SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૧ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૩-૨૦૧૪ विशदविषाजीर्णमिव प्रकटविषाजरणमिव मारणात्मकं विषये गोचरे विषविसूचिका तदजीर्णातिरेकलक्षणा सा भवति, कालकूटादिविषभोजिन इव शब्दादिविषयभोजिनोऽनन्तसंसाररूपं तद्विपाकान्मरणं પ્રસ્તુવન્નીચર્થ iારરૂા. ટીકાર્ચ - વિષય પર્વ ... પ્રખુવીત્યર્થ. 1 વિષયો જ મારણાત્મકપણું હોવાથી વિષ, હાલાહલ છે=સદ્ય ઘાતિ છે તત્કાલ મારનાર છે, તેને પોતાને વિષયવિષવિસૂચિકા થાય છે, એ પ્રમાણે સંબંધ છે. કોની જેમ ? એથી કહે છે – વિશદ એવા વિષને સ્પષ્ટ વિષને, ઉત્કટ=તીવ્ર કાલકૂટ આદિને, પીતા પુરુષને વિશદવિષ અજીર્ણની જેમ વિષયવિષવિસૂચિકા થાય છે, એમ અવય છે=પ્રગટ વિશ્વના અજરણની જેમ મારણાત્મક વિષયમાં વિષવિસૂચિકા–તેના અજીર્ણના અતિરેકરૂપ તે અર્થાત્ વિષવિસૂચિકા થાય છે, તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – કાલકૂટ આદિ વિષને ખાનારાની જેમ શબ્દાદિ વિષયોને ભોગવનારાઓને અનંત સંસારરૂપ તેના વિપાકથી મરણ પ્રાપ્ત થાય છે, એ પ્રકારનો અર્થ છે. પર૧૩ના ભાવાર્થ - જેમ કોઈ મનુષ્ય ઉત્કટ એવા કાલકૂટ આદિ વિષનું પાન કરે તો તત્કાલ મરણ પામે છે, તેમ હાલાહલ વિષયવિષને ભોગવનારા સંસારી જીવને તેમાં જેમ જેમ સુખની બુદ્ધિ સ્થિર થાય છે અને સુખની બુદ્ધિનો પરિણામ જેટલો દૃઢ થાય છે, તેટલો વિપર્યાસ થાય છે. તે દઢ વિપર્યાસને કારણે અનંત સંસારમાં અનંત મરણોને પ્રાપ્ત કરે છે. તેથી એ ફલિત થાય કે જેઓ વિષયોને અસાર જાણીને વિષયોથી વિમુખ વિમુખતર થઈ રહ્યા છે, છતાં અનાદિના સંસ્કારને કારણે વિષયોની અત્યંત ઇચ્છા થાય ત્યારે કામનું કંઈક સેવન કરે છે, તોપણ આ કામના સેવનની પ્રવૃત્તિ એ મારી વિકૃતિ છે, તેમ ભાવન કરીને તેને શિથિલ શિથિલતર કરે છે, તેઓ ક્રમસર અનંત મરણના ઉપદ્રવથી રક્ષણ પામી રહ્યા છે, પરંતુ જે વિષયમાં વૃદ્ધિવાળા છે, તેઓને તો વિષયમાં જ સુખબુદ્ધિ છે, વિષયો વિકાર ઉત્પન્ન કરે છે, તેવો બોધ થતો નથી અને વિકારી સુખથી અતિરિક્ત પારમાર્થિક સુખ પ્રત્યે વલણ થતું નથી. તેઓને વિષયોના વિકારો વૃદ્ધિ પામીને અનંત સંસારના પરિભ્રમણનું કારણ બને છે. આથી ચૌદ પૂર્વધર પણ કોઈક તેવા પ્રકારના પ્રમાદને વશ રસગારવ, ઋદ્ધિગારવ કે શાતાગારવને વશ થાય છે, ત્યારે વિષયોમાં સુખની બુદ્ધિને સ્થિર કરીને અનંત સંસાર ભમે છે, તેથી વિષયો કાલકૂટ વિષ કરતાં પણ અધિક કદર્થનાનું કારણ છે. ll૧૩ અવતરણિકા :अत एवाह
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy