________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨-૨૩
ગ્રહણ કર્યા પછી વેષના બળથી સંયમની મર્યાદાથી અન્ય પરિણામ થતો નથી.
વળી કોઈક જીવને સંયમનો વેષ હોવા છતાં બલવાન વિકાર થાય તો વેષની મર્યાદાને છોડીને અકાર્યમાં પ્રવર્તે તોપણ વેષને કારણે તેને શંકા થાય છે અર્થાતુ દીક્ષિત છું માટે મારાથી અકાર્ય થશે તો મારું અહિત થશે, તેથી શંકાને કારણે પણ વિષયોને અભિમુખ થયેલો અંતરંગ પરિણામ પણ બાહ્ય કૃત્યથી વિરામ પામે છે. જેમ ઉપવાસનું પચ્ચકખાણ કરેલું હોય અને રમ્ય ખાદ્ય પદાર્થના દર્શનથી ખાવાની ઇચ્છા થાય તો પણ મારે ઉપવાસનું પચ્ચકખાણ છે, તે બુદ્ધિથી વિવેકી પુરુષો ખાવાની પ્રવૃત્તિ કરતા નથી, તેમ કોઈક સાધુને ઇન્દ્રિયોનો વિકાર થાય તો પણ સાધુ છું, એ પ્રકારનું સ્મરણ થવાથી તે પ્રકારનું કાર્ય કરવા માટે પ્રવૃત્ત થતા નથી અને થયેલા અતિચારનું શોધન કરીને આત્માનું રક્ષણ કરે છે.
આ કથનને દષ્ટાંતથી બતાવે છે – જેમ રાજા અને જનપદ ઉન્માર્ગમાં પડતા જીવનું રક્ષણ કરે છે, તેમ વેષ રક્ષણ કરે છે, તે આ રીતે –
કોઈ જીવ ચોરી પરદારાગમન આદિ અનુચિત કૃત્ય કરતો હોય ત્યારે રાજા તેને દંડ કરશે, એ પ્રકારના ભયથી તે પુરુષ આદિથી જ નિવર્તન પામે છે, કોઈક રીતે પ્રવૃત્ત થયેલ હોય તોપણ રાજાના અપરાધનો વિષય થઈશ એ પ્રકારની શંકાથી નિવર્તન પામે છે, તેમ સાધુવેષધારી સપુરુષ રાજા સ્થાનીય વેષના બળથી સતત સંવૃત્ત પરિણામવાળા થઈને ધર્મની વૃદ્ધિમાં યત્ન કરે છે, આમ છતાં અનાદિ અભ્યાસથી કોઈક રીતે વિષયને અભિમુખ પરિણામ થાય તો પણ મારો સાધુનો વેષ છે અને હું તે પ્રકારની પ્રવૃત્તિ કરીશ તો મહાન અનર્થ થશે, એ પ્રકારની શંકાથી બાહ્ય પાપની આચરણાથી નિવર્તન પામે છે.
વળી જનપદ ઉન્માર્ગમાં પડતા જીવનું રક્ષણ કરે છે, જો હું આ અકાર્ય કરીશ તો જનપદ મારો ધિક્કાર કરશે, તેથી ધિક્કારના ભયને કારણે ઉન્માર્ગની પ્રવૃત્તિની નિવૃત્તિ થાય છે, તેમ સાધુવેષધારી સપુરુષ જનપદ સ્થાનીય વેષના બળથી સંવૃત્ત પરિણામવાળા થઈને ધર્મની વૃદ્ધિમાં યત્ન કરે છે અને તેને થાય છે કે આ વેષમાં હું વેષથી વિપરીત પ્રવૃત્તિ કરીશ તો ભગવાનના શાસનની આજ્ઞાના ઉલ્લંઘનને કારણે હું દુરંત સંસારમાં પડીશ, એ પ્રકારના ભયથી તે વેષધારી સાધુ ઉન્માર્ગની પ્રવૃત્તિથી નિવર્તન પામે છે, માત્ર કાયિક ઉન્માર્ગની પ્રવૃત્તિની નિવૃત્તિ કરતા નથી, પરંતુ વેષને અવલંબીને મન-વચનકાયા મોક્ષપથથી વિપરીત ન પ્રવર્તે તે રીતે પ્રવૃત્તિ કરે છે, તેથી વેષ ઉત્તમ પુરુષોનું રક્ષણ કરે છે.
વળી જેમ અધમ પુરુષો સુંદર રાજા હોવા છતાં ચોરી આદિના અકાર્યમાં પ્રવર્તે છે, તેમ ભારે કર્મી જીવો વેષ ગ્રહણ કર્યા પછી વેષની મર્યાદાનું ઉલ્લંઘન કરીને તે પ્રકારે આત્માનું રક્ષણ કરવા યત્ન કરતા નથી, તેઓ ક્લિષ્ટ કર્મવાળા હોવાથી દુરંત સંસારને પ્રાપ્ત કરે છે. શા અવતરણિકા -
निश्चयनयस्तुઅવતરણિકાર્ય :વળી નિશ્ચયથી વેષ પ્રમાણ નથી, આજ્ઞા જ પ્રમાણ છે, એ બતાવવા માટે કહે છે –