SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૪ ગાથા : जं न लहइ सम्मत्तं, लद्भूण वि जं न एइ संवेगं । विसयसुहेसु य रज्जइ, सो दोसो रागदोसाणं ।।१२४ ।। ગાથાર્થ : જે કારણથી સમ્યક્તને પ્રાપ્ત કરતો નથી, પ્રાપ્ત કરીને પણ જે કારણથી સંવેગને પ્રાપ્ત કરતો નથી અને વિષયસુખોમાં રંજિત થાય છે, તે રાગ-દ્વેષનો દોષ છે. ll૧૨૪ll ટીકા : यन्न लभते सम्यक्त्वं तत्त्वार्थश्रद्धानरूपं, लब्ध्वापि यनैति न गच्छति संवेगं मोक्षाभिलाषं, विषयसुखेषु च शब्दादिजनितेषु रज्यते प्रसक्तो भवति यत्स दोषोऽपराधो रागद्वेषयोः नान्यस्य, तयोरेव जीवान्यथात्वकारित्वादिति ।।१२४ ।। ટીકાર્ય : પન્ન નખતે .... ક્ષત્વિાતિ કારણથી તત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્તને જીવ પ્રાપ્ત કરતો નથી, વળી જે કારણથી પ્રાપ્ત કરીને પણ=સમ્યક્તને પ્રાપ્ત કરીને પણ, મોક્ષાભિલાષરૂપ સંવેગને પામતો નથી અને જે કારણથી શબ્દ આદિથી ઉત્પન્ન થયેલા વિષયસુખોમાં રાગ કરે છે–પ્રસક્ત થાય છે, તે દોષ=અપરાધ, રાગ-દ્વેષનો છે, અવ્યવો નહિ; કેમ કે તે બે જ જીવવા અન્યથાત્વનું કરવાપણું છે જીવને વિપરીતરૂપે કરે છે. ll૧૨ના ભાવાર્થ : જીવમાત્ર સુખના અર્થી છે અને સુખ આત્માની નિરાકુળ પ્રકૃતિ છે, છતાં પણ જે જીવોમાં બાહ્ય પદાર્થો વિષયક તીવ્ર સંશ્લેષ છે, તેના કારણે ઇષ્ટ પદાર્થોમાં રાગ અને અનિષ્ટ પદાર્થોમાં દ્વેષ વર્તે છે, તેઓને આત્માનું નિરાકુળ સ્વરૂપ આત્મા માટે તત્ત્વ છે અને તેને પ્રાપ્ત કરવું એ જ મારું મુખ્ય પ્રયોજન છે, એ પ્રકારે તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્તની પ્રાપ્તિ થતી નથી, તેમાં તે જીવોમાં વર્તતો રાગવેષનો પરિણામ કારણ છે અને કોઈક રીતે કોઈક જીવમાં રાગ-દ્વેષ કંઈક મંદ થાય છે, એથી તત્ત્વાર્થની શ્રદ્ધા પ્રગટ થાય છે, તોપણ તે જીવો સંવેગને પ્રાપ્ત કરતા નથી, જો કે સમ્યગ્દષ્ટિ જીવને સતત મોક્ષનો અભિલાષ હોય છે, તોપણ અવિરતિઆપાદક તીવ્ર રાગ-દ્વેષ વિદ્યમાન હોય અને તેના કારણે હિતમાં પ્રમાદ આપાદક રાગ-દ્વેષ પ્રવર્તતા હોય ત્યારે સમ્યગ્દષ્ટિ જીવ પણ ભોગાદિને ત્યાગ કરીને વિરતિમાં પ્રયત્ન કરવા ઉત્સાહિત થતો નથી, તે પ્રકારનો સંવેગ તે જીવોને પ્રાપ્ત થતો નથી. તેમાં પણ કારણ તેઓમાં વર્તતા રાગ-દ્વેષ જ છે, વળી કોઈક રીતે મોક્ષના અભિલાષવાળા થઈને દેશવિરતિ કે સર્વવિરતિ ગ્રહણ કરે તોપણ ઇન્દ્રિયોના શબ્દાદિ જનિત વિષયોમાં તેઓને પ્રીતિ થાય છે, તેમાં પણ તેઓમાં વર્તતા
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy