SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૭ ૫ કહેવાયેલી જ્ઞાન-દર્શન-ચારિત્ર વિદ્યાને તુ ગ્રહણ કર અને એ પ્રમાણે પ્રસ્તાવ કરીને તેના વડે વિસ્તારથી ધર્મદેશના કરાઈ, ત્યારપછી અહો ! મહાનુભાવની વિવેકિતા અને પરોપકારિતા, વળી અહો ! મારી પાષિષ્ઠતા અને મૂઢતા, આ મહાત્મા સ્વાધીન એવી પણ સદોષપણાથી ચપળ સ્વભાવવાળી લક્ષ્મીકુલટાને ત્યાગ કરે છે, લાગેલો એવો હું તેને જ ઇચ્છું છું અને પ્રાપ્ત કરતો નથી અને આ પ્રમાણે વગોવાયો, અધમ એવા મને ધિક્કાર હો, એ પ્રમાણે થયેલા વૈરાગ્યવાળો પરિવાર સહિત પ્રભવ કહે છે હે મહાત્મન્ ! મારા વડે શું કર્તવ્ય છે ? કહો. જંબુ કહે છે — હું જે કરું છું, (તે કર્તવ્ય છે.) ત્યારપછી આ અપ્રેક્ષાપૂર્વકારી નથી, એથી આનું અનુગમન યુક્ત છે, એ પ્રમાણે વિચારીને ઇતરપ્રભવ, કહે છે તમે જે આજ્ઞા આપો તે કરું. - ત્યારપછી માતા-પિતા-વહુઓ-સપરિવાર પ્રભવથી પરિવરેલા ભવ્ય પ્રાણીઓને ભવપરાસ્મુખ બુદ્ધિને ઉત્પન્ન કરતા જંબુકુમારે સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. ।।૩૭।। ભાવાર્થ : કેટલાક જીવો વિવેકયુક્ત છે, તેથી તેઓની શબ્દાદિ વિષયો વિષયક ઉત્સુકતા શાંત થયેલી છે; કેમ કે તેઓને આત્માના નિરાકુળ સ્વભાવમાં સ્વસ્થતારૂપ સુખ દેખાય છે અને શબ્દાદિ ભોગોમાં ઇચ્છાની આકુળતાજન્ય વિહ્વળતા દેખાય છે, તેવા વિવેકી જીવો તથાપ્રકારના પુણ્યથી પ્રાપ્ત થયેલા ભોગોનો ત્યાગ કરે છે, જેમ યૌવન અવસ્થામાં શ્રેષ્ઠ કોટીના શબ્દાદિ વિષયો પ્રાપ્ત થયેલા હોવા છતાં જંબુસ્વામી સુધર્માસ્વામીના ઉપદેશથી વિવેક પ્રગટેલો હોવાને કારણે લગ્ન કરીને નવયૌવના સ્ત્રીઓ સાથે સંસારના સ્વરૂપ વિષયક વાર્તાલાપ કરે છે, છતાં સુંદર રૂપાદિ જન્ય કોઈ વિકારો થતા નથી, પરંતુ તેમનું ચિત્ત સંયમનાં પારમાર્થિક સુખોને જોવામાં વ્યાપારવાળું છે, તેથી સુખપૂર્વક બાહ્યથી પણ ભોગોનો ત્યાગ કરે છે અને અંતરંગ પણ વિવેકચક્ષુને કા૨ણે ભોગોથી પર નિરુત્સુક ચિત્તને વહન કરનાર બને છે. કેટલાક જીવો મહાઅવિવેકને કારણે પ્રભવ ચોરની જેમ અવિદ્યમાન પણ ભોગોની ઇચ્છા કરે છે, આથી જ જંબુસ્વામીની સમૃદ્ધિ પોતાની પાસે વિદ્યમાન નથી, પરંતુ મારી વિદ્યાના બળથી હું તે સંપત્તિ ગ્રહણ કરું, એ પ્રકારના અભિલાષથી જંબુસ્વામીને ત્યાં રાત્રિના વિષે પ્રભવ ચોર ચોરી કરવા આવેલ છે; કેમ કે ભોગજન્ય સુખમાં જ સુખબુદ્ધિ છે, નિર્વિકારી અવસ્થામાં સુખબુદ્ધિ પ્રગટેલી નથી; તેથી અવિવેકને કારણે પ્રભવ ચોરને તે પ્રકારનો અભિલાષ થાય છે. વળી, કોઈ પરના પ્રત્યયથી પણ ભોગોનો ત્યાગ કરે છે–સુંદર પણ ભોગો પ્રાપ્ત થયેલા હોવા છતાં તેના પ્રત્યે નિઃસંગવાળા કોઈકને જોઈને તેને પણ વિવેક પ્રગટે છે કે ખરેખર ભોગથી સુખ નથી, પરંતુ નિઃસંગભાવમાં સુખ છે, જેમ જંબુસ્વામીને તેવા વિશાળ ભોગની પ્રાપ્તિ હોવા છતાં તેના ત્યાગને અભિમુખ પરિણામને જોઈને પ્રભવ ચોરને પણ બોધ થયો કે ભોગના સંશ્લેષમાં સુખ નથી, પરંતુ ભોગની અનિચ્છામાં જ સુખ છે, આથી બુદ્ધિના નિધાન એવા જંબુકુમાર આવી પણ ભોગસામગ્રીને નિઃસાર ગણીને ત્યાગ કરવા તત્પર થયા છે, જેનાથી પ્રભવ ચોરને પણ સંયમનો પરિણામ થયો. II૩૭ના
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy