SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૨ ગાથાર્થ : પિતા-માતા-અપત્ય-પ્રિયજનનો સ્નેહ, ગુરુ, ગુરુતર અને અતિગુરુ છે, વિચારાતો ગહન છે, અતિ ધર્મદૂષિત એવા સાધુઓ વડે ત્યાગ કરાયો. II૧૪. ટીકા : गुरुर्गुरुतरोऽतिगुरुः क्रमेण पितृमात्रपत्यप्रियजनस्नेहः, तत्र पित्रा सह माता पितृमाता, सा चापत्यानि च प्रियजनश्चेति द्वन्द्वः, तेषु तद्विषयः स्नेह इति समासः, ततः पितृमातृस्नेहो गुरुर्दुस्त्यजत्वात्, अपत्यस्नेहो गुरुतरो दुस्त्यजतरत्वात् । प्रियजनो भार्याभगिन्यादिर्यतस्तत्र गाढश्चित्तविश्रामः, ततस्तत्स्नेहोऽतिगुरुः, तद्वियोगस्य मरणादिहेतुत्वात् । एष च चिन्त्यमानो गुपिलः, सर्वोऽपि पर्यालोच्यमानो गहनो दुरन्तभवकारणत्वात् । अतस्त्यक्तोऽतिधर्मतृषितैर्दृढधर्मलम्पटैः साधुभिर्विरुद्धत्वात्तઐતિ ૨૪રા. ટીકાર્ય : ગુરુ ..... તતિ ગુરુ-ગુરુતર-અતિગુરુ, ક્રમથી પિતા-માતા-અપત્ય અને પ્રિયજનનો સ્નેહ છે, ત્યાં=પિતૃમાતુ આદિ સમાસ છે ત્યાં, પિતા સહિત માતા પિતૃમાતા છે અને તેણી અને પુત્રો અને પ્રિયજન એ પ્રકારે દ્વન્દ સમાસ છે, તેઓમાં-પિતૃ આદિમાં, તેમના વિષયવાળો સ્નેહ એ પ્રમાણે સમાસ ત્યારપછી પિતા-માતાનો સ્નેહ ગુરુતર છે; કેમ કે દુસ્યપણું છે. પુત્રોનો સ્નેહ દુસ્થજતરપણું છે, જે કારણથી પ્રિયજન-ભાર્યા-ભગિની આદિ છે તેમાં ગાઢ ચિત્તનો વિશ્રામ છે, તેથી તેમનો સ્નેહ અતિગુરુ છે; કેમ કે તેમના વિયોગનું મરણાદિ હેતુપણું છે અને આ ચિંતવન કરાતો ગુપિલ છે–સર્વ પણ પર્યાલોચન કરાતો ગહન છે; કેમ કે દુરંત ભવનું કારણ પણું છે, આથી અતિધર્મતૃષિત એવા સાધુઓ વડે=દઢ ધર્મમાં લંપટ એવા સાધુઓ વડે, ત્યાગ કરાયો છે; કેમ કે તેનું સ્નેહનું, વિરુદ્ધપણું છે. ૧૪રા ભાવાર્થ સંસારી જીવોને સંગમાંથી આનંદની પ્રાપ્તિ થાય છે, તેથી જેઓને અત્યંત વત્સલ માતા-પિતા પ્રાપ્ત થયાં છે, તેના કારણે તેઓને માતા-પિતા પ્રત્યે અતિ સ્નેહ વર્તે છે. આથી તેમનો ત્યાગ કરવો તેઓ માટે અશક્ય હોય છે, વળી સામાન્યથી પિતા-માતા કરતાં પણ ગુરુતર સ્નેહ પ્રિય પુત્રો પ્રત્યે હોય છે, તેનો ત્યાગ કરવો અતિદુષ્કર છે. વળી પત્ની આદિ પ્રત્યે અતિ ગુરુતર સ્નેહ છે, તે અતિશય દુર્યજ્ય છે. આથી જ તેના વિયોગને કારણે મરણ આદિની પણ પ્રાપ્તિ થાય છે. જેમ રામ ઉપર લક્ષ્મણને ગાઢ પ્રીતિ હતી, તેથી રામના મૃત્યુના સમાચાર મળવાથી લક્ષ્મણનું મૃત્યુ થયું, એથી પ્રિયજનનો સ્નેહ અતિ ગુરુ હોય છે અને આ સર્વ પણ સ્નેહનું પર્યાલોચન કરવામાં આવે તો તે અત્યંત ગહન છે અર્થાત્ સુખપૂર્વક તેનું નિવારણ કરી શકાય તેમ નથી અને નિવારણ ન કરી શકાય તો દુરંત ભવનું કારણ
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy