________________
૧૫૮
टीडा :
तत्र तावत्कथानकं कथ्यते
पहेशभाला भाग -१ / गाथा - 63
प्राक्कथितो वैरस्वाम्यतिशिशुः साधूनां हस्तीभूत आसीत् । स प्रथमं साध्वीनामुपाश्रये तिष्ठन्नेकादशाङ्गानि तासां पठन्तीनां पदानुसारितया जग्राह । पश्चादानीतः साधुमध्ये स्थिरतया यत्कि - ञ्चित्पठन्ननुपलक्ष्यस्तस्थौ । अन्यदा तं वसतिपालं विधाय गतेषु गोचरे साधुषु, बहिर्भूमावाचार्यसीहगिरिषु स स्थापनासाधून् कृत्वा महता शब्देन परिपाट्या वाचनां ददौ । आगतैश्चाचार्यैरुपाश्रयाभ्यर्णे श्रुत्वा तद्ध्वनिमचिन्तितं किं झटित्यागताः साधवः ? स्थित्वोपयुज्य ननु वैरः खल्वयं निरूपयद्भिश्च लक्षितो वाचयत्येकादशाप्यङ्गानि । ततो मा भूदस्य सङ्क्षोभ इत्यपसृत्य बृहद्ध्वनिना कृता नैषेधिकी । इतरेणापि संवृत्याकारं कृता प्रतिपत्तिरिति । ततः पुरुषरत्नमिदं माऽविज्ञातवीर्याः परिभूवन्नेते इति साधूनां किञ्चित्कार्यमुद्दिश्य प्रस्थिता ग्रामान्तरं गुरवः । तेऽप्याहुः - 'कोऽस्माकं वाचनां दास्यतीति ?,' सूरिभिरुक्तं - 'वैर' (वज्र ) इति । ततस्तथेति प्रतिपन्नमेतैः, गता गुरवः वैरेणापि समुत्सारितस्तेषां स्वल्पकालेन बहुगुणः स्वाध्यायः, समाह्लादितानि चित्तानि । आगतैर्गुरुभिरुक्तास्ते किमुत्सृतः स्वाध्यायः ? तेपि प्राहुः - 'बाढम्, अयमेवास्माकं वाचनाचार्योऽनुगृह्य क्रियताम्' । तैरुक्तं- 'करिष्यते कृतोपधान' इति ।
अधुनाक्षरार्थः
"
सिंहगिरिसुशिष्याणां भद्रं कल्याणं भवत्विति शेषः कीदृशां ? गुरुवचनम्, अनुस्वारलोपः प्राकृतत्वात्, श्रद्दधतां भावसारं गृह्णतां तथाहि - तैर्वेरो दास्यति वाचनामिति वचनमाचार्यसम्बन्धि न किल विकोपितं न विकल्पितम् अपि तु निर्विचारं गृहीतमिति सण्टङ्कः इति ।। ९३ ।
टीडार्थ :
तत्र सण्टङ्कः इति ।। तेमां स्थान हेवाय छे
પહેલાં કહેવાયેલો વજસ્વામી એ પ્રમાણે બાળક સાધુઓના હાથમાં પ્રાપ્ત થયેલો હતો, પ્રથમ સાધ્વીઓના ઉપાશ્રયમાં રહેતા એવા તેણે ભણતી એવી તેણીઓની પાસેથી પદાનુસારિપણાથી અગિયાર અંગોને ગ્રહણ કર્યાં, પાછળથી સાધુઓની મધ્યમાં લવાયેલો સ્થિરપણાથી જે કંઈક ભણતો અનુપલક્ષ્ય=નહિ ઓળખાયેલો આ ભણે છે કે નથી ભણતો, આની પાસે કેટલું જ્ઞાન છે કે નથી, તેમાં નહિ ઓળખાયેલો, રહ્યો, એકવાર તે વસતિ સાચવનારો કરીને સાધુઓ ગોચરમાં ગયે છતે, આચાર્ય સિંહગિરિ બહાર ભૂમિ ગયે છતે તે સ્થાપનાસાધુને કરીને=બધા સાધુઓની ઉપધિ માંડલી આકારે ગોઠવીને, મોટા શબ્દ વડે પરિપાટીથી વાચના આપવા લાગ્યો, ઉપાશ્રયની પાસે આવેલા આચાર્ય વડે તેના ધ્વનિને સાંભળીને વિચારાયું – શું સાધુઓ જલ્દીથી આવી ગયા ? ઊભા રહીને ઉપયોગ મૂકીને ખરેખર આ વજ્ર છે ? અને કમાડની તિરાડમાંથી જોતા આચાર્ય વડે અગિયારે
-