________________
૧૫૬
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૨
અવતરણિકા :
तदेवमनेन शरीरं त्यक्तं, न च तत्त्यागकारिणि क्रुद्धः, इदमेव मुनीनां कर्तुं युक्तं, यत आहઅવતરણિકાર્ય :
આ રીતે આમના દ્વારા=મેતાર્ય મુનિ દ્વારા, શરીર ત્યાગ કરાયું અને તેનો ત્યાગ કરાવનારમાંe સોનીમાં, ક્રોધ પામ્યા નહિ, આને જ મુનિઓએ કરવું યુક્ત છે=ઉપસર્ગો કરનાર પ્રત્યે ક્રોધનો ત્યાગ કરવો મુનિઓને યુક્ત છે. જેથી કહે છે –
ગાથા :
जो चंदणेण बाहुं, आलिंपइ वासिणा व तच्छेइ ।
संथुणइ जो व निंदइ, महरिसिणो तत्थ समभावा ।।१२।। ગાથાર્થ :
જે ચંદન વડે બાહુને લેપ કરે છે અથવા વાસીથી=રંધાથી, તેને છેદ કરે છે અથવા જે સ્તુતિ કરે છે અથવા નિંદા કરે છે, ત્યાં મહર્ષિઓ શમભાવવાળા હોય છે. II૯૨ાા. ટીકા :
यः कश्चिच्चन्दनेन गोशीर्षादिना बाहुं भुजमालिम्पति समालभते, वास्या वा तक्ष्णोत्यवलिखति, य इति वर्तते, तदनेन शारीरावुपकारानुपकारावुक्तौ, अधुना मानसावधिकृत्याह-संस्तौति श्लाघते यो वा निन्दति तिरस्कुरुते, महर्षयः सुसाधवस्तत्र अवलेपकादौ समभावास्तुल्यचित्ताः, न चन्दनालेपक-स्तावकयोस्तोषवन्तो नापि वासीतक्षकनिन्दकयो रोषवन्त इत्यर्थः ।।१२।। ટીકાર્ય :
: શ્વવન .... રૂત્ય | જે કોઈ ચંદનથી=ગોશીષ આદિથી, બાહુને=ભુજાને, લેપે છે અથવા વાસીથી=રંધાથી, અવલેખન કરે છે મુનિના શરીરનું છેદન કરે છે, આના દ્વારા શરીરના ઉપકાર, અનુપકાર કહેવાયા. હવે માનસને આશ્રયીને કહે છે – જે સંતુતિ કરે છે=શ્લાઘા કરે છે અથવા જે નિંદા કરે છે, મહર્ષિઓ સુસાધુઓ, ત્યાં=અવલપકાદિમાં, શમભાવવાળા તુલ્ય ચિત્તવાળા છે, ચંદનનો લેપ કરનારામાં અને સ્તુતિ કરનારામાં તોષવાળા નથી. વળી રંધાથી છોલનારા અને હિંદકમાં રોષવાળા નથી. I૯૨ા ભાવાર્થ :
મુનિ મોહનો ત્યાગ કરીને પ્રકર્ષથી આત્માના નિરાકુળ સ્વભાવમાં વિશ્રાંત થવા યત્ન કરે છે, તેથી પોતાના આત્મા દેહથી ભિન્ન છે તેમ જાણીને મુનિઓ દ્રવ્યથી દેહની સાથે સંબંધ હોવા છતાં ભાવથી