________________
૨
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૪, ૪૫-૪૬-૪૭ વૃદ્ધિ થાય તેવા મહાતપને કરનારા હતા, જેનાથી દેવતા વડે પણ તે પૂજાતા હતા, તેથી એ ફલિત થાય કે અધિજ્ઞાનના બળથી જીવોના ચિત્તને પણ જાણી શકે તેવા દેવતાઓ તુચ્છ કુળવાળા પણ હરિકેશબલના ઉત્તમ ચિત્તથી આવર્જિત થઈને તેમની પર્યુપાસના કરતા હતા. માટે કલ્યાણના અર્થી સાધુએ તેમના દૃષ્ટાંતના બળથી આત્માને ભાવિત કરીને પોતાનાં કર્મોની લઘુતા થાય તે પ્રકારે યત્ન કરવો જોઈએ. II૪૪]
અવતરણિકા :
किञ्चायमात्मा नटवदपरापररूपैः परावर्तते, ततः कः कुलाभिमानावकाश इत्याहઅવતરણિકાર્ય :
વળી આ આત્મા નટની જેમ અપર અપર રૂપ વડે પરાવર્તન પામે છે, તેથી કુળના અભિમાનનો અવકાશ કયો છે ? અર્થાત્ કુળનું અભિમાન કરવું જોઈએ નહિ, એથી કહે છે
ગાથા:
देवो नेरइओ त्ति य, कीडपयंगु त्ति माणुसो एसो । रूवस्सी य विरूवो, सुहभागी दुक्खभागी य ।।४५।।
उत्तिय दमगुत्ति य, एस सपागु त्ति एस वेयविऊ । सामी दासो पुज्जो, खलो त्ति अधणो धणवइति ।। ४६ ।। न वि इत्थ कोवि नियमो, सकम्मविणिविट्ठसरिसकयचिट्ठो । अन्नुन्नरूववेसो, नडु व्व परियत्तए जीवो ||४७।।
ગાથાર્થ ઃ
આ=જીવ, દેવ, નારક, કીડો, પતંગિયું, મનુષ્ય, રૂપવાળો, વિરૂપવાળો, સુખભાગી, દુઃખભાગી, રાજા, દ્રમક, ચંડાલ, વેદને જાણનારો, સ્વામી, દાસ, પૂજ્ય, ખલ=દુર્જન, નિર્ધન, ધનપતિ એ પ્રમાણે પરાવર્તન પામે છે, અહીં=જીવના પરાવર્તનમાં, કોઈ નિયમ નથી, સ્વકર્મ વિનિવિષ્ટ સદેશ ચેષ્ટાવાળો જીવ અન્યોન્ય રૂપના વેશવાળા નટની જેમ પરાવર્તન પામે છે. ।।૪૫-૪૬-૪૭]] ટીકાઃ
देवो विबुधो नारक: प्रतीत एव, इतिशब्दाः सर्वे उपदर्शनार्थाः, चशब्दाः समुच्चयार्थाः स्वगताsaसूचक तथा कीटः कृम्यादिः, पतङ्गः शलभः, तिर्यगुपलक्षणं चैतत्; मानुषः पुमान्, एष जीवः परावर्तत इति सर्वत्र क्रियाः । 'रूवस्सि' त्ति कमनीयशरीरः, विरूपो विशोभः, सुखं सातं भजते, तच्छीलश्चेति सुखभागी, एवं दुःखभागी । तथा राजा पृथिवीपतिः, द्रमको