SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ અવતરણિકાર્ય : વળી એકાકીને ધર્મ ન થઈ શકે તેનો સમુચ્ચય કરે છે ગાથા: ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૭ - कत्तो सुत्तत्थागमपडिपुच्छणचोयणा य इक्कस्स । विणओ वेयावच्चं, आराहणया य मरणंते ? । । १५७ ।। ગાથાર્થ ઃ એકાકી સાધુને સૂત્રાર્થનો આગમ, પ્રતિકૃચ્છના, ચોદના, વિનય, વેયાવચ્ચ અને મરણના અંતે આરાધનતા ક્યાંથી હોય ? ||૧૫૭|| ટીકા ઃ कुतः सूत्रार्थागमप्रतिप्रच्छनं चोदना वा एकस्य, तत्र सूत्रार्थागमः सूत्रार्थयोर्लाभः, प्रतिप्रच्छनं मुग्धबुद्धितया प्रश्न, चोदना व्युत्पन्नमतित्वाच्चालना, वाशब्दः प्राग्वत् । ताः कुतः ? एकस्य निर्गोचरत्वान्न कुतश्चिदत एव विनयो दण्डकग्रहणादिर्वेयावृत्त्यमौषधसम्पादनादि आराधना वा नमस्कारप्रत्याख्यानादिभावरूपा मरणान्ते मरणलक्षणावसाने कुत इति वर्त्तते । । १५७ ।। ટીકાર્ય : તઃ વર્તતે ।। સૂત્રાર્થનો આગમ, પ્રતિકૃચ્છા અથવા ચોદના એકને ક્યાંથી હોય ? ત્યાં= સૂત્રાર્થતા આગમ આદિમાં, સૂત્રાર્થનો આગમ=સૂત્ર અને અર્થનો લાભ, પ્રતિપૃચ્છન મુગ્ધ બુદ્ધિપણાથી પ્રશ્ન છે, ચોદના વ્યુત્પન્ન મતિપણાથી ચાલના છે, તે એકને ક્યાંથી હોય ?=નિર્વિષયપણું હોવાથી કોઈનાથી ન થાય, આથી જ દાંડો ગ્રહણ કરવો આદિરૂપ વિનય, ઔષધ સંપાદનાદિરૂપ વૈયાવૃત્ત્વ, મરણાંતમાં=મરણ સ્વરૂપ અવસાનમાં, નમસ્કાર પ્રત્યાખ્યાનાદિ ભાવરૂપ આરાધનતા ક્યાંથી થાય? અર્થાત્ થાય નહિ. ।।૧૫૭।। ભાવાર્થ: સુસાધુ સંયમ ગ્રહણ કરીને નવાં નવાં સૂત્રો અને અર્થોનો બોધ કરીને તેનાથી આત્માને ભાવિત કરે છે, જેથી મોહથી પ્રતિકૂળ સૂક્ષ્મ-સૂક્ષ્મતર ભાવો આત્મામાં પ્રગટ થાય છે અને તેની પ્રાપ્તિ ગુણવાન ગુરુથી સંભવે, તેથી એકાકીને મહાકલ્યાણના કારણીભૂત સૂત્ર અને અર્થનો સૂક્ષ્મ બોધ નહિ થવાથી હિતની પ્રાપ્તિ થઈ શકે નહિ. વળી જે સ્થાનમાં ઉચિત નિર્ણય ન થાય તે સ્થાનમાં તત્ત્વને જાણવાની બુદ્ધિથી સુસાધુ ગુરુ પાસે પ્રતિકૃચ્છન કરી શકે, પરંતુ એકલા સાધુ તે પ્રકારની પ્રતિકૃચ્છા ક્યાંથી કરી શકે ? જેથી ઉચિત-અનુચિતનો નિર્ણય કરીને હિતને અનુકૂળ પ્રવૃત્તિ થઈ શકે ? વળી વ્યુત્પન્ન મતિવાળાને
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy