SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૫ ૧૯૩ ગાથા - जोइसनिमित्तअक्खरकोउयआएसभूइकम्मेहिं ।। करणाणुमोयणेहि य, साहुस्स तवक्खओ होइ ।।११५ ।। ગાથાર્થ : જ્યોતિર્ક-નિમિત્ત-અક્ષર-કૌતુક-આદેશ-ભૂતિકર્મથી અને કરાવણ અને અનુમોદનથી સાધુના તપનો ક્ષય થાય છે. ll૧૧૫ll ટીકા : ज्योतिष्कं ग्रहगणितं, निमित्तं होराज्ञानादि, अक्षराणि मातृकादीनि, कौतुकं स्नपनादि, आदेश= एतद्भविष्यतीत्यादिनिर्णयकरणं, भूतिकर्म रक्षार्थं भूतिक्रिया, मन्त्राद्युपलक्षणं चैतत्, ज्योतिष्कं च निमित्तं चेत्यादि द्वन्द्वः, तैरविषये स्वयं प्रयुज्यमानैः कारणाऽनुमोदनाभ्यां च, तेषां किं ? साधोस्तपःक्षयो भवति, अनशनादितपः कुर्वतोऽपि तन्निरतस्य तन्नश्यति विरुद्धत्वादित्यर्थः । तदिदं विज्ञाय आदित एव एवंविधानुष्ठानैः सङ्गो न कार्यः स हि दुरन्त इति ।।११५ ।। ટીકાર્ચ - ચોતિર્ધા . દુરન્ત તિ | જ્યોતિષ્ક ગ્રહનું ગણિત, નિમિત્ત=ોરાજ્ઞાનાદિ, માતૃકાદિ અક્ષરો, કૌતુક=સ્નાનાદિ, આદેશ="આ થશે' ઈત્યાદિ નિર્ણયનું કરણ, ભૂતિકર્મ=રક્ષા અર્થે ભૂતિક્રિયા, અને આ=ભૂતિકર્મ, મંત્રાદિનું ઉપલક્ષણ છે. જ્યોતિષ અને નિમિત્ત ઈત્યાદિ દ્વન્દ સમાસ છે, તેઓથી= અવિષયમાં સ્વયં પ્રયોગ કરાતા જયોતિષ્ક આદિથી, કારણ અને અનુમોદના દ્વારા=તેઓના કરાવવા અને અનુમોદના દ્વારા, સાધુના તપનો ક્ષય થાય છે. અનશન આદિ તપ કરતા છતાં પણ આમાં વિરત સાધુનો તેeતપ, નાશ પામે છે; કેમ કે વિરુદ્ધપણું છે–તપ અસંગભાવને અનુકૂળ યત્ન સ્વરૂપ છે અને જ્યોતિષ્ક આદિ સંગને અનુકૂળ યત્ન સ્વરૂપ છે, એથી વિરુદ્ધપણું હોવાથી તપ નાશ પામે છે, એમ અવય છે. તે આ જાણીને=ગાથામાં જે કહ્યું તે આ જાણીને, આદિથી જ=સંયમ જીવનના પ્રારંભથી જ, આવા પ્રકારનાં અનુષ્ઠાનોની સાથે સંગ કરવો જોઈએ નહિસાધુએ જ્યોતિષ્ક આદિમાં યત્ન કરવો જોઈએ નહિ, હિં=જે કારણથી, તે=જ્યોતિષ્ક આદિમાં યત્ન, દુરંત છે–ખરાબ ફળવાળો છે. ll૧૧પા. ભાવાર્થ : કોઈ સાધુ જ્યોતિષ્ક, નિમિત્ત આદિ પ્રવૃત્તિ સ્વયં કરતા હોય, કોઈ સ્વયં ન કરતા હોય, પરંતુ શિષ્યાદિને તે પ્રકારે કરાવતા હોય અથવા સ્વયં કરતા-કરાવતા ન હોય, પરંતુ કોઈ કરતા હોય તેને જોઈને તે ઉચિત છે, તેવો અલ્પ પણ પરિણામ કરે તો અનુમોદનાની પ્રાપ્તિ થાય અને સંયમ જીવનના નાશના
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy