________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૭
૩૪૯
माताऽप्येका पिताऽप्येका, मम तस्य च पक्षिणः । अहं मुनिभिरानीतः, स च नीतो गवासनैः ।। गवासनानां स गिरः शृणोति, अहं तु राजन् मुनिपुगवानाम् । प्रत्यक्षमेतद् भवताऽपि दृष्टं, संसर्गजा दोषगुणा भवन्ति ।। ततस्तुतोष राजेत्येवं मत्वा दुःशीलसाङ्गत्यं हित्वा सुशीलैः सहान्येनापि संवासो विधेय इति । अधुनाऽक्षरार्थः-गिरिशुकपुष्पशुकयोः सुविहित ! शोभनानुष्ठान ! इति शिष्यामन्त्रणम्, आहरणे दृष्टान्ते यत् कारणं संसर्गदोषोपलक्षणं तद् विधिज्ञः प्रस्तुतदृष्टान्ततत्त्वप्रकारज्ञः सन्नित्यर्थः, किं ? वर्जयेः परिहरेः शीलविकलान् पार्श्वस्थादीन् न च तद्वर्जनामात्रेण तुष्टः स्यात् किं तर्हि ? उद्यतशीलः स्वयं भवेस्त्वं यतिर्मुनिरिति ।।२२७।। ટીકાર્ય :
સત્ર કથાનવમ્ ..... તિનિિિત અહીં કથાનક છે – કાદંબરી અટવીમાં એક ચોધ વૃક્ષની બખોલમાં બે પોપટ સહોદરો ઉત્પન્ન થયા. તેમાં એક પોપટ પ્લેચ્છો વડે સ્વઘરમાં લઈ જવાયો અને તે પર્વત પલ્લીમાં ઉછેર થયો હોવાથી ગિરિપોપટ એ પ્રમાણે કહેવાય છે. અને તે સંગતિવશાત ક્રૂર અધ્યવસાયવાળો થયો. બીજો ફૂલોથી સમૃદ્ધ એવા તાપસીના આશ્રમમાં ઉછેર પામ્યો હોવાથી પુષ્પશુક એ પ્રમાણે કહેવાય છે – તે પણ=પુષ્પશુક સંગના વશથી ધર્મપર થયો.
એકવાર વિપરીત શિક્ષાવાળા અશ્વથી અપહરણ કરાયેલો કનકકેતુ રાજા વસંતપુરથી ત્યાં પલ્લી સમીપે આવ્યો. ત્યારપછી સ્વેચ્છભાવિત મતિવાળા વૃક્ષ ઉપર રહેલા પોપટ વડે કોઈક રીતે આરાજા જોવાયો અને તેના વડે કહેવાયું અરે અરે ભિલ્લો! અહીં રહેલા તમારી પાસે રાજા આવેલો છે તે કારણથી આને શીવ્ર ગ્રહણ કરો. તેથી રાજા વડે વિચારાયું જ્યાં પક્ષીઓ પણ આવા છે તે દેશ દૂરથી વર્ષ છે. એ પ્રમાણ માનીને રાજા ભાગીને તાપસના આશ્રમમાં ગયો. તેને જોવાથી પુષ્પશુકે કહ્યું, “હે તાપસકુમારો, અતિ ખેદ પામેલા અતિથિ આવે છે. એમ ચારે આશ્રમોના ગુરુ છે તેથી શીઘ આસન આપો, આતિથેયને કરો’ એ પ્રમાણે કુમારોને પ્રોત્સાહન આપ્યું, તેઓ વડે સંપાદન કરાવે છd, ભોજન નિવૃત્ત થયે છતે ખેદમુક્ત થયેલા રાજાએ ગિરિશુકનો વૃત્તાંત તેને=પુષ્પશુકને, નિવેદન કરીને શું એક જાતિવાળા એવા તમારા બન્નેમાં આટલું અંતર છે ? એ પ્રમાણે તેને પૂછયું, તે બોલ્યો – સંસર્ગના ગુણથી આટલું અંતર છે, તે આ પ્રમાણે –
મારા અને તે પક્ષીના માતા એક છે, પિતા એક છે, હું મુનિઓ વડે લવાયો છું અને તે ચોરો વડે લવાયો છે. વળી તે રાજન! તે ચોરોની વાણી સાંભળે છે, હું મુનિવરોની વાણી સાંભળુ છું, આ તમારા વડે પ્રત્યક્ષ જોવાયેલું છે, દોષો અને ગુણો સંસર્ગથી થનારા છે. તેથી રાજા સંતોષ પામ્યો.