________________
૧૮૩
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૮ सम्प्रधायाटव्यां स विजहार । तद्दर्शनदेशनाभ्यां प्रतिबुद्धा बहवोऽटवीसत्त्वाः, मृगश्चैकोऽतिभक्ततया न मुमोच तत्पार्श्वम्, अन्यदा समायातो दारुनिमित्तं रथकारः, समुपस्थितो भिक्षार्थं भोजनकाले मासपारणको बलदेवः, प्रतिलभयितुमारब्धस्तेन चिन्तितं कुरङ्गेण पुण्यवानयं सुलब्धमस्य जन्म योऽमुं महानुभावं पारयति लग्नः । अत्रान्तरे प्रबलपवनप्रेरितार्थच्छिन्नतरुणा निपत्य व्यापादिताः समुत्पन्नास्त्रयोऽपि ब्रह्मलोके महर्द्धिकवैमानिकभावेनेति ।।१०८।। ટીકાર્ય :
સાહિતિ ... ભાવેનેતિ | આત્મહિતને સ્વપથ્ય એવા તપ-સંયમ આદિને, આચરતા સુગતિને પ્રાપ્ત કરે છે અને અનુમોદન કરતા=દાન-મન દ્વારા સમર્થન કરતા=દાનથી રથકાર અને મનથી મૃગ સમર્થન કરતા, સુગતિને પ્રાપ્ત કરે છે, કોની જેમ ? એથી કહે છે રથકાર, તેના દાનનો અનુમોદક મૃગ હરણ અને બળદેવ આ ત્રણે જેમ સુગતિને પ્રાપ્ત કરી, ૨ શબ્દનો વ્યવહિત સંબંધ હોવાથી બળદેવ શબ્દ પછી ૨ શબ્દનો સંબંધ કરેલ છે, એ પ્રમાણે અક્ષરાર્થ છે.
ભાવાર્થ કથાનકગમ્ય છે અને તે આ છે –
ગ્રહણ કરાયેલી છે પ્રāયા જેમના વડે એવા વિહાર કરતા બળદેવ મુનિના તેમના રૂપના દર્શનથી આક્ષિપ્ત ચિત્તવાળી કોઈક સ્ત્રી વડે પોતાનો બાળક ઘડાની ભ્રાંતિથી દોરડાથી બાંધીને કૂવામાં ઉતારાયો, તેને જોઈને અહો ! મારું રૂપ અનર્થનો હેતુ છે. આથી ગામ આદિમાં પ્રવેશયુક્ત નથી, એ પ્રમાણે વિચારીને અટવીમાં વિહાર કર્યો, તેમના દર્શન અને દેશના વડે ઘણા જંગલના પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. એક હરણ અતિભક્તપણાથી તેના પડખાને મૂકતો ન હતો. એકવાર રથકાર લાકડાં માટે આવ્યો, ભોજનકાલ માસના ઉપવાસના પારણાવાળા બળદેવ ભિક્ષા માટે ઉપસ્થિત થયા. તેના વડે રથકાર વડે, વ્હોરાવવાને માટે આરંભ કરાયો, હરણ વડે વિચારાયું – આ પુણ્યવાન છે, આનો જન્મ સફળ છે, જે લગ્ન થયેલો આ મહાનુભાવને પારણું કરાવે છે, એટલામાં પ્રબળ પવનથી પ્રેરાયેલા અર્ધ દાયેલા વૃક્ષ વડે પડીને મરાયેલા ત્રણે પણ બ્રહ્મ દેવલોકમાં મહદ્ધિ વૈમાનિકભાવથી ઉત્પન્ન થયા. /૧૦૮ ભાવાર્થ :
જેઓ તપ-સંયમ આદિ સ્વરૂપ સ્વપથ્ય એવું આત્મહિત આચરે છે, તેઓ સ્વર્ગાદિને પ્રાપ્ત કરે છે, જેમ બલભદ્ર મુનિ આત્માના મોહનાશને અનુકૂળ એવા સ્વપશ્ય સ્વરૂપ તપ-સંયમ આચરતા હતા, તેનાથી પાંચમાં દેવલોકને પામ્યા. વળી રથકાર બલભદ્ર મુનિની પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થાય, તે પ્રકારે આત્મહિતને આચરતા દાન આપે છે, તેને પણ સુગતિની પ્રાપ્તિ થઈ અને સાક્ષાત્ તપ-સંયમ આચરવા અસમર્થ એવો અને રથકારની જેમ દાન આપવા માટે અસમર્થ એવો મૃગ રથકારના દાનની અનુમોદના કરતો સુગતિને પામ્યો.
આનાથી એ ફલિત થાય કે સાક્ષાત્ આત્મહિતને અનુકૂળ આચરણા કરનારા મહાત્માનું ચિત્ત જેમ