SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮૯૨ ૨૫ सा तत्र । अन्यदा तया दृष्टौ तौ स्वभ्रातरौ, पतिता तच्चरणेषु, निवेदितो वृत्तान्तः ताभ्यां विमोच्य सार्थवाहात् पुनः प्रव्राजिता कृत्वा तपःसंयमं ययौ दिवमिति ।।१८२।। ટીકાર્ચ - કૃત્વાઇડર્ષ .... વિવમિતિ | તે રીતે શશક-ભશકતી બહેન સુકુમારિકાની ગતિને-અવસ્થાને, સાંભળીને ત્યાં સુધી ગાદિનો વિશ્વાસ કરવો જોઈએ નહિ, જ્યાં સુધી શ્વેત અસ્થિ ધાર્મિક યતિ છે=મૃત્યુ એવો ધાર્મિક યતિ છે, ત્યાં સુધી વિશ્વાસ કરવો જોઈએ નહિ, શ્વેત અસ્થિ ધાર્મિકનો સમાસ સ્પષ્ટ કરે છે – શ્વેત=ધવલ અસ્થિ છે જેને એ શ્વેત અસ્થિ મરેલો કહેવાય છે. ધર્મથી ચરે છે એ ધાર્મિક યતિ છે, શ્વેત અસ્થિ એવો આ ધાર્મિક એ પ્રમાણે સમાસ છે, તે જ્યાં સુધી સંપન્ન ન થયો મૃત્યુ ન પામ્યો, ત્યાં સુધી રાગાદિનો વિશ્વાસ કરવો જોઈએ નહિ. એ પ્રમાણે ઉપસ્કાર છે, યાવત્ મુનિ શરીરી છે, ત્યાં સુધી તેના વડે=મુનિ વડે, રાગાદિથી ભય રાખવો જોઈએ, એ પ્રકારનો ભાવ છે અથવા જો શ્રેયાર્થી=મોક્ષાર્થી એવો ધાર્મિક યતિ છે, ત્યાં સુધી રાગાદિનો વિશ્વાસ કરવો જોઈએ નહિ. નિષ્ઠિત અર્થવાળા છતા=રાગાદિનો નાશ થવા રૂપ તિષ્ઠિત અર્થવાળા છતા, વિશ્વાસ કરવો જોઈએ, એ પ્રમાણે અક્ષરાર્થ છે. હવે અહીં કથાનક – વસંતપુરથી શશક અને શિક નામના રાજપુત્રોએ દીક્ષા અંગીકાર કરી. પછીથી ગીતાર્થ થયા, તે બન્નેએ બહેન સુકુમારિકાને દીક્ષા આપી અને તેના ઉત્કૃષ્ટ રૂપાણાથી આકૃષ્ટ ચિત્તવાળા યુવાનો સાથ્વીના ઉપાશ્રયમાં પ્રવેશીને તેણીને જોવા લાગ્યા. તેથી તેનો ઉપદ્રવ મહત્તરા સાધ્વી વડે તે બન્નેને શશક-ભશકને, કહેવાયો. પાછળથી તેણીને એક ઘરમાં રાખીને રક્ષણ કરતા એવા તે બન્નેની સાથે તે યુવાનોએ યુદ્ધ કરવાનો આરંભ કર્યો. તેથી મારા નિમિત્તે આ બન્નેને આ ક્લેશ થયો. એથી અનર્થકારી શરીરવાળી એવી મને ધિક્કાર હો, એ પ્રમાણે વૈરાગ્યથી તેણી વડે અનશન સ્વીકારાયું, ત્યારપછી અતિક્ષીણ શરીરપણું હોવાથી થયેલા મોહના અતિરેકવાળી આ મૃત્યુ પામી. એ પ્રમાણે માનીને તે બન્ને વડે પરઠવી દેવાઈ, ઠંડા પવનના સંપર્કથી પાછા આવેલા પ્રાણવાળી સાર્થવાહ વડે જોવાઈ. આ સ્ત્રીરત્ન છે, એ પ્રમાણે જાણીને અભંગ-ઉદ્વર્તન-ઔષધ આદિના ક્રમથી તેણે તેણીને સ્વસ્થ કરી અને પ્રિયતમા બનાવી. તેણી વડે પણ તથાભવિતવ્યપણાથી અને કર્મના વિચિત્રપણાથી ‘આ અનુપકૃત વત્સલ છે” એ પ્રમાણે માનીને સર્વ સ્વીકારાયું. તેની સાથે વિષયસુખને ભોગવતી તેણી ત્યાં તે નગરમાં, કેટલોક કાલ રહી, એકવાર બન્ને ભાઈઓ જોવાયા, તેમનાં ચરણોમાં પડી, વૃત્તાંત જણાવ્યો, તે બન્ને વડે સાર્થવાહથી મુકાવીને ફરી દીક્ષા અપાઈ, તપસંયમથી દેવલોકમાં ગઈ. /૧૮૨ ભાવાર્થ : કલ્યાણના અર્થી પણ જીવો બાહ્ય આચરણા દ્વારા સ્વભૂમિકા અનુસાર નિર્લેપ પરિણતિ કરી શકે તેવા હોવા છતાં શાતાના અર્થી અને કષ્ટકારી સંયમની આચરણાઓ પ્રત્યે અનાદરવાળા પ્રત્યેકબુદ્ધાદિનું આલંબન વિપરીત રીતે ગ્રહણ કરીને પોતાનામાં વર્તતા સુખશીલતાને અનુકૂળ રાગાદિ ભાવોનો વિશ્વાસ
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy