SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮૯-૧૯૦ તોપણ જીવ તત્ત્વના વિષયમાં જાગૃત ન રહે તો ભોગની પ્રવૃત્તિથી ભોગનો અભ્યાસ જ વૃદ્ધિ પામે છે, માટે વિવેકીએ તત્ત્વનું ભાવન કરીને ભોગવૃત્તિને શિથિલ કરવા યત્ન કરવો જોઈએ. ll૧૮TI અવતરણિકા : તથાદિઅવતરણિકાર્ય : તે આ પ્રમાણેકપૂર્વગાથામાં કહ્યું કે વિષયના સુખથી જીવ તૃપ્ત થતો નથી, માટે તે પારમાર્થિક સુખ નથી અને આત્માના સ્વાથ્યથી આત્મા તૃપ્ત થાય છે, માટે પારમાર્થિક સુખ છે, તેથી પારમાર્થિક સુખ માટે યત્ન કરવો જોઈએ. તે તથાદિથી બતાવે છે – ગાથા : सुमिणंतराणुभूयं, सोक्खं समइच्छियं जहा नत्थि । एवमिमं पि अईयं, सोक्खं सुविणोवमं होइ ।।१९०।। ગાથાર્થ : સ્વપ્નાંતરમાં અનુભવાયેલું અતીત સુખ ચાલ્યું ગયેલું સુખ, જે પ્રમાણે નથી, એ પ્રમાણે આ પણ=જાગૃત અવસ્થામાં થનારું અતીત સુખ સ્વપ્ન જેવું છે. ll૧૯૦II ટીકા : स्वप्न एव तदन्यापेक्षया स्वप्नान्तरं, तत्रानुभूतं वेदितं सौख्यं, 'समइच्छियं' ति अतीतं यथा नास्ति एवमिदमपि जाग्रदवस्थाभावि अतीतं सौख्यं वैषयिकं स्वप्नोपमं स्वप्नतुल्यं भवति, तुच्छत्वादतो नात्राऽऽस्था विधेया ।।१९०।। ટીકાર્ય : સ્વન પર્વ ..... વિઘેયા સ્વપ્નમાં જ, તેનાથી અન્યની અપેક્ષાએ સ્વપ્તાંતર છે, તેમાં અનુભૂત= વેદન કરાયેલું, સુખ સમઈચ્છિત =ચાલ્યું ગયેલું, જે પ્રમાણે નથી, એ રીતે આ પણ=જાગૃત અવસ્થામાં થનારું, અતીત=ચાલ્યું ગયેલું, વૈષયિક સુખ સ્વપ્નતુલ્ય થાય છે, કેમ કે તુચ્છપણું છે. આથી અહીં= વૈષયિક સુખમાં, આસ્થા=શ્રદ્ધા, કરવી જોઈએ નહિ. II૧૯૦ ભાવાર્થ - સંસારી જીવોને સુખ ઇષ્ટ છે, યોગીઓને પણ સુખ ઇષ્ટ છે, પરંતુ યોગીઓ આત્માના નિરાકુળ ભાવરૂપ પારમાર્થિક સુખને ઇચ્છે છે અને સંસારી જીવો પોતાની ઇચ્છાને વશ થઈને ઇચ્છાના વિષયભૂત બાહ્ય સુખોને પ્રાપ્ત કરીને તેનાથી પોતે સુખી છે તેમ માને છે, તેઓને સંસારનું સુખ વાસ્તવિક કેવું
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy