________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૯
ગાથા:
मउया निहुयसहावा, हासदवविवज्जिया विगहमुक्का । असमंजसमइबहुयं, न भांति अपुच्छिया साहू ।। ७९ ।।
૧૩૫
ગાથાર્થ ઃ
મૃદુ નિભૃત સ્વભાવવાળા=મોહજન્ય સર્વ વ્યાપાર વગરના, હાસ્ય અને પરિહાસથી રહિત, વિક્થાથી મુકાયેલા સાધુઓ અસમંજસ, અતિબહુ કહેતા નથી, નહિ પુછાયેલા કહેતા નથી. II૭૯II ટીકા ઃ
मृदवो नम्रा, निभृतस्वभावाः निहुयं निव्वावारमिति देशीयवचनत्वात्, शान्ततया संयमव्यापारवन्तोऽपि निर्व्यापारधर्माण इत्यर्थः । तथा हास्यं सामान्येन हसनं, द्रवः परिहासः परोत्प्रासनं, ताभ्यां विवर्जिता रहिता इति समासः । विरूपा कथा विकथा देशादीनां तया मुक्ताः स्वयमनुचितत्वेन त्यक्ता विकथामुक्ताः असमञ्जसमसम्बद्धं स्वल्पमप्यतिबहुसमर्गलाक्षरं सम्बद्धमपि न भणन्ति न वदन्त्यपृष्टाः परेणाविहितपृच्छाः साधव इति ।।७९।।
ટીકાર્ય ઃ
मृदवो સાધવ કૃતિ ।। મૃદુ=નમ્ર, નિભૃત સ્વભાવવાળા; કેમ કે નિહુય અને નિર્વ્યાપાર, એ પ્રકારનું દેશી વચનપણું છે, શાંતપણું હોવાથી સંયમ વ્યાપારવાળા પણ નિર્વ્યાપાર ધર્મવાળા છે, એ પ્રકારનો નિભૃતસ્વભાવવાળાનો અર્થ છે અને હાસ્ય=સામાન્યથી હસવું, દ્રવ=પરિહાસ=બીજાને હસાવવું, તે બન્નેથી વર્જિત=રહિત છે, એ પ્રકારનો સમાસ છે, વિરૂપા કથા દેશ આદિની વિકથા છે, તેનાથી મુકાયેલા=અનુચિતપણાથી સ્વયં ત્યાગ કરનારા, વિકથાથી મુકાયેલા અસમંજસ=અસંબદ્ધ સ્વલ્પ પણ, અતિબહુ=સમર્ગલ અક્ષરવાળું સંબદ્ધ પણ, બોલતા નથી=અસમંજસ અને અતિબહુ બોલતા નથી, નહિ પુછાયેલા સાધુઓ બોલતા નથી=બીજા વડે અવિહિત પૃચ્છાવાળા સાધુઓ બોલતા નથી. ।।૭૯૫
.....
ભાવાર્થ:
ભાવસાધુ કેવા ગુણોવાળા હોય તે સ્પષ્ટ કરતાં કહે છે
મૃદુ સ્વભાવવાળા હોય અર્થાત્ ગુણો પ્રત્યે હંમેશાં નમેલા સ્વભાવવાળા હોય, તેથી હંમેશાં ગુણવૃદ્ધિને અનુકૂળ યત્નવાળા હોય છે. વળી સદા આત્માના નિરાકુળ સ્વભાવમાં સ્થિર થવાના યત્નવાળા હોવાથી નિભૃત સ્વભાવવાળા હોય છે; કેમ કે કષાયો શાંત થયેલા હોવાને કારણે સંયમના વ્યાપારો કરનારા હોવા છતાં સંસારી જીવોની જેમ બાહ્ય વિષયોમાં ઇન્દ્રિયના વ્યાપારવાળા થતા નથી, પરંતુ સંવૃત્ત ઇન્દ્રિય