SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૪-૧૨પ રાગ-દ્વેષ જ કારણ છે. આથી જ ભાવથી મુનિભાવને પામેલા પણ જીવો અનુકૂળ વિષયોને પ્રાપ્ત કરીને તેમાં સંશ્લેષ પામે છે, ત્યારે ચારિત્રને મલિન કરે છે. યાવતું ચારિત્રથી પતન પામે છે, તે સર્વ અપરાધ જીવમાં વર્તતા રાગ-દ્વેષના પરિણામનો છે; કેમ કે રાગ-દ્વેષનો પરિણામ જીવમાં તે પ્રકારની વિકૃતિને કરે છે, જેને વશ થઈને જીવ સર્વ પ્રકારની અનર્થોની પરંપરાને પ્રાપ્ત કરે છે. I૧૨૪ અવતરણિકા : તઃઅવતરણિકાર્ય :આથી રાગ-દ્વેષ સર્વ અનર્થો કરે છે આથી, શું કરવું જોઈએ ? એને કહે છે – ગાથા : तो बहुगुणनासाणं, सम्मत्तचरित्तगुणविणासाणं । न हु वसमागंतव्वं, रागद्दोसाण पावाणं ।।१२५ ।। ગાથાર્થ : તે કારણથી બહુગુણ=અત્યંત, નાશને કરનારા સમ્યક્ત-ચારિત્ર ગુણનો વિનાશ કરનારા પાપી એવા રાગ-દ્વેષને વશ થવું જોઈએ નહિ. I/૧રપી. ટીકા : तत्तस्माद् बहुगुणः श्रेष्ठतरो नाशोऽपगमो ययोस्तौ तथा तयोः, तथा सम्यक्त्वचारित्रगुणानां सम्यग्दर्शनचरणज्ञानानां, विनाशः प्रलयो यकाभ्यां सकाशात् तौ तथा तयोः, न हु नैव वशमागन्तव्यं रागद्वेषयोः पापयोः न तदायत्तैर्भाव्यमित्यर्थः ।।१२५।। ટીકાર્ય : તત્તસ્માદ્. માધ્યમિચર્થ છે તે કારણથી=સંસારી જીવોને જે કંઈ અર્થ થાય છે, તે સર્વ રાગ-દ્વેષથી થાય છે, તે કારણથી, બહુગુણ=શ્રેષ્ઠતર નાશ=અપગમ છે, જે બેથી તે તેવા છે=બહુતર નાશ કરનારા છે, તે બેનો અને સમ્યક્ત ચારિત્ર ગુણોનો વિનાશ=પ્રલય છે, જે બેથી તે તેવા છે, તે બેનેeતેવા પાપી એવા રાગ-દ્વેષને, વશ થવું જોઈએ નહિ જ તે બેને આધીન થવું જોઈએ નહિ. II૧૨૫ ભાવાર્થ : રાગ-દ્વેષ આત્માનું ઘણા પ્રકારે નાશ કરનાર છે; કેમ કે રાગ-દ્વેષને વશ થયેલા જીવો અંતરંગ સમૃદ્ધિથી રહિત થાય છે અને અંતે નરક અને નિગોદમાં અનર્થને પ્રાપ્ત કરે છે. આથી જ ચૌદ પૂર્વધરો પણ
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy