SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૦-૨૦૧ ટીકાર્ય : વન ... મતિતિ | ગ્રીષ્મ આતપથી અભિભૂત એવા આ જીવ વડે જે જલ પિવાયું, તે પણ જલ અહીં લોકમાં સર્વ પણ કૂવા-તળાવ-નદી-સમુદ્રમાં ન જ હોય. ll૨૦૦|| ભાવાર્થ : સંસારવર્તી જે કાંઈ કૂવા આદિથી માંડીને સ્વયંભૂરમણ સમુદ્ર સુધીના સમુદ્રમાં પાણી છે, તેનાથી પણ અધિક પાણી આવે અનેક વખત પીધું છે, તો પણ તેની જળવિષયક તૃષા શાંત થતી નથી અને તૃષાનું બીજ દેહનો સંબંધ છે અને દેહના સંબંધનું બીજ રાગ-દ્વેષ છે, તેના ઉચ્છેદનો વ્યાપાર તપસંયમ છે, એ પ્રકારે ભાવન કરીને કલ્યાણના અર્થી જીવે તપ-સંયમમાં સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક ઉદ્યમ કરવો જોઈએ. જેથી સંસારના પરિભ્રમણરૂપ દુઃખોની વિડંબનાથી આત્માનું રક્ષણ થાય. ૨૦૦II અવતરણિકા : તથા અવતરણિતાર્થ :અને અન્ય પણ સંસારના પરિભ્રમણનું દુઃખ બતાવવા માટે કહે છે – ગાથા : पीयं थणयच्छीरं, सागरसलिलाओ होज्ज बहुययरं । संसारम्मि अणंते, माऊणं अन्नमनाणं ।।२०१।। ગાથાર્થ : અનંત સંસારમાં અન્ય અન્ય માતાઓના સ્તનનું પિવાયેલું દૂધ સાગરના પાણીથી બહુકાર થાય. ર૦૧II ટીકા : पीतं स्तना एव स्तनकास्तेषां क्षीरं दुग्धं, तत् किं ? सागरसलिलात् समुद्रपानीयाद् बहुतरमधिकतरं भवेत् स्यात् क्व ?, संसारेऽनन्तेऽनुपलब्धप्राग्भवे इत्यर्थः । मातृणां जननीनाम् अन्यान्यासाम् परापरजन्मभाविनीनामिति ॥२०१।। ટીકાર્ય : પીત ભાવિનીનામિતિ | આતા જ સ્તનકા તેઓનું દૂધ પિવાયું, તે શું ? એથી કહે છે – સાગરના પાણીથી=સમુદ્રના પાણીથી, બહુતર=અધિકતર, થાય, ક્યાં થાય ? અનંત સંસારમાં=
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy