SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૮-૪૯ પ્રવજિત કરાઈ, તેથી આ જ ધર્મ છે જેમાં આવા પ્રકારના પ્રભાવવાળાઓની પણ આવી નિલભતા છે, એ પ્રમાણે વિચારીને ઘણા જીવો પ્રતિબોધ પામ્યા. //૪૮ ભાવાર્થ - સંસારમાં ધનસંપત્તિ અને રૂપવતી સ્ત્રીઓ બે મોહનાં કારણો છે, જ્યારે વજસ્વામી સંસારથી અત્યંત વિરક્ત હતા, મોક્ષમાં એકચિત્તવાળા હતા, તેથી યુવાન વયવાળા હોવા છતાં વજસ્વામી પ્રચુર ધનથી યુક્ત ગુણસંપન્ન નહિ પરણેલી બાળા પરણવા માટે તત્પર થઈ તોપણ લોભ પામ્યા નહિ, પરંતુ ઉપદેશ આપીને તે કન્યાને પણ સંયમના પરિણામવાળી કરી. સુસાધુઓનો આવો અલોભનો પરિણામ હોય છે, તેથી તેઓને સંસારના કોઈ પદાર્થ વિષયક લિપ્સા થતી નથી, માટે સુસાધુએ આ પ્રકારના નિર્લોભ સ્વરૂપનું ભાવન કરીને આત્માને સંગની પરિણતિથી પર કરવા યત્ન કરવો જોઈએ, જેથી બાહ્ય તુચ્છ ઐહિક પદાર્થો પ્રત્યે લેશ પણ મમત્વ થાય નહિ. II૪૮ અવતરણિકા - न चैतदाश्चर्यम् एवंविधा एव साधवो भवन्तीत्याहઅવતરણિતાર્થ : અને આ આશ્ચર્ય નથી વજસ્વામી સ્ત્રી અને ધનમાં લુબ્ધ થયા નહિ તે આશ્ચર્ય નથી, કેમ આશ્ચર્ય નથી ? એથી કહે છે – આવા પ્રકારના જ સાધુઓ હોય છે, એને કહે છે – ગાથા : अंतेउरपुरबलवाहणेहिं वरसिरिघरेहिं मुणिवसहा । कामेहिं बहुविहेहि य, छंदिज्जंता वि नेच्छंति ।।४९।। ગાથાર્થ : બહુ પ્રકારના કામગુણો વડે અને બહુ પ્રકારના અંતઃપુર, નગર, બલ અને વાહનો વડે અને બહુ પ્રકારના શ્રેષ્ઠ લક્ષ્મીના ઘર વડે નિમંત્રણ કરાતા પણ મુનિવૃષભો ઈચ્છતા નથી. II૪૯ll. ટીકા : __ अन्तःपुरादिभिः करणभूतैर्मुनिवृषभाः सुसाधवश्छन्द्यमाना निमन्त्र्यमाणा अपि नेच्छन्ति नाभिलषन्ति तानीति गम्यते इति सम्बन्धः, तत्राऽन्तःपुराणि विशिष्टयोषित्सङ्घाताः, पुराणि नगराणि, बलानि चतुरङ्गाणि, वाहनानि प्रवरहस्त्यादीनि, बलग्रहणेनैव सिद्धे पृथगुपादानमेषां प्राधान्यख्यापनार्थम् । अन्तःपुराणि च पुराणि चेत्यादिद्वन्द्वः, तैस्तथा वरश्रीगृहैः प्रधानकोशैः, काम्यन्ते प्रार्थ्यन्ते इति कामाः शब्दादयस्तैश्च, चशब्दस्येह व्यवहितः सम्बन्धः, बहुविधैर्नानारूपैश्चित्ताक्षेपहेतुभिरन्तःपुरादिभिरिति, इदं सर्वेषां विशेषणमिति ।।४९।।
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy