SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૫-૮૬-૮૭ કહેવાયેલી દાસીથી કાલિકા પ્રયોગથી જળ કઢાયે છતે પ્રકાશિત કરાયું છે દિશાચક્રવાલ જેના વડે એવા વિવિધ રત્ન-અલંકારોની અંતર્ગત પોતાનું અંગુલીમુદ્રાર અંગારા જેવું પ્લાન જોઈને વિલખો થયો છતો કહે છે – આ શું છે , પરિજન વડે કહેવાયું – દેવથી લવાયેલું શાલિભદ્રની વહુઓનું નિર્માલ્ય, ઉત્કૃષ્ટ પુષ્યવાળાઓને અસાધ્ય નથી, જેથી આ પ્રમાણે દેવો પણ કિંકરપણાને સ્વીકારે છે, થયેલા અત્યંત વિસ્મયવાળો ભદ્રાથી કરાઈ છે ભોજનાદિ પ્રતિપત્તિ જેની એવો રાજા નીકળ્યો. શાલિભદ્ર પણ ફરી વિશેષથી ધર્મઘોષસૂરિ મહારાજ પાસે ધર્મને સાંભળીને પાછળથી ભગવાન વીર સમવસર્યો છતે ભદ્રાને અને પરિજનને જુદા જુદા ઉપાયો વડે સમજાવીને વહુઓ સહિત દીક્ષા લીધી, ત્યારપછી સુત્ર અને અર્થને ગ્રહણ કરતા, સામાચારીને પ્રવર્તાવતા, વિવિધ તપોવિશેષને કરતા ઘણા કાલ સુધી ભગવાન સાથે વિહાર કરીને રાજગૃહ આવ્યા. ગોચરમાં પ્રવેશ કરતા ભગવાન વડે કહેવાયા – માતા તને છોરાવશે, ક્રમથી પોતાના ઘરે ગયા, તપથી તપેલા ગાત્રપણાથી કોઈ વડે ન ઓળખાયા, નગરથી જતાં પૂર્વજન્મની માતાથી દહીં વડે પ્રતિલાભાયા અને તેના વડે ભગવાન પુછાયા, ભગવાન વડે પણ પૂર્વજન્મનો વૃત્તાંત કહેવાયો. ત્યારપછી થયેલા જાતિસ્મરણવાળા તે જ દહીંનું પારણું કરીને કરાયેલા પાદપોપગમન અનશનવાળા એવા મરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા, ત્યાંથી ચ્યવીને કેવલલક્ષ્મીને પામીને સિદ્ધ થશે. હવે અક્ષરાર્થ – ત્યાં=ભવનમાં, મણિઓ ચંદ્રકાન્ત આદિ છે, કનક, સુવર્ણ, રત્ન-કંબલ આદિ ધન, ચતુષ્પદ આદિ અને મણિઓ, કનક આદિ દ્વન્દ સમાસ છે, તેઓ વડે ભરાયેલું તે હોતે છતે પણ ખરેખર આ પ્રમાણે સંભળાય છે – મારી ઉપર પણ અવ્ય સ્વામી જ છે એ હેતુથી શાલિભદ્ર વિગત કામવાળા થયા=વિષયો પ્રત્યે નિરભિલાષ થયા, તેણે=શાલિભદ્રએ, ત્યારે વિચાર્યું – મારા જેવાને આ યુક્ત છે=મારા માથે સ્વામી છે તે યુક્ત છે, જે કારણથી જેઓ અતશત આદિ તપ અને પૃથ્વી આદિ રક્ષણાત્મક સંયમ કરતા નથી, તે પુરુષો અવશ્ય પ્રેષપણાને અર્થાત્ કિંકરપણાને પામે છે, એ પ્રમાણે સંબંધ છે, કોના કિંકરપણાને પામે છે? એથી કહે છે – તુલ્ય હાથ-પગવાળા સમપુરુષોના કિંકરપણાને પામે છે=સમાન અવયવપણું હોવાથી તુલ્ય પુરુષોના પણ કિંકરપણાને પામે છે. તેના જ શાલિભદ્રના, યતિત્વને આશ્રયીને કહે છે – સુંદર સુરૂપવાળા, સુકુમાર=મૃદુ શરીરવાળા, સુખને ઉચિત=લાલન કરાયેલી ઈન્દ્રિયવાળા, સુંદર એવા આ સુકુમાર સુખોચિત એ પ્રમાણે સમાસ છે, તેના વડેeતેવા શરીરવાળા શાલિભદ્ર વડે પૂર્વમાં, આવા પ્રકારના છતા શાલિભદ્ર વડે વિવિધ તપ-વિશેષથી=અનેક સ્વરૂપવાળા અઠમ આદિ તપવિશેષથી, તે પ્રકારે દેહ શોષાયોપાતળો કરાયો, કથંચિત્ જીવથી અવ્યતિરિક્તપણું હોવાથી દેહ આત્મા જ છે એમ કહેલ છે; કેમ કે જીવતા શોષણથી અનુપપત્તિ છે, કઈ રીતે દેહનું શોષણ કર્યું ? એથી કહે છે – જે પ્રમાણે સ્વભવનમાં પણ=પોતાના ઘરમાં પણ જણાયા નહિ. I૮૫-૮૬-૮૭ll
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy