SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૫-૧૧૬ અંગભૂત જ્યોતિષ્ક આદિમાં લેશ પણ કરણ-કરાવણ-અનુમોદનનો પરિણામ તે સંગની વૃદ્ધિ સ્વરૂપ છે, તેથી સંગના ઉચ્છેદના કારણભૂત વિવેકપૂર્વક કરાયેલા તપનો પણ તે નાશ કરનાર બને છે. તેથી કોઈ સાધુ સંગથી પર થવા માટે ઉચિત વિવેકપૂર્વક અનશનાદિ તપ કરતા હોય અને તેના દ્વારા આત્માને ભાવિત કરીને અસંગભાવના બળનો સંચય કરતા હોય, છતાં કોઈક નિમિત્તે જ્યોતિષ્ઠાદિ વિષયક ત્રણમાંથી કોઈપણ પ્રકારનો પરિણામ થાય, ત્યારે તે સાધુમાં બાહ્ય પદાર્થોના સંગનો પરિણામ પ્રગટે છે. જેથી તપ કરીને જે કાંઈ અસંગ શક્તિનો સંચય કરેલ, તેનો ક્ષય થાય છે, માટે કલ્યાણના અર્થી સાધુએ જ્યોતિષ્ક આદિ કૃત્યોથી દૂર જ રહેવું જોઈએ. l/૧૧પણા અવતરણિકા : आह चઅવતરણિતાર્થ - અને કહે છે – ગાથા : जह जह कीरइ संगो, तह तह पसरो खणे खणे होइ । थेवो वि होइ बहओ, न य लहइ धिई निरंभंतो ।।११६।। ગાથાર્થ - જે જે પ્રકારે સંગ કરે છે, તે તે પ્રકારે ક્ષણે ક્ષણે પ્રસર થાય છે તે તે પ્રકારની અતિપ્રવૃત્તિ રૂપ અસર થાય છે, થોડો પણ સંગ ઘણો થાય છે, નિરોધ કરાતો ગુરુ આદિથી વિરોધ કરાતો, ધૃતિને પામતો નથી. ll૧૧૬ll ટીકા : यथा यथा क्रियते सङ्गः सम्बन्धो दुरनुष्ठानैरिति गम्यते, तथा तथा प्रसरोऽतिप्रवृत्तिरूपः क्षणे क्षणेऽपरापरे काललवे भवति गाढतरं वर्धत इत्यर्थः । बहुः खल्वेवं स्वल्पस्तु न दोषाय इति यो मन्येत तं प्रत्याह-स्तोकोऽपि भवति बहुः, प्रमादस्यानादिभवाभ्यस्तत्वात् । स चाशक्तः, पश्चान्न च नैव लभते धृतिं स्वस्थतां निरुध्यमानो निवार्यमाणो गुर्वादिभिरिति ।।११६ ।। ટીકાર્ય : યથા યથા .. મિિિત છેજે જે પ્રકારે સંગ કરાય છે—દુરનુષ્ઠાનો સાથે સંબંધ કરાય છે=સંયમની વૃદ્ધિનું કારણ ન બને, તેવી આચરણા સાથે સાધુ સંબંધ કરે છે, તે તે પ્રકારે ક્ષણે ક્ષણે અપર અપર કાલલવમાં, અતિ પ્રવૃત્તિરૂપ પ્રસર ગાઢતર વધે છે–તે તે પ્રવૃત્તિ વગર જીવ રહી ન શકે
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy