બળદ માત્ર જોવાથી ક્ષયોપશમ થયો, માટે આપણે પણ બળદને તે રીતે જોઈશું તો આપણને પણ પ્રત્યેકબુદ્ધની જેમ ક્ષયોપશમ થશે, તેમ વિચારી જેઓ પ્રમાદ કરે છે, તેઓ આત્મહિતને નહિ વિચારતાં પોતાની જાતને ઠગે છે. I૧૮ના અવતરણિકા - ये तु तानेवोररीकृत्य प्रत्येकबुद्धान् प्रमादिनो भवन्ति, अन्येभ्यश्च तच्चरितमुपदिशन्ति ते स्वयं नष्टाः परानपि नाशयन्तीत्याह चઅવતરણિકાર્ય :જેઓ વળી તેઓને જ આશ્રયીને મરુદેવી પ્રત્યેકબુદ્ધાદિને આશ્રયીને, પ્રમાદી થાય છે અને Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮૧ અન્યોને તેના ચરિત્રનો ઉપદેશ કરે છે, તેઓ સ્વયં નાશ પામેલા બીજાને પણ નાશ કરે છે. એને કહે છે – ભાવાર્થ : જે સાધુઓ કે શ્રાવકો બાહ્ય ક્રિયામાં પ્રમાદી છે અને વિચારે છે કે મરુદેવી આદિએ તપ-સંયમની ક્રિયા ક્યાં કરી છે ? અથવા પ્રત્યેકબુદ્ધ બાહ્ય તપ-સંયમ ક્યાં કરે છે ? તોપણ તેઓ નિર્લેપ પરિણતિને પ્રાપ્ત કરી શક્યા. તેથી આપણે પણ નિર્લેપ પરિણતિને અનુકૂળ અંતરંગ ઉદ્યમ જ કરવો જોઈએ. બાહ્ય ક્રિયા અનાવશ્યક છે, તેમ વિચારીને બાહ્ય ક્રિયામાં પ્રમાદવાળા થાય છે અને અન્યને પણ મરુદેવી - પ્રત્યેકબુદ્ધનાં દૃષ્ટાંતો આપે છે અને કહે છે કે માત્ર બાહ્ય ક્રિયા કરવાથી ફળસિદ્ધિ થાય નહિ, પરંતુ અંતરંગ નિર્લેપ પરિણતિથી ફળસિદ્ધિ થાય. તેમ કહીને સ્વયં બાહ્ય ક્રિયામાં ઉદ્યમ કરતા નથી, બીજાને પણ તે પ્રકારે પ્રેરણા કરે છે, બાહ્ય ક્રિયા કરવામાં આળસુ એવા તેઓ તે પ્રકારના ભાવો કરવામાં અસમર્થ હોવાથી માત્ર વિચારોથી સંતોષ માનીને મનુષ્યભવ નિષ્ફળ કરે છે અને બીજાઓને પણ તે પ્રકારે ઉપદેશ આપીને નાશ કરે છે. એને કહે છે – ગાથા - निहिसंपत्तमहनो, पत्थिंतो जह जणो निरुत्तप्पो । इह नासइ तह पत्तेय-बुद्धलच्छिं पडिच्छंतो ।।१८१।। ગાથાર્થ : નિધિને પામેલો અધન્ય એવો પ્રાર્થના કરતો નિરાધમજન જે પ્રમાણે નાશ પામે છે તેના લાભને પ્રાપ્ત કરતો નથી, તે પ્રમાણે પ્રત્યેકબુદ્ધની લક્ષ્મીને ઈચ્છતો પુરુષ સન્માર્ગનો નાશ કરે છે. ll૧૮૧TI ટીકા : निधिं रत्नादिभृतं भाजनं सम्प्राप्तं लब्धम्, अधन्यो निर्भाग्यः, प्रार्थयन्त्रभिलषन्, यथा येन प्रकारेण, जनो लोकः, निरुत्तप्पो त्ति निरुद्यमस्तद्ग्रहणे बलिविधानादिक्रियाशून्य इत्यर्थः । इह लोके नश्यति न तल्लाभभाग्भवति हस्यते च लोकैः, तथा प्रत्येकबुद्धलक्ष्मीं करकण्ड्वादिबोधसमृद्धि, प्रतीच्छन् प्रतीक्ष्यमाणो, निर्विकल्पं मोक्षं संयमादिविधानेनाऽगृह्णन् सन्मार्गानश्यतीति ।।१८१।। ટીકાર્ય : નિર્ષિ .... સન્માત્રીતિ | નિધિનેત્રરત્નાદિથી ભરેલા ભાજનને, સંપ્રાપ્ત=પામેલો એવો, અધ=નિર્ભાગ્ય, પ્રાર્થના કરતો=ઈચ્છા કરતો, લોક જે પ્રકારે તેના ગ્રહણમાં વિરુઘ=બલિ વિધાનાદિ ક્રિયાથી શૂન્ય, આ લોકમાં નાશ પામે છે–તેના લાભનો ભાગી થતો નથી, અને લોકો Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮૧-૧૮૨ વડે હસાય છે, તે પ્રમાણે પ્રત્યેકબુદ્ધની લક્ષ્મીને=કરકંડુ આદિના બોધની સમૃદ્ધિને, ઈચ્છા કરતો, નિધાન જેવા મોક્ષને સંયમાદિ વિધાનથી નહિ ગ્રહણ કરતો, સન્માર્ગનો નાશ કરે છે. ૧૮૧ાા ભાવાર્થ : જેમ કોઈને રત્નાદિથી ભરેલું ભાજન પ્રાપ્ત થયું હોય, પરંતુ તે ભાગ્ય રહિત હોય ત્યારે તે નિધિ ગ્રહણ કરવાની ઉચિત વિધિમાં યત્ન કર્યા વગર તેને ગ્રહણ કરવાનો અભિલાષ કરે છે અને ઉચિત બલિ-વિધાનાદિ ક્રિયા કરે નહિ તો તે નિધિના અધિષ્ઠાયક દેવો તેને તે નિધિ ગ્રહણ કરવા દે નહિ, તેથી બલિ આદિના વિધાનપૂર્વક નિધિને પ્રાપ્ત કરી શકે તેવો તે મૂર્ખ તેને પ્રાપ્ત કર્યા વગર દુઃખી થાય છે અને લોકો દ્વારા ઉપહાસ પામે છે, તેમ જે જીવોને કંઈક માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટી છે, તેથી આત્માનો નિર્લેપભાવ પ્રાપ્ત કરવા જેવો છે, તેમ જણાય છે. એથી રત્નાદિથી ભરેલા ભાજન તુલ્ય નિર્લેપભાવને અનુકૂળ જ્ઞાનનો કંઈક ક્ષયોપશમભાવ વર્તે છે, તોપણ ભાગ્યહીન હોવાથી વિપર્યાસની બુદ્ધિ પણ વર્તે છે. તેથી પ્રત્યેકબુદ્ધાદિનાં દૃષ્ટાંત લઈને વિચારે છે કે તેમણે બાહ્ય કષ્ટોને વેક્યા વગર સહજ અંતરંગ ભાવો કરીને મોક્ષને પ્રાપ્ત કર્યો છે, તેમ હું પણ બાહ્ય કષ્ટોનો ત્યાગ કરીને તેમની જેમ અંતરંગ યત્ન કરીને હિત સાધું. વસ્તુતઃ પ્રત્યેકબુદ્ધનાં તેવાં સોપક્રમ કર્મ હોવાથી તેમનું અંતરંગ વિર્ય અલ્પ બાહ્ય નિમિત્તથી ઉલ્લસિત થયું, તેવું સોપક્રમ કર્મ પોતાનું નહિ હોવાથી નિર્લેપ પરિણતિને અનુકૂળ સાક્ષાત્ માનસ વ્યાપાર કરે તોપણ તેવી નિર્લેપ પરિણતિમાં બાધક કર્મ બલવાન હોવાથી જેમ બલિ આદિની ક્રિયા વગર વ્યંતરો તેને નિધાન ગ્રહણ કરવા દેતા નથી, તેમ સંયમની ઉચિત બાહ્ય આચરણા દઢ પ્રણિધાનપૂર્વક કર્યા વગર તેનાં નિર્લેપ પરિણતિનાં બાધક કર્મો તેવી નિર્લેપ પરિણતિને ઉલ્લસિત થવા દેતા નથી, તેથી જો તે જીવ પ્રત્યેકબુદ્ધનું દૃષ્ટાંત લઈને યથાર્થ માર્ગાનુસારી બુદ્ધિથી વિચાર કરત તો તેને જણાત કે પ્રત્યેકબુદ્ધ અંતરંગ ભાવોના બળથી કલ્યાણ સાધી શક્યા તેમ મારે પણ અંતરંગ ભાવોના બળથી જ કલ્યાણની પ્રાપ્તિમાં યત્ન કરવો આવશ્યક છે, માત્ર બાહ્ય ક્રિયાના બળથી નહિ. તોપણ પ્રત્યેકબુદ્ધ જેવું સદ્વર્ય મને બાહ્ય અલ્પ નિમિત્તથી ઉલ્લસિત થતું નથી, માટે તેને ઉલ્લસિત કરવા માટે પૂર્વના મહાત્માઓ પણ સંયમમાં ઉદ્યમ કરતા હતા. ભગવાને પણ સંયમ ગ્રહણ કરીને ઉપસર્ગો સહન કર્યા. તેથી મારે પણ અંતરંગ પરિણતિની પ્રાપ્તિ માટે સંયમની ઉચિત ક્રિયા જ કરવી જોઈએ. આ પ્રકારે માર્ગાનુસારી બુદ્ધિથી જો તે જીવ વિચાર કરે તો તેની ભૂમિકા અનુસાર રનથી ભરેલા ભાજન તુલ્ય અંતરંગ નિધિ અવશ્ય પ્રાપ્ત થાય, પરંતુ કંઈક વિપર્યાલ આધાયક બુદ્ધિ હોવાથી પ્રત્યેકબુદ્ધાદિના દૃષ્ટાંતથી ભાવને અભિમુખ પરિણામવાળા પણ તે જીવો બાહ્ય આચરણાને નહિ કરતા પોતાનામાં સન્માર્ગની પ્રાપ્તિને અનુકૂળ જે શક્તિ હતી તેનો વિનાશ કરે છે. તેથી નિધાન જેવા મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. ૧૮૧ અવતરણિકા - अतः प्रेक्षावता न किञ्चिद् दुष्टालम्बनं विधेयं यतो दुर्जयो रागादिग्रामः सर्वदाऽविश्वासहेतुत्वात् तथा चाह Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮૨ અવતરણિકાર્ય : આથીeતત્વને કંઈક જાણવા છતાં ભાગ્યહીન જીવો પ્રત્યેકબુદ્ધનું દર્શત લઈને પોતાના સર્વીર્યનો નાશ કરે છે આથી, વિચારક પુરુષે કોઈ દુષ્ટ આલંબન લેવું જોઈએ નહિ, જે કારણથી રાગાદિનો સમૂહ દુર્જય છે; કેમ કે સર્વદા અવિશ્વાસનું હેતુપણું છે અને તે રીતે=વિચારક પુરુષે દુષ્ટ આલંબન લેવું જોઈએ નહિ તે રીતે કહે છે – गाथा : सोऊण गई सुकुमालियाए, तह ससगभसगभयणीए । ताव न वीससियव्वं, सेयट्ठीधम्मिओ जाव ।।१८२।। गाथार्थ : તે રીતે શશભશકની ભગિની સુકુમારિકાની અવસ્થાને સાંભળીને જ્યાં સુધી શ્વેત અસ્થિવાળો ધાર્મિક છે, ત્યાં સુધી વિશ્વાસ કરવો જોઈએ નહિ=રાગાદિનો વિશ્વાસ કરવો જોઈએ નહિ. ll૧૮શા टीडा : श्रुत्वाऽऽकर्ण्य, गतिमवस्थां, सुकुमारिकायाः तथा शशकभसकभगिन्याः तावन्न विश्वसितव्यं रागादीनामिति शेषः, श्वेतानि धवलानि अस्थीनि यस्यासौ श्वेतास्थिzतो भण्यते, धर्मेण चरति धार्मिको यतिः श्वेतास्थिश्चासौ धार्मिकश्चेति समासः, स यावन्न सम्पन्न इत्युपस्कारः । यावच्छरीरी मुनिस्तावत् तेन रागादिभ्यो भेतव्यमिति भावः यदि वा श्रेयोर्थी मोक्षार्थी धार्मिको यतिर्यावत् तावन्न विश्वसनीयम् । निष्ठितार्थेन सता विश्रम्भः कार्यः इत्यक्षरार्थः । अधुनाऽत्र कथानकम्वसन्तपुराद्राजपुत्रौ शशक-भसकाभिधानौ निष्क्रान्ती, पश्चाद्गीतार्थो जाती, भगिनीं सुकुमारिकां तो प्रव्राजयामासतुः । तस्याश्चोत्कृष्टरूपतयाकृष्टचेतसस्तरुणाः साध्वीप्रतिश्रये प्रविश्य तां निरीक्षाञ्चक्रिरे । ततस्तदुपद्रवः कथितस्तयोर्महत्तरया । पश्चात्तामेकगृहे निक्षिप्य रक्षतोस्तयोस्ते तरुणा योद्धमारब्धाः । ततो मनिमित्तोऽयमनयोः क्लेश इति धिग्मामनर्थकारिशरीरमिति वैराग्यात्प्रतिपन्नं तयाऽनशनम् । ततोऽतीवक्षीणशरीरत्वात् सञ्जातमोहातिरेका मृतेति मत्वा परिष्ठापिता ताभ्याम् । शीतपवनसम्पर्कात्प्रत्यागतप्राणा दृष्टा सैकेन सार्थवाहेन । स्त्रीरत्नमेतदिति बुद्ध्याभ्य गोद्वर्तनौषधादिक्रमेण स तां पुनर्नवीचक्रे । क्रमेण स तयापि तथाभवितव्यतया कर्मवैचित्र्यादनुपकृतवत्सलोऽयमिति मत्वा च सर्वं प्रतिपेदे स्थिता च तेन सह कियन्तमपि कालं विषयसुखमुपभुञ्जाना Page #314 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮૯૨ ૨૫ सा तत्र । अन्यदा तया दृष्टौ तौ स्वभ्रातरौ, पतिता तच्चरणेषु, निवेदितो वृत्तान्तः ताभ्यां विमोच्य सार्थवाहात् पुनः प्रव्राजिता कृत्वा तपःसंयमं ययौ दिवमिति ।।१८२।। ટીકાર્ચ - કૃત્વાઇડર્ષ .... વિવમિતિ | તે રીતે શશક-ભશકતી બહેન સુકુમારિકાની ગતિને-અવસ્થાને, સાંભળીને ત્યાં સુધી ગાદિનો વિશ્વાસ કરવો જોઈએ નહિ, જ્યાં સુધી શ્વેત અસ્થિ ધાર્મિક યતિ છે=મૃત્યુ એવો ધાર્મિક યતિ છે, ત્યાં સુધી વિશ્વાસ કરવો જોઈએ નહિ, શ્વેત અસ્થિ ધાર્મિકનો સમાસ સ્પષ્ટ કરે છે – શ્વેત=ધવલ અસ્થિ છે જેને એ શ્વેત અસ્થિ મરેલો કહેવાય છે. ધર્મથી ચરે છે એ ધાર્મિક યતિ છે, શ્વેત અસ્થિ એવો આ ધાર્મિક એ પ્રમાણે સમાસ છે, તે જ્યાં સુધી સંપન્ન ન થયો મૃત્યુ ન પામ્યો, ત્યાં સુધી રાગાદિનો વિશ્વાસ કરવો જોઈએ નહિ. એ પ્રમાણે ઉપસ્કાર છે, યાવત્ મુનિ શરીરી છે, ત્યાં સુધી તેના વડે=મુનિ વડે, રાગાદિથી ભય રાખવો જોઈએ, એ પ્રકારનો ભાવ છે અથવા જો શ્રેયાર્થી=મોક્ષાર્થી એવો ધાર્મિક યતિ છે, ત્યાં સુધી રાગાદિનો વિશ્વાસ કરવો જોઈએ નહિ. નિષ્ઠિત અર્થવાળા છતા=રાગાદિનો નાશ થવા રૂપ તિષ્ઠિત અર્થવાળા છતા, વિશ્વાસ કરવો જોઈએ, એ પ્રમાણે અક્ષરાર્થ છે. હવે અહીં કથાનક – વસંતપુરથી શશક અને શિક નામના રાજપુત્રોએ દીક્ષા અંગીકાર કરી. પછીથી ગીતાર્થ થયા, તે બન્નેએ બહેન સુકુમારિકાને દીક્ષા આપી અને તેના ઉત્કૃષ્ટ રૂપાણાથી આકૃષ્ટ ચિત્તવાળા યુવાનો સાથ્વીના ઉપાશ્રયમાં પ્રવેશીને તેણીને જોવા લાગ્યા. તેથી તેનો ઉપદ્રવ મહત્તરા સાધ્વી વડે તે બન્નેને શશક-ભશકને, કહેવાયો. પાછળથી તેણીને એક ઘરમાં રાખીને રક્ષણ કરતા એવા તે બન્નેની સાથે તે યુવાનોએ યુદ્ધ કરવાનો આરંભ કર્યો. તેથી મારા નિમિત્તે આ બન્નેને આ ક્લેશ થયો. એથી અનર્થકારી શરીરવાળી એવી મને ધિક્કાર હો, એ પ્રમાણે વૈરાગ્યથી તેણી વડે અનશન સ્વીકારાયું, ત્યારપછી અતિક્ષીણ શરીરપણું હોવાથી થયેલા મોહના અતિરેકવાળી આ મૃત્યુ પામી. એ પ્રમાણે માનીને તે બન્ને વડે પરઠવી દેવાઈ, ઠંડા પવનના સંપર્કથી પાછા આવેલા પ્રાણવાળી સાર્થવાહ વડે જોવાઈ. આ સ્ત્રીરત્ન છે, એ પ્રમાણે જાણીને અભંગ-ઉદ્વર્તન-ઔષધ આદિના ક્રમથી તેણે તેણીને સ્વસ્થ કરી અને પ્રિયતમા બનાવી. તેણી વડે પણ તથાભવિતવ્યપણાથી અને કર્મના વિચિત્રપણાથી ‘આ અનુપકૃત વત્સલ છે” એ પ્રમાણે માનીને સર્વ સ્વીકારાયું. તેની સાથે વિષયસુખને ભોગવતી તેણી ત્યાં તે નગરમાં, કેટલોક કાલ રહી, એકવાર બન્ને ભાઈઓ જોવાયા, તેમનાં ચરણોમાં પડી, વૃત્તાંત જણાવ્યો, તે બન્ને વડે સાર્થવાહથી મુકાવીને ફરી દીક્ષા અપાઈ, તપસંયમથી દેવલોકમાં ગઈ. /૧૮૨ ભાવાર્થ : કલ્યાણના અર્થી પણ જીવો બાહ્ય આચરણા દ્વારા સ્વભૂમિકા અનુસાર નિર્લેપ પરિણતિ કરી શકે તેવા હોવા છતાં શાતાના અર્થી અને કષ્ટકારી સંયમની આચરણાઓ પ્રત્યે અનાદરવાળા પ્રત્યેકબુદ્ધાદિનું આલંબન વિપરીત રીતે ગ્રહણ કરીને પોતાનામાં વર્તતા સુખશીલતાને અનુકૂળ રાગાદિ ભાવોનો વિશ્વાસ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કરે છે, જેથી હિત સાધી શકતા નથી. તેમને ગ્રંથકારશ્રી કહે છે શશક-ભશકની બહેન સુકુમારિકાએ ભવથી વિરક્ત થઈને સંયમ ગ્રહણ કરેલું અને અતિ રૂપવતી હોવાથી યુવાનોથી થતા ઉપદ્રવોથી રક્ષણ કરવા માટે બન્ને ભાઈઓને સદા પ્રયત્ન કરવો પડતો હતો. તેથી વૈરાગ્યથી સુકુમારિકાએ અનશન સ્વીકાર્યું અને મૃત્યુ પામી છે, એમ માનીને બે ભાઈઓએ તેને પઠવી દીધી. કોઈક સાર્થવાહ સાથે તેને સંબંધ થયો ત્યારે વિરક્ત એવી પણ તે સાર્થવાહ પ્રત્યે રાગવાળી થઈ. તેની તે પ્રકારની વત્સલતાને આધીન તેનો સ્વીકાર કર્યો. તેમ કલ્યાણના અર્થી સાધુએ સુખશીલતાને અનુકૂળ ભાવોને વશ થવું જોઈએ નહિ, પરંતુ જ્યાં સુધી દેહમાં પ્રાણ છે, ત્યાં સુધી રાગાદિથી ભય પામીને કલ્યાણ અર્થે પ્રયત્ન કરવો જોઈએ. II૧૮૨૪ ઉપદેશમાલા ભાગ-૧ અવતરણિકા : तदिदमवेत्य सर्वदाऽयमात्मा दान्तो धारणीयः, दुर्दमश्चायं यत आह - - અવતરણિકાર્ય : તે આને જાણીને=સુકુમારિકાના દૃષ્ટાંતથી રાગાદિની અવિશ્વસનીયતા જાણીને આ આત્મા હંમેશાં દમન કરાયેલો રાખવો જોઈએ અને આઆત્મા, દુર્દમ છેદુઃખે કરીને ઇન્દ્રિયોથી રક્ષણ કરી શકાય તેવો છે, જે કારણથી કહે છે ગાથા : ..... ગાથા-૧૮૨-૧૮૩ खरकरहतुरयवसहा, मत्तगइंदा वि नाम दम्मंति । इक्को नवरि न दम्मइ, निरंकुसो अप्पणो अप्पा ।। १८३ ।। ગાથાર્થ: ગધેડો, ઊંટ, ઘોડો, બળદ, મત્ત ગજેન્દ્ર પણ દમન કરાય છે. કેવળ એક નિરંકુશ પોતાનો આત્મા દમન કરાતો નથી. II૧૮૩|| ટીકા खरकरभतुरगवृषभा रासभौष्ट्राश्चबलीवर्दाः, तथा मत्तगजेन्द्रा अपि, मदोत्कटकरिवरा अपि, नामेति प्रसिद्धमिदम् । दम्यन्ते वशीक्रियन्ते, एको नवरं यदि परं न दम्यते, निरङ्कुशः तपःसंयमाङ्कुशरहितः सन् 'अप्पणो' त्ति प्राकृतशैल्या आत्मीय आत्मा जीव इति ।।१८३ ।। ટીકાર્થ ઃ खर નીવ કૃતિ ।। રાસભ, ઊંટ, અશ્વ, બળદ અને મત્ત હાથી પણ=મદથી ઉત્કટ થયેલો કરિવર પણ દમન કરાય છેવશ કરાય છે, નામ એટલે પ્રસિદ્ધ આ છે=ખર આદિ દમન કરાયા Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮૩-૧૮૪ છે એ પ્રસિદ્ધ છે. જો વળી કેવળ એક દમન કરાતો નથી, કોણ દમન કરાતો નથી ? એથી કહે છે – નિરંકુશ તપ-સંયમના અંકુશ રહિત છતો પોતાનો આત્મા દમન કરાતો નથી. I૧૮૩મા ભાવાર્થ : પૂર્વગાથામાં સુકુમારિકાના દૃષ્ટાંતથી કહ્યું કે રાગાદિનો વિશ્વાસ કરવો જોઈએ નહિ, તેથી હવે કહે છે કે જેમને સંસારથી વિસ્તાર પામવાની ઇચ્છા થઈ છે અને પ્રત્યેકબુદ્ધ જેમ ભાવથી નિર્લેપ થયા છે, તેમ ભાવથી નિર્લેપ થવાની ઇચ્છાવાળા છે તેમણે વિચારવું જોઈએ કે ગધેડા આદિ પ્રાણીઓને દમન કરી શકાય છે, પરંતુ બાહ્ય ઉચિત તપ અને પાંચ ઇન્દ્રિયોના સંયમરૂપ અંકુશ વગર પોતાનો આત્મા દમન કરી શકાતો નથી, તેથી જો દેહને અનુકૂળ સર્વ કરીને નિર્લેપ થવાનો વિકલ્પ સ્વીકારવામાં આવશે તો પ્રત્યેકબુદ્ધની જેમ પોતે નિર્લેપતા પ્રાપ્ત કરી શકશે નહિ, પરંતુ જો ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહીને, શક્તિ અનુસાર તપની આચરણા કરીને આત્માને ભાવિત કરવામાં આવશે તો આત્મા કંઈક અંશે સંવરભાવને પામશે અને પ્રત્યેકબુદ્ધની જેમ સ્વભૂમિકા અનુસાર પોતાને કંઈક નિર્લેપ પરિણતિ પ્રાપ્ત થશે. I૧૮૩ અવતરણિકા - तस्मादिदं चिन्त्यम्અવતરણિકાર્ય :તે કારણથી આ ચિંતવન કરવું જોઈએ – ગાથા : वरं मे अप्पा दंतो, संजमेण तवेण य । माहं परेहि दम्मंतो, बंधणेहिं वहेहि य ।।१८४।। (૩ત્તરાધ્યયને ૨/ગ્ધ) ગાથાર્થ : તપથી અને સંયમથી દમન કરાયેલો મારો આત્મા સારો છે, પર વડે વધથી અને બંધનથી દમન કરાયેલો હું ન થાઉં. ll૧૮૪ll ટીકા : वरं मया आत्मा दमितः संयमेन तपसा च, माहं परैरन्यैर्दमितो वशीकृतोऽकृतपुण्यः कुयोनिगतः सन् बन्धनैर्निगडादिभिर्वधैश्च लकुटादिभिरिति ।।१८४।। Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮૪-૧૮૫ ટીકાર્ય : a મા .... ત્રવિિિતિ | મારા વડે તપ અને સંયમથી દમન કરાયેલો આત્મા સારો છે, અકૃત પુષ્યવાળો કુયોનિમાં ગયેલો છતો હું પર વડે=અન્ય વડે, બંધનથી=નિગડ અર્થાત્ બેડી આદિથી અને વધો વડે=લાકડી આદિ વડે, દમન કરાયેલો ન થાઉ=વશ કરાયેલો ન થાઉં. ll૧૮૪ ભાવાર્થ - સંસારથી ભય પામેલા અને સંસારથી આત્માના રક્ષણનો ઉપાય નિર્લેપ પરિણતિ છે, તેવા બોધવાળા મહાત્માએ વિચારવું જોઈએ કે પાંચ ઇન્દ્રિયના સંયમથી અને દઢ તપથી દમન કરાયેલો મારો આત્મા શ્રેષ્ઠ છે; કેમ કે ઇન્દ્રિયોના વિકારોથી વર્તમાનમાં પણ જે ક્લેશો થતા હતા, તે દૂર થાય છે. ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત થાય છે, કુયોનિની પ્રાપ્તિ થતી નથી, તેથી બંધન અને વધ વડે બીજા દ્વારા મારું દમન કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય નહિ. તેથી એ ફલિત થાય કે જેઓ તપ-સંયમથી આત્માનું દમન કરતા નથી, તેઓ ઇન્દ્રિયોને વશ થઈને પાપ બાંધે છે અને તેનાથી કુયોનિમાં જાય છે, ત્યાં બીજા દ્વારા વધ, બંધનાદિ અનર્થોને પ્રાપ્ત કરે છે, તેનું સમ્યગૂ ભાવન કરીને તપ-સંયમ દ્વારા આત્માનું દમન કરવા યત્ન કરવો જોઈએ. ll૧૮૪ અવતરણિકા - अन्यच्च અવતરણિકાર્ય :અને બીજું=આત્માના દમન વિષયક બીજું શું વિચારવું જોઈએ ? એ કહે છે – ગાથા : अप्पा चेव दमेयचो, अप्पा हु खलु दुद्दमो । अप्पा दंतो सुही होइ, अस्सिं लोए परत्थ य ।।१८५।। (૩ત્તરધ્યયને /૫) ગાથાર્થ : આત્મા જ દમન કરવો જોઈએ, આત્મા ખરેખર દુર્દમ છે, દમન કરાયેલો આત્મા આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે. II૧૮૫ll ટીકા - आत्मैव दमयितव्यो यतः आत्मैव हुरवधारणे, खलुक्यालङ्कारे, दुर्दमो न बाह्याः शत्रव Page #318 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ / ગાથા-૧૮૫–૧૮૬ ૨૯૯ इत्यवधारणफलम्, आत्मा दमितः सुखी भवति, अस्मिन् लोके इहलोके, परत्र च परलोके चेति ।।૧।। ટીકાર્ય ઃ आत्मैव ચેતિ ।। આત્મા જ દમન કરવો જોઈએ, જે કારણથી આત્મા જ દુર્દમ છે, બાહ્ય શત્રુ નહિ, એ પ્રકારે અવધારણ ળમાં દુ શબ્દ છે, હજુ શબ્દ વાક્યાલંકારમાં છે. દમિત આત્મા આલોકમાં અને પરલોકમાં સુખી થાય છે. ૧૮૫ ભાવાર્થ : સુખના અર્થી જીવે વિચારવું જોઈએ કે પોતાનો આત્મા જ દમન કરવા યોગ્ય છે; કેમ કે આત્મદમનથી વર્તમાનમાં ક્લેશ દૂર થાય છે, પરલોકમાં પણ હિત થાય છે. વળી બાહ્ય શત્રુ દુર્દમ નથી, પરંતુ પોતાનો આત્મા જ દુર્દમ છે. બાહ્ય શત્રુનું દમન કરીને જીવ ક્ષણભર સુખ મેળવે છે, જ્યારે આત્માનું દમન કરવાથી વિકારના ઉપદ્રવ વગરનો આત્મા સુખી થાય છે અને વિકારના દમનને કા૨ણે શુભ કર્મો બંધાવાથી પરલોકમાં પણ સુખની પરંપરા પ્રાપ્ત થાય છે, માટે સુખના અર્થી જીવે સુખના ઉપાયભૂત આત્માના દમનમાં યત્ન કરવો જોઈએ. II૧૮૫II અવતરણિકા : उच्छृङ्खलः पुनरयं महतेऽनर्थाय तत आह અવતરણિકાર્ય : વળી ઉચ્છંખલ એવો આઆત્મા, મોટા અનર્થ માટે છે. જે કારણથી કહે છે ગાથા: निच्चं दोससहगओ, जीवो अविरहियमसुहपरिणामो । नवरं दिने पसरे, तो देइ पमायमयरेसु ।।१८६ ।। ગાથાર્થ : હંમેશાં દોષથી સહગત એવો અવિરહિત અશુભ પરિણામવાળો જીવ કેવલ વિતીર્ણ પ્રસર હોતે છતે=યથેષ્ટ ચેષ્ટા પ્રવૃત્ત । થયે છતે, તેનાથી દુસ્તર એવાં વિરુદ્ધ કર્તવ્યોમાં પ્રમાદને કરે છે. II૧૮૬ ટીકા ઃ नित्यं सदा, दोषसहगतो रागादिग्रस्तो, जीव आत्मा, अविरहिताशुभपरिणामोऽत्यन्तक्लिष्टाध्यवसायो नवरं केवलं दत्ते वितीर्णे, प्रसरे यथेष्टचेष्टायां किं ? ततः प्रसरलाभाद् ददात्यनेकार्थत्वात् करोति प्रमादं विषयकषायप्रवृत्तिलक्षणम्, अतरेषु दुस्तरेषु लोकागमविरुद्धेषु कर्त्तव्येष्विति गम्यते । । १८६ ।। Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮-૧૮૭ ટીકાર્ય : નિત્યં . નિત્ય=સદા, દોષથી સહગત=રાગાદિથી ગ્રસ્ત, જીવ-આત્મા, અવિરહિત અશુભ પરિણામવાળો=અત્યંત ક્લિષ્ટ અધ્યવસાયવાળો, કેવલ યથેષ્ટ ચેષ્ટામાં વિતીર્ણ કરાવે છતે તેથી=પ્રસરતા લાભથી, અતરમાં=દુસ્તર એવા લોક આગમ વિરુદ્ધ કર્તવ્યોમાં, પ્રમાદને=વિષયકષાયની પ્રવૃત્તિરૂપ પ્રમાદને કરે છે, તાત્તિનું અનેકાર્થપણું હોવાથી કરોતિના અર્થમાં છે. ૧૮૬ ભાવાર્થ : આત્માને સન્માર્ગમાં ઉલ્લસિત કરવા માટે ઉપદેશ આપતાં કહે છે કે આ જીવ હંમેશાં રાગાદિ દોષથી ગ્રસ્ત છે, તેથી નિમિત્ત અનુસાર અત્યંત ક્લિષ્ટ અધ્યવસાયો કરે છે અને જો તેનું દમન કરવામાં ન આવે તો રાગાદિ વશ યથેષ્ટ ચેષ્ટામાં તેની પ્રવૃત્તિ સતત વિસ્તાર પામતી રહે છે. તેથી લોક અને આગમ વિરુદ્ધ એવાં કાર્યોમાં આ જીવ પ્રમાદને કરીને સંસારની સર્વ કદર્થનાઓ પ્રાપ્ત કરશે, માટે કલ્યાણના અર્થી જીવે પોતાની રાગાદિ અવસ્થાનું સમ્યગુ ભાવન કરીને તેના દમન માટે તપ-સંયમમાં ઉદ્યમ કરવો જોઈએ. I૧૮ાા અવતરણિકા : किञ्च-अनात्मज्ञोऽयमिहलोकक्षतिमप्यात्मनो न जानातीत्याह चઅવતરણિકાW : વળી અનાત્મજ્ઞ એવો આ જીવ પોતાની આલોકની ક્ષતિને પણ જાણતો નથી, એને કહે છે – ગાથા : अच्चियवंदियपूइयसक्कारिय पणमिओमहग्घविओ । तं तह करेइ जीवो, पाडेइ जहप्पणो ठाणं ।।१८७।। ગાથાર્થ : અર્ચન કરાયેલો, વંદન કરાયેલો, પૂજન કરાયેલો, સત્કાર કરાયેલો, પ્રણામ કરાયેલો, મહાઈ કરાયેલો=મોટા પદે સ્થાપન કરાયેલો, મૂઢ જીવ તેને તે પ્રમાણે કરે છે. જે પ્રમાણે પોતાના સ્થાનને નાશ કરે છે. II૧૮૭ના ટીકા : अर्चितो गन्धचन्दनादिभिः देवतावद्, वन्दितः सद्गुणोत्कीर्तनेन, पूजितो वस्त्रादिभिः, सत्कारितोऽभ्युत्थानादिभिः, प्रणमितो मूर्जा, अर्चितश्चासौ वन्दितश्च स चासौ पूजितश्चेत्यादिकर्मधारयः, Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ ઉપદેશમાલા ભાગ-૧| ગાથા-૧૮૭-૧૮૮ तथा महाघितो महाघः कृत आचार्यादिपदस्थापनेन तद्गुणपक्षपातिभिरिति गम्यते, स तु मूढस्तथा तत् करोति किमपि दुष्टचरितं जीवः, पातयति विनाशयति यथाऽऽत्मनः सम्बन्धि-स्थानमर्चनादिनिबन्धनं, पतितश्च पश्चात् तेषामपि निन्द्यो भवति स्तोकेन च बहु हारयति ।।१८७।। ટીકાર્ય : અશ્વિતો ... રાતિ | અર્ચન કરાયેલો–દેવતાની જેમ ગંધ-ચંદન આદિથી પૂજન કરાયેલો, સદ્ગણના ઉત્કીર્તનથી વંદન કરાયેલો, વસ્ત્રાદિ વડે પૂજન કરાયેલો, અભ્યત્થાનાદિ વડે સત્કાર કરાયેલો, મસ્તકથી પ્રણામ કરાયેલો, અચિત એવો આ વંદિત એવો તે આ પૂજિત ઈત્યાદિ કર્મધારય સમાસ છે અને મહર્ધિત=મહાઈ કરાયેલો-તેના ગુણના પક્ષપાતીઓ વડે આચાર્ય આદિ પદના સ્થાપનથી મહાઈ કરાયેલો, તે મૂઢ તે પ્રમાણે કરે છે કંઈક દુષ્ટ ચરિત્ર કરે છે, જે પ્રમાણે પોતાના સંબંધિ સ્થાનને અર્ચનાદિ કારણવાળા સ્થાનને, વિનાશ કરે છે અને પતિત થયેલો પાછળથી તેઓને પણ લિંદ થાય છે અને થોડા વડે ઘણું હારે છે. ll૧૮ ભાવાર્થ સંસારમાં કેટલાક જીવો માન-ખ્યાતિના અર્થી હોય છે અને માન-ખ્યાતિને પ્રાપ્ત કર્યા પછી વિષયોમાં તેવા મૂઢ રહે છે. જેથી આલોકમાં પણ તિરસ્કારને પામે છે અને ઇન્દ્રિયને પરવશ જીવો તે તિરસ્કારને જાણતા નથી. તેને બતાવવા માટે કહે છે – કેટલાક જીવો સાધુપણું લઈને વિદ્વાન થાય ત્યારે લોકોથી પૂજન, અર્ચના, વંદના, સત્કાર કરાય છે અને તેના ગુણના પક્ષપાતીઓ વડે આચાર્ય આદિ પદ ઉપર સ્થાપન કરાવાય છે. છતાં જ્યારે તે જીવો વિષયોમાં મૂઢ બને છે, ત્યારે તે પ્રકારનું દુષ્ટ ચેષ્ટિત કરે છે. તેથી અત્યાર સુધી જે શ્રાવકો તેમને પૂજનાદિ કરતા હતા, તેઓ જ તેનાથી વિમુખ થાય છે. તેથી થોડા સન્માનને મેળવીને આલોકમાં પણ નિંદ્ય બને છે અને પરલોકમાં પણ દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરે છે. તેથી એ ફલિત થાય કે વિષયોમાં મૂઢ થયેલો જીવ આલોકમાં જે પ્રકારે અનર્થને પ્રાપ્ત કરે છે તેને જોતો નથી, માટે મૂઢતાના પરિહારના અર્થીએ શાસ્ત્રવચનનું ભાવન કરીને આત્માના દમન માટે સતત ઉદ્યમ કરવો જોઈએ.ll૧૮૭ના અવતરણિકા : अत एवाह અવતરણિકાર્ય : આથી જ કહે છેઃઅનભિજ્ઞ એવા સાધુ આલોકની ક્ષતિને જોતા નથી. આથી જ કહે છે – ગાથા : सीलव्वयाइं जो बहुफलाइं हंतूण सोक्खमभिलसइ । धिइदुब्बलो तवस्सी, कोडीए कागिणीं किणइ ।।१८८।। Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮૮-૧૮૯ ગાથાર્થ ઃ જે બહુ ફળવાળા શીલવ્રતોને હણીને સુખને ઇચ્છે છે=માન-સન્માનાદિને ઈચ્છે છે, ધૃતિબળ રહિત એવો તે બિચારો ક્રોડ રૂપિયા દ્વારા કાકિણીને ગ્રહણ કરે છે. II૧૮૮૫ ટીકા ઃ शीलव्रतानीत्यत्र शीलं मूलोत्तरगुणसमाधानं, व्रतान्यहिंसादीनि तेषां पृथग्ग्रहणं प्राधान्यख्यापनार्थं, यो मन्दबुद्धिर्बहुफलानि स्वर्गापवर्गदायीनि हत्वा = विलोप्य, सौख्यं वैषयिकं तुच्छमभिलषति = प्रार्थयते, स किं ? धृतिदुर्बलो विशिष्टचेतः प्रणिधानविकलस्तपस्वी वराकः सतां करुणास्पदभूतः कोट्या लक्षशतलक्षणया, काकिनीं रूपकाशीतितमभागरूपां क्रीणाति = गृह्णातीति । । १८८ ।। ટીકાર્ય ઃ શીતવ્રતાની ..... નૃાતીતિ ।। શીલવ્રતો એમાં શીલ મૂળ-ઉત્તરગુણોનું સમાધાન છે અર્થાત્ મૂળઉત્તરગુણોનું સેવન છે. વ્રતો, અહિંસા આદિ છે, તેઓનું પૃથગ્રહણ=શીલમાં અંતર્ભાવ હોવા છતાં પૃથગ્રહણ, પ્રાધાન્ય બતાવવા માટે છે, જે મંદબુદ્ધિવાળો બહુ ફલવાળાને=સ્વર્ગ-અપવર્ગ દેનારાં વ્રતોને હણીને=વિલોપ કરીને, તુચ્છ વૈષયિક સુખની અભિલાષા કરે છે=પ્રાર્થના કરે છે, તે શું કરે છે ? તે કહે છે ધૃતિબળથી રહિત=વિશિષ્ટ ચિત્તના પ્રણિધાન રહિત, તપસ્વી=બિચારો= સંતોને કરુણાનું સ્થાન, એવો તે ક્રોડથી કાકિણીને=રૂપિયાના એંશીમા ભાગરૂપ કાકિણીને ગ્રહણ કરે છે. II૧૮૮ - ભાવાર્થ: જેઓ સંયમ ગ્રહણ કરીને મહાન ફલવાળા તપ-સંયમનાં અનુષ્ઠાનો કરીને આલોકમાં માન-સન્માનરૂપ તુચ્છ વિષયસુખને ઇચ્છે છે, તેઓ ક્રોડ રૂપિયા ખર્ચીને કાકિણી ખરીદે છે; કેમ કે જે તપ-સંયમ સત્ સેવન દ્વારા સ્વર્ગના અને મોક્ષના ફળને દેનારા હતા, તે તપ-સંયમને મંદબુદ્ધિવાળો જીવ આલોકના તુચ્છ માન-સન્માનમાં નિષ્ફળ કરે છે, માટે આત્માના ગુણોને પ્રગટ કરવાને અનુકૂળ વિશિષ્ટ ચિત્તની પ્રણિધાન શક્તિ વગરનો છે. તેથી વર્તમાનમાં દેખાતાં ઇન્દ્રિયજન્ય સુખોથી અતિરિક્ત આત્મહિતને જોવા માટે તત્પર થતા નથી. ૧૮૮॥ અવતરણિકા : न चायमात्मा विषयैस्तोषयितुं शक्यो भोगाभ्यासमनुविवर्द्धन्ते रोगा कौशलानि चेन्द्रियाणामित्यन्यैरप्यभिधानादाह च અવતરણિકાર્થ : અને આ આત્મા વિષયોથી તોષ પમાડવો શક્ય નથી; કેમ કે રાગો અને ઇન્દ્રિયોના કોશલો ભોગના અભ્યાસની વૃદ્ધિ કરે છે અને એ પ્રમાણે અન્યો વડે પણ કથન હોવાથી કહે છે – Page #322 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮૯ ૩૦૩ ગાથા : जीवो जहामणसियं, हियइच्छियपत्थिएहिं सोक्खेहिं । तोसेऊण न तीरइ, जावज्जीवेण सव्वेण ।।१८९।। ગાથાર્થ : જીવ જે પ્રમાણે ચિંતવાયેલું હોય, હૃદયને ઈષ્ટ, પ્રાર્થના કરાયેલાં સુખો વડે જીવે ત્યાં સુધીમાં સર્વથી તોષ કરવાને માટે સમર્થ બનતો નથી. II૧૮૯ll ટીકા : जीवो यथामनस्कृतं यथाचिन्तितं हृदयेष्टप्रार्थितैर्मनोवल्लभपन्यादिभिः सम्पादितैरित्यर्थः कैः ? सौख्यैः, तोषयितुं तुष्टीकर्तुं 'न तीरइ' त्ति न शक्यते दिनेन, नापि मासेन, न संवत्सरेण, किं बहुना ?, यावज्जीवेन सर्वेण समस्तायुषाऽपीत्यर्थः । यावच्छब्दोपादानात् प्राग् दिनादयो गम्यन्त રૂતિ ૨૮૨ાા ટીકાર્ય : નીવો . સીત્ત રૂતિ | જીવ યથા મનસ્કૃત=જે પ્રમાણે ચિંતવાયેલું હોય, હૃદયને ઈષ્ટ પ્રાર્થિત એવા સુખથી=મનોવલ્લભ એવા પત્ની આદિથી પ્રાપ્ત કરાયેલા સુખથી તુષ્ટ કરવા માટે દિલથી-એક દિવસથી, સમર્થ થતો નથી, માસથી પણ નહિ, વર્ષથી નહિ, વધારે શું કહેવું? યાવજ્જવ સર્વથી પણ=સમસ્ત આયુષ્યથી પણ તુષ્ટ કરવા સમર્થ થતો નથી, યાવત્ શબ્દનું ગ્રહણ હોવાથી=ગાથામાં થાવત્ શબ્દનું ગ્રહણ હોવાથી, પૂર્વમાં વાવજીવ કહ્યું તેની પૂર્વમાં, દિવસ આદિનું ગ્રહણ જણાય છે. ll૧૮૯ ભાવાર્થ : સામાન્યથી જીવને જેમાં સુખ બુદ્ધિ હોય છે, તેમાં સતત પ્રવૃત્તિ કરે તોપણ તૃપ્ત થતો નથી, પરંતુ તે પ્રકારની પ્રવૃત્તિ કરીને હંમેશાં આનંદ લેવાની વૃત્તિ હોય છે, તેથી પુણ્યના સહકારથી પોતાની ઇચ્છા અનુસાર સુંદર ભોગસામગ્રીથી પ્રાપ્ત થતું સુખ તેને મળે તો પણ તે ક્યારેય તૃપ્ત થતો નથી, માટે વિષયોના સેવનથી તૃપ્તિનો સંભવ નથી, પરંતુ પ્રતિપક્ષના ભાવનથી વિષયોની નિઃસારતાનું જ્ઞાન થાય તો જ જીવ વિષયોથી નિવર્તન પામી શકે છે. આથી જ જેમને આત્માની નિરાકુળ અવસ્થામાં સુખ છે તેવું જ્ઞાન થયું છેઆમ છતાં અનાદિથી સ્થિર થયેલા સંસ્કારોને કારણે અને અવિરતિ આપાદક બહુકર્મ પ્રબળ સામર્થ્યવાળાં હોવાને કારણે ભોગની ઇચ્છા થાય છે, તોપણ આ ભોગની ઇચ્છા જીવની વિકૃતિ છે અને તેવી વિકૃતિને કારણે ભોગથી સુખ થાય છે, એવો જેને સ્પષ્ટ બોધ છે, તેઓ પ્રતિપક્ષના ભાવનથી વિકારોને શાંત કરવા યત્ન કરે છે, તેવા મહાત્માઓને ભોગથી પણ તે વિકારો ધીરે ધીરે શમે છે, Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮૯-૧૯૦ તોપણ જીવ તત્ત્વના વિષયમાં જાગૃત ન રહે તો ભોગની પ્રવૃત્તિથી ભોગનો અભ્યાસ જ વૃદ્ધિ પામે છે, માટે વિવેકીએ તત્ત્વનું ભાવન કરીને ભોગવૃત્તિને શિથિલ કરવા યત્ન કરવો જોઈએ. ll૧૮TI અવતરણિકા : તથાદિઅવતરણિકાર્ય : તે આ પ્રમાણેકપૂર્વગાથામાં કહ્યું કે વિષયના સુખથી જીવ તૃપ્ત થતો નથી, માટે તે પારમાર્થિક સુખ નથી અને આત્માના સ્વાથ્યથી આત્મા તૃપ્ત થાય છે, માટે પારમાર્થિક સુખ છે, તેથી પારમાર્થિક સુખ માટે યત્ન કરવો જોઈએ. તે તથાદિથી બતાવે છે – ગાથા : सुमिणंतराणुभूयं, सोक्खं समइच्छियं जहा नत्थि । एवमिमं पि अईयं, सोक्खं सुविणोवमं होइ ।।१९०।। ગાથાર્થ : સ્વપ્નાંતરમાં અનુભવાયેલું અતીત સુખ ચાલ્યું ગયેલું સુખ, જે પ્રમાણે નથી, એ પ્રમાણે આ પણ=જાગૃત અવસ્થામાં થનારું અતીત સુખ સ્વપ્ન જેવું છે. ll૧૯૦II ટીકા : स्वप्न एव तदन्यापेक्षया स्वप्नान्तरं, तत्रानुभूतं वेदितं सौख्यं, 'समइच्छियं' ति अतीतं यथा नास्ति एवमिदमपि जाग्रदवस्थाभावि अतीतं सौख्यं वैषयिकं स्वप्नोपमं स्वप्नतुल्यं भवति, तुच्छत्वादतो नात्राऽऽस्था विधेया ।।१९०।। ટીકાર્ય : સ્વન પર્વ ..... વિઘેયા સ્વપ્નમાં જ, તેનાથી અન્યની અપેક્ષાએ સ્વપ્તાંતર છે, તેમાં અનુભૂત= વેદન કરાયેલું, સુખ સમઈચ્છિત =ચાલ્યું ગયેલું, જે પ્રમાણે નથી, એ રીતે આ પણ=જાગૃત અવસ્થામાં થનારું, અતીત=ચાલ્યું ગયેલું, વૈષયિક સુખ સ્વપ્નતુલ્ય થાય છે, કેમ કે તુચ્છપણું છે. આથી અહીં= વૈષયિક સુખમાં, આસ્થા=શ્રદ્ધા, કરવી જોઈએ નહિ. II૧૯૦ ભાવાર્થ - સંસારી જીવોને સુખ ઇષ્ટ છે, યોગીઓને પણ સુખ ઇષ્ટ છે, પરંતુ યોગીઓ આત્માના નિરાકુળ ભાવરૂપ પારમાર્થિક સુખને ઇચ્છે છે અને સંસારી જીવો પોતાની ઇચ્છાને વશ થઈને ઇચ્છાના વિષયભૂત બાહ્ય સુખોને પ્રાપ્ત કરીને તેનાથી પોતે સુખી છે તેમ માને છે, તેઓને સંસારનું સુખ વાસ્તવિક કેવું Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯૦-૧૯૧ છે તેનો બોધ કરાવવા માટે કહે છે – સ્વપ્નમાં અનુભવાયેલું જે સુખ છે, તે સ્વપ્ન ચાલ્યું ગયા પછી દેખાતું નથી અર્થાત્ મેં સ્વપ્નમાં સુખ અનુભવેલું, તેવી પ્રતીતિ થાય છે, તોપણ તે વિષય સ્વપ્નમાલમાં ન હતો. માત્ર કલ્પનાથી તે સુખ અનુભવેલું છે, તેમ પ્રતીતિ થાય છે. એ રીતે જાગ્રત અવસ્થામાં પણ જે સુખો છે, તે ભોગવ્યા પછી સ્વપ્ન જેવાં છે; વિદ્યમાન પણ બાહ્ય વિષયોમાંથી સુખ આત્મામાં પ્રવેશ પામતું નથી, પરંતુ જેમ સ્વપ્નમાં આ વિષયો મને પ્રાપ્ત થયા છે, તેવી કલ્પનાના બળથી સુખનો અનુભવ થયો, તેવો આત્મામાં વિકાર થવાને કારણે આ પદાર્થો મારા સુખનું કારણ છે, તેવો સંકલ્પ ઉદ્ભવ થાય છે. તેથી કંઈક ઇષ્ટ પદાર્થની પ્રાપ્તિથી સુખનો અનુભવ થાય છે. આથી પૂર્વે તે ઇષ્ટ પદાર્થને જોઈને સુખનો અનુભવ થતો હતો, તે ઇષ્ટ પદાર્થ પ્રત્યે કોઈક નિમિત્તે દ્વેષ થાય છે, ત્યારે તે પદાર્થને આશ્રયીને આ સુખનું સાધન છે, તેવો વિકલ્પ થતો નથી, તેની પ્રાપ્તિમાં પણ સુખ થતું નથી, પરંતુ દુઃખ જ થાય છે, માટે આત્મામાં થયેલા ઇષ્ટઅનિષ્ટ વિકલ્પોના બળથી તેની પ્રાપ્તિમાં સુખ-દુઃખના વિકલ્પો થાય છે, માટે સંસારનું સુખ સ્વપ્ન તુલ્ય છે; કેમ કે વિકલ્પો કરીને સુખની બુદ્ધિ થવાથી સુખ થાય છે, પારમાર્થિક સુખ નથી, માટે તુચ્છ છે જ્યારે વિષયોના અનિચ્છાકાળમાં જીવમાં જે સ્વાથ્ય વર્તે છે, તે જ જીવનું પારમાર્થિક સુખ છે, માટે વિષયોના સુખમાં આસ્થા કરવી જોઈએ નહિ. II૧૦ળા અવતરણિકા - यस्तु विदध्यात्तद्दोषदर्शनायाहઅવતરણિકાર્ય : જે વળી ધારણ કરે=વિષયસુખની આસ્થાને ધારણ કરે, તેના દોષને બતાવવા માટે કહે છે – ગાથા : पुरनिद्धमणे जक्खो, महुरामंगू तहेव सुयनिहसो । बोहेइ सुविहियजणं, विसूरइ बहुं च हियएणं ।।१९१।। ગાથાર્થ : જે પ્રમાણે સંભળાય છે, તે પ્રમાણે જ મથુરામાં નગરની પાળ પાસે કૃતનિકષ મંગુ આચાર્ય યક્ષ થયા, સુવિહિતજનને બોધ કરાવે છે અને હૃદયથી ઘણા ખેરવાળા થાય છે. II૧૯૧૫ ટીકા : अत्र कथानकं-मथुरायां मङ्गुनामाचार्यो रसादिलोल्यानित्यवासं प्रतिपेदे, स मृत्वा तत्रैव नगरे अपथसरप्रत्यासन्नयक्षायतनाधिष्ठायकत्वेन व्यन्तरो जज्ञे । विभङ्गेनावलोक्य पूर्वभवं सञ्जातपश्चात्तापोऽधुनेदं प्राप्तकालमिति सञ्चिन्त्य साधूनां बहिर्निर्गच्छतां पुरतो यक्षप्रतिमामुखान्महतीं जिह्वां Page #325 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯૧ निःसारयामास । ते प्रोचुः किमेवं कुरुषे ? ततः सोऽशेषं सविषादमात्मवृत्तान्तमाचचक्षे, यथार्यमङ्गुर्भवतां गुरुजिह्वादोषेन मूर्च्छया च यात ईदृशीमवस्थां तद्भवद्भिरप्येवं न विधेयं निस्पृहैर्भाव्यं मा भूदेवंविधोऽनर्थ इति वयं तु पश्चात्तापेन खेदमनुभवाम इत्युक्तत्वात् तिरोहितोऽभूदिति અક્ષરાર્થો । 309 अधुना अक्षरार्थः- पुरनिर्द्धमने यक्षो मथुरायां मङ्गुर्मथुरामङ्गुः सम्पन्न इति वाक्यशेषः, तथैव यथा श्रूयते श्रुतनिकष इत्यागमकषपट्टकः, बहुश्रुतत्वात् परीक्षास्थानमित्यर्थः । स पश्चाद् बोधयति प्राकृतशैल्या वर्त्तमाननिर्देशाद् बोधितवान् सुविहितजनं साधुलोकं 'विसूरइ' त्तिखिन्नवान्, વહુ પ્રભૂત, ચ: સમુયે, યેન વિન્નેનેતિ પ્રાણ્યા ટીકાર્ય ઃ अत्र कथानकं ચિત્તેનેતિ ।। આમાં કથાનક મથુરામાં મંગુ નામના આચાર્યએ રસ આદિની આસક્તિથી=સગારવ આદિથી, નિત્ય આવાસ સ્વીકાર્યો. તે મરીને ત્યાં જ નગરની ખાળ પાસે યક્ષાલયના અધિષ્ઠાયકપણાથી વ્યંતર થયો, વિભંગ જ્ઞાનથી પૂર્વભવને જોઈને થયેલા પશ્ચાત્તાપવાળો હવે આ પ્રાપ્ત થયેલો કાળ છે, એ પ્રમાણે વિચારીને બહાર નીકળતા સાધુઓની આગળ યક્ષપ્રતિમાના મુખથી મોટી જીભને બહાર કાઢતો હતો, તેઓ બોલ્યા શા માટે તું આ પ્રમાણે કરે છે ? તેથી આવ્યંતરે, સમગ્ર પોતાનો વૃત્તાંત વિષાદપૂર્વક કહ્યો, જે પ્રમાણે આર્યમંગુ તમારા ગુરુ જિલ્લાના દોષથી અને મૂર્છાથી આવી અવસ્થાને પામ્યા તે કારણથી તમારે પણ આ પ્રમાણે કરવું જોઈએ નહિ, નિઃસ્પૃહ થવું જોઈએ આવા પ્રકારનો અનર્થ ન થાય, વળી અમે પશ્ચાત્તાપથી ખેદને અનુભવીએ છીએ એ પ્રમાણે કહીને અદ્દેશ્ય થયો. એ પ્રમાણે અક્ષરાર્થ – ***** હવે અક્ષરાર્થ – પુરના નિર્ણમનમાં=નગરની ખાળ પાસે, મથુરા નગરીમાં મંગુ=મથુરામંગુ આચાર્ય યક્ષ થયા. તે પ્રમાણે જ=જે પ્રમાણે સંભળાય તે પ્રમાણે જ, શ્રુતનિકષ=આગમકષપટ્ટક, હતા; કેમ કે બહુશ્રુતપણું હોવાથી પરીક્ષાનું સ્થાન હતા, તે પાછળથી સુવિહિતજનને=સાધુજનને, બોધ કરાવે છે. પ્રાકૃત શૈલીથી વર્તમાનકાળનો નિર્દેશ હોવાથી બોધ કરાવ્યો અને હૃદયથી બહુ ખેદવાળા થયા. ૧૯૧૫ ભાવાર્થ : મથુરામાં મંગુ નામના આચાર્ય રસાદિની લોલુપતાથી નિત્યાવાસને સ્વીકારે છે અને મરીને વ્યંતર થાય છે. તેમને દેવલોકમાં સુંદર આવાસ હોય છે, તોપણ મથુરા નગરીમાં ખાળ પાસે યક્ષમંદિરના અધિષ્ઠાયક દેવ થયેલા, તેથી આવા તુચ્છ સ્થાનના અધિષ્ઠાયકપણાથી તેમને પશ્ચાત્તાપ થાય છે, પોતે બહુશ્રુત મહાત્મા હોવા છતાં રસની લોલુપતાથી મનુષ્યભવ હારીને તુચ્છ વ્યંતરભવ પામ્યા. તેથી પોતાના સુવિહિત સાધુઓને બોધ કરાવે છે, પોતાના પ્રમાદનો ખેદ કરે છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧-૧૯૨ તેથી ફલિત થાય કે જેઓ વિષયસુખમાં લોલુપતા કરે છે, તેઓ ક્યારે પણ તૃપ્ત થતા નથી અને તેનાથી બંધાયેલા કર્મના અનર્થના ફળને પ્રાપ્ત કરે છે, માટે આ વિષયો સ્વપ્નતુલ્ય છે, એમ ભાવન કરીને વિષયોથી વિરક્ત થઈને આત્મિક સુખમાં સ્થિર થવા યત્ન કરવો જોઈએ, અન્યથા મંગુ આચાર્યની જેમ પાછળથી ખેદનો પ્રસંગ પ્રાપ્ત થશે. II૧૯૧ાા અવતરણિકા : स च तदा यदचिन्तयत् तदाहઅવતરણિતાર્થ - અને તેણે=મંગુ આચાર્યએ, ત્યારે=વ્યંતરના ભવમાં, જે ચિંતવન કર્યું, તેને કહે છે – ગાથા - निग्गंतूण घराओ, न कओ धम्मो मए जिणक्खाओ । इड्डिरससायगरुयत्तणेण ण य चेइओ अप्पा ॥१९२।। ગાથાર્થ : ઘરથી નીકળીને મારા વડે ઋદ્ધિ-રસ અને શાતાના ગુરુપણાને કારણે જિનેશ્વરથી કહેવાયેલો ધર્મ કરાયો નહિ અને આત્મા જાગૃત કરાયો નહિ. II૧૯૨ા ટીકા : निर्गत्य गृहात् प्रव्रज्यां गृहीत्वेत्यर्थः, न कृतो धर्मो मया जिनाख्यातः, केन हेतुनेत्याह-ऋद्धिरससातगुरुत्वेन, ऋद्धिः शिष्यादिसम्पद्, रसा मधुरादयः, सातं मृदुशय्यादिसम्पाद्यं सुखं, ऋद्धिश्च रसाश्च सातं चेति द्वन्द्वस्तैर्गुरुस्तदादरवांस्तद्भावस्तत्त्वं तेन, न च नैवचेतितो विज्ञात आत्मा મોરોપદનેતિ ારા ટીકાર્ય - નિત્ય ... મોદીદોનેતિ ઘરથી નીકળીને–દીક્ષા ગ્રહણ કરીને, મારા વડે ભગવાનથી કહેવાયેલો ધર્મ કરાયો નહિ, કયા હેતુથી કરાયો નહિ ? એથી કહે છે – ઋદ્ધિ-રસ-શાતાના ગુરુપણાથી, ઋદ્ધિ શિષ્ય આદિની સંપદા, રસો મધુર આદિ, શાતા કોમળ શય્યા આદિથી પ્રાપ્ત કરી શકાતું સુખ, ઋદ્ધિ, રસ અને શાતા એ પ્રમાણે દ્વ સમાસ છે, તેઓ વડે=ઋદ્ધિ આદિ વડે, ગુરુ તેના આદરવાળો, તેનો ભાવ તત્વ તેનાથી મારા વડે ઘર્મ કરાયો નહિ અને મોહથી ઉપહતપણાથી આત્મા ચેતિત=વિજ્ઞાત, કરાયો નહિ જ. II૧૯રા Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯૨-૧૯૩ ભાવાર્થ : મંગુ આચાર્ય આત્મકલ્યાણ માટે પ્રવજ્યા ગ્રહણ કરીને બહુ શાસ્ત્રો ભણેલા, આમ છતાં મોહને વશ થઈને શિષ્ય આદિની સંપત્તિમાં તોષવાળા હતા, ઇન્દ્રિયોને અનુકૂળ મધુર સ્વાદમાં રસવાળા હતા, શાતાના અત્યંત અર્થી હતા, તેથી સાધુપણું નિષ્ફળ કરીને અસાર એવા વ્યંતરના ભવને પામ્યા અને ભવિતવ્યતાને યોગે તે મહાત્માને વ્યંતરના ભવમાં પૂર્વભવની પોતાની અનુચિત પ્રવૃત્તિનું સ્મરણ થયું, તેથી પોતાના પ્રમાદ માટે પશ્ચાત્તાપ કરે છે. વસ્તુતઃ આચાર્યના ભવમાં જાગૃત થયા નહિ, હવે તે સાધના દેવભવમાં થઈ શકે નહિ, તેથી પોતાના મોહઆપાદક પ્રચુર કર્મએ મનુષ્યભવ નિષ્ફળ પ્રાયઃ કર્યો અને કર્મની કંઈક લઘુતાને કારણે દેવભવમાં માર્ગાનુસારી બુદ્ધિ થવાથી પશ્ચાત્તાપ થયો, તેથી તેમના દૃષ્ટાંતને ભાવન કરીને યોગ્ય જીવોએ વર્તમાનમાં વિષયોને પરવશ થવું જોઈએ નહિ. l/૧૯શા ગાથા - ओसनविहारेणं, हा जह झीणम्मि आउए सब्वे । किं काहामि अहन्नो ?, संपइ सोयामि अप्पाणं ।।१९३।। ગાથાર્થ - હા શબ્દ દૈન્ય અર્થમાં છે, ઓસન્ન વિહારથી જે પ્રમાણે હું સ્થિત છું, સર્વ આયુષ્ય ક્ષીણ થયે છતે હું શું કરીશ? હમણાં કેવલ પોતાનો શોક કરું છું. ll૧૯all ટીકા : अवमभग्नविहारेण शैथिल्यकालगमनेन, हाशब्दो दैन्ये, यथाऽहं स्थितः, तथैव क्षीणे आयुषि सर्वस्मिन् किं करिष्यामि अधन्यः ? सम्प्रत्यधुना शोचयाम्यात्मानं केवलमिति ।।१९३।। ટીકાર્ય : સવમવિદ્યારે ... વમિતિ | અવસત્ર વિહારથી=શૈથિલ્યપૂર્વક કાલના ગમતથી, હું શબ્દ દૈવ્યમાં છે, જે પ્રમાણે હું રહેલો છું=અવસત્ર વિહારથી હું રહેલો છું, તે પ્રમાણે જ રહીશ, તો સર્વ આયુષ્ય ક્ષીણ થયે છતે અધવ્ય એવો હું શું કરીશ ? કેવલ આત્માનો શોક કરું છું. II૧૯૩ાા ભાવાર્થ : કેટલાક મહાત્માઓ આત્મકલ્યાણના અર્થી હોય છે, છતાં સંયમ ગ્રહણ કર્યા પછી પણ મહાધૈર્યનો અભાવ હોવાથી શૈથિલ્યથી કાલગમન કરે છે, આમ છતાં અંતરંગ રીતે પોતાનો પ્રસાદ પશ્ચાત્તાપનો વિષય પણ થાય છે, તેથી વિચારે છે. આ રીતે શિથિલતાપૂર્વક સંયમજીવનના પાલનથી જો મારું આયુષ્ય પૂરું થશે તો અધન્ય એવો હું શું કરીશ ? અત્યારે હું કેવલ આત્માનો શોક કરું છું, પરંતુ પ્રમાદને દૂર કરવા સમર્થ થતો નથી, તેથી નક્કી અનર્થની પરંપરાને પ્રાપ્ત કરીશ. આ પ્રકારે પશ્ચાત્તાપ કરીને Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ ઉપદેશમાલા ભાગ-૧/ ગાથા-૧૯૩–૧૯૪ પ્રમાદ પ્રત્યે કંઈક શિથિલ ભાવવાળા થાય છે, તોપણ પ્રમાદી સ્વભાવને કારણે તે રીતે સંયમ સેવીને મનુષ્યભવ પ્રાયઃ નિષ્ફળ કરે છે. ૧૯૩ અવતરણિકા : થમ્ ?અવતરણિકાર્ય : કેવી રીતે આત્માનો શોક કરે છે ? તે બતાવે છે – ગાથા : હા નીવ ! પાવ ભીમદિસ, નાનોળીયાઉં વદુગાવું છે भवसयसहस्सदुलहं पि, जिणमयं एरिसं लद्धं ।।१९४।। ગાથાર્થ : હે જીવ! પાપી લાખો ભવોમાં દુર્લભ પણ આવા પ્રકારના જિનમતને પામીને એકેન્દ્રિયાદિ જાતિ અને શીત-ઉષ્ણાદિ સેંકડો યોનિઓમાં તું ભમીશ. II૧૯૪ll ટીકા : हा दैन्ये, जीव पाप दुरात्मन् ! भ्रमिष्यसि पर्यटिष्यसि, जातय एकेन्द्रिया-द्याः, योनयः शीतेतराद्याः, जातयश्च योनयश्चेति समासः, तासां शतानि, बहूनि, भवशतसहस्रदुर्लभं जन्मलक्षदुष्पापम् अपिः सम्भावनायां जिनमतं भगवदागममीदृशमचिन्त्यचिन्तामणिकल्पं लब्ध्वा आसाद्य तदकरणादिति ॥१९४।। ટીકાર્ચ - દા ..... તરછિિત | હા શબ્દ દેવ્ય અર્થમાં છે, તે જીવ, પાપી=દુરાત્મા, એકેન્દ્રિયાદિ જાતિઓ, શીત-ઈતરાદિ યોનિઓ, જાતિઓ અને યોનિઓ એ પ્રમાણે સમાસ છે, તેના ઘણા સેંકડો ભવો ભમીશ, લાખો ભવમાં દુર્લભ પણ જિનમતને=ભગવાનના આગમને, આવા પ્રકારનાને= અચિંત્ય ચિંતામણિ જેવા આવે, પામીને તેના અકરણથી તું ભમીશ. ૧૯૪તા. ભાવાર્થ : પ્રમાદી સાધુ અનાદિના પ્રમાદના અભ્યાસને વશ સંયમજીવન પસાર કરતા હોય ત્યારે આત્માને અનુશાસન આપતાં વિચારે છે કે હે પાપી જીવ ! અચિંત્ય ચિંતામણિ જેવા જિનમતને પામીને તું આ રીતે પ્રમાદ કરીશ, તો એકેન્દ્રિયાદિ ખરાબ યોનિઓમાં દીર્ઘકાળ ભટકીશ; કેમ કે ત્રણ અવસ્થાનો કાળ ઉત્કૃષ્ટથી બે હજાર સાગરોપમ છે અને આ રીતે પ્રમાદ કરવાથી પ્રમાદની પરંપરા ચાલે તો સંસારનો Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯૪–૧૯૫ ઉચ્છેદ સંભવતો નથી, તેથી મારે અવશ્ય એકેન્દ્રિયાદિ ભવોમાં જવું પડશે, આ પ્રકારે અત્યંત ભાવન કરીને અવસન્ન વિહારવાળા પણ સાધુ પ્રમાદથી આત્માનું રક્ષણ કરવા માટે પ્રયત્ન કરે છે અને જિનમતની દુર્લભતાનું ભાવન કરીને આત્માનું રક્ષણ કરવા માટે આ રીતે ભાવન કરીને બળસંચય કરવા યત્ન કરે છે. II૧૯૪ અવતરણિકા : अन्यच्च અવતરણિકાર્ય : અને પ્રમાદી સાધુ બીજું શું ભાવન કરે છે ? તે બતાવે છે 11211 : - पावो पमायवसओ, जीवो संसारकज्जज्जुतो । दुक्खेहिं न निव्विण्णो, सोक्खेहिं न चेव परितुट्ठो । । १९५ ।। ગાથાર્થ ઃ પાપી પ્રમાદને વશ થયેલો જીવ સંસારના કાર્યમાં ઉધમવાળો દુ:ખોથી નિર્વેદ નહિ પામેલો, સુખોથી પરિતોષ નહિ પામેલો જ સંસારમાં ભમે છે, એમ સંબંધ છે. II૧૯૫ ટીકા ઃ पापः प्रमादवशकः कषायाद्यायत्तो जीवः संसारकार्योद्युक्तो भवनिबन्धनानुष्ठाननिरतो, मकारस्यागमिकत्वात् दुःखैर्न निर्विण्णः पुनः पुनस्तद्धेतुषु प्रवृत्तेः, सौख्यैर्न च नैव परितुष्टस्तत्प्राप्तावपि तत्तर्षातिरेकानिवृत्तेः, चशब्दान्मोक्षहेतुविमुखश्चेति । । १९५ ।। ટીકાર્ય ઃ પાપઃ વિમુદ્યુમ્ચતિ ।। પાપી પ્રમાદને વશ કરાયેલો=કષાય આધીન જીવ, સંસારના કાર્યમાં ઉઘુક્ત=ભવના કારણભૂત અનુષ્ઠાનમાં નિરત, દુઃખોથી નિર્વેદ નહિ પામેલો; કેમ કે ફરી ફરી દુઃખના હેતુઓમાં પ્રવૃત્તિ છે અને સુખોથી પરિતોષ પામેલો નહિ જ; કેમ કે તેની પ્રાપ્તિ હોતે છતે પણ તેની તૃષાના અતિરેકની અનિવૃત્તિ છે, ચ શબ્દથી મોક્ષના હેતુથી વિમુખ છે. ।।૧૯૫ ભાવાર્થ: જે જીવો પાપમાં નિરત છે, કષાયાદિ પ્રમાદને આધીન છે, સંસારનાં કૃત્યોમાં ઉઘુક્ત છે, તેઓ સંસારના પરિભ્રમણનાં દુઃખોથી નિર્વેદને પામ્યા નથી. આથી ફરી ફરી સંસારના પરિભ્રમણના હેતુઓમાં પ્રવૃત્તિ કરે છે અને સંસારનાં સુખોથી તૃપ્તિ પામ્યા નથી; કેમ કે તેઓની સંસારનાં સુખોની તૃષા વધ્યા કરે Page #330 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯૫-૧૯૬ ૩૧૧ છે, આથી સંયમ ગ્રહણ કરીને પણ માત્ર બાહ્ય માન-ખ્યાતિ આદિ કૃત્યોમાં પોતાના જન્મને નિષ્ફળ પ્રાયઃ કરે છે અને પ્રાપ્ત થયેલાં સુખોમાં તૃપ્ત થતા નથી અને મોક્ષના કારણભૂત આત્માની નિરાકુળ અવસ્થામાં યત્ન કરવામાં અત્યંત ઉપેક્ષાવાળા છે, તેવા સાધુઓ કે શ્રાવકો પ્રાયઃ મનુષ્યભવ નિષ્ફળ કરે છે. આ રીતે ભાવન કરીને પણ મહાત્મા પોતાના પ્રમાદ સ્વભાવને દૂર કરવા યત્ન કરે છે. ll૧લ્પા અવતરણિકા :તથાદિ અવતરણિકાર્ય : તે આ પ્રમાણે=ગાથા-૧૯૫માં બતાવ્યું કે આ જીવ પ્રમાદવશ છે, તેથી સંસારના કાર્યમાં ઉઘુક્ત છે, તેના કારણે દુઃખથી નિર્વેદ પામતો નથી અને સુખોથી પરિતોષ પામતો નથી, તે સર્વને ક્રમસર બતાવવા માટે તથાદિથી કહે છે – ગાથા : परितप्पिएण तणुओ, साहारो जइ घणं न उज्जमइ । सेणियराया तं तह, परितप्पंतो गओ नरयं ।।१९६।। ગાથાર્થ : પરિતાપથી અત્યંત થોડો આધાર છે–પરિત્રાણ છે, જો ધન તપ-સંયમમાં ઉધમ ન કરે તો, તેને=પાપને, તે પ્રકારે પરિતપન કરતા શ્રેણિક રાજા નરકમાં ગયા. ll૧૯૬ll ટીકા : परितप्तेनेति निन्दागर्हारूपश्चित्तखेदः परितप्तं पश्चात्ताप इति भावः, तेन तनुको लघीयान् साधारः परित्राणं यदि घनं गाढमप्रमत्ततया तपःसंयमयोर्नोद्यच्छति न यतते, अत्रार्थे साधर्म्यदृष्टान्तमाहश्रेणिकराजस्तत् तथा आत्मनिन्दनादिप्रकारेण परितप्यमानोऽपि गतः सीमन्ताख्यं नरकमिति, कथानकं प्राक् कथितम् ।।१९६।। ટીકાર્ય : પરિવર્તનતિ » વથિત પરિતપ્તથી–નિંદા-ગહ આદિ રૂપ ચિત્તનો ખેદ પરિતપ્ત છે અર્થાત્ પશ્ચાત્તાપ છે તેનાથી, તબુક અત્યંત થોડો સાધાર=પરિત્રાણ છે. જો ધન=ગાઢ, અપ્રમાદપણાથી તપ-સંયમમાં યત્ન ન કરે, આ અર્થમાં=પાપનો પશ્ચાતાપ થવા છતાં તપ-સંયમમાં ઉધમ ન કરે તો તે પશ્ચાતાપ અલ્પપ્રમાણ આધાર છે. એ અર્થમાં સાધર્મ દાંતને કહે છે – શ્રેણિક રાજા તેને=કરેલા પાપને, તે પ્રકારે=આત્મલિંદાદિ પ્રકારે, પરિતપન કરતા પણ સીમસ્તક નામના નરકાવાસમાં ગયા. કથાનક પૂર્વમાં કહેવાયેલું છે. ૧૯૬u Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯૬-૧૯૭ ભાવાર્થ: સંસારી જીવો જે ભાવોથી કર્મ બાંધીને દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરે છે, તેનો કોઈને યથાર્થ બોધ થાય અને પોતાના કરેલા પાપનો પશ્ચાત્તાપ કરે, તો પાપ કંઈક અલ્પ થાય છે. તેનાથી તેનું પરિત્રાણ થાય છે, તોપણ તે પરિત્રાણ અલ્પ છે, જો તે મહાત્મા અત્યંત અપ્રમાદથી તપ-સંયમમાં ઉદ્યમ કરે તો તે પાપથી તેનું રક્ષણ થાય છે. જેમ અત્યંત ભારે પાપ કરીને પણ અર્જુન માળી આદિ તપ-સંયમમાં ઉદ્યમ કરીને દુર્ગતિના પાતથી પોતાનું રક્ષણ કરી શક્યા; કેમ કે તપ-સંયમથી વિરુદ્ધ સંસારી ભાવો છે અને તે ભાવો જ સંસારની સર્વ વિડંબનાનું કારણ છે અને તે ભાવોથી બંધાયેલું પાપ તપ-સંયમમાં યત્ન કરવાથી નાશ પામે છે. આથી જ સર્વ પાપોનું પ્રાયશ્ચિત્ત તપ પ્રવ્રજ્યા છે, જેનાથી થયેલાં પાપોનો નાશ થાય છે. પરંતુ જેઓ પાપ કર્યા પછી પશ્ચાત્તાપ કરે છે અને તપ-સંયમમાં ઉદ્યમ કરતા નથી, તેઓનું પરિત્રાણ અલ્પમાત્રામાં થાય છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે જેમ શ્રેણિક રાજાએ ધર્મની પ્રાપ્તિ પૂર્વે શિકાર આદિ પાપો કરેલા અને ધર્મની પ્રાપ્તિ પછી આત્મનિંદાદિ પ્રકારથી તે થયેલાં પાપોથી પરિતાપને પામેલા હતા, તોપણ નરકમાં ગયા. તેથી પાપનો પરિતાપ અલ્પમાત્રાવાળું ત્રાણ છે, તપ-સંયમ પ્રધાનરૂપે ત્રાણ છે. આનાથી એ ફલિત થયું કે પાપી જીવ પ્રમાદવશ સંસારકાર્યમાં ઉઘુક્ત રહે છે, એથી પશ્ચાત્તાપ થવા છતાં પણ સંસારકાર્યનો ત્યાગ કરી શકતો નથી. II૧૯૬ અવતરણિકા : यथाऽयं दुःखैर्निर्विण्ण जीवस्तथाह અવતરણિકાર્ય : જે પ્રમાણે આ જીવ દુઃખોથી વિડંબના કરાયો. તે પ્રકારે કહે છે ગાથા = - जीवेण जाणि उ विसज्जियाणि, जाईसएसु देहाई । थेवेहिं तओ सयलं पि, तिहुयणं होज्ज पडिहत्थं । । १९७ ।। ગાથાર્થ: જીવ વડે સેંકડો જન્મોમાં જે શરીરો વિસર્જન કરાયા, તેમાંથી થોડા વડે પણ સકલ પણ ત્રિભુવન પરિપૂર્ણ થાય. [૧૯૭૪ ટીકા – 'जीवेण जाणि उ विसज्जियाणि' त्ति विसर्जितानि प्राकृतशैल्या लिङ्गव्यत्ययः, ये विसृष्टास्त्यक्ताः तुशब्दात् त्यक्ष्यन्ते चाऽकृतपुण्येन जातिशतेषु देहाः कायाः स्तोकैस्ततः स्वल्पैस्तेभ्यो Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯૭–૧૯૮ मध्यादनन्तभागमात्रैः, किं ? सकलमपि त्रिभुवनं भवेत् 'पडिहत्थं' ति परिपूर्णं, तथापि नास्य તોષ કૃતિ ।।૨૭।। ટીકાર્ય : ***** जीवेण • કૃતિ ।। જીવ વડે જે વિસર્જન કરાયા, વિનિતાનિ એ નપુંસક લિંગ પ્રાકૃત શૈલીથી લિંગનો વ્યત્યય છે=પુંલ્લિંગને બદલે નપુંસકલિંગ છે, જે ત્યાગ કરાયા અને ગાથામાં તુ શબ્દથી ત્યાગ કરાશે, કેવા જીવ વડે ? એથી કહે છે નહિ કરાયેલા પુણ્યવાળા જીવ વડે ત્યાગ કરાયા, કેવી રીતે ત્યાગ કરાયા ? એથી કહે છે . — — સેંકડો જન્મ હોતે છતે ત્યાગ કરાયા, તેમાંથી થોડા વડે=તેઓમાંથી અનંત ભાગમાત્ર એવા થોડા વડે, શું એથી કહે છે · સકલ પણ ત્રિભુવન પરિપૂર્ણ થાય, તોપણ આને=જીવને, તોષ નથી દેહની પ્રાપ્તિમાં નિર્વેદ થતો નથી. ।।૧૯૭।। ભાવાર્થ : કલ્યાણના અર્થી જીવે ગંભીરતાપૂર્વક ભાવન કરવું જોઈએ કે પોતાના આત્માએ સેંકડો જન્મોમાં જે શરીરો ત્યાગ કર્યાં છે, તે સર્વનો અનંતમો ભાગ પણ ગ્રહણ કરવામાં આવે તો આખું ચૌદ રાજલોક પ્રમાણ ક્ષેત્ર ભરાઈ જાય. તેથી આ દેહની વિડંબનાથી જીવને ખેદ થતો નથી, તે પ્રમાદનું બીજ છે, જ્યારે વિચારકને તો આ પ્રકારે અનંતાં શરીરોના ત્યાગનું સ્મરણ થાય તો અવશ્ય શરીરોની પ્રાપ્તિના ઉચ્છેદના કારણીભૂત તપ-સંયમમાં અપ્રમાદ ઉલ્લસિત થાય, પરંતુ મોહથી મૂઢ જીવ સંસારના વાસ્તવિક સ્વરૂપનું તે રીતે ભાવન કરીને સંસારના પરિભ્રમણના દુઃખોથી નિર્વેદ પામતો નથી અને પ્રમાદને વશ પ્રાપ્ત થયેલા દેહ સંબંધી સંસારના કાર્યમાં ઉદ્યમશીલ રહે છે, સંસારની આ વિષમતા છે. I|૧૯૭॥ અવતરણિકા :~િ અવતરણિકાર્થ : વળી સંસારી જીવો દુ:ખથી વિડંબના કરાયા, તેને સ્પષ્ટ કરવા માટે બ્ધિથી બતાવે છે ગાથા : नहदंतमंसकेसऽट्ठिएसु जीवेण विप्पमुक्केसु । तेसु वि हवेज्ज कइलासमेरुगिरिसन्निभा कूडा ।।१९८।। Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯૮–૧૯૯ ગાથાર્થ ઃ જીવથી મુકાયેલા નખ-દાંત-માંસ-કેશ-હાડકાંઓ, તેઓ વડે પણ કૈલાસ-મેરુપર્વત જેટલા ફૂટો થાય. ૧૯૮૫૫ ટીકા ઃ नहदन्तमंसकेसट्ठिएसु त्ति तृतीयार्थे सप्तमी, ततश्च यानि नख - दन्त-मांस - केशास्थीनि जीवेन विप्रमुक्तान्यनादौ भवे तैरपि पिण्डितैरिति शेषः, किं ? भवेयुः कैलाशमेरुगिरिसन्निभा महापर्वततुल्या इत्यर्थः कूटाः स्तूपा इति । । १९८ ।। ટીકાર્થ ઃ ..... नह • કૃતિ ।। નખ-દાંત-માંસ-કેશ-હાડકાં તૃતીયાના અર્થમાં સપ્તમી છે અને તેથી જે જીવથી મુકાયેલા નખ, દાંત, માંસ, કેશ, હાડકાં, અનાદિ ભવમાં એકઠાં કરાયેલાં તેઓ વડે શું ? એથી કહે છે કૈલાસ-મેરુગિરિ જેવડા=મોટા પર્વતો જેવડા, ફૂટો=સ્તૂપો, થાય. ૧૯૮ - ભાવાર્થ : સંસારમાં પરિભ્રમણ કરતા જીવે અનંતાં શરીરો મૂક્યાં, તે શરીરના નખ-દાંત આદિ અવયવો એકઠા ક૨વામાં આવે તો મેરુપર્વત જેવા ઘણા સ્તૂપો થાય અર્થાત્ તેનાથી પણ અનંતગુણા નખ આદિના પુદ્ગલોને પ્રાપ્ત કરીને જીવે ત્યાગ કર્યા છે, તેથી સંસારમાં પ્રાપ્ત થતા શરીરનું સ્વરૂપ સૂક્ષ્મ બુદ્ધિથી ભાવન કરવું જોઈએ અને કઈ રીતે સંસારનો ઉચ્છેદ થાય, જેથી આ દુઃખની પરંપરા પ્રાપ્ત થાય નહિ, એમ ગંભીરતાપૂર્વક સમાલોચન કરવું જોઈએ. II૧૯૮ અવતરણિકા : તથા અવતરણિકાર્ય : અને જીવે અન્ય કેટલાં દુઃખો ભોગવ્યાં છે, તે બતાવતાં કહે છે ગાથા : - हिमवंतमलयमंदरदीवोदहिधरणिसरिसरासीओ । अहियरो आहारो, छुहिएणाहारिओ होज्जा । । १९९।। ગાથાર્થ ઃ સુધિત જીવ વડે હિમવંત-મલય-મંદર-દ્વીપ-ઉદધિ-પૃથ્વી જેવા રાશિથી અધિકતર આહાર ભક્ષણ કરાયેલો થાય. II૧૯૯ Page #334 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯૯-૨૦૦ ૩૧૫ ટીકા : हिमवांश्च मलयश्च मन्दरश्च द्वीपाश्च उदधयश्च धरण्यश्च धर्माद्या इति समासः, आहारस्यातिबहुत्वख्यापको हिमवदादीनां पृथग निर्देशः तत्सदृशाश्च ते राशयश्चेति कर्मधारयस्ततस्तेभ्योऽधिकतरः समर्गलतर आहारोऽशनादिः क्षुधितेन बुभुक्षितेनाहारितो भक्षितो भवेदिति ।।१९९।। ટીકાર્ય - દિવશ્વ ... મહિરિ II હિમવાન, મલય અને અંદર અને દ્વીપો, સમુદ્રો અને પૃથ્વીઓ=ધર્મા આદિ પૃથ્વીઓ એ પ્રકારે સમાસ છે, આહારના અતિબદુત્વનો ખ્યાપક હિમવદ્ આદિનો પૃથ... નિર્દેશ છે અને તેના સદશ તે રાશિઓ છે, એ પ્રમાણે કર્મધારય સમાસ છે. તેનાથી અધિકતર આહાર=અશલાદિ, ક્ષધિત જીવ વડે ભક્ષણ કરાયેલો થાય. II૧૯૯ો. ભાવાર્થ : સંસારી જીવ દરેક ભવમાં આહારસંજ્ઞાને વશ આહાર કરે છે, છતાં ક્યારેય તૃપ્તિને પામતો નથી. આથી જીવે અનંતા ભવોમાં હિમવંત પર્વત આદિથી અધિકતર આહાર ગ્રહણ કર્યો છે, છતાં આહારની લાલસા શાંત થતી નથી, માટે ફરી દેહની પ્રાપ્તિ ન થાય તે રીતે તપ-સંયમમાં ઉદ્યમ કરીને સુધાની વેદનાથી શાંતિ પામવા યત્ન કરવો જોઈએ. ll૧૯તા. અવતરણિકા : તથા અવતરણિકાર્ય : અને સંસારના નિર્વેદનું અન્ય કારણ બતાવે છે – ગાથા : जं णेण जलं पीयं, धम्मायवजगडिएण तं पि इहं । सब्वेसु वि अगडतलायनईसमुद्देसु न वि होज्जा ।।२००।। ગાથાર્થ : ગ્રીખ આતપથી અભિભૂત એવા આના વડે=જીવ વડે, જે પાણી પિવાયું તે અહીં સર્વ પણ કૂવા-તળાવ-નદી-સમુદ્રોમાં ન જ હોય. l૨૦oll ટીકા : यदनेन जीवेन जलं पीतं, 'घम्मायवजगडिएणं'ति ग्रीष्मातपाभिभूतेनेत्यर्थः तदपि जलम् इहलोके सर्वेष्वपि अवटतडागनदीसमुद्रेषु नापि नैव भवेदिति ।।२०० ।। Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૦-૨૦૧ ટીકાર્ય : વન ... મતિતિ | ગ્રીષ્મ આતપથી અભિભૂત એવા આ જીવ વડે જે જલ પિવાયું, તે પણ જલ અહીં લોકમાં સર્વ પણ કૂવા-તળાવ-નદી-સમુદ્રમાં ન જ હોય. ll૨૦૦|| ભાવાર્થ : સંસારવર્તી જે કાંઈ કૂવા આદિથી માંડીને સ્વયંભૂરમણ સમુદ્ર સુધીના સમુદ્રમાં પાણી છે, તેનાથી પણ અધિક પાણી આવે અનેક વખત પીધું છે, તો પણ તેની જળવિષયક તૃષા શાંત થતી નથી અને તૃષાનું બીજ દેહનો સંબંધ છે અને દેહના સંબંધનું બીજ રાગ-દ્વેષ છે, તેના ઉચ્છેદનો વ્યાપાર તપસંયમ છે, એ પ્રકારે ભાવન કરીને કલ્યાણના અર્થી જીવે તપ-સંયમમાં સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક ઉદ્યમ કરવો જોઈએ. જેથી સંસારના પરિભ્રમણરૂપ દુઃખોની વિડંબનાથી આત્માનું રક્ષણ થાય. ૨૦૦II અવતરણિકા : તથા અવતરણિતાર્થ :અને અન્ય પણ સંસારના પરિભ્રમણનું દુઃખ બતાવવા માટે કહે છે – ગાથા : पीयं थणयच्छीरं, सागरसलिलाओ होज्ज बहुययरं । संसारम्मि अणंते, माऊणं अन्नमनाणं ।।२०१।। ગાથાર્થ : અનંત સંસારમાં અન્ય અન્ય માતાઓના સ્તનનું પિવાયેલું દૂધ સાગરના પાણીથી બહુકાર થાય. ર૦૧II ટીકા : पीतं स्तना एव स्तनकास्तेषां क्षीरं दुग्धं, तत् किं ? सागरसलिलात् समुद्रपानीयाद् बहुतरमधिकतरं भवेत् स्यात् क्व ?, संसारेऽनन्तेऽनुपलब्धप्राग्भवे इत्यर्थः । मातृणां जननीनाम् अन्यान्यासाम् परापरजन्मभाविनीनामिति ॥२०१।। ટીકાર્ય : પીત ભાવિનીનામિતિ | આતા જ સ્તનકા તેઓનું દૂધ પિવાયું, તે શું ? એથી કહે છે – સાગરના પાણીથી=સમુદ્રના પાણીથી, બહુતર=અધિકતર, થાય, ક્યાં થાય ? અનંત સંસારમાં= Page #336 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૧-૨૦૨ ૩૧૭ તથી પ્રાપ્ત થયો પ્રથમ ભવ જેમાં એવા સંસારમાં અવ્ય-અન્ય માતાઓના=પર-અપર જન્મમાં થનારી માતાઓના સ્તનનું પિવાયેલું દૂધ બહુતર થાય એમ અવય છે. ર૦૧ ભાવાર્થ :સંસારનું વાસ્તવિક સ્વરૂપ ઉપસ્થિત કરાવવા માટે કહે છે – સંસારમાં ભમતા જીવને અનંતી માતાઓ પ્રાપ્ત થઈ છે, તે માતાઓના સ્તનનું દૂધ જીવ વડે પિવાયું તે સમુદ્રના પાણીથી પણ અધિક થાય છે, તોપણ જીવ તૃપ્ત થતો નથી અને સંસારના પરિભ્રમણના દુઃખોથી નિર્વેદ પામતો નથી, માટે નિપુણ પ્રજ્ઞાપૂર્વક સંસારના સ્વરૂપનું ભાવન કરીને સંસારના ઉચ્છેદ માટે યત્ન કરવો જોઈએ. l૨૦૧ાા અવતરણિકા : તથા અવતરણિતાર્થ : અને – ગાથા - पत्ता य कामभोगा, कालमणंतं इहं सउवभोगा । अपुव्वं पिव मनइ, तह वि य जीवो मणे सोक्खं ॥२०२।। ગાથાર્થ - ઉપભોગ સહિત એવા કામભોગો અહીં=સંસારમાં, અનંતકાળ પ્રાપ્ત કરાયા, તોપણ જીવ મનમાં અપૂર્વની જેમ સુખને માને છે. ll૨૦I ટીકા : प्राप्ता लब्धाः, चशब्दः पूर्वोक्तसमुच्चये, काम्यन्त इति कामाः शब्दादयस्त एव भोगास्ते कालमनन्तं देवादिभवेषु इह लोके ते च प्राप्ताऽपि कार्पण्यादिनाकारणेनानुपभोगाः स्युरत एवाहसह उपभोगेनानुभवेन वर्त्तन्त इति सोपभोगाः, अपूर्वमिव प्रागदृष्टमिव मन्यते आकलयति तथापि च जीवो मनसि हृदये सौख्यं वैषयिकमिति ।।२०२।। ટીકાર્ય : પ્રાપ્ત ... વૈષયિતિ શબ્દ પૂર્વોક્તના સમુચ્ચયમાં છે, કામના કરાય તે કામ શબ્દાદિ તે જ ભોગો છે, તે=ભોગાદિ અનંતકાળ અહીં=લોકમાં, દેવાદિ ભવોમાં પ્રાપ્ત કરાયા છે. તે પ્રાપ્ત Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૨-૨૦૩ કરાયેલા પણ કાર્પગ્ય આદિ કારણથી નહિ ભોગવાયેલા થાય. એથી કહે છે – ઉપભોગ સહિત= અનુભવ સહિત વર્તે એથી સોપભોગા, કામો છે, તોપણ જીવ મનમાં વૈષયિક સુખને અપૂર્વતી જેમ=પૂર્વમાં નહિ જોયેલાની જેમ, જાણે છે. ર૦રા ભાવાર્થ : સંસારમાં ભમતા જીવને શરીર સાથે ગાઢ સંબંધ છે, તેથી સુખનો અર્થી જીવ જે ભવમાં જે શરીર મળે, તે શરીરના બળથી સુખના ઉપાયભૂત કામજોગોને પ્રાપ્ત કરે છે અને તે કામભોગો જીવે અનંતી વખત પ્રાપ્ત કર્યા છે; કેમ કે કાળ અનંતો છે. તેથી અનંતકાળમાં દુર્ગતિ આદિમાં જાય છે, તેમ જીવ ક્યારેક ક્યારેક દેવ-મનુષ્યગતિને પણ પામે છે, ત્યારે ભોગોને પ્રાપ્ત કરે છે અને અનંતકાળમાં તે દેવાદિ ભવો પણ અનંતી વખત પ્રાપ્ત થયેલા અને તે સર્વનો ઉપભોગ અનંતી વખત કર્યો, તોપણ જીવ સંસારના વાસ્તવિક સ્વરૂપને જોતો નથી. તેથી વર્તમાન ભવમાં પ્રાપ્ત થયેલા ભોગોને અપૂર્વની જેમ માને છે. વસ્તુતઃ સંસારના ઉચ્છેદના કારણભૂત તપ-સંયમ અને તપ-સંયમને બતાવનાર ભગવાનનાં વચનોનું સૂક્ષ્મ રહસ્ય જીવને ક્યારેય પ્રાપ્ત થતું નથી. આથી જ સંસારનું પરિભ્રમણ અત્યાર સુધી વિદ્યમાન છે, છતાં મોહથી મૂઢ મતિવાળા જીવો સત્તાસ્ત્રોના પરમાર્થને અપૂર્વરૂપે જોતા નથી, પરંતુ પ્રાપ્ત થયેલા વૈષયિક સુખને અપૂર્વરૂપે જુએ છે. આથી સંસારના પરિભ્રમણનાં દુઃખોથી નિર્વેદને પામતા નથી. ૨૦શા અવતરણિકા :સર્વ અવતરણિકાર્ય : અને બીજું=સંસારી જીવોની મૂઢતાનું સ્વરૂપ બીજા પ્રકારે બતાવે છે – ગાથા - जाणइ य जहा भोगिड्डिसंपया सव्वमेव धम्मफलं । तहवि दढमूढहियओ, पावे कम्मे जणो रमइ ।।२०३।। ગાથાર્થ : જે પ્રમાણે ભોગી ઋદ્ધિની પ્રાપ્તિ સર્વ જ ધર્મનું ફળ જાણે છે, તોપણ દઢ મૂઢ હૃદયવાળો જીવ પાપકર્મમાં રમે છે. ll૨૦૩ ટીકા : जानाति विकल्पते चशब्दात् पश्यति साक्षाद्यथा भोगाः शब्दादयः, तेषामृद्धिरुत्कर्षस्तस्या सम्पत् सम्पत्तिरुत्कृष्टविषयसम्प्राप्तिरित्यर्थः, यदि वा किमनेन ? सर्वमेव यच्छुभमुपलभ्यते Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા ૨૦૩-૨૦૪ सुगुरुसम्पर्कादि तद्धर्मफलं, तथापि जानन्नपि दृढमूढहृदयः गाढं विपर्यस्तचित्तः सन् पापे कर्मणि નનો રમત કૃતિ ।।૨૦।। ટીકાર્થ ઃ जानाति રમત કૃતિ ।। જાણે છે=વિકલ્પ કરે છે, ચ શબ્દથી સાક્ષાત્ જુએ છે, જે પ્રમાણે ભોગો શબ્દાદિ તેઓની ઋદ્ધિ=ઉત્કર્ષ, તેની=ભોગાદિ ઋદ્ધિની, સંપત્તિ=ઉત્કૃષ્ટ વિષયની સંપ્રાપ્તિ ધર્મનું ફળ છે એમ જાણે છે એ પ્રમાણે અન્વય છે. અથવા આવા વડે શું? એથી કહે છે સર્વ જ જે શુભ સુગુરુનો સંપર્ક આદિ પ્રાપ્ત થાય છે, તે ધર્મનું ફળ છે, તોપણ=જાણતો પણ, દૃઢ મૂઢ હૃદયવાળો=ગાઢ વિપર્યસ્ત ચિત્તવાળો છતો, જન પાપકર્મમાં રમે છે. II૨૦૩।। ભાવાર્થ - જેઓને કંઈક વિચારશક્તિ પ્રગટી છે, તેઓ સંસારમાં ભોગની ઋદ્ધિની પ્રાપ્તિ થાય છે અને સદ્ગુરુનો સંપર્ક આદિ જે શુભ પ્રાપ્ત થાય છે, તે ધર્મનું ફળ છે તેમ જાણે છે અને સાક્ષાત્ જુએ પણ છે; કેમ કે ધર્મ કરીને જીવો દેવગતિમાં ગયા છે તેવું તીર્થંકરોના અસ્તિત્વકાળમાં પ્રત્યક્ષથી દેખાતું હોય છે અને કોઈક રીતે ધર્મ કરીને દેવગતિમાં ગયા છે, તેઓ પણ પૂર્વમાં મેં ધર્મ કરેલો છે, તેનું આ ફળ છે, તેમ જોતા હોય છે, આમ છતાં દૃઢ મૂઢ હૃદયવાળા જીવો પાપકર્મમાં જ રમતા હોય છે, આથી જ દેવભવમાં ગયા પછી અન્યની અધિક સંપત્તિ જોઈને પોતે હીન સંપત્તિ પામ્યા, તેનું કારણ પૂર્વભવમાં કરેલો પ્રમાદ છે. તેમ વિચારીને પોતાને પ્રાપ્ત થયેલી સંપત્તિના કારણરૂપે ધર્મ છે, તેમ જાણવા છતાં જેઓને વિષયમાં ગાઢ મૂર્છા છે, તે જીવો પાપમાં રમનારા છે, પરંતુ સંસારના ઉચ્છેદના ઉપાયને અભિમુખ થતા નથી, આ પ્રકારે ભાવન કરીને સંસારના પરિભ્રમણથી અને સંસારના પરિભ્રમણના કા૨ણીભૂત મૂઢ મતિથી આત્માનું રક્ષણ કરવા યત્ન કરતા નથી. તેથી કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરતા નથી. II૨૦૩|| અવતરણિકા :જ્જિ અવતરણિકાર્ય : વળી સંસારના પરિભ્રમણનું કારણ અન્ય મૂઢતાને બ્ધિથી બતાવે છે ગાથા: - जाणिज्जइ चिंतिज्जइ, जम्मजरामरणसंभवं दुक्खं । न य विसएसु विरज्जइ, अहो सुबद्धो कवडगंठी । । २०४ ।। Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૪ ગાથાર્થ : જન્મ-જરા-મરણથી થયેલું દુઃખ જણાય છે, ચિંતવન કરાય છે, અહો સુબદ્ધ કપટગ્રંથિ જીવ વિષયોમાં વિરામ પામતો નથી જ. Il૨૦૪il. ટીકા - ज्ञायते गुरूपदेशादिना बुध्यते चिन्त्यते पुनः पुनर्मनसि स्थाप्यते किं तदित्याह-यदुत जन्मजरामरणसम्भवं दुःखं विषयसङ्गाद् भवतीति शेषः, न च नैव विषयेभ्यः शब्दादिभ्यः पञ्चम्यर्थे सप्तमी विरज्यते विरक्तैर्भूयते जनैरिति गम्यते । अहो ! इति विस्मये सुबद्धः सुनियन्त्रितो दुर्मोचकत्वात् कपटग्रन्थिर्मोहरूपस्तथा चोक्तं विविच्य बाधाः प्रभवन्ति यत्र, न तत्र मिथ्यामतयश्चरन्ति । संसारमोहस्त्वयमन्य एव, दिग्मोहवत्तत्त्वधिया सहास्ते ।।२०४ ।। ટીકાર્ય : રાવતે . સદાત્તે | જણાય છે=ગુરુ ઉપદેશાદિથી જણાય છે, ચિંતન કરાય છે ફરી ફરી મનમાં સ્થાપન કરાય છે, શું તે મનમાં સ્થાપન કરાય છે ? એથી કહે છે – તે વતથી બતાવે છે – જન્મ-જરા-મરણથી થનારું દુઃખ વિષયના સંગથી થાય છે અને શબ્દાદિ વિષયોથી સુબદ્ધ કપટગ્રંથિ જીવ વિરક્ત થતો નથી, વિષપુ શબ્દમાં પંચમીના અર્થમાં સપ્તમી છે, ગદા શબ્દ વિસ્મય અર્થમાં છે, સુબદ્ધ સુનિયંત્રિત; કેમ કે દુઃખે કરીને મૂકવાપણું છે, કપટગ્રંથિ મોહરૂપ છે અને તે પ્રમાણે કહેવાયું છે – વિભાગ કરીને જ્યાં બાધાઓ ઉત્પન્ન થાય છે, ત્યાં મિથ્યામતિવાળા ચરતા નથી, સંસારનો મોહ વળી આ અન્ય જ છે, તત્ત્વબુદ્ધિની સાથે દિગ્બોહની જેમ રહે છે. ર૦૪માં ભાવાર્થ : સંસારી જીવો માત્ર વર્તમાનમાં દેખાતા પદાર્થોને જોનારા છે, મારા મૃત્યુ પછી શું ? તેનો વિચાર માત્ર પણ કરતા નથી, છતાં કોઈક યોગ્ય જીવને ગુરુ ઉપદેશાદિ પ્રાપ્ત થાય ત્યારે તેને બોધ થાય છે કે વિષયોના સંગથી નવા જન્મની પ્રાપ્તિ થાય છે; કેમ કે સંગથી નવા ભવની પ્રાપ્તિના કારણભૂત કર્મો બંધાય છે. તેથી જ્યાં સુધી વિષયો પ્રત્યે સંગનો પરિણામ છે, ત્યાં સુધી મને જન્મ-જરા-મરણથી થનારું દુઃખ અવશ્ય પ્રાપ્ત થશે. આમ જાણીને વારંવાર તેનું ચિંતવન પણ કરે છે, તોપણ અનાદિકાળથી વિષયોમાં સુનિયંત્રિત એવો મોહરૂ૫ ગ્રંથિવાળો જીવ વિષયોથી વિરક્ત થતો નથી. તેથી એ ફલિત થાય કે શાસ્ત્રઅધ્યયનથી કે ગુરુના ઉપદેશથી જેઓને તત્ત્વ યથાર્થ દેખાય છે, તેવા પણ જીવોમાં જ્યાં સુધી મોહ આપાદક કર્મો પ્રચુર વર્તે છે, ત્યાં સુધી સર્વ અનર્થોના બીજભૂત વિષયોમાં વિરક્ત ભાવ થતો નથી. તેથી વિવેકી જીવોને પણ વિષયોનો ત્યાગ દુષ્કર દુષ્કર છે. ll૨૦૪TI Page #340 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૫. ૩૨૧ અવતરણિકા :તથા– અવતરણિકાર્ય : અને અન્ય જીવો દુઃખથી નિર્વેદ પામતા નથી. તે બતાવે છે – ગાથા : जाणइ य जह मरिज्जइ अमरंतं पि हु जरा विणासेइ । न य उब्विग्गो लोओ, अहो रहस्सं सुनिम्मायं ।।२०५।। ગાથાર્થ : જાણે છે જ જે પ્રમાણે મરાય છે, નહિ મરતાને પણ જરા વિનાશ કરે છે, લોક ઉદ્વિગ્ન થતો નથી જ, અહો સુનિર્મિત રહસ્ય તમે જુઓ. /ર૦પા ટીકા : जानात्येव यथा म्रियतेऽम्रियमाणमपि च जरा वयोहानिरूपा विनाशयति वलीपलिताङ्गभङ्गादिना विसंस्थुलयति, न च नैव उद्विग्नो लोको भवभयविरहादहो ! इति विवेकिनामामन्त्रणे पश्यत यूयं रहस्यं गुह्यं 'सुनिम्माय'ति सुनिर्मितं दुर्भेदमित्यर्थः ।।२०५।। ટીકાર્ય : નાનાવ ..... તુર્કેમિસ્યર્થ. | જાણે છે જ=સંસારી જીવ જાણે છે જ, જે પ્રમાણે મરાય છે, નહિ મરતાને પણ જરા વિનાશ કરે છે–વયની હાનિરૂપ જરા વલી-પલિત-અંગભંગાદિ દ્વારા જીવને વિસંસ્થલ કરે છે, લોક ઉદ્વિગ્ન થતો નથી જ; કેમ કે ભવના ભયનો વિરહ છે, અહો, એ વિવેકીઓને આમંત્રણમાં છે, તમે જુઓ, સુનિર્મિત દુર્ભેદ રહસ્યને=ગુહ્યને તમે જુઓ. ર૦પા ભાવાર્થ : સંસારી જીવોને પ્રત્યક્ષ છે કે બધા મરે છે તેમ હું પણ એક દિવસ અવશ્ય મરીશ અને નહિ મરતા પણ સંસારી જીવોને જરા વિનાશ કરે છે. તેથી પૂર્વમાં સુંદર દેખાતો દેહ અનેક પ્રકારની વિપરીત અવસ્થાને પામીને જીવને વિહ્વળ કરે છે. આ સર્વ દેખાતું હોવા છતાં જરાથી રક્ષણ કરવા માટે સંસારી જીવો શક્ય બાહ્ય યત્ન કરે છે, પરંતુ આ ભવભ્રમણ જીવ માટે સંત્રાસ છે, તેમ વિચારીને ભવથી ઉદ્વેગવાળા થતા નથી, એ જ બતાવે છે કે જીવમાં મૂઢતા આપાદક એવું કોઈક પ્રબળ કર્મ છે, જેથી ભવથી વિષમ સ્થિતિ પ્રત્યક્ષ જોવા છતાં જીવો ભવના ઉચ્છેદનો વિચાર કરતા નથી. આ પ્રકારનું સુનિર્માણ થયેલું ગુહ્ય રહસ્ય છે, તે વિવેકી પુરુષો તમે જુઓ. જેથી સંસારની આ સ્થિતિ જોઈને સંસારની વિડંબનાથી પોતાનું રક્ષણ કરવાને અનુકૂળ માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટે. ૨૦પા Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૬ અવતરણિકા : તથાદિઅવતરણિયાર્થ: તે આ પ્રમાણેકપૂર્વગાથામાં કહ્યું કે સુનિર્મિત રહસ્ય આ છે કે લોકો આ રીતે મૃત્યુ પામે છે, તે જોવા છતાં ઉદ્વેગ પામતા નથી. તે કથનને તથાથિી બતાવે છે – ગાથા : दुपयं चउप्पयं बहुपयं च अपयं समिद्धमहणं वा । अणवकए वि कयंतो, हरइ हयासो अपरितंतो ।।२०६।। ગાથાર્થ : અનપકૃત હોતે છતે પણ કૃતાંત દ્વિપદને-ચતુષ્પદને-બહુપદને-અપદને-સમૃદ્ધને-અધનને=દરિદ્રને, હરણ કરે છેપ્રાણથી વિનાશ કરે છે, હણાયેલી આશાવાળો જીવ ગયેલા શ્રમવાળો છે. ર૦૧ી. ટીકા : द्विपदं नरादिकं, चतुष्पदं गवादिकं, बहुपदं भ्रमरादि, अपदं सर्पादि, समृद्धमीश्वरम्, अधनं दरिद्र, वाशब्दात् पण्डितमूर्खादिग्रहः । किमित्याह-अनपकृतेऽप्यपकाराभावेऽपि कृतान्तः स्वायुकक्षयलक्षणो हरति प्राणेभ्यश्च्यावयतीत्यर्थो, हताश इत्याक्रोशवचनमपरित्रान्तो विगतश्रम રૂતિ પારદ્દા ટીકાર્ચ - પર્વ ... રતિ 1 દ્વિપદ મનુષ્ય આદિ, ચતુષ્પદ ગાય આદિ અને બહુપદ ભ્રમર આદિ, અપદ સર્પ આદિ, સમૃદ્ધ ઈશ્વર=ધનવાળો, અધર=દરિદ્ર, વા શબ્દથી પંડિત-મૂર્ખ આદિનું ગ્રહણ છે, તે સર્વને શું ? એથી કહે છે – અપકૃત હોતે છતે પણ=અપકારનો અભાવ હોવા છતાં પણ, કૃતાંત પોતાના આયુષ્યના ક્ષયરૂપ યમરાજ, પ્રાણોથી યુત કરે છે. એથી હતાશ થયેલો જીવ અપરિત્રાંત છેઃવિગત શ્રમવાળો છે અર્થાત્ કૃતાંતથી રક્ષણ કરવા માટે હતાશ થયેલો જીવ કોઈ પ્રયત્ન કરી શકતો નથી. ૨૦૬ ભાવાર્થ જીવો વિષય પ્રત્યે સંશ્લેષના પરિણામવાળા છે, તેથી સંશ્લેષને અનુસાર તે તે ભવના આયુષ્યને બાંધે છે અને તે આયુષ્યક્ષય એ જ યમરાજ છે. જીવે તેનો કોઈ અપકાર કર્યો ન હોય તોપણ બધાના પ્રાણોનો નાશ કરે છે. આ પ્રકારની સંસારની સુનિશ્ચિત વ્યવસ્થા છે અને આયુષ્યક્ષયથી પોતાનું રક્ષણ કરવા Page #342 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ ગાથા ૨૦૬-૨૦૦ ૩૨૩ માટે જીવ હજારો, ક્રોડો યત્ન કરે તોપણ હતાશ થયેલો જીવ ગયેલા શ્રમવાળો છે અર્થાત્ તેના રક્ષણ માટે કોઈ યત્ન કરી શકતો નથી. આમ ભાવન કરીને જેઓ વિષયોથી વિરક્ત થાય છે, જેના કારણે સર્વત્ર અસંગ પરિણામને પ્રાપ્ત કરે છે, તેઓ જ નવા આયુષ્યના બંધના અનર્થને પ્રાપ્ત કરતા નથી. જેથી આયુષ્યક્ષયના અનર્થરૂપ મરણની વિડંબના પ્રાપ્ત થાય, તે સિવાય આયુષ્યક્ષયરૂપ કૃતાંતથી પોતાનું રક્ષણ કોઈ કરી શકે તેમ નથી, છતાં અનંત મરણોનાં દુ:ખોથી જીવ નિર્વેદ પામતો નથી, આથી સંસારના ક્ષય માટે ઉદ્યમ કરવા સમર્થ બનતો નથી. II૨૦૬ના અવતરણિકા : अन्यच्च અવતરણિકાર્ય :- - અને બીજું=વળી જીવ દુઃખોથી નિર્વેદ પામતો નથી. તે બીજી રીતે બતાવે છે ગાથા = न य नज्जइ सो दियहो, मरियव्वं चाऽवसेण सव्वेण । आसापासपरद्धो, न करेइ य जं हियं वज्झो । २०७ ।। ગાથાર્થ ઃ તે દિવસ જણાતો નથી જ અને અવશથી સર્વએ મરવું પડશે, આશાપાશના ક્રોડ કરાયા છે જેના વડે એવો વધ્ય જીવ=પ્રાપ્ત થયેલા ભવમાં અનેક પ્રકારના મનોરથને વશ થયેલો જીવ, જે હિત છે તેને કરતો નથી. II૨૦૭II ટીકા - न च नैव ज्ञायते स दिवसो यत्र मरिष्यत इति शेषः, अथवा मर्त्तव्यमेव, चशब्दो अवधारणेSaशेन परायत्तेन सर्वेण जन्तुना, एवमपि स्थिते 'आसापासपरद्धो' मनोरथपाशक्रोडीकृतो न करोत्येव यदनुष्ठानं हितं पथ्यमात्मनो वध्य इव वध्यः सदा कृतान्तमुखान्तर्वर्तित्वादिति ।। २०७ ।। ટીકાર્ય - न च મુલ્લાન્તર્વતિત્વાવિત્તિ ।। તે દિવસ જણાતો નથી જ, જેમાં પોતે મરશે અને અવશ્ય મરવાનું છે, ચ શબ્દ અવધારણમાં છે, કઈ રીતે મરવાનું છે ? એથી કહે છે સર્વ જંતુ વડે અવશથી=પરાધીનપણાથી, મરવાનું છે, આ પ્રમાણે સ્થિત હોતે છતે પણ=ક્યારે મૃત્યુ થશે ? તેનું જ્ઞાન નથી, પણ અવશ્ય મરવાનું છે, એ પ્રમાણે સ્થિત હોતે છતે, આશાપાશથી – Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૭-૨૦૮ પરાધ મનોરથના પાશથી ઘેરાયેલો જીવ, જે હિત અનુષ્ઠાન છે, તે કરતો નથી જ=આત્માના પથ્યને કરતો નથી જ, કેવો જીવ કરતો નથી ? તે કહે છે – વધ્ય જેવો વધ્ય જીવ કરતો નથી; કેમ કે હંમેશાં કૃતાન્તના મુખની અંતતિપણું છે. ૨૦૭ ભાવાર્થ : સંસારના વાસ્તવિક સ્વરૂપનું નિર્મળ દૃષ્ટિથી અવલોકન થાય, તે માટે મહાત્મા સર્વને અનુભવસિદ્ધ વસ્તુ ઉપદેશ દ્વારા સ્પષ્ટ કરે છે – સર્વ જીવને અવશ્ય પરવશથી મરવાનું છે, પરંતુ કયા દિવસે મૃત્યુ થશે ? તેનું જ્ઞાન નથી. આ રીતે સ્વઅનુભવથી જેને પ્રત્યક્ષ દેખાતું હોય તે જીવ તો હંમેશાં પોતાના આત્માનું જે હિત હોય તેવું અનુષ્ઠાન કરે, પરંતુ સંસારી જીવો વિષયોમાં મૂઢ છે, તેથી પ્રત્યક્ષથી આ પ્રકારે દેખાય છે, તોપણ હજી મૃત્યુ નથી આવ્યું તો કંઈક ભોગસામગ્રી એકઠી કરું, કંઈક ધનસંચય કરું ઇત્યાદિ મનોરથના પાશથી ઘેરાયેલા હોય છે. પરમાર્થથી કૃતાન્તના મુખમાં હોવાના કારણે વધ્ય છે, તો પણ પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં આત્માને માટે જે પથ્ય અનુષ્ઠાન છે, તેને કરતા નથી, પરંતુ વિષયને પરવશ થઈને અનંત મરણોની પરંપરાના કારણને સેવે છે અને તત્કાલ પ્રાપ્ત વિષયોમાં મનુષ્યજન્મને નિષ્ફળ કરે છે. l૨૦ળા અવતરણિકા : तथा चाहઅવતરણિકાર્ચ - અને તે રીતે કહે છે=જે રીતે સંસારનું વાસ્તવિક સ્વરૂપ છે, તે બતાવીને આત્માનું હિત કરવાનો ઉલ્લાસ થાય તે રીતે કહે છે – ગાથા - संझरागजलबुब्बुओवमे, जीविए य जलबिंदुचंचले । जोवणे य नईवेगसन्निभे, पावजीव ! किमियं न बुज्झसे ।।२०८।। ગાથાર્થ : સંધ્યાનો રાગ અને જલના પરપોટા જેવું જીવિત હોતે છતે અને જલબિંદુ જેવું ચંચળ યૌવન હોતે છતે અને નદીના વેગ જેવો દ્રવ્યનો સંચય હોતે છતે હે પાપી જીવ ! શું આ પ્રકારે બોધ પામતો નથી ? Il૨૦૮II Page #344 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૮ ૩૨૫ ટીકા : सञ्झा इत्यादिरूपकं सन्ध्यारागश्च जलबुद्बुदश्चेति द्वन्द्वस्ताभ्यामुपमा यस्य तस्मिनेवंविधे जीविते आयुषि सति चशब्दो व्यवहितसम्बन्धः, जलबिन्दुचञ्चले च कुशाग्रादिलग्नजलवच्चपले वेत्यर्थः । उपमात्रयाभिधानमतितरलतादर्शनार्थं, यौवने तारुण्ये चशब्दाद् द्रव्यनिचयादौ च नदीवेगसन्निभे सरिज्जवतुल्ये सति हे पापजीव ! दुरात्मन् किमिदं न बुध्यसे पश्यन्नपीति ।।२०८।। ટીકાર્ય : સા .... પશ્યન્નપતિ | સંધ્યાનો રાગ અને જલતો પરપોટો એ પ્રકારે દ્વન્દ સમાસ છે, તે બો દ્વારા ઉપમા છે જેને તે આવા પ્રકારનું જીવિત હોતે છતે=આયુષ્ય હોતે છતે, શબ્દ વ્યવહિત સંબંધવાળો છે અને પાણીના બિંદુ જેવું ચંચલ યૌવન હોતે છતે કુશના અગ્ર ભાગે રહેલા પાણીના ટીપા જેવું ચપલ યૌવન હોતે છતે, ઉપમાત્રયનું કથત=સંધ્યાના રંગ, જલતો પરપોટો અને જલનું બિંદુ એ ત્રણ ઉપમા જીવિત અને યૌવનની અતિ તરલતા બતાવવા માટે છે, ૪ શબ્દથી ધનનો સમૂહ આદિ નદીના વેગ જેવા હોતે છતે હે પાપજીવ=દુરાત્મા, આને જોતો પણ તું શું બોધ પામતો નથી. I૨૦૮II - ભાવાર્થ સંધ્યાકાળનો સમય જોનારને સુંદર જણાય છે, પરંતુ તે સંધ્યાના રંગો પરિમિત સમય માટે હોય છે. થોડી વારમાં અંધકાર ફેલાય છે, તેમ પોતાનું જીવિત ગમે તેટલું દીર્ઘ હોય તોપણ અનંતકાળમાં સંધ્યાના રંગોની ક્ષણ જેટલું અલ્પ દેખાય છે; અનંતકાળની અપેક્ષાએ સો વર્ષ નહિ, ક્રોડો વર્ષ પણ સંધ્યાના રંગ તુલ્ય અલ્પ છે. વળી પાણીમાં પરપોટા થાય છે, તે ક્ષણમાં નાશ પામે છે, તેમ તે તે ભવના આયુષ્યરૂપી પરપોટો ક્ષણમાં નાશ પામે છે, તેથી જીવનું આયુષ્ય ઘણું દીર્ઘ હોય તોપણ અનંતકાળની અપેક્ષાએ પાણીના પરપોટા જેવું અલ્પકાલીન છે. વળી યૌવન જલના બિંદુ જેવું ચંચળ છે અર્થાત્ ઘાસના અગ્ર ભાગમાં લાગેલું પાણીનું બિંદુ ક્ષણમાં સુકાઈ જાય છે, તેમ ક્ષણમાં યૌવન પૂર્ણ થાય છે અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે. વળી સંસારી જીવો સુખી થવા માટે ધનનો સંચય કરે છે, તે પણ નદીના વેગ જેવો છે. જેમાં પાણીનો વેગ ક્ષણમાં નાશ પામે છે, તેમ પુણ્યના સહકારથી શ્રમ કરીને પ્રાપ્ત કરેલો ધનનો સમૂહ, જેવું પુણ્ય સમાપ્ત થાય કે તરત ચાલ્યો જાય છે. આ પ્રકારે સર્વ વસ્તુ અત્યંત અસ્થિર છે. આમ જોવા છતાં અસ્થિર જીવિત, અસ્થિર યૌવન અને અસ્થિર ધનસંચયમાં આસ્થા કરીને પાપી જીવ કેમ બોધ પામતો નથી ? વસ્તુતઃ પોતાનો આત્મા શાશ્વત હોવાથી સ્થિર છે. આત્માની અંતરંગ ગુણસંપત્તિ સ્થિર છે, તેને પ્રાપ્ત કરવા માટે જીવે સદા ઉદ્યમ કરવો જોઈએ, જેથી પ્રાપ્ત થયેલો ભવ આત્માના હિતનું કારણ બને, પરંતુ મૂઢ જીવ શાશ્વત આત્માની ચિંતા કરતો નથી, ભવમાં પ્રાપ્ત થયેલા વૈષયિક સુખમાં વ્યગ્ર રહે છે, માટે હે આત્મન્ ! તું બોધ પામ, એ પ્રકારે ઉપદેશ આપે છે. ૨૦૮ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૯ અવતરણિકા : इह चाबोधो विपर्यासरूपः स च प्रायेण गाढतरः कामाद् भवति तथा चाहઅવતરણિતાર્થ - અને અહીં પોતાના આત્માના હિત વિષયક, અબોધ વિપર્યાસરૂપ છે અને તે=વિપર્યાસ પ્રાય કામથી ગાઢતર થાય છે=કામના સેવનથી ગાઢ થાય છે અને તે રીતે કહે છે – ગાથા : ___ जं जं नज्जइ असुई, लज्जिज्जइ कुच्छणिज्जमेयं ति । तं तं मग्गइ अंगं, नवरि अणंगो त्थ पडिकूलो ।।२०९।। ગાથાર્થ : જે જે અશુચિ જણાય છે, કુત્સિત આ છે, જેથી કરીને લજ્જા પમાય છે, તે તે અંગનેત્રસ્ત્રીના અંગને, અહીં પ્રતિકૂળ એવો કામદેવ કેવળ ઈચ્છે છે. l૨૦૯ll ટીકા - __ यद्यदिति वीप्सया सर्वसङ्ग्रहमाह-ज्ञायते बालैरपि यदुताशुचि अशुद्धं लज्यते येन च कुत्सनीयमेतदिति कृत्वा तं तं मग्गइत्ति मृगयते अभिलषत्यङ्गं योषिज्जघनविवरादिकमवयवं, नवरं केवलमनङ्गो मदनस्तस्यैव तत्प्रार्थनहेतुत्वात् पुरुषात् पार्थक्येन कर्तृत्वमत्र लोके प्रतिकूलो गाढविपर्ययरूपत्वात् प्रतिलोम इति । उक्तं चयल्लज्जनीयमतिगोप्यमदर्शनीयं, बीभत्समुल्बणमलाविलपूतिगन्धि । तद्याचतेऽङ्गमिह कामकृमिस्तदेवं, किं वा दुनोति न मनोभववामता सा ।।१।। ।।२०९।। ટીકાર્ય : યતિ વાત સા વત્ ર્ એ પ્રમાણે વીસાથી સર્વ સંગ્રહને કહે છે. બાલો વડે પણ જણાય છે, શું જણાય છે તે ચતુત થી કહે છે – અશુચિ-અશુદ્ધ અને જેના વડે=જે અશુચિ વડે, આ કુત્સિત છે, જેથી કરીને લજ્જા પમાય છે, તે તે અંગનેત્રસ્ત્રીઓના જઘન-વિવર આદિ અવયવ રૂપ અંગ તેને, કેવલ અનંગ=કામ, અભિલાષ કરે છે, તેનું જ=કામનું જ, તેની પ્રાર્થનાનું હેતુપણું હોવાથી=સ્ત્રીના અંગની ઈચ્છાનું હેતુપણું હોવાથી, પુરુષથી પૃથફપણા વડે કર્તુત્વ છે. અહીં= લોકમાં, પ્રતિકૂળ એવો અવંગ=કામ, તે તે અંગને ઈચ્છે છે, એમ અવય છે, ગાઢ વિપર્યયરૂપપણું હોવાથી કામ પ્રતિલોમ છે અને એ પ્રમાણે કહેવાયું છે – જે લજ્જનીય છે, અતિ ગોપ્ય છે, અદર્શનીય છે, બીભત્સ છે, પ્રબળ મલથી યુક્ત પૂતિગંધવાળું છે, તે Page #346 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૯-૨૧૦ ૩૨૭ અંગને અહીં=સંસારમાં, કામરૂપી કીડો યાચના કરે છે, તે કારણથી આ રીતે=આવા કુત્સિત અંગને ઈચ્છે છે એ રીતે, કેમ દુભાતો નથી ? તે મનોભવની વક્રતા છે. ૨૦૯ ભાવાર્થ : સંસારમાં જીવોને આત્મહિત છોડીને પુદ્ગલમાં પ્રવૃત્તિ કરાવે તેવો વિપર્યાસરૂપ અબોધ પ્રાયઃ કામના ઉદયથી થાય છે, તેથી તેનું કુત્સિત સ્વરૂપ બતાવીને આત્માને જાગૃત કરવા માટે અનુશાસન આપતાં કહે છે – શરીરની અશુચિ સર્વ જાણી શકે છે અને આ કુત્સિત છે, એમ જાણીને બધાને લજ્જા આવે છે, તેવાં પણ સ્ત્રીઓનાં અંગોને આત્મામાં વર્તતો આત્માને પ્રતિકૂળ એવો કામ ઇચ્છે છે, એ જ બતાવે છે કે આત્મામાં વિપર્યાસ કરાવનાર આ કામ છે; કેમ કે જે પ્રત્યક્ષથી અત્યંત કુત્સિત જણાય છે, તેના પ્રત્યે પણ જીવને કુત્સિતતાને બદલે સુખની બુદ્ધિ થાય છે. તેથી વાસ્તવિકતાનો વિચાર કર્યા વગર મૂઢ થઈને અન્યનાં કુત્સિત અંગો સાથે ચેષ્ટા કરીને આનંદ લેવાનો યત્ન કરે છે. વસ્તુતઃ આત્મામાં તેવો મૂઢતા આપાદક વેદનો ઉદય ન હોય તો ક્યારેય તેવો ભાવ થાય નહિ તે પ્રત્યક્ષ સિદ્ધ પદાર્થ છે, છતાં વ્યાપક રીતે આ જગત કામથી મૂઢ થઈને પોતાનો પ્રાપ્ત થયેલો ભવ નિષ્ફળ કરે છે. આ રીતે પદાર્થના વાસ્તવિક સ્વરૂપનું ભાવન કરીને આત્માને અનુશાસન આપવું જોઈએ, જેથી મૂઢતાનો પરિહાર થાય અને શાશ્વત આત્માના હિત માટે શું ઉચિત છે, એના કર્તવ્યનું ભાન થાય. l૨૦૯ અવતરણિકા : તથા અવતરણિકાર્ચ - અને અન્ય પ્રકારની કામની વિડંબના કેવી છે ? તે બતાવે છે – ગાથા - सव्वगहाणं पभवो, महागहो सव्वदोसपायट्टी । कामग्गहो दुरप्पा, जेणऽभिभूयं जगं सव्वं ।।२१०।। ગાથાર્થ : સર્વ ગ્રહોનું ઉત્પત્તિસ્થાન સર્વ દોષોનો પ્રવર્તક દુરાત્મા એવો કામગૃહ મહાગ્રહ છે, જેનાથી સર્વ જગત વશ કરાયું છે. ર૧૦II ટીકા :सर्वग्रहाणां समस्तोन्मादानां, प्रभव-उत्पत्तिस्थानं, महाग्रहो बृहदुन्मादः, 'सव्वदोसपायट्टि' त्ति Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૦-૨૧૧ सर्वदोषाणां परदाराकर्षणादीनां प्रवर्तक इत्यर्थः कोऽसौ कामग्रहो मदनचित्तभ्रमः, दुरात्मा दुष्टस्वभावः, येनाभिभूतं वशीकृतं जगत् सर्वमिति ।।२१०।। ટીકાર્ય : સર્ઘ દાખi ... સર્વમિતિ | સર્વ ગ્રહોનો પ્રભાવકજીવમાં પ્રગટ થતા સર્વ ઉન્માદોનું ઉત્પત્તિસ્થાન, કામગ્રહ છે, એમ અવય છે, મહાગ્રહ છે=મોટો ઉન્માદ છે, સર્વ દોષોનો=પરસ્ત્રી આકર્ષણાદિનો, પ્રવર્તક સામગ્રહ છે=મદનચિત્તનો ભ્રમ છે, દુરાત્મા છે=દુષ્ટ સ્વભાવવાળો છે, જેના વડે સર્વ જગત વશ કરાયું છે. પર૧૦ || ભાવાર્થ : સંસારમાં જ્યારે જીવના ખરાબ ગ્રહો વર્તતા હોય ત્યારે જીવને અનેક આપત્તિઓ આવે છે. તેવી આપત્તિઓને પ્રગટ કરનારા બધા ઉન્માદરૂપી ગ્રહોનું ઉત્પત્તિસ્થાન કામ છે; કેમ કે કામની ઇચ્છાવાળાને ધનાદિની આવશ્યકતા રહે છે, તેથી ધનસંચયનો ઉન્માદ થાય છે. વળી કામનો ઉદ્રેક સ્ત્રી સાથે વિવિધ વિલાસ કરીને આનંદ મેળવવા માટે અનેક પ્રકારના લેશોનો ઉદ્ભવ કરાવે છે. તેથી જીવમાં સર્વ ઉન્માદોનું ઉત્પત્તિસ્થાન કામ છે; કેમ કે ધનાદિના ઉન્માદ કરતા કામના ઉન્માદને શાંત કરવો અતિદુષ્કર છે. વળી સર્વ દોષોનો પ્રવર્તક છે; કેમ કે કામને વશ પરસ્ત્રીસેવન વગેરે અનેક અનર્થો પ્રાપ્ત થાય છે, વળી કામજન્ય ચિત્તનો વિભ્રમ દુષ્ટ સ્વભાવવાળો છે; કેમ કે ચિત્તમાં કુત્સિત વિકલ્પો કરાવીને આત્માની સદા વિડંબના કરે છે. જેનાથી આખું જગત વશ કરાયું છે, તેના કારણે જગતના જીવો સંસારના ભ્રમણથી બહાર નીકળી શકતા નથી. આ પ્રકારે કામની વિડંબનાનું સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક ભાવન કરીને બુદ્ધિમાન પુરુષે કામના વિકારોનું શમન થાય અને આત્માનો અવેદી સ્વભાવ પ્રગટ થાય તે રીતે યત્ન કરવો જોઈએ. ર૧ના ગાથા : जो सेवइ किं लहई ?, थामं हारेइ दुब्बलो होइ । पावेइ वेमणस्सं, दुक्खाणि य अत्तदोसेणं ।।२११।। ગાથાર્થ : જે કામને સેવે છે તે શું પ્રાપ્ત કરે છે? અર્થાત્ કંઈ પણ પ્રાપ્ત કરતો નથી, બળને નાશ કરે છે, દુર્બળ થાય છે, વૈમનસ્યને પામે છે, આત્મદોષથી દુઃખોને પ્રાપ્ત કરે છે. ર૧૧] ટીકા : यः सेवते भजते तं कामं स किं लभते ? तृप्त्यादिकं न किञ्चिदित्यर्थः, केवलं 'थाम' ति बलं हारयति तत्सेवनात् ततश्च दुर्बलो भवति, तथा प्राप्नोति वैमनस्यं चित्तोद्वेगं, दुःखानि च क्षयव्याधिप्रभृतीन्यात्मदोषेण स्वापराधेन इति ।।२११।। Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૧-૨૧૨ ટીકાર્ય : યઃ સેવને ... સ્વાપર ધેન તિ || જે કામને સેવે છે તે શું પ્રાપ્ત કરે છે ? તૃપ્તિ આદિ કંઈ પ્રાપ્ત કરતો નથી, કેવલ થામ=બળને નાશ કરે છે. શેનાથી નાશ કરે છે ? એથી કહે છે – તેના સેવનથી કામના સેવનથી, નાશ કરે છે અને તેથી દુર્બળ થાય છે=શરીરના વીર્યક્ષયને કારણે દુર્બળ થાય છે અને વૈમનસ્યતા=ચિતના ઉદ્વેગ, પ્રાપ્ત કરે છે અને આત્મદોષથી સ્વઅપરાધથી, ક્ષય-વ્યાધિ વગેરે દુઃખોને પ્રાપ્ત કરે છે. l૨૧૧|| ભાવાર્થ - અનાદિથી આત્મામાં સ્થિર થયેલ વેદના ઉદયથી થતી વિડંબનાને પ્રત્યક્ષ જોવા છતાં જીવ કામને સેવે છે, તેનાથી તેને તૃપ્તિ આદિ કંઈ પ્રાપ્ત થતું નથી, પરંતુ શરીરનું વીર્ય નાશ પામે છે, તેથી દુર્બળ થાય છે. અતિકામસેવનને કારણે ક્ષીણ થયેલા શરીરવાળો હંમેશાં ચિત્તના ઉદ્વેગવાળો બને છે. વળી ક્ષય-વ્યાધિ વગેરે દુ:ખોને પ્રાપ્ત કરે છે, તેથી જે કામ વર્તમાન ભવમાં કેવળ અનર્થકારી છે, કોઈ પ્રકારની સ્વસ્થતાનું કારણ નથી, છતાં મોહથી મૂઢ થયેલા જીવો તેનો પરિહાર કરવા સમર્થ બનતા નથી. આ પ્રકારે વર્તમાનમાં થતા કામના અનર્થોનું ભાવન કરીને કામવૃત્તિને શાંત કરવા યત્ન કરવો જોઈએ. ૨૧૧ અવતરણિકા : अन्यच्चઅવતરણિકાર્ય : અને બીજું=બીજી કામની શું વિકૃતિ થાય છે ? તે બતાવે છે – ગાથા : जह कच्छुलो कच्छं, कंडुयमाणो दुहं मुणइ सुक्खं । मोहाउरा मणुस्सा, तह कामदुहं सुहं बिंति ।।२१२।। ગાથાર્થ : જે પ્રમાણે ખણજના રોગવાળો ખણજને કરતો દુઃખને સુખ જાણે છે, તે પ્રકારે મોહાતુર મનુષ્યો કામરૂપ દુઃખને સુખ કહે છે. ll૧II ટીકા - जह कच्छुल्लो कच्छं ति यथा पामावान् पामां कण्डूयमानो नखादिभिर्दुःखं तदुपतप्तिरूपं Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૨-૧૩ मन्यते सौख्यं, मोहातुरा मदनविपर्यासविह्वला मनुष्याः जीवास्तथा कामदुःखं सुखं ब्रुवते स्वतोषात् પરંભે થિન્તિ પારા ટીકાર્ય : નદ .... તથતિ . જે પ્રમાણે ખણજ રોગવાળો ખણજd=તખાદિથી ખણજને, કરતો તેની ઉપતપ્તિરૂપ દુઃખને સુખ માને છે, મોહાતુર મદનના વિપર્યાસથી વિહ્વળ મનુષ્યો, તે પ્રકારે કામના દુઃખને સ્વતોષથી સુખ કહે છે=બીજાને સુખ કહે છે. ll૨૧૨ા. ભાવાર્થ : જેમ કોઈને ખણજનો રોગ હોય અને બુદ્ધિનો અત્યંત વિપર્યા હોય તો ખણવાની ક્રિયામાં પોતે સુખનો અનુભવ કરે છે તેમ માને છે, તેમ કામને પરવશ જીવો સ્પષ્ટ રીતે કામની વિહ્વળતા અનુભવાતી હોય તોપણ કામસેવનની ક્રિયાને આ સુખ છે, એ પ્રમાણે બીજાને કહે છે; કેમ કે અંતરંગ વિકારને કારણે તે પ્રકારની ક્રિયાથી તેને સુખ થાય છે. જેમ દેહમાં તે પ્રકારની વિકૃતિને કારણે પણ થાય છે અને તે ખણનારને તે મીઠી લાગે છે, તેમ કામને પરવશ જીવોને કામ મધુર મધુર લાગે છે. આ પ્રકારે ભાવન કરીને પણ કામની વિકૃતિ વિકૃતિ છે, તેમ સ્થિર કરવાથી કામના વિકારો શાંત થાય છે, તેથી જીવને નિર્વિકારી અવસ્થા પ્રત્યે ઉત્સાહ થાય છે, તેથી મોહનો નાશ સુખપૂર્વક કરી શકે છે. li૨૧શા અવતરણિકા : तेषां च यद् भवति तदाहઅવતરણિકાર્ય - તેઓને-પાંચ ઈન્દ્રિયોના પરવશ જીવોને, જે થાય છે, તેને કહે છે – ગાથા - विसयविसं हालहलं, विसयविसं उक्कडं पियंताणं । विसयविसाइन्नं पिव, विसयविसविसूइया होइ ।।२१३।। ગાથાર્થ : ઉત્કટ વિશદ વિષને પીનારાઓને જેમ વિશદ વિષનું અજીર્ણ થાય છે, તેમ હાલાહલ સધ ઘાતિ એવા, ઈન્દ્રિયોના વિષયરૂપી વિષને પીનારાઓને વિષયવિષવિસૂચિકા થાય છે. ll૧૩II ટીકા : विषया एव मारणात्मकत्वात् विषं हालाहलं सद्यो घाति, तत्पिबतां विषयविषविसूचिका भवतीति सम्बन्धः, किमिवेत्याह-विशदविषं स्पष्टविषम् उत्कटं तीव्र कालकूटादिकं पिबतां Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૩-૨૦૧૪ विशदविषाजीर्णमिव प्रकटविषाजरणमिव मारणात्मकं विषये गोचरे विषविसूचिका तदजीर्णातिरेकलक्षणा सा भवति, कालकूटादिविषभोजिन इव शब्दादिविषयभोजिनोऽनन्तसंसाररूपं तद्विपाकान्मरणं પ્રસ્તુવન્નીચર્થ iારરૂા. ટીકાર્ચ - વિષય પર્વ ... પ્રખુવીત્યર્થ. 1 વિષયો જ મારણાત્મકપણું હોવાથી વિષ, હાલાહલ છે=સદ્ય ઘાતિ છે તત્કાલ મારનાર છે, તેને પોતાને વિષયવિષવિસૂચિકા થાય છે, એ પ્રમાણે સંબંધ છે. કોની જેમ ? એથી કહે છે – વિશદ એવા વિષને સ્પષ્ટ વિષને, ઉત્કટ=તીવ્ર કાલકૂટ આદિને, પીતા પુરુષને વિશદવિષ અજીર્ણની જેમ વિષયવિષવિસૂચિકા થાય છે, એમ અવય છે=પ્રગટ વિશ્વના અજરણની જેમ મારણાત્મક વિષયમાં વિષવિસૂચિકા–તેના અજીર્ણના અતિરેકરૂપ તે અર્થાત્ વિષવિસૂચિકા થાય છે, તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – કાલકૂટ આદિ વિષને ખાનારાની જેમ શબ્દાદિ વિષયોને ભોગવનારાઓને અનંત સંસારરૂપ તેના વિપાકથી મરણ પ્રાપ્ત થાય છે, એ પ્રકારનો અર્થ છે. પર૧૩ના ભાવાર્થ - જેમ કોઈ મનુષ્ય ઉત્કટ એવા કાલકૂટ આદિ વિષનું પાન કરે તો તત્કાલ મરણ પામે છે, તેમ હાલાહલ વિષયવિષને ભોગવનારા સંસારી જીવને તેમાં જેમ જેમ સુખની બુદ્ધિ સ્થિર થાય છે અને સુખની બુદ્ધિનો પરિણામ જેટલો દૃઢ થાય છે, તેટલો વિપર્યાસ થાય છે. તે દઢ વિપર્યાસને કારણે અનંત સંસારમાં અનંત મરણોને પ્રાપ્ત કરે છે. તેથી એ ફલિત થાય કે જેઓ વિષયોને અસાર જાણીને વિષયોથી વિમુખ વિમુખતર થઈ રહ્યા છે, છતાં અનાદિના સંસ્કારને કારણે વિષયોની અત્યંત ઇચ્છા થાય ત્યારે કામનું કંઈક સેવન કરે છે, તોપણ આ કામના સેવનની પ્રવૃત્તિ એ મારી વિકૃતિ છે, તેમ ભાવન કરીને તેને શિથિલ શિથિલતર કરે છે, તેઓ ક્રમસર અનંત મરણના ઉપદ્રવથી રક્ષણ પામી રહ્યા છે, પરંતુ જે વિષયમાં વૃદ્ધિવાળા છે, તેઓને તો વિષયમાં જ સુખબુદ્ધિ છે, વિષયો વિકાર ઉત્પન્ન કરે છે, તેવો બોધ થતો નથી અને વિકારી સુખથી અતિરિક્ત પારમાર્થિક સુખ પ્રત્યે વલણ થતું નથી. તેઓને વિષયોના વિકારો વૃદ્ધિ પામીને અનંત સંસારના પરિભ્રમણનું કારણ બને છે. આથી ચૌદ પૂર્વધર પણ કોઈક તેવા પ્રકારના પ્રમાદને વશ રસગારવ, ઋદ્ધિગારવ કે શાતાગારવને વશ થાય છે, ત્યારે વિષયોમાં સુખની બુદ્ધિને સ્થિર કરીને અનંત સંસાર ભમે છે, તેથી વિષયો કાલકૂટ વિષ કરતાં પણ અધિક કદર્થનાનું કારણ છે. ll૧૩ અવતરણિકા :अत एवाह Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ અવતરણિકાર્ય : આથી જ કહે છે—વિષયો કાલકૂટ વિષ જેવા છે. આથી જ કહે છે ગાથા = ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૪ एवं तु पंचहिं आसवेहिं रयमाइणित्तु अणुसमयं । चउगइदुहपेरंतं, अणुपरियट्टंति संसारे । । २१४ ॥ ગાથાર્થ ઃ આ રીતે જ સંસારમાં પાંચ આશ્રવો વડે દરેક સમયે રજને ગ્રહણ કરીને પછીથી ચાર ગતિનાં દુઃખોના અનુભવના પ્રકર્ષપૂર્વક ભમે છે=જીવો ભ્રમણ કરે છે. II૨૧૪]I ટીકા ઃ एवमेव वर्णितस्थित्या पञ्चभिराश्रवत्यात्मनि सङ्गलति कर्म यैस्ते आश्रवास्तैश्चक्षुरादिभिः प्राणातिपातादिभिर्वा किं ? रजः पापमादाय गृहीत्वाऽनुसमयं प्रतिक्षणं चतसृषु गतिषु दुःखानि चतुर्गतिदुःखानि तेषां पर्यन्तः सीमा तदनुभवप्रकर्षो यस्मिन्नटने तत् तथेति क्रियाविशेषणम्, अनुपर्यटन्ति रजोग्रहणात् पश्चाद् भ्रमन्ति संसारे भव इति ।। २१४ । ટીકાર્ય ઃ एवमेव ભવ કૃતિ ।। આ રીતે જ=વર્ણન કરાયેલી સ્થિતિથી=ગાથા-૨૧૩માં કહ્યું કે પાંચે ઈન્દ્રિયોના વિષયો હાલાહલ વિષ જેવા છે, એ પ્રકારે વર્ણન કરાયેલી સ્થિતિથી, પાંચ આશ્રવો વડે=આત્મામાં કર્મ એકઠાં થાય છે જેના વડે તે આશ્રવો તે ચક્ષુ આદિ અથવા પ્રાણાતિપાત આદિ પાંચ આશ્રવો વડે, શું ? એથી કહે છે દરેક સમયે રજને=પાપને, ગ્રહણ કરીને ચાર ગતિઓમાં દુઃખોને=ચતુર્ગતિ દુઃખોને, તેઓનો પર્યંત=સીમા, તેના અનુભવનો પ્રકર્ષ છે જે અટનમાં તે તેવા છે તેને સંસારમાં=ભવમાં, અનુપર્યટન કરે છે=કર્મરૂપી રજને ગ્રહણ કરીને પછીથી ભમે છે. ૨૧૪॥ ભાવાર્થ: ..... – ગાથા-૨૧૩માં કહ્યું એ પ્રમાણે જેઓ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં વૃદ્ધિવાળા છે, તેવા જીવોને ઇન્દ્રિયોના વિષયો જ સારભૂત જણાય છે. તેમાં સુખ છે, અન્યત્ર સુખ નથી. તેવો દૃઢ વિપર્યાસ વર્તે છે, તેવા જીવો વિષયોના સેવનરૂપ આશ્રવોથી અથવા પ્રાણાતિપાતાદિ આશ્રવોથી સતત કર્મરજને ગ્રહણ કરે છે અને વિષયોમાં અતિવૃદ્ધિ હોવાથી ક્લિષ્ટ કર્મો બાંધીને ચાર ગતિનાં દુઃખોને ભોગવતા સંસારમાં ભમે છે, એથી પાંચે ઇન્દ્રિયના વિષયો જીવને માટે કેવળ વિનાશનું કારણ છે, સુખનું કારણ નથી, છતાં વિષયોને ૫૨વશ થયેલા અને તેમાં જ સુખબુદ્ધિને જોનારા જીવોને સંસારની સર્વ પ્રકારની કદર્થના પ્રાપ્ત થાય છે. II૨૧૪ Page #352 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૫ અવતરણિકા : तथाहि 333 અવતરણિકાર્ય : તે આ પ્રમાણે=પાંચ આશ્રવો દ્વારા કર્મ બાંધીને ચાર ગતિમાં પરિભ્રમણ પામે છે, તે આ પ્રમાણે ગાથાઃ सव्वगईपक्खंदे, काहिंति अणंतए अकयपुन्ना । जे य न सुणंति धम्मं, सोऊण य जे पमायंति ।। २१५ ।। ગાથાર્થ : અને જેઓ ધર્મને સાંભળતા નથી અને સાંભળીને જેઓ પ્રમાદ કરે છે, તેઓ નહિ કરાયેલા પુણ્યવાળા અનંત એવા સંસારમાં સર્વગતિ પ્રસ્કન્દને=સર્વ ગતિમાં ગમનને, કરશે. II૨૧૫II ટીકા ઃ सर्वगतिप्रस्कन्दान् समस्तगतिगमान् करिष्यन्ति अनन्तकेऽनिधने संसार इति गम्यते, अकृतपुण्याः सन्तः, के ? ये च न शृण्वन्ति धर्मं सर्वज्ञोक्तं, श्रुत्वा च चशब्दौ समुच्चयार्थी ये प्रमादयन्ति શિથિલયનીતિ શ્ય।। ટીકાર્થ ઃ સર્વ પતિપ્રòન્વાન્ ... શિથિલયન્તીતિ ।। સર્વગતિના પ્રસ્કંદને=સર્વ ગતિના ગમનને, અનંત=અનિધન એવા સંસારમાં, કરશે=અકૃત પુણ્યવાળા કરશે અને કોણ કરશે ? એથી કહે છે જેઓ સર્વજ્ઞ વડે કહેવાયેલા ધર્મને સાંભળતા નથી અને સાંભળીને જેઓ પ્રમાદ કરે છે, તેઓ અંત વગરના સંસારની સર્વ ગતિમાં ગમન કરશે, એમ અન્વય છે. II૨૧૫।। ભાવાર્થ : જેઓ પાંચે ઇન્દ્રિયોને વશ છે અને પ્રાણાતિપાતાદિ પાંચે આશ્રવોને સેવે છે, તેઓ અકૃત પુણ્યવાળા છતાં અંત વગરના સંસારમાં સર્વ ગતિઓમાં પરિભ્રમણ કરશે અને જેઓ ભગવાનના ધર્મને સાંભળતા નથી અને સાંભળીને પણ પ્રમાદમાં પડેલા છે, તેઓ પ્રાણાતિપાતાદિ કરીને ચાર ગતિમાં પરિભ્રમણને ક૨શે, માટે સર્વજ્ઞકથિત ધર્મ સાંભળવો જોઈએ અને સાંભળ્યા પછી તેના પરમાર્થને જાણવા યત્ન કરવો જોઈએ અને શક્તિને ગોપવ્યા વગર સર્વજ્ઞના વચનથી આત્માને ભાવિત કરીને પાંચેય ઇન્દ્રિયોના વિષયોના સંશ્લેષથી આત્માનું રક્ષણ કરવું જોઈએ અને શક્તિ અનુસાર પ્રાણાતિપાતાદિ પાંચે આશ્રવોનો ત્યાગ કરવો જોઈએ. જેથી સંસારના પરિભ્રમણથી આત્માનું રક્ષણ થાય. II૨૧૫॥ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૬ અવતરણિકા : तदेष प्राप्तधर्माणां शैथिल्येऽपायो गदितोऽधुना तमादित एव ये न प्रतिपद्यन्ते तेषां विशेषतोऽ. पायमतिदिशनाहઅવતરણિકાર્ય : તે આ પ્રાપ્ત કરાયેલા ધર્મવાળાઓના શૈથિલ્યમાં અપાય કહેવાયો. હવે તેને=ધર્મને, જેઓ આદિથી જ સ્વીકારતા નથી, તેઓને વિશેષથી અપાય છે, એ પ્રકારના અતિદેશને કરતાં કહે છે – ગાથા : अणुसिट्ठा य बहुविहं मिच्छद्दिट्टी य जे नरा अहमा । बद्धनिकाइयकम्मा, सुगंति धम्मं न य करेंति ।।२१६ ।। ગાથાર્થ : બહુ પ્રકારે અનુશાસન કરાયેલા જે મિથ્યાષ્ટિ અધમ પુરુષો બંધાયેલા નિકાચિત કર્મવાળા છે, તેઓ ધર્મને સાંભળે છે અને કરતા નથી. ll૧૬ના ટીકા : चशब्दोऽपिशब्दार्थः, अनुशिष्टा अपि धर्मदेशनया चोदिता अपि, बहुविधं नानारूपं, मिथ्यादृष्टयश्च विपर्यस्तबुद्धयो ये नराः पुरुषाः, अधमा नीचास्ते नितरां सर्वगतिप्रस्कन्दाननन्तसंसारे करिष्यन्तीत्यर्थः । यतो बद्धं स्वप्रदेशैः श्लेषितं निकाचितमवश्यवेद्यावस्थां नीतं कर्म ज्ञानावरणादि यैस्ते तथाभूताः शृण्वन्ति धर्मं क्वचित् पराभियोगात् समवसरणादिगमने न च नैव कुर्वन्तीति ।।२१६।। ટીકાર્ય : રશોf .... Qીતિ | જ શબ્દ જ શબ્દના અર્થવાળો છે, બહુ પ્રકારે=જુદી જુદી રીતે, અનુશાસન કરાયેલા પણ=ધર્મદેશનાથી પ્રેરણા કરાયેલા પણ, મિથ્યાષ્ટિઓ=વિપર્યસ્ત બુદ્ધિવાળા, જે અધમ પુરુષો છે તેઓ અનંત સંસારમાં સર્વ ગતિઓમાં ગમન કરશે, જે કારણથી બદ્ધ સ્વ પ્રદેશોથી શ્લેષિત, નિકાચિત અવશ્ય વેધ અવસ્થાને પ્રાપ્ત કરાયેલા જ્ઞાનાવરણીય આદિ કર્મ છે જેમના વડે તે તેવા પ્રકારના જીવો ક્યારેક પરના અભિયોગથી=દાક્ષિણ્યથી, સમવસરણ આદિમાં ગમન થયે છતે ધર્મને સાંભળે છે, કરતા નથી જ. ll૨૧૬ ભાવાર્થ : જે જીવોને ગાઢ ક્લિષ્ટ કર્મો બંધાયેલાં છે તે અધમ પુરુષો છે અને આત્માના વાસ્તવિક સ્વરૂપને જોવામાં વિપર્યસ્ત બુદ્ધિવાળા છે, તેથી બહુ પ્રકારે ધર્મદેશનાથી પ્રેરણા કરાયેલા પણ તેઓને ધર્મ સમ્યફ Page #354 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૬-૧૭ ૩૩૫ પરિણમન પામતો નથી અર્થાત્ તેઓ કોઈક રીતે ધર્મ સાંભળે છે, તોપણ ધર્મમાં તેમને રુચિ થતી નથી, પરંતુ તેમની રુચિ બાહ્ય વિષયોમાં વર્તે છે, તેથી તેઓ ધર્મ કરતા નથી અને ક્લિષ્ટ કર્મોને કારણે ભોગાદિમાં સંશ્લેષ પામીને ચાર ગતિઓના પરિભ્રમણને પ્રાપ્ત કરશે. આ રીતે ભાવન કરીને પણ કલ્યાણના અર્થી જીવે ચિત્તને વિષયોથી વિમુખ કરવા યત્ન કરવો જોઈએ, જેથી અનંત સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થાય નહિ. I૧૬ના અવતરણિકા : ये तु कुर्वन्ति तेषां गुणमाहઅવતરણિકાર્ય :વળી જેઓ ધર્મને કરે છે તેઓના ગુણને કહે છે – ગાથા - पंचेव उज्झिऊणं, पंचेव य रक्खिऊण भावेणं । कम्मरयविप्पमुक्का, सिद्धिगइमणुत्तमं पत्ता ।।२१७।। ગાથાર્થ : પાંચે ય હિંસાદિનો ત્યાગ કરીને, અહિંસાદિ પાંરોનું ભાવથી રક્ષણ કરીને કર્મરજથી મુકાયેલા જીવો ઉત્તમ સિદ્ધિગતિને પામ્યા. Il૨૧૭ll ટીકા : पञ्चैव हिंसादीनि उज्झित्वा परित्यज्य, पञ्चैवाहिंसाप्रभृतीनि स्पर्शनादीनि वा रक्षित्वा प्रतिपाल्य स्वगोचरेभ्यो रागद्वेषाकरणेन निवर्त्य भावात् परमार्थतः, किं ? कर्मरजोविप्रमुक्ताः सन्तः सिद्धिगतिं मोक्षमनुत्तमा वरिष्ठां प्राप्ता इति ।।२१७।। ટીકાર્ય : પન્થવ .... પ્રાપ્ત તિ | હિંસાદિ પાંચેયને છોડીને, અહિંસા વગેરે અથવા સ્પર્શત=સ્પર્શનેન્દ્રિય, વગેરે પાંચેયને ભાવથી=પરમાર્થથી, રક્ષણ કરી=પ્રતિપાલન કરીને અથવા સ્વવિષયોથી રાગદ્વેષતા અકરણથી તિવર્તન કરીને કમરજથી મુકાયેલા છતાં અનુત્તમ એવી મોક્ષગતિને શ્રેષ્ઠ એવી મોક્ષગતિને પામ્યા. ૨૧૭ ભાવાર્થ : જેઓ સર્વજ્ઞના વચનને સાંભળીને સંસારના પરિભ્રમણથી વિરક્ત થયા છે, તેઓ હિંસા આદિ પાંચ પાપોનો ત્યાગ કરે છે અને અહિંસા આદિ પાંચ મહાવ્રતોમાં સતત યત્ન કરે છે, પાંચ ઇન્દ્રિયોના સંવરમાં Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૭, ૨૧૮-૨૧૯ સતત યત્ન કરે છે અને ભાવથી કોઈ વિષયનો સંશ્લેષ ન થાય તે રીતે આત્માના સંવરભાવનું રક્ષણ કરે છે. જેનાથી તેઓનું ચિત્ત વીતરાગ ભાવના ગુણોને સ્પર્શે છે. અસંગભાવને અનુકૂળ બળસંચયવાળા થાય છે, વિષયોના વિકારો ક્ષીણ ક્ષીણતર થાય છે. તેના કારણે કર્મરજથી મુકાયેલા એવા તેઓ અનુત્તમ સિદ્ધિગતિને પામ્યા છે, તેથી સંસારના ઉપદ્રવથી આત્માનું રક્ષણ ઇચ્છતા મહાત્માએ સતત જિનવચનનું દઢ અવલંબન લઈને પાંચ મહાવ્રતોમાં યત્ન કરવો જોઈએ. જેથી પાંચેય ઇન્દ્રિયોના વિકારો ક્ષીણ ક્ષીણતર થાય અને નિર્વિકારી એવો પોતાનો આત્મા વીતરાગના વચનથી ભાવિત થઈને વીતરાગ તુલ્ય બને. I૨૧ળા અવતરણિકા - तदिदं सङ्क्षपतो मुक्तिकारणमुक्तमधुना विस्तरतस्तदभिधित्सुराहઅવતરણિતાર્થ - તે આ પૂર્વગાથામાં કહ્યું એ, સંક્ષેપથી મોક્ષનું કારણ કહેવાયું. હવે વિસ્તારથી તેને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : नाणे दंसणचरणे, तवसंजमसमिइगुत्तिपच्छित्ते । दमउस्सग्गववाए, दव्वाइअभिग्गहे चेव ।।२१८ ।। सद्दहणायरणाए, निच्चं उज्जुत्तएसणाइ ठिओ । तस्स भवोदहितरणं, पव्वज्जाए य जम्मं तु ॥२१९ ।। ગાથાર્થ : જ્ઞાનમાં, દર્શન અને સાત્રિમાં, તપ-સંયમ-સમિતિ-ગુપ્તિ-પ્રાયશ્ચિત્તમાં, દમન અર્થાત્ ઈન્દ્રિયોનું દમન ઉત્સર્ગ અને અપવાદમાં, દ્રવ્યાદિ અભિગ્રહમાં, શ્રદ્ધાનપૂર્વક આચરણામાં, એષણામાં જે હંમેશાં ઉઘુક્ત રહેલા છે, તેનો જન્મ અને પ્રવજ્યાનો જન્મ ભાવોદધિતરણ છે. ll૧૮-૨૧૯ll. ટીકા : ज्ञानादिषु यः स्थितस्तस्य मुक्तये जन्मेति सक्षेपार्थः । तत्र ज्ञानमवबोधरूपं तस्मिंस्तथा दर्शनं श्रद्धानं, चरणं क्रिया, दर्शनं च चरणं च दर्शनचरणं चैकवद्भावस्तस्मिन्, तपोऽनशनादि, संयमः पृथिवीरक्षणादिः, समितयः ई-द्याः, गुप्तयो मनःप्रभृतीनां निरोधः, प्रायश्चित्तमालोचनादि, तपश्च संयमश्चेत्यादिद्वन्द्वैकवद्भावस्तस्मिन, दमश्चक्षुरादीनां निग्रहः, उत्सर्गो निर्विशेषणमनुष्ठानम् अपवादस्तदेव द्रव्याद्यपेक्षम्, अत्रापि तथैवद्वन्द्वः तस्मिन् द्रव्याद्यभिग्रहे चैवेत्यत्र आदिशब्देन क्षेत्रकालभावा गृह्यन्ते, तेष्वभिग्रहो नानारूपो नियमः, यदुताऽमुकं द्रव्यं कुल्माषादि ग्रहिष्ये, बहिर्गेहात्, पौरुष्यां, रुदत्या Page #356 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૮-૨૧૯ दत्तमित्यादिलक्षणः, चः समुच्चये, एवकारो व्यवहितः, सम्भत्स्यत इति । तथा श्रद्धानेन सहाऽऽचरणा श्रद्धानाचरणा, तस्यां नित्यं सदा उद्युक्तैषणायां निरवद्याहारगवेषणग्रहणग्रासगोचरायां स्थितो यस्तस्य भवोदधितरणमेव कारणे कार्योपचारात् किं ? जन्म मनुष्यतयोत्पत्तिः प्रव्रज्याया अपि चशब्दोऽपिशब्दार्थो व्रताङ्गीकरणरूपाया जन्म तस्यैव मोक्षाय, अन्यथा साऽप्यकिञ्चित्करीत्यर्थः, तुशब्दादनर्थकारिणी चेति । इह च चरणग्रहणे सति तपःप्रभृतीनां ग्रहणं तस्यैव व्याख्यानार्थं दर्शनग्रहणेऽपि पुनः श्रद्धानोपादानं सर्वमिदमाचरणीयम् । चरणकरणसामर्थ्याभावे तु श्रद्धेयमिति ज्ञापનાર્થમિતિ ।।૨૮-૨૧।। ટીકાર્થ ઃ ज्ञानादिषु જ્ઞાપનાર્થમિતિ ।। જ્ઞાનાદિમાં જે રહેલા છે, તેનો જન્મ મુક્તિ માટે છે, એ પ્રમાણે સંક્ષેપ અર્થ છે. તેમાં જ્ઞાન અવબોધરૂપ છે, તેમાં અને દર્શન=શ્રદ્ધાન, ચરણ=ક્રિયા, દર્શન અને ચરણ દર્શનચરણ છે એકવદ્ ભાવ છે તેમાં=જ્ઞાનદર્શનચારિત્રમાં તપ-અનશનાદિ, સંયમ પૃથ્વીકાયનું રક્ષણ આદિ, સમિતિઓ ઈર્યા આદિ, મન વગેરેની ગુપ્તિઓ, પ્રાયશ્ચિત્ત આલોચનાદિ અને તપસંયમ ઇત્યાદિ દ્વન્દ્વ એકવદ્ ભાવ છે તેમાં=તપ-સંયમ સમિતિ ગુપ્તિ પ્રાયશ્ચિતમાં, નિત્ય ઉઘુક્ત રહેલો એમ અન્વય છે. દમ=ચક્ષુ આદિનો નિગ્રહ, ઉત્સર્ગ=નિર્વિશેષ અનુષ્ઠાન, અપવાદ=તે જ દ્રવ્યાદિની અપેક્ષાવાળું અનુષ્ઠાન, અહીં પણ તે પ્રકારે જ દ્વન્દ્વ સમાસ છે. તેમાં=દમ ઉત્સર્ગ અપવાદમાં દ્રવ્યાદિ અભિગ્રહમાં નિત્ય ઉઘુક્ત રહેલો એમ અન્વય છે. અહીં આદિ શબ્દથી ક્ષેત્રકાલ-ભાવનું ગ્રહણ છે, તેમાં અભિગ્રહ=અનેક પ્રકારના નિયમ છે એ યદ્યુતથી બતાવે છે અમુક દ્રવ્ય કુલ્માષ=અડદ આદિ ગ્રહણ કરીશ, ઘરથી બહાર ગ્રહણ કરીશ, પોરષીમાં ગ્રહણ કરીશ, રડતી સ્ત્રી વડે અપાયેલું ગ્રહણ કરીશ ઇત્યાદિરૂપ અભિગ્રહ છે, ચ શબ્દ સમુચ્ચયમાં છે, વાર વ્યવહિત સંબંધ કરાશે=મવોષિતળ પાસે સંબંધ કરાશે. ***** 339 - અને શ્રદ્ધાનથી સહિત આચરણા શ્રદ્ધાન આચરણા તેમાં હંમેશાં ઉઘુક્ત, એષણામાં=તિરવદ્ય આહાર ગવેષણ-ગ્રહણ-ગ્રાસ ગોચર એવી એષણામાં, રહેલો જે સાધુ છે, તેને ભવોદધિતરણ જ છે; કેમ કે કારણમાં કાર્યનો ઉપચાર છે=ભવોદધિતરણરૂપ કાર્યનું કારણ જન્મ તેમાં કાર્યનો ઉપચાર છે, જન્મ=મનુષ્યપણાથી ઉત્પત્તિ ભવોદધિતરણ છે, પ્રવ્રજ્યાનો પણ જન્મ ભવોદધિતરણ છે એમ અન્વય છે, ચ શબ્દ અપિ શબ્દના અર્થમાં છે, વ્રત અંગીકરણરૂપ પ્રવ્રજ્યાનો જન્મ તેના જ મોક્ષ માટે છે, અન્યથા=જો તેની પ્રવ્રજ્યા મોક્ષ માટે ન થાય તો, તે પણ અકિંચિત્કરી=નિરર્થક છે, તુ શબ્દથી અનર્થકારી છે–તેની પ્રવ્રજ્યા અનર્થકારી છે, અહીં ચારિત્રનું ગ્રહણ કરાયે છતે તપ વગેરેનું ગ્રહણ તેના જ વ્યાખ્યાન અર્થવાળું છે=ચારિત્રના ભેદોને સ્પષ્ટ કરવા માટે છે, દર્શનના ગ્રહણમાં પણ ફરી શ્રદ્ધાનનું ગ્રહણ સર્વ જ આ આચરવું જોઈએ. વળી, ચરણકરણના સામર્થ્યના Page #357 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૮-૨૧૯, ૨૨૦ અભાવમાં શ્રદ્ધેય છે=ચારિત્ર ગ્રહણ કરવું ઉચિત નથી, પરંતુ ચારિત્રની શ્રદ્ધા કરવી ઉચિત છે, એ પ્રકારે જણાવવા માટે છે. ।।૨૧૮-૨૧૯।। ૩૩. ભાવાર્થ : જે મહાત્મા પાંચ ઇન્દ્રિયોથી સંવૃત થઈને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાવાળા છે, તેથી શક્તિના પ્રકર્ષથી ભગવાનના વચનથી આત્માને ભાવિત કરે છે, હંમેશાં નવા નવા શ્રુતનું અધ્યયન કરીને આત્માને જ્ઞાનથી સંપન્ન કરે છે. મૂળ ગુણરૂપ પાંચ મહાવ્રતમાં સ્થિર છે અર્થાત્ પોતાના ભાવપ્રાણોનું રક્ષણ થાય તે રીતે ષટ્કાયના પાલનાદિમાં ઉચિત યત્ન કરીને પાંચ મહાવ્રતોનું પાલન કરે છે. આ રીતે જ્ઞાનદર્શન-ચારિત્રના માર્ગને સેવતા પણ તે મહાત્મા શક્તિ અનુસાર તપમાં ઉદ્યમ કરે છે, મન-વચન-કાયાના યોગો પ્રત્યે સંયમવાળા છે, સમિતિ-ગુપ્તિમાં અપ્રમાદથી યત્ન કરનારા છે, અનાભોગથી પણ સંયમમાં સ્ખલના થાય તો પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કરે છે, ઇન્દ્રિયોનું સતત દમન કરે છે, ઉત્સર્ગ-અપવાદને હંમેશાં ઉચિત રીતે જોડીને પ્રવર્તે છે, સંયમજીવનમાં ભાવના ઉત્કર્ષ માટે અભિગ્રહો ગ્રહણ કરે છે, એષણામાં દોષોને ટાળે છે. આવા મહાત્માનો જન્મ સંસારસમુદ્રને તરવા માટે છે અને તેમની પ્રવ્રજ્યા પણ સંસા૨સમુદ્રથી તરવા માટે છે, પરંતુ જેઓ આ પ્રકારે યત્ન કરતા નથી, તેમનું સંયમજીવન નિષ્ફળપ્રાયઃ છે અને સંસા૨અવસ્થામાં પ્રાપ્ત થયેલો મનુષ્યભવ પણ નિષ્ફળપ્રાયઃ છે; કેમ કે ભવોદધિ તરવાના ઉપાયો જ્ઞાનાદિનું સેવન જ છે. II૨૧૮-૨૧૯ના અવતરણિકા : अत्रैव च व्यतिरेकमाह અવતરણિકાર્ય : આમાં જ વ્યતિરેકને કહે છે ગાથા : जे घरसरणपसत्ता, छक्कायरिउ सकिंचणा अजया । નવાં મોત્તૂળ ઘર, ઘરસંમાં જ્યું તેહિં ૨૦ના ગાથાર્થ ઃ જેઓ ઘરના શરણમાં આસક્ત છ કાયના શત્રુ હિરણ્યાદિ પરિગ્રહવાળા અયતનાવાળા છે, તેઓ વડે ઘરને છોડીને ફક્ત ઘરનું સંક્રમણ કરાયું છે. II૨૨૦મા ટીકા ઃ ये गृहशरणप्रसक्ताः सदनाच्छादनाद्यारम्भयुक्ता अत एव षट्कायरिपवः पृथिव्याद्युपमर्दकाः, सकिञ्चना हिरण्याद्युपेताः, अयता मुत्कलमनोवाक्कायाः, नवरं केवलं, मुक्त्वा गृहं प्राक्तनं गृहसङ्क्रमणं कृतं तैर्लिङ्गग्रहणछद्यनेति, तच्च महतेऽनर्थाय तेषाम् ।।२२० ।। Page #358 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૦-૨૨૧ ટીકાર્થ ये गृहशरणप्रसक्ताः • તેષામ્ ।। જેઓ ઘરના શરણમાં પ્રસક્ત છે=સ્થાન આચ્છાદનાદિ આરંભથી યુક્ત છે, આથી જ ષટ્કાયના શત્રુ છે=પૃથ્વીકાય આદિનું મર્દન કરનારા છે, સકિંચન છે=હિરણ્ય આદિથી યુક્ત છે, અયતનાવાળા છે=ઇચ્છા પ્રમાણે મન-વચન-કાયાને પ્રવર્તાવનારા છે, તેઓ વડે કેવળ પૂર્વના ઘરને છોડીને ઘરનું સંક્રમણ કરાયું છે=લિંગગ્રહણના બહાનાથી રહેવાનું સ્થાન બદલાયું છે અને તે તેઓને મોટા અનર્થ માટે છે. II૨૨૦॥ : ૩૩૯ ભાવાર્થ : પૂર્વની બે ગાથામાં કહ્યું તેવા મુનિઓ મુક્તિના કારણને સેવનારા છે અને જેઓ તેવી પ્રવૃત્તિ કરતા નથી, તેઓ સંયમ ગ્રહણ કર્યા પછી પણ ઘરના શરણમાં પ્રસક્ત છે અર્થાત્ શાતા માટે સ્થાન-વસ્ત્રપાત્ર આદિના આરંભ-સમારંભથી યુક્ત છે. તેથી બાહ્યથી સંયમની પડિલેહણાદિ ક્રિયા કરતા હોય શાસ્ત્રઅધ્યયનાદિ કરતા હોય તોપણ આરંભ-સમારંભની પ્રવૃત્તિથી યુક્ત હોવાથી છ કાયના શત્રુ છે; કેમ કે તે પ્રકારના આરંભ-સમારંભમાં પૃથ્વીકાય આદિની હિંસા કરે છે અને સાધુની આચરણા આવા પ્રકારની ભગવાને કહી છે, તેવો વિપરીત બોધ અન્ય જીવોને થાય છે, તેથી અન્ય જીવોને ઉન્માર્ગમાં સ્થિર કરનારા છે, તેથી તેવા યોગ્ય પણ જીવોને વિપરીત બોધ કરાવીને તેમની હિંસા કરનારા છે. વળી, તેઓ ધન આદિથી યુક્ત છે; કેમ કે સંયમનું કારણ ન હોય તેવાં સ્થાન-વસ્ત્ર આદિ જે ધારણ કરે છે તે ધન આદિ સ્વરૂપ છે અને અયતનાવાળા છે=સર્વજ્ઞના વચનાનુસાર નિયંત્રિત થઈને મનવચન-કાયાને પ્રવર્તાવનારા નથી, પરંતુ શાતા માટે મન-વચન-કાયાને પ્રવર્તાવનારા છે, કેવલ પૂર્વના ઘરને છોડીને તેઓએ નવું ઘર ઊભું કર્યું છે, તેથી સાધુવેષના ગ્રહણના બાનાથી તેઓએ સાધુને અનુકૂળ નવો ગૃહવાસ સ્વીકાર્યો છે, તે તેઓ માટે મોટા અનર્થનું કારણ છે. તેથી સંસારથી ભય પામેલા મોક્ષના અર્થી જીવે નિપુણ પ્રજ્ઞાથી મોક્ષના કારણોનું જ્ઞાન કરીને આરંભ-સમારંભની પ્રવૃત્તિથી સદા દૂર રહેવું જોઈએ, નહિ તો પૂર્વના ગૃહવાસ કરતાં પણ સંયમજીવનનો ગૃહવાસ સંસારની અધિક વિડંબનાનું કારણ બનશે. II૨૨૦II અવતરણિકા : यत आह અવતરણિકાર્થ : જે કારણથી કહે છે=ગૃહવાસનો ત્યાગ કરીને નવા ઘરના સંક્રમણને કરનારા જીવો મોટા અનર્થને પામે છે, કેમ મોટા અનર્થને પામે છે ? તેથી કહે છે ગાથા: उस्सुत्तमायरंतो, बंधइ कम्मं सुचिक्कणं जीवो । संसारं च पवड्डइ, मायामोसं च कुव्वइ य ।। २२१।। Page #359 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૧-૨૨૨ ૩૪૦ ગાથાર્થ : ઉત્સૂત્રને આચરતો જીવ અત્યંત ચીકણા કર્મને બાંધે છે, સંસારને વધારે છે અને માયામૃષાવાદને કરે છે. II૨૨૧૫ ટીકા : उत्सूत्रमागमनिरपेक्षमाचरन् अनुतिष्ठन् अकार्यमिति शेषः, बध्नाति कर्म सुचिक्कणं निबिडं जीवस्तदुदयात् संसारं च प्रवर्द्धयति 'मायामोसं च' त्ति मायामृषावादं च करोत्येव, चशब्दोऽवधारणे, शाठ्येन प्रथमं सूत्रोक्तं करिष्यामीति प्रतिपद्य पश्चात्तदकरणादिति ।।२२१।। ટીકાર્ય = उत्सूत्रमागम અરળાવિત્તિ ।। ઉત્સૂત્રને=આગમ નિરપેક્ષ એવા અકાર્યને, આચરતો=સેવતો જીવ, અત્યંત ચીકણા કર્મને બાંધે છે અને તેના ઉદયથી સંસારને વધારે છે અને માયા-મૃષાવાદને કરે છે જ; કેમ કે શઠપણાથી પ્રથમ ‘સૂત્રોક્તને હું કરીશ' એ પ્રમાણે સ્વીકારીને પાછળથી તેનું અકરણ છે, ચ શબ્દ અવધારણમાં છે. ૨૨૧॥ ભાવાર્થ : જેઓ સંયમ ગ્રહણ કર્યા પછી ગાથા-૨૧૯-૨૨૦માં કહ્યું તે પ્રકારે સંયમમાં યત્ન કરતા નથી, પરંતુ પ્રમાદવશ અનુકૂળતા અનુસાર સાધુવેષમાં નવો ગૃહવાસ સ્વીકારે છે, તેઓ આગમ નિરપેક્ષ અકાર્યને આચરે છે, તે અકાર્ય સૂત્રની આજ્ઞાનુસાર નહિ હોવાથી ઉત્સૂત્રરૂપ છે; કેમ કે કરેમિ ભંતે સૂત્રથી સર્વ સાવયોગનું પચ્ચક્ખાણ કરીને તે સાવદ્ય યોગના પરિહાર પ્રત્યે નિરપેક્ષ પરિણામવાળા થઈને સ્વમતિ અનુસાર અપવાદનું મિથ્યા આલંબન લઈને સર્વ પ્રકારનાં દેહનાં સુખો માટે પ્રયત્ન કરે છે, પરંતુ રત્નત્રયીની વૃદ્ધિમાં ઉપેક્ષાવાળા છે, તેમની સર્વ આચરણા ઉત્સૂત્રરૂપ છે, તેના દ્વારા ચીકણાં કર્મો બાંધે છે, જેનાથી સંસારની અત્યંત વૃદ્ધિ થાય છે. વળી તેમનું સંયમજીવન માયા-મૃષાવાદરૂપ છે; કેમ કે વ્રતગ્રહણકાળમાં પ્રથમ શઠપણાથી સૂત્ર અનુસાર કરીશ, એ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે અને પાછળથી તે પ્રતિજ્ઞા અનુસાર કરતા નથી. તેથી આત્માને ઠગવારૂપ મૃષાવાદ કરે છે, તેના ફળરૂપે દીર્ઘ સંસાર પ્રાપ્ત થાય છે. II૨૨૧ અવતરણિકા : उत्सूत्राचरणरताश्च पार्श्वस्थादयो भवन्ति तन्मध्ये तु सुसाधुना न स्थेयम् यतस्तत्र तिष्ठन् - અવતરણિકાર્ય : અને પાર્શ્વસ્થ આદિ ઉત્સૂત્ર આચરણામાં રત હોય છે, તેઓની મધ્યમાં સુસાધુએ રહેવું ન જોઈએ. જે કારણથી ત્યાં રહેતો શું કરે ? તે બતાવે છે - Page #360 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૨ ૩૪૧, ગાથા : जइ गिण्हइ वयलोवो, अहव न गिण्हइ सरीरवोच्छेओ । पासत्थसंगमो वि य, वयलोवो, तो वरमसंगो ॥२२२।। ગાથાર્થ : જો ગ્રહણ કરે-પાર્થસ્થાદિ સાથે વસીને આહારાદિ ગ્રહણ કરે તો વ્રતનો લોપ થાય અથવા ન ગ્રહણ કરે તો શરીરનો ઉચ્છેદ થાય, પાર્થસ્થમાં સંક્રમ પણ વ્રતલોપ છે, તે કારણથી અસંગ= પારસ્થ આદિ સાથે અસંગ, શ્રેષ્ઠ છે. ૨૨ ટીકા :__ यदि गृह्णाति तत्सम्बन्थ्यशनवस्त्रादीति गम्यते, ततो व्रतलोपः आधाकर्मादिदोषदुष्टत्वादागमनिषिद्धत्वाच्चाथवा न गृह्णाति ततः शरीरव्यवच्छेदः, आहाराद्यभावे तत्पातान्न केवलं तत् सम्बन्धिवस्त्रादिग्रहणं, किं तर्हि ? पार्श्वस्थसङ्क्रमोऽपि च तन्मध्यस्थानलक्षणो व्रतलोपो भगवदाज्ञाभङ्गरूपत्वाद् “असंकिलिटेहिं समं वसेज्जा, मुणी चरित्तस्स जओ न हाणी" इति वचनात् । ततो वरं श्रेयस्करोऽसङ्गस्तैः सहादित एवामीलक इति ॥२२२।। ટીકાર્ચ - રિ કૃરત્તિ ... [વામીન તિ | જો તેના સંબંધી અશ-વસ્ત્રાદિ ગ્રહણ કરે તો-પાર્શ્વસ્થ આદિ સંબંધી આહાર-વસ્ત્રાદિ ગ્રહણ કરે તો, વ્રતનો લોપ થાય છે; કેમ કે આધાકર્મ આદિ દોષથી દુષ્ટપણું છે અને આગમ નિષિદ્ધપણું છે અથવા તે ગ્રહણ કરે તો શરીરનો વ્યવચ્છેદ થાય; કેમ કે આહારાદિના અભાવમાં તેનો પાત છે=શરીરનો વિનાશ છે, કેવલ તેના સંબંધી વસ્ત્રાદિ ગ્રહણ નથી, તો શું છે ? એથી કહે છે – પાર્થસ્થમાં સંક્રમ પણ છે તેમની મધ્યમાં સ્થાનરૂપ વ્રતનો લોપ છે; કેમ કે ભગવાનની આજ્ઞાતા ભંગરૂપપણું છે, કેમ ભગવાનની આજ્ઞાનો ભંગ છે ? તેમાં હેતુ કહે છે – અસંક્તિોની સાથે મુનિએ વસવું, જેથી ચારિત્રની હાનિ ન થાય, એ પ્રકારનું વચન છે. તેથી અસંગ જ શ્રેયસ્કર છે–તેઓની સાથે પાર્થસ્થાદિની સાથે, પહેલેથી જ મેળાપ ન કરવો શ્રેયસ્કર છે. li૨૨૨ા. ભાવાર્થ : ગાથા-૨૨૧માં કહ્યું કે ઉત્સુત્રને આચરતો જીવ ચીકણાં કર્મ બાંધે છે અને દુરંત સંસારમાં ભટકે છે, સૂત્ર વિરુદ્ધ લેશ પણ આચરણા ઉત્સુત્ર છે. આથી સાધુજીવનમાં કે શ્રાવકજીવનમાં જે અતિચારો થાય છે, તે પણ ઉત્સુત્ર છે. ફક્ત સુસાધુ અને સુશ્રાવક તેની નિંદા-ગહ કરીને તે ઉત્સુત્ર આચરણાની Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૨-૨૨૩ પરંપરાનો વ્યવચ્છેદ કરે છે. તેથી દુરંત સંસારની પ્રાપ્તિ થતી નથી, પરંતુ સૂત્રાનુસારી ઉચિત આચરણા કરવાનો પક્ષપાત હંમેશાં વર્તે છે. એથી જે જે અંશથી તેઓની સૂત્રાનુસારી પ્રવૃત્તિ છે, તે અંશથી કલ્યાણની પ્રાપ્તિ છે. જે જે અંશથી અલના છે, ત્યાં પણ નિંદાનો પરિણામ હોવાથી નિઃશુકતા અર્થાત્ નિર્ધ્વસ પરિણામ નથી, માટે મોટા અનર્થોથી રક્ષણ થાય છે, પરંતુ જો સાધુ પાર્થસ્થાદિની સાથે વસે તો ઉસૂત્ર આચરણાને કારણે તેમના પોતાના વ્રતના લોપનો પણ પ્રસંગ આવે. કઈ રીતે વ્રતના લોપનો પ્રસંગ આવે ? તેથી કહે છે – પાર્થસ્થા સાથે વસવાને કારણે તેઓએ લાવેલાં આહાર-વસ્ત્રાદિ ગ્રહણ કરે તો વ્રતનો લોપ થાય; કેમ કે તે પાર્થસ્થાદિ સાધુઓ આધાકર્માદિ દોષથી દુષ્ટ આહાર-વસ્ત્રાદિ ગ્રહણ કરે છે, એવાં જ આહાર-વસ્ત્રાદિ સુસાધુ ગ્રહણ કરે તો પાર્શ્વસ્થાની જેમ તેના પણ વ્રતનો લોપ થાય. વળી, તે પાર્થસ્થાદિ સંયમના પરિણામની રક્ષા માટે આધાકર્માદિ ગ્રહણ કરતા નથી, પરંતુ પ્રમાદને વશ ગ્રહણ કરે છે. જે આગમથી નિષિદ્ધ છે અને પાર્થસ્થાદિમાં વસનાર સાધુ તે આહાર-વસ્ત્રાદિ ગ્રહણ ન કરે તો આહારાદિના અભાવને કારણે દેહનો પાત થાય. તેથી સંયમનો નાશ થાય, માટે સુસાધુએ તેઓની સાથે વસવું જોઈએ નહિ. આગાઢ કારણે વસવું પડે તોપણ સ્વશક્તિ અનુસાર આગમ વચનાનુસાર પ્રવૃત્તિ કરીને વ્રતના પરિણામનું રક્ષણ કરવું જોઈએ. જો પાર્થસ્થાદિના નિમિત્તે પોતાના પરિણામનું રક્ષણ ન કરી શકે તો સુસાધુના પણ સંયમનો નાશ થાય અને નિષ્કારણ પાર્થસ્થાની સાથે વસવારૂપ સંક્રમણ પણ વ્રતલોપરૂપ જ છે; કેમ કે ભગવાનની આજ્ઞાનો ભંગ છે, કેમ ભગવાનની આજ્ઞાનો ભંગ છે ? એથી કહે છે – અસંક્લિષ્ટોની સાથે મુનિએ વસવું, જેથી ચારિત્રનો નાશ ન થાય, એ પ્રમાણે આગમ વચન છે, છતાં પ્રમાદને વશ, સ્નેહને વશ, પરિચયને વશ કે અન્ય કોઈ કારણથી જો સુસાધુ પાર્શ્વસ્થાની સાથે વસે તો ભગવાનની આજ્ઞાનો લોપ કરતો હોવાથી તેના સંયમનો નાશ થાય, વિષમ કાલરૂપ આગાઢ કારણે પાર્થસ્થા સાથે વસવું પડે તોપણ ભગવાનના વચનથી અત્યંત ભાવિત થઈને વિશેષ પ્રકારે યત્ન કરે તો જ વ્રતનું રક્ષણ થાય, અન્યથા સુસાધુનું સંયમ નાશ જ પામે, માટે પ્રથમથી જ પાર્થસ્થાથી દૂર રહેવું શ્રેયસ્કર છે. ર૨શા અવતરણિકા : શિષ્ય અવતરણિતાર્થ : વળી=પાર્થસ્થા સાથે સુસાધુ વસે નહિ. વળી પાર્શ્વસ્થા સાથે અન્ય પણ વ્યવહાર કરે નહિ, તે બતાવવા માટે વિશ્વથી સમુચ્ચય કરે છે – ગાથા : आलावो संवासो, वीसंभो संथवो पसंगो य । हीणायारेहिं समं, सव्वजिणिंदेहिं पडिकुट्ठो ॥२२३।। Page #362 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૩-૨૨૪ ૩૪૩ ગાથાર્થ : હીન આચારવાળાઓ સાથે આલાપ, સંવાસ, વિશ્વાસ, સંતવ અને પ્રસંગ સર્વ જિનેન્દ્રો વડે નિષેધ કરાયેલો છે. ll૨૨૩/l. ટીકા : आलापो वचनैः, संवास एकोपाश्रयो, विश्रम्भश्चित्तमीलकः, संस्तवः परिचयः, प्रसङ्गश्च वस्त्रादिदानग्रहणव्यवहारः, किं ? हीनाचारैः पार्श्वस्थादिभिः समं सह, सर्वजिनेन्द्रैः ऋषभादिभिः પ્રતિષ્ઠ:=પ્રતિષિદ્ધ તિ રરરૂા ટીકાર્ચ - માનાપો ... પ્રતિષિદ્ધ ફરિ | વચનો વડે આલાપ, એક ઉપાશ્રયમાં સંવાસ, ચિત્તનો મીલક એવો વિશ્વાસ, સંસ્તવ=પરિચય અને પ્રસંગ=વસ્ત્રાદિ દાનગ્રહણનો વ્યવહાર હીનાચારવાળા એવા પાર્થસ્થાદિ સાથે ઋષભાદિ સર્વ તીર્થંકરો વડે નિષેધ કરાયેલો છે. Im૨૨૩માં ભાવાર્થ : સુસાધુએ સંયમની વૃદ્ધિ સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ કરવી ઉચિત નથી. આથી યોગ્ય જીવને ધર્મની પ્રાપ્તિનો પ્રસંગ ન હોય તો ગૃહસ્થની સાથે આલાપાદિ કરતા નથી, પરંતુ આત્માને વીતરાગના વચનથી ભાવિત કરવા યત્ન કરે છે તેમ પાર્થસ્થાદિ સાથે પણ આલાપાદિ કરતા નથી; કેમ કે પ્રમાદ આપાદક મોહને દૂર કરવો અતિદુષ્કર છે. તેથી નિમિત્તને વશ પ્રમાદનો સંભવ રહે છે. વળી એક સ્થાનમાં સાથે સંવાસ પણ કરવો જોઈએ નહિ; કેમ કે સાથે વસવાથી તેમની પ્રમાદી ચેષ્ટા જોઈને પોતાનામાં પણ સુખશીલ સ્વભાવ પ્રગટ થાય. વળી પાર્થસ્થાદિ સાથે પૂર્વના પરિચયાદિ હોય તોપણ ચિત્તના મેલાપ સ્વરૂપ વિશ્વાસ કરવો જોઈએ નહિ; કેમ કે ભગવાનના વચન પ્રત્યે નિરપેક્ષ પરિણામવાળા એવા પાર્થસ્થાદિ સાથે ચિત્તનો મીલક સંબંધ હોય તો તેનાં પ્રમાદવચનો પણ પોતાને રુચિનો વિષય થાય તો વિનાશનું કારણ બને, માટે સુસાધુ જિનવચનાનુસાર અપ્રમાદથી પ્રવર્તનારા સુસાધુ સાથે કે અપ્રમાદી શ્રાવકની સાથે ચિત્તના મીલક સંબંધરૂપ વિશ્વાસને ધારણ કરે છે. વળી સુસાધુએ પાર્થસ્થાદિનો પરિચય પણ કરવો જોઈએ નહિ; કેમ કે પરિચયથી તેમના પ્રમાદસ્વભાવથી સુસાધુનો આત્મા વાસિત થાય તો વિનાશની પ્રાપ્તિ થાય. વળી સુસાધુએ વસ્ત્રાદિના દાન-ગ્રહણનો વ્યવહાર પણ પાર્થસ્થાદિ સાથે કરવો જોઈએ નહિ; કેમ કે સર્વ તીર્થકરોએ હીન આચારવાળા તેઓની સાથે આલાપાદિ સર્વ કૃત્યો કરવાનો નિષેધ કર્યો છે, માટે ભગવાનની આજ્ઞામાં રત સાધુએ પાર્થસ્થાદિથી દૂર દૂરતર રહેવું જોઈએ. li૨૨૩ાા અવતરણિકા :स्यात् तत्र वसतः को दोष इत्यत आह Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૪ અવતરણિકાર્ય : થાય=આ પ્રકારે પ્રશ્ન થાય, ત્યાં પાર્થસ્થાદિ સાથે, વસતા સુસાધુને કયો દોષ છે ? એથી કહે છે – ગાથા : अन्नोन्नजंपिएहि, हसिउद्धसिएहिं खिप्पमाणो य । पासत्थमज्झयारे, बला जइ वाउली होइ ।।२२४।। ગાથાર્થ : પાર્થસ્થાની મધ્યમાં રહેલો અન્યોન્ય જલ્પિત હસિત અને ઉદ્ધસિત વડે સાધુ બલાત્કારે ફેંકાતો વ્યાકુળ થાય છે. ર૨૪ll ટીકા : अन्योन्यजल्पितैर्विकथासम्बद्धपरस्परसम्भाषणैर्हसितोद्भुषितैर्होद्रेकजनितैर्हा-स्यरोमाञ्चैः, क्षिप्यमाणो धर्मध्यानात्प्रेर्यमाणः पार्श्वस्थमध्यकार इति पार्श्वे ज्ञानादीनां तिष्ठन्तीति पार्श्वस्था इति सामान्यव्युत्पत्त्याऽवमग्नादीनामपि ग्रहणात् पार्श्वस्थादिमध्य इत्यर्थः, बलात् कुसंसर्गसामर्थ्याद् यतिः साधुर्व्याकुलीभवति, स्वधर्मस्थैर्यात् च्यव्यत इत्यर्थः ।।२२४ ।। ટીકાર્ય : ગોચનશ્વિતઃ ... ફર્થ | અન્યોન્ય જલ્પિત વડેત્રવિકથાથી સંબદ્ધ એવા પરસ્પરના સંભાષણ વડે, હસિત અને ઉદ્ધસિત વડેaહર્ષના ઉકથી ઉત્પન્ન થયેલા હાસ્ય રોમાંચો વડે ફેંકાતો= ધર્મધ્યાનથી ફેંકાતો, પાર્થસ્થાની મધ્યમાં રહેલોત્રજ્ઞાનાદિની પાસે રહે એ પાર્શ્વસ્થ, એ પ્રકારની સામાન્ય વ્યુત્પત્તિ દ્વારા અવસાદિનું ગ્રહણ હોવાથી પાર્થસ્થાદિની મધ્યમાં રહેલો યતિ=સાધુ, બલાત્કારે કુસંસર્ગના સામર્થ્યથી, વ્યાકુળ થાય છે પોતાના ધર્મના સ્વૈર્યથી ચલિત થાય છે. ll૨૨૪ ભાવાર્થ : કોઈક સુસાધુ કલ્યાણના અર્થી હોય તો પણ કોઈક પ્રકારે પાર્થસ્થની મધ્યમાં વર્તતા હોય તો પરસ્પર વિકથાના સંબદ્ધનો પ્રસંગ આવે, જેમ પ્રમાદી પાર્શ્વસ્થા સર્વજ્ઞવચનના પરમાર્થને સ્પર્શે તે પ્રકારના પ્રયોજનથી બોલવાની પ્રકૃતિવાળા નથી, તેથી દેશ-કાળ અને પોતાના સંયોગાનુસાર જે તે પ્રકારની વાતો કરતા હોય, તેમની સાથે સુસાધુ વસે તો નિમિત્તને પામીને સુસાધુની સાથે પણ વિકથા સંબદ્ધ ભાષણ કરે છે. તેથી સુસાધુનો પ્રમાદ પોષાય છે, વળી પાર્શ્વસ્થાદિ હાસ્યાદિ કરીને આનંદ લેવાના સ્વભાવવાળા હોય છે. તેમની સાથે સુસાધુ વસે તો પ્રસંગે તેમને પણ હાસ્યાદિની પ્રવૃત્તિનો પ્રસંગ આવે. વસ્તુતઃ Page #364 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૪-૨૨૫ ૩૪૫ સુસાધુ ભગવાનના વચનથી ભાવિત થઈને સતત સંયમની સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, તેથી તેમની સર્વ પ્રવૃત્તિ વીતરાગતાને અનુકૂળ સદ્વીર્ય ઉલ્લસિત કરે તેવી હોય છે. એથી સુસાધુ હંમેશાં ધર્મધ્યાનમાં વર્તે છે અર્થાત્ તેવું સ્થિર ચિત્ત ન હોય તોપણ તેમનું ચિત્ત ધર્મધ્યાન સન્મુખ હોય છે અને પાર્શ્વસ્થાદિ સાથે વસવાને કા૨ણે તેમની સાથેના વાર્તાલાપાદિ પ્રસંગમાં સુસાધુ ધર્મધ્યાનથી વ્યુત થાય છે, માટે સુસાધુએ પાર્શ્વસ્થાદિની સાથે વસવું જોઈએ નહિ, પરંતુ પોતાનો અપ્રમાદભાવ વૃદ્ધિ પામે એવા સમાન ગુણવાળા કે અધિક ગુણવાળા સાથે વસવું જોઈએ. I॥૨૨૪॥ અવતરણિકા : तदेष तावत् तन्मध्यगतस्य दोषोऽभ्यधायि यस्तु सुसाधुमध्येऽपि तिष्ठन् मन्दपरिणामता तत्संसर्गं विदध्यात्तमधिकृत्याह અવતરણિકાર્ય : તે કારણથી આ તેની મધ્યમાં રહેલા સાધુનો દોષ કહેવાયો=પાર્શ્વસ્થાની મધ્યમાં રહેલા સાધુનો દોષ કહેવાયો. વળી જે સાધુ સુસાધુની મધ્યમાં રહેલો પણ મંદ પરિણામપણાથી તેના સંસર્ગને કરે=પાર્શ્વસ્થાના સંસર્ગને કરે તેને આશ્રયીને કહે છે ગાથા ઃ - लोए वि कुसंसग्गीपियं जणं दुन्नियच्छमइवसणिं । निंदइ निरुज्जमं पियकुसीलजणमेव साहुजणो ।। २२५ ।। ગાથાર્થ : લોક પણ કુસંસર્ગીપ્રિય ખરાબ રીતે વસ્ત્ર ધારણ કરનાર અતિવ્યસની જનની નિંદા કરે છે, એ રીતે સાધુજન પ્રિય છે કુશીલજન જેને એવા નિરુધમીની નિંદા કરે છે. ।।૨૨૫।ા ટીકા ઃ एकारान्तस्य प्राकृते प्रथमान्तत्वाल्लोकोऽपि कुसंसर्गिप्रियं इष्टकुशीलकं जनं 'दुन्नियच्छं 'ति देशीभाषया दुष्परिहितं षिड्गवेषमिति यावद्, अतिव्यसनिनं द्यूतादिव्यसनाभिभूतं निन्दति जुगुप्सते, तथा निरुद्यमं सुसाधुमध्यस्थितमपि शिथिलं, प्रियो - वल्लभः कुशीलजनः पार्श्वस्थादिलोको यस्य स तथा तमेवं साधुजनोऽनुस्वारलोपाद्यथा लोकस्तथा निन्दतीति ।। २२५ ।। ટીકાર્થ ઃ एकारान्तस्य નિવૃતીતિ ।। કાર અંતવાળા શબ્દનું પ્રાકૃતમાં પ્રથમાંતપણું હોવાથી લોક પણ કુસંસર્ગીપ્રિયજન=ઇષ્ટ કુશીલજનને=પ્રિય છે કુશીલજન જેને, દુનાિયચ્છ અતિવ્યસનીની નિંદા કરે Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૫-૨૨૬ છે–દુવિચ્છ શબ્દ દેશી ભાષા હોવાથી ખરાબ રીતે પહેરેલા વસ્ત્રવાળા પિગષવાળાને અને ધૂતાદિ વ્યસનથી અભિભૂત થયેલાની નિંદા કરે છે, તે પ્રમાણે વિરુઘમ=સુસાધુની મધ્યમાં રહેલો પણ શિથિલ, પ્રિયકવલ્લભ છે કુશીલજન જેને તે તેવો છે=પ્રિય કુશીલજનવાળો છે તેને, એ રીતે સાધુજન લિંદા કરે છે=જે પ્રકારે લોક ખરાબ રીતે વસ્ત્ર પહેરેલા અને અતિવ્યસનીની નિંદા કરે છે, એ પ્રકારે સુસાધુ લોક પ્રમાદી સાધુની નિંદા કરે છે, ગાથામાં છવ શબ્દ છે, ત્યાં અનુસ્વારનો લોપ હોવાથી વં કરેલ છે. ૨૨પા. ભાવાર્થ : સામાન્ય રીતે શિષ્ટ લોકો અનુચિત પ્રવૃત્તિ કરનારા જીવોને જોઈને કહે છે કે આ મનુષ્યો ખરાબ સંસર્ગની પ્રીતિવાળા છે, ખરાબ રીતે વસ્ત્રો પહેરનારા છે, અતિવ્યસની છે, માટે સુંદર પ્રકૃતિવાળા નથી. તેમ કોઈ સાધુ સુસાધુની વચમાં વસતા હોય છતાં સમિતિ-ગુપ્તિમાં અપ્રમાદથી ઉદ્યમવાળા ન હોય, પરંતુ આત્મકલ્યાણ માટે મંદ પરિણામ હોવાને કારણે માત્ર વેષથી અને બાહ્ય કૃત્યોથી સંતોષ માનનારા હોય અને પાર્થસ્થાદિ સાથે પ્રીતિવાળા હોય, તેમની સુસાધુ નિંદા કરે છે અર્થાત્ વિચારે છે કે આ મહાત્માએ સંયમ ગ્રહણ કર્યું તોપણ તેનું સંયમ નિષ્ફળપ્રાયઃ છે; કેમ કે તે મહાત્મા આત્મહિતને અનુકૂળ ઉચિત પ્રયત્ન કરતા નથી. આ પ્રકારે શિષ્ટાચારનું ભાવન કરીને વિચારવું જોઈએ કે જેમ શિષ્ટ પુરુષો વડે નિંદાયેલી પ્રવૃત્તિ કરનારા દુર્ગતિના ભાજન છે, તેમ સાધુવેષમાં યથાતથા પ્રવૃત્તિ કરનારા અને સમિતિગુપ્તિમાં નહિ પ્રવર્તનારા સુસાધુની મધ્યમાં વસતા હોય તોપણ નિંદનીય છે અને પ્રમાદી સાધુ સાથે પરિચય કરનારા છે, તેવા જીવોને દુર્ગતિની પ્રાપ્તિ છે. આ પ્રમાણે ભાવન કરીને સુસાધુએ સંયમયોગમાં અપ્રમાદશીલ થવું જોઈએ અને પ્રમાદી સાધુના સંસર્ગથી અત્યંત દૂર રહેવું જોઈએ, જેથી સ્વીકારેલ સાધુપણું સફળ થાય. રરપા અવતરણિકા: स च कदाचित् दुष्टपरिणामो अकार्यमपि कुर्यात्ततश्चઅવતરણિકા :અને દુષ્ટ પરિણામવાળો તે અકાર્યને પણ કરે, તેથી શું પ્રાપ્ત થાય ? તે કહે છે – ગાથા : निच्चं संकियभीओ, गम्मो सव्वस्स खलियचारित्तो । साहुजणस्स अवमओ, मओ वि पुण दुग्गइं जाइ ।।२२६ ।। ગાથાર્થ : હંમેશા શંકિત અને ભય પામેલો અલિત ચારિત્રવાળો સાધુજનને અનભિમત સર્વને ગમ્ય છે=બધાને અભિભવનીય છે. વળી મરેલો પણ દુર્ગતિમાં જાય છે. ર૨૧ી. Page #366 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૬ ૩૪૭ ટીકા : नित्यं सदा शकितश्चासौ जल्पान्तरेऽपि मदीयमिदं जल्प्यत इत्युत्रासाद् भीतश्च गच्छतो निष्कासनादेः शङ्कितभीतो गम्योऽभिभवनीयः, सर्वस्य बालादेरपि स्खलितचारित्रः खण्डितशीलः, साधुजनस्यावमतोऽनभिमत इह लोके, मृतोऽपि पुनर्दुर्गतिं नरकादिकां याति, पुनः शब्दादनन्तसंसारी च सम्पद्यत इति ।।२२६।। ટીકાર્ય :નિત્યં ... સમદ્ય તિ | નિત્ય=હંમેશાં, શંકિત એવો આ ભય પામેલો છે, કેમ શંકિત છે ? એથી કહે છે – જલ્પાંતરમાં પણ અન્યના કથનમાં પણ, આ મારા સંબંધી કહેવાય છે, એ પ્રકારના ઉત્રાસથી શંકિત છે અને ગચ્છથી મને કાઢી મૂકશે, એનાથી શંકિત અને ભીત છે, એવો પ્રમાદી સાધુ બાલાદિ સર્વથી અભિભવનીય છે. વળી આ લોકમાં સ્મલિત ચારિત્રવાળો છે–ખંડિત શીલવાળો છે, સાધુજનને અવમત છે=અભિમત છે. વળી મરેલો પણ દુર્ગતિમાં=નરકાદિમાં, જાય છે અને પુનઃ શબ્દથી અનંતસંસારી પ્રાપ્ત થાય છે. ૨૨૬ ભાવાર્થ : જે જીવો કોઈક રીતે વૈરાગ્ય થવાથી દીક્ષા ગ્રહણ કરે છે અને સંયમના પાલનમાં મંદ પરિણામવાળા છે, તેથી કુશીલના સંસર્ગમાં પ્રીતિવાળા છે, તેવા સુસાધુ મધ્યે વસનારા પણ કેટલાક શાસનની લઘુતા કરે અથવા લોકમાં સ્પષ્ટ નિંદ્ય હોય તેવી પ્રવૃત્તિ કરે તેવા દુષ્ટ પરિણામવાળા હોય છે. તેથી સાધુવેષમાં ઘણા પ્રકારનાં અકાર્યો કરે છે અને સુસાધુની મધ્યમાં એવા કોઈક પ્રમાદી સાધુ હોય તો પ્રાયઃ સુસાધુ તેને ગચ્છમાં રાખે નહિ, અવશ્ય દૂર કરે, છતાં કોઈ કારણથી તે સાધુ ગચ્છમાં રહેતા હોય તોપણ નિત્ય શંકિત હોય છે અર્થાત્ કોઈ અન્ય વિષયક કોઈ સાધુ પરસ્પર કંઈ કહેતા હોય તો પણ તે સાધુ શંકિત થાય છે કે આ લોકો મારા વિષે કંઈક કહે છે. તેથી શંકાને કારણે હંમેશાં તેનું ચિત્ત અસ્વસ્થ રહે છે, તેથી ચિત્તમાં અસ્વસ્થતાકૃત અસમાધિ વર્તે છે. વળી મારી અયોગ્યતા જોઈને આચાર્ય મને ગચ્છમાંથી કાઢી મૂકશે, તેવો ભય હંમેશાં રહે છે. આમ છતાં વિકારોનું પ્રાચુર્ય હોવાથી શંકાથી અને ભયથી પણ અકાર્યથી નિવૃત્ત થતા નથી, એવા સાધુ બાલાદિ સર્વથી અભિભવનીય રહે છે; કેમ કે ગચ્છમાં તેની તે પ્રકારની ખ્યાતિ રહે છે. તેથી સર્વ અન્ય સાધુઓ તેને હીન તરીકે જુએ છે. તેથી પણ તે સાધુ ધૃતિને પામતા નથી. વળી અલિત ચારિત્રવાળા છે=અનુચિત પ્રવૃત્તિ કરીને સંયમનો નાશ કરે છે. વળી સુસાધુને અભિમત નથી, તેથી જે ગચ્છમાં વસે છે, તે ગચ્છમાં સર્વત્ર નિંદાપાત્ર હોવાથી આ લોકમાં દુઃખી વર્તે છે, છતાં વિપર્યાસ આપાદક કર્મ પ્રચુર હોવાથી તે સર્વ સંયોગમાં પણ પોતાની અનુચિત પ્રવૃત્તિનો ત્યાગ કરવા તે સમર્થ થતો નથી અને મર્યા પછી તે સાધુ નરકાદિ દુર્ગતિમાં જાય Page #367 -------------------------------------------------------------------------- ________________ 3४८ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૬-૨૨૭ છે અને સાધુવેષ ગ્રહણ કરીને આ રીતે સાધુપણાની અવહેલના કરીને અનંત સંસાર પ્રાપ્ત કરે છે. માટે કલ્યાણના અર્થીએ સંયમ ગ્રહણ કર્યા પછી આ લોક અને પરલોકમાં નિંદ્ય એવું સાધુપણાને અનુચિત વર્તન અકાર્ય છે, તેમ ભાવન કરીને પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ અને શક્તિ અનુસાર સુસાધુના આચારોને સેવવા યત્ન કરવો જોઈએ, જેથી આલોકમાં સ્વસ્થતાનું સુખ મળે અને પરલોકમાં અનર્થની પરંપરા પ્રાપ્ત થાય નહિ. li૨૨કા सवतरशिsl: कुसंसर्गदोषे एव दृष्टान्तमाहअवतरशिक्षार्थ : કુસંસર્ગના દોષમાં જ દાંતને કહે છે – गाथा : गिरिसुयपुप्फसुआणं, सुविहिय ! आहरणकारणविहन्नू । वज्जेज्ज सीलविगले, उज्जुयसीले हवेज्ज जई ।।२२७।। गाथार्थ : હે સુવિહિત !ગિરિશુક અને પુષ્પશુકના દષ્ટાંતમાં કારણવિધિને જાણનાર યતિ શીલવિકલોનો= પાર્થસ્થાદિનો, ત્યાગ કરે અને ઉઘતશીલવાળો થાય. ll૨૭ી. टीs: अत्र कथानकम्-कादम्बर्यामटव्यामेकस्मिन् न्यग्रोधतरुकोटरे द्वौ शुको सहोदरौ जज्ञाते । तत्रैको म्लेच्छैः स्वगृहं नीतः स च पर्वतपल्लीसंवर्द्धितत्वात् 'गिरिशुक' इत्युच्यते, स च साङ्गत्यवशात् क्रूराध्यवसायो जातः । अन्यस्तु कुसुमसमृद्धतापसाश्रमवर्धितत्वात् 'पुष्पशुक' इति । सोऽपि सङ्गवशाद्धर्मपरोऽभूद् । अन्यदा विपरीतशिक्षाऽश्वापहृतो वसन्तपुरात् कनककेतुराजाऽगमत् तत्र पल्लीसमीपे । ततो म्लेच्छभावितमतिना शुकेन वृक्षोपरिस्थितेन कथमपि दृष्टोऽसौ, उक्तं च तेन-अरे ! अरे ! पुलिन्दका ! इह स्थितानामेव भवतां राजाऽऽगतः, तदेनं शीघ्रं गृह्णीथ । ततो राज्ञा चिन्तितम्-यत्र पक्षिणोऽपीदृशाः स देशो दूरतो वर्ण्य इति मत्वा प्रपलायितो गतस्तापसाश्रम, तदवलोकनात् पुष्फशुकोऽवादीत्-भो भो ! तापसकुमारका ! अतिखिन्नो अतिथिरागच्छति चतुराश्रमगुरुश्चैषोऽतः शीघ्रं ददध्वमासनं कुरुताऽऽतिथेयमिति कुमारकान् प्रोत्साहितवान् सम्पादितं तैः निर्वतिते च भोजने विगतखेदो नृपतिर्गिरिशुकवृत्तान्तं निवेद्य तस्मै किमेकजातीययोर्भवतोरेतावदन्तरमिति तं प्रपच्छ । सोऽवोचत् संसर्गगुणात् तथाहि Page #368 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૭ ૩૪૯ माताऽप्येका पिताऽप्येका, मम तस्य च पक्षिणः । अहं मुनिभिरानीतः, स च नीतो गवासनैः ।। गवासनानां स गिरः शृणोति, अहं तु राजन् मुनिपुगवानाम् । प्रत्यक्षमेतद् भवताऽपि दृष्टं, संसर्गजा दोषगुणा भवन्ति ।। ततस्तुतोष राजेत्येवं मत्वा दुःशीलसाङ्गत्यं हित्वा सुशीलैः सहान्येनापि संवासो विधेय इति । अधुनाऽक्षरार्थः-गिरिशुकपुष्पशुकयोः सुविहित ! शोभनानुष्ठान ! इति शिष्यामन्त्रणम्, आहरणे दृष्टान्ते यत् कारणं संसर्गदोषोपलक्षणं तद् विधिज्ञः प्रस्तुतदृष्टान्ततत्त्वप्रकारज्ञः सन्नित्यर्थः, किं ? वर्जयेः परिहरेः शीलविकलान् पार्श्वस्थादीन् न च तद्वर्जनामात्रेण तुष्टः स्यात् किं तर्हि ? उद्यतशीलः स्वयं भवेस्त्वं यतिर्मुनिरिति ।।२२७।। ટીકાર્ય : સત્ર કથાનવમ્ ..... તિનિિિત અહીં કથાનક છે – કાદંબરી અટવીમાં એક ચોધ વૃક્ષની બખોલમાં બે પોપટ સહોદરો ઉત્પન્ન થયા. તેમાં એક પોપટ પ્લેચ્છો વડે સ્વઘરમાં લઈ જવાયો અને તે પર્વત પલ્લીમાં ઉછેર થયો હોવાથી ગિરિપોપટ એ પ્રમાણે કહેવાય છે. અને તે સંગતિવશાત ક્રૂર અધ્યવસાયવાળો થયો. બીજો ફૂલોથી સમૃદ્ધ એવા તાપસીના આશ્રમમાં ઉછેર પામ્યો હોવાથી પુષ્પશુક એ પ્રમાણે કહેવાય છે – તે પણ=પુષ્પશુક સંગના વશથી ધર્મપર થયો. એકવાર વિપરીત શિક્ષાવાળા અશ્વથી અપહરણ કરાયેલો કનકકેતુ રાજા વસંતપુરથી ત્યાં પલ્લી સમીપે આવ્યો. ત્યારપછી સ્વેચ્છભાવિત મતિવાળા વૃક્ષ ઉપર રહેલા પોપટ વડે કોઈક રીતે આરાજા જોવાયો અને તેના વડે કહેવાયું અરે અરે ભિલ્લો! અહીં રહેલા તમારી પાસે રાજા આવેલો છે તે કારણથી આને શીવ્ર ગ્રહણ કરો. તેથી રાજા વડે વિચારાયું જ્યાં પક્ષીઓ પણ આવા છે તે દેશ દૂરથી વર્ષ છે. એ પ્રમાણ માનીને રાજા ભાગીને તાપસના આશ્રમમાં ગયો. તેને જોવાથી પુષ્પશુકે કહ્યું, “હે તાપસકુમારો, અતિ ખેદ પામેલા અતિથિ આવે છે. એમ ચારે આશ્રમોના ગુરુ છે તેથી શીઘ આસન આપો, આતિથેયને કરો’ એ પ્રમાણે કુમારોને પ્રોત્સાહન આપ્યું, તેઓ વડે સંપાદન કરાવે છd, ભોજન નિવૃત્ત થયે છતે ખેદમુક્ત થયેલા રાજાએ ગિરિશુકનો વૃત્તાંત તેને=પુષ્પશુકને, નિવેદન કરીને શું એક જાતિવાળા એવા તમારા બન્નેમાં આટલું અંતર છે ? એ પ્રમાણે તેને પૂછયું, તે બોલ્યો – સંસર્ગના ગુણથી આટલું અંતર છે, તે આ પ્રમાણે – મારા અને તે પક્ષીના માતા એક છે, પિતા એક છે, હું મુનિઓ વડે લવાયો છું અને તે ચોરો વડે લવાયો છે. વળી તે રાજન! તે ચોરોની વાણી સાંભળે છે, હું મુનિવરોની વાણી સાંભળુ છું, આ તમારા વડે પ્રત્યક્ષ જોવાયેલું છે, દોષો અને ગુણો સંસર્ગથી થનારા છે. તેથી રાજા સંતોષ પામ્યો. Page #369 -------------------------------------------------------------------------- ________________ зцо ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૭–૨૨૮ આ પ્રમાણે માનીને અન્ય વડે પણ=બીજાએ પણ, દુરશીલનો સંગ છોડીને સુશીલ સાથે સંવાસ કરવો જોઈએ. હવે અક્ષરાર્થ કહેવાય છે – હે મુનિ ! હે સુવિહિત =શોભન અનુષ્ઠાનવાળા, એ પ્રમાણે શિષ્યને આમંત્રણ છે, ગિરિશુક અને પુષ્પશુકના આહરણમાં=દષ્ટાંતમાં, જે કારણસંસર્ગદોષને જણાવવારૂપ કારણ, તેની વિધિને જાણનાર=પ્રસ્તુત દાંતના તત્વના પ્રકારને જાણનાર છતો એવો તું શીલવિકલ એવા પાર્થસ્થાદિનો પરિહાર કર અને તેના વર્જનમાત્રથી તોષવાળો થા નહિ, તો શું ? એથી કહે છે – તું સ્વયં ઉદ્યમશીલ થા. ૨૨ા ભાવાર્થ - બે પોપટ ભાઈઓ હતા, તેમાંથી એક પોપટ પર્વતના ચોરો પાસે મોટો થયો. તે ગિરિશુક કહેવાયો. બીજો તાપસી પાસે વૃદ્ધિ પામ્યો. તે પુષ્પશુક કહેવાયો. ચોરની પલ્લીમાં રહેનારો પોપટ ચોર જેવી ખરાબ ભાષા શીખેલો અને પુષ્પશુક તાપસ જેવી સત્કારની ભાષા શીખેલો. તે દૃષ્ટાંત દ્વારા ગ્રંથકારશ્રી મુનિને સંબોધન કરતાં કહે છે – હે શોભન અનુષ્ઠાનવાળા મુનિ ! અર્થાત્ તેં સંયમ ગ્રહણ કર્યું છે, એથી સુંદર અનુષ્ઠાનવાળા મુનિ ! આ દૃષ્ટાંતનું ભાવન કરી તારે વિચારવું જોઈએ કે એક માતા-પિતાથી તે બન્ને પોપટ ઉત્પન્ન થયેલા હોવા છતાં કુસંગથી એક ખરાબ પ્રકૃતિવાળો થયો અને સત્સંગથી બીજો સુંદર પ્રકૃતિવાળો થયો. તેથી કલ્યાણના અર્થી એવા તારે સંયમમાં પ્રમાદી સાધુનો અત્યંત ત્યાગ કરવો જોઈએ અને સંયમમાં સતત અપ્રમાદથી યત્ન કરવો જોઈએ. જેથી આ ભવમાં મનુષ્યજન્મ નિષ્ફળ થાય નહિ, પરંતુ સંયમની સુંદર આચરણાજન્ય સ્વાથ્યની વૃદ્ધિ થાય અને પરલોકમાં પણ અનર્થોની પરંપરા થાય નહિ. IN૨૨૭ળા અવતરણિકા - तदेवमसति कारणे पार्श्वस्थादिवर्जनमभिधायाऽधुना कारणतस्तद्वन्दनप्राप्तिः, तैश्च यत् कर्त्तव्यं तदाहઅવતરણિકાર્ય - આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, કારણ ન હોય તો પાર્થસ્થાદિના વર્જનને કહી=સુસાધુએ પાર્થસ્થાદિનો ત્યાગ કરવો જોઈએ એ પ્રમાણે કહીને, હવે કારણથી તેને વંદનની પ્રાપ્તિ છેઃ પાર્થસ્થાદિને વંદનપ્રાપ્તિ છે અને તેઓ વડે પાર્થસ્થાદિ વડે, જે કર્તવ્ય છે તેને તે બન્ને વસ્તુને, કહે છે – ગાથા - ओसन्नचरणकरणं, जइणो वंदंति कारणं पप्प । जे सुविइयपरमत्था, ते वंदंते निवारेंति ।।२२८ ।। Page #370 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૮ ૩પ૧ ગાથાર્થ : કારણને પામીને યતિઓ અવસન્ન ચરણકરણવાળા સાધુને વંદન કરે છે, જેઓ સુવિદિત પરમાર્થવાળા છે તેઓ અવસન્ન ચરણ-કરણવાળા સાધુઓ વંદન કરતા તે સાધુને નિવારણ કરે છે. ર૨૮II ટીકા : अवसत्रचरणकरणं शिथिलतरमूलोत्तरगुणं यतयः सुसाधवो वन्दन्ते कारणं पर्यायादिकं प्राप्याऽऽसाद्य, तत्र ये शीतलविहारिणः सुविदितपरमार्था ज्ञातागमसद्भावा यदुत महतेऽनायेदमस्माकमित्यात्मज्ञास्ते वन्दमानान् सुसाधून निवारयन्ति एकवचनोद्देशे सति बहुवचननिर्देशः तेषां संविग्नपाक्षिकतया सुन्दरताज्ञापनार्थः ।।२२८ ।। ટીકાર્ય : પ્રવાસન્ન .. જ્ઞાપનાર્થઃ II અવસ= ચરણકરણવાળાને શિથિલ કરાયા છે મૂળ-ઉત્તરગુણ જેના વડે એવા સાધુને, યતિઓ સુસાધુઓ, કારણ=પર્યાયાદિને, પ્રાપ્ત કરીને વંદન કરે છે=જ્ઞાનાભ્યાસરૂપ પર્યાય કે તપાદિરૂપ પર્યાયને પ્રાપ્ત કરીને વંદન કરે છે. ત્યાં જે શીતલ વિહારીઓ સુવિદિત પરમાર્થવાળા=જણાયા છે આગમના સદ્ભાવો જેમના વડે એવા, કેવા પ્રકારનો જ્ઞાત આગમ સદ્ભાવ તે યદુતથી બતાવે છે – આસુસાધુઓ અમને વંદન કરે છે એ, અમને મોટા અનર્થ માટે છે. એ પ્રકારે આત્મજ્ઞ એવા તેઓ વંદન કરતા સુસાધુઓને નિવારણ કરે છે. એકવચનનો ઉદ્દેશ હોતે છતે યતિઓ અવસગ્ન ચરણકરણવાળા સાધુને વંદન કરે છે, એ કથનમાં અવસન્ન ચરણકરણવાળા સાધુ શબ્દથી એકવચનનો ઉદ્દેશ હોવા છતાં પણ ગાથાના ઉત્તરાર્ધ્વમાં બહુવચનનો નિર્દેશ=જેઓ સુવિદિત પરમાર્થવાળા છે, તેઓ વંદન કરતાને નિવારણ કરે છે. એ વચન દ્વારા બહુવચનનો નિર્દેશ, તેઓના સંવિગ્નપાણિકપણાથી સુંદરતા જણાવવાના અર્થવાળો છે. ૨૨૮ ભાવાર્થ : ઉત્સર્ગમાર્ગથી સુસાધુઓ ગુણથી પોતાનાથી અધિક સુસાધુને વંદન કરે છે; કેમ કે ગુણાધિક પુરુષને વંદન કરવાથી તેના અધિક ગુણ પ્રત્યે ભક્તિ થવાથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે અને જે સુસાધુ અધિક સંયમપર્યાયવાળા છે, તે અધિક સંયમપર્યાયના બળથી તે સુસાધુના સંયમના ભાવો અધિક સ્થિર થયા છે, એમ અનુમાન કરીને તેમની સાથે વંદનનો વ્યવહાર કરે છે. વળી, જેઓ મૂળ-ઉત્તરગુણમાં શિથિલ છે, તેઓ અવસત્ર ચારિત્રના પરિણામવાળા છે, તેમને સુસાધુ વંદન કરે નહિ. આમ છતાં તેના મૂળઉત્તરગુણથી રહિત પણ સાધુનો જ્ઞાનપર્યાય અધિક હોય, અન્ય ગુણો વિશિષ્ટ હોય એને આશ્રયીને સુસાધુ વંદન કરે છે અર્થાત્ તેઓ પાસે શાસ્ત્રઅધ્યયન કરવા માટે કે તેઓના બળથી સન્માર્ગમાં પ્રવૃત્તિ કરવા માટે તેઓને વંદન કરે છે. આથી મૂળ-ઉત્તરગુણથી રહિત એવા સંવિગ્નપાક્ષિકની નિશ્રાથી Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૮-૨૨૯ સાધુપણાનું પાલન શક્ય હોય ત્યારે સુવિદિતો તેમની નિશ્રામાં રહીને સંયમની આરાધના કરે છે, ત્યારે સુસાધુઓ મૂળ-ઉત્તરગુણથી રહિત પણ તે સાધુને વંદન કરે છે અર્થાત્ માત્ર બતાવવા માટે નહિ, પરંતુ તેમનામાં જે વિશિષ્ટ જ્ઞાનાદિ ગુણો છે, તેના પ્રત્યે ભક્તિ-બહુમાનપૂર્વક વંદન કરે છે. જેઓ શિથિલ આચારવાળા છે, છતાં સુવિદિત પરમાર્થવાળા છે અર્થાત્ જાણ છે કે આ સાધુઓ સંયમમાં અપ્રમત્ત છે, તેથી તેઓ અમને વંદન કરે તે અમારા મોટા અનર્થ માટે છે, તેથી કારણને આશ્રયીને વંદન કરતા હોય તોપણ શિથિલ સાધુ તેમને નિવારણ કરે અને તે શિથિલ સાધુ પણ સંવિગ્નપાક્ષિક છે, તેથી મૂળ-ઉત્તરગુણ રહિત હોવા છતાં પણ તેનામાં સુંદરતા છે, તે બતાવવા માટે ગાથાના ઉત્તરાર્ધમાં બહુવચનનો પ્રયોગ કર્યો છે. આનાથી એ પ્રાપ્ત થાય કે શાસ્ત્રના અધ્યયનના પ્રયોજનથી કે સન્માર્ગમાં પ્રવૃત્તિ માટે અનુશાસનના પ્રયોજનથી શાસ્ત્રમાં અનિપુણ સુસાધુઓ સંવિગ્નપાક્ષિકની નિશ્રા કરીને શાસ્ત્રઅધ્યયન કરે કે સંયમ પાળે ત્યારે તે મહાત્મામાં જે અંશથી જ્ઞાન-દર્શનનો પરિણામ છે અને સત્યભાષિતારૂપ બીજું દુર્ધર મહાવ્રત છે, તેને સ્મૃતિમાં રાખીને તેટલી ભક્તિથી વંદન કરે છે, તે સંવિગ્નપાક્ષિક સાધુ જ્યારે વંદન કરતાને નિવારણ કરે ત્યારે વંદન ન કરે તો પણ તેમની ઉચિત ભક્તિ આદિ સર્વ ક્રિયા કરે છે અને સંવિગ્નપાક્ષિક ઉત્તરગુણમાં અનુત્થિત હોવાને કારણે કોઈક કાળે મૂળગુણ પ્રગટ થયેલ હોય તો પણ નાશ પામે છે અને મૂળગુણમાં સાક્ષાત્ પ્રતિસેવના નહિ હોવા છતાં જેઓ હંમેશ ઉત્તરગુણની પ્રતિસેવા કરે છે, તેમનામાં મૂળગુણનો સંભવ રહેતો નથી અને તેવા પ્રકારનો પ્રમાદી સ્વભાવ હોવાને કારણે તત્ત્વના જાણનાર પણ સંવિગ્નપાક્ષિક ઉત્તરગુણમાં સદા પ્રમાદી હોવાથી મૂળ-ઉત્તરગુણ રહિત છે, તોપણ મૂળ-ઉત્તરગુણવાળા સાધુ પ્રત્યે તેને અત્યંત ભક્તિ છે અને બહુમાન છે. વળી પોતાની હીનતા દેખાય તોપણ સાધુધર્મની પ્રરૂપણા તે રીતે કરે છે, જેથી યોગ્ય જીવોને સુસાધુ કઈ રીતે મૂળ-ઉત્તરગુણમાં યત્ન કરે છે, તેનો યથાર્થ બોધ થાય, પરંતુ પોતાની હીનતા દેખાશે, તેવા આશયથી તે પદાર્થ વિષયક કોઈ સ્પષ્ટતા ન કરે, જેથી પોતે હીન ચારિત્રી છે, તેમ દેખાય નહિ, તો તેમનો શુદ્ધ પ્રરૂપણા ગુણ પણ નાશ પામે. આથી જ પોતાની હીનતા દેખાવા છતાં માર્ગનું રક્ષણ કરે છે, તે તેમનું દુર્ધર વ્રત છે, તેથી વિષમકાલમાં સંવિગ્નપાક્ષિક સાધુ પણ સુસાધુને સન્માર્ગમાં પ્રવર્તાવવા સમર્થ હોવાથી વંદન યોગ્ય જ છે. ફક્ત સુસાધુનું ઔચિત્ય અન્ય છે, સંવિગ્નપાક્ષિક સાધુનું ઔચિત્ય અન્ય છે, તેથી વંદન કરવા તત્પર થયેલા સુસાધુને સંવિગ્નપાક્ષિક નિવારણ કરે છે. ll૨૨૮ અવતરણિકા : व्यतिरेकमाहઅવતરણિતાર્થ : વ્યતિરેકને કહે છે=સંવિગ્સપાક્ષિક સાધુ વંદન કરતા સુસાધુને નિવારણ ન કરે તો શું અર્થ થાય ? તે રૂ૫ વ્યતિરેકને કહે છે – Page #372 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૯ ગાથા : सुविहियवंदावेंतो, नासेई अप्पयं तु सुपहाओ । दुविहपहविप्पमुक्को, कहमप्प न जाणई मूढो ।। २२९ ।। ગાથાર્થ ઃ સુવિહિતને વંદન કરાવતો મુનિ સુપથથી પોતાનો જ નાશ કરે છે, બે પ્રકારના માર્ગથી મુકાયેલો મૂઢ કેમ આત્માને જાણતો નથી ? II૨૨૯॥ ટીકા ઃ सुविहितान् सुसाधून् वन्दयंस्तद्वन्दननिषेधमकुर्वन्नाशयति आत्मानमेव, तुशब्दस्यावधारणार्थत्वात् सुपथात् ज्ञानादेर्मोक्षमार्गाद् द्विविधपथविप्रमुक्तः साधु श्रावकानुष्ठेयमार्गभ्रष्ट इति हृदयं, तथाहिनाऽसौ यतिः क्लिष्टपरिणामत्वात् न गृहस्थोऽपि लिङ्गदर्शनादतः कथमात्मानं न जानाति मूढो येन सुसाधून् वन्दापयतीति ।। २२९ ।। ૩૫૩ ટીકાર્ય ઃ सुविहितान् . . વન્દ્રાવતીતિ।। સુવિહિતોને=સુસાધુઓને, વંદન કરાવતો=તેના વંદનના વિષયમાં નિષેધ નહિ કરતો, પોતાનો જ નાશ કરે છે; કેમ કે તુ શબ્દનું અવધારણ અર્થપણું છે, શેનાથી પોતાનો નાશ કરે છે ? એથી કહે છે 1 સુપથથી=જ્ઞાનાદિ મોક્ષમાર્ગથી, પોતાનો નાશ કરે છે, બે પ્રકારના માર્ગથી મુકાયેલો=સાધુ અને શ્રાવકના અનુપ્તેયમાર્ગથી ભ્રષ્ટ થયેલો સાધુ પોતાનો નાશ કરે છે એમ અન્વય છે. બે પ્રકારના પથથી કેમ ભ્રષ્ટ છે ? તે તથાદિથી બતાવે છે આ યતિ નથી; કેમ કે ક્લિષ્ટપરિણામપણું છે=ત્રણ ગુપ્તિઓની પરિણતિના અભાવરૂપ ક્લિષ્ટપરિણામપણું છે, ગૃહસ્થ પણ નથી; કેમ કે લિંગનું દર્શન છે=સાધુવેષનું દર્શન છે, તેથી બે પ્રકારના પથથી મુકાયેલો છે. આથી કેવી રીતે મૂઢ પોતાને જાણતો નથી જે કારણથી સુસાધુને વંદન કરાવે છે. ।।૨૨૯।। - ભાવાર્થ : જે સાધુ સમિતિ-ગુપ્તિમાં દૃઢ યત્નવાળા નથી, તેથી શિથિલ મૂળ-ઉત્તરગુણવાળા છે અર્થાત્ ઉત્તરગુણોનું વિપરીત સેવન કરી કરીને મૂળ-ઉત્તરગુણ રહિત થયેલા છે, તેઓ સંવિગ્નપાક્ષિક છે અથવા સંવિગ્નપાક્ષિક પણ નથી, પરંતુ સર્વથા માર્ગથી રહિત છે અને જેઓ સંવિગ્નપાક્ષિક છે, તેઓ સુવિહિત સાધુને પોતાને વંદન કરવાનો નિષેધ કરે છે અને જેઓ સુવિહિત સાધુને વંદન કરાવે છે, તેઓ જ્ઞાનાદિ મોક્ષમાર્ગથી પોતાને નાશ કરે છે; કેમ કે પોતાનામાં રત્નત્રયની પરિણતિરૂપ ભાવસાધુપણું નથી, છતાં Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩પ૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૯ રત્નત્રયની પરિણતિવાળા સુસાધુને વંદન કરાવીને તેઓમાં વર્તતા રત્નત્રયની આશાતના કરે છે. જે આશાતનાના પાપથી પોતે તે રીતે માર્ગથી ભ્રષ્ટ થશે કે ઘણા ભવો સુધી સન્માર્ગની પ્રાપ્તિ દુર્લભ થશે, માટે જેઓને આત્મસાક્ષીએ જોતાં પોતાનામાં રત્નત્રયની પરિણતિ નથી દેખાતી, તેઓએ ભગવા, વચનાનુસાર ક્રિયા કરનારા સુસાધુને જોઈને તેમને વંદન કરવાનો નિષેધ કરવો જોઈએ, પરંતુ મેં પહેલા દીક્ષા લીધી છે, આમણે પાછળથી દીક્ષા ગ્રહણ કરી છે, તેમ વિકલ્પ કરીને તેમણે મને વંદન કરવું જોઈએ, એવો આગ્રહ રાખવો જોઈએ નહિ, પરંતુ અજ્ઞાનને વશ કે કોઈ સંયોગને વશ તેઓ વંદન કરે તો તેમને નિષેધ કરવો જોઈએ. જો નિષેધ ન કરે તો મોક્ષમાર્ગની વિરાધના કરીને અવશ્ય પોતાના આત્માનો નાશ કરે છે. બે પ્રકારના પથથી મુકાયેલા મૂઢ સાધુ કેમ પોતાના આત્માને જાણતા નથી, એ પ્રકારે ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે સુસાધુ સંયમમાં ઉત્થિત થઈને વીતરાગ થવા યત્ન કરે છે અને સુશ્રાવક સર્વવિરતિની શક્તિના સંચય માટે સાધુની ભક્તિ અને ભગવાનની ભક્તિ કરે છે, એ બન્ને પથથી તેઓ રહિત છે; કેમ કે સુસાધુની જેમ ત્રણ ગુપ્તિપૂર્વક સંયમની સર્વ ક્રિયા કરતા નથી, તેથી અસંયમની પરિણતિરૂપ ક્લિષ્ટ પરિણામ છે, માટે સાધુ નથી અને સાધુના વેષમાં છે, તેથી ગૃહસ્થ પણ નથી, માટે પ્રમાદી સાધુ પોતે બેય પથથી રહિત છે, છતાં સુસાધુને વંદન કરાવે છે તે મૂઢ છે. આથી જ પોતાના આત્માને જાણતા નથી. તેઓ મોક્ષપથમાં ચાલનારા નથી અને શ્રાવક પણ નથી, તેથી સુસાધુને વંદન કરાવવું તે તેમને ઉચિત નથી, આમ છતાં માનકષાયને વશ સંયમપર્યાયથી અમે મોટા છીએ, તેમ માનીને સુસાધુને વંદન કરવાનો નિષેધ ન કરે અને સુસાધુ વંદન ન કરે તો કુપિત થાય તેવા છે, તે સાધુ પોતાના આત્માનો વિનાશ કરે છે; કેમ કે રત્નત્રયીની આશાતના કરીને મહાપાપને બાંધે છે. Il૨૯ll અનુસંધાનઃ ઉપદેશમાલા ભાગ-૨ Page #374 -------------------------------------------------------------------------- ________________ जं जं समयं जीवो, आविसइ जेण जेण भावेण / / सो तंमि तंमि समए, सुहासुहं बंधए कम्मं / / / જે જે સમયે જીવ જે જે ભાવથી આવિષ્ટ થાય છે, 'તે જીવ તે તે સમયે શુભાશુભ કર્મને બાંધે છે. : પ્રકાશક : ‘મૃતદેવતા ભવન’, 5, જેન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410 E-mail : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com