SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા૭૪-૭૫-૭૬ ટીકાર્ય : સ્તથ ..... ગર્દ–ાહિતિ / સ્તબ્ધ ગર્વથી અનમ્ર કાયાવાળા, છિદ્રને જોનારા મત્સરિપણાને કારણે ગુરુના પણ દોષસ્થાનને જોવાના સ્વભાવવાળા, અવર્ણવાદ બોલનારા=ગુરુની પણ અશ્લાઘા કરવામાં તત્પર અને સ્વયં-આત્મ સંબંધી, ગુરુની નહિ એવી મતિ=બુદ્ધિ, પ્રક્રમથી કાર્યોમાં પ્રવર્તિકા છે જેમને તેઓ સ્વયં મતિવાળા છે અર્થાત્ ગુરુની મતિ પ્રમાણે ચાલનારા નથી, સ્વમતિ પ્રમાણે ચાલનારા છે, ચપળ છે=ચિત અને કાયા દ્વારા તરલ =ચિત્તથી અસ્થિરપણું હોવાને કારણે અપર અપર શાસ્ત્રના પલ્લવને ગ્રહણ કરનારા છે, કાયાથી અસમંજસ ગાત્રવિક્ષેપીઓ છે, વક્ર છે=મનવાણી દ્વારા કુટિલ છે=મતથી ગુરુના વિષયમાં પણ માયાવી છે ગુરુના વિષયમાં સ્વમતિકલ્પના કરનાર છે, વાણીથી પણ જેઓ વચનને વિરુદ્ધ ભાષણ કરનારા છે, તેઓ વક્ર છે અને ક્રોધથી સ્વપર ઉપર કોપકરણથી, શીલ=સમાધાન છે જેઓને તે તેવા છે=કોપકરણશીલવાળા છે અર્થાત્ સ્વયં ક્રોધ કરવાના સ્વભાવવાળા છે અને બીજાને કોપ ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા છે, આવા શિષ્યો ગુરુને ઉદ્વેગજત થાય છે=મતના તાપનું હેતુપણું હોવાથી ઉદ્વેગકારી થાય છે. વળી જેને ગુરુમાં ભક્તિ નથી=બાહ્ય સેવા નથી, બહુમાન અંતરંગ પ્રીતિ નથી જ, ગૌરવ નથી= સમાનદક્ષિપણાને કારણે અર્થાત્ ગુરુને પોતાની સમાન જોનારો હોવાને કારણે આ પૂજ્ય છે, એ પ્રકારની બુદ્ધિ નથી, ભય નથી અકાર્યમાં પ્રવર્તમાનને ગુરુ પાસેથી ભય નથી, લજ્જા નથી, સ્નેહ પણ નથી ગુરુ પ્રત્યે પ્રતિબંધ પણ નથી, બે પિ શબ્દ સમુચ્ચય અર્થવાળા છે અથવા સરોષમાં, નતિ, સ્તુતિ વચન, તેના અભિમતમાં, પ્રેમ, ગુરુના દ્રષિમાં, દ્વેષ, દાન, ઉપકારનું કીર્તન અમંત્રમૂલ વશીકરણ છે, ઈત્યાદિ ગુણાંતરના અભાવની સંભાવના અર્થવાળા બે ગરિ શબ્દો છે, અનેક વખત નગનું કથત=ગાથામાં કહેલ રવિ તન્ના = વિ દ ઈત્યાદિ કથનમાં અનેક વખત ર'નું અભિધાન અત્યંત નિર્ગુણતા બતાવવા માટે છે. આવા પ્રકારના તેને=શિષ્યને, ગુરુકુલવાસથી શું ?=ગુરુ અધિષ્ઠિત ગચ્છના મધ્યવાસથી કંઈ નથી; કેમ કે તેના આધેયગુણનું વિકલપણું છેઃ ગુરુકુલવાસથી આધાર કરવા યોગ્ય ગુણોથી રહિતપણું છે, એ પ્રકારનો અભિપ્રાય છે. વળી શેષ કરે છે–ત્યારે જ ક્રોધ કરે છે, જ્યારે પ્રેરણા કરાતો હોય=વિશેષથી દોષને બતાવી અનુશાસન અપાતો હોય ત્યારે ક્રોધ કરે છે અને ચિત્તથી અનુશયને ક્રોધના અનુબંધ, હૃદયથી વહન કરે છે, ૨ શબ્દથી તેના કાર્યને કાલાન્તરે બતાવે છે, કહેવાયેલો=સામાન્યથી સ્મરણ કરાયેલો કે વારણ કરાયેલો શિષ્ય હદયથી અનુશયને વહન કરે છે, એમ અવય છે, કોઈક અવ્યતમ પણ કરણીયમાં–કર્તવ્યમાં, વર્તતો નથી, તેમાં વર્તત અધ્યાહાર છે, ગુરુનો-તેના આચાર્યતો, આલ છે= કલંકભૂત છે, દુસ્તરપણું હોવાથી=વાળી શકાય તેવો નહિ હોવાથી, પ્રતિપ્રવેશ છે=ગુરુથી વિરુદ્ધ ચાલનાર છે, આ શિષ્ય નથી; કેમ કે અનુશાસનને અયોગ્યપણું છે. li૭૪-૭૫-૭૬ો.
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy