SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ અવતરણિકાર્ય : આથી જ કહે છે—વિષયો કાલકૂટ વિષ જેવા છે. આથી જ કહે છે ગાથા = ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૪ एवं तु पंचहिं आसवेहिं रयमाइणित्तु अणुसमयं । चउगइदुहपेरंतं, अणुपरियट्टंति संसारे । । २१४ ॥ ગાથાર્થ ઃ આ રીતે જ સંસારમાં પાંચ આશ્રવો વડે દરેક સમયે રજને ગ્રહણ કરીને પછીથી ચાર ગતિનાં દુઃખોના અનુભવના પ્રકર્ષપૂર્વક ભમે છે=જીવો ભ્રમણ કરે છે. II૨૧૪]I ટીકા ઃ एवमेव वर्णितस्थित्या पञ्चभिराश्रवत्यात्मनि सङ्गलति कर्म यैस्ते आश्रवास्तैश्चक्षुरादिभिः प्राणातिपातादिभिर्वा किं ? रजः पापमादाय गृहीत्वाऽनुसमयं प्रतिक्षणं चतसृषु गतिषु दुःखानि चतुर्गतिदुःखानि तेषां पर्यन्तः सीमा तदनुभवप्रकर्षो यस्मिन्नटने तत् तथेति क्रियाविशेषणम्, अनुपर्यटन्ति रजोग्रहणात् पश्चाद् भ्रमन्ति संसारे भव इति ।। २१४ । ટીકાર્ય ઃ एवमेव ભવ કૃતિ ।। આ રીતે જ=વર્ણન કરાયેલી સ્થિતિથી=ગાથા-૨૧૩માં કહ્યું કે પાંચે ઈન્દ્રિયોના વિષયો હાલાહલ વિષ જેવા છે, એ પ્રકારે વર્ણન કરાયેલી સ્થિતિથી, પાંચ આશ્રવો વડે=આત્મામાં કર્મ એકઠાં થાય છે જેના વડે તે આશ્રવો તે ચક્ષુ આદિ અથવા પ્રાણાતિપાત આદિ પાંચ આશ્રવો વડે, શું ? એથી કહે છે દરેક સમયે રજને=પાપને, ગ્રહણ કરીને ચાર ગતિઓમાં દુઃખોને=ચતુર્ગતિ દુઃખોને, તેઓનો પર્યંત=સીમા, તેના અનુભવનો પ્રકર્ષ છે જે અટનમાં તે તેવા છે તેને સંસારમાં=ભવમાં, અનુપર્યટન કરે છે=કર્મરૂપી રજને ગ્રહણ કરીને પછીથી ભમે છે. ૨૧૪॥ ભાવાર્થ: ..... – ગાથા-૨૧૩માં કહ્યું એ પ્રમાણે જેઓ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં વૃદ્ધિવાળા છે, તેવા જીવોને ઇન્દ્રિયોના વિષયો જ સારભૂત જણાય છે. તેમાં સુખ છે, અન્યત્ર સુખ નથી. તેવો દૃઢ વિપર્યાસ વર્તે છે, તેવા જીવો વિષયોના સેવનરૂપ આશ્રવોથી અથવા પ્રાણાતિપાતાદિ આશ્રવોથી સતત કર્મરજને ગ્રહણ કરે છે અને વિષયોમાં અતિવૃદ્ધિ હોવાથી ક્લિષ્ટ કર્મો બાંધીને ચાર ગતિનાં દુઃખોને ભોગવતા સંસારમાં ભમે છે, એથી પાંચે ઇન્દ્રિયના વિષયો જીવને માટે કેવળ વિનાશનું કારણ છે, સુખનું કારણ નથી, છતાં વિષયોને ૫૨વશ થયેલા અને તેમાં જ સુખબુદ્ધિને જોનારા જીવોને સંસારની સર્વ પ્રકારની કદર્થના પ્રાપ્ત થાય છે. II૨૧૪
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy