________________
ઉપદેશમાલા ભાગ-૧
ગાથા-૧૫૨ ૧૫૩
તે=આર્ય મહાગિરિ, જિનકલ્પ વ્યવચ્છિન્ન થયે છતે પણ આર્યસુહસ્તિમાં ગચ્છને સ્થાપન કરીને ગચ્છ નિશ્રાથી જ જિનકલ્પીની જેમ વિહાર કરવા લાગ્યા. એકવાર પાટલિપુત્રમાં અભિનવ શ્રાવક વસ્તુભૂતિ શ્રેષ્ઠી સ્વજનને ધર્મકથા માટે આર્ય સુહસ્તિસૂરિને ઘરે લઈ ગયો. તે કથા કરતે છતે આર્ય મહાગિરિ ગોચરી માટે પધાર્યા. તેને જોઈને તેના વડે=આર્ય સુહસ્તિસૂરિ વડે સંભ્રમથી અભ્યુત્થાન કરાયું અને તે ચાલ્યા ગયે છતે વસુભૂતિએ પૂછ્યું – ભગવાન ! શું તમારા પણ આચાર્ય છે ? તેઓ વડે બહુમાન સહિત તેમનો વૃત્તાંત અને ચર્યા કહેવાયાં. તેના વડે પણશ્રાવક વડે પણ, ઘેર ઘેર ઉજ્જિતધર્મ આદિવાળું ફેંકી દેવા યોગ્ય વગેરે ધર્મવાળું, અન્નપાન કરાવાયું. તેથી અપાયેલા ઉપયોગથી જણાયેલા તત્ત્વપણાથી ગોચરીથી પાછા ફરીને આર્ય સુહસ્તિ પ્રત્યે કહ્યું – આર્ય ! અનેષણા કરાઈ, તે બોલ્યા કોનાથી ? તારાથી, જે કારણથી અભ્યુત્થાન કરાયું, એ પ્રમાણે કહીને તે ભગવાન=આર્ય મહાગિરિ મહારાજા, બીજા ક્ષેત્રમાં ગયા. /૧૫૨
-
ભાવાર્થ :
૨૪૬
—
પૂર્વમાં માતા આદિ કઈ રીતે પુત્રાદિના વિનાશનું કારણ બને છે ઇત્યાદિ વર્ણન કર્યું. જે મહાત્માઓ તેનું સમ્યભાવન કરે છે, તેઓને સ્થિર બોધ થાય છે કે સંસારના પદાર્થો પ્રત્યેનો સ્નેહ કોઈ નિયત નથી, પરંતુ સંયોગાનુસાર પરાવર્તન પામે તેવો છે. માટે જગતમાં કોઈ પદાર્થ પ્રત્યે સ્નેહ કરવો ઉચિત નથી, એ પ્રકારે ભાવન કરીને સુસાધુ સર્વત્ર સ્નેહના પ્રતિબંધોને દૂર કરવાના અર્થી બને છે. તેથી કુટુંબ પ્રત્યે, પોતાના ઘર પ્રત્યે કે પોતાના શરીર સંબંધી શાતાનાં સુખોમાં પ્રતિબંધને ધારણ કરતા નથી. તેથી સર્વ ભાવ પ્રત્યે અનિશ્રાથી વિહરે છે અર્થાત્ કોઈ પ્રત્યે સ્નેહબુદ્ધિ કરતા નથી, પરંતુ આત્માના અસંગભાવને પ્રગટ કરવા સદા ઉદ્યમ કરે છે. જે પ્રમાણે આર્ય મહાગિરિ ભગવાન કોઈ પ્રત્યે નિશ્રા કર્યા વગર વિહરતા હતા, તેથી એ ફલિત થાય કે માતા-પિતા આદિ સ્નેહના સંબંધોની અનર્થકારિતાનું ભાવન માત્ર તેઓના સ્નેહબંધનના વિનાશ માટે નથી, પરંતુ સ્નેહ માત્ર અત્યંત વિસંવાદવાળો છે, તેમ ભાવન કરીને ક્યાંય સ્નેહ ન થાય, એ પ્રકારે સુસાધુએ વિચરવું જોઈએ. આથી શાતાદિ સુખમાં પણ સ્નેહને ધારણ કરતા નથી અને પોતે જે નગર આદિમાં વિહાર કરતા આવેલા હોય તે નગરના સામાન્ય લોક કે બંધુવર્ગ ભક્તિથી આવે તેઓ પ્રત્યે પણ સ્નેહસંબંધ વગર સુસાધુ વિચરે છે, નહિ તો ભાવસાધુપણાની અપ્રાપ્તિ થાય. II૧૫૨
અવતરણિકા :
વિશ્વ
અવતરણિકાર્થ :
વળી સ્નેહનો પરિહાર મુનિ કઈ રીતે કરે છે ? તેનો સમુચ્ચય કરતાં કહે છે
ગાથા:
रूवेण जुव्वणेण य, कन्नाहि सुहेहिं घरसिरीए य ।
न य लुब्धंति सुविहिया, निदरिसणं जंबुनामुत्ति ।। १५३ ।।